________________
પર
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ કપિલને પરિવ્રાજકદર્શનમાં ધર્મબુદ્ધિનું જનક થશે.” એથી આ રીતે જ=જે રીતે મરીચિએ કહ્યું એ રીતે જ, આ=કપિલ, બોધનીય છે. એથી અન્યથા=મરીચિનો એવો અભિપ્રાય ન હોય તો, આ=કપિલને, પરિવ્રાજકવેષ આ=મરીચિ, કેમ આપે ? અર્થાત્ એવો અભિપ્રાય ન હોય તો પરિવ્રાજકવેષ ન આપે. એથી મહદ્ વૈષમ્ય છે=ભગવાનના વચનમાં અને મરીચિના વચનમાં મોટો ભેદ છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તો ઉસૂત્ર જ આ પ્રાપ્ત છે=મરીચિનું વચન પ્રાપ્ત છે, તેથી ઉસૂત્રમિશ્રથી સર્યું મરીચિનું વચન ઉત્સમિશ્ર કહી શકાય નહિ.
કેમ ઉસૂત્રમિશ્ર કહી શકાય નહિ ? તેમાં હેતુ કહે છે – દ્રવ્યથી અસત્ય એવા કિસલય અને પાંડુપત્રના ઉલ્લાપરૂપ સૂત્ર વચનની જેમ=ભાવથી સત્ય હોવા છતાં દ્રવ્યથી અસત્ય એવા કિસલય અને પાંડુપત્રના વાર્તાલાપરૂપ શાસ્ત્રવચનોની જેમ દ્રવ્યથી સત્ય એવા ઉત્સવરૂપ પણ પ્રકૃત વચનતા મરીચિકા વચનના, મિશ્રતનો અયોગ છે. અને શુદ્ધદ્રવ્યથી અને અશુદ્ધભાવથી મિશ્રતના સ્વીકારમાં મરીચિનું વચન ઉચ્ચારણની અપેક્ષાએ યથાર્થ હોવાથી દ્રવ્યથી શુદ્ધ છે અને કપિલને વિપરીત બોધ કરાવવાના અભિપ્રાયથી ભાવથી અશુદ્ધ છે તે અપેક્ષાએ મરીચિના વચનમાં ઉસૂત્રમિશ્રતનો સ્વીકાર કરાયે છતે, જિનપૂજાદિમાં પણ મિશ્રત્વના અભ્યપગમનો પ્રસંગ છે=જિનપૂજાદિમાં પણ દ્રવ્યથી હિંસા અને ભાવથી અહિંસારૂપ મિશ્ર પક્ષના સ્વીકારતી આપત્તિ છે.
‘ાથથી પૂર્વપક્ષી કહે કે દેશવિરતિના અભિપ્રાયથી મારી અપેક્ષાએ મારે મરીચિએ, સત્ય કહેવું જોઈએ. અને પરિવ્રાજકવેષતા અભિપ્રાયથી કપિલની અપેક્ષાએ અસત્ય છે=મરીચિનો અસત્ય કહેવાનો પરિણામ છે, એ રીતે ભાવના ભેદથી જ=મરીચિના પોતાના ભાવના ભેદથી જ, આ=મરીચિનું વચન, ઉત્સત્રમિશ્ર છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું તે વચન બરાબર નથી. આવા પ્રકારના ભાવનો એક કાળમાં અસંભવ છે–પોતાની અપેક્ષાએ સત્ય કહેવાનો ભાવ અને કપિલને વિપરીત બોધ કરાવવાનો ભાવ એવા પ્રકારના બે ભાવો એક સાથે અસંભવ છે; કેમ કે ઉપયોગદ્વયના યોગપતા અભ્યપગમતું અપસિદ્ધાંતપણું છે. અહીં પૂર્વપક્ષી કહે કે એક જ આ=મરીચિતો ઉપદેશ, સમૂહાલંબન ઉપયોગ છે. માટે ઉત્સુમિશ્ર થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તો કોની સાથે સૂત્રની સાથે કે સૂત્રવિરુદ્ધની સાથે, કોનું સૂત્રનું કે સૂત્રવિરુદ્ધનું, મિશ્રપણું થાય? આ પ્રકારના ગ્રંથકારના પ્રશ્નમાં પૂર્વપક્ષી કહે કે નિયમથી પદાર્થદ્વયની અપેક્ષાવાળું આ છે=મરીચિનું વચન છે, એથી વિષયભેદથી એકત્ર પણ મિત્રત્વ છે અર્થાત્ જિતવચન અનુસાર કર્યું અને કપિલને મારા વેશમાં ધર્મબુદ્ધિ થાય તે રીતે કહું એ રૂપ પદાર્થદ્વયની અપેક્ષાવાળું મરીચિનું વચન છે. એથી વિષયભેદને કારણે એકત્ર પણ એક ઉપયોગમાં પણ, મિશ્રપણું છે. તો ગ્રંથકારશ્રી કહે છે – ઉસૂત્ર વડે સર્યું=જે કોઈ વચનો શાસ્ત્રમાં ઉત્સુત્ર કહ્યાં છે તે સર્વ ઉસૂત્ર નહીં કહેવાય, પણ ઉત્સુત્રમિશ્ર જ કહેવાશે; કેમ કે સર્વ પણ અસત્ય અભિપ્રાયનું ધર્મીઅંશમાં સત્યપણું છે.