________________
પર
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૦ કેમ સર્વ અસત્ય વચન ધર્મઅંશમાં સત્ય હોવાને કારણે ઉત્સુત્રમિશ્ર બને છે ? તેમાં હેતુ કહે છે –
સર્વ જ્ઞાન ધર્મમાં અભ્રાન્ત છે, પ્રકારમાં વળી વિપર્યય છે. એ પ્રકારના શાસ્ત્રીય પ્રવાદની સિદ્ધિ છે=એ પ્રકારના શાસ્ત્રીય વચનની સિદ્ધિ છે. (અહીં પૂર્વપક્ષી કહે કે અન્ય શાસ્ત્રવચનો ધર્મીઅંશમાં સત્ય હોવા છતાં પ્રકાર અંશમાં મિથ્યા છે, માટે ઉત્સુત્ર છે. અને મરીચિનું વચનમાં) તો પછી પ્રકારના ભેદથી મિશ્રપણું થાઓ; કેમ કે એક જ વચનમાં સત્યાસત્યબોધકત્વાવચ્છિન્ન પ્રકારના ભેદથી ઉપરક્ત અભિપ્રાયનો ઉપશ્લેષ હોવાથી ઉજૂત્રમિશ્રત્વનો સંભવ છે મરીચિતા વચનમાં ઉત્સુત્રમિશ્રતનો સંભવ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું કથન બરાબર નથી; કેમ કે સૂત્ર કથન અંશમાં અભિપ્રાયનું પ્રાબલ્ય હોતે છતે અનુસૂત્રનું અને ઉત્સુત્ર કથા અંશમાં તેનું પ્રાબલ્ય હોતે છતે અસત્યનું પ્રબલપણું હોતે છતે, ઉસૂત્રનો જ સંભવ હોવાથી મિથ્યા વ્યપદેશ દ્વારા મિશ્રત્વનો અવકાશ છે. અન્યથા=મરીચિના વચનમાં ઉસૂત્રનું પ્રાબલ્ય હોતે છતે તે વચનને મિશ્ર કહેવામાં આવે તો, ‘ક્રિયમાણ કરાયું નથી.' એ પ્રકારના અંશમાં ‘અસત્ય બોલું છું. અને ઈતરાંશમાં= શાસ્ત્રનાં અન્ય વચનોમાં, “સત્ય કહું છું. એ પ્રકારના મિથ્યા વ્યપદેશથી બોલતા જમાલિ અનુસારી સાધુઓને પણ ઉત્સુત્ર ન થાય પરંતુ ઉસૂત્રમિશ્ર થાય. એથી મહાન અસમંજસ થાય અર્થાત્ બધાનાં અસત્યવચનોને ઉસૂત્રમિશ્ર સ્વીકારવારૂપ મહાન અસમંજસ થાય. ભાવાર્થ -
પૂર્વમાં સ્થાપન કર્યું કે મિથ્યાષ્ટિના ગુણો અનુમોદ્ય નથી એ વચન ઉસૂત્ર છે. તેથી ઉસૂત્રનો ત્યાગ કરીને સર્વ જીવોના મોક્ષને અનુકૂળ એવા ગુણોની અનુમોદના કરવી જોઈએ. તેથી માર્ગાનુસારી મિથ્યાદૃષ્ટિના ગુણોની અનુમોદના કરવી જોઈએ=મોક્ષમાર્ગને અનુકૂળ શુદ્ધપ્રરૂપણા આદિ ગુણોની અનુમોદના કરવી જોઈએ. જેમ પતંજલિ ઋષિએ અકરણનિયમ આદિ કહ્યા છે તે અર્થથી જિનવચન અનુસાર છે, તેની અનુમોદના કરવી જોઈએ. જો તે ગુણોની અનુમોદના ન થાય એમ કહેવામાં આવે તો તે ઉત્સુત્ર જ પ્રાપ્ત થાય. માટે તેની અનુમોદના કરવી જોઈએ; કેમ કે થોડું પણ ઉત્સુત્ર બોલીને મરીચિએ ઘણાં દુઃખોને પ્રાપ્ત કર્યા તેમ મિથ્યાદૃષ્ટિના ગુણોની અનુમોદના થાય નહિ તેમ બોલવાથી સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય. જેમ મરીચિએ કપિલને “સ્પંદન' એ પ્રમાણે કહીને કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સંસારના પરિભ્રમણજન્ય દુઃખને પ્રાપ્ત કર્યું. તેથી જે જીવ માર્ગાનુસારી મિથ્યાદૃષ્ટિના ગુણોની અનુમોદનાનો લોપ કરે છે અને તેના સ્થાપન માટે અનેક કુયુક્તિનું યોજન કરે છે, તેથી ઘણા ઉત્સુત્ર કહેનારા એવા તેઓને કેટલો અનર્થ થશે તે કંઈ કહી શકાય તેમ નથી. માટે સંસારના પરિભ્રમણથી ભય પામેલા જીવોએ ભગવાનના વચનથી કંઈ અન્યથા બોલવું કે કરવું જોઈએ નહિ અને મોક્ષને અનુકૂળ જે કોઈ જીવોમાં જે જે ગુણો છે તેની અનુમોદના કરવી જોઈએ. તેથી અર્થથી મોક્ષને અનુકૂળ મિથ્યાદૃષ્ટિના ગુણોની પણ અનુમોદના કરવી જોઈએ.
અહીં=પૂર્વમાં કહ્યું કે મરીચિએ ઉત્સુત્ર પ્રરૂપણા કરીને કોટાકોટિ સંસાર વધાર્યો એ વિષયમાં, કોઈક મહાત્મા કહે છે – ઉસૂત્રભાષણથી અનંત સંસાર થાય છે એ પ્રમાણે શાસ્ત્રવચન છે અને મરીચિને અસંખ્ય