________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭ સ્વીકારે છે. આથી જ આરાધકવિરાધક ચતુર્થંગીમાં બાલતપસ્વીને દેશારાધક કહેલ છે અને તે બાલતપસ્વી મોક્ષમાર્ગના દેશની આરાધના કરીને સકામનિર્જરા કરે છે.
४०
જેઓ પ્રબલ અસદ્ અભિનિવેશવાળા છે તેઓ સ્થૂલથી અન્યદર્શનના તપાદિનાં અનુષ્ઠાન કરતા હોય કે જૈનદર્શનના સાધ્વાચારો પાળતા હોય તોપણ તેઓનું અનુષ્ઠાન મોક્ષને અનુકૂળ લેશ પણ પરિણતિવાળું નહીં હોવાથી અનુચિતાનુષ્ઠાન છે. તેથી “તેને બાલતપ કહો કે અકામનિર્જરાનું કારણ કહો” તેમાં કોઈ ભેદ નથી; કેમ કે જેમ કષ્ટ વેઠવાથી અકામનિર્જરા થાય છે, તેમ તેવા જીવો સંયમનાં કષ્ટો વેઠીને મોક્ષનું કારણ બને તેવી નિર્જરા કરતા નથી. માટે તેઓનું બાલતપ અકામનિર્જરારૂપ જ છે.
વળી, મિથ્યાદ્દષ્ટિ જીવોના પણ મોક્ષમાર્ગને નિષ્પન્ન કરનારા યોગો સકામનિર્જરાનાં કારણ છે; કેમ કે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મિથ્યાદ્દષ્ટિ જીવોને ગુણસ્થાનકનો સ્વીકાર કર્યો છે. તેથી એ પ્રાપ્ત થાય કે મોક્ષને અનુકૂળ એવા ગુણીગુણસ્થાનકમાં વર્તતા જીવો જે ક્રિયાથી ઉત્તરના ગુણસ્થાનકમાં જાય છે, તે ક્રિયાથી તેઓને સકામનિર્જરાની પ્રાપ્તિ થાય છે. જેમ યોગની પહેલી દૃષ્ટિવાળા જીવો પણ પોતાની ભૂમિકાનુસાર ચિતાનુષ્ઠાન કરતા હોય ત્યારે તેઓ યોગની પહેલી દૃષ્ટિમાં પણ પોતાની ઉપરની ભૂમિકાવાળી પહેલી દૃષ્ટિમાં જાય છે કે બીજી આદિ દૃષ્ટિમાં જાય છે ત્યારે સકામનિર્જરા પ્રાપ્ત કરે છે. વળી યોગની દૃષ્ટિવાળા જીવો પણ જ્યારે પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિતાનુષ્ઠાન કરવાને બદલે અનુચિત અનુષ્ઠાન કરે છે ત્યારે તેઓ યોગની દૃષ્ટિમાંથી નીચેની ભૂમિકામાં પણ આવે છે કે દૃષ્ટિમાંથી પાત પણ પામે છે ત્યારે અકામનિર્જરા પ્રાપ્ત કરે છે.
અહીં પૂર્વપક્ષી કહે કે મિથ્યાષ્ટિની બુદ્ધિ અબુદ્ધિ જ છે અને સકામનિર્જરા બુદ્ધિપૂર્વક થાય છે, માટે મિથ્યાત્વીને સકામનિર્જરા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – મિથ્યાદૃષ્ટિમાં પણ વર્તતી માર્ગાનુસારી બુદ્ધિ અબુદ્ધિ નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ કરતાં કંઈક ન્યૂન એવી માર્ગાનુસારી બુદ્ધિ છે. જેમ ગીતાર્થ મુનિ કરતાં માષતુષ આદિ મુનિઓને પણ કંઈક ન્યૂન માર્ગાનુસારી બુદ્ધિ હોય છે. માટે જે જીવોમાં જે પ્રમાણે માર્ગાનુસારી બુદ્ધિ હોય તેને અનુરૂપ સકામનિર્જરા થાય છે. તેથી મિથ્યાદ્દષ્ટિમાં જે મિથ્યાત્વ અંશ છે તે અંશથી વિપર્યાસ છે, માટે માર્ગાનુસારી બુદ્ધિ નથી, તોપણ મિથ્યાત્વની મંદતાના કાળમાં જે સમ્યક્ત્વને અભિમુખ માર્ગાનુસા૨ી ઊહ કરીને ગુણસ્થાનકની વૃદ્ધિ કરે છે, તે મિથ્યાદષ્ટિની માર્ગાનુસારી બુદ્ધિ છે. માટે મિથ્યાદષ્ટિને પણ સકામનિર્જરા છે તેથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોવાને કા૨ણે જિનવચનના સૂક્ષ્મબોધથી નિયંત્રિત માર્ગાનુસારી બુદ્ધિ છે. માષતુષાદિ મુનિઓને જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરવાની બુદ્ધિ છે. વળી, ક્રિયાના વ્યત્યય કરાવનારાં કર્મો નહીં હોવાથી જિનવચનાનુસાર સંયમયોગમાં પ્રવર્તાવે તેવા ગીતાર્થને પરતંત્ર થઈને સર્વ પ્રવૃત્તિ કરાવે તેવી વિશેષ પ્રકારની નિર્મળ બુદ્ધિ છે. સંવિગ્ન ગીતાર્થ સાધુઓને જિનવચનના પારમાર્થિક સૂક્ષ્મબોધવાળી અને તે સૂક્ષ્મબોધથી નિયંત્રિત સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે તેવી વિશિષ્ટ બુદ્ધિ છે. વળી, અન્ય યોગ્ય જીવોને પણ તેઓની ભૂમિકાનુસાર માર્ગમાં પ્રવર્તાવે તેવી નિર્મળ બુદ્ધિ છે.