________________
૪૬.
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૮, ૩૯ પ્રાપ્તિ થાય અને તે નિમિત્તે ઉપદેશકને સંયમના બળથી દેવભવની પ્રાપ્તિ થવાની હોય તોપણ પરમાધામદેવરૂપે થઈને દુરંત સંસાર ભટકે છે.
જે ઉપદેશક વિવેકસંપન્ન છે તે યોગ્ય જીવોની આગળ પરદર્શનમાં રહેલા પણ માર્ગાનુસારી જીવોના ગુણની પ્રશંસા કરે તો તેનાથી પોતાનો ગુણરાગ વૃદ્ધિ પામે છે અને યોગ્ય શ્રોતાનો પણ ગુણરાગ વૃદ્ધિ પામે છે. તેઓને તે ઉપદેશકના વચનથી લાગે છે કે બધા દર્શનમાં રહેલા ઉચિત ગુણોને ગ્રહણ કરનાર જિનપ્રવચન છે, માટે આ જિનપ્રવચન જ શ્રેષ્ઠ છે. આ પ્રકારે યોગ્ય જીવને બુદ્ધિ થવાથી ધર્મની જ ઉન્નતિ થાય છે.
વળી, મહાનિશીથસૂત્રના વચનાનુસાર જે સાધુ મુગ્ધ પર્ષદા સમ્મુખ પરપાખંડીની પ્રશંસા કરે કે જૈનશાસનમાં રહેલા પણ ભગવાનના શાસનનો અપલાપ કરનારની પ્રશંસા કરે કે તેઓનાં રચાયેલાં શાસ્ત્રોના પદઅક્ષરાદિને લોકો આગળ કહે તો તેનાથી પણ તે ઉન્માર્ગગામી નિનવોના માર્ગની પુષ્ટિ થાય છે. તેથી તેવા ઉપદેશક સંયમના બળથી દેવાયુષ્ય બાંધે તોપણ પરમાધામી આદિ દેવભવમાં જાય. Il૩૮ અવતરણિકા -
अथ भवन्तु मिथ्यादृशामपि केऽपि केऽपि गुणास्तथापि हीनत्वादेव ते नानुमोद्या इति आशङ्काशेषं निराकर्तुमाह - અવતરણિકાર્ચ -
અથથી પૂર્વપક્ષી કહે છે કે મિથ્યાદષ્ટિતા પણ કોઈક કોઈક ગુણો હો તોપણ હીનપણું=મિથ્યાદષ્ટિપણું, હોવાથી તે ગુણો અનુમોઘ નથી. એ પ્રકારની પૂર્વપક્ષીની આશંકાશેષને નિરાકરણ કરવા માટે કહે
છે
-
ગાથા :
जइ हीणं तेसि गुणं सम्मत्तधरो ण मन्नईत्ति मई । ता कस्सवि सुहजोगं तित्थयरो णाणुमनिज्जा ।।३९।।
છાયા :
यदि हीनं तेषां गुणं सम्यक्त्वधरो न मन्यते इति मतिः ।
ततः कस्यापि शुभयोगं तीर्थकरो नानुमन्येत ।।३९।। અન્વયાર્થઃન તે િહી ગુi=જો તેઓનો હીતગુણ=મિથ્યાષ્ટિનો હીન ગુણ, સમરથ =સમ્યક્ત ધારણ