________________
૪૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭, ૩૮
પ્રમાણે અધ્યાત્મ ચિંતકો કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ શાતાવેદનીયના ઉદયવાળો અંધ કોઈ નવા નગરમાં જવા તત્પર થયેલો હોય ત્યારે યોગ્ય જીવોને પૃચ્છા કરીને તે નગરની પ્રાપ્તિ થાય તે પ્રકારે જ ગમન કરે છે, કેમ કે ચહ્યું નહીં હોવા છતાં કેવી વ્યક્તિને પૃચ્છા કરવાથી સાચા માર્ગની પ્રાપ્તિ થશે તેવી નિર્મલ બુદ્ધિ તે અંધમાં છે. તેથી આડાઅવળા રસ્તે ગયા વગર ઉચિત રીતે સુખપૂર્વક સ્થાને પહોંચે છે. તેમ અપુનબંધક આદિ જીવો પણ સૂક્ષ્મ પ્રજ્ઞા નહીં હોવાથી અંધ તુલ્ય છે, તોપણ ઉચિત ઉપદેશક આદિનો નિર્ણય કરીને મોક્ષમાર્ગમાં જ યત્ન કરે છે. માટે તેઓમાં બુદ્ધિમત્ત્વ છે.
વળી, કોઈક કહે છે કે મિથ્યાષ્ટિને સકામનિર્જરા સ્વીકારીએ તો સમ્યગ્દષ્ટિનો અને મિથ્યાષ્ટિનો ભેદ પ્રાપ્ત થશે નહિ; કેમ કે બુદ્ધિમાન પુરુષ જ ઉચિત પ્રવૃત્તિ કરીને સકામનિર્જરા કરી શકે. સમ્યગ્દષ્ટિ બુદ્ધિમાન હોવાથી સ્વભૂમિકાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સકામનિર્જરા કરી શકે છે તેમ મિથ્યાદૃષ્ટિ પણ સકામનિર્જરા કરી શકે છે તેમ સ્વીકારવામાં આવે તો એના અભેદની પ્રાપ્તિ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જેમ મિથ્યાદૃષ્ટિથી માંડીને સયોગીકેવલી સુધી શુક્લલેશ્યાનો સંભવ છે, છતાં મિથ્યાષ્ટિની સુલેશ્યા અને સયોગીકેવલીની શુક્લલેશ્યા સુધીમાં શુક્લલેશ્યાના અવાંતર ઘણા ભેદો પ્રાપ્ત થાય છે. માટે બધા જીવોની શુક્લલેશ્યા સમાન નથી. તેમ મિથ્યાષ્ટિ જીવોની અને સમ્યગ્દષ્ટિ જીવોની બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિમાં અવાંતર ઘણા ભેદોની પ્રાપ્તિ હોવાથી મિથ્યાષ્ટિની સકામનિર્જરામાં અને સમ્યગ્દષ્ટિની સકામનિર્જરામાં ભેદ પ્રાપ્ત થશે. માટે સમ્યગ્દષ્ટિની જેવી વિશિષ્ટ સકામનિર્જરા થાય છે તેવી મિથ્યાષ્ટિની વિશિષ્ટ સકામનિર્જરા નથી; તેથી વિવેકસંપન્ન મિથ્યાષ્ટિનો અને અતિ વિવેકસંપન્ન એવા સમ્યગ્દષ્ટિનો ભેદ સ્વીકારવામાં કોઈ બાધ નથી. 13ના અવતરણિકા -
'नन्वेवं मिथ्यादृशां गुणानुमोदनेन परपाखण्डिप्रशंसालक्षणः सम्यक्त्वातिचारः स्याद्' इत्याशङ्का परिहर्तुमाह - અવતરણિતાર્થ -
આ રીતે=પૂર્વની ગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે મિથ્યાષ્ટિના ગુણોની અનુમોદના અમે કરતા નથી તે વચન મિથ્યાવચન છે અને તેને અત્યાર સુધી દઢ કર્યું એ રીતે, મિથ્યાષ્ટિના ગુણના અનુમોદનથી પરપાખંડીની પ્રશંસારૂપ સમ્યક્તનો અતિચાર થશે. એ પ્રકારની શંકાના પરિવાર માટે કહે છે –
ગાથા :
परपाखंडिपसंसा इहइं खलु कोवि णेवमइआरो । सो तम्मयगुणमोहा अणवत्थाए व होज्जाहि ।।३८।।