________________
૧
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
વળી, જે જીવોમાં ઉચિત ગુણસ્થાનકની પરિણતિ હોય તે જીવો ફલથી બુદ્ધિમાન જ છે; કેમ કે ઉચિત પ્રવૃત્તિ દ્વારા ગુણની વૃદ્ધિ કરીને સંસારનો ઉચ્છેદ થાય તે બુદ્ધિનું ફળ છે. અને ગુણસ્થાનકની પરિણતિવાળા જીવો જ્યારે જ્યારે સ્વભૂમિકાને અનુકૂળ ઉચિતાનુષ્ઠાન કરે છે ત્યારે ત્યારે ગુણની વૃદ્ધિને અવશ્ય પ્રાપ્ત કરે છે, માટે તેઓ બુદ્ધિમાન જ છે. તેમાં ઉપદેશપદની સાક્ષી આપે છે. તે વચનાનુસાર ગુણઠાણાની પરિણતિવાળા જીવો પ્રાયઃ બુદ્ધિમાન જ હોય છે. અને પ્રાયઃ કહેવાથી એ પ્રાપ્ત થયું કે કોઈ પણ ગુણસ્થાનકવાળા જીવો અનાભોગવાળા હોય છે ત્યારે જે વિપરીત પ્રવૃત્તિ કરે છે તે બુદ્ધિનું કાર્ય નથી. તેથી તે વખતે તે બુદ્ધિમાન નથી. જેમ ભાવસાધુ પણ અનાભોગથી અયતનાપૂર્વક પડિલેહણ આદિ કરતા હોય ત્યારે તે કૃત્યમાં તે બુદ્ધિમાન નથી; કેમ કે બુદ્ધિમાન પુરુષ સ્વભૂમિકાને અનુરૂપ ઉચિત કૃત્ય કરીને ઉત્તર ભૂમિકાને પ્રાપ્ત કરે છે.
વળી, અન્ય આચાર્યોના મતાનુસાર જે બુદ્ધિમાન જીવો છે, તેઓ કોઈક સ્થાનમાં સૂક્ષ્મ બોધવાળા ન હોય તો તેઓને તે સ્થાનમાં અનાભોગ વર્તે છે તો પણ તેઓ સ્વબુદ્ધિ અનુસાર મોક્ષને અનુકૂળ યત્નવાળા હોય છે, તેથી તેઓ બુદ્ધિમાન જ છે. જેમ સમ્યગ્દષ્ટિ જીવો કે સુસાધુઓ સંપન્ન નિર્વાણવ્રતના પરિણામવાળા હોય છે=“મારે નિર્વાણ પ્રાપ્ત કરવું છે” તે પ્રકારના પરિણામવાળા હોય છે. ત્યારે ભગવાનના માર્ગમાં રુચિવાળા હોય છતાં કોંઈક સ્થાનમાં શાસ્ત્રના સૂક્ષ્મબોધના અભાવને કારણે અથવા પ્રજ્ઞાપકના દોષને કારણે વિપરીત શ્રદ્ધાવાળા થાય છે. તોપણ તેઓની રુચિ તો સંસારના ઉચ્છેદને અનુકૂળ યત્ન કરવામાં પ્રવર્તતી હોય છે. તેથી સમ્યક્ત આદિ ગુણના ભંગને પ્રાપ્ત કરતા નથી.
વળી, સમ્યગ્દષ્ટિ આદિ જીવો પણ સ્વ-સ્વ ગુણસ્થાનકની પરિણતિની તરતમતાવાળા હોય છે. તેથી કેટલાક સમ્યગ્દષ્ટિ જીવોનો જ્ઞાનાવરણીયાદિકર્મનો ક્ષયોપશમ મંદ હોય છે તો કેટલાકનો ઘણો હોય છે. કેટલાક સમ્યગ્દષ્ટિ જીવોની અવિરતિ સમાન હોવા છતાં અવિરતિ આપાદક કષાયો ઘણા મંદ હોય છે. જેમ તીર્થકરના જીવોને ગૃહસ્થાવસ્થામાં અવિરતિ હોવા છતાં અતિ ઉચિત પ્રવૃત્તિ હોય છે. વળી સત્યકીવિદ્યાધર જેવા કેટલાક અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને અવિરતિ આપાદક કર્મો અતિ ભોગાદિની વિપરીત પ્રવૃત્તિ કરાવે તેવાં હોય છે; તોપણ સંસારના વાસ્તવિક સ્વરૂપના નિરીક્ષણની બુદ્ધિ અને સ્વશક્તિ અનુસાર સંસારના ઉચ્છેદની ઇચ્છા અને સંસારના ઉચ્છેદની પ્રવૃત્તિ સર્વ સમ્યગ્દષ્ટિ જીવોમાં સદા વર્તે છે. તેથી બુદ્ધિસામાન્યનું ફળ સર્વ સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં સ્વભૂમિકાનુસાર સંસારના ઉચ્છેદમાં સદા ઉદ્યમ કરાવે છે. તે રીતે માર્ગાનુસારી મિથ્યાદૃષ્ટિ જીવોમાં પણ જ્ઞાનાવરણીય આદિ ક્ષયોપશમના ભેદથી અવાંતર પરિણામોના ઘણા ભેદની પ્રાપ્તિ હોવા છતાં માર્ગાનુસારી મિથ્યાદૃષ્ટિ જીવો સ્વ સ્વ ભૂમિકાનુસાર તત્ત્વાલોચન કરીને ઉપરની ભૂમિકામાં જવાનો ઉદ્યમ કરે છે. તેથી બુદ્ધિમાન છે.
વળી, અપુનબંધક આદિ મિથ્યાદૃષ્ટિ જીવોમાં માર્ગાનુસારી બુદ્ધિમત્ત્વ છે આથી જ, તેઓ સૂક્ષ્મબોધ નહીં હોવા છતાં યોગની પ્રથમ ભૂમિકાથી માંડીને અનાભોગથી પણ સદંઘન્યાયથી માર્ગગમન જ કરે છે એ