________________
૩૭.
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
વળી, સકામનિર્જરા સાધુને છે. એ પ્રકારના યોગશાસ્ત્રના વ્યાખ્યાનમાં અકામનિર્જરાના સ્વામી નિરભિપ્રાય અને અભિલાષ વગર કષ્ટ સહન કરતાં એકેંદ્રિય આદિ જ કહ્યા છે. પરંતુ બાલતપસ્વી આદિ મિથ્યાષ્ટિને અકામનિર્જરાના સ્વામી કહ્યા નથી. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈને મોક્ષ સાધવાનો અભિલાષ ન હોય અને કષ્ટો સહન કરવા પ્રત્યે કોઈ અભિપ્રાય ન હોય, પરંતુ કોઈ સંયોગથી કષ્ટો આવે છે ત્યારે તે કષ્ટો સહન કરનારા એકેંદ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી સર્વ જીવોને અકામનિર્જરા થાય છે. અશુભ એવા કર્મો ભોગવીને નિર્જરા કરે છે; પરંતુ બાલતપસ્વી આદિ મિથ્યાષ્ટિ જીવોમાંથી કેટલાક મોક્ષાભિલાષથી કે પોતાના આત્માના હિતના અર્થે પણ કષ્ટો વેઠે છે. તેથી તેઓ તપ દ્વારા પણ ભદ્રકપ્રકૃતિને કારણે જે જે અંશથી સંસારથી વિમુખ ભાવવાળા થાય છે, તે તે અંશથી સકામનિર્જરા જ પ્રાપ્ત કરે છે.
વળી, સમયસાર સૂત્રની વૃત્તિમાં કહ્યું એ પ્રમાણે બંધાયેલાં કર્મો વિપાકમાં આવીને આત્મપ્રદેશોથી પૃથગુ થાય તે નિર્જરા છે. તેથી સંસારવર્તી સર્વ જીવોનાં કર્મો ઉદયમાં આવીને નિર્જરાને પામે છે. માટે સર્વ જીવો નિર્જરાને પ્રાપ્ત કરે છે. આમ છતાં જે જીવો અનાદિ કાળથી જે મોક્ષને અનુકૂળ ભાવો કર્યા નથી, તેવા ભાવો નિર્જરાની કામનાથી કરતા હોય કે તથા સ્વભાવથી તેવા ભાવો કરતા હોય ત્યારે અવશ્ય સકામનિર્જરા થાય છે. આથી જ અન્યદર્શનમાં રહેલ બાલતપસ્વીઓ પણ સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિના અર્થ થઈને જે કાંઈ અનુષ્ઠાનો સેવી શુભ ભાવો કરે છે, તેનાથી સકામનિર્જરા થાય છે. આથી મેઘકુમારના જીવને તથા સ્વભાવથી અત્યંત દયાનો પરિણામ થવાથી સકામનિર્જરાની પ્રાપ્તિ થઈ. વળી, સંસારવર્તી સર્વ જીવોને ઉદયમાં આવીને જે નિર્જરા થાય છે તે અકામનિર્જરા છે; તોપણ તે સંસારવર્તી “જીવો ઘણા પ્રકારનાં કષ્ટોને વેઠે ત્યારે તે અકામનિર્જરા પણ પાપકર્મોના વેદનથી થયેલી હોવાનાં કારણે તે પાપપ્રકૃતિ સત્તામાં અલ્પ થાય છે, તેથી સામાન્ય નિર્જરા કરતાં વિશેષ થાય છે. આથી જ મરુદેવાના માતાનો જીવ વનસ્પતિમાં કાંટાથી વિંધાઈને ઘણી અકામનિર્જરા કરીને મનુષ્યભવની પ્રાપ્તિ કરે છે. અને કેટલાક જીવો આ રીતે જ ઘણાં કષ્ટો વેઠીને અકામનિર્જરા દ્વારા સમ્યક્તાદિ પણ પ્રાપ્ત કરે છે.'
વળી, અકામનિર્જરા દ્વારા જેઓ દેવાયુષ્ય બાંધે છે તેઓ પણ તે અકામનિર્જરા દ્વારા થયેલી તેવી વિશુદ્ધિથી દેવાયુષ કે મનુષ્યઆયુષ્ય બાંધે છે; કેમ કે દેવાયુષ્ય કે મનુષ્યઆયુષ્ય બંધ પ્રત્યે જે અધ્યવસાય જોઈએ તે અધ્યવસાયને અનુકૂળ શુદ્ધિ જ અકામનિર્જરાથી થાય છે. વળી, આ અકામનિર્જરા સમયસાર સૂત્ર વચનાનુસાર એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધી છેદ, ભેદાદિનાં કષ્ટોના વેદનથી જ પ્રધાનરૂપે થાય છે. નારકીઓને ૩ પ્રકારની વેદનાથી થાય છે. અને મનુષ્યોને વ્યાધિ, કારાગૃહમાં નાંખવાદિથી થાય છે. તેથી તેવી નિર્જરા જીવે તે તે ભવોમાં અનંતી વખત કરી છે. તોપણ તે નિર્જરા દ્વારા સંસારના ભાવોથી વિમુખ થાય તેવો પરિણામ જ્યાં સુધી પ્રગટે નહિ, ત્યાં સુધી તે નિર્જરાથી સંસારમાં ક્યારેક અનુકૂળતા પ્રાપ્ત કરે તેવા જ ભવો માત્રની પ્રાપ્તિ થાય છે. અને કોઈક જીવોને તે અકામનિર્જરાથી જ ગુણપ્રાપ્તિને અનુકૂળ એવી પરિણતિ પણ પ્રગટે છે.