________________
33
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭ કેમ આ કૃત્ય ઉચિત નથી ? તેમાં યુક્તિ આપે છે –
અકામનિર્જરાથી પણ કંઈક કર્મક્ષય થાય છે. જે કારણથી વળી બાલતપ વડે શું? અર્થાત્ અકામનિર્જરાથી પણ કંઈક અધિક એવી બાલતપથી નિર્જરા થાય છે માટે તે બાલતપ કરવો ઉચિત નથી એ પ્રમાણે નાગિલનો અભિપ્રાય છે. તે કારણથી અકામનિર્જરાથી, કંઈક અધિક એવો આ બાલતપ છે માટે ત્યાજ્ય છે તે કારણથી, આ બાલતપસ્વીઓ જાણવા અને જે કારણથી કંઈક ઉત્સુત્ર અને ઉન્માર્ગચારીપણું આમનું=બાલતપસ્વીઓનું, દેખાય છે માટે આ અનુષ્ઠાન પામીને તું પરિતોષ પામ નહીં, એમ નાગિલ કહે છે.” અને આ નાગિલના વચનથી અકામનિર્જરાજવ્ય કર્મક્ષય કરતાં બાલતપજવ્ય કર્મક્ષયની કંઈક અધિક સિદ્ધિ છે. તેથી “બાલતા સર્વ જ અકામનિર્જરાનું અંગ કારણ, છે.' એવી પરની ભ્રાતિનો નિરાસ થાય છે.
વળી, સમ્યક્ત પ્રાપ્તિના જે હેતુઓ કહ્યા છે તેમાં પણ-“અનુકંપા, અકામવિજેરા, બાલતપ, દાન, વિનય, વિર્ભાગાદિને કહ્યા છે. તેથી અકામનિર્જરા કરતાં બાલતપને જુદુ કહ્યું છે. તેથી પણ ફલિત થાય છે કે બાલતા સર્વ જ અકામનિર્જરાનું અંગ નથી.
વળી, દેવાયુષ્યના કારણો પણ બતાવ્યાં છે. તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે – “મહાવ્રતઅણુવ્રતોથી, બાલતપ, અકામનિર્જરાથી દેવાયુષ્ય બંધાય છે અને જે જીવ સમ્યગ્દષ્ટિ છે, તે દેવાયુષ્ય બાંધે છે.” આ ગાથામાં પણ બાલતપ અને અકામનિર્જરાને પૃથ ગ્રહણ કરેલ છે. તેથી બાલતપ સર્વ જ અકામનિર્જરાનું અંગ છે.' એવી પરની ભ્રાતિનો નિરાસ થાય છે.
વળી, તત્વથી જે ઉચિત અનુષ્ઠાન છે, તે અકામનિર્જરાનું અંગ નથી અને જે અનુચિત અનુષ્ઠાન છે, નિર્વાણઅનંગપણું હોવાથીતિવણનું અકારણપણું હોવાથી, તે ફલથી બાલતપ કહેવાય કે અકામનિર્જરાનું કારણ કહેવાય, તેમાં કોઈ ભેદ નથી, એ પ્રમાણે અમે યુક્ત જોઈએ છીએ.
વળી, મિથ્યાદષ્ટિના પણ માર્ગસાધન યોગો ગુણસ્થાનકના અભ્યપગમથી જ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ બતાવ્યા છે અને તે રીતે મિથ્યાદષ્ટિના માર્ગસાધન યોગો ગુણસ્થાનકરૂપ છે તે રીતે, તેઓને પણ મિથ્યાષ્ટિઓને પણ, સકામનિર્જરામાં=સકામનિર્જરા સ્વીકારવામાં, બાધક નથી; કેમ કે ગુણસ્થાનક લક્ષણ એવી તેનું=સકામનિર્જરાનું, કુશલ મૂલપણું છે=આત્માના કલ્યાણની પરંપરાનું મૂલપણું છે. તે=સકામનિર્જરાનું કુશલમૂલપણું છે કે, તત્વાર્થભાષ્યના નવમા અધ્યયનમાં કહેવાયું છે –
નિર્જરા, વેદના, વિપાક એ અનર્થાન્તર છે=એકાર્યવાચી છે, તે-કર્મનો વિપાક, બે પ્રકારે છે : અબુદ્ધિપૂર્વક અને કુશલઅનુબંધવાળો. ત્યાં=બે પ્રકારના વિપાકમાં, નરકાદિમાં જે અબુદ્ધિપૂર્વક કર્મફલનો વિપાક છે તેને અવદ્ય હોવાથી સાવધ હોવાથી, અકુશલાનુબંધ જાણવો. તપ અને પરિષહજયથી કરાયેલો કુશલમૂલવાળો છે તેને ગુણને કારણે શુભાનુબંધ અથવા નિરનુબંધ જાણવો. આ પ્રમાણે ચિતવન કરતો પુરુષ કર્મનિર્જરા માટે ચેષ્ટા કરે છે.” ‘ત્તિ’ શબ્દ તત્વાર્થતા ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.