________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
૩૧
યથાયોગ્ય યોજન કરવા. નારકોને ત્રણ પ્રકારની વેદના કહી છે. તેને સ્પષ્ટ કરે છે – ક્ષેત્રથી જનિત વેદના, અન્યોન્ય ઉદિત વેદના અને પરમાધામી જનિત સ્વરૂપવાળી વેદના છે. જેનાથી તેઓને અકામનિર્જરા થાય છે. સૂત્રમાં કહેલ વાહિ'નો અર્થ વ્યાધિ. અને ચારક નિરોધનો અર્થ કારાગ્રહનો ગ્રહ છે. અને શેષ સુગમ છે. હવે સકામનિર્જરાને કહે છે – ‘સકામનિર્જરા વળી નિર્જરાના અભિલાષીને અણસણ, ઊણોદરી, ભિક્ષાચર્યા, રસત્યાગ, કાયક્લેશ, પ્રતિસલીનતા એ પ્રકારે ૬ પ્રકારનું બાહ્ય અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ ૬ ભેટવાળા અત્યંતર તપને તપનારાઓને સકામનિર્જરા હોય છે.'
નિર્જરા-અભિલાષી જીવોને અનશનાદિ ૬ ભેદવાળું બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ ૬ ભેદવાળું અંતરંગ તપને તપનારાઓને સકામનિર્જરા થાય છે. એ પ્રમાણે યોજન છે.”
અને અહીં પણ=નિર્જરાનું વર્ણન કર્યું એમાં પણ, તપનું સકામનિર્જરારૂપપણું પ્રતિપાદન હોવાને કારણે અને મિથ્યાદષ્ટિઓને સકામનિર્જરાનો અભાવ હોવાથી સકામનિર્જરા નથી એમ ન કહેવું; કેમ કે માગનુસારી મિથ્યાષ્ટિઓને પણ “અને તે તપ, ચાંદ્રાયણ, કુચ્છે” (યોગબિંદુ, શ્લોક-૧૩૧) ઈત્યાદિ દ્વારા તપનું પ્રતિપાદન છે. વળી, માર્ગાનુસારી અનુષ્ઠાન માત્ર જ સકામનિર્જરામાં બીજ છે; કેમ કે અવિરતસમ્યગ્દષ્ટિનો અનુરોધ છે અવિરતિ સમ્યગ્દષ્ટિ, માર્થાનુસારી કૃત્યમાં અનુસરણ છે. પરંતુ તપ માત્ર જ નહિ તપમાત્ર જ સકામનિર્જરાનું કારણ નથી, એથી કોઈ અનુપપત્તિ નથી= મિથ્યાદષ્ટિ જીવોમાં તપનું અનુષ્ઠાન ન હોય તોપણ માર્ગાનુસારી કૃત્ય હોવાને કારણે સકામનિર્જરા
સ્વીકારવામાં કોઈ પણ અનુપપત્તિ નથી. આથી જ=માર્ગાનુસારી અનુષ્ઠાન માત્ર જ સકામનિર્જરાનું બીજ છે આથી જ, સ્પષ્ટ મોક્ષાભિલાષ હોવા છતાં પણ પ્રબલ અસદ્ગહના દોષવાળા એવા મિથ્યાદષ્ટિઓને, પ્રબલ અસગ્રહ દોષના અભાવવાળા આદિધાર્મિક જીવોની જેમ ફલથી=અનુષ્ઠાનકાળમાં આ અનુષ્ઠાનથી મને મોક્ષ પ્રાપ્ત થાઓ, અથવા આ અનુષ્ઠાનથી મને નિર્જરા પ્રાપ્ત થાઓ ! એ પ્રકારના સકામનિર્જરાવાળા અનુષ્ઠાનમાં અપેક્ષિત પરિણામરૂપ અધ્યવસાય હોવાથી આદિધાર્મિક જીવોને સકામનિર્જરા ફલથી છે તેની જેમ તે અનુષ્ઠાનના સેવનના ફળથી, સકામનિર્જરા નથી=અસદ્ગહવાળા મિથ્યાદષ્ટિ જીવોને ફલથી સકામનિર્જરા નથી; કેમ કે માર્થાનુસારી અનુષ્ઠાનનો અભાવ છે. અને તેના અભાવમાં પણ=સ્પષ્ટ મોક્ષાભિલાષના અભાવમાં પણ, સ્વાભાવિક અનુકંપાદિ ગુણવાળા મેઘકુમારના જીવ હતિ આદિને ફલથી તે=સકામનિર્જરા, અબાધિત છે, એ પ્રમાણે વિભાવન કરવું. અને આ=માર્ગાનુસારી કૃત્ય સકામનિર્જરાનું બીજ છે એ, યુક્ત છે; કેમ કે પાંચે અનુષ્ઠાનોમાં તહેત અને અમૃત અનુષ્ઠાનના જ સકામનિર્જરાના અંગપણાની વ્યવસ્થિતિ છે=સકામનિર્જરાનું કારણ પણું છે. આથી જ માર્ગાનુસારી કૃત્ય સકામનિર્જરાનું કારણ છે આથી જ, અનુચિત અનુષ્ઠાન અકામનિર્જરાનું કારણ કહેવાયું છે. અને તે રીતે અનુચિત અનુષ્ઠાન અકામનિર્જરાનું કારણ છે તે રીતે, ધર્મબિંદુસૂત્ર અને વૃત્તિનું વચન છે –