________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭ “સકામ=નિર્જરાના અભિલાષવાળી, યમીઓને જાણવી. જે કારણથી તેઓ કર્મક્ષય માટે=કર્મક્ષયને અનુકૂળ ક્ષમાદિની વૃદ્ધિ માટે, તપ તપે છે. અકામનિર્જરા વળી કર્મક્ષયરૂપ ફળથી રહિત નિર્જરા, અન્ય દેહીઓને=યતિથી ભિન્ન એવા એકેન્દ્રિય આદિ પ્રાણીઓને છે. તે આ પ્રમાણે-એકેન્દ્રિય પૃથ્વીથી માંડીને વનસ્પતિ સુધી શીત, ઉષ્ણ, વર્ષા, જલ, અગ્નિ, શસ્ત્રાદિના અભિઘાતથી તેના છેદ, ભેદાદિ વડે અસદ્વેદ્ય એવા કર્મનો અનુભવ કરીને નીરસ એવા તેને= તે કર્મને, સ્વપ્રદેશથી પરિશાટન કરે છે. અને વિકલેન્દ્રિયો ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, વાતાદિથી, પંચેન્દ્રિય તિર્યંચો છેદ, ભેદ, દાહ, શસ્ત્રાદિથી, અને નારકીઓ ત્રિવિધ વેદનાથી, અને મનુષ્યો ક્ષુધા, તૃષા, વ્યાધિ, દારિદ્રય આદિથી, અને દેવો પરના અભિયોગથી=પરના દબાણથી, કિલ્બિષિકત્વાદિથી અસદ્વેદ્ય કર્મનો અનુભવ કરીને સ્વપ્રદેશથી પરિશાટન કરે છે. એથી તેઓને અકામનિર્જરા છે."
30
“કૃતિ’ શબ્દ “તથાદિ'થી કરાયેલ યોગશાસ્ત્રના ઉદ્ધરણના કથનની સમાપ્તિ માટે છે. સમયસારસૂત્ર અને તેની વૃત્તિમાં પણ આ પ્રમાણે જ કહેવાયું છે. તે આ પ્રમાણે – “હવે નિર્જરા તત્ત્વ કહે છે –
અનુભૂત રસવાળા કર્મપુદ્ગલોનું પરિશાટન નિર્જરા છે.” આ પ્રકારનું સમયસારનું વચન છે. હવે તેની વૃત્તિ કહે છે અનુભૂત રસવાળા=ઉપભુક્ત વિપાકવાળા, કર્મપુદ્ગલોનું પરિશાટન=આત્મપ્રદેશોથી પ્રચ્યવન, તે નિર્જરા છે. હવે તેના ભેદોને કહે છે – તે બે પ્રકારની કહેવાઈ છે. સકામ અને અકામ. ‘નિર્જરા મને થાઓ.' તેવા પ્રકારના અભિલાષરૂપ કામનાથી સહિત, પરંતુ આલોક અને પરલોકાદિ કામનાથી નહીં. તે સકામનિર્જરા છે. અને અનંતરમાં કહેવાયેલી કામનાથી રહિત અકામનિર્જરા છે. ‘T’ શબ્દ સમુચ્ચયમાં છે. વળી, ઉપાયથી અથવા સ્વત: પણ લના પાકની જેમ=ઉપાયથી લના પાકની જેમ સકામનિર્જરારૂપે અને સ્વતઃ ફલના પાકની જેમ અકામનિર્જરારૂપે કર્મોના પાકનો સદ્ભાવ થવાથી નિર્જરાનું આ ટૈવિધ્ય છે.
ત્યાં અકામ કોને છે ? તે કહે છે –
ત્યાં સર્વ જીવોને અકામનિર્જરા છે=“નિર્જરાભિલાષી તપથી આત્માને તપાવતા મહાત્માઓને સકામનિર્જરા છે” એ પ્રમાણે વક્ષ્યમાણપણું હોવાથી તેનાથી વ્યતિરિક્ત સર્વ જીવોને અકામનિર્જરા છે; કેમ કે કર્મક્ષયલક્ષણઅભિલાષથી વર્જિતપણું છે.
આને જ=અકામનિર્જરાને જ, ચતુર્ગતિ જીવોમાં વ્યક્ત કરતાં કહે છે
=
તે આ પ્રમાણે—“એકેન્દ્રિયાદિ તિર્યંચોને યથાસંભવ છેદ-ભેદ-શીત, ઉષ્ણ, વર્ષાજલ, અગ્નિ, ક્ષુધા, પિપાસા, કશા, અંકુશાદિથી અકામનિર્જરા છે. નારકોને ત્રણ પ્રકારની વેદનાથી નિર્જરા છે. મનુષ્યોને ક્ષુધા, પિપાસા, વ્યાધિ, દારિત્ર્ય, કેદખાનામાં નિરોધાદિથી અકામનિર્જરા છે. અને દેવો પરાભિયોગ, કિલ્બિષિકાદિથી અસાતા વેદનીય કર્મને અનુભવીને પરિશાટન કરે છે તેઓને અકામનિર્જરા છે.”
સમયસારના મૂલમાં ‘તથાહિ'થી જે કથન કર્યું તેના ઉપરની ટીકાને બતાવે છે
-
“‘તથાહિ' શબ્દ પૂર્વના કહેલા કથનના ઉપક્ષેપમાં છે=પૂર્વના કહેલા કથનને સ્પષ્ટ કરવા માટે છે. છેદ, ભેદ, શીત, ઉષ્ણ, વર્ષા, જલ, અગ્નિ, ક્ષુધા, પિપાસા, કશા, અંકુશ આદિ એકેંદ્રિયાદિથી માંડીને પંચેન્દ્રિય સુધીના તિર્યંચમાં