________________
૨૯
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
કેમ અન્યદર્શનવાળા મિથ્યાદૃષ્ટિઓને પણ સકામનિર્જરા થઈ શકે ? તે સ્પષ્ટ કરવા માટે સકામઅકામનિર્જરાનું લક્ષણ બતાવે છે –
સકામથી=મોક્ષના અભિલાષથી, જે વર્તે છે=જે ક્રિયાઓમાં યત્ન કરે છે તે સકામવાળા= સકામનિર્જરાવાળા કહેવાય, તેનાથી વિપરીત અકામવાળા કહેવાય અકામનિર્જરાવાળા કહેવાય, એ પ્રમાણે સકામ-અકામનિર્જરાનું લક્ષણ છે. ત=સકામ-અકામનિર્જરાનું લક્ષણ કર્યું તે, યોગશાસ્ત્રવૃત્તિમાં કહેવાયું છે –
“તે=નિર્જરા, બે પ્રકારની છે. સકામથી=નિર્જરા મને થાઓ એવા અભિલાષથી, યુક્ત સકામનિર્જરા છે. પરંતુ આ લોક અને પરલોકના ફલાદિ કામનાથી યુક્ત સકામનિર્જરા નથી, કેમ કે તેનું=આ લોક અને પરલોકની કામનાનું પ્રતિષિદ્ધપણું છે. જે કારણથી કહેવાયું છે – “આ લોકને અર્થે તપ કરવો જોઈએ નહિ, પરલોકના અર્થે તપ કરવો જોઈએ નહિ, કીર્તિ, વર્ણ, શબ્દશ્લાઘા માટે તપ કરવો જોઈએ નહિ. નિર્જરાથી અન્યત્ર=નિર્જરાને છોડીને અન્ય આશયથી તપ કરવો જોઈએ નહિ. ઇત્યાદિ. આ પ્રમાણે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે. એક એક પ્રકારની નિર્જરા છે. વળી, બીજી કામથી રહિત=પૂર્વમાં કહેલી નિર્જરાના અભિલાષથી રહિત, નિર્જરા છે.”
તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને તે કહેવું, “સકામ યમીઓને જાણવી, વળી, અકામ અન્ય પ્રાણીઓને. ૧૮” એ પ્રકારના આ યોગશાસ્ત્રના જ વચનાત્તરથી યમીઓને જ સકામનિર્જરા સિદ્ધ થાય છે. મિથ્યાષ્ટિઓને વળી તપકષ્ટ કરતાં પણ અકામનિર્જરા જ થાય છે, એ પ્રમાણે ન કહેવું, એમ અવય છે; કેમ કે “સાધુઓને સકામ જાણવી.' ઇત્યાદિ યોગશાસ્ત્રના વચનનું ઉત્કૃષ્ટ સકામનિર્જરાના સ્વામીના કથનપરપણું છે. ‘દિ=જે કારણથી, ઉત્કૃષ્ટ સકામનિર્જરા તેઓને=સાધુને, જ થાય છે. અન્યથા–એવું ન માનો તો= સાધુ સિવાય અન્યને સકામનિર્જરા થતી નથી તેમ માનો તો, દેશવિરત જીવોને અને અવિરતસમ્યગ્દષ્ટિઓને અનામનિર્જરા જ પ્રાપ્ત થાય; કેમ કે તેઓનું પણ=દેશવિરતાદિનું પણ, સાધુ શબ્દ અવ્યપદેશ્યપણું હોવાને કારણે વિશેષનો અભાવ છે=થમી સિવાય અન્ય અકામનિર્જરાવાળા છે તેની સાથે ભેદનો અભાવ છે, અને આ=સાધુ સિવાય અન્યને સકામનિર્જરા નથી એ, ઈષ્ટ નથી. તેથી યમી સિવાય અન્યને સકામનિર્જરા નથી એ ઈષ્ટ નથી તેથી, આ વચન=યોગશાસ્ત્રનું વચન, ઉત્કૃષ્ટ સકામનિર્જરાના અધિકારીના કથન પર છે, એથી દોષ નથી=ભદ્રકપ્રકૃતિવાળા મિથ્યાદૃષ્ટિને સકામનિર્જરા સ્વીકારવામાં દોષ નથી.
વળી, “સકામ જાણવી” ઈત્યાદિ શ્લોકના વ્યાખ્યાનમાં પણ ઈત્યાદિ યોગશાસ્ત્રના શ્લોકના વ્યાખ્યાનમાં પણ, અકામનિર્જરાના સ્વામી નિરભિલાષ=નિર્જરાના અભિલાષના અભાવવાળા, અને તિરભિપ્રાય કષ્ટ સહન કરવાના અભિપ્રાયના અભાવવાળા એવા કષ્ટ સહન કરતાં એકેન્દ્રિયાદિ જ કહેવાયા છે. પરંતુ બાલતપસ્વી આદિ મિથ્યાદષ્ટિ આદિ પણ કહેવાયા નથી. તે આ પ્રમાણે –