________________
–
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭ અહીં=તત્ત્વાર્થના ભાષ્યમાં, અકુશલઅનુબંધવાળો વિપાક અકામનિર્જરાનું અને કુશલઅનુબંધવાળો વિપાક સકામનિર્જરાનું સંજ્ઞાન્તર જ છે=નામાન્તર જ છે, ‘અથ’થી પૂર્વપક્ષી કહે છે – મિથ્યાદૃષ્ટિની બુદ્ધિ એ અબુદ્ધિ જ છે. તેથી બુદ્ધિપૂર્વકની નિર્જરા તેને નથી. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી; કેમ કે માર્ગાનુસારી બુદ્ધિનું અબુદ્ધિપણારૂપે અપલાપ કરવો અશક્ય છે. અન્યથા=એવું ન માનો તો=માર્ગાનુસારી બુદ્ધિને અબુદ્ધિ સ્વીકારો તો, માષતુષાદિને પણ અકામનિર્જરાનો પ્રસંગ છે.
કેમ માષતુષાદિને અકામનિર્જરાનો પ્રસંગ છે ? તેથી કહે છે -
૩૪
તેઓની નિર્જરાનું અબુદ્ધિપૂર્વકપણું છે=માષતુષાદિ મુનિઓની બુદ્ધિ પણ ભગવાનના વચનથી પરિષ્કૃત નહીં હોવાથી તેઓની નિર્જરાનું અબુદ્ધિપૂર્વકપણું છે. અહીં પૂર્વપક્ષી કહે કે માષતુષાદિ મુનિને ફલથી બુદ્ધિનો સદ્ભાવ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – ફલથી બુદ્ધિના સદ્ભાવનું ઉભયત્ર પણ=માર્ગાનુસારી મિથ્યાદૅષ્ટિમાં અને માષતુષાદિ મુનિમાં, અવિશેષ છે.
અહીં પ્રશ્ન થાય કે માષતુષ મુનિ મિથ્યાદષ્ટિ નથી તેથી મિથ્યાદ્દષ્ટિ અને માતુષ મુનિને ફલથી બુદ્ધિનો સદ્ભાવ સમાન છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે
=
ઉચિત ગુણસ્થાનકની પરિણતિ હોતે છતે=મિથ્યાદૅષ્ટિ જીવોમાં પણ પોતાની ભૂમિકાને ઉચિત ગુણસ્થાનકની પરિણતિ હોતે છતે, ફલથી=સંસારના ઉચ્છેદને અનુકૂળ કૃત્ય કરે અને બુદ્ધિના ફલને પ્રાપ્ત કરે તે પ્રકારના ફલથી, બુદ્ધિમત્ત્વ અબાધિત જ છે=મિથ્યાદૅષ્ટિ માર્ગાનુસારીમાં બુદ્ધિમત્ત્વ અબાધિત જ છે, તે=માર્ગાનુસારી મિથ્યાદૃષ્ટિમાં ફલથી બુદ્ધિમત્ત્વ છે તે, ઉપદેશપદમાં કહેવાયું છે
-
“અને ગુણઠાણાનો પરિણામ થયે છતે જીવ પ્રાયઃ બુદ્ધિમાન પણ થાય છે. વળી, અન્ય તેના લની અપેક્ષાએ—બુદ્ધિના ફલની અપેક્ષાએ, બુદ્ધિમાનપણાનો નિયમ છે એમ કહે છે.” (ઉપદેશપદ ગાથા-૬૦૩)
-
“જીવદયાદિરૂપ ગુણવિશેષનો આત્મામાં પરિણામ થયે છતે જીવ પ્રાય:=બાહુલ્યથી, બુદ્ધિમાન પણ થાય છે—યુક્તાયુક્ત વિવેચનમાં ચતુર એવી બુદ્ધિથી પરિગત પણ થાય છે, કેવલ ધર્મપ્રધાન સદા થતો નથી. મોટા પુરુષોને પણ અનાભોગનો સંભવ હોવાથી=કોઈક સ્થાનમાં અજ્ઞાનતારૂપ અને કોઈક સ્થાનમાં ઉચિત ઉપયોગના અભાવરૂપ અનાભોગનો સંભવ હોવાથી, ક્યારેક કોઈક કૃત્યમાં અબુદ્ધિમાનપણું પણ થાય. એથી પ્રાયઃનું ગ્રહણ છે—ગાથામાં પ્રાય: શબ્દનું ગ્રહણ છે. આમાં જ=બુદ્ધિમત્ત્વના વિષયમાં જ, મતાંતર કહે છે તેના ફ્લને=બુદ્ધિમત્ત્વના સ્વર્ગમોક્ષાદિની પ્રાપ્તિરૂપ ફલને અપેક્ષા કરીને અન્ય આચાર્યો અનાભોગમાં પણ ગુણસ્થાનકની પરિણતિ હોતે છતે બુદ્ધિમત્ત્વનો નિયમ=અવશ્યભાવ, છે એ પ્રમાણે કહે છે. આ અભિપ્રાય છે સંપન્ન નિર્વાણ વ્રતના પરિણામવાળા પ્રાણીઓ ‘જિનભણિત આ છે.' એ પ્રમાણે શ્રદ્ધા કરતાં કોઈક અર્થમાં અનાભોગ બહુલપણાને કારણે=કોઈક સૂક્ષ્મપદાર્થમાં સામાન્યથી આ વચન વીતરાગતાને અનુકૂળ યત્ન કરાવે છે તેવો બોધ હોવા છતાં વિશેષથી કઈ રીતે યત્ન કરવાથી વીતરાગતાને અનુકૂળ યત્ન થાય તે પ્રકારનો બોધ નહીં હોવાથી અનાભોગ બહુલપણાને કારણે, પ્રજ્ઞાપક દોષથી=કોઈક અર્થમાં પ્રજ્ઞાપક એવા ગુરુના દોષથી, વિતથ શ્રદ્ધાવાળા પણ સમ્યક્ત્વાદિ ગુણના ભંગવાળા
—