________________
૩૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
“અનુષ્ઠાન અચ=ઉચિત પ્રવૃત્તિથી અન્ય, અકામનિર્જરાનું અંગ છે; કેમ કે ઉક્તનો વિપર્યય છે ઉચિત પ્રવૃત્તિનો વિપર્યય છે.” (ધર્મબિંદુ પ્રકરણ અધ્યાય-૬, સૂત્ર-૧૫).
ધર્મબિંદુસૂત્રની વૃત્તિ – “અનુષ્ઠાન અનુષ્ઠાન જ થતું નથી, ઉચિત અનુષ્ઠાનથી વિલક્ષણ અન્ય છે. તો તે કેવું છે ? એથી કહે છે – અકામનિર્જરાનું અંગ છે અકામની અર્થાત્ નિરભિલાષની તેવા પ્રકારના બળદાદિની જેમ=માર ખાતા એવા બળદાદિની જેમ, કર્મક્ષપણારૂપ નિર્જરા, તેનું અંગ=કારણ, છે. પરંતુ મુક્તિ ફલવાળી નિર્જરાનું અંગ નથી. કેમ ? એથી કહે છે – ઉક્તનો વિપર્યય છે=અત્યંત વિવેકના અભાવને કારણે રત્નત્રયના આરાધનાનો અભાવ છે.”
ત્તિ શબ્દ ધર્મબિંદુસૂત્રની વૃત્તિની સમાપ્તિ માટે છે.
ઉચિત અનુષ્ઠાન જેમ સાધુ આદિનું શુદ્ધ ચારિત્રનું પાલન આદિ છે તે પ્રમાણે માગનુસારી મિથ્યાષ્ટિઓનું પણ સામાન્યથી સદાચાર આદિ છે; કેમ કે ભૂમિકાના ભેદથી ઔચિત્યનું વ્યવસ્થાન છે=સાધુની ભૂમિકાનુસાર અને મિથ્યાદષ્ટિ જીવોની ભૂમિકા અનુસાર ઔચિત્યનો ભેદ છે. તેથી અધિકારીના ભેદથી જે જ્યારે ઉચિતાનુષ્ઠાન છે તે અનુષ્ઠાન ત્યારે સાક્ષાત્ કે પરંપરાથી નિર્વાણ ફળવાળું છે, એથી સકામનિર્જરાનું કારણ છે. અને જે=જે અનુષ્ઠાન, અનુચિત છે, તે અભિનિવેશ સહકૃત હોવાને કારણે વિપરીત ફલવાળું છે; કેમ કે “અનુચિત પ્રતિપત્તિમાં અનુચિતને ઉચિતરૂપે સ્વીકારીને પ્રવૃત્તિ કરવામાં, અનાભોગ સિવાય નિયમથી અસદભિનિવેશ છે” તે પ્રકારનું વચન છે. એથી તત્વથી વ્યવહારથી, દેશવિરતિ-સર્વવિરતિ આદિની ક્રિયા હોય તો સકામનિર્જરાનું કારણ છે, તેમ કહેવાય પરંતુ અસદભિનિવેશથી કરાતી તે ક્રિયા અકામનિર્જરાનું કારણ છે, એ પ્રમાણે જાણવું. અને આ રીતે-પૂર્વમાં વિશ્વથી કહેલું કે “સેવા સવામાં ઈત્યાદિ શ્લોકના વ્યાખ્યાનમાં અકામનિર્જરાના સ્વામી એકેન્દ્રિયાદિ કહેવાયા હતા પરંતુ બાલતપસ્વી આદિ મિથ્યાષ્ટિઓ નહીં અને તેની અત્યાર સુધી પુષ્ટિ કરી એ રીતે, “તગો માં નાફન્નેvo" એ મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનના વચનથી અકામનિર્જરાજવ્ય કર્મક્ષયથી બાલતપજવ્ય એવા તેના-કર્મક્ષયના, ભૂયસ્વતી સિદ્ધિ હોવાથી અને “અનુકંપા, અકામનિર્જરા” ઈત્યાદિ સમ્યક્ત પ્રાપ્તિના હેતુઓમાં, “માત્ર ગgવ્ય૦િ” ઈત્યાદિમાં દેવઆયુષ્યનાં કારણોમાં ભેદના અભિધાનને કારણે=અકામનિર્જરા અને બાલતપતા ભેદના અભિધાનને કારણે, અકામનિર્જરા અને બાલત૫નો જે ભેદ કહેવાય છે તે, સ્વરૂપ ભેદની અને નિજ નિજ ફલના ભેદની અપેક્ષા કરીને કહેવાય છે અને તે ભેદ “બાલત૫ સર્વ અકામનિર્જરાનું અંગ છે,” એ પ્રકારની પરની ભ્રાતિના નિરાસ માટે છે, એમ અવય છે. તગો ભાઈ..ના ઉદ્ધરણનો અર્થ આ પ્રમાણે છે –
ત્યાર પછી નાગિલે કહ્યું જે પ્રમાણે – હે વત્સ ! તું આનાથી આ કૃત્યથી, પરિતોષને પામ નહીં. જે પ્રમાણે હું અશ્વવારથી ઠગાયો હતો=અશ્વવારથી ઠગાઈને જેમ મેં પણ આ કૃત્ય કર્યું હતું તેમ તું પણ આ કૃત્ય કરીને સંતોષ પામ નહીં.