________________
૨૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
ગ્રંથકારશ્રી ભગવતીની વૃત્તિના વચનથી મિથ્યાદષ્ટિ પણ ક્રિયાવાદી છે તેમ બતાવે છે. અને સૂત્રકૃતાંગની વૃત્તિથી પણ મિથ્યાષ્ટિ ક્રિયાવાદી છે તેમ સ્પષ્ટ થાય છે તેમ બતાવીને સામાન્ય ક્રિયાવાદીને આશ્રયીને દશાશ્રુતસ્કંધની ચૂર્ણિનું વચન છે અને વિશેષ ક્રિયાવાદીને આશ્રયીને ભગવતીનું અને સૂત્રકૃતાંગનું વચન છે તેમ સ્થાપન કર્યું. તેથી એ ફલિત થાય છે કે મિથ્યાદૃષ્ટિ પણ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક છે. તેઓના મોક્ષમાર્ગને અનુકૂળ ગુણોની પ્રશંસા કરવામાં દોષ નથી.
વળી ક્રિયાવાદસામાન્યનો એક પુદ્ગલપરાવર્ત સંસાર હોવાને કારણે નિયમથી શુક્લપાક્ષિકત્વની અનુપત્તિ છે તેનું સમાધાન ક્રિયારુચિરૂપ શુક્લપક્ષ ગ્રહણ કરવાથી થઈ શકે છે. તેથી એ ફલિત થાય કે ક્રિયારુચિરૂપ શુક્લપક્ષ મિથ્યાદૃષ્ટિ જીવોમાં છે માટે તે અપેક્ષાએ તેઓને શુક્લપાક્ષિક કહી શકાય અને ક્રિયાપક્ષરૂપ શુક્લપક્ષને ગ્રહણ કરીએ તો સમ્યગ્દષ્ટિને શુક્લપાક્ષિક કહી શકાય; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો મોક્ષના આશયવાળા હોય છે અને સ્વભૂમિકાને અનુસાર મોક્ષને અનુકૂળ ક્રિયાને કરનારા હોય છે. મિથ્યાદૃષ્ટિ જીવો મોક્ષને અનુકૂળ ઇચ્છાવાળા હોય તોપણ વિવેક નહીં હોવાથી મોક્ષને પ્રતિકૂળ એવી પણ ક્રિયા કરે છે, છતાં મોક્ષના આશયથી મોક્ષનો ઉપાય માનીને ધર્મની ક્રિયા કરે છે. તેથી ક્રિયારુચિની અપેક્ષાએ તેઓને શુક્લપાક્ષિક કહી શકાય.
વળી, ‘અથવાથી ગ્રંથકારશ્રી અન્ય રીતે સમાધાન કરે છે. ઉત્કૃષ્ટથી પુદ્ગલપરાવર્ત સંસારી જીવોમાં જે જાતિ વર્તે છે તે જાતિપણું જે જીવોમાં છે તેમાં શુક્લપાક્ષિકપણું છે. આમ સ્વીકારવાથી સમ્યગ્દષ્ટિ પણ શુક્લપાક્ષિક છે તેમ સંગત થાય છે; કેમ કે સમ્યગ્દષ્ટિને એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર નથી તેવી જાતિ છે અને મિથ્યાદૃષ્ટિમાં પણ મોક્ષના આશયવાળા જીવોમાં તેવી જાતિ છે. એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર છે, તેવા જીવોમાં જે નાસ્તિકત્વ જાતિ છે તેવી જાતિ કૃષ્ણપાક્ષિકપણું છે અને અલ્પસંસારી એવા પ્રદેશ રાજામાં પણ તેવી જાતિ છે; કેમ કે જેમ ચરમાવર્ત બહારના જીવો મોક્ષ આશય વગરના છે તેમ પ્રદેશ રાજા પણ ધર્મ પામ્યા પૂર્વે નાસ્તિક જ હતા તેથી તેવું સંસારીજાતીયત્વ પ્રદેશ રાજાનું પણ સંગત થાય છે. માટે ત્યારે પ્રદેશ રાજાને કૃષ્ણપાક્ષિક સ્વીકારવામાં વિરોધ નથી. ટીકા -
इदं तु ध्येयं-कालापेक्षयाऽभ्युपगमापेक्षयैव च कृष्णशुक्लपक्षद्वैविध्याभिधानं ग्रन्थेष्वविरुद्धम्, अत एव स्थानांगे 'एगा कण्हपक्खियाणं वग्गणा एगा सुक्कपक्खिआणं वग्गणा इत्यत्र जेसिमवड्डो पुग्गल.....' इत्याद्येव लक्षणं वृत्तिकृतोक्तम् 'दुविहा णेरइआ पण्णत्ता, तं जहा-कण्हपक्खिआ चेव सुक्कपक्खिआ चेव' इत्यत्र पाक्षिकदण्डके चेदमुक्तं-'शुक्लो विशुद्धत्वात्पक्षः=अभ्युपगमः शुक्लपक्षः, तेन चरन्तीति शुक्लपाक्षिकाः शुक्लत्वं च क्रियावादित्वेनेति आह च ‘किरियावाई भब्वे णो अभव्वे, सुक्कपक्खिए णो कण्हपक्खिएत्ति । शुक्लानां वा-आस्तिकत्वेन विशुद्धानां, पक्षो=वर्गः शुक्लपक्षः, तत्र भवाः शुक्लपाक्षिकाः तद्विपरीताः कृष्णपाक्षिकाः' इति प्रागुक्तमेव युक्तमिति ।