________________
ધર્મપરીક્ષા ભાગ- ૨ | ગાથા-૩૭
ટીકાર્ચ -
દં તુ ાં યુરોમિતિ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ એક પુદ્ગલપરાવર્તવાળા સંસારી જીવોને શુક્લપાક્ષિક કહેનારા શાસ્ત્રવચનની સંગતિ કઈ રીતે કરવી ઉચિત છે ? તે બે રીતે બતાવ્યું. અને અંતે કહ્યું કે “તત્ત્વો બહુશ્રુતો જાણે.' ત્યાર પછી ગ્રંથકારશ્રીને આ પ્રકારનું સમાધાન યુક્ત જ છે. તે સ્પષ્ટ જણાવવા અર્થે કંઈક સ્કૂરણ થયું તેથી કોઈક પ્રતમાં તે પ્રકારનો પાઠ ગ્રંથકારશ્રીએ ઉમેરેલો છે.
વળી, આ જાણવું. કાલની અપેક્ષાએ અને અભ્યાગમની અપેક્ષાએ જ કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષરૂપ તૈવિધ્યનું અભિધાન ગ્રંથોમાં અવિરુદ્ધ છે. આથી જ=કાલની અપેક્ષાએ અને અભ્યપગમતી અપેક્ષાએ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષનું કથન છે આથી જ, સ્થાવાંગમાં –
“એક કૃષ્ણપાક્ષિક જીવોની વર્ગણા છે. અને એક શુક્લપાક્ષિક જીવોની વર્ગણા છે.” એ પ્રકારના કથનમાં “નેસિવ " ઈત્યાદિ જ લક્ષણ વૃત્તિકાર વડે કહેવાયું છે=કાલની અપેક્ષાએ વૃત્તિકાર વડે કહેવાયું છે, ‘બે પ્રકારના વારકીઓ કહેવાયા છે. તે આ પ્રમાણે – કૃષ્ણપાક્ષિક અને શુક્લપાલિક'. એ પ્રકારના કથનમાં પાક્ષિક દંડકમાં આ કહેવાયું છેઃઅભ્યપગમની અપેક્ષાએ કહેવાયું છે – “વિશુદ્ધપણું હોવાથી શુક્લ પક્ષ=અભ્યપગમ, તે શુક્લપક્ષ, તેનાથી જે ચરે છે=વર્તે છે, તે શુક્લપાક્ષિકો. અને ક્રિયાવાદિતથી શુક્લપણું છે. અને કહે છે – ક્રિયાવાદી ભવ્ય હોય, અભવ્ય ન હોય અને શુક્લપાક્ષિક હોય, કૃષ્ણપાક્ષિક ન હોય. અથવા શુક્લોનો=આસ્તિકપણાથી વિશુદ્ધોનો, પક્ષ=વર્ગ, શુક્લપક્ષ છે. તેમાં થનારા=વિશુદ્ધોના વર્ગમાં વર્તનારા, જીવો શુક્લપાક્ષિક છે. તેનાથી વિપરીત શુક્લપાલિકથી વિપરીત કૃષ્ણપાક્ષિક છે.” એથી પૂર્વમાં કહેલું જ યુક્ત છે=ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષીને પૂર્વમાં કહેલું કે એક શાસ્ત્રના આલંબનથી અપર શાસ્ત્રનું દૂષણ ઉચિત નથી. અને તે ગ્રંથોના પરસ્પર વિરુદ્ધ કથાનું સમાધાન અત્યાર સુધી કર્યું. અને અંતે કહ્યું કે તત્વ બહુશ્રુતો જાણે છે. એ સર્વ પૂર્વમાં કહેલું કથન યુક્ત જ છે. ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષી દ્વારા બનાવાયેલા અન્ય અન્ય શાસ્ત્રોનો વિરોધ બતાવીને તેનો પરિહાર કરતાં પૂર્વમાં સ્થાપન કર્યું કે ભગવતી આદિ સૂત્રોના અને દશાશ્રુતસ્કંધચૂર્ણિના કથનમાં પરસ્પર વિરોધ નથી. તે વિરોધનો અત્યાર સુધી પરિહાર કર્યો.
તેના વિષયમાં શું ધ્યેય=જાણવા જેવું, છે ? તે બતાવે છે – કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિકને બતાવવા માટે જે જે શાસ્ત્રવચનો પૂર્વમાં ગ્રંથકારશ્રીએ અને પૂર્વપક્ષીએ બતાવ્યાં તેમાંથી કેટલાંક શાસ્ત્રવચનો કાલની અપેક્ષાએ કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિકને બતાવે છે અને કેટલાંક શાસ્ત્રવચનો અભ્યપગમની અપેક્ષાએ જ કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિકનું સ્વરૂપ બતાવે છે. જેમ ગ્રંથકારશ્રીએ દશાશ્રુતસ્કંધની ચૂર્ણિનું જે વચન બતાવ્યું તે એક પુદ્ગલપરાવર્ત સંસારની અંદરમાં મોક્ષમાં જનારા સમ્યદૃષ્ટિ કે મિથ્યાદૃષ્ટિને આશ્રયીને કહેલ, તે કાલની અપેક્ષાએ કૃષ્ણપાક્ષિક અને શુક્લ પાક્ષિક છે.