________________
૨૪
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૩૭ ક્રિયાવાદી શુક્લપાક્ષિક અને અક્રિયાવાદી કૃષ્ણપાક્ષિક છે એમ જે કહ્યું તે અભ્યાગમની અપેક્ષાએ છે; કેમ કે અક્રિયાવાદી મોક્ષ અર્થે ક્રિયાનો અભ્યાગમ કરતા નથી અને ક્રિયાવાદી મોક્ષ અર્થે ક્રિયાનો અભ્યપગમ કરે છે.
વળી, પૂર્વપક્ષીએ શ્રાવક પ્રજ્ઞપ્તિનો જે પાઠ બતાવ્યો તે પાઠમાં કાલની અપેક્ષાએ જ શુક્લ પાક્ષિક અને કૃષ્ણપાક્ષિકનું કથન છે. વળી પૂર્વપક્ષીએ ભગવતીનો પાઠ બતાવ્યો તે પાઠમાં ક્રિયાવાદી અને અક્રિયાવાદીને આશ્રયીને કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિકનું કથન હોવાથી અભ્યાગમની અપેક્ષાએ જ કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિકનું કથન છે.
તેથી એ ફલિત થાય કે કૃષ્ણપાક્ષિક અને શુક્લપાલિકને કહેનારા દરેક શાસ્ત્રવચનો કાલની અપેક્ષાએ અને અભ્યાગમની અપેક્ષાએ અવિરુદ્ધ છે. તેની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે “સ્થાનાંગમાં એક શુક્લપાક્ષિક જીવોની વર્ગણા છે અને એક કૃષ્ણપાક્ષિક જીવોની વર્ગણા છે” એ પ્રકારના વચનમાં વૃત્તિકારે સિમવઢો પુત્નો ઇત્યાદિ લક્ષણવાળા શુક્લપાલિકની વર્ગણા છે, ઇત્યાદિ જે કહ્યું તે કાલની અપેક્ષાએ શુક્લપાલિકનું સ્વરૂપ છે.
વળી, કોઈક ઠેકાણે કહેલું છે કે નારકીઓ બે પ્રકારના કહેવાયા છે – કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક, પાક્ષિકદંડકમાં આ કહેવાયું છે કે વિશુદ્ધપણાને કારણે શુક્લ છે. અને શુક્લનો પક્ષ શુક્લનો સ્વીકાર તે શુક્લપાક્ષિક છે. શુક્લપણું ક્રિયાવાદીની અપેક્ષાએ છે, આ કથન અભ્યપગમની અપેક્ષાએ છે; કેમ કે ક્રિયાવાદી મોક્ષનો સ્વીકાર કરીને મોક્ષ અર્થે ક્રિયા કરે છે. માટે મોક્ષના સ્વીકારરૂપ અભ્યપગમપક્ષ છે. તેથી સ્થાનાંગસૂત્રના કથનથી કાળની અપેક્ષાએ શુક્લપાક્ષિકનું અને કૃષ્ણપાક્ષિકનું અભિધાન છે અને પાક્ષિકદંડકના કથનથી અભ્યપગમની અપેક્ષાએ કૃષ્ણપાક્ષિકનું અને શુક્લપાક્ષિકનું અભિધાન છે. ગ્રંથકારશ્રીએ ભગવતીના કથન સાથે દશાશ્રુતસ્કંધની ચૂર્ણિના વિરોધનો પરિહાર કરવા માટે જે બે વિકલ્પો પૂર્વમાં બતાવ્યા ત્યાં ક્રિયાવાદીસામાન્યની એક પુદ્ગલપરાવર્ત સંસારપણાથી શુક્લપાણિકપણાની જે અનુપપત્તિ હતી તેનું સમાધાન ક્રિયારુચિરૂપ શુક્લપક્ષથી કર્યું તે અભ્યાગમની અપેક્ષાએ પરિહાર છે.
વળી ‘અથવાથી જે તજાતીયથી ઘટિત લક્ષણ કર્યું, ત્યાં પણ ઉત્કૃષ્ટથી પુદ્ગલપરાવર્ત સંસાર જાતીયપણું કાળની અપેક્ષાએ સમ્યદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિમાં સંગત થાય છે. અને તદધિક સંસાર જાતીયપણું કૃષ્ણપાક્ષિકપણું છે એમ જે કહ્યું તે અભ્યાગમની અપેક્ષાએ સંગત થાય છે; કેમ કે એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળા જે ચરમાવર્ત બહારના જીવો નાસ્તિક છે અર્થાત્ અક્રિયાવાદી છે, તેવા અક્રિયાવાદીમાં જે જાતિ છે તેવી નાસ્તિકત્વજાતિ પ્રદેશ રાજામાં પણ સંગત થાય છે માટે નાસ્તિકવાદી એવા પ્રદેશી રાજા કૃષ્ણપાક્ષિક છે એમ કહેવામાં વિરોધ આવતો નથી. માટે જ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ જે વિરોધના પરિહાર માટે યત્ન કર્યો છે તે યુક્ત જ છે. ટીકા - यत्तूच्यते केनचित् ‘अकामनिर्जराङ्गत्वान्न मिथ्यादृशां किमपि कृत्यमनुमोदनीयमिति तदसत्,