________________
૧૭
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
ત્યાં પણ શુક્લપાક્ષિક અપાઈપુદ્ગલપરાવર્ત સંસારવાળો છે. જે કારણથી સિમવઠ્ઠ પુત્ર ઈત્યાદિ કહેવાયું
તેથી=દશાશ્રુતસ્કંધથી અન્ય પ્રકારે શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે તેથી, ક્રિયાવાદીનું શુક્લપાક્ષિકપણું ભજનીય જ પ્રાપ્ત થાય છે. અક્રિયાવાદીનું પણ નિયમથી કૃષ્ણપાક્ષિકપણું છે, એ પ્રમાણે વિઘટન જ પામે છે; કેમ કે અર્ધપુદ્ગલપરાવર્ત અત્યંતરીભૂત સંસારવાળા પણ અક્રિયાવાદી જીવોનો સંભવ હોવાથી તેના પણ અક્રિયાવાદીના પણ, કૃષ્ણપાક્ષિકત્વની ભજવાનો સંભવ છે. હિ=જે કારણ અક્રિયાવાદ નાસિકપક્ષ છે; કેમ કે “અસ્તિ' એ પ્રમાણે ક્રિયાવાદી કહે છે='મોક્ષ છે' એ પ્રમાણે ક્રિયાવાદી કહે છે, “તથી=મોક્ષ નથી' એ પ્રમાણે અક્રિયાવાદી કહે છે, એ પ્રમાણે શાસ્ત્રવચન છે. અને તેeતાત્વિપક્ષને સ્વીકારનાર પુરુષ કર્મના વૈચિત્ર્યના વશથી પ્રદેશી આદિની જેમ અલ્પતર ભવવાળો પણ છે. આથી જ=કર્મના વિચિત્રથી અક્રિયાવાદી પણ અલ્પભવવાળા હોય છે આથી જ, ભગવતીસૂત્રમાં શુક્લપાક્ષિકોનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે “જે પ્રમાણે સલેક્ષાવાળા છે. એથી સલેશ્યાના અતિદેશથી શુક્લપાક્ષિકને પણ અક્રિયાવાદનો સંભવ બતાવાયો. અને તે પ્રકારે=સલેશ્યાના અતિદેશથી શુક્લપાક્ષિકને અક્રિયાવાદનો સંભવ બતાવાયો તે પ્રકારે, સલેશ્યાના અધિકારનું પ્રશ્ન-વિવેચનસૂત્ર= ઉત્તરસૂત્ર છે –
હે ભગવન્! સલેશ્યાવાળા જીવો શું ક્રિયાવાદી હોય છે ? એ પ્રમાણે પૃચ્છા છે. તેનો ઉત્તર આપતાં કહે છે - હે ગૌતમ ! ક્રિયાવાદી હોય છે યાવત્ વૈયિકવાદી પણ હોય છે.”
તેથી આ અનુપપતિને જોઈને=પૂર્વમાં ગ્રંથકારશ્રીએ દશાશ્રુતસ્કંધ ચૂણિનું કથન બતાવ્યું અને તેના દ્વારા ક્રિયાવાદીને શુલપાક્ષિક છે, તેમ સ્થાપન કર્યું. ત્યાં નથી પૂર્વપક્ષીએ શ્રાવકપ્રજ્ઞપ્તિનું ઉદ્ધરણ બતાવ્યું અને તે પ્રમાણે ક્રિયાવાદી કૃષ્ણપાક્ષિક પણ સિદ્ધ થઈ શકે છે ઈત્યાદિ સ્થાપન કર્યું. તેથી શુક્લપાક્ષિક વિષયમાં પૂર્વમાં પૂર્વપક્ષીએ બતાવેલી અનુપપતિને જોઈને, ભગવતીસૂત્રના અર્થમાં જ મત આપવું જોઈએ, એમ પૂર્વપક્ષી કહે છે.
ભગવતીસૂત્રમાં સમ્યગ્દષ્ટિ જ ક્રિયાવાદી પ્રતિપાદન કરાયા છે; કેમ કે “મિથ્યાષ્ટિ કૃષ્ણપાક્ષિકની જેમ' એવો ભગવતીસૂત્રમાં અતિદેશ કર્યો છે. તે અતિદેશ દ્વારા કૃષ્ણપાક્ષિકનો ક્રિયાવાદિત્વનો પ્રતિષેધ કર્યો છે, તે બતાવે છે –
“હે ભગવન્! કૃષ્ણપાક્ષિક જીવો શું ક્રિયાવાદી છે? એ પ્રમાણે પૃચ્છા છે. તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે. હે ગૌતમ ! ક્રિયાવાદી નથી. પરંતુ અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી છે, વૈયિકવાદી છે.”
એ પ્રમાણેના વચનથી કૃષ્ણપાક્ષિકોના ક્રિયાવાદીત્વનો પ્રતિષેધ છે=કૃષ્ણપાક્ષિક એવા મિથ્યાદષ્ટિનો ક્રિયાવાદીત્વનો પ્રતિષેધ છે. અને આ=ભગવતીનું કથન યુક્ત છે; કેમ કે સૂત્રકૃતાંગસૂત્રમાં પણ સમવસરણ અધ્યયનની નિર્યુક્તિમાં આ પ્રમાણે પ્રતિપાદિતપણું છે. અને તે પ્રમાણે તેનો પાઠ છે -