________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
“સમ્યગ્દષ્ટિ ક્રિયાવાદી છે અને શેષવાદીઓ મિથ્યાદષ્ટિ છે. મિથ્યાવાદને છોડીને આ સત્યવાદને સેવો.” (સૂત્રકૃતાંગસૂત્ર નિર્યુક્તિ ગાથા-૧૨૧)
એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે .
આ પ્રમાણે ન કહેવું=પૂર્વમાં પૂર્વપક્ષીએ દશાશ્રુતસ્કંધચૂર્ણિના અને શ્રાવકપ્રજ્ઞપ્તિના વચનમાં પરસ્પર વિરોધ બતાવીને ભગવતીનું વચન સ્વીકારવું જોઈએ એમ સ્થાપન કર્યું એ પ્રમાણે કહેવું જોઈએ નહિ, એમ ગ્રંથકારશ્રી કહે છે; કેમ કે એક શાસ્ત્રના અવલંબતથી અપર શાસ્ત્રના દૂષણનું મહાઆશાતનારૂપપણું હોવાથી ઉભય શાસ્ત્રના સમાધાનનું જ ત્યાથ્યપણું છે. ત્યાં=પૂર્વમાં પૂર્વપક્ષીએ વિરોધ બતાવ્યો ત્યાં, ભગવતીમાં અને સૂત્રકૃતાંગનિર્યુક્તિમાં ક્રિયાવાદીવિશેષનું જ ગ્રહણ હોવાથી અને દશાશ્રુતસ્કંધચૂર્ણિમાં ક્રિયાવાદીસામાન્યનું ગ્રહણ હોવાથી ગ્રંથનો વિરોધ નથી—તે ગ્રંથોનો વિરોધ નથી, તે=પૂર્વમાં કહ્યું કે ભગવતી આદિનો અને દશાશ્રુતસ્કંધચૂર્ણિનો વિરોધ નથી એમ પૂર્વમાં કહ્યું તે, ભગવતીસૂત્રની વૃત્તિમાં કહેવાયું છે
૧૮
-
“આ સર્વ પણ=ક્રિયાવાદી સર્વ પણ, અન્યત્ર જોકે મિથ્યાદ્દષ્ટિ જ કહેવાયા છે, તોપણ અહીં=ભગવતીસૂત્રના વચનમાં, ક્રિયાવાદી સમ્યગ્દષ્ટિ જ ગ્રહણ કરવા; કેમ કે સમ્યગ્ અસ્તિત્વવાદી જ એવા તેઓનું સમાશ્રયણ છે.” સૂત્રકૃતાંગસૂત્રની વૃત્તિમાં પણ કહેવાયું છે
-
“અને ક્રિયાવાદી પણ ૧૮૦ ભેદવાળો પણ તે તે સ્થાનમાં કાલાદિને સ્વીકારતો જ=કાલાદિ પાંચ કારણમાંથી કોઈ એક-એક કારણને સ્વીકારતો જ, મિથ્યાવાદીપણાથી ઉપન્યાસ કરાયો છે. તેથી અહીં=સૂત્રકૃતાંગમાં, સમ્યગ્દષ્ટિપણા વડે કેમ કહેવાયું ? એ શંકામાં ‘વ્યતે’થી ઉત્તર આપે છે. તે=ક્રિયાવાદી, ત્યાં=તે તે ગ્રંથોમાં, ‘અસ્તિ વ નીવ’ એ પ્રમાણે અવધારણથી સ્વીકારતો અને કાલ જ એક સર્વ જગતનું કારણ છે. અને સ્વભાવ જ એક સર્વ જગતનું કારણ છે. અથવા નિયતિ જ અથવા પૂર્વકૃત જ=પૂર્વકૃત કર્મ જ, અથવા પુરુષકાર જ સર્વ જગતનું કારણ છે. એ પ્રમાણે અપર નિરપેક્ષપણાથી=અન્ય કારણોને નિરપેક્ષપણાથી એકાંતે કાલાદિના કારણપણા વડે આશ્રયણ કરતો હોવાથી મિથ્યાત્વ છે. તે આ પ્રમાણે ‘અસ્તિ વ નીવઃ’ એ પ્રમાણે ‘અસ્તિ’ની સાથે ‘જીવ'ના સમાનાધિકરણપણાથી ‘જે જે છે તે તે જીવ છે.' એ પ્રમાણે પ્રાપ્ત થયું. આથી નિરવધારણપક્ષના સમાશ્રયણથી=‘અસ્તિ વ નીવ' નહિ, પરંતુ ‘અસ્તિ નીવ’ એ પ્રકારના નિરવધારણપક્ષના સમાશ્રયણથી, અહીં સમ્યક્ત્વ કહેવાયું છે. અને કાલાદિનું પણ પરસ્પર અપેક્ષાવાળા સમુદિતનું કારણપણા વડે અહીં આશ્રયણ હોવાથી અહીં સમ્યક્ત્વ છે.
‘નનુ’થી શંકા કરે છે – કેવી રીતે પ્રત્યેક એવા નિરપેક્ષ કાલાદિનું મિથ્યાત્વ સ્વભાવપણું હોતે છતે સમુદિતનું સમ્યક્ત્વ સદ્ભાવ થાય ? જે કારણથી જે પ્રત્યેકમાં નથી તે સમુદિતમાં હોઈ શકે નહિ, જેમ રેતીના પ્રત્યેક કણિયામાં તેલ નથી તો સમુદાયમાં તેલ નીકળે નહિ. આ શંકાના સમાધાન માટે ટીકાકાર કહે છે – ‘આ નથી'=પૂર્વપક્ષી કહે છે એ નથી; કેમ કે પ્રત્યેક એવા પદ્મરાગ આદિ મણિમાં અવિદ્યમાન પણ રત્નાવલી સમુદાયમાં જોવાયેલી થાય છે. અને દૃષ્ટમાં=પાંચે કારણો પરસ્પર સાપેક્ષ હોય તો સમ્યક્ છે એ પ્રકારે દૃષ્ટમાં, અનુત્પન્ન કાંઈ નથી. માટે આ પૂર્વપક્ષીનું કથન યત્કિંચિત્ છે.” ઇત્યાદિ સૂત્રકૃતાંગસૂત્રની વૃત્તિમાં કહેવાયું છે.