________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭ ઈત્યાદિથી અનુકંપાદિનું પણ સખ્યત્વની પ્રાપ્તિના નિમિત્તત્વનું પ્રતિપાદન છે.
અને (૪) ધર્મબુદ્ધિથી કરાતા જ અનુષ્ઠાનનું અનુમોદ્યપણું હોતે છતે આભિગ્રહિક મિથ્યાષ્ટિ દ્વારા ધર્મબુદ્ધિથી કરાતા જૈનદર્શનનું ત્યજી અને ત્યાજતાદિના પણ અનુમોધત્વની આપત્તિ છે.
એથી=પૂર્વમાં બતાવેલ સર્વ સ્થાનો અનુમોઘ નથી એથી, સમ્યક્તાભિમુખ જ માર્ગાનુસારી કૃત્ય એવું સાધુદાન, ધર્મશ્રવણાદિ અનુમોદ્ય છે. પરંતુ અત્યમાર્ગમાં રહેલા જીવોના ક્ષમાદિ પણ અનુમોદ્ય નથી. એ પ્રકારે પરની=પૂર્વપક્ષીની કલ્પનાજાલ પૂર્વના કથનથી અપાસ્ત છે. કઈ રીતે અપાત છે ? તેમાં હેતુ કહે છે –
સામાન્યથી જ કુશવ્યાપારરૂપ આદિધાર્મિક યોગ્ય કૃત્યોનું અનુમોદ્યપણું પ્રતિપાદન હોવાથી= પંચસૂત્રમાં પ્રતિપાદન હોવાથી, અસત્ કલ્પનાનો અવકાશ છે=પૂર્વપક્ષીએ કરેલી અસત્ કલ્પનાનો અવકાશ છે.
અન્યદર્શનમાં રહેલા જીવોના ક્ષમાદિ ગુણો કેમ અનુમોદ્ય છે ? એ યુક્તિથી સ્પષ્ટ કરે છે – તીવ્ર પ્રમાદાદિથી શબલ સમ્યક્તવાળાના સખ્યત્ત્વની જેમ તીવ્ર અભિનિવેશથી દુષ્ટ એવા મોક્ષાશયનું પણ અનુમોદ્યપણું હોવા છતાં જાતિથી=સમ્યક્વાદિમાં રહેલી સમ્યક્તજાતિથી, અને મોક્ષાશયમાં રહેલી મોક્ષાશયત્વજાતિથી, તેના અનુમોદ્યપણાનો અનપાય હોવાથી પરની કલ્પનાનાલનો અનવકાશ છે, એમ અવય છે. એથી ફલથી અને સ્વરૂપથી અનુમોદ્યત્વની વિશેષ વ્યવસ્થામાં કોઈ પણ અનુપપત્તિ નથી.
જે વળી કહે છે – સમ્યગ્દષ્ટિ જ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક છે, પરંતુ મિથ્યાદષ્ટિ નથી, એથી તેઓનું કોઈ પણ કૃત્ય અનુમોઘ નથી. “ત્તિ શબ્દ પૂર્વપક્ષીના કથનની સમાપ્તિ માટે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તેના વડે=પૂર્વપક્ષી વડે, સુંદર જોવાયું નથી શાસ્ત્રો યથાર્થ જોવાયાં નથી; કેમ કે ધર્મરુચિશાલી સમ્યગ્દષ્ટિ અને મિથ્યાત્વીને અવિશેષથી ક્રિયાવાદિત્વનું અને શુક્લપાક્ષિકત્વનું પ્રતિપાદન છે. દશાશ્રુતસ્કંધની ચૂણિમાં તે કહેવાયું છે –
જે અક્રિયાવાદી છે તે ભવ્ય છે કે અભવ્ય છે, નિયમથી કૃષ્ણપાક્ષિક છે. ક્રિયાવાદી નિયમા ભવ્ય છે, નિયમા શુક્લપાક્ષિક છે. પુદ્ગલપરાવર્તની અંદરમાં નિયમથી સિદ્ધ થશે. એ=ક્રિયાવાદી, સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાદૃષ્ટિ હો.”
આની સંમતિપૂર્વક–દશાશ્રુતસ્કંધની ચૂણિની સંમતિપૂર્વક જ, ઉપદેશરત્નાકરમાં આ પ્રમાણે કહેવાયું છે. તે “તથાદિથી બતાવે છે –
કેટલાક સંસારવાસી જીવો દેવાદિ ગતિમાં ચ્યવનાદિ દુઃખો છે તેથી ભગ્ન થયેલા=સંસારથી વિમુખ થયેલા, અનુપમ મોક્ષસુખને જાણીને તેના માટે સ્પૃહાવાળા થયેલા કર્મપરિણતિના વશથી જ મનુષ્યગતિને પ્રાપ્ત કરે છે અને