Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે છ પદની ઊંડી વિચારણા કરી નિઃશંક નિર્ણય કરવો જોઈએ. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે છ પદની યથાર્થ પ્રતીતિ કરવી જોઈએ. સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. તેની ઉપલબ્ધિ માટે છ પદના પ્રયોજનભૂત વિષયનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. જીવ રુચિપૂર્વક આત્માનાં છ પદના નિર્ણયનો અભ્યાસ કરે તો તેને આત્માનો અનુભવ થયા વિના રહે નહીં, પણ જો આત્માના નિર્ણયમાં ભૂલ રહી ગઈ હોય તો અનુભવ થાય નહીં. આત્માની શ્રદ્ધા વગર અંતરમાં આત્મવેદનની રમઝટ જામતી નથી. જેમાં એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર તેમાં સ્થિર ક્યાંથી થવાય? માટે પ્રથમ જેમાં સ્થિર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. વિચારપૂર્વક છ પદનો બરાબર નિર્ણય કરવો જોઈએ. છ પદને ઉત્સાહથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, તે માટે સતત પ્રયાસ કરવો જોઈએ, કારણ કે સ્વરૂપ પ્રાપ્તિનો આ જ માર્ગ છે. મોક્ષાર્થીએ છ પદના યથાર્થ સ્વરૂપની સમજણ ગુરુગમે પ્રાપ્ત કરવી જોઈએ. મુમુક્ષુતાનો સદ્ભાવ હોય તો સદ્ગુરુના મહામંગલકારી પ્રત્યક્ષ સત્સમાગમમાં છ પદનો નિર્ણય થતાં સ્વાનુભવ થાય છે. છ પદનો નિર્ણય એ જ્ઞાનદશાનું પ્રથમ પગથિયું છે.
છ પદનો નિર્ણય કરવો એ જ મુદ્દાની વાત છે. આત્મા જે સ્વરૂપે છે તે જ સ્વરૂપનું સાચું જ્ઞાન અને શ્રદ્ધા કરવાં જરૂરી છે. વસ્તુનું સ્વરૂપ જેવું વીતરાગપ્રભુએ કહ્યું છે એવું જાણવા-માનવા યોગ્ય છે. વસ્તુનું જ સ્વરૂપ છે તે ત્રણે કાળમાં આદુંપાછું ન થાય. કોઈ સમજે કે ન સમજે, સત્ય તો સદા સત્યરૂપ જ રહે છે. જીવે પોતાના હિત માટે તેની સમજણ કરવાની છે. આત્મસ્વરૂપના પરિજ્ઞાન વગર સંસારનો અભાવ સંભવતો નથી. સસ્વરૂપના જ્ઞાન વગર ભવબંધનની બેડી તૂટતી નથી, મોક્ષ પ્રાપ્ત થતો નથી.
આત્મસ્વરૂપના સાચા જ્ઞાન વિના કલ્યાણ નથી. આત્માનું સ્વરૂપ સમજ્યા વિના કોઈ વ્રતાદિ કરે તો આત્માની સાચી શુદ્ધિ થતી નથી. જો વૃતાદિ આત્માની સમજણ - પૂર્વક કરવામાં ન આવે, સ્વરૂપના આશ્રયે કરવામાં ન આવે તો તે ક્રિયાઓ બહિર્લક્ષી હોવાથી ત્રિકાળી સ્વભાવ પ્રત્યે વળી શકાતું નથી. છ પદના યથાર્થ જ્ઞાનની સંપ્રાપ્તિ વિના કેવળ બાહ્ય ક્રિયા, વતાદિ વગેરે કરવાથી મોક્ષમાર્ગ ખૂલતો નથી. તત્ત્વજ્ઞાન વિના આચરણ કાર્યકારી થતાં નથી. બાહ્ય ક્રિયા, તપ, વ્રત વગેરે ત્યારે જ સાર્થક થાય જ્યારે તે છ પદ સંબંધીના યથાર્થ જ્ઞાન સહિત આત્મલક્ષે કરવામાં આવે.
છ પદની પ્રયોજનભૂત સમજનો અભાવ હોય ત્યાં પ્રગતિ થાય જ કઈ રીતે? સાધનામાં ઊંડાણ આવે જ કઈ રીતે? યથાર્થ નિર્ણય વગર સાધના કરવામાં આવે તો સાધના છીછરી જ રહેવા પામે છે અને સાધ્ય દૂર જ રહે છે. આત્મસ્વરૂપના પ્રબળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org