Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે.'
આ અવતરણ સ્પષ્ટ સૂચવે છે કે શ્રીમદ્ વીતરાગધર્મના અખંડ નિશ્ચયવંત હોવા છતાં આગ્રહી તો ન જ હતા. આગ્રહ અને શ્રદ્ધામાં ઘણો તફાવત છે. નિરાગ્રહભાવના કારણે જીવને જ્યાં પણ સત્ય હોય, તે ગ્રહણ કરવામાં સંકોચ થતો નથી. કોઈ પણ જાતના પૂર્વગ્રહો, કદાહો વગરનું ખુલ્લું મન અન્યત્ર રહેલ સત્યની, સત્યાંશની સ્વીકૃતિ માટે હંમેશાં તૈયાર હોય છે. શ્રીમન્ના દિવ્ય આત્મામાં તો સર્વ પ્રદેશે નિરાગ્રહી એવી સર્વસમન્વયકારી અનેકાંતદષ્ટિનું જ અમૃત ભર્યું હતું. સર્વથા નિરાગ્રહીપણે, પૂર્ણ પરમ સત્યાગ્રહી મધ્યસ્થ દૃષ્ટિથી પ્રદર્શનની તુલનાત્મક મીમાંસા કરતાં તેઓશ્રીએ વીતરાગદર્શનની પરમ પ્રમાણતાનો સ્વીકાર કર્યો છે. જૈન દર્શનની સંપૂર્ણતા તથા યથાર્થતા અને અન્ય દર્શનોની અપૂર્ણતા તથા એકાંતિકપણું બતાવતી વખતે તેમનામાં અલ્પ પણ કષાયભાવ કે પક્ષપાતપણું હતું જ નહીં. તેમને અન્ય દર્શનના પ્રવર્તકો પ્રતિ કોઈ વૈરબુદ્ધિ ન હતી. તેમણે તો કેવળ વસ્તુસ્થિતિનું યથાર્થ નિરૂપણ કર્યું છે. વસ્તુસ્થિતિને વિપરીત માનવાથી જીવો બહુ દુઃખી થશે એમ કરુણા આવવાથી શ્રીમદે જગતના બધા જીવો વસ્તુસ્વરૂપને સમજે અને દુ:ખથી છૂટીને સુખ પામે એવા હેતુથી સત્ય પ્રગટ કર્યું છે. પોતાને અનુભવસિદ્ધપણે જે તત્ત્વનિશ્ચય થયો હતો તે નિરાહી શ્રીમદે અન્ય જીવોને તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન થાય એવી નિષ્કારણ કરુણાબુદ્ધિ વડે પ્રગટ કર્યો છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે કે –
જે કષાયપૂર્વક નિંદા કરીએ વા અન્યને દુ:ખ ઉપજાવીએ તો અમે પાપી જ છીએ, પણ અહીં તો અન્યમતના શ્રદ્ધાનાદિ વડે જીવોને અતત્ત્વશ્રદ્ધાન દેટ થાય, અને તેથી તેઓ સંસારમાં દુઃખી થાય, તેથી કરુણાભાવ વડે અહીં યથાર્થ નિરૂપણ કર્યું છે. છતાં કોઈ દોષ વિના પણ દુઃખ પામે, વિરોધ ઉપજાવે, તો તેમાં અમે શું કરીએ? જેમ મદિરાની નિંદા કરતાં કલાલ દુઃખ પામે, કુશીલની નિંદા કરતાં વેશ્યાદિક દુઃખ પામે તથા ખરું-ખોટું ઓળખવાની પરીક્ષા બતાવતાં ઠગ દુઃખ પામે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૧૮ (પત્રાંક-૧૨૦) ૨- શ્રીમદુની પડુદર્શનતત્ત્વમીમાંસા પ્રત્યે દૃષ્ટિપાત કરતાં તેમની અનન્ય પરમ મધ્યસ્થ નિષ્પક્ષપાત દષ્ટિ સ્પષ્ટપણે તરી આવે છે અને આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીની નીચેની સુવિખ્યાત પંક્તિઓનું સ્મરણ થાય છે –
'पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
यक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।' અર્થ – વીર પ્રત્યે મને પક્ષપાત નથી, કપિલ આદિ પ્રત્યે દ્વેષ નથી; જેનું વચન યુક્તિવાળું હોય તેનું સર્વથા ગ્રહણ કરવા યોગ્ય છે.
– આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, લોકતત્ત્વ નિર્ણય', શ્લોક ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org