Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સર્વથા નિરાગ્રહી, પરમ ઉદાર એવી સર્વસમન્વયકારી અનેકાંતદૃષ્ટિને ઉપદેશતાં જિન ભગવાનનો ઉપદેશ ત્રણે કાળમાં પરમોત્તમ છે, કારણ કે તેમાં સર્વ મત-દર્શન હળીમળીને, પોતપોતાને સંભાળીને રહે છે. એકાંતદૃષ્ટિયુક્ત અન્ય દર્શનો બીજાં દર્શનોનો અપલાપ કરે છે, જ્યારે જૈન દર્શન અનેકાંતિક હોવાથી તે બીજાં દર્શનોના અભિપ્રાયો કોઈક અપેક્ષાએ માન્ય રાખે છે. અન્ય દર્શનોને માન્ય તત્ત્વોનો સ્વીકાર કરવાનું સામર્થ્ય જૈન દર્શનની સ્યાદ્વાદશૈલી ધરાવે છે, તેથી સમ્યગ્દષ્ટિ પુરુષો બધાં દર્શનોને જૈનદર્શનરૂપ પુરુષનાં એક એક અંગરૂપ માની છએ દર્શનોને સમ્યગ્દષ્ટિપૂર્વક આરાધે છે. શ્રી આનંદઘનજી મહારાજે ગાયું છે કે
૧૦
‘જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતાં, લહો દુગ અંગ અખેદે રે. ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે. લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જો કીજે રે; તત્ત્વ વિચાર સુધારસધારા, ગુરુગમ વિણ કેમ પીજે રે?
જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે.૧
કલ્પવૃક્ષ સમા જિન દર્શનના બે પગને સ્થાને સાંખ્ય દર્શન અને યોગ દર્શન છે; બૌદ્ધ અને મીમાંસક એ બે તેના બળવાન હાથ છે; લોકાયતિક(ચાર્વાક)મત તેની કુક્ષિને સ્થાને છે; જૈન દર્શન બાહ્યાવ્યંતર પ્રકા૨ે તેના મસ્તકને સ્થાને ઉત્તમ અંગરૂપે શોભે છે. પ્રથમ ‘સ્યાત્’પદરૂપ ન્યાસ અક્ષર મૂકીને, ષડ્દર્શનની આરાધના જિન દર્શનના આરાધક પુરુષો કરે છે. શ્રી જિનેશ્વર ભગવાનના આરાધક છએ દર્શનોને સમ્યપણે આરાધે છે.
જગતનાં બધાં દર્શનો સ્યાદ્વાદમુદ્રાથી ઓપિત એવા આ એક પવિત્ર, નિર્દોષ, વીતરાગદર્શનમાં સમાઈ જાય છે. સર્વજ્ઞોએ પ્રરૂપેલું વીતરાગદર્શન એ સર્વ અપેક્ષાએ પરિપૂર્ણ છે, જગહિતસ્વી છે. તે ત્રિકાળ અબાધિત સત્યરૂપ છે. વીતરાગદર્શન સત્યનો ભંડાર, વસ્તુસ્વભાવનું યથાર્થ પ્રતિપાદન કરનાર દર્શન છે. તે સર્વ પદાર્થોનાં સ્વરૂપનું પ્રકાશક છે. જેણે આ સંસારસાગર તરીને અનંત દુ:ખથી પાર પામવું હોય તેણે આ વીતરાગદર્શનરૂપ કલ્પવૃક્ષનું સેવન કરવું જોઈએ. વીતરાગદર્શનની પરમ યથાર્થતા અંગે દેઢ આત્મનિશ્ચયથી શ્રીમદ્ કહે છે -
૧- શ્રી આનંદધનજીરચિત, શ્રી નમિનાથ ભગવાનનું સ્તવન, કડી ૨-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org