________________
છે. તેમનું વર્ગીકરણ આપ્રમાણે કરવામાં આવ્યું છે. આચારાંગસૂત્ર થી વિપાકસૂત્રસૂધી ૧૧ અંગસૂત્રો છે. ઉપવાઈ (ઓપપાતિક) સૂત્રથી વહીદશા સૂત્ર સૂધી ના-૧૨ ઉપાંગસૂત્ર છે. નિશીય સૂત્રથી મહાનિશીથ સૂત્ર સૂધીના ૬ છેદ સુત્રો છે. ચતુદશરણ પ્રકીર્ણક થી- શ્રી મરણ સમાધિ પ્રકીર્ણક સૂત્ર સૂધીના ૧૦ પ્રકીર્ણક સૂત્રો છે. ૧ આવશ્યક સૂત્ર. ૨, દશવૈકલિક સૂત્ર, ૩ ઓધનિયુકિત અને ૪ ઉત્તરાધ્યયન સૂત્ર આદિ ૪ મૂળ સૂત્રો કહેવાય છે. અને અન્ત નંદી સૂત્ર તથા અનુયોગ દ્વાર સૂત્ર આ–૨ ચૂલિકા સૂત્રો છે. આ પ્રમાણે -૧૧ અંગસુત્રો +૧૨ ઉપાંગસૂત્રો છેદ સૂત્રો +૧૦ પચન્તા સૂત્રો. +૪ મૂળ સૂત્રો +૨ ચૂલિકા સૂત્રો મળીને કુલ ૫ આગમ શાસ્ત્ર થાય છે. જે સાંપ્રત કાળે પ્રાપ્ય છે. આ ૫ આગમોમાં અનુયોગ દ્વારા સૂત્ર ચૂલિકા સ્વરૂપે છે.
આયોગલ સૂત્રનું સ્વરૂપઃ
આગમ શાસ્ત્રોની વ્યવસ્થિત વ્યાખ્યા માટે. નય, નિક્ષપ આદિ દ્વારા સવિસ્તર માહિતી આપનાર તરીકે અનુયોગદ્વાર સૂત્ર ઉપયોગી છે. માટે આ સૂત્ર ને વ્યાખ્યાગ્રંથ કહી શકાય છે. આ સૂત્રની મંહત્તા એટલી બધી છે. કે એ આગમરૂપ તિજોરી ને ખોલવાની ચાવી રૂપ છે. આના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમોના સાચા પરમાર્થ ને લેઈ પણ પિછાણી શકે નહી.
પ્રાણ :
અનુયોગ દ્વા૨સૂત્ર નું મૂળ ૧૮૭૯ શ્લોક પ્રમાણ છે. ચૂર્ણ ૨૨૫ બ્લોક પ્રમાણ છે. બૃહદવૃતિ પ૮૦૦ શ્લોક પ્રમાણે છે. અને લધુવૃતિ 3000 શ્લોક પ્રમાણ વર્તમાનકાળે ઉપલબ્ધ છે.
રચચિતા :
આગ્રન્થના સ્પષ્ટ કર્તા તરીકે નો પુરો ઈતિહાસ તો પ્રાપ્ત થતો નથી. છતા પણ પૂ. આચાર્ય શ્રી આર્યશક્ષિત સૂરીશ્વરજી મહારાજે આ સૂત્ર