________________
પ્રવાજા
(લેખક:- પંન્યાસ અરૂણવિજયજી ગણી (રાષ્ટ્રભાષા૨ા-વર્ધા. સાહિત્યરત્ન-પ્રયાગ જેનન્યાય દર્શનાચાર્ય મુંબઈ)
માનવ મન વિચારશીલ છે. શેય પદાર્થો જે દષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે. તેતે પદાર્થો ના વિચારો મનમાં સમુદ્રના મોઝા ની જેમ નિરંતર ચાલ્યા જ કરે છે. ફોય પદાર્થોના સ્વરૂપની જાણકારી માટે જ્ઞાનની આવશ્યકતા રહે છે. જ્ઞાનપ્રાપ્તિ કરવામાટે જ્ઞાનના આધારભૂત શાસ્ત્રો સાઍદિશાસૂચન કરી શકે, અને તે માટે શારૂપી ૨નાકરમાં અન્ત:પ્રવેશ કરશે પડે છે. એનું ઉડાણ માપવું પડે છે. શાસ્ત્ર- ગ્રન્થોનું જેટલું અવગાહન પરીશીલન જે કરી શકે તે જ આત્મા સચ્ચિદાનન્દ પરમાનન્દ પણું પાપ્ત કરી શકે છે.
જ્ઞાન આત્માનો ગુણ છે. સ્વભાવ છે. અને આત્મા જયારે સ્વભાવદશામાં થી બહાર નિકળી વિભાવદશામાં પ૨ પદાર્થો પ્રત્યે ભોગોપભોગપણા ની બુદ્ધિ નિર્માણ કરી તે ભોગવવા જાય છે પરંતુ તેમાં જે આનન્દ મળવાનો તેના કરતા જ્ઞાનસાધનામાં મંથન કરતા જે જ્ઞાનાનન્દ પ્રાપ્ત થશે તે સદાકાળ ૨હેના૨ નિત્યાનન્દ હશે. પ૨ પૌદગલિક પદાર્થોના ભોગવટામાંથી ક્ષણિકાનન્દ પ્રાપ્ત કરવાના બદલે જીવે નિત્યાનન્દી બનવા માટે જ્ઞાનોપચના ની જ દિશા પકડવી જોઈએ. અને એ માટે સાધકે સદા શાસ્ત્ર - ગ્રન્થોનું અવલોકન અવગાહન ક૨તાજ ૨હેવું જોઈએ તેના વ્યાસંગી બનવું જોઈએ.
આ જગતમાં બધાજ પ્રકારનું સાહિત્ય છે. સર્વોત્તમ સર્વોત્કૃષ્ટ કક્ષાનું સાહિત્ય પણ છે અને સર્વથા નિકૃષ્ટ કક્ષાનું સાહિત્ય પણ છે. ક્યા પ્રકારનું સાહિત્ય વાંચવુ તેનો આધાર સાધક ની ભૂમિકા ઉપર છે કામુક વાસના વૃતિવાલા કામોત્તેજક કામપોષક અધમકક્ષાનું સાહિત્ય જ વાંચશે જયારે આત્માર્થી આત્મસન્મુખ બનેલો જીવ જ્ઞાનપિપાસુ બનીને સર્વોત્તમ કક્ષાનું સાહિત્ય વાચશે. જૈન આગમ શાસ્ત્રો સર્વોત્કૃષ્ટ - સર્વોત્તમ કક્ષાનું સાહિત્ય છે. જેનાગમ શાસ્ત્રોમાં અદૂભૂત જ્ઞાન ખજાનો છે. જો કે નદિસૂત્રમાં