________________
જ પુસ્તકાકા૨ ગ્રન્થોને પ્રકાશનમાં મૂક્યા હતા. યુરોપથી ડૉ. હર્ટલ અને હર્મન જેકોબી આ સંમેલનમાં પધાર્યા હતા. કલકત્તા સંસ્કૃત એસોસીએશનના પ્રિન્સીપાલ બહથ્થત સતીશચન્દ્ર વિધાભૂષણ ઉપરાન્ત ભાવનગરથી શેઠશ્રી કુંવરજી ભાઈ આણંદજી આદિ જૈન આગેવાનો પણ પધાર્યા હતા. અને ખૂબ જ પ્રભાવિત થયા હતા.
તેઓશ્રીનું શિષ્યમંડળ પણ એટલું જ શકતશાળી અને ચારિત્ર સમ્પન હતું. ઈતિહાસ તત્ત્વ મહોદધિ આચાર્યશ્રી વિજયેન્દ્રસુરિજી, સક્યિાભરૂચિ આચાર્ય શ્રી વિજયભક્ત સૂરિજી, ન્યાય વ્યાકરણ કાવ્ય તીર્થ ઉપાધ્યાય મંગળ વિજયજી મ. શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ., ન્યા. ન્યા. તીર્થ મુનિરાજ શ્રી ન્યાય વિજયજી મ. શાન્ત મૂર્તિ મુનિરાજ શ્રી જયન્ત વિજયજી મ. આદિ તેઓના શિષ્યો પોતપોતાના વિષયોમાં સમર્થ હતાં. જેઓએ જૈન શાસનની અને સમાજની સર્વતોમુખી સેવા કરી છે.
આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજે સ્થળે સ્થળે બાળાશ્રમોની સ્થાપના કરી સમાજમાં જ્ઞાનની જયોત પ્રગટાવી છે. રાજા મહારાજાઓ ને પ્રતિબોધિત કરી ધર્મના રાગી બનાવ્યા છે. જાહેરમાં ઉપદેશ આપવાની પ્રથા શરૂ કરી આમ જનતાને જૈનધર્મની મહત્તા સમજાવી. આબૂ તીર્થની મહાન આશાતના ટાળી શાસનની અભૂતપૂર્વ સેવા બજાવી છે. દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવ ને જોઈને સમયાનુસાર બધી વસ્તુઓનો વિચાર કરવાનું સમજાવી સમાજને સાચી દષ્ટિ આપી છે.
આવા સમ્યગૃષ્ટિ સમ્પન્ન, જ્ઞાન ચારિત્રના પાલક અને ઉપદેશક, સપૂર્ણ અહિંસક ખાદીના વસ્ત્રમાં શોભતા આચાર્યદેવને ભૂરે ભૂરેિ ભાવવંદના.