________________
જ્ઞાનના વિષયમાં ઘણો જ પછાત છે. તે ઉપરાન્ત ખોટી રૂઢિઓથી જકડાયેલો છે. આ અજ્ઞાનતા ને દૂર કરવા તેમણે ખૂબ જહેમત લઈ બનારસમાં જૈન પાઠશાળાની સ્થાપના કરી અને જૈન વિનોને તૈયાર કરવા કટિબદ્ધ બન્યા. વિષમ વાતાવરણમાં પણ પોતાની હૃદયની ઉદાત્ત ભાવનાથી અને પોતાના ચારિત્ર બળથી ત્યાંના વિદ્વાનો અને નરેશનો (કાશીરાજાનો) પણ પ્રેમ તથા ભક્તિ સમ્પાદન કર્યા. મોલ મોય પંડિતોને રાખી જૈન શ્રાવકોને ધર્ગિક જ્ઞાન તેમ જ વ્યાકરણ અને સાહિત્યાદિ વિષયોનું તલસ્પર જ્ઞાન કરાવવા માંડ્યું. પ્રાત ભાષાનું પણ જ્ઞાન આપવું શરૂ કર્યું. પરિણામે તે પાઠશાળામાંથી પંડિત સુખલાલજી, પંક્તિ બેચરઘસ, પંડિત હરગોવિંદદાસ, ૫ લાલચંદ્રભાઈ, ભગવાનદાસ ભાઈ અને વેલજી ભાઈ જેવા મહાન પતો તૈયાર થયા. જેમણે ભારત વર્ષમાં જૈન ધર્મને ગાજતો કર્યો છે.
સાથે સાથે તેમણે એમ પણ લાગ્યું કે જૈન ધર્મ જેવા મહાન ધર્મને જૈનોની સંકુચિત મનોવૃત્તિને લીધે કોઈ જાણતું નથી. જૈન શાસનનું સર્વશ્રેષ્ઠ તત્ત્વજ્ઞાન આજે ભંડારોમાં જ ભર્યું પડ્યું છે. માટે તે અમૂલ્ય ગ્રન્થોને પ્રકાશમાં લાવવા બનારસમાં જ વિવિધ ગ્રન્થમાળા નામની એક પ્રકાશન સંસ્થા ઉભી કરી. જે આગળ જતાં શ્રી યશોવિજયજી જૈન ગ્રન્થમાળા ભાવનગરના નામે પ્રસિદ્ધ થઈ. તેના માધ્યમથી અપ્રકાશિત ચાય, વ્યાકરણ કાવ્ય અને તત્ત્વજ્ઞાન આદિના ઉચ્ચ કોટિના ગ્રન્થોનું પ્રકાશન કાર્ય શરૂ ર્યું તથા ભારતના ખ્યાતનામ પંક્તિોને તથા પાશ્ચાત્ય દેશોના સ્કોલરોને પણ મોકલવામાં આવ્યા. જેથી તે પંડિતોને જૈન શાસનના મલક તત્ત્વોથી સભર સ્યાદ્વાદ, પ્રમાણ, નય, અહિસા સંયમ ના ગૂઢ તત્ત્વોને જાણીને પોતપોતાની ભાષામાં અનુવાદિત કર્યા.