________________
– શ્રદ્ધેય મુશ્કેવોનું પુણ્ય સ્મરણ :
૨૦ મી શતાબ્દીનો પૂર્વાર્થ ભારત દેશને માટે સુવર્ણયુગ હતો. તેમાં પણ સૌરાષ્ટ્ર ભૂમિનો ઉપકા૨ ન ભૂલાય તેવો હતો. કારણ કે પ-૬ શતાબ્દીઓથી રાજ નૈતિક, ધર્માન્જતા અને રૂઢિચુસ્તતાના અભિશાપે. ભારતભૂમિએ જે ગુમાવ્યું છે તેની ભરપાઈ સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પણ અશક્ય દેખાય છે. મહાત્મા ગાંધી, દયાનન્દ ૨૨૨સ્વતી અને પ્રવિજય ધર્મસૂરિજી મહારાજ આ ત્રણે ૨ક્તોને જન્મ દેનારી શશિષ્ટ ભૂમિ છે. પોતાની અદમ્ય પુરૂષાર્થ શક્તિ વડે જે કાન ભારત તથા પાશ્ચાત્ય દેશના ભાગ્યશાળીઓએ પ્રત્યક્ષ કર્યા છે. તે ચિર સ્મરણીય બનવા પામ્યા છે. જયારે આ શતાબ્દિનો ઉત્તરાદ્ધ જેવો જોઈએ તેવા ફળો ન આપી શક્યો તેવો અનુભવ આપણે સી કરી રહ્યાં છીએ. આ ત્રણે ૨ક્તોમાંથી પ્રસ્તુત વિજય ધર્મ સૂરીશ્વરજી મહારાજ હોવાથી તેમનું જીવન કવન અને કાર્યોની રૂપરેખા જ આ નિબંધમાં બતલાવવાની ૨હી.
“વીશમી સદીના પ્રખર સુધારક, શાવિશારદ જૈનાચાર્ય શ્રી વિજય ધર્મ સૂરીશ્વરજી મહારાજ ના નામથી ભાગ્યે જ કોઈ વિદ્વાન અજાણ્યો હશે. વીશ વર્ષની ભરજુવાનીમાં સંસારની અસારતા પારખી, પારસમણી સ૨ખા પ્રશાન્તમૂર્તિ શ્રી વૃદ્ધિ ચન્દ્રજી મહારાજ પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. ગુરુકૃપાથી જૈન શાસ્ત્રોનું અવગાહન કરી ત્યાગ-તપ અને ઉત્કૃષ્ટતમ સંયમની આરાધનાથી તેઓશ્રીએ પોતાના જીવનને ઉન્નત બનાવ્યું હતું. તેમના ગુરૂદેવ ના સ્વર્ગ ગમન બાદ એક દિવસે તેમનાં હૃદયમાં જૈન સમાજના કલ્યાણની મહાન ભાવના ઉત્પન્ન થઈ તેમને લાગ્યું કે. જૈન સમાજ આર્થિક દષ્ટિએ સાધન સંપન્ન હોવા છતાં