________________
(૫૮) આ મનુષ્યના વિષયર અસાર છે, અને અનિત્ય છે. એટલું જ નહિ પણ દેવતાઓનું પણ વિષય સુખ તથા જીવિત અનિત્ય છે તે બતાવે છે. ઉપપાત (ઉત્પન્ન) થવું, ચ્યવન (નાશ પામવું છે તે જાણીને વિષય સંગના સુખને ત્યાગ કરજે. કારણ કે વિષયસમૂહ અથવા બધે સંસાર અથવા સર્વે સ્થાન અપાવત છે તેથી શું કરવું તે કહે છે.
મેક્ષ માર્ગથી અન્ય અસંયમ છે તે અન્યને છોડીને અનન્ય જ્ઞાનાદિક છે, તેનું સેવન કર, માહણ એટલે મુનિ તેને આ ઉપદેશ આપે છે. વળી તે મુનિ સંયમ પાળનારે પ્રાણીઓને દુઃખ ન દે, ન હણે, ન હણવે, ન હિંસા કરનારને અનુમે દે, આ પ્રમાણે હિંસાથી નિવૃત થઈ વ્રત પાળે, તે કહે છે વિષયથી ઉત્પન્ન થએલ જે આનંદ તેને ધિક્કાર, તથા સ્ત્રી વિગેરેમાં રાગ રહિત થઈને આવી ભાવના ભાવ, “આ વિષયે કિંપાક ફળની ઉપમાવાળા છે અને કડવા તુરિયાના જેવા કડવાં ફળ આપનારા છે” એમ જાણીને તે વિષય સુખ લેવાને પરિગ્રહના મમત્વને ત્યાગી દે, હવે ઉત્તમ ધર્મ પાળવા માટે કહે છે. અવમ એટલે મિથ્યા દર્શન અવિરતિ વિગેરે છે તેનાથી ઉલટું અનવમ એટલે સંયમ છે, તેને દેખવાના સ્વભાવવાળે તે સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રવાળે થઈને ઉપર કહ્યા મુજબ તે સ્ત્રી સંગની બુદ્ધિને દૂર કર. વિષયેની નિંદા કર, આ સત્રનો પરમાર્થ છે.