________________
(૨૧૯) आवंती केयावती लोयंसि अपरिग्गहावंती एएसु चे व अपरिग्गहावंती, सुच्चा वई मेहावी पंडिआण निसामिया सामियाए धर्म आरिएहिं पवेइए जहित्थ मए संधी झोसिए एवमन्नत्थ संधी दुज्जो सए भवइ, तम्हा बेमि नो निहणिज वीरियं (g૦ ૧૨) - આલોકમાં જે કંઈ પરિગ્રહવાળા વિરત સાધુઓ છે, તે બધાએ આ અલ્પ વિગેરે દ્રવ્ય છેડે; છતે અપરિગ્રહધારી મુનિ બને છે, અથવા છ જીવનકાર્યમાં મમત્વભાવ તજવાથી અપરિગ્રહધારી થાય છે.
પ્ર–ઠીક. પણ, અપરિગ્રહભાવ કેવી રીતે બને? તે કહે છે. તેવા વતિ. (બીજી વિભક્તિના અર્થમાં પ્રથમ વિભક્તિ છે, તેથી) વાણી તે આ તીર્થકરે કહેલા આગમરૂપ–આજ્ઞાને સાંભળીને મેધાવી ( મર્યાદામાં રહેલે) શ્રુતજ્ઞાન ભણેલે હેય ઊપાદયને સમજી તત્ત્વ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ જાણનારે બને તથા, પંડિત તે ગણધર આચાર્ય વિગેરેનાં વિધિ નિયમરૂપ-વચનેને સાંભળી સચિત્ત-અચિત્ત વસ્તુને જાણ બની તેના પરિગ્રહને ત્યાગ કરી અપરિગ્રહી બને. પ્ર. ઠીક. તેમ હશે; પણ, નિરાવરણ જ્ઞાન ઉત્પન્ન થએલા તીર્થકરને કયે સમયે વાણુને ચેગ (ઊપદેશ) થાય છે, કે અમે સાંભળીએ ?