________________
(ર૭૧) દીક્ષા લીધા છતાં, પિતે જિનેશ્વરનું કહેલું વચન શંકારહિત સાચું માનતે પાછળથી પણ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, વિગેરેથી રહિત નિર્મળ સમ્યક્ત્વવાળ હોય છે, પણ ભગવાનનાં વચનમાં શંકા ઉત્પન્ન થતી નથી. (૧) કેઈને દીક્ષા લેતાં શ્રદ્ધા હેવાથી માનવા છતાં પાછળથી ન્યાય ભણતાં કેઈ જાતને એકાંત પક્ષ પકડતાં હેતુ દષ્ટાંતને લેશ હાથમાં આવતાં પૂર્વાપર વિચાર ન થવાથી અને યપદાર્થ ગહન હોવાથી મતિ મુઝાતાં કોઈ વખત મિથ્યાત્વના અંશને ઊદય થતાં તે જિનવચનને સમ્યક માનતું નથી. તે કહે –આ બધા નયના સમૂહના અભિપ્રાયના કારણે અનંત ધર્મથી યુક્ત વસ્તુ જેવી છતાં, મેહના ઊદયથી એકનયના અભિપ્રાયવડે એક અંશ સાધવા માટે તે સાધુ જાય છે. જે, નિત્ય જિનેશ્વરે કહેલ; તે ફરી અનિત્ય કેમ થાય? અથવા અનિત્ય તે, નિત્ય કેમ થાય? કારણકે, તે બને પરસ્પર વિરેધી છે.
તે પ્રમાણે અપ્રશ્રુત અને સન્ન સ્થિર એક સ્વભાવવાળું નિત્ય છે, અને તેથી ઊલટું દરેક ક્ષણે નાશ પામનારૂં
અનિત્ય છે. વિગેરે અસભ્યભાવને પામે છે, પણ તે એવું વિચારતા નથી, કે અનંત ધર્મવાળી અને બધા નયના સમૂહથી યુક્ત વસ્તુ છે, તે મંદ બુદ્ધિવાળાને તે માનવું અતિગહન હોવાથી અશક્ય છે, પણ શ્રદ્ધાથી માનવા ચગ્ય છે, પણ હેતુથી ભાયમાન ન થવું, કહ્યું છે કે