________________
(૨૮૭) આવા પ્રવાદને જીનેશ્વરના પ્રવાદ વડે વિચારવા જેમકે આકાશમાં ઇંદ્ર ધનુષ્ય વિગેરે વિશ્વના પરિણામે પરિણમીને પિતાને રૂપે બનેલાં છે, તેને બનાવનાર જુદે ઈશ્વર વિગેરે કારણની કલ્પના કરવામાં અતિ પ્રસંગ આવશે, તથા ઘટપટ વિગેરેમાં દંડ ચક્ર ચીવર (કપડું) પણ કુંભાર તુરી વેમ શંલાક કુવિદ વિગેરેના વ્યાપારથી આંતરા વિના મળતા આત્મ લાભ વાળાને મુકી તેને બદલે નહીં દેખાતા એવા ઈશ્વરથી પદાર્થો બને છે એવી કલ્પના કરતાં રાસભ (ગધેડા) ને પણ કર્તા કાં ન ગણવે ?
વાદીને ઉત્તર–તનુકરણ વિગેરેમાં પણ પિતાનું કરેલું કૃત્ય અને તેથી બંધાયેલું કર્મ તેના વિના અવંધ્ય છે. પણ પિતાના કર્મની વિચિત્રતા છે. કર્મની ઉપલબ્ધિ સિવાય આવું કયાંથી હોય? જેનાચાર્ય કહે છે, જે તમે એમ માને તે બંનેમાં તે સમાન કથન છે, વળી કારણરૂપ માતા પિતા એક છતાં અપત્યની વિચિત્રતા દેખવાથી અધિક નિમિત્ત વડે ભાવવું, અને તે ઈશ્વરને સ્વીકાર કરવા કરતાં અષ્ટ (નશીબ) નેજ ઈચ્છવું સારું છે? કારણ કે તેના વિના સુખ દુઃખ સુભગ દુર્ભગ વિગેરે જગની વિચિત્રતા ન હાય ! હવે સાંખ્ય મતવાળી કહે છે.
સત્વ, રજ, તમઃ એ બધાની સામ્યઅવસ્થા પ્રકૃતિ છે. પ્રકૃતિથી મહાન, તેથી અહંકાર, તેથી અગ્યાર ઇદ્ધિ, તેથી પાંચ તન્માવ, તેથી પંચભૂત, અને તેથી બુદ્ધિ. એ