________________
(૧૦૫)
" उसरदेसं दडेल्लयं च विज्झाइ वणवो पप्प । इय मिच्छत्ताणुदए उवसमसम्म लहइ जीवो ॥१॥"
ખારવાળો (ઉપર) દેશ (જગ્યા) મેળવીને જેમ વનને અગ્નિ (દાવાનલ) બુઝાઈ જાય છે, તેમ, મિથ્યાત્વ ઉદય ન આવે ત્યારે આપશમિક સમ્યકત્વને જીવ પામે છે. અથવા કોઈ ઉશમ શ્રેણીમાં આપશમિક સમ્યકત્વ પામે છે. (૨) તેજ પ્રમાણે સમ્યક્ત્વ પુલને આશ્રયી ને જે અધ્યવસાય ઉત્પન્ન થાય તે લાપશમિક છે (૩) તથા દર્શનમોહનીય ક્ષય થવાથી ક્ષાયિક છે.
ચારિત્રના ત્રણ ભેદ (૧) દર્શન પ્રમાણે ચારિત્ર પણ ઉપશમ શ્રેણિમાં આપશમિક (૨) કષાયના ક્ષય ઉપશમથી ક્ષાપશમિક (૩) તથા ચારિત્ર મેહનીય કર્મને ક્ષયથી ભાયિક ચારિત્ર છે. - જ્ઞાનના બે ભાગે છે,-લાપશમિક, અને ક્ષાયિક તેમાં ચાર પ્રકારના જ્ઞાન આવરણીય કર્મને ક્ષય ઉપશમ થવાથી મતિ જ્ઞાન વિગેરે ચાર પ્રકારનું ક્ષાપથમિક જ્ઞાન છે, અને બધું ઘાતી કર્મ ક્ષય થવાથી ક્ષાયિક કેવળ જ્ઞાન છે. . જ આ પ્રમાણે ત્રણે પ્રકારમાં ભાવ સમ્યકત્વપણું બતાવે છતે વાદી શંકા કરે છે.