________________
(૧૮૧) સારવડે અહીં અધિકાર છે. તેથી તે જ્ઞાન વિગેરે જે સિદ્ધિ (મેક્ષ) ના ઉપાય છે, તેની ભાવસારતા બતાવે છે, लोगंमि कुसमएसु य, काम परिग्गह कुमग्ग लग्गेसुं। सारो हुनाणदेसण, तवचरण गुणा हियहाए ॥२४२॥
ગૃહસ્થ લેકમાં ખરાબ (સંસારી) સિધ્ધાન્ત છે, તે કામવાસનાના આગ્રહથી કુમાર્ગ છે, તેમાં રક્ત બનેલા હોવાથી કામ પરિગ્રહને આગ્રહી બની ગૃહસ્થ ભાવને તેઓ પ્રશંસે છે, અને બોલે છે કે. गृहाश्रमसमो धर्मो, नभूतो न भविष्यति। पालयन्ति नराः शूराः क्लीवा पाषण्डमाश्रिताः ॥१॥ જ ગૃહસ્થાશ્રમ જે ધર્મ થયે નેથી, થવાનું નથી, તેનું પાલન શૂર પુરૂ કરે છે, પણ ક્લીબ (સત્વ વિનાના) પુરૂષ તેને છેડી બાવા (સાધુ) બની જાય છે, કારણ કે ગૃહસ્થાશ્રમને (ગ્રહાશ્રમ) ને આધારે બધા ત્યાગીઓ રહે છે, તેવું સાંભળીને (ઓછી બુદ્ધિવાળા) મહામેહથી મૂઢ બનીને ઈચ્છા મદન કામમાં પ્રવર્તે છે, તે જ પ્રમાણે ખરા સાધુ સિવાયના વેશધારીઓ પણ જેમણે ઇન્દ્રિયની કુચેષ્ટા રેકી નથી તેઓ પણ તે બે પ્રકારની કામ વાસનાને વખાણે છે,
એથી લેકમાં સારરૂપ જ્ઞાનદર્શન તપ ચારિત્રના ગુણ,
-