________________
(૧૮)
રણમાં સારતા જવી, જેમકે સ્વામીપણામાં ગોરસ સારભૂત ઘી છે, કરણપણમાં મણી રત્નની સારતાવાળા મુકુટ વડે રાજા શોભે છે, અધિકરણમાં દહીંમાં ઘી, પાણીમાં કમળ ઊગેલું શોભે છે વિગેરે છે. હવે ભાવસાર બતાવે છે. भावे फलसाहणया, फलओ सिडी सुहत्तम वरिहा। साहणय नाणदंसण, संजम तपसातहिं पगयं ॥२४॥
ભાવ વિષયમાં સાર વિચારતાં ફળનું સાધન તેજ સાર છે. જે, મતલબ માટે ક્રિયા કરીએ તે પ્રાપ્ત થાય. (જેમકે–વિદ્યાર્થી વરસ સુધી ભણે અને પાસ થાય, ત્યારે ભાવસાર છે.) જોકે, આ ફળ પ્રાપ્તિ પ્રધાન છતાં તે મળે. પછી તેને અંત પણ આવી જાય અને અનિશ્ચિત પણ છે. તેથી; તે, અનેકાંત અનાત્યંતિક છે, તે કારશુથી પરમાર્થથી જોતાં નિસાર છે. પણ તેથી ઊલટું એટલે, સિદ્વિપદજ મેળવવું સાર છે. તે કેવું છે
ઉ–તે ઉત્તમ સુખવડે શ્રેષ્ઠ છે. કારણકે, તે એક સુખવાળી, અત્યંત સુખ આપનારી સિદ્ધગતિ છે. તથા તેમાં કઈ જાતની બાધા નથી, માટે તે સર્વોત્કૃષ્ટ છે, અને તેનાં સાધને પ્રકૃત (ચાલુ) ઊપકારક જ્ઞાન દર્શન સંયમ, અને તપ છે તે ભાવસાર સિદ્ધિફળ મેળવવા તેનાં સાધન જ્ઞાનાદિક છે તેમાં આપણું કાર્ય છે. એટલે જ્ઞાનદર્શન ચાસ્ત્રિરૂપ-ભાવ