________________
(૨૦૩) તેથી ઉલટી અવિદ્યા છે, તેનાથી પણ તેઓ પરિ (બધી રીતે) ઘેરાયલાં છતાં મોક્ષ કહે (અર્થાત અજ્ઞાન દશામાં રહી કુકર્મ કરી તેનાથી મેક્ષ માને) તેઓ ધર્મને જાણતા નથી, હવે ધર્મને જાણનારો શું મેળવે તે કહે છે.
ગાદ–ભાવ આવ તે સંસાર છે. તે સંસારમાં કુવાના અરટના ન્યાયે જન્મ મરણનું ભ્રમણ કર્યા કરે છે, અને નરક વિગેરે ચાર ગતિમાં તે વારંવાર જન્મ લે છે. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે, આ પ્રમાણે લેાક સાર અધ્યયનમાં પ્રથમ ઉદેશે સમાપ્ત થયે.
લોકસાર અધ્યયનને બીજો ઉદ્દેશે. - હવે બીજો ઉદેશે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. પહેલા ઉદ્દેશામાં કહ્યું કે એક પર્યાયવાળે (ત્યાગી) બનીને પણ સાવધ અનુષ્ઠાન કરવાથી તથા વિરતિ (ચારિત્ર) ન પાળવાથી તેને મુનિ ન કહે. આ બીજા ઉદ્દેશામાં તેનાથી ઉલટ તે ચારિત્ર પાળીને પાપ અનુષ્ઠાન ત્યાગનારેજ મુનિ કહેવાય છે, તે કહે છે. આ સંબંધથી આવેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે. ___ आवन्ती के यावन्ती लोए अणारंम जीविणो तेसु, एत्थो वरए तं झोसमाणे, अयं संधीति अदक्खू, जे इमस्स विग्गहस्स अयं खणत्ति अन्नेसी