________________
(૧૫૦) વિરૂધ્ધ તેઓ સ્નાન, ઈચ્છિત ભેજન, મઠ બાંધી રહેવું વિગેરે આચરે છે, તેમાં દીલ લાગવાથી તે સ્વીકારતાં સાધુ ગૃહસ્થ પણ ન રહ્ય, ન પુરે સાધુ થયે, પરંતુ ગીતાર્થ સાધુ જરૂર પડતાં પરિચય કરે તે વખતે તેવાને પણ પ્રસંગોપાત ઠેકાણે લાવે) - જે સંસારપ્રિય વેષધારીને પરિચય ન કરતાં તેની ઉપેક્ષા કરે તે કયા ઉત્તમ ગુણ મેળવે, તે કહે છે કે
તે નિસ્પૃહી સાધુ બધા મનુષ્ય લેકમાં જે વિદ્વાન (આત્માર્થી) છે, તેમનાથી પણ સર્વોત્તમ વિદ્વાન થશે.
પ્રશ્ન લેકમાં કેટલાક વિદ્વાને છે, કે તેમાં આ શ્રેષ્ઠ થશે. ગવાર વિગેરે જે કેટલાક નિશ્ચિત દંડવાળા છે, અર્થાત્ જેમણે કાયા મન વચન વડે પ્રાણીને દુખ આપનારે દંડ ત્યાગ કર્યો છે, તે વિદ્વાને થાય છેજ, એવું વિચારીને હે શિષ્ય! તું તેમને જે. '
પ્રક્ષ–ઇને દુઃખ ન આપનારા તેઓ કયા છે! તે કહે છે, કે જેમણે ધર્મનું તત્વ જાણ્યું છે તેવા સત્વવાળા સાધુઓ દુષ્ટ કર્મને ત્યજે છે, અને તે પ્રમાણે જેઓ દંડથી દૂર રહે છે, તેઓ આઠે કર્મને હણે છે, તેજ વિદ્વાન છે. તેવું આંખ મીંચી વિચારીને પછી જે, એટલે વિવેકવાળી બુદ્ધિથી તેને તું ધારણ કર, એ પ્રશ્ન –-કયા પુરૂષે બધાં કર્મોને ક્ષય કરે છે?