________________
(૧૧૮)
વિપરીત ત્યાં હાજર ન હોય તે અન ઉપસ્થિત ગેર હાજર) હતા, અહિં નિમિત્તે સૂત્રમાં સાતમી વિભક્તિ લીધી છે જેમકે ચામડામાં દીપડા મરાય છે.)
શકા–ભાવથી આવેલા ચિલતિ પુત્ર વિગેરેમાં ધર્મ કથા ઉપયોગી છે, પણ ગેરહાજર હોય તેને ધર્મ કથા શું ગુણ કરે?
ઉં–જે ગેરહાજર હોય તેવાને ઇદ્ર નાગ વિગેરે માફક કર્મની પરિણતિ વિચિત્ર હોવાથી અથવા ક્ષય ઉપશમના મેળવવાથી ગુણકારી થાય છે, તેથી તમારી “શંકા નકામી છે.
પ્રાણીને અથવા આત્માને દુઃખ દે (દડે) માટે દંડ છે, તે મન વચન કાયાએ ત્રણ પ્રકારને છે, એ ત્રણ દંડથી દૂર થયેલા તે ઉપરત દંડ કહેવાય, તે બધા જીવ ઉપર ઉપકારની બુદ્ધિએ ઉપદેશ દેવાય, એટલે જેમણે દંડ તો છે, તેવા મુનિએ સંયમમાં સ્થિરતા કરે, અને નવા ગુણો પ્રાપ્ત કરે, અને બીજા દંડ ન તજેલા (ગ્રહસ્થીઓ) તે દંડને તજે, માટે તીર્થંકર ઉપદેશ આપે છે, - તથા સંગ્રહ કરાય તે ઉપધિ છે, તે દ્રવ્યથી સેતુ વિગેરે છે અને ભાવથી કપટ છે, તે રાખનાર ઉપધિવાળા છે, તે પધિક છે, બાકીના તેથી ઉલટા અનુપધિક છે, તેઓને માટે પણ ઉપદેશ છે, સંગ (સંબંધ) તે પુત્ર સ્ત્રી મિત્ર વિગેરે ઉપર પ્રેમને છે, તેમાં રક્ત થયેલા તે