________________
(૧૩૧) જરૂર નથી; માટે સંસારમાં રહેલાં ઘાતકર્મવાળા ને આ
પદેશ અપાય છે. વળી, જેઓ ધર્મને ભવિષ્યમાં સમજશે અને સ્વીકારશે જેમ મુનિસુવ્રત સ્વામી તીર્થકરને અને ઘેડને દષ્ટાંત છે, તેવાઓને ધર્મ સંભળાવાય, અને તે સમજેલા હેય એટલે જેઓના આગળ કહેતાં છટ્સસ્ત સાધુને ખબર ન પડે માટે કેવા જીવોને કહેવું તે કહે છે. વિજ્ઞાન પ્રાપ્ત એટલે હિતની પ્રાપ્તિ અને અહિત છેડવાને વિચાર કરવાનું જેને જ્ઞાન હોય, તથા બધી પર્યાપ્તિઓથી પર્યાપ્ત એટલે સંસી હોવા જોઈએ.
આ સંબંધમાં નાગાર્જુનીયા કહે છે.. • "आघाइ धम्म खलु से जीवाणं, तं चहा-संसार पडिवन्नाणं माणुस भवत्याणं आरंभ विणणं दुक्खुम्बेअसुहे सगाणं धम्मस्सवण गवेसयाणं सुस्सूसमाणाणं पडिपुच्छमाणाणं विण्णाण पत्ताणं" આ સંસારમાં રહેલા મનુષ્ય જન્મમાં આવેલા પણ આરંભથી વિરમેલા દુઃખની ઉપેક્ષા કરનારા સુખને વાંછનારા હેય છતાં પણ તેઓ ધર્મ સાંભળવાની ઈચ્છા કરતા હેય, ગુરૂની ઉપાસના કરતા હેય, ધર્મના વિષયને પુછતા હોય અને સમજવાની શક્તિવાલા હોય (આ સૂત્ર સરળ હેવાથી ટીકા નથી પરંતુ આરંભ વિનયીને અર્થ આર. ભથી દૂર હોય) તેઓને જ્ઞાની સાધુ ધર્મ બતાવે છે, તે