________________
(૧૧૧) કાળથી તે તેથી વિપરીત અગી કેવળીથી માંડીને પ્રતિલોમ પણે સંખેય ગુણવાળી શ્રેણીવડે કાળ જાણજે, તેને અર્થ આ છે, જેટલા કાળ વડે અગી કેવળી જેટલાં કર્મ ખપાવે તેટલાં કર્મ સાગી કેવળી સંખ્યય ગુણાકાળ વડે ખપાવે છે, એ પ્રમાણે પ્રતિલેમ પણે જેટલા કાળમાં ધર્મ પુછવાની ઈચ્છાવાળે છે, ત્યાં સુધી જાણવું, (નીચલા ગુણસ્થાનમાં કાળ વધારે થાય અને કર્મ ઓછાં ખપે.).
આ પ્રમાણે બતાવતાં સિદ્ધ કર્યું કે સમ્યગ દર્શન પામેલાને તપ જ્ઞાન અને ચરણ સફળ થાય છે, પણ જે કોઈ ઉપાધિ (સંસારી વાસના) વડે કરે તે તે સફળ * થતાં નથી, તે ઉપાધિ કઈ છે, તે હવે બતાવે છે, आहार उवहिपूभा, इडीतु य गारवेस कइतवियं । एमेव धारसविहे, तमि न हु कइ तवे समणो ॥२१॥
આહાર ઉપધિ પૂજા અને આર્ષ ઓષધિ વિગેરે રિદ્ધિ છે, અને આહાર ઉપાધિ અને પૂજા રિદ્ધિ છે, અર્થાત્ તેવી રિદ્ધિ પૂજા મેળવવા જ્ઞાન ભણે, અને ચારિત્ર પાળે, તથા (તેવું મળવાથી) ત્રણ ગારવમાં બંધાએલે જે ક્રિયા કરે તે કૃત્રિમ (બનાવટી) કહેવાય છે, જેવી રીતે જ્ઞાન ચરણનું અનુષ્ઠાન આહાર વિગેરે માટે કરે, તે કૃત્રિમ હેવાથી મોક્ષ ન આપે, તે પ્રમાણે બાર પ્રકારના બાહ્ય અભ્યતર તપમાં