________________
(૬)
જેઈને પ્રમાદ ન કરતાં નાસી જવું; તેમ મેહ દુર થતાં, સંસારથી તરી જવું; બીજો અર્થ સાંધે બતાવ્યું. એટલે, જેમ ગૃહસ્થ ઘરમાં ફાટ પડે, તે, પ્રમાદ કર્યા વિના પુરીદે તેમ, સાધુને પાપના ઊદયથી ચારિત્રમાં દેષ લાગે; તે, તરત શુદ્ધિ કરીલે. ત્રીજો અર્થ અવસર કર્યો છે. એટલે, ધર્મના અવસરે ધર્મ કરી બીજા ને દુઃખ થાય; તેવું કૃત્ય ન કરવું એમ બતાવ્યું.) - વળી કહે છે કે –હે સાધુ! તું જેમ, પિતાના આત્માને સુખ વ્હાલું ગણે છે, અને દુખ અપ્રિય માને છે, તેવી રીતે બહારનાં જીવે ઉપર પણ માની લે, અને પિતાના આત્મા સમાન માનીને બધાં જ સુખના વાંચ્છક, અને દુખના દ્વેષી જાણીને તેઓને મારનારે ન થઈશ તેમ, બીજાએથી જુદા જુદા ઉપાવડે તેમને ઘાત ન કરાવીશ.
જો કે, બીજા મતના કેટલાક સાધુએ છવદયાને મુખ્ય માનીને સ્થળસર્વે (મોટા જીવ અથવા હાલતા-ચાલતા જીવ)ને મારતા નથી, તે પણ તેઓ પોતાને માટે રંધાવિીને ખાય છે, તથા ગૃહસ્થ માફક, વસ્તુને સંચય કરવાથી તેમના લીધે, સૂમ (નાનાં જંતુઓ, અથવા એકેદ્રિય) છે વિગેરે હણાય છે, તેથી તેઓ ઘાતક છે, એટલે બીજા પાસે હણાવે છે, અને હણનારની અતુમેદના કરે છે. (માટે સાધુએ તે પણ દોષ ન લાગે, માટે,