________________
( 99). તારો મિત્ર છે, અને પાપકર્મ કરવાથી તુજ તારે શત્ર છે ! તે પછી, બીજા મિત્રને કેમ શોધે છે? કારણકે, ઉપકાર કરે તે મિત્ર છે અને તે ઊપકારી પરમાર્થ દષ્ટિએ અત્યંત અને એકાંત ગુણયુક્ત સન્માર્ગે ચાલતા આત્માને છેડીને બીજે કઈ શોધવે શકય નથી અને સંસારનાં કાર્યમાં સહાયકારીપણે બીજાને મિત્રપણે માને . મેહનું વિચૂંભન (ચે) છે. કારણ કે સંસારીની મિત્રતાથી પરિણામે મેટા દુઃખમાં પડવા રૂપ સંસાર સમુદ્રમાં ભ્રમણ કરાવવાથી તે ખરી રીતે અમિત્રજ છે! તેને સાર આ છે.
આત્માજ આત્માને અપ્રમત્ત પણાથી મિત્ર છે. કારણ કે અપ્રમત્ત આત્મા અત્યંત એકાંત પરમાર્થ સુખ ઉત્પન્ન કરે છે. અને જે આત્મા પ્રમાદી થાય તે દુર્ગતિમાં જાય, માટે બીજા મિત્રને શોધવાની જરૂર નથી. પણ આત્મા સિવાય બીજો બહારને આ મિત્ર આ શત્ર એ વિકલ્પ અદૃષ્ટ ઉદયના નિમિતથી ઔપચારિક છે. કહ્યું છે કેदुपथिओ अमित्तं, अप्पा सुपस्थिओ अ ते मित्तं । सुह दुक्ख कारणाओ, अप्पा मित्तं अमित्तं च १॥ - કુમાર્ગે ગયેલે આત્મા શત્રુ છે. સુમાર્ગે ચાલનારે મિત્ર આત્મા છે. કારણ કે તેથી જ દુઃખ સુખ પામે છે અને તેથી જ તે અમિત્ર કે મિત્ર છે.
વળી કહ્યું છે કે