________________
(૯૧) ખ્યાન-પરિવડે જેમ, તેને અભાવ થાય તેમ, સાધુ. એ કરવું. - પ્રશ–અભાવ કેવીરીતે થાય ? અથવા તે અભાવથી શું લાભ થાય? તે બંને બતાવે છે. સંપ વિગેરે. જે સ્વઆત્માથી જુદું ધન, પુત્ર, શરીર વિગેરે છે, તેને મમત્વ ભાવને સંબંધ છે, અને તેનાથી શરીર વિગેરેને દુઃખ થાય છે, તે દુઃખના હેતુરૂપ-ઉપાદાને કારણ, અથવા કર્મને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. એટલે, કર્મવિદાચ્છ કરવામાં પૈર્ય રાખનારા ધીરપુરૂષે જેનાવડે મેક્ષમાં જવાય, તેવું ચારિત્રયાન જે, અનેક કરે ભવમાં મળવું દુર્લભ છે, અને કેટલાક જીવે તે મેળવીને પૂર્વના અશુભકર્મના ઊદયથી, પ્રમાદથી તે હારી જાય છે. એટલે, જેમ કેઇને સ્વપ્નામાં મેળવેલ ધનને ભંડાર નકામે થાય છે, તેમ પ્રમાદથી હારનારને મળેલાં ચારિત્રને લાભ થતું નથી. માટે તેને મેં યાન, એવું વિશેષણ આપેલ છે. આ
અથવા સમ્ય દર્શન વિગેરે ત્રણ રત્નરૂપ મહાયાન છે, અને જેને મોટું યાન છે, તે મિક્ષ છે, તેને ધીર પુરૂ પ્રાપ્ત કરે છે,
પ્રશ્ન-એ વાત ઠીક છે. પણ એક ભવ વડેજ મહાચાનરૂપ ચારિત્ર મેળવવાથી મોક્ષ મળે કે પરંપરાએ મોક્ષ મળે.