________________
(૧૦૧)
વનમાં જીવ-અજીવ, આસવ, સંવર, બંધ નિર્જરા અને મેક્ષ, એમ સાત પદાર્થરૂપ તવ બતાવ્યું અને તત્વ પદાર્થનું શ્રદ્ધાન (વિશ્વાસ) રાખવું તે સમ્યકત્વ કહેવાય છે, તે હવે બતાવે છે.
આ સંબંધવડે આવેલા આ ચેથા અધ્યયનના ચાર અનુગદ્વાર બતાવતાં ઊપકમમાં અર્થ અધિકાર બે પ્રકારે છે. અધ્યયનને અર્વાધિકાર સમ્યકત્વ નામને છે તે શસપરિસ્સામાં પ્રથમ કહેલ છે, અને ઉદ્દેશાને અર્વાધિકાર અહી બતાવવા નિર્યુક્તિકાર કહે છે – पढमे सम्मावाओ, बीए धम्मप्पवाइयपरिक्खा। तइए अणवज्जतवो, न हु बालतवेण मुक्खुत्ति ।२१५॥ उद्देसंमि चउत्थे, समासवणेण णियमणं भणियं । तम्हा य नाणदंसण,तवचरणे होइ जइयव्वं ॥२१६॥ . (૧) પહેલા ઊદેશામાં સમ્યવાદ એ નામને અર્થધિકાર છે. એટલે, અવિપરીતવાદ તે સમ્યગવાદ છે, અર્થાત્ યથાઅવસ્થિત વસ્તુને બતાવવવી. (૨) બીજા ઊદ્દેસામાં ધર્મપ્રવાદિકેની પરીક્ષાને વિષય છે. એટલે, જેઓ ધર્મનું સ્વરૂપ બતાવે છે, તે ધર્મપ્રવાદિક કહેવાય. તેઓનું અયુક્ત તથા, યુક્તકથનને વિચારવું. (૩) ત્રીજામાં, અનવઘ તપનું વર્ણન છે. એટલે જે બાળતપ કરે તેવા અજ્ઞાનાં કરેલાં તપથી મોક્ષન થાય તે અહીં બતાવ્યું છે. (૨૧૫)