________________
(૭૫) (અર્થાત્ કંઈજ નથી) પણ સંસારી જીવની માફક તેમણે તે વિકલ્પને રાખે નથી.
જે આ પ્રમાણે હોય તે તેના જીવને અસંયમમાં અરતિ અને સંયમમાં આનંદ તેને હવે જોઈએ એમ સિદ્ધ થયું, તેનું આચાર્ય સમાધાન કરે છે, કે તેવું નથી અને અમારે અભિપ્રાય તમે સમજ્યા નથી, કારણ કે જેમાં રતિ અરતિના વિકલ્પને અધ્યવસાય નિષેધ કર્યો છે, તે. બીજા પ્રસંગમાં પણ રતિ અરતિ ન હોય તે જ સૂત્રકાર કહે છે, એ મહાત્માને અરતિ અને આનંદ અને દૂર થવા રૂપ છે એટલે તેમને તે આગ્રહ નથી તેથી તે “અગ્રહ” કહેવાય છે, એને ભાવાર્થ આ છે કે ઉત્તમ સાધુ શુકલ ધ્યાનથી બીજે કંઈ રતિ આનંદ કેઈ નિમિત્તે આવે તે પણ તેના આગ્રહ રહિત બને, અને તે બંનેમાં મધ્યસ્થ રહે. (સંયમ અને અસંયમ વ્યવહારથી બાહ્ય ક્રિયારૂપ છે. શુકલ ધ્યાનવાળાને તે બાહી ક્રિયાઓની શ્રેણીમાં જરૂર નથી, અને તે ધ્યાનવાળાને થડા સમયમાં કેવળ જ્ઞાન થવાનું છે. તે અપેક્ષાએ આ વચન છે કે, સંયમમાં રતિ, અસંયમમાં અરતિ ન હોય; પરંતુ શુકલધ્યાન શિવાયના બીજા આત્માથી સાધુને તે, કઈક હેય છે) ફરી ઊપદેશ આપે છે. સર્વ હાસ્ય, અથવા હાસ્યનાં કારણે તજે; અને મર્યાદામાં રહી ઈતિને કબજે રાખી લીન રહે,