________________
(૭૪) વિષય સુખને અભિલાષી ન હોય, વળી તેને બીજા કયા ગુણે હોય તે કહે છે. * પૂર્વે બાંધેલાં અશુભ ચીકણું કર્મને ક્ષપક એટલે નાસ કરનારે છે, અથવા તે ભવિષ્યમાં નાશ કરનારે થશે.(સૂત્રમાં નિસ ફા” શબ્દ છે, તેને અર્થ વર્તમાન અને ભવિ. ધ્યને લીધે છે) * કર્મ નાશ કરવાને જે મુનિ ઉદ્યમ કરે તે ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાન ધ્યાનાર મહા ગીશ્વરને સંસારના સુખ દુઃખના વિકલ્પને પણ નાશ થવાથી હવે શું થશે તે બતાવે છે. ___ का अरई के आणंदे ?, इत्थंपि अग्गहे चरे, सव्वं हासं परिचज, आलीण गुत्तो परिव्वए ?; पुरिसा! तुम मेव तुम मित्तं किं पहिया भित्तमिच्छसि ? (સૂત્ર )
ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિ અથવા ઈષ્ટ વસ્તુને નાશ. થતાં મનમાં જે વિકાર થાય તે અરતિ છે, અને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં આનંદ થાય છે, આ અરતિ કે આનંદ ચોગિના ચિત્તમાં હેત નથી, કારણ કે તે મહાત્માને ધર્મ ધ્યાન કે શુકલ ધ્યાનમાં ચિત્ત રોકાવાથી તેને સંસારી વસ્તુની અરતિ કે આનંદ ઉત્પન્ન થવાના કારણનો અભાવ છે. તેથી સૂત્રમાં કહ્યું, કે અરતિ અને આનંદ એ શું છે?