Page #1
--------------------------------------------------------------------------
________________
પૂ. સિદ્ધર્ષિ ગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા
શબ્દશઃ વિવેચન
ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ : ક્રોધ-હિંસા-સ્પર્શનેન્દ્રિય વિપાકવર્ણન
Singer pati
'વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #2
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંયા કથા
શબ્દશઃ વિવેચન (તૃતીય પ્રસ્તાવ) ભાગ-૩
એક મૂળ ગ્રંથકાર - વ્યાખ્યાતૃચૂડામણિ, માનસશાસ્ત્રવિદ પ. પૂ. શ્રી સિદ્ધર્ષિ ગણિ
- દિવ્યકૃપા * વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન દર્શનવેત્તા,
પ્રવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
ને આશીર્વાદદાતા - વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
- વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
* સંકલનકારિકા - રાખીબેન રમણલાલ શાહ
સંસ્થાના જ્ઞાનખાતામાંથી
આ પુસ્તક જ્ઞાનભંડારીશ્રીસંઘને ભેટ આપેલ છે.
તાઈ ગઈ,
- પ્રકાશક *
માતાઈ ગd.
“મૃતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ શબ્દશઃ વિવેચન
• વિવેચનકાર -
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
આવૃત્તિ : પ્રથમ
વીર સં. ૨૫૪૦ ♦ વિ. સં. ૨૦૭૦
મૂલ્ય : રૂ. ૨૪૦-૦૦
આર્થિક સહયોગ
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી પાઠશાળા
૯, ‘સિદ્ધાચલ વાટિકા', સ્મૃતિમંદિર પાસે, રામનગર, સાબરમતી, અમદાવાદ-૫. (શાંતિલાલ ગમનાજી ચેરીટેબલ ટ્રસ્ટ) અને
એક સગૃહસ્થ તરફથી
અમદાવાદ.
-
: મુખ્ય પ્રાપ્તિસ્થાન :
નકલ : ૧૦૦૦
તાથી ગ્રહ
શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com
સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.
૧૭૩
* મુદ્રક નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ
૯, પુનાજી ઈન્ડ. એસ્ટેટ, શનિદેવ મંદિર પાસે, ધોબીઘાટ, શાહપુર, અમદાવાદ-૪. ફોન : ૦૭૯-૨૫૬૨૪૯૯૯
Page #4
--------------------------------------------------------------------------
________________
પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી પાઠશાળા.
EEEEEEEEEEEEEL
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
- પ્રાપ્તિસ્થાન
* અમદાવાદ : ગીતાર્થ ગંગા ‘શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
(૦૭૯) ૨૬૪૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in
gitarthganga@gmail.com
વડોદરા : શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન', ઈ-૩૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩.
: (૦૨૮૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in
મુંબઈ : શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈટ્સ, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 8 (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦
(મો.) ૯૩૨૨૨૩૧૧૧૬ Email : jpdharamshi60@gmail.com
શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨,૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૩૨૪૩૮૪૩૪
(મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in
સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 6 (૦૨૬૧) ૩૨૨૮૧૨૩
(મો.) ૯૦૧૬૧૮૮૯૯૦
- જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, C-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. 8 (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (મો.) ૯૭૨૩૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com
* BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053.
(080) (O) 22875262 (R) 22259925 | (Mo.) 9448359925 Email : amitvgadiya@gmail.com
રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧.
(૦૨૮૧) ૨૨૩૩૧૨૦
(મો.) ૯૪૨૭૧૬૮૬૧૩ Email : shree_veer@hotmail.com
Page #7
--------------------------------------------------------------------------
________________
- પ્રકાશકીય
સુજ્ઞ વાચકો ! પ્રણામ...
અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે.
કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે.
તેવી જ રીતે.. અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે;
કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે.
અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ.
અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે.
જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી, કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધાશ પ્રગટ થયેલ છે.
અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રી સંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે.
વિદ્વાનેવ વિનાના િવિજ્જનપરિશ્રમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્રહ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે.
બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે.
જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ
Aણ છે
“મૃતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ
અને શ્રુતભક્તો
Page #9
--------------------------------------------------------------------------
________________
*
ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો
૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો
૧. આશ્રવ અને અનુબંધ
૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા
૩. ચારિત્રાચાર
૫. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો
૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો
૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ)
૩. યોગદૃષ્ટિસમુચ્ચય
૪. કર્મવાદ કર્ણિકા
૫. કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ)
૬. સદ્ગતિ તમારા હાથમાં !
૭. સદ્ગતિ આપકે હાથ મેં ! (હિન્દી આવૃત્તિ)
૮. દર્શનાચાર
૯. શાસન સ્થાપના
૧૦. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ)
૧૧. અનેકાંતવાદ
૧૨. પ્રશ્નોત્તરી
૧૩. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૪. ચિત્તવૃત્તિ
૧૫. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ)
૧૬. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ
૧૭. મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૮. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૯. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન)
8885
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૦. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૨૧. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૨૨. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૩. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૪. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૫. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય? (હિન્દી આવૃત્તિ) ૨૬. Is Jaina Order Independent Religion or Denomination ? (અંગ્રેજી આવૃત્તિ) 20. Status of religion in modern Nation State theory (zaly zhiqla) ૨૮. ગૃહજિનાલય મહામંગલકારી ૨૯. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા
संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી
૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ 3. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી આવૃત્તિ). ૫. Right to Freedom of Religion !!!!! ૬. ‘રક્ષાધર્મ' અભિયાન 9. 'Rakshadharma' Abhiyaan ૮. સેવો પાસ સંખેસરો ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃત્તિ).
સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ
Page #11
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત ______
વિવેચનના ગ્રંથો વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ. ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચના ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચના ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૭. ભિક્ષુદ્વાબિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાઢાબિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચના ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાબિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાબિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાબિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાબિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચના ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચના ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચના ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાબિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન પ૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન પ. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન
Page #13
--------------------------------------------------------------------------
________________
૫૮. ક્લેશતાનોપાયદ્વાબિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચના ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચના ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું રૂ૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચના ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા
શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પપ્નીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧
Page #14
--------------------------------------------------------------------------
________________
૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧
૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨
૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩
૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧
૯૯. વાદદ્વાત્રિંશિકા-૮ શબ્દશઃ વિવેચન
૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨
૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩
૧૦૩. સકલાહ-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન
૧૦૪. ૫ગામસિજ્જા શબ્દશઃ વિવેચન
૧૦૫. સમ્યક્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન
૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાત્રિંશિકા-૭ શબ્દશઃ વિવેચન
૧૦૭. દેવસિઅ રાઈએ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન
૧૦૮. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦, વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન
૧૧૧, શાંતસુધારસ શબ્દશઃ વિવેચન
૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન
૧૧૩. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧
૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧૬. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૧૭. વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચના ૧૧૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૯. દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચના ૧૨૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૧. તત્ત્વાર્થાધિગમસુત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૨. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨૩. ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૪. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨૫. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૬. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૭. ૧૮ પાપસ્થાનક સ્વાધ્યાય, અમૃતવેલની નાની સઝાય, “સાચો જૈન' પદ અને
વીરોની પ્રભુભક્તિ' પદ શબ્દશઃ વિવેચન ૧૨૮. સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૯. ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રથમ પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૦. ઉપમિતિભવપ્રપંચા કથા (દ્વિતીય પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩૧. ઉપમિતિભવપ્રપંચા કથા (તૃતીય પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૩
ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો
૧. ધર્મતીર્થ ભાગ-૧
૨. ધર્મતીર્થ ભાગ-૨
Page #16
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૩.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
૨૬.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
60% અનુક્રમણિકા
વિષય
સંસારીજીવનો મનુષ્યરૂપે જન્મોત્સવ અવિવેકિતાના પુત્ર વૈશ્વાનરનું વર્ણન
સંસારીજીવની વૈશ્વાનર સાથે મૈત્રી જોવાથી પુણ્યોદયની ચિંતા
પુણ્યોદયના માહાત્મ્યથી વૈશ્વાનરનો પ્રભાવ
કલાગ્રહણ અને કલાચાર્ય પ્રતિ અવિનય
સંસારીજીવ નંદિવર્ધનને વૈશ્વાનરમાં સ્થિર અનુરાગ
સંસારીજીવ નંદિવર્ધનને વૈશ્વાનર વડે અપાયેલ કૂચિત નામના વડાં
પિતાની ચિંતા
કલાચાર્યને નિવેદન
કલાચાર્ય વડે નંદિવર્ધનને બતાવાયેલ વૈશ્વાનરના સંગનો દોષ
વૈશ્વાનરની મૈત્રીના ત્યાગનો ઉદ્યમ
ચિત્તસૌંદર્યમહાનગરનું વર્ણન
શુભપરિણામ રાજા
નિપ્રકંપતા મહાદેવી
શુભપરિણામ રાજાની પુત્રી ક્ષાંતિનું વર્ણન
વૈશ્વાનરના સંસર્ગના ત્યાગનો ઉપાય : ક્ષમા સાથે લગ્ન
ક્ષમા રાજપુત્રીનું લગ્ન કર્મપરિણામરાજાને આધીન
જર
જિનમતના જાણકાર વડે કહેવાયેલ ચિત્તની સ્વસ્થતાનું કારણ
નંદિવર્ધનકુમારના અભિપ્રાયને જાણવા માટે રાજા દ્વારા કરાવાયેલો પ્રયાસ સ્પર્શનેન્દ્રિયના પ્રભાવ દર્શક કથા; મનીષી અને બાલને સ્પર્શનનો સંપર્ક સદાગમના આદેશથી ભવ્યનો સ્પર્શનની મંત્રીનો ત્યાગ
મનીષિ અને બાલની સ્પર્શન સાથે બાહ્ય અને અંતર છાયા વડે મૈત્રી કર્મવિલાસરાજા અને અકુશલમાલાનો અભિપ્રાય શુભસુંદરી રાણીનું ચિંતન
સ્પર્શનની મૂલશુદ્ધિને જાણવા માટે પ્રભાવનું અટન રાજચિત્તનગરમાં રાગકેસરીરાજા અને વિષયાભિલાષ મંત્રી વિષયાભિલાષ મંત્રીના સ્પર્શન આદિ પાંચ પુરુષો
સંતોષના જય માટે યુદ્ધનો પ્રારંભ
રાગકેસરીના પિતા – મહામોહનું સામર્થ્ય
મહામોહ, રાગકેસરી અને વિષયઅભિલાષનું યુદ્ધ માટે પ્રસ્થાન
પાના નં.
૧
૩
૪
૭
૯
૧૧
૧૨
૧૫
૧૭
૧૭
૧૮
૨૧
૨૪
૨૭
૩૧
૩૭
૪૦
૪૨
૪૫
8 8 8 2 2 8 8 & & &
૪૬
૪૮
૫૩
૫૭
५०
૬૨
૩૪
૬૫
૭૦
૭૨
७८
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | અનુક્રમણિકા
ક્રમ
વિષય
પાના નં.
૩૧.
૩૨.
૯૯ ૧૦૩ ૧૦૪ ૧૦૬ ૧૦૭
૧૦૮
૧૧૦
૧૧૧ ૧૧૬ ૧૨૩
સ્પર્શનને સદાગમના અનુચર એવા સંતોષથી ભય સ્પર્શનવિષયક મનીષીનું ચિંતન સ્પર્શનની યોગશક્તિનો બાલ ઉપર પડેલો પ્રભાવ જ્યારે મનીષીની સાવધાની બાલની સ્પર્શન વિષયક કિંકરતા અકુશલમાલા અને શુભસુંદરીનો અભિપ્રાય સ્પર્શન આસક્ત બાલની અપ્રજ્ઞાપનીયતા પુત્ર મધ્યમબુદ્ધિને સામાન્યરૂપાદેવીનો સ્પર્શન વિષયક મધ્યસ્થતાનો અતિદેશ કાલવિલંબમાં બે યુગલનો વાર્તાલાપ, મુગ્ધ અને અકુટિલાની ક્રીડા કાલજ્ઞ અને વિચક્ષણાદેવી વડે મુગ્ધના અકુટિલરૂપનું ગ્રહણ ઋજુ આદિનો મિથુનદ્રય જોવામાં આનંદ કાલજ્ઞ અને વિચક્ષણાનું ચિંતન પ્રતિબોધક આચાર્યનો ઉપદેશ વિચક્ષણા અને કાલજ્ઞનો પશ્ચાત્તાપ ભોગતૃષ્ણાનું સ્વરૂપ ભોગતૃષ્ણાના પ્રતિવિધાનનો ઉપાય અજ્ઞાનનું માહાભ્ય આર્જવનું કાર્ય ઋજુરાજા આદિની દીક્ષા કાલજ્ઞ અને વિચક્ષણાનો વાર્તાલાપ અકુશલમાલાની યોગશક્તિ વસંતઋતુનું સ્વરૂપ બાલ વડે કરાયેલ દેવશયાનો ઉપભોગ રાણીનો સ્પર્શ બાલની મદનકંદલી રાણી મેળવવાની ઇચ્છા દેવશધ્યાના અધિપતિ વ્યંતરદેવ દ્વારા બાલને કરાયેલ પીડાનું વર્ણન બાલની સ્થિતિ અને મધ્યમની ચિંતા મધ્યમનો બાલને નિષ્ફળ ઉપદેશ અપહૃત બાલની પાછળ દોડતા મધ્યમની સ્થિતિ હોમ માટે અપહત-દુઃખિત બાલની મુક્તિ બાલનો વૃત્તાંત મનીષીનો પ્રવેશ મનીષી વડે અપાયેલ ઉપદેશ
૧૨૮
૧૩૦ ૧૩૬ ૧૪૦ ૧૪૬
૫૧.
૧૪૭
૧૫૧ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૯ ૧૬૦
૧૬૨
૧૬૩
૬૧.
૧૬૬
૧૨.
૧૬૬
Page #18
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | અનુક્રમણિકા
ક્રમ
૬૩.
૬૪.
૬૫.
૬૬.
૬૭.
૬૮.
૬૯.
૭૦.
૭૧.
૭૨.
૭૩.
૭૪.
૭૫.
૭૬.
૭૭.
૭૮.
૭૯.
૮૦.
૮૧.
૮૨.
૮૩.
૮૪.
૮૫.
૮૬.
૮૭.
૮૮.
૮૯.
૯૦.
૯૧.
૯૨.
૯૩.
૯૪.
મનીષી અને મધ્યમબુદ્ધિની સંગતિ
મનીષી આદિની અવસ્થા
લોકનો અભિપ્રાય
વિષય
મધ્યમબુદ્ધિનો બોધ
સ્પર્શન અને અકુશલમાલા રાણી દ્વારા બાલની કરાયેલ ઉપબૃહણા
રાજકુલમાં પ્રવિષ્ટ એવા બાલની ચેષ્ટા
શત્રુમર્દન રાજા વડે કરાયેલ બાલની વિડંબના અને મૃત્યુદંડ અગૃહીતસંકેતાનો સંદેહ
મધ્યમબુદ્ધિનું ચિંતન
પ્રબોધનરતિ આચાર્યનો સમાગમ
કર્મવિલાસ રાજાનો મનીષિનો પક્ષપાત
શુભસુંદરીની યોગશક્તિ
મનીષી આદિ ત્રણને આચાર્યભગવંતનો સમાગમ
સુબુદ્ધિ વડે પ્રેરિત રાજાનું સપરિવાર આગમન
સુબુદ્ધિ વડે કરાયેલ જિનસ્તુતિ
આચાર્ય વડે કરાયેલ ધર્મદેશના
ધર્મની ઉપાદેયતા
ઇન્દ્રિયનું સ્વરૂપ
ઉત્કૃષ્ટતમ આદિ ચારમાં ઉત્કૃષ્ટતમનું સ્વરૂપ
મનીષીના ચિત્તનો સંકલ્પ
બાલની બાલતા
ઉત્કૃષ્ટપુરુષનું સ્વરૂપ મધ્યમપુરુષનું સ્વરૂપ
જઘન્યપુરુષનું સ્વરૂપ
ઉત્કૃષ્ટતમ મનુષ્ય આદિના પિતા વગેરે
ઉત્કૃષ્ટપુરુષ આદિની પરિવર્તનશીલ અવસ્થા
મનીષી અને મધ્યમની અનુક્રમે દીક્ષા તથા ગૃહીધર્મની ઇચ્છા
બાલનું આચરણ
આચાર્ય વડે દર્શાવાયેલ બાલચેષ્ટાનો હેતુ
નિરુપક્રમકર્મને વશ પડેલાઓની અવસ્થાનું સ્વરૂપ
બાલના ભવિષ્યનું ચારિત્ર
અકુશલમાલા અને સ્પર્શનના નિગ્રહની આજ્ઞા
પાના નં.
૧૬૮
૧૭૯
૧૭૧
૧૭૨
૧૭૭
૧૭૯
૧૮૦
૧૮૩
૧૮૪
૧૮૭
૧૮૭
૧૮૮
૧૯૦
૧૯૩
૧૯૬
૨૦૧
૨૦૨
૨૦૪
૨૦૭
૨૧૦
૨૧૩
૨૧૯
૨૨૩
૨૨૮
૨૩૩
૨૩૫
૨૩૫
૨૩૮
૨૩૯
૨૪૨
૨૪૩
૨૪૮
3
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | અનુક્રમણિકા
ક્રમ
વિષય
પાના નં.
૨૫૦ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૯ ૨૬૧
૨૬૨
૨૬૮
૨૬૯
૨૭૨ ૨૭૫ ૨૭૬
૨૭૯
૯૫. અપ્રમાદયંત્રનું સ્વરૂપ ૯૬. મનીષી વડે કરાયેલ ભાવદીક્ષાની વિનંતી ૯૭. આચાર્ય દ્વારા શત્રુમર્દનરાજાને મનીષીના પરિચયનું કથન ૯૮. કર્મવિલાસરાજાનું સાચું રાજાપણું ૯૯. રાજા અને મધ્યમબુદ્ધિ વડે ગ્રહણ કરાયેલ ગૃહીધર્મ ૧૦૦. દ્રવ્યસ્તવના વિષયમાં મુનિની મર્યાદા ૧૦૧. મનીષીની દીક્ષાનો મહોત્સવ ૧૦૨. ભગવાનનો અભિષેક મહોત્સવ ૧૦૩. રાજા દ્વારા કરાયેલ ઘોષણા ૧૦૪. મનીષીનો ગૃહપ્રવેશ, સ્નાન આદિ સન્માન પ્રાપ્તિ ૧૦૫. ભોજનનો કાર્યક્રમ ૧૦૬. રાજા, મંત્રી અને મનીષીની ધર્મચર્ચા ૧૦૭. મધ્યમબુદ્ધિનો ગુણાનુવાદ તથા રાજાનું ચિંતન ૧૦૮. બાલની ચેષ્ટાવિષયક રાજાનું આશ્ચર્ય ૧૦૯. નિજવિલસિત ઉદ્યાનનું માહાત્મ ૧૧૦. કર્મવિલાસરાજા વગેરેના સ્વરૂપનું કથન ૧૧૧. રાજાની મનીષિની દીક્ષા સંબંધી વિલંબની ઇચ્છા અને મંત્રી દ્વારા કરાયેલ અનુશાસન ૧૧૨.
નૈમિત્તિકનું આહ્વાન અને આષ્ટાહ્નિકા મહોત્સવ ૧૧૩. આડંબર સહિત દીક્ષા માટે ગમન ૧૧૪. રાજા વગેરેની દીક્ષાની પરિણતિ ૧૧૫. | દીક્ષિતોને ગુરુનો ઉપદેશ ૧૧૬. | ગુરુની સાથે શત્રુમર્દન રાજર્ષિ દ્વારા કરાયેલ પ્રશ્નોત્તરો ૧૧૭. વિદુરનો ઉપદેશ ૧૧૮. વૈશ્વાનરના પ્રભાવથી કુમારની દુશ્લેષ્ટા ૧૧૯. નંદિવર્ધનનું યૌવન ૧૨૦. કનકશેખરનું આગમન અને મૈત્રી ૧૨૧.
દત્તસાધુના ઉપદેશથી શ્રાવકધર્મનું ગ્રહણ ૧૨૨. જિનશાસનનો સાર ૧૨૩.
| સાધર્મિક વાત્સલ્યનો આરંભ ૧૨૪. દુર્મુખ નામના મંત્રી વડે કરાયેલ પૈશુન્ય ૧૨૫. કુમાર અને દુર્મુખ મંત્રીનો વિવાદ ૧૨૬. | દુર્મુખ મંત્રીનું કપટ
૨૮૨ ૨૮૩ ૨૮૫ ૨૮૮ ૨૯૨ ૨૯૩ ર૯૮ ૩૦૫ ૩૦૮
૩૨૦ ૩૨૧
૩૨૩ ૩૨૪ ૩૨૬ ૩૨૯
ઇ છે
?
ઇ છે
?
છે
?
૩૪૨
Page #20
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | અનુક્રમણિકા
ક્રમ
વિષય
પાના નં.
૩૪૨ ૩૪૫ ૩૪૭ ૩૫૧ ૩૫૪ ૩૫૩
૧૨૭. | પિતા વડે કરાયેલ દુર્મુખની દુચેષ્ટાની અનુમતિ તથા પીડિત કુમારનો નગર ત્યાગ ૧૨૮. નંદિવર્ધનકુમારને ન જોવાથી વિહ્વળ થયેલ રાજા અને રાણીની અવસ્થાનું વર્ણન ૧૨૯. વિમલાનના અને રત્નાવતીનું સ્વયંવર માટે આગમન ૧૩૦. | રૌદ્રચિત્તનગરનું વર્ણન ૧૩૧. | દુષ્ટ અભિસંધરાજાનું વર્ણન ૧૩૨. | નિષ્કરુણતાદેવીનું સ્વરૂપ ૧૩૩. | હિંસા નામની કન્યાનું માહાસ્ય ૧૩૪. | તામસચિત્તનગરના દ્રષગજેન્દ્રરાજાની પત્ની અવિવેકિતા ૧૩૫. | નંદિવર્ધનની સાથે હિંસાનો વિવાહ ૧૩૬. પ્રવરસેનની સાથે યુદ્ધ ૧૩૭. | ઉભયનો ઉભયની સાથે વિવાહ ૧૩૮. પત્નીઓનું અપહરણ તથા સમરસેન, દ્રમ અને વિભાકરની સાથે યુદ્ધ ૧૩૯. યુદ્ધનું વર્ણન ૧૪૦. કનકશેખરની મહાનુભાવતા ૧૪૧. પ્રાપ્ત કરેલ જય અને નગર પ્રવેશ ૧૪૨. કનકમંજરીનો પ્રણય ૧૪૩. નંદિવર્ધનની વિરહ અવસ્થા ૧૪૪. તેતલિ વડે કરાયેલ પરિહાસ ૧૪૫. કપિંજલ વડે કહેવાયેલ વૃત્તાંતની ઉક્તિ ૧૪૬. કનકમંજરીની પરિસ્થિતિનું વર્ણન ૧૪૭. કનકમંજરીના ઉપચારનો આરંભ ૧૪૮. રતિ-મન્મથ વિષયક સંબંધ ૧૪૯. કનકમંજરીનું ગમન થયે છતે કુમારની અવસ્થા ૧૫૦. ગોધૂલિમાં લગ્ન ૧૫૧. | વૈશ્વાનર અને હિંસાથી પ્રભાવિત થયેલ નંદિવર્ધનકુમારની ચેષ્ટાઓ ૧૫૨.
કનકશેખર વડે સૂચિત દોષય ૧૫૩. નંદિવર્ધનની ધૃષ્ટતા ૧૫૪. વંગપતિએ કરેલ જયસ્થલમાં આક્રમણ અને નંદિવર્ધનનું ત્યાં ગમન ૧૫૫. યવનરાજાનો પરાજય અને મરણ ૧૫૬. | માતાપિતાનું મિલન અને પીરજન વડે કરાયેલ હર્ષોત્સવ ૧૫૭.
કુમારના શિકારરૂપ વ્યસનથી ઉદ્વિગ્ન થયેલ પિતૃવર્ગ ૧૫૮. | | જિનમત વડે દર્શાવાયેલ ઉપાય તથા ચારુતાદેવીનું વર્ણન
૩૫૮ ૩૬૩ ૩૬૪ ૩૬૬ ૩૬૮ ૩૬૯ ૩૭૦ ૩૭૨ ૩૭૩ ૩૭૮ ૩૮૦
૩૮૧
૩૮૪
૩૮૬ ૩૮૯ ૩૯૪ ૩૯૯
૪૦૦
४०३ ૪૦૫ ૪૦૭ ४०८ ૪૧૦ ૪૧૨ ૪૧૫ ૪૧૯
Page #21
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | અનુક્રમણિકા
ક્રમ
વિષય
પાના નં.
૪૨૩ ૪૨૮ ૪૨૯ ૪૩૧
૧૩૩.
૪૩૪ ૪૩૫
૧૬૫.
૪૩૧
૧૧૭.
૧૫૯. દયાના પ્રભાવનું કથન ૧૬૦. દયા પ્રાપ્તિનો ઉપાય ૧૬૧. નંદિવર્ધનનું યુવરાજ તરીકે સ્થાપન અને ફુટવચન નામના દૂતનું આગમન ૧૬૨. | ફુટવચન દૂત અને નંદિવર્ધનનો વિવાદ તથા કુટુંબનો સંહાર
| નગરનો દાહ ૧૧૪. નિંદિવર્ધન અટવીને વિશે ચોરને આધીન
કનકપુરમાં બંદી તરીકે ગમન ૧૯ક. વિભાકર વડે દર્શાવાયેલ સ્નેહ તથા નંદિવર્ધન વડે તેનો વધ
નંદિવર્ધન દ્વારા કનકશેખરને મારવાની ચેષ્ટા ૧૩૮. દેવતાના પ્રભાવથી અંબરીષ અર્થાતુ ચોરની વચ્ચે પ્રક્ષેપ ૧૧૯. શાર્દૂલપુરની બહારના ઉદ્યાનમાં કેવલીનું આગમન ૧૭૦. અરિદમન રાજા વડે કરાયેલ વંદન આદિ વિધિ ૧૭૧. ધર્મની દુર્લભતાની દેશના
રાજા દ્વારા જયસ્થલ સંબંધી પ્રશ્ન
કેવલી એવા આચાર્ય દ્વારા રાજાના પ્રશ્નનું સમાધાન ૧૭૪. હિંસા અને વૈશ્વાનર વડે કદર્થિત થયેલ નંદિવર્ધનની ચેષ્ટાનું કથન ૧૭૫. પુણ્યોદય ભાવ અને અભાવ કૃત વૈચિત્ર્ય ૧૭૬. સર્વસંસારી જીવોનો પ્રાયઃ સમાન વ્યતિકર ૧૭૭. જૈનધર્મની દુર્લભતા અને વિરાધના કરનારની મૂર્ખતા ૧૭૮. કેવલીની દેશનાનું શ્રવણ છતાં નંદિવર્ધનને બોધનો અભાવ ૧૭૯. સર્વજીવોના ત્રણ પ્રકારના કુટુંબ
સાધુઓનું અતિનિર્ગુણ કર્મ ૧૮૧. બીજા કુટુંબના ત્યાગમાં ત્રીજા કુટુંબના ત્યાગની સફળતા ૧૮૨. | રાજાની સાધુઓની જેમ અતિનિર્ગુણ કર્મ કરવાની ઇચ્છા ૧૮૩. વિમલનો અભિપ્રાય અને શ્રીધરની રાજ્યમાં સ્થાપના ૧૮૪. | નંદિવર્ધન અને ધરાધરનું યુદ્ધ તથા (ધરાધરનું) મરણ ૧૮૫. | નંદિવર્ધનનું છઠી નરકમાં ગમન અને પીડાનું વર્ણન ૧૮૬. | નંદિવર્ધનને પુણ્યોદયથી સિદ્ધાર્થપુરમાં માનવ જન્મની પ્રાપ્તિ
૪૩૭ ४४० ૪૪૧ ૪૪૨ ૪૪૬ ४४९ ૪૫૧ ૪૫ર ૪૫૪ ૪૫૬
૧૭૩.
૪૫૮
૪૬૧
20.
૪૬૫ ૪૬૩ ૪૭૦ ૪૭૭ ૪૮૦
४८३
૪૯૧
૪૯૨
Page #22
--------------------------------------------------------------------------
________________
પૂ. સિદ્ધર્ષિ ગણિ વિરચિત
ઉપમિતિભવપ્રપંચા કથા
શબ્દશઃ વિવેચન
भाग-3
તૃતીય પ્રસ્તાવ : ક્રોધ-હિંસા-સ્પર્શનેન્દ્રિય વિપાકવર્ણન
श्लोक :
अर्हं नमः ।
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । एँ नमः ।
:
भवप्रपञ्चस्तिर्यक्षु वर्त्तमानस्य देहिनः । एष प्रोक्तो मनुष्यत्वे, यत्स्यात्तदधुनोच्यते । । १ । ।
શ્લોકાર્થ
તિર્યંચમાં રહેલા જીવનો આ ભવપ્રપંચ કહેવાયો=બીજા પ્રસ્તાવમાં કહેવાયો. મનુષ્યપણામાં જે थाय= लवप्रपंच थाय, ते हवे हेवाय छे. ॥१॥
जन्ममहोत्सवः
संसारिजीव उवाच-ततोऽहं भद्रे ! अगृहीतसङ्केते ! समास्वादितैकभववेद्यगुटिकः प्रवृत्तो गन्तुम् । इतश्चास्त्यस्यामेव मनुजगतौ नगर्यां भरताभिधानः पाटकः, तस्य च विशेषकभूतमस्ति जयस्थलं नाम नगरम् तत्र च महानृपतिगुणसंपदालिङ्गितमूर्त्तिः पद्मो नाम राजा, तस्य च रतिरिव मकरकेतनस्य नन्दा नाम प्रधानदेवी । ततोऽहं तस्याः कुक्षौ प्रवेशितो भवितव्यतया, स्थितस्तत्रोचितकालं, निर्गतः सह पुण्योदयेन दृष्टो नन्दया, संपन्नस्तस्याः पुत्रो मम जात इत्यभिमानो, निवेदितः प्रमोदकुम्भाभिधानेन दासदारकेण नरपतये, प्रादुर्भूतः सुतो मे इति समुत्पन्नस्तस्याप्यनुशयः हर्षविशेषादुल्लसितो गात्रेषु पुलकोद्भेदः, दापितं निवेदकदारकाय पारितोषिकं, समादिष्टो मज्जन्ममहोत्सवः । ततो दीयन्ते
Page #23
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ महादानानि, मुच्यन्ते बन्धनानि, पूज्यन्ते नगरदेवताः, क्रियन्ते हट्टद्वारशोभाः, शोध्यन्ते राजमार्गाः, आहन्यन्ते आनन्दभेर्यः, आगच्छन्ति विशेषोज्ज्वलनेपथ्या राजकुले नागरकलोकाः, विधीयन्ते तदुपचाराः, प्रयुज्यन्ते समाचाराः, आस्फाल्यन्ते तूर्यसंघाताः, गीयन्ते धवलमङ्गलानि, नृत्यन्ति ललनालोकाः सह कञ्चुकिवामनकुब्जादिभिर्नरेन्द्रवृन्देनेति । ततश्चैवं वृत्ते महानन्दे जन्ममहोत्सवे अतिक्रान्ते मासे तिरोधाय संसारिजीव इत्यभिधानं प्रतिष्ठितं मे नन्दिवर्द्धन इति नाम, जातो ममाप्यहमनयोः पुत्र इत्यभिमानः, ततो जनयन्नानन्दं जननीजनकयोः पञ्चभिर्धात्रीभिर्लालितः संपन्नोऽहं त्रिवार्षिकः ।
સંસારીજીવનો મનુષ્યરૂપે જન્મોત્સવ સંસારી જીવ કહે છેઃઅનુસુંદર ચક્રવર્તીના જીવે અગૃહીતસંકેતા સન્મુખ પોતાનું અત્યાર સુધીનું ચરિત્ર કહ્યું, હવે આગળનું ચરિત્ર કહે છે, ત્યારપછી હાથીના ભવમાં ગુટિકા જીર્ણ થઈ અને ભવિતવ્યતાએ પુણ્યોદય સહિત નવી ગુટિકા આપી ત્યારપછી, હે ભદ્ર ! અગૃહીતસંકેતા ! સમાસ્વાદિત કરેલ છે એક ભવધ ગુટિકા જેણે એવો હું જવા માટે પ્રવૃત્ત થયો અને આ બાજુ આ જ મનુષ્યગતિ નગરીમાં ભરત નામનો પાડો છે, અને તેના વિશેષકભૂત=ભરત નામના પાડાના તિલકભૂત, જયસ્થલ નામનું નગર છે. અને ત્યાંeતે નગરમાં, મહાનૃપતિગુણની સંપત્તિથી આલિંગિતમૂર્તિવાળા પદ્મ નામના રાજા છે અને તેને કામને રતિની જેમ નંદાનામની પ્રધાનદેવી છે, તેથીકતે ગુટિકાના પ્રભાવથી મેં ગમતનો પ્રારંભ કર્યો તેથી, હું ભવિતવ્યતા વડે તેની કુક્ષિમાં પ્રવેશ કરાવાયો, ત્યાં=નંદાની કુક્ષિમાં, ઉચિતકાળ રહેલો, પુણ્યોદયની સાથે બહાર નીકળ્યો કુક્ષિમાંથી બહાર નીકળ્યો, વંદા વડે જોવાયો. મને પુત્ર થયો એ પ્રકારે તેણીને અભિમાન થયું, પ્રમોદકુંભ નામના દાસપુત્ર વડે રાજાને નિવેદન કરાયું=નંદાને પુત્ર થયો છે એ પ્રમાણે નિવેદન કરાયું, મને પુત્ર થયો એ પ્રકારે તેને પણ પ્રમોદ થયો. હર્ષવિશેષથી ગાત્રોમાં પુલકનો ઉભેદ ઉલ્લસિત થયો. નિવેદન કરનારા દાસપુત્રને પારિતોષિક અપાયું, મારા જન્મમહોત્સવનો આદેશ કરાયો, તેથી મહાદાનો અપાય છે. બંધનો મુકાય છે=કેદખાનામાં રહેલા બંદીઓ મુકાય છે. નગરદેવતાઓ પૂજાય છે, બજારદ્વારની શોભા કરાય છે. રાજમાર્ગો શોધન કરાય છે. આનંદની ભેરીઓ વગાડાય છે. વિશેષ ઉજ્જવલ વસ્ત્રવાળા નગરના લોકો રાજકુલમાં આવે છે, તેના ઉપચારો કરાય છે રાજમહેલમાં જે લોકો આવે છે તેને ઉચિત આદરસત્કાર કરાય છે. સમાચારો પ્રયોજન કરાય છે=નગરમાં રાજપુત્ર જન્મ્યો છે એ પ્રકારના સમાચારો ઠેર ઠેર કહેવાય છે. વાજિંત્રોના સંઘાતો આસ્ફાલિત કરાય છે. ધવલમંગલો ગવાય છે. કંચુકી, વામન કુમ્ભાદિ સાથે અને નરેન્દ્રવદની સાથે સ્ત્રીલોક નૃત્ય કરે છે. તેથી આવા પ્રકારનો મહાનંદરૂપ જન્મમહોત્સવ થયે છતે, એક મહિનો અતિક્રાંત થયે છતે, સંસારી જીવ એ પ્રકારનું નામ તિરોધાન કરીને નંદિવર્ધન એ પ્રકારનું નામ પ્રતિષ્ઠિત કરાયું, મને પણ આ બેનો હું પુત્ર છું એ પ્રકારનું અભિમાન થયું, ત્યારપછી માતપિતાને આનંદિત કરતો પાંચ ધાત્રીઓથી લાલિત થયેલો ત્રણ વર્ષનો હું પ્રાપ્ત થયો.
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
अविवेकितापुत्रवैश्वानरस्य वर्णनम् मम चासंव्यवहारनगरादारभ्य सकलं कालं द्विविधः परिकरोऽनुवर्त्तते, तद्यथा-अन्तरङ्गो बहिरङ्गश्च तत्रान्तरङ्गपरिकरमध्येऽस्ति ममाऽविवेकिता नाम ब्राह्मणजातीया धात्री, साऽपि प्रसूता मज्जन्मदिने, जातो दारकः, प्रतिष्ठितं तस्य नाम वैश्वानर इति । स चादित एवारभ्यानभिव्यक्तरूपतयाऽऽसीदेव, केवलमधुनाऽभिव्यक्तरूपः संपन्नः । ततो मयाऽसौ सह धारयन् वैरकलहाभिधानौ विषमविस्तीर्णी चरणौ, दधानः परिस्थूलकठिनह्रस्वासूयाभिधाने जङ्घ, समुद्वहन्ननुशयानुपशमनामानौ विषमप्रतिष्ठितावूरू, बिभ्राणः पैशुन्यसंज्ञकमेकपाोन्नतं कटितटं, दर्शयन् परमर्मोद्-घट्टननामकं वक्त्रं, विषमं लम्बमुदरं, कलितोऽन्तस्तापनामकेनातिसङ्कटेनोरःस्थलेन, युक्तः क्षारमत्सरसंज्ञाभ्यां विषमपरिह्रस्वाभ्यां बाहुभ्यां, विराजमानः क्रूरतारूपया वक्रया सुदीर्घया च शिरोधरया, विडम्ब्यमानोऽसभ्यभाषणादिरूपैर्वर्जितदन्तच्छदैविरलविरलैर्महभिर्दशनैः, विगोप्यमानश्चण्डत्वासहनत्वनामकाभ्यां शुषिरमात्ररूपाभ्यां कर्णाभ्यां, उपहास्यस्थानं तामसभावसंज्ञया स्थानमात्रोपलक्ष्यमाणयाऽतिचिपिटया नासिकया, बिभ्रद्भासुरतां रौद्रत्वनृशंसत्वसंज्ञाभ्यामतिरक्ततया गुजार्द्धसंनिभाभ्यां वर्तुलाभ्यां लोचनाभ्यां, विनाट्यमानोऽनार्याचरणसंज्ञकेन महता त्रिकोणेन शिरसा, यथार्थीकुर्वाणो वैश्वानरतां परोपतापसंज्ञकेनातिपिङ्गलतया ज्वालाकलापकल्पेन केशभारेण दृष्टो वैश्वानरो ब्राह्मणदारक इति ।
અવિવેકિતાના પુત્ર વૈશ્વાનરનું વર્ણન અને અસંવ્યવહાર નગરથી માંડીને મને સકલકાલ બે પ્રકારનો પરિવાર વર્તે છે=અનાદિકાળથી મારો આત્મા અસંવ્યવહાર તગરમાં હતો ત્યારે પણ હું અનેક જીવો સાથે પિંડીભૂત થઈને એક શરીરમાં કે પૃથ્વીકાય આદિમાં પરસ્પર સંશ્લેષવાળા શરીરમાં હતો ત્યારે તે મારો બહિરંગ પરિકર હતો અને વર્તમાનના ભવમાં માતા-પિતા સ્વજન આદિ બહિરંગ પરિકર છે અને પૂર્વના ભવોમાં અંતરંગ અનેક પ્રકારના કષાયના પરિણામરૂપ મારો અંતરંગ પરિવાર હતો અને વર્તમાન ભવમાં પણ એ જ પ્રકારે અનેક પ્રકારનો અંતરંગ પરિકર છે તેથી સંસારમાં સકલકાલ બે પ્રકારનો પરિવાર અનુવર્તન પામે છે. તે આ પ્રમાણે – અંતરંગ અને બહિરંગ એમ બે પ્રકારનો પરિકર છે. ત્યાં=બે પ્રકારના પરિકરમાં, અંતરંગ પરિકરમાં મારી અવિવેકતા નામની બ્રાહ્મણજાતિ ધાત્રી છે, તે પણ મારા જન્મદિવસે પ્રસૂત થઈ=પુત્ર થયો=અવિવેકતાનો પુત્ર થયો, તેનું વૈશ્વાનર એ પ્રમાણે નામ પ્રતિષ્ઠિત કરાયું અને તે=વૈશ્વાનર, આદિથી જ માંડીને અવ્યવહારરાશિ આદિ સર્વભવોમાં અભિવ્યક્તરૂપપણાથી હતો જ, કેવલ હમણાં=રાજપુત્રના ભવમાં, અભિવ્યક્તરૂપે પ્રાપ્ત થયો, તેથી વૈરકલહ નામના વિષમ વિર્તીણ બે ચરણોને ધારણ કરતો, પરિસ્થલ કઠિન હુસ્વઈષ્ય અને અસૂયા નામના બે જંઘાને
Page #25
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ધારણ કરતો, અનુશયન અને અનુઉપશમ નામના બે વિષમ પ્રતિષ્ઠિત બે ઉને વહન કરતો, પશુન્ય સંજ્ઞક એક પાર્શ્વ ઉન્નત કટિતટને ધારણ કરતો, પરના મર્મના ઉદ્ઘટ્ટન નામના વક્ત વિષમ એવા લાંબા ઉદરને બતાવતો, અંતસ્તાપ નામના અતિસંકટ ઉરઃસ્થલથી સહિત, ક્ષારમસરસંજ્ઞાવાળી વિષમ ટૂંકી બે બાજુથી યુકત, શૂરપણા રૂપ વક્ર અને સુદીર્ઘ શિરોધરાથી શોભતો, અસભ્યભાષણ આદિરૂપ અને દાંતનો છદ=હોઠ રહિત, વિરલ વિરલ એવા મોટા દાંતોથી વિડંબના પામતો, ચંડત્વ અને અસહતત્વ નામના શુષિરમાત્ર રૂપ=છિદ્ર માત્રરૂપ, બે કર્મોથી વિગોપ્યમાન=વિડંબના પામતો, તામસભાવ સંજ્ઞારૂપ સ્થાનમાત્રથી જણાતી અતિચિપટનાસિકાથી ઉપહાસનું સ્થાન રૌદ્રત્વ અને નૃશંસત્વ સંજ્ઞાથી અતિરિક્તપણારૂપે=દેહથી અતિરિક્તપણારૂપે, ચણોઠી જેવા વર્તુલ આકારવાળાં બે લોચનોથી ભાતુરતાને ધારણ કરતો, અનાર્ય આચરણ સંજ્ઞક મોટા ત્રિકોણ મસ્તક વડે વિડંબના કરાતો, પરોપતાપ સંજ્ઞાવાળા અતિ પિંગલપણાને કારણે વાલાના સમૂહ જેવા કેશભાર વડે વૈશ્વાનરતાને યથાર્થ કરતો, મારી સાથે આ વૈશ્ચાતર નામનો બ્રાહ્મણપુત્ર જોવાયો.
वैश्वानरमैत्रीदर्शनेन पुण्योदयस्य चिन्ता ततोऽनादिपरिचयादाविर्भूतो मम तस्योपरि स्नेहः, गृहीतो मित्रबुद्ध्या, न लक्षिता परमार्थशत्रुरूपता अविवेकितापुत्रोऽयमिति संपन्नाऽस्योपरि गाढमन्तरङ्गपरिजनतया हितकारी ममायमिति बुद्धिः ।
સંસારીજીવની વૈશ્વાનર સાથે મૈત્રી જોવાથી પુણ્યોદયની ચિંતા તેથી અનાદિ પરિચયને કારણે સંવ્યવહારરાશિમાં પણ અવ્યક્ત રૂપે તેની સાથે પરિચય હોવાને કારણે મને તેના ઉપર સ્નેહ ઉત્પન્ન થયો. મિત્રબુદ્ધિથી ગ્રહણ કરાયો. પરમાર્થશત્રુરૂપતા જણાઈ નહીં=મારા વડે જણાઈ નહીં. અવિવેકતાનો આ પુત્ર છે એથી આના ઉપર=વૈશ્વાનર ઉપર, અંતરંગ પરિજનપણાને કારણે આ મારો હિતકારી છે એ પ્રકારની ગાઢબુદ્ધિ થઈ. ભાવાર્થ -
હાથીના ભવ પછી સંસારી જીવ મનુષ્યગતિમાં જયસ્થલ નામના નગરમાં રાજપુત્ર થાય છે તે વખતે તેની સાથે પુણ્યોદય મિત્ર આવ્યો છે તેથી રાજકુમાર તરીકે તેનો જન્મ મહોત્સવ થાય છે. રાજા વગેરે સર્વ જીવોને તેના પ્રત્યે પ્રીતિ થાય છે તે સર્વનું કારણ હાથીના ભવમાં શુભ અધ્યવસાયથી બાંધેલ પુણ્ય હતું. તેના કારણે વર્તમાનના ભવમાં મનુષ્યરૂપે રાજ કુળમાં જન્મે છે. વળી, તેની સાથે જેમ બહિરંગ માતા-પિતા વગેરે પરિવાર છે, તેમ અંતરંગ પરિવાર પણ છે, તેમાં અવિવેકતા નામની તેની ધાત્રી છે, એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે જીવને વિપર્યાસ વર્તે છે, ત્યારે આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે, આત્માનું હિત શું છે તે વિષે નંદિવર્ધનને વિવેક નથી, તેથી તેનામાં રહેલ અવિવેકારૂપ જે પરિણામ છે તે જ તેનું પાલન કરનાર ધાત્રી છે અને તેને વૈશ્વાનર નામનો પુત્ર થયો એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે વૈશ્વાનર શબ્દ અગ્નિનો વાચક છે અને નંદિવર્ધનના અંતરંગ પરિવારમાં અવિવેકતાને કારણે તીવ્ર ક્રોધનો પરિણામ થયો
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ છે જે વૈશ્વાનર સ્વરૂપ છે, તેથી રાજપુત્ર તરીકે જમ્યા પછી બાલ્યકાળથી જ ક્રોધી સ્વભાવને કારણે તેના આત્મામાં જે જે ભાવો થાય છે તે સર્વ ભાવો તેનામાં પ્રગટ થયેલ વૈશ્વાનરના શરીરના અવયવો તરીકે પ્રસ્તુતમાં બતાવેલ છે. જેમ ક્રોધી સ્વભાવવાળા જીવો બધા સાથે વૈર અને કલહ ઉત્પન્ન કરે છે તેથી નંદિવર્ધનના આત્મામાં જેમ અવિવેકતાનો પરિણામ પ્રગટ થયો, વૈશ્વાનરનો પરિણામ પ્રગટ થયો, તેમ તેના અંગભૂત બધા સાથે વૈર અને કલહ કરવાનો પરિણામ પ્રગટ થયો. વળી, ક્રોધી સ્વભાવને કારણે બધા પ્રત્યે ઈર્ષ્યા અને અસૂયાનો પરિણામ પ્રગટ થયો; કેમ કે ક્રોધી સ્વભાવવાળા જીવો બીજા પ્રત્યે ઈર્ષ્યા પણ કરે છે અને અસૂયાને કરે છે. તેથી અવિવેકતાને કારણે નંદિવર્ધનમાં ઈર્ષ્યા અને અસૂયાનો પરિણામ પ્રગટ થયો જે વૈશ્વાનરના અંગભૂત જ છે. વળી, અનુશય અને અનુપશમ નામના બે પરિણામો પ્રગટ થયા. અર્થાત્ બીજા જીવો પ્રત્યે નિર્દયભાવ અને ક્રોધનો અનુપશમનો પરિણામ તેને પ્રગટ થયો; કેમ કે તીવ્ર ક્રોધીઓને બીજા પ્રત્યે દયા આવતી નથી અને તેઓમાં પ્રગટ થયેલો ક્રોધ પ્રાયઃ જલ્દી ઉપશમ પામતો નથી. વળી, તેનામાં પશુન્ય નામનો પરિણામ પ્રગટ થયો. ક્રોધી સ્વભાવવાળા જીવો બીજાનું ખરાબ કહેવામાં રસ ધરાવનારા હોય છે તેથી બીજાની ચાડી ખાવાનો પરિણામ પ્રગટ થયો. વળી, ક્રોધી સ્વભાવવાળા જીવો પરના મર્મોને પ્રગટ કરીને તેનું ખરાબ બતાવવાની વૃત્તિવાળા હોય છે તેથી નંદિવર્ધનમાં પણ ક્રોધી સ્વભાવના કારણે પરના મર્મના ઉદ્ઘટ્ટનો પરિણામ પ્રગટ થયો. વળી, ક્રોધી સ્વભાવવાળા જીવોને બીજા જીવો પ્રત્યે ખાર મત્સરનો ભાવ થાય છે તેથી વૈશ્વાનરના અવયવ રૂપે નંદિવર્ધનમાં પણ ખાર અને મત્સરના પરિણામો પ્રગટ થયા. વળી, ક્રોધી જીવોમાં ક્રૂરતા પ્રગટ થાય છે. તેમ નંદિવર્ધનમાં પણ ક્રૂરતા પ્રગટ થઈ. વળી, ક્રોધી જીવો અસભ્યભાષણ વગેરે કરનારા હોય છે તેમ નંદિવર્ધનમાં પણ અસભ્યભાષણ આદિના ભાવો પ્રગટ થયા. વળી, ચંડત્વ અને અસહનત્વ નામના પરિણામો પણ ક્રોધને કારણે પ્રગટ થયા. વળી, ક્રોધી જીવોમાં અહંકારનો તામસભાવ વર્તે છે તેથી કાર્યકારણનો વિચાર કરી શકતા નથી. તેમ નંદિવર્ધનમાં પણ તામસ ભાવ પ્રગટ થયો. વળી, ક્રોધી જીવોમાં રૌદ્રત અને નૃશંસપણું હોય છે. તેમ નંદિવર્ધનમાં પણ રૌદ્રત્વ અને નૃશંસપણું પ્રગટ થયું. વળી, વૈશ્વાનર શબ્દ અગ્નિનો વાચક છે તેમ નંદિવર્ધનનો ક્રોધ પણ અગ્નિની જ્વાળા જેવો બધાને સંતાપ કરનારો હતો. આ સર્વ ભાવો ક્રોધના અંગભૂત છે અને તે સર્વ ભાવો અવિવેકને કારણે જ આત્મામાં પ્રગટ થાય છે અને અનાદિકાળથી નંદિવર્ધનનો જીવ અસંવ્યવહારનગરમાં હતો ત્યારે પણ તેનામાં અવિવેક વર્તતો હતો તેથી આ વૈશ્વાનરનો પરિણામ પણ તેનામાં વિદ્યમાન હતો. અસંવ્યવહારનગરમાં કે એકેન્દ્રિય આદિ ભવોમાં ચેતના ઘણી આવૃત્ત હોવાથી તે ભાવો તે ભવને કારણે અત્યંત અવ્યક્ત હતા તોપણ જે ચેતના હતી તે અવિવેકયુક્ત અને વૈશ્વાનરયુક્ત જ હતી. અને વર્તમાન ભવમાં પંચેન્દ્રિયપણું મળવાના કારણે અને મનુષ્યપણું મળવાને કારણે ચેતના ઘણી વ્યક્ત થઈ. તેથી તેની સાથે અવિવેકતા, વૈશ્વાનર અને તેના અંગભૂત સર્વ ભાવો અભિવ્યક્ત થયા. અહીં વિશેષ એ છે કે ભગવાનના વચનાનુસાર ચાલનારા શ્રાવકો અને સાધુઓનો પણ સર્વથા અવિવેક નાશ પામ્યો નથી કે સર્વથા વૈશ્વાનર કે તેના ભાવો નાશ પામ્યા નથી. તોપણ તેઓને જે જે અંશથી સદાગમનું વચન સમ્યફ પરિણામ પામેલું છે તે તે અંશથી તેઓના અવિવેક ક્ષીણ થાય છે અને
Page #27
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના વિવેક પ્રગટે છે, તેના કારણે વૈશ્વાનર અને તેના અંગભૂત ભાવો પણ ક્ષણ-ક્ષીણતર થાય છે તેથી ચેતના ઘણી અનાવૃત્ત હોવાથી તે ભાવો-વૈશ્વાનરાદિ ભાવો, વગરની નિર્મળ ચેતના તેટલા અંશમાં સુસાધુમાં અને શ્રાવકમાં પ્રગટ થાય છે ત્યારે અવિવેકતા, વૈશ્વાનર અને અંગભૂત ભાવો સતત ક્ષીણ-ક્ષીણતર થાય છે.
જ્યારે એકેન્દ્રિય કે અન્ય ભવોમાં અવિવેકતા, વૈશ્વાનર આદિ ભાવો વ્યક્ત થયા નથી. પરંતુ ચેતના આવૃત્ત હોવાને કારણે અવ્યક્ત છે તેથી એકેન્દ્રિય આદિ જીવોની જે કોઈ ચેતના છે તે અવિવેક આદિ ભાવોથી આક્રાંત હોય છે અને નંદિવર્ધનની ચેતના પંચેન્દ્રિય મનુષ્યભવને કારણે ઘણી પ્રગટ થઈ તેથી તે અવિવેક આદિ ભાવો પણ તે ચેતનાના અનુસાર પ્રચુરપણામાં પ્રગટ થયા. જ્યારે સદાગમથી આત્માને વાસિત કરનારા શ્રાવકો અને સુસાધુઓ અવિવેકતાનો નાશ કરીને તે સર્વ ભાવોને ક્ષીણ-ક્ષીણતર કરવા યત્ન કરે છે, છતાં નિમિત્તને પામીને તેઓના પણ ક્યારેક કોઈ ભાવ અભિવ્યક્ત થાય છે ત્યારે તેઓ પણ તેટલા અંશથી માર્ગગમનમાં સ્કૂલના પામે છે અને ક્વચિત્ વિશેષ સ્કૂલના થાય તો તિર્યચઆદિ ગતિને પણ પ્રાપ્ત કરે છે, જેમ ચંડકૌશિકનો જીવ ગોભદ્રના ભવમાં સાધુ હોવા છતાં ક્રોધને વશ ચંડકૌશિકના ભવને પણ પામ્યો.
ततो लक्षितस्तेन मदीयो भावः-अये ! करोत्येष ममोपरि राजपुत्रः प्रीतिं, तदेनमुपसर्पामि । ततः समागतो निकटे, समालिङ्गितोऽहं, दर्शितः स्नेहभावः, प्ररूढश्चावयोः प्रणयः, लग्ना मैत्री, ततो यत्र यत्र क्वचिदहं संचरामि गृहे बहिश्च तत्र तत्र नासौ क्षणमपि मुञ्चतीति । ततो रुष्टो निजचित्तमध्ये ममोपरि पुण्योदयो वैश्वानरेण सह मैत्रीकरणेन, चिन्तितं च तेन-अये ! मम रिपुरेष वैश्वानरः, तथाप्येवमविशेषज्ञोऽयं नन्दिवर्द्धनो, येन मामनुरक्तमवधीर्यानेन समस्तदोषराशिरूपेणात्मनोऽपि परमार्थवैरिणा सह मैत्री करोति, अथवा किमत्राश्चर्यम् ? न लक्षयन्त्येव मूढाः पापमित्रस्वरूपं, नावबुध्यन्ते तत्सङ्गते१रन्ततां, न बहुमन्यन्ते तत्सङ्गनिवारकं सदुपदेष्टारं, परित्यजन्ति तत्कृते सन्मित्राणि, प्रतिपद्यन्ते तद्वशेन कुमार्गम् । ते हि यदि परं धावन्तोऽन्धा इव कुड्यादौ गाढं स्फोटलाभेन पापमित्रसङ्गानिवर्तन्ते न परोपदेशेनेति । मूढश्चायं नन्दिवर्द्धनकुमारो, योऽनेनापि सह साङ्गत्यं विधत्ते, तत्किं ममाऽनेन निवारितेन? निर्दिष्टश्चाहमस्य भवितव्यतया सहचरत्वेन, आवर्जितश्चाहमनेन करिरूपतायां वर्तमानेन वेदनासमुद्घातेऽपि निश्चलतया माध्यस्थ्यभावनया, तस्मादेव नन्दिवर्द्धनकुमारः पापमित्रसङ्गतिपरोऽपि नाकाण्ड एव मम तावन्मोक्तुं युक्त इति पालोच्यासौ पुण्योदयो रुष्टोऽपि मम पार्श्वे तदा प्रच्छन्नरूपतया सदा तिष्ठत्येव, जाताश्चान्येऽपि बहिरगा मम बहवो वयस्याः ।
તેથી=નંદિવર્ધનને વૈશ્વાનર પ્રત્યે હિતકારીની બુદ્ધિ થઈ તેથી, તેના વડે=વૈશ્વાનર વડે, મારો ભાવ જણાયો=અનુસુંદર ચક્રવર્તીના જીવ એવા નંદિવર્ધનનો ભાવ જણાયો, કેવો ભાવ થયો? તે સ્પષ્ટ કરે છે, ખરેખર આ રાજપુત્ર મારા ઉપર પ્રીતિ કરે છે. તે કારણથી આની પાસે હું જઉં તેથી નિકટમાં આવ્યો=વૈશ્વાનર નંદિવર્ધનના નિકટમાં આવ્યો, હું એનાથી સમાલિંગિત થયો–વૈધ્વાનરથી આલિંગન
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
કરાયો. સ્નેહભાવ બતાવાયો=વૈશ્વાનર દ્વારા મંદિવર્ધનને સ્નેહભાવ બતાવાયો. અમારા બેનો સ્નેહભાવ અત્યંત થયો. મૈત્રી થઈ=વૈશ્વાનર સાથે મૈત્રી થઈ, તેથી જ્યાં જ્યાં હું ક્યાંય ઘરમાં કે બહાર જઉં છું ત્યાં ત્યાં આ=વૈશ્વાનર, એક ક્ષણ પણ મને મૂક્તો નથી. તેથી વૈશ્વાનરની સાથે મૈત્રી કરવાને કારણે નિજચિત્તની મધ્યમાં મારા ઉપર પુણ્યોદય રોષ પામ્યો. અને તેના વડે ચિંતવન કરાયું, ખરેખર મારો રિપુ આ વૈશ્વાનર છે, તોપણ આ રીતે અવિશેષજ્ઞ એવો આ નંદિવર્ધન=મારા સ્વરૂપને નહીં જાણનારો એવો આ નંદિવર્ધન, જે કારણથી અનુરક્ત એવા મને અવગણના કરીને સમસ્ત દોષરાશિરૂપ પોતાના પણ પરમાર્થવેરી એવા આની સાથે=વૈશ્વાનરની સાથે, મૈત્રી કરે છે અથવા આમાં શું આશ્ચર્ય છે ?=નંદિવર્ધન પોતાના વૈરી સાથે મૈત્રી કરે છે તેમાં શું આશ્ચર્ય છે ? મૂઢ જીવો પાપમિત્રના સ્વરૂપને જાણતા નથી તેની સંગતિની દુરંતતાને જાણતા નથી=અનર્થકારિતાને જાણતા નથી, તેના સંગના નિવારક સદ્ઉપદેષ્ટાને બહુ માનતા નથી. તેના માટે=પાપમિત્ર માટે, સારા મિત્રનો ત્યાગ કરે છે, તેના વશથી=પાપમિત્રના વશથી, કુમાર્ગનો સ્વીકાર કરે છે. તેઓ વળી દોડતા આંધળાની જેમ ભીંતઆદિમાં ગાઢ સ્ફોટના લાભથી પાપમિત્રના સંગથી નિવર્તન પામે છે, પરોપદેશથી નહીં. અને આ નંદિવર્ધન મૂઢ છે, જે આની સાથે પણ=વૈશ્વાનરની સાથે પણ, સંગપણાને કરે છે, તેથી આનાથી નિવારિત=વૈશ્વાનરથી નિવારિત, એવા મને શું ? હું આના સહચરત્વથી ભવિતવ્યતા વડે નિર્દેશ કરાયો છું. હું કરિરૂપતામાં વર્તતા આના દ્વારા=નંદિવર્ધનના જીવ દ્વારા, વેદના સમુદ્ઘાતમાં પણ નિશ્ચલપણાથી માધ્યસ્થ્ય ભાવના વડે આવર્જિત કરાયો છું. તે કારણથી જ પાપમિત્રસંગતિમાં તત્પર પણ નંદિવર્ધનકુમારનો અકાંડે જ ત્યાગ કરવો મને યુક્ત નથી. એ પ્રમાણે પર્યાલોચન કરીને આ પુણ્યોદય રુષ્ટ પણ=નંદિવર્ધન ઉપર રુષ્ટ થયેલો પણ, ત્યારે=મારી સાથે વૈશ્વાનરની મૈત્રી વર્તે છે ત્યારે, પ્રચ્છન્નરૂપપણાથી સદા વર્તે જ છે અને અન્ય પણ બહિરંગ મારા=અનુસુંદર ચક્રવર્તીના જીવરૂપ નંદિવર્ધનતા, ઘણા મિત્રો થયા.
पुण्योदयमाहात्म्येन वैश्वानरप्रभावः
ततस्तैः सार्द्धमनेकक्रीडाभिः क्रीडन्नहं प्रवर्द्धितुं प्रवृत्तः, प्रस्तुते च क्रीडने मत्तो महत्तमा अपि डिम्भाः प्रधानकुलजा अपि पराक्रमवन्तोऽपि मां वैश्वानराऽधिष्ठितमवलोक्य भयेन कम्पन्ते, गच्छन्ति च मम प्रणतिं कुर्वन्ति चाटुकर्माणि, प्रतिपद्यन्ते पदातिभावं, धावन्ति पुरतो, न प्रतिकूलयन्ति मद्वचनम्, किम्बहुना ? लिखितादपि मत्तो बिभ्यतीति । तस्य च सर्वस्यापि व्यतिकरस्याचिन्त्यमाहात्म्यतया प्रच्छन्नरूपोऽपि पुण्योदयः कारणम्, मम तु महामोहवशात्तदा चेतसि परिस्फुरितम् यदुत-तदेते बृहत्तमा अपि डिम्भा ममैवं कुर्वाणा वर्त्तन्ते, सोऽयमस्य वरमित्रस्य वैश्वानरस्य गुणः, यतोऽयं सन्निहितः सन्नात्मीयसामर्थ्येन वर्द्धयति मम तेजस्वितां, करोत्युत्साहं, प्रोज्ज्वलयति बलं, संपादयत्योजः, स्थिरीकरोति मनः, जनयति धीरतां, विधत्ते शौण्डीरतां, किम्बहुना ? समस्तपुरुषगुणैर्मामेष योजयति । ततोऽनया भावनया संजातो वल्लभतरो मे वैश्वानरः ततः संजातोऽहमष्टवार्षिकः,
Page #29
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
પુણ્યોદયના માહાત્મ્યથી વૈશ્વાનરનો પ્રભાવ
તે
તેથી તેઓની સાથે અનેક ક્રીડાઓથી રમતો હું વધવા માંડ્યો અને ક્રીડા પ્રસ્તુત હોતે છતે મારાથી મહાન પણ બાળકો પ્રધાનકુલમાં ઉત્પન્ન થયેલા પણ પરાક્રમવાળા પણ વૈશ્વાનર અધિષ્ઠિત મને જોઈને ભયથી કાંપે છે, મને નમસ્કાર કરતા જાય છે, ચાટુ શબ્દો બોલે છે, સેવકભાવને સ્વીકારે છે, આગળ દોડે છે, મારા વચનને પ્રતિકૂલ વર્તતા નથી. વધારે શું કહેવું ? લિખિત પણ મારાથી=મારા ચિત્રથી, પણ તેઓ ડરે છે અને સર્વ પણ તે વ્યતિકરનું=મોટા પણ રાજપુત્રો તેનાથી ભય પામે છે તે વ્યતિકરવું, અચિંત્ય માહાત્મ્યપણું હોવાને કારણે પ્રચ્છન્ન રૂપ પણ પુણ્યોદય કારણ છે પરંતુ મહામોહતા વશથી મારા ચિત્તમાં પરિસ્ફુરણ થયું. શું પરિસ્ફુરણ થયું ? તે ‘યદ્યુત'થી બતાવે છે આ પણ મોટા બાળકો=મોટા ઘરના રાજપુત્રો, મતે આ પ્રમાણે કરતા વર્તે છે, વરમિત્ર એવા વૈશ્વાનરનો તે આ ગુણ છે, જે કારણથી સંનિહિત છતો એવો આવૈશ્વાનર, પોતાના સામર્થ્યથી મારી તેજસ્વિતાને વધારે છે. ઉત્સાહને કરે છે, બલને વધારે છે, તેજ સંપાદન કરે છે. મનને સ્થિર કરે છે, ધીરતાને ઉત્પન્ન કરે છે. શૂરવીરતાનું આધાન કરે છે. વધારે શું કહેવું ? બધા પુરુષના ગુણો વડે મને આ=વૈશ્વાનર, યોજન કરે છે. તેથી આ ભાવનાને કારણે=મારામાં બધા ગુણો આધાન કરે છે આ પ્રકારની ભાવનાને કારણે, મને વૈશ્વાનર અત્યંત વલ્લભ થયો. ત્યારપછી હું આઠ વરસનો થયો. ભાવાર્થ :
આ
-
નંદિવર્ધનકુમા૨ને વૈશ્વાનર પ્રત્યે ઉપકારની બુદ્ધિ થઈ તેથી વૈશ્વાનરને નિર્ણય થયો કે આ મને ઇચ્છે છે તેથી તે રાજપુત્ર પાસે આવે છે. રાજપુત્ર તેને સ્નેહથી આલિંગન આપે છે. એમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે નંદિવર્ધનને પોતાનો અગ્નિ જેવો ક્રોધી સ્વભાવ અત્યંત પ્રિય હતો અને તેનાથી જ પોતે સર્વત્ર સફળ થાય છે તેવી બુદ્ધિ વર્તે છે તેથી નંદિવર્ધન ક્રોધી સ્વભાવને ક્ષણ પણ મૂકતો નથી. જ્યારે જીવ કષાયની પરિણતિવાળો હોય છે ત્યારે તેની પુણ્ય પ્રકૃતિઓ કંઈક કંઈક ક્ષીણ થાય તો પણ પૂર્વમાં તીવ્રપુણ્ય બાંધ્યું છે તેથી તેની પુણ્ય પ્રકૃતિઓ સર્વથા નષ્ટ થતી નથી તે બતાવવા માટે જ અહીં કહ્યું કે વૈશ્વાનરની મૈત્રીને કા૨ણે પુણ્યોદય કંઈક રોષ પામ્યો, છતાં તે વિચારે છે કે આ નંદિવર્ધન અવિશેષજ્ઞ છે કે જેથી તેના હિતકારી એવા મારી ઉપેક્ષા કરે છે અને સમસ્ત દોષના કારણભૂત એવા વૈશ્વાનર સાથે મૈત્રી કરે છે. તેનાથી એ ફલિત થાય કે મૂઢ જીવો પોતાની સર્વ કૃત્યોની સફળતા પુણ્યથી થાય છે તે જોઈ શકતા નથી. પરંતુ પોતાના ક્રોધી સ્વભાવથી પોતાનું સર્વ કામ સફળ થાય છે તેમ જોનારા હોય છે, તેથી જ્યાં સુધી જીવોમાં મૂઢતા આપાદક મિથ્યાત્વ પ્રચુર હોય છે ત્યાં સુધી તેઓ સન્માર્ગને જોવા સમર્થ બનતા નથી, પોતાનું પારમાર્થિક સ્વરૂપ જોવા સમર્થ બનતા નથી. ફક્ત હાથીના ભવમાં કંઈક માર્ગાનુસા૨ી બુદ્ધિ થયેલ જેથી મધ્યસ્થ પરિણતિ પ્રગટ થઈ જેનાથી પુણ્ય બંધાયું, તોપણ તે પુણ્યના ઉદયકાળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવી માર્ગાનુસારી બુદ્ધિ નંદિવર્ધનમાં થયેલી નહીં હોવાથી મૂઢની જેમ પ્રાપ્ત થયેલા મનુષ્યભવનો વિનાશ કરે છે છતાં ક્ષીણ થતું પણ પુણ્ય પૂર્વે તીવ્ર કોટિનું બંધાયેલું વિદ્યમાન હતું તેથી હંમેશાં બાહ્ય
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
સફલતા પ્રાપ્ત થતી હતી. આથી જ તેના ક્રોધી સ્વભાવથી બધા અન્ય બાળકો ભય પામતા હતા અને હંમેશાં તેને અનુકુલ વર્તન કરતા હતા, તે સર્વ સ્થૂલબુદ્ધિથી ક્રોધને કારણે વર્તે છે તેમ નંદિવર્ધનને દેખાતું હતું, પરમાર્થથી તો પૂર્વમાં બાંધેલું તેનું પુણ્ય તપતું હતું જેથી સર્વત્ર સત્કારને પામતો હતો. આ રીતે ક્રોધી સ્વભાવથી વધતો નંદિવર્ધન આઠ વરસનો થયો.
ત્યારે રાજા શું વિચાર કરે છે ? તે હવે બતાવે છે.
c
कलाग्रहणं कलाचार्यं प्रत्यविनयश्च
समुत्पन्ना पद्मनृपतेश्चिन्ता, 'ग्राह्यतामधुना कुमारः कला' इति । ततो निरूपितः प्रशस्तदिवसः, समाहूतः प्रधानः कलाचार्य:, पूजितोऽसौ विधिना, कृतमुचितकरणीयं समर्पितोऽहं तस्य पित्रा महताऽऽदरेणेति, समर्पिताश्च मदीयभ्रातरोऽन्येऽपि बहवो राजदारकाः, प्रागेव तस्य कलाचार्यस्य । ततस्तैः सार्द्धमहं प्रवृत्तः कलाग्रहणं कर्त्तुं ततः संपूर्णतया सर्वोपकरणानां, गुरुतया तातोत्साहस्य, हिततया कलाचार्यस्य, निश्चिन्ततया कुमारभावस्य, सन्निहिततया पुण्योदयस्योत्कटतया क्षयोपशमस्यानुकूलतया तदा भवितव्यताया, अनन्यहृदयतया मया गृहीतप्रायः स्वल्पकालेनैव सकलोऽपि कलाकलापः, केवलमतिवल्लभतया सदा सन्निहितोऽसौ वैश्वानरः, सनिमित्तमनिमित्तं वा करोति मम समालिङ्गनं, ततस्तेन समालिङ्गितोऽहं न स्मरामि गुरूपदेशं, न गणयामि कुलकलङ्क, न बिभेमि तातमनः खेदस्य, न लक्षयामि परमार्थं, न जानाम्यात्मनोऽन्तस्तापं, न वेद्मि कलाभ्यासनिरर्थकत्वं, किन्तु तमेव वैश्वानरमेकं प्रियं कृत्वा तदुपदेशेन गलत्स्वेदबिन्दूरक्तीकृतलोचनो भुग्नभृकुटि : करोमि समस्तदारकैः सह कलहं विदधामि सर्वेषां मम्र्म्मोद्घट्टनं, उच्चारयाम्यसभ्यवचनानि, न क्षमे तेषां मध्यस्थमपि वचनं, ताडयामि प्रत्येकं यथासन्निहितेन फलकादिना, ततस्ते सर्वेऽपि वैश्वानरालिङ्गितं मामवलोक्य भयेन त्रस्तमानसाः सन्तो वदन्त्यनुकूलं कुर्वन्ति चाटूनि आराधयन्ति मां पादपतनैः, किम्बहुना ? मदीयगन्धेनापि ते वीर्यवन्तोऽपि राजदारका नागदमनीहतप्रतापा इव विषधरा न स्वतन्त्रं चेष्टन्ते । ततस्ते समुद्विग्नाः कम्पमाना बन्धनागारगता इव महादुःखेन जननीजनकानुरोधेन कलाग्रहणं कुर्वन्तः कालं नयन्ति, न कथयन्ति तं व्यतिकरं कलाचार्याय मा भूत्सर्वेषां प्रलय इति तथापि नित्यसन्निहितत्वाल्लक्षयत्येव तन्मामकं चेष्टितं सकलं कलाचार्य:, केवलं दारकेषु दृष्टविपाकतया भयेन त्रस्तहृदयोऽसावपि न मम संमुखमपि शिक्षणार्थं निरीक्षते, यदि पुनरन्यव्यपदेशेनापि मां प्रत्येष किञ्चिद् ब्रूयात् ततोऽहमेनमपि कलाचार्यमाक्रोशामि ताडयामि च ततोऽसावपि मयि - राजदारकवद्वर्त्तते ।
भावनया,
Page #31
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
કલાગ્રહણ અને કલાચાર્ય પ્રતિ અવિનય પઘપતિને ચિંતા ઉત્પન્ન થઈ, કેવા પ્રકારની ચિંતા ઉત્પન્ન થઈ? એ કહે છે – હવે આ કુમારને કલા ગ્રહણ કરાવાય, એ પ્રકારની ચિંતા ઉત્પન્ન થઈ, તેથી પ્રશસ્ત દિવસ જોવાયો. પ્રધાન કલાચાર્ય બોલાવાયા, વિધિપૂર્વક આ=કલાચાર્યનું પૂજન કરાયું, ઉચિત કરણી કરાઈ=કલાચાર્યને જે પ્રકારનો આદર સત્કાર આદિ કર્તવ્ય છે તે સર્વ ઉચિત કર્તવ્ય કરાયું. તેને=કલાચાર્યને, પિતા દ્વારા મોટા આદરથી જ હું સમર્પિત કરાયો અને મારા ભાઈ એવા અન્ય રાજકુમારો પૂર્વમાં પણ તે કલાચાર્યને સમર્પણ કરાયેલા, ત્યારપછી તેઓની સાથે=અન્ય રાજપુત્રોની સાથે, હું કલા ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થયો. ત્યારપછી સર્વ ઉપકરણોની સંપૂર્ણતા હોવાથી, પિતાના ઉત્સાહનું ગુરુપણું હોવાથી, કલાચાર્યનું હિતપણું હોવાથી, કુમારભાવનું નિશ્ચિતપણું હોવાથી, પુણ્યોદયનું સબ્રિહિતપણું હોવાથી, ક્ષયોપશમનું ઉત્કટપણું હોવાથી, તે કાલે ભવિતવ્યતાનું અનુકૂલપણું હોવાથી, અનન્ય ચિતપણું હોવાથી મારા વડે સ્વલ્પકાલમાં જ સકલ પણ કલાનો સમૂહ પ્રાય ગ્રહણ કરાયો. કેવલ અતિવલ્લભપણું હોવાથી સબ્રિહિત એવો આ વૈશ્વાનર સનિમિત્ત અથવા નિમિત્ત વિના મને આલિંગન કરે છે, તેથી તેના વડે=વૈશ્વાનર વડે, આલિંગન કરાયેલો હું ગુરુના ઉપદેશને સ્મરણ કરતો નથી. કુલના કલંકને ગણતો નથી, પિતાના મનના ખેદથી ભય પામતો નથી, પરમાર્થને હું જાણતો નથી, આત્માના અંદરના તાપને જાણતો નથી, કલાભ્યાસના નિરર્થકપણાને જાણતો નથી, પરંતુ તે જ એક વૈશ્વાનરને પ્રિય કરીને તેના ઉપદેશ વડે ઝરતા પરસેવાના બિંદુવાળો, લાલ કરેલા નેત્રવાળો, ભગ્ન ભૂકુટિવાળો હું સમસ્ત બાળકોની સાથે કલહને કરું છું. સર્વેના મર્મનું પ્રકાશન કરું છું. અસભ્ય વચનો બોલું છું તેઓના મધ્યસ્થ પણ વચનને સહન કરતો નથી ક્વચિત્ વિવાદ થયેલો હોય ત્યારે કોઈ રાજપુત્ર મધ્યસ્થતા પૂર્વક વસ્તુસ્થિતિને કહે તોપણ સહન કરતો નથી, પ્રત્યેકને જે પાસે હોય તેવા ફલક
આદિથી મારું છું. તેથી=નંદિવર્ધત પ્રચંડ કોપથી બધાને લાકડી આદિથી મારે છે તેથી, તે સર્વ પણ વિશ્વાનરથી આલિંગિત મને જોઈને ભયથી ત્રાસ પામતાં છતાં અનુકૂલ બોલે છે, ચાટુ કરે છે. પગમાં પડવા દ્વારા મારું આરાધન કરે છે. વધારે શું કહેવું ? મારી ગંધથી પણ વીર્યવાળા તે રાજપુત્રો નાગદમનીથી હણાયેલા પ્રતાપવાળા વિષધરની જેમ સ્વતંત્ર ચેષ્ટા કરતા નથી. તેથી ઉદ્વિગ્ન, કાંપતા એવા તે બાળકો કેદખાનાની જેમ મહાદુઃખથી માતાપિતાના અનુરોધથી કળાને ગ્રહણ કરતા કાળ પસાર કરે છે. તે વ્યતિકર=નંદિવર્ધનના તે પ્રસંગને, કલાચાર્યને પણ કહેતા નથી. કેમ કહેતા નથી ? બધાનો પ્રલય ન થાય તે ભાવનાથી કહેતા નથી. તોપણ નિત્ય સંનિહિતપણું હોવાને કારણે તે મારું સકલ ચેષ્ટિત કલાચાર્ય જાણે જ છે, કેવલ પત્રોમાં દષ્ટ વિપાકપણું હોવાને કારણે=અન્ય રાજપુત્રોને જે રીતે નંદિવર્ધન મારતો વગેરે જોયેલું હોવાથી, ભયથી ત્રાસ પામેલા આ પણ કલાચાર્ય પણ, બોધ આપવા માટે મારી સન્મુખ જોતા નથી. જો વળી, અન્યના વ્યપદેશથી પણ મારા પ્રત્યે આ=કલાચાર્ય, કંઈક બોલે તો હું આ કલાચાર્યને પણ આક્રોશ કરું છું અને તાડન કરું છું, તેથી આ
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પણ=કલાચાર્ય પણ, રાજપુત્રોની જેમ મારી સાથે વર્તે છે તેથી=રાજપુત્ર અને કલાચાર્ય સર્વ મને અનુકૂળ વર્તે છે.
___ वैश्वानरे स्थिरानुरागः ततो महामोहदोषेण मया चिन्तितं-अहो मे वरमित्रस्य माहात्म्यातिशयः, अहो हितकारिता, अहो कौशलं, अहो वत्सलता, अहो स्थिरानुरागः यदेष समालिङ्गनद्वारेण मम सवीर्यतां संपाद्य मामेवं सर्वत्राप्रतिहताशं जनयति, न च मां क्षणमपि मुञ्चतीति । तदेष मे परमो बन्धुरेष मे परमं शरीरमेष मे सर्वस्वमेष जीवितमेष एव मे परं तत्त्वमिति, अनेन रहितः पुरुषोऽकिञ्चित्करतया तृणपुरुषान्न विशिष्यते, ततश्चैवंविधभावनया संजातो मम वैश्वानरस्योपरि स्थिरतरानुरागः अन्यदा रहसि प्रवृत्ते तेन सह विश्रम्भजल्पे मयाऽभिहितं-वरमित्र! किमनेन बहुना जल्पितेन ? युष्मदायत्ता मम प्राणाः, तदेते भवता यथेष्टं नियोजनीया इति । ततश्चिन्तितं वैश्वानरेण-अये! सफलो मे परिश्रमो यदेष मम वशवर्ती वर्त्तते, दर्शितोऽनेनैवं वदता निर्भरोऽनुरागः, अनुरक्ताश्च प्राणिनः समाकर्णयन्ति वचनं, गृह्णन्ति निर्विकल्पं, प्रवर्त्तन्ते तत्र भावेन, संपादयन्ति क्रियया ।।
સંસારીજીવ નંદિવર્ધનને વૈશ્વાનરમાં સ્થિર અનુરાગ તેથી, મહામોહતા દોષથી તત્વને જોવામાં મૂઢતાના દોષથી, મારા વડે વિચારાયું, શું વિચારાયું? તે કહે છે. મારા વરમિત્રના માહાભ્યનો અતિશય અદ્ભુત છે=પ્રચંડ સ્વભાવનો આ અદ્ભુત માહાભ્ય છે. અહો ! હિતકારિતા=મારા પ્રચંડ સ્વભાવની હિતકારિતા, અહો કૌશલ્ય, અહો વત્સલતા, અહો મારામાં સ્થિર અનુરાગ જે કારણથી આ=વૈશ્વાનર, સમાલિંગન દ્વારા મને વીર્યતાનું સંપાદન કરીને મને આ પ્રમાણે સર્વત્ર અપ્રતિહત આજ્ઞાવાળો કરે છે. અને મને ક્ષણ પણ મૂકતો નથી=વૈશ્વાનર રૂપ ચંડપ્રકૃતિ અને ક્ષણ પણ મૂકતી નથી. તે કારણથી=મૂઢતાને કારણે મને મારો શત્રુ એવો આ વૈશ્વાનર મારી અપ્રતિહત આજ્ઞાને પ્રગટ કરે છે તેવો ભ્રમ થયો તેથી, આ મારો પરમ બંધુ છેઃ વૈશ્વાનર મારો પરમમિત્ર છે. આ મારું પરમ શરીર છેઃચંડપ્રકૃતિરૂપ જ હું છું, એ જ મારું પરમ શરીર છે, આ મારું સર્વસ્વ છેઃચંડપ્રકૃતિ જ મારું સર્વસ્વ છે. આ જ જીવિત છે=આના બળથી જ હું જીવિત છું, આ જ મારું પરમ તત્વ છે. એથી, આનાથી રહિત=વૈશ્વાનરથી રહિત, પુરુષ અકિંચિત્કરપણાને કારણે=લોકમાં કોઈક સ્થાન વગરનો હોવાને કારણે, તૃણપુરુષથી વિશેષિત નથી. અને તેથી=આ પ્રકારે મેં ચિંતવન કર્યું તેથી, આવા પ્રકારની ભાવનાને કારણે મને વૈશ્વાનર ઉપર સ્થિર અનુરાગ થયો. અદા એંકાતમાં તેની સાથે=વૈશ્વાનરની સાથે, વિશ્વાસવાળો જલ્પ પ્રવૃત્ત થયે છતે અત્યંત વિશ્વાસરૂપ વાર્તાલાપ થયે છતે, મારા વડે કહેવાયું છે – હે વરમિત્ર, વધારે આ બોલવાથી શું? તને આધીન મારા પ્રાણી છે. તે કારણથી તારા વડે યથાઇષ્ટ આ=મારા પ્રાણો, નિયોજન કરવા. તેથી
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વૈશ્વાનર વડે વિચારાયું અને મારો પરિશ્રમ સફલ છે જે કારણથી આ=નંદિવર્ધન, મને વશવર્તી વર્તે છે. આ રીતે બોલતા આવા વડે=પૂર્વમાં કહ્યું એ રીતે બોલતા નંદિવર્ધન વડે, અત્યંત અનુરાગ બતાવાય છે=મારા પ્રત્યે અત્યંત અનુરાગ બતાવાય છે, અને અનુરક્ત પ્રાણીઓ વચનને સાંભળે છે=રાગી પાત્ર જે કંઈ કહે તે સર્વ સાંભળે છે. નિર્વિકલ્પ ગ્રહણ કરે છે=ઉચિત અનુચિતનો વિચાર કર્યા વગર રાગી પાત્ર જે કંઈ કહે તેનો સ્વીકાર કરે છે. ત્યાં=રાગીપાત્ર દ્વારા કહેવાયેલા વચનમાં, ભાવથી પ્રવર્તે છે અંતઃકરણના પરિણામથી તે પ્રમાણે યત્ન કરે છે. ક્રિયાથી સંપાદન કરે છે–રાગીપાત્રનું વચન આચરણાથી સફળ કરે છે.
वैश्वानरदत्तक्रूरचित्ताभिधानवटकानि तदिदमत्र प्राप्तकालमिति विचिन्त्य तेनाभिहितं-कुमार! एवमेतत्, कः खल्वत्र सन्देहः? यच्च गृहीतहृदयसद्भावानामपि मादृशां पुरतः कुमारोऽप्येवं मन्त्रयति महाप्रसादोऽत्र कारणं, स हि हर्षोत्कर्षात् ज्ञातार्थमपि वाक्यं बलाद् भाणयति, तत्किमनेन? करोमि कुमारस्याहमक्षयान् प्राणान्, एष एव मे तन्नियोगः । मयाऽभिहितं-कथम्? तेनोक्तं-जानाम्यहं किञ्चिद् रसायनम्, मयाऽभिहितंकरोतु वरवयस्यः, तेनोक्तं-यदाज्ञापयति कुमारः । ततः कृतानि तेन क्रूरचित्ताभिधानानि वटकानि, समुपनीतानि मे रहसि वर्त्तमानस्य, अभिहितश्चाहं-कुमार! एतानि मदीयसामर्थ्यप्रभवानि वर्त्तन्ते वटकानि, कुर्वन्त्युपयुज्यमानानि वीर्योत्कर्षसंपादनेन पुरुषस्य सर्वं यथेष्टं दीर्घतरं चायुष्कं, तस्माद् गृहाण त्वमेतानि, अत्रान्तरे लघुध्वनिना कक्षान्तरस्थितेन केनाप्यभिहितम्-भविष्यति तवाभिमते स्थाने, कोऽत्र सन्देहः? न श्रुतं तन्मया, श्रुतं वैश्वानरेण, ततः संपत्स्यते मम समीहितं, यास्यत्येष वटकोपयोगेन महानरके, भविष्यति तत्र गतस्यास्य दीर्घतरमायुष्कं, कथमन्यथैवंविधः शब्दः? महानरक एव ममाभिहितं स्थानमितिभावनया तुष्टोऽसौ चित्तेन । मयाऽभिहितं-किं न संपद्यते मे भवादृशि वरमित्रेऽनुकूले? तदाकर्ण्य द्विगुणतरं परितुष्टोऽसौ, समर्पितानि वटकानि, गृहीतानि मया, अभिहितं च तेन-कुमार! अयमपरो मम प्रसादो विधेयः कुमारेण, यदुत-मयाऽवसरे संज्ञितेन निर्विकल्पमेतेषां मध्यादेकं वटकं भक्षयितव्यं कुमारेणेति, मयाऽभिहितं-किमत्र प्रार्थनया? निवेदित एवायमात्मा वरमित्रस्य । वैश्वानरेणाभिहितम्-महाप्रसादोऽनुगृहीतोऽहं कुमारेणेति ।
સંસારીજીવ નંદિવર્ધનને વૈશ્વાનર વડે અપાયેલ કૂરચિત નામના વડાં તે કારણથી=વૈશ્વાનર વિચારે છે કે નંદિવર્ધન મને વશવર્તી છે તે કારણથી, અહીં=નંદિવર્ધનના વિષયમાં, આ પ્રાપ્ત કાલ છે આ કૃત્ય કરવાને અનુકુલ આ કાલ પાક્યો છે, એ પ્રમાણે વિચારીને તેના વડે=વૈશ્વાનર વડે, કહેવાયું, હે કુમાર ! આ એમ જ છે=તને મારા પ્રત્યે સ્થિર વિશ્ર્વાસ છે એ એમ જ છે, આમાં તારા મારા પ્રત્યે પ્રેમના વિષયમાં, સંદેહ ક્યાં છે ? અર્થાત્ સંદેહ નથી. અને
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૩
ગ્રહણ કર્યો છે હૃદયનો સદ્ભાવ જેણે એવા મારી આગળ કુમાર પણ આ રીતે જે કહે છે આમાં= કુમારના કથનમાં, મહાપ્રસાદ કારણ છે=મારા પ્રત્યે મહાકૃપા કારણ છે. હિ=જે કારણથી, તે=કુમારનો મહાપ્રસાદ, હર્ષના ઉત્કર્ષને કારણે જ્ઞાતઅર્થવાળા પણ વાક્યને બલાત્કારથી બોલાવે છે. તે કારણથી આવા વડે શું ?=કુમારની આટલી પ્રીતિ વડે શું ? હું કુમારના અક્ષય પ્રાણોને કરું=કુમાર ક્યારે પણ મને છોડીને એકલો ન રહે તેવા અક્ષયપ્રાણવાળો કરું, આ જ મારો તદ્નિયોગ છે=કુમાર મારાથી ક્યારે વિખૂટા ન થાય એ પ્રકારનો આ જ મારો એની સાથેનો સંબંધ છે. મારા વડે કહેવાયું=નંદિવર્ધન વડે કહેવાયું – કેવી રીતે તું મારા પ્રાણોને અક્ષય કરે ? તેના વડે કહેવાયું=વૈશ્વાનર વડે કહેવાયું – હું કંઈક રસાયન જાણું છે. મારા વડે કહેવાયું – વરમિત્રને કરો=મારા પ્રાણ અક્ષય કરો, તેના વડે કહેવાયું=વૈશ્વાનર વડે કહેવાયું – કુમાર જે આજ્ઞા કરે. ત્યારપછી=વૈશ્વાનરે કુમારને આ પ્રમાણે કહ્યું ત્યારપછી, તેના વડે=વૈશ્વાનર વડે, ક્રૂરચિત્ત નામનાં વડાં કરાયા, એકાંતમાં રહેતા એવા મને=નંદિવર્ધનને, આપ્યાં. અને હું કહેવાયો. હે કુમાર ! મારા સામર્થ્યથી ઉત્પન્ન થયેલાં આ વડાં વર્તે છે અને ઉપભોગ કરાતાં વડાં પુરુષના વીર્યના ઉત્કર્ષના સંપાદન દ્વારા સર્વ યથેષ્ટ દીર્ઘતર આયુષ્યને કરે છે=જેઓ ક્રૂરચિત્ત ઉત્પન્ન કરે તેવા વડાંનો ઉપભોગ કરે છે તેઓમાં ક્રોધને અનુકૂળ વીર્યનો ઉત્કર્ષ થાય છે, જેના કારણે ક્રોધીને તેને અનુરૂપ એવું દીર્ઘતર નરકનું આયુષ્ય મળે છે. તે કારણથી=આ વડાં વીર્યનો ઉત્કર્ષ સંપાદન કરે છે અને દીર્ઘઆયુષ્યને પ્રાપ્ત કરાવે છે તે કારણથી, તું આને ગ્રહણ કર, અત્રાંતરમાં=વૈશ્વાનર કુમારને વડાં ગ્રહણ કરવાનું કહે છે તે કાળમાં, લઘુઘ્ધતિથી કક્ષાંતરમાં રહેલા કોઈકના વડે કહેવાયું, તારા અભિમત સ્થાનમાં=વૈશ્વાનરના અભિમત સ્થાનમાં, કુમાર થશે એમાં શું સંદેહ છે ? અર્થાત્ સંદેહ નથી. મારા વડે તે સંભળાયું નહીં=નંદિવર્ધન વડે સંભળાયું નહીં, વૈશ્વાનર વડે સંભળાયું, તેથી મારું સમીહિત થશે=મારા શત્રુ એવા નંદિવર્ધનને નરકમાં લઈ જવું એ રૂપ મારું સમીહિત થશે. વટકના ઉપયોગ દ્વારા આ=નંદિવર્ધન, મહાનરકમાં જશે. ત્યાં ગયેલા આને=તરકમાં ગયેલા એવા આને, દીર્ઘતર આયુષ્ય થશે. અન્યથા કેવી રીતે=મારાં વડાંના ઉપયોગથી આ નરકમાં ન જાય તો કેવી રીતે, આવા પ્રકારના શબ્દો સંભળાય ? મહાનરક જ સ્થાન મને અભિહિત છે. એ ભાવનાથી આ=વૈશ્વાનર, ચિત્તથી તુષ્ટ થયો. મારા વડે કહેવાયું=નંદિવર્ધન વડે કહેવાયું, તારા જેવા સુંદર મિત્ર અનુકૂલ હોતે છતે મને શું પ્રાપ્ત થશે નહીં ?=મને વીર્યનો ઉત્કર્ષ અને દીર્ઘ આયુષ્ય અવશ્ય પ્રાપ્ત થશે, તે સાંભળીને આ=વૈશ્વાનર, દ્વિગુણતર પરિતુષ્ટ થયો. વડાં સમર્પિત કરાયાં, મારા વડે ગ્રહણ કરાયાં. તેના વડે=વૈશ્વાનર વડે, કહેવાયું. હે કુમાર ! આ બીજો મારા ઉપર કુમાર વડે પ્રસાદ કરાવો જોઈએ. જે પ્રસાદ ‘યદ્યુત'થી બતાવે છે. અવસરમાં મારા વડે સંજ્ઞા કરાયેલા એવા કુમાર વડે=નંદિવર્ધન વડે, આ વડાંમાંથી એક વડું વિકલ્પ કર્યા વગર ભક્ષણ કરવું જોઈએ, મારા વડે કહેવાયું અહીં=આ વિષયમાં, પ્રાર્થનાથી શું ? આ આત્મા વરમિત્રને સમર્પિત કરાયો જ છે, વૈશ્વાનર વડે કહેવાયું – મહાપ્રસાદવાળો હું કુમાર વડે અનુગૃહીત કરાયો.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ભાવાર્થ -
નંદિવર્ધનકુમાર આઠ વર્ષનો થયો ત્યારે વિદ્યાભ્યાસ માટે રાજાએ તેને કલાચાર્ય પાસે કલા ગ્રહણ કરવા માટે સુપ્રત કર્યો અને તેનો પુણ્યોદય તીવ્ર હોવાથી તે સર્વ કલાઓ સહજ ભણી લે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કલાને અનુકૂળ ક્ષયોપશમભાવરૂપ પુણ્યપ્રકૃતિઓ પણ ઘણી હતી, કળાઅભ્યાસને અનુકૂળ સામગ્રી મળે તેવું પુણ્ય પણ પ્રકર્ષવાળું, તેથી અલ્પકાળમાં જ તે કળામાં નિપુણ બને છે. આ પ્રકારના ફલ પ્રત્યે હાથીના ભવમાં કરાયેલ તત્ત્વ તરફ જનારી મધ્યસ્થ પરિણતિ જ કારણ છે, જેનાથી કલાઓને અનુકૂળ ક્ષયોપશમ ભાવ પણ ઉત્કટ મળે, કળાને અનુકૂળ સામગ્રી પણ વિપુલ પ્રમાણમાં મળે, રાજકુળાદિની સામગ્રી પણ પુણ્યથી જ પ્રાપ્ત થઈ, છતાં અનાદિકાળથી કષાયોની સાથે ચિરપરિચિત હોવાને કારણે અને અનાદિકાળથી અવ્યક્ત રૂપે પોતાની પાસે હોવા છતાં વર્તમાનના ભવમાં વિવેક આપાદક ક્ષયોપશમનાં બાધક કર્મો પ્રચુર હતાં જેથી મૂઢતાને કારણે તેને વૈશ્વાનર સાથે અત્યંત પ્રીતિ થઈ. તેથી, પ્રચંડ ક્રોધી સ્વભાવને કારણે સહવર્તી સર્વ ભણનારા રાજકુમારો વગેરેને પોતાના ક્રોધી સ્વભાવને કારણે તે હંમેશાં તાડન વગેરે કરતો હતો, સર્વસાથે અનુચિત વર્તન કરતો હતો, અને મૂઢતા અત્યંત હોવાને કારણે અત્યંત અવિવેકનો પરિણામ સ્થિર-સ્થિરતર વર્તતો હતો, તેથી કળામાં નિપુણ હોવા છતાં મારા ક્રોધી સ્વભાવથી સર્વ કાર્યો થાય છે તે પ્રકારે વિપરીત જોવાની બુદ્ધિ વર્તતી હતી. વસ્તુતઃ નિપુણપ્રજ્ઞાથી વિચારે તો પોતાનું તથા પ્રકારનું પુણ્ય જ સર્વત્ર પોતાના પ્રયત્નને સફળ કરે છે તે સર્વ પરમાર્થને જોવા માટે નંદિવર્ધનની પ્રજ્ઞા કુંઠિત હતી. તેથી, પરમશત્રુભૂત એવો વૈશ્વાનર જ તેને પરમમિત્ર જણાય છે. અને નંદિવર્ધનને ક્રોધ અત્યંત પ્રિય છે તેવું જણાવાથી તે વૈશ્વાનર કૂરચિત્ત કરે તેવાં વડાં તેને આપે છે. જે કૂરચિત્ત વૈશ્વાનરના વીર્યથી જ બનેલા જીવના પરિણામરૂપ છે; કેમ કે ક્રોધ સ્વભાવ જ જ્યારે ઉત્કર્ષવાળો થાય છે ત્યારે તે જીવમાં ક્રચિત્ત ઉત્પન્ન થાય છે. વળી, ક્રચિત્ત કરે તેવાં વડાં વૈશ્વાનરે આપીને કહ્યું કે આનાથી તારા વીર્યનો ઉત્કર્ષ થશે અને દીર્ઘઆયુષ્યની પ્રાપ્તિ થશે. તે વખતે કક્ષાંતરમાં લઘુધ્વનિથી કોઈકે કહ્યું કે વૈશ્વાનરને અભિમત એવા નરકસ્થાનમાં આનું અવશ્ય ગમન થશે. એમાં સંદેહ નથી. આ કથન નંદિવર્ધનને સંભળાયું નહીં અને વૈશ્વાનરને સંભળાયું. તેથી એ પ્રાપ્ત થાય કે જીવની અંદર કંઈક સૂક્ષ્મ પણ માર્ગાનુસારી પ્રજ્ઞા પડી છે જેના કારણે નંદિવર્ધનના જીવે હાથીના ભાવમાં મધ્યસ્થભાવ કરેલો જે માર્ગાનુસારી ક્ષયોપશમ સ્વરૂપ હતો. તેથી જ કંઈક ચેતના નંદિવર્ધનને મંદધ્વનિથી કહે છે કે આ વડાં ખાવાથી નરકનું દીર્ઘઆયુષ્ય મળશે; કેમ કે તે પ્રકારની માર્ગાનુસારી બુદ્ધિ અત્યંત મંદ હોવાથી તે વચનો નંદિવર્ધનના હૈયાને સ્પર્શે તેટલા પ્રમાણમાં વ્યક્ત થતાં નથી અને મંદ મંદ વ્યક્ત થાય છે. અને તેના ક્રોધના પરિણામને ખબર પડે છે કે મારે શત્રુ એવા નંદિવર્ધનને નરકમાં મોકલવો હોય તો આ વડાં જે ઉપાય છે. અને તે મંદવચન સાંભળીને તે વૈશ્વાનર તોષ પામે છે; કેમ કે તેને ખાત્રી થાય છે કે આ રીતે જો આ નંદિવર્ધન કૂરચિત્ત કરશે તો અવશ્ય મને જે ઇષ્ટ છે તે પ્રાપ્ત થશે; કેમ કે કષાયોને તે જ ઇષ્ટ છે કે જીવને દુર્ગતિઓમાં લઈ જઈને અત્યંત દુ:ખી કરવું અને નંદિવર્ધન તે કષાયરૂપ શત્રુને મિત્રરૂપે જોનાર હોવાથી વિશેષથી વૈશ્વાનરને પોતાનો સમર્પણભાવ બતાવે છે. જેથી કષાય તેને પ્રેરણા કરે છે કે જ્યારે જ્યારે હું તને સંજ્ઞા કરું ત્યારે ત્યારે
Page #36
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૫ વિકલ્પો કર્યા વગર અર્થાતુ આ પ્રકારે હું ક્રૂર બનીશ તો શું ફળ આવશે એ પ્રકારના વિકલ્પ કર્યા વગર તારે વડાંનું ભક્ષણ કરવું જોઈએ. જેથી તારું ક્રચિત્ત તારાં સર્વ ઇષ્ટ કાર્યોને સાધી આપશે. વસ્તુતઃ તે વૈશ્વાનર સાથે સહવર્તી બંધાયેલું પુણ્ય સહકારી હોવાથી તેનાં સર્વકાર્યો સિદ્ધ થાય છે. તેના ક્રચિત્તથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, કેવલ નંદિવર્ધન ક્લેશને પામે છે. પુણ્યશાળી હોવા છતાં લોકોને અપ્રિય બને છે. તેમાં પણ વૈશ્વાનર જ કારણ છે. ભાવિમાં નરકનું દીર્ધાયુષ્ય મળશે. તે સર્વમાં વૈશ્વાનર જ કારણ છે; છતાં અવિવેકતાને કારણે નંદિવર્ધન તે સર્વ જાણી શકતો નથી. બુદ્ધિશાળી હોવા છતાં કષાયને પરવશ મૂર્ખ જેવો જ છે. તે સર્વનું કારણ ઉત્કટ કૂરકષાયની પરિણતિ છે.
पितुश्चिन्ता इतश्च तातेन सर्वत्र विश्वसनीयो नियुक्तो राजवल्लभो दारकः, यदुत-अरे विदुर! समादिष्टो मया कुमारः यथाऽनन्यमनस्केन भवता कलाग्रहणं विधेयम्, अहमपि न द्रष्टव्यः, अहमेव भवन्तमागत्य द्रक्ष्यामि । तदेवं स्थिते मम राज्यकार्यव्याकुलतया कदाचित्तत्समीपे गमनं न संपद्यते, ततो भवता प्रतिदिनं कुमारशरीरवार्ता मम संपादनीया, विदुरेणोक्तं-यदाज्ञापयति देवः । ततः संपादयता तेन तद्राजशासनं लक्षितः स सर्वोऽपि मदीयो राजदारककलाचार्यकदर्थनव्यतिकरः तथापि मनःक्षतिभयेन कियन्तमपि कालं न कथितोऽसौ ताताय, अतिभरमवलोक्य निवेदितोऽन्यदा, ततश्चिन्तितं तातेन, 'नैष विदुरस्तावदसत्यं भाषते, न चापि कुमारः प्रायेणैवंविधमाचरति, तत्किमत्र तत्त्वं भविष्यतीति न जानीमहे, यदि च कलाचार्यस्यापि कदर्थनं विधत्ते कुमारो निष्पन्नं ततः कलाग्रहणप्रयोजनम्' इति चिन्तया समुद्विग्नोऽभूत्तातश्चित्तेन । पुनश्चिन्तितमनेनेदम्-अत्र प्राप्तकालं पृच्छामि तावत्कलाचार्यमेव यथावस्थितम्, ततो निश्चित्य वृत्तान्तं तन्निवारणोपाये यत्नं करिष्यामि ।
પિતાની ચિંતા અને આ બાજુ=મંદિવર્ધનને કળાઅભ્યાસ માટે મૂક્યો ત્યારે બીજી બાજુ, રાજા શું કરે છે ? તે બતાવવા અર્થે કહે છે આ બાજુ, પિતા વડે સર્વત્ર વિશ્વસનીય, રાજાને પ્રિય એવો છોકરો નિયુક્ત કરાયો. કઈ રીતે નિયુક્ત કરાયો ? તે ‘દુતથી બતાવે છે. અરે વિદુર મારા વડે કુમાર=નંદિવર્ધનકુમાર, આદેશ કરાયો છે – શું આદેશ કરાયો છે ? તે “યથા'થી બતાવે છે. અનન્યમનસ્ક એવા તારા વડે અન્ય સર્વ ચિંતાનો ત્યાગ કરાયેલા એવા તારા વડે, કલાગ્રહણ કરવું જોઈએ. મને પણ મળવું જોઈએ નહીં. હું જ તારી પાસે આવીને તને જોઈશ=હું તને મળીશ, આ પ્રમાણે હોતે છતે=આ પ્રમાણે મેં કુમારને કહેલું હોતે છતે, મારા રાજયકાર્યતા વ્યાકુલપણાને કારણે ક્યારેક પણ તેના સમીપમાં ગમન થયું નથી. તેથી તારા વડે=વિશ્વસનીય એવા વિદુર વડે, પ્રતિદિન કુમારના શરીરની વાર્તા અને સંપાદન કરવી=પ્રતિદિન તેની સાથે પરિચય કરીને કઈ રીતે તે કલાભ્યાસ કરે છે ઈત્યાદિ
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કથનો મને કહેવાં, વિદુર વડે કહેવાયું – દેવ જે આજ્ઞા કરે છે. ત્યારપછી તે રાજાની આજ્ઞાનું સંપાદન કરતા તેના વડે સર્વ પણ મારો રાજપુત્રો અને કલાચાર્યની કદર્થનાનો વ્યતિકર જણાયો, તોપણ મતક્ષતિના ભયથી=રાજાના મનને ઉદ્વેગ થશે એ પ્રકારના ભયથી, કેટલોક પણ કાલ પિતાને આ વ્યતિકર કહેવાયો નહીં. અતિભારને અવલોકન કરીને મારી અનુચિત પ્રવૃત્તિ અતિશય થઈ રહી છે તેનું અવલોકન કરીને, અત્યદા નિવેદન કરાયું મારું અનુચિત વર્તન રાજાને નિવેદન કરાયું, તેથી પિતા વડે વિચારાયું. આ વિદુર અસત્ય બોલતો નથી જ. વળી કુમાર પ્રાયઃ આવા પ્રકારનું આચરણ કરે નહીં. તે કારણથી=વિદુરનું વચન મૃષા સંભવે નહીં અને કુમાર આવું કરે નહીં તેવું રાજાને ભાસવાથી, અહીં કુમારના વિષયમાં શું તત્વ થશે ? શું પરિણામ આવશે ? એ હું જાણતો નથી. અને જો કલાચાર્યની પણ કદર્થનાને કુમાર કરે છે, તો કલાગ્રહણનું પ્રયોજન નિષ્પન્ન છેઃનિષ્ફળ છે. એ પ્રકારની ચિંતાથી તાત=પિતા, ચિત્તથી ઉદ્વિગ્ન થયા. ફરી આવા વડે રાજા વડે, આ વિચારાયું. અહીં કુમારના વિષયમાં, પ્રાપ્તકાલ છે=આ પ્રસંગમાં શું કરવા જેવું છે એ રૂપ પ્રાપ્તકાલ છે, કલાચાર્યને જ યથાવસ્થિત હું પૂછું, તેથી વૃત્તાંતનો નિર્ણય કરીને કુમારના પ્રસંગનો નિર્ણય કરીને, તેના નિવારણના ઉપાયમાં હું યત્ન કરીશ.
નીવાર્યસ્થ નિવેદનમ્ ततः प्रेषितस्तदाकारणाय सबहुमानं विदुरः, समागतः कलाचार्यः, अभ्युत्थितस्तातेन, दापितमासनं, विहिता परिचर्या ततस्तदनुज्ञातविष्टरोपविष्टेन तातेनाभिहितं-आर्य बुद्धिसमुद्र! अपि समुत्सर्पति कलाग्रहणं कुमाराणाम्, तेनाभिहितं-देव! बाढमुत्सर्पति युष्मदनुभावेन, तातेनाभिहितं-किं परिणताः काश्चिन्नन्दिवर्द्धनकुमारस्य कलाः? कलाचार्येणाभिहितं-सुष्ठु परिणताः, देव! निष्पन्न एव कलासु नन्दिवर्द्धनकुमारः, तथाहि-स्वीकृतमनेन समस्तमपि लिपिज्ञानं, स्वयंपृष्टमिव गणितं, उत्पादितमिवात्मना व्याकरणं, क्षेत्रीभूतमस्य ज्योतिषं, सात्मीभूतमष्टाङ्गमहानिमित्तं, व्याख्यातमन्येभ्यश्छन्दोऽनेन, अभ्यस्तं नृत्तं, शिक्षितं गेयं, प्रणयिनीवास्य हस्तशिक्षा, वयस्य इव धनुर्वेदः, मित्रमिव वैद्यकं, निर्देशकारीव धातुवादः, अनुचराणीव नरलक्षणादीनि, आधेयविक्रेयाणि पत्रच्छेद्यादीनि, किम्बहुना? नास्ति सा काचित् कला या कुमारमासाद्य न प्राप्ता परां काष्ठामिति ।
કલાચાર્યને નિવેદન તેથી=આ પ્રમાણે રાજાએ વિચાર કર્યો તેથી, તેને સબહુમાન બોલાવવા માટે કલાચાર્યને આદરપૂર્વક બોલાવવા માટે, વિદુર મોકલાવાયો. કલાચાર્ય આવ્યા, પિતા વડે અભ્યસ્થાન કરાયું=ઊભા થઈને કલાચાર્યનો સત્કાર કરાયો, આસન અપાયું, પરિચર્યા પુછાઈ, ત્યારપછી તેના વડે અનુજ્ઞાત આસન ઉપર બેઠેલા પિતા વડે કલાચાર્ય વડે અનુજ્ઞા અપાયેલા આસન ઉપર બેઠેલા પિતા વડે, કહેવાયું, તે આર્ય બુદ્ધિસમુદ્ર ! કુમારોનું કલાગ્રહણ સારી રીતે થાય છે ? તેના વડે કહેવાયું–કલાચાર્ય વડે
Page #38
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કહેવાયું, હે દેવ તમારા અનુભાવથી અત્યંત પ્રવર્તે છે કુમારોનું કલાગ્રહણ પ્રવર્તે છે. પિતા વડે પુછાયું શું નંદિવર્ધનકુમારને કોઈ કળાઓ પરિણત થઈ? કલાચાર્ય વડે કહેવાયું, સુંદર પરિણમન પામેલ છે. હે દેવ ! કલાઓમાં નંદિવર્ધનકુમાર નિષ્પન્ન છે. તે આ પ્રમાણે – આના વડે=નંદિવર્ધન વડે જ સમસ્ત પણ લિપિત્તાન પોતાની પ્રકૃતિરૂપે કર્યું છે. સ્વયંસ્કૃષ્ટતી જેમ ગણિત છે. પોતાના વડે ઉત્પાદન કરાયેલા જેવું વ્યાકરણ છે. આનું જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રીભૂત થયું છે. અષ્ટાંગ મહાનિમિત્ત સાત્મીભૂત થયું છે. આના દ્વારા=બંદીવર્ધન દ્વારા, અન્યોને છંદનું વ્યાખ્યાન કરાયું છે. નૃત્ય અભ્યસ્ત કરાયું છે. ગેય શિક્ષિત છે. પ્રેમિકાની જેવી એની હસ્તશિક્ષા છે=ચિત્રકળા છે, મિત્રતા જેવું ધનુર્વેદ છે. મિત્રતા જેવું વૈદ્યકશાસ્ત્ર છે. નિર્દેશકારી જેવો ધાતુવાદ છે. અનુચરના જેવાં મનુષ્યનાં લક્ષણાદિ છે. આધેય વિક્રેય પત્રચ્છેદ્યાદિ છે, વધારે શું કહેવું ? તે કોઈ કળા નથી જે કુમારને છોડીને પરાકાષ્ઠા પામેલી ન હોય.
कलाचार्यदर्शितवैश्वानरसंगदोषः ततः प्रादुर्भवदानन्दोदकपरिपूरितनयनयुगलेनाभिहितं तातेन-आर्य! एवमेतत्, किमत्राश्चर्यम् ? किं वाऽऽर्ये कृतोद्योगे न संपद्यते कुमारस्य धन्यः कुमारो यस्य युष्मादृशा गुरवः । बुद्धिसमुद्रेणोक्तंदेव! मा मैवमादिश, केऽत्र वयम् ? युष्मदनुभावोऽयम् । तातेनाभिहितं-आर्य! किमनेनोपचारवचसा? युष्मत्प्रसादेनैवास्मदानन्दसन्दर्भदायिकां संप्राप्तः कुमारः सकलगुणभाजनताम् । बुद्धिसमुद्रेणोक्तंयद्येवं ततो देव! कर्त्तव्येषु नियुक्तैरनुचरैर्न वञ्चनीयाः स्वामिन इति पर्यालोचनया किञ्चिद्देवं विज्ञापयितुमिच्छामि तच्च युक्तमयुक्तं वा क्षन्तुमर्हति देवो, यतो यथार्थं मनोहरं च दुर्लभं वचनम् । तातेनाभिहितंवदत्वार्यः, यथावस्थितवचने कोऽवसरोऽक्षमायाः? बुद्धिसमुद्रेणोक्तं-यद्येवं ततो यदादिष्टं देवेन यथा सकलगुणभाजनतां संप्राप्तः कुमार इति तथैव स्वाभाविकं कुमारस्य स्वरूपं प्रतीत्य नास्त्यत्र सन्देहः, किन्तु सकलमपि कुमारस्य गुणसन्दोहं कलकेनेव शशधरं, कण्टकेनेव तामरसं, कार्पण्येनेव वित्तनिचयं, नैर्लज्ज्येनेव स्त्रीजनं, भीरुत्वेनेव पुरुषवर्ग, परोपतापेनेव धर्म, वैश्वानरसंपर्केण दूषितमहमवगच्छामि, यतः सकलस्यापि कलाकलापकौशलस्य प्रशमोऽलङ्करणम्, एष तु वैश्वानरः पापमित्रतया सन्निहितः सन्नात्मीयसामर्थ्येन तं प्रशमं कुमारस्य नाशयति । कुमारस्तु महामोहवशात्परमार्थवैरिणमप्येनं वैश्वानरं परमोपकारिणमाकलयति, तदनेनेदृशेन पापमित्रेण यस्य प्रतिहतं ज्ञानसारं प्रशमामृतं कुमारस्य तस्य निष्फलो गुणप्राग्भार इति ।
કલાચાર્ય વડે નંદિવર્ધનને બતાવાયેલ વૈશ્વાનરના સંગનો દોષ તેથી, પ્રાદુર્ભાવ થતા આનંદના અશ્રુથી પરિપૂરિત નયનયુગલવાળા પિતા વડે કહેવાયું – હે આર્ય ! આ એમ જ છે–તેમ કહ્યું એ સર્વ એમ જ છે. આમાંગકુમારની કળાઓના વિષયમાં, શું
Page #39
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
આશ્ચર્ય છે? અથવા આર્થના કરાયેલા ઉદ્યોગમાં શું ન પ્રાપ્ત થાય ?=સર્વ કળાઓ અવશ્ય પ્રાપ્ત થાય. કુમાર ધન્ય છે જેને તમારા જેવા ગુરુ મળ્યા, બુદ્ધિસમુદ્ર એવા કલાચાર્ય વડે કહેવાયું – દેવ, આ પ્રમાણે ન કહો, ન કહો. આમાં કુમારના કલા-ગ્રહણમાં અમે શું ? તમારો જ આ અનુભાવ છે. પિતા વડે કહેવાયું – હે આર્ય, આ ઉપચારવચન વડે શું?=તમારો શ્રમ હોવા છતાં મારો અનુભવ છે એ પ્રકારના ઉપચાર વચત વડે શું ? તમારા પ્રસાદથી જ અમારા આનંદના સંદર્ભ દેનારી સકલગુણ ભાજનતાને કુમાર સંપ્રાપ્ત થયો છે. બુદ્ધિસમુદ્ર વડે કહેવાયું – જો આ પ્રમાણે છે તો તે દેવ, કર્તવ્યમાં નિયુક્ત એવા અનુચરો વડે સ્વામીને ઠગવા જોઈએ નહીં એ પ્રકારના પર્યાલોચનથી કંઈક દેવને કહેવા ઇચ્છું છું. અને તે મુક્ત કે અયુક્તને દેવ ક્ષમા કરવા યોગ્ય છે. જે કારણથી યથાર્થ હોય અને મનોહર હોય એવું વચન દુર્લભ છે. તાત વડે કહેવાયું – હે આર્ય ! કહો ? યથાવસ્થિત વચનમાં અક્ષમાનો અવસર કયાં છે?—ગુસ્સો કરવાનો અવસર કયાં છે? બુદ્ધિસમુદ્ર વડે કહેવાયું – જો આ પ્રમાણે છેઃયથાવસ્થિત વચન કહેવું ઉચિત છે એ પ્રમાણે છે, તો દેવ વડે જે આદિષ્ટ છે, જે પ્રમાણે કુમાર સકલગુણની ભાજનતાને પ્રાપ્ત થયો તે પ્રમાણે જ કુમારના સ્વાભાવિક સ્વરૂપને આશ્રયીને એ કથનમાં સંદેહ નથી. પરંતુ કુમારનો સકલ પણ ગુણનો સમૂહ કલંક વડે ચંદ્રની જેમ, કંટક વડે તામરસની જેમ, કાર્પષ્યથી ધનના સમૂહની જેમ, નિર્લજ્જપણાથી સ્ત્રીજતની જેમ, ભીરુપણાથી પુરુષવર્ગની જેમ, પરોપતાપથી ઘર્મની જેમ, વૈશ્વાનરના સંપર્કથી દૂષિત હું જાણું છું. જે કારણથી સકલ પણ કલાના સમૂહલા કૌશલનું પ્રથમ અલંકાર છે. વળી, આ વૈશ્વાનર પાપમિત્રપણાથી સંનિહિત છતોત્રકુમારની પાસે રહેલો છતો, પોતાના સામર્થથી=વૈશ્વાનર પોતાના સ્વભાવથી, કુમારના તે પ્રશમનો નાશ કરે છે. વળી, કુમાર મહામોહતા વશથી અત્યંત મૂઢતાના વશથી પરમાર્થ વરી પણ આ વૈશ્વાનરને પરમ ઉપકારી જાણે છે અર્થાત્ પોતાના ચંડસ્વભાવને સર્વકાર્યનું સાધન જાણે છે. તે કારણથી આવા પ્રકારના પાપમિત્ર દ્વારા કુમારને ચંડસ્વભાવવાળો કરે તે પ્રકારના પાપમિત્ર દ્વારા, જેનું જ્ઞાનના સાર એવું પ્રશમરૂપી અમૃત હણાયું છે તે કુમારનો ગુણનો સમૂહ=અનેક કળાઓનું જ્ઞાન, નિષ્ફળ છે.
वैश्वानरमैत्रीत्यागोद्यमः ततस्तदाकर्ण्य तातो वज्राहत इव गृहीतो महादुःखेन, ततस्तातेनाभिहितं-भद्र! वेदक! परित्यजेदं चन्दनरससेकशीतलं तालवृन्तं, न मामेष बहिस्तापो बाधते । गच्छ, समाह्वय कुमारं, येनापनयामि तस्य पापमित्रसंसर्गवारणेन दुःसहमात्मनोऽन्तस्तापमिति । ततो विमुच्य तालवृन्तं क्षितिनिहितजानुकरमस्तकेन वेदकेनाभिहितं-यदाज्ञापयति देवः, किन्तु महाप्रयोजनमपेक्ष्य भविष्याम्यहमस्थापितमहत्तमः, ततो न तत्र देवेन कोपः करणीयः । तातेनाभिहितं-भद्र! हितभाषिणि कः कोपावसरः? वदतु विवक्षितं भद्रः, वेदकेनाभिहितं-देव! यद्येवं ततः कुमारपरिचयादेवावधारितमिदं मया, यदुत
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ अयं वैश्वानरोऽन्तरङ्गभूतः कुमारस्य वयस्यो, न शक्योऽधुना केनाप्यपसारयितुं, गृहीतः कुमारेणात्यर्थं हितबन्धुबुद्ध्या, न शक्नोति तद्विरहे क्षणमप्यासितुं कुमारः, यतो न लभते धृति, गृह्यते रणरणकेन, मन्यते तृणतुल्यमनेन रहितमात्मानं, ततो यद्येवं कुमारो वैश्वानरसंसर्गत्यागं प्रति किञ्चिदुच्यते ततोऽहमेवं तर्कयामि-'महान्तमुद्वेगं कुर्यात् आत्मघातादिकं वा विदध्यात्, अन्यद्वा किञ्चिदकाण्डविड्वरमनर्थान्तरं संपादयेत्' इत्यतो नात्रार्थे किञ्चिद्वक्तुं कुमारमर्हति देवः । बुद्धिसमुद्रेणोक्तं-देव! सत्यमेव सर्वमिदं यदावेदितं वेदकेन, तथाहि-वयमपि कुमारस्य पापमित्रसंबन्धवारणे गाढमुद्युक्ताः सकलकालमास्महे, चिन्तितं, चास्माभिः यद्ययं कुमारोऽनेन वैश्वानरपापमित्रेण वियुज्येत, ततः सत्यं नन्दिवर्द्धनः स्यात्, केवलमीदृशं कथञ्चिदनयोर्गाढनिरूढं प्रेम येन न शक्यतेऽधुना कुमारोऽनर्थभीरुतया वियोजनं विधातुमित्यतोऽशक्यानुष्ठानरूपं कुमारस्य वैश्वानरेण सह मैत्रीवारणमिति मन्यामहे । तातेनाभिहितम्आर्य! कः पुनरत्रोपायो भविष्यति? बुद्धिसमुद्रेणोक्तम्-अतिगहनमेतत्, वयमपि न जानीमः, विदुरेणाभिहितम्-देव! श्रूयतेऽत्र कश्चिदतीतानागतवर्त्तमानपदार्थवेदी समागतो जिनमतज्ञो नाम सिद्धपुत्रो महानैमित्तिकः, स कदाचिदत्रोपायं लक्षयति, तातेनाभिहितं-साधु अभिहितं भद्र! साधु, शीघ्रं समाहूयतां स भवता, विदुरेणाभिहितं-यदाज्ञापयति देव इति । निर्गतो विदुरः, समागतो नैमित्तिकेन सह स्तोकवेलया, दृष्टो नैमित्तिकस्तातेन, तुष्टश्चेतसा, दापितमासनं, कृतमुचितकरणीयं, कथितो व्यतिकरः, ततो बुद्धिनाडीसंचारेण निरूप्य तेनाभिहितं-महाराज! न दृश्यतेऽत्रा[विद्यतेऽत्रा. मन्यः कश्चिदुपायः, एक एवात्र परमुपायो विद्यते, दुर्लभश्चासौ प्रायेण । तातेनाभिहितं-कीदृशः स इति कथयत्वार्यः ।
વૈશ્વાનરની મૈત્રીના ત્યાગનો ઉધમ તેથી=બુદ્ધિસમૃદ્ધ એવા કલાચાર્યે આ પ્રમાણે કહ્યું તેથી, તેને સાંભળીને કલાચાર્યના વચનને સાંભળીને, વજથી હણાયેલાની જેમ પિતા=નંદિવર્ધનના પિતા, મહાદુઃખથી ગૃહીત થયા. તેથી પિતા વડે કહેવાયું – હે ભદ્ર વેદક ! ચંદનના રસને સિંચન કરનાર એવા તાલવૃત-=વીંજણા, તું ત્યાગ કર. કેમ ત્યાગ કર ? તેથી કહે છે, મને આ બહિતાપ બાધ કરતો નથી. અર્થાત્ અંદરનો તાપ જ મને બાધ કરે છે, બહારનો તાપ બાધ કરતો નથી, માટે તું જા અને કુમારને બોલાવીને આવ. જેનાથી પાપમિત્રતા સંસર્ગના વારણ દ્વારા પોતાના દુસહ એવા અંતસ્તાપને હું દૂર કરું, તેથી તાલવંતનો ત્યાગ કરીને=વીંજણાનો ત્યાગ કરીને, ક્ષિતિ ઉપર સ્થાપન કર્યા છે એ જાનુ, બે હાથ અને મસ્તક જેતા એવા વેદક વડે કહેવાયું=રાજાને હાથ જોડીને વેદક વડે કહેવાયું, દેવ જે આજ્ઞા કરે છે પરંતુ મહાપ્રયોજતની અપેક્ષાએ સ્થાપિત નથી કર્યો મહત્તમ (મંત્રી) એવો હું થઈશ કુમારના વિષયમાં જે મારો અનુભવ છે તે વિષયમાં હું તમને કંઈક કહીશ, તે તમને નહીં સ્થાપન કરાયેલા મંત્રીના જેવું
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સલાહને કરનારું થશે, છતાં મહાપ્રયોજનવાળું છે માટે ઉચિત છે તેથી, ત્યાં મારા કથનમાં, દેવ વડે કોપ કરવો જોઈએ નહીં, તાત વડે=રાજા વડે, કહેવાયું, હે ભદ્ર ! હિતભાષી એવા તારામાં કોપનો અવસર ક્યાંથી છે ? ભદ્ર ! વિવક્ષિત કહે.
જે કહેવા જેવું છે તે કથન કર. વેદક વડે કુમારની ગુપ્તચર્યા માટે સ્થાપન કરાયેલા વેદક વડે, રાજાને કહેવાયું. હે દેવ ! જો આ પ્રમાણે છેઃમને કથન કરવાની આજ્ઞા કરો છો તો, કુમારના પરિચયથી મારા વડે આ અવધારણ કરાયું છે. શું અવધારણ કરાયું છે? તે “યતથી વેદક કહે છે – આ વૈધ્ધાર કુમારનો અંતરંગભૂત મિત્ર છે. કોઈના વડે પણ દૂર કરવા માટે શક્ય નથી, કુમાર વડે અત્યંત હિતબંધુની બુદ્ધિથી ગ્રહણ કરાયો છે. તેના વિરહમાં=વૈશ્વાનરના વિરહમાં, ક્ષણ પણ રહેવા માટે કુમાર સમર્થ નથી. જે કારણથી વૃતિને પામતો નથી. રણરણકથી ગ્રહણ થાય છે–શૂનમૂનપણાથી રહેલો જણાય છે, આનાથી રહિત=ર્વધ્વાનરથી રહિત, પોતાને તૃણતલ્ય માને છે. તેથી જો આ રીતે કુમારને વૈશ્વાનરના સંગના ત્યાગ પ્રત્યે કંઈક કહેવાય છે, તો હું આ પ્રમાણે વિચારણા કરું છું-વેદક કહે છે હું આ પ્રમાણે સંભાવના કરું છું, મહાન ઉદ્વેગને કરે=વૈશ્વાનરના ત્યાગના વચનને સાંભળીને કુમાર અત્યંત ઉદ્વેગને કરે, અથવા આત્મઘાતાદિને કરે. અથવા અન્ય કંઈક અકાંડ વિદ્વરરૂપ અનર્થાતર=ન સંભવી શકાય તેવા પ્રસંગરૂપ અનર્થને સંપાદન કરે. જો પિતા વૈપ્પાનરના ત્યાગ માટે આગ્રહ કરે તો આપણે ન ધારી શકીએ તેવું કોઈક અનર્થકારી પગલું કુમાર સ્વીકારે.
એથી આ અર્થમાં કુમારને કહેવું – હે દેવ ! કંઈ ઉચિત નથી. આ પ્રમાણે વેદકે કહ્યું. તે સાંભળીને બુદ્ધિસમુદ્ર એવા કલાચાર્ય વડે કહેવાયું – હે દેવ ! સર્વ આ સત્ય જ છે જે વેદક વડે કહેવાયું. તે આ પ્રમાણે – અમે પણ કુમારના પાપમિત્રના સંબંધના વારણમાં સકલકાલ ગાઢ ઉઘુક્ત રહ્યા છીએ. અને અમારા વડે વિચારાયું આ વૈધ્ધાનરરૂપ પાપમિત્રથી જો આ કુમારનો વિયોગ કરાય તો ખરેખર નંદિવર્ધન થાય=બધા જીવોના આનંદના વર્ધનને કરનારો થાય. ફક્ત આ બે નંદિવર્ધન અને વૈશ્વાનર આ બેનું, આવા પ્રકારરૂપ ગાઢ નિરૂઢ સ્નેહ છે જેનાથી કુમાર અનર્થતા ભીરુપણાને કારણે વિયોજન કરવા માટે શક્ય નથી. એથી કુમારનું વૈશ્વાનર સાથે મૈત્રીનું વારણ અશક્ય અનુષ્ઠાનરૂપ છે એ પ્રકારે અમે માનીએ છીએ. પિતા વડે કહેવાયું. હે આર્ય ! વળી આમાં કુમારના વૈશ્વાનરથી રક્ષણમાં, શું ઉપાય થશે ? બુદ્ધિસમુદ્ર વડે કહેવાયું આ=કુમારના રક્ષણનો ઉપાય, અતિગહન છે અમે પણ જાણતા નથી. વિદુર વડે કહેવાયું – હે દેવ ! અહીં આપણા નગરમાં, કોઈક અતીત-અનાગત અને વર્તમાન પદાર્થના જિનમતો જાણકાર સિદ્ધપુત્ર નામનો મહાનૈમિત્તિક આવેલો સંભળાય છે તે કદાચિત્ આમાં=વૈશ્વાનરથી કુમારના રક્ષણમાં, ઉપાય જાણે. પિતા વડે કહેવાયું – સુંદર કહેવાયું ભદ્ર ! સુંદર ! શીધ્ર તે=સિદ્ધપુત્ર તારા વડે બોલાવાય. વિદુર વડે કહેવાયું – જે દેવ ! આજ્ઞા કરે. વિદુર ગયો. નૈમિત્તિક સાથે થોડી વેળામાં આવ્યો. તાત વડે નૈમિત્તિક જોવાયો. ચિતથી તોષ પામ્યા=રાજા તોષ પામ્યા, આસન અપાયું નૈમિત્તિકને બેસવા માટે આસન અપાયું. ઉચિત કરણીય કરાયું. વ્યતિકર કહેવાયો=નંદિવર્ધનનો પ્રસંગ કહેવાયો, અને ત્યારપછી રાજાએ
Page #42
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
વ્યતિકર કહ્યો ત્યારપછી, બુદ્ધિનાડીના સંચારથી=શ્રુતબુદ્ધિના ઉપયોગથી, નિરૂપણ કરીને-નિર્ણય કરીને તેના વડે=સિદ્ધિપુત્ર વડે, કહેવાયું. હે મહારાજ ! અહીં=કુમારના વિષયમાં, અન્ય કોઈ ઉપાય વિદ્યમાન નથી. આમાં=કુમારના વિષયમાં, એક જ ઉપાય વિદ્યમાન છે. અને આ ઉપાય પ્રાયઃ દુર્લભ છે. પિતા વડે કહેવાયું, તે કેવા પ્રકારનો છે. હે આર્ય કહો !
૨૧
ભાવાર્થ :
નંદિવર્ધનકુમારને વૈશ્વાનર સાથે ગાઢ મૈત્રી થયેલ છે. ત્યારે બીજી બાજુ પિતાએ તેના કલાઅભ્યાસવિષયક ઉચિત પ્રયત્નને જાણવા માટે વિશ્વસનીય એવો એક નાની ઉમરનો બાળક નિયોગ કરેલો જે અતિબુદ્ધિમાન છે અને કુમાર સાથે સદા પરિચય રાખીને તેનો કલાઅભ્યાસ કઈ રીતે ચાલે છે તે સર્વનું અવલોકન કરે છે. બુદ્ધિધન એવો તે વિદુર કુમારની સર્વચેષ્ટાઓને નિર્ણય કરીને અન્ય કોઈ ઉપાય નહીં હોવાથી રાજાને વસ્તુસ્થિતિ કહે છે. આ રીતે કુમાર અતિચંડસ્વભાવવાળો થયો છે તે સર્વ વ્યતિક૨ને જાણીને રાજા ચિંતિત થાય છે, તેથી કલાચાર્યને વિવેકપૂર્વક બોલાવે છે, કુમારના અભ્યાસ વિષયક ઉચિત પૃચ્છા કરે છે. કલાચાર્ય પણ કુમારે કઈ રીતે સર્વ કાળાઓ હસ્તગત કરી છે તે સર્વ યથાર્થથી કહે છે અને કુમારનું પુણ્ય અત્યંત તીવ્ર હોવાથી અલ્પ પ્રયાસથી સર્વ કળાઓમાં નિપુણ થયેલ છે તોપણ તેના અતિચંડ સ્વભાવને કારણે તેની સર્વકળા નિષ્ફળ પ્રાયઃ છે, એ પ્રકારે જ્યારે કલાચાર્ય કહે છે ત્યારે રાજા ચિંતિત થાય છે અને કુમારને બોલાવીને તેને ઉચિત શિક્ષા આપવાનો વિચાર કરે છે. પરંતુ નિપુણપ્રજ્ઞાવાળા વિદુર રાજાને કહે છે કે કુમારને માટે વૈશ્વાનરની મૈત્રીનો ત્યાગ કરાવવો અશક્ય પ્રાયઃ છે, માટે કંઈક પ્રયત્ન કરવા જતાં મોટા અનર્થ થવાથી સંભાવના છે; કેમ કે અતિક્લિષ્ટભાવોથી કુમાર વાસિત છે, તેથી તેનો ચંડસ્વભાવનો ત્યાગ કરાવવો સર્વથા અશક્ય છે તેવું વિદુરને જણાય છે; છતાં વિદુર કહે છે કે હે રાજન ! આ નગરમાં કોઈક જિનમતના જાણનારા સિદ્ધપુત્ર છે તે જ આનો ઉપાય બતાવી શકે તેમ સંભવે છે, તે સિવાય નંદિવર્ધનને વૈશ્વાનરથી દૂર કરવો શક્ય નથી. તેથી રાજા સિદ્ધપુત્રને બોલાવે છે અને સિદ્ધપુત્ર દુષ્કર પણ એક ઉપાય છે એમ કહીને શું કહે છે તે હવે પછી બતાવે છે.
चित्तसौन्दर्यमहानगरवर्णनम्
जिनमतज्ञेनाभिहितं - महाराज ! आकर्णय, अस्ति रहितं सर्वोपद्रवैर्निवासस्थानं समस्तगुणानां, कारणं कल्याणपरम्पराया, दुर्लभं मन्दभागधेयैश्चित्तसौन्दर्यं नाम नगरं,
ચિત્તસૌંદર્યમહાનગરનું વર્ણન
જિનમતને જાણનારા એવા સિદ્ધપુત્ર વડે કહેવાયું, મહારાજા સાંભળો !
સર્વ ઉપદ્રવોથી રહિત, સમસ્ત ગુણોનું નિવાસસ્થાન, કલ્યાણની પરંપરાનું કારણ, મંદભાગ્યવાળા જીવો વડે દુર્લભ એવું ચિત્તસૌંદર્ય નામનું નગર છે, તથા=િતે આ પ્રમાણે –
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
वसतां तत्र लोकानां, नगरे पुण्यकर्मणाम् ।
રામાપિરટા: સર્વે, નાયો નૈવ વાધા ।।
શ્લોકા :
તે નગરમાં વસતા પુણ્યકર્મવાળા લોકોને સર્વ રાગાદિ ચરટો બાધક થતા નથી જ. ||૧||
શ્લોક ઃ
यतश्च क्षुत्पिपासाद्या, बाधन्ते तत्र नो जनम् । ततस्तदुच्यते धीरैः, सर्वोपद्रववर्जितम् ।।२।।
શ્લોકાર્થ ઃ
અને જે કારણથી ત્યાં=તે નગરમાં, લોકને ક્ષુધા-પિપાસાદિ બાધા કરતી નથી. તે કારણથી ધીરપુરુષો વડે તે–તે નગર, સર્વઉપદ્રવ વર્જિત કહેવાયું છે. II૨।।
શ્લોક ઃ
ज्ञानादिभाजनं लोकस्तद्वशेनैव जायते ।
कलाकलापकौशल्यं, न ततोऽन्यत्र विद्यते ।।३।।
શ્લોકાર્થ :
તેના વશથી જ=ચિત્તસૌંદર્ય નામના નગરના વશથી જ, લોક જ્ઞાનાદિનું ભાજન થાય છે. તે નગરથી અન્યત્ર કલાઓના સમૂહનું કૌશલ્ય વિધમાન નથી. II3||
શ્લોક ઃ
भवन्त्यौदार्यगाम्भीर्यधैर्यवीर्यादयो गुणाः ।
वसतां तत्र तत्सर्वगुणस्थानमतो मतम् ।।४।।
શ્લોકાર્થ :
ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય, વીર્યાદિ ગુણો ત્યાં વસતા જીવોને થાય છે. આથી તે સર્વ ગુણોનું સ્થાન મનાયું છે=તે નગર બધા ગુણોનું સ્થાન મનાયું છે. ।।૪।।
શ્લોક ઃ
यतश्च वसतां तत्र, धन्यानां संप्रवर्धते । उत्तरोत्तरभावेन, विशिष्टा सुखपद्धतिः ।। ५ ।।
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અને જે કારણથી ત્યાં=તે નગરમાં, વસતા ધન્ય જીવોને ઉત્તરોત્તરના ભાવથી=અધિક અધિક ચિત્તના સૌંદર્યના ભાવથી, વિશિષ્ટ સુખપદ્ધતિ સંપ્રવર્ધમાન થાય છે. II૫।।
શ્લોક ઃ
न च संपद्यते तस्याः, प्रतिपातः कदाचन ।
कल्याणपद्धतेर्हेतुरतस्तन्नगरं मतम् ।।६।।
શ્લોકાર્થ ઃ
અને તેનાથી=વિશિષ્ટ સુખપદ્ધતિથી, ક્યારેય પ્રતિપાત થતો નથી. આથી=સર્વ સુખનું ખાણ તે નગર છે આથી, કલ્યાણપદ્ધતિનો હેતુ તે નગર મનાયું છે. II9
શ્લોક ઃ
सर्वोपद्रवनिर्मुक्तं, समस्तगुणभूषितम् ।
कल्याणपद्धतेर्हेतुर्यत एव च तत्पुरम् ।।७।।
૨૩
શ્લોકાર્થ :
અને જે કારણથી જ સર્વ ઉપદ્રવોથી રહિત, સમસ્ત ગુણોથી ભૂષિત, કલ્યાણપદ્ધતિનો હેતુ તે નગર છે. IIII
શ્લોક ઃ
अत एव सदानन्दं, तत्सपुण्यैर्निषेवितम् ।
नगरं चित्तसौन्दर्य, मन्दभाग्यैः सुदुर्लभम् ।।८।।
શ્લોકાર્થ :
આથી જ સદા આનંદવાળું સપુણ્યવાળા જીવોથી તે ચિત્તસૌંદર્યનગર સેવાયું છે. મંદભાગ્યવાળા જીવો વડે તે નગર દુર્લભ છે. IIII
ભાવાર્થ:
કુમારના વૈશ્વાનરની સાથેના મૈત્રીના ત્યાગ માટે જિનમતને જાણનારા ઉપાય બતાવતાં ચિત્તસૌંદર્ય નામનું નગર બતાવે છે. જે જીવો સદા સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે, સંસારથી અતીત મોક્ષ અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તેને જાણનારા છે અને વીતરાગના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ દૃઢપ્રણિધાનપૂર્વક કરનારા છે, તે જીવોને ચિત્તસૌંદર્યની પ્રાપ્તિ થાય છે અને જેઓનું ચિત્ત તેવું સુંદર થયેલું છે તે જીવો પુણ્યકર્મવાળા છે. અર્થાત્ સ્વશક્તિઅનુસા૨ જિનમતના આચારને દૃઢપ્રણિધાનપૂર્વક સેવનારા
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છે, તેથી તેઓને રાગાદિ ચોરટાઓ ક્યારેય બાધક થતા નથી પરંતુ તે મહાત્માઓ તે ચિત્તસૌંદર્યને કારણે સતત સ્વભૂમિકાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરીને રાગાદિ ચોરટાની શક્તિને ક્ષીણ ક્ષીણતર કરે છે. વળી તે નગરમાં રહેનારા મહાત્માઓ સ્વશક્તિઅનુસાર તપાદિમાં ઉદ્યમ કરનારા છે, તેથી ક્ષુધા-પિપાસા આદિ તેઓને બાધ કરતી નથી, તેથી તેઓનું ચિત્ત રમ્ય હોવાને કારણે કોઈક વિષમ સંયોગમાં સુધા, તૃષા દેહમાં વર્તતી હોય તોપણ તેવા મહાત્માઓનું ચિત્ત તત્ત્વથી વાસિત હોવાને કારણે ક્યારેય ક્ષોભ પામતું નથી. તેથી ધીર પુરુષો તેવા ચિત્તવાળા જીવોને સર્વ ઉપદ્રવ વગરના માને છે; કેમ કે જીવને સર્વથી અધિક ઉપદ્રવકારી સુધા, પિપાસા આદિ ભાવો છે અને જેઓ ભગવાનના વચનથી ભાવિત છે તેઓને તે ભાવો પણ પ્રાયઃ બાધ કરતા નથી. વળી, તેઓનું ચિત્ત તત્ત્વને જોનારું હોવાથી સદા તેઓ સ્વભૂમિકાનુસાર નવું નવું શ્રતઅધ્યયન, જિનવચનના પારમાર્થિક સ્વરૂપથી આત્માનું ભાવન અને શક્તિ અનુસાર ચારિત્રની આચરણા કરીને જ્ઞાનાદિનું ભાજન થાય છે. વળી, તે નગરમાં વસનારા જીવો સદા તત્ત્વને જાણવા માટે યત્નવાળા હોવાથી આત્મકલ્યાણનું કારણ બને તેવી સર્વ કળાઓમાં કુશળ છે તેથી તે નગર સિવાય અન્યત્ર કળાઓ વિદ્યમાન નથી. વળી, જેઓનું ચિત્ત સુંદર વર્તે છે, તેઓમાં ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય, વિર્યાદિ ગુણો પ્રગટ થાય છે, કેમ કે તેવા મહાત્માઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા હોવાથી અતિ ઉદાર પ્રકૃતિવાળા હોય છે. ગંભીરતાપૂર્વક હિતાહિતનો વિચાર કરનારા હોય છે. આત્મહિતને અનુકૂળ ધીરતાપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોય છે અને પોતાના શત્રુભૂત કષાયોને નાશ કરવા માટે મહાધર્યવાળા હોય છે. આથી ચિત્તસૌંદર્યનગરમાં રહેલા જીવો સર્વપ્રકારના ગુણોનું સ્થાન છે એમ કહેવાયું છે. વળી, જેઓનું ચિત્ત સુંદર વર્તે છે, તે ધન્ય જીવો હંમેશાં સ્વભૂમિકાનુસાર ધર્મનું સેવન કરીને કષાયોની શક્તિને ક્ષીણ કરે છે. તેથી તેઓમાં ઉત્તરોત્તર વિશિષ્ટ સુખની પરંપરા પ્રાપ્ત થાય છે. આથી તે જીવો અંતરંગ ગુણસંપત્તિથી પણ સુખી હોય છે અને બહિરંગ પુણ્યપ્રકૃતિને કારણે પણ સુખી વર્તે છે. વળી જેઓમાં વિવેક પ્રગટેલો છે તેવા જીવો અંતરંગ રીતે સુખી હોવાથી ક્યારેય પણ તે સુંદર ચિત્તનો નાશ ન થાય તેવો યત્ન કરનારા હોય છે, તેથી તે નગર જીવોના કલ્યાણની પરંપરાનો હેતુ છે. આથી તે નગરમાં વસનારા જીવોને ઉપદ્રવો થતા નથી. પરંતુ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી અને કષાયોની મંદતાથી સુખની પરંપરાની જ વૃદ્ધિ થાય છે. બધા ગુણોથી તે નગર ભૂષિત છે. આથી પુણ્યવાળા જીવોને સદા આનંદવાળું એવું ચિત્તનું સૌંદર્ય પ્રાપ્ત થાય છે. મંદભાગ્યવાળા જીવો માટે તેનું ચિત્તસૌંદર્ય અત્યંત દુર્લભ હોય છે. આથી જ ભારે કર્મી જીવો ક્યારેય ચિત્તની સુંદરતાને જાણવા પણ સમર્થ બનતા નથી. ક્લેશમાં જ તેઓની પ્રીતિ વર્તે છે. તેથી વર્તમાનમાં ક્લેશ કરીને દુઃખી થાય છે અને દુઃખની પરંપરાને પામે છે.
___ शुभपरिणामो राजा तत्र च नगरेऽस्ति हितकारी सर्वलोकानां, कृतोद्योगो दुष्टनिग्रहे, दत्तावधानः शिष्टपरिपालने, परिपूर्णः कोशदण्डसमुदयेन शुभपरिणामो नाम राजा
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શુભપરિણામ રાજા અને તે નગરમાં સર્વ લોકોનો હિતકારી, દુષ્ટ નિગ્રહમાં કૃત ઉદ્યોગવાળો–દુષ્ટોનો નિગ્રહ કરવા માટે અપ્રમાદથી યત્ન કરતાર, શિષ્ટતા પરિપાલનમાં દત્તાવધાનવાળો=શિષ્ટતા પરિપાલતમાં અપ્રમાદથી યત્ન કરનાર, કોશ-દંડતા સમુદાયથી પરિપૂર્ણ શુભપરિણામ રાજા છે. શ્લોક -
यतोऽसौ सर्वलोकानां, चित्तसन्तापवारकः ।
तथा संपर्कमात्रेण, महानन्दविधायकः ।।१।। શ્લોકાર્થ :
જે કારણથી આ=શુભપરિણામ, સર્વ લોકોના ચિત્તના સંતાપનો વારક છે. અને સંપર્કમાત્રથી મહાઆનંદને કરનાર છે. [૧] શ્લોક :
सदनुष्ठानमार्गेऽपि, जन्तूनां स प्रवर्तकः ।
अतो धीरजनैलॊके, हितकारी निगद्यते ।।२।। શ્લોકાર્ચ -
જીવોને સઅનુષ્ઠાન માર્ગમાં પણ તે પ્રવર્તક છે. આથી ઘીરપુરુષો વડે લોકમાં હિતકારી કહેવાય છે શુભ-પરિણામ હિતકારી છે એમ કહેવાય છે. llરા શ્લોક :
रागद्वेषमहामोहक्रोधलोभमदभ्रमाः ।
कामेाशोकदैन्याद्या, ये चान्ये दुःखहेतवः ।।३।। શ્લોકાર્ચ -
રાગ-દ્વેષ, મહામોહ, ક્રોધ, લોભ, મદરૂપી ભ્રમો અને કામ, ઈર્ષા, શોક, દેવાદિ જે અન્ય દુઃખના હેતુઓ છે. II3I. શ્લોક :
दुष्टचेष्टतया नित्यं, लोकसन्तापकारिणः । तेषामुद्दलनं राजा, स कुर्वनवतिष्ठते ।।४।। युग्मम्
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બ્લોકાર્ય :દુષ્ટયેષ્ટાથી હંમેશાં લોકોને સંતાપને કરનારા છે તેઓના ઉદ્ધનને કરતો તે રાજા રહે છે.
II8I
શ્લોક :
ज्ञानवैराग्यसंतोषत्यागसौजन्यलक्षणाः ।
ये चान्ये जनताऽऽह्लादकारिणः शिष्टसंमताः ।।५।। શ્લોકાર્ય :
જ્ઞાન, વૈરાગ્ય, સંતોષ, ત્યાગ, સૌજન્ય લક્ષણ, જનતાને આ@ાદ, કરનારા શિષ્ટસંમત જે અન્ય ગુણો છે. આપા શ્લોક -
तेषां स राजा सततं, परिपालनतत्परः ।
आस्ते निःशेषकर्त्तव्यव्यापारविमुखः सदा ।।६।। युग्मम् શ્લોકાર્ય :
તેઓના=તે ગુણોના, પરિપાલનમાં સતત તત્પર, નિઃશેષ કર્તવ્યના વ્યાપારથી વિમુખ એવો તે રાજા સદા રહે છે. IIકો. શ્લોક :
धीधृतिस्मृतिसंवेगशमाद्यैः परिपूर्यते ।
भाण्डागारं यतस्तस्य, गुणरत्नैः प्रतिक्षणम् ।।७।। શ્લોકાર્ચ -
જે કારણથી ઘી, ધૃતિ, સ્મૃતિ, સંવેગ શમ આદિ ગુણરત્નોથી પ્રતિક્ષણ તેના=શુભપરિણામરાજાના, ભાંડાગારને પ્રતિક્ષણ પૂર્ણ કરાય છે. llll શ્લોક :
दण्डश्च वर्द्धते तस्य, चतुर्भेदबलात्मकः ।
शीलाङ्गलक्षणैर्नित्यं, रथदन्तिहयादिभिः ।।८।। શ્લોકાર્ચ -
અને તે રાજાનો ચાર ભેટવાળા બલ સ્વરૂપ દંડ શીલાંગ લક્ષણોરૂપ રથ, હાથી, ઘોડાદિ વડે નિત્ય વધે છે. III.
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
दुष्टानां निग्रहासक्तः, शिष्टानां परिपालकः ।
कोशदण्डसमृद्धश्च, तेनासौ गीयते नृपः ।।९।। શ્લોકાર્ચ -
તે કારણથી દુષ્ટોના નિગ્રહમાં આસક્ત, શિષ્ટોનો પરિપાલક અને કોશદંડથી સમૃદ્ધ આ રાજા કહેવાય છે. IIII. ભાવાર્થ :
ચિત્તસૌંદર્ય નગરમાં શુભ પરિણામ નામનો રાજા છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જેઓનું ચિત્ત તત્ત્વને જોવાને અભિમુખ સુંદર પરિણામવાળું છે તે જીવોને સદા શુભપરિણામ વર્તે છે. અને તે શુભ પરિણામ જ તે જીવોને સદા સુખનું કારણ બને છે. ફક્ત ચિત્તસૌંદર્ય પ્રથમ પ્રગટે છે અને તે ચિત્તસૌંદર્યને કારણે જીવો પોતાના હિતને અનુકૂળ જે માર્ગાનુસારી શુભ પરિણામો કરે છે તે શુભ પરિણામ નામનો રાજા છે. અને જેમ રાજા પ્રજાનું પાલન કરે છે તેમ આત્મામાં પ્રગટ થયેલો શુભ પરિણામ હંમેશાં ચિત્તના સંતાપને દૂર કરે છે.
જ્યારે જ્યારે આત્મહિતને અનુકૂળ જીવમાં શુભપરિણામ વર્તે છે, ત્યારે ત્યારે તે જીવને આનંદ થાય છે અને તે શુભ પરિણામ જ જીવને સંદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે. આથી જ ધીરપુરુષો શુભપરિણામ જીવનો હિતકારી છે તેમ કહે છે. વળી આત્મામાં વર્તતા રાગાદિભાવો કામ, ઈર્ષ્યા આદિભાવો જે દુ:ખના હેતુઓ છે, તે રાગાદિ ભાવોનો શુભપરિણામ હંમેશાં નાશ કરે છે. આથી જ શુભપરિણામવાળા જીવો સદનુષ્ઠાનને દઢ યત્નપૂર્વક સેવે છે કે જેથી તેઓના રાગ, દ્વેષ, મહામોહ આદિભાવો અને કામ, ઈર્ષ્યાઆદિ ભાવો સતત ક્ષીણ-ક્ષીણતર થાય છે. વળી, શુભપરિણામવાળા જીવો હંમેશાં સશાસ્ત્રનો અભ્યાસ કરે છે, વૈરાગ્યથી આત્માને વાસિત કરે છે, હંમેશાંના સંતોષ સુખને અનુભવનારા હોય છે, ત્યાગ, સૌજન્ય આદિને ધારણ કરનારા હોય છે અને અન્ય પણ આફ્લાદને કરનારા શિષ્ટ સંમત સર્વ ગુણોને સતત પુષ્ટ પુષ્ટતર કરે છે. વળી, શુભપરિણામવાળા જીવોમાં નિર્મળબુદ્ધિ, આત્મકલ્યાણને અનુકૂળ ધૃતિ, ઉચિત કૃત્યોનું સ્મરણ, સંવેગનો પરિણામ, પ્રશમ વગેરે ગુણો સતત વધે છે. વળી તે શુભ પરિણામવાળા જીવો સ્વશક્તિ અનુસાર શીલાંગોનું પાલન કરીને આત્માને ગુણસમૃદ્ધિથી સમૃદ્ધ કરે છે. તેથી શુભ પરિણામ હંમેશાં દુષ્ટભાવોને નિગ્રહ કરે છે, સુંદર ભાવોનું પરિપાલન કરે છે અને કોશદંડથી સમૃદ્ધ હોય છે.
निष्प्रकम्पता महादेवी तस्य च शुभपरिणामस्य राज्ञो गृहीतजयपताका शरीरसौन्दर्येण, विनिर्जितभुवनत्रया कलाकलापकौशलेन, अपहसितरतिविभ्रमा विलासविस्तरेण, अधरितारुन्धतीमाहात्म्यातिशया निजपतिभक्तितया, निष्प्रकम्पता नाम महादेवी
Page #49
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ
નિષ્પકંપતા મહાદેવી અને શરીરના સૌંદર્યથી ગ્રહણ કરી છે જયપતાકા એવી, કલાકલાપના કૌશલ વડે ભુવનત્રયને જીતનારી, તિરસ્કાર કર્યો છે રતિનો વિભ્રમ જેણે એવી, પોતાના પતિની ભક્તિપણાને કારણે અવગણા કરી છે અરુંધતીના માહાભ્યના અતિશય જેણે એવી નિષ્પકમ્પતા નામની તે શુભ પરિણામ રાજાની મહાદેવી છે –
જેમ કોઈ સ્ત્રી અનેક કળામાં કુશળ હોય સુંદર શરીરવાળી હોય, તેમ નિષ્પકંપતા નામની જીવની પરિણતિ અંતરંગ ગુણો પ્રગટ કરવા માટેની અનેક કળાઓમાં કુશળ છે. અને નિષ્પકંપતા એ જીવની અંતરંગ સુંદર પરિણતિ છે, માટે તેના શરીરનું સૌંદર્ય પણ શ્રેષ્ઠ છે. વળી, કામને રતિ અત્યંત પ્રિય હોય તેના કરતાં પણ અધિક પ્રીતિ શુભ પરિણામને નિષ્પકંપતા સાથે છે. વળી અરુંધતી નામની સ્ત્રી પતિભક્તા હતી તેનાથી પણ અધિક શુભ પરિણામ પ્રત્યે નિષ્પકંપતા દેવીને ભક્તિ છે. તેથી નિષ્પકંપતાની પરિણતિ શુભપરિણામ સાથે સદા સંશ્લેષવાળી વર્તે છે. તે મહાદેવી કેવી છે ? તે બતાવે છે – શ્લોક :
एकत्र सर्वयत्नेन, कृतालङ्कारचर्चनम् । सुरासुरनरस्त्रैणं, यत्स्याल्लोकेऽतिसुन्दरम् ।।१।। क्षोभार्थं मुनिसङ्घस्य, कदाचिदुपतिष्ठते । अन्यस्यां दिशि संस्थाप्या, सा देवी निष्प्रकम्पता ।।२।। आसक्तिर्मुनिचित्तानां, तस्यामेवोपजायते ।
अतः शरीरसौन्दर्यात्सा गृहीतपताकिका ।।३।। त्रिभिर्विशेषकम् શ્લોકાર્ચ -
કર્યો છે અલંકારનો શણગાર જેણે એવો, અતિસુંદર, સુર, અસુર અને મનુષ્યની સ્ત્રીઓનો સમુદાય, સર્વ યત્ન વડે લોકમાં એક સ્થાનમાં જે થાય, કદાચિત્ મુનિસંઘના ક્ષોભ માટે ઉપસ્થિત થાય, અન્ય દિશામાં તે નિષ્પકંપતા દેવી સ્થાપન કરાય (તો) મુનિઓના ચિત્તની આસક્તિ તે નિષ્પકંપતા દેવીમાં જ થાય છે, આથી તે નિરૂકંપતા દેવી, શરીરના સૌંદર્યથી ગૃહીતપતાકિકાવાળી ગ્રહણ કરાયેલ ધજાવાળી, છે. II૧-૨-3II.
શ્લોક :
रुद्रेन्द्रोपेन्द्रचन्द्राद्याः, कलाकौशलशालिनः । ये चान्ये लोकविख्याता, विद्यन्ते भुवनत्रये ।।४।।
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
लोभकामादिभिः सर्वे, जितास्ते भावशत्रुभिः ।
न कौशलमतस्तेषां विद्यते परमार्थतः । । ५ । । युग्मम्
શ્લોકાર્થ ઃ
રુદ્ર, ઈન્દ્ર, ઉપેન્દ્ર, ચન્દ્રાદિ અને લોકમાં વિખ્યાત જે અન્ય કલાકૌશલશાલી ભુવનત્રયમાં વિધમાન છે, તે સર્વ ભાવશત્રુ એવા લોભકામાદિથી જિતાયા છે, આથી પરમાર્થથી તેઓમાં કુશલપણું વિધમાન નથી. ।।૪-૫।।
શ્લોક ઃ
तस्यास्तु देव्यास्तत्किञ्चित्कौशलं येन लीलया । तान्पराजयते तेन, साऽभिभूतजगत्त्रया ।।६।।
શ્લોકાર્થ :
વળી, તે દેવીનું તે કંઈક કૌશલ્ય છે, જેના કારણે લીલાથી તેઓનો=ભાવશત્રુનો, પરાજય કરે છે, તે કારણથી અભિભૂત કર્યો છે જગતત્રયને જેણે એવી તે છે. IIII
શ્લોક ઃ
तेर्विलासाः कामस्य, केवलं तोषहेतवः ।
मुनयस्तु पुनस्तेषां न वार्त्तामपि जानते ।।७।।
૨૯
શ્લોકાર્થ :
કામની રતિના વિલાસો ફક્ત તોષના હેતુ છે=ક્ષણભર તોષના હેતુ છે, વળી, મુનિઓ તેઓની વાર્તા પણ જાણતા નથી=કામના વિલાસોની વાર્તા પણ જાણતા નથી. 11811
શ્લોક ઃ
तस्याः सत्काः पुनर्देव्या, व्रतनिर्वाहणादयः ।
विलासा मुनिलोकस्य, मानसाक्षेपकारिणः ॥ ८ ॥
શ્લોકાર્થ ઃ
વળી, તે દેવી સંબંધી=નિષ્પકંતાદેવી સંબંધી, વ્રતનિર્વાહણાદિ વિલાસો મુનિલોકના માનસને આક્ષેપ કરનારા છે. IIII
શ્લોક ઃ
अतोऽपहसिता सत्यं स्वविलासै रतिस्तया । यथा च भर्तुर्भक्ता सा, तथेदानीं निगद्यते ।।९।।
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
આથી સત્યઃખરેખર, સ્વવિલાસોથી તેણી વડેઃનિષ્પકંપતા વડે, રતિ અપહસિત છે અને જે પ્રમાણે ભર્તાની ભક્તા તે નિષ્પકંપતા છે. તે પ્રમાણે હવે, કહેવાય છે. II II. શ્લોક :
आपत्रिमग्नभर्तारं, प्रक्राम्य निजजीवितम् ।
निर्वाहयति वीर्येण, तेनासौ भर्तृवत्सला ।।१०।। શ્લોકાર્થ :
નિજજીવિતનો વિનાશ કરીને વીર્યથી આપત્તિમાં નિમગ્ન એવા ભર્તાનો નિર્વાહ કરે છે. તે કારણથી આકનિષ્પકંપતા, ભદ્રંવત્સલ છે. ||૧૦|| શ્લોક -
अरुन्धती पुनर्नव, पत्युः संरक्षणक्षमा ।
निष्पकम्पतया तस्मात्, भर्तृभक्ततया जिता ।।११।। શ્લોકાર્ચ -
વળી, અરુન્ધતી પતિના સંરક્ષણમાં સમર્થ નથી જ, તે કારણથી ભર્તુનું ભક્તપણું હોવાથી નિકંપતા વડે અરુન્ધતી જિતાઈ છે. ll૧૧ી. શ્લોક :
किञ्चेह बहुनोक्तेन? राज्ञः कार्यप्रसाधनी ।
तस्य राज्ये परं सारा, सा देवी निष्पकम्पता ।।१२।। શ્લોકાર્ચ -
વધારે શું કહેવું? રાજાના કાર્યને પ્રસાધન કરનારી તેના રાજ્યમાં શ્રેષ્ઠ સારરૂપ એવી તે દેવી નિષ્પકંપતા છે. ||૧૨ાાં ભાવાર્થ :
ચિત્તસૌંદર્યનગરમાં શુભ પરિણામ રાજા છે અને તેની નિષ્પકંપતા મહાદેવી છે. એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોએ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ અવલોકન કરીને ચિત્તનું સૌંદર્ય પ્રાપ્ત કર્યું છે તે જીવોને સંસારના ઉચ્છેદ માટેનો શુભપરિણામ પ્રગટ થાય છે. ત્યારપછી તેઓ નિષ્પકંપતાપૂર્વક સંસારના ઉચ્છેદને માટે યત્ન કરે છે. ત્યારે તે શુભ પરિણામનો નિષ્પકંપતા સાથે સંબંધ થાય છે. અને તે નિષ્પકંપતા કેવા સ્વરૂપવાળી છે તે બતાવે છે. જેમ કોઈ રાજાની રાણી શરીરના સૌંદર્યવાળી હોય, તેમ નિષ્પકંપતા જીવના
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૧
અંતરંગ સૌંદર્યવાળી છે. કેમ, અંતરંગ સૌંદર્યવાળી છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી બતાવે છે. જેમ લોકમાં દેવતાઓની અને મનુષ્યની સુંદરરૂપવાળી સ્ત્રીઓ સર્વ અલંકારોથી અલંકૃત થઈને પોતાના રૂપથી અને સૌંદર્યથી મુનિઓનાં ચિત્તને ક્ષોભ કરવા માટે યત્ન કરે અને અન્ય બાજુ નિષ્પકંપતા પોતાના સૌંદર્યથી મુનિઓના ચિત્તને આક્ષેપ કરવા યત્ન કરે તો મુનિઓનું ચિત્ત નિપ્રકંપતામાં જ આસક્ત થાય છે; કેમ કે સુખના અર્થી એવા તે મુનિઓને સ્ત્રીઓના તુચ્છ સૌંદર્યમાં સુખ દેખાતું નથી પણ મોહના નાશથી પ્રાપ્ત થતી નિષ્પકંપ અવસ્થામાં સુખ દેખાય છે. તેથી તત્ત્વને જોનારા મુનિઓને આત્માની નિષ્પકંપ અવસ્થામાં જ સર્વસુખ દેખાય છે. માટે નિષ્પકંપ અવસ્થા આત્માની અત્યંત સુંદર અવસ્થા છે. વળી, બાહ્યકલામાં કુશળ પણ રુદ્ર ઇન્દ્રાદિ દેવો અંતરંગ કષાયોથી જિતાય છે. તેથી પોતાની આત્માની કળામાં તેઓ કુશળ નથી. જ્યારે નિષ્પકંપતાનો પરિણામ તો આત્માના પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવામાં અત્યંત કુશળ છે, તેથી સર્વકળાઓમાં નિષ્ણકંપતા તુલ્ય કોઈ કુશળ નથી. વળી, રતિના વિલાસને પણ તે નિષ્પકંપતા મહાદેવી જીતનારી છે; કેમ કે સંસારી જીવો કામનું સેવન કરીને રતિનો આનંદ લેવા પ્રયત્ન કરે છે. જ્યારે મુનિઓને આત્માની નિપ્રકંપ અવસ્થામાં જ રતિ વર્તે છે. તેથી, કામની રતિની ઇચ્છા પણ થતી નથી. પરંતુ આત્માની નિરાકુળ અવસ્થામાં જ રતિના સુખને મુનિઓ અનુભવે છે તેથી તે નિષ્પકંપતા કામની રતિને પણ જીતે તેવી મુનિઓને વિલાસ કરાવનાર છે. વળી, લોકમાં અરુન્ધતી નામની સ્ત્રી અત્યંત પતિભક્ત હતી તોપણ આપત્તિમાં પડેલા પોતાના પતિનું રક્ષણ કરવા તે સમર્થ બની નહીં. પરંતુ નિષ્પકંપ અવસ્થાને પામેલા મુનિઓ મૃત્યુના પ્રસંગમાં પણ શુભપરિણામનું રક્ષણ કરે છે. આથી ઘાણીમાં પિલાતા મહાત્માઓ પણ શુભપરિણામના બળથી કેવલજ્ઞાનને પામ્યા. તેથી તેઓમાં વર્તતી નિષ્પકંપતા પોતાના વીર્યથી શુભ પરિણામને સર્વ પ્રકારે રક્ષણ કરનાર છે. વધારે કહેવા વડે શું ? રાજાનાં સર્વકાર્યોને સાધનાર નિપ્રકંપતા છે; કેમ કે શુભ પરિણામનું સર્વકાર્ય મોહનો નાશ કરીને આત્માને પૂર્ણસુખમય અવસ્થાની પ્રાપ્તિ કરાવવી એ છે. અને નિષ્પકંપતા દેવીના બળથી તે શુભ પરિણામ રાજા સર્વ કર્મનો નાશ કરીને આત્માનું હિત સાધી આપે છે.
तत्पुत्रीक्षान्तिवर्णनम् तयोश्च निष्प्रकम्पताशुभपरिणामयोर्देवीनृपयोरस्ति प्रकर्षः सुन्दरीणां, उत्पत्तिभूमिराश्चर्याणां, मञ्जूषा गुणरत्नराशेः, वपुर्वेलक्षण्येन मुनीनामपि मनोहारिणी क्षान्ति म दुहिता
શુભપરિણામ રાજાની પુત્રી ક્ષાંતિનું વર્ણન અને નિષ્પકંપતા અને શુભપરિણામરૂપ તે દેવી અને રાજાની ક્ષાતિ નામની પુત્રી છે. તે કેવી છે? તે બતાવે છે – સુંદરીઓના પ્રકર્ષ રૂપ છે=સર્વ સુંદરીઓમાં પ્રકર્ષ રૂપ છે. આશ્ચર્યોની ઉત્પત્તિભૂમિ છે. ગુણરત્નરાશિની મંજૂષા છે. શરીરના વિલક્ષણપણા વડે મુનિઓના પણ મનને હરણ કરનારી છે –
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
यतः सा सततानन्ददायिनी पर्युपासिता ।
स्मरणेनापि निःशेषदोषमोषविधायिनी ।।१।। શ્લોકાર્ચ -
જે કારણથી પર્યાપાસના કરાયેલી એકક્ષાંતિ નામની પુત્રી, સતત આનંદને દેનારી, સ્મરણથી પણ નિઃશેષદોષથી છોડાવનારી છે. IIII. શ્લોક :
निरीक्षते विशालाक्षी, यन्नरं किल लीलया ।
पण्डितैः स महात्मेति कृत्वा गाढं प्रशस्यते ।।२।। શ્લોકાર્ચ -
ખરેખર જે કારણથી વિશાલાક્ષી વિશાલનેત્રવાળી ક્ષાંતિ લીલાપૂર્વક જે નરને જુએ છે, તે મહાત્મા છે, જેથી કરીને પંડિતો વડે અત્યંત પ્રશંસા કરાય છે. રા. શ્લોક :
आलिङ्गनं पुनस्तस्या, मन्ये यो लप्स्यते नरः ।
स सर्वनरवर्गस्य, चक्रवर्ती भविष्यति ।।३।। શ્લોકાર્ચ -
વળી, તેણીના આલિંગનને જે મનુષ્યો પ્રાપ્ત કરશે તે સર્વમનુષ્યના સમૂહનો ચક્રવર્તી થશે એમ હું માનું છું. III શ્લોક :
अतश्चारुतरा तस्या, नान्या जगति विद्यते ।
प्रकर्षः सुन्दरीणां सा, विद्वद्भिस्तेन गीयते ।।४।। શ્લોકાર્ચ -
આથી આનાથી ક્ષાંતિથી, સુંદરતર અન્ય કોઈ સ્ત્રી જગતમાં નથી. તે કારણથી સુંદરીઓનો પ્રકર્ષ તે ક્ષાંતિ, વિદ્વાનો વડે કહેવાય છે. [૪]
શ્લોક :
सध्यानकेवलज्ञानमहर्द्धिप्रशमादयः । लोकानामद्भुता भावा, ये चमत्कारकारिणः ।।५।।
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ते भवन्ति भविष्यन्ति, भूताश्चानन्तशो यतः । तत्प्रसादेन सत्त्वानां, तामाराधयतां सदा ।।६।। युग्मम्
શ્લોકાર્ચ - સધ્યાન, કેવલજ્ઞાન, મહાનઋદ્ધિઓ, પ્રશમ આદિ અદ્ભુત ભાવો જે લોકોને ચમત્કારને કરનારા છે. તે ભાવો જે કારણથી તેણીનું આરાધન કરતા એવા જીવોને સદા તેના પ્રસાદથી અનંતીવાર થયા થાય છે, અને થશે. પ-. શ્લોક :
उत्पत्तिभूमिः सा तस्मादाश्चर्याणामुदाहृता ।
यथा च रत्नमञ्जूषा, तथेदानीं निबोधत ।।७।। શ્લોકાર્ચ -
તે કારણથી તે=ક્ષમા, આશ્ચર્યોની ઉત્પત્તિભૂમિ કહેવાઈ છે, અને જે પ્રમાણે રત્નમંજૂષાત્રરત્નની પેટી છે, તે હવે સાંભળો. IIછી શ્લોક :
दानशीलतपोज्ञानकुलरूपपराक्रमाः । सत्यशौचार्जवालोभवीर्यैश्वर्यादयो गुणाः ।।८।। ये केचित्सन्दरा लोके, वर्त्तन्ते रत्नरूपिणः ।
क्षान्तिरेव हि सर्वेषां, तेषामाधारतां गता ।।९।। શ્લોકાર્ચ -
દાન, શીલ, તપ, જ્ઞાન, કુલ, રૂપ, પરાક્રમ, સત્ય, શૌચ, આર્જવ, અલોભ, વીર્ય, ઐશ્વર્યઆદિ ગુણો જે કંઈ પણ સુંદર રત્નરૂપ લોકમાં વર્તે છે, તે સર્વની આધારતાને ક્ષાંતિ જ પામેલ છે. ll૮-૯ll શ્લોક :
तेनासौ रत्नमञ्जूषा, विद्वद्भिः परिकीर्तिता ।
क्षान्तिहीना गुणाः सर्वे, न शोभन्ते निराश्रयाः ।।१०।। શ્લોકાર્ય :
તે કારણથી આ=ક્ષાંતિ, વિદ્વાનો વડે રત્નમંજૂષા કહેવાઈ છે. ક્ષમા વગરના સર્વ ગુણો નિરાશ્રય શોભતા નથી. ૧
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
अथवा
शान्तिरेव महादानं, क्षान्तिरेव महातपः ।
क्षान्तिरेव महाज्ञानं, क्षान्तिरेव महादमः ।।११।। શ્લોકાર્ચ -
અથવા ક્ષાંતિ જ મહાદાન છે. ક્ષાંતિ જ મહાતપ છે. ક્ષાંતિ જ મહાજ્ઞાન છે. ક્ષાંતિ જ મહાદમ છે ઈન્દ્રિયોનું દમન છે. II૧૧ાા. શ્લોક -
क्षान्तिरेव महाशीलं, क्षान्तिरेव महाकुलम् ।
क्षान्तिरेव महावीर्य, क्षान्तिरेव पराक्रमः ।।१२।। શ્લોકાર્ચ -
ક્ષાંતિ જ મહાશીલ છે. ક્ષાંતિ જ મહાકુલ છે. ક્ષાંતિ જ મહાવીર્ય છે. ક્ષાંતિ જ મહાપરાક્રમ છે. ll૧૨ શ્લોક :
शान्तिरेव च सन्तोषः, क्षान्तिरिन्द्रियनिग्रहः ।
क्षान्तिरेव महाशौचं, क्षान्तिरेव महादया ।।१३।। શ્લોકાર્ચ -
ક્ષાંતિ જ સંતોષ છે. ક્ષાંતિ જ ઈન્દ્રિયનો નિગ્રહ છે. ક્ષાંતિ જ મહાશૌચ છે. ક્ષાંતિ જ મહાદયા છે=મહાન આત્માની દયારૂપ છે. ll૧૩IL શ્લોક -
शान्तिरेव महारूपं, क्षान्तिरेव महाबलम् ।
क्षान्तिरेव महैश्वर्यं, क्षान्तिधैर्यमुदाहृता ।।१४।। શ્લોકાર્ધ :
ક્ષાંતિ જ મહારૂપ છે=જીવનું સુંદર રૂપ છે. ક્ષાંતિ જ મહાબલ છે=આત્મામાં કર્મનાશને અનુરૂપ મહાબલ છે. ક્ષાંતિ જ મહાશ્વર્ય છે આત્માની મહાન સમૃદ્ધિ છે. ક્ષાંતિ જ ધૈર્ય કહેવાય છે. II૧૪ll
Page #56
--------------------------------------------------------------------------
________________
રૂપ
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
क्षान्तिरेव परं ब्रह्म, सत्यं क्षान्तिः प्रकीर्तिता । क्षान्तिरेव परामुक्तिः, क्षान्तिः सर्वार्थसाधिका ।।१५।।
શ્લોકાર્થ :
ક્ષાંતિ જ પરમ બ્રહ્મ કહેવાયું છે=આત્માનું શુદ્ધ સ્વરૂપ કહેવાયું છે. ક્ષાંતિ સત્ય કહેવાઈ છે= સત્ય નામનું બીજું મહાવ્રત કહેવાયું છે. ક્ષાંતિ જ પરામુક્તિ છે=ક્ષાંતિ જ શ્રેષ્ઠકોટિની નિલભતા છે. ક્ષાંતિ સર્વ અર્થની સાધિકા છે=જીવનું સર્વ પ્રકારનું સુખ પ્રયોજન છે તે સર્વ અર્થને સાધનારી છે. II૧પI
શ્લોક :
शान्तिरेव जगद्वन्द्या, शान्तिरेव जगद्धिता ।
क्षान्तिरेव जगज्ज्येष्ठा, क्षान्तिः कल्याणदायिका ।।१६।। શ્લોકાર્ચ -
ક્ષાંતિ જ જગતવબ્ધ છે. અર્થાત્ ક્ષમાપ્રધાન મુનિ કે તીર્થકરો આદિ જગતવળે છે માટે જ ક્ષાંતિ જ જગતવળે છે. ક્ષાંતિ જ જગતના હિતને કરનારી છે. અર્થાત્ સ્વપરના હિતને કરનારી છે. ક્ષાંતિ જ જગતમાં જ્યેષ્ઠ છે=જીવને સર્વોતમ બનાવનાર હોવાથી જગતમાં જ્યેષ્ઠ છે. ક્ષાંતિ કલ્યાણને દેનારી છે. II૧૬ll.
શ્લોક :
शान्तिरेव जगत्पूज्या, क्षान्तिः परममङ्गलम् । शान्तिरेवौषधं चारु, सर्वव्याधिनिबर्हणम् ।।१७।।
શ્લોકાર્ચ -
ક્ષાંતિ જગતપૂજ્ય છે. ક્ષાંતિ પરમ મંગલ છે=ક્ષાંતિના પરિણામવાળા જીવો મંગલની પરંપરાને પ્રાપ્ત કરે છે માટે ક્ષાંતિ પરમ મંગલ છે. ક્ષાંતિ જ સર્વ વ્યાધિને દૂર કરનાર સુંદર ઔષધ છે. અર્થાત્ ક્ષમાપ્રધાન મુનિના સર્વ ભાવરોગો ક્ષાંતિથી જ ક્ષીણ થાય છે. ll૧૭ll શ્લોક :
क्षान्तिरेवारिनिर्नाशं, चतुरङ्गं महाबलम् । किञ्चात्र बहुनोक्तेन? क्षान्तौ सर्वं प्रतिष्ठितम् ।।१८।।
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
ક્ષાંતિ જ શત્રની નિર્નાશક છે. ચતુરંગ મહાબલ છે ક્ષાંતિવાળા જીવોના ભાવને નાશ કરવામાં ક્ષાંતિ જ અંતરંગ ચતુરંગ બળ છે. અહીં=ક્ષાંતિના વિષયમાં, વધારે કહેવાથી શું ? ક્ષાંતિમાં સર્વપ્રતિષ્ઠિત છે. ll૧૮II. શ્લોક :
अत एव तु सा कन्या, मुनिलोकमनोहरा ।
कुर्यादीदृशरूपायां, को न चित्तं सचेतनः? ।।१९।। શ્લોકાર્ચ -
આથી જ=ક્ષમામાં સર્વ હિત પ્રતિષ્ઠિત છે, આથી જ, મુનિલોકને મનોહર એવી તે કન્યા છે. આવા સ્વરૂપવાળી તે કન્યામાં કોણ બુદ્ધિમાન જીવ ચિત્ત ન કરે ? અર્થાત્ બુદ્ધિમાન જીવોને ક્ષાંતિ કન્યા જ અત્યંત પ્રિય છે. ll૧૯ll
શ્લોક :
अन्यच्चयस्य चित्तं समारोहेद्विलसन्ती स्वलीलया ।
सा कन्या धन्यतां प्राप्य, सोऽपि तद्रूपतां व्रजेत् ।।२०।। શ્લોકાર્ચ -
અને બીજું, સ્વલીલાથી વિલાસ પામતી તે કન્યા જેના ચિત્તને સમારોહ કરે=જેના ચિતમાં વસે, ધન્યતાને પામીને તે પણ તે જીવ પણ, તદ્રુપતાને પામે છે=ક્ષમારૂપતાને પામે છે. ll ll
वैश्वानरसंसर्गत्यागोपायः क्षान्तिपरिणयः શ્લોક :
अतः सम्यग्गुणाकाङ्क्षी, कः सकर्णो न तां हृदि ? । कुर्यात्कन्यां सदाकालं, सर्वकामसमर्पिकाम् ।।२१।।
વૈશ્વાનરના સંસર્ગના ત્યાગનો ઉપાયઃ ક્ષમા સાથે લગ્ન શ્લોકાર્ચ -
આથી, સન્ ગુણનો આકાંક્ષી કયો બુદ્ધિમાન પુરુષ સર્વકામને સમર્પિત કરનારી એવી તે કન્યાને સદાકાલ હૃદયમાં ન કરે ? ર૧||
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભાવાર્થ :
જેઓના ચિત્તમાં સૌંદર્ય પ્રગટે છે તે જીવોનાં ચિત્તમાં આત્મહિત સાધવાને અનુકૂળ શુભ પરિણામ પ્રગટે છે અને તેઓ જ્યારે શુભ પરિણામને પ્રગટ કરવા અર્થે નિષ્પકંપ બને છે ત્યારે શુભ પરિણામ અને નિષ્પકંપતાના સંયોગથી આત્મામાં ક્ષમાગુણ પ્રગટે છે જેને ક્રાંતિ કહેવાય છે. અને તે શાંતિ જેમ જેમ પ્રકર્ષવાળી થાય છે, તેમ તેમ સર્વપ્રકારના કલ્યાણની પરંપરાને તે જીવો પ્રાપ્ત કરે છે, તે બતાવવા અર્થે શાંતિનું સ્વરૂપ કહે છે. સુંદરસ્ત્રીઓનો પ્રકર્ષ ક્ષમા છે; કેમ કે સુંદરસ્ત્રીઓ પુદ્ગલના રૂપથી સુંદર હોય છે અને ક્ષમાવાળા જીવો આત્માના નિરાકુલ સ્વભાવ સ્વરૂપ પોતાના સ્વરૂપથી સુંદર હોય છે. તેથી સર્વ સુંદરીઓમાં ક્ષમા પ્રકર્ષવાળી છે. વળી, બધા પ્રકારની આશ્ચર્યની ઉત્પત્તિભૂમિ છે; કેમ કે ક્ષમાના બળથી જ તે મહાત્માઓ સંસારમાં અનેક પ્રકારની સુખપરંપરાને પ્રાપ્ત કરે છે, તે સર્વ આશ્ચર્યની ઉત્પત્તિની ભૂમિ ક્ષમા છે. વળી, જીવના એકગુણ સાથે અન્ય ગુણો પરસ્પર અત્યંત અનુવિદ્ધ છે. તેથી ક્ષમામાં યત્ન કરવાથી સર્વ પ્રકારના ગુણોનો સમૂહ આત્મામાં પ્રગટ થાય છે. માટે ગુણના રત્નોના ઢગલાની પેટી ક્ષમા છે, સંસારી જીવો કરતાં વિલક્ષણ દેહવાળી ક્ષમા હોવાથી મુનિઓના મનને હરનારી ક્ષમા છે, આથી જેઓ ક્ષાંતિની સદા પર્યાપાસના કરે છે અર્થાત્ ક્ષમાના પારમાર્થિક સ્વરૂપથી આત્માને ભાવિત કરે છે તેઓને સતત આનંદને દેનારી ક્ષમા છે, વળી, ક્ષમાના સ્વરૂપનું સ્મરણ માત્ર પણ કરવામાં આવે તો સર્વ પ્રકારના દોષો જીવમાંથી સતત દૂર થાય છે. માટે જ કલ્યાણના અર્થી જીવો સતત ક્ષમાના પારમાર્થિક સ્વરૂપથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે. વળી, જે મનુષ્યોનાં ચિત્તમાં ક્ષાંતિ વસે છે તે મનુષ્યને બુદ્ધિમાન પુરુષો મહાત્મા કહે છે અર્થાત્ જેઓના ચિત્તમાં સદા ક્ષમા પ્રત્યેનો પક્ષપાત વર્તે છે તેવા જીવોમાં વિશિષ્ટ ક્ષમા પ્રગટ થયેલી નહીં હોવા છતા ક્ષમાને અભિમુખ તેઓનું ચિત્ત સદા વર્તે છે. તેઓને પણ વિવેકી લોકો મહાત્મા કહે છે. વળી, જેઓને ક્ષમા સાક્ષાત્ આલિંગન આપે છે તે મનુષ્યો સર્વ મનુષ્યોમાં ચક્રવર્તી થાય છે અર્થાત્ તેના જેવા અઢળક સમૃદ્ધિવાળા જીવો જગતમાં કોઈ નથી તેવા શ્રેષ્ઠ અંતરંગ ગુણસમૃદ્ધિવાળા થાય છે. માટે કલ્યાણના અર્થીએ સદા ક્ષમાને પ્રકટ કરવા યત્ન કરવો જોઈએ. આથી જ વિદ્વાનોએ ક્ષમામાં સપ્લાનની પ્રાપ્તિ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, મહાન આકર્ષાદિ ઋદ્ધિઓની પ્રાપ્તિ અને પ્રશમઆદિ ભાવોની પ્રાપ્તિની અત્યંત ચમત્કાર કરનારી શક્તિઓ કહી છે અને જેઓ શાંતિની સદા આરાધના કરે છે તેઓને તે સર્વ સમૃદ્ધિઓ વર્તમાનમાં પ્રગટ થાય છે. ભૂતકાળમાં પણ ઘણા જીવોને પ્રાપ્ત થઈ છે અને ભવિષ્યમાં પણ થશે. માટે જગતના લોકોને ચમત્કાર કરે તેવા અત્યંત ઉત્તમભાવોની પ્રાપ્તિ ક્ષમાથી થાય છે. વળી, આત્મામાં જે કોઈ પણ દાન, શીલ, તપાદિ ગુણોનો સમુદાય છે તે સર્વનો આધાર ક્ષમા છે; કેમ કે જેઓનું ચિત્ત ક્રોધ કષાયથી અનાકુળ છે તેઓ જગતના જીવોને અભયદાન આપનારા છે, શીલને ધારણ કરનારા છે. નિર્જરાને અનુકૂળ ઉત્તમ પરિણતિવાળા છે અને તપને કરનારા છે અને ક્ષમાના સૂમ રહસ્યને જાણનારા હોવાથી નિપુણજ્ઞાનથી યુક્ત છે. વળી, ઉત્તમ કુલવાળા છે; કેમ કે ઉત્તમકુળ વગર ક્ષમાગુણનો પ્રાદુર્ભાવ સમર્થ નથી. આત્માના શ્રેષ્ઠ રૂપવાળા છે, મોહનાશને અનુકૂળ પરાક્રમવાળા છે. વળી, સત્ય,
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શૌચ, આદિ અન્ય ગુણો પણ કષાયના ઉપશમના બળથી જ જીવે છે તેથી જેઓમાં ક્ષમા નથી તેઓમાં સત્યાદિ ગુણો પરમાર્થથી પણ નથી. માટે ક્ષમા સર્વગુણોનો આધાર છે; કેમ કે જીવ પ્રદેશની જેમ ક્ષમા સાથે સર્વ ગુણો પ્રતિબદ્ધ છે. અને જેઓમાં ક્ષમા નથી તેઓ સ્થૂલથી દાનાદિ કરતા હોય તોપણ તે ગુણો પોતાનું કાર્ય કરનારા નહીં હોવાથી શોભતા નથી. આ રીતે બતાવ્યા પછી ક્ષમા જ મોક્ષના કારણભૂત સર્વ ગુણો સ્વરૂપ છે. એમ બતાવીને ક્ષમા જ જગતના જીવો માટે વન્ધ છે. જગતના જીવોનું હિત છે. કલ્યાણને દેનાર છે. જીવોનું પરમ મંગલભૂત છે. અને સર્વભાવ ૨ોગને દૂર કરવા માટે ઔષધ છે. આથી જેઓ ક્ષમામાં યત્ન કરનારા છે તેઓમાં સર્વગુણો પ્રતિષ્ઠિત થાય છે. આથી જ મોક્ષના અર્થી એવા મુનિઓનું ચિત્ત તે ક્ષમા ગુણમાં જ સદા આવર્જિત છે અને જેઓમાં ક્ષમાગુણ પ્રગટ થયો છે તેઓને સર્વ પ્રકારના ગુણોની પ્રાપ્તિ થાય છે, માટે કલ્યાણના અર્થી જીવો સર્વ કામનાને દેનારી એવી ક્ષમામાં જ સદાકાળ યત્ન કરે છે.
શ્લોક ઃ
एवञ्च स्थिते
सा गुणोत्कर्षयोगेन, कन्या सर्वाङ्गसुन्दरा ।
અસ્ય વૈશ્વાનરોયૈઃ, પ્રતિપક્ષતા સ્થિતા ।।રર્।।
શ્લોકાર્થ :
આ પ્રમાણે હોતે છતે=સિદ્ધપુત્રે વૈશ્વાનરના નિવારણ ઉપાયરૂપ જે ચિત્તસૌંદર્ય આદિ નગરનું વર્ણન કર્યું અને તેમાં શુભપરિણામ રાજા અને નિષ્પકંપતા દેવીની પુત્રી ક્ષાંતિ છે એમ અત્યાર સુધી બતાવ્યું. હવે તે સિદ્ધપુત્ર રાજાને કહે છે એ પ્રમાણે હોતે છતે, ગુણના ઉત્કર્ષના યોગથી સર્વાંગસુંદર તે ક્ષાંતિ કન્યા આ વૈશ્વાનરની અત્યંત પ્રતિપક્ષપણાથી રહેલી છે. II૨૨।।
શ્લોક ઃ
तस्या दर्शनमात्रेण, भीतभीतः सुविह्वलः । एष वैश्वानरो मन्ये, दूरतः प्रपलायते ।। २३ ।।
શ્લોકાર્થ ઃ
તેના દર્શન માત્રથી=ક્ષાંતિ રૂપ કન્યાના દર્શન માત્રથી, ભય પામેલો, સુવિહ્વલ થયેલો આ વૈશ્વાનર હું માનું છું દૂરથી પલાયન થાય છે. II૨૩II
શ્લોક ઃ
निःशेषदोषपुञ्जोऽयं, सा कन्या गुणमन्दिरम् । साक्षादग्निरयं पापः, सा पुनर्हिमशीतला ।। २४ ।
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ
નિઃશેષ દોષનો પુંજ આ=વૈશ્વાનર, છે તે કન્યા ગુણનું મંદિર છે. આ પાપ=વૈશ્વાનર રૂપ આ पाप, साक्षात् अग्नि छे. वजी ते=क्षांति, हिम भेवी शीतल छे. ॥२४॥
श्लोक :
:
सहावस्थानमेवं हि, नानयोर्विद्यते क्वचित् । विरोधभावात्तेनैवमस्माभिरभिधीयते ।। २५ ।
3G
श्लोकार्थ :
આ રીતે=બે પરસ્પર વિરોધી છે એ રીતે, આ બેનું=વૈશ્વાનર અને ક્ષાંતિ એ બેનું, સહાવસ્થાન ક્યારેય વિધમાન નથી; કેમ કે વિરોધનો ભાવ છે=ક્ષમા અને વૈશ્વાનર બેનો પરસ્પર વિરોધનો परिणाम छे, ते अरएाथी मा प्रमाणे = मागण हेवायुं मे प्रभारी, अमारा वडे हेवाय छे. ॥२५॥
श्लोक :
यदैव कन्यां तां धन्यां कुमारः परिणेष्यति । अनेन पापमित्रेण, तदा मैत्रीं विहास्यति ।। २६।।
श्लोकार्थ :
જ્યારે ધન્ય એવી તે કન્યાને કુમાર પરણશે ત્યારે આ પાપમિત્રની સાથે મૈત્રીને છોડશે. II૨૬II
अत्रान्तरे चिन्तितं विदुरेण - अये ! अनेन जिनमतज्ञेन नैमित्तिकेनेदमभिहितं यथा चित्तसौन्दर्ये यः शुभपरिणामः, तस्य या निष्प्रकम्पता, तज्जनिता या क्षान्तिः, सैवामुं नन्दिवर्द्धनकुमारस्यानेन पापमित्रेण वैश्वानरेण सह संसर्गं निवारयितुं समर्था, नान्यस्तन्निवारणे कश्चिदुपाय इति, तत्सर्वमनेन युक्तमुक्तम् । अथवा किमत्राश्चर्यम् ? न हि जिनमतज्ञः कदाचिदयुक्तं भाषते । ततस्तन्निमित्तकवचनमाकर्ण्य तातेनावलोकितं पार्श्ववर्त्तिनो मतिधनस्य महामन्त्रिणो वदनं, स्थितोऽसौ प्रह्वतरः, अभिहितस्तातेनआर्य! मतिधन ! श्रुतमेतद् भवता ? मतिधनेनाभिहितं देव! श्रुतम् । तातेनाभिहितं -आर्य ! यद्येवं ततो महदिदं मम चित्तोद्वेगकारणं, यद्येष विशिष्टजनस्पृहणीयोऽपि कुमारस्य गुणकलापः पापमित्रसम्बन्धदूषितो निष्फलः संपन्न इति । तद् गच्छ, शीघ्रं प्रेषय चित्तसौन्दर्ये वचनविन्यासकुशलान् प्रधानमहत्तमान्, ग्राहय तद्देशासम्भवीनि प्राभृतानि इति, उपदिश गच्छतां तेषां निरन्तरसम्बन्धकरणपटून्युपचारवचनानि, याचय कुमारार्थं शुभपरिणामं क्षान्तिदारिकामिति । मतिधनेनाभिहितं यदाज्ञापयति देव इति, निर्गन्तुं प्रवृत्तो मतिधनः ।
અત્રાન્તરે=આ વાતના શ્રવણકાળમાં, વિદુર વડે, વિચારાયું, ખરેખર આ જિનમતજ્ઞ એવા નૈમિત્તિક
Page #61
--------------------------------------------------------------------------
________________
४०
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વડે આ કહેવાયું છે. જ્યારે ચિત્તસૌંદર્યમાં જે શુભપરિણામ તેની જે નિષ્પ્રકંપતા, તેનાથી જનિત જે ક્ષાંતિ, તે ક્ષાંતિ જ, આ પાપમિત્ર વૈશ્વાનરની સાથે નંદિવર્દ્રન કુમારનો આ સંસર્ગ નિવારણ કરવા સમર્થ છે, અન્ય તેના નિવારણમાં કોઈ ઉપાય નથી. તે સર્વ=સિદ્ધપુત્રે જે કહ્યું તે સર્વ, આના દ્વારા યુક્તિ-યુક્ત કહેવાયું છે=સિદ્ધપુત્ર દ્વારા યુક્તિ-યુક્ત કહેવાયું છે અથવા આમાં=સિદ્ધપુત્રના કથનમાં, શું આશ્ચર્ય છે ? દ્દિ=જે કારણથી, જિનમતને જાણનારા ક્યારે અયુક્ત બોલતા નથી. ત્યારપછી=સિદ્ધપુત્રે આ પ્રકારે કથન કર્યું ત્યારપછી, તે જિનમતજ્ઞના વચનને સાંભળીને પિતા વડે પાસે બેઠેલ મતિધન નામના મહામંત્રીનું મુખ અવલોકન કરાયું. આ=મહામંત્રી, નજીક આવ્યો. પિતા વડે કહેવાયું, હે આર્ય ! મતિધન ! તારા વડે આ સંભળાયું ? મતિધન વડે કહેવાયું, હે દેવ, સંભળાયું, તાત વડે કહેવાયું હે આર્ય જો આ પ્રમાણે છે=આ સિદ્ધપુત્ર કહે છે એ બરાબર છે, તો આ કથન મારા ચિત્તના ઉદ્વેગનું મહાકારણ છે. જે કારણથી વિશિષ્ટજન, સ્પૃહણીય પણ કુમારનો આ ગુણસમૂહ પાપમિત્રતા સંબંધથી દૂષિત નિષ્ફળ થયેલો છે તેથી તું જા, ચિત્તસૌંદર્ય નગરમાં વચનવિન્યાસમાં કુશળ પ્રધાન એવા મંત્રીઓને શીઘ્ર મોકલ. તે દેશમાં અસંભવી એવા ભેટણાને ગ્રહણ કરાવ=સાથે આપ, જતા એવા તેઓને=પ્રધાન-મંત્રીઓને, નિરંતર સંબંધના કરણમાં પટુ એવા ઉપચારનાં વચનોનો ઉપદેશ આપ. જેથી શુભપરિણામ રાજા સાથે પોતાનો સુંદર સંબંધ થાય. કુમાર માટે શુભપરિણામ રાજાને ક્ષાંતિ નામની પુત્રીની માંગણી કરાવ, મતિધન વડે કહેવાયું, દેવ ! જે આજ્ઞા કરે. મતિધન જવા માટે પ્રવૃત્ત થયો.
-
कर्म्मपरिणामायत्तः कन्यापरिणयः
जिनमतज्ञेनाभिहितं - महाराज ! अलमनेनारम्भेण, न खल्वेवंविधगमनयोग्यं तन्नगरं, तातेनाभिहितंआर्य! कथम्? जिनमतज्ञेनाभिहितं महाराज! समस्तान्येवात्र लोके नगरराजभार्यापुत्रमित्रादीनि वस्तूनि द्विविधानि भवन्ति, तद्यथा - अन्तरङ्गाणि बहिरङ्गाणि च तत्र बहिरङ्गेष्वेव वस्तुषु भवादृशां गमनाऽऽज्ञापनादिव्यापारो, नान्तरङ्गेषु एतच्च नगरं, राजा, तत्पत्नी, दुहिता, च सर्वमन्तरङ्गं वर्त्तते, तत्र युज्यते तत्र महत्तमप्रेषणम् । तातेनाभिहितं- आर्य ! कः पुनस्तत्र प्रभवति ? जिनमतज्ञेनाभिहितं યોઽન્તરા વ રાના । તાતેનામિહિત-આર્ય! : પુનરસૌ? નિનમતોનામિતિ-મહારાન! ધર્મपरिणामः, तस्य हि शुभपरिणामस्य कर्मपरिणामेनैव भटभुक्त्या दत्तं तन्नगरम्, अतस्तदायत्तोऽसौ वर्त्तते । तातेनाभिहितं-आर्य ! किं भवत्यसौ कर्म्मपरिणामो मादृशामभ्यर्थनाविषयः ? जिनमतज्ञेनाभिहितं - महाराज ! नैतदेवं, स हि यथेष्टकारी प्रायेण नापेक्षते सत्पुरुषाभ्यर्थनां, न रज्यते सदुपचारवचनेन, न गृह्यते परोपरोधेन, नानुकम्पते दृष्ट्वाऽप्यापद्गतं जनं, केवलमसावपि कार्यं विदधानः पृच्छति महत्तमभगिनीं लोकस्थितिं, पर्यालोचयति स्वभार्यां कालपरिणतिं, कथयत्यात्मीयमहत्तमाय स्वभावाय, अनुवर्त्तते अस्यैव नन्दिवर्द्धनकुमारस्य समस्तभवान्तरानुयायिनीं प्रच्छन्नरूपां भार्यां भवितव्यतां, बिभेति कियन्मात्रं नन्दिवर्द्धनकुमारवीर्यादपि स्वप्रवृत्तौ । ततश्चैवंविधमन्तरङ्गपरिजनं स्वसंभावनया
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ सम्मान्य एष कर्मपरिणाममहाराजः कार्यं कुर्वाणो न बहिरङ्गलोकं रटन्तमपि गणयति, किं तर्हि? यदात्मने रोचते तदेव विधत्ते, तस्मानायमभ्यर्थनोचितः, किन्तु यदाऽस्य प्रतिभासिष्यते, तदा स्वयमेव कुमाराय दापयिष्यति शुभपरिणामेन शान्तिदारिकामिति ।
ક્ષમા રાજપુત્રીનું લગ્ન કર્મપરિણામરાજાને આધીન જિનમતજ્ઞ વડે કહેવાયું. હે મહારાજ ! આરંભ વડે સર્યું, ખરેખર તે નગર આ પ્રકારે ગમત યોગ્ય નથી. પિતા વડે કહેવાયું, હે આર્ય ! કેમ ગમન યોગ્ય નથી ? જિનમતજ્ઞ વડે કહેવાયું. હે મહારાજ ! આ લોકમાં નગર, રાય, પત્ની, પુત્ર, મિત્ર આદિ વસ્તુ બે પ્રકારની છે, તે આ પ્રમાણે અંતરંગ અને બહિરંગ એમ બે પ્રકારની છે. ત્યાં=બે પ્રકારની વસ્તુઓમાં, બહિરંગ જ વસ્તુઓમાં તમારે ગમનતો=જવાનો આજ્ઞાપનાદિનો વ્યાપાર છે. અંતરંગ વસ્તુઓમાં નહીં, અને આકર્ષે અત્યાર સુધી વર્ણન કર્યું છે, નગર, રાજા, તેની પત્ની અને પુત્રી સર્વ અંતરંગ વર્તે છે. તે કારણથી ત્યાં મંત્રીનું પ્રેષણમંત્રીને મોકલવું, ઘટતું નથી. પિતા વડે કહેવાયું, હે આર્ય ! વળી ત્યાં=અંતરંગ નગરમાં, કોણ સમર્થ થાય છે. જિનમતજ્ઞ વડે કહેવાયું. જે અંતરંગ જ રાજા છે તે સમર્થ છે. પિતા વડે કહેવાયું છે આર્ય ! આ કોણ છે?=અંતરંગમાં જવા માટે કોણ સમર્થ છે? જિનમતજ્ઞ વડે કહેવાયું – હે મહારાજ ! કર્મપરિણામ રાજા સમર્થ છે. હિં=જે કારણથી, તે શુભ પરિણામને કર્મપરિણામરાજા વડે ભટભક્તિથી તે નગર અપાયું છે. આથી તેને આધીન કર્મપરિણામરાજાને આધીન, આ=શુભપરિણામ રાજા, વર્તે છેઃ કર્મપરિણામ અંતરંગ જે મોહનીયતા ક્ષયોપશમભાવ રૂ૫ કર્મો છે તેનાથી જન્ચે એવો શુભ પરિણામ રાજા છે તેથી તે શુભ પરિણામ કર્મપરિણામરાજાને આધીન વર્તે છે. પિતા વડે કહેવાયું – હે આર્ય ! આ કર્મપરિણામ રાજા મારી અભ્યર્થતાનો વિષય શું થાય ?=હું તેની શાંતિ નામની પુત્રીની માંગણી કુમાર માટે કરીશ તો તે સાંભળશે. જિનમતજ્ઞ વડે કહેવાયું, હે મહારાજ ! આ કર્મપરિણામ રાજા આવો નથી અભ્યર્થનાનો વિષય નથી. હિં=જે કારણથી તે કર્મપરિણામરાજા, યથેષ્ટકારી છે–તેને રુચે છે તે પ્રમાણે જ કરનાર છે. પ્રાયઃ પુરુષોની અભ્યર્થનાની અપેક્ષા રાખતો નથી. સઉપચારતા વચતથી રંજિત થતો નથી=મધુર આલાપો દ્વારા તેને પ્રસન્ન કરી શકાતો નથી. પરના ઉપરોધથી તે ગ્રહણ થતો નથી=કોઈકના આગ્રહથી કર્મપરિણામ રાજા પોતાને આધીન થતો નથી. આપદ્ગત લોકને જોઈને અનુકંપા કરતો નથી. કેવલ આ પણ કર્મપરિણામ રાજા પણ, કાર્યને કરતો પોતાની મોટી ભગિની લોકસ્થિતિને પૂછે છે. સ્વભાર્યા કાલપરિણતિને પર્યાલોચન કરે છે. કાલપરિણતિની સાથે ઉચિત વિચારણા કરીને કૃત્ય કરે છે, પોતાના મહત્તમ એવા સ્વભાવને કહે છે. આ જ નંદિવર્ધન કુમારની સમસ્યભવાન્તરમાં અનુયાયિની પ્રચ્છન્નરૂપ ભાર્યા એવી ભવિતવ્યતાનું અનુવર્તન કરે છેઃકર્મપરિણામ રાજા અનુવર્તન કરે છે. નંદિવર્તન કુમારના વીર્યથી પણ સ્વપ્રવૃત્તિમાં કંઈક ભય પામે છે. તેથી આવા પ્રકારના અંતરંગ પરિજનને સ્વસંભાવનાથી સન્માન કરતો એવો આ કર્મપરિણામ મહારાજા કાર્યને કરતો-૨ટન કરતા બહિરંગ લોકને પણ ગણકારતો નથી=બહિરંગ લોક ગમે તેટલી
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આજીજી કરે તો પણ ગણકારતો નથી. તો શું કરે છે? એથી કહે છે – જે પોતાને રુચે છે તે જ કરે છેઃકર્મપરિણામ રાજાને જે રુચે છે તે જ કરે છે. તે કારણથી આ=કર્મપરિણામ અભ્યર્થના ઉચિત નથી. પરંતુ જ્યારે આ કર્મપરિણામ રાજાને, પ્રતિભાસિત થશે, ત્યારે સ્વયં જ કુમાર માટે શુભ પરિણામ દ્વારા ક્ષાંતિ નામની પુત્રીને અપાવશે.
जिनमतज्ञोक्तं चेतःस्वास्थ्यकारणम् तातेनाभिहितं-आर्य! हतास्तर्हि वयं, यतो न ज्ञायते कदाचित्तस्य प्रतिभासिष्यते, अस्मिंश्चानपसारिते पापमित्रे कुमारस्य समस्तगुणविफलतया न किञ्चिदस्माकं जीवतीतिकृत्वा । जिनमतज्ञेनाभिहितंमहाराज! अलं विषादेन, किमत्र क्रियते? यदीदृशमेवेदं प्रयोजनमिति ।
જિનમતના જાણકાર વડે કહેવાયેલ ચિત્તની સ્વસ્થતાનું કારણ તાત વડે કહેવાયું છે આર્ય ! તો અમે હણાયેલા છીએ=ચિંતિત છીએ, જે કારણથી જણાતું નથી, જ્યારે તેને-કર્મપરિણામ રાજાને, પ્રતિભાષિત થશે ?=કુમારને ક્ષાંતિ કન્યાને અપાવવાની ઇચ્છા થશે? અને આ પાપમિત્ર અનઅપસારિત હોતે છતે કુમારના સમસ્ત ગુણોનું વિફળપણું હોવાને કારણે અમારું કંઈ જીવિત નથી એથી કરીને અમે હણાયેલા છીએ એમ અવય છે. જિનમતજ્ઞ વડે કહેવાયું – હે મહારાજા ! વિષાદથી સર્યું. અહીં=કુમારની સકલકળા પાપમિત્રને કારણે વિફલ થાય છે એમાં, શું કરી શકાય ? જો આવું જ આ પ્રયોજન છે કુમારનું પાપમિત્રને નહીં ત્યાગ કરવાનું જ પ્રયોજન છે, તો શું કરી શકાય. અર્થાત્ કંઈ કરી શકાય નહીં. શ્લોક :
तथाहिनरः प्रमादी शक्येऽर्थे, स्यादुपालम्भभाजनम् ।
अशक्यवस्तुविषये, पुरुषो नापराध्यति ।।१।। શ્લોકા -
તે આ પ્રમાણે – શક્ય અર્થમાં પ્રમાદી મનુષ્ય ઉપાલંભનું ભાજન થાય શક્ય અર્થ હોય છતાં પ્રમાદને કારણે તે કૃત્યો કરે નહીં તો તે મનુષ્યો ઉપાલંભનું ભાજન થાય છે. અશક્ય વસ્તુના વિષયમાં પુરુષ અપરાધને પામતો નથી. ||૧|| શ્લોક :
अपि चयोऽशक्येऽर्थे प्रवर्तेत, अनपेक्ष्य बलाबलम् । आत्मनश्च परेषां च, स हास्यः स्याद्विपश्चिताम् ।।२।।
Page #64
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને વળી, જે પુરુષ પોતાના અને પરના બલાબલની અપેક્ષા રાખ્યા વગર અશક્ય અર્થમાં પ્રવર્તે છે, તે–પુરુષ, બુદ્ધિમાનોને હાસ્યાસ્પદ થાય છે. શા શ્લોક :
तदत्रैवं स्थिते कार्ये, यद्भविष्यत्तया परम् ।
भवतां त्यक्तचिन्तानामासितुं युज्यते ध्रुवम् ।।३।। શ્લોકાર્ય :
તે કારણથી=કુમારના વિષયમાં પ્રવૃત્તિ અશક્ય છે તે કારણથી, આ પ્રમાણે કાર્ય સ્થિત હોતે છતે કુમારના પાપમિત્રના પરિહારના વિષયમાં અશક્ય અનુષ્ઠાન છે એ પ્રમાણે કાર્ય સ્થિત હોતે છતે ભવિષ્યરયા જે પરમ છે=ભવિષ્યમાં જે થનારું છે ત્યાગ કરેલી ચિંતાવાળા તમોએ નક્કી રહેવું ઘટે છે. Il3II શ્લોક :
अन्यच्च कथ्यते किञ्चिच्चेतसः स्वास्थ्यकारणम् ।
निरालम्बनतामेत्य, मा भूदैन्यं भवादृशाम् ।।४।। શ્લોકાર્થ :
અને બીજું ચિત્તના સ્વાધ્યનું કારણ કંઈક કહેવાય છે. નિરાલંબનતાને પ્રાપ્ત કરીને તમને દૈન્ય ન થાઓ. તે કારણથી બીજું કહેવાય છે એમ અન્વય છે. III
तातेनाभिहितं-आर्य! साधूक्तं, समाश्वासिता वयमनेन भवता पश्चिमवचनेन, तत्कथय किं तदस्माकं चेतसः स्वास्थ्यकारणमिति । जिनमतज्ञेनाभिहितं-महाराज! अस्त्यस्य कुमारस्य प्रच्छन्नरूपः पुण्योदयो नाम वयस्यः, स यावदस्य पार्श्ववर्ती तावदेष वैश्वानरः पापमित्रतया यं यमनर्थं कुमारस्य संपादयिष्यति स सोऽस्य प्रत्युतार्थरूपतया पर्यवस्यतीति, तदाकर्ण्य मनाक् स्वस्थीभूतस्तातः । अत्रान्तरे दिनकरमम्बरतलस्य मध्यभागमारूढं निवेदयन्नाडिकाच्छेदप्रहतपटहनादानुसारी समुत्थितः शङ्खशब्दः, पठितं कालनिवेदकेन ।
તાત વડે કહેવાયું – હે આર્ય ! સુંદર કહેવાયું, આ પશ્ચિમવાક્યથી=અંતિમવાક્યથી, અમે તમારા વડે આશ્વાસિત કરાયા છીએ, તે કારણથી તમે કહો, અમારા ચિતતા સ્વાથ્યનું કારણ શું છે. જિનમતજ્ઞ વડે કહેવાયું – હે મહારાજ ! આ કુમારનો પ્રચ્છન્ન રૂપ પુણ્યોદય નામનો મિત્ર છે. તે= પુણ્યોદય, જયાં સુધી આવી પાર્શ્વવર્તી છે કુમારની પાસે છે, ત્યાં સુધી પાપમિત્રપણાથી આ વૈશ્વાનર કુમારને જે જે અનર્થ સંપાદન કરશે તે તે ઊલટું આ=કુમારને, અર્થરૂપપણાથી પર્યવસાન
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પામશે કુમારનાં હિતનું કારણ બનશે. એથી તેને સાંભળીને=સિદ્ધપુત્રના પ્રસ્તુત વચનને સાંભળીને, પિતા કંઈક સ્વસ્થ થયા. અત્રાન્તરમાં=આ અવસરે આકાશના મધ્યભાગમાં, આરૂઢ થયેલા સૂર્યને નિવેદન કરતો તાડિકાના છેદથી હણાયેલ પટનાદને અનુસરનાર શંખ શબ્દ ઉત્પન્ન થયો. કાલતિવેદક વડે કહેવાયું – શ્લોક -
न क्रोधात्तेजसो वृद्धिः, किन्तु मध्यस्थभावतः ।
दर्शयनिति लोकानां, सूर्यो मध्यस्थतां गतः ।।१।। શ્લોકાર્ધ :
ક્રોધથી તેજની વૃદ્ધિ નથી. પરંતુ મધ્યસ્થભાવથી તેજની વૃદ્ધિ છે એ પ્રમાણે લોકોને બતાવતો સૂર્ય મધ્યસ્થતાને પામ્યો. ll૧TI ભાવાર્થ :
આ પ્રમાણે સિદ્ધપુત્રે રાજા આગળ ચિત્તસૌંદર્યનગર, શુભપરિણામ રાજા, નિષ્પકંપતાદેવી અને તેની ક્ષમા નામની પુત્રીનું વર્ણન કર્યું અને અંતે કહ્યું કે આ કન્યા ક્રોધના પ્રતિપક્ષભૂત જીવના પરિણામરૂપ છે, તેથી જ્યારે કુમારને આ ક્ષમા નામની પરિણતિ પ્રગટ થશે ત્યારે આ વૈશ્વાનર રૂપ પાપમિત્ર પલાયન થશે. આ સાંભળીને પાસે બેસેલ વિદુર તે કથાનો પરમાર્થ સમજે છે. રાજા બુદ્ધિધન છે છતાં કુમાર પ્રત્યેના રાગને કારણે તેના હિતના ઉપાય રૂપે જ આ કોઈ રાજકન્યા છે તેમ તેને જણાય છે. તેથી મંત્રીને કુમાર અર્થે તે રાજકન્યાની માંગણી કરવા સૂચન કરે છે. જેના સમાધાનરૂપે સિદ્ધપુત્ર કહે છે કે હે રાજન્ ! આ કન્યા અંતરંગ પરિવાર રૂપ છે. બહિરંગ નથી. તેથી તમારા પ્રયત્નનો વિષય નથી. પરંતુ કર્મપરિણામ રાજા જ્યારે શુભ પરિણામને કહેશે ત્યારે જ તે કન્યા નંદિવર્ધ્વનને પ્રાપ્ત થશે. એથી એ પ્રાપ્ત થાય કે નંદિવર્ધ્વનના અંતરંગ જે કર્મના પરિણામો છે તેનાથી જ જ્યારે નંદિવર્ધ્વનના જીવને માર્ગાનુસારી બુદ્ધિ થશે ત્યારે તત્ત્વને જોનાર ક્ષયોપશમભાવ રૂપ શુભ પરિણામ પ્રકટ થશે. જેનાથી ક્રમે કરીને તેને ક્ષમાની પ્રાપ્તિ થશે. વળી, જિનમતજ્ઞ વડે કહેવાયું કે આ કર્મપરિણામ રાજા કોઈ દ્વારા અભ્યર્થના કરી શકાય તેમ નથી. પરંતુ પોતાની ઇચ્છાનુસાર કાર્ય કરવામાં પ્રાયઃ કોઈની અપેક્ષા રાખતો નથી. તેથી એ પ્રાપ્ત થાય કે માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવના પ્રયત્નથી અને સદાગમના વચનોને અનુસરનાર જીવોની અપેક્ષા રાખીને કર્મપરિણામ કાર્ય કરે છે અને જે જીવોને માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થઈ નથી અને સદાગમનું અવલંબન લેતા નથી તે જીવોનાં દુર્બુદ્ધિ આપાદક કર્મો તે તે પ્રકારની દુર્બુદ્ધિ આપીને તે જીવોની સર્વ પ્રકારની કદર્થના જ કરે છે. વળી, જીવોની વિડંબના જોઈને પણ કર્મપરિણામ રાજાને દયા આવતી નથી; કેમ કે કૂરકર્મો જીવને નરકની કારમી યાતના આપે છે. ત્યારે તે જીવ પ્રત્યે તેને કોઈ દયા વર્તતી નથી. ફક્ત કાર્ય કરતી વખતે કર્મપરિણામ રાજા પણ લોકસ્થિતિને અનુસરે છે જે પ્રકારે લોકસ્થિતિ હોય તેને અનુરૂપ જ કર્મો
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૫
બંધાય છે. વિપાકમાં આવે છે અને જીવની કાલપરિણતિ જે પ્રકારની હોય તે પ્રકારે જ ત્યારે ત્યારે તે કર્મો વિપાકમાં આવે છે. વળી, જીવના સ્વભાવને અનુરૂપ જ તે તે કર્મો બંધાય છે તે તે અધ્યવસાયો થાય છે. વળી, જીવની જે પ્રકારની ભવિતવ્યતા હોય તે પ્રકારે જ જીવને સદ્ગદ્ધિ કે દુર્બુદ્ધિ કર્મો આપે છે. તેથી કર્મને પરતંત્ર થયેલા જીવો આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. ફક્ત જીવની ઉચિત પ્રવૃત્તિથી તે કર્મો ગભરાય છે. તેથી જ્યારે જીવમાં વિવેકદૃષ્ટિ પ્રગટે છે ત્યારે સર્વકર્મો તે જીવને ક્યારેય પ્રતિકૂળ વર્તતા નથી. પરંતુ સર્વ પ્રકારની અનુકૂળ પરંપરા પ્રાપ્ત થાય છે. વળી, નંદિવર્ઝનના વિષયમાં અત્યારે કોઈ પ્રયત્ન થાય તેમ નથી તેમ બતાવીને સિદ્ધપુત્રે કહ્યું કે હે મહારાજા ! વિષાદ છોડી દો. શક્ય વસ્તુમાં યત્ન ન કરવામાં જ પ્રમાદી મનુષ્યો ઉપાલંભનું ભાજન થાય છે. અશક્ય વસ્તુના વિષયમાં પુરુષ પ્રયત્ન ન કરે તો તે પુરુષનો અપરાધ નથી. તેથી વિવેકી જીવોએ પોતાના હિતાહિતના વિચારો કરીને પોતાના પ્રયત્નથી જે શક્ય હોય તેના વિષયમાં જ યત્ન કરવો જોઈએ. વળી, પોતાનું કે પારકાનું હિત કરવાનો પ્રયત્ન શક્ય હોય ત્યાં જ કરવો જોઈએ. અશક્યમાં પ્રયત્ન કરવાથી પ્રયત્ન નિષ્ફળ જાય છે. અનર્થો પ્રાપ્ત થાય છે. માટે વિવેકીએ નિપુણતાપૂર્વક જે કંઈ કરવું હોય ત્યાં પોતાનું અને પરનું બલોબલ વિચારીને જે શક્ય હોય તેમાં જ યત્ન કરવો જોઈએ. વળી, રાજાને આશ્વાસન રૂપે સિદ્ધપુત્ર કહે છે કે નંદિવર્ધ્વનના પાપમિત્ર સાથેનો ત્યાગ અશક્ય છે છતા જ્યાં સુધી તેના પુણ્યના ઉદયનો સહકાર છે ત્યાં સુધી પાપત્રિકૃત સર્વ અનર્થો પણ તેના હિતનું જ કારણ બનશે, તેથી એ પ્રાપ્ત થાય કે પાપમિત્રને કારણે નંદિવર્ધ્વન પુણ્યપ્રકૃતિને ક્ષીણ કરે છે, ભવિષ્યમાં અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે તેવું પાપબાંધે છે છતાં પણ પૂર્વમાં બંધાયેલા તીવ્ર પુણ્યોદયનો સહકાર છે ત્યાં સુધી સ્થૂલથી તેનાં બાહ્યકાર્યોની સિદ્ધિ તે પુણ્યના બળથી થાય છે.
મારામપ્રયજ્ઞાનાર્થ પ્રયાસ: तातेनाभिहितं-अये! मध्याह्नसमयो वर्त्तते, ततः समुत्थातव्यमिदानीमितिकृत्वा विसर्जितो राजलोकः, पूजितौ कलाचार्यनैमित्तिको, प्रस्थापितौ सबहुमानं, ततो नैमित्तिकवचनादशक्यानुष्ठानमेतदिति जातनिर्णयेनापि तातेन मोहहेतुतयाऽपत्यस्नेहस्य समादिष्टो विदुरः, यदुत-परीक्षितव्यो भवता कुमाराभिप्रायः, किं शक्यतेऽस्मात्पापमित्राद्वियोजयितुं कुमारो न वेति? विदुरेणाभिहितं-यदाज्ञापयति देवः । ततः समुत्थितस्तातः कृतं दिवसोचितं कर्त्तव्यं, द्वितीयदिने समागतो मम समीपे विदुरो, विहितप्रणामो निषण्णो मदन्तिके, पृष्टो मया-भद्र! ह्यः किनागतोऽसि? विदुरेण चिन्तितं-अये! समादिष्टस्तावदहं देवेन, यथा लक्षयितव्यो भवता कुमाराभिप्रायः, ततोऽहमस्मै यत् तस्मात्साधोः सकाशादाकर्णितमासीन्मया दुर्जनसंसर्गदोषप्रतिपादकमुदाहरणं तत्कथयामि, ततो विज्ञास्यते खल्वेतदीयोऽभिसन्धिः, इत्येवं विचिन्त्य विदुरेणाभिहितं-कुमार! किञ्चिदाक्षण्यमभूत्, मयाऽभिहितं-कीदृशम्? विदुरेणाभिहितं-कथानकमाकर्णितम् । मयाऽभिहितं-वर्णय कीदृशं तत्कथानकम् ? विदुरेणाभिहितंवर्णयामि, केवलमवहितेन श्रोतव्यं कुमारेण । मयाऽभिहितं एष दत्तावधानोऽस्मि ।
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ નંદિવર્ધનકુમારના અભિપ્રાયને જાણવા માટે રાજા દ્વારા કરાવાયેલો પ્રયાસ
પિતા વડે કહેવાયું – અરે ! મધ્યાહ્નનો સમય વર્તે છે. તેથી હવે ઊઠવું જોઈએ. એથી કરીને રાજલોક વિસર્જન કરાયો. કલાચાર્ય અને નૈમિત્તિક પૂજા કરાયા, બહુમાનપૂર્વક પ્રસ્થાપિત કરાયા, ત્યારપછી વૈમિત્તિકના વચનથી આ અશક્ય અનુષ્ઠાન છે=નંદિવર્ધનને વૈશ્વાનર સાથેનો ત્યાગ કરાવો એ અશક્ય અનુષ્ઠાન છે, એ પ્રકારે થયેલા નિર્ણયવાળા પિતા વડે પણ પુત્રના સ્નેહરૂપ મોહનું હેતુપણું હોવાથી વિદુર આદેશ કરાયો. જે કુતથી બતાવે છે. કુમારના અભિપ્રાયની તારે પરીક્ષા કરવી જોઈએ. શું આ પાપમિત્રથી વિયોજન કરવા માટે કુમાર શક્ય છે કે નહીં ? એ તારે જાણવા યત્ન કરવો જોઈએ. એમ અવય છે. વિદુર વડે કહેવાયું – દેવ જે આજ્ઞા કરે તે આજ્ઞાનો હું સ્વીકાર કરું છું. ત્યારપછી પિતા ઊભા થયા, દિવસનું ઉચિત કર્તવ્ય કરાયું, બીજા દિવસે મારી સમીપમાં વિદુર આવ્યો=અનુસુંદર ચક્રવર્તીનો જીવ અગૃહીતસંકેતાને કહે છે – હું જ્યારે નંદિવર્ધન હતો ત્યારે બીજા દિવસે મારી સમીપમાં વિદુર આવ્યો, કરાયેલા પ્રણામવાળો વિદુર મારી નજીકમાં બેઠો, મારા વડે પુછાયોકનંદિવર્બન વડે પુછાયો, ગઈકાલે કેમ તું આવ્યો નહીં, વિદુર વડે વિચારાયું, ખરેખર હું દેવ વડે=રાજા વડે, આદેશ કરાયો છું, જે પ્રમાણે તારા વડે કુમારનો અભિપ્રાય જાણવો જોઈએ. તેથી હું આ=કુમારને, તે સાધુ પાસેથી દુર્જનસંસર્ગના દોષનું પ્રતિપાદક જે ઉદાહરણ સાંભળેલું હતું તે કહું, એ પ્રમાણે વિદુર વડે વિચાર કરાયો, તેથી આવી કુમારની, અભિસંધિ જણાશે. આ પ્રમાણે વિચારીને વિદુર વડે કહેવાયું, હે કુમાર ! કંઈક આક્ષપ્ય થયું=કંઈક મહત્ત્વનું કાર્ય થયું. મારા વડે કહેવાયું – કેવા પ્રકારનું તે આક્ષણ્ય કાર્ય હતું, વિદુર વડે કહેવાયું. કથાનક સંભળાયું. મારા વડે કહેવાયું – કેવા પ્રકારનું તે કથાનક છે તું વર્ણન કર, વિદુર વડે કહેવાયું. હું વર્ણન કરું છું, કેવલ અવહિત એવા કુમાર વડે=દઢ ઉપયોગવાળા એવા કુમાર વડે, સાંભળવું જોઈએ. મારા વડે કહેવાયું. આ અપાયેલા ધ્યાનવાળો છું.
स्पर्शनप्रभावदर्शककथा मनीषिबालयोः स्पर्शनसंपर्कः विदुरेणाभिहितं-अस्त्यस्यामेव मनुजगतो नगर्यामस्मिन्नेव भरताभिधाने पाटके क्षितिप्रतिष्ठितं नाम नगरम् । तत्रास्ति वीर्यनिधानभूतः कर्मविलासो नाम राजा । तस्य च द्वे अग्रमहिष्यौ, शुभसुन्दरी अकुशलमाला च । तत्र शुभसुन्दर्याः पुत्रोऽस्ति मनीषी नाम, बालोऽकुशलमालायाः तौ च मनीषिबालौ संप्राप्तकुमारभावौ नानाकारेषु काननादिषु क्रीडारसमनुभवन्तौ यथेष्टचेष्टया विचरतः, अन्यदा स्वदेहाभिधाने कानने नातिदूरादेव दृष्टस्ताभ्यां कश्चित्पुरुषः, स च तयोः पश्यतोरेव समारूढस्त-दुच्छ्रयाभिधानं वल्मीकं, निबद्धस्तेन मूर्द्धनामकतरुशाखायां पाशको निर्मितः शिरोधरायां प्रवाहितश्चात्मा, ततो ‘मा साहसं मा साहसं' इति वदन्तौ प्राप्तौ ससंभ्रमं तत्समीपं कुमारी, छिन्नः पाशको बालेन, ततः संमोहविह्वलो भग्नलोचनश्च पतितोऽसौ पुरुषो भूतले, समाह्लादितो वायुदानेन
Page #68
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
મારામ્યાં, જથ્થા ચેતના, ૩ન્મીલિતે લોચને, નિરીક્ષિતા વિશો, દૃષ્ટો મારો, ગમિતિસ્તામ્યાંभद्र! किमेतदधमपुरुषोचितं भवता व्यवसितम् ? किं वा भद्रस्येदृशाध्यवसायस्य कारणम् ? इति कथयतु भद्रो यद्यनाख्येयं न भवति । ततो दीर्घदीर्घं निःश्वस्य पुरुषेणाभिहितं- अलमस्मदीयकथया, न सुन्दरमनुष्ठितं भद्राभ्यां यदहमात्मदुःखानलं निर्वापयितुकामो भवद्भ्यां धारितः, तदधुनापि न कर्त्तव्यो मे विघ्न इति ब्रुवाणः समुत्थितः पुनरात्मानमुल्लम्बयितुमसौ पुरुषो, धृतो बालेन, अभिहितश्चभद्र! कथय तावदस्माकमुपरोधेन स्ववृत्तान्तं ततो यद्यलब्धप्रतीकारः स्यास्ततो यदुचितं तत्कुर्याः । સ્પર્શનેન્દ્રિયના પ્રભાવ દર્શક કથા; મનીષી અને બાલને સ્પર્શનનો સંપર્ક
४७
-
વિદુર વડે કહેવાયું આ જ મનુષ્યનગરીમાં, આ જ ભરતનામના પાટકમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. ત્યાં વીર્યના નિધાનભૂત કર્મવિલાસ નામનો રાજા છે. તેની બે અગ્રમહિષી છે. એક શુભસુંદરી અને બીજી અકુશલમાલા, ત્યાં બે રાણીઓમાં શુભસુંદરીનો મનીષી નામનો પુત્ર છે અને અકુશલમાલાનો બાલ નામનો પુત્ર છે અને સંપ્રાપ્ત કુમારભાવવાળા તે મનીષી અને બાલ અનેક પ્રકારનાં જંગલઆદિમાં ક્રીડાના રસને અનુભવતા યથેષ્ટચેષ્ટાથી વિચરતા હતા. અન્યદા સ્વદેહ નામના જંગલમાં અતિદુરથી જ નહીં એવો કોઈક પુરુષ તેઓ વડે જોવાયો. અને તે=તે પુરુષ, જોતા એવા તે બંનેના તદ્ઉય નામના વલ્ભીકમાં આરૂઢ થયો. તેના વડે=તે પુરુષ વડે, મૂર્હુ નામની તરુશાખામાં નિબદ્ધ એવો પાશ શિરોધરામાં નિર્માણ કરાયો=ગાળામાં બાંધ્યો, આત્મા પ્રવાહિત કરાયો. તેથી=તે પુરુષે આ રીતે ગળામાં ફાંસો નાખીને પોતાના મૃત્યુ માટે યત્ન કર્યો તેથી, ‘સાહસ ન કર, સાહસ ન કર' એ પ્રમાણે બોલતા સંભ્રમપૂર્વક તેની સમીપ બે કુમારો પ્રાપ્ત થયા. બાલ વડે પાશ છેદાયો, તેથી સંમોહથી વિહ્વળ, ભગ્ન લોચનવાળો આ પુરુષ જમીન પર પડ્યો. વાયુદાનથી બે કુમારો દ્વારા સમાલ્લાદિત કરાયો=મૂર્છિત એવા તે પુરુષને બાલ અને મનીષીએ પવન નાખીને કંઈક સ્વસ્થ કર્યો. ચેતના પ્રાપ્ત થઈ, બે ચક્ષુ ઉઘાડી, દિશામાં જોવા લાગ્યો, બે કુમારો જોવાયા, તેઓ વડે=બાલ અને મનીષીરૂપ બે કુમારો વડે, તે પુરુષ કહેવાયો. હે ભદ્ર ! આ અધમ પુરુષને ઉચિત તારા વડે કેમ કરાયું ? અથવા ભદ્રના આવા અધ્યવસાયનું=ભદ્ર એવા તારા આવા પ્રકારના અધ્યવસાયનું, શું કારણ છે ? એ પ્રમાણે જો અનાખ્યેય ન હોય તો ભદ્ર કહો. તેથી=બે કુમારોએ તે પુરુષને આપઘાતનું કારણ પૂછ્યું તેથી, દીર્ઘ, દીર્ઘતર નિઃશ્વાસ લઈને પુરુષ વડે કહેવાયું – અમારા સંબંધી કથા વડે સર્યું, પોતાના દુ:ખ રૂપી અગ્નિને નિવારણ કરવાની કામનાવાળો જે હું, ભદ્ર એવા તમારા વડે ધારણ કરાયો=મૃત્યુના મુખથી બચાવાયો, તે સુંદર કરાયું નથી. તે કારણથી=તમે કર્યું એ સુંદર નથી તે કારણથી, હજી પણ મને વિઘ્ન કરવો જોઈએ નહીં=આપઘાત કરવામાં તમોએ મને વિઘ્ન કરવો જોઈએ નહીં. એ પ્રમાણે બોલતો ફરી પોતાને લટકાવા માટે આ પુરુષ ઊભો થયો, બાલ વડે ધારણ કરાયો અને કહેવાયો – હે ભદ્ર ! અમારા આગ્રહથી સ્વવૃત્તાન્તને તું કહે=કયા કારણથી તું આ રીતે આપઘાત કરવા તૈયાર થયો છું તે તારો સ્વવૃત્તાન્ત કહે. ત્યારપછી જો અલબ્ધ પ્રતીકાર
Page #69
--------------------------------------------------------------------------
________________
४८
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વાળો થાય તો જે ઉચિત તે કરજે= તારા દુઃખના નિવારણનો ઉપાય ન જણાય તો, જે તને ઉચિત જણાય તે કરજે.
सदागमादेशेन भव्यस्य स्पर्शनमैत्रीत्यागः पुरुषेणाभिहितं-यदि निर्बन्धस्ततः श्रूयताम्-आसीन्मम शरीरमिव, सर्वस्वमिव, जीवितमिव, हृदयमिव द्वितीयं भवजन्तुर्नाम मित्रं, स चातिस्नेहनिर्भरतया न क्षणमात्रमपि मां विरहयति, किं तर्हि? सकलकालं मामेव लालयति, पालयति, पृच्छति च मां क्षणे क्षणे यदुत-भद्र स्पर्शन! किं तुभ्यं रोचते? ततो यद्यदहं वदामि तत्तदसौ भवजन्तुर्मम वयस्यो वत्सलतया संपादयति न कदाचिन्मत्प्रतिकूलं विधत्ते, अन्यदा मम मन्दभाग्यतया दृष्टस्तेन सदागमो नाम पुरुषः । पर्यालोचितं च सह तेन किञ्चिदेकान्ते भवजन्तुना भावितचित्तेन, हृष्ट इव लक्ष्यते । ततस्तत्कालादारभ्य शिथिलीभूतो ममोपरि स्नेहबन्धः, न करोति तथा लालनां, न दर्शयत्यात्मबुद्धिं, न प्रवर्त्तते मदुपदेशेन, न मम वार्तामपि प्रश्नयति, प्रत्युत मां वैरिकमेव मन्यते, दर्शयति विप्रियाणि, सकलं प्रतिकूलमासेवते । ततो मया चिन्तितम्-हा हन्त किमेतत् ? न मया किञ्चिदस्य व्यलीकमाचरितं, किमित्ययमकाण्ड एव भवजन्तुः षष्ठिकापरावर्तित इवान्यथा संवृत्तः, हा हतोऽस्मि मन्दभाग्य इत्यारारट्यमानो वज्राहत इव, पिष्ट इव, हतसर्वस्व इव, शोकभराक्रान्तमूर्तिः प्राप्तोऽहं दुःखातिरेकम् लक्षितं च कथञ्चित्पर्यालोचयता मया अये! सर्वोऽप्ययं सदागमपर्यालोचजनितोऽनर्थव्यतिकरो, विप्रतारितोऽयं मम वयस्योऽनेन पापेन, स चोन्मूलयन्निव मम हृदयं पुनः पुनस्तेन सदागमेन सह रहसि पर्यालोचयति, तनिवारणार्थं रटन्तमपि मां नाकर्णयति, यथा यथा च भवजन्तोः सदागमपालोचः सुतरां परिणमति तथा तथा मामेष नितरां शिथिलयति, ततः प्रवर्द्धते मे गाढतरं दुःखम् । अन्यदा दृढतरं पर्यालोच्य सदागमेन सह किञ्चिदेकान्ते त्रोटितो मया सह संबन्धः सर्वथैव भवजन्तुना, परिच्छिन्नोऽहं चित्तेन, त्यक्तानि मम वल्लभानि तद्वचनेनैव गृहीतानि यानि पूर्वं कोमलतूलीगण्डोपधानादिसनाथानि शयनानि, विरहितानि हंसपक्ष्मादिपूरितान्यासनानि, मुक्तानि बृहतिकाप्रावाररल्लिकाचीनांशुकपट्टांशुकादीनि कोमलवस्त्राणि, प्रत्याख्यातानि मम सुखदायीनि शीतोष्णर्तुप्रतिकूलतया सेव्यानि कस्तूरिकागरुचन्दनादीनि विलेपनानि, वर्जितः सर्वथा ममालादातिरेकसंपादकः कोमलतनुलताकलितो ललनासंघातः । ततःप्रभृति स भवजन्तुः करोति केशोत्पाटनं, शेते कठिनभूमौ, धारयति शरीरे मलं, परिधत्ते जरच्चीवराणि, वर्जयति दूरतः स्त्रीगात्रसङ्गं, कथञ्चिदापन्ने तस्मिन्करोति प्रायश्चित्तं, सहते माघमासे शीतं, गृह्णाति ज्येष्ठाऽऽषाढयोरातपं, सर्वथा परमवैरिक इव यद्यत्किञ्चिन्मे प्रतिकूलं तत्सर्वमाचरति । ततो मया चिन्तितं-परित्यक्तस्तावत्सर्वथाऽहमनेन, गृहीतश्च शत्रुबुद्ध्या, तथाप्यामरणान्ताः प्रणयाः
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ सज्जनानामिति वृद्धवादः, ततो यद्यप्ययमनेन सदागमपापमित्रेण विप्रतारितो मामेवं कदर्थयति तथाऽप्यकाण्ड एव न मया मोक्तव्यो, यतो भद्रकोऽयं ममात्मीयप्रकृत्या लक्षितो बहुना कालेन, कृतानि भूयांसि ममानुकूलानि, सदागममेलकजनितोऽयमस्य विपर्यासः, तत्कदाचिदपगच्छत्येष कालेन, ततो भविष्यति ममोपरि पूर्ववदस्य स्नेहभावः, एवं पर्यालोच्य व्यवस्थितोऽहं बहिष्कृतोऽपि तेन भवजन्तुना तस्यैव सम्बन्धिनि शरीराभिधाने प्रासादे महादुःखानुभवेन कालमुदीक्षमाणो दुराशापाशावपाशितः सन् कियन्तमपि कालमिति । अन्यदा सदागमवचनमनुवर्तमानस्तिरस्कृत्य मां पुरुषक्रियया निष्कास्य ततोऽपि प्रासादात्परमाधार्मिक इव निघृणतया मामाक्रन्दन्तं अवगणय्य रुष्ट इव तत्र यास्यामि यत्र भवन्तं लोचनाभ्यां न द्रक्ष्यामीत्यभिधाय गतः कुत्रचित् । स चेदानीं निर्वृतौ नगाँ प्राप्तः श्रूयते, सा च मादृशामगम्या नगरी, ततो मया चिन्तितं किमधुना मम प्रियमित्रपरिभूतेन तद्विरहितेनाजागलस्तनकल्पेन जीवितेन? ततश्चेदमध्यवसितमिति ।
સદાગમના આદેશથી ભવ્યનો સ્પર્શનની મંત્રીનો ત્યાગ પુરુષ વડે કહેવાયું=આપઘાત કરવા તત્પર થયેલા તે પુરુષ વડે કહેવાયું, જો નિર્બધ છે=મારા આપઘાતના પ્રયોજનને જાણવો તમારો આગ્રહ છે, તો સાંભળો. મારા શરીરની જેમ, સર્વસ્વતી જેમ, જીવિતની જેમ, હૃદયની જેમ, બીજો ભવજંતુ નામનો મારો મિત્ર હતો. તે અતિસ્નેહ નિર્ભરપણાને કારણે=મારા પ્રત્યે અતિસ્નેહ નિર્ભરપણાને કારણે, ક્ષણમાત્ર પણ મને દૂર કરતો નથી. તો શું કરે ? એથી કહે છે – સકલકાલ મને લાલન કરે છે, પાલન કરે છે, મને ક્ષણે ક્ષણે પૃચ્છા કરે છે. શું પૃચ્છા કરે છે? તે ‘હુ'થી બતાવે છે – હે ભદ્ર ! સ્પર્શત તને શું રુચે છે? તેથી આ પ્રમાણે તે ભવજંતુ મને પૂછતો હતો તેથી, જે જે હું કહું તે તે મારો મિત્ર એવો આ ભવજંતુ વત્સલપણાથી=મારા પ્રત્યે વાત્સલ્ય હોવાને કારણે, સંપાદન કરે છે, ક્યારે પણ મને પ્રતિકૂળ કરતો નથી. અત્યદાકતે ભવજંતુરૂપ મિત્ર, હંમેશાં મારા વચનાનુસાર સર્વ કરતો હતો તેનાથી અન્ય કોઈ કાળમાં, મારા મદભાગ્યપણાને કારણે તે મિત્ર વડે સદાગમ નામનો પુરુષ જોવાયો. અને તેની સાથે-સદાગમતી સાથે, ભાવિતચિત્તવાળા એવા ભવજંતુ વડે એકાંતમાં કંઈક પર્યાલોચન કરાયું. રુષ્ટની જેમ જણાય છે=મારા પ્રત્યે રોષ પામેલા જેવો જણાય છે. તેથી તે કાલથી માંડી=સદાગમના પરિચયથી માંડીને, મારા ઉપરનો સ્નેહબંધ શિથિલ થયો, અને લાલન કરતો નથી=મારું લાલન-પાલન કરતો નથી, આત્મબુદ્ધિ બતાવતો નથી=સ્પર્શત એવા મારા પ્રત્યે આત્મબુદ્ધિ બતાવતો નથી. મારા ઉપદેશથી પ્રવર્તતો નથી. મારી વાર્તા પણ પૂછતો નથી, ઊલટું મને વૈરિક જ માને છે, વિપ્રિયો બતાવે છે=મને પ્રિય ન હોય તેવાં કૃત્યો જ મારી સાથે કરે છે. સકલકાલ પ્રતિકૂલ સેવે છે. તેથી મારા વડે=સ્પર્શત વડે, વિચારાયું, ખેદ છે કે આ શું થયું ?-આ મિત્ર કેમ મારો વેરી થયો, આવું=આ ભવજંતુનું, વ્યલીક=વિપરીત, મારા વડે કંઈ આચરણ કરાયું નથી. કેમ આ ભવજંતુ અકાંડે જ ષષ્ઠિકાના પરાવર્તિતની જેમ
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અન્યથા થયો ?=મારી સાથે વિપરીત આચરણાવાળો થયો, હા ! ખેદ છે કે મંદભાગ્ય એવો હું હણાયો છું, એ રીતે અત્યંત રડતો, વજ્રથી હણાયેલાની જેમ, પિસાયેલાની જેમ, હરણ કરાયેલા સર્વસ્વની જેમ, શોકના ભરાવાથી આક્રાન્તમૂર્તિ એવો હું દુઃખના અતિરેકને પામ્યો, અને કોઈક રીતે પર્યાલોચન કરતા મારા વડે જણાયું=સ્પર્શન એવા મારા વડે જણાયું, તે=સ્પર્શન, બાલ અને મનીષીને કહે છે. અરે ! સર્વ પણ આ સદાગમના પર્યાલોચનથી જનિત અનર્થનો પ્રસંગ છે=મારા મિત્ર એવા ભવજંતુએ સદાગમ સાથે જે વિચારણા કરી તેનાથી થયેલા મારા માટે આ સર્વ અનર્થનો પ્રસંગ છે, આ મારો મિત્ર પાપી એવા સદાગમથી ઠગાવાયો છે. અને તે=ભવજંતુ, મારા હૃદયનું જાણે ઉન્મૂલન ન કરતો હોય તેમ ફરી ફરી સદાગમની સાથે એંકાતમાં પર્યાલોચન કરે છે. તે કારણથી નિવારણ માટે=સદાગમના સંગના નિવારણ માટે, રટન કરતા એવા મતે સાંભળતો નથી.
ЧО
સ્પર્શેન્દ્રિય હંમેશાં સ્પર્શજન્ય સુખની અભિલાષા કરે છે. તેથી સ્પર્શસુખના વ્યાઘાતક સદાગમના સંગનું નિવા૨ણ ક૨વા તે પ્રેરણા કરે છે. પરંતુ વિવેકને પામેલ તે જીવ સ્પર્શેન્દ્રિયને આધીન થયા વગર સદાગમની સાથે વિચારણા કરીને ઇન્દ્રિયોને જીતવા ઉચિત વિચારણા કરે છે. તેથી સ્પર્શેન્દ્રિય દ્વારા સદાગમના નિવારણ માટે વારંવાર સૂચન હોવા છતાં તે જીવ સ્પર્શેન્દ્રિયને સાંભળતો નથી.
અને સદાગમનું પર્યાલોચન ભવજંતુ જીવને જે જે પ્રમાણે અત્યંત પરિણમન પામે છે. તે તે પ્રમાણે મને=સ્પર્શનને, આ અત્યંત શિથિલ કરે છે=ભવજંતુ જેમ જેમ સદાગમના વચનથી સ્પર્શેન્દ્રિય વાસ્તવિક સ્વરૂપનું સમાલોચન કરે છે, તેમ તેમ તેને સ્પર્શેન્દ્રિય વિકારો ઉત્પન્ન કરીને આત્માનું અહિત કરનાર તેવો નિર્ણય થાય છે. તેથી તે જીવ અત્યંત સ્પર્શેન્દ્રિયની મિત્રતાને શિથિલ કરે છે. તેથી=ભવજંતુ મને અત્યંત અનાદર કરે છે તેથી, મને ગાઢતર દુઃખ વધે છે. અન્યદા ક્યારેક એકાંતમાં સદાગમની સાથે દેઢતર પર્યાલોચન કરીને ભવજંતુ વડે મારી સાથેનો સંબંધ સર્વથા જ ત્યાગ કરાયો=પૂર્વમાં ગૃહસ્થ અવસ્થામાં કંઈક સ્પર્શન સાથે સંબંધ હતો હવે ભવજંતુ સર્વવિરતિ ગ્રહણ કરે છે ત્યારે સ્પર્શન સાથે સર્વથા સંબંધ ત્યાગ કરાયો, હું=સ્પર્શન, ચિત્તથી દૂર કરાયો=દેહ સાથે સંયમકાળમાં સ્પર્શનનો સંબંધ હોવા છતાં ચિત્તથી સંયમકાળમાં સ્પર્શનનો ત્યાગ કરાયો. મને વલ્લભ એવા કોમલ રૂના ગાદીતકિયા વગેરેથી યુક્ત એવાં શયનો, હંસપક્ષાદિથી પૂરિત એવાં આસનો પૂર્વમાં જે ગ્રહણ કરાયેલાં તેના વચનથી જ=સદાગમના વચનથી સર્વકૃત્યો ત્યાગ કરાયાં=સંયમગ્રહણ કર્યા પછી સ્પર્શેન્દ્રિયને અનુકૂળ સર્વકૃત્યો ત્યાગ કરાયાં, બૃહતિકા, પ્રાવાર રલ્લિકા ચીનાંશુક પટ્ટાંશુકાદિ કોમલવસ્ત્રો ત્યાગ કરાયાં=સદાગમ વચનથી ત્યાગ કરાયાં, શીત, ઉષ્ણ ઋતુના પ્રતિકૂળપણા વડે મને સુખદાયી સેવ્ય કસ્તૂરી, અગર ચંદન આદિ વિલેપનો પ્રત્યાખ્યાન કરાયાં. સદાગમ વચન વડે ત્યાગ કરાવાયા, મને આહ્લાદના અતિરેકનો સંપાદક કોમલ શરીરની લતાથી યુક્ત સ્ત્રીઓનો સમૂહ સર્વથા ત્યાગ કરાયો. ત્યારથી માંડીને તે ભવજંતુ કેશનું ઉત્પાટન કરે છે. કઠિનભૂમિમાં સૂએ છે, શરીરમાં મલ ધારણ કરે છે. ક્ષીણ થયેલાં વસ્ત્રોને ધારણ કરે છે, દૂરથી સ્ત્રીના ગાત્રનો સંગ ત્યાગ કરે છે, કોઈક રીતે તે પ્રાપ્ત થયે છતે=પૂર્વમાં ત્યાગ કરાયેલી વસ્તુવિષયક મનથી પણ સ્પર્શનનો રાગ
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૫૧
થયે છતે, પ્રાયશ્ચિત્ત કરે છે. માઘમહિનામાં શીતને સહન કરે છે. જ્યેષ્ઠ-અષાઢમાં આતપને ગ્રહણ કરે છે. સર્વથા પરમ વૈરીની જેમ જે જે કંઈ મને પ્રતિકૂલ છે તે સર્વ આચરે છે.
સર્વવિરતિ ગ્રહણ કર્યા પછી પૂર્વમાં સ્પર્શનને જે જે અનુકૂળ હતું તે તે સર્વનો ત્યાગ કરે છે. અને સ્પર્શનને જે જે પ્રતિકૂલ છે. તેનું સેવન કરીને તે મહાત્મા સદાગમના વચનથી સમભાવના પરિણામમાં દૃઢ વ્યાપાર કરે છે. પરંતુ સ્પર્શનને અનુકૂળ કંઈ આચરણને કરતો નથી.
-
–
તેથી=ભવજંતુ મને અનુકૂળ સર્વનો ત્યાગ કરીને મને પ્રતિકૂલ સર્વ આચરણ કરે છે તેથી, મારા વડે=સ્પર્શન વડે, વિચારાયું, આ પ્રમાણે સ્પર્શન બાલને કહે છે એમ સંબંધ છે. શું વિચારાયું ? તે કહે છે • હું=સ્પર્શન, આના દ્વારા=ભવજંતુ દ્વારા, સર્વથા ત્યાગ કરાયો છું અને શત્રુબુદ્ધિથી ગ્રહણ કરાયો છું. તોપણ સજ્જ્ઞોની પ્રીતિઓ આમરણાંત સુધી હોય છે એ પ્રકારનો વૃદ્ધવાદ છે= એ પ્રકારનું શિષ્ટ-પુરુષોનું કથન છે. તેથી=સજ્જન પુરુષોનું કથન છે કે મરણ સુધી મિત્રનો સ્નેહ તોડવો ઉચિત નથી તેથી, જો કે આ=ભવજંતુ, આ સદાગમરૂપ પાપમિત્રથી ઠગાયેલો મને=સ્પર્શેન્દ્રિયને, આ પ્રમાણે કદર્થના કરે છે. તોપણ અકાંડ જ=અકસ્માત જ, મારા વડે ભવજંતુ ત્યાગ કરવા યોગ્ય નથી, જે કારણથી, ભદ્રક એવો આ=ભવજંતુ, આત્મીય પ્રકૃતિથી=આત્મીય સ્નેહથી, મારા વડે બહુકાળ સુધી જોવાયો છે=અનંતકાલથી અત્યાર સુધી આ ભવજંતુ મારી સાથે અત્યંત આત્મીયતાથી વર્સો છે. મને ઘણાં અનુકૂળ કૃત્યો કર્યાં છે. સદાગમના મેલકથી જનિત=સદાગમના સંબંધથી જનિત, આનો=ભવજંતુનો, આ વિપર્યાસ છે=હું તેનો પરમમિત્ર હોવા છતાં શત્રુ છું એ પ્રકારનો વિપર્યાસ છે. તે કારણથી=ભદ્રક એવો આ ભવજંતુ મારી સાથે અત્યાર સુધી ઘણી મિત્રતા કરી છે તે કારણથી, આ=સદાગમથી જનિત વિપર્યાસ, કદાચિત્—કંઈક, કાલથી, દૂર થશે. તેથી મારા ઉપર= સ્પર્શન ઉપર, પૂર્વની જેમ આવો સ્નેહભાવ થશે. આ રીતે પર્યાલોચન કરીને, તે ભવજંતુ વડે બહિષ્કૃત કરાયેલો પણ હું તેના જ સંબંધી શરીરનામના પ્રાસાદમાં મહાદુ:ખતા અનુભવથી કાલની ઉદીક્ષા કરતો=ફરી તેનો સ્નેહ થશે એવા કાલની અપેક્ષા રાખતો, દુરાશા પાશથી અવપાશિત છતો= ખોટી આશાઓથી વિડંબના પામેલો છતો, કેટલોક પણ કાલ રહ્યો. અન્યદા=જે ભવજંતુ વડે તિરસ્કાર કરાયેલો દુ:ખી એવો પણ હું તે ભવજંતુના શરીરમાં રહેલો હતો ત્યારે કોઈ કાળમાં, સદાગમના વચનનો અનુવર્તમાન એવો ભવજંતુ મને તિરસ્કાર કરીને પુરુષની ક્રિયાથી, તે પ્રાસાદથી પણ કાઢીને=પોતાના દેહરૂપી પ્રાસાદથી મને બહાર કાઢીને, પરમાધાર્મિકની જેમ કઠોરપણાથી આક્રંદ કરતા પણ મને અવગણીને રુષ્ટની જેમ ત્યાં હું જાઉં છું જ્યાં તારા લોચનને પણ જોઈશ નહીં=એ પ્રમાણે કહીને=ભવજંતુએ મને કહ્યું કે હું ત્યાં જઈશ જ્યાં તારા લોચનથી દર્શન પણ થશે નહીં એ પ્રમાણે કહીને, ક્યાંક ગયો, અને તે=ભવજંતુ હમણાં નિવૃતિનગરીમાં, પ્રાપ્ત થયેલો સંભળાય છે અને તે નગરી=નિવૃતિનગરી, મારા જેવાને અગમ્ય છે. તેથી મારા વડે વિચારાયું – હવે પ્રિયમિત્રથી પરિભૂત તેનાથી રહિત બકરાના ગલાના સ્તન જેવા મારા જીવિત વડે શું ? તેથી=ભવજંતુ આ રીતે મને છોડીને નિવૃતિનગરીમાં ગયો છે તેથી, આ અધ્યવસિત છે=આપઘાત કરવાનું કૃત્ય મારા વડે સ્વીકારાયું છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
પર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભાવાર્થ :
અનુસુંદર ચક્રવર્તીનો જીવ અગૃહીતસંકેતાને પોતાનું કથન કરે છે. તે વખતે નંદિવર્ધ્વનના ભવમાં પોતે વૈશ્વાનરથી કઈ રીતે મિત્રતાવાળો થયો અને તેની ચિંતામાં તેના પિતાએ સિદ્ધપુત્રને ઉપાય પૂછ્યો અને તે સર્વ કથન અત્યાર સુધી બતાવ્યા પછી મધ્યાહ્ન થવાથી રાજાએ સર્વને વિસર્જિત કર્યા. અને વિદુરને કહ્યું કે કુમારનો અભિપ્રાય તારે જાણવા યત્ન કરવો જોઈએ. જેથી દુર્જન એવા તે વૈશ્વાનરનો ત્યાગ કરે અને રાજાની તે પ્રકારની આજ્ઞાને કારણે બુદ્ધિમાન એવા તે વિદુરે કુમારના અભિપ્રાયને જાણવા માટે કથાનક શરૂ કર્યું. તે કથાનકમાં કર્મવિલાસ નામનો રાજા બતાવ્યો તે મનુષ્યનગરીમાં વર્તતા સર્વજીવોને સામાન્ય કર્મનો પરિણામ છે. અને તે કર્મપરિણામ રાજાની શુભસુંદરી અને અકુશલમાલા બે અગ્ર મહિષી બતાવી તે મનુષ્યભવમાં વર્તતા શુભકર્મવાળા જીવોમાં શુભપરિણામ રૂપ શુભસુંદરી છે અને અશુભકર્મવાળા જીવોમાં અશુભકર્મપરિણામની હારમાળા રૂપ અકુશલમાલા છે. શુભકર્મના ઉદયથી જીવો બુદ્ધિમાન થાય છે. તેથી તેનો પુત્ર મનીષી છે તેમ કહેલ છે અને અકુશલકર્મના ઉદયથી જીવો બાલ થાય છે. તેથી તેનો પુત્ર બાલ છે. તેથી બુદ્ધિમાનપુરુષ અને બાલ તે બંને પોતાના દેહ નામના જંગલમાં કોઈક પુરુષને જોયો તેથી એ પ્રાપ્ત થાય કે તેઓના દેહવર્તી જે સ્પર્શન નામનો પુરુષ છે, તેને તે બંનેએ જોયો અને તે સ્પર્શન બાલ બુદ્ધિમાન વગેરે સર્વપુરુષ સાધારણ છે; કેમ કે સર્વજીવોને સ્પર્શેન્દ્રિય વર્તે છે અને તે સ્પર્શેન્દ્રિયને અનુકૂળ સર્વ જીવો ચેષ્ટા કરે છે. ફક્ત એ બાળની પ્રવૃત્તિ સ્પર્શેન્દ્રિયના વિષયમાં કેવા પ્રકારની છે અને બુદ્ધિમાન પુરુષની સ્પર્શેન્દ્રિયના વિષયમાં કેવા પ્રકારની છે, તે બતાવવા માટે તે સ્પર્શેન્દ્રિય ભવજંતુની સાથે પણ સંબંધવાળી હતી, તેને ગ્રહણ કરીને બતાવે છે કે તે ભવજંતુ ભગવાનના શાસનને પામીને મોક્ષમાં જાય છે ત્યારે તેને સ્પર્શેન્દ્રિયને પોતાના દેહરૂપી નિવાસસ્થાનમાંથી કાઢી મૂક્યો અને પોતે મોક્ષનગરમાં પહોંચી ગયા. તેથી, તે સ્પર્શેન્દ્રિય તે મિત્રના વિરહથી મરવા માટે તત્પર થયો, તે વખતે સંસારવર્તી અન્ય બાલજીવો અને મનુષ્ય કઈ રીતે તેના સાથે વર્તન કરે છે, તે બતાવવા અર્થે કથાનકના રૂપમાં સ્પર્શેન્દ્રિય આપઘાત કરવા તૈયાર થયો તેમ બતાવેલ છે. સ્પર્શેન્દ્રિયને આપઘાત કરતા જોઈને તે બાલ અને મનીષી તેનું રક્ષણ કરે છે, કેમ કે તેઓના દેહના સાંનિધ્યથી તે સ્પર્શેન્દ્રિય જીવે છે. ત્યારપછી બાલ વડે તે સ્પર્શેન્દ્રિયને આપઘાતનું કારણ પુછાયું તેથી એ ફલિત થાય કે મનીષી અને બાલ તે બંને તે સ્પર્શેન્દ્રિયનું રક્ષણ કરે છે. પરંતુ મનીષીને સ્પર્શેન્દ્રિય પ્રત્યે અત્યંત પ્રીતિ નથી. બાલને અત્યંત પ્રીતિ છે તેથી તે સ્પર્શેન્દ્રિયને બાલે મરતા બચાવ્યો અને તેના આપઘાતનું કારણ પૂછ્યું ત્યારે તે સ્પર્શેન્દ્રિય ભવજંતુના શરીરને આશ્રયીને કઈ રીતે પૂર્વમાં તે ભવજંતુ સાથે મિત્રાચારીથી લાલન-પાલન કરાઈ તે બતાવે છે. અને જ્યારે તે ભવજંતુ સદાગમ નામના પુરુષની સાથે સંબંધમાં આવે છે, અને સદાગમથી ભાવિત ચિત્તવાળો બને છે. ત્યારપછી તેને સ્પર્શેન્દ્રિય સાથેની મૈત્રી ગમતી નથી. તેથી સ્પર્શેન્દ્રિય પ્રત્યેનો સ્નેહ ક્રમસર શિથિલ થાય છે તોપણ સર્વથા સ્પર્શેન્દ્રિયની મિત્રતાનો ત્યાગ કરીને તે મહાત્મા સંયમપ્રહણ કરવા સમર્થ નથી ત્યારે શ્રાવક આચારને પાળીને સ્પર્શેન્દ્રિય સાથેની મિત્રતા અત્યંત ક્ષીણ કરે છે અને જ્યારે સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે, ત્યારે સ્પર્શેન્દ્રિય પ્રત્યે અત્યંત કઠોર થઈને સંયમગ્રહણ કરે છે. સ્પર્શેન્દ્રિયને
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જે કંઈ અનુકૂળ છે તે ગૃહસ્થ અવસ્થામાં કંઈક કંઈક સેવન કરેલ તે સર્વનો પણ સંયમગ્રહણ કર્યા પછી સર્વથા ત્યાગ કરે છે. વળી જે જે સ્પર્શેન્દ્રિયને પ્રતિકૂળ છે તે સર્વ આચરણા કરે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે તે ભવજંતુ સદાગમના વચનાનુસાર વીતરાગભાવ રૂ૫ આત્માના ભાવનું સ્મરણ કરીને આત્માના નિરાકુલભાવમાં લીન થવા માટે સ્પર્શેન્દ્રિય પ્રત્યે અનાદિનો સ્થિર થયેલો સ્નેહભાવ અત્યંત દૂર કરવા અર્થે તેને જે પ્રતિકૂળ છે તે સર્વ આચરણા કરીને આત્માની અસંગ પરિણતિને જ પ્રગટ કરવા યત્ન કરે છે; છતાં સ્પર્શેન્દ્રિય તેના શરીરમાં જ રહેલી છે, તે ભવજંતુ તેની સર્વ પ્રકારે કદર્થના કરે છે, તોપણ ભવિષ્યમાં તે ભવજંતુ મને અનુકૂળ થશે તેવી આશાથી જીવે છે, એમ કહ્યું એનાથી એ પ્રાપ્ત થાય કે આ પ્રમાણે સાધુપણું પાળનારા પણ મહાત્માઓ સ્પર્શેન્દ્રિયની અત્યંત ઉપેક્ષા કરે છે. તેઓ પણ કોઈક નિમિત્તને પામીને સ્પર્શેન્દ્રિયના વિકારવાળા થાય છે ત્યારે પોતાની સર્વ સાધના ભૂલીને ફરી તે સ્પર્શનને અનુકૂળ આચરનારા બને છે. આથી જ સિંહગુફાવાસી પણ કોશાના રૂપને જોઈને સ્પર્શેન્દ્રિયવશ થઈને કામની ઇચ્છાવાળા થયા. તેમ આ ભવજંતુ પણ કદાચ મને અનુકૂળ થશે તેવી આશાથી તેના દેહમાં રહેલ સ્પર્શેન્દ્રિય જીવે છે પરંતુ જ્યારે સદાગમના ઉપદેશથી તે મહાત્મા સ્પર્શેન્દ્રિયનો અત્યંત તિરસ્કાર કરીને પોતાના દેહમાંથી તેને બહાર કાઢીને મોક્ષમાં ચાલ્યા જાય છે, ત્યારે તેમના દેહમાં વર્તતો સ્પર્શેન્દ્રિયનો પરિણામ મરવા માટે તત્પર થાય છે. ત્યારે બાલ અને મનીષી જીવો ભવજંતુ સાધારણ એવો જે સ્પર્શેન્દ્રિયનો પરિણામ છે તેનું રક્ષણ કરે છે. તેથી બાલે કહેલા પ્રશ્નના જવાબ રૂપે સ્પર્શેન્દ્રિય કહે છે, આ રીતે મિત્રના તિરસ્કારને કારણે હું મરવા માટે તૈયાર થયો છું.
मनीषिबालयोः स्पर्शनेन सह बहिरन्तश्छायया मैत्री बालेनाभिहितं-साधु स्पर्शन! साधु, स्थाने भवतो व्यवसायः, दुःसहं हि प्रियमित्रपरिभवदुःखं, तद्विरहसन्तापश्च न शक्यतोऽन्यथा यापयितुम् । तथाहि
મનીષિ અને બાલની સ્પર્શન સાથે બાહ્ય અને અંતર છાયા વડે મૈત્રી બાલ વડે કહેવાયું – હે સ્પર્શત ! સુંદર સુંદર સ્થાને તારો વ્યવસાય છે=આ રીતે તારો આપઘાતનો નિશ્ચય સ્થાને છે. દિ=જે કારણથી, પ્રિય મિત્રના પરિભવનું દુઃખ દુઃસહ છે અને તેના વિરહનો સંતાપ અન્યથા=આપઘાત કર્યા વગર, દૂર કરવો શક્ય નથી. આ પ્રકારે બાલ સ્પર્શેન્દ્રિયને કહે છે – અને તેને સ્પષ્ટ કરતાં તથાદિથી કહે છે – શ્લોક :
न शक्यः सहजात्सोढुं, क्षमिणाऽपि पराभवः ।
कनकेन हि निर्मुक्तः, पाषाणोऽपि प्रलीयते ।।१।। શ્લોકાર્થ :ક્ષમાવાળાને પણ સહજથી પરાભવ સહન કરવો શક્ય નથી. દિ=જે કારણથી, સુવર્ણથી
Page #75
--------------------------------------------------------------------------
________________
પ૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મુકાયેલો પાષાણ પણ પ્રલીન થાય છે=વિનાશ પામે છે અર્થાત્ ખાણમાંથી નીકળેલો સુવર્ણનો પત્થર જ્યારે શોધનની પ્રક્રિયામાં લેવામાં આવે છે ત્યારે સુવર્ણથી છૂટા પડેલા પત્થરના કણો પણ અગ્નિમાં બળીને ભસ્મ થાય છે. તેમ ક્ષમાશીલ જીવોનો પણ સહજ કોઈ પરાભવ કરે તો તે સહન કરવો દુષ્કર છે. ૧ બ્લોક :
मानिनां मित्रविरहे, जीवितुं नैव युज्यते ।
इदं हि नश्यता तूर्णं, वासरेण निवेदितम् ।।२।। શ્લોકાર્ચ -
માનીઓને મિત્રના વિરહમાં જીવવું યોગ્ય નથી જ, આ નાશ પામતા દિવસ વડે શીધ્ર નિવેદન કરાયું તે વખતે સૂર્યાસ્ત થાય છે તે જાણે નિવેદન કરે છે કે માની જીવોએ મિત્રના વિરહમાં જીવવું જોઈએ નહીં. જેમ સૂર્યાસ્ત થવાથી દિવસ મૃત્યુને પામે છે. રા __ अहो ते मित्रवत्सलता, अहो ते स्थिरानुरागः, अहो कृतज्ञता, अहो साहसं, अहो निर्मिथ्यभावतेति । भवजन्तोः पुनरहो क्षणरक्तविरक्तता, अहो कृतघ्नता, अहो अलौकिकत्वं, अहो मूढता, अहो खरहृदयत्वं, अहो अनार्यानुष्ठानप्रवृत्तिरिति । केवलमेवमपि स्थिते ब्रवीम्यहमत्र किञ्चित्तदाकर्णयतु भद्रः । स्पर्शनेनाभिहितं-वदतु निर्विकल्पमार्यः, बालेनाभिहितम्
અહો તારી મિત્રવત્સલતા, અહો તારો સ્થિર અનુરાગ, અહો તારી કૃતજ્ઞતા, અહો તારું સાહસ, અહો તારી નિર્મિધ્યભાવતા=દઢ નિશ્ચલતા, આ પ્રકારે બાલ સ્પર્શનના આપઘાતના પ્રયાસની પ્રશંસા કરે છે અને કહે છે કે વળી, ભવજંતુની અહો ક્ષણભર રક્તવિરક્તતા અર્થાત્ સ્વાર્થ મિત્રાચારિતા, અહો કૃતઘ્નતા=ભવજંતુનું તારા ઉપકારને ભૂલી જઈને અનુચિત વર્તન કરવા રૂપ કૃતઘ્નતા, અહો અલૌકિકપણું=ભવજંતુનું આવા સુંદરમિત્રને આ રીતે તરછોડીને કાઢી મૂક્યો તે તેનું અલોકિકપણું છે, અહો મૂઢતા=ભવજંતુની મિત્ર સાથેનું આવું વર્તન મૂઢતાવાળું છે. અહો કઠોર હૃદયપણું અતિપ્રિયમિત્ર પ્રત્યે ભવજંતુનું આ પ્રકારનું કઠોર હૃદયપણું છે. અહો અનાર્ય અનુષ્ઠાનની પ્રવૃત્તિ=ભવજંતુની અત્યંત અનુચિત પ્રવૃત્તિ, આ પ્રમાણે બાલ જીવે સ્પર્શનની પ્રશંસા કરી અને ભવજંતુની નિંદા કરી, હવે, કહે છે કે આમ હોતે છતે પણ હું કેવલ અહીં કંઈક કહું છું તેને ભદ્ર સાંભળો, સ્પર્શ વડે કહેવાયું – હે આર્ય ! નિર્વિકલ્પ કહો=ક્ષોભ રહિત કહો, બાલ વડે કહેવાયું, શું કહેવાયું ? તે બતાવે છે –
શ્લોક :
अलब्धप्रतीकाराणामभिमानावलम्बिनाम् । स्नेहैकबद्धकक्षाणां, युक्तमेतद्भवादृशाम् ।।१।।
Page #76
--------------------------------------------------------------------------
________________
પપ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અલબ્ધપ્રતિકારવાળા, અભિમાન અવલંબી, સ્નેહએકબદ્ધકક્ષાવાળા, તારા જેવાને આ યુક્ત છે=ભવજંતુના આ પ્રકારના વર્તનને કારણે આપઘાત કરવો, એ યુક્ત છે. [૧]
तथापि मदनुग्रहेण धारणीया भद्रेण प्राणाः, इतरथा ममापीयमेव गतिः । रञ्जितोऽहमनेन भवतो निष्कृत्रिममित्रवात्सल्येन, दाक्षिण्यमहोदधयश्च सत्पुरुषा भवन्ति, सत्पुरुषश्च भद्रः कार्यतो गम्यते, अतः कर्त्तव्यमेवैतत् निर्विचारं मामकं वचनं भद्रेण, यद्यपि चूतमनोरथा न किञ्चिनिकया पूर्यन्ते, तथापि मदनुकम्पया भवता मत्संबन्ध एव भवजन्तुविरहदुःखप्रतीकारबुद्ध्या मन्तव्यः । स्पर्शनेनाभिहितं-साधु आर्य ! साधु, धारिता एव भवताऽनुपकृतवत्सलेनातिस्निग्धवचनामृतसेकेनानेन स्वयमेव विलीयमाना मदीयप्राणाः, किमत्र वक्तव्यम् ? नष्टौ मेऽधुना शोकसन्तापौ, विस्मारित इव भवता भवजन्तुः, शीतलीभूतं नयनयुगलं, आह्लादितं चित्तं, निर्वापितं मे शरीरं भवद्दर्शनेन, किम्बहुना ? त्वमेवाधुना भवजन्तुरिति, ततः संजातस्तयोनिरन्तरं स्नेहभावः ।
તોપણ મારા અનુગ્રહથી ભદ્ર વડે પ્રાણો ધારણ કરવા જોઈએ. ઈતરથા=જો તું પ્રાણ ધારણ ન કરે તો, મારી પણ આ જ ગતિ છેઃતારા વિરહથી મારે પણ આપઘાત કરવો પડે એ જ માર્ગ છે. હું તારા આ વિકૃત્રિમ મિત્રતા વાત્સલ્યથી રંજિત થયો છું અને સપુરુષો દાક્ષિણ્યના મહોદધિ હોય છે અને કાર્યથી સત્પરુષ ભદ્ર જણાય છે. આથી, આ મારું વચન ભદ્ર એવા સ્પર્શત વડે નિર્વિચાર સ્વીકારવું જ જોઈએ. જો કે ચૂતમનોરથવાળા જીવો કિંચિતિકાથી પુરાતા નથી=ભવજંતુએ, આ રીતે તારો દ્રોહ કર્યો છે એથી ચૂતમનોરથવાળા એવા તારા જેવા જીવો સ્પર્શનઆદિતી મારા જેવા મિત્રતા સ્વીકારે એવી કિંચિનિકાથી પુરાતા નથી, તોપણ મારી અનુકંપાથી-તું પ્રાણત્યાગ કરે તો હું જીવી શકું એમ તથી તેથી મારી અનુકંપાથી તારા વડે મારો સંબંધ જ ભવજંતુના વિરહના દુઃખના પ્રતિકાર બુદ્ધિથી જાણવો.
ભવજંતુથી સ્પર્શનનો તિરસ્કાર થયેલો હોવા છતાં બાળ જીવ સ્પર્શેન્દ્રિયના સુખ વગર જીવી શકે તેમ નથી તેથી જાણે તે સ્પર્શનને કહેતો ન હોય કે મારી અનુકંપાથી તારે મારો સંબંધ ભવજંતુના વિરહના પ્રતિકાર બુદ્ધિથી માનવો જોઈએ.
સ્પર્શત વડે કહેવાયું છે આર્ય ! સુંદર અનુપકૃત વત્સલ એવા તારા વડે આ અતિસ્નિગ્ધ વચનરૂપ અમૃતના સિંચન વડે સ્વયં જ વિલીન પામતા મારા પ્રાણો ધારણ કરાયા છે.
ભવજંતુએ તિરસ્કાર કરીને પોતાના દેહમાંથી મને કાઢી મૂક્યો તેથી દેહના આશ્રય વગર મારા પ્રાણો સ્વયં જ વિલીન પામતા હતા. બાળ જીવે આ રીતે આશ્વાસન આપીને મારા પ્રાણોનું રક્ષણ કર્યું છે. એ પ્રકારે સ્પર્શને કહ્યું.
અહીં=બાલ વડે સ્પર્શનને આ પ્રમાણે આશ્વાસન અપાયું એ વિષયમાં, શું કહેવું જોઈએ=કંઈ
Page #77
--------------------------------------------------------------------------
________________
પ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કહેવા જેવું રહેતું નથી. હવે મારા શોકસંતાપ નાશ પામ્યા છે=ભવજંતુએ જે આ રીતે મારો ત્યાગ કર્યો તેના કારણે જે શોકસંતાપ થયેલા તે હવે નાશ પામ્યા છે. કેમ નાશ પામ્યા છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. તારા વડે=બાલ વડે, ભવજંતુ વિસ્મરણ કરાયેલા જેવો છે—તારા આશ્વાસનથી ભવજંતુ જાણે મને સર્વથા વિસ્મરણ કરાયો છે. તયયુગલ શીતલ થયું છે, ચિત્ત આલાદિત થયું છે. તારા દર્શનથી=બાલવા દર્શનથી મારું શરીર નિર્વાપિત થયું છે=અંતઃસ્તાપથી જે દગ્ધ હતું તે શાંત થયું છે. વધારે શું કહેવું? તું જ હવે ભવજંતુ છે ! ત્યારપછી તે બેનો=બાલ અને સ્પર્શનનો, નિરંતર સ્નેહભાવ થયો. ભાવાર્થ
બાલે સ્પર્શેન્દ્રિયને આપઘાત કરવાનું કારણ પૂછ્યું તેનું સ્પષ્ટીકરણ અત્યાર સુધી સ્પર્શેન્દ્રિય કર્યું. વસ્તુતઃ સ્પર્શેન્દ્રિય એ જીવના મતિજ્ઞાનના ક્ષયોપશમભાવના ઉપયોગ સ્વરૂપ છે અને દ્રવ્ય રૂપ સ્પર્શેન્દ્રિય દેહ સ્વરૂપ છે. તે દેહમાં વર્તતા જીવનો દ્રવ્યસ્પર્શેન્દ્રિયના અવલંબનથી થનારો મતિજ્ઞાનના ક્ષયોપશમરૂપ ઉપયોગ તે ભાવસ્પર્શેન્દ્રિય છે અને તે ઉપયોગ દેહને અનુકૂળ ભાવોમાં જીવને શાતાના વેદનરૂપ, અને રતિના વેદનરૂપ વર્તે છે, દેહને પ્રતિકૂળ ભાવમાં અશાતા રૂપે અને અરતિરૂપે વર્તે છે. વળી, જે જીવોને તત્ત્વનો લેશ પણ બોધ નથી, તેઓને આ સ્પર્શજન્ય સુખ જ મારું સુખ છે અને સ્પર્શને વ્યાઘાતક સામગ્રીથી થતું દુઃખ એ મારું જ દુઃખ છે તેવો બોધ વર્તે છે; કેમ કે તેઓનો મતિજ્ઞાનનો ઉપયોગ સ્પર્શેન્દ્રિયજન્ય સુખ માત્રમાં વ્યાપારવાળો છે. કષાયોના ઉપશમજન્ય સુખના ગંધનો લેશ પણ તેઓમાં નથી તેવા જીવો બાળ જીવ છે. તેથી, તેઓને સ્પર્શેન્દ્રિય પરમ મિત્ર રૂપ જણાય છે અને જેઓને સદાગમનો પરિચય થયો છે તેનાથી શ્રુતજ્ઞાનાવરણનો માર્ગાનુસારી ક્ષયોપશમ થયો છે તેવા જીવોને ઇન્દ્રિયોની આકુળતા સુખ નથી પરંતુ ઇન્દ્રિયોના વિકાર વગરના નિરાકુળ આત્માનું સ્વરૂપ સુખરૂપ છે એવો કંઈક બોધ થયો છે, છતાં ઇન્દ્રિયનાં વિપાક આપાદક કર્મો ક્ષયોપશમભાવને પામ્યાં નથી તેથી સ્પર્શેન્દ્રિયના વિકારો થાય છે. તેથી તેઓનો મતિજ્ઞાનનો ઉપયોગ સ્પર્શેન્દ્રિય સાથે સંલગ્ન થઈને સ્પર્શેન્દ્રિયના અનુકૂળ ભાવોમાં રતિનો અનુભવ કરે છે અને ઇન્દ્રિયોના પ્રતિકૂળ ભાવોમાં અરતિનો અનુભવ કરે છે. તોપણ માર્ગાનુસારી પ્રજ્ઞાને કારણે તેઓનો મતિજ્ઞાનનો ક્ષયોપશમ અનંતાનુબંધીના ક્ષયોપશમભાવથી અને મિથ્યાત્વના ક્ષયોપશમભાવથી સંવલિત હોવાને કારણે સ્પર્શેન્દ્રિયજન્ય સુખની જે ઇચ્છા થઈ અને તે સ્પર્શજન્ય રતિ થઈ તે આત્માની વિકૃતિ હોવાથી આત્માનું હિત નથી. પરંતુ કર્મબંધનું કારણ આ વિકારો છે અને પાપપ્રવૃત્તિઓ કરાવીને દુર્ગતિઓનું કારણ આ વિકારો છે, તેવો બોધ હોવાથી તે જીવો સતત સદાગમ સાથે પર્યાલોચન કરીને સદાગમના વચનાનુસાર ઉચિત ઉપાયોને સેવીને સ્પર્શજન્ય વિકારોને શાંત કરવા યત્ન કરે છે. જ્યાં સુધી સદાગમના ભાવનના બળથી તે પ્રકારનો ચારિત્ર મોહનીય ક્ષયોપશમભાવને પામ્યો નથી. ત્યાં સુધી કંઈક વિકારોના શમન માટે પણ યત્ન કરે છે, સદાગમના વચનાનુસાર સ્પર્શનની વિકારશક્તિને ક્ષીણ કરવા માટે પણ ઉચિત ક્રિયાઓ કરે છે. તેઓનો મતિજ્ઞાનનો ઉપયોગ કંઈક સ્પર્શનના વિકારોવાળું, કંઈક સ્પર્શનના શાતાજન્ય સુખના અનુભવવાળું અને સ્પર્શનના સુખના ભોગકાળમાં કંઈક રતિના પરિણામવાળું
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૫૭
વર્તે છે તોપણ સદાગમના વચનના બળથી થયેલા નિર્મલમતિજ્ઞાનને કારણે તે વિકારને ક્ષીણ કરવા પણ તેઓ યત્ન કરે છે તેવા જીવો મનીષી કહેવાય છે અને પ્રસ્તુત સ્પર્શનના કથનમાં પ્રસંગમાં બાલ અને મનીષી તે બંનેએ સ્પર્શેન્દ્રિયને મરતાં જીવાડ્યો તોપણ મનીષીને તે સ્પર્શ વિશ્વાસપાત્ર જણાતો નથી. બાલને તે અત્યંત વિશ્વસનીય મિત્ર જણાય છે તેથી ભવજંતુથી તરછોડાયેલ તે સ્પર્શેન્દ્રિયને બાલ જીવે આશ્રય રૂપે સ્વીકારી લીધો અને જેમ તે ભવજંતુને સદાગમની પ્રાપ્તિ પૂર્વે સ્પર્શેન્દ્રિય સાથે ગાઢમૈત્રી હતી તેમ બાળ જીવને ગાઢ મૈત્રી થાય છે. તેથી ભવજંતુનું સદાગમની પ્રાપ્તિ પૂર્વેનું જે સ્થાન સ્પર્શેન્દ્રિયનું હતું તે સ્થાન બાળ જીવે સ્વીકારી લીધુ. તેથી એ ફલિત થાય કે જેમ તે ભવજંતુ મોક્ષની પ્રાપ્તિ પૂર્વે સંસારમાં સ્પર્શન સાથે ગાઢમૈત્રીવાળો હતો તેમ બાળ જીવો સ્પર્શન સાથે ગાઢમૈત્રીવાળા છે, તેના બળથી આ સ્પર્શનનો પરિણામ જીવે છે. વળી મનીષીની જેમ જ્યારે તે જીવો સદાગમના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સ્પર્શનરૂપ પાપમિત્રનો ત્યાગ કરે ત્યારે સ્પર્શનકૃત અનર્થોથી સુરક્ષિત બને છે અને અંતે ભવજંતુની જેમ સ્પર્શનનો ત્યાગ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે.
मनीषिणा चिन्तितं न खलु सहजोऽनुरक्तो वयस्यः केनचित्प्रेक्षापूर्वकारिणा पुरुषेण निर्दोषस्त्यज्यते, न च सदागमो निर्दोषं कदाचित्त्याजयति, स हि गाढं पर्यालोचितकारीति श्रुतमस्माभिः, तदत्र कारणेन भवितव्यं, न सुन्दरः खल्वेष स्पर्शनः प्रायेण, तदनेन सह मैत्रीं कुर्वता विरूपमाचरितं बालेन । एवं चिन्तयन्नेव मनीषी संभाषितः स्पर्शनेन कृतं मनीषिणाऽपि लोकयात्रानुरोधेन संभाषणम्, संजाता तेनापि सह बहिश्छायया मैत्री स्पर्शनस्य ।
મનીષી વડે વિચારાયું=સ્પર્શને પોતાના આપઘાતનું સર્વકથન કર્યું તે સાંભળીને મનીષી વડે વિચારાયું, ખરેખર નિર્દોષ સહજ અનુરક્ત એવો મિત્ર કોઈ વિચારપૂર્વક કરનારા પુરુષ વડે ત્યાગ કરાતો નથી. અને સદાગમ ક્યારેય નિર્દોષનો ત્યાગ કરાવે નહીં. =િજે કારણથી, તે=સદાગમ ગાઢ પર્યાલોચનને કરનાર છે=અત્યંત વિચારીને ઉચિતકૃત્ય કરનાર છે, એ પ્રમાણે અમારા વડે સંભળાયું છે, તે કારણથી=ર 1=સદાગમના વચનથી ભવજંતુએ સ્પર્શનનો ત્યાગ કર્યો છે તે કારણથી, આમાં=ભવજંતુના સ્પર્શનના ત્યાગના વિષયમાં, કારણ હોવું જોઈએ. પ્રાયઃ ખરેખર આ સ્પર્શન સુંદર નથી. તે કારણથી સ્પર્શનની સાથે મૈત્રીને કરતા એવા બાલ વડે વિરૂપ આચરણ કરાયું છે=કુત્સિત આચરણ કરાયું છે. આ પ્રમાણે વિચાર કરતો જ મનીષી સ્પર્શન વડે બોલાવાયો, મનીષી વડે પણ લોકયાત્રાના અનુરોધથી સંભાષણ કરાયું=શિષ્ટ લોકોનો આચાર છે કે કોઈક પોતાને બોલાવે તો તેની સાથે ઉચિત સંભાષણ કરે એ પ્રકારના લોકયાત્રાના અનુરોધથી મનીષી વડે પણ સંભાષણ કરાયું. તેની સાથે પણ=મનીષી સાથે પણ બાહ્યછાયાથી સ્પર્શનની મૈત્રી થઈ.
कर्मविलासाऽकुशलमालयोरभिप्रायः
प्रविष्टाः सर्वेऽपि नगरे, संप्राप्ता राजभवनं, दृष्टो दत्तास्थानः कर्म्मविलासः सह महादेवीभ्यां,
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ कृतं पादपतनं जननीजनकानां आनन्दितास्तैराशीर्वादेन, दापितान्यासनानि नोपविष्टास्तेषु, निषण्णा भूतले, दर्शितः स्पर्शनः, कथितस्तद्वृत्तान्तः, प्रकाशितश्चात्मनश्च तेन सह मैत्रीभावः कुमाराभ्यां, परितुष्टः कर्मविलासः । चिन्तितमनेन-मम तावदपथ्यसेवनमिव व्याधेरुपचयहेतुरेष स्पर्शनः दृष्ट एव मयाऽनेकशः पूर्वं, तत्सुन्दरमेतत्संपन्नं यदनेन सहानयोमैत्री संजातेति, केवलं प्रकृतिरियं ममानादिरूढा वर्त्तते यदुत-योऽस्यानुकूलस्तस्य मया प्रतिकूलेन भवितव्यं, यः पुनरस्य प्रतिकूलो निरभिष्वङ्गतया तस्य मया सुन्दरं वर्तितव्यं, यः पुनरेकान्ततस्त्यजति स मयाऽपि सर्वथा मोक्तव्य एव । तदेवं स्थिते निरीक्ष्य निरीक्ष्य कुमारयोरेनं प्रति चेष्टितं यथोचितं करिष्यामीति विचिन्त्याभिहितं कर्मविलासेनवत्सौ! सुन्दरमनुष्ठितं भवद्भ्यां यदेष स्पर्शनः प्राणत्यागं विदधानो धारितो, मैत्रीकरणेन पुनः सुन्दरतरं, क्षीरखण्डयोगतुल्यो हि वत्सयोरनयोः सार्धं संबन्धः । अकुशलमालया चिन्तितं-अहो मे धन्यता, भविष्यत्येतत्संबन्धेन मम यथार्थं नाम । यो ह्यस्य स्पर्शनस्यानुकूलः स ममात्यन्तवल्लभः स एव च मां वर्द्धयति, पालयति, मदीयस्नेहफलं चानुभवति नेतरः, बहुशोऽनुभूतपूर्वमेतन्मया, एष च मदीयसूनुरेनं प्रति मुखरागेण गाढमनुकूलो लक्ष्यते ततो भविष्यति मे मनोरथपूर्तिरिति विचिन्त्य तया बालं प्रत्यभिहितं-वत्स! सुन्दरमनुष्ठितं, अवियोगो भवतु भवतः सुमित्रेणेति ।
કર્મવિલાસરાજા અને અકુશલમાલાનો અભિપ્રાય સર્વેએ પણ=બાળ, મનીષી અને સ્પર્શત સર્વેએ પણ નગરમાં પ્રવેશ કર્યો=ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં પ્રવેશ કર્યો. રાજભવનમાં પ્રાપ્ત થયા. બે મહાદેવીઓ સાથે ભરેલી છે સભા જેણે એવો કર્મવિલાસરાના જોવાયો-તે ત્રણ વડે જોવાયો. માતા-પિતાને પાદપતન કરાયું. તેઓ વડે કર્મપરિણામ રાજા અને તેમની પત્નીઓ વડે આશીર્વાદથી આનંદિત કરાયા=બાલાદિ ત્રણે આનંદિત કરાયા, આસનો અપાયાં, તેઓમાં આસનોમાં, બેઠા નહીં, ભૂતલમાં બેઠા, સ્પર્શન બતાવાયો. તેનો વૃતાંત કહેવાયો=સ્પર્શને પૂર્વમાં જે વૃત્તાંત કહો તે વૃતાંત માતા-પિતાને કહેવાયો. અને તેની સાથે પોતાનો મૈત્રીભાવ, બે કુમારો દ્વારા બાલ અને મનીષી દ્વારા પ્રકાશિત કરાયો. કર્મવિલાસ પરિતોષ પામ્યો= સ્પર્શનના મૈત્રીભાવથી બાલ અને મનીષીને અધિક કર્મબંધની પ્રાપ્તિ થશે તેથી કર્મપરિણામ તોષ પામ્યો. આના વડે વિચારાયું–કર્મવિલાસ વડે વિચારાયું – જેમ વ્યાધિવાળાને અપથ્યનું સેવન વ્યાધિના ઉપચયનો હેતુ છે, એમ આ=સ્પર્શન, મારા ઉપચયનો હેતુ છે એ પ્રમાણે કર્મવિલાસ વડે ચિંતવન કરાયું એમ અવય છે. મારા વડે અનેક વખત પૂર્વમાં સ્પર્શન જોવાયો છે. તે કારણથી સ્પર્શતનો, બાલ અને મનીષી સાથે સંબંધ ઉપચયનો હેતુ છે તે કારણથી, આ સુંદર પ્રાપ્ત થયું જે કારણથી આની સાથે આમની મૈત્રી થઈ બાલ અને મનીષીની મૈત્રી થઈ એ પ્રમાણે કર્મવિલાસ વડે ચિંતવન કરાયું એમ અવય છે. કેવલ મારી અનાદિ રૂઢ આ પ્રકૃતિ વર્તે છે કર્મપરિણામ રાજા એવા મારી આ
Page #80
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૫૯ અનાદિની પ્રકૃતિ છે, જે “વત'થી બતાવે છે – જે જીવ આનેત્રસ્પર્શનને, અનુકૂલ છે તેનેeતે જીવને, મારે પ્રતિકૂળ થવું જોઈએ. જે જીવ સ્પર્શતને પરવશ હોય તે જીવને કર્મપરિણામ પ્રતિકૂલ થાય એવી પાપપ્રકૃતિનો બંધ થાય છે, વળી જે જે જીવ આને સ્પર્શનને, નિરભિળંગપણાને કારણે=સ્પર્શનમાં અનાસક્તપણાને કારણે, પ્રતિકૂલ છે. તેનેeતે જીવને, મારા વડે સુંદર વર્તવું જોઈએ. જે જીવો સ્પર્શેન્દ્રિયમાં આસક્ત નથી તે જીવોને અનુકૂળ એવું પુણ્ય બંધાય છે જે કર્મપરિણામ રાજાનું અનુકૂળ વર્તન છે. વળી, જે એકાંતથી ત્યાગ કરે છે=આ સ્પર્શનનો ત્યાગ કરે છે તેeતે જીવ, મારા વડે પણ-કર્મપરિણામ વડે પણ, સર્વથા ત્યાગ કરવો જોઈએ.
જે જીવો સ્પર્શેન્દ્રિયમાં અનાસક્ત થઈને મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ સ્પર્શનનો ત્યાગ કરીને વીતરાગભાવને પામે છે, ત્યારે માત્ર શાતા-અશાતા વેદનરૂપ કેવલજ્ઞાનના પરિણામરૂપ સ્પર્શન હોય છે અને જ્યારે તેઓ યોગનિરોધ કરીને મોક્ષમાં જાય છે ત્યારે શરીરનો અને શાતા-અશાતાના વેદનરૂપ સ્પર્શનનો સર્વથા ત્યાગ કરે છે ત્યારે કર્યો પણ તે જીવનો સર્વથા ત્યાગ કરે છે. તેથી કર્મપરિણામ રાજા વિચારે છે કે જે જીવ એકાંતથી સ્પર્શનનો ત્યાગ કરે છે તે જીવ મારા વડે પણ સર્વથા મુકાવો જોઈએ.
તે કારણથી-કર્મપરિણામ રાજાએ પૂર્વમાં કહ્યું એ પ્રમાણે વિચારે છે તેથી, આ પ્રમાણે હોતે છતે બાલ અને મનીષીએ સ્પર્શન સાથે મૈત્રી સ્વીકારી છે એ પ્રમાણે હોતે છતે, આના પ્રત્યેકસ્પર્શત પ્રત્યે, બંને કુમારોનું ચેષ્ટિત વારંવાર નિરીક્ષણ કરીને યથોચિત હું કરીશ=તે કુમારો, મારે જે કરવું ઉચિત હશે એ હું કરીશ એ પ્રમાણે વિચારીને કર્મવિલાસ વડે કહેવાયું – હે વત્સ, તમારા બંને વડે આ સુંદર અનુષ્ઠાન કરાયું, જે કારણથી પ્રાણત્યાગને કરતો=ભવજંતુના વિયોગને કારણે પ્રાણત્યાગને કરતો, આ સ્પર્શત તમારા વડે ધારણ કરાયો. વળી મૈત્રીકરણ વડે સુંદરતર કરાયું, =જે કારણથી, આ બે પુત્રોનો સ્પર્શનની સાથે દૂધમાં ખાંડના યોગ તુલ્ય સંબંધ છે. અકુશલમાલા વડે વિચારાયું – મારી ધન્યતા છે, આના સંબંધથી=સ્પર્શના સંબંધથી, મારું યથાર્થ નામ થશે=બાલને અકુશલ કરનારી યથાર્થ નામવાળી હું થઈશ. દિ...જે કારણથી, આ સ્પર્શતને જે અનુકૂલ છે=જે જીવ અનુકૂલ છે, તે મને અત્યંત વલ્લભ છે. અને તે તે જીવ, જ મને વધારે છે–અકુશલકર્મની હારમાળાને વધારે છે, અને પાલન કરે છે મારાં અકુશલકર્મોને સુરક્ષિત રાખે છે. અને મારા સ્નેહતા ફલવે અનુભવે છે= અકુશલમાલાનો બાલ ઉપર જે પુત્ર રૂપે સ્નેહ છે, તેના ફળરૂપે દુર્ગતિઓના પાત રૂપ ફલને તે જીવા અનુભવે છે, ઈતર અનુભવતો નથી. અનેક વખત મારા વડે અનુભૂતપૂર્વ આ છે=જે સ્પર્શનને અનુકૂળ વર્તે છે તેનાથી સર્વપ્રકારનું મારું હિત થાય છે. એ મેં=અકુશલમાલાએ, અનેક વખત અનુભવ કર્યો છે. અને આ મારો પુત્ર=આ મારો પુત્ર એવો બાલ, આવા પ્રત્યે=સ્પર્શત પ્રત્યે, મુખરાગથી ગાઢ અનુકૂળ જણાય છે. તેથી મારા મનોરથની પૂર્તિ થશે. એ પ્રમાણે વિચારીને તેણી વડે=અકુશલમાલા વડે, બાલ પ્રત્યે કહેવાયું – હે વત્સ, સુંદર અનુષ્ઠિત છે=ાઁ સુંદર કર્યું છે. સુમિત્રની સાથે તારો અવિયોગ થાઓ-સુમિત્ર એવા સ્પર્શનની સાથે તને સદા વિયોગ પ્રાપ્ત ન થાઓ.
Page #81
--------------------------------------------------------------------------
________________
go
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
शुभसुन्दरीचिन्तनम् शुभसुन्दर्या चिन्तितं-न सुन्दरः खल्वेष मम तनयस्य पापमित्रसम्बन्धः, रिपुरेष परमार्थेन, कारणमनर्थपरम्परायाः, शत्रुरयं ममापि सहजोऽनुवर्तते, कदर्शिताऽहमनेन बहुशः पूर्वं नास्त्येव मयाऽस्य च सहावस्थानं, केवलमेतावानत्र चित्तसन्धारणाहेतुः-यदेष मदीयपुत्रोऽमुं प्रति मुखच्छायया दृष्टिविकारेण च विरक्त इव लक्ष्यते, ततो न प्रभविष्यति प्रायेण ममायं पापो, यदि वा न ज्ञायते किं भविष्यति? विषमः खल्वेष दुरात्मा, इत्याद्यनेकविकल्पमालाकुलमानसाऽपि गम्भीरतया मौनेनैव स्थिता शुभसुन्दरी ।
શુભસુંદરી રાણીનું ચિંતન શુભસુંદરી વડે વિચારાયું મનીષીની માતા શુભસુંદરી વડે વિચારાયું, મારા પુત્રનો આ પાપમિત્રની સાથેનો સંબંધ સુંદર નથી. આ=સ્પર્શન, પરમાર્થથી શત્રુ છે. અતર્થપરંપરાનું કારણ છે, આ=સ્પર્શન, મારો પણ સહજ શત્રુ વર્તે છે. હું આના વડે=સ્પર્શત વડે, પૂર્વમાં અનેક વખત કર્થના કરાઈ છું= સ્પર્શનને વશ જ્યારે જીવ બને છે ત્યારે તેની શુભસુંદરી રૂપ માતા ઘણી કદર્થના પ્રાપ્ત કરે છે, આથી જ તે જીવનમાં શુભ કર્મો ક્ષીણ થાય છે. અને આ સ્પર્શનનું, સહ અવસ્થાન મારી સાથે નથી જ. કેવલ આટલું જ અહીં=સ્પર્શનના વિષયમાં, ચિત્તના સંધારણાનો હેતુ છે=ચિત્તની સ્વસ્થતાનો હેતુ છે કે જે કારણથી આ મારો પુત્ર આના પ્રત્યેકસ્પર્શત પ્રત્યે, મુખછાયાથી અને દૃષ્ટિના વિકારથી વિરક્તની જેમ જણાય છે. તેથી પ્રાયઃ આ પાપી=સ્પર્શન, મારો પરાભવ કરશે નહીં. અથવા શું થશે તે જણાતું નથી. આ પાપી એવો સ્પર્શ ભવિષ્યમાં મારા પુત્રને વશ કરીને મારો પરાભવ કરશે કે નહીં તે જણાતું નથી, ખરેખર આ સ્પર્શન, વિષમ દુરાત્મા છે. ઈત્યાદિ અનેક વિકલ્પમાલાથી આકુલ માનસવાળી પણ ગંભીરપણાને કારણે મૌન વડે જ શુભસુંદરી રહી=અર્થાત્ અકુશલમાલાએ જેમ બાલને તે સુંદર કર્યું ઈત્યાદિ કહ્યું તેમ શુભસુંદરી કોઈ પ્રકારનું કથન કર્યા વગર મોતથી જ તેઓના સંબંધને જુએ છે. ભાવાર્થ -
સ્પર્શન સાથે બાલ અને મનીષી મિત્રભાવ સ્વીકારે છે. તે વખતે બાલે સ્પર્શન સાથે પોતાની ગાઢ મિત્રતા બતાવી તેથી તે બંનેનો અત્યંત સ્નેહભાવ થયો, તે વખતે મનીષી બુદ્ધિમાન જીવ છે, તત્ત્વનો વિચારક છે. તોપણ શરીર સાથે સંબંધ છે. તેથી દ્રવ્ય એવા સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે અને મતિજ્ઞાનના ઉપયોગરૂપ ભાવેન્દ્રિય પણ વિદ્યમાન છે. તેથી સ્પર્શેન્દ્રિયના અનુકૂળ ભાવમાં કંઈક સુખની બુદ્ધિ અને પ્રતિકૂળ ભાવમાં કંઈક દુઃખની બુદ્ધિરૂપ મતિજ્ઞાનનો ઉપયોગ મનીષીને પણ વર્તે છે, જે સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ રૂપ છે. તોપણ મનીષી વિચારે છે કે સદાગમ ક્યારેક સારા મિત્રનો ત્યાગ કરાવે નહીં; કેમ કે સદાગમ એટલે સર્વજ્ઞના વચન સ્વરૂપ તત્ત્વને કહેનાર વચનો છે અને સદાગને સ્પર્શન સાથે ભવજંતુનો સંબંધ ત્યાગ
Page #82
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૬૧
કરાવ્યો. તેથી નક્કી થાય છે કે આ સ્પર્શન વિશ્વસનીય નથી. અને બાલ આની સાથે જે ગાઢ મૈત્રી કરે છે તે ખોટું છે. આ પ્રમાણે વિચારીને મનીષી સ્પર્શન સાથે ઉચિત સંભાષણ કરે છે. અને બહિર્છાયાથી મૈત્રી રાખે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યાં સુધી તે બુદ્ધિમાન પુરુષ સદાગમના વચનથી ભાવિત થઈને સંયમગ્રહણ કરે નહીં ત્યાં સુધી સ્પર્શેન્દ્રિયને અનુકૂળ કંઈક આચરણાઓ કરે છે. તે વખતે સ્પર્શનના સુખનો અનુભવ થાય છે તોપણ આ સુખ પારમાર્થિક નથી. તેવો બોધ મનીષીને છે. તેથી વિષયોમાં ગાઢ સંશ્લેષ થાય તેવો સ્પર્શેન્દ્રિય પ્રત્યે રાગ નથી. ત્યારપછી સ્પર્શન, બાલ, મનીષી ત્રણેય પોતાનાં માતા-પિતા પાસે આવે છે. ઉચિત સંભાષણ કરીને પોતે સ્પર્શનની સાથે મૈત્રી સ્વીકારી છે તેમ કહે છે તે વખતે કર્મવિલાસ૨ાજા, અકુશલમાલા અર્થાત્ અશુભકર્મોની હારમાળા બાલની માતા અને શુભસુંદરી=શુભકર્મોની પરિણતિ મનીષીની માતા છે તે ત્રણેયને સ્પર્શનની સાથે મૈત્રીનો સંબંધ સાંભળીને શું પરિણામ થાય છે ? તે બતાવતાં કહે છે. કર્મવિલાસ૨ાજા પરિતોષ પામે છે; કેમ કે સ્પર્શન એ કર્મની વૃદ્ધિને અનુકૂળ કર્મનો જ એક પરિણામ છે. તેથી જે જીવો સ્પર્શનની સાથે મૈત્રી કરે અને તેની સાથે અનુકૂળ વર્તે છે તેના કર્મનો ઉપચય થાય છે. તેથી અપથ્યનું સેવન જેમ વ્યાધિની વૃદ્ધિનો હેતુ છે તેમ સ્પર્શન પણ કર્મની વૃદ્ધિનો હેતુ છે. આ પ્રમાણે કર્મવિલાસ૨ાજાને પૂર્વનો અનુભવ છે તેથી પોતાની વૃદ્ધિનો હેતુ સ્પર્શન છે માટે તે ખુશ થાય છે. વળી, કર્મપરિણામ રાજા વિચારે છે કે જે સ્પર્શનને અનુકૂળ હોય તેને મારે પ્રતિકૂળ વર્તવું જોઈએ. અને જે સ્પર્શનને પ્રતિકૂળ છે તેના પ્રત્યે મારે અનુકૂળ વર્તવું જોઈએ અને જેઓ સ્પર્શનનો ત્યાગ કરે છે. તે જીવને મારે પણ છોડી દેવો જોઈએ. એ પ્રકારનો મારો સ્વભાવ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવો ગાઢ આસકિતપૂર્વક સ્પર્શેન્દ્રિયના વિલાસો કરે છે તેઓને અશુભકર્મો બંધાય છે અને તે જીવોને તે કર્મો અનેક પ્રકારની કદર્શના પ્રાપ્ત કરાવે છે. જે જીવો વિવેકવાળા છે તેઓ સદાગમના વચનનું અવલંબન લઈને સ્પર્શન સાથે ગાઢ સંબંધ કરતા નથી પરંતુ તેને પ્રતિકૂળ વર્તન કરે છે તે જીવો શ્રેષ્ઠકોટિનું પુણ્ય બાંધે છે, તેથી કર્મવિલાસ પણ તે જીવોને સદ્ગતિમાં સ્થાપન કરે છે. અનેક પ્રકારનાં બાહ્ય સુખોની પ્રાપ્તિ કરાવે છે અને જ્યારે તે મહાત્માઓ પૂર્ણ વિવેકવાળા થઈને સદાગમના વચનથી સાધનામાં યત્ન કરે છે ત્યારે પ્રથમ સ્પર્શન પ્રત્યે અતિ કઠોર બને છે. તેથી લોચાદિ કષ્ટો વેઠે છે. પછી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામે છે. ત્યારે મતિજ્ઞાનના ઉપયોગરૂપ સ્પર્શેન્દ્રિયનો પરિણામ સર્વથા નાશ પામે છે. ફક્ત દ્રવ્ય શરીરરૂપ સ્પર્શેન્દ્રિય છે. તેના બળથી શાતા-અશાતાના અનુભવ રૂપ કેવલજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ સ્પર્શેન્દ્રિયવાળા કેવલી છે. તેટલા અંશમાં કેવલીને સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે. અને જ્યારે યોગનિરોધ કરીને સર્વકર્મ રહિત થાય છે, ત્યારે શાતા-અશાતાના અનુભવ રૂપ સ્પર્શેન્દ્રિયનો સર્વથા ત્યાગ થાય છે અને કર્મો પણ એવા જીવોનો સર્વથા ત્યાગ કરે છે.
આ રીતે સ્પર્શેન્દ્રિયની સાથે બાલની અને મનીષીની મૈત્રી જોઈને કર્મપરિણામ રાજાએ શું વિચાર કર્યો તે બતાવ્યું. હવે, બાલની માતા અકુશલમાલા શું વિચારે છે તે બતાવે છે. વસ્તુતઃ બાલ અશુભકર્મોની હારમાળા લઈને મનુષ્યભવમાં જન્મ્યો છે તેથી તેનો જનક કર્મપરિણામ રાજા છે અને તે કર્મપરિણામ રાજાની અંગભૂત જ અકુશલકર્મોની હારમાળા તે બાળની માતા છે. અને સ્પર્શેન્દ્રિય સાથેનો બાલનો સંબંધ
Page #83
--------------------------------------------------------------------------
________________
ર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ થવાથી અકુશલકર્મો વધે છે. તેથી અકુશલમાલાને સંતોષ થાય છે. વળી, તે વિચારે છે કે જે સ્પર્શનને અનુકૂળ છે તે મને અનુકૂળ છે; કેમ કે સ્પર્શનને અનુકૂળ થનારા જીવો અકુશલકર્મની વૃદ્ધિ કરે છે અને અકુશલકર્મોનું પાલન કરે છે. વળી, પોતાનો પુત્ર બાલ સ્પર્શન પ્રત્યે સ્નેહ બતાવે છે તેથી અકુશલકર્મોને વિચારે છે કે મારા મનોરથોની પૂર્તિ થશે; કેમ કે તેનાથી જ હું પુષ્ટ-પુષ્ટતર થઈશ. વળી શુભસુંદરી શું વિચારે છે તે બતાવે છે. મનીષીની માતા શુભસુંદરી છે અને પિતા કર્મપરિણામ છે; કેમ કે બુદ્ધિમાન પુરુષો પણ શુભકર્મોના બળથી જ મનુષ્યભવને પામે છે તેથી તેનાં શુભકર્મો રૂપ શુભસુંદરી તેની માતા છે અને શુભકર્મો હંમેશાં જીવને વિવેક આપનારાં છે. તેથી શુભસુંદરીને મનીષીનો સ્પર્શન સાથેનો સંબંધ સુંદર જણાતો નથી. તેથી વિચારે છે કે આ મિત્રની સાથે આનો સંબંધ થયો તે સુંદર નથી. વળી, શુભકર્મોનો આ સ્પર્શન શત્રુ છે; કેમ કે જ્યારે જ્યારે બુદ્ધિમાન પુરુષો પણ સ્પર્શનને વશ થાય છે ત્યારે તેઓનાં શુભકર્મો ક્ષીણ-ક્ષીણતર થાય છે. તેથી જ શુભસુંદરી વિચારે છે કે આ સ્પર્શેન્દ્રિયે મારી પૂર્વમાં ઘણી કદર્થના કરી છે. અને આની સાથે મારું સહઅવસ્થાન નથી. ફક્ત શુભસુંદરીને એટલો સંતોષ છે કે મનીષીને પાપમિત્ર પ્રત્યે ગાઢ રાગ દેખાતો નથી, તેથી તે શુભકર્મો સ્પર્શેન્દ્રિય દ્વારા વિનાશ પામશે નહીં, છતાં ક્યારેક બુદ્ધિમાન પુરુષ પણ સ્પર્શેન્દ્રિયને વશ થાય છે ત્યારે શુભકર્મોનો નાશ પણ કરે છે. તેથી શુભસુંદરીને મનીષીનો સ્પર્શન સાથેનો સંબંધ રુચિકર જણાતો નથી. તેથી જ મનીષીને તેં આ સુંદર કર્યું તે પ્રકારે કોઈ ઉત્તર આપતી નથી. પરંતુ મૌનથી જ કાળક્ષેપ કરે છે.
स्पर्शनमूलशुद्धिज्ञानार्थं प्रभावस्याटनम्
अत्रान्तरे संजातो मध्याह्नः, उपसंहृतमास्थानं गताः सर्वेऽपि स्वस्थानेषु, तद्दिनादारभ्य प्रवर्द्धते बालस्य स्पर्शनेन सह स्नेहसंबन्धः, स हि चकितस्तिष्ठति सर्वथा, मनीषी न गच्छति विश्रम्भं, स्पर्शनस्तु सदा सन्निहिततया कुमारयोरन्तर्बहिश्च न पार्श्व मुञ्चति, ततः पर्यटन्ति ते सहिता एव नानास्थानेषु, क्रीडन्ति विविधक्रीडाभिः । ततो मनीषिणा चिन्तितं - कीदृशमनेन सह विचरतां सर्वत्राविश्रब्धचित्तानां सुखम् ? न चैष तावदद्यापि सम्यग् लक्ष्यते कीदृशस्वरूप इति, न चाज्ञातपरमार्थैरेष निर्द्धारयितुं संग्रहीतुं वा पार्यते, तदिदमत्र प्राप्तकालं - गवेषयामि तावदस्य मूलशुद्धिं ततो विज्ञाय यथोचितमाचरिष्यामीति स्थापितः सिद्धान्तः । ततः समाहूतो रहसि बोधो नामाङ्गरक्षः । अभिहितश्चासौ-भद्र! ममास्य स्पर्शनस्योपरि महानविश्रम्भः, तदस्य मूलशुद्धिं सम्यगवबुध्य शीघ्रमावेदय, बोधेनाभिहितं-यदाज्ञापयति कुमार इति । निर्गतो बोधः, ततोऽभ्यस्तसमस्तदेशभाषाकौशलो बहुविधवेषविरचनाचतुरः स्वामिकार्यबद्धकक्षो लब्धलक्ष्योऽनुपलक्ष्यश्च प्रहितस्तेनात्मीयः प्रभावो नाम पुरुषः प्रणिधिः आदिष्टश्चासौ प्रस्तुतप्रयोजनम् । ततो विविधदेशेषु कियन्तमपि कालं पर्यट्य समागतः सोऽन्यदा, प्रविष्टो बोधसमीपे, विहितप्रणामो निषण्णो भूतले । बोधेनापि विधायोचितां प्रतिपत्तिमभिहितोऽसौ - भद्र ! वर्णयात्मीयवृत्तान्तम् । प्रभावः प्राहः - यदाज्ञापयति देवः -
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
સ્પર્શનની મૂલશુદ્ધિને જાણવા માટે પ્રભાવનું બટન અત્રાસરમાં મનીષી અને બાલે સ્પર્શત સાથે કર્મપરિણામ રાજા અને પોતાની માતાને પગે લાગીને સ્પર્શનની મિત્રતાનો સંબંધ કહ્યો એ અરસામાં, મધ્યાહ્ન થયું, સભા વિસર્જન કરાઈ, બધા પણ=બાલ, મનીષી, કર્મપરિણામ રાજા અને તે બંનેની માતાઓ પોતપોતાના સ્થાને ગયાં. તે દિવસથી માંડીને બાલનો સ્પર્શનની સાથે સ્નેહનો સંબંધ વધે છે. શિ=જે કારણથી, તે=બાળ, સર્વથા ચકિત રહે છે=જેમ જેમ સ્પર્શતને અનુકૂળ વર્તે છે, તેમ તેમ તેને અત્યંત આનંદ થાય છે; કેમ કે સ્પર્શનના સુખમાં જ પોતે સુખી છે તે રીતે પોતે ચકિત થઈને સર્વથા રહે છે, મનીષી વિશ્વાસને કરતો નથી. વળી, બે કુમારોનું સદા સબ્રિહિતપણું હોવાને કારણે સ્પર્શત અંતરંગ અને બહિર બાજુને મૂક્તો નથી=બાલ અને મનીષીની સાથે બાહ્ય શરીર રૂપ સ્પર્શેન્દ્રિય અને અંતરંગ મતિજ્ઞાનના ઉપયોગ રૂપ સ્પર્શેન્દ્રિય સદા પાસે રહે છે, તેથી તે=બાલ, મનીષી અને સ્પર્શેન્દ્રિય, સહિત જ તાતાસ્થાનોમાં પર્યટન કરે છે. વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે. તેથી મનીષી વડે વિચારાયું – આ સ્પર્શનની સાથે સર્વત્ર વિચરતા અવિશ્રબ્ધ ચિત્તવાળા અમોને કેવા પ્રકારનું સુખ છે? અને હજી પણ આ કેવા સ્વરૂપવાળો છે એ સમ્યક્ જણાતો નથી ?=આ આત્માનો હિતકારી છે કે શત્રુ છે તે પ્રકારનો હજી પણ સમ્યમ્ નિર્ણય થતો નથી. અને અજ્ઞાત પરમાર્થવાળા એવા મારા વડે આ=સ્પર્શન, નિર્ધારણ કરવા માટે=આ મારો શત્રુ છે કે મિત્ર છે એ પ્રકારનું નિર્ધારણ કરવા માટે, અથવા સંગ્રહ કરવા માટે=મિત્રરૂપે સ્વીકારવા માટે, સમર્થ થવાતું નથી. તે કારણથી અહીં=સ્પર્શનના વિષયમાં, આ=આગળમાં બતાવે છે કે, પ્રાપ્ત કાલ છે=નિર્ણય કરવા યોગ્ય છે આવી સ્પર્શતની, હું મૂલશુદ્ધિની ગવેષણા કરું આ સ્પર્શનનું મૂલ કોણ છે તેનો હું નિર્ણય કરું, ત્યારપછી નિર્ણય કરીને=આ વિશ્વસનીય છે કે નહીં તેનો નિર્ણય કરીને, યથોચિત્ત=જે પ્રમાણે તેની સાથે વર્તન કરવું ઉચિત છે તે પ્રકારે, હું આચરીશ એ પ્રમાણે સિદ્ધાંત સ્થાપન કરાયોએ પ્રમાણે મનીષી દ્વારા નિર્ણય કરાયો. ત્યારપછી=આ પ્રમાણે નિર્ણય કર્યા પછી, બોધ નામનો અંગરક્ષક એકાંતમાં બોલાવાયો મનીષી પાસે તત્વનિર્ણય કરાવામાં અનુકૂળ માર્ગાનુસારી ઊહ કરી શકે તેવી નિર્ણયની શક્તિ છે તે રૂ૫ બોધ મનીષીના ભાવનું રક્ષણ કરનાર હોવાથી અંગરક્ષક છે તે બોધને મનીષીએ ઉપયોગ દ્વારા ઉપસ્થિત કર્યો. અને આ બોધ, કહેવાયો. હે ભદ્ર ! મને આ સ્પર્શત ઉપર મહાન અવિશ્વાસ છે. તે કારણથી મને અવિશ્વાસ છે છતાં નિર્ણય નથી તે કારણથી, આની મૂલશુદ્ધિ સમ્યમ્ નિર્ણય કરીને શી મને આવેદન કર=આ સ્પર્શનનું ઉત્પત્તિસ્થાન કોણ છે, તેની પ્રકૃતિ શું છે, મારો હિતકારી છે કે નહીં ઈત્યાદિ સમ્યક્ નિર્ણય કરીને શીધ્ર મને આવેદન કર, બોધ વડે કહેવાયું – કુમાર જે આજ્ઞાપન કરે છે. એથી બોધ નીકળ્યો=સ્પર્શનની મૂલશુદ્ધિ કરવા માટે મનીષીનો બોધ વ્યાપારવાળો થયો. ત્યારપછી અભ્યસ્ત કર્યું છે સમસ્ત દેશની ભાષાનું કૌશલ જેણે એવો, બહુવિધવેષ રચવામાં ચતુર, સ્વામીનાં કાર્ય કરવામાં બદ્ધકક્ષવાળો, લબ્ધલક્ષ્યવાળો=જે લક્ષ્ય હોય તેને બરાબર પ્રાપ્ત કરી શકે તેવા સામર્થ્યવાળો, ઓળખી ન શકાય તેવો પ્રભાવ નામનો પોતાનો ચર પુરુષ બોધ વડે મોકલાયો
Page #85
--------------------------------------------------------------------------
________________
५४
અને
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રસ્તુત પ્રયોજનનો=સ્પર્શનની મૂલશુદ્ધિ કરવાના પ્રયોજનનો આદેશ કરાયો. ત્યારપછી વિવિધ દેશોમાં કેટલોક પણ કાલ પર્યટન કરીને, તે=પ્રભાવ નામનો પુરુષ, અન્યદા બોધ સમીપે આવ્યો. કરાયેલા પ્રણામવાળો એવો પ્રભાવ ભૂમિતલ ઉપર બેઠો. બોધ વડે પણ ઉચિત પ્રતિપત્તિને કરીને આ કહેવાયો=પ્રભાવ કહેવાયો, હે ભદ્ર ! આત્મીય વૃત્તાંતનું વર્ણન કર, પ્રભાવે કહ્યું – દેવ જે પ્રમાણે આજ્ઞા કરે છે.
राजसचित्तनगरे रागकेसरिविषयाभिलाषौ राजमन्त्रिणौ
अस्मि तावदहमितो निर्गत्य गतो बहिरङ्गेषु नानादेशेषु, न लब्धो मया तत्र प्रस्तुतप्रवृत्तिगन्धोऽपि, ततो गतोऽहमन्तरङ्गेषु जनपदेषु । तत्र च दृष्टमेकत्र मया भिल्लपल्लीकल्पमाकीर्णं समन्तात्कामादिभिश्चरटैः निवासः पापिष्ठलोकानां आकरो मिथ्याभिमानस्य हेतुरकल्याणपरम्परायाः, अवष्टब्धं सततं विततेन तमसा, रहितं प्रकाशलेशेनापि राजसचित्तं नाम नगरम् । तत्र च चूडामणिश्चरटचक्रस्य, कारणं समस्त पापवृत्तीनां, वज्रपातः कुशलमार्गगिरेः, दुर्जयः शक्रादीनां, अतुलबलपराक्रमो रागकेसरी नाम नरेन्द्रः तस्य च चिन्तकः सर्वप्रयोजनानां, अप्रतिहताज्ञः समस्तस्थानेषु, निपुणो जगद्वशीकरणे, कृताभ्यासो जन्तुविमोहने, पटुबुद्धिः पापनीतिमार्गेषु, अनपेक्षः स्वकार्यप्रवृत्तौ परोपदेशानां, निक्षिप्तसमस्तराज्यभारो विषयाभिलाषो नामामात्यः । ततस्तस्मिन्नगरे यावदहं राजकुलस्याभ्यर्णभूभागे प्राप्तस्तावदकाण्ड एव समुल्लसितो बहलः कोलाहलो, निर्गच्छन्ति घोषयता बन्दिवृन्देन प्रख्यापितमाहात्म्या लौल्यादिनरेन्द्राधिष्ठिता मिथ्याभिनिवेशादयो भूयांसः स्यन्दनाः । पूरयन्ति गलगर्जितेन दिगन्तराणि राजमार्गमवतरन्तो ममत्वादयः करिवराः । चलिता हेषारवेण बधिरयन्तो दिक्चक्रवालं अज्ञानादयो वरवाजिनः । विराजन्ते गृहीतनानायुधा रणशौण्डीरतया वल्गमानाः, पुरतो धावन्तश्चापलादयोऽसंख्येयाः पदातयः । ततः कन्दर्पप्रयाणकपटहशब्दाकर्णनसमनन्तरं खरपवनप्रेरितमेघजालमिव क्षणमात्रेणैव विलासध्वजमालाकुलं बिब्बोकशङ्खकाहलाध्वनिपूरितदिगन्तरं मीलितमपरिमितं बलम् ।
I
રાજસચિત્તનગરમાં રાગકેસરીરાજા અને વિષયાભિલાષ મંત્રી
હું અહીંથી નીકળીને બહિરંગ અનેક દેશોમાં ગયો. મારા વડે ત્યાં પ્રસ્તુત પ્રવૃત્તિની ગંધ પણ પ્રાપ્ત થઈ નહીં=સ્પર્શનનું મૂલ કોણ છે તેના વિષયક કોઈ ચિહ્ન પ્રાપ્ત થયું નહીં, તેથી, હું અંતરંગ જનપદોમાં ગયો. અને ભિલ્લની પલ્લી જેવું ચારેબાજુથી કામાદિ ચોરટાઓ વડે આકીર્ણ પાપિષ્ઠ લોકોનો નિવાસ, મિથ્યાભિમાનની ખાણ, અકલ્યાણની પરંપરાનો હેતુ, વિસ્તૃત અંધકારથી સતત અવષ્ટબ્ધ, પ્રકાશના લેશથી પણ રહિત, રાજસચિત્ત નામનું નગર મારા વડે એક સ્થાને=અંતરંગ જનપદોમાં એક સ્થાને, જોવાયું. ત્યાંરાજસચિત્તનગરમાં, ચોરટાઓના સમૂહોનો ચૂડામણિ સમસ્તપાપવૃત્તિઓનું કારણ, કુશલમાર્ગ રૂપી પર્વતનો વજ્રપાત, શક્રાદીઓને દુર્રય, અતુલબલ પરાક્રમવાળો
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૬૫ રાગકેસરી નામનો રાજા છે અને તેનાં સર્વ પ્રયોજનોનો ચિંતક, સમસ્ત સ્થાનોમાં અપ્રતિહત આજ્ઞાવાળો =રાગકેસરીને અભિમત સર્વકૃત્યોના સ્થાનોમાં અપ્રતિહત આજ્ઞાવાળો, જગતને વશ કરવામાં નિપુણ, જંતુઓને વિમોહનમાં કરાયેલા અભ્યાસવાળો, પાપનીતિમાર્ગમાં પટુબુદ્ધિવાળો, સ્વકાર્યની પ્રવૃત્તિમાં પરના ઉપદેશની અપેક્ષા નહીં રાખનારો, વિક્ષિપ્ત કર્યો છે સમસ્ત રાજ્યભાર જેના ઉપર એવો વિષયાભિલાષ નામનો અમાત્ય છે. ત્યારપછી=પ્રભાવ કહે છે કે હું રાજસચિત નગરમાં ગયો રાગકેસરી નામનો રાજા જોવાયો વિષયાભિલાષ નામનો મંત્રી જોવાયો ત્યારપછી, તે નગરમાં જ્યાં સુધીમાં હું રાજકુલની નજીકની ભૂમિભાગમાં પ્રાપ્ત થયો=પહોંચ્યો, ત્યાં સુધીમાં અકાંડ અકસ્માત, જ મોટો કોલાહલ ઉત્પન્ન થયો, ઘોષણા કરાતા બંદીવૃંદ વડે પ્રખ્યાપિત માહાભ્યવાળા, લોત્યાદિ રાજાઓથી અધિષ્ઠિત, મિથ્યાભિનિવેશ આદિ ઘણા રથો નીકળે છે, રાજમાર્ગમાં અવતાર પામતા મમત્વાદિ શ્રેષ્ઠ હાથીઓ દિશાઓને ગલગજિતથી=મોટા અવાજથી, પૂરે છે. તેષારવથી દિકચક્રવાલને બહેરી કરતા અજ્ઞાન આદિ શ્રેષ્ઠ ઘોડાઓ ચાલવા લાગ્યા, ગ્રહણ કરાયેલ જુદા જુદા આયુધવાળા શસ્ત્રોવાળા, યુદ્ધમાં શૌર્યપણાથી કૂદતા અને આગળમાં દોડતા ચપલાદિ અસંખ્યાતા સૈનિકો શોભતા હતા=રાગકેસરીની સવારીમાં શોભતા હતા. ત્યારપછી આ પ્રકારે રાગકેસરીની સવારી નીકળી ત્યારપછી, કદ"પ્રયાણકના પટહ શબ્દ સાંભળ્યા પછી સમતત્તર ખરપવનથી પ્રેરિત મેઘના સમૂહની જેમ ક્ષણમાત્રથી જ વિલાસરૂપ ધ્વજની માલાઓથી આકુલ, ચાળાઓ રૂપ શંખના કોલાહલથી પૂરિત દિશાતરવાળું અપરિમિત બલ=સૈન્ય, એકઠું થયું.
विषयाभिलाषस्य स्पर्शनादिपञ्चपुरुषाः ततस्तदवलोक्य मया चिन्तितं-अये! किमेतत् ? गन्तुमिव प्रवृत्तः क्वचिदयं राजा लक्ष्यते, तत्किमस्य गमनप्रयोजनमिति यावद्वितर्काकुलस्तिष्ठामि तावदृष्टो मया पर्यन्तदारुणः स्वरूपेणादर्शकः संसारवैचित्र्यस्य बोधको विदुषां, निर्वेदभूमिविवेकिनां, अविज्ञातस्वरूपो निर्विवेकैस्तस्यैव विषयाभिलाषस्य मन्त्रिणः संबन्धी विपाको नाम पुरुषः ।
વિષયાભિલાષ મંત્રીના સ્પર્શન આદિ પાંચ પુરુષો ત્યારપછી રાગકેસરીનું એકઠું થયેલું સૈન્ય જોઈને મારા વડે=પ્રભાવ પડે, વિચારાયું, અરે આ શું છે ? આ રાજા કોઈક સ્થાનમાં જાણે જવા માટે પ્રવૃત્ત છે એમ જણાય છે. તે કારણથી આવા ગમતનું પ્રયોજન શું છે? એ પ્રમાણે જ્યાં સુધી વિતર્કઆકુલ રહ્યો છું=પ્રભાવ નામનો પુરુષ વિતર્કઆકુલ રહ્યો, ત્યાં સુધી પર્યત્તમાં દારુણ, સ્વરૂપથી સંસારના વૈચિત્ર્યનો આદર્શક, વિદ્વાનોને બોધ કરાવનાર, વિવેકીઓને નિર્વેદભૂમિ, નિર્વિવેકી જીવો વડે અવિજ્ઞાત સ્વરૂપવાળો, તે જ વિષયાભિલાષ મંત્રીના સંબંધવાળો વિપાક નામનો પુરુષ મારા વડે જોવાયો=પ્રભાવ વડે જોવાયો.
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ભાવાર્થ:
નંદિવર્ધન પાસે વિદુર કથા કરે છે, તે કથામાં કર્મપરિણામ રાજાની અકુશલમાલાનો પુત્ર બાલ, અને શુભસુંદરીનો પુત્ર મનીષી છે, બાલે અને મનીષીએ ભવજંતુના વિરહને કારણે આપઘાત કરતા એવા સ્પર્શનને બચાવ્યો અને તે ત્રણેય જણ કર્મપરિણામ રાજા, અકુશલમાલા અને શુભસુંદરી છે ત્યાં આવે છે. બાલ અને મનીષી કર્મપરિણામ રાજાને કહે છે કે અમને આ સ્પર્શન નામનો મિત્ર મળ્યો છે, તે સાંભળીને કર્મપરિણામ રાજાને શું ભાવ થાય છે, વળી, બાલ અકુશલમાલાને આ મિત્ર મળ્યો છે તેમ કહે છે તે સાંભળીને તેને શું ભાવ થાય છે, અને મનીષી શુભસુંદરીરૂપ માતાને આ સ્પર્શનમિત્ર મળ્યો છે તેમ કહે છે તેમ સાંભળીને તેને શું ભાવ થાય છે તે અત્યાર સુધી કથન કર્યું. હવે ત્યારપછી બાલને સ્પર્શન સાથે કેવી ગાઢ મૈત્રી છે તે બતાવતાં કહે છે, જેઓ તત્ત્વને જોવામાં બાલબુદ્ધિવાળા છે તે જીવોને સ્પર્શેન્દ્રિયજન્ય સુખ જ સુખ દેખાય છે, અન્ય કંઈ દેખાતું નથી. તેથી હંમેશાં સ્પર્શનના સુખવાળા મતિજ્ઞાનના ઉપયોગ રૂપ પરિણતિમાં જ તેઓ ૨મનારા છે, તેના જ વિચારોમાં સદા આનંદ લેનારા છે, અન્ય કંઈ તેઓને સુખ દેખાતું નથી; કેમ કે ઇન્દ્રિયજન્ય સુખથી અતિરિક્ત ઉપશમજન્ય સુખના ગંધની લેશ પણ બાળજીવોને નથી. તેથી સ્પર્શનની પરિણતિમાં જ સદા તેઓ રમનારા છે. વળી, મનીષી બુદ્ધિમાન પુરુષ છે. માત્ર સ્પર્શજન્ય મતિજ્ઞાન પરિણતિને જ સુખ રૂપ જોનારા નથી, પરંતુ સદાગમના વચનથી ભાવિતમતિવાળો છે આથી જ સ્પર્શેન્દ્રિય કહેલું કે સદાગમે ભવજંતુને મારી સાથે વિયોગ કરાવ્યો, ત્યારે તેને પણ વિચાર આવે છે કે સદાગમ ક્યારે પણ અનુચિત પ્રવૃત્તિ કરાવે નહીં, માટે આ સ્પર્શન વિશ્વસનીય છે કે નહીં તે પ્રકારની શંકા કરે છે; કેમ કે મનીષી જીવોને પણ સ્પર્શનજન્ય શાતાનું સુખ સ્વસંવેદન રૂપે જણાય છે, તોપણ કષાયોના ઉપશમજન્ય સુખ પણ તેઓ કંઈક જોઈ શકે છે. તેથી મનીષી સ્પર્શનની મૂલશુદ્ધિ કરવાનો વિચાર કરે છે, ત્યારે મનીષીમાં વર્તતા વિશેષ પ્રકારના તત્ત્વનું આલોચન કરી શકે છે તેવા બોધ નામના પરિણામને મનીષી સ્પર્શનના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે વ્યાવૃત કરે છે. તે વખતે તે બોધના જ એક વિશિષ્ટ પરિણામ રૂપ જે પ્રભાવ છે, જેનામાં શક્તિ છે કે અંતરંગ ભાવોને સૂક્ષ્મ પ્રજ્ઞાથી જોઈ શકે તે પ્રભાવને મનીષીનો બોધ સ્પર્શનની ગવેષણા કરવા મોકલે છે અને તે ગવેષણા ક૨વા અર્થે પ્રભાવ બાહ્ય દુનિયાનું અવલોકન કરે છે. ત્યાં સ્પર્શન નામની વ્યક્તિ ક્યાંય દેખાતી નથી. તેથી, તે પ્રભાવ નામની બોધની શક્તિ અંતરંગ દુનિયામાં સ્પર્શનની ગવેષણા માટે વ્યાપારવાળી કરે છે. તે વખતે જીવમાં જે રાજચિત્ત છે તે રૂપ નગ૨ તેને દેખાય છે. અને તે રાજસચિત્ત કેવા પ્રકા૨નું છે તે બતાવતાં કહે છે. ભિલ્લની પલ્લીના જેવું તે રાજચિત્ત છે અર્થાત્ જેમ ભિલ્લની પલ્લીઓ અનેક પ્રકારનાં વ્યસનોથી આકીર્ણ દેખાય છે તેમ જીવમાં વર્તતો રાગનો પરિણામ અનેક વ્યસનોથી વ્યાપ્ત દેખાય છે. વળી, જેમ તે નગર કામાદિ ચોરટાઓથી આકીર્ણ હતું તેમ સંસારી જીવોમાં વર્તતું રાગની પરિણતિવાળું ચિત્ત આત્માના શત્રુભૂત કામ આદિ વિકારોથી અત્યંત આકીર્ણ હોય છે. આથી જ અતિરાગની પ્રકૃતિવાળા જીવોને કામનું સેવન, તે તે વિષયોનું સેવન કરવાની મનોવૃત્તિઓ વર્તે છે. વળી, તે નગર પાપિષ્ટ લોકોનું નિવાસસ્થાન છે તેમ રાગી જીવોનું ચિત્ત સર્વ પ્રકારનાં પાપોને ક૨વા માટે તત્પર થાય એવું વર્તે છે. વળી, તે રાજચિત્ત
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ઉ૭ નગર મિથ્યાભિમાનનું આકર છે, તેમ રાગી જીવોનું ચિત્ત પરમાર્થથી રાગથી આકુળ હોવાને કારણે સદા અતૃપ્ત રહે છે. તોપણ તેઓને મિથ્યાભિમાન વર્તે છે કે અમે સુખી છીએ. આથી જ ભોગવિલાસની આકુળતાને તેઓ સુખરૂપે જ માને છે. આત્માની નિરાકુલ અવસ્થાની ગંધ પણ તેઓને પ્રાપ્ત થતી નથી. વળી, તેવું ચિત્ત અકલ્યાણની પરંપરાનો હેતુ છે, કેમ કે રાગાદિથી આકુલ થયેલું ચિત્ત અનેક પાપો કરીને દુર્ગતિઓમાં જનારું બને છે. વળી, તે રાજસચિત્ત અત્યંત અંધકારથી વ્યાપ્ત હતું તેમ અતિરાગી જીવોના ચિત્તમાં સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવા માટે યત્ન થાય તેવી જીવની શક્તિ અત્યંત રાગને કારણે હણાયેલી હોય છે. વળી, પ્રકાશના લેશથી રહિત તે નગર હતું તેમ અતિરાગી જીવોનું ચિત્ત ભોગવિલાસથી અતિરિક્ત આત્માની પારમાર્થિક વિચારણા કરી શકે તેવા પ્રકાશના લેશથી રહિત હોય છે.
વળી, જેઓનું ચિત્ત રાગથી આક્રાંત છે તેમાં રાગકેસરી નામનો રાજા વર્તે છે અર્થાત્ તેવા ચિત્તમાં અનેક પ્રકારના રાગના કલ્લોલો વર્તે છે. તે રાગકેસરી રાજા સ્વરૂપ છે અને તે ચોરટાઓના સમૂહમાં ચૂડામણિ છે; કેમ કે રાગને વશ થયેલા જીવો આત્માનું અહિત કરનારા સર્વ ભાવોને કરે છે. તેથી સર્વ ચોરટાઓમાં ચૂડામણિ તેઓમાં વર્તતો રાગનો પરિણામ છે. વળી, તે રાગનો પરિણામ બધી પાપપ્રવૃત્તિઓનું કારણ છે. વળી, બાહ્ય તુચ્છ પદાર્થના રાગનો પ્રકર્ષ આત્માના કલ્યાણને કરનારા માર્ગ પ્રત્યે વજપાત જેવો છે. આથી જ રાગનો પરિણામ તેઓમાં વર્તતી કલ્યાણને અનુકૂળ નિર્મલ પરિણતિને પ્રગટ થવા દેતો નથી. વળી, સંસારમાં અતુલબલ પરાક્રમવાળા શક્રાદિ ઇન્દ્રો પોતાના શત્રુઓને જીતવા માટે સમર્થ છે, તોપણ પોતાના આત્મામાં વર્તતા રાગપરિણામને જીતી શકતા નથી. તેથી તેઓ માટે પણ દુર્જય એવો રાગનો પરિણામ છે.
વળી, તે રાગકેસરીનો મંત્રી વિષયાભિલાષ છે જેમ રાજાને સર્વ પ્રકારની સલાહ મંત્રી આપે છે તેમ જીવમાં વર્તતો વિષયનો અભિલાષ તે તે પ્રકારના રાગને તે તે કાર્યો કરવા માટે સલાહ આપે છે. તેથી, રાજાનાં સર્વ પ્રયોજનોનો ચિંતક વિષયાભિલાષ છે. વળી, સમસ્ત સ્થાનોમાં અપ્રતિહત આજ્ઞાવાળો છે; કેમ કે જીવને વિષયનો અભિલાષ થાય છે ત્યારે કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર અવશ્ય પોતાની રાગની પરિણતિને પોષે તેવાં સર્વસ્થાનોમાં જીવને પ્રવૃત્તિ કરાવે છે. વળી, વિષયાભિલાષનો પરિણામ જગતના જીવોને વશ કરવામાં નિપુણ છે. આથી જ વિષયાભિલાષને વશ થયેલા જીવો અવશ્ય તેની આજ્ઞાનું પાલન કરે છે. વળી, વિષયનો અભિલાષ જીવોને વિમોહન કરવામાં કૃતઅભ્યાસવાળો છે. આથી જે જીવોને વિષયનો અભિલાષ થાય છે ત્યારે સ્પષ્ટ રીતે તેઓ રાગની વિહ્વળતાનો અનુભવ કરે છે, છતાં મોહને કારણે રાગની વિહ્વળતા તેઓને દેખાતી નથી. પરંતુ વિષયના સેવનજન્ય સુખ માત્ર જ દેખાય છે. જે સુખ ઇચ્છાની આકુળતા અને શ્રમના દુઃખથી વ્યાપ્ત છે, તેને જીવો જોઈ શકતા નથી. તેનું કારણ વિષયનો અભિલાષ જીવોને વિમોહન પેદા કરાવવામાં કુશલ છે.
વળી, વિષયનો અભિલાષ જીવને પાપની પ્રવૃત્તિઓમાં પ્રવર્તાવવામાં પટુબુદ્ધિવાળો છે. આથી જ જીવોને વિષયનો અભિલાષ અતિશયિત થાય છે. તેઓ સર્વ પ્રકારનાં પાપોને સેવવા માટે તત્પર થાય છે. વળી, વિષયનો અભિલાષ પોતાનું જે ભોગાદિનું કાર્ય છે તેની પ્રવૃત્તિ કરાવવામાં પરના ઉપદેશની કોઈ અપેક્ષા રાખતો નથી, પરંતુ થયેલો વિષયનો અભિલાષ જ તે તે ભોગોની પ્રવૃત્તિ કરાવે છે. વળી, આ
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વિષયાભિલાષ રાગના પરિણામનાં સર્વ કાર્યોને સમ્યગ્ કરનારું છે. તેથી રાગકેસરી રાજાએ બધાં કાર્યોનો ભાર તેના મસ્તક ઉપર મૂક્યો છે. આ રીતે પ્રભાવે રાજસ નામનું ચિત્ત જોયું, રાગકેસરી રાજાને જોયો, અને વિષયાભિલાષ નામના મંત્રીને જોયો ત્યારપછી તે રાજા કોઈકની સામે યુદ્ધ ક૨વા નીકળેલ હોવાથી તેના સૈન્ય સાથે બહાર નીકળતો જુએ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ સદાગમના વચનથી સન્માર્ગમાં પ્રવર્તતો હોય ત્યારે તેને સન્માર્ગમાંથી સ્ખલના કરવા માટે રાગાદિભાવો પોતાના સૈન્ય સાથે હુમલો કરવા માટે તત્પર થાય છે. તે વખતે તે જીવમાં અભિનિવેષાદિ તે તે ભાવો પ્રગટ થાય છે. તે સર્વને સ્મૃતિમાં લાવીને રાગકેસરી રાજાના સૈન્યનું વર્ણન કરેલ છે. અને જેમ રાજા અનેક નાના રાજાઓથી સહિત યુદ્ધભૂમિમાં બહાર આવે તેમ લૌલ્ય-આદિભાવો રૂપ રાજાઓથી અધિષ્ઠિત મિથ્યાભિનિવેશ આદિ ૨થો રાગકેસરી રાજાના સૈન્યમાં હતા, તેથી એ પ્રાપ્ત થાય કે જીવને વિષયોની લોલુપતા, બાહ્યપદાર્થોમાં તત્ત્વબુદ્ધિરૂપ મિથ્યાભિનિવેશ આદિ જે ભાવો વર્તે છે, તે સર્વ રાગકેસરી રાજાના સૈન્યનાં અંગો હતા. વળી, મમત્વ આદિ પરિણામો પણ સતત ત્યાં ગર્જારો કરે છે અને અજ્ઞાન આદિ ભાવો પણ રાગકેસરીના સૈન્યમાં સતત હેષા૨વ કરે છે. વળી, જીવમાં ચપલતા, ત્વરાદિ ભાવો પણ તે રાગકેસરી સૈન્યનાં જ અંગો છે આ સર્વભાવોથી રાગકેસરીનું સૈન્ય કઈ રીતે શત્રુઓના પરાજય માટે નીકળેલો છે તે પ્રભવ નામના પુરુષે જોયું. ત્યાં તેને વિપાક નામનો પુરુષ દેખાવ્યો, જે વિષયાભિલાષ મંત્રી સંબંધી પુરુષ હતો, તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં વર્તતો કર્મનો વિપાક તે વિષયાભિલાષ મંત્રીની સાથે સંબંધવાળો છે અને કર્મવિપાક જ જીવને સર્વ પ્રકારની રાગાદિની તેવી ચેષ્ટાઓ કરાવે છે. તેથી તેનું સ્વરૂપ બતાવતાં પ્રભાવ કહે છે, કર્મનો વિપાક સ્વરૂપથી પર્યંત=અંતે, દારુણ છે–તે વખતે કર્મનો વિપાક જીવને વિષયોના અભિલાષો આદિ કરીને મીઠો લાગે છે પરંતુ તેનાથી પાપો બાંધીને દુર્ગતિઓને પ્રાપ્ત કરે છે તેથી તે વિપાકોનો પર્યંત ભાગ જીવને માટે અત્યંત દારુણ છે. વળી, કર્મના વિપાકને કારણે સંસારની સર્વ વિચિત્રતા થાય છે. વળી, વિદ્વાનોને કર્મનો વિપાક જ સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવે છે. આથી જ કર્મભૂત વિડંબના જોઈને વિવેકી પુરુષો સંસારથી નિર્વેદને પામે છે અને નિર્વિવેકી જીવો કર્મના વિપાકના સ્વરૂપને જાણી શકતા નથી. પરંતુ વિવેકસંપન્ન જીવો પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારા હોવાથી પોતાના આત્મામાં વર્તતા કર્મના વિપાકને યથાર્થ જોઈ શકે છે. તેથી નિર્વેદને પામીને કર્મબંધની પરંપરાથી આત્માનું રક્ષણ કરવા યત્ન કરે છે.
૬.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોનું રાગવાળું ચિત્ત છે તે રાજસચિત્ત નગર છે. નિમિત્તોને પામીને જીવ ઇચ્છાને અભિમુખ થાય છે તે રાગકેસરી નરેન્દ્ર છે અને તેનાથી વિષયનો અભિલાષ ઉત્પન્ન થાય છે તે અમાત્ય=મંત્રી છે. તે વખતે જીવમાં મિથ્યાભિનિવેશ, મમત્વ, ચાપલ્ય, ત્વરા, ઔસુક્ય, તુચ્છ પદાર્થોને જાણવાની મનોવૃત્તિ આદિ જે ભાવો થાય છે, તે રાગકેસરી રાજાનું સૈન્ય છે અને વિષયાભિલાષ મંત્રી સાથે અત્યંત સંકળાયેલો કર્મવિપાક નામનો પુરુષ છે; કેમ કે કર્મના વિપાકને કારણે જીવને તે તે રાગાદિ ભાવો થાય છે અને બુદ્ધિમાન એવો પ્રભાવ પોતાની પ્રભાવશક્તિના બળથી આત્માની અંદર વર્તતા આ સર્વ ભાવોનું અવલોકન કરીને તત્ત્વને જાણવા યત્ન કરે છે. ત્યારે કર્મના વિપાકને જોઈને તેના દ્વારા કઈ રીતે સ્પર્શનની મૂલશુદ્ધિ તે પ્રાપ્ત કરે છે તે હવે બતાવે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ततः प्रियसंभाषणपूर्वकं पृष्टोऽसौ मया-भद्र! कथय किमस्य नरेन्द्रस्य प्रस्थानकारणम्? कुतूहलं मे, विपाकेनाभिहितं-आर्य! यद्येवं ततः समाकर्णय, पूर्वमिह क्वचिदवसरे सुगृहीतनामधेयेन देवेन रागकेसरिणाऽभिहितोऽमात्यो यदुत-आर्य विषयाभिलाष! तथा कथञ्चिद्विधेहि यथा मम समस्तमपि जगत् किङ्करतां प्रतिपद्यते, मन्त्रिणाऽभिहितं यदाज्ञापयति देवः, ततो नान्यः कश्चिदस्य राजादिष्टप्रयोजनस्य निर्वर्तनक्षम इति मनसि पर्यालोच्य किं चात्रान्येन साधनेन बहुना क्लेशितेन? साधयिष्यन्त्येतान्येवाचिन्त्यवीर्यतया प्रस्तुतप्रयोजनमिति संजातावष्टम्भेन मन्त्रिणा गाढमनुरक्तभक्तानि, विविधस्थानेषु नि ढसाहसानि, स्वामिनि भृत्यतया लब्धजयपताकानि, जनहृदयाक्षेपकरणपटूनि, प्रत्यादेशः शूराणां, प्रकर्षश्चटुलानां, निकषभूमिः परवञ्चनचतुराणां, परमकाष्ठा साहसिकानां, निदर्शनं दुर्दान्तानां, आत्मीयान्येव स्पर्शनादीनि पञ्च गृहीतानि मानुषाणि प्रहितानि जगद्वशीकरणार्थम् । ततो मया चिन्तितं-अये! लब्धं स्पर्शनस्य तावन्मूलोत्थानम् ।
ત્યારપછી=પ્રભાવને વિપાક નામનો પુરુષ દેખાયો ત્યારપછી, પ્રિયસંભાષણપૂર્વક આ=કર્મવિપાક, મારા વડે=પ્રભાવ પડે, પુછાયો. હે ભદ્ર ! આ વરેન્દ્રના પ્રસ્થાનનું કારણ શું છે ? કહે, મને કુતૂહલ છે=પ્રસ્થાનના કારણને જાણવાની જિજ્ઞાસા છે. વિપાક વડે કહેવાયું – હે આર્ય ! જો આ પ્રમાણે છે=રાજાના પ્રસ્થાનનું તને કુતૂહલ છે, તો સાંભળ, અહીં=સંસારમાં, પૂર્વે કોઈક અવસરમાં સુગૃહીત નામધેય એવા દેવ રાગકેસરી વડે=પોતાના નામને અનુરૂપ ગુણને ધારણ કરનારા રાગકેસરી વડે અમાત્ય કહેવાયો. શું કહેવાયો ? તે “યતથી બતાવે છે – હે આર્ય વિષયાભિલાષ ! તે પ્રમાણે કોઈક રીતે તું કર જેથી સમસ્ત પણ જગત મારી કિંકરતાને પ્રાપ્ત કરે=જગતવર્તી સર્વ જીવો રાગને વશ સદા રહે એવું તું કર, મંત્રી વડે કહેવાયું, દેવ જે આજ્ઞા કરે છે. ત્યારપછી આ રાજાથી આદિષ્ટ પ્રયોજતના વિવર્તનમાં અન્ય કોઈ સમર્થ નથી એ પ્રમાણે મનમાં પર્યાલોચન કરીને અને આમાં રાજાદિષ્ટ પ્રયોજનમાં, અન્ય બહુ ક્લેશિત એવાં સાધનો વડે શું ? આ જ અચિંત્યવીર્યપણાને કારણે પ્રસ્તુત પ્રયોજનને સાધશે સ્પર્શત આદિ જ પાંચ ઈન્દ્રિયો જ લોકોને રાગને વશ કરવામાં અચિંત્યવીર્યપણાને કારણે સમર્થ છે તેથી રાગકેસરીના પ્રસ્તુત પ્રયોજનને સાધશે, એ પ્રકારે નિર્ણય થયેલા વિશ્વાસવાળા મંત્રી વડે પોતાના જ જે સ્પર્શનઆદિ પાંચ ગ્રહણ કરાયેલા મનુષ્યો છે તેઓને જગત વશીકરણ માટે મોકલાવાયા એમ અવય છે.
તે પાંચ મનુષ્યો કેવા છે ? તે બતાવતાં કહે છે – ગાઢ અનુરક્તમાં ભક્તિવાળા છે. વિવિધ સ્થાનોમાં નિબૂઢ સાહસવાળા છે. વળી સ્વામીના વિષયમાં સેવકપણાથી પ્રાપ્ત કરેલી જયપતાકાવાળા છે. લોકોના હૃદયમાં આક્ષેપ કરવામાં પટુબુદ્ધિવાળા છે અને શૂરવીર પુરુષોનો પ્રત્યાદેશ છેઃશૂરવીર પુરુષો અવશ્ય પોતાનું કાર્ય સાધે છે. તેમ સ્પર્શન આદિ પણ પોતાનું કાર્ય અવશ્ય સાધે તેવા સમર્થ છે તેથી શૂરવીર પુરુષોનો પ્રત્યાદેશ છે. ચટુલપુરુષોનો
Page #91
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
પ્રકર્ષ છે=ચપલપુરુષો હોય છે તેઓના પ્રકર્ષવાળી પાંચ ઇન્દ્રિયો છે. પરવંચનમાં ચતુરોની નિકષભૂમિ છે=બીજાને ઠગવામાં ચતુર એવી ઉત્પત્તિભૂમિ છે. સાહસિકોની પરાકાષ્ઠા છે=ઇન્દ્રિયોને વશ જીવો બધા પ્રકારના સાહસ કરવામાં તત્પર થતા હોય છે. દુર્ગંતોનું દૃષ્ટાંત છે. જેમ નાના છોકરાઓ તોફાન કરતા હોય તેને દમન કરવા મુશ્કેલ છે તેમ ઇન્દ્રિયોને પણ દમન કરવી મુશ્કેલ છે. આવા વિષયાભિલાષના પોતાના જ સ્પર્શન આદિ પાંચ ગ્રહણ કરાયેલા મનુષ્યોને જગત વશીકરણ માટે મોકલાવાયા. તેથી=વિપાકે પ્રસ્તાવનું કારણ બતાવ્યું તેમાં સ્પર્શન આદિનું નામ પ્રાપ્ત થયું તેથી, મારા વડે=પ્રભાવ वडे, विचारायुं - खरे ! स्पर्शननुं भूल उत्थान प्राप्त थयुं.
सन्तोषजयाय युद्धसंरम्भः
७०
विपाकेनाभिहितं- ततो वितते जगति विचरद्भिस्तैर्वशीकृतप्रायं भुवनं वर्त्तते, ग्राहितप्रायं रागकेसरिणः किङ्करतां, केवलं महाशस्यसमुदायानामितिविशेष इव तेषामुपद्रवकारी समुत्थितः श्रूयते किल कश्चित् सन्तोषो नाम चरटो, निर्वाहिताश्च तान्यभिभूय किल कियन्तोऽपि लोकास्तेन, प्रवेशिताश्च देवभुक्तेरतिक्रान्तायां निर्वृत्तौ नगर्यामिति च श्रूयते । ततो मया चिन्तितं व्यभिचरति मनागयमर्थो यतोऽस्माकं समक्षमेव मनीषिबालयोः स्पर्शनेन निर्वृतौ नगर्यां भवजन्तोर्गमनं सदागमबलेनाख्यातं, अयं तु स्पर्शनादीन्यभिभूय सन्तोषेण निर्वाहिता लोकाः स्थापिताश्च निर्वृत्तौ नगर्यामिति कथयति, तत्कथमेतद् ? अथवा किमनयाऽकाण्डपर्यालोचनया ? अवहितस्तावदाकर्णयाम्यस्य वचनं, पश्चाद्विचारयिष्यामि । विपाकेनाभिहितं ततोऽयमाप्तलोकश्रुतेराकर्णितोऽद्य देवेन रागकेसरिणा स्पर्शनाद्यभिभवव्यतिकरः । ततोऽतिदुःसहमश्रुतपूर्वं च स्वपदातिपरिभववचनमाकर्ण्य कोपानलजनितरक्तलोचनयुगलेन, विषमस्फुरिताधरेण, करालभृकुटिभङ्गकुण्डलीकृतललाटपट्टेनाबद्धनिरन्तरस्वेदबिन्दुना, निर्दयकराभिहतधरणीपृष्ठेन, प्रलयज्वलनभास्वरं रूपमाबिभ्रताऽमर्षवशपरिस्खलद्वचनेन देवेन रागकेसरिणाऽऽज्ञापितः परिजनः अरे त्वरितास्ताडयत प्रयाणकपटहं, सज्जीकुरुत चतुरङ्गं बलम् । परिजनेनाभिहितंयदाज्ञापयति देवः, ततस्तथा देवमायास्यमानमवलोक्य विषयाभिलाषेणाभिहितंदेव! अलमावेगेन, कियानसौ वराकः सन्तोषः स्थानमादरस्य ? न खलु केसरी लीलादलितत्रिगण्डगलितवरकरिनिकरो हरिणं व्यापाद्यतयोद्दिश्यायस्तचित्तो भवति । देवेनाभिहितं सखे ! सत्यमिदं, केवलं युष्मन्मानुषकदर्थनां कुर्वता दृढमुद्वेजितास्तेन पापेन सन्तोषेण, न खलु तमनुन्मूल्य म मनसः सुखासिका संपद्यते । मन्त्रिणाऽभिहितं देव ! स्तोकमेतत् मुच्यतां संरम्भः, ततस्तद्वचनेन मनाक् स्वस्थीभूतो देवः, कृतमशेषं गमनोचितं, स्थापितः पुरतः स्नेहसलिलपूर्णः प्रेमाबन्धाख्यः कनककलशः, उद्घोषितः केलिजल्पनामको जयजयशब्दः, गीतानि चाटुवचनादीनि मङ्गलानि, प्रहतं रतिकलहनामकमुदामातोद्यवृन्दं, निर्वर्त्तितान्यङ्गरागभूषणादीनि समस्तकौतुकानि, प्रवृत्तो
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૭૧
रथावरोहणार्थं देवः । अत्रान्तरे स्मृतमनेन - अये ! न दृष्टोऽद्यापि मया तातः, अहो मे प्रमत्तता, अहो मे दुर्विनीतता, अहो मे तुच्छत्वेन स्वल्पप्रयोजनेऽपि पर्याकुलता यत्तातपादवन्दनमपि विस्मृतमिति । ततो निवृत्त्य चलितस्तद्दर्शनार्थं देवः ।
સંતોષના જય માટે યુદ્ધનો પ્રારંભ
વિપાક વડે કહેવાયું – ત્યારપછી=સ્પર્શન આદિ પાંચ મનુષ્યો જગતને વશ કરવા માટે વિષયાભિલાષે મોકલ્યા ત્યારપછી, વિસ્તારવાળા જગતમાં વિચરતા એવા તેઓ વડે=સ્પર્શનઆદિ પાંચ મનુષ્યો વડે, જગત વશીકૃતપ્રાય વર્તે છે. રાગકેસરીની કિંકરતાને ગ્રાહિતપ્રાય વર્તે છે. કેવલ મહાશસ્યના સમુદાયમાં ઈતિ વિશેષની જેમ=મહાધાન્યતા સમુદાયમાં જીવોત્પત્તિ વિશેષની જેમ, તેઓને=સ્પર્શન આદિ પાંચને, ઉપદ્રવકારી ઉત્પન્ન થયેલો ખરેખર સંતોષ નામનો ચોરટો સંભળાય છે, અને તેઓનો અભિભવ કરીને=સ્પર્શનાદિનો અભિભવ કરીને, તેના વડે=સંતોષ વડે, કેટલાક પણ લોકો નિર્વાહિત કરાયા=સંસારના બંધનોમાંથી મુક્ત કરાવાયા, અને દેવની ભુક્તિથી=રાગકેસરીના રાજ્યથી, અતિક્રાંત એવી નિવૃત્તિ નગરીમાં પ્રવેશિત કરાયા એ પ્રમાણે સંભળાય છે. તેથી=વિપાકનાં તે વચનો સાંભળવાથી, મારા વડે=પ્રભાવ વડે, વિચારાયું, થોડો આ અર્થ વ્યભિચાર પામે છે=સંતોષે કેટલાક લોકોને મોક્ષમાં પહોંચાડ્યા એ કથન પૂર્વમાં સ્પર્શને કહેલા કથન સાથે કંઈક વિરોધવાળો પ્રાપ્ત થાય છે. જે કારણથી સ્પર્શન દ્વારા ભવજંતુનું નિવૃત્તિ નગરીમાં ગમન સદાગમના બળથી અમારી સમક્ષ જ=બોધ અને પ્રભાવની સમક્ષ જ, મનીષી અને બાલને કહેવાયું. વળી, આ=વિપાક, સ્પર્શન આદિનો અભિભવ કરીને સંતોષ વડે લોકો નિર્વાહિત કરાયા અને લોકો નિવૃત્તિ નગરમાં સ્થાપન કરાયા એ પ્રમાણે કહે છે, તે કારણથી=વિપાક કહે છે તે અને સ્પર્શને કહ્યું તે બે વિરોધી છે તે કારણથી, આ=વિપાક કહે છે એ, કેવી રીતે છે ?=કઈ અપેક્ષાએ છે. અથવા આ અકાંડ પર્યાયલોચનથી શું ?=અત્યારે વિપાકના વચનો સાંભળવાનો અવસર છે, તે વખતે જેની વિચારણાનો અવસર નથી તેની વિચારણાથી શું ? આ પ્રમાણે વિચારીને પ્રભાવ વિચારે છે કે ધ્યાનપૂર્વક આવું વચન=વિપાકનું વચન, હું સાંભળું. પાછળથી વિચારણા કરીશ=સદાગમથી જીવો મુકાય છે કે સંતોષથી મુકાય છે તેનો નિર્ણય પાછળથી કરીશ, વિપાક વડે કહેવાયું, તેથી=સંતોષ વડે કેટલાક લોકોને સ્પર્શન આદિનો અભિભવ કરીને નિવૃત્તિ નગરીમાં પહોંચાડાયા તેથી, આપ્તલોકની શ્રુતિથી આજે આ સ્પર્શન આદિના અભિભવનો પ્રસંગ દેવ એવા રાગકેસરી વડે સંભળાયો. તેથી અતિ દુઃસહ અને અશ્રુતપૂર્વ એવું પોતાના સૈનિકોના પરિભવના વચનને સાંભળીને કોપરૂપી અગ્નિથી જનિત રક્તલોચનના યુગલવાળા, વિષમ સ્ફુરિત અધરવાળા, વિકરાલ એવી ભૃકુટિના ભંગથી કુંડલીકૃત લલાટપટવાળા, અબદ્ધતિરંતર સ્વેદબિંદુવાળા, નિર્દય એવા હાથથી અભિહત કર્યું છે ધરણીનું પૃષ્ઠ જેઓએ એવા, પ્રલયના અગ્નિ જેવા ભાસ્વર રૂપને ધારણ કરતા, અમર્ષવશ પરિસ્ખલિત વચનવાળા દેવ એવા રાગકેસરી વડે પરિજન આજ્ઞાપિત કરાયો – અરે ! ઉતાવળા થયેલા તમે પ્રયાણ પડહને વગડાવો, ચતુરંગબલને સજ્જ કરો, પરિજન
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વડે કહેવાયું દેવ જે આજ્ઞા કરે છે. ત્યારપછી તે પ્રકારે=પૂર્વે કહ્યું તે પ્રકારે, દેવને યત્ન કરતા જોઈને વિષયાભિલાષ વડે કહેવાયું – હે દેવ ! આવેગથી સર્યું, આ શંકડો એવો સંતોષ કેટલા આદરનું
સ્થાન છે? ખરેખર લીલાપૂર્વક દલી નાંખ્યા છે ત્રિદંડથી ગળતા શ્રેષ્ઠ હાથીઓનો સમૂહ જેણે એવો સિંહ, હરણને નાશ કરવાનો ઉદ્દેશ કરીને આયચચિત્તવાળો=વ્યામૃતચિત્તવાળો, થતો નથી. દેવ વડે કહેવાયું રાગકેસરી વડે કહેવાયું – હે મિત્ર ! આ સત્ય છે તે વિષયાભિલાષ, તું કહે છે એ સત્ય છે. કેવલ તમારા મનુષ્યની કદર્થના કરતા=વિષયાભિલાષના સ્પર્શન આદિ મનુષ્યની કદર્થના કરતા, તે પાપી સંતોષ વડે અમે દઢ ઉદ્વેગ કરાયા છીએ. આ પ્રમાણે રાગકેસરી વિષયાભિલાષને કહે છે. ખરેખર તેના ઉભૂલન કરાયા વગર=સંતોષના ઉમૂલન કરાયા વગર, મારા મનની સુખાસિકા પ્રાપ્ત થતી નથી. મંત્રી વડે કહેવાયું, હે દેવ ! આ થોડું છે=સંતોષને ઉમૂલન કરવાનો તમારો આ પ્રયાસ અસાર છે, સંરંભને મૂકો=પ્રયાસને મૂકો, તેથી=વિષયાભિલાષે આ પ્રકારે કહ્યું તેથી, તેના વચનથી દેવ સ્વસ્થ થયા=રાગકેસરી સ્વસ્થ થયા, અશેષગમન ઉચિત કરાયું રાગકેસરી વડે સંતોષને જીતવા અર્થે જે ગમનનો પ્રારંભ કરેલ તેને ઉચિત સર્વ કૃત્ય કરાયું, આગળ સ્નેહરૂપી પાણીથી પૂર્ણ પ્રેમના બંધન નામનો સુવર્ણનો કલશ સ્થાપન કરાયો. કેલિજલ્પ નામનો જય જય શબ્દ ઉઘોષિત કરાયો. ચાટુવચનાદિ મંગલો ગવાયાં, રતિ અને કલહ નામનો ઉદ્દામ વાજિંત્રનો સમૂહ વગાડાયો, અંગરાગ, ભૂષણો, સમસ્ત કૌતુકો કરાયાં, રથના આરોહણ માટે દેવ પ્રવૃત્ત થયો=રાગકેસરી પ્રવૃત્ત થયો. અત્રાસરમાં યુદ્ધભૂમિમાં રાગકેસરી જવા તત્પર થયો એટલામાં, આના વડે=રાગકેસરી વડે, સ્મરણ કરાયું અરે, હજી પણ મારા વડે પિતા જોવાયા નથી. અહો મારી પ્રમત્તતા, અહો મારી દુર્વિનીતતા, અહો મારા તુચ્છપણાને કારણે સ્વલ્પપ્રયોજનમાં પણ પર્યાકુલતા જેના કારણે પિતાના પાદવંદનને પણ વિસ્મરણ કરાયું, ત્યારપછી પાછા ફરીને તેના દર્શન માટે=મહામોહરૂપી તાતના દર્શન માટે, દેવકરાગકેસરી, ચાલ્યા.
रागकेसरिजनकमहामोहस्य सामर्थ्यम् मयाऽभिहितं-भद्र! कः पुनरस्य तातः? ततो विपाकेनाभिहितं-आर्य! अतिमुग्धोऽसि, यतस्त्वमेतावदपि न जानीषे, यतोऽस्य देवस्य रागकेसरिणो बालाबलादीनामपि सुप्रतीतोऽनेकाद्भुतकर्मा भुवनत्रयप्रकटनामाभिधानो महामोहो जनकः ।
રાગકેસરીના પિતા મહામોહનું સામર્થ્ય મારા વડે કહેવાયું=પ્રભાવ વડે કહેવાયું – હે ભદ્ર ! વળી આનો પિતા કોણ છે? તેથી=પ્રભાવ વડે પ્રશ્ન કરાયો તેથી, વિપાક વડે કહેવાયું છે આર્ય ! તું અતિ મુગ્ધ છો, જે કારણથી તું આટલું પણ જાણતો નથી. જે કારણથી આ રાગકેસરીરૂપ દેવતો અનેક અદ્ભુત કર્મોવાળો, ભુવતત્રયમાં પ્રકટ રામવાળો, બાલ-સ્ત્રી વગેરેને પણ સુપ્રતીત મહામોહ નામનો પિતા છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
બ્લોક :
તથાદિमहामोहो जगत्सर्वं, भ्रामयत्येष लीलया । शक्रादयो जगनाथा, यस्य किङ्करतां गताः ।।१।।
શ્લોકાર્ય :
તે આ પ્રમાણે –
આ મહામોહ જગત સર્વને લીલાથી ભમાવે છે. જગતના નાથ શક્રાદિ જેની કિંકરતાને પામેલા છે. ll૧il
બ્લોક :
अन्येषां लध्यन्तीह, शौर्यावष्टम्भतो नराः ।
आज्ञां न तु जगत्यत्र, महामोहस्य केचन ।।२।। શ્લોકાર્ચ -
અહીં=સંસારમાં, શૂરવીરતાના બળથી મનુષ્યો અન્યોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. પરંતુ આ જગતમાં, મહામોહની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરતો નથી. શા શ્લોક :
वेदान्तवादिसिद्धान्ते, परमात्मा यथा किल । चराचरस्य जगतो, व्यापकत्वेन गीयते ।।३।।
શ્લોકાર્ય :
વેદાન્તવાદિના સિદ્ધાંતમાં જે પ્રમાણે ચરાચર એવા જગતના પરમાત્મા વ્યાપકપણાથી ગવાય છે. II3II
શ્લોક :
महामोहस्तथैवात्र, स्ववीर्येण जगत्त्रये ।
द्वेषाद्यशेषलोकानां, व्यापकः समुदाहृतः ।।४।। શ્લોકાર્ચ -
તે પ્રમાણે છે, અહીં=સંસારમાં, મહામોહ સ્વવીર્યથી જગતત્રયમાં દ્વેષાદિ અશેષ લોકોનો વ્યાપક કહેવાયો છે. III
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
तत एव प्रवर्त्तन्ते, यान्ति तत्र पुनर्लयम् ।
सर्वे जीवाः परे पुंसि, यथा वेदान्तवादिनाम् ।।५।। શ્લોકાર્ચ -
તેથી જ=મહામોહથી જ, પ્રવર્તે છે દ્વેષાદિ સર્વ લોકો પ્રવર્તે છે. તેમાં=મહામોહમાં, લયને પામે છે દ્વેષાદિ સર્વ લયને પામે છે, જે પ્રમાણે વેદાન્તવાદીઓના મતે સર્વ જીવો પર એવા પુરુષમાં પરમાત્મામાં, લય પામે છે. પI શ્લોક :
महामोहात्प्रवर्त्तन्ते, तथा सर्वे मदादयः ।
लीयन्तेऽपि च तत्रैव, परमात्मा स वर्त्तते ।।६।। શ્લોકાર્ચ -
તે પ્રમાણે સર્વ મદાદિ મહામોહથી પ્રવર્તે છે અને તેમાં જ=મહામોહમાં જ, લય પણ પામે છે. તે=મહામોહ, પરમાત્મા છેષાદિ બધા લોકોનો પરમાત્મા મહામોહ છે. III બ્લોક :
अन्यच्चयद् ज्ञातपरमार्थोऽपि, बुद्ध्वा सन्तोषजं सुखम् ।
इन्द्रियैर्बाध्यते जन्तुर्महामोहोऽत्र कारणम् ।।७।। શ્લોકાર્થ:
અને બીજું, સંતોષથી થનારા સુખને જાણીને જ્ઞાત પરમાર્થવાળો પણ જીવ જે કારણથી ઈન્દ્રિયોથી પીડા પામે છે એમાં, મહામોહ કારણ છે. llણા શ્લોક :
अधीत्य सर्वशास्त्राणि, नराः पण्डितमानिनः ।
विषयेषु रताः सोऽयं, महामोहो विजृम्भते ।।८।। શ્લોકાર્ચ -
સર્વશાસ્ત્રોને ભણીને પોતાને પંડિત માનવાવાળા મનુષ્યો વિષયોમાં રત થયા તે આ મહામોહનો વિલાસ છે. IIII
Page #96
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
जैनेन्द्रमततत्त्वज्ञाः, कषायवशवर्तिनः ।
जायन्ते यन्नरा लोके, तन्महामोहशासनम् ।।९।। શ્લોકાર્ધ :
જેનેજમતના તત્વને જાણનારા મનુષ્યો લોકમાં જે કષાયને વશવત થાય છે તે મહામોહનું શાસન છે. II II શ્લોક :
अवाप्य मानुषं जन्म, लब्ध्वा जैनं च शासनम् ।
यत्तिष्ठन्ति गृहासक्ता, महामोहोऽत्र कारणम् ।।१०।। શ્લોકાર્થ :
મનુષ્યજન્મને પામીને અને જૈનશાસન પ્રાપ્ત કરીને જે જીવો ગૃહમાં ઘરમાં આસક્ત રહે છે એમાં મહામોહ કારણ છે. II૧૦ll શ્લોક -
विश्रब्धं निजभर्तारं, परित्यज्य कुलस्त्रियः ।
परेषु यत्प्रवर्त्तन्ते, महामोहस्य तत्फलम् ।।११।। શ્લોકાર્ય :વિશ્વસ્ત એવા પોતાના પતિનો ત્યાગ કરીને જે કુલસ્ત્રીઓ પરપુરુષમાં પ્રવર્તે છે તે મહામોહનું ફળ છે. ||૧૧|| શ્લોક :
विलय च महामोहः, स्ववीर्येण निराकुलः ।
कांश्चिद्विडम्बयत्युच्चैर्यतिभावस्थितानपि ।।१२।। શ્લોકાર્ચ -
નિરાકુલ એવો મહામોહ સ્વવીર્યથી આક્રમણ કરીને યતિભાવમાં રહેલા પણ કેપ્લાક સાધુઓની અત્યંત વિડંબના કરે છે. ll૧ શ્લોક :
मनुष्यलोके पाताले, तथा देवालयेष्वपि । विलसत्येष महामोहो, गन्धहस्ती यदृच्छया ।।१३।।
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
જે પ્રમાણે ગંધહસ્તી ઈચ્છાથી વિલાસ કરે છે તે પ્રમાણે આ મહામોહ મનુષ્યલોકમાં, પાતાલમાં અને દેવાલયોમાં પણ વિલાસ કરે છે. II૧૩. શ્લોક :
सर्वथा मित्रभावेन, गाढं विश्रब्धचेतसाम् ।
कुर्वन्ति वञ्चनं यच्च, महामोहोऽत्र कारणम् ।।१४।। શ્લોકાર્ચ -
સર્વથા મિત્રભાવથી વિશ્રધ્ધચિત્તવાળાઓને જે જીવો ઠગે છે એમાં મહામોહ કારણ છે. ll૧૪TI શ્લોક :
विलय कुलमर्यादां, पारदार्येऽपि यन्नराः ।
वर्त्तन्ते विलसत्येष, महामोहमहानृपः ।।१५।। શ્લોકાર્ચ -
કુલમર્યાદાનું ઉલ્લંઘન કરીને મનુષ્યો પરસ્ત્રીમાં પણ વર્તે છે, તે આ મહામોહરૂપ મહારાજા વિલાસ કરે છે. ll૧૫ll શ્લોક :
यत एव समुत्पन्ना, जाताश्च गुणभाजनम् ।
प्रतिकूला गुरोस्तस्य, वशे येऽस्य नराधमाः ।।१६।। શ્લોકાર્ચ -
ગુરુથી જ પ્રાપ્ત થયેલા દીક્ષાવાળા અને ગુણનું ભાજન થયેલા નરાધમો આના વશમાં–મહામોહના વશમાં, છે તે જીવો તે ગુરુને પ્રતિકૂલ થાય છે. ll૧૬ શ્લોક :
अनार्याणि तथाऽन्यानि, यानि कार्याणि कर्हिचित् ।
चौर्यादीनि विलासेन, तेषामेष प्रवर्तकः ।।१७।। શ્લોકાર્થ :
અને અન્ય અનાર્ય જે કોઈ ચોરી આદિ કાર્યો છે, તેઓનો=તે ચોરી આદિનો, વિલાસથી આ=મહામોહ, પ્રવર્તક છે. II૧૭ના
Page #98
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ શ્લોક :
इत्थं प्रभूतवृत्तान्तः, परिपाल्य जगत्त्रयम् । वृद्धोऽहमधुना युक्तं, किं ममेति विचिन्त्य च ।।१८।। पार्श्वस्थितोऽपि शक्नोमि, वीर्येण परिरक्षितुम् ।
जगत्तेन स्वपुत्राय, राज्यं यच्छामि साम्प्रतम् ।।१९।। युग्मम् શ્લોકાર્ચ -
આ પ્રકારના વિસ્તારી વૃત્તાંતવાળો જગત્રયનું પરિપાલન કરીને વૃદ્ધ થયેલો હું છું, અને હવે મને શું યુક્ત છે? એ પ્રમાણે વિચારીને પાસમાં રહેલો પણ હું જગતને વીર્યથી પરિરક્ષણ કરવા માટે સમર્થ છું, તે કારણથી હવે પુત્રને રાજ્ય આપું. ll૧૮-૧૯ll શ્લોક :
रागकेसरिणे दत्त्वा, ततो राज्यं विचक्षणः ।
महामोहोऽधुना सोऽयं, शेते निश्चिन्ततां गतः ।।२०।। શ્લોકાર્ધ :
તેથી આ પ્રમાણે મહામોહે વિચાર્યું તેથી, રાગકેસરીને રાજ્ય આપીને હવે તે આ વિચક્ષણ એવો મહામોહ, નિશ્ચિતતાને પામેલો સૂએ છે. ll શ્લોક :
तथापीदं जगत्सर्वं, प्रभावेन महात्मनः ।
तस्यैव वर्त्तते नूनं, कोऽन्यः स्यादस्य पालकः? ।।२१।। શ્લોકાર્ચ -
તોપણ આ જગત સર્વ તે જ મહાત્માના પ્રભાવથી=મહામોહના પ્રભાવથી, ખરેખર વર્તે છે. આનો પાલક-જગતનો પાલક, અન્ય કોણ થાય ? ||૧ શ્લોક :
तदेषोऽद्भुतकर्त्तव्यः, प्रसिद्धोऽपि जगत्त्रये ।
महामोहनरेन्द्रस्ते, कथं प्रष्टव्यतां गतः? ।।२२।। શ્લોકાર્ધ :
તે કારણથી અદભુત કર્તવ્યવાળો, જગતત્રયમાં પ્રસિદ્ધ પણ આ મહામોહ નરેન્દ્ર તારી પ્રષ્ટવ્યતાને=પ્રભાવની પૃચ્છાના વિષયપણાને, કેમ પ્રાપ્ત થયો ? Il૨૨ી
Page #99
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ __ततो मयाऽभिहितं-भद्र! न कर्त्तव्योऽत्र भवता कोपः, पथिकः खल्वहं, श्रुतश्च मयापि महामोहः पूर्वं सामान्येन, न पुनर्विशेषतो रागकेसरिजनकतया तदधुनाऽपनीतं ममाज्ञानं भद्रेण, तदुत्तरवृत्तान्तमप्याख्यातुमर्हति भद्रः ।
તેથી=વિપાકે પ્રભાવને કહ્યું કે મહામોહ જગતત્રયમાં પ્રસિદ્ધ છે માટે તેના વિષયમાં પૂછવું ઉચિત તથી તેથી, મારા વડે=પ્રભાવ વડે કહેવાયું - હે ભદ્ર ! આમાં=મારા પ્રશ્નમાં, તારા વડે કોપ કરવો જોઈએ નહીં. ખરેખર હું પથિક છું, મારા વડે પણ પૂર્વમાં સામાન્યથી મહામોહ સંભળાયેલો પરંતુ વિશેષથી રાગકેસરીના પિતાપણાથી સંભળાયું ન હતું, ભદ્ર એવા વિપાક વડે મારું અજ્ઞાન દૂર કરાયું તે કારણથી, ભદ્ર ઉત્તરના વૃત્તાંતને પણ કહેવા માટે યોગ્ય છે=રાગકેસરી વૃદ્ધ એવા મહામોહ રૂપ પિતાને પાદપતન કરવા ગયો ત્યારપછી શું થયું તે રૂપ ઉત્તરના વૃતાંતને કહેવું જોઈએ.
महामोहरागकेसरिविषयाभिलाषादीनां युद्धार्थं प्रस्थानम् विपाकेनाभिहितं-ततो गतो देवः शीघ्रं जनकपादमूलं, दृष्टोऽनेन तमःसंज्ञकेन लम्बमानेन भ्रूयुगलेन अविद्याभिधानया प्रकम्पमानया गात्रयष्ट्या जराजीर्णकायस्तृष्णाभिधानायां वेदिकायां विपर्यासनाम्नि विष्टरे महत्युपविष्टो महामोहः । ततः क्षितितलविन्यस्तहस्तमस्तकेन कृतं देवेन पादपतनं, अभिनन्दितो महामोहेन, निषीदतश्च भूतले देवस्य दापितं महामोहेनासनं, उपाविष्टस्तत्र जनकसंभ्रमवचनेन देवः, पृष्टा शरीरकुशलवार्ता, निवेदितश्च प्रस्तुतव्यतिकरः । ततो महामोहेनाभिहितं पुत्र! ममाधुना जरच्चीवरस्येव पश्चिमो भावो वर्त्तते, ततो मदीयशरीरस्य पामापरिगतमूर्तेरिव करभस्य यद्वाह्यते तत्सारं, ततो न युक्तं मयि तिष्ठति भवतः प्रस्थानं कर्तुं, तिष्ठ त्वं विपुलं राज्यं विधानो निराकुलचित्तः, अहमेव प्रस्तुतप्रयोजनं साधयिष्यामीति । देवेन को पिधायाभिहितं-तात! मा मैवं वोचः, शान्तं पापं, प्रतिहतममङ्गलं, अनन्तकल्पस्थायि भवतु यौष्माकं शरीरं, न खलु युष्मदीयशरीरनिराबाधामात्रपरितोषिणि किङ्करजनेऽस्मिन्नेवमाज्ञापयितुमर्हति तातः, तत्किमनेन बहुना? गच्छाम्यहं, अनुजानीत यूयम् । महामोहः प्राह-जात! मया तावद् गन्तव्यमेव, भवतस्तु केवलमवस्थानेऽनुज्ञा, इत्यभिधायोत्थितो महामोहः । ततो विज्ञाय निर्बन्धं देवेनाभिहितं-तात! यद्येवं ततोऽहमपि तातपादानुचरो भविष्यामि, न प्रतिस्खलनीयस्तातेन, महामोहः प्राह-जात! एवं भवतु, न खलु वयमपि भवन्तं मोक्तुं क्षणमपि पारयामः, केवलं गुरुतया प्रयोजनस्यैवं मन्त्रितमस्माभिस्तदधुना सुन्दरमिदं जातेन जल्पितम् । देवेनाभिहितं-महाप्रसादः, ततस्तातोऽपि प्रस्थित इति ज्ञापितं समस्तनरेन्द्राणां देवेन, प्रवर्तितं निःशेषं विशेषतो बलम् । ततः स्वयमेव महामोहनरेन्द्रो, देवो रागकेसरी, विषयाभिलाषादयः सर्वे मन्त्रिमहत्तमः सर्वबलेन सन्तोषचरटस्योपरि निग्रहेण चलिता इति वार्त्तया क्षुभितमेतत्समन्ताद्राजसचित्तं नगरं,
Page #100
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ समुल्लसितोऽयं बहलः कलकलः । तदिदं भद्र! अस्य नरेन्द्रस्य प्रस्थानप्रयोजनमिति । तच्चातिकुतूहलिनं भवन्तमालोक्य मया निवेदितं, इतरथाऽतित्वरया मम वचनमात्रोच्चारणेऽपि नावसरोऽस्ति, यतो ममाग्रानीके नियमः । मयाऽभिहितं-आर्य! किमत्र वक्तव्यम् ? परोपकारकरणव्यग्रा एव सत्पुरुषा भवन्ति, ते हि परे प्रियं कर्तुमुद्यताः शिथिलयन्ति स्वप्रयोजनं, कुर्वन्ति स्वभुजोपार्जितद्रव्यव्ययं, विषहन्ते विविधदुःखानि, न गणयन्त्याऽऽपदं, ददति मस्तकं, प्रक्रामन्ति प्राणान्, परप्रयोजनमेव हि ते स्वप्रयोजनं मन्यन्ते । ततश्चैवंविधैर्मदीयवचनैर्मनसि परितुष्टो नामयित्वा मदभिमुखमीषदुत्तमाङ्गं व्रजाम्यहमधुना इत्यभिधाय च कृतप्रणामो मया गतो विपाकः । मया चिन्तितं-साधितप्रायं मयाऽधुना राजकार्य, यतः स्पर्शनस्य मूलशुद्धिमुपलभ्य भवताऽऽगन्तव्यमेतावानेव मम राजादेशः, तत्र यावन्तोऽनेन विपाकेन स्पर्शनादीनां गुणा वर्णितास्ते सर्वे तत्र स्पर्शने घटन्ते, ममानुभवसिद्धमेतत्, तस्मादेतदुपवर्णितमानुषपञ्चकस्याद्योऽसौ भविष्यति, अतो लब्धा मया तस्य मूलशुद्धिः, केवलमेनं सन्तोषव्यतिकरमद्यापि नावगच्छामि । एतावद्वितर्कयामि सदागमानुचर एवायं कश्चिद् भविष्यति, अन्यथा पूर्वापरविरुद्धमेतत्स्यात्, अथवा किमनेन? गच्छामि तावत् स्वामिपादमूलं, निवेदयामि यथोपलब्धवृत्तान्तं, ततो देव एवात्र यथोचितं विज्ञास्यतीत्यालोच्य समागतोऽहं, एतदाकर्ण्य देवः प्रमाणमिति । बोधेनाभिहितं-साधु प्रभाव! साधु, सुन्दरमनुष्ठितं भवता, ततः सहैव प्रभावेण प्रविष्टो बोधः कुमारसमीपं, कृतप्रणामेन च निवेदितः कुमाराय समस्तोऽपि प्रभावानीतवा वृत्तान्तः, परितुष्टो मनीषी, पूजितः प्रभावः ।
મહામોહ, રાગકેસરી અને વિષયઅભિલાષનું યુદ્ધ માટે પ્રસ્થાન | વિપાક વડે કહેવાયું – ત્યારપછી=પ્રયાણ કરતા પૂર્વે પિતાને વંદન કરવાનું સ્મરણ થયું ત્યારપછી, દેવકરાગકેસરી, શીઘ પિતાના પાદમૂલ પાસે ગયા=પિતાને વંદન કરવા ગયા, આના વડે=રાગકેસરી વડે તમસંજ્ઞાવાળો, લાંબા ભૂયુગલવાળો, અવિઘાનામવાળી પ્રકંપમાન ગાત્રયષ્ટી વડે શરીરના ગાત્ર વડે જરાજીર્ણકાયવાળો, તૃષ્ણા નામની વેદિકામાં વિપર્યાસ નામના મોટા આસન ઉપર બેઠેલો મહામોહ જોવાયો. ત્યારપછી=રાગકેસરી વડે મહામોહતા દર્શન થયા પછી, ક્ષિતિતલ ઉપર સ્થાપન કરાયેલા હાથ અને મસ્તકથી દેવ વડે રાગકેસરી વડે, પાદપતન કરાયું મહામોહને નમન કરાયું, મહામોહથી અભિનંદિત કરાયો=રાગકેસરીને આશીર્વાદ અપાયો, મહામોહ વડે દેવને=રાગકેસરીને, આસન અપાયું, ભૂતલ ઉપર બેઠો=રાગકેસરી બેઠો, ત્યાં=મહામોહ વડે અપાયેલા આસન ઉપર, પિતાના સંભ્રમવચનથી દેવકરાગકેસરી, બેઠા. શરીરની કુશલવાર્તા પુછાઈ=મહામોહતા શરીરની કુશલવાર્તા રાગકેસરી વડે પુછાઈ, અને પ્રસ્તુત વ્યતિકર નિવેદન કરાયોગરાગકેસરી વડે સંતોષને જીતવા માટે પોતે પ્રયાણ કરે છે એ રૂપે પ્રસ્તુત પ્રસંગ નિવેદન કરાયો. ત્યારપછી=રાગકેસરીએ
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ યુદ્ધના પ્રયાણનું કથન કર્યું. ત્યારપછી, મહામોહ વડે કહેવાયું=રાગકેસરીને કહેવાયું, હે પુત્ર ! મારો હમણાં જીર્ણ થતા વસ્ત્રના જેવો પશ્ચિમભાવ વર્તે છે.
જે જીવો સંતોષને વશ થઈને ઇન્દ્રિયોનો પરાજય કરે છે તે જીવમાં વર્તતો મહામોહ સર્વથા નાશ પામ્યો નથી. પરંતુ ઘણો જીર્ણ થયો છે તેવો મહામોહ તે જીવમાં વર્તતા રાગકેસરીને કહે છે, હું જીર્ણ થયેલા શરીરવાળો છું.
૮૦
તેથી, ખણજથી પરિગતમૂર્તિ જેવા કરભની જેમ મારા શરીરનું જે વહન થાય તે સુંદર છે, તેથી હું વિદ્યમાન હોતે છતે તારે પ્રસ્થાન કરવું યુક્ત નથી. તું વિપુલ રાજ્યને ધારણ કરતો નિરાકુલચિત્તવાળો રહે, હું જ=મહામોહ જ, પ્રસ્તુત પ્રયોજનને સાધીશ, દેવ વડે=રાગકેસરી વડે, બે કાનોને હાથથી ઢાંકીને કહેવાયું – હે તાત ! આ પ્રમાણે ન બોલો, પાપ શાંત થાઓ, અમંગલરૂપ પાપ દૂર થાઓ. અનંત કલ્પસ્થાયી તમારું શરીર રહો. ખરેખર તમારા શરીરના નિરાબાધ માત્રથી પરિતોષવાળા કિંકર જન એવા આ રાગકેસરી વિશે, એ પ્રમાણે=હું યુદ્ધ કરવા જઉં એ પ્રમાણે, આજ્ઞા આપવા માટે તાત યોગ્ય છે. તે કારણથી=તમારે જવું ઉચિત નથી મને આજ્ઞા આપવી ઉચિત છે તે કારણથી, આ બહુ કથત વડે શું ? હું જાઉં છું=સંતોષને જીતવા માટે જાઉં છું, તમે મને અનુજ્ઞા આપો, મહામોહ કહે છે – હે પુત્ર ! મારા વડે જ જવા યોગ્ય છે, વળી, તને કેવલ અવસ્થાનમાં=રાજ્ય ચલાવવામાં અનુજ્ઞા છે. આ પ્રમાણે કહીને મહામોહ ઊઠ્યો. તેથી=મહામોહે રાગકેસરીને આજ્ઞા કરી તેથી, નિબંધને જાણીને મહામોહતો સંતોષને જીતવા માટે સ્વયં જવાનો આગ્રહ છે તેને જાણીને, દેવ વડે=રાગકેસરી વડે, કહેવાયું – હે તાત ! જો આ પ્રમાણે છે=સંતોષને જીતવા માટે તમારે જ જવાનો આગ્રહ છે એ પ્રમાણે છે, તો હું પણ પિતાનો અનુચર થઈશ, પિતા વડે અટકાવવો જોઈએ નહીં. મહામોહ કહે છે હે પુત્ર ! એ પ્રમાણે હો=તું પણ મારી સાથે યુદ્ધ કરવા આવે છે એ પ્રમાણે હો, ખરેખર અમે પણ=મહામોહ પણ, તને મૂકવા માટે=રાગકેસરીને છોડવા માટે, ક્ષણ પણ સમર્થ નથી. કેવલ પ્રયોજનનું ગુરુપણું હોવાથી=સંતોષને જીતવાના પ્રયોજનનું મહત્ત્વ હોવાથી, આ પ્રમાણે અમારા વડે નિમંત્રણા કરાઈ છે=સંતોષને જીતવા માટે મારે પણ સાથે જઉં જોઈએ એ પ્રમાણે મહામોહ વડે નિમંત્રણા કરાઈ છે. તે કારણથી=સંતોષને જીતવું તે મોટું કારણ છે તે કારણથી, હમણાં પુત્ર વડે=રાગકેસરી વડે, આ સુંદર કહેવાયું=હું સાથે આવું છું એ સુંદર કહેવાયું, દેવ વડે કહેવાયું=રાગકેસરી વડે કહેવાયું, મહાપ્રસાદ=પિતાનો મારા ઉપર મહાપ્રસાદ છે, ત્યારપછી પિતાએ પણ સંતોષને જીતવા માટે પ્રયાણ કર્યું. એ પ્રમાણે બધા નરેન્દ્રોને=પોતાને આધીન એવા અન્ય લોલ્ય આદિ રાજાઓને, જ્ઞાપન કરાયું. દેવ વડે=રાગકેસરી વડે, વિશેષથી સંપૂર્ણ બળ પ્રવર્તિત કરાયું, ત્યારપછી સ્વયં જ મહામોહ નરેન્દ્ર, રાગકેસરી દેવ, વિષયાભિલાષ આદિ સર્વ મંત્રીઓ, સર્વ સૈન્ય સહિત સંતોષ રૂપી ચોરટા ઉપર નિગ્રહ કરવા ચાલ્યા એ પ્રકારની વાર્તાથી ચારે બાજુથી રાજસચિત્ત નગર ક્ષુભિત થયું,
આ મોટો કલકલ ઉલ્લસિત થયો. હે ભદ્ર ! તે આ=અત્યાર સુધી મેં વર્ણન કર્યું તે આ, આ રાજાના= રાગકેસરી રાજાના, પ્રસ્થાનનું પ્રયોજન છે, એ પ્રમાણે વિપાક કહે છે, અને અતિકુતૂહલી એવા તને
Page #102
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જોઈ=પ્રભાવને જોઈને, મારા વડે નિવેદન કરાયું વિપાક વડે નિવેદન કરાયું, ઈતરથાકતને અતિકુતૂહલ ન હોત તો, અતિવૈરાપણું હોવાથી વચનમાત્રના ઉચ્ચારણમાં પણ મને અવસર નથી. જે કારણથી મને અગ્રામીકમાં નિયમ છે=રાગકેસરીના પ્રયાણના પ્રસંગે સૈન્યના મોખરે રહેવાનો નિયમ છે. મારા વડે કહેવાયું=પ્રભાવ વડે કહેવાયું – હે આર્ય ! આમાં તારી પરોપકારની વૃત્તિમાં શું કહું? પુરુષો પરોપકારકરણમાં વ્યગ્ર જ હોય છે. તેઓ=સપુરુષો, પર પ્રિયને કરવા માટે ઉધત થયેલા સ્વપ્રયોજનને શિથિલ કરે છે, સ્વભુજાથી ઉપાર્જિત દ્રવ્યનો વ્યય કરે છે. વિવિધ દુઃખોને સહન કરે છે. આપત્તિને ગણતા નથી=પરના ઉપકાર કરવા અર્થે પોતાને જે આપત્તિઓ આવે છે તેને ગણકારતા નથી. મસ્તકને આપે છે=બીજાના ઉપકાર અર્થે પોતાના મસ્તકને આપે છે. બીજાના રક્ષણ અર્થે પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. હિં=જે કારણથી, તેઓ પરપ્રયોજનને જ સ્વપ્રયોજન માને છે. ત્યારપછી=પ્રભાવે વિપાકને આ પ્રમાણે કર્યું ત્યારપછી, આવા પ્રકારનાં મારાં વચનોથી=પ્રભાવે કહ્યું કે ઉત્તમ પુરુષો પરોપકારી હોય છે એવા પ્રકારનાં મારાં વચનોથી, મનમાં પરિતોષને પામેલ એવો વિપાક મારા અભિમુખ થોડું મસ્તક નમાવીને અને હું હવે જાઉં છું એ પ્રમાણે કહીને મારા વડે કરાયેલા પ્રણામવાળો, પ્રભાવ વડે કરાયેલા પ્રણામવાળો=વિપાક ગયો=સેવ્યના અગ્રભાગમાં ગયો. મારા વડે વિચારાયું=પ્રભાવ વડે વિચારાયું. હવે મારા વડે રાજકાર્ય સાધિતપ્રાય છે=બોધનું કાર્ય મારા વડે સાધિતપ્રાય છે. જે કારણથી સ્પર્શનની મૂલશુદ્ધિને પ્રાપ્ત કરીને તારા વડે આવવું જોઈએ એટલો જ મને રાજાનો આદેશ છે બોધનો આદેશ છે, ત્યાં જેટલા સ્પર્શત આદિના ગુણો આ વિપાક વડે કહેવાયા તે સર્વ પણ તે સ્પર્શનમાં ઘટે છે. આ મને અનુભવસિદ્ધ છે તે કારણથી આ ઉપવણિત માનુષપંચકનો=વિપાક વડે વર્ણન કરાયેલા પાંચ મનુષ્યોનો, આધ આ=સ્પર્શન, થશે. આથી તેની મૂલશુદ્ધિ-સ્પર્શનની મૂલશુદ્ધિ, મારા વડે પ્રાપ્ત થઈ. કેવલ આ સંતોષતા વ્યતિકરને હજુ પણ હું જાણતો નથી=સદાગમને બદલે સંતોષે તે જીવોને મોક્ષમાં પહોંચાડ્યા એમ જે વિપાક કહે છે તે વ્યતિકરને હજી પણ હું જાણતો નથી, આટલો જ વિતર્ક કરું છું, આ=સંતોષ, સદાગમનો અનુચર જ કોઈ હશે, અન્યથા=સદાગમને અનુસરનાર આ સંતોષ ન હોય તો, આ=વિપાકનું કથન અને સ્પર્શનનું કથન એ પૂર્વાપર વિરુદ્ધ થાય. અથવા આવા વડે શું ?=સંતોષ કોણ છે એનો નિર્ણય કરવા માટે શું? સ્વામીના પાદમૂલમાં જાઉં=પ્રભાવ વિચારે છે કે બોધરૂપ સ્વામીના પાસે હું જાઉં, જે પ્રમાણે ઉપલબ્ધ વૃત્તાંત છે તેને નિવેદિત કરું. તેથી દેવ જ=બોધ જ, અહીં=સંતોષના વિષયમાં, યથા ઉચિત જાણશે, એ પ્રકારે વિચારીને હું=પ્રભાવ, આવ્યો છું, આને સાંભળીને દેવ પ્રમાણ છે= બોધ રૂપ દેવ શું ઉચિત નિર્ણય કરવો તેમાં પ્રમાણ છે. બોધ વડે કહેવાયું, હે પ્રભાવ ! સુંદર સુંદર તારા વડે સુંદર આચરણ કરાયું, ત્યારપછી બોધ પ્રભાવ સહિત જ કુમાર સમીપે મનીષી સમીપે પ્રવિષ્ટ થયો, કરાયેલા પ્રણામવાળા એવા તેના વડે કુમારને=મનીષીને, પ્રભાવથી પ્રાપ્ત કરાયેલા વાર્તાનો વૃતાંત નિવેદિત કરાયો, મનીષી તોષ પામ્યો. પ્રભાવની પૂજા કરી.
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ભાવાર્થ
સંસારમાં તત્ત્વની વિચારણામાં કુશળ જીવો મનીષી છે. તેથી, પોતાના દેહ સાથે સ્પર્શનનો સંબંધ છે તેના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે પોતાની બોધશક્તિને વ્યાપારવાળી કરે છે. અને પોતાની બોધશક્તિમાં તત્ત્વનો નિર્ણય ક૨વાને અનુકૂળ જે પ્રભાવ છે અર્થાત્ ક્ષયોપશમભાવનો માર્ગાનુસારી પરિણામ છે, તેને સ્પર્શનની મૂલશુદ્ધિ કરવા માટે મોકલે છે. તે માર્ગાનુસારી બોધરૂપ પ્રભાવ અંતરંગ દુનિયામાં કર્મના વિપાકને જોવા યત્ન કરે છે. તેથી, તે પ્રભાવ રાગકેસરી રાજાના ખળભળાટનું સર્વ પ્રયોજન વિપાક દ્વારા જાણવા યત્ન કરે છે. તેથી કર્મના વિપાકના બળથી તેને બોધ થાય છે કે કોઈક મહાત્મા સંતોષને સેવીને વીતરાગ થયા અને સંસારનો અંત કરીને નિવૃત્તિ નગરમાં ગયા. વળી, અન્ય પણ તે રીતે કોઈક મહાત્માઓ સંતોષનું અવલંબન લઈને નિવૃત્તિ નગરીમાં જવા માટે યત્ન કરતા પ્રભાવ વડે દેખાયા અને તે વખતે તે મહાત્માના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવો કોઈક નિમિત્તથી ઉલ્લસિત થતા દેખાયા તેને સામે રાખીને પ્રભાવને બોધ થાય છે કે આ મહાત્માના તે પ્રકારનાં કર્મો વિપાકમાં આવ્યાં જેથી સંતોષ દ્વારા મોક્ષમાં જવા માટે ઉદ્યમ કરી રહ્યા છે તેને તે ઉદ્યમથી સ્કૂલના કરાવવા અર્થે રાગકેસરીનું આખું સૈન્ય મોહરાજા સાથે તત્પર થઈને આવે છે. અને પૂર્વમાં આ રાગકેસરીરાજાના જ વિષયાભિલાષ નામના મંત્રીના સ્પર્શન આદિ પાંચ મનુષ્યો જગતને વશ કરવા માટે મોકલાવાયા, તેમાં પ્રસ્તુત મહાત્માને પણ પૂર્વમાં તે સ્પર્શન આદિ પાંચ પુરુષોએ વશ કરેલ અને સંતોષે તે સ્પર્શન આદિને દૂર કરીને તે મહાત્માને મુક્તિમાર્ગમાં જવાને અનુકૂલ તત્પર બનાવ્યો. વળી, કોઈક નિમિત્તને પામીને તે મહાત્માના રાગાદિ ભાવો સ્ફુરાયમાન થાય છે, ત્યારે રાગકેસરી રાજાનો હુમલો થતો વિપાક દ્વારા પ્રભાવને દેખાય છે. વળી, આ રાગનો પરિણામ જીવને કેમ ઊઠ્યો તે જાણવા માટે પ્રભાવ ઊહાપોહ કરે છે. ત્યારે તેને જણાય છે કે આખું જગત પાંચ ઇન્દ્રિયોને વશ હતું તેમ આ મહાત્મા પણ પૂર્વમાં પાંચ ઇન્દ્રિયોને વશ હતા. પરંતુ કોઈક રીતે સંતોષનું અવલંબન લઈને મોક્ષમાં જવા પ્રયત્ન કરી રહ્યા છે. તે નિમિત્તને પામીને અનાદિનાં સંચિત થયેલાં કર્મો તે મહાત્માને માર્ગમાંથી ચલાયમાન કરવા ખળભળાટ મચાવે છે. ત્યારે તે રાગનો પરિણામ તે મહાત્મામાં ઉલ્લસિત થાય છે. વળી, મહામોહ રૂપ પોતાના હિતનું અજ્ઞાન પણ તે વખતે તે મહાત્માને તત્ત્વને જોવામાં વિઘ્ન કરનાર બને છે. તેથી મહામોહ સહિત રાગકેસરી પોતાના સર્વ સૈન્ય સાથે સંતોષને જીતવા માટે આવે છે અને જો તે મહાત્મા સાવધાન ન થાય તો કર્મના તેવા પ્રકારના વિપાકને કારણે ફરી તે મહાત્મા રાગાદિને વશ થઈને સંતોષ રહિત થાય છે. આ પ્રકારે મનીષી પોતાના બોધના પ્રભાવ નામના પુરુષ દ્વારા સ્પર્શનની મૂલશુદ્ધિને પ્રાપ્ત કરે છે.
-
અહીં રાગકેસરી પોતાના પિતા મહામોહ પાસે જાય છે અને તે મહામોહ જીર્ણકાયવાળા છે. ઇત્યાદિ વર્ણન કર્યું તેનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા પાંચ ઇન્દ્રિયોની પરવશતાને ત્યાગ કરીને સંતોષસુખમાં મગ્ન છે તે મહાત્માનું તત્ત્વને જોવામાં અજ્ઞાન સ્વરૂપ મહામોહ નષ્ટપ્રાયઃ હોવાથી જીર્ણકાયવાળો છે. છતાં, તે મહામોહ, રાગકેસરી વગેરે સંતોષને દૂર ક૨વા અર્થે તે મહાત્માને પાતને અભિમુખ કરે છે. જેના બળથી પ્રભાવ તે સર્વનું અવલોકન કરીને સ્પર્શનની મૂલશુદ્ધિને પ્રાપ્ત કરે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
स्पर्शनस्य सदागमानुचरसंतोषाद् भयः पृष्टोऽन्यदा मनीषिणा स्पर्शनः-यदुत-भद्र! किं भवतः सदागमेनैव तेन भवजन्तुना सुमित्रेण सह विरहः संपादितः उत तत्र कश्चिदन्योऽप्यासीत् ? इति स्पर्शनेनाभिहितं-आर्य! आसीत्, केवलमलं तत्कथया, न खल्वहं भयविह्वलतया तस्य क्रूरकर्मणो नामाप्युच्चारयितुं शक्नोमि, स हि सदागमस्तस्य केवलं भवजन्तोरुपदेशं ददाति मत्कदर्थनविषयं, स तु तस्यैवानुचरः क्रूरकर्मा नानायातनाभिः साक्षान्मां कदर्थयति, भवजन्तुं मत्तो विमुखयति, तेनैव चाहं शरीरप्रासादानिःसारितो, भवजन्तुश्च निर्वृतौ नगर्यां प्रापितः, स एव तत्र कारणं पुरुषः सदागमस्य केवलमुपदेशदाने व्यापारः । मनीषिणाऽभिहितं-भद्र! किं तस्याभिधानम्? स्पर्शनः प्राह-कथितमिदमार्यस्य मया, नाहं भयाकुलतया तदभिधानमुच्चारयामि, अत एव पूर्वमपि मया न युष्माकं तदाख्यातम् । किञ्च-अतिपापिष्ठोऽसौ, ततोऽलं नामग्रहणेन, पापिष्ठजनकथा हि क्रियमाणा पापं वर्द्धयति, यशो दूषयति, लाघवमाधत्ते, मनो विप्लावयति, धर्मबुद्धिं ध्वंसयतीति । मनीषिणाऽभिहितं-तथापि महत्कुतूहलं तदभिधानश्रवणेऽस्माकं, न चास्मदभ्यणे वर्तमानेन भवता तद्भयं विधातव्यं, न च नामग्रहणमात्रेण किञ्चित्पापं, न ह्यग्निरित्युक्ते मुखदाहः संपद्यते, ततो विज्ञाय निर्बन्धं तरलिततारं दशापि दिशोऽवलोकयता स्पर्शनेनाभिहितं-आर्य! यद्येवं ततः सन्तोष इति तस्य दुर्नामकस्य नाम ।
સ્પર્શનને સદાગમના અનુચર એવા સંતોષથી ભય सव्या मतापी 43 स्पर्शन पुछायो, शुं पुछायुं ते 'यदुत'थी सतावे छ. म ! समन 43 જ તે ભવજંતુ એવા સુમિત્રની સાથે તારો વિરહ કરાયો. અથવા ત્યાં=ભવજંતુ સાથે તારો વિરહ કરાવવામાં, કોઈ અન્ય પણ હતો ? સ્પર્શન વડે કહેવાયું – હે આર્ય ! હતો. ફક્ત તેની કથાથી સર્યું. ખરેખર ભયના વિક્વલપણાથી હું ક્રૂરકર્મવાળા એવા તેના નામને પણ ઉચ્ચારણ કરવા માટે સમર્થ નથી. તે સદાગમ કેવલ તે ભવજંતુને મારી કદર્થતાના વિષયવાળો ઉપદેશ આપે છે. વળી, તેનો અનુચર=સદાગમનો અનુચર, ક્રૂરકર્મવાળો તે નાના પ્રકારની પીડાથી સાક્ષાત્ મને કદર્થના કરે છે. ભવજંતુને મારાથી વિમુખ કરે છે અને તેના વડે જ સદાગમના અનુચર વડે જ, શરીરરૂપી ઓરડાથી હું દૂર કરાયો અને ભવજંતુ નિવૃત્તિ નગરીમાં પ્રાપ્ત કરાવાયો, તે જ પુરુષ–સદાગમનો અનુચર જ, ત્યાં=મને શરીરમાંથી બહાર કાઢીને નિવૃત્તિ નગરીમાં પહોંચાડવાનું કારણ છે તેમાં, સદાગમનો કેવલ ઉપદેશદાનમાં વ્યાપાર છે. મનીષી વડે કહેવાયું – હે ભદ્ર ! તેનું નામ શું છે?=સદાગમના અનુચરનું નામ શું છે? સ્પર્શત કહે છે. આર્યને મારા વડે આ કહેવાયું છે ? શું કહેવાયું છે? તે કહે છે, ભયના આકુલપણા વડે હું તેનું નામ ઉચ્ચારતો નથી. આથી જ=તેનું નામ ગ્રહણ કરવામાં મને ભય થાય છે આથી જ, પૂર્વમાં પણ તે=સદાગમના અનુચરનું નામ, મારા વડે તમને કહેવાયું નથી=સ્પર્શત વડે
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ તમને કહેવાયું નથી. વળી, અતિ પાપિષ્ઠ આ છે=સદાગમનો અનુચર છે. તેથી સામગ્રહણથી સર્યું. દિ જે કારણથી, પાપિષ્ઠ લોકોની કરાતી કથા પાપને વધારે છે. યશને દૂષિત કરે છે. લાઘવને કરે છે. માતા વિપ્લવને કરે છે. ધર્મબુદ્ધિનો ધ્વંસ કરે છે, એ પ્રમાણે સ્પર્શેન્દ્રિય મનીષીને કહે છે. મનીષી વડે કહેવાયું, તોપણ તેના નામના શ્રવણમાં=સદાગમના અનુચરના નામના શ્રવણમાં, અમને મહાન કુતૂહલ છે અને અમારી પાસે વર્તતા એવા તારા વડે તે ભય કરવો જોઈએ નહીં=સદાગમના અનુચરનું નામ ગ્રહણ કરીશ તો ફરી મને ઉપદ્રવ થશે તે પ્રકારનો ભય કરવો જોઈએ નહીં, અને સામગ્રહણ માત્રથી કંઈ પાપ થતું નથી. હિં=જે કારણથી, અગ્નિ એ પ્રમાણે કહેવાય છતે મુખનો દાહ થતો નથી. તેથી=મનીષીએ સ્પર્શતને આ પ્રમાણે અતિઆગ્રહથી કહ્યું તેથી, તિબંધને જાણીને= મનીષીનો સદાગમના અનુચરના નામને જાણવા માટેનો આગ્રહ જાણીને, તરલિતતાર-ચપલ આંખની કીકીએ દશે પણ દિશાઓને અવલોકન કરતા સ્પર્શત વડે કહેવાયું. હે આર્ય ! જો આ પ્રમાણે છે=જો તમને સદાગમના અનુચરના નામને જાણવાને અતિઆગ્રહ છે એ પ્રમાણે છે, તો દુર્નામકનું દુષ્ટ નામવાળા એવા તેનું, સંતોષ એ પ્રમાણે નામ છે.
| સ્પર્શ મનીષિવિવાર: मनीषिणा चिन्तितं-सम्यगुपलब्धा मूलशुद्धिरस्य स्पर्शनस्य प्रभावेण, यः सन्तोषव्यतिकर एवैकस्तत्राघटमानक आसीत् सोऽप्यधुना घटितः । सम्यङ् मया पूर्वं वितर्कितं यथा न सुन्दरः खल्वेष स्पर्शनः प्रायेणेति, यतो विषयाभिलाषप्रयुक्तोऽयं लोकवञ्चनप्रवणः पर्यटति तदशोभन एवायं, तथापि प्रतिपन्नोऽयं मया मित्रतया, दर्शितो बहिश्छायया स्नेहभावः, क्रीडितमेकत्र बहुकालं, तस्मान युक्तोऽकाण्ड एव परित्यक्तुं, केवलं विज्ञातस्वरूपेणास्य मयाऽधुना सुतरां न कर्त्तव्यो विश्रम्भो, नाचरितव्यमस्यानुकूलं, न समर्पणीयमात्मस्वरूपं, न निवेदनीयं गुह्यं, नापि दर्शनीयो बहिर्भावः, विषमप्रकृतिरेष वर्त्तते, ततोऽनेन सह यापनया वर्तितव्यं, पूर्वस्थित्यैव पर्यटितव्यं, सर्वत्र सहितेन कर्त्तव्यं चात्मीयप्रयोजनबोधकमस्य वचनं, केवलमभिष्वङ्गोऽस्योपरि न कार्यो मया यावदस्य सर्वथा परित्यागावसरो भवति, एवं वर्तमानस्य मे न भविष्यत्येष बाधक इति स्थापितो मनीषिणा स्वचेतसि सिद्धान्तः । ततः पूर्वस्थित्यैव विलसन्ति ते स्पर्शनमनीषिबाला नानास्थानेषु, व्रजन्ति दिनानि ।
પર્શનવિષયક મનીષીનું ચિંતન મનીષી વડે વિચારાયું – પ્રભાવ વડે આ સ્પર્શનની મૂલશુદ્ધિ સમ્યગું પ્રાપ્ત કરાઈ છે. જે ત્યાં= પ્રભાવના કથનમાં, એક સંતોષનો પ્રસંગ જ અઘટમાન હતો તે પણ હવે ઘટ્યો. મારા વડે પૂર્વમાં સમ્યફ વિતર્ક કરાયું મનીષી વિચારે છે કે જ્યારે સ્પર્શત આપઘાત કરવા તૈયાર થયો અને તેનું રક્ષણ કર્યા પછી તેણે પોતાના આપઘાતનું પ્રયોજન કર્યું ત્યારે કહેલ કે સદારામે ભવજંતુનો મારી
Page #106
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૮૫ સાથે વિયોગ કરાવ્યો ત્યારે મનીષીએ વિતર્ક કર્યો હતો કે સદાગમ અનુચિત કરે નહીં માટે આ સ્પર્શન મને બહુ સુંદર જણાતો નથી. એ પ્રકારે વિતર્ક મારા વડે સમ્યફ કરાયો.
જે આ પ્રમાણે ખરેખર આ સ્પર્શત પ્રાયઃ કરીને સુંદર નથી. જે કારણથી વિષયઅભિલાષથી મોકલાયેલો લોકને ઠગવામાં તત્પર આ પર્યટન કરે છે=જગતમાં બધા જીવો સાથે સંપર્ક કરતો રહે છે. તે કારણથી=લોકને ઠગવા માટે ભટકે છે તે કારણથી, આ=સ્પર્શત, અશોભન છે. તોપણ મારા વડે મિત્રપણાથી આ સ્વીકારાયો છે. બહિછયાથી સ્નેહભાવ બતાવાયો, એકત્ર બહુકાલ ક્રીડા કરાઈ છે. તે કારણથી અકાંડ જ=અનવસરમાં જ, પરિત્યાગ કરવો યુક્ત નથી. કેવલ વિજ્ઞાત સ્વરૂપવાળા એવા મારા વડે હમણાં આરો=સ્પર્શનનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. આનેત્રસ્પર્શનને, અનુકૂળ આચરવું જોઈએ નહીં. આત્મસ્વરૂપ સમર્પણ કરવું જોઈએ નહીં=સ્પર્શતને પૂછીને સર્વ પ્રવૃત્તિઓ કરવી જોઈએ નહીં, ગુહ્ય નિવેદન કરવું જોઈએ નહીં=સંયોગ આવશે ત્યારે હું આ સ્પર્શનને કાઢી મૂકીશ એ પ્રકારનો મારો ગુહ્યભાવ નિવેદન કરવો જોઈએ નહીં. વળી, બહિર્ભાવ દેખાડવો જોઈએ નહીં=મને તારા ઉપર સ્નેહ નથી તેવું દેખાડવું જોઈએ નહીં. વિષમ પ્રકૃતિવાળો આ=સ્પર્શેન્દ્રિય વર્તે છે. તેથી=સ્પર્શેન્દ્રિય વિષમપ્રકૃતિવાળો છે તેથી, આની સાથે થાપનાથી વર્તવું જોઈએ=જોરજુલમથી નહીં પરંતુ ચિત્તને સ્વસ્થ રાખીને કુશળતાપૂર્વક તેનાથી પોતાનું રક્ષણ થાય તે પ્રકારની થાપનાથી વર્તવું જોઈએ. પૂર્વની સ્થિતિથી જ પર્યટન કરવું જોઈએ=અત્યાર સુધી જે રીતે મિત્રની જેમ તેની સાથે પર્યટન કર્યું છે તે રીતે તેની સાથે પર્યટન કરવું જોઈએ, અને સર્વત્ર સ્પર્શત સહિત એવા મારા વડે, આનું વચન કરવું જોઈએ=તેની સાથે ફરતા એવા મારા વડે જે મારું પ્રયોજન ઈચ્છાની અનાકુળતા છે તે ઇચ્છાની અવાકુળતાના પ્રયોજન કરવાનું કારણ બને તેવું સ્પર્શનનું વચન કરવું જોઈએ=વિકારો શાંત ન થાય ત્યારે વિકારોને શમન કરીને ચિત્તની સ્વસ્થતા આપાદન રૂપ પોતાનું પ્રયોજનનું કારણ બને તેવું જ સ્પર્શેન્દ્રિયને અનુકૂળ કૃત્ય કરવું જોઈએ. જ્યાં સુધી સર્વથા આ સ્પર્શનના ત્યાગનો અવસર પ્રાપ્ત થાય. ત્યાં સુધી કેવલ આના ઉપરમાં મારા વડે અભિવૃંગ કરવો જોઈએ નહીં આ રીતે વર્તતા એવા મને=જ્યાં સુધી સર્વથા તેના પરિત્યાગનો અવસર પ્રાપ્ત થાય ત્યાં સુધી અભિવંગ રહિત પોતાના પ્રયોજનનું સાધક એટલું સ્પર્શનનું વચન હું કરીશ એ રીતે વર્તતા એવા મને, આ બાધક થશે નહીં, એ પ્રમાણે મનીષી વડે સ્વચિતમાં સિદ્ધાંત સ્થાપન કરાયો, તેથી પૂર્વસ્થિતિથી જ સ્પર્શન, મનીષી અને બાલ એ ત્રણેય નાના સ્થાનોમાં વિકાસ કરે છે. દિવસો જાય છે.
स्पर्शनयोगशक्तेर्बाले प्रभावः मनीषिणः सावधानी अन्यदा स्पर्शनेन कृतो जल्पप्रस्तावोऽभिहितं च तेन-अरे! किमत्र लोके सारम् ? किं वा सर्वे जन्तवोऽभिलषन्ति? बालेनाभिहितं-वयस्य! किमत्र ज्ञातव्यम्? सुप्रसिद्धमिदम् । स्पर्शनः प्राहकथय किं तत् ? बालो जगाद-वयस्य! सुखम् । स्पर्शनः प्राह-तत् किमिति तदेव सदा न सेव्यते?
Page #107
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ बालेनाभिहितं-कस्तस्य सेवनोपायः? स्पर्शनेनोक्तं-अहम् । बालो जगाद-कथम् ? स्पर्शनः प्राहअस्ति मे योगशक्तिः, तयाऽहं प्राणिनां शरीरमनुप्रविश्य बहिरन्तश्च क्वचिल्लीनस्तिष्ठामि, ततश्च ते यदि भक्तिपुरःसरं मामेव ध्यायन्ति, कोमलललितस्पर्शनसंबन्धं कुर्वन्ति, ततो निरुपमं सुखं लभन्ते, तेनाहं सुखसेवनस्योपायः । मनीषिणा चिन्तितं-अये! रचितोऽनेनावयोर्वञ्चनप्रपञ्चः । बालेनाभिहितं-वयस्य! तत्किमियन्तं कालं न नावेदितमिदमस्माकम् ? अहो वञ्चिता वयमधन्याः सत्यप्येवंविधे सुखोपाये तदनासेवनेन । अहो ते गम्भीरता यदेवंविधामपि योगशक्तिमात्मनो न प्रकटयसि, तदिदानीमपि कुरु प्रसाद, दर्शय कुतूहलं, व्यापारय योगशक्तिं, भवावयोः सुखसेवनहेतुरिति । ततः किं क्रियतामेतदिति दृष्टिविकारेणैव दर्शयता साकूतेन निरीक्षितं मनीषिणो वदनं स्पर्शनेन, ततः पश्यामि किं तावत् करोतीति संचिन्त्य मनीषिणाऽभिहितं-वयस्य! क्रियतां बालभाषितं, कोऽत्र विरोधः? ततः स्पर्शनेन विरचितं पद्मासनं, स्थिरीकृतः कायः, परित्यक्तो बहिर्विक्षेपः, निश्चलीकृता दृष्टिः, समर्पिता नासिकाऽग्रे, निबद्ध हत्पौण्डरीके मानसं, धृता धारणा, संजाता तत्प्रत्ययैकतानता, समापूरितं ध्यानं, निरुद्धाः करणवृत्तयः, आविर्भूतः स्वरूपशून्य इवार्थनिर्भासः, संजाता समाधिः, विहितोऽन्तर्धानहेतुः संयमः, कृतमन्तर्धानं, अनुप्रविष्टो मनीषिबालयोः शरीरं, अधिष्ठितः स्वाभिमतप्रदेशः, विस्मितौ मनीषिबालौ, प्रवृत्ता द्वयोरपि कोमलस्पर्शेच्छा । ततो बालो मृदूनि शयनानि, सुखान्यासनानि, कोमलानि वसनानि, अस्थिमांसत्वग्रोमसुखदायीनि संवाहनानि, ललितललनानामनवरतसुरतानि, ऋतुविपर्यस्तवीर्याणि सुखस्पर्शविलेपनानि, अन्यानि चोद्वर्त्तनस्नानादीनि स्पर्शनप्रियाणि गृद्धो मूर्छितः सततमासेवते । तच्च शयनादिकं भस्मकव्याधिरिव भक्तपानं स्पर्शनः समस्तमुपभुङ्क्ते । बालस्य तु गार्थ्यव्याधिविह्वलीभूतचित्तस्य सन्तोषस्वरूपस्वास्थ्यविकलतया पामाकण्डूयनमिव परमार्थतस्तद्दःखकारणमेव, तथाऽप्यसौ विपर्यासवशेन तदुपभोगे सति चिन्तयतिअहो मे सुखं, अहो मे परमानन्दः । ततो मिथ्याभावनया परमसुखसन्दर्भनिर्भरः किलाहमिति वृथा निमीलिताक्षोऽनाख्येयं रसान्तरमवगाहते । मनीषी पुनर्मदुस्पर्शेच्छायां प्रवर्त्तमानायामेवं भावयतिअये ! स्पर्शनजनितोऽयं मम विकारो, न स्वाभाविकः, परमरिपुश्चायं मम वर्त्तते, सुनिर्णीतमिदं मया, ततः कथमयं सुखहेतुर्भविष्यति? इति मत्वा तदनुकूलं न किञ्चिदाचरति । अथ कथञ्चित्प्रतिपन्नोऽयं मित्रतयाऽनुवर्तनीयस्तावदितिभावनया कालयापनां कुर्वाणस्तदनुकूलमपि किञ्चिदाचरति तथापि तस्य लौल्यरोगविकलतया सन्तोषामृतस्वस्थीभूतमानसस्य रोगरहितशरीरस्येव सुपथ्यानं तच्छयनादिकमुपभुज्यमानं सुखमेवोत्पादयति, तथापि नासौ तत्राभिष्वङ्गं विधत्ते, ततो न भवत्यागामिनोऽपि दुःखस्याऽऽबन्धः ।
Page #108
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૮૭ સ્પર્શનની યોગશક્તિનો બાલ ઉપર પડેલો પ્રભાવ જ્યારે મનીષીની સાવધાની
અન્યદા સ્પર્શન વડે જલ્પનો પ્રસ્તાવ કરાયો બાલ અને મનીષી સાથે, વાર્તાલાપ કરાયો, અને તેના વડે=સ્પર્શેન્દ્રિય વડે, કહેવાયું અરે ! આ લોકમાં સાર શું છે? અથવા સર્વ જીવો શું અભિલાષા કરે છે ? બાલ વડે કહેવાયું, હે મિત્ર સ્પર્શત ! આમાં લોકમાં, સાર શું છે અથવા સર્વ જીવો શું અભિલાષ કરે છે એમાં, શું પૂછવા જેવું છે. સુપ્રસિદ્ધ આ છે. સ્પર્શત કહે છે – તે શું છે? તે કહે= લોકમાં સાર શું છે અથવા બધા લોકો શું ઈચ્છે છે તે કહે. બાળ કહે છે. તે મિત્ર ! સ્પર્શત ! સુખ= લોકોમાં સાર સુખ છે. સ્પર્શત કહે છે. તો તે સુખ જ, સદા કેમ સેવન કરાતું નથી ? બાલ વડે કહેવાયું – તેના સેવનનો ઉપાય કોણ છે ? સ્પર્શત વડે કહેવાયું, હું છું=બધા જીવોના સુખનો હેતુ હું છું, બાલે કહ્યું – કેવી રીતે ? સ્પર્શત કહે છે મારામાં યોગશક્તિ છે તેનાથી પ્રાણીઓના શરીરમાં અનુપ્રવેશ કરીને હું બહાર અને અત્તર કોઈક ઠેકાણે લીન રહું છું=સ્પર્શેન્દ્રિયને વશ થયેલા જીવો બાહ્ય ભોગસામગ્રીમાં અને અંતરંગ ભોગસામગ્રીના સ્વાદ લેવાના જ્ઞાનના ઉપયોગમાં લીન હોય છે તે સ્પર્શનની યોગશક્તિ છે અને તેનાથી તે સ્પર્શત મતિજ્ઞાનના ઉપયોગરૂપે શરીરમાં પ્રવેશે છે, બહિર્ વિષયોમાં અને અંતરંગ જ્ઞાનના ઉપયોગના કોઈક સ્થાનમાં લીન રહે છે તેથી સ્પર્શેન્દ્રિયજન્ય કોઈક સુખનો અનુભવ થાય છે. અને તેથી મારામાં આવી યોગશક્તિ છે તેથી, જો ભક્તિપૂર્વક તેઓ=લોકો, મારું ધ્યાન કરે તો કોમલ સુંદર સ્ત્રીઓના સ્પર્શતા સંબંધને કરે છે તેથી નિરુપમ સુખને પામે છે. તે કારણથી સુખ સેવાનો ઉપાય હું છું. આ પ્રમાણે સ્પર્શને કહ્યું ત્યાં મનીષી વડે વિચારાયું, ખરેખર આતા દ્વારા=સ્પર્શન દ્વારા, અમારા બેલા ઠગવાનો પ્રપંચ રચાયો છે. બાલ વડે કહેવાયું – હે મિત્ર! તે કારણથી તારી પાસે અચિત્યયોગ શક્તિ છે તે કારણથી, કેમ આટલા કાળ સુધી આવે તારી યોગશક્તિને, અમને આવેદિત કરી નહીં. ખરેખર તેના અનાસેવન દ્વારા કોમલ સુંદર સ્ત્રીઓના સ્પર્શન નહીં સેવન દ્વારા, આવા પ્રકારના સુખનો ઉપાય વિદ્યમાન હોતે છતે પણ અધવ્ય એવા અમે ઠગાયા. અહો !=આશ્ચર્યકારી, તારી=સ્પર્શનની, ગંભીરતા, જે કારણથી પોતાની આવા પ્રકારની પણ યોગશક્તિને પ્રગટ કરતો નથી. તે કારણથી તારામાં સુખ આપવાની અપૂર્વ યોગશક્તિ છે તે કારણથી, હમણાં પણ પ્રસાદને કર=બાલ સ્પર્શનને કહે છે અમારા ઉપર પણ પ્રસાદને કર, કુતૂહલને બતાવ, યોગશક્તિને વ્યાપારવાળી કર, અમારા બેના=બાલ અને મનીષી એવા અમારા બેના, સુખસેવાનો હેતુ તું થા, ત્યારપછી, શું આ=મારી યોગશક્તિ, કરાય ? એ પ્રકારના દૃષ્ટિના વિકારથી જ બતાવતા અભિપ્રાય સહિત એવા સ્પર્શત વડે મનીષીનું મુખ જોવાયું તેથી=સ્પર્શ મનીષીનું મુખ જોયું તેથી, હું જોઉં. આ શું કરે છે=સ્પર્શ શું કરે છે, એ પ્રમાણે વિચારીને મનીષી વડે કહેવાયું – હે મિત્ર ! બાલભાષિત=બાલે કહેલું, કરાવ આમાં તારી યોગશક્તિના નિરીક્ષણમાં, શું વિરોધ હોય? તેથી=મનીષીએ બાલભાષિત કરવાનું કહ્યું તેથી, સ્પર્શ વડે પદ્માસનની રચના કરાઈ, કાયાને સ્થિર કરી. બહિવિક્ષેપનો ત્યાગ કર્યો. દૃષ્ટિને નિશ્ચલ કરાઈ, નાસિકાના અગ્રમાં દૃષ્ટિ સ્થાપન કરાઈ, હૃદયકમળમાં મન ધારણ કરાયું, તત્ પ્રત્યયની એકતાનતા થઈ, ધ્યાન સમાપૂરિત
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કરાયું, કરણવૃત્તિઓનો વિરોધ કરાયો, સ્વરૂપશૂન્યની જેવો અર્થનિર્માસ આવિર્ભત થયો, સમાધિ થઈ, અંતર્ધાનનો હેતુ એવો સંયમ કરાયો. અંતર્ધાન કરાયું. મનીષી અને બાલના શરીરમાં અનુપ્રવિષ્ટ થયો=સ્પર્શત અનુપ્રવિષ્ટ થયો. પોતાના અભિમત પ્રદેશમાં અધિષ્ઠિત થયો–દેહવર્તી જે સ્થાનને આશ્રયીને સ્પર્શેન્દ્રિયજન્ય સુખનું વેદન કરાવે તેવા મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે તે સ્થાનમાં સ્પર્શને પ્રવેશ કર્યો, મનીષી, બાલ વિસ્મિત થયા, બંનેને પણ કોમલ સ્પર્શનની ઈચ્છા થઈ–બાલ અને મનીષી બંનેને પણ હું કોમળ સ્પર્શ કરી સુખ મેળવું એ પ્રકારના અભિલાષરૂપ મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્યો ત્યારપછી મૃદુશયલોને, સુખાકારી આસનોને, કોમલ વસ્ત્રોને, હાડકાં, માંસ, ત્વચા, રોમને સુખ દેનારાં એવાં વિલેપતોને, સુંદર સ્ત્રીઓના અનવરત ભોગોને, ઋતુના અવિર્યસ્ત વીર્યવાળા જીવોને સુખકારી સ્પર્શ કરનારાં વિલેપનોને અને અન્ય ઉદ્વર્તન, સ્માત આદિને, સ્પર્શપ્રિય વિષયોને વૃદ્ધ મૂચ્છિત એવો બાલ સતત સેવે છે, અને ભસ્મક વ્યાધિવાળો પુરુષ ભક્તપાતને ખાય તેમ સ્પર્શત સમસ્ત શયતાદિક ભોગવે છે. વળી, ગાર્ગ અને વ્યાધિથી વિહ્વલીભૂત થયેલા ચિત્તવાળા બાલને સંતોષ સ્વરૂપ સ્વાથ્યનું વિકલપણું હોવાથી ખણજમાં ખણવાની ક્રિયાની જેમ પરમાર્થથી તે=ભોગની પ્રવૃત્તિ, દુઃખનું કારણ જ છે. તોપણ આ બાલ, વિપર્યાસના વશથી તેનો ઉપભોગ થયે છતે વિચારે છે. અહો ! મને સુખ થાય છે. અહો ! મને પરમ આનંદ થાય છે. તેથી મિથ્યાભાવનાને કારણે પરમ સુખના સંદર્ભથી નિર્ભર ખરેખર હું છું શ્રેષ્ઠ કોટિના સુખના સમૂહથી નિર્ભર હું છું. એ પ્રમાણે વૃથા નિમીલિત અક્ષવાળો તત્ત્વને જોવા માટે બંધ થયેલી અંતર્થક્ષવાળો બાલ અનાખ્ય રસાતરનું અવગાહન કરે છે–સ્વકલ્પનાથી વચનથી ન કહી શકાય એવા આનંદનું અવગાહન કરે છે. વળી, મનીષી મૃદુ સ્પર્શની ઇચ્છા પ્રવર્તમાન થયે છતે આ પ્રમાણે ભાવન કરે છે=આ પ્રમાણે વિચાર કરે છે. અરે ! સ્પર્શવજનિત મારો આ વિકાર છે. સ્વાભાવિક નથી. મારો આ પરમશત્રુ વર્તે છે. એ મારા વડે સુનિર્ણત છે. તેથી કેવી રીતે આ=સ્પર્શત, સુખનો હેતુ થશે ? સુખનો હેતુ થઈ શકે નહીં, એ પ્રમાણે માનીને તેને અનુકૂળ દેહમાં સ્પર્શતના પ્રવેશને કારણે જે કોમળ ઈચ્છા થયેલી તેને અનુકૂળ, કંઈ આચરતો નથી. હવે, કોઈક રીતે આ=સ્પર્શન, મિત્રપણાથી સ્વીકારાયેલ ત્યાં સુધી અનુવર્તનીય છે એ પ્રકારની ભાવનાથી કાલથાપના કરતોતેના ત્યાગને માટે કાલના વિલંબને કરતો, તેને અનુકૂળ પણ=સ્પર્શતને અનુકૂળ પણ, કંઈક આચરે છે તો પણ તેને=મનીષીને, લૌલ્યરોગનું વિકલપણું હોવાથી સંતોષઅમૃતથી સ્વસ્થીભૂત માનસવાળા મનીષીને રોગ રહિત શરીરવાળાને સુપથ્ય અની જેમ ભોગવાતા તે શયતાદિક સુખને જ ઉત્પાદન કરે છે. તોપણ=સ્પર્શતની ઈચ્છા થઈ અને લૌલ્ય વગર કંઈક તેને અનુકૂળ મનીષીએ આચરણ કર્યું તોપણ, આ=મનીષી, ત્યાં=કોમળ સ્પર્શની ઈચ્છા થઈ ત્યાં, અભિવંગને ધારણ કરતો નથી રાગને કરતો નથી, તેથી આગામી પણ દુ:ખનો અનુબંધ નથી=પુનઃ પુનઃ ભોગની વૃદ્ધિજન્ય દુઃખનો અનુબંધ નથી. ભાવાર્થ :પ્રભાવે સ્પર્શનની મૂલશુદ્ધિ પ્રાપ્ત કરીને બોધને સમસ્ત વૃત્તાંત કહ્યો. અને બોધ અને પ્રભાવે ભેગા થઈને
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મનીષીને સમસ્ત વૃત્તાંત કહ્યો, તેથી મનીષીને સ્પર્શનની મૂલશુદ્ધિ પ્રાપ્ત થઈ. પરંતુ ભવજંતુને મુક્તિની પ્રાપ્તિમાં સદાગમ કારણ હતો તેવો બોધ સ્પર્શનના વચનથી મનીષીને થયેલો અને વિપાકના વચનાનુસાર સંતોષથી કેટલાક જીવો મોક્ષને પામ્યા. તેથી મનીષીને તે બે વચનોના વિરોધનો નિર્ણય ન હતો. તેથી સ્પર્શનને પૂછે છે કે સદાગમે તને ભવજંતુ સાથે વિરહ કરાવ્યો ત્યારે અન્ય કોઈ ત્યાં કારણ હતું ? તેના જવાબ રૂપે અનેક પ્રકારની આનાકાનીથી અંતે સ્પર્શને કહ્યું કે સંતોષે ભવજંતુથી મારો વિયોગ કરાવ્યો. તેનાથી એ પ્રાપ્ત થાય કે મનીષી પોતાના બોધશક્તિના બળથી પદાર્થનું પર્યાલોચન કરે છે અને સ્પર્શેન્દ્રિય સાથે વિયોગનું મુખ્ય કારણ સંતોષ છે અને સદાગમ માર્ગનો બોધ કરાવવા દ્વારા કારણ છે તેવો નિર્ણય કરી શકે છે તેથી સદાગમ સન્માર્ગનો બોધ કરાવે છે, તેના બળથી જીવમાં સંતોષનો બોધ પ્રગટે છે. અને સંતોષ અનિચ્છારૂપ છે, જે પ્રકર્ષને પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે, જેનાથી સંસારી જીવ કર્મથી મુક્ત થાય છે. આ પ્રકારની અંતરંગ વ્યવસ્થાનો નિર્ણય મનીષી સ્વ ઊહથી કરે છે છતાં સ્પર્શેન્દ્રિયને સંતોષ સાથે અત્યંત વિરોધ છે તે બતાવવા અર્થે જ સ્પર્શન સંતોષનું નામ કહેવા તૈયાર નથી તેમ બતાવેલ છે. સૂક્ષ્મપ્રજ્ઞાથી જોનારને દેખાય છે કે કોમલ સ્પર્શની ઇચ્છારૂપ સ્પર્શન છે. અને અનિચ્છાના પરિણામરૂપ સંતોષ છે. અને કોમલ સ્પર્શની ઇચ્છા જીવને આકુળ કરે છે અને સંતોષ જીવને અનાકુળ કરે છે. તેથી સ્પર્શન સાથે સંતોષનો અત્યંત વિરોધ છે. અને સદાગમ યથાર્થ બોધ કરાવનાર હોવાથી સદાગમને પણ સ્પર્શન સાથે અત્યંત વિરોધ છે; કેમ કે જીવને સદાગમના વચનથી સંતોષજન્ય સુખનો યથાર્થ બોધ થાય તો તે જીવ હંમેશાં સ્પર્શનને અનુકૂળ વર્તે નહીં. પરંતુ સ્પર્શને દેહમાં પ્રવેશીને કોમળ સ્પર્શનની ઇચ્છા ઉત્પન્ન કરી તે વિકારરૂપ જ છે. તેમ તે જાણી શકે છે. તે બોધ જીવને સદાગમ કરાવે છે. તેથી સદાગમ સાથે સ્પર્શનનો અત્યંત વિરોધ છે. વળી સ્પર્શનના વિકારના નિવારણ અર્થે સદાગમ ઉપદેશ આપે છે માટે સદાગમ સાથે સ્પર્શેન્દ્રિયનો વિરોધ છે અને સંતોષ સ્પર્શનનો ત્યાગ કરાવે છે, તેથી સંતોષ સાથે સ્પર્શનને અત્યંત વિરોધ છે.
વળી, કોઈક અવસરે સ્પર્શેન્દ્રિયે બાલને કહ્યું કે મારી પાસે અચિંત્ય યોગશક્તિ છે જેનાથી હું બધાને સુખનું કારણ થાઉ છું, ત્યારપછી બાલ અને મનીષીની અનુજ્ઞાથી સ્પર્શેન્દ્રિય પદ્માસન માંડીને ધ્યાનમાં યત્ન કરે છે, ત્યારપછી બાલ અને મનીષીના શરીરમાં પ્રવેશે છે તેમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે બાલ જીવને સ્પર્શનની જે અત્યંત ઇચ્છા થાય છે, તે વખતે સ્પર્શેન્દ્રિયના વિષયમાં અત્યંત લીનતા આવે છે તે સ્પર્શેન્દ્રિય મતિજ્ઞાનના ઉપયોગરૂપ એકાગ્રતા છે, જેનાથી બાલ જાણે ભોગમાં અત્યંત સુખ છે તેમ જાણી ભોગને અભિમુખ થાય છે. વળી મનીષીને પણ કોમળ સ્પર્શની ઇચ્છા થાય છે અને સ્પર્શેન્દ્રિયના વિષયમાં જે ઉપયોગની એકાગ્રતા આવે છે જેનાથી સ્પર્શજન્ય સુખનું વદન થાય છે તે સ્પર્શનના ધ્યાનપૂર્વક તેના દેહના પ્રવેશ સ્વરૂપ છે. બાલને તો ભોગ વખતે પણ અત્યંત વૃદ્ધિ થાય છે તેથી ભોગથી સંતોષરૂપ સ્વાથ્ય પ્રાપ્ત થતું નથી. માત્ર અત્યંત ભોગની ઇચ્છાની વૃદ્ધિ થાય છે તેથી ભોગની ઇચ્છાના શમનરૂપ ક્ષણિક પણ સુખ બાળને થતું નથી, પરંતુ ભોગની ઇચ્છાની વૃદ્ધિરૂપ દુઃખની જ પીડા થાય છે; છતાં બાલને વિપર્યા હોવાને કારણે તે અત્યંત સુખ રૂપ જણાય છે. વળી, મનીષીને પણ સ્પર્શનજન્ય વિકાર સ્વરૂપ મતિજ્ઞાનનો ઉપયોગ
Page #111
--------------------------------------------------------------------------
________________
GO
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
પ્રગટે છે ત્યારે ભોગમાં રતિનું સુખ થાય છે; છતાં આ મારો વિકાર છે, મારી સ્વાભાવિક અવસ્થા નથી, તેવો બોધ હોવાથી તે ભોગની ક્રિયાથી શીઘંભોગની ઇચ્છા શમે છે, તેથી ઇચ્છાના શમનરૂપ સંતોષ સુખ પ્રગટે છે. તેથી સુપથ્ય અન્નથી રોગરહિત જીવને સુખ થાય છે, તેમ વિપર્યાસ વગરના મનીષીને સ્પર્શેન્દ્રિયના ભોગજન્ય ઇચ્છાના શમનને કારણે તૃપ્તિ રૂપ સુખનો અનુભવ થાય છે અને મનીષી હંમેશાં અનિચ્છામાં સુખને જોનારા હોવાથી ભોગકાળમાં પણ ભોગની ઇચ્છાને શમન કરવાને અભિમુખ પરિણામવાળા હોવાથી ભોગમાં વૃદ્ધિ થતી નથી, તેથી ભવિષ્યમાં પણ ફરી ફરી ઇચ્છા થવા રૂપ દુઃખનો અનુબંધ તે ભોગની ક્રિયાથી થતો નથી. પરંતુ ક્રમસર ભોગની નિઃસારતાને જાણીને જે કોઈ ભોગની ઇચ્છા થઈ છે તે પણ નષ્ટ, નખતર થાય છે. તેથી મનીષીને જે અંશમાં ભોગના વિકારો શાંત છે તે અંશમાં સુખ છે અને ક્યારેક વિકાર થાય છે ત્યારે પણ ભોગની ક્રિયાથી શમન થવાથી સુખ થાય છે અને ભોગની અસારતાનું સ્પષ્ટ જ્ઞાન હોવાથી ભોગની ઇચ્છારૂપ દુઃખ વૃદ્ધિ પામતું નથી. પરંતુ ક્ષણ-ક્ષીણતર થાય છે.
बालस्य स्पर्शनकिङ्करता अन्यदा प्रकटीभूतः स्पर्शनः, अभिहितोऽनेन बालः-अयि वयस्य! मदीयपरिश्रमस्यास्ति किञ्चित्फलम् ? संपन्नस्ते कश्चिदुपकारः ? बालः प्राह-सखे! अनुगृहीतोऽस्मि, दर्शितो ममाचिन्त्यालादसंपादनेन भवता साक्षात्स्वर्गः, अथवा किमत्राश्चर्यम् ? परार्थमेव निर्मितस्त्वमसि विधात्रा
- બાલની સ્પર્શન વિષયક કિંકરતા કેટલાક સમય પછી સ્પર્શત પ્રગટ થયો=ભોગની ઇચ્છારૂપ મતિજ્ઞાનના પરિણામમાંથી વિશ્રાંત થઈને બાલને મનીષી સાથે વાર્તાલાપ કરવા માટે બહિર પાત્ર રૂપે પ્રગટ થયો, આવા વડે=સ્પર્શત વડે, બાલ કહેવાયો, અરે હે મિત્ર ! મારા પરિશ્રમનું કંઈક ફળ પ્રાપ્ત થયું. તને કોઈ ઉપકાર થયો=તને કોઈ પ્રકારનું સુખ થયું, બાલ કહે છે, હે મિત્ર ! અનુગ્રહ કરાયેલો હું છું, અચિંત્ય આલાદના સંપાદન દ્વારા તારા વડે મને સાક્ષાત્ સ્વર્ગ બતાવાયો. અથવા આમાં=નારા અનુગ્રહમાં, શું આશ્ચર્ય હોય ? વિધાતા વડે પરના પ્રયોજન માટે જ=બીજા જીવોના સુખ માટે જ, તું નિર્માણ કરાયેલો છું. શ્લોક :
તથાદિपरार्थमेव जायन्ते, लोके नूनं भवादृशाः ।
मादृशानां तु संभूतिस्त्वत्प्रसादेन सार्थिका ।।१।। શ્લોકાર્ધ :
તે આ પ્રમાણે લોકમાં ખરેખર તારા જેવા પરના પ્રયોજન માટે જ જન્મે છે, તારા પ્રસાદથી મારા જેવાની સંભૂતિ મેળાપ, સાર્થક છે. IIII.
Page #112
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક -
इदं हि तेषां सौजन्यं, यत्स्वभावेन सर्वदा ।
परेषां सुखहेतुत्वं, प्रपद्यन्ते नरोत्तमाः ।।२।। શ્લોકાર્થ :તેઓનું આ સૌજન્ય છે તારા જેવા પુરુષોનું સૌજન્ય છે, જે કારણથી નરોતમ પુરુષો સ્વભાવથી સદા બીજાના સુખના હેતુપણાને સ્વીકારે છે. llરા.
स्पर्शनेन चिन्तितं-अये! संपन्नस्तावदेष मे निर्व्यभिचारः किङ्करः, प्रतिपद्यते मयाऽऽदिष्टमेष कृष्णं श्वेतं, श्वेतं कृष्णमिति निर्विचारम् । एवं विचिन्त्य स्पर्शनेनाभिहितं-वयस्य! इयतैव नः प्रयोजनं, चरितार्थोऽहमिदानीं भवदुपकारसंपत्त्येति । ततो मनीषिसमीपमुपगम्याभिहितमनेन-सखे! किं सार्थकः भवतोऽर्थसंपादनेन मदीयः प्रयास उत नेति? मनीषिणोक्तं-भद्र! किमत्रोच्यते, अनाख्येयस्तावकोऽतिशयः । स्पर्शनेन चिन्तितं-'अये! साभिप्रायकमेतद्, दुष्टः खल्वेष मनीषी न शक्यते मादृशै रञ्जयितुं, लक्षितोऽहमनेन स्वरूपतः प्रायेण, तस्मात्सलज्ज एव तावदास्तां नात्र बहुविकत्थनं श्रेयस्करम्' इति विचिन्त्य धूर्ततया कृता स्पर्शनेन काकली, न दर्शितो मुखविकारोऽपि, स्थितो મોનેતિ
સ્પર્શત વડે વિચારાયું – અરે ! આ=બાલ, તિવ્યભિચાર મારો કિંકર થયો. મારા વડે આદિષ્ટ કૃષ્ણ શ્વેત છે, શ્વેત કૃષ્ણ છે એ પ્રમાણે આ=બાલ, નિર્વિચાર સ્વીકારે છે. આ પ્રમાણે વિચારીને=આ મારો કિંકર છે માટે હું જે કંઈ કહીશ તે સર્વ સ્વીકારશે એ પ્રમાણે વિચારીને, સ્પર્શત વડે કહેવાયું. હે મિત્ર ! આટલાથી જ અમારું પ્રયોજન છેeતને સુખ થાય એટલાથી જ અમારું પ્રયોજન છે, તારા ઉપકારના સ્વીકારથી હમણાં હું ચરિતાર્થ થયો છું. આ પ્રમાણે બાલને સ્પર્શેન્દ્રિયે કહ્યું, ત્યારપછી મનીષી પાસે જઈને આના દ્વારા=સ્પર્શત દ્વારા કહેવાયું – હે મિત્ર ! તમારા અર્થસંપાદનથી મારો પ્રયાસ=તમને સુખસંપાદનથી મારો પ્રયાસ, સાર્થક થયો કે નહીં ? મનીષી વડે કહેવાયું, હે ભદ્ર ! આમાં તારા પ્રયાસમાં, શું કહેવું, અલાય એવો તારો અતિશય છે. સ્પર્શત વડે વિચારાયું – અરે ! આ=મનીષીનું કથન, સાભિપ્રાયવાળું છે.
બે પ્રકારે ધ્વનિ કાઢે એવું છે=અનાખ્ય તારો અતિશય છે એમ કહીને દુષ્ટતાવાળો તારો અતિશય છે તેમ પણ કહી શકાય અને મને અનુકૂળતાવાળો તારો અતિશય છે એમ પણ કહી શકાય એવા સંદિગ્ધ અભિપ્રાયવાળું મનીષીનું આ વચન છે.
ખરેખર દુષ્ટ એવો આ મનીષી મારા વડે રંજન કરવા માટે શક્ય નથી. પ્રાયઃ હું આવા દ્વારા મનીષી દ્વારા, સ્વરૂપથી હું વિકાર કરનારો છું એ સ્વરૂપથી, જણાયો છે તે કારણથી લજ્જાવાળો જ ત્યાં સુધી રહું=જયાં સુધી મનીષી મને પોતાના ઘરમાં રાખે ત્યાં સુધી વધારે પરાક્રમ કર્યા વગર લજ્જા
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
પૂર્વક હું રહું, આમાં મનીષીના વાર્તાલાપમાં બહુ બડાઈ હાંકવી શ્રેયસ્કર નથી. એ પ્રકારે વિચારીને ધૂર્તપણાથી જ કાકલી કરાઈ=સૂક્ષ્મધ્વનિ કરાયો, મુખવિકાર પણ બતાવ્યો નહીં-હું ખિન્ન છું એ પ્રકારનો મુખવિકાર પણ બતાવ્યો નહીં. મોતથી જ રહ્યો=સ્પર્શન મનીષીની સાથે વાર્તાલાપમાં મૌનથી જ રહ્યો.
अकुशलमालाशुभसुन्दर्योरभिप्रायः इतश्च बालेनापि स्वमातुरकुशलमालायाः कथितः समस्तोऽपि रभसेन यो योगदीपनशक्तिपुरःसरं सुखसंपादनसामर्थ्यलक्षणः स्पर्शनव्यतिकरः । अकुशलमालोवाच-जात! सूचितमिदमादावेव मया यथा सुन्दरस्तवानेन वरमित्रेण सार्द्ध संबन्धः, हेतुः सुखपरम्परायाः । किञ्च-अस्ति ममापीदृशी योगशक्तिरिति दर्शयिष्याम्यहमपि जातस्य कुतूहलम् । बालस्तूवाच-यद्येवं ततो बहुतरमम्बायाः प्रसादेनास्माभिरद्यापि द्रष्टव्यम् । अकुशलमालोवाच-तत्कथनीयं भवता यदा प्रयुज्यते योगशक्तिरिति । इतश्च मनीषिणाऽपि स्वमातुः शुभसुन्दर्या निवेदितः सर्वोऽपि स्पर्शनवृत्तान्तः । तयाऽभिहितंवत्स! न चारुस्तवानेन पापमित्रेण सह संसर्गः, कारणमेष दुःखपद्धतेः । मनीषिणाऽभिहितंसत्यमेतत्, केवलं न कर्त्तव्यमत्र भयमम्बया, लक्षितो मयाऽयं स्वरूपेण, नाहमस्य यत्नवतोऽपि वञ्चनागोचरः, केवलमस्य परित्यागकालं प्रतिपालयामि, यतः प्रतिपन्नोऽयं मया मित्रतया नाकाण्ड एव हातुं युक्तः । शुभसुन्दर्युवाच-जात! सुन्दरमिदमनुष्ठितं भवता, अहो ते लोकज्ञता, अहो ते प्रतिपन्नवात्सल्यं, अहो ते नीतिपरता, अहो ते गम्भीरता, अहो ते स्थैर्यातिरेकः ।
અકુશલમાલા અને શુભસુંદરીનો અભિપ્રાય અને આ બાજુ બાલ વડે પણ યોગ દીપનશક્તિપૂર્વક સુખસંપાદનના સામર્થરૂપ સમસ્ત પણ જે સ્પર્શનનો વ્યતિકર રાભસથી=રાભસિકવૃત્તિથી, સ્વમાતા અકુશલમાલાને કહેવાયો. અકુશલમાલા કહે છે, હે પુત્ર ! આદિમાં જ=જ્યારે તું સ્પર્શેન્દ્રિયની સાથે મિત્ર થઈને આવ્યો ત્યારે જ, આ મારા વડે સૂચન કરાયું જે પ્રમાણે આ વરમિત્ર સાથે તારો સુંદર સંબંધ છે, સુખની પરંપરાનો હેતુ છે તે પ્રમાણે સૂચિત કરાયું હતું. વળી, મારી પણ આવી યોગશક્તિ છે એવી હું પણ પુત્રને કુતૂહલ બતાવીશ. બાલ કહે છે – જો આ પ્રમાણે છેઃહે માતા, તારામાં યોગશક્તિ છે એ પ્રમાણે છે, તો માતાના પ્રસાદથી અમારા વડે હજી પણ ઘણું જોવા જેવું છે. અકુશલમાલા કહે છે – ક્યારે યોગશક્તિ પ્રયોગ કરાય=મારા વડે યોગશક્તિનો પ્રયોગ કરાય તે તારા વડે કહેવા યોગ્ય છે.
અને આ બાજુ મનીષી વડે પણ પોતાની માતા શુભસુંદરીને સર્વ પણ પોતાનો વૃત્તાંત નિવેદિત કરાયો=પૂર્વમાં સ્પર્શત સાથે મૈત્રી થયેલી તે વૃત્તાંત નિવેદિત કરેલો, હમણાં સ્પર્શને પોતાની યોગશક્તિથી દેહમાં પ્રવેશ કરીને કેવું સુખ આપ્યું તે સર્વ પણ સ્પર્શતનો વૃતાંત નિવેદિત કરાયો. તેણી વડે=શુભસુંદરી વડે, કહેવાયું હે વત્સલ ! આ પાપમિત્રની સાથે તારો સંસર્ગ સુંદર નથી=મનીષીનાં શુભ કર્મોની
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હારમાળા રૂપ શુભસુંદરી મનીષીને બોધ કરાવે છે કે આ સ્પર્શત પાપમિત્ર છે તેની સાથે સંસર્ગ કરવો ઉચિત નથી. આ=સ્પર્શત, દુઃખપદ્ધતિનું કારણ છે. મનીષી વડે કહેવાયું આ સત્ય છે=ાયોપશમભાવના કર્મરૂપ શુભસુંદરી જે કહે છે એ સત્ય છે. કેવલ આમાં સ્પર્શનના સંબંધમાં, માતા વડે ભય કરવો જોઈએ નહિ. કેમ ભય કરવો જોઈએ નહિ? એથી કહે છે –
મારા વડેકમનીષી વડે, આ=સ્પર્શન, સ્વરૂપથી=ચારિત્રમોહનીય કર્મના ઉદયજન્ય વિકારના પરિણામરૂપ સ્વરૂપથી, લક્ષિત છે. યત્વવાળા પણ આવા=મને સ્પર્શેન્દ્રિયમાં આસક્ત કરાવે એવા યત્નવાળા સ્પર્શતતા, વંચાનો વિષય હું નથી. કેવલ આના=સ્પર્શનના, પરિત્યાગના કાળને હું પ્રતિપાલન કરું છું પરિત્યાગતા કાળ સુધી રાહ જોઈને હું તેનું કંઈક વચનઅનુસરણ કરું છું. પરંતુ સ્પર્શેન્દ્રિયમાં મૂઢ થતો નથી. કેમ પરિત્યાગકાળ સુધી પ્રતિપાલન કરું છું? એથી કહે છે. મારા વડેકમનીષી વડે, આ= સ્પર્શન, મિત્રપણાથી સ્વીકારાયો છે=જ્યાં સુધી તેનો ત્યાગનો અવસર ન આવે ત્યાં સુધી મિત્રપણા વડે સ્વીકારાયો છે. અકાંડ જ ત્યાગ કરવો યુક્ત નથી-તેના ત્યાગ કરવાને અનુકૂળ અંતરંગ બળસંચય ન થાય ત્યાં સુધી તેનો ત્યાગ કરવો યુક્ત નથી. શુભસુંદરી કહે છેકમનીષીના ક્ષયોપશમભાવ રૂપ શુભસુંદરી કહે છે. હે પુત્ર ! તારા વડે આ સુંદર અનુષ્ઠાન કરાયું=સ્પર્શનના ત્યાગના ઉચિતકાળ સુધી તેનો ત્યાગ કરવાને બદલે તેનું પ્રતિપાલન કરાયું તે સુંદર અનુષ્ઠાન કરાયું. અહો ! તારી લોકજ્ઞતા તારું વિવેકીપણું, અહો ! તારું પ્રતિપક્ષનું વાત્સલ્ય=સ્વીકારાયેલા સ્પર્શનના મિત્રભાવનું તિવહપણું. અહો ! તારી નીતિપરતા ત્યાગને અનુકૂળ ઉચિત શક્તિસંચય ન થાય ત્યાં સુધી વિવેકપૂર્વક સ્પર્શનનું પાલન કરવું એ રૂપ નીતિપરતા, અહો ! તારી ગંભીરતા=સૂક્ષ્મબુદ્ધિથી ઉચિતનો નિર્ણય કરવાને અનુકૂળ વિચારણા કરવા રૂપ ગંભીરતા, અહો ! તારો શૈર્યનો અતિરેક=જ્યાં સુધી
સ્પર્શનના ત્યાગતો કાળ ન આવે ત્યાં સુધી દુષ્ટ એવા પણ તે મિત્રને ધીરતાપૂર્વક સાચવે તેવા પ્રકારનો વૈર્યનો અતિરેક.
શ્લોક :
तथाहिनाकाण्ड एव मुञ्चन्ति, सदोषमपि सज्जनाः । प्रतिपन्नं गृहस्थायी, तत्रोदाहरणं जिनः ।।१।।
શ્લોકાર્ય :
તે આ પ્રમાણેકમનીષીની આ કુશળ પ્રવૃત્તિ છે તે આ પ્રમાણે, છે. સજ્જનો સદોષ પણ વસ્તુને અકાંડ =ત્યાગ કરવાનો ઉચિત વખત ન હોય ત્યાં સુધી મૂકતા નથી. ત્યાં=સદોષ પણ અકાંડમાં મૂકતા નથી ત્યાં, સ્વીકારાયેલા ગૃહસ્થપણામાં રહેલા જિન ઉદાહરણ છે=ભગવાન જાણતા હતા કે ઈન્દ્રિયો અવિરતિના ઉદયજન્ય ભોગની લાલસા કરાવે છે. તોપણ સદોષ એવી તેને અકાંડ મૂકતા નથી, પરંતુ સંયમનો ઉચિતકાળ આવે છે ત્યારે જ ત્યાગ કરે છે. IIII
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
प्रतिपन्नमकाले तु सदोषमपि यस्त्यजेत् ।
स निन्द्यः स्यात्सतां मध्ये, न चासौ स्वार्थसाधकः ।।२।।
શ્લોકાર્થ ઃ
વળી, સદોષ પણ સ્વીકારાયેલું અકાળમાં જે ત્યાગ કરે છે તે સત્પુરુષોની મધ્યમાં નિંધ થાય. અને આ સ્વાર્થનો સાધક થાય નહિ.
સ્પર્શનનો સંબંધ સદોષ છે તોપણ શક્તિસંચય થયો નથી ત્યાં સુધી શ્રાવક તેને મિત્રરૂપે સ્વીકારે છે આથી જ તેને અનુકૂળ કંઈક ભોગાદિ પણ કરે છે, છતાં શક્તિસંચય થયા વગર કોઈ શ્રાવક આ ભોગ અસુંદર છે એમ માનીને ત્યાગ કરે અને ભોગથી પર થાય તેવું ચિત્ત વિદ્યમાન ન હોય તો તેની સંયમની આચરણા શિષ્ટ પુરુષો વડે નિંઘ બને છે. અને બાહ્ય ત્યાગ કરીને વિકારોના શમન દ્વારા ગુણવૃદ્ધિરૂપ સ્વાર્થનો સાધક તે થતો નથી. IIII
શ્લોક ઃ
यस्तु मूढतया काले, प्राप्तेऽपि न परित्यजेत् ।
सदोषं लभते तस्मात्, स्वक्षयं नात्र संशयः । । ३ ।
શ્લોકાર્થ :
વળી, જે મૂઢપણા વડે કાળ પ્રાપ્ત થયે તે પણ પરિત્યાગ કરતો નથી, સદોષને પ્રાપ્ત કરે છે, તેનાથી=સદોષને પ્રાપ્ત કરવાથી, સ્વક્ષયને પામે છે, આમાં=સદોષની પ્રાપ્તિથી સ્વક્ષય થાય છે તેમાં, સંશય નથી.
કોઈ શ્રાવક સાધુધર્મનું પરિભાવન કરીને રાગાદિ આપાદક કર્મોને તે ભૂમિકામાં ક્ષય કરે જેથી કંઈક ઉદ્યમ કરીને સર્વવિરતિમાં યત્ન કરે તો ઇન્દ્રિયોના વિકારથી પર થઈ શકે તેમ છે તેથી સંયમનો પ્રાપ્ત કાળ છે છતાં સુખશીલતાને કરતો તેનો ત્યાગ કરે નહિ તે તેની મૂઢતા છે. તેથી તે સ્વક્ષયને પામે છે=વિશેષ પ્રકારની ગુણવૃદ્ધિના શક્તિના ક્ષયને પામે છે, પરંતુ ગુણવૃદ્ધિને પામીને હિત સાધી શકતો નથી. એમાં સંશય નથી. II3II
શ્લોક ઃ
हेयबुद्ध्या गृहीतेऽपि ततो वस्तुनि बुद्धिमान् । तत्त्यागावसरापेक्षी, प्रशंसां लब्धुमर्हति । । ४ । ।
શ્લોકાર્થ ઃ
તેથી હેયબુદ્ધિથી ગૃહીત પણ વસ્તુમાં બુદ્ધિમાન તેના ત્યાગના અવસરની અપેક્ષાવાળો
Page #116
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રશંસાને પ્રાપ્ત કરવા યોગ્ય છે.
કોઈક શ્રાવકે ભોગવિલાસને હેય બુદ્ધિથી ગ્રહણ કર્યા હોય છતાં ચિત્ત તે પ્રકારનું નિર્વિકારને અભિમુખ થયું નથી. તેથી તેના ત્યાગ માટે બલસંચય થશે એ રૂપ અવસરની અપેક્ષા રાખીને સંયમ ગ્રહણ કરવામાં કાળક્ષેપ કરે છે તે પ્રશંસા પ્રાપ્ત કરવા યોગ્ય છે. જો
कर्मविलासराजस्तु महादेवीभ्यां सकाशात्तं कुमारव्यतिकरमाकर्ण्य परितुष्टो मनीषिणो रुष्टो बालस्य चित्तमध्ये ।
વળી, બંને મહાદેવીઓ પાસેથી કર્મવિલાસરાજા તે કુમારના વ્યતિકરને સાંભળીને=બાલના અને મનીષીના વ્યતિકરને સાંભળીને, ચિત્તમાં મનીષી ઉપર તુષ્ટ થયો. બાલ ઉપર રુષ્ટ થયો. ભાવાર્થ -
પૂર્વમાં બાલને અને મનીષીને સ્પર્શને પોતાનો પ્રભાવ બતાવ્યો અને તેનું ફળ શું છે તે બાલ પાસેથી અને મનીષી પાસેથી જાણવા યત્ન કર્યો, તેનું તાત્પર્ય સ્પષ્ટ કર્યું. હવે, કેટલાક કાળ પછી સ્પર્શન પ્રગટ થયો. અને બાલને પૂછે છે મારા પરિશ્રમનું તને કઈ ફળ મળ્યું ? કંઈ ઉપકાર થયો ? ત્યારે બાલે તેના ફળની અત્યંત પ્રશંસા કરી. તેથી એ પ્રાપ્ત થાય કે બાલ જીવોને સ્પર્શનનું સુખ જ્યારે પુણ્યના સહકારથી મળે છે ત્યારે સાક્ષાત્ સ્વર્ગના સુખ જેવો અનુભવ થાય છે. કામની કે વિષયોની ઇચ્છાની આકુળતાને જોનારા તેઓ નથી. પરંતુ ઇન્દ્રિયોને અત્યંત પરાધીન હોય છે. તેથી સ્પર્શેન્દ્રિય નિર્ણય કર્યો કે વિકલ્પ વગર આ મારો કિંકર છે. તેથી કાળાને સફેદ કહીશ અને સફેદને કાળું કહીશ તોપણ સ્વીકારશે, આથી જ બાલ જીવોને ભોગની ઇચ્છામાં અતિવૃદ્ધિને કારણે આકુળતા હોય છે, છતાં તે આકુળતાના દુ:ખને દુઃખરૂપે જોઈ શકતા નથી. પરંતુ તે ભોગજન્ય શ્રમથી થતા રતિના સુખને રતિરૂપે જુએ છે. અધિક અધિક ઇચ્છાની આકુળતા થાય છે તે સર્વને દુઃખ રૂપે જોઈ શકતા નથી. તેથી ઇન્દ્રિય કાળાને સફેદ દેખાડે કે સફેદને કાળું દેખાડે તે સર્વ ઇન્દ્રિયોને વશ સ્વીકારે છે; કેમ કે તે સુખોથી અન્ય સુખની ગંધમાત્ર પણ બાલ જીવને નથી. વળી, મનીષીના દેહમાં થયેલો સ્પર્શનનો અભિલાષ તેના ભોગ પછી પ્રગટ થઈને તેને પૂછે છે મારા પ્રયત્નથી તને કંઈ ફળ મળ્યું કે નહિ ? ત્યારે મનીષીએ કહ્યું કે તારો અતિશય અનાખે છે. તેનાથી સ્પર્શન તેના અભિપ્રાય જાણીને વિચારે છે કે આ મનીષી દુષ્ટ છે અને મને સ્વરૂપથી જાણે છે. તેથી એ પ્રાપ્ત થાય કે સ્પર્શનનો અભિલાષ થયા પછી મનીષી સ્વબુદ્ધિથી વિચારે છે કે આ સ્પર્શનનો પરિણામ ખરેખર વિકારી પરિણામ છે અને મારામાં સ્પર્શનનો વિકાર થયેલો તેથી તે શમનની ક્રિયાથી મને સુખ થયું તોપણ આ સ્પર્શન વિશ્વસનીય નથી; કેમ કે સ્પર્શનની ઇચ્છા થાય ત્યારે સાવધાન ન રહેવામાં આવે તો વિકારનું ઝેર વૃદ્ધિ પામે અને વિનાશનું કારણ બને. વળી, જીવનું પારમાર્થિક સુખ તો ઇચ્છાના શમનમાં જ છે તેથી સ્પર્શનની અનુકૂળ પ્રવૃત્તિ કરીને પણ ઇચ્છાની વૃદ્ધિ ન થાય તે રીતે જ મનીષીએ ભોગથી ઇચ્છાને શાંત કરેલી, તેથી જ મનીષી સ્પર્શનને કહેતો નથી કે તારામાં અદ્ભુત સુખ દેવાની શક્તિ છે. પરંતુ કહે છે કે ન કહી શકાય તેવી તારી અતિશય શક્તિ છે. તેનાથી બે અર્થો અભિવ્યક્ત થાય છે કે સ્પર્શનની વિકારક
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શક્તિ અદ્ભુત છે અથવા સુખ દેવાની શક્તિ પણ અદ્ભુત છે. આવા પ્રકારનાં દ્વિધાત્મક વચનોથી સ્પર્શન જાણે છે કે હું વિકારને કરનારો છું, તેમ આ મનીષી જાણે છે માટે મને વશ થાય તેમ નથી. તેથી તેની સાથે રહેવા જેવું નથી. પરંતુ કોઈ અન્ય ઉપાય નહિ હોવાથી મનીષી સાથે રહે છે અને બહુ વિકાર કરવા માટે પ્રયત્ન કરતો નથી. આ પ્રમાણે વિચારીને સ્પર્શેન્દ્રિયે ધૂર્તપણાથી કાકલી કરી, મુખનો વિકાર બતાવ્યો નહીં અને મૌનથી રહ્યો. તેથી એ પ્રાપ્ત થાય કે મનીષીના સ્પર્શન પ્રત્યેના અભિપ્રાયને જાણીને સ્પર્શેન્દ્રિય પોતાની ખિન્નતાને વ્યક્ત કરનાર મંદધ્વનિ કરે છે છતાં હું ખિન્ન છું તેમ બતાવતો નથી, પરંતુ મૌન રહીને મનીષીનું અનુસરણ કરે છે અને મનીષી પણ સ્પર્શનની વ્યાકુળતા શાંત થાય તે રીતે જ વિવેકપૂર્વક ભોગ ભોગવીને તેના ત્યાગના અવસરની રાહ જુએ છે. વળી, આ બાજુ બાલે પોતાની માતા અકુશલમાલાને બધો વૃત્તાંત કહ્યો અને અકુશલમાલાએ તે સ્પર્શનનો વ્યતિકર સાંભળીને તેની પ્રશંસા કરી. તેથી એ પ્રાપ્ત થાય કે બાલમાં વર્તતા અકુશલકર્મોનો સમુદાય બાલની સ્પર્શન પ્રત્યેની આસક્તિ સાંભળીને વૃદ્ધિ પામે છે તે તેના હર્ષની અભિવ્યક્તિ છે. વળી, અકુશલમાલાએ કહ્યું કે મારામાં પણ અપૂર્વ યોગશક્તિ છે તે હું તને
જ્યારે કહીશ ત્યારે બતાવીશ અને તે અપૂર્વ યોગશક્તિ આગળમાં ગ્રંથકારશ્રી બતાવશે કે અકુશલકર્મોની માળા બાલને જે જે અનર્થ કરે છે તે તેની અપૂર્વ યોગશક્તિ છે. મૂઢ એવા બાલને તે અકુશલકર્મોની અનર્થની વિચારણા પણ આવતી નથી અને સ્પર્શનજન્ય વિકારોને પણ જાણતો નથી. માત્ર મૂઢ થઈને અકુશલ એવા પાપોની વૃદ્ધિ કરે છે અને દુર્ગતિઓના અનર્થોની પરંપરા પ્રાપ્ત કરે છે. તે સર્વ સ્પર્શનની આસક્તિ અને તેનાથી થયેલ અકુશલકર્મોનું ફળ છે. વળી, આ બાજુ મનીષીએ પોતાની માતા શુભસુંદરીને સ્પર્શનનો વૃત્તાંત કહ્યો અને તેણીએ કહ્યું કે આ પાપમિત્રનો સંગ ઉચિત નથી તે સર્વ કથનથી એ ફલિત થાય કે મનીષીમાં વર્તતા ક્ષયોપશમભાવનાં શુભકર્મો છે તે મનીષીના શુભને કરનારાં છે અને તે ક્ષયોપશમભાવનાં કર્મો જ મનીષીને બોધ કરાવે છે કે આ પાપી એવા સ્પર્શન સાથે સંગ કરવા જેવો નથી, મનીષીએ સ્પર્શનને જાણ્યો છે અને તેના ત્યાગને માટે કાળક્ષેપ કરીને મિત્રરૂપે સ્વીકારાયેલા સ્પર્શનને કંઈક અનુકૂળ કરે છે તે સર્વ ઉચિત કૃત્યો છે. તેથી મનીષીના વર્તતા ક્ષયોપશમભાવના કર્મો રૂપ શુભસુંદરી માતાએ કહ્યું કે તારામાં ઘણો વિવેક છે, આથી જ મિત્રતા સ્વીકાર્યા પછી અનવસરે તે સ્પર્શનનો ત્યાગ કરતો નથી તે સર્વ તારી નિપુણપ્રજ્ઞા છે. આથી જ બુદ્ધિના નિધાન એવા તીર્થકરો પણ ગૃહસ્થ અવસ્થામાં જ્યાં સુધી સંયમને અનુકૂળ સંચિતવીર્યવાળા થતા નથી ત્યાં સુધી અકાળે ગૃહવાસનો ત્યાગ કરતા નથી, વિવેકપૂર્વક સ્પર્શનને અનુકૂળ ઉચિત કૃત્યો પણ કરે છે. વળી, અકુશલકર્મોની હારમાળા રૂપ અકુશલમાલા અને ક્ષયોપશમભાવનાં કર્મો રૂપ શુભસુંદરી પાસેથી કર્મપરિણામ રાજાએ બાલ અને મનીષીનો પ્રસંગ સાંભળીને મનીષી પ્રત્યે તોષ પામ્યો અને બાલ પ્રત્યે રોષ પામ્યો એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે મનીષીના ઉચિત વર્તનને કારણે મનીષીને શ્રેષ્ઠકોટિના પુણ્યની પ્રાપ્તિ થઈ તે કર્મવિલાસનો તોષ છે અને બાલની વિષયમાં વૃદ્ધિને કારણે જે અનર્થની પરંપરાના કારણભૂત કર્મબંધની પ્રાપ્તિ થઈ તે કર્મવિલાસનો બાલ પ્રત્યે રોષ છે. આ સર્વથી એ ફલિત થાય કે બુદ્ધિમાન પુરુષો મનીષી છે અને તેઓ હંમેશાં સદાગમનો પરિચય કરનારા છે અને સદાગમના વચનાનુસાર જગતની વ્યવસ્થાને જોનારા છે. અને નિઃસ્પૃહી મુનિઓને કેવું સુખ છે તેવો બોધ
Page #118
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
કરીને ક્ષમાદિ ભાવો રૂપ દશ પ્રકારના યતિધર્મને રોજ ભાવન કરનારા છે. ઇન્દ્રિયોના વિકારોના અનર્થનું ભાવન કરનારા છે તેથી સુંદર કર્મોના ક્ષયોપશમથી સુંદરમતિવાળા એવા તે જીવો સતત સુંદરમતિની વૃદ્ધિ કરે છે, વિકારોને અલ્પ કરે છે. સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે અને સર્વવિરતિ તેઓને કષ્ટમય ક્રિયારૂપ દેખાતી નથી. પરંતુ વિકારોની અનાકુળતારૂપ સુખ સ્વરૂપ દેખાય છે. અને બાલ જીવોને ઇન્દ્રિયોના વિષયોથી અતિરિક્ત કંઈ સુખ દેખાતું નથી. પરંતુ ઇન્દ્રિયોના વિકારોને વશ થઈને ભોગાદિની વૃત્તિમાં જ સુખ દેખાય છે તેથી મૂઢ એવા તે જીવો શ૨ી૨થી પણ ક્ષીણ શક્તિવાળા થાય છે, ચિત્ત પણ ગાઢ આસક્તિવાળું થાય છે. ક્લિષ્ટકર્મોને બાંધીને એ જીવો દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરનારા છે આ પ્રકારનો બાલ અને મનીષી વચ્ચેનો ભેદ છે.
05
स्पर्शनासक्तबालस्याप्रज्ञापनीयता
बालेनापि ततः प्रभृति गाढतरं कोमलशयनसुरताद्यासेवनानि स्पर्शनप्रियाणि दिवानिशमाचरता परित्यक्तो राजकुमारोचितः शेषव्यापारः, परिहृतं गुरुदेवपादवन्दनं, विमुक्तं कलाग्रहणं, शिथिलीकृता लज्जा, अङ्गीकृतः पशुधर्मः । ततोऽसौ न गणयति लोकवचनीयतां, न रक्षति कुलकलङ्क, न जानीते स्वस्योपहास्यतां, नोऽपेक्षते कुशलपक्षं, न गृह्णाति सदुपदेशान्, केवलं यत्र कुत्रचित् नारीसङ्गमासनमन्यद्वा किञ्चित्कोमलमुपलभते तत्र तत्राविचार्य तत्स्वरूपं लौल्यातिरेकेण प्रवर्त्तत एव । ततो मनीषी संजातकरुणस्तं शिक्षयति, स्पर्शनस्य मूलशुद्धिमाचष्टे, वञ्चकोऽयमिति दीपयति, ‘પ્રાત: ! નાસ્ય વિશ્વસનીય, પરમરિપુરેષ સ્પર્શન' કૃતિ તે વાતું પુનઃ પુનપોવતિ । વાત: પ્રાદमनीषिन् ! अलमनेनादृष्टार्थेन प्रलापेन, य एष मे वरवयस्योऽनन्तागाधसुखसागरावगाहने हेतुः स एव ते परमरिपुरिति कैषा भाषा ? मनीषिणा चिन्तितं - मूढः खल्वेवैष न शक्यते निवारयितुं, अतोऽलमेतन्निवारणेन, स्वरक्षणे मया यत्नो विधेयः ।
સ્પર્શન આસક્ત બાલની અપ્રજ્ઞાપનીયતા
ત્યારથી માંડીને=સ્પર્શને પોતાની શક્તિનો પ્રભાવ બતાવ્યો ત્યારથી માંડીને, ગાઢતર કોમલશયન સ્ત્રી આદિના આસેવનને દિવસ-રાત આચરતા એવા બાલ વડે રાજકુમારને ઉચિત શેષ વ્યાપાર પરિત્યાગ કરાયો, ગુરુદેવના પાદવંદનનો પરિહાર કરાયો, કલાગ્રહણ મુકાઈ, લજ્જા શિથિલ કરી, પશુધર્મ સ્વીકારાયો, તેથી આ=બાલ, લોકની નિંદનીયતાને ગણતો નથી, કુલકલંકનું રક્ષણ કરતો નથી, પોતાની ઉપહાસ્યતાને જાણતો નથી, કુશલપક્ષની અપેક્ષા રાખતો નથી, સદુપદેશને ગ્રહણ કરતો નથી, જે કોઈ સ્થાનમાં સ્ત્રીના સંગને, આસનને અથવા અન્ય કંઈ કોમલવસ્તુને કેવલ પ્રાપ્ત કરે છે તેના સ્વરૂપને વિચાર્યા વગર લાલસાના અતિરેકથી ત્યાં પ્રવર્તે જ છે. તેથી સંજાત કરુણાવાળો મનીષી=બાલ પ્રત્યે થઈ છે કરુણા જેને એવો મનીષી તેને=બાલને, શિખામણ આપે છે, સ્પર્શનની
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મૂળશુદ્ધિ બતાવે છે, આ=સ્પર્શન, વંચક છે એ પ્રમાણે બતાવે છે, હે ભાઈ, આનું વચન=સ્પર્શનનું વચન, વિશ્વસનીય નથી. આ સ્પર્શત પરમશત્રુ છે, એથી તે બાલને ફરી ફરી પ્રેરણા કરે છે. બાલ કહે છે કે મનીષી ! આ અદૃષ્ટ અર્થતા પ્રલાપથી સ સ્પર્શત ધૂર્ત છે, કર્મજન્ય આ વિકાર છે ઈત્યાદિ નહીં દેખાતા અર્થના કથનથી સર્યું, જે આ મારો વરમિત્ર અનંત, અગાધ સુખસાગરના અવગાહનમાં હેતુ છે તે જ તારો પરમશત્રુ છે એ પ્રકારની આ ભાષા કઈ?=અત્યંત અસંબદ્ધ પ્રલાપ છે. મનીષી વડે વિચારાયું – ખરેખર મૂઢ એવો આ બાલ નિવારણ કરવા માટે શક્ય નથી. આથી આના નિવારણથી સર્યું, સ્વરક્ષણમાં મારા વડે યત્ન કરવો જોઈએ=બાલને ઉપદેશ આપવાથી થતા ક્લેશપ્રાપ્તિના નિવારણ દ્વારા સ્વરક્ષણમાં મારા વડે યત્ન કરવો જોઈએ. શ્લોક :
તથાદિअकार्यवारणोद्युक्तो, मूढे यः परिखिद्यते ।
वाग्विस्तरो वृथा तस्य, भस्मन्याज्याहुतिर्यथा ।।१।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – મૂઢમાં અકાર્યના વારણમાં ઉઘુક્ત જે પરિખેદને પામે છે તેનો વાવિસ્તાર વૃથા છે. જે પ્રમાણે ભસ્મમાં ઘીની આહુતિ વૃથા છે. ||૧|| શ્લોક :
नोपदेशशतेनापि, मूढोऽकार्यान्निवर्त्यते ।
शीतांशुग्रसनात्केन, राहुर्वाक्यैर्निवारितः? ।।२।। શ્લોકાર્ધ :
સેંકડો પણ ઉપદેશથી મૂઢ અકાર્યથી નિવર્તન પામતો નથી. શીતાંશુના ગ્રસનથી વાક્યો દ્વારા–ઉપદેશ દ્વારા, કોના વડે રાહુ નિવારણ કરાયો ?
રાહુ જ્યારે ચંદ્રને પ્રસન કરવા તત્પર થયો હોય ત્યારે ઉપદેશ દ્વારા તેને વારી શકાય નહીં. રિયા શ્લોક :
अकार्ये दुर्विनीतेषु, प्रवृत्तेषु ततः सदा ।
न किञ्चिदुपदेष्टव्यं, सता कार्याऽवधीरणा ।।३।। શ્લોકાર્થ :
તેથી સદા કાર્યમાં દુર્વિનીત જીવો પ્રવૃત્ત હોતે છતે, સારુષોએ કંઈ ઉપદેશ આપવો જોઈએ નહિ. અવગણના કરવી જોઈએ. II3II
Page #120
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
श्लोक :
इत्यालोच्य स्वयं चित्ते, हित्वा बालस्य शिक्षणम् । स्वकार्यकरणोद्युक्तो, मनीषी मौनमाश्रितः ।।४।।
दोडार्थ:
એ પ્રમાણે સ્વયં ચિત્તમાં આલોચન કરીને બાલને ઉપદેશ આપવાનું છોડીને સ્વકાર્યકરણમાં ઉધત મનીષી મોનનો આશ્રય કરે છે. Imall
___सामान्याया मध्यमबुद्धये मध्यस्थताऽऽदेशः इतश्च तस्यैव कर्मविलासस्य राज्ञोऽस्ति सामान्यरूपा नाम देवी । तस्याश्चाभीष्टतमोऽस्ति मध्यमबुद्धिर्नाम दारको, वल्लभतमो मनीषिबालयोः, क्रीडितस्ताभ्यां सह भूयांसं कालं, स च प्रयोजनवशाद्राजादेशेनैव देशान्तरं गत आसीत, इदानीमागतः, दृष्टौ मनीषिबालौ सह स्पर्शनेन, आलिङ्गितस्ताभ्यां स्पर्शनेन च । ततः सकौतुकेन मध्यमबुद्धिना कर्णाभ्यणे निधाय वदनं पृष्टो बालः-क एष इति? निवेदितो बालेनास्य यथा स्पर्शननामायमचिन्त्यप्रभावोऽस्मत्सहचर इति, मध्यमबुद्धिरुवाच-कथम्? ततः कथितो बालेन सर्वोऽपि व्यतिकरः, संजातो मध्यमबुद्धेरपि स्पर्शनस्योपरि स्नेहभावः । बालेनाभिहितं-भद्र स्पर्शन! दर्शयास्य स्वकीयं माहात्म्यम् । स्पर्शनः प्राह-एष दर्शयामि, ततः प्रयुक्ता योगशक्तिः, कृतमन्तर्धानं, अधिष्ठितं मध्यमबुद्धेः शरीरं, विस्मितो मध्यमबुद्धिः, प्रवृत्ता कोमलस्पर्शेच्छा, उपभुक्तानि ललितशयनसुरतादीनि, संजातश्चित्तालादः, प्रीणितो मध्यमबुद्धिः, प्रकटीभूतः स्पर्शनः, पृष्टं स्वप्रयाससाफल्यम्, अनुगृहीतोऽहं भवतेति निवेदितं सरभसेन मध्यमबुद्धिना । ततः पात्रीभूतोऽयमपि न दूरयायी वर्त्तत इति विचिन्तितं स्पर्शनेन । मनीषिणा चिन्तितं-वशीकृतप्रायोऽयमपि मध्यमबुद्धिरनेन पापेन स्पर्शनेन, अतो यधुपदेशं गृह्णाति ततः शिक्षयाम्येनं, मा भूदस्य मुग्धतया वराकस्य वञ्चनमिति । ततो रहसि मध्यमबुद्धिरभिहितो मनीषिणा-भद्र! न भद्रकोऽयं स्पर्शनो, विषयाभिलाषप्रयुक्तोऽयं लोकानां वञ्चकः पर्यटति, मध्यमबुद्धिरुवाच-कथम्? ततः कथिता मनीषिणा बोधप्रभावोपलब्धा समस्ताऽपि तस्य स्पर्शनस्य मूलशुद्धिः । मध्यमबुद्धिना चिन्तितं-स्वानुभवसिद्धा मम तावदस्य स्पर्शनस्य संबन्धिनी वत्सलता, अचिन्त्यप्रभावता सुखहेतुता च, अयमपि च मनीषी नायुक्तभाषी, तन्न जानीमः किमत्र तत्त्वम् ? किं वा वयमेवंस्थिते कुर्म इति? अथवा किमनेन चिन्तितेन? तावदम्बां पृच्छामि, तदुपदिष्टमाचरिष्यामीति विचिन्त्य गतः सामान्यरूपायाः समीपं, कृतं पादपतनं, अभिनन्दितस्तया, निविष्टः क्षितितले, निवेदितो व्यतिकरः । सामान्यरूपयोक्तम्वत्स! तावत्त्वयाऽधुना स्पर्शनमनीषिणोर्द्वयोरपि वचनमनुवर्त्तयतोभयाऽविरोधेन मध्यस्थतयैव स्थातुं युक्तं, कालान्तरे पुनर्य एव बलवत्तरः पक्षः स्यात् स एवाश्रयणीयः ।
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પત્ર મધ્યમબુદ્ધિને સામાન્યરૂપાદેવીનો સ્પર્શન વિષયક
મધ્યસ્થતાનો અતિદેશ અને આ બાજુ તે જ કર્મવિલાસરાજાની સામાન્યરૂપા નામની દેવી છે. તેણીને અભિષ્ટતમ એવો મધ્યમબુદ્ધિ નામનો પુત્ર છે. મનીષી અને બાલને અત્યંત વલ્લભ છે, તે એની સાથે ઘણો કાળ ક્રીડા કરાઈ છે.
આ મનીષી અને બાલ સંસારમાં અનંતકાળથી છે તેથી ઘણા ભવોમાં પરસ્પર સાથે જન્મે છે, સાથે ક્રીડા કરી છે તેથી અપેક્ષાએ ઘણો કાળ સાથે ક્રીડા કરી છે. અને તે=મધ્યમબુદ્ધિ, પ્રયોજનના વશથી રાજાના આદેશ વડે જ દેશાંતરમાં ગયેલો હતોઃકર્મપરિણામ રાજાના વશથી જ અત્યભવતા વેદ્ય કર્મના ભોગવવાના પ્રયોજનના વશથી બાલ અને મનીષી જ્યાં છે તેના કરતાં અન્ય કોઈ ભવરૂપ દેશાંતરમાં ગયેલો હતો. હમણાં આવ્યો=બાલ, મનીષી સાથે એક સ્થાનમાં પ્રાપ્ત થાય એ રીતે કર્મના વશથી જન્મ્યો. સ્પર્શન સાથે મનીષી અને બાલ જોવાયા. તે બંને દ્વારા=બાલ અને મનીષી દ્વારા, અને સ્પર્શન દ્વારા આલિંગન કરાયું.
પોતાના ભાઈ તરીકે મનીષી અને બાલ સાથે તેણે સ્નેહની અભિવ્યક્તિ કરી અને જેમ મનીષી અને બાલ સાથે સ્પર્શનની મિત્રાચારી હતી તેમ સ્પર્શને પણ તેની સાથે મિત્રતાને અભિવ્યક્ત કરનાર આલિંગન કર્યું. તેથી કોતકવાળા એવા મધ્યમબુદ્ધિ વડે કાનની પાસે મુખને સ્થાપન કરીને બાલ પુછાયો, આ કોણ છે?=આ સ્પર્શન કોણ છે? આને=મધ્યમબુદ્ધિને, બાલ દ્વારા નિવેદન કરાયું. શું નિવેદન કરાયું? તે “યથા'થી બતાવે છે – સ્પર્શત નામનો અચિંત્ય પ્રભાવવાળો આ અમારો સહચર છે=મિત્ર છે. મધ્યમબુદ્ધિ પૂછે છે. કેવી રીતે અચિંત્ય પ્રભાવવાળો છે. તેથી બાળ વડે સર્વ પણ વ્યતિકર કહેવાયો. મધ્યમબુદ્ધિને સ્પર્શનના ઉપર સ્નેહભાવ થયો. બાલ વડે કહેવાયું – હે ભદ્ર ! સ્પર્શત ! આને=મધ્યમબુદ્ધિને, સ્વકીય, માહાભ્ય બતાવ. સ્પર્શત કહે છે. આ બતાવું છું. ત્યારપછી યોગશક્તિ પ્રયુક્ત કરાઈ. અંતર્ધાન કરાયું. મધ્યમબુદ્ધિના શરીરમાં અધિષ્ઠિત થયો–મધ્યમબુદ્ધિના ચિત્તમાં કોમલ સ્પર્શની ઇચ્છા ઉત્પન્ન કરે તેવા પરિણામના કારણ રૂપે અંદર પ્રવેશ પામ્યો. મધ્યમબુદ્ધિ વિસ્મય પામ્યો અર્થાત્ સ્પર્શનના તે પ્રકારના ભાવો જોઈને વિસ્મય થયો. કોમલ સ્પર્શની ઈચ્છા પ્રવૃત્ત થઈ=મતિજ્ઞાનના ઉપયોગ રૂપે કોમલ સ્પર્શની ઈચ્છા થાય તે સ્વરૂપે સ્પર્શેન્દ્રિયો પરિણામ પ્રવૃત થયો. સુંદર શયન, સ્ત્રીઆદિનો ઉપભોગ કર્યો. ચિત્તમાં આલાદ થયો. મધ્યમબુદ્ધિ ખુશ થયો. સ્પર્શત પ્રગટ થયો. પોતાના પ્રયાસનું સાફલ્ય પુછાયું=સ્પર્શત વડે પુછાયું, હું તારા વડે અનુગૃહીત છું, એ પ્રમાણે રસથી=સહસા, મધ્યમબુદ્ધિ વડે નિવેદન કરાયું, તેથી આ પણ=મધ્યમબુદ્ધિ પણ, પાત્રીભૂત છે. દૂરયાયી વર્તતો નથી=દૂર જતારો વર્તતો નથી. એ પ્રમાણે સ્પર્શત વડે વિચારાયું. મનીષી વડે વિચારાયું, પ્રાય આ પણ મધ્યમબુદ્ધિ આ પાપી સ્પર્શન દ્વારા વશ કરાયો છે. આથી, જો ઉપદેશને ગ્રહણ કરે તો આને=મધ્યમબુદ્ધિને, હું શિક્ષા આપે યથાર્થ બોધ કરાવું, આ વરાકનું મધ્યમ
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બુદ્ધિનું, મુગ્ધપણાથી વંચિત ન થાઓ, એથી શિક્ષા આપું એમ અવાય છે. તેથી એકાંતમાં મધ્યમબુદ્ધિ મનીષી વડે કહેવાયો – હે ભદ્ર ! આ સ્પર્શત ભદ્રક નથી=સુંદર નથી. વિષયાભિલાષથી પ્રયુક્ત આ=સ્પર્શન, લોકોનો વંચક ભટકે છે. મધ્યમબુદ્ધિ કહે છે – કેવી રીતે ?=આ સ્પર્શત લોકોને કઈ રીતે ઠગે છે ? તેથી મનીષી વડે બોધ અને પ્રભાવથી ઉપલબ્ધ સમસ્ત પણ તે સ્પર્શતની મૂલશુદ્ધિ કહેવાઈ=મધ્યમબુદ્ધિને કહેવાઈ, મધ્યમબુદ્ધિ વડે વિચારાયું, સ્વઅનુભવસિદ્ધ આ સ્પર્શનની મારા સંબંધની વત્સલતા, અચિંત્ય પ્રભાવતા અને સુખહેતુતા છે. જ્યારે મને કોમળ સ્પર્શની ઈચ્છા સ્પર્શને પ્રગટ કરી ત્યારે તેના અચિંત્ય પ્રભાવથી મને સુખ થયું અને સ્પર્શત મને અતિ અનુકૂળ છે તે મને અનુભવસિદ્ધ છે.
અને આ પણ મનીષી અયુક્તભાષી નથી=પૂર્વ અપર વિચારીને કહેનાર છે, યથાતથા પ્રલાપ કરનાર નથી. તે કારણથી અહીં=સ્પર્શનના વિષયમાં, શું તત્ત્વ છે ? તે હું જાણતો નથી. ખરેખર સ્પર્શત મારો શત્રુ છે કે મિત્ર છે તે હું જાણતો નથી. આ પ્રમાણે સ્થિત હોતે છતેકમનીષીના વચનથી મધ્યમબુદ્ધિની બુદ્ધિ અનિર્ણયવાળી થયે છતે, હું શું કરું? એ પ્રમાણે મધ્યમબુદ્ધિ વિચારે છે. અથવા આ ચિંતન વડે શું? માતાને પૂછું. સામાન્યરૂપ જે કર્યો છે તેને હું અનુસરણ કર્યું તેનાથી ઉપદિષ્ટ હું આચરણ કરીશ. એ પ્રમાણે વિચારીને સામાન્યરૂપા માતા સમીપમાં તે ગયો, પાદપતન કરાયું, તેણી વડે આશીર્વાદ અપાયા, ભૂમિતલમાં તિવિષ્ટ થયો–મધ્યમબુદ્ધિ બેઠો, વ્યતિકર નિવેદન કરાયું=સ્પર્શન વિષયક મનીષીએ જે કંઈ કહેલું છે અને પોતાને સ્પર્શત વિષયક શું અનુભવ છે તે વ્યતિકર માતાને કહ્યો. સામાન્યરૂપા માતા વડે કહેવાયું - હે વત્સ !તારા વડે હમણાં સ્પર્શત અને મનીષી બંનેનું પણ વચન અનુવર્તન કરતા અવિરોધથી મધ્યસ્થપણા વડે જ રહેવું યુક્ત છે. કાલાન્તરમાં વળી, જે બલવત્તરપક્ષ થાય તે જ આશ્રય કરવો જોઈએ. શ્લોક :
तथाहिसंशयापन्नचित्तेन, भिन्ने कार्यद्वये सता ।
कार्यः कालविलम्बोऽत्र, दृष्टान्तो मिथुनद्वयम् ।।१।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે ભિન્ન કાર્ય-દ્વયમાં સંશયઆપન્ન ચિત્તવાળા સતપુરુષ વડે કાલવિલંબ કરવો જોઈએ. એમાં=સંશયઆપન્ન ચિત્તવાળા જીવે કાલવિલંબ કરવો જોઈએ એમાં, મિથુનદ્વય દષ્ટાંત છે. III ભાવાર્થ :
બાલને સ્પર્શને પોતાની અપૂર્વ યોગશક્તિ બતાવી તેથી બાલ સ્પર્શેન્દ્રિયના વિકારમાં સર્વસુખોને જોનારો થયો. તેથી દિવસ-રાત સર્વ પ્રવૃત્તિઓને છોડીને સ્પર્શનાં સુખોને જ સેવે છે. લોકોની નિંદનીયતા, કુલકલંક
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આદિ કોઈનો વિચાર કર્યા વગર કામને કે અન્ય કોમલ સ્પર્શને અતિ પરવશ થઈને માત્ર મૂઢની જેમ સર્વ પ્રવૃત્તિ કરે છે; કેમ કે બાલ જીવોને મિથ્યાત્વ આપાદક કર્મ એવું પ્રચુર હોય છે કે કષાયોની આકુળતા દેખાતી નથી, વિષયોના સુખને જ માત્ર સુખરૂપે જોઈ શકે છે અને તેના માટે જે ક્લેશ કરે છે આલોકમાં નિંદ્ય કૃત્યો કરે છે ત્યારે જે કંઈ ક્લેશો થાય છે તે પણ ક્લેશરૂપે દેખાતા નથી. પરલોકની પણ લેશ ચિંતા થતી નથી. તેવાં મૂઢતા આપાદક ગાઢ કર્મો ઉદયમાં વર્તે છે. ફક્ત મનુષ્યભવ અને તેવાં શાતાના સાધનો વગેરે પ્રાપ્ત થાય તેવું માત્ર પુણ્ય તેનું છે, તે પણ તેના ઇન્દ્રિયને પરવશને કા૨ણે ક્રમસર ક્ષીણ-ક્ષીણતર થાય છે. વળી, મનીષીનાં મૂઢતા આપાદક કર્મો નષ્ટપ્રાયઃ છે. પદાર્થને વાસ્તવિક જોનારી માર્ગાનુસારી દૃષ્ટિ છે. સદાગમના વચનથી ભાવિતમતિવાળો છે તેથી ચિત્તની વૃત્તિ રાગવાળી છે, તેમાં વર્તતો રાગનો પરિણામ છે. તેમાંથી વિષયાભિલાષ થાય છે અને તેના કારણે સ્પર્શેન્દ્રિયના વિકારો થાય છે. તે કર્મના વિપાકને જોનારી નિર્મળઢષ્ટિથી જોઈ શકે છે. વળી, દયાળુ સ્વભાવ હોવાથી બાલને અનુચિત કરતો જોઈને તેના હિત અર્થે સ્પર્શનની મૂલશુદ્ધિ કહે છે. પરંતુ મૂઢ એવો બાલ સ્પર્શેન્દ્રિયના સુખ સિવાય કંઈ જોતો નથી. તેથી મનીષીના યુક્તિ યુક્ત વચનને પણ અસાર જાણે છે. તેથી મનીષી વિચારે છે કે આ ઉપદેશને અયોગ્ય છે. વળી, તે અરસામાં જ કોઈક અન્ય ભવમાં ગયેલ મધ્યમકર્મવાળો જીવ તે વખતે તેઓના ભાઈ તરીકે જન્મે છે. તે જીવનાં કર્મો મધ્યમ હોવાથી તેને મધ્યમબુદ્ધિ વર્તે છે. બાલ અને મનીષી સાથે તે મધ્યમબુદ્ધિ પણ ૨મે છે. ત્યારે સ્પર્શનનું પણ તેને જ્ઞાન થાય છે. અને બાલ તે મધ્યમબુદ્ધિને સ્પર્શનની અચિંત્ય શક્તિ શું છે તે બતાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે બાલ જીવોને સ્પર્શમાં જ સુખ દેખાતું હોય તેથી મધ્યમબુદ્ધિવાળા જીવોને તે સ્પર્શના સુખનું વર્ણન કરે તે સાંભળીને મધ્યમબુદ્ધિવાળા જીવોના ચિત્તમાં તે પ્રકારના મતિજ્ઞાનના ઉપયોગ રૂપે કોમળ સ્પર્શની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે મધ્યમબુદ્ધિને ઇચ્છા થવાથી ભોગાદિ પ્રવૃત્તિ કરે છે. અને તેનાથી તેને સુખ ઉત્પન્ન થાય છે, તોપણ ગાઢ આસક્તિ નથી. તેથી બાલે જે પ્રમાણે સ્પર્શેન્દ્રિયની પ્રશંસા કરી તે પ્રકારે મધ્યમબુદ્ધિ પ્રશંસા કરતો નથી; છતાં કહે છે કે હું તારાથી અનુગૃહીત છું તેથી સ્પર્શનના સુખમાં કંઈક સુખબુદ્ધિ છે માટે સ્પર્શને નિર્ણય કર્યો કે આ પણ દૂર જવા યત્ન કરે એવો નથી. તેથી વારંવાર મધ્યમબુદ્ધિને પણ કંઈક કંઈક સ્પર્શનો પરિણામ થાય છે; કેમ કે મધ્યમબુદ્ધિવાળા જીવોને મિથ્યાત્વનો ઉદય છે તેથી ભોગસુખને સુખરૂપે જ જોઈ શકે છે. ભોગની ઇચ્છાને વિકારરૂપે જાણી શકતા નથી તોપણ કંઈક મિથ્યાત્વ મંદ થયેલું છે તેથી સામગ્રી મળે તો તત્ત્વની વિચારણા કરી શકે તેવો કંઈક નિર્મળ મતિજ્ઞાનનો ક્ષયોપશમ છે. છતા કર્મજન્ય વિકારોને વિકાર સ્વરૂપે જ જોઈ શકે તેવી નિર્મળ મતિ નથી તે મિથ્યાત્વના ઉદયકૃત છે. આથી મંદમિથ્યાત્વ અને કંઈક નિર્મળ બુદ્વિરૂપ મધ્યમબુદ્ધિ તેઓમાં વર્તે છે. અને સ્પર્શનને નિમિત્ત પામીને મધ્યમબુદ્ધિ તેને વશ થાય છે. તેવું જાણીને મનીષીને મધ્યમબુદ્ધિ પ્રત્યે કરુણા થાય છે તેથી તેને સ્પર્શનની મૂલશુદ્ધિ બતાવે છે. અને કહે છે કે રાગાદિના વિકાર સ્વરૂપ જ
આ સ્પર્શનની ઇચ્છા છે જે આલોકમાં પણ અનર્થનું કારણ છે અને પરલોકમાં પણ અહિતનું કારણ છે. તે સાંભળીને મધ્યમબુદ્ધિવાળો જીવ વિચારે છે કે સ્પર્શજન્ય સુખ પ્રત્યક્ષ છે અને આ મનીષી કહે છે તે પણ અયુક્ત જણાતું નથી. તે બતાવે છે કે મિથ્યાત્વની મંદતાને કારણે મનીષીનાં વચનો કંઈક રુચે છે. યુક્તિ
Page #124
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૦૩
યુક્ત જણાય છે અને મંદ પણ મિથ્યાત્વના ઉદયને કારણે ઇન્દ્રિયજન્ય સુખ સુખરૂપે જણાય છે. આત્માના કષાયોની અનાકુળતાને અનાકુળતારૂપે સ્પષ્ટ નિર્ણય કરી શકે તેવી બુદ્ધિ નથી. વળી, મધ્યમબુદ્ધિનાં સામાન્યરૂપ જે કર્મો છે તે જ તેની જનક માતા છે. અને તે સામાન્યરૂપ કર્મો જ તેને સલાહ આપે છે કે જ્યાં સુધી વિશેષ નિર્ણય ન થાય ત્યાં સુધી બંને પક્ષનો આશ્રય કરવો જોઈએ. અર્થાત્ સ્પર્શનનું પણ કંઈક અનુસરણ કરવું જોઈએ. અને આવા જીવો મનીષીના પુનઃ પુનઃ પરિચયથી ક્રમસર મિથ્યાત્વનો નાશ કરીને મનીષીની જેમ જ તત્ત્વને જોનારા બને છે. અને બાલનો ગાઢ પરિચય થાય તો વિષયોને જ સાર રૂપે જોવાની જે મતિ હતી તે દૃઢ કરીને બાલ જેવા જ ગાઢ વિષયાસક્ત બને છે.
कालविलम्बे मिथुनद्वयकथा-मुग्धाऽकुटिलयोः क्रीडा
मध्यमबुद्धिरुवाच- अम्ब! किं तन्मिथुनद्वयम् ? सामान्यरूपयोक्तं पुत्र! आकर्णय-अस्ति तथाविधं नाम नगरं, तत्र ऋजुर्नाम राजा, तस्य प्रगुणा नाम महादेवी, तयोर्मकरध्वजाकारो मुग्धो नाम तनयः, तस्य च रतिसन्निभा अकुटिला नाम भार्या, ततस्तयोर्मुग्धाऽकुटिलयोरन्योऽन्यबद्धानुरागयोर्विषयसुखमनुभवतोर्व्रजति कालः । अन्यदा वसन्तसमये उपरितनप्रासादभूमिकावासभवने व्यवस्थितः प्रभाते उत्थितो मुग्धकुमारो, मनोहरविविधविकसितकुसुमवनराजिराजितं गृहोपवनमुपलभ्य संजातक्रीडाभिलाषो भार्यां प्रत्युवाच-देवि ! अतिरमणीयेयमुपवनश्रीः, तदुत्तिष्ठ गच्छावः कुसुमोच्चयनिमित्तं, आनयाव एनम् । अकुटिलयाऽभिहितं यदाज्ञापयत्यार्यपुत्रः, ततो गृहीत्वा मणिखचिते कनकसूर्पिके गते गृहोपवनं, प्रारब्धः कुसुमोच्चयः । मुग्धः प्राह - देवि ! पश्यावस्तावत् कः कनकसूर्णिकां झटिति पूरयति ? व्रज त्वमन्यस्यां दिशि अहमन्यस्यां व्रजामीति, अकुटिलयाऽभिहितं एवं भवतु, गतौ कुसुमोच्चयं कुर्वाणौ परस्परं दर्शनपथातीतयोर्गहनान्तरयोः ।
કાલવિલંબમાં બે યુગલનો વાર્તાલાપ, મુગ્ધ અને અકુટિલાની ક્રીડા
મધ્યમબુદ્ધિ કહે છે. હે માતા ! મિથુનય કોણ છે ? સામાન્યરૂપા માતા વડે કહેવાયું – હે પુત્ર ! સાંભળ. તેવા પ્રકારનું નામવાળું નગર છે. ત્યાં=તે નગરમાં, ઋજુ નામનો રાજા હતો=અત્યંત સરળ સ્વભાવવાળો રાજા હતો. તેની પ્રગુણા નામની મહાદેવી હતી=ઘણા ગુણોવાળી મહાદેવી હતી. તે બંનેનો=ઋજુ રાજા અને પ્રગુણા મહાદેવીનો મુગ્ધ નામનો પુત્ર હતો=પ્રકૃતિથી જ અત્યંત મુગ્ધ એવો પુત્ર હતો. તેને રતિ જેવી અકુટિલા નામની પત્ની છે=સરળ સ્વભાવવાળી પત્ની છે. તેથી અન્યોન્ય= પરસ્પર, બદ્ધરાગવાળા, વિષયસુખને અનુભવતા મુગ્ધ અને અકુટિલા એવા તે બેનો કાળ જાય છે. અન્યદા વસંત ઋતુમાં ઉપરના પ્રાસાદ ભૂમિકાના આવાસના ભવનમાં રહેલો પ્રભાતમાં ઊઠેલો એવો મુગ્ધ કુમાર, મનોહર વિવિધ વિકસિત કુસુમવનરાજિથી શોભતા ગૃહના ઉપવનને જોઈને ઉત્પન્ન થયેલી ક્રીડાના અભિલાષવાળો પત્ની પ્રત્યે કહે છે – હે દેવી ! અતિરમણીય આ ઉપવનની લક્ષ્મી
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ છે. તેથી ઊઠ, કુસુમના ઉપચય નિમિત્તે આપણે જઈએ, એન=કુસુમના સમૂહને, લાવીએ. અકુટિલા વડે કહેવાયું. જે આર્યપુત્ર આજ્ઞા કરે, તેથી મણિથી યુક્ત સુવર્ણની મૂર્પિકાને ગ્રહણ કરીને ગૃહઉપવનમાં ગયા, કુસુમનો સંચય પ્રારંભ કરાયો, મુગ્ધ કહ્યું – હે દેવી ! આપણે જોઈએ કોણ સુવર્ણ સુપિંકાને જલ્દી પૂરે છે? તું અવ્ય દિશામાં જા, હું અન્ય દિશામાં જાઉં છું, અકુટિલા વડે કહેવાયું – એ પ્રમાણે થાઓ, કુસુમ ઉપચયને કરતાં પરસ્પર દર્શનપથથી અતીત ગહતાંતરમાં એ બંને ગયાં.
कालज्ञविचक्षणाभ्यां मुग्धाऽकुटिलरूपग्रहणम् अत्रान्तरे कथञ्चित्तं प्रदेशमायातं व्यन्तरदेवमिथुनकम् । कालज्ञो देवो विचक्षणा देवी, तेन च गगनतले विचरताऽवलोकितं तन्मानुषमिथुनं, ततोऽचिन्त्यतया कर्मपरिणतेरतिसुन्दरतया तस्य मानुषमिथुनस्याऽपर्यालोचितकारितया मन्मथस्य, मदनजननतया मधुमासस्यातिरमणीयतया प्रदेशस्य, केलिबहलतया व्यन्तरभावस्यातिचपलतयेन्द्रियाणां, दुर्निवारतया विषयाभिलाषस्यातिचटुलचारितया मनोवृत्तेस्तथाभवितव्यतया च तस्य वस्तुनः कालज्ञस्याभूदकुटिलायां तीव्रोऽनुरागः तथैव च मुग्धस्योपरि विचक्षणायाः, ततः कितैनां वञ्चयामीतिबुद्ध्या कालज्ञेनाभिहिता विचक्षणा-देवि! व्रज त्वमग्रतः तावद्यावदहमितो राजगृहोपवनाद्देवार्चननिमित्तं कतिचित्कुसुमान्यादायागच्छामि । सा तु मुग्धहृदयतया स्थिता मौनेन, गतोऽकुटिलाभिमुखं कालज्ञोऽवतीर्णो घनतरगहने अदर्शनीभूतो विचक्षणायाः । चिन्तितमनेन-अये! किं पुनः कारणमाश्रित्येदं मिथुनं परस्परतो दवीयोदेशवर्ति वर्त्तते, ततः प्रयुक्तमनेन विभङ्गज्ञानं, लक्षितं तयोर्दरीभवनकारणम् । ततोऽयमेवात्रोपाय इति विचिन्त्य कृतमनेन देवशक्त्याऽऽत्मनो वैक्रियं मुग्धरूपं, निर्वर्तिता कनकसूर्पिका, भृता कुसुमानां, गतोऽकुटिलासमीपं, ससंभ्रममाह च-जिताऽसि प्रिये! जिताऽसि, ततः कथमार्यपुत्रो झटित्येवायातो जिताऽहमपीति विलक्षीभूता मनागकुटिला । कालज्ञेनाभिहितं-प्रियेऽलं विषादेन, स्वल्पमिदं कारणं, केवलं निर्वर्तितोऽधुना कुसुमोच्चयो, व्रजावोऽमुष्मिन्नुपवनविभूषणे कदलीलतागृहे । प्रतिपन्नमनया, ततो गत्वा कृतमाभ्यां तत्र पल्लवशयनीयम् । इतश्च विचक्षणया चिन्तितं-अये! गतस्तावदेष कालज्ञः, ततो यावदयं नागच्छति यावच्चेयं नारी दूरे वर्त्तते तावदवतीर्य मानयाम्येनं रतिवियुक्तमकरकेतनाकारं तरुणं, करोम्यात्मनो जन्मनः साफल्यं, लक्षितश्चानयापि विभङ्गज्ञानेनैव तयोर्दूरीभवनहेतुः, ततो विधायाऽकुटिलारूपं कुसुमभृतकनकसूर्पिका गता मुग्धसमीपम्, आह च-जितोऽसि, आर्यपुत्र! जितोऽसि, ततः ससंभ्रमं तां निरीक्ष्य मुग्धः प्राह-प्रिये! सुष्ठु जितः, किमधुना क्रियताम्? विचक्षणयोक्तं-यदहं वदामि, मुग्धः प्राह-किं तत् ? विचक्षणाऽऽह व्रजामो लताभवनं, मानयामो विशेषतः सदुपवनश्रियं, प्रतिपत्रमनेन ।
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૦૫
કાલજ્ઞ અને વિચક્ષણાદેવી વડે મુગ્ધના અકુટિલરૂપનું ગ્રહણ
અત્રાંતરમાં તે પ્રદેશમાં કોઈક રીતે વ્યંતર દેવનું મિથુનક આવ્યું. દેવ કાલજ્ઞ છે=કાળને જાણનાર છે. દેવી વિચક્ષણા છે=બુદ્ધિમાન છે. ગગનતલમાં વિચરતા તેના વડે=વ્યંતરમિથુન વડે, તે માનુષમિથુન જોવાયું. તેથી, કર્મપરિણતિનું અર્ચિત્યપણું હોવાને કારણે, તે માનુષમિથુનનું અતિસુંદરપણું હોવાને કારણે, કામનું અપર્યાલોચિત કારણપણું હોવાને કારણે, મધુમાસનું=વસંતઋતુનું, મદનનું જનનપણું હોવાથી, પ્રદેશનું અતિરમણપણું હોવાને કારણે, વ્યંતરભાવનું કેલિબહલપણું હોવાને કારણે, ઇન્દ્રિયોનું અતિચપલપણું હોવાને કારણે, વિષયાભિલાષના દુર્નિવારપણાને કારણે=નિવારણ અશક્ય હોવાને કારણે, મનોવૃત્તિનું અતિ ચટુલચારીપણું હોવાને કારણે=મનોવૃત્તિ અતિચપલ હોવાને કારણે, અને તે વસ્તુની તેવા પ્રકારની ભવિતવ્યતા હોવાને કારણે=કાલજ્ઞ અને વિચક્ષણા રૂપ વસ્તુની મુગ્ધ અને અકુટિલા સાથે કામની પ્રવૃત્તિ કરાય તેવા પ્રકારની ભવિતવ્યતા હોવાને કારણે, કાલજ્ઞને અકુટિલામાં તીવ્ર અનુરાગ થયો. અને તે પ્રમાણે જ મુગ્ધતા ઉપર વિચક્ષણાને તીવ્ર અનુરાગ થયો. ત્યારપછી ખરેખર આને=વિચક્ષણાને, હું ઠગું એ બુદ્ધિથી કાલજ્ઞએ વિચક્ષણાને કહ્યું. હે દેવી ! તું આગળ જા. ત્યાં સુધીમાં હું આ રાજગૃહના ઉપવનથી દેવતા અર્ચન નિમિત્તે કેટલાંક ફૂલોને ગ્રહણ કરીને આવું છું. તે=વિચક્ષણા, મુગ્ધ હૃદયપણાને કારણે, મૌત વડે રહી, અકુટિલાને અભિમુખ ગયેલો ઘનતરગહનમાં અવતીર્ણ થયેલો એવો કાલજ્ઞ વિચક્ષણાને અદર્શનીભૂત થયો. આના વડે=કાલજ્ઞ વડે, વિચારાયું – ખરેખર ! ક્યા કારણને આશ્રયીને આ મિથુન પરસ્પરથી દૂર દેશવર્તી વર્તે છે. તેથી આના દ્વારા=કાલજ્ઞ દ્વારા, વિભંગજ્ઞાનનો પ્રયોગ કરાયો, તે બેના દૂરીભવનનું કારણ જણાયું. તેથી આ જ અહીં ઉપાય છે=અકુટિલા સાથે સંબંધ કરવાનો આ જ અહીં ઉપાય છે. એ પ્રકારે વિચારીને આના વડે=કાલજ્ઞ વડે, પોતાનું વૈક્રિય મુગ્ધરૂપ દેવશક્તિથી કરાયું, સુવર્ણની સર્પિકા બનાવાઈ. કુસુમોથી ભરાઈ, અકુટિલા સમીપ ગયો. અને સંભ્રમપૂર્વક કહે છે – હે પ્રિયે ! તું જિતાયેલી છે, જિતાયેલી છે, તેથી= મુગ્ધરૂપ કરીને વ્યંતરે આ પ્રમાણે કહ્યું તેથી, આર્યપુત્ર કેવી રીતે જલ્દી જ આવ્યા. હું પણ જિતાઈ છું, એ પ્રમાણે થોડીક અકુટિલા વિલક્ષણ થઈ. કાલજ્ઞ વડે કહેવાયું – હે પ્રિયે ! વિષાદથી સર્યું, સ્વલ્પ આ કારણ છે=કોણે જલ્દી કુસુમનો ઉપચય કર્યો એ સ્વલ્પ કારણ છે. ફક્ત હવે કુસુમઉપચય કરાયો, આ ઉપવનના વિભૂષણરૂપ કદલીલતાગૃહમાં આપણે જઈએ. આવા વડે=અકુટિલા વડે, સ્વીકારાયું. ત્યાં જઈને આ બંને દ્વારા પલ્લવ ઉપર શયન કરાયું=કોમળ પાંદડાં ઉપર સૂવાની ક્રિયા કરાઈ, અને આ બાજુ વિચક્ષણા વડે વિચારાયું ખરેખર ! આ કાલજ્ઞ ગયો છે. તેથી જ્યાં સુધી આ ન આવે અને જ્યાં સુધી આ નારી દૂર વર્તે છે ત્યાં સુધી નીચે ઊતરીને રતિવિયુક્ત=પોતાની સ્ત્રીથી વિયુક્ત, મકરકેતન આકારવાળા આ તરુણને હું ભોગવું, મારો જન્મ સફ્ળ કરું, આના વડે પણ=વિચક્ષણા વડે પણ, વિભંજ્ઞજ્ઞાનથી જ તે બેતામુગ્ધ અને અકુટિલાના, દૂરભવનનો હેતુ જણાયો. તેથી અકુટિલાના રૂપને કરીને કુસુમથી ભરાયેલા કનક રૂપિકાવાળી એવી તે વિચક્ષણા મુગ્ધ સમીપે ગઈ અને કહે છે હે આર્યપુત્ર ! તું જિતાયો છે જિતાયો છે. તેથી સંભ્રમપૂર્વક તેણીને જોઈને મુગ્ધ કહે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ હે પ્રિય ! ખરેખર હું જિતાયો છું. હવે શું કરાય ? એ પ્રમાણે મુગ્ધ પૂછે છે, વિચક્ષણા વડે કહેવાયું. હું જે કહું તે કરાય, મુગ્ધ કહે છે, તે શું છે ? વિચક્ષણા કહે છે. લતાવનમાં જઈએ, વિશેષથી સુંદર ઉપવનની લક્ષ્મીને આપણે માણીએ, આના વડેત્રમુગ્ધ વડે, સ્વીકારાયું.
ऋज्वादीनां मिथुनद्वयदर्शने आनन्दः ___ ततो गत्वा तौ विचक्षणामुग्धौ तत्रैव कदलीलतागृहके, दृष्टं तन्मिथुनं, निरीक्षितं विस्मिताभ्यां परस्पराभिमुखं मिथुनाभ्यां, न दृष्टस्तिलतुषत्रिभागमात्रोऽपि स्वेतरयोर्विशेषः । मुग्धेन चिन्तितंअये! भगवतीनां वनदेवतानां प्रसादेन द्विगुणोऽहं संपन्नो देवी च, तदिदं महदभ्युदयकारणं, तं निवेदयामीदं ताताय, ततो निवेद्य स्वाभिप्रायमितरेषां गच्छामस्तावत्तातसमीपं इत्यभिधायोत्थितो मुग्धः । चलितं चतुष्टयमपि, प्रविष्टं ऋजुराजाऽऽस्थाने, तद्विलोक्य विस्मितो राजा महादेवी परिकरश्च, किमेतदिति पृष्टो मुग्धः । स प्राह-वनदेवताप्रसादः ऋजुराजः प्राह-कथम्? ततः कथितो मुग्धेन व्यतिकरः । ऋजुना चिन्तितं-अहो मे धन्यता, अहो मे देवतानुग्रहः, ततो हर्षातिरेकेण समादिष्टस्तेनाऽकालमहोत्सवो नगरे । दापितानि महादानानि, विधापितानि नगरदेवतापूजनानि । स्वयं च राजा राजमण्डलमध्यस्थः प्राह
ઋજુ આદિનો મિથુનદ્વય જોવામાં આનંદ ત્યારપછી તે વિચક્ષણા અને મુગ્ધ તે જ કદલીલતા ગૃહમાં જઈને=જ્યાં કાલજ્ઞ અને અકુટિલા હતાં તે જ કદલીલતાના ગૃહમાં જઈને, તે મિથુનને જોયું, વિસ્મિત થયેલા પરસ્પર અભિમુખ એવા તે મિથુન દ્વારા જોવાયું=વિચક્ષણા અને મુગ્ધ બંને જોવાયાં, તિલના ફોતરાના ત્રીજા ભાગ માત્ર પણ સ્વઈતરતો=પ્રથમનું મિથુન અને બીજા મિથુનનો વિશેષ, જોવાયો નહિ, મુગ્ધ વડે વિચારાયું. અરે ! ભગવતી વનદેવતાના પ્રસાદથી હું અને દેવી મારી પત્ની, બંને દ્વિગુણ થયા, તે આ મોટા અભ્યદયનું કારણ છે, તે આનેકમને દ્વિગુણ થયા તે આને, પિતાને નિવેદન કરું, ત્યારપછી=આ પ્રમાણે મુગ્ધએ વિચાર કર્યો ત્યારપછી, ઈતરોને=સામેના મિથુતોને, પોતાનો અભિપ્રાય નિવેદિત કરીને, પિતા સમીપે આપણે જઈએ એ પ્રમાણે કહીને મુગ્ધ ઊભો થયો, ચારેય પણ ચાલ્યાં, ઋજુ રાજાના આસ્થાનમાં એના નિવાસખંડમાં, પ્રવિષ્ટ થયાં તે ચારેયે પ્રવેશ કર્યો તેને જોઈને=બે મિથુનયુગલને જોઈને રાજા, મહાદેવી અને પરિકર વિસ્મય પામ્યાં. આ શું છે ? એ પ્રમાણે મુગ્ધ પુછાયો. તેત્રમુગ્ધ, કહે છે, વનદેવતાનો પ્રસાદ છે. ઋજુરાજા કહે છે કેવી રીતે ? તેથી મુગ્ધ વડે વ્યતિકર=પ્રસંગ, કહેવાયો. ઋજુ વડે વિચારાયું અહો ! આશ્ચર્યકારી મારી ધન્યતા છે. અહો ! મારા ઉપર દેવતાનો અનુગ્રહ છે. તેથી હર્ષના અતિરેકથી તેના વડે અકાલ મહોત્સવનો આદેશ કરાયો. નગરમાં મોટાં દાવો અપાયાં, નગરદેવતાનાં પૂજતો કરાવાયાં અને રાજમંડલમાં રહેલો રાજા સ્વયં કહે છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
१०७
टोs:
एकेन सुतेन सुतद्वयं, वध्वा जातमथो वधूद्वयम् ।
खादत पिबताथ सज्जनाः! गायत वादयताथ नृत्यत ।।१।। श्लोार्थ:
એક પુત્રથી બે પુત્ર, એક વધૂથી બે વધૂ થઈ. હે સજ્જનો! તમે ખાઓ, પીઓ, ગાયન કરો, वाभि sो, नृत्य 5. I|१|| __ततः प्रगुणापि महादेवी एतदेव नरेन्द्रोक्तमनुवदन्ती वादितानन्दमर्दलसन्दोहबधिरितदिगन्ता विहितोर्श्वभुजा नत्तितुं प्रवृत्ता, द्विगुणाहं संपन्नेति गता हर्षमकुटिला, प्रनृत्ताः शेषान्तःपुरिकाः, प्रमुदितं नगरं, वृत्तो बृहता विमर्दैन महानन्द इति ।
ત્યારપછી રાજા વડે કહેવાયેલું એ જ બોલતી, આનંદના વાજિંત્રતા સમૂહ વડે બધિર કર્યા છે દિશાના અંત જેણે એવી, કરી છે ઊંચી ભુજા જેણે એવી પ્રગુણા મહાદેવી પણ વાચવા માટે પ્રવૃત્ત થઈ. હું દ્વિગુણ થઈ એ પ્રમાણે અકુટિલા હર્ષને પામી, શેષ અંતઃપુરિકા નાચવા લાગ્યા. આખું નગર પ્રમુદિત થયું, મોટા વિમર્દનથી=મોટા પ્રસંગથી, મહાનંદ પ્રવત્યોં.
कालज्ञविचक्षणयोश्चिन्तनम् केलिप्रियतया हृष्टः कालज्ञः । केवलं चिन्तितमनेन-का पुनरेषा द्वितीया योषित् संजातेति । उपयुक्तो ज्ञानेन, ज्ञातमनेन-सैवैषा मदीयभार्या विचक्षणेति । ततः संजातः क्रोधः, चिन्तितमनेन, मारयाम्येनं दुराचारं पुरुष, एषा पुनरमरतया न शक्यते मारयितुं, तथाप्येवं पीडयामि यथा न पुनः परपुरुषगन्धमपि प्रार्थयते । एवं कृतनिश्चयस्याप्यस्य कालज्ञस्य तथाभवितव्यतया प्रवृत्ताऽर्थपर्यालोचना, स्फुरितं चित्ते-यथा न सम्यग् चिन्तितमिदं मया, न पीडनीया तावद्विचक्षणा, यतोऽहमपि न शुद्धाचारो, ममापि समानोऽयं दोषः, मारणमपि मुग्धस्य न युक्तं, यतो मारितेऽस्मिन्नन्यथाभावं विज्ञाय न भजते मामकुटिला, विरज्यते सुतरां विचक्षणा, तत्किमकुटिलां गृहीत्वाऽदृष्टस्वकलत्रधर्षणः इतोऽपक्रमामि? एतदपि नास्ति, यतोऽकाण्डप्रस्थाने न स्वाभाविकोऽयमिति लक्षितविकारा कदाचिदकुटिला मां न भजते, तया रहितस्य पुनर्गमनमनर्थकमेव, तस्मादीpधर्म परित्यज्य कालविलम्ब एवात्र श्रेयानिति । विचक्षणयापि चिन्तितं-अये! स एवायं मदीयभर्ता कालज्ञोऽनेन रूपेण स्थितः, कुतोऽन्यस्यात्र संभव इति । ततः कथमस्य पुरतः परपुरुषेण सह तिष्ठामीति संजातलज्जा अयमन्यां भजत इति समुत्पन्नेा दुःशकमेवं स्थिते स्थातुमित्याविर्भूताकुलभावा गताया अपि न काचिदर्थसिद्धिरिति स्थानेनात्मानं तोषयन्ती न चान्या गतिरस्तीति निरालम्बा । साऽपि यद्भविष्यत्तया कालविलम्बमेवाश्रित्य
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩તૃતીય પ્રસ્તાવ तत्रैव स्थिता । तत्प्रभृत्यदर्शितवैक्रियौ परित्यक्तेाधर्मो देवमायया समस्तमानुषकर्त्तव्यान्याचरन्ती प्रत्येकं द्वयं भजमानौ स्थितौ विचक्षणाकालज्ञौ प्रभूतकालम् ।
કાલજ્ઞ અને વિચક્ષણાનું ચિંતન કેલિપ્રિયપણાને કારણે કાલજ્ઞ હર્ષિત થયો. કેવલ આના દ્વારા ચિંતન કરાયું, વળી, કોણ આ બીજી સ્ત્રી થઈ. જ્ઞાન દ્વારા ઉપયુક્ત થયો. આના દ્વારા જણાયું તે જ આ મારી ભાર્યા વિચક્ષણા છે. તેથી ક્રોધવાળો થયો, આના દ્વારા વિચારાયું, આ દુરાચાર પુરુષને મારું. વળી, દેવપણાને કારણે આ=વિચક્ષણા, મારવા માટે શક્ય નથી. તોપણ આ રીતે પીડા કરું જેથી ફરી પરપુરુષના ગંધની પણ પ્રાર્થના ન કરે, આ પ્રમાણે કૃતનિશ્ચયવાળા પણ આ કાલજ્ઞને તેવા પ્રકારની ભવિતવ્યતાને કારણે અર્થપર્યાલોચના પ્રવૃત્ત થઈ. ચિત્તમાં સ્કુરણ થયું. જે આ પ્રમાણે – આ મારા વડે સમ્યમ્ ચિંતવન કરાયું નથી. વિચક્ષણા પીડન કરવા યોગ્ય નથી. જે કારણથી હું પણ શુદ્ધાચારવાળો નથી. મને પણ આ દોષ સમાન છે=પરસ્ત્રી સાથે સંબંધ કરવારૂપ દોષ સમાન છે. મુગ્ધને મારવું પણ યુક્ત નથી. જે કારણથી આનેત્રમુગ્ધને, મરાયે છતે અન્યથા ભાવને જાણીને અકુટિલા મને સ્વીકારશે નહિ વિચક્ષણા અત્યંત વિરાગ પામશે. તે કારણથી=આ સર્વ કરવું ઉચિત નથી તે કારણથી, શું અકુટિલાને ગ્રહણ કરીને નથી જોયું પોતાની સ્ત્રીનું ઘર્ષણ એવો હું અહીંથી ચાલ્યો જાઉં? એ પણ ન થાય. અકાંડ પ્રસ્થાનમાં આ સ્વાભાવિક નથી એ પ્રમાણે લક્ષિત વિકારવાળી કદાચિત અકુટિલા પણ મને સ્વીકારે નહિ. તેનાથી રહિત એવા મને-અકુટિલાથી રહિત એવા મને, વળી ગમન અનર્થક જ છે. તે કારણથી ઈર્ષ્યા ધર્મનો ત્યાગ કરીને કાલવિલંબ જ અહીં આ કૃત્યમાં, શ્રેયકારી છે. વિચક્ષણા વડે પણ ચિંતવન કરાય છે. અરે ! તે જ આ મારો ભર્તા કાલજ્ઞ આ રૂપથી રહેલો છે. અત્રેનો અહીં ક્યાંથી સંભવ હોય? તેથી કેવી રીતે આવી આગળ=મારા ભર્તાની આગળ, પરપુરુષ સાથે હું રહું? એ પ્રમાણે થયેલી લજ્જાવાળી આ=પોતાનો ભર્તા, અન્ય સ્ત્રીને સેવે છે. એ પ્રમાણે સમુત્પન્ન ઈર્ષાવાળી આવી સ્થિતિમાં રહેવું દુઃશક છે. એ પ્રકારે પ્રગટ થયેલા આકુલભાવવાળી ગયેલી પણ મને કોઈ અર્થસિદ્ધિ નથી એથી સ્થાન વડે જત્યાં રહેવા વડે જ, પોતાને તોષ કરતી અને અન્ય ગતિ નથી=અન્ય કોઈ માર્ગ નથી, એ પ્રમાણે નિરાલંબતવાળી તે પણ=વિચક્ષણા પણ, જે થશે તેનાથી કાલવિલંબનને આશ્રયીને ત્યાં જ રહી. ત્યારથી માંડીને નથી બતાવ્યો વિકારભાવ એવા, ત્યાગ કરેલા ઈષ્ય ધર્મવાળાં તે બંને દેવમાયાથી સમસ્ત મનુષ્યોનાં કર્તવ્યોને આચરતાં, પ્રત્યેક દ્રયને ભજતાં કાલજ્ઞ પરસ્ત્રીને અને વિચક્ષણા પરપુરુષને ભજતાં, વિચક્ષણા અને કાલજ્ઞ ઘણો કાલ ત્યાં રહ્યાં.
प्रतिबोधकाचार्यस्योपदेशः अन्यदा मोहविलयाभिधाने कानने सातिशयज्ञानादिरत्नाकरो बहुशिष्यपरिकरः समागतः प्रतिबोधको नाम आचार्यः, निवेदितो नरेन्द्रायोद्यानपालेन, ततः सपौरजनो निर्गतस्तद्वन्दनार्थं राजा, भगवतोऽपि
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
उपवेशनार्थं देवैर्विरचितं कनककमलं, दृष्टस्तत्रोपविष्टस्तेभ्यो धर्ममाचक्षाणो भगवान्नरपतिना इलातलविलुलितमौलिना, वन्दितं तत्पादारविन्दं शेषमुनयश्च, अभिनन्दिताः कर्मविटपिपाटनपटिष्ठनिष्ठुरकुठारायमाणेन धर्मलाभाशीर्वादेन भगवता शेषयतिभिश्च, उपविष्टा भूतले, कालज्ञादयोऽपि प्रयुज्य समस्तं वन्दनादिविनयं यथास्थानमुपविष्टाः । प्रस्तुता भगवता विशेषतो धर्मदेशना, दर्शिता भवनिर्गुणता, वर्णिताः कर्मबन्धहेतवः, निन्दितः संसारचारकावासः, श्लाघितो मोक्षमार्गः, ख्यापितः शिवसुखातिशयः, कथिता विषयाभिष्वङ्गस्य भवभ्रमणहेतुशिवसुखप्रतिरोधिका दुरन्तता । ततस्तद्भगवद्वचनामृत विचक्षणाकालज्ञयोर्विदलितं मोहजालमाविर्भूतः सम्यग्दर्शनपरिणामः, समुज्ज्वलितः कर्मेन्धनदहनप्रवणः स्वदुश्चरितपश्चात्तापानलः ।
પ્રતિબોધક આચાર્યનો ઉપદેશ
અન્યદા મોહવિલય નામના બગીચામાં સાતિશય જ્ઞાનાદિ ગુણોના રત્નાકર, ઘણા શિષ્યોના પરિકરવાળા પ્રતિબોધક નામના આચાર્ય આવ્યા. નરેન્દ્રને ઉદ્યાનપાલક વડે નિવેદન કરાયું. તેથી નગરના લોકો સહિત તેમના વંદન માટે રાજા નીકળ્યો. ભગવાનના પણ બેસવા માટે દેવો વડે સુવર્ણકમલ રચાયું. ત્યાં બેઠેલા=સુવર્ણકમલ ઉપર બેઠેલા, તેઓને=૫ર્ષદાઓને ધર્મને કહેતા એવા ભગવાન ભૂમિતલ ઉપર નમાવેલા મસ્તકવાળા એવા રાજા વડે જોવાયા. તેમના પાદારવિંદને વંદન કરાયું. અને શેષ મુનિઓ વંદન કરાયા, ભગવાન એવા તે ધર્માચાર્ય વડે અને શેષમુનિઓ વડે કર્મરૂપી વૃક્ષને છેદવામાં પટિષ્ઠ અને નિષ્ઠુર કુઠારના જેવું આચરણ કરતા ‘ધર્મલાભ' એ પ્રકારના આશીર્વાદથી અભિનંદિત કરાયા રાજા આદિ અભિનંદિત કરાયા.
મહાત્માના મુખમાંથી નીકળેલું ધર્મલાભ આશીર્વચન યોગ્ય જીવોને ધર્મ પ્રત્યેનો દૃઢ રાગ ઉલ્લસિત કરે છે. તેથી વારંવાર ધર્મ પ્રત્યેનો પક્ષપાત વૃદ્ધિ પામે છે. તેથી મહાત્માનો તે આશીર્વાદ યોગ્ય જીવોના કર્મરૂપી વૃક્ષોને નાશ કરવા માટે તીક્ષ્ણ કુઠાર જેવું આચરણ કરનાર છે. અને તેવા ગંભીર ધ્વનિ વડે મહાત્મા અને શેષ મુનિઓ વડે રાજાદિ અભિનંદિત કરાયા.
ભૂતલ ઉપર બેઠા, કાલજ્ઞ આદિ પણ સમસ્ત વંદનાદિ વિનયને કરીને યથાસ્થાન બેઠા, ભગવાન વડે વિશેષથી ધર્મદેશના પ્રસ્તુત કરાઈ. ભવની નિર્ગુણતા બતાવાઈ, કર્મબંધના હેતુઓ બતાવાયા, સંસારરૂપી કેદખાનાની નિંદા કરાઈ. મોક્ષમાર્ગની શ્લાધા કરાઈ=ભગવાન વડે સંસારના ઉચ્છેદના કારણભૂત એવો મોક્ષમાર્ગ કઈ રીતે વર્તમાનના ભવમાં સુખાકારી છે, પરલોકમાં સુખાકારી છે અને અંતે પૂર્ણસુખમય મોક્ષનું કારણ છે તેનું સ્વરૂપ શ્રોતાની ભૂમિકા અનુસાર નિરૂપિત કરાયું, મોક્ષનું સુખ સર્વસુખોથી ચઢિયાતું છે તેનું ખ્યાપન કરાયું, વિષયોના રાગની ભવભ્રમણના હેતુપૂર્વક શિવસુખની પ્રતિરોધિકા એવી દુરંતતા કહેવાઈ. તેથી તે ભગવાનના વચનરૂપી અમૃતને સાંભળીને વિચક્ષણા
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અને કાલજ્ઞનું મોહજાળ વિદલિત થયું, સમ્યગ્દર્શનનો પરિણામ આવિર્ભત થયો. કર્મરૂ૫ ઇંધણને બાળવામાં પ્રવણ એવો દુશ્ચરિતના પશ્ચાત્તાપનો અગ્નિ સમુલ્લસિત થયો વિચક્ષણા અને કાલજ્ઞને પોતે સેવેલા અનાચારનો તીવ્ર પશ્ચાત્તાપ પ્રગટ થયો.
विचक्षणाकालज्ञयोः पश्चात्तापः अत्रान्तरे तयोः शरीराभ्यां विनिर्गतै रक्तकृष्णैः परमाणुभिर्घटितशरीरा, बीभत्सा दर्शनेन, भीषणा स्वरूपेण, उद्वेगहेतुर्विवेकिनां एका स्त्री भगवतः प्रतापं सोढुमक्षमा निर्गत्य पर्षदः पश्चान्मुखीस्थिता दूरवर्तिनि भूभागे स्थिता, पश्चात्तापार्टीकृतहृदयतया गलदश्रुसलिलौ समकमेव विचक्षणाकालज्ञौ पतितौ भगवच्चरणयोः, कालज्ञेनाभिहितं-भगवन्! अधमाधमोऽहं येन मया विप्रतारिता स्वभार्या, आचरितं पारदार्य, द्रुग्धः सरलहृदयो मुग्धो, जनितो नरेन्द्रमहादेव्यादीनां व्यलीकसुतव्यामोहः, वञ्चितोऽयं परमार्थेनात्मा, तस्य ममैवंविधपापकर्मणः कथं शुद्धिर्भविष्यतीति? विचक्षणयोक्तं-ममापि कथम्? यतः समाचरितं पापिष्ठया मयाऽपीदं सर्वं, किं वा निवेद्यते? दिव्यज्ञानस्य प्रत्यक्षमेवेदं समस्तं भगवतः । भगवानाह-भद्रौ! न कर्त्तव्यो युवाभ्यां विषादो, न भद्रयोर्दोषोऽयं, निर्मलं भवतोः स्वरूपम् । तावाहतुः कस्य पुनर्दोषोऽयम्? भगवानाह-येयं युष्मच्छरीरानिर्गत्य दूरे स्थिता नारी तस्याः । तावाहतुः-भगवन्! किन्नामिकेयम्?
વિચક્ષણા અને કાલજ્ઞનો પશ્ચાત્તાપ અન્નાંતરમાં=દેશના સાંભળીને વિચક્ષણા અને કાલજ્ઞને સમ્યક્ત મળ્યું અને પશ્ચાત્તાપતો પરિણામ થયો એટલામાં, તે બેના શરીરમાંથી નીકળેલા રક્ત અને કૃષ્ણ પરમાણુથી ઘટિત શરીરવાળા, દર્શનથી બીભત્સ, સ્વરૂપથી ભીષણ, વિવેકીઓને ઉદ્વેગનો હેતુ, ભગવાનના પ્રતાપને સહન કરવામાં અસમર્થ એવી એક સ્ત્રી પર્ષદાથી નીકળીને પશ્ચાદ્ મુખ કરીને રહેલી દૂરવર્તી ભૂમિભાગમાં રહી, પશ્ચાત્તાપથી આર્કીકૃત હદયપણાને કારણે ગલતા અશ્રુસલિલવાળાં એક સાથે જ વિચક્ષણા અને કાલજ્ઞ ભગવાનના ચરણમાં પડ્યાં. કાલજ્ઞ વડે કહેવાયું – હે ભગવાન ! અધમાધમ હું છું જેના કારણે મારા વડે પોતાની પત્ની ઠગાઈ. પરસ્ત્રીનું સેવન કરાયું, સરલ હદયવાળો મુગ્ધ દ્રોહ કરાયો, અથવા મતાંતર અનુસાર સરલ હદયવાળાં અકુટિલા અને મુગ્ધ ઠગાયાં. નરેન્દ્ર અને મહાદેવી આદિને=રાજા, રાણી અને સ્વજન આદિને, જૂઠો સુતનો વ્યામોહ ઉત્પન્ન કરાવાયો. પરમાર્થથી આ આત્મા=મારો આત્મા, વંચિત કરાયોકઠગાયો, મારા આવા પ્રકારના તે પાપકર્મની શુદ્ધિ કેવી રીતે થશે? એ પ્રમાણે કાલજ્ઞએ આચાર્ય ભગવંતને કહ્યું એમ અત્રય છે. વિચક્ષણા વડે કહેવાયું – મને પણ કેવી રીતે શુદ્ધિ થશે ?=કેવી રીતે પાપકર્મની શુદ્ધિ થશે ? જે કારણથી પાપિષ્ઠ એવી મારા વડે પણ=વિચક્ષણા વડે પણ, આ સર્વ સમાચરિત છે=જે કાલજ્ઞાએ કહ્યું તે સર્વ સમાચરિત છે. અથવા
Page #132
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શું નિવેદન કરાય ? દિવ્યજ્ઞાનવાળા ભગવાનને આ સમસ્ત પ્રત્યક્ષ છે. ભગવાન કહે છે ભદ્રો !=ભદ્રપ્રકૃતિવાળાં એવાં કાલજ્ઞ અને વિચક્ષણા ! તમારા દ્વારા વિષાદ કરવો જોઈએ નહીં. કોનો આ દોષ ભદ્રક એવાં તમારા બેનો આ દોષ નથી. તમારું સ્વરૂપ નિર્મલ છે. તે બંને કહે છે છે ? ભગવાન કહે છે જે આ તમારા શરીરમાંથી નીકળીને દૂર રહેલી નારી છે તેનો આ દોષ છે, તેઓએ કહ્યું=કાલજ્ઞ અને વિચક્ષણાએ કહ્યું, હે ભગવાન ! કયા નામવાળી આ છે=અમારા શરીરમાંથી નીકળેલી દૂર બેઠેલી નારી કયા નામવાળી છે ?
૧૧૧
=
रजनीव तमिस्रस्य, भोगतृष्णैव सर्वदा । રાવિવોષવૃન્દ્રસ્ય, સર્વશ્રેષા પ્રવૃત્તિા ।।।।
भोगतृष्णास्वरूपम्
भगवताऽभिहितं-भद्रौ ! भोगतृष्णेयमभिधीयते । विचक्षणाकालज्ञाभ्यामभिहितं-भगवन् ! कथं પુનરિયમેવવિધતોષહેતુઃ ? માવતાઽમિહિત-મદ્રો! શ્રૂવતામ્
-
ભોગતૃષ્ણાનું સ્વરૂપ
ભગવાન વડે કહેવાયું, હે ભદ્રૌ ! આ=દૂર બેઠેલી તારી ભોગતૃષ્ણા કહેવાય છે, વિચક્ષણા અને કાલજ્ઞ વડે કહેવાયું – હે ભગવાન ! કેવી રીતે વળી, આ=દૂર બેઠેલી નારી, આવા પ્રકારના દોષનો હેતુ છે ?=જેવા પ્રકારના અમારા બંનેથી સેવાયું તેવા પ્રકારના દોષનો હેતુ છે. ભગવાન વડે કહેવાયું – હે બે ભદ્ર ! તમે સાંભળો.
–
શ્લોક ઃ
येषामेषा भवेद्देहे, प्राणिनां पापचेष्टिता ।
तेषामकार्येषु मतिः, प्रसभं संप्रवर्त्तते ।।२।।
શ્લોકાર્થ :
જેમ રાત્રી અંધકારની પ્રવર્તિકા છે તેમ આ ભોગતૃષ્ણા જ સર્વ રાગાદિદોષના સમૂહની સર્વદા પ્રવર્તિકા છે.
જેમ રાત્રિ વખતે લોકમાં વ્યાપક અંધકાર પ્રવર્તે છે. તેમ ભોગતૃષ્ણાવાળા જીવમાં અજ્ઞાન રૂપી અંધકાર વ્યાપ્ત થવાથી રાગાદિ દોષોનો સમુદાય સર્વદા ઉલ્લસિત થાય છે. III
શ્લોક ઃ
શ્લોકાર્થ ઃ
જે પ્રાણીના દેહમાં=દેહને આશ્રયીને માનસ જ્ઞાનરૂપ મતિજ્ઞાનમાં, પાપયેષ્ટિતા એવી આ=
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભોગતૃષ્ણા, થાય છે. તેઓની મતિ અકાર્યમાં અત્યંત પ્રવર્તે છે=ભોગતૃષ્ણાને આધીન જે જે અકાર્યની પ્રાપ્તિના ઉપાયો જણાય છે, તેમાં અત્યંત મતિ પ્રવર્તે છે. III શ્લોક :
तृणकाष्ठैर्यथा वह्निर्जलपूरैर्यथोदधिः ।
तथा न तृप्यत्येषाऽपि, भोगैरासेवितैरपि ।।३।। શ્લોકાર્થ :
જે પ્રમાણે તૃણ-કાષ્ઠોથી વહ્નિ, જે પ્રમાણે જલના પુરાવાથી સમુદ્ર તૃપ્ત થતો નથી, તે પ્રમાણે આસેવિત પણ ભોગોથી આ પણ=ભોગતૃષ્ણા પણ, તૃપ્ત થતી નથી. Il3II શ્લોક :
यो मूढः शमयत्येना, किल शब्दादिभोगतः । जले निशीथिनीनाथं, स हस्तेन जिघृक्षति ।।४।।
શ્લોકાર્ય :
જે મૂઢ શબ્દાદિના ભોગથી ખરેખર આને=ભોગતૃષ્ણાને, શમાવવા યત્ન કરે છે, તે જલમાં નિશીથિનીનાથને ચંદ્રને, હાથ વડે ગ્રહણ કરવા યત્ન કરે છે.
જેમ પાણીમાં ચંદ્રના પ્રતિબિંબને જોઈને તેને ગ્રહણ કરવાની બાળકની ચેષ્ટા મૂર્ખતાભરી છે. તેમ પ્રતિપક્ષના ભાવનને છોડીને માત્ર શબ્દાદિના ભોગથી ભોગની ઇચ્છાને શમન કરવાનો યત્ન મૂર્ખતાભર્યો છે. III
બ્લોક :
मोहादेनां प्रियां कृत्वा, भोगतृष्णां नराधमाः । संसारसागरे घोरे, पर्यटन्ति निरन्तके ।।५।।
શ્લોકાર્ય :
મોહથી=અજ્ઞાનથી, આ ભોગતૃષ્ણાને પ્રિય કરીને સુખના ઉપાયરૂપે ગ્રહણ કરીને, નરાધમ જીવો અંત વગરના ઘોર એવા સંસારસાગરમાં ભટકે છે.
જે જીવોમાં ગાઢ અંધકાર વર્તે છે તેઓને ભોગતૃષ્ણાકાળમાં ઇચ્છાની આકુળતા ભોગની ક્રિયાકૃત શ્રમમાં વર્તતી વિહ્વળતા દેખાતી નથી. માત્ર આ પદાર્થો મને ઇષ્ટ છે, એનાથી મને સુખ થાય છે તેવી મૂઢ બુદ્ધિને ધારણ કરે છે. તે નરાધમ જીવો અંત વગરના અનેક ઉપદ્રવોથી યુક્ત સંસારસાગરમાં ભટકે છે. કંપા
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
सदोषेयमिति ज्ञात्वा, ये पुनः पुरुषोत्तमाः । स्वदेहगेहानिःसार्य, चित्तद्वारं निरुन्धते ।।६।। ते सर्वोपद्रवैर्मुक्ताः, प्रलीनाशेषकल्मषाः ।
आत्मानं निर्मलीकृत्य, प्रयान्ति परमं पदम् ।।७।। युग्मम् શ્લોકાર્ધ :
આ=ભોગતૃષ્ણા દોષવાળી છે. એ પ્રમાણે જાણીને જે વળી પુરુષોતમો સ્વદેહના ગેહમાંથી બહાર કાઢીને=ભોગતૃષ્ણાના પરિણામને બહાર કાઢીને, ચિત્તના દ્વારને નિરોધ કરે છે, તે મહાત્માઓ સર્વ ઉપદ્રવોથી મુક્ત અલીન અશેષકલ્મષવાળા=સંપૂર્ણ કર્મરૂપી કાદવ વગરના, આત્માને નિર્મલ કરીને પરમ પદને પ્રાપ્ત કરે છે. II૬-૭ll
શ્લોક :
येऽनया रहिताः सन्तस्ते वन्द्या भुवनत्रये । वशे गताः पुनर्येऽस्याः, साधुभिस्ते विगर्हिताः ।।८।।
શ્લોકાર્ચ -
આનાથી રહિત=ભોગતૃષ્ણાથી રહિત, જેઓ છે તેઓ ભુવનત્રયમાં બંધ છે. વળી, જેઓ આના વશમાં ગયેલા છે=ભોગતૃષ્ણાના વશમાં વસે છે. તેઓ સાધુઓથી-શિષ્ટપુરુષોથી વિગહિત છે. ll૮II
શ્લોક :
अनुकूला भवन्त्यस्या, ये मोहादधमा नराः ।
तेषामेषा प्रकृत्यैव, दुःखसागरदायिका ।।९।। શ્લોકાર્ય :
જે અધમ પુરુષો મોહથી આને અનુકૂલ થાય છે તેઓને તે જીવોને, આ=ભોગતૃષ્ણા, પ્રકૃતિથી જ દુખસાગરને દેનારી છે. ll ll
શ્લોક :
प्रतिकूला भवन्त्यस्या, ये पुनः पुरुषोत्तमाः । तेषामेषा प्रकृत्यैव, सुखसन्दोहकारिका ।।१०।।
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
વળી, જે પુરુષોત્તમ આને પ્રતિકૂલ થાય છે, તેઓનેeતે જીવોને, આ=ભોગતૃષ્ણા, પ્રકૃતિથી જ સુખસમૂહને કરનારી છે=જે ઉત્તમજીવો “ભોગતૃષ્ણા જીવની વિકૃતિ છે” તેમ જાણીને તેના શમન માટે ઉચિત ભગવાનના વચન રૂ૫ ઓષધનો પ્રયોગ કરે છે, છતાં કંઈક વિકારોરૂપ ભોગતૃષ્ણા વર્તે છે, તેના કારણે વિવેકપૂર્વક ભોગ કરે છે, તેઓને આ ભોગતૃષ્ણા પ્રકૃતિથી જ ભોગની ઈચ્છાના શમનરૂપ સુખને દેનારી છે. અને વિવેકયુક્ત પરિણામને કારણે પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા સદ્ગતિઓના સુખના સમૂહને દેનારી છે. ll૧૦I શ્લોક -
तावन्मोक्षं नरो द्वेष्टि, संसारं बहु मन्यते ।
पापिष्ठा भोगतृष्णेयं, यावच्चित्ते विवर्त्तते ।।११।। શ્લોકાર્ચ -
ત્યાં સુધી જ તે મનુષ્ય મોક્ષનો દ્વેષ કરે છે, સંસારને બહુમાને છે, જ્યાં સુધી ચિત્તમાં પાપિષ્ટ એવી આ ભોગતૃષ્ણા વર્તે છે.
જે જીવોને ભોગમાં જ સુખ છે અન્ય કંઈ સુખ નથી તેવી બુદ્ધિ વર્તે છે, તેઓને ભોગના સંક્લેશના અભાવ રૂપ મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે અને ભોગસામ્રગીથી યુક્ત સંસાર સુંદર જણાય છે. ૧૧ાા શ્લોક :
यदा पुनर्विलीयेत, कथञ्चित्पुण्यकर्मणाम् ।
एषा भवस्तदा सर्वो, धूलिरूपः प्रकाशते ।।१२।। શ્લોકાર્ધ :
જ્યારે વળી કોઈક રીતે પુણ્યકર્મવાળા જીવોની આeભોગતૃષ્ણા, વિલીન થાય છે નષ્ટપ્રાય થાય છે. ત્યારે સર્વ પણ ભવ ધૂલિરૂપ પ્રકાશે છે=જે જીવો વિપર્યાય આપાદક ક્લિષ્ટક વગરના કોઈક રીતે થયા છે અથવા અત્યંત મંદ થાય છે, તેથી તેઓને ભોગતૃષ્ણા જીવની વિકારવાળી અવસ્થા છે તેવું સ્વાનુભવથી જણાય છે. તેથી ભવની ભોગાદિની ક્રિયા બાલ્ય અવસ્થામાં ધૂલિમાં રમવાની બાળકની ક્રિયા જેવી અસાર જણાય છે. ll૧૨ા. શ્લોક :
तावच्चाशुचिपुञ्जेषु, योषिदङ्गेषु मूढधीः । कुन्देन्दीवरचन्द्रादिकल्पनां प्रतिपद्यते ।।१३।।
Page #136
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
यावदेषा शरीरस्था, वर्त्तते भोगतृष्णिका ।
तदभावे मनस्तेषु, न स्वप्नेऽपि प्रवर्त्तते ।।१४।। युग्मम्
શ્લોકાર્થ ઃ
ત્યાં સુધી અશુચિના પુંજ એવાં સ્ત્રીનાં અંગોમાં મૂઢબુદ્ધિવાળા જીવો કુન્દ પુષ્પ, ઇન્દીવર, ચન્દ્રાદિની કલ્પનાને સ્વીકારે છે, જ્યાં સુધી આ ભોગતૃષ્ણા શરીરમાં વર્તે છે=શરીરને અવલંબીને મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ ભોગના અભિલાષની તૃષા વર્તે છે. તેના અભાવમાં=ભોગતૃષ્ણાના અભાવમાં, તેઓનો=સ્ત્રીઓના અંગમાં, સ્વપ્નમાં પણ મન પ્રવર્તતું નથી. ।।૧૩-૧૪||
શ્લોક ઃ
समाने पुरुषत्वेऽपि, परकिङ्करतां गताः ।
निन्द्यं यत्कर्म कुर्वन्ति, भोगतृष्णाऽत्र कारणम् ।।१५।।
શ્લોકાર્થ ઃ
સમાન પણ પુરુષપણું હોતે છતે પરકિંકરતાને પામેલા જે નિંધ કર્મને કરે છે એમાં=તે નિંધ કર્મના કૃત્યમાં, ભોગતૃષ્ણા કારણ છે. I॥૧૫॥
શ્લોક ઃ
:
૧૧૫
येषां पुनरियं देहान्निर्गता सुमहात्मनाम् ।
निर्द्धना अपि ते धीराः, शक्रादेरपि नायकाः ।।१६।।
શ્લોકાર્થ
વળી, જે સુમહાત્માઓના દેહમાંથી=દેહને અવલંબીને પ્રવર્તતા ચિત્તમાંથી આ=ભોગતૃષ્ણા, નીકળેલી છે તે નિર્ધ્વન પણ ઘીરપુરુષો શક્રાદિના પણ નાયક છે=ઈંદ્રો કરતા પણ અધિક
9.119911
શ્લોક ઃ
किञ्चित्तामससंमिश्र, राजसैः परमाणुभिः । निर्वर्त्तितशरीरेयं, गीता तन्त्रान्तरेष्वपि । ।१७।।
શ્લોકાર્થ :
કંઈક તામસથી સંમિશ્રિત રાગવાળા પરમાણુઓ વડે નિર્માણ કરાયેલી શરીરવાળી આ=ભોગતૃષ્ણા, તંત્રાંતરોમાં પણ કહેવાય છે. ।।૧૭।।
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
cोs:
तदेषा भवतोः पापा, पापकर्मप्रवर्तिका ।
अतोऽस्या एव दोषोऽयं, विद्यते नैव भद्रयोः ।।१८।। दार्थ :
તમારા બેના પાપકર્મમાં પ્રવર્તક એવી પાપી આ ભોગતૃષ્ણા છે. આથી આ દોષ ભોગતૃષ્ણાનો १ छे. भद्र मेवा तमारा जेनो घोष नथी. ||१८|| Rels:
स्वरूपेण सदा भद्रौ, निर्मलौ परमार्थतः ।
एषैव सर्वदोषाणां, कारणत्वेन संस्थिता ।।१९।। Cोआर्थ:
સ્વરૂપથી સદા તમે બે ભદ્ર છો, પરમાર્થથી બંને નિર્મલ છો. આ જગતમારા દેહમાંથી નીકળેલી ભોગતૃષ્ણા જ, સર્વ દોષોના કારણપણાથી રહેલી છે. ll૧૯II
टोs:
इह स्थातुमशक्तिष्ठा, एषा दूरस्थिताऽधुना ।
भवन्तौ मत्समीपाच्च, निर्गच्छन्तौ प्रतीक्षते ।।२०।। लोहार्थ :
અહીં=પ્રસ્તુત ધર્માચાર્યના અવગ્રહમાં, રહેવા માટે અસમર્થ એવી આeભોગતૃષ્ણા, દૂર રહેલી હમણાં મારા સમીપથી નીકળતા તમારા બેની રાહ જુએ છે. llRoll
भोगतृष्णाप्रतिविधानोपायः विचक्षणाकालज्ञाभ्यामभिहितं-भगवन् ! कदा पुनरस्याः सकाशादावयोर्मोक्षः? भगवानाह-भद्रौ! नेह भवे, अद्यापि भवद्भ्यामियं सर्वथा त्यक्तुं न शक्या, केवलमस्या निर्दलने महामुद्गरायमाणं प्रादुर्भूतं भवतोः सम्यग्दर्शनं, तदुद्दीपनीयं पुनः पुनः सुगुरुसंनिकर्षेण, नाचरणीयमस्या भोगतृष्णाया अनुकूलं, लक्षयितव्यो मनसि विवर्त्तमानोऽस्या सम्बन्धी विकारः, निराकरणीयोऽसौ प्रतिपक्षभावनया, यतः प्रतिक्षणं तनुतां गच्छन्ती न भविष्यतीयं शरीरेऽपि वर्तमाना भवतोर्बाधिका, भवान्तरे पुनरस्याः सर्वथा त्यागसमर्थो भविष्यतो भवन्ताविति । तदाकर्ण्य ततो महाप्रसाद इति वदन्तौ विचक्षणाकालज्ञो पतितौ भगवच्चरणयोः ।
Page #138
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ભોગતૃષ્ણાના પ્રતિવિધાનનો ઉપાય વિચક્ષણા અને કાલજ્ઞ વડે કહેવાયું. હે ભગવન્! ક્યારે વળી, આનાથી=ભોગતૃષ્ણાથી, અમારા બેનો મોક્ષ થશે ? ભગવાન કહે છે – હે બે ભદ્રો ! આ ભવમાં નહિ–દેવભવમાં નહિ, હજી પણ તમારા બંને દ્વારા આ=ભોગતૃષ્ણા, સર્વથા ત્યાગ કરવા માટે શક્ય નથી. કેવલ આવા નિર્દલનમાં= ભોગતૃષ્ણાના નાશમાં, મહામુગરની જેવું આચરણ કરતું તમને બંનેને સમ્યગ્દર્શન પ્રગટ થયું છે. તેનું=સમ્યગ્દર્શનનું, ફરી ફરી સુગુરુના સંનિકર્ષથી ઉદ્દીપન કરવું જોઈએ=પુનઃ પુનઃ ધર્મશ્રવણ દ્વારા સમ્યગ્દર્શનને નિર્મળ નિર્મળતર કરવું જોઈએ. આ ભોગતૃષ્ણાને અનુકૂળ આચરણા કરવી જોઈએ નહિ=ચિત્તવૃત્તિમાં ભોગતૃષ્ણા ઊઠે ત્યારે પણ તેને વિવેકપૂર્વક શાંત કરવી જોઈએ. પરંતુ તેને વશ થઈને સર્વકૃત્યો કરવા યત્ન કરવા જોઈએ નહિ. મનમાં વર્તતો આના સંબંધી વિકાર=ભોગતૃષ્ણા સંબંધી વિકાર, જાણવા યત્ન કરવો જોઈએ=પ્રસંગે પ્રસંગે જ્યારે ભોગતૃષ્ણાજવ્ય વિકાર થાય ત્યારે નિર્મળબુદ્ધિ દ્વારા આ ભોગતૃષ્ણાનો વિકાર છે, મારું સ્વાભાવિક સ્વરૂપ નથી તે પ્રમાણે જાણવા યત્ન કરવો જોઈએ. આ=ભોગતૃષ્ણાનો વિકાર, પ્રતિપક્ષ ભાવનાથી નિરાકરણ કરવો જોઈએ=જ્યારે
જ્યારે ભોગતૃષ્ણા ચિત્તવૃત્તિમાં ઊઠે ત્યારે ત્યારે આ ભોગતૃષ્ણા “સ વાન, વિસંવમા' ઇત્યાદિ ચિતવત દ્વારા ભોગતૃષ્ણાનો વિકાર નિરાકરણ કરવો જોઈએ. જે કારણથી પ્રતિક્ષણ તતુતાને પામતી આ=ભોગતૃષ્ણા, શરીરમાં પણ રહેલી તમને બેને બાધક થશે નહિ. ભવાંતરમાં વળી, આના=ભોગતૃષ્ણાના, સર્વથા ત્યાગને સમર્થ તમે બે થશો, તેને સાંભળીને=મહાત્માના તે વચનને સાંભળીને, ત્યારપછી મહાપ્રસાદ છે એ પ્રમાણે બોલતાં વિચક્ષણા અને કાલજ્ઞ ભગવાનના ચરણમાં પડ્યાં. ભાવાર્થ :
મધ્યમબુદ્ધિએ પોતાની માતાને કહ્યું કે સ્પર્શનની સાથે મિત્રતાને કારણે પોતાને શું થાય છે ? અને મનીષી કહે છે કે આ સ્પર્શન લોકોને ઠગનાર છે, તેથી તેને કોઈ નિર્ણય નહીં થવાથી પોતાની માતાને તે વિષયક પૃચ્છા કરે છે. તે કથનથી એ પ્રાપ્ત થાય કે મધ્યમબુદ્ધિવાળા જીવોની મધ્યમબુદ્ધિને કરનારાં કર્મો હોય છે. તે જ સામાન્યરૂપા તેની માતા છે. અને તે કર્મોના બળથી જ શું કરવું જોઈએ તેની તેઓ વિચારણા કરે છે. અને તેનો નિર્ણય કરવા માટે મધ્યસ્થભાવ રાખીને કાળવિલંબન કરવો જોઈએ તેવી બુદ્ધિ તેની માતાએ આપી તેમાં મિથુનયનું દૃષ્ટાંત બહિરંગ દુનિયાનું છે. અંતરંગ દુનિયાનું નથી. તેમાં કોઈક નગરમાં ઋજુનામનો રાજા છે તેમ કહ્યું. તે સરળ પ્રકૃતિવાળો હોવાથી તેની પ્રકૃતિને અનુરૂપ તેનું નામ છે અને પ્રગુણા નામની તેની પત્ની પણ પ્રકૃતિથી ગુણિયલ છે તેથી તેને અનુરૂપ તેનું નામ છે. વળી, તેનો પુત્ર પ્રકૃતિથી ભદ્રક હોવા છતાં મુગ્ધસ્વભાવવાળો છે તે પ્રમાણે તેનું નામ છે અને તેની અકુટિલા પત્ની પણ તેવી જ સરળ સ્વભાવવાળી હોવાથી તેને અનુરૂપ તેનું નામ છે. વળી, તેઓ ઉપવનમાં પુષ્પ ઉપચય કરતાં હતાં તે વખતે વ્યંતરયુગલ ત્યાંથી પસાર થતું હતું. તેમાં કાલજ્ઞ નામનો દેવ છે. તે પણ કાલને જાણનાર માર્ગાનુસારી મતિવાળો હોવાથી તેને અનુરૂપ જ તેનું નામ છે. વળી તેની વ્યંતર દેવી વિચક્ષણ હોવાથી તેને
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અનુરૂપ જ તેનું નામ વિચક્ષણા છે. વળી, તે મુગ્ધ અને અકુટિલાને જોઈને કાલજ્ઞને અકુટિલા પ્રત્યે તીવ્ર અનુરાગ થયો અને વિચક્ષણાને મુગ્ધ પ્રત્યે તીવ્ર અનુરાગ થયો તેમાં કઈ રીતે અંતરંગભાવો કારણ બને છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે. કર્મપરિણતિ અચિંત્યશક્તિવાળી છે. તેથી, વ્યંતરજાતિથી દેવ હોવા છતાં અને પોતાની સુંદર દેવી હોવા છતાં મનુષ્ય સ્ત્રી પ્રત્યે રાગ કરાવે તેવાં કાલજ્ઞનાં અને વિચક્ષણાનાં કામને આપાદક કર્મો હતાં. તેથી નિમિત્તને પામીને તે પ્રકારનો વિકાર થાય છે. વળી, તે મનુષ્યયુગલ અતિસુંદર હોવાને કા૨ણે વ્યંતરયુગલનું પણ તે પ્રકારનું કર્મ વિપાકમાં આવે છે. વળી, આત્મામાં પડેલા કામના સંસ્કારો જ્યારે પ્રબલ ઊઠે છે, ત્યારે તે કામ વિચાર્યા વગર પ્રવૃતિ કરાવે છે તેના કારણે વ્યંતરયુગલને પરસ્ત્રી અને પરપુરુષ પ્રત્યે રાગ થાય છે. જો વિચારક હોય તો તેઓની અશુચિવાળી કાયાને જોઈને પણ તે પ્રકારનો વિકાર થાય નહીં, છતાં દેવભવકૃત પોતાની કાયા તેવી અશુચિવાળી નહીં હોવા છતાં કામના ઉદયથી જન્ય અવિચારકતાને કારણે વ્યંતરયુગલને તે પ્રકારની ઇચ્છા થાય છે. વળી, મધુમાસ=વસંતઋતુ, કામને ઉદ્દીપિત કરે તેવી હોવાને કારણે પણ તે વ્યંતરયુગલનાં કામ આપાદક કર્મો વિપાકમાં આવ્યાં. વળી, તે પ્રદેશ પણ અતિરમણીય હોવાથી કામના ઉદયને પ્રગટ કરવામાં અંગભૂત બન્યો. વળી, વ્યંતર સ્વભાવ કેલિપ્રિય હોય છે. તેથી તેના કારણે પણ કામના વિકારો ઉત્પન્ન થાય તેવાં કર્મો તેમને વિપાકમાં આવ્યાં. વળી, ઇન્દ્રિય અતિચપલ હોય છે. તેથી વ્યંતરયુગલ આકાશમાંથી જતું હોવા છતાં વિષયોને જોવામાં વ્યાપારવાળું થયું અને તે મનુષ્યયુગલના રૂપને જોઈને તે પ્રકારના કામના વિકારવાળું થયું તેથી કામના વિકારમાં ઇન્દ્રિયોની ચપલતા પણ અંગભૂત છે. વળી, વિષયોનો અભિલાષ જીવને થાય ત્યારે તેનું વારણ જીવ માટે દુષ્કર હોય છે. તેથી પણ તે પ્રકારનું કર્મ તેઓના વિપાકમાં આવ્યું, તેથી માત્ર કર્મથી જ તે પ્રવૃત્તિ નથી. પરંતુ વિષયનો અભિલાષ જીવે ઘણા ભવો સુધી અનેક પ્રકારનો સેવ્યો છે અને નિમિત્તને પામીને તેવો બલવાન વિષય પ્રાપ્ત થાય અને પોતે એને પ્રાપ્ત કરી શકે તેવું કંઈક જણાય તો તે જીવો વિષયાભિલાષનું વારણ કરી શકતા નથી. પરંતુ અનેક પ્રકારની માયાદિ કરીને પણ તેને શાંત કરવા યત્ન કરે છે. વળી, જીવના મતિજ્ઞાનના ઉપયોગરૂપ મનોવૃત્તિ તત્ત્વથી ભાવિત ન હોય તો અતિચપળ હોય છે. તેથી, નિમિત્તને પામ્યા પછી તે વિકારોનું વા૨ણ કરવા માટે મન તત્પર થતું નથી. માટે તે પ્રકારનું કર્મ વિપાકમાં આવ્યું. વળી, તે વ્યંતરયુગલનાં જેમ તેવા પ્રકારનાં કર્મ આદિ હતાં જેથી તે પ્રકારનો વિપાક થયો તેમ તેઓની તેવા પ્રકારની ભવિતવ્યતા હતી જેથી તે જ પ્રદેશમાંથી જવાનો પ્રસંગ, તે જ યુગલને જોવાનો પ્રસંગ, તે ક્ષેત્ર આદિની કામઉત્તેજકતા આદિ પામીને તે યુગલ તે પ્રકારે પરિણામવાળું થયું. આથી જ કાલજ્ઞે માયા વગેરે કરીને પત્નીને ઠગી, અકુટિલાને ઠગી, અને વિચક્ષણાએ પણ માયા કરીને મુગ્ધને ઠગ્યો. તેથી કર્મવિપાકની અંદ૨માં કઈ રીતે અંતરંગભાવો કાર્ય કરે છે, કઈ રીતે બાહ્યસામગ્રી કાર્ય કરે છે, ભવિતવ્યતા કઈ રીતે કાર્ય કરે છે તે સર્વનો બોધ પ્રસ્તુત વ્યંતરયુગલના દૃષ્ટાંતથી ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે. વળી, તે રાજપુત્ર પ્રકૃતિથી મુગ્ધ હોવાને કારણે પોતાના સદેશ બીજા યુગલને જોઈને અન્ય કોઈની શંકા કરતુ નથી. પરંતુ વનદેવતાનો પ્રસાદ માને છે. ૨ાજા વગેરે પ્રકૃતિથી સ૨ળ હોવાને કારણે મુગ્ધના વચનને સાંભળીને તે પ્રકારે વનદેવતાના પ્રસાદને સ્વીકારે છે. વળી, કાલજ્ઞએ મુગ્ધ સાથે પોતાની
Page #140
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૧૯
પત્નીને વિભંગજ્ઞાનથી જાણી ત્યારે તેને કોપ થાય છે. મુગ્ધને મારવાનો પરિણામ થાય છે. તે સર્વમાં મૂઢતા આપાદક કર્મોનો વિપાક પ્રબળ હતો, છતાં પણ તે વ્યંતરયુગલ મધ્યમબુદ્ધિને પ્રગટ કરે તેવા કર્મના વિપાકવાળું હતું. તેથી કાલજ્ઞ કાલની સ્થિતિને વિચારીને અકાલે અકાર્ય કરતો નથી. પરંતુ પોતાની સ્ત્રીને પરપુરુષ સાથે જોવા છતાં કાલવિલંબનનો આશ્રય કરે છે. વળી, વિચક્ષણા પણ મધ્યમબુદ્ધિવાળી હોવાથી પોતાના પતિને પરસ્ત્રી સાથે જોઈને ઈર્ષ્યાદિ ભાવો કરે છે. તોપણ કાલક્ષેપનો આશ્રય કરે છે. તેથી મધ્યમબુદ્ધિવાળા જીવોનાં કર્મો જ તેવાં હોય છે કે તેઓને જ્યાં નિર્ણય ન થાય ત્યાં કાલક્ષેપનો આશ્રય કરે છે. પરંતુ વિચાર્યા વગર સહસા પરાક્રમ કરતા નથી. વળી, નગ૨માં જ્યારે વિશિષ્ટજ્ઞાની મહાત્મા પધાર્યા ત્યારે રાજા વગેરે સહિત તે બંને મિથુનયુગલો દેશના સાંભળવા બેસે છે ત્યારે સ્વાભાવિક ભદ્રક પ્રકૃતિવાળા એવા કાલજ્ઞ અને વિચક્ષણા રૂપ વ્યંતરયુગલને મહાત્માની દેશનાથી ભવ નિર્ગુણ ભાસે છે. કર્મબંધના હેતુઓ અસાર જણાય છે. સંસારનું પરિભ્રમણ જીવની વિડંબનારૂપ જણાય છે. મોક્ષમાર્ગ જીવનું હિત છે તેવું જણાય છે. મોક્ષનું સુખ જ સર્વ સુખો કરતાં અતિશયિત છે તેવો સ્પષ્ટ બોધ થાય છે. જેના કારણે તેઓને ભવભ્રમણનો હેતુ એવા વિષયોનો રાગ જે તીવ્ર હતો તે ક્ષીણ થાય છે. તેથી તે મહાત્માના દેશનાના બળથી તત્ત્વને જોનારી નિર્મળદષ્ટિરૂપ સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટ થયો. તેથી, પ્રસ્તુતમાં વર્ણન કરેલ મહાત્માની દેશના કોઈ યોગ્ય જીવ યથાર્થ તાત્પર્યથી યોજન કરે તો સુખપૂર્વક તે જીવને પણ સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટ થઈ શકે છે. વળી, તે સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટ થયા પછી જેમ તે વ્યંતરયુગલને પોતાના પાપનો તીવ્ર પશ્ચાત્તાપ થયો અને પોતે અનુચિત કૃત્ય કર્યું છે તે પ્રકારે સ્પષ્ટ જણાયું તે સમ્યગ્દર્શનનો પ્રભાવ હતો. આથી જ મહાત્મા પાસે પોતાની નિંઘ પ્રવૃત્તિ પ્રગટ રૂપે કહેલ છે. વળી, જ્યારે સમ્યગ્દર્શનના બળથી તેઓને પશ્ચાત્તાપ થાય છે ત્યારે જે ભોગતૃષ્ણા નામની નારી તેમના દેહમાંથી નીકળી તે અંતરંગ પરિવાર છે બહિરંગ નથી. તેથી કાલજ્ઞ અને વિચક્ષણાને જે ભોગનો પરિણામ થયેલો તે કામવિકારના આપાદક વેદમોહનીય કર્મના ઉદયથી જન્ય અનુચિત પ્રવૃત્તિ કરાવે તેવા મતિજ્ઞાનના ઉપયોગરૂપ હતો અને દેશના સાંભળવાથી તે મિથુનયુગલને નિર્મળબુદ્ધિ થઈ તે સમ્યગ્દર્શનના પરિણામરૂપ મતિજ્ઞાનનો પરિણામ હતો. તે મતિજ્ઞાનના પરિણામને કારણે જે ઉત્તરમાં પોતાના અકાર્યના પશ્ચાત્તાપરૂપ મતિજ્ઞાનનો પરિણામ પ્રગટ થયો જે કરેલા પાપને ફરી નહીં કરવાના તીવ્રપરિણામથી સંવલિત હોવાને કા૨ણે પાપની શુદ્ધિને કરનારો વિશુદ્ધ અધ્યવસાય સ્વરૂપ હતો. અને તે પશ્ચાત્તાપના મતિજ્ઞાનના ઉપયોગથી જ પૂર્વમાં જે ભોગતૃષ્ણા હતી તે તેમના દેહમાંથી નીકળીને મહાત્માના પ્રતાપને નહીં સહન કરતી પર્ષદાથી બહાર બેસે છે એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે ઉપદેશકાળમાં તે યુગલનું ચિત્ત ઉપદેશથી વાસિત હોવાને કા૨ણે જે ભોગતૃષ્ણાની પરિણતિ તે વ્યંતરયુગલમાં હતી તે ઉપદેશના તાપને સહન નહીં કરી શકવાથી તેઓના ચિત્તમાંથી દૂર થાય છે અને તે વખતે વ્યંતરયુગલનું ચિત્ત ભોગતૃષ્ણાથી વિપરીત આત્માના વિકારોથી પર એવા નિરાકુલસ્વરૂપને અભિમુખ બને છે. તે બતાવવા માટે તે ભોગતૃષ્ણા નામની સ્ત્રી પર્ષદાથી બહાર બેઠેલ છે તેમ કહેલ છે. વળી, તે ભોગતૃષ્ણા ગુરુના ઉપદેશના તાપને સહન કરી શકતી નથી. તેથી ગુરુના સન્મુખ મુખ રાખીને બેસતી નથી. પરંતુ વિપરીત મુખ રાખીને રહેલ છે અને તે
Page #141
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વ્યંતરયુગલ ભવપ્રત્યય અવિરતિના ઉદયવાળું છે તેથી તેઓના ચિત્તમાંથી ઉપદેશકાળમાં ભોગતૃષ્ણા દૂરવર્તી થયેલી હોવા છતાં ફરી તે ભોગતૃષ્ણા તેઓમાં પ્રગટ થશે. ફક્ત સમ્યગ્દર્શનની નિર્મળતાથી યુક્ત મતિજ્ઞાનના ઉપયોગથી હણાયેલી ભોગની પરિણતિ હોવાથી પૂર્વના જેવી અનુચિત કાર્ય કરનારી તે ભોગતૃષ્ણા થશે નહીં અને ઉપદેશના શ્રવણકાળમાં તે વ્યંતરયુગલનું ચિત્ત ભોગતૃષ્ણાથી વિમુખ હોવાને કારણે અને મહાત્માના ઉપદેશથી તત્ત્વના શ્રવણને અભિમુખ હોવાને કારણે ભોગતૃષ્ણાનો પરિણામ તે વખતે લેશ પણ ચિત્તમાં સ્પર્શતો નથી, પરંતુ સમ્યગ્દર્શનનો નિર્મળ ઉપયોગ જ પ્રવર્તે છે. તેથી તે વખતે તેઓને ભવપ્રત્યય અવિરતિ છે તે પણ અકિંચિત્કર જેવી વર્તે છે. અને ઉપદેશશ્રવણ પછી સમ્યગ્દર્શનથી ઉપહત થયેલો ભોગનો પરિણામ હોવાને કારણે જ્યારે જ્યારે ભોગની ઇચ્છાનો મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે. ત્યારે ત્યારે તસહવર્તી સમ્યગ્દર્શનનો મતિજ્ઞાનનો ઉપયોગ પણ સંવલિત થઈને પ્રવર્તે છે. તેથી, સંવેગસારા ભોગપ્રવૃત્તિ થાય છે. અને ઉપદેશશ્રવણકાળમાં ભવપ્રત્યય અવિરતિ હોવા છતાં મહાત્માના ઉપદેશના શ્રવણમાં દઢઉપયોગ વર્તતો હોવાથી તે ભવકૃત વર્તતી અવિરતિ મૃતપ્રાય જેવી વર્તે છે. તે બતાવવા અર્થે દેહથી બહાર નીકળીને પર્ષદાથી બહાર બેઠેલી તે ભોગતૃષ્ણા વ્યંતરયુગલની રાહ જોઈને બેઠેલી છે તેમ મહાત્માએ કહેલ છે. વળી, તે ભોગતૃષ્ણા કેવા સ્વરૂપવાળી છે તે બતાવતાં કહ્યું કે રક્ત કૃષ્ણ પરમાણુઓથી ઘટિત સ્વરૂપવાળી છે. અર્થાત્ મૂઢતારૂપ અંધકારના આપાદક જ્ઞાનાવરણીય કર્મ રૂપ કૃષ્ણપુદ્ગલો અને ભોગની ઇચ્છાનાં આપાદક એવાં રાગમોહનીય કર્મો તેનાથી ઘડાયેલા શરીરવાળી ભોગતૃષ્ણા છે. વળી, દર્શનથી બીભત્સ છે; કેમ કે આત્માના નિરાકુળ સ્વભાવમાં કષાયોની આકુળતાજન્ય જીવની વિકૃત પરિણતિરૂપ છે માટે બીભત્સ છે. સ્વરૂપથી ભીષણ છે; કેમ કે આત્માને કદર્થના કરે તેવા સ્વરૂપવાળી છે. વિવેકી જીવોને ઉદ્વેગનો હેતુ છે=ભગવાનના શાસનના તત્ત્વને જોનારા જીવોને ઇચ્છાની આકુળતારૂપ ભોગતૃષ્ણા ઉદ્વેગનો હેતુ બને છે. આથી જ ‘સાં જામા આવિ' ભાવનાઓ કરીને તેને શાંત કરવા યત્ન કરે છે. વળી, વિચક્ષણાએ અને કાલજ્ઞએ મહાત્માને પૂછ્યું કે આ ભોગતૃષ્ણાથી અમારો ક્યારે મોક્ષ થશે એ બતાવે છે કે સમ્યગ્દર્શન પ્રગટ થયેલું હોવાથી તેઓને ભોગતૃષ્ણા આત્માની વિકૃતિરૂપે દેખાય છે; છતાં ભવપ્રત્યય અવિરતિનો ઉદય હોવાથી ત્યાગ કરવું શક્ય નથી. તેથી શું કરવું જોઈએ તેની પૃચ્છા કરે છે, ત્યારે મહાત્મા કહે છે કે સુગુરુના સંપર્કથી હંમેશાં સમ્યગ્દર્શન ઉદ્દીપિત કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન પણ પુનઃ પુનઃ તત્ત્વના શ્રવણ વગર સ્થિર થવું દુષ્કર છે. તેથી કિંચિત્ કાળ પછી તે ક્ષયોપશમભાવ લુપ્ત થઈ જાય છે જેમ, કંઠસ્થ કરેલ શ્લોકો પણ પુનઃ પુનઃ સ્મરણ ન કરવામાં આવે તો વિસ્તૃત થાય છે. તેથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ, સંસારની વિડંબનાથી પર મુક્તઅવસ્થાનું વાસ્તવિક સ્વરૂપ અને તેના ઉપાયરૂપ વીતરાગનું વચન કઈ રીતે સંસારનો ઉચ્છેદ કરે છે, સુગતિમાં સ્થાપન કરે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તે પ્રકારે સૂક્ષ્મબુદ્ધિથી વારંવાર આલોચન કરવું જોઈએ. ગુણવાન ગુરુના મુખથી તત્ત્વનું શ્રવણ કરીને તેને સ્થિર કરવું જોઈએ. વળી, ભોગતૃષ્ણાને બહુ અનુકુલ આચરણા ન ક૨વી જોઈએ. પરંતુ મનમાં થતા વિકારને યથાર્થ જાણીને પ્રતિપક્ષ ભાવનાથી શાંત કરવા યત્ન કરવો જોઈએ. અને જ્યારે તે તૃષ્ણા શમે નહીં ત્યારે તેનું વિષ ચઢે નહીં તે પ્રકારે યતનાપૂર્વક જ
૧૨૦
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભોગની પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી મૂઢતાનો ઉદય થાય નહીં. અન્યથા મૂઢતાના ઉદયને કારણે પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન પણ નાશ પામે છે. આ પ્રકારે ભાવન કરીને સમ્યગ્દર્શનનો પ્રગટ થયેલો પરિણામ જે ક્ષયોપશમભાવરૂપે વર્તે છે, તેને વજની ભીંત જેવો મજબૂત કરવો જોઈએ. જેથી ક્યારેય તે ક્ષય પામે નહીં.
ततोऽमुं व्यतिकरमालोक्य श्रुत्वा च भगवद्वचनं ऋजुप्रगुणामुग्धाकुटिलानामपि प्रादुर्भूतः पश्चात्तापेन सह विशुद्धाध्यवसायः । ऋजुप्रगुणाभ्यां चिन्तितं-अहो अलीकसुतवधूद्विगुणितव्यामोहेन निरर्थकं विडम्बितं, विहिता सुतवध्वोरुन्मार्गप्रवृत्तिरावाभ्यामिति । मुग्धेन चिन्तितं-अहो कृतं मया परस्त्रीगमनेन कुलस्य दूषणम् । अकुटिलया चिन्तितं-बत संजातं मे शीलखण्डनमिति । ततश्चतुर्णामपि स्थितमेतच्चित्ते यदुत-निवेदयाम एवंस्थितमेवेदं भगवतां, एत एवास्य दुश्चरितस्य प्रतिविधानमुपदेक्ष्यन्ति । अत्रान्तरे चतुर्णामपि शरीरेभ्यो निर्गतैः परमाणुभिर्घटितशरीरं, शुक्लं वर्णेन, परिगतं तेजसाऽऽह्लादकं लोचनानां, प्रीणकं चेतसामुपलभ्यमानं 'मया रक्षितानि मया रक्षितानि यूयमिति' ब्रुवाणमेकं डिम्भरूपं सहर्ष भगवन्मुखमीक्षमाणं स्थितं सर्वेषां पुरतः, तावत्तदनुमार्गेणैव कृष्णं वर्णेन बीभत्समाकारेण उद्वेगहेतुः प्राणिनां तथैव निर्गतं द्वितीयं डिम्भरूपं, तस्माच्च तदाकाररूपधरमेव क्लिष्टतरं प्रकृत्या संजातमन्यदपि तृतीयं डिम्भरूपं, तच्च वर्द्धितुमारब्धं, ततः शुक्लडिम्भरूपेण मस्तके हस्ततलप्रहारं दत्त्वा तद्वर्द्धमानं निवार्य प्रकृत्या धारितं, निर्गते च भगवदनुग्रहात् द्वे अपि ते कृष्णे डिम्भरूपे । ततो भगवताभिहितंभो भद्राणि (द्राः?)! यद्भवद्भिश्चिन्तितं यथा कृतमस्माभिर्विपरीताचरणमिति न तत्र भवद्भिर्विषादो विधेयः, यतो न भवतामेष दोषो, निर्मलानि(लाः) यूयं स्वरूपेण । तैरभिहितं-भगवन्! कस्य पुनरेष दोषः? भगवानाह-यदिदं शुक्लानन्तरं भवच्छरीरेभ्यो निर्गतं कृष्णवर्णं डिम्भरूपं अस्यायं दोषः । तान्याहुः-भगवन् किन्नामकमिदम् ? भगवतोक्तं-अज्ञानमिदमुच्यते, तैरुक्तं-भगवन्! यदिदमेतस्मादज्ञानात्प्रादुर्भूतं द्वितीयं कृष्णडिम्भरूपं, अनेन च शुक्लरूपेणास्फोट्य वर्द्धमानं धारितमेतत्किंनामकम् ? भगवानाह-पापमिदं, तान्याहुः-अस्य शुक्लडिम्भरूपस्य तर्हि किमभिधानम्? भगवतोक्तंआर्जवमिदमभिधीयते । ततस्तान्याहुः-भगवन्! कीदृशमिदमज्ञानम् ? कथं चेदं पापमेतस्माज्जातम् ? किमिति चानेनार्जवेनेदं विवर्द्धमानं धारितम् ? इति सर्वं विस्तरतः श्रोतुमिच्छामः ।
भगवानाह-यद्येवं ततः समाकर्णयत यूयम्તેથી=કાલજ્ઞ અને વિચક્ષણાએ પોતાના પાપનું ગુરુ આગળ પ્રકાશન કર્યું તેથી, આ વ્યતિકરને જોઈને=આ પ્રસંગને જોઈને, અને ભગવાનનું વચન સાંભળીને=ધર્માચાર્યના ઉપદેશથી માંડીને અત્યારસુધીમાં સર્વ વચનોને સાંભળીને, ઋજુરાજાને, પ્રગુણા રાણીને, મુગ્ધરાજકુમાર અને અકુટિલાને પણ પશ્ચાતાપથી સહિત=અમે અનુચિત કર્યું છે તેવા પરિણામથી સહિત, વિશુદ્ધ અધ્યવસાય પ્રગટ થયો. ઋજુ અને પ્રગુણા દ્વારા વિચારાયું – ખરેખર મિથ્થા પુત્ર અને વધૂતા દ્વિગુણિત વ્યામોહથી નિરર્થક
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વિડંબના કરાઈ, પુત્ર અને વધૂની ઉન્માર્ગ પ્રવૃત્તિ અમારા દ્વારા કરાઈ, મુગ્ધ વડે વિચારાયું – અહો. ખેદ છે કે મારા વડે પરસ્ત્રીના ગમતથી, કુલનું દૂષણ કરાયું. અકુટિલા વડે વિચારાયું, ખરેખર મારા શીલનું ખંડન થયું, તેથી ચારેયના પણ ચિત્તમાં આ=આગળમાં કહે છે એ, સ્થિત થયું. તે “ઉત'થી બતાવે છે – આ પ્રમાણે રહેલું જ આ=અમને જે જણાય છે એ, ભગવાનને નિવેદન કરીએ, આ જ=ભગવાન ધર્માચાર્ય જ, દુશ્ચરિતના પ્રતિવિધાનને=શુદ્ધિના ઉપાયને, ઉપદેશ આપશે. અઢાંતરમાં
જુઆદિ ચારેય જીવોએ આ પ્રમાણે વિચાર કર્યો એટલાકાળમાં, ચારેયનાં પણ શરીરમાંથી નીકળેલા પરમાણુઓથી ઘડાયેલા શરીરવાળું, વર્ણથી શુક્લ, તેજસથી પરિગત=પ્રકાશથી યુક્ત, લોચનોને આલાદક, વિવેકવાળા જીવોને ખુશ કરનારું, પ્રગટ થતું “મારા વડે તમે રક્ષણ કરાયા, મારા વડે તમે રક્ષણ કરાયા” એ પ્રમાણે બોલતું, એક બાળકનું રૂ૫ હર્ષપૂર્વક ભગવાનના મુખને જોતું સર્વની આગળ રહ્યું. તેટલામાં તેના અતુમાર્ગથી જ=જે માર્ગથી તે બાળક નીકળ્યો તે માર્ગથી જ, વર્ણથી કૃષ્ણ, આકારથી બીભત્સ, આવોને ઉદ્વેગનો હેતુ, તે પ્રમાણે જ બીજું બાળકનું રૂપ નીકળ્યું જે પ્રમાણે પ્રથમ બાળક નીકળ્યો તેમ, અને તેનાથી=બીજા બાળકમાંથી, તેના આકાર રૂપને ધારણ કરનાર જ=બીજા બાળકના આકાર રૂપ ધારણ કરનાર જ, પ્રકૃતિથી ક્લિષ્ટતર અન્ય પણ ત્રીજું બાળકનું રૂપ નીકળ્યું અને વધવા માટે આરંભ થયો, તેથીeત્રીજું બાળક વધવા માંડ્યું તેથી, શુક્લડિંભરૂપ એવા પ્રથમ બાળક વડે મસ્તકમાં હસ્તતલના પ્રહારને આપીને વધતા એવા તેને નિવારણ કરીને પ્રકૃતિથી ધારણ કરાયું અને ભગવાનના અનુગ્રહથી આચાર્યના પરિમંડલથી, તે બંને પણ કૃષ્ણબાળકો બહાર નીકળ્યાં. ત્યારપછી ભગવાન વડે કહેવાયું આચાર્ય વડે કહેવાયું, હે ભદ્ર ! જે તમારા વડે ચિંતવન કરાયું જે પ્રમાણે અમારા વડે વિપરીત આચરણ કરાયું એ પ્રમાણે ચિંતવન કરાયું, ત્યાંeતે કૃત્યના વિષયમાં, તમારા વડે વિષાદ કરવો જોઈએ નહીં, જે કારણથી તમારો આ દોષ નથી, સ્વરૂપથી તમે નિર્મળ છો, તેઓ વડે કહેવાયું – હે! ભગવન્! વળી કોનો આ દોષ છે? ભગવાન કહે છે શુક્લરૂપની પછી તમારા શરીરમાંથી નીકળેલું જે આ કૃષ્ણવર્ણવાળું બાળકનું રૂપ છે એનો આ દોષ છે, તેઓએ=ઋજુઆદિ ચારેય જણાએ, કહ્યું હે ભગવન્! આ કયા કામવાળું છે? ભગવાન વડે કહેવાયું, આ અજ્ઞાન કહેવાય છે. તેઓ વડે કહેવાયું, જે આ અજ્ઞાનમાંથી પ્રગટ થયેલું બીજું કૃષ્ણવિંભરૂપ છે અને આ શુક્લરૂપ બાળક વડે આસ્ફોટન કરીને વધતું ધારણ કરાયું એ કયા નામવાળું છે? ભગવાન કહે છે, આ ‘પાપ' છે. તેઓ=ઋજુઆદિ ચારે, કહે છે. વળી, આ શુક્લ-ડિંભરૂપનું શું કામ છે ? ભગવાન વડે કહેવાયું. આ ‘માર્ગવ' કહેવાય છે. તેથી=ભગવાને તે શુક્લડિંભનું સ્વરૂપ બતાવ્યું તેથી, તેઓ=ઋજુઆદિ ચારેય, કહે છે, હે ભગવાન ! કેવા પ્રકારનું આ અજ્ઞાન છે. અને કેવી રીતે અજ્ઞાનથી આ પાપ થયું? કયા કારણથી આ આર્જવ વડે વધતું એવું આ પાપ ધારણ કરાયું=પકડી રખાયું? આ પ્રકારે સર્વ વિસ્તારથી અમે સાંભળવાને ઇચ્છીએ છીએ.
ભગવાન કહે છે જો તમને પાપાદિ સર્વને જાણવાની ઈચ્છા છે તો તમે સાંભળો –
Page #144
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચ કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૨૩
अज्ञानमाहात्म्यम्
શ્લોક :
यत्तावदिदमज्ञानं, युष्मदेहाद्विनिर्गतम् । एतदेव समस्तस्य, दोषवृन्दस्य कारणम् ।।१।।
અજ્ઞાનનું માહાભ્યા શ્લોકાર્થ :
જે આ અજ્ઞાન તમારા દેહથી નીકળ્યું એ જ સમસ્ત દોષવૃંદનું કારણ છે. IIII શ્લોક :
अनेन वर्तमानेन, शरीरे जन्तवो यतः ।
कार्याकार्यं न जानन्ति, गम्यागम्यं च तत्त्वतः ।।२।। શ્લોકાર્ચ -
શરીરમાં રહેલા એવા આના દ્વારા=અજ્ઞાન દ્વારા, જીવો જે કારણથી કાર્ય-અકાર્યને જાણતા નથી. તત્વથી ગમ્યાગઓને જાણતા નથી. ||રા
શ્લોક :
भक्ष्याभक्ष्यं न बुध्यन्ते, पेयापेयं च सर्वथा । अन्धा इव कुमार्गेण, प्रवर्त्तन्ते ततः परम् ।।३।।
શ્લોકાર્ચ -
ભક્ષ્યાભર્યાને જાણતા નથી. અને સર્વથા પેયાપેયને જાણતા નથી. તેથી આંધળાઓની જેમ અજ્ઞાનથી કુમાર્ગ વડે અત્યંત પ્રવર્તે છે. ll3II શ્લોક :
ततो निबध्य घोराणि, कर्माण्यकृतशम्बलाः ।
भवमार्गे निरन्तेऽत्र, पर्यटन्ति सुदुःखिताः ।।४।। શ્લોકાર્ચ -
તેથી ઘોરકમને બાંધીને અકૃતશંબલવાળા=ભાતા વગરના અંતે આ ભવમાર્ગમાં સુદુઃખિત ભટકે છે. III
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
अज्ञानमेव सर्वेषां रागादीनां प्रवर्त्तकम् ।
स्वकार्ये भोगतृष्णाऽपि, यतोऽज्ञानमपेक्षते ।।५।।
શ્લોકાર્થ ઃ
અજ્ઞાન જ સર્વરાગાદિઓનો પ્રવર્તક છે. સ્વકાર્યમાં ભોગતૃષ્ણા પણ જે કારણથી અજ્ઞાનની અપેક્ષા રાખે છે=સમ્યક્ દૃષ્ટિઆદિ જીવોને પણ ભોગતૃષ્ણા થાય છે ત્યારે ભોગને અનુકૂલ યત્ન કરે છે તેમાં ઘણું જ્ઞાન હોવાથી પાપપ્રવૃત્તિને શિથિલ કરે છે, તોપણ ભોગની ઈચ્છાથી ભોગની પ્રવૃત્તિકાળમાં જે યત્ન થાય છે તેમાં અજ્ઞાનની અપેક્ષા છે. પા
શ્લોક ઃ
अज्ञानविरहेणैव, भोगतृष्णा निवर्त्तते । कथञ्चित्संप्रवृत्ताऽपि, झटित्येव निवर्त्तते । । ६ ।
શ્લોકાર્થ :
અજ્ઞાનના વિરહથી જ ભોગતૃષ્ણા નિવર્તન પામે છે. કોઈક રીતે સંપ્રવૃત્ત પણ ઝટ જ નિવર્તન પામે છે=જેઓને આત્માના નિરાકુલસ્વભાવનો તે પ્રકારે સ્પષ્ટ બોધ છે તેના બળથી તે સ્વભાવમાં સહજવર્તી શકે તેવા છે તેઓમાં આત્માના નિરાકુલ સ્વભાવને અનુકૂળ સૂક્ષ્મબોધના બાધક એવા અજ્ઞાનનો વિરહ હોવાથી ભોગતૃષ્ણા સંપ્રવૃત્ત થાય તોપણ આ ભોગતૃષ્ણા આત્મા માટે કંટકની જેમ પીડાતુલ્ય છે, તેવો બોધ થવાથી પ્રતિપક્ષના ભાવન દ્વારા તરત જ નિવર્તન પામે છે. II9I
શ્લોક ઃ
सर्वज्ञः सर्वदर्शी च, निर्मलोऽयं स्वरूपतः ।
अज्ञानमलिनो ह्यात्मा, पाषाणान्न विशेष्यते ॥ ७ ॥
શ્લોકાર્થ ઃ
સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વરૂપથી નિર્મલ એવો આ આત્મા ખરેખર અજ્ઞાનથી મલિન પાષાણથી વિશેષ નથી=પાષાણ સમાન છે. II૭||
શ્લોક ઃ
याः काश्चिदेव मर्त्येषु, निर्वाणे च विभूतयः । अज्ञानेनैव ताः सर्वा, हताः सन्मार्गरोधिना ।।८।।
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :મર્યલોકમાં અને નિર્વાણમાં જે કોઈ વિભૂતિઓ છે તે સર્વ વિભૂતિઓ સન્માર્ગરોધી એવા અજ્ઞાન વડે જ હરણ કરાઈ છે. III શ્લોક :
अज्ञानं नरको घोरस्तमोरूपतया मतम् ।
अज्ञानमेव दारिद्र्यमज्ञानं परमो रिपुः ।।९।। શ્લોકાર્થ :
અજ્ઞાન તમોરપપણાને કારણે ઘોરનરક મનાય છે, અજ્ઞાન જ દારિદ્ય છે, અજ્ઞાન પરમશનું છે. II૯ll શ્લોક :
अज्ञानं रोगसंघातो, जराऽप्यज्ञानमुच्यते ।
જ્ઞાન વિપ સર્વા, અજ્ઞાનં મરઘાં મતમ્ પારા શ્લોકાર્ચ -
અજ્ઞાન રોગનો સંઘાત છે, જરા પણ અજ્ઞાન કહેવાય છે, અજ્ઞાન સર્વ વિપદો છે આપત્તિઓ છે, અજ્ઞાન મરણ કહેવાયું છે; કેમ કે અનંત મરણનું બીજ છે. ||૧૦|| શ્લોક :
अज्ञानविरहे नैष, घोरः संसारसागरः ।
अत्रापि वसतां पुंसां, बाधकः प्रतिभासते ।।११।। શ્લોકાર્ધ :
અહીં પણ વસતા પુરુષને સંસારમાં વસતા પુરુષને, અજ્ઞાનનો વિરહ હોતે છતે આ ઘોર સંસારસાગર બાધક પ્રતિભાસ થતો નથી. ll૧૧|| શ્લોક :
याः काश्चिदप्यवस्थाः स्युर्याश्चोन्मार्गप्रवृत्तयः ।
यच्चासमञ्जसं किञ्चिदज्ञानं तत्र कारणम् ।।१२।। શ્લોકાર્ય :
જે કોઈ પણ અવસ્થા થાય જીવને પ્રતિકૂળ અવસ્થા થાય, અને જે કોઈ ઉન્માર્ગની પ્રવૃત્તિઓ થાય અને જે કંઈ અસમંજસ છે તેમાં અજ્ઞાન કારણ છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જીવો સંસારમાં સુખ અર્થે પ્રવૃત્તિ કરે છે છતાં અકસ્માત કોઈક અનર્થો ઉત્પન્ન થાય છે તેવી અવસ્થાની પ્રાપ્તિ પ્રત્યે જીવનું અજ્ઞાન જ કારણ છે. આથી જ ધનઉપાર્જન અર્થે પ્રયત્ન કરવા જાય છતાં પોતાનો કયો પ્રયત્ન ધનઉપાર્જનનું કારણ થશે અને ક્યો પ્રયત્ન નિષ્ફળ થશે તેનું જ્ઞાન નહીં હોવાથી ધનઅર્જનનો યત્ન કરીને પણ ધનહાનિની અવસ્થાને તે જીવો પ્રાપ્ત કરે છે. વળી, ઉન્માર્ગની સર્વ પ્રવૃત્તિઓ અજ્ઞાનથી જ થાય; કેમ કે તે પ્રવૃત્તિથી પોતાને નરકાદિ પ્રાપ્ત થશે તેવો સ્પષ્ટ બોધ હોય તો કોઈ જીવ તે પ્રવૃત્તિ કરે નહીં અને જીવ જે કંઈ અસમંજસ કરે છે તેના પ્રત્યે તેનું અજ્ઞાન જ કારણ છે. II૧શા શ્લોક :
त एव हि प्रवर्त्तन्ते, पापकर्मसु जन्तवः ।
प्रकाशाच्छादकं येषामेतच्चेतसि वर्त्तते ।।१३।। શ્લોકાર્ય :
તે જ જીવો પાપકર્મોમાં પ્રવર્તે છે જેઓના ચિત્તમાં પ્રકાશનું આચ્છાદક આ અજ્ઞાન, વર્તે છે. I૧all
શ્લોક :
येषां पुनरिदं चित्ताद्धन्यानां विनिवर्त्तते । शुभ्रीभूतान्तरात्मानस्ते सदाचारवर्तिनः ।।१४।। वन्द्यास्त्रिभुवनस्यापि, भूत्वा भावितमानसाः ।
अशेषकल्मषोन्मुक्ता, गच्छन्ति परमं पदम् ।।१५।। युग्मम् શ્લોકાર્ચ -
ધન્ય એવા જેઓના ચિત્તથી આ=અજ્ઞાન, નિવર્તન પામે છે, શુભ્રીભૂત અંતરાત્માવાળા સદાચારમાં વર્તનારા તેઓ ત્રિભુવનને પણ વન્ધ થઈને ભાવિતમાનસવાળા અશેષ કલ્મષથી ઉન્મુક્ત થયેલા=સંપૂર્ણ કર્મરૂપી કાદવથી મુક્ત થયેલા પરમપદમાં જાય છે II૧૪-૧૫ શ્લોક -
एतच्चाज्ञानमत्रार्थे, सर्वेषां भवतां समम् ।
संजातं तेन दोषोऽयमस्यैव न भवादृशाम् ।।१६।। શ્લોકાર્થ :
અને આ અજ્ઞાન આ અર્થમાંત્રમુગ્ધ અને અકુટિલાના અનાચાર રૂપ અર્થમાં તેના વડે તે અજ્ઞાન વડે, સર્વ એવા તમને સમાન થયું, આ દોષ અજ્ઞાનનો જ છે, તમારા જેવાનો–સ્વરૂપથી નિર્મલ એવા તમારો નથી. II૧૬ll
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
डिम्भरूपमनेनैव, द्वितीयं पापनामकम् ।
सर्वत्र जन्यते तस्मादत्रापि जनितं किल ।।१७।। શ્લોકાર્ચ -
આનાથી જ=અજ્ઞાન રૂપ પ્રથમ બાળકથી જ, બીજું પાપનામનું વિંભરૂપ સર્વત્ર ઉત્પન્ન થાય છે=સંસારી સર્વ જીવોમાં ઉત્પન્ન થાય છે, તે કારણથી અહીં પણ તમારા વિષયમાં પણ, ખરોખર ઉત્પન્ન થયું છે. ll૧૭ના શ્લોક :
एतद्धि सर्वदुःखानां, कारणं वर्णितं बुधैः ।
उद्वेगसागरे घोरे, हठादेतत्प्रवर्त्तकम् ।।१८।। શ્લોકાર્ચ -
આકપાપરૂપ બીજું બાળક, બુધપુરુષોએ સર્વદુઃખોનું કારણ વર્ણન કર્યું છે. ઘોર ઉદ્વેગ સાગરમાં આ પાપ, હઠથી પ્રવર્તક છે=જીવોને પ્રવર્તક છે=જે જીવોમાં આ પાપરૂપ બાળક ઉત્પન્ન થાય છે તે હઠથી તે જીવોને ઘોર ઉદ્વેગ ઉત્પન્ન કરાવવાના કારણભૂત નરકાશિમાં પ્રવર્તક છે. ll૧૮II શ્લોક :
मूलं संक्लेशजालस्य, पापमेतदुदाहृतम् ।
न कर्त्तव्यमतः प्राज्ञैः, सर्वं यत्पापकारणम् ।।१९।। શ્લોકાર્ચ -
સંક્લેશ જાલનું મૂલ આ પાપ કહેવાયું છે આથી પ્રાજ્ઞપુરુષે જે પાપનું કારણ છે તે સર્વ કરવું જોઈએ નહીં. ll૧૯ll.
કયા પાપનાં કારણો છે તે બતાવે છે – શ્લોક :
हिंसानृतादयः पञ्च, तत्त्वाश्रद्धानमेव च ।
क्रोधादयश्च चत्वार, इति पापस्य हेतवः ।।२०।। શ્લોકાર્ધ :હિંસા, અસત્યાદિ પાંચ=પોતાના આત્માના ભાવપ્રાણના રક્ષણને અનુકૂળ અહિંસાદિ પાંચ ભાવો છે તેનાથી વિપરીત હિંસાદિ ભાવો પાપના હેતુઓ છે. તત્વનું અશ્રદ્ધાન, ક્રોધાદિ ચાર એ પાપના હેતુ છે. ર૦ll
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
वर्जनीयाः प्रयत्नेन, तस्मादेते मनीषिणा ।
ततो न जायते पापं, तस्मानो दुःखसंभवः ।।२१।। શ્લોકાર્થ :
તે કારણથી=હિંસાદિ ભાવો પાપના હેતુઓ છે તે કારણથી, બુદ્ધિમાન પર આ હિંસાદિ, પ્રયત્નથી વર્જન કરવા જોઈએ. તેનાથી–હિંસાદિ પાપના હેતુઓના વર્જનથી, પાપ થતું નથી, તેનાથી=પાપના અભાવથી દુઃખનો સંભવ નથી. પુરા શ્લોક :
युष्माकं पुनरज्ञानाज्जातं पापमिदं यतः ।
अज्ञानमेव सर्वेषां, हिंसादीनां प्रवर्तकम् ।।२२।। શ્લોકાર્ય :
વળી, અજ્ઞાનને કારણે તમોને આ પાપ થયું પરપુરુષના સેવનરૂપ પાપ થયું. જે કારણથી હિંસાદિ સર્વનું અજ્ઞાન જ પ્રવર્તક છે. રિચા
आर्जवकार्यम् બ્લોક :
वर्द्धमानमिदं पापमार्जवेन निवारितम् । यदत्र कारणं सम्यक्, कथ्यमानं निबोधत ।।२३।।
આર્જવનું કાર્ય શ્લોકાર્ધ :
વધતું એવું આ પાપ તમારા વડે સેવાયેલું વધતું એવું આ પાપ, આર્જવાથી તમારામાં વર્તતી આર્જવ પરિણતિથી, નિવારણ કરાયું. જે કારણથી અહીં આર્જવાથી પાપ નિવારણ કરાયું એમાં, સમ્યમ્ કહેવાતું કારણ તમે સાંભળો. ર૩|| શ્લોક :
आर्जवं हि स्वरूपेण, शुद्धाशयकरं परम् । वर्द्धमानमतः पापं, वारयत्येव देहिनाम् ।।२४।।
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હિં=જે કારણથી, સ્વરૂપથી આર્જવ પરમ શુદ્ધાશયને કરનારું છે. આથી આર્જવ શુદ્ધાશયને કરનારું છે આથી, જીવોના વધતા પાપને વારણ જ કરે છે. ll૨૪ll શ્લોક :
एतच्चार्जवमत्रार्थे, सर्वेषां वर्त्तते समम् ।
अज्ञानजनितं पापं, युष्माकममुना जितम् ।।२५।। શ્લોકાર્ય :
અને આ અર્થમાં તમારા સેવાયેલા પાપના અર્થમાં આ આર્જવ સર્વોને સમાન વર્તે છે. તમારું અજ્ઞાનજનિત પાપ આના વડે આર્જવ વડે, જિતાયું. રપો શ્લોક :
रक्षितानि मया यूयमत एव मुहुर्मुहुः ।
सहर्षमेतदाचष्टे, डिम्भरूपं स्मिताननम् ।।२६।। શ્લોકાર્થ :
આથી જ તમે મારા વડે રક્ષણ કરાયેલા છો, સ્મિતમુખવાળું ડિમ્મરૂપ આ બાળક વારંવાર સહર્ષ કહે છે. રકI શ્લોક :
धन्यानामार्जवं येषामेतच्चेतसि वर्त्तते ।
अज्ञानादाचरन्तोऽपि, पापं ते स्वल्पपापकाः ।।२७।। શ્લોકાર્ચ - ધન્ય એવા જેઓના ચિત્તમાં આ આર્જવ વર્તે છે. તેઓ અજ્ઞાનથી પાપને આચરતા પણ સ્વલ્પપાપવાળા છે. ll૨૭ી. શ્લોક :
यदा पुनर्विजानन्ति, ते शुद्धं मार्गमञ्जसा ।
तदा विधूय कर्माणि, चेष्टन्ते मोक्षवम॑नि ।।२८।। શ્લોકાર્ચ -
જ્યારે વળી, તેઓ શુદ્ધમાર્ગને શીઘ જાણે છે, ત્યારે કમનું ધૂનન કરીને મોક્ષમાર્ગમાં ચેષ્ટા કરે છે. ર૮II
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
आर्जवेन ततो धन्यास्ते शुभ्रीभूतमानसाः ।
निर्मलाचारविस्ताराः, पारं गच्छन्ति संसृतेः ।।२९।। શ્લોકાર્ચ - તેથીઃકર્મનું ધૂનન કરીને મોક્ષમાર્ગમાં વર્તે છે તેથી, આર્જવાથી શુભીભૂત માનસવાળા ધન્ય એવા તેઓ માયા વગરના આચારના વિસ્તારવાળા સંસ્કૃતિના=સંસારના, પારને પામે છે. ર૯ll. શ્લોક :
तदेवंविधभावानां, भद्राणां बुध्यतेऽधुना ।
अज्ञानपापे नि य, सम्यग्धर्मनिषेवणम् ।।३०।। શ્લોકાર્થ :
તે કારણથી તમારામાં આર્જવ પ્રગટ થયો છે તે કારણથી, આવા પ્રકારના ભાવવાળા ભદ્ર એવા તમોને હવે અજ્ઞાન અને પાપને દૂર કરીને સમ્યક્ ધર્મના નિસેવનનો બોધ થાય છે. II3ol
ऋजुराजादीनां दीक्षा શ્લોક :
उपादेयो हि संसारे, धर्म एव बुधैः सदा । विशुद्धो मुक्तये सर्वं, यतोऽन्यद् दुःखकारणम् ।।३१।।
ઋજુરાજા આદિની દીક્ષા શ્લોકાર્ચ -
દિ જે કારણથી, સંસારમાં બધો વડે સદા મુક્તિ માટે વિશુદ્ધ એવો ધર્મ જ ઉપાદેય છે. જે કારણથી અન્ય સર્વ ધર્મના સેવનથી અન્ય સર્વ, દુઃખનું કારણ છે. ll૧૧ શ્લોક :
अनित्यः प्रियसंयोग, इहेाशोकसंकुलः ।
अनित्यं यौवनं चापि, कुत्सिताचरणास्पदम् ।।३२।। શ્લોકાર્ચ - અહીં=સંસારમાં, ઈર્ષ્યા શોકથી સંકુલ યુક્ત, પ્રિયનો સંયોગ અનિત્ય છે અર્થાત્ પ્રિયનો
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સંયોગ અન્યને ઈર્ષ્યા કરાવે અને વિયોગ થાય તો શોક કરાવે તેવા પરિણામથી યુક્ત છે તેથી પ્રિયનો સંયોગ અનિત્ય છે. અને વળી, કૃત્રિત આચરણાનું સ્થાન એવું યૌવન પણ અનિત્ય છે કામની કૃત્સિત ચેષ્ટા કરાવે તેવું યૌવન અનિત્ય છે. ||રા શ્લોક :
अनित्याः संपदस्तीव्रक्लेशवर्गसमुद्भवाः ।
अनित्यं जीवितं चेह, सर्वभावनिबन्धनम् ।।३३।। શ્લોકાર્ચ -
તીવ ક્લેશના સમુદાયથી ઉદ્ભવ થયેલી સંપત્તિઓ અનિત્ય છે ધનઅર્જન રક્ષણ આદિ તીવક્લેશના સમુદાયથી પ્રાપ્ત થયેલી સંપત્તિઓ અનિત્ય છે. અને અહીં સંસારમાં, સર્વભાવોનું કારણ એવું જીવિત=ભોગવિલાસ, આનંદ, પ્રમોદાદિ સર્વવિલાસનું કારણ એવું જીવિત, અનિત્ય છે. Il33ll શ્લોક :
पुनर्जन्म पुनर्मृत्युहीनादिस्थानसंश्रयः । पुनः पुनश्च यदतः, सुखमत्र न विद्यते ।।३४।।
શ્લોકાર્ધ :
ફરી જન્મ ફરી મૃત્યુ હીનાદિ સ્થાનના આશ્રયવાળું છે. અને જે કારણથી ફરી ફરી છે=જન્મમૃત્યુ ફરી ફરી છે. આથી, અહીં=સંસારમાં, સુખ વિધમાન નથી. ll૩૪ll શ્લોક :
प्रकृत्याऽसुन्दरं ह्येवं, संसारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता, क्वचिदास्था विवेकिनाम् ? ।।३५ ।। मुक्त्वा धर्मं जगद्वन्द्यमकलङ्क सनातनम् ।
परार्थसाधकं धीरैः, सेवितं शीलशालिभिः ।।३६।। युग्मम् શ્લોકાર્ય :
આ રીતે સંસારમાં સર્વ જ પ્રકૃતિથી અસુંદર છે. આથી અહીં સંસારમાં, હે જીવ! તું કહે, જગતવન્દ, અકલંક, સનાતન, પરાર્થને સાધનાર, શીલશાલી એવા પુરુષોથી સેવાયેલા એવા ધર્મને છોડીને વિવેકીઓને શું આસ્થા ક્યાંય યુક્ત છે?=વિવેકીને આ ભવસામગ્રી અને સુખી રાખશે એ પ્રકારનો વિશ્વાસ ક્યાંય યુક્ત છે? અર્થાત્ યુક્ત નથી. એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જેટલા ઉત્તમપુરુષો છે તેઓ ધર્મને વંદન કરે છે. તેથી ધર્મ જગતથી વન્ય છે. વળી, આત્માની નિર્મળતાનું એક કારણ હોવાથી અકલંક છે, સનાતન છે, સદા યોગ્ય જીવોમાં વિદ્યમાન રહેનારા છે અને જે જીવોમાં ધર્મ પ્રગટ થાય છે તે જીવો બીજાના હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરનારા બને છે, તેથી ધર્મ પરાર્થસાધક છે. અને જેઓ શીલગુણથી અલંકૃત છે તેવા ધીરપુરુષોથી ધર્મ સેવાયેલો છે, તે જ ધર્મ દુર્ગતિઓમાંથી પડતા જીવોનું રક્ષણ કરનાર છે, સદ્ગતિઓમાં સ્થાપન કરનાર છે, અને સુખની પરંપરાની વૃદ્ધિ દ્વારા પૂર્ણસુખને પ્રાપ્ત કરાવનાર છે. l૩૫-૩૬ાા શ્લોક :
ततो भागवतं वाक्यं, श्रुत्वेदममृतोपमम् ।
संसारवासात्तैः सर्वैः, स्वं स्वं चित्तं निवर्तितम् ।।३७।। શ્લોકાર્ચ -
તેથી અમૃતની ઉપમાવાળું ભગવાનનું આ વાક્ય સાંભળીને સર્વ એવા તેઓ વડે સંસારના વાસથી પોતપોતાનું ચિત્ત નિવર્તન કરાયું. ll૧૭ી શ્લોક :
राजाऽऽह क्रियते सर्वं, यदादिष्टं महात्मना ।
प्रगुणाऽऽह महाराज! किमद्यापि विलम्ब्यते ।।३८।। શ્લોકાર્ચ -
રાજા કહે છે, જે મહાત્મા વડે આદિષ્ટ કરાયું તે સર્વ કરાય. પ્રગુણા કહે છે, હે મહારાજ ! કેમ હજી પણ વિલંબ કરાય છે. ll૧૮II શ્લોક :
चारु चारूदितं तात! सम्यगम्ब! प्रजल्पितम् ।
युक्तमेतदनुष्ठानं, मुग्धेनैवं प्रभाषितम् ।।३९।। શ્લોકાર્થ :
હે પિતા ! સુંદર સુંદર કહેવાયું. હે માતા ! સમ્યમ્ બોલાયું, આ અનુષ્ઠાન યુક્ત છે, એ પ્રમાણે મુગ્ધ વડે બોલાયું. ll૩૯ll શ્લોક :
हर्षोत्फुल्लसरोजाक्षी तथापि गुरुलज्जया । तदुक्तं बहु मन्वाना, वधूर्मीनेन संस्थिता ।।४०।।
Page #154
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
હર્ષથી પ્રફૂલ્લિત થયાં છે કમલરૂપી નેત્ર જેનાં એવી=અત્યંત હર્ષિત થયેલી, તોપણ ગુરુલજ્જાથી=માતા-પિતાની લજ્જાથી, તેમનું કહેલું બહુ માનતી વધૂ મૌન રહી. II૪૦||
ततः पतितानि चत्वार्यपि भगवच्चरणयोः । ऋजुराजेनोक्तं वत्स ! संपादयामो यदादिष्टं भगवता, भगवानाह - उचितमिदं भवादृशां भव्यानाम्, ततः पृष्टो भगवानेव प्रशस्तदिनं राज्ञा, भगवतोक्तंअद्यैव शुद्ध्यतीति, ततस्तत्रस्थेनैव नरेन्द्रेण दापितानि महादानानि, कारितानि देवपूजनानि, स्थापितः शुभाचाराभिधानः स्वतनयो राज्ये, जनितो नागरिकजनानां चित्तानन्द इति ।
૧૩૩
ત્યારબાદ ચારેયનો ભગવાનના ચરણમાં નમસ્કાર. ત્યારપછી ચારેય પણ ભગવાનના ચરણમાં પડ્યાં, ઋજુરાજા વડે કહેવાયું, હે વત્સ ! અમે સંપાદન કરીએ જે ભગવાન વડે કહેવાયું છે. ભગવાન કહે છે તમારા જેવા ભવ્ય જીવોને આ ઉચિત છે, તેથી ભગવાનને જ રાજા વડે પ્રશસ્ત દિવસ પુછાયો, ભગવાન વડે કહેવાયું આજે જ શુદ્ધ છે=દિવસ શ્રેષ્ઠ છે. એથી ત્યારપછી=મહાત્માએ દિવસશુદ્ધિ કરી ત્યારપછી, ત્યાં રહેલા જ રાજા વડે મહાદાન અપાયાં, દેવપૂજા કરાવાઈ, શુભાચાર નામનો પોતાનો પુત્ર રાજ્યમાં સ્થાપન કરાયો. નગરના લોકોના ચિત્તમાં આનંદ ઉત્પન્ન કરાયો.
શ્લોક ઃ
ततो नर्व कर्त्तव्यं प्रव्रज्याकरणोचितम् ।
गुरुणार्पित सद्भावं दीक्षितं च चतुष्टयम् ॥ १ ॥
શ્લોકાર્થ :
ત્યારપછી પ્રવ્રજ્યાકરણને ઉચિત કર્તવ્યનું સંપાદન કરીને અર્પિત સદ્ભાવવાળા ચારેય ગુરુ વડે દીક્ષિત કરાયા. ||૧||
શ્લોક ઃ
ततस्ते कृष्णरूपे द्वे, डिम्भे तूर्णं पलायिते ।
शुक्लरूपं पुनस्तेषां प्रविष्टं तनुषु क्षणात् ।।२।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી કૃષ્ણરૂપ તે બંને બાળકો તરત પલાયમાન થયા. વળી, શુક્લરૂપ તેઓના શરીરમાં ક્ષણમાં પ્રવેશ પામ્યું. IIII
તે ચારેય મહાત્માઓના શરીરમાંથી નીકળેલું અજ્ઞાન અને સંસાર પ્રત્યેના સંશ્લેષરૂપ પાપ પલાયમાન થયાં. અને આર્જવના પરિણામરૂપ શુક્લબાળક શરીરમાં પ્રવેશ્યું તેથી સરળપ્રકૃતિથી તે ચારેય મહાત્માઓ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભગવાનના વચનના રહસ્યને પ્રાપ્ત કરીને સરળભાવથી અનાદિનાં પાપોના ભાવોનું ઉમૂલન કરે તેવા સંયમના પરિણામમાં પ્રવર્તુમાન પ્રકૃતિવાળા થયા. ભાવાર્થ :
વિચક્ષણા અને કાલજ્ઞ ધર્મદેશના સાંભળીને સમ્યક્ત પામે છે અને પોતે આચરેલા પાપની શુદ્ધિ અર્થે મહાત્માને પૂછે છે તે સાંભળીને ઋજુ રાજા આદિ ચારેય જણાને પણ ભગવાને કહેલો સદ્ધર્મ અત્યંત પ્રીતિકર લાગ્યો અને પોતે જે અજ્ઞાનને વશ પાપ કરેલું તેનો પશ્ચાત્તાપનો વિશુદ્ધ અધ્યવસાય પ્રગટે છે. આથી જ તે ચારેય જીવો આ વ્યંતરયુગલે અમારું શીલ નાશ કર્યું તે પ્રમાણે વિચારીને તેના પ્રત્યે કોપિત થતા નથી. પરંતુ પોતે જે જે પ્રકારે મૂઢતાને વશ વિપરીત પ્રવૃત્તિ કરી છે તેનો જ વિચાર કરે છે અને પોતાની તે અનુચિત પ્રવૃત્તિ માટે પ્રાયશ્ચિત્ત લેવાનો પરિણામ થાય છે. તે વખતે તેઓના શરીરમાંથી આર્જવ નામનું બાળક નીકળે છે, કેમ કે તે ચારેય જીવોનો મતિજ્ઞાનનો ઉપયોગ આર્જવ પરિણામથી યુક્ત હતો તેથી સરળભાવથી પોતાના પાપને પાપરૂપે વિચારી શકે તેવો તેમનો ઉપયોગ હતો અને તે જ બાળકરૂપે બહાર નીકળેલ છે તેમ બતાવેલ છે. વળી, ત્યારપછી ચારેય જીવોમાંથી જ કૃષ્ણરૂપ બાળક નીકળ્યું જે અજ્ઞાનરૂપ હતું, તેથી એ પ્રાપ્ત થાય કે તે ચારેયમાં જે આર્જવ પરિણામ પ્રગટ્યો તેનાથી અજ્ઞાનને વશ જે અત્યાર સુધી સંસારમાં રહીને તેઓ પાપ કરતા હતા અને ત્યારપછી વિશેષ પ્રકારના તે વ્યંતરયુગલના સંબંધથી જે પાપ થયું તે સર્વની નિષ્પત્તિનું કારણ તેઓમાં અજ્ઞાનનો પરિણામ હતો અને મહાત્માની દેશના સાંભળીને તેઓને ભવ નિર્ગુણ જણાય છે, નિષ્પાપ જીવન સારરૂપ જણાય છે. તેથી સમ્યજ્ઞાન પ્રગટ થયું તે કારણે સંસારમાં ભોગવિલાસ કરવાની મનોવૃત્તિરૂપ જે અજ્ઞાન હતું તે બહાર નીકળે છે. અને તે વ્યંતરયુગલ જ્યારે અકુટિલા અને મુગ્ધનું રૂપ કરે છે ત્યારે અમે બે થયા એ પ્રકારનું વિશિષ્ટ અજ્ઞાન પ્રગટ્યું અને તેના કારણે અનાચારરૂપ તે પાપ પ્રવર્ધમાન થયું, તેથી અજ્ઞાનમાંથી સંસારની વાસનારૂપ પાપ નીકળ્યું અને તે પ્રવર્ધમાન થતું હતું તેમ કહેલ છે અને આર્જવ પરિણામરૂપ ડિંભે મુઠ્ઠી મારીને તેને અટકાવ્યું તેમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય છે અનાચારને કરાવનારું જે કર્મ વધતું હતું તે શાંત થયું અને ઋજુરાજા અને પ્રગુણા રાણીને પણ જે મિથ્યાભિમાનને કારણે પુત્ર અને પુત્રવધૂની જે અનાચારની પ્રવૃત્તિમાં અનુમતિ હતી તે રૂપ પાપ દૂર થાય છે. વળી, તે અજ્ઞાનરૂપ બાળક અને પાપરૂપ બાળક ભગવદ્ અનુગ્રહથી બહાર જઈને બેઠા તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનની સન્મુખ બેઠેલા તે ઋજુરાજા વગેરે ચારેયના ચિત્તમાં સંસારના સેવનરૂપ પાપનો પરિણામ તે વખતે નિવર્તન પામે છે અને સંસારમાં સારબુદ્ધિ હતી તે રૂપ અજ્ઞાનનો પરિણામ નિવર્તન પામે છે અને મહાત્માના વચનાનુસાર સમ્યગૂ જ્ઞાન અને સંયમને અભિમુખ નિષ્પાપ પરિણતિ થાય તેવો જ્ઞાનનો પરિણામરૂપ મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે. તેથી તેઓમાંથી અજ્ઞાન બહાર નીકળ્યું અને તેઓમાં જે ભોગવિલાસ કરવાની મનોવૃત્તિરૂપ પાપ હતું તે જ પાપ વ્યંતરયુગલના સંબંધને કારણે તે પાપ વધતું હતું તે તેઓના અજ્ઞાનમાંથી નીકળેલું વૃદ્ધિ પામતું પાપ હતું અને તેઓના આર્જવ ભાવને કારણે જે પશ્ચાત્તાપ થાય છે તેથી તેઓનું તે પાપ વૃદ્ધિ પામતું અટક્યું; છતાં જ્યાં સુધી
Page #156
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૩૫ સંયમનો પરિણામ ઉલ્લસિત થયો નથી ત્યાં સુધી ભોગવિલાસનો પરિણામ ઉલ્લસિત કરાવે તેવું અજ્ઞાન અને તે અજ્ઞાનજન્ય ભોગવિલાસરૂપ પાપ પણ તેઓના ચિત્તમાં ફરી ઊઠે તે રીતે તે મહાત્માના અવગ્રહની બહાર જઈને તેઓની રાહ જોતું બેઠેલું હતું અને જ્યારે તે ચારેય જીવોને સંયમનો પરિણામ ઉઠ્યો ત્યારે તેઓનું અજ્ઞાન અને તેઓનું પાપ તેઓના શરીરમાં પ્રવેશ કરવાને બદલે ચાલ્યું જાય છે. આથી જ સંયમગ્રહણ કર્યા પછી તે અજ્ઞાન અને તે પાપ તેઓના શરીરમાં પ્રવેશ કરવાને બદલે પલાયન થયું અને આર્જવ પરિણામરૂપ તે બાળક તેઓના શરીરમાં પ્રવેશ પામ્યું તેથી સરળ પ્રકૃતિવાળા એવા તેઓ આત્મવંચના કર્યા વગર ભગવાનના શાસનના સૂક્ષ્મ પદાર્થોને જાણશે, નિષ્પાપ જીવન ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને વીતરાગતાનું કારણ બનશે તે રીતે સેવશે, તે સર્વની પુષ્ટિ કરનારો તે આર્જવ પરિણામ તેઓના મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપે રહેશે જેનાથી તેઓને સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થશે. વળી, તે મહાત્માએ તે ચારેય જીવોને જે ઉપદેશ આપ્યો તેનાથી એ ફલિત થાય કે સંસાર નિર્ગુણ ભાસ્યા પછી, પાપ પાપ સ્વરૂપે જણાયા પછી મહાત્માએ તેઓને કહ્યું તે ધર્મ જ ઉપાદેય છે. અને વિશુદ્ધ ધર્મ મોક્ષનું કારણ છે, અન્ય સર્વ પ્રવૃત્તિઓ દુઃખનું કારણ છે. વળી, સંસારના સર્વ સંબંધો અનિત્ય છે. સંસારમાં જન્મ-મરણનો પ્રવાહ અનાદિનો છે તેથી ધર્મને છોડીને વિવેકીએ કંઈ કરવું જોઈએ નહિ ઇત્યાદિ જે મહાત્માએ ઉપદેશ આપ્યો તે ઉપદેશ જ શ્રોતાની બુદ્ધિ અનુસાર સંક્ષેપથી કે વિસ્તારથી આપવો જોઈએ, જેથી યોગ્ય જીવોને ધર્મ પ્રત્યેનો પક્ષપાત દઢ-દઢતર થાય અને ગુણસંપન્ન એવા ગીતાર્થ પુરુષ પાસે રહીને તે જીવો ધર્મ પણ તે રીતે જ સેવે કે જેથી પ્રતિદિન સંસાર પ્રત્યેના સંગનો પરિણામ ક્ષીણ-ક્ષીણતર થાય અને અસંગભાવને અનુકૂળ ચિત્ત ધર્મથી વાસિત થાય, તો જ શક્તિ અનુસાર સ્વીકારાયેલ સર્વવિરતિ કે દેશવિરતિ ધર્મ સફળ થાય. આથી જ કાલજ્ઞ અને વિચક્ષણાને પણ મહાત્માએ તે પ્રકારનો ઉપદેશ આપ્યો કે જેથી તેઓને પણ જન્માંતરમાં વિશુદ્ધતર ચારિત્રની પ્રાપ્તિ થાય. તેથી જીવોની ચિત્તભૂમિકાને અનુરૂપ ઉચિત ઉપદેશ આપવામાં આવે તો અવશ્ય તે જીવો સંસારના ઉચ્છેદને અનુકૂળ સત્ત્વવાળા બને છે. શ્લોક :
कालज्ञेन ततश्चित्ते, सभार्येण विचिन्तितम् । पश्याहो धन्यताऽमीषां, सुलब्धं जन्मजीवितम् ।।३।।
શ્લોકાર્ય :
ત્યારપછી ભાર્યાસહિત કાલજ્ઞ વડે ચિત્તમાં વિચાર કરાયો. અહો ! આમની=ઋજુઆદિ ચારેયની ધન્યતા જુઓ, જન્મજીવિત સુલબ્ધ છે=સુંદર છે. llal શ્લોક :
एतैर्भागवती दीक्षा, यैः प्राप्ता पुण्यकर्मभिः । दुरन्तोऽप्यधुना मन्ये, तैस्तीर्णोऽयं भवोदधिः ।।४।।
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
જે આમના વડે=જુઆદિ ચારેય વડે, પુણ્યકર્મ દ્વારા મોહનાશને અનુકૂળ મહાવીર્ય ઉલ્લસિત કરે તેવા ક્ષયોપશમભાવવાળા પુણ્યકર્મ દ્વારા, દીક્ષા પ્રાપ્ત કરાઈ, તેઓ વડે હવે દુરંત એવો આ ભવોદધિ=ભવરૂપી સમુદ્ર, તીર્ણ છે. એમ હું માનું છું. llll શ્લોક :
चारित्ररत्नादेतस्मात्संसारोत्तारकारणात् ।
वयं तु देवभावेन, व्यर्थकेनाऽत्र वञ्चिताः ।।५।। શ્લોકાર્ચ -
વળી વ્યર્થ એવા દેવાભાવથી અહીં=સંસારમાં અમે સંસારના ઉત્તારના કારણ એવા આ ચારિત્રરત્નથી વંચિત છીએ. પી.
कालज्ञविचक्षणयोर्वार्तालापः શ્લોક :
અથવાमिथ्यात्वोद्दलनं यस्मादस्माभिरपि साम्प्रतम् । કુર્તમં વિવટfમ:, પ્રાપ્ત થવસ્વમુત્તમમ્ પાદરા
કાલજ્ઞ અને વિચક્ષણાનો વાર્તાલાપ શ્લોકાર્ચ -
અથવા=વિચક્ષણા સહિત કાલજ્ઞ અથવાથી વિચારે છે. જે કારણથી ભવકોટિથી દુર્લભ મિથ્યાત્વના ઉદ્દલનરૂપ ઉત્તમ એવું સમ્યકત્વ અમારા વડે પણ હમણાં પ્રાપ્ત કરાયું છે. llll શ્લોક :
अतोऽस्ति धन्यता काचिदस्माकमपि सर्वथा ।
नरो दारिद्र्यभाङ् नैव, लभते रत्नपुञ्जकम् ।।७।। શ્લોકાર્ય :
આથી=સમ્યકત્વ પ્રાપ્ત કરાયું છે. આથી, અમારી પણ કંઈક ધન્યતા છે સર્વથા દરિદ્રને ભજનારો નર રત્નના પુજને પ્રાપ્ત કરતો નથી જ અર્થાત્ રત્નના પુંજ જેવું સમ્યક્ત અને પ્રાપ્ત કર્યું છે માટે અમે ધન્ય છીએ. Il૭ી.
Page #158
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ततः सहर्षी तौ सूरेः, प्रणम्य चरणद्वयम् ।
तेनानुशिष्टौ स्वस्थानं, संप्राप्तौ देवदम्पती ।।८।। શ્લોકાર્ચ -
ત્યારપછી હર્ષસહિત તે બંનેનકાલજ્ઞ અને વિચક્ષણા બંને, સૂરિના ચરણને પ્રણામ કરીને તેમનાથી અનુશાસનને પામેલાં-તે સૂરિ દ્વારા હવે પછી સખ્યત્ત્વના રક્ષણ માટે શું કરવું ઉચિત છે તેના અનુશાસનને પામેલાં, દેવદંપતી સ્વસ્થાને ગયાં. દા. શ્લોક :
प्रविष्टा भोगतृष्णाऽपि, शरीरे गच्छतोस्तयोः । शुद्धसम्यक्त्वमाहात्म्यात्, केवलं सा न बाधिका ।।९।।
શ્લોકાર્ધ :
સ્વસ્થાને જતાં એવાં તે બેનાં શરીરમાં ભોગતૃષ્ણા પણ પ્રવેશ પામી=સૂરિ પાસે હતાં ત્યારે સૂરિના વચનથી ભાવિતમતિવાળાં હોવાને કારણે અવિરતિ આપાદક કર્યો હોવા છતાં તે કર્મો ભોગતૃષ્ણાને અભિમુખ ન હતાં. પરંતુ સૂરિના વચનથી ઉપદષ્ટિતત્વને અભિમુખ હતાં તેથી ભોગતૃષ્ણાની પરિણતિ ચિત્તવૃત્તિમાં ન હતી. દેહથી બહિર્ રહેલી હતી. તે જ્યારે સૂરિના ઉપદેશથી વાસિત હોવા છતાં દેવભવને અભિમુખ પ્રવૃત્તિવાળાં થાય છે ત્યારે અવિરતિ આપાદક કર્મના ઉદયને જન્ય ભોગતૃષ્ણા તેઓની ચિત્તવૃત્તિમાં પ્રવેશ પામે છે. કેવલ શુદ્ધ સમ્યક્ત્વના માહાભ્યથીeતે સૂરિના વચનથી પ્રગટ થયેલા તત્વને સ્પષ્ટ જોનારા શુદ્ધ સખ્યત્વના માહાભ્યથી, તે=ભોગતૃષ્ણા, બાધક ન હતી-ચિત્તની આકુળતા કરે તેવી ન હતી, પરંતુ વિવેકપૂર્વક ભોગશક્તિને ક્ષીણ કરે તેવી સંવેગસારા ભોગતૃષ્ણા હતી માટે બાધક ન હતી. II૯ll શ્લોક :
विचक्षणाऽऽह कालज्ञमन्यदा रहसि स्थिता । आर्यपुत्र! यदा दृष्टा, त्वयाऽहं कृतवञ्चना ।।१०।। तदा किं चिन्तितम् ? सोऽपि, स्वाभिप्रायं न्यवेदयत् ।
विचक्षणाऽऽह सत्यस्त्वं, कालज्ञ इति गीयसे ।।११।। શ્લોકાર્થ :
અન્યદા એકાંતમાં રહેલી વિચક્ષણા કાલજ્ઞને કહે છે, હે આર્યપુત્ર ! જ્યારે તારા વડે હું કૃતવંચનાવાળી જોવાઈ ત્યારે શું વિચારાયું? વળી, તે પણ કાલજ્ઞ પણ, પોતાના અભિપ્રાયને નિવેદન કરે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છે–પૂર્વમાં બતાવેલ જે પ્રમાણે કાલજ્ઞએ ચિંતવન કરેલ તે પ્રકારના પોતાના અભિપ્રાયને સરળભાવથી કહે છે, વિચક્ષણા કહે છે ખરેખર સત્ય તું કાલજ્ઞ એ પ્રમાણે કહેવાય છે. II૧૦-૧૧] શ્લોક -
तेनापि पृष्टा सोवाच, पर्यालोचं तदातनम् ।
कालज्ञः प्राह सत्यैव, त्वमप्यत्र विचक्षणा ।।१२।। શ્લોકાર્ધ :
તેના વડે પણ=કાલજ્ઞ વડે પણ, પુછાયેલી તે વિચક્ષણા, ત્યારનું પર્યાલોચન=પૂર્વમાં કહ્યું તે પ્રકારનું વખતનું પર્યાલોચન, કહે છે, કાલજ્ઞ કહે છે તે પણ ખરેખર આ વિષયમાં સત્ય વિચક્ષણ છો. ૧થી શ્લોક -
यतः कालविलम्बेन, क्रियमाणेन वल्लभे ! ।
भोगा भुक्ताः स्थिता प्रीतिर्जातं नाकाण्डविड्वरम् ।।१३।। શ્લોકાર્થ :
જે કારણથી કરાતા કાલવિલંબનથી હે પ્રિય ! ભોગો ભોગવાયા તે વખતે અકુટિલા અને મુગ્ધ સાથે ભોગો ભોગવાયા, પ્રીતિ રહી=આપણી પરસ્પરની પ્રીતિ રહી, અકાંડ બનાવ થયો નથી તે વખતે આવેગને વશ કંઈક કર્યું હોત તો અકાંડ બનાવ થવાનો પ્રસંગ હતો તે થયો નહીં. ll૧૩. શ્લોક :
प्राप्तो धर्मो नृपादीनामुपकारः कृतो महान् ।
તત: વાર્તાવિશ્વોડડ્યું, પતિતોડત્યર્થનાવયો: ૨૪ શ્લોકાર્ચ -
ધર્મ પ્રાપ્ત થયો, રાજા વગેરેનો મહાન ઉપકાર કરાયો, તેથી આ કાલવિલંબ આપણા બંનેને અત્યંત ફલિત થયો. II૧૪ll.
શ્લોક :
विचक्षणाऽऽह को वाऽत्र? सन्देहो नाथ ! वस्तुनि । किं वा न जायते चारु, पर्यालोचितकारिणाम? ।।१५।।
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - વિચક્ષણા કહે છે. આમાં=આપણા બેને કાલવિલંબ ફલિત થયો એમાં, શું સંદેહ છે? અર્થાત્ સંદેહ નથી. હે નાથ ! વસ્તુમાં પર્યાલોચિત કરનારાઓને શું સુંદર થતું નથી અર્થાત્ કોઈક તેવો પ્રસંગ આવે ત્યારે માર્ગાનુસારી બુદ્ધિથી પર્યાલોચિત કરનારા જીવોને સર્વ પ્રકારનું સુંદર થાય છે. ll૧૫II. શ્લોક :
ततः प्रीतिसमायुक्ती, संजातौ देवदम्पती ।
सद्धर्मलाभादात्मानं, मन्यमानौ कृतार्थकम् ।।१६।। શ્લોકાર્ય :
તેથી સદ્ધર્મના લાભથી પોતાને કૃતાર્થ માનતાં દેવદંપતી પ્રીતિથી યુક્ત થયાં. ll૧૬ll શ્લોક -
इदं पुत्र! मया तुभ्यं, कथितं मिथुनद्वयम् ।
संदिग्धेऽर्थे विलम्बेन, कालस्य गुणभाजनम् ।।१७।। શ્લોકાર્ચ - ' હે પુત્ર ! મારા વડે–સામાન્યરૂપા વડે, તને-મધ્યમબુદ્ધિને, આ મિથુનદ્રય કહેવાયું. સંદિગ્ધ અર્થમાં કાલના વિલંબથી ગુણનું ભાજન છે.
મધ્યમબુદ્ધિમાં વર્તતાં મધ્યમ પ્રકારનાં કર્મો પ્રસ્તુત દૃષ્ટાંત દ્વારા તેને કાલનું વિલંબન સંદિગ્ધ અર્થમાં ગુણનું ભાન છે તેમ બતાવીને સ્પર્શન સાથેની મૈત્રી ઉચિત છે, તેમ માનવું અથવા મનીષી કહે છે કે સ્પર્શન શત્રુ છે તેમ માનવું એ રૂપ સંદિગ્ધ અર્થમાં કાલનું વિલંબન લેવું ઉચિત છે તેમ મધ્યમબુદ્ધિ નિર્ણય કરે છે. II૧૭ના શ્લોક :
ततश्चसंदिग्धेऽर्थे विधातव्या, भवता कालयापना ।
पश्चाद् बहुगुणं यच्च, तदेवाङ्गीकरिष्यते ।।१८।। શ્લોકાર્ય :
અને તેથી=સંદિગ્ધ અર્થમાં કાલવિલંબન ઉચિત છે તેથી, સંદિગ્ધ અર્થમાં તારા વડે=મધ્યમબુદ્ધિ વડે, કાલથાપના કરવી જોઈએ=કાલવિલંબન કરવું જોઈએ, અને પાછળથી જે બહુગુણવાળું છે તે જ અંગીકાર કરાશે. ll૧૮.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
मध्यमबुद्धिराह-यदाऽऽज्ञापयत्यम्बा - ततो मनीषिणो वाक्यं, स्मरतो नास्य जायते । प्रीतिबन्धो दृढं तत्र, स्पर्शने भाववैरिणि ।।१९।।
શ્લોકાર્ધ :
મધ્યમદ્ધિ કહે છે જે માતા આજ્ઞાપન કરે છે. તેથી=પોતાની માતાના વચનનું અનુસરણ મધ્યમબુદ્ધિ કરે છે તેથી, મનીષીના વાક્યને સ્મરણ કરતા આને મનીષીએ કહ્યું કે આ સ્પર્શન આપણો શત્રુ છે તે વાક્યનું સ્મરણ કરતા એવા મધ્યમબુદ્ધિને, ભાવવૈરી એવા તે સ્પર્શનમાં દઢ પ્રીતિનો બંધ થતો નથી કંઈક પ્રીતિ થાય છે તોપણ અત્યંત પ્રીતિ થતી નથી. II૧ના શ્લોક :
बालालापैः पुनस्तत्र, स्नेहबुद्धिः प्रवर्त्तते ।
दोलायमानोऽसौ चित्ते, कुरुते कालयापनाम् ।।२०।। શ્લોકાર્ચ -
વળી, ત્યાં=સ્પર્શનમાં, બાલના આલાપો વડે સ્નેહબુદ્ધિ પ્રવર્તે છે, ચિતમાં દોલાયમાન એવો આ=મધ્યમબુદ્ધિ, કાલથાપનાને કરે છે. ll૨૦]
अकुशलमालायाः योगशक्तिः શ્લોક :
इतश्च तेन बालेन, सा प्रोक्ता जननी निजा । M! સંલયાત્મીથે, યોગવિનં મને સારા
અકુશલમાલાની યોગશક્તિ શ્લોકાર્ચ -
અને આ બાજુ તે બાલ વડે પોતાની માતા કહેવાઈ. હે અંબા ! તું મને પોતાની યોગશક્તિનું બલ બતાવ. I૨૧II
શ્લોક :
तयोक्तं दर्शयाम्येषा, पुत्र! त्वं संमुखो भव । ततः सा ध्यानमापूर्य, प्रविष्टा तच्छरीरके ।।२२।।
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તેણી વડે કહેવાયુ=અકુશલમાલા વડે બાલને કહેવાયું, આ હું બતાવું છું, હે પુત્ર! તું સન્મુખ થા તું મારી શક્તિને જોવાને સન્મુખ થા=અકુશલકર્મો વિપાકમાં આવે તે પ્રકારના પરિણામને સન્મુખ થા, ત્યારપછી તે=અકુશલમાલા, ધ્યાનનું પૂરણ કરીને તેના શરીરમાં પ્રવેશ પામી=અકુશલકમ વિપાકને અભિમુખ થાય તેવો બાલનો સન્મુખભાવ થયો ત્યારે અકુશલકર્મો વિપાકને અભિમુખ થવાથી બહારની ચિત્તવૃત્તિ તે પ્રકારનાં અશુભકાર્યો કરે તેવા પરિણામને અભિમુખ થાય છે. llરરા શ્લોક :
अथाऽकुशलमालायाः, प्रवेशानन्तरं पुनः ।
स बालः स्पर्शनेनापि, गाढं हर्षादधिष्ठितः ।।२३।। શ્લોકાર્ચ -
હવે અકુશલમાલાના પ્રવેશ પછી તે બાલ સ્પર્શનથી પણ હર્ષના અતિશયથી ગાઢ અધિષ્ઠિત થયો. ૨૩ll શ્લોક :
ततः शरीरे तौ तस्य, वर्त्तमानौ क्षणे क्षणे ।
अभिलाषं मृदुस्पर्श, कुरुतस्तीव्रवेदनम् ।।२४।। શ્લોકાર્ચ -
ત્યારપછી તેના શરીરમાં વર્તતા એવા તે બે ક્ષણે ક્ષણે મૃદુપર્શના વિષયમાં અભિલાષરૂપ તીવ્ર વેદનાને કરે છે–અકુશલકર્મનો ઉદય અને સ્પર્શનની ઈચ્છાને આપાદન કરે એવા કષાયોનો ઉદય તે બાલને મદુસ્પર્શ વિષયમાં અભિલાષરૂપ તીવ્ર વેદના કરે છે જે કષાયની વિહ્વળતા સ્વરૂપ છે. ર૪ શ્લોક :____ परित्यक्तान्यकर्त्तव्यस्तावन्मात्रपरायणः ।
स बालः सुरतादीनि, दिवा रात्रौ च सेवते ।।२५।।
શ્લોકાર્ય :
પરિત્યક્ત અન્ય કર્તવ્યવાળો તેટલા માત્રમાં પરાયણ-મૃદુસ્પર્શના સુખના અનુભવ માત્રમાં તત્પર, તે બાલ દિવસ અને રાત્રે સ્ત્રીઓ આદિને સેવે છે. રિપો
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
कुविन्दडोम्बमातङ्गजातीयास्वपि तद्वशः ।
अतिलौल्येन मूढात्मा, ललनासु प्रवर्त्तते ।।२६।। શ્લોકાર્થ :
તેને વશ થયેલોગસ્પર્શનના અભિલાષને વશ થયેલો અતિલોત્યથી મૂઢાભા એવો બાલ કુવિન્દ, ડુંબ, માતંગ જાતીયવાળી પણ સ્ત્રીઓમાં પ્રવર્તે છેકઅત્યંત નિમ્ન જાતિવાળી સ્ત્રીઓમાં પણ કામને વશ પ્રવર્તે છે. Dરકા. શ્લોક :
ततोऽकर्त्तव्यनिरतं, सत्कर्त्तव्यपराङ्मुखम् ।
तं बालं सकलो लोकः, पापिष्ठ इति निन्दति ।।२७।। શ્લોકાર્ચ -
તેથી અકર્તવ્યમાં નિરત સત્કર્તવ્યથી પરામ્બુખ તે બાલને ‘પાપિષ્ઠ' એ પ્રમાણે સકલ લોક નિંદા કરે છે. ll૨૭ી શ્લોક :
अज्ञोऽयं गतलज्जोऽयं, निर्भाग्यः कुलदूषणः । स एवं निन्द्यमानोऽपि, मन्यते निजचेतसि ।।२८।। स्पर्शनाम्बाप्रसादेन, ममास्ति सुखसागरः ।
लोको यद्वक्ति तद्वक्तुं, किमेतज्जल्पचिन्तया ।।२९।। શ્લોકાર્ચ -
આ અજ્ઞ છે, આ લજ્જા વિનાનો છે, નિર્ભાગ્ય છે, કુલનું દૂષણ છે.” આ પ્રમાણે નિંદા કરાતો પણ તે બાલ પોતાના ચિત્તમાં સ્પર્શન અને માતાના પ્રસાદથી મને સુખસાગર છે એમ માને છે, લોકો જે કહે તે કહો, આ જ૫ની ચિંતાથી શું?=લોકોની આ પ્રકારની નિંદાથી શું? એ પ્રકારે બાલ ચિત્તમાં માને છે, એમ અન્વય છે. ૨૮-૨૯II શ્લોક -
अथाऽकुशलमालाऽपि, निर्गत्य परिपृच्छति । कीदृशी मामिकी जात! योगशक्तिर्विभाति ते? ।।३०।।
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
હવે અકુશલમાલા પણ નીકળીને દેહમાંથી બહાર નીકળીને, પૂછે છે – હે પુત્ર ! કેવા પ્રકારની મારી યોગશક્તિ તને ભાસે છે ? ll3oll શ્લોક :
स प्राहानुगृहीतोऽस्मि, निर्विकल्पोऽहमम्बया ।
सुखसागरमध्येऽत्र, यथाऽहं संप्रवेशितः ।।३१।। શ્લોકાર્થ :
તે કહે છે=બાલ માતાને કહે છે – માતાથી હું નિર્વિકલ્પ અનુગૃહીત છું=નિશ્ચિત અનુગૃહીત છું, જે પ્રમાણે અહીં=ભોગની પ્રવૃત્તિમાં, હું સુખસાગરમાં સંપ્રવેશ કરાવાયો. [૩૧]
પૂર્વમાં અકુશલમાલા જ્યારે તેના દેહમાં પ્રવેશે છે ત્યારે તે બાલનાં અકુશલકર્મો વિપાક સન્મુખ થઈને તેને અત્યંત નિન્દ એવી કામવૃત્તિને પ્રગટ કરે છે અને સાથે સ્પર્શનપરિણામ આપાદક કર્મ પણ વિપાકમાં હોવાથી સ્પર્શનેન્દ્રિય વિષયક મતિજ્ઞાનનો ઉપયોગ પણ ગાઢ સ્પર્શનની ઇચ્છાવાળો તે અકુશલકર્મોના ઉદયથી યુક્ત મતિજ્ઞાનના ઉપયોગરૂપે પ્રવર્તે છે, તેથી બાળ જીવમાં કામમાત્રમાં તીવ્ર સારબુદ્ધિ થાય છે. જેનાથી લોકમાં નિન્દ એવી પણ સર્વ અનુચિત પ્રવૃત્તિઓ કરે છે, પોતાની અનુચિત પ્રવૃત્તિથી લોકોની નિંદાની પણ અવગણના કરીને તીવ્ર કામાસક્ત થઈને પ્રવર્તે છે, તે સર્વ અકુશલકર્મો વિપાકમાં વર્તતાં હોવાથી થયેલો પરિણામ હતો અને જ્યારે તે બાલ તે અકુશલકર્મોના વિપાકથી થયેલા સુખનો વિચાર કરે છે ત્યારે તે અકુશલકર્મો બહાર નીકળીને તેની સાથે વાર્તાલાપ કરે છે, જેથી તે અકુશલકર્મોના કાર્યની બાલ પ્રશંસા કરે છે તે પ્રકારે અહીં કહેલ છે. શ્લોક :
अन्यच्चाम्ब! त्वया नित्यं, मदनुग्रहकाम्यया ।
न मोक्तव्यं शरीरं मे, यावज्जीवं स्वतेजसा ।।३२।। શ્લોકાર્ચ -
અને બીજું હે માતા ! તારા વડે નિત્ય મારા અનુગ્રહની કામનાથી માવજીવ સ્વતેજથી મારું શરીર મુકાવું જોઈએ નહીં–બાલ પોતાનાં અકુશલકર્મોથી પ્રેરાઈને ઈચ્છે છે કે સદા આવા પ્રકારની કામની ઉત્કટ લાલસા મને સદા પ્રાપ્ત થાઓ તે સ્વરૂપ જ બતાવવા અર્થે કહે છે કે હું જીવું ત્યાં સુધી અકુશલકમ પોતાના તેજથી મારામાં સદા વર્તે. II3રચા શ્લોક :
થાડશનમાનાડડદ, યજુર્ગે વત્સ! રોયતે | तदेव सततं कार्य, मया मुक्तान्यचेष्टया ।।३३।।
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
—
હવે અકુશલમાલા કહે છે હે વત્સ ! જે તને રુચે છે તે જ અન્ય ચેષ્ટા ત્યાગ કરાઈ છે એવી મારા વડે સતત કરવા યોગ્ય છે. II33II
શ્લોક ઃ
स्वाधीनां तां निरीक्ष्यैवं, बालेन परिचिन्तितम् । સામગ્રી સર્વસાધિજા ।।૪।।
स्पर्शनोऽपि ममायत्तः,
શ્લોકાર્થ :
આ રીતે=શ્લોક-33માં માતાએ કહ્યું એ રીતે, સ્વાધીન એવી તેણીને જોઈને, બાલ વડે વિચારાયું સ્પર્શન પણ મને આધીન છે=માતા તો આધીન છે પરંતુ સ્પર્શન પણ આધીન છે. સામગ્રી સર્વ સાધક છે=સ્પર્શન અને અકુશલમાલા એ રૂપ સુખની સામગ્રી મારા સર્વ પ્રકારનાં કાર્યોની સાધિકા છે. ।।૩૪।।
શ્લોક :
अहो मे धन्यता लोके, नास्त्यतो बत मादृशः ।
ततोऽसौ गाढहष्टात्मा, स्वानुरूपं विचेष्टते ।। ३५।।
શ્લોકાર્થ :
અહો, મારી લોકમાં ઘન્યતા છે. આથી ખરેખર મારા જેવો કોઈ નથી. તેથી ગાઢ હર્ષવાળો એવો આ સ્વઅનુરૂપ વિપરીત ચેષ્ટા કરે છે અર્થાત્ જે પ્રકારની સ્ત્રીઓમાં ગાઢ આસક્તિ થાય છે તે રૂપ વિપરીત ચેષ્ટા કરે છે. II૩૫]I
શ્લોક ઃ
अथ निन्दापरे लोके, स्नेहविह्वलमानसः । लोकापवादभीरुत्वान्मध्यबुद्धिः प्रभाषते ।। ३६ ।।
શ્લોકાર્થ :
હવે નિંદામાં તત્પર લોક હોતે છતે=બાલની અનુચિત ચેષ્ટા જોઈને લોકો બાલની નિંદા કરનારા હોતે છતે, લોકના અપવાદનું ભીરુપણું હોવાથી સ્નેહવિલ્વલ માનસવાળો મધ્યમબુદ્ધિ=પોતાના ભાઈ એવા બાલ પ્રત્યે સ્નેહને કારણે તેની નિંદાથી વિહ્વળ થયેલા માનસવાળો મધ્યમબુદ્ધિ, કહે છે. II39II
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
શ્લોકાર્થ ઃ
:
बाल ! नो युज्यते कर्त्तुं तव लोकविरुद्धकम् ।
अगम्यगमनं निन्द्यं, सपापं कुलदूषणम् ।। ३७ ।।
હે બાલ ! તને નિન્ય, સપાપ કુલનું દૂષણ એવું અગમ્યસ્ત્રીઓનું ગમન એ રૂપ લોક વિરુદ્ધ કરવું ઘટતું નથી. I|39||
શ્લોક ઃ
=
स प्राह विप्रलब्धोऽसि, नूनं मित्र ! मनीषिणा ।
સ્વર્ગે વિવર્ત્તમાન માં, નેક્ષસે થમન્યથા? ।।૮।।
શ્લોકાર્થ
તે=બાલ, કહે છે. ખરેખર હે મિત્ર ! મનીષી વડે તું ઠગાયેલો છે, અન્યથા=મનીષીથી જો તું ઠગાયેલો ન હોય તો, સ્વર્ગમાં વર્તતા એવા મને કેમ જોતો નથી ? ।।૩૮।।
શ્લોક ઃ
:
૧૪૫
'जातिदोषेण, कोमलं ललनादिकम् ।
ये मूढा नेच्छन्ति ते महारत्नं, मुञ्चन्ति स्थानदोषतः । । ३९।।
શ્લોકાર્થ
જે મૂઢ જાતિદોષથી=આ હલકી જાતિની છે ઇત્યાદિ દોષથી, કોમલ સ્ત્રીને ઈચ્છતા નથી તેઓ સ્થાનના દોષથી=આ ઉકરડામાં પડેલું છે એ પ્રકારના સ્થાનના દોષથી, મહારત્નને મૂકે છે. II3EII
શ્લોક ઃ
तदाकर्ण्य ततश्चित्ते, कृतं मध्यमबुद्धिना ।
नैष प्रज्ञापनायोग्यो, व्यर्थो मे वाक्परिश्रमः ।।४० ।।
શ્લોકાર્થ ઃ
તેને સાંભળીને=બાલને સાંભળીને, ત્યારપછી ચિત્તમાં મધ્યમબુદ્ધિ વડે કરાયું=સંકલ્પન કરાયું, આ=બાલ, પ્રજ્ઞાપના=સમજાવવા યોગ્ય નથી. મારો વાણીનો પરિશ્રમ વ્યર્થ છે. II૪૦ા
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
वसन्तस्वरूपम् શ્લોક :
एवं च तिष्ठतां तेषां, बालमध्यमनीषिणाम् । अथान्यदा समायातो, वसन्तः कृतमन्मथः ।।४१।।
વસંતઋતુનું સ્વરૂપ શ્લોકાર્ચ -
અને આ રીતે=બાલ પોતાની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરે છે મધ્યબુદ્ધિ અને મનીષી પોતાની બુદ્ધિ અનુસાર પ્રવૃત્તિ કરે છે એ રીતે, તે બાલ, મધ્યમ, મનીષી રહે છતે હવે, અન્યદા કર્યો છે કામનો વિકાર જેણે એવો વસંત આવ્યો. ૪૧ શ્લોક :
संजाताः काननाभोगाः, सुमनोभरपूरिताः ।
भ्रमभ्रमरझङ्कारतारगीतमनोहराः ।।४२।। શ્લોકાર્ચ -
ભમતા ભમરાઓના ઝંકારના તારના ગીતથી મનોહર સુંદર સુંગધથી પૂરિત, બગીચાઓ થયા. II૪૨II શ્લોક :
कामिनीहृदयानन्ददायकं प्रियसन्निधौ ।
विजृम्भते वनान्तेषु, केकिकोकिलकूजितम् ।।४३।। શ્લોકાર્થ :
પ્રિયની સમીપમાં સ્ત્રીઓના હૃદયને આનંદ આપનાર મોર અને કોયલના કૂજિત=અવાજ, વનની અંદર=બગીચાઓમાં વિલાસ કરે છે. ll૪૩ શ્લોક :
प्रोत्फुल्लकिंशुकाग्रेषु, पुष्पभारोऽतिरक्तकः ।
वियोगदलितस्त्रीणां, पिशितप्रकरायते ।।४४।। શ્લોકાર્ચ -
ખીલેલા કિંશુક વૃક્ષના અગ્રભાગમાં અતિશય લાલ રંગવાળો પુપનો ભાર વિયોગથી દલિત થયેલી સ્ત્રીઓને પીડાના જેવું આચરણ કરે છે. ll૪૪ll
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
मञ्जयः सहकाराणामामोदितदिगन्तराः ।
हष्टा वसन्तराजेन, धूलिक्रीडां प्रकुर्वते ।।४५।। શ્લોકાર્ચ -
સુગંધિત કર્યા છે દિશાના અંતર જેણે એવી, વસંતરાજથી વસંતઋતુથી હર્ષિત થયેલી સહકાર વૃક્ષોની મંજરીઓ ધૂલિક્રીડાને કરે છે. ૪પII શ્લોક :
देवकिन्नरसम्बन्धिमिथुनैः कथिता वने ।
भ्रमेण नाकान्मर्त्यस्य, तदानीं रमणीयता ।।४६।। શ્લોકાર્ચ - દેવ-કિન્નર સંબંધી મિથુનો વડે વનમાં ભ્રમણથી સ્વર્ગથી મર્યલોક્ની રમણીયતા કહેવાઈ. l૪૬ો. શ્લોક :
वल्लयों निर्भरी, भूता बद्धा दोला गृहे गृहे ।
मदनोद्दीपने मन्दं, प्रवृत्तो मलयानिलः ।।४७।। શ્લોકાર્ચ -
લતાવેલડીઓ અતિશયવાળી થઈ, ઘરે ઘરે હીંચકા બંધાયા, મદનને ઉદીપિત કરનાર મંદ મલય પર્વતનો પવન પ્રવૃત થયો. ૪૭ી શ્લોક :
अथेदृशे वसन्तेऽसौ, सह मध्यमबुद्धिना ।
क्रीडार्थं निर्गतो बालः, कामकालप्रमोदितः ।।४८।। શ્લોકાર્ય :
હવે આવા પ્રકારના વસંતમાં કામકાલથી પ્રમોદિત થયેલો આ બાલ મધ્યમબુદ્ધિ સાથે ક્રીડા માટે નીકળ્યો. ll૪૮II
बालकृतदेवशय्योपभोगः
શ્લોક :
जनन्या देहवर्तिन्या, संयुक्तः स्पर्शनेन च । गतो लीलाधरं नाम, सोद्यानं नन्दनोपमम् ।।४९।।
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બાલ વડે કરાયેલ દેવશયાનો ઉપભોગ
શ્લોકાર્ય :
દેહવર્તી એવી અકુશલમાલારૂપ માતા વડે અને સ્પર્શન વડે સંયુક્ત એવો તે બાલ નંદનના ઉપમાવાળા લીલાધર નામના ઉધાનમાં ગયો. II૪૯ll
શ્લોક :
तस्यास्ति मध्यभूभागे, शुभ्रशृङ्गो महालयः । जनतानयनानन्दः, प्रासादस्तुगतोरणः ।।५०।।
બ્લોકાર્ય :
તેના મધ્ય ભૂભાગમાં–તે ઉધાનના મધ્ય ભૂભાગમાં, સુંદર શિખરવાળો, મોટા વિસ્તારવાળો, લોકોના નયનને આનંદ કરનારો, ઊંચા તોરણવાળો પ્રાસાદ છે. II૫oll શ્લોક :
कामिनीहृदयालादकारको रतिवत्सलः ।
નઃ પ્રતિષ્ઠિતસ્તત્ર, તેવો મરવેતનઃ સાપા શ્લોકાર્ય :
કામિનીના હૃદયને આસ્લાદને કરનારો રતિનો વત્સલ રતિનો પતિ, મકરકેતન નામનો દેવ કામદેવ નામનો દેવ, ત્યાં-આવાસમાં, લોકો વડે પ્રતિષ્ઠિત કરાયો. પ૧TI શ્લોક -
इतश्च तस्य देवस्य, पूजासत्कारकारणम् ।
तिथिः क्रमेण संजाता, दिने तत्र त्रयोदशी ।।५२।। શ્લોકાર્ચ -
અને આ બાજુ તે દેવની પૂજા અને સત્કારનું કારણ ક્રમથી તેરસની તિથિ, ત્યાં પ્રાપ્ત થઈ. INI
બ્લોક :
कन्यका वरलाभाय, वध्वः सौभाग्यवृद्धये । दुर्भगास्तु पतिप्रेममोहेन हतमानसाः ।।५३।। मोहान्थाः कामिनोऽभीष्टयोषित्सम्बन्धसिद्धये । गृहीतार्चनिकाः कामपूजनार्थं समागता ।।५४।।
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
તે દિવસે વરની પ્રાપ્તિ માટે કન્યાઓ, સૌભાગ્યની વૃદ્ધિ માટે વધૂઓ, પતિના પ્રેમના મોહથી હણાયેલા મનવાળી દુર્ભાગ સ્ત્રીઓ, ઇષ્ટ સ્ત્રીના સંબંધની સિદ્ધિ માટે મોહથી અંધ થયેલા કામીપુરુષો ગ્રહણ કરેલી પૂજાની સામગ્રી સહ કામદેવની પૂજા માટે આવ્યાં. II૫૩-૫૪||
શ્લોક ઃ
ततो बालो महारोलं, तत्राकर्ण्य सविस्मयः ।
પ્રવિષ્ટ: જામસતાં, સદ્દ મધ્યમવ્રુદ્ધિના ।।।।
શ્લોકાર્થ ઃ
તેથી ત્યાં=તે કામના મંદિરમાં, મહારોલને=મહાકોલાહલને, સાંભળીને મધ્યમબુદ્ધિ સહિત સવિસ્મય એવા બાલે કામસદનમાં પ્રવેશ કર્યો. ।।૫।।
શ્લોક ઃ
दृष्टस्तत्र रतेर्नाथः, प्रणतो भक्तिपूर्वकम् ।
पूजितश्च प्रयत्नेन, संस्तुतो गुणकीर्त्तनैः ।। ५६ ।।
૧૪૯
શ્લોકાર્થ :
ત્યાં=કામના મંદિરમાં, ભક્તિપૂર્વક પ્રણામ કરાયેલો, પ્રયત્નથી પૂજાયેલો અને ગુણકીર્તનો વડે સ્તુતિ કરાયેલો એવો રતિનો નાથ કામદેવ જોવાયો. II૫૬
શ્લોક ઃ
अथ प्रदक्षिणां तस्य, ददानो देवसद्मनः ।
बालो ददर्श पार्श्वस्थं, गुप्तस्थाने व्यवस्थितम् ।।५७।। तस्यैव रतिनाथस्य, देवस्य कृतकौतुकम् ।
સંવાસમવનું રમ્યું, મમન્દ્રપ્રશમ્ ।૮।। મમ્ ।
શ્લોકાર્થ :
હવે તે દેવમંદિરની પ્રદક્ષિણાને આપતો ગુપ્ત સ્થાનમાં રતિનાથ એવા દેવનું કૃતકૌતુકવાળું રમ્ય મંદ મંદ પ્રકાશવાળું બાજુમાં રહેલું સંવાસભવન બાલે જોયું. II૫૭-૫૮॥
શ્લોક ઃ
कुतूहलवशेनाथ, द्वारि संस्थाप्य मध्यमम् ।
મધ્યે પ્રવિષ્ટ: સહસા, મેં વાનસ્તસ્ય સજ્જનઃ ।।।।
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
હવે કુતૂહલના વશથી દ્વારમાં મધ્યમને સ્થાપન કરીને સહસા તે બાલે તે સઘના મધ્યમાં કામદેવના સંવાસભવનની મધ્યમાં, પ્રવેશ કર્યો. Ifપ૯ll શ્લોક :
अथ तत्र सुविस्तीर्णां, सपर्यकां सतूलिकाम् । मृदूपधानसंपन्नां कोमलामलचेलिकाम् ।।६०।। सुप्तेन रतियुक्तेन, कान्तमध्यां मनोभुवा ।
स ददर्श महाशय्यां, देवानामपि दुर्लभाम् ।।६१।। युग्मम् । શ્લોકાર્ચ -
હવે, ત્યાં-કામદેવના સંવાસભવનમાં, સુવિસ્તીર્ણ, પલંગ સહિત, સતુલિકાવાળી મૃદુ ઉપધાનથી સંપન્ન, કોમલ વસ્ત્રથી ઢંકાયેલ, દેવોને પણ દુર્લભ એવી રતિથી યુક્ત સૂતેલા કામદેવ વડે મનોહર છે મધ્યભાગ એવી મહાશય્યાને તેણે જોઈ–બાલે જોઈ. II૬૦-૬૧] શ્લોક :
ततो मन्दप्रकाशत्वात, संवासभवनस्य सः ।
किमेतदिति संचिन्त्य, शय्यां पस्पर्श बालकः ।।६२।। બ્લોકાર્ય :
ત્યારપછી સંવાસભવનનું મંદ પ્રકાશપણું હોવાને કારણે આ શું છે ? એ પ્રમાણે વિચારીને તે બાલે શય્યાનો સ્પર્શ કર્યો. Iકરી શ્લોક :
इतश्चेतश्च हस्तेन, स्पृशता सुचिरं मुदा ।
ततो विभाविता तेन शय्यैषा माकरध्वजी ।।६३।। શ્લોકાર્ય :
આમતેમ હાથથી લાંબો કાળ હર્ષથી સ્પર્શ કરતા તેના વડેકબાલ વડે ત્યારપછી કામદેવ સંબંધી આ શય્યા વિભાવન કરાઈ. II3II
બ્લોક :
विचिन्तितं च तत्स्पर्शकोमल्यहतचेतसा । अहो कोमलता मन्ये, नान्यत्र भवतीदृशी ।।६४।।
Page #172
--------------------------------------------------------------------------
________________
૧પ૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
અને તેના પર્શનના કોમલ્યથી હરણ થયેલા ચિત્તવાળા બાલ વડે વિચાર કરાયો. અહો ! હું માનું છું અન્યત્ર આવા પ્રકારની કોમલતા નથી. II૬૪ll શ્લોક :
ततः शरीरवर्त्तिन्या, जनन्या स्पर्शनेन च । પ્રેર્યમાપ: સ્વછીયેન, વાપન્નેન ર ટૂષિતઃ સાદડ Tી स बालश्चिन्तयत्येवं, मानयामि यथेच्छया ।
एना कोमलिकां शय्यां, सुप्त्वाऽहं क्षणमात्रकम् ।।६६।। શ્લોકાર્ચ -
ત્યારપછી શરીરવત માતાથી અને સ્પર્શનથી પ્રેરાતો અને સ્વકીય ચાપલ્યથી દૂષિત એવો તે બાલ આ પ્રમાણે વિચારે છે.
યથા ઈચ્છાથી આ કોમળ શય્યાને ક્ષણમાત્ર સૂઈને હું અનુભવું. ll૧૫-૧૬ બ્લોક :
देवः सुप्तोऽत्र मदनो, रतियुक्तो न चिन्तितम् । अपायो देवशय्यायां, सुप्तस्येति न भावितम् ।।६७।। दृष्टस्य लाघवं लोकैरिति नैव मनः कृतम् ।
विज्ञातं नेति संपत्स्ये, हास्यो मध्यमबुद्धितः ।।६८।। युग्मम् । શ્લોકાર્ચ -
અહીં શય્યામાં, રતિયુક્ત મદનદેવ સૂતેલો છે તેનો વિચાર કરતો નથી. દેવશય્યામાં સૂતેલાને અપાય થાય છે અનર્થ થાય છે, એ પ્રમાણે ભાવિત કરાયું નહીં, લોકો વડે જોવાયેલા મારું લાઘવ છે એ પ્રમાણે મનમાં વિચાર કરાયો નહીં, મધ્યમબુદ્ધિથી હાસ્ય થશે એ જણાયું નહીં. II૬૭-૬૮II
राज्ञीस्पर्शः
શ્લોક :
अनालोच्यायतिं मोहात्, केवलं सुप्त एव सः । आरुह्य शय्यां तां दिव्यां, कृतं बालविचेष्टितम् ।।६९।।
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫ર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩/ તૃતીય પ્રસ્તાવ રાણીનો સ્પર્શ
શ્લોકાર્ધ :
મોહથી ભવિષ્યનો વિચાર કર્યા વગર કેવલ સૂઈ ગયેલા તેણે તે દિવ્ય શય્યા ઉપર ચઢીને બાલચેષ્ટિત કર્યું. ll૧૯ll શ્લોક :
ततस्तस्यां विशालायां, शय्यायां बद्धमानसः । इतश्चेतश्च कुर्वाणः, सर्वाङ्गाणि पुनः पुनः ।।७०।। अहो सुखमहो स्पर्शस्तथाऽहो धन्यता मम ।
चिन्तयनिति शय्यायां, लुठमानः स तिष्ठति ।।७१।। શ્લોકાર્ચ -
ત્યારપછી તે વિશાલ શય્યામાં બદ્ધ માનસવાળો ફરી ફરી આમતેમ સર્વ અંગોને કરતો.
અહો ! સુખ છે, અહો સ્પર્શ છે અને અહો ! મારી ધન્યતા છે, એ પ્રમાણે ચિંતવન કરતો શચ્યામાં આળોટતો તે બાલ રહે છે. II૭૦-૭૧|| શ્લોક :
इतश्च नगरे तत्र, बहिरङ्गो नृपोत्तमः ।
अन्योऽप्यस्ति महातेजाः, प्रख्यातः शत्रुमर्दनः ।।७२।। શ્લોકાર્ચ -
અને આ બાજુ તે નગરમાં બહિરંગ અન્ય પણ મહા તેજવાળો પ્રખ્યાત બુમર્દન નૃપોતમ છે. Il૭૨II શ્લોક :
तस्याऽस्ति पद्मपत्राक्षी, प्राणेभ्योऽपि सुवल्लभा ।
प्रधानकुलसंभूता, देवी मदनकन्दली ।।७३।। શ્લોકાર્ચ -
તેને તે રાજાને, પદ્મપત્રાક્ષી-કમલના પત્ર જેવા નેત્રવાળી, પ્રાણથી પણ સુવલ્લભ પ્રધાન કુલમાં ઉત્પન્ન થયેલી મદનકંદલી દેવી છે. ll૭૩IL
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ग्राहितार्चनिका सा च, परिवारेण संयुता ।
आयाता तत्र सदने, कामदेवस्य पूजिका ।।७४ ।। શ્લોકાર્ચ -
ગ્રહણ કરેલી અર્ચનિકાવાળી =કામદેવની પૂજાની સામગ્રીવાળી, પરિવાર સહિત, કામદેવની પૂજિકા એવી તે=મદનકંદલી, તે સદનમાં આવી. ll૭૪ll શ્લોક :
देवकोष्ठस्थितं सा च, संपूज्य मकरध्वजम् ।
संवासभवनस्थस्य, प्रविष्टा तस्य पूजिका ।।७५।। શ્લોકાર્ચ -
દેવકોષ્ઠમાં રહેલા મકરધ્વજને પૂજીને, સંવાસભવનમાં રહેલા તેને મકરધ્વજને, પૂજા કરનારી એવી તેણીએ પ્રવેશ કર્યો. I૭૫ll શ્લોક :
प्रविशन्तीमुदीक्ष्यासो, तां स्त्रीतिकृतनिश्चयः ।
लज्जाभयाभ्यां निश्चेष्टो, बालः काष्ठमिव स्थितः ।।७६।। શ્લોકાર્ચ -
પ્રવેશ કરતી એવી તેને મદનકંદલીને, જોઈને સ્ત્રી છે એ પ્રમાણે કૃતનિશ્ચયવાળો બાલ લજ્જા અને ભયથી કાષ્ઠની જેમ નિચેષ્ટ રહ્યો. ll૭ll શ્લોક :
ततो मन्दप्रकाशे सा, भवने मृगलोचना ।
हस्तस्पर्शेन शय्यायां, देवमर्चयते किल ।।७७।। શ્લોકાર્ચ -
ત્યારપછી મંદ પ્રકાશવાળા ભવનમાં તે મૃગલોચના=મદનકંદલી, હસ્તસ્પર્શથી શય્યામાં રહેલા દેવને ખરેખર અર્ચન કરે છે. I૭૭ી. શ્લોક -
चन्दनेन च कुर्वन्त्या, रतिकामविलेपनम् । स बालः सर्वगात्रेषु, स्पृष्टः कोमलपाणिना ।।७८।।
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
અને ચંદનથી રતિકામદેવને વિલેપનને કરતી એવી તેણીના કોમલ હાથ વડે તે બાલ સર્વ ગામોમાં સ્પર્શાયો. ||૭૮II
શ્લોક :
ततोऽकुशलमालाया, वशेन स्पर्शनस्य च ।
स बालश्चिन्तयत्येवं विपर्यासितमानसः ।।७९।। શ્લોકાર્ધ :
તેથી=મદનકંદલીએ ચંદન વડે બાલના ગામનું વિલેપન કર્યું તેથી, અકુશલમાલાના અને સાર્શનના વશથી વિપર્યાસ માનસવાળો તે બાલ આ પ્રમાણે વિચારે છે. I૭૯ll. શ્લોક :
यादृशोऽयं मृदुस्पर्शो, हस्तस्यास्यानुभूयते ।
नानुभूतो मया तादृग, जन्मन्यपि कदाचन ।।८।। શ્લોકાર્ચ -
જેવા પ્રકારનો આ મૃદુસ્પર્શ આના હાથનો અનુભવ કરાય છે, તેવા પ્રકારનો મૃદુસ્પર્શ મારા વડે જન્મમાં ક્યારેય અનુભવાયો નથી. llcoll શ્લોક :
अहो मयाऽन्यस्पर्शेषु, सौन्दर्यं कल्पितं वृथा ।
नातः परतरं मन्ये, त्रिलोकेऽप्यस्ति कोमलम् ।।८१।। શ્લોકાર્થ :
અહો! મારા વડે અન્ય સ્પર્શીમાં સૌંદર્યનું કલ્પન વૃથા કરાયું. આનાથી શ્રેષ્ઠતર કોમલ સ્પર્શ ત્રણલોકમાં પણ નથી એમ હું માનું છું. ll૮૧TI શ્લોક :
इतश्च कामदेवस्य, परिचर्यां विधाय सा ।
स्वस्थानं प्रगता काले, राज्ञी मदनकन्दली ।।८।। શ્લોકાર્ધ :
અને આ બાજુ કામદેવની પરિચર્યાને-પૂજા કરીને તે રાણી મદનકંદલી કાળે સ્વસ્થાનમાં ગઈ. II૮૨ા.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧પપ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
राजीवाञ्छा ततोऽसौ बालः कथं ममेयं स्त्री संपत्स्यत इति चिन्तया विह्वलीभूतहृदयोऽनाख्येयमन्तस्तापातिरेकं वेदयमानो विस्मृतात्मा तस्यामेव शय्यायां मुञ्चन् उष्णोष्णान् दीर्घदीर्घान् निःश्वासान् मूर्छित इव, मूक इव, मत्त इव, हृतसर्वस्व इव, ग्रहगृहीत इव, तप्तशिलायां निक्षिप्तमत्स्यक इव इतश्चेतश्च परिवर्त्तमानो विचेष्टते । ततो द्वारे वर्तमानेन मध्यमबुद्धिना चिन्तितं-अये! किमित्येष बालोऽस्मात् संवासभवनादियताऽपि कालेन न निर्गच्छति? इति, किं वा करोति? इति प्रविश्य तावनिरूपयामि, ततः प्रविष्टो मध्यमबुद्धिर्लक्षिता हस्तस्पर्शन कामशय्या, हृतमस्यापि हृदयं तत्कोमलतया, ततो विमलीभूतदृष्टिना तेन दृष्टः शय्यैकदेशे विचेष्टमानस्तदवस्थो बालः, चिन्तितमनेन-अहो किमनेनेदमकार्यमाचरितम् ? न युक्तं देवशय्यायामधिरोहणं, न खलु रतिरूपविभ्रमापि गुर्वङ्गना सतां गम्या भवति, तथेयं शय्या सुखदापि देवप्रतिमाधिष्ठितेतिकृत्वा केवलं वन्दनीया न पुनरुपभोगमर्हतीति, ततश्चोत्थापितोऽनेन बालो यावन्न किञ्चिज्जल्पति, मध्यमबुद्धिराह-अहो अकार्यमिदं, न युक्तं देवशय्यायामधिरोहणमित्यादि, तथापि न दत्तमुत्तरं बालेन ।
બાલની મદનકંદલી રાણી મેળવવાની ઈચ્છા તેથી=મદનકંદલીના સ્પર્શ પ્રત્યે ગાઢ રાગ થયેલો હતો તેથી, આ બાલ કેવી રીતે મને આ સ્ત્રી પ્રાપ્ત થશે એવા પ્રકારની ચિંતાથી વિક્વલીભૂત હૃદયવાળો ન કહી શકાય તેવા અંતસ્તાપતા અતિરેકને વેદન કરતો વિસ્તૃત સ્વરૂપવાળો તે જ શય્યામાં ઉષ્ણ ઉષ્ણ, દીર્ઘ-દીર્ઘતર વિશ્ર્વાસ મૂકતો મૂચ્છિતની જેમ, મૂકની જેમ, માની જેમ, હણાયેલા સર્વસ્વવાળા પુરુષની જેમ, ગ્રહગૃહીતની જેમ= ભૂતાવિષ્ટની જેમ, તપ્તશિલામાં શિક્ષિપ્ત કરાયેલા મત્સ્યની જેમ, આમતેમ ચારે બાજુએ ફરતો વિચેષ્ટા કરે છે. ત્યારપછી દ્વારમાં વર્તતા મધ્યમબુદ્ધિ વડે વિચારાયું. અરે ! કયા કારણથી આ બાલ સંવાસભવનથી આટલા પણ કાળ વડે બહાર આવતો નથી. અથવા શું કરે છે એ પ્રમાણે પ્રવેશ કરીને હું જોઉં, તેથી મધ્યમબુદ્ધિએ પ્રવેશ કર્યો, હાથના સ્પર્શ વડે કામશધ્યા જોવાઈ, આનું પણ હૃદય તેના કોમલપણાથી હરણ કરાયું તેથી વિમલ થયેલી દષ્ટિવાળા એવા તેના વડે શવ્યાના એક દેશમાં વિચેષ્ટા કરતો તે અવસ્થાવાળો-ચિત્તના સંતાપને કરતી તે અવસ્થાવાળો, બાલ જોવાયો. આના વડે મધ્યમબુદ્ધિ વડે, વિચારાયું, અહો ! ખેદની વાત છે કે આવા વડે બાલ વડે, કેમ આ અકાર્ય આચરિત કરાયું ? દેવની શય્યામાં અધિરોહણ કરવું યુક્ત નથી. વળી, રતિરૂપને ધારણ કરનારી પણ ગુરુની સ્ત્રી સંતોને ગમ્ય નથી=સેવવા યોગ્ય નથી. તે પ્રમાણે સુખ દેનારી પણ આ શવ્યા દેવપ્રતિમાથી અધિષ્ઠિત છે એથી કરીને કેવલ વંદનીય છે, પરંતુ ઉપભોગને યોગ્ય નથી. તેથી આ પ્રમાણે મધ્યમબુદ્ધિએ વિચાર્યું તેથી, આના વડે=મધ્યમબુદ્ધિ વડે, બાલ ઉઠાળાયો. જ્યાં સુધી કંઈ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બોલતો નથી=બાળ કંઈ બોલતો નથી, મધ્યમબુદ્ધિ કહે છે અહો ! આ અકાર્ય છે, દેવશય્યામાં અધિરોહણ યુક્ત નથી ઇત્યાદિ મધ્યમબુદ્ધિ કહે છે એમ અન્વય છે, તોપણ બાલ વડે ઉત્તર અપાયો નહીં.
व्यन्तरकृता पीडा
अत्रान्तरे प्रविष्टस्तद्देवकुलाधिष्ठायको व्यन्तरो बद्धस्तेनाकाशबन्धैः बालः, पातितो भूतले, समुत्पादिताऽस्य सर्वाङ्गीणा तीव्रवेदना, ततो मुमूर्षन्तमुपलभ्य कृतो मध्यमबुद्धिना हाहारवः, ततः किमेतदिति संभ्रमेण चलितो देवकुलात्तदभिमुखं लोको, निःसारितो व्यन्तरेण वासभवनाद् बहिर्बालो, महास्फोटेन क्षिप्तो भूतले, भग्ननयनः कण्ठगतप्राणोऽसौ दृष्टो लोकेन, तदनुमार्गेण दीनमनस्को निर्गतो मध्यमबुद्धिः, किमेतदिति पृष्टोऽसौ जनेन, लज्जया न किञ्चिज्जल्पितमनेन । ततोऽवतीर्य कञ्चित्पुरुषं व्यन्तरेण कथितो जनेभ्यस्तदीयव्यतिकरः । ततो देवाऽपथ्यकारीति पापिष्ठोऽयमिति धिक्कारितोऽसौ बालो मकरध्वजभक्तैः, कुलदूषणोऽयमस्माकं विषतरुरिव संपन्न इति गर्हितः स्वजातीयैः, अनुभवतु पापकर्मणः फलमिदानीमित्याक्रोशितः सामान्यलोकैः कियदेतदसमीक्षितकारिणां समस्तानर्थभाजनत्वात् तेषामित्यपकर्णितो विवेकिलोकैः । ततोऽसौ व्यन्तरः कृतविकृतरूपः सन्नाह- चूर्णनीयोऽयं दुरात्मा भवतां पुरतो मयाऽधुना बाल इति । ततः कृतहाहारवः 'प्रसीदतु प्रसीदतु भट्टारको, ददातु भ्रातृप्राणभिक्षाम्' इति ब्रुवाणः पतितो व्यन्तराधिष्ठितपुरुषपादयोर्मध्यमबुद्धिः, तत्करुणापरितचेतसा लोकेनाप्यभिहितो व्यन्तरो यदुत - भट्टारक ! मुच्यतामेकवारं तावदेष न पुनः करिष्यतीति, ततो मध्यमबुद्धिकरुणया लोकोपरोधेन च मुक्तोऽसौ व्यन्तरेण बालो, लब्धा चेतना, मुत्कलीभूतं शरीरं, निःसारितस्तूर्णं देवकुलात् ।
"
દેવશય્યાના અધિપતિ વ્યંતરદેવ દ્વારા બાલને કરાયેલ પીડાનું વર્ણન
અત્રાંતરમાં=બાલને મધ્યમબુદ્ધિ સમજાવે છે એટલામાં, તે દેવકુલના અધિષ્ઠાયક વ્યંતરે પ્રવેશ झ्य, तेना वडे=व्यंतर वडे, आाशजंधनो वडे जाल जंघायो, भूतलमां भयो, जने जाने-जाने, સર્વ અંગમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરાવાઈ. તેથી મરતા એવા તેને જોઈને મધ્યમબુદ્ધિ વડે હાહારવ કરાયો. તેથી આ શું છે ? એ સંભ્રમથી દેલકુલથી તેને અભિમુખ લોક ચાલ્યો=લોક આવ્યો. વ્યંતર વડે વાસભુવનથી બહાર બાલને ફેંકાયો, ભૂતલમાં મહાસ્ફોટથી ફેંકાયો, ભગ્ન નયનવાળો, કંઠગત પ્રાણવાળો આ=બાલ, લોકો વડે જોવાયો, તેના અનુમાર્ગથી દીત મનવાળો મધ્યમબુદ્ધિ નીકળ્યો=વ્યંતરે જે રીતે તેને ઉપાડ્યો તેના અનુમાર્ગથી દીનમનવાળો મધ્યમબુદ્ધિ નીકળ્યો. આ શું છે ? એ પ્રમાણે लोङझे वडे, खा=मध्यमजुद्धि, पुछायो, सभ्भथी खाना वडे = मध्यभबुद्धि वडे, ईई अहेवायुं नहि, ત્યારપછી કોઈક પુરુષમાં અવતરણ પામીને વ્યંતર વડે લોકોને તેનો વ્યતિકર કહેવાયો. તેથી દેવનો અપથ્યકારી છે. એથી આ પાપિષ્ઠ છે એ પ્રમાણે આ બાલ મકરધ્વજના ભક્તો વડે=કામદેવના
Page #178
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૫૭ ભક્તો વડે, ધિક્કાર કરાયો, “કુલદૂષણ આ અમને વિષહરુ જેવો સંપન્ન થયો એ પ્રકારે સજાતીય વડે ગહ કરાયો, પાપકર્મના ફલને હમણાં અનુભવ કરો એ પ્રમાણે સામાન્ય લોકો વડે આક્રોશ કરાયો, વળી, અસમીતિકારી જીવોને=વિચાર્યા વગર કરનારા જીવોને આ કેટલું છે ? કેમ કે તેઓને તે જીવોને, સમસ્ત અનર્થોનું ભાજલપણું છે એ પ્રમાણે વિવેકી લોકો વડે તિરસ્કાર કરાયો. ત્યારપછી આ વ્યંતર કૃતવિકૃતરૂપવાળો છતો કહે છે તમારી આગળ હમણાં મારા વડે આ દુરાત્મા બાલ ચૂર્ણ કરવા જેવો છે, તેથી=બંતરે આ પ્રમાણે બાલને ચૂરી નાખવાનું કહ્યું તેથી, કર્યો છે હાહારવ એવો મધ્યમબુદ્ધિ કહે છે કે ભટ્ટારક ! પ્રસાદ કરો પ્રસાદ કરો, ભાઈના પ્રાણની ભિક્ષાને આપો. એ પ્રમાણે બોલતો મધ્યમબુદ્ધિ વ્યંતર અધિષ્ઠિત પુરુષના પગમાં પડ્યો. તેની કરુણાથી વ્યાપ્ત ચિત્તવાળા લોકો 43 41 व्यंतर ठेवायो, शुंठेवायो ? ते 'यदुत'थी बताव छ - महार: ! वार मुस्त राय. ફરી આ કરશે નહીં, તેથી મધ્યમબુદ્ધિની કરુણાથી અને લોકતા ઉપરોધથી આ બાલ વ્યંતર વડે મુકાયો, ચેતના પ્રાપ્ત થઈ, શરીર બંધનોથી મુત્કલિત કરાયું, શીધ્ર દેવકુલથી કાઢી મુકાયો.
__ बालस्थितिमध्यमचिन्ता च मध्यमबुद्धिना नीतः कृच्छ्रेण स्वभवन, ज्ञातोऽयं व्यतिकरः परिकरात्कर्मविलासेन । चिन्तितमनेन कियदेतद् ? अद्यापि मयि प्रतिकूले बालस्य यद् भविष्यति तन्न लक्षयन्त्येते लोकाः, ततोऽभिहितः कर्मविलासेन परिकरः-किमस्माकं दुर्विनीतचिन्तया? नोचितः सोऽनुशास्तः, न वोढव्यस्तदीयः केनापि व्यापारः । परिकरेणोक्तं-यदाज्ञापयति देव इति । पृष्टोऽसौ मध्यमबुद्धिना बालः-भ्रातः! न किञ्चित्तेऽधुना शरीरके बाधते? बालेनाभिहितं-न शरीरके, केवलं प्रवर्द्धते ममान्तस्तापः । मध्यमबुद्धिराह-जानासि किनिमित्तोऽयम्, ततो वामशीलतया कामस्य बालः प्राह-न जानामि, केवलं द्वारस्थितेन भवता तत्र संवासभवनमभिप्रविशन्ती गच्छन्ती वा किं विलोकिता काचिनारी न वा? मध्यमबुद्धिराह-विलोकिता । बालेनोक्तं-तत्किं लक्षिता काऽसाविति भवता? मध्यमबुद्धिराहसुष्ठु लक्षिता, सा हि शत्रुमर्दनस्य राज्ञो भार्या मदनकन्दलीत्युच्यते, तदाकर्ण्य कथं सा मादृशामितिचिन्तया दीर्घदीर्घतरं निःश्वसितं बालेन । तदर्थी खल्वयमिति लक्षितो मध्यमबुद्धिना । चिन्तितमनेन-तत्रापि स्थाने तावदस्यायमभिनिवेशो, जनयत्येव सा मदनकन्दली सुन्दरताऽतिशयेन स्वगोचरमभिलषितं, यतो द्वारशाखालग्नेन मयाऽप्यतिसङ्कटतया कामसंवासभवनद्वारस्य निर्गच्छन्त्यास्तस्या मदनकन्दल्याः संवेदितोऽङ्गस्य स्पर्शो, न तादृशः प्रायेणान्यवस्तुनः स्पर्शो भुवने विद्यते, दोलायितं ममापि तदभिसरणगोचरं मनस्तदानीमासीत् । किन्तु न युक्तं कुलजानां परस्त्रीगमनं, तस्मानिवारयाम्येनमपि यदि निवर्त्तते मद्वचनेन ।
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
બાલની સ્થિતિ અને મધ્યમની ચિંતા મધ્યમબુદ્ધિ વડે મુશ્કેલીથી સ્વભવન લઈ જવાયો. આ વ્યતિકર પરિવાર પાસેથી કર્મવિલાસ વડે જણાયોકબાલના અંતરંગ કર્મોરૂપ વિલાસ વડે આ વ્યતિકર તેના તે પ્રકારનાં કર્મો દ્વારા જણાયો. આના વડેઃકર્મપરિણામ વડે, વિચારાયું. આ કેટલું છે ?
બાલને જે અનર્થો થયા તે અલ્પ માત્રામાં છે. મારા પ્રતિકૂલપણામાં હજી પણ જે બાલને થશે તે આ લોકો જાણતા નથી.
કર્મવિલાસનો સ્વભાવ છે કે જેમ જેમ કર્મને આધીન જીવ થાય તેમ તેમ તે જીવને પ્રતિકૂળ કર્મો બંધાય છે. તેને આશ્રયીને કર્મવિલાસરૂપ અંતરંગ તે બાલનો પિતા વિચારે છે કે તેનાં કૃત્યોથી જ્યારે હું પ્રતિકૂલ વર્તુ છું, તેને કારણે જે બાલને અનર્થો થશે તે બાલને સહવર્તી અન્ય લોકો જાણતા નથી.
તેથી કર્મવિલાસરાજા વડે પોતાનો પરિકર કહેવાયો. દુર્વિનીત એવા બાળની ચિંતાથી આપણને શું? તેને મારી પ્રતિકૂળતાનું ફળ સ્વયં મળશે, આપણને તેની ચિંતા કરવાની જરૂર નથી. તે=બાલ, અનુશાસ્તિને ઉચિત નથી તત્ત્વને અભિમુખ થાય તેવા તેનાં કર્મો શિથિલ થયાં નથી તેથી તત્વને અભિમુખ કરે એવાં કર્મો નહિ હોવાથી અનુશાસ્તિને પણ તે ઉચિત નથી.
જે જીવોના તત્ત્વને અભિમુખ થાય તેવા ક્ષયોપશમભાવવાળાં કર્યો હોય તે કર્મો જ તે જીવને અનુચિત પ્રવૃત્તિથી વારણ કરવા પ્રેરણા કરે છે. પરંતુ બાલના વિપર્યાસ આપાદક કર્મો છે તેથી તે કર્મો જ કહે છે કે હિતમાં અનુશાસન આપવાને યોગ્ય આ જીવ નથી, તેથી તે કર્મો તે જીવને અનુચિત પ્રવૃત્તિથી વારણ કરવા યત્ન કરતાં નથી.
તેનો વ્યાપાર કોઈએ પણ કરવો જોઈએ નહિ–બાલને હિત થાય તેવો અનુકૂળ વ્યાપારરૂપ પ્રયત્ન તેના=બાલવા, અવાંતર કર્મો રૂ૫ પરિવારે કરવો જોઈએ નહિ, એ પ્રકારનો બાલનો જનક કર્મવિલાસ પિતા બાલને ઉદ્દેશીને પરિકરને કહે છે. પરિકર વડે કહેવાયું કર્મવિલાસનાં અવાંતર કર્મો વડે કહેવાયું, જે પ્રમાણે દેવ આજ્ઞા કરે છે. દેવની પ્રમાણે જ તેનાં અવાંતર કર્મો બાલને અનુકૂળ થવા વ્યાપારવાળાં થતાં નથી. મધ્યમબુદ્ધિ વડે આ બાલ પુછાયો. હે ભાઈ ! તારા શરીરમાં હમણાં કોઈ પીડા થતી નથી ? બાલ વડે કહેવાયું, શરીરમાં બાધા નથી. કેવલ મનનો અંતસ્તાપ વધે છે. મધ્યમબુદ્ધિ કહે છે – કયા નિમિત્તે આ અંતસ્તાપ છે એ તું જાણે છે? તેથી કામનું વામશીલપણું હોવાને કારણે=કામનું વક્રપણું હોવાને કારણે, બાલ કહે છે હું જાણતો નથી. કેવલ દ્વારમાં રહેલા તારા વડે ત્યાં સંવાસભવને પ્રવેશ કરતી અને જતી કોઈ સ્ત્રી જોવાઈ કે ન જોવાઈ? મધ્યમબુદ્ધિ કહે છે – જોવાઈ, બાલ વડે કહેવાયું તો શું આ=સ્ત્રી કોણ છે એ પ્રમાણે તારા વડે નિર્ણય કરાયો ? મધ્યમબુદ્ધિ કહે છે સારી રીતે જણાયો, શત્રુમદલ રાજાની ભાર્યા મદનકંદલી એ પ્રમાણે તે કહેવાય છે, તે સાંભળીને મધ્યમબુદ્ધિના વચનને સાંભળીને, તે મદનકંદલી, મને કેવી રીતે પ્રાપ્ત થાય એ ચિંતાથી દીર્વ-દીર્ઘતર બાલ વડે નિઃશ્વાસ લેવાયો, તેનો અર્થી આ છે=મદનકંદલીનો અર્થી આ છે,
Page #180
--------------------------------------------------------------------------
________________
que
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
એ પ્રમાણે મધ્યમબુદ્ધિ વડે જણાયો. આવા વડે=મધ્યમબુદ્ધિ વડે, વિચારાયું. ત્યાં પણ=મદનકંદલીમાં પણ, આનો=બાલનો, આ અભિનિવેશ સ્થાનમાં છે, કેમ મદનકંદલીમાં બાલનો રાગ સ્થાને છે ? તેથી કહે છે. તે મદનકંદલી સુંદરતાના અતિશયને કારણે પોતાના વિષયમાં અભિલષિતને પ્રગટ કરે જ છે. જે કારણથી દ્વારશાખામાં રહેલા એવા મારા વડે પણ કામસંવાસના ભવનના દ્વારનું અતિ સંકટપણું હોવાને કારણે નીકળતી એવી તે મદનકંદલીના અંગનો સ્પર્શ સંવેદન કરાયો, ભુવનમાં અન્ય વસ્તુનો સ્પર્શ પ્રાયઃ તેવા પ્રકારનો નથી. ત્યારે મારું પણ મન તેના અભિસરણના ગોચરવાળું દોલાયિત=ચંચળ હતું. પરંતુ કુલવાન પુરુષોને પરસ્ત્રીગમન યુક્ત નથી. તે કારણથી=આ પ્રમાણે મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો તે કારણથી, આને પણ=બાલને પણ, જો મારા વચનથી નિવર્તન પામે તો નિવારણ કરું,
मध्यमस्य बालाय निष्फलोपदेशः
ततः स बालं प्रत्याह- किमद्याप्यविद्या भवतः ? किं न दृष्टमिदानीमेव फलमविनयस्य भवता, किमधुनैव विस्मृतम् ? यत्कण्ठगतप्राणः कथञ्चिन्मोचितस्त्वं मया दुर्विनयकुपितात् भगवतो मकरध्वजात्, ततो निवर्त्तस्वास्माद् दुरध्यवसायात्, नयनविषनागशिरोरत्नशुचिकल्पा हि सा मदनकन्दली, तां प्रार्थयतस्ते केवलं भस्मीभाव एव न पुनः काचिदर्थसिद्धिः । बालेन चिन्तितं - अये ! लक्षितोऽहमनेन, तत्किमधुनाऽभिप्रायगोपनेन ? ततस्तेनोक्तं- 'यद्येव ततः किं ब्रूषे मोचितस्त्वं मया ? न पुनर्ब्रषे यथा गाढतरं मारित इति, यतस्तेन कामेन युष्मद्वचनेन मां मुञ्चता केवलं मे शरीरवेदनामात्रमपसारितं हृदये पुनर्निक्षिप्तो वितर्कपरम्परारूपः प्रज्वलितखदिराङ्गारराशिः, तेन ममेदं दह्यते समन्ताच्छरीरं, यद्यहं कामबन्धनकाल एवामरिष्यं नैतावन्तमन्तस्तापमन्वभविष्यं ततो भवता मोचयता प्रत्युत महानयमनर्थः संपादित इति, नाधुना ममैनाममृतसेकायमानां मदनकन्दलीं विरहय्यान्यथाऽस्यान्तस्तापस्योपशमः, किम्बहुनाऽत्र जल्पितेन ?' इति, ततो लक्षितो मध्यमबुद्धिनाऽस्यानिवर्त्तको निर्बन्धः, स्थितोऽसौ तूष्णींभावेन । अत्रान्तरे गतोऽस्तं सविता, बालहृदयादिव समुल्लसितं तमः पटलं, लङ्घितः प्रथमः प्रदोषः, निःसंचारीभूतो लोकः । ततोऽविचार्य कार्याकार्यं समुत्थितो बालो, निर्गतः स्वकीयभवनात्, अवतीर्णो राजमार्गे, प्रवृत्तः शत्रुमर्दनराजकुलाभिमुखं गन्तुं गतः कियन्तमपि भूभागम् ।
મધ્યમનો બાલને નિષ્ફળ ઉપદેશ
તેથી તે=મધ્યમબુદ્ધિ, બાલ પ્રત્યે કહે છે. શું હજી પણ તારી અવિદ્યા છે=અજ્ઞાન છે ? શું અવિનયનું ફલ હમણાં જ તારા વડે જોવાયું નથી ? શું હમણાં જ વિસ્મરણ કરાયું ? જે કારણથી મારા વડે કંઠગતપ્રાણવાળો તું દુવિનયથી કુપિત થયેલા ભગવાન કામદેવ પાસેથી કષ્ટથી છોડાવાયો
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છું. તેથી આ દુરધ્યવસાયથી મદનકંદલીને મેળવવાના દુરધ્યવસાયથી તું વિવર્તન પામ=પાછો કર. દષ્ટિવિષ સર્પના મસ્તક ઉપર રહેલા રત્નની સૂચિ જેવી તે મદનકંદલી છે, તેની પ્રાર્થના કરતા કેવલ તારો ભસ્મીભાવ જ છે, પરંતુ કોઈ અર્થની સિદ્ધિ નથી. એ પ્રમાણે બાલને મધ્યમબુદ્ધિ કહે છે એમ અવય છે. બાલ વડે વિચારાયું, ખરેખર આના વડે=મધ્યમબુદ્ધિ વડે, મારો અવ્યવસાય જણાયો છે તે કારણથી હવે અભિપ્રાયગોપલથી શું ? તેથી અભિપ્રાયને છુપાવવાનું છોડીને કહેવાનો વિચાર આવ્યો તેથી, બાલ વડે કહેવાયું, જો આ પ્રમાણે છે–તે મદનકંદલીને તું મેળવી આપવા પ્રયત્ન કરી શકે તેમ નથી એ પ્રમાણે છે, તો મારા વડે તું છોડાવાયો એમ કેમ કહે છે? પરંતુ કેમ કહેતો નથી જે પ્રમાણે ગાઢતર મારિત છો. વસ્તુતઃ તેં મને દુઃખમાંથી મુક્ત કર્યો નથી, પરંતુ ગાઢ રીતે મને માર્યો છે. કેમ ગાઢ મારિત બાલ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જે કારણથી તારા વચન દ્વારા મને છોડતા તે કામદેવ વડે કેવલ મારા શરીરની વેદના માત્ર દૂર કરાઈ. વળી, હદયમાં વિતર્કની પરંપરારૂપ પ્રજવલિત ખદિરઅંગારરાશિ નિક્ષેપ કરાયો મારા હૃદયમાં ગાઢ ખદિરના અંગારાનો રાશિ તેં નિક્ષેપ કર્યો છે. તે કારણથી મારું આ શરીર ચારે બાજુથી બળે છે. જો હું કામદેવના બંધનકાલમાં જ મર્યો હોઉં તો આટલો અંતસ્તાપ મેં અનુભવ કર્યો ન હોત, તેથી છોડાવતા તારા વડે ઊલટું મને મહાત આ અનર્થ પ્રાપ્ત થયો, હવે અમૃતને સિંચન કરનારી મદનકંદલીને છોડીને અન્યથા મારા આ અંતસ્તાપનો ઉપશમ નથી. વધારે અહીં=મદનકંદલીના વિષયમાં, કહેવાથી શું ? તેથી મધ્યમબુદ્ધિ વડે આતોકબાલતો, અતિવર્તક આગ્રહ જોવાયો. આ=મધ્યમબુદ્ધિ, તૃષ્ણભાવથી રહ્યો. એટલામાં સૂર્યાસ્ત થયો, બાલતા હદયથી જ જાણે તમ પટલ ઉલ્લસિત ન થયું હોય તેમ રાત્રિના પ્રથમ પહોર પસાર થયો તે બાલના હદયમાંથી જ પ્રસરેલો જાણે અંધકાર ન હોય તેવો અંધકાર પૃથ્વી ઉપર ઉલ્લસિત થયો. અને રાત્રિનો પ્રથમ પહોર પસાર થયો, લોક સંચાર રહિત થયો. ત્યારપછી કાર્યાકાર્યનો વિચાર કર્યા વગર બાલ ઊભો થયો, સ્વકીય ભવતથી નીકળ્યો. રાજમાર્ગમાં અવતીર્ણ થયો. શત્રુમદલ રાજાના રાજકુળને અભિમુખ જવા માટે પ્રવૃત્ત થયો. કેટલોક ભૂમિભાગ પસાર થયો.
अपहतबालाऽनुधावन्मध्यमस्य स्थितिः इतश्च स्नेहवशेन किमस्य संपत्स्यत इति चिन्तया निर्गतस्तदनुमार्गेण मध्यमबुद्धिः । दृष्टो बालेन गच्छता कश्चित्पुरुषः, तेन चास्फोट्य बद्धोऽसौ मयूरबन्धेन, कूजितं बालेन, ‘प्राप्तः प्राप्त इति ब्रुवाणः' प्राप्त एव मध्यमबुद्धिः । ततः समुत्पाट्य बालं पश्यत एव मध्यमबुद्धेः समुत्पतितः पुरुषोऽम्बरतले, आरटतश्च बालस्य स्थगितं वदनं, प्रवृत्तः पश्चिमाभिमुखो गन्तुम् । ततो मध्यमबुद्धिरपि अरे रे दुष्टविद्याधर! क्व यासि गृहीत्वा मदीयभ्रातरमिति त्राटीं मुञ्चन्नाकृष्टखड्गः प्रस्थितो भूमौ,
Page #182
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ
૧૬૧ तदनुमार्गेण निर्गतो नगरात्, अदर्शनीभूतः पुरुषो, निराशीभूतो मध्यमबुद्धिः, तथापि बालस्नेहानुबन्धेन किल क्वचिन्मोक्ष्यतीतिबुद्ध्या नासौ धावन्नुपरमति, धावत एव लयिता रजनी । ततोऽनुपानत्कतया विद्धोऽनेककण्टककीलकैः, परिगतः श्रमेण, क्षामो बुभुक्षया, पीडितः पिपासया, विह्वलः शोकेन, अध्यासितो दैन्येन अनेकग्रामनगरेषु पृच्छन् वार्ता भ्रान्तोऽसौ सप्ताहोरात्रम् । तत्रापि प्राप्तः कुशस्थलं नाम नगरं, स्थितस्तस्य बहिर्भागे, दृष्टोऽनेन जीर्णान्धकूपः, ततः किं ममाधुना भ्रातृविकलेन जीवितेन? इति प्रक्षिपाम्यत्रात्मानमिति संचिन्त्य बद्धा मध्यमबुद्धिना निर्बोलगमनार्थमात्मगलके शिला । दृष्टं तत्रन्दननाम्ना राजपुरुषेण, ततो मा साहसं मा साहसमिति ब्रुवाणः प्राप्तोऽसौ तत्समीपं, धारितः कूपतटोपान्तवर्ती मुञ्चन्नात्मानं मध्यमबुद्धिरनेन, विमोचितः शिलां, निवेशितो भूतले, पृष्टश्च-भद्र! किमितीदमधमपुरुषोचितं भवता व्यवसितम्? ततः कथितोऽनेन बालवियोगव्यतिकरः, नन्दनेनाभिहितं-भद्र! यद्येवं ततो मा विषादं कार्षीः, भविष्यति भ्रात्रा सार्द्ध प्रायेण मीलकः । मध्यमबुद्धिराह-कथम्? नन्दनेनोक्तं-समाकर्णय ।
અપહત બાલની પાછળ દોડતા મધ્યમની સ્થિતિ અને આ બાજુ સ્નેહના વશથી=બાલ પ્રત્યેના સ્નેહમાં વશથી, આને શું પ્રાપ્ત થશે એ પ્રકારની ચિંતાથી તેના અનુમાર્ગથી=બાલના અનુમાર્ગથી, મધ્યમબુદ્ધિ નીકળ્યો. જતા એવા બાલ વડે કોઈક પુરુષ જોવાયો. અને તેના વડે-તે પુરુષ વડે, આસ્ફોટ કરીને આકબાલ, મયૂરબંધથી બંધાયો, બાલ વડે બૂમો પડાઈ. પ્રાપ્ત પ્રાપ્ત એ પ્રમાણે બોલતો મધ્યમબુદ્ધિ પ્રાપ્ત જ થયો–બાલને બાંધતા એવા તે પુરુષ પાસે મધ્યમબુદ્ધિ જ આવી પહોંચ્યો, ત્યારપછી બાલને ઉપાડીને મધ્યમબુદ્ધિના જોતાં જ પુરુષ અંબરતલમાં=આકાશમાં, ઊડ્યો=બાલને ગ્રહણ કરીને ઊડ્યો અને બૂમો પાડતા બાલનું મુખ સ્થગિત કરાયું તે પુરુષ દ્વારા મોઢું બંધ કરાયું, પશ્ચિમાભિમુખ જવા માટે પ્રવૃત્ત થયો. ત્યારપછી મધ્યમબુદ્ધિ “અરે અરે ! દુષ્ટ વિદ્યાધર ! મારા ભાઈને ગ્રહણ કરીને તું ક્યાં જાય છે?’ એ પ્રમાણે બૂમ પાડતો આકૃષ્ટ ખડ્યવાળો ભૂમિ ઉપર રહેલો મધ્યમબુદ્ધિ તેના=વિદ્યાધરના, અનુમાર્ગે નગરમાંથી નીકળ્યો. પુરુષ અદશ્ય થયો તે આકાશગામી પુરુષ અદશ્ય થયો. મધ્યમબુદ્ધિ નિરાશ થયો તોપણ બાલના સ્નેહના અનુબંધથી ક્યાંક મૂકશેeતે વિદ્યાધર ક્યાંક બાલને મૂકશે, એ બુદ્ધિથી દોડતો એવો આમધ્યમબુદ્ધિ, વિરામ પામતો નથી. દોડતા જ એવા મધ્યમબુદ્ધિ વડે, રાત્રિ પસાર કરાઈ. ત્યારપછી પગમાં જોડા નહિ હોવાથી અનેક કંટકકીલાઓથી વીંધાયો, શ્રમથી થાક્યો, બુમુક્ષાથી દુર્બલ થયો, પિપાસાથી પીડિત થયો, શોકથી વ્યાકુળ થયો, દેવ્યથી વ્યાપ્ત થયેલો અનેક ગામનકારોમાં વાર્તાને પૂછતોકબાલની વાર્તાને પૂછતો, આ=મધ્યમબુદ્ધિ, સાત અહોરાત્રિ ભટક્યો ત્યાં પણ સાત અહોરાત્ર ભટકતા પણ, કુશસ્થલ નામના નગરને પ્રાપ્ત થયો. તેના બહિર્ભાગમાં રહ્યો. આના વડે=
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મધ્યમ વડે, જીર્ણ અંધકૂપ જોવાયો. તેથી હવે મને ભાઈથી રહિત જીવિત વડે શું? એથી અહીં-અંધકૂવામાં, આત્માને હું નાખું, એ પ્રમાણે વિચારીને મધ્યમબુદ્ધિ વડે નિર્બોલગમન માટે=મરવા માટે, પોતાના ગળામાં શિલા, બંધાઈ. તે નંદન નામના રાજપુરુષ વડે જોવાયું, તેથી સાહસ કર નહિ, સાહસ કર નહિ, એ પ્રમાણે બોલતો આગરાજપુરુષ, તેની સમીપે આવ્યો. કૂવાના તટની નજીક રહેલો પોતાને મૂકતો એવો મધ્યમબુદ્ધિ આના વડે ધારણ કરાયો, શિલાને દૂર કરી, ભૂતલમાં બેસાડાયો અને પુછાયો. હે ભદ્ર ! ક્યા કારણથી અધમ પુરુષ ઉચિત આ તારા વડે કરાયું? તેથી આના દ્વારા=મધ્યમબુદ્ધિ દ્વારા, બાળના વિયોગનો વ્યતિકર કહેવાયો. નંદન નામના રાજપુરુષ વડે કહેવાયું – હે ભદ્ર ! જો આમ છે તો વિષાદ કર નહિ, પ્રાયઃ ભાઈ સાથે તારો મેળાપ થશે. મધ્યમબુદ્ધિ કહે છે. કેવી રીતે ભાઈ साथे भेगा५ थशे ? in 43 वायुं - साम[.
होमार्थपीडितबालस्य मुक्तिः अस्त्यत्र नगरेऽस्माकं स्वामी हरिश्चन्द्रो नाम राजा । स च प्रतिक्षणमुपद्रूयते विजयमाठरशङ्खादिभिः प्रात्यन्तिकैर्मण्डलहरैर्नृपतिभिः इतश्चास्ति रतिकेलि म विद्याधरः परममित्रम् । अन्यदा समागतेन शत्रूपद्रुतमवलोक्य देवं तेनाभिहितं-ददामि तुभ्यमहं क्रूरविद्यां यत्प्रभावेण त्वमेतैर्न परिभूयसे । देवेनाभिहितं-अनुग्रहो मे, ततः कारयित्वा पाण्मासिका पूर्वसेवामितो दिनादष्टमे दिने नीतः क्वचित्तेन देवो हरिश्चन्द्रः, कारितोऽरिविद्यासाधनं, आनीतो द्वितीयदिने सह पुरुषेण, कृता तस्य पुरुषस्य मांसरुधिरेण होमक्रिया, सप्त दिनानि विद्यायाः पश्चात्सेवा, मुक्तोऽसावधुना पुरुषः । स एव प्रायस्ते भ्राता भविष्यतीति मे वितर्कः, स च ममैव समर्पितोऽधुना देवेन । मध्यमबुद्धिराह-भद्र! यद्येवं ततो यद्यस्ति ममोपरि दया भवतस्ततस्तमानय तावदिहैव पुरुषं येनाहं प्रत्यभिजानामीति । ततश्चैवं करोमीत्यभिधाय गतो नन्दनः, समायातः समुत्पाट्य गृहीत्वा बालं, दृष्टोऽस्थिमात्रावशेष उच्छ्वासनिःश्वासोपलक्ष्यमाणजीवितो निरुद्धवाक्प्रसरो मध्यमबुद्धिना बालः । प्रत्यभिज्ञातः कृच्छ्रेण, अभिहितो नन्दनः-भद्र! स एवायं मम भ्रातेति, सत्यं नन्दनस्त्वमसि, अनुगृहीतोऽहं भवता । नन्दनः प्राह-भद्र! राजद्रौद्यमिदं भवत्करुणया मयाऽध्यवसितम् । अन्यच्च-अधुना गतेन मया किलाकर्णितं यथा किल रात्रौ राजा पुनस्तर्पयिष्यति रुधिरेण विद्यां, भविष्यत्यनेन पुरुषेण प्रयोजनमिति, तदिदमवगम्य मम यद् भवति तद् भवतु, भवद्भ्यां तु तूर्णमपक्रमितव्यम् । ततो यदाज्ञापयति भद्रो रक्षणीयश्च यत्नेन भद्रेणात्मेत्यभिधाय समुत्पाटितो बालः, प्रवृत्तो गन्तुं मध्यमबुद्धिः, ततो भयविधुरहदयो धावनहर्निशं वेगेन क्वचित्प्रदेशे बालं पाययनुदकं, समालादयन् वायुना, प्रीणयनशनादिरसेनागणयत्रात्मनः शरीरपीडां, महता क्लेशजालेन प्राप्तः स्वस्थानं मध्यमबुद्धिः ।
Page #184
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૬૩
-
હોમ માટે અપહત-દુઃખિત બાલની મુક્તિ
મારા ઉપર
આ નગરમાં અમારો સ્વામી હરિશ્ચંદ્ર નામનો રાજા છે. તે=રાજા, પ્રતિક્ષણ વિજયમાઠરશંખાદિ પ્રાત્યન્તિક મંડલના હરતારા રાજાઓ વડે=નજીકના દેશમાં રહેનારા રાજાઓ વડે, ઉપદ્રવ કરાય છે. અને આ બાજુ રતિકેલિ નામનો વિદ્યાધર પરમમિત્ર છે, અન્યદા આવેલા એવા તેના વડે=વિદ્યાધર વડે, શત્રુથી ઉપદ્રુત દેવને જોઈને કહેવાયું તને હું ક્રૂરવિદ્યા આપું છું જેના પ્રભાવથી તું આ બધા વડે પરાભવ પામીશ નહિ, દેવ વડે કહેવાયું=હરિશ્ચંદ્ર રાજા વડે વિદ્યાધર મિત્રને કહેવાયું અનુગ્રહ છે=મિત્રનો અનુગ્રહ છે. ત્યારપછી છ માસ પૂર્વસેવાને કરાવીને આ દિવસથી આઠમા દિવસે તેના વડે=વિદ્યાધર વડે હરિશ્ચંદ્ર દેવ કોઈક સ્થાને લઈ જવાયો. શત્રુની વિદ્યાનું સાધન કરાવાયું છે. બીજા દિવસે પુરુષ સાથે લવાયો છે. તે પુરુષના માંસરુધિર વડે હોમક્રિયા કરાવાઈ, સાત દિન વિદ્યાની પશ્ચાત્સેવા છે. હમણાં આ પુરુષ મુકાવાયો છે. તે જ પ્રાયઃ કરીને તારા ભાઈ હશે એમ મને વિતર્ક છે. અને તે મને જ હમણાં દેવ વડે સમર્પિત કરાયો છે. મધ્યમબુદ્ધિ કહે છે. હે ભદ્ર ! જો આ પ્રમાણે છે તેથી, જો મારા ઉપર તને દયા છે તો તે પુરુષને અહીં જ લાવ જેથી હું તેને ઓળખું. તેથી=મધ્યમબુદ્ધિએ આ પ્રમાણે કહ્યું તેથી, આ પ્રમાણે કરું છું=તું કહે છે એ પ્રમાણે કરું છું, એમ કહીને નંદન ગયો, બાલને ગ્રહણ કરીને અને ઉપાડીને આવ્યો, અસ્થિમાત્ર અવશેષવાળો ઉચ્છ્વાસ નિઃશ્વાસથી નિર્ણય કરાતા જીવિતવાળો નિરુદ્ધવાપ્રસરવાળો બાલ મધ્યમબુદ્ધિ વડે જોવાયો. મુશ્કેલીથી ઓળખાયો, નંદન નામનો રાજપુરુષ કહેવાયો. હે ભદ્રે ! તે જ આ મારો ભ્રાતા છે. ખરેખર તું નંદન છે=આનંદ કરનાર છે. હું તારા વડે અનુગૃહીત કરાયો. નંદન કહે છે હે ભદ્ર ! તારી કરુણાથી મારા વડે આ રાજદ્રોહ કરાયો છે અને બીજું હમણાં ગયેલા મારા વડે=બાલને લેવા માટે ગયેલા એવા મારા વડે, સંભળાયું છે જે પ્રમાણે ખરેખર રાત્રિમાં રાજા રુધિર વડે, ફરી વિદ્યાને તર્પણા કરશે. આ પુરુષથી પ્રયોજન થશે. તે આ જાણીને મારું જે થશે તે થાઓ તમારા બંને વડે શીઘ્ર અહીંથી ચાલ્યા જવું જોઈએ. ત્યારપછી “ભદ્ર જે આજ્ઞા કરે, યત્નથી ભદ્ર વડે આત્મા રક્ષણ કરવા યોગ્ય છે=રાજાના કોપથી તે રાજપુરુષે પોતાનું રક્ષણ કરવું જોઈએ” એ પ્રમાણે કહીને ગ્રહણ કરાયેલા બાલવાળો મધ્યમબુદ્ધિ જવા માટે તૈયાર થયો. ત્યારપછી ભયવિધુર હૃદયવાળો=ભયથી વિહ્વળ થયેલા હૃદયવાળો, સતત વેગથી દોડતો કોઈક સ્થાનમાં બાલને પાણીને આપતો, પવનથી આહ્લાદન કરતો, આહાર આદિ રસથી પ્રીતિને ઉત્પન્ન કરતો, પોતાની શરીરપીડાને નહિ ગણતો, મોટા ક્લેશના સમૂહથી મધ્યમબુદ્ધિ સ્વસ્થાનને પામ્યો.
बालवृत्तान्तः
गतानि कतिचिद्दिनानि, जातो मनाक् सबलो बालः, पृष्टो मध्यमबुद्धिना - भ्रातः ! किं भवताऽनुभूतम् ? स प्राह-इतस्तावदुत्क्षिप्तोऽहं बद्ध्वा भवतः पश्यत एव गगनचारिणा, नीतः कृतान्तपुराकारमतिभीषणतयैकं स्मशानं, दृष्टस्तत्र प्रज्वलिताङ्गारभृताग्निकुण्डपार्श्ववर्ती मया पुरुषः, ततस्तं प्रति
Page #185
--------------------------------------------------------------------------
________________
१५४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ तेनाम्बरचरेणाभिहितं-महाराज! सिद्धं ते समीहितं, लब्धोऽयं मया प्रस्तुतविद्यासिद्धरुचितः सलक्षणः पुरुषः, इतरेणोक्तं-'महाप्रसादः' ततोऽभिहितो नभश्चरेण स पुरुषः-यदुत-एकैकस्मिन् विद्याजापपर्यन्ते मया दत्ताऽऽहुतिरग्नौ भवता प्रक्षेप्तव्या, प्रतिपत्रमनेन, प्रारब्धो जापः । ततो विद्याधरेणाकृष्टा यम-जिवेवातितीक्ष्णा भास्वराकारा शस्त्रिका, तया चोत्कर्त्तिता मदीयपृष्ठात्तेन दीर्घा मांसपेशी, निष्पीड्य तत एव प्रदेशाद् निर्गालितं रुधिरं, भृतश्चुलुकः । अत्रान्तरे समाप्तमितरस्यैकं विद्यापरावर्त्तनं, समर्पिता विद्याधरेण सा रुधिरमांसमयी तस्याहुतिः, प्रक्षिप्ता तेनाग्निकुण्डे, पुनः प्रारब्धो जापः, ततश्चैवं सोऽम्बरचरो मदीयशरीरपरापरप्रदेशानरकपाल इव नारकस्यारटतो मे मांसपेशीमुत्कर्त्तयति, तं प्रदेशं निष्पीड्य रुधिरं निर्णालयति, तस्य चुलुकं भृत्वा साधकायाहुतये ददाति, स च विद्यापरावर्त्तनसमाप्तौ गृहीत्वा हुताशने प्रक्षिपति, ततो वेदनाविह्वलो मूर्च्छया पतितोऽहं भूतले, विद्याधरस्तु प्रगुणशरीरतया हृष्टो निष्करुणो गाढतरं मां विकर्त्तयति । अत्रान्तरेऽट्टहासैर्हसितमिव गगनेन, गर्जितमिव प्रलयमेघैः, गुलगुलितमिव समुद्रेण, प्रचलितेव पृथिवी, रसितं दीप्तिजिह्वाभिः शिवाभिः, प्रनृत्तं च विकृतरूपैर्वेतालैः, निपतितं रुधिरवर्षम् । ततश्चैवंविधेषु रौद्रेषु बिभीषिकाविशेषेषु सत्स्वप्यक्षुभितचित्तस्य राज्ञोऽभिमुखीभूता सा क्रूरविद्या, समाप्तं जापस्याष्टशतं, ततः सिद्धाऽहं भवत इति वदन्ती प्रकटीभूता विद्या, प्रणता साधकेन, प्रविष्टा तच्छरीरे । ततः समुत्कर्तितशरीरं, निष्पीडितरुधिरबीभत्सं, करुणमारटन्तं मामुपलभ्य स राजा मयि जातः सदयः कृतोऽनेन दन्तसीत्कारः ततो वारितोऽसौ विद्याधरेण । अभिहितं च तेन-राजन्! एष एवास्या विद्यायाः कल्पो यदुत-न कर्त्तव्याऽस्योपरि दया, ततो विद्याधरेण लिप्तं मे केनचिल्लेपेन शरीरं, ततोऽहं समन्ताद्दन्दह्यमान इव तीव्रवह्निना, चूर्ण्यमान इव वज्रेण, पीड्यमान इव यन्त्रेण प्रविष्टो वेदनाप्रकर्ष, तथापि सुबद्धं न गतमेतन्मे हतजीवितं, संजातं मे क्षणेन तेन लेपेन दवदग्धस्थाणुकल्पं शरीरं, समुत्पाटितस्ताभ्यां, नीतस्तत्र नगरे, खादितश्च श्वयथुनिमित्तमाम्लभोजनं, शूनं [शून्यं. मु] मे शरीरं, ततो भूयस्तेनैव विधिना मदीयमांसरुधिराहु-तिभिस्तेन राज्ञा कृतमष्टशतमष्टशतं विद्याया जापस्य सप्त दिनानीति, दृष्टश्च तदवस्थोऽहं भवता, तदिदं भ्रातः! मयानुभूतं, स्थितं च मम हृदये यदुत न प्रायेण नरकेऽप्येवंविधो दुःखविन्यासो, यादृशो मयाऽनुभूत इति ।
- બાલનો વૃત્તાંત કેટલાક દિવસો પસાર થયા, બાલ થોડો સબલ થયો. મધ્યમબુદ્ધિ વડે પુછાયો, હે ભાઈ ! તારા વડે શું અનુભવ કરાયું? તે બાળ કહે છે. અહીથી=પ્રસ્તુત નગરથી, વિદ્યાધર વડે તારા જોતાં જ હું બાંધીને ઊંચે ફેંકાયો, અતિભીષણપણાને કારણે યમરાજતા નગરના આકારવાળા શ્મશાનમાં લઈ
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જવાયો. ત્યાં પ્રજવલિત અંગારથી ભરાયેલા અગ્નિકુંડની પાસે રહેલો પુરુષ મારા વડે જોવાયો. ત્યારપછી તેના પ્રત્યે તે વિદ્યાધર વડે કહેવાયું – હે મહારાજ ! તારું સમીહિત સિદ્ધ થયું. મારા વડે પ્રસ્તુત વિદ્યાસિદ્ધિને ઉચિત સલક્ષણવાળો પુરુષ પ્રાપ્ત કરાયો. ઈતર વડે=અગ્નિકુંડ પાસે બેઠેલા પુરુષ વડે, કહેવાયું, મહાપ્રસાદ છે. ત્યારપછી વિદ્યાધર વડે તે પુરુષ કહેવાયો=અગ્નિકુંડ પાસે બેઠેલો પુરુષ કહેવાયો. શું કહેવાયો ? તે “હુતથી બતાવે છે. દરેક વિદ્યાજાપતા પર્યત્તમાં મારા વડે અપાયેલી આહુતિ તમારા વડે અગ્નિમાં પ્રક્ષેપ કરવી જોઈએ. આના દ્વારા અગ્નિકુંડ પાસે બેઠેલા પુરુષ દ્વારા સ્વીકારાયું, જાપ પ્રારંભ કરાયો, ત્યારપછી વિદ્યાધર વડે યમજિહ્વા જેવી અતિતીણ, ભાસ્વર આકારવાળી છુરી કઢાઈ, તેના વડે તે છરી વડે, મારા પીઠભાગથી દીર્ઘ માંસપેશીઓ ઉત્કર્તન કરાઈ=કઢાઈ, તે જ પ્રદેશથી દબાવીને રુધિર કઢાયું, ચલુક ભરાયું, એટલામાં ઈતરનું અગ્નિકુંડ પાસે બેઠેલાનું, એક વિદ્યાપરાવર્તન સમાપ્ત કરાયું, વિધાધર વડે તે રુધિરમાંસમથી આહુતિ તેને અપાઈ, તેના વડે=અગ્નિકુંડ પાસે બેઠેલા રાજા વડે, અગ્નિકુંડમાં પ્રક્ષિપ્ત કરાઈ, ફરી જાપ પ્રારંભ કરાયો. ત્યારપછી આ રીતે જેમ નરકપાલ તારકને તેમ તે વિદ્યાધર મારા શરીરના બીજા બીજા પ્રદેશથી બૂમો પાડતા મારી માંસપેશીને કાઢે છે. તે પ્રદેશને નિષ્પીડન કરીને રુધિરને ગાળે છે. તેનું રુધિરનું, ચલુકભરીને સાધક એવા રાજાને આહુતિ માટે આપે છે–તે વિદ્યાધર આપે છે, અને તે-રુધિરથી ભરાયેલું ચલક, વિદ્યાના પરાવર્તનની સમાપ્તિમાં ગ્રહણ કરીને અગ્નિમાં પ્રસિદ્ધ કરે છે=તે રાજા તે રુધિરને અગ્નિમાં પ્રક્ષિપ્ત કરે છે, તેથી તે વિદ્યાધર મારા શરીરમાંથી રુધિર કાઢે છે તેથી, વેદનાથી વિહ્વળ થયેલો મૂર્છાથી હું ભૂતલમાં પડ્યો. વળી, પ્રગુણશરીરપણું હોવાને કારણે=હષ્ટપુષ્ટ શરીરપણું હોવાને કારણે, હર્ષિત થયેલો નિષ્કરુણ એવો વિચાર મને ગાઢતર કાપે છે. એટલામાં=વિદ્યાધર મારા શરીરને કાપે છે એટલામાં, અટ્ટહાસ વડે આકાશના હસિતની જેમ, પ્રલયના મેઘ વડે ગર્જના કરાયાની જેમ, સમુદ્રના ગુલગુલિતની જેમ, પ્રચલિત પૃથ્વીની જેમ, દીપ્ત જિલ્લાવાળા શિયાળોથી રસિત=અવાજ કરાયો, વિકૃતરૂપવાળા વેતાલો વડે નૃત્ય કરાયું, રુધિરનો વરસાદ થયો. ત્યારપછી આવા પ્રકારના રોદ્ર ભયવિશેષો હોતે છતે પણ અણુભિતચિતવાળા એવા રાજાને તે શૂરવિદ્યા અભિમુખ થઈ. એકસો આઠ જાપ સમાપ્ત થયો. તેથી હું તને સિદ્ધ છું એ પ્રમાણે બોલતી વિદ્યા પ્રગટ થઈ, નમતા એવા સાધક વડે=જમતા એવા તે રાજા રૂપ સાધક વડે, તેના શરીરમાં=પોતાના શરીરમાં, પ્રવેશ કરાવાઈ, ત્યારપછી કપાયેલા શરીરવાળા, નિષ્પીડિત રુધિરથી બીભત્સ, કરુણ રડતા એવા મને જોઈને તે રાજા મારા ઉપર દયાવાળો થયો, આવા વડે દાસીત્કાર કરાયો, તેથી વિદ્યાધર વડે આ વારણ કરાયો અને તેના વડે કહેવાયું=વિદ્યાધર વડે કહેવાયો આ વિદ્યાનો આ જ કલ્પ છે= આચાર છે, તે “તુત'થી બતાવે છે – આના ઉપર દયા કરવી જોઈએ નહીં=જેના રુધિર આદિથી આહુતિ અપાય છે તેના ઉપર દયા કરવી જોઈએ નહીં, ત્યારપછી વિદ્યાધર વડે કોઈક લેપ દ્વારા મારું શરીર લેપાયું, તેથી હું ચારે બાજુથી તીવ્ર વક્તિ દ્વારા બળતો ન હોઉં, જાણે વજથી ચૂર્ણ કરાતો ન હોઉં, યંત્રથી જાણે પીલાતો ન હોઉં, તેવી વેદનાના પ્રકર્ષતે પ્રાપ્ત કરાવાયો, તોપણ આ સુબદ્ધ,
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હણાયેલું મારું જીવિત નાશ ન પામ્યું, ક્ષણમાં તે લેપ દ્વારા અગ્નિથી બળાયેલા વૃક્ષ જેવું મારું શરીર થયું, તે બે દ્વારા ઉપાડાયો, તે નગરમાં હું લઈ જવાયો, સોજાતા નિમિત્તે મને આશ્લભોજન કરાવાયું. મારું શરીર શૂન્ય થયું, ત્યારપછી ફરી તે વિધિથી=પૂર્વમાં બતાવી તે જ વિધિથી મારાં માંસરુધિરની આહુતિઓ દ્વારા તે રાજા વડે સાત દિવસ સુધી એકસો આઠ, એકસો આઠ, વિદ્યાના જાપ કરાયા. અને તઅવસ્થાવાળો હું સાત દિવસ સુધી આહુતિ અપાયા પછી જેવી અવસ્થાવાળો હું હતો તેવી અવસ્થાવાળો હું, તારા વડે જોવાયો. તે આ=મેં અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, હે ભાઈ ! મારા વડે અનુભવ કરાયું. અને મારા હૃદયમાં સ્થિત છે. શું સ્થિત છે તે “યુત'થી બતાવે છે – પ્રાયઃ નરકમાં પણ આ પ્રકારના દુ:ખનો વિન્યાસ નથી, જે પ્રકારનો મારા વડે અનુભવ કરાયો.
મનીષિપ્રવેશ: मध्यमबुद्धिराह-हा भ्रातः! नोचितस्त्वमेवंविधदुःखानां, अहो निपुणता विद्याधरस्य, अहो रौद्रता विद्यायाः । अत्रान्तरे लोकाचारमनुवर्त्तमानो वार्तान्वेषणार्थमागतो मनीषी, श्रुतस्तेन द्वारि स्थितेन तथा परिदेवमानो मध्यमबुद्धिः, प्रविष्टोऽभ्यन्तरे, कृतेतराभ्यामासनदानादिका प्रतिपत्तिः, विहितं संभाषणम् । ततो मनीषिणाऽभिहितं-मध्यमबुद्धे ! किमिति त्वं परिदेवयसे? मध्यमबुद्धिराह-भ्रातः! अलौकिकमिदं परिदेवनकारणम् । मनीषिणोक्तं-कथम्? ततः कथितो मध्यमबुद्धिना समस्तोऽप्युद्यानगमनादिविद्याधरविकतनपर्यन्तो बालव्यतिकरः ।
મનીષીનો પ્રવેશ મધ્યમબુદ્ધિ કહે છે – હે ભાઈ ! આવા પ્રકારના દુઃખોને ઉચિત તું નથી. અહો વિદ્યાધરની નિર્દયતા, અહો વિઘાની રોદ્રતા, એટલામાં, લોકાચારને અનુવર્તતો=ભાઈની પૃચ્છા કરવી જોઈએ એ પ્રકારના લોકાચારને અનુવર્તતો, મનીષી વાર્તાની પૃચ્છા માટે આવ્યો, દ્વારમાં રહેલા એવા તેના વડે તે પ્રકારે દુઃખી થતો મધ્યમબુદ્ધિ સંભળાયો, અભ્યત્તરમાં પ્રવેશ કરાવાયો–મધ્યમબુદ્ધિ વડે પ્રવેશ કરાવાયો, ઇતર બે દ્વારા=બાલ અને મધ્યમબુદ્ધિ દ્વારા, આસનદાનઆદિ પ્રતિપત્તિ કરાઈ, સંભાષણ કરાયું, ત્યારપછી મનીષી વડે કહેવાયું – હે મધ્યમબુદ્ધિ, કયા કારણથી તું દુઃખી થાય છે ? મધ્યમબુદ્ધિ કહે છે – ભાઈનું અલૌકિક આ=પ્રસંગ, દુઃખતું=ચિત્તસંતાપનું કારણ છે, મનીષી વડે કહેવાયું. કેવી રીતે ?=ભાઈનું આ ચરિત્ર કેવી રીતે દુ:ખનું કારણ છે? ત્યારપછી=મનીષીએ પૂછ્યું ત્યારપછી, મધ્યમબુદ્ધિ વડે સમસ્ત પણ ઉદ્યાનના ગમન આદિથી માંડીને વિદ્યાધરથી કપાવા સુધી બાલનો વ્યતિકર કહેવાયો.
मनीषिकृत उपदेशः ततः पूर्वमेव ज्ञातनिःशेषव्यतिकरेणापि मुग्धेनेव विस्मितेक्षणेन समस्तमाकर्ण्य मनीषिणाऽभिहितं
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૬૭ किमीदृक संपन्नं बालस्य? हा न युक्तमिदं, यदि वा कथितमिदं मया प्रागेवास्य यथा न सुन्दरोऽनेन स्पर्शनेन पापमित्रेण सार्द्ध संबन्धः, तज्जनितेयमस्यानर्थपरम्परा, तथाहि-हेतुरसावनार्यकार्यसङ्कल्पस्य, अनार्यकार्यसङ्कल्पे वर्तमानाः प्राणिनः संक्लिष्टतया चित्तस्य, प्रबलतया पापोदयस्याप्राप्ताभिप्रेतार्था एव बडिशग्रहणप्रवृत्ता इव मत्स्यका निपतन्त्यापद्गहने, लभन्ते मरणम् । न खल्वनुपायतोऽर्थसिद्धिः, अनुपायश्चानार्यकार्यसङ्कल्पः सुखलाभानाम्, स हि क्रियमाणो धैर्य ध्वंसयति, विवेकं नाशयति, चित्तं मलिनयति, चिरन्तनपापान्युदीरयति, ततः प्राणिनं समस्तानर्थसाथै योजयति, ततः कुतोऽनार्यसङ्कल्पात् सुखलाभगन्धोऽपीति । तस्मादिदं सर्वं सुदुश्चरितविलसितं बालस्य, योऽयं मद्वचनं न विधत्ते किमत्र भवतः परिदेवितेनेति । बालः प्राह-मनीषिन्! अलमनेनाऽसम्बद्धप्रलापेन? न खलु सत्पुरुषाणां महार्थसाधनप्रवृत्तानामप्यन्तराले व्यसनं मनो दुःखयति, यद्यद्यापि तां कमलकोमलतनुलतां मदनकन्दलीं प्राप्नोमि ततः कियदेतद्दःखम् ? तदाकर्ण्य कालदष्टवदसाध्योऽयं सदुपदेशमन्त्रतन्त्राणामित्याकलय्य मनीषिणा गृहीतो दक्षिणभुजाग्रे मध्यमबुद्धिः, उत्थाप्य ततः स्थानात् प्रवेशितः कक्षान्तरे ।
મનીષી વડે અપાયેલ ઉપદેશ ત્યારપછી પૂર્વમાં જ જાગ્યો છે સમસ્ત વ્યતિકર છતાં પણ મુગ્ધની જેમ વિસ્મિતનેત્રવાળા મનીષી વડે સમસ્ત વ્યતિકરને સાંભળીને કહેવાયું – બાલને આવા પ્રકારનું પ્રાપ્ત થયું? ખરેખર આ યુક્ત નથી. અથવા મારા વડે પૂર્વમાં જ આવે=બાલને, આ કહેવાયું હતું. શું કહેવાયું હતું? તે “યથા'થી કહે છે – પાપમિત્ર એવા સ્પર્શત સાથે સંબંધ સુંદર નથી. તેનાથી જનિત આને=બાલને, આ અનર્થની પરંપરા છે, તે આ પ્રમાણે – આ=સ્પર્શન, અનાર્યકાર્યના સંકલ્પનો હેતુ છે=જેને ગાઢ સ્પર્શતની આસક્તિ છે તે સર્વ પ્રકારનાં અનુચિત કાર્યો કરે છે તેથી સર્વ અનુચિત કાર્યના સંકલ્પનો હેતુ સ્પર્શતનો પરિણામ છે, અને અનાર્ય કાર્યના સંકલ્પમાં વર્તતા જીવો ચિત્તના સંક્ષિપણાને કારણે પાપોદયના પ્રબલપણાને કારણે, અપ્રાપ્ત અભિપ્રેત અર્થવાળા જ=પોતાને જે ઈષ્ટ અર્થ છે તેને પામ્યા વગર જ, માંસને ગ્રહણ કરવામાં પ્રવૃત મત્સ્યની જેમ આપત્તિના ગહનમાં પડે છે અને મરણને પામે છે, ખરેખર અનુપાયથી અર્થતી સિદ્ધિ થતી નથી અને અનાર્યકાર્યનો સંકલ્પ સુખના લાભનો અનુપાય છે=બાલે સુખના લાભ અર્થે દેવની શય્યામાં સૂવાનો સંકલ્પ કર્યો તે રૂપ અનાર્યકાર્યનો સંકલ્પ સુખના લાભનો અનુપાય છે, દિ=જે કારણથી, કરાતો એવો તે કરાતો એવો અનાર્યકાર્યનો સંકલ્પ, ધૈર્યનો ધ્વંસ કરે છે. વિવેકનો નાશ કરે છે. ચિત્તને મલિન કરે છે, ચિરન્તન પાપોની ઉદીરણા કરે છે.
અનુચિત કાર્યોનો સંકલ્પ જીવને મૂઢ બનાવીને ધીરતાપૂર્વક ઉપાયમાં પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરતો નથી. પરંતુ આવેગને વશ પ્રવૃત્તિ કરાવે છે. તેથી ઇષ્ટ એવા કાર્યને સાધવાને અનુકૂળ વૈર્યનો નાશ કરે છે. વળી મારા સંયોગાનુસાર હું શું કરું જેથી મને સુખ થાય અને દુઃખની પરંપરા ન થાય તેનો વિચાર કરવાને
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અનુકૂલ વિવેકનો નાશ કરે છે. શિષ્યલોકને ગહિંત એવી પ્રવૃત્તિવાળું ચિત્ત હોવાથી ચિત્તને મલિન કરે છે અને ભૂતકાળમાં જે પાપપ્રકૃતિઓ બાંધેલી છે તે પાપપ્રકૃતિઓ મૂઢતાપૂર્વક ક્લિષ્ટપ્રવૃત્તિ કરવાની પરિણતિ દ્વારા ઉદીરણા કરાય છે. તેથી જે પાપપ્રકૃતિઓ તત્કાલફળ આપનારી ન હતી તે વિપાકમાં આવે છે.
તેથી=અનાર્યકાર્ય કરવાના સંકલ્પ થાય છે તેથી, પ્રાણીઓ સમસ્ત અનર્થોના સમૂહમાં યોજાય છે. તેથી અનાર્ય સંકલ્પથી=અનુચિત સંકલ્પથી, સુખના લાભની ગંધ પણ ક્યાંથી હોય, તે કારણથી= અનાર્યકાર્યતા સંકલ્પો અનર્થોની પરંપરાનું કારણ છે તે કારણથી, આ સર્વ બાલના અત્યંત દુશ્ચરિતનું વિલસિત છે=બાલે મૂઢતાને વશ સ્પર્શતને આધીન જે અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરેલ છે, તેનાથી આ સર્વ અનર્થની પરંપરા પ્રાપ્ત થઈ છે, જે આ બાલ, મારાવચનને સ્વીકારતો નથી, એમાં બાલમાં, તારા સંતાપથી શું? બાલ કહે છે. તે મનીષી ! આ અસંબદ્ધ પ્રલાપથી સર્યું=સ્પર્શનના સુખ માટે મેં જે શ્રમ કર્યો છે તેનાથી આ સર્વ દુઃખો થાય છે એ પ્રકારના આ અસંબદ્ધપ્રલાપથી સર્યું, ખરેખર મહાર્થના સાધનમાં પ્રવૃત્ત પણ પુરુષોને અંતરાલમાં પ્રાપ્ત થતું સંકટ મનને દુઃખ આપતું નથી. જો હજી પણ કમલના જેવી કોમલ શરીરવાળી તે મદનકંદલીને હું પ્રાપ્ત કરું તો આ દુઃખ કેટલું છે ? અર્થાત્ કંઈ નથી, તેને સાંભળીને=બાલને સાંભળીને, કાલદષ્ટ સર્પની જેમ=મૃત્યુનું કારણ બને તેવા સર્પથી દંશાયેલા પુરુષની જેમ, સદુપદેશ રૂપ મંત્ર તંત્રને આ બાલ અસાધ્ય છે એ પ્રમાણે જાણીને મનીષી વડે જમણી ભુજાના અગ્રભાગમાં મધ્યમબુદ્ધિ ગ્રહણ કરાયો. તે સ્થાનથી ઊભો કરીને બીજા સ્થાનમાં પ્રવેશ કરાવ્યો.
મનીષિમધ્યમવુથ્થોઃ સંતિઃ अभिहितश्चासौ-भ्रातः! यद्येष बालः सत्यं बाल इव नात्महितं जानीते, तत्किं भवताऽस्य पृष्ठतो विलग्नेन विनष्टव्यम् ? मध्यमबुद्धिराह-बोधितोऽहमिदानीं भवता, योऽयं भवदुपदेशमपि लङ्घयति तेनालं मम बालेनेति । अन्यच्च-अतिलज्जनीयोऽयं व्यतिकरः, तत्किमेष न ज्ञातस्तातेन । मनीषिणाऽभिहितं-न केवलेन, तर्हि ? समस्तनगरोपेतेन, भद्र! केन हि प्रभातं कटकेनाच्छाद्यते । मध्यमबुद्धिराह-कथं ज्ञातः? मनीषिणाऽभिहितं-कामदेवभवनवृत्तान्तस्तावद् बहुलोकप्रतीत एव किं तस्य ज्ञास्यते? विद्याधरहरणवृत्तान्तस्तु प्राप्त इति त्वदीयहाहारवात्प्रबुद्धास्तदा लोकाः, तैर्विज्ञाय नगरे प्रचारितः । मध्यमबुद्धिना चिन्तितं-अये! किलाहं मातुःपुत्रोऽमुं व्यतिकरं गोपयामि यावता गाढतरं प्रकाशः संपन्नः, सुप्रच्छन्नमपि हि विहितं प्रयोजनं प्रायः प्रकाशत एव लोके, विशेषतः पापं, तस्मादुर्बुद्धिरेषा प्राणिनां यया स्वाचरितं पापं प्रच्छादयन्ति ।
મનીષી અને મધ્યમબુદ્ધિની સંગતિ અને આ કહેવાયો–મધ્યમબુદ્ધિ મનીષી વડે કહેવાયો, હે ભાઈ ! જો આ બાલ ખરેખર બાલની
Page #190
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૬૯ જેમ આત્મહિતને જાણતો નથી, તો શું આ બાલની પાછળ લાગેલા તારે પણ વિનાશ પામવું છે? અર્થાત્ સ્વયં વિનાશ પામવું જોઈએ નહીં, મધ્યમબુદ્ધિ કહે છે તારા વડે=મતીથી વડે, હમણાં હું બોધિ કરાયો છું જે આ બાલ તારા ઉપદેશને પણ ઉલ્લંઘન કરે છે તે આ બાલ વડે મને સર્યું અને બીજું અતિલજ્જનીય આ વ્યતિકર છે=બાલનો પ્રસંગ છે, તે શું આ=બાલનો વ્યતિકર, પિતા વડે જણાયો નથી, એ પ્રકારે મધ્યમબુદ્ધિ પૂછે છે. મનીષી વડે કહેવાયું – કેવલ પિતા વડે બાલનો વ્યતિકર જ્ઞાત નથી, તો શું? એથી કહે છે, સમસ્તનગર યુક્ત પિતા વડે જ્ઞાત છે. તે ભદ્ર ! પ્રભાત કોઈક પટ દ્વારા આચ્છાદન કરી શકાય ? અર્થાત્ કરી શકાય નહીં, તેમ બાલતો વ્યતિકર અત્યંત પ્રગટ હોય તો કેવી રીતે બધા લોકોથી જ્ઞાત ન થાય, મધ્યમબુદ્ધિ કહે છે – કેવી રીતે જ્ઞાત થયો ?= બાલનો પ્રસંગ બધાને કેવી રીતે જ્ઞાત થયો ? મનીષી વડે કહેવાયું – કામદેવના ભવનનો વૃત્તાંત ઘણા લોકોને પ્રતીત જ છે, તેને શું જણાવાય? અર્થાત્ જ્ઞાત જ છે. વળી, પ્રાપ્ત થયો' એ પ્રકારના તારા હાહારવથી=હું આવું છું. આવું છું એ પ્રકારના તારા હાહારવથી, ત્યારે લોકો પ્રબુદ્ધ થયા. તેઓ વડે વિદ્યાધરના હરણનો વૃત્તાંત જાણીને તગરમાં પ્રચાર કરાયો. મધ્યમબુદ્ધિ વડે વિચારાયું – ખરેખર ! માતાનો પુત્ર=ગાલનો સગો ભાઈ, એવો હું મધ્યમબુદ્ધિ આ વ્યતિકરને ગોપવું છું=બાલવા વ્યતિકરને ગોપવું છું, જ્યાં સુધી ગાઢતર પ્રકાશને પામ્યોકબાલનો પ્રસંગ અત્યંત પ્રકાશને પામ્યો, સુપ્રચ્છન્ન પણ કરાયેલું પ્રયોજન પ્રાયઃ લોકમાં પ્રકાશ જ પામે છે, વિશેષથી પાપ લોકમાં પ્રકાશ પામે છે. તે કારણથી પ્રાણીઓની આ દુર્બુદ્ધિ છે જેના કારણે સ્વઆચરિત પાપને છુપાવે છે.
मनीष्यादीनामवस्था इदं हि केवलमधिकतरं मोहविलसितं सूचयतीत्येवं विचिन्त्य ततस्तेनाभिहितं-मनीषिन्! अमुं वृत्तान्तमुपलभ्य भवता किमाचरितम्? किं तातेन? किमम्बाभ्याम् ? किं वा नगरलोकेन? इति श्रोतुमिच्छामि । मनीषिणाऽभिहितं-भ्रातः! समाकर्णय, मम तावदुपेक्षा निर्गुणेषु सतामितिभावनया संजातं बालं प्रति माध्यस्थ्यं, तथा क्लिश्यमानेषु दयावन्तः सन्त इति पर्यालोचनया प्रादुर्भूता तवोपरि महती करुणा, तथा मुक्तोऽहं पापमित्राभिष्वङ्गजनितानामेवंविधानामपायानामित्याकलनया संजाताऽऽत्मन्यास्थाबुद्धिः, गुणाधिकेषु प्रमोदवन्तो महात्मान इति विमर्शेन धन्यः पुण्यभागसौ भवजन्तुः येनायं समस्तानर्थहेतुः स्पर्शनः पापवयस्यः सर्वथा निराकृत इत्यालोचयतः समुल्लसितस्तं प्रति हर्षः । तातेन तु केवलमट्टहासेन हसितं, मयाऽभिहितं-तात! किमेतत् ? तातेनाभिहितं-पुत्र! यन्मयि प्रतिकूले संपद्यते तत्संपन्नं बालस्य, अतो मे हर्षः । हा जात! क्व गतोऽसि ? इति परिदेवितं सामान्यरूपया, न सञ्जातो मामकतनयस्यापाय इति हृष्टा चित्तेन मदीयजननी, नगरस्य तु सम्पन्नो बालहरणेन प्रमोदः, सञ्जाता त्वदीयगमनेन करुणा, प्रादुर्भूतः स्वस्थावस्थानदर्शनेन ममोपरि पक्षपातः ।
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
મનીષી આદિની અવસ્થા આ=પાપ કર્યા પછી છુપાવવાનો યત્ન કરે છે, કેવલ અધિકતર મોહવિલસિત સૂચન કરે છે, આ પ્રમાણે વિચારીને ત્યારપછી તેના વડે=મધ્યમબુદ્ધિ વડે, કહેવાયું. હે મનીષી ! આ વૃત્તાંતને સાંભળીને તારા વડે શું આચરણ કરાયું? કર્મવિલાસરૂપ પિતા વડે, શું આચરણ કરાયું ? બે માતાઓ વડે શું આચરણ કરાયું ?=મધ્યમબુદ્ધિની સામાન્યરૂપા માતા અને મનીષીની શુભસુંદરી રૂપ માતા વડે શું આચરણ કરાયું ? અથવા તગરલોક વડે શું આચરણ કરાયું ? એ પ્રમાણે હું સાંભળવા ઇચ્છું છું. મનીષી વડે કહેવાયું – હે ભાઈ ! સાંભળ, નિર્ગુણોમાં પુરુષોની ઉપેક્ષા છે એ ભાવનાથી મને બાલ પ્રત્યે માધ્યસ્થ થયું અને ક્લેશ પામતા જીવો વિશે સંતો દયાવાળા છે એ પ્રકારના પર્યાલોચનથી તારા ઉપર મહાન કરુણા પ્રગટ થઈ અને પાપમિત્રના અભિવૃંગથી જનિત=સ્પર્શતરૂપ પાપમિત્રતા ગાઢ રાગથી જનિત, આવા પ્રકારના અપાયોના=જેવા પ્રકારના અનર્થો બાલને પ્રાપ્ત થયા એવા પ્રકારના અપાયોના, અતર્થોથી હું મુકાયો એ પ્રમાણે જાણવાને કારણે આત્મામાં આસ્થાબુદ્ધિ થઈકમનીષીએ સ્પર્શતની મૂળશુદ્ધિ કરીને જે પ્રકારે સ્પર્શતને શત્રુબુદ્ધિથી જાણીને બહિર્ષાયાથી મિત્રબુદ્ધિ સ્વીકારી છે તેમાં આસ્થાબુદ્ધિ થઈ, (અહીં ‘વંવિધાનામ્ પાનામ્' પછી ‘અનર્થ' હોવાની સંભાવના છે.) ગુણાધિકમાં મહાત્માઓ પ્રમોદવાળા હોય છે એ પ્રકારના વિમર્શથી ધન્ય, પુણ્યશાળી આ ભવજંતુ છે. જેના વડે સમસ્ત અનર્થનો હેતુ, પાપમિત્ર એવો આ સ્પર્શત સર્વથા નિરાકરણ કરાયો એ પ્રમાણે સમાલોચન કરતા એવા મને તેના પ્રત્યે=ભવજંતુ પ્રત્યે, હર્ષ ઉલ્લસિત થયો. વળી, પિતા વડે કેવલ અટ્ટહાસ્યથી હસાયું. મારા વડે પુછાયું - હે તાત ! આ કેમ=કેમ તમારા વડે હસાયું ? તાત એવા કર્મવિલાસરાજા વડે કહેવાયું – હે પુત્ર ! હું પ્રતિકૂલ હોતે છતે બાલને જે પ્રાપ્ત થયું આથી=મારા પ્રતિકૂલપણામાં બાલને જે પ્રાપ્ત થયું આથી, મારોઃકર્મવિલાસનો, હર્ષ છે. તે પુત્ર ! તું ક્યાં ગયો છે? એ પ્રમાણે સામાન્યરૂપા માતા વડે પરિતાપ કરાયો.
મધ્યમબુદ્ધિનાં સામાન્યરૂપ કર્મ હતાં અને મધ્યમબુદ્ધિની બાલ પાછળની તે પ્રકારની પ્રવૃત્તિ ઉચિત નથી તેમ જણાય છે તે બતાવવા માટે કહે છે કે સામાન્યરૂપા એવી તેની માતા વડે મધ્યમબુદ્ધિની એ પ્રકારની પરિસ્થિતિને કારણે ચિંતા કરાઈ. મારા પુત્રને અપાય થયો નથી, એથી મારી માતા ચિત્તથી હર્ષિત થઈ. મનીષીની માતાએ જોયું કે પાપમિત્ર સાથે જે રીતે બાલને સ્નેહ છે અને મધ્યમબુદ્ધિને બાલ પ્રત્યે સ્નેહ છે તેને કારણે જ ક્લેશને પામે છે, વળી, મનીષી વિચારક હોવાથી ક્લેશને પામતો નથી, તેથી તેનાં શુભકર્મો અક્લેશભાવને કારણે અતિશયવાળાં થાય છે અને ઉચિત વિચારણા કરીને મનીષી સર્વત્ર ઉચિત વર્તન કરે છે. તેથી તેનાં શુભકર્મો અતિશયવાળાં થાય છે તે તેની માતાનો હર્ષ છે.
વળી, બાલતા હરણથી તગરના લોકોને પ્રમોદ થયો. વળી, તારા જવાથી કરુણા થઈ. સ્વસ્થ અવસ્થાના દર્શનથી=બાલ પ્રત્યેના મૂઢ સ્નેહભાવના અભાવને કારણે મારી સ્વસ્થ અવસ્થાના દર્શનથી, મારા
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઉપર પક્ષપાત થયો=નગરના લોકોને પક્ષપાત થયો.
આ મનીષી ઉચિત કૃત્ય કરનાર છે જેથી પાપી એવા બાલ પાછળ પોતે ક્લેશ પામતો નથી એ પ્રકારનો પક્ષપાત થયો.
તofમપ્રાયઃ मध्यमबुद्धिराह-कथमेतल्लक्षितं भवता? मनीषिणाऽभिहितं-निर्गतोऽहमासं[सीत्. मु] तदा नगरे कुतूहलेन भ्रमणिकया, ततः श्रुता मया परस्परं जल्पन्तो लोकाः 'यदुत-अहो सुन्दरं संपन्नं यदसौ कलङ्कहेतुनिजकुलस्य, दुष्टोऽन्तःकरणेन, वर्जितो मर्यादया, बहिर्भूतः सदाचारात्, निरतः सततमगम्यगमने, अत एवोपतापकरो नगरस्य बालः केनापि महात्मनाऽपहत इति । अन्येनाभिहितंसुष्ठु सुन्दरमेवं तु सुन्दरतरं भवति यद्यसौ छिन्नो, भिन्नो, व्यापादितश्च श्रूयते, यतस्तस्मिन्नेकान्ततः प्रलीने एव पापे नागरिकाणां शीलसंरक्षणं संपत्स्यते, नान्यथा । अन्येनाभिहितं सुन्दरमिदं, केवलं यदसौ मध्यमबुद्धिस्तपस्वी तस्य पृष्ठतो लग्नः क्लिश्यते, तन्न चारु, स हि विशिष्टप्रायः प्रतिभासतेऽस्माकम् । ततोऽपरः प्राह-भद्र! ये पापवृ(प्रवृत्ता. प्र)त्तीनां वत्सला भवन्ति तेषां कीदृशी विशिष्टता? न खलु जात्यकनकं श्यामिकया सह संसर्गमर्हति, अत एव लभन्ते तद्द्वारेणैव दुःखपरंपरां, अयशश्च लोके, किमत्राश्चर्यम् ? ये पुनरादित एव पापानुष्ठानाशुभजनसंपर्कं रहयन्ति तेषां नैष दोषोऽनुयुज्यते, अत्रार्थे अयमेव मनीषी दृष्टान्तः, योऽयं महात्मा परिहतपापप्रवणबालवात्सल्यो निष्कलङ्क सुखेन जीवति' इति? ततस्तं लोकवादमाकर्णयता मयेदं लक्षितमिति ।
લોકનો અભિપ્રાય મધ્યમબુદ્ધિ કહે છે – આ નગરના જીવોને આપણા ત્રણ વિષયક આ પ્રકારના ભાવો થયા છે એ, તારા વડે કેવી રીતે નિર્ણય કરાયો ?=મનીષી વડે નિર્ણય કરાયો ? મનીષી વડે કહેવાયું, ત્યારે
જ્યારે બાલનું અપહરણ થયું ત્યારે, નગરમાં કુતૂહલ વડે ભ્રમણ કરવા હું નીકળેલો હતો, તેથી પરસ્પર બોલતા લોકો મારા વડે સંભળાયા, શું બોલતા સંભળાયા ? તે ‘ડુતથી બતાવે છે – અહો સુંદર થયું જે કારણથી આ=બાલ, નીચકુળના íકનો હેતુ, અંતઃકરણથી દુષ્ટ, મર્યાદાથી રહિત, સદાચારથી બહિર્ભત=સદાચારથી રહિત, સતત અગમ્યગમતમાં નિરત છે, આથી જ તગરના ઉપતાપને કરનારો બાલ કોઈક પણ મહાત્મા વડે અપહરણ કરાયો. બીજા વડે કહેવાયું અત્યંત સુંદર છે વળી, આ રીતે સુંદરતર થાય જો આ=બાલ છેદાયેલો, ભેદાયેલો અને મારી નંખાયેલો સંભળાય, જે કારણથી એકાંતથી તે પાપી નાશ કરાયે છતે જ નાગરિકોના શીલનું સંરક્ષણ થશે. અન્યથા નહીં. બીજા વડે કહેવાયું આ સુંદર છે. કેવલ જે આ મધ્યમબુદ્ધિ તપસ્વી તેની પાછળ લાગેલો ક્લેશ પામે છે તે સુંદર નથી. f=જે કારણથી, તે મધ્યમબુદ્ધિ, અમને વિશિષ્ટ પ્રાય જણાય છે. અર્થાત્ સુંદર
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રકૃતિવાળો જણાય છે. ત્યારપછી બીજો પુરુષ કહે છે – હે ભદ્ર! જે પાપવૃત્તિવાળાના વત્સલો છે= પાપવૃત્તિવાળા પ્રત્યે લાગણીવાળા છે, તેઓની વિશિષ્ટતા કેવા પ્રકારની ? અર્થાત્ તે પણ સુંદર નથી મધ્યમબુદ્ધિ પણ સુંદર નથી. ખરેખર જાત્યસુવર્ણ શ્યામિકાની સાથે સંસર્ગને યોગ્ય નથી.
જો આ મધ્યમબુદ્ધિ જાત્યસુવર્ણની જેમ સુંદર હોત તો શ્યામિકા જેવા બાલની સાથે સંસર્ગને પામે નહીં. આથી જ=પાપી સાથે સંસર્ગ પામે છે આથી જ, તેના દ્વારા જ=પાપીના સંસર્ગ દ્વારા જ, દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે અને લોકમાં અપયશને પ્રાપ્ત કરે છે. એમાં પાપીના સંસર્ગથી મધ્યમબુદ્ધિ અનર્થો પ્રાપ્ત કરે છે એમાં, શું આશ્ચર્ય છે? વળી, જે જીવો પ્રથમથી જ પાપઅનુષ્ઠાતવાળા અશુભજનના સંપર્કનો ત્યાગ કરે છે, તેઓને આ દોષ=દુખોની પરંપરા અને અપયશનો દોષ, પ્રાપ્ત થતો નથી. આ અર્થમાં=આદિથી જ પાપી જીવોના સંપર્કનો ત્યાગ કરે છે એ અર્થમાં, આ જ મનીષી દષ્ટાંત છે. પરિહાર કર્યું છે પાપમાં તત્પર એવા બાલનું વાત્સલ્ય જેને એવો જે આ મહાત્મા મનીષી નિષ્કલંક સુખથી જીવે છે, તેથી તે લોકવાદને સાંભળતા મારા વડે આ જણાયું=નગરલોકનો અભિપ્રાય મારા વડે જણાયો.
| મધ્યમવુદ્ધર્વોથ: मध्यमबुद्धिना चिन्तितम्
ગયાશ્લોક :
दोषेषु वर्तमानस्य, नरस्यात्रैव जन्मनि । नास्त्येव सुखगन्धोऽपि, केवलं दुःखपद्धतिः ।।१।।
મધ્યમબુદ્ધિનો બોધ શ્લોકાર્ધ :
મધ્યમબુદ્ધિ વડે વિચારાયું ખરેખર ! દોષોમાં વર્તમાન મનુષ્યને આ જ જન્મમાં સુખની ગંધ પણ નથી જ, કેવલ દુઃખની પદ્ધતિ છે. [૧] શ્લોક :
स हि दुःखभराक्रान्तस्तावता नैव मुच्यते ।
आक्रोशदानतस्तस्य, लोकोऽन्यद्वैरिकायते ।।२।। શ્લોકાર્ચ -
દુઃખના સમૂહથી આક્રાંત થયેલો ત્યાં સુધી દોષોમાં વર્તે છે ત્યાં સુધી, મુક્ત થતો નથી, બીજું આક્રોશ આપવાથી લોક તેનો શત્રુ થાય છે. પરિણા
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બ્લોક :
एकं स दुःखैर्निर्दग्धो, द्वितीयं निन्दितो जनैः ।
गण्डस्योपरि संजातः, स्फोटो बालस्य दुर्मतेः ।।३।। શ્લોકાર્થ :
એક તે બાલ દુઃખો વડે બળેલો છે, બીજું મનુષ્ય વડે નિંદા કરાયો છે. દુર્મતિ એવા બાલને ગંડ ઉપર સ્ફોટ થયો. Il3II. શ્લોક :
जनानां करुणास्थानं, जातोऽहं बालमीलनात् ।
कलितस्तादृशः प्रायः, कैश्चित्तत्त्वविचारकैः ।।४।। શ્લોકાર્ધ :
બાલના મિલનથી લોકોનું કરુણાસ્થાન હું થયો. કેટલાક તત્વવિચારકો વડે તેવા પ્રકારનો પ્રાયઃ હું જણાયો. અર્થાત્ આ કરુણાપાત્ર છે તેવા પ્રકારનો હું જણાયો. llll શ્લોક -
સુથાર: સત નિન્યો, મમેવાની વિનાનતઃ |
तस्मान्न युक्तः संसर्गो, बालेन सह पापिना ।।५।। શ્લોકાર્ય :
તે કારણથી પાપી એવા બાલની સાથે દુઃખની ખાણ, સંતોને સિંધ એવો સંબંધ હમણાં જાણતા એવા મને યુક્ત નથી. આપા શ્લોક :
गुणेषु वर्तमानस्य, नरस्यात्रैव जन्मनि ।
जायन्ते संपदः सर्वा, यथाऽस्यैव मनीषिणः ।।६।। શ્લોકાર્ચ -
ગુણમાં વર્તતા મનુષ્યને આ જ જન્મમાં સર્વ સંપત્તિઓ થાય છે, જે પ્રમાણે આ જ મનીષીને સર્વ સંપત્તિ થઈ. JIslI
શ્લોક :
તથાદિअकलङ्कः सुखी नित्यं श्लाघनीयो विपश्चिताम् । बालस्पर्शनसंसर्गभीरुत्वादेष वर्त्तते ।।७।।
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્લોકાર્થ ઃતે આ પ્રમાણે
- બાલ અને સ્પર્શનના સંસર્ગથી ભીરુપણાને કારણે કલંક રહિત, બુદ્ધિમાનોને શ્લાઘનીય આ=મનીષી, નિત્ય સુખી વર્તે છે. IIII
શ્લોક ઃ
શ્લોકાર્થ
:
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
–
तथापि लोका दोषेषु, सततं विहितादराः ।
गुणेषु शिथिलोत्साहा, वर्त्तन्ते पापकर्मणः ।।८ ।।
તોપણ=દોષોથી આ લોકમાં જ અનર્થો થાય છે અને ગુણોથી આ લોકમાં જ સુખાદિ થાય છે એ પ્રકારે મધ્યમબુદ્ધિને જણાયું તોપણ, લોકો દોષોમાં સતત વિહિતાદરવાળા ગુણોમાં શિથિલ ઉત્સાહવાળાં પાપકર્મોથી વર્તે છે. I'
શ્લોક ઃ
तदेवं गुणदोषाणां विशेषं पश्यता मया ।
गुणेषु यत्नः कर्त्तव्यो य आदिष्टो मनीषिणा ।। ९ ।।
શ્લોકાર્થ :
તે કારણથી આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ગુણ અને દોષોનું વિશેષ જોતા એવા મારા વડે ગુણોમાં યત્ન કરવો જોઈએ, જે મનીષી વડે બતાવાયું છે. IIII
શ્લોક ઃ
ततश्चैवं विचिन्त्यासौ, बभाषे तं मनीषिणम् । ન શક્યમધુના તો, પ્રજાશમટિનું મયા ।।।।
શ્લોકાર્થ ઃ
તેથી=અત્યાર સુધી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો તેથી, આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, વિચારીને આ=મધ્યમબુદ્ધિ, તે મનીષીને કહે છે. હમણાં લોકમાં પ્રગટ રીતે જવા માટે શક્ય નથી. કેમ જવા માટે શક્ય નથી ? તેથી કહે છે. II૧૦]I
શ્લોક ઃ
लोका मां प्रश्नयिष्यन्ति, बालवृत्तान्तमञ्जसा । अतिलज्जाकरं तं च, नाहमाख्यातुमुत्सहे ।।११।।
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૭૫
શ્લોકાર્થ :
લોકો મને શીઘ બાલવૃત્તાંતનો પ્રશ્ન કરશે અને અતિલજ્જાકર એવા તેને=બાલવૃત્તાંતને, કહેવા માટે હું સમર્થ નથી. ll૧૧il શ્લોક :
अन्यच्च दुर्जना लोकाः, श्रुत्वा मेऽन्तःकदर्थनाम् ।
તવી નિતરાં તુષ્ટા, સિMત્તિ વિશેષતઃ ૨૨ાા. શ્લોકાર્ચ -
અને બીજું દુર્જન લોકો મારી અંતઃકદર્થનાને સાંભળીને અને તેની=બાલની અંતઃકદર્થનાને સાંભળીને, અત્યંત તુષ્ટ થયેલા વિશેષથી હસશે. II૧રી શ્લોક :
तस्माद् भ्रातः! ममात्रैव, स्थातुं सद्मनि युज्यते ।
जनस्य विस्मरत्येतद्यावद् बालविचेष्टितम् ।।१३।। શ્લોકાર્ચ -
તે કારણથી દુર્જન લોકો મારા ઉપર ઉપહાસ કરશે તે કારણથી, હે ભાઈ ! મને અહીં જ ઘરમાં રહેવું ઘટે છે. આ બાલવિચેષ્ટા જ્યાં સુધી લોકોને વિસ્મરણ થાય ત્યાં સુધી મને ઘરમાં રહેવું ઉચિત છે એમ અન્વય છે. [૧૩] શ્લોક :
मनीषिणोक्तं यत्तुभ्यं, रोचते तद्विधीयताम् ।
केवलं पापमित्रीयः, संपर्को वार्यते मया ।।१४।। શ્લોકાર્ય :
મનીષી વડે કહેવાયું, જે તને રુચે છે તે કર, કેવલ મારા વડે પાપમિત્ર સંબંધી સંપર્ક વારણ કરાય છે. [૧૪] ततः क्वचिदपि बहिरनिर्गच्छंस्तत्रैव सदने स्थितो मध्यमबुद्धिः, गतो मनीषी स्वस्थानम् ।
ત્યારપછી ક્યારે પણ બહાર નહીં નીકળતો મધ્યમબુદ્ધિ તે જ ઘરમાં રહો, મનીષી સ્વસ્થાનમાં ગયો.
ભાવાર્થ
ઋજુરાજા આદિ ચારેય જણા સંયમ ગ્રહણ કરે છે. તે જોઈને કાલજ્ઞ અને વિચક્ષણાને સમ્યકત્વ પ્રાપ્ત
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ થયું હોવાથી તેઓના સંયમના સ્વીકારને જોઈને અત્યંત હર્ષ થાય છે. અને વિચારે છે કે આપણે દેવભવના કારણે સંયમથી વંચિત થયાં છીએ, વળી, સમ્યગ્દષ્ટિ જીવોને સંયમીના જીવનને જોઈને સંયમનો અત્યંત રાગ થવાથી આ પ્રકારે વિચાર આવે છે કે દેવભવને કારણે આપણે સંયમની આરાધના કરવા સમર્થ થતા નથી. વળી, વિચારે છે કે ઘણા ભવોથી જેની પ્રાપ્તિ દુર્લભ છે એવું આપણને સમ્યકત્વ મળ્યું છે તે પણ આપણો મહાન પુણ્યોદય છે. તેથી ફલિત થાય કે સંયમનું સ્મરણ થાય ત્યારે સમ્યગ્દષ્ટિ જીવોને દેવભવ કરતાં મનુષ્યભવ પ્રત્યે પક્ષપાત થાય છે, તો પણ પોતાને દુર્લભ એવું સમ્યકત્વ મળ્યું છે તેથી પોતાનો ભવ પણ સફળ છે તેમ માને છે અને હંમેશાં સમ્યકત્વને નિર્મળ કરવા અર્થે દેવભવમાં પણ તેવા જીવો શક્તિઅનુસાર ઉદ્યમ કરે છે, તેથી શુદ્ધ સમ્યકત્વના માહાત્મથી તેઓને દેવભવકૃત ભોગતૃષ્ણા પણ બાધક થતી નથી. વળી, સમ્યકત્વ પામેલાં હોવાને કારણે વિચક્ષણા અને કાલજ્ઞ પૂર્વના મુગ્ધ અને અકુટિલા સાથેના સંબંધમાં પોતે પરસ્પર કઈ રીતે વિચારણા કરેલી તે પણ સરળભાવથી એકબીજાને કહે છે અને મધ્યસ્થતાપૂર્વક એક બીજાની ક્ષતિને જોઈને ઈર્ષાના દોષથી દૂર રહે છે, તેથી તેઓની પરસ્પરની પ્રીતિ પણ વિશેષ થાય છે, ક્ષુદ્રપ્રકૃતિઓ પણ અલ્પ થાય છે, તત્ત્વની વિચારણા સુંદર થાય છે, તે સર્વ પ્રાપ્ત થયેલા સમ્યત્વનું માહાભ્ય છે. વળી, તે કાલજ્ઞનું દૃષ્ટાંત બતાવીને મધ્યમબુદ્ધિની સામાન્યરૂપા માતા મધ્યમબુદ્ધિને મનીષી સાથે અને સ્પર્શનના સંબંધ વિષયક મધ્યસ્થતાથી વ્યવહાર કરવાનું સૂચન કરે છે. અને જ્યાં સુધી ઉચિત નિર્ણય ન થાય ત્યાં સુધી કાલક્ષેપ કરવાનું સૂચન કરે છે, તેનું કારણ મધ્યમબુદ્ધિવાળા જીવોનાં તેવાં સામાન્યરૂપ કર્મો હોવાથી જ્યાં સુધી વિશેષ નિર્ણય થાય નહીં ત્યાં સુધી તેઓનાં કર્મ કાલક્ષેપ માટે જ પ્રેરણા કરે છે. પરંતુ બાલની જેમ મૂઢતાથી સ્પર્શનનો પક્ષપાત કરવા પ્રેરણા કરતાં નથી અને મનીષીનાં વચનો સાંભળીને તેનો તે રીતે સ્વીકાર કરવા પણ તત્પર થતાં નથી. પરંતુ જ્યારે તેઓને સ્પર્શનથી જન્ય વિશિષ્ટ અનર્થો બાલના પ્રસંગથી પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે તેઓને મનીષીનું વચન આદરણીય જણાય છે. આથી જ મધ્યમબુદ્ધિ જીવ બાલની જેમ સ્પર્શનમાં ગાઢ આસકિતથી પ્રવર્તતો ન હતો તોપણ મનીષીની જેમ સ્પર્શનને શત્રુબુદ્ધિથી સ્વીકારવા તૈયાર થયો નથી. પરંતુ જ્યારે સ્પર્શનને અત્યંત આધીન થયેલ બાલને જે અનર્થની પરંપરા થઈ તેનો પ્રત્યક્ષથી નિર્ણય થયો ત્યારે મધ્યમબુદ્ધિને મનીષીનું વચન વિવેકવાળું જણાય છે. તેમ સંસારમાં જેઓ મધ્યમબુદ્ધિવાળા છે તેઓનાં વિપર્યાય આપાદક કર્મો કંઈક શિથિલ થયેલાં છે તોપણ ભોગસુખમાં સારબુદ્ધિ નિવર્તન પામતી નથી. તેથી સ્પર્શનના સુખને આત્માના વિકારરૂપે જોતા નથી. પરંતુ પ્રત્યક્ષ સ્પર્શનજન્ય સુખને સુખરૂપે જુએ છે. આમ છતાં કોઈક પ્રબળ નિમિત્ત મળે ત્યારે તેઓને બોધ થાય છે કે સ્પર્શેન્દ્રિયની આસક્તિને કારણે આ જીવ સર્વ પાપો કરે છે, જેના ફળરૂપે વર્તમાન જન્મોમાં પણ ઘણાં દુઃખોની પ્રાપ્તિ થાય છે ત્યારે તે પ્રસંગના બળથી તેઓને વિવેકી પુરુષોના વચન પ્રત્યે પક્ષપાત થાય છે અને વિચારે છે કે આ જીવે સ્પર્શેન્દ્રિયની ગાઢ આસક્તિને કારણે સંસારમાં દેહનો નાશ વગેરે અનેક પ્રકારની આપત્તિઓના સમૂહને પ્રાપ્ત કરે છે. તેથી ભોગાદિની ઇચ્છા સર્વ અનર્થોની પ્રાપ્તિનું કારણ છે અને ત્યારે મનીષી તુલ્ય મહાત્માઓનાં વચનો તેવા મધ્યમબુદ્ધિના જીવોને પ્રીતિ ઉત્પન્ન કરે છે. અને પુનઃ પુનઃ તેના પરમાર્થને જાણીને તે મધ્યમબુદ્ધિવાળા જીવો ક્રમસર
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મનીષી તુલ્ય બુદ્ધિમાન થાય છે. આથી જ પ્રસ્તુત દૃષ્ટાંતમાં પણ સ્પર્શનને વશ બાલને પ્રાપ્ત થયેલી સર્વ વિડંબનાને જોઈને મધ્યમબુદ્ધિને મનીષીના વચનનો પક્ષપાત થાય છે. વળી, મનીષીએ મધ્યમબુદ્ધિને કહ્યું કે બાલ પ્રત્યે મને ઉપેક્ષા વર્તે છે, તારા પ્રત્યે કરુણા થાય છે, ભવજંતુ પ્રત્યે હર્ષ થયો. તેનાથી નક્કી થાય કે જેઓ ભગવાનના વચનથી ભાવિત છે, કર્મના વિપાકના બળથી વિકારોના સ્વરૂપને જાણનારા છે તેવા મહાત્માઓને હંમેશાં ભવજંતુની જેમ જેઓ સ્પર્શનઆદિના વિકારોને છોડીને મોક્ષમાં ગયા છે તેઓ પ્રત્યે હર્ષ થાય છે, અયોગ્ય પ્રત્યે દ્વેષ કરતા નથી પરંતુ ઉપેક્ષા કરે છે અને જેઓ ફ્લેશ પામતા હોય છે છતાં સુધરે તેવા હોય છે, તેઓ પ્રત્યે કરૂણાવાળા થાય છે અને નિપુણતા પૂર્વક ઉચિતકાળે તેઓનું હિત થાય તે રીતે યત્ન કરે છે. આથી બાલ પાછળ મધ્યમબુદ્ધિ જાય છે ત્યારે ઉચિત અવસર નહીં હોવાથી મનીષી કાળક્ષેપ કરે છે અને જ્યારે ઉચિત અવસર જણાય છે ત્યારે પોતાના ભાઈ એવા બાલને ખબર પૂછવાના બહાના હેઠળ મધ્યમબુદ્ધિને બાહુ પકડીને અન્ય સ્થાનમાં લઈ જાય છે અને તેની બુદ્ધિ બાલના તે પ્રકારના અનુચિત વર્તનથી કંઈક વિમુખ થયેલી હોવાથી સ્પર્શનના અનર્થો મધ્યમબુદ્ધિને બતાવીને મનીષીએ માર્ગમાં સ્થિર કરવા યત્ન કર્યો. આ પ્રકારે જ વિવેકી પુરુષો યોગ્ય જીવોને ઉચિતકાળે માર્ગમાં લાવવા યત્ન કરે છે અને જ્યાં સુધી ઉચિતકાળ ન જણાય ત્યાં સુધી ઉપેક્ષા કરે છે.
स्पर्शनाऽकुशलमालाकृतबालोपबृंहणा इतश्च बालशरीरादाविर्भूतः स्पर्शनोऽकुशलमाला च । अकुशलमालयाऽभिहितं-साधु पुत्रक! साधु, यन्मत्तो जातोऽनुतिष्ठति तदनुष्ठितं भवता, यतो निराकृतस्त्वयाऽयमलीकवाचालो मनीषी । स्पर्शनेनाभिहितं-अम्ब! युक्तमेवेदृशपुरुषाणामनुष्ठानं, दर्शितः खल्वेवमाचरता प्रियमित्रेण मयि निर्भरोऽनुरागः । अथवा किमनेन निर्घटितेनेदानीं त्रयाणामप्यस्माकं भावसारं समसमस्तदुःखसुखता, ये तु बृहदर्थसाधनप्रवृत्तानामप्यन्तराले विघ्ना भवन्ति तान् के गणयन्ति? बालः प्राह-वयमप्येतदेव ब्रूमः, केवलमेतत्स मनीषी न जानाति । स्पर्शनेनाभिहितं-किं तव तेन? सुखविघ्नहेतुरसौ पापकर्मा भवतः, अयं जनोऽम्बा च केवलं ते सुखकारणम् । बालः प्राह-कोऽत्र विकल्पः? निःसन्दिग्धमिदम् । ततः कृतस्ताभ्यां योगशक्तिव्यापारपूर्वको भूयस्तदीयशरीरे प्रवेशः, प्रादुर्भूतं मदनकन्दलीगोचरं भृशतरमौत्सुक्यं, प्रवृत्तोऽन्तस्तापः, प्रवृत्ता जृम्भिका, पतितः शयनीये, तत्र चानवरतमुद्वर्त्तमानेनाङ्गेन तथा विचेष्टमानो दृष्टोऽसौ मध्यमबुद्धिना, समुत्पना करुणा, तथापि मनीषिवचनमनुस्मरता न पृष्टो वार्तामपि बालस्तेन ।
સ્પર્શન અને અકુશલમાલા રાણી દ્વારા બાલની કરાયેલ ઉપબૃહણા અને આ બાજુ બાલના શરીરથી સ્પર્શત અને અકુશલમાલા આવિર્ભૂત થયા. જ્યારે મતિજ્ઞાનના ઉપયોગરૂ૫ સ્પર્શનનો વિકાર વર્તતો હતો અને જ્યારે અકુશલકર્મના ઉદયથી
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વિપરીત બુદ્ધિ વર્તતી હતી ત્યારે સ્પર્શન અને અકુશલમાલા બાલના શરીરમાં અંતર્ધાન થઈ બાલને તે તે પ્રકારના પરિણામ કરવા પ્રેરણા કરતા હતા, હવે તે પરિણામો કેવા છે, તેનું સમાલોચન કરવા માટે જ્યારે બાલ પ્રવર્તે છે ત્યારે તે સ્પર્શન અને અકુશલમાલા જાણે તેની સાથે વાર્તાલાપ કરીને પોતાનું સ્વરૂપ કહેતાં ન હોય અને પોતાના સ્વરૂપનું ફળ બાલને પૂછતાં ન હોય તે પ્રકારે બતાવવા અર્થે ગ્રંથકારશ્રીએ કહ્યું કે સ્પર્શન અને અકુશલમાલા આવિર્ભત થયાં.
અકુશલમાલા વડે કહેવાયું – સુંદર પુત્ર ! સુંદર જે કારણથી મારાથી થયેલો=અકુશલકર્મોના ઉદયથી થયેલો, બાલ બુદ્ધિવાળો એવો જીવ જે આચરણા કરે છે, તે તારા વડે કરાયું. જે કારણથી જુઠ્ઠો વાચાલ મનીષી તારા વડે નિરાકરણ કરાયો. આ પ્રકારના બાલને વિચારો તેનાં અકુશલક આપે છે. સ્પર્શત વડે કહેવાયું, હે માતા ! આવા પ્રકારના પુરુષોનું અનુષ્ઠાન યુક્ત જ છે અકુશલમાલાથી ઉત્પન્ન થયેલા પુરુષોને બાલે કર્યું તેવું અનુષ્ઠાન યુક્ત જ છે, તેમ જણાય છે ખરેખર આ પ્રમાણે આચરતા બાલ વડે=અકુશલમાલાના પુત્ર તરીકે જે પ્રકારે આચરણ કર્યું તે પ્રકારે આચરતા પ્રિય મિત્ર એવા બાલ વડે, મારામાં સ્પર્શનમાં, નિર્ભર અનુરાગ બતાવયો. અથવા આ લિટિત વડે શું?=બાલને જે અત્યાર સુધીની પ્રાપ્તિ થઈ એના વડે શું? હમણાં ત્રણેય પણ આપણને ભાવસાર સમાન સમસ્ત દુઃખસુખતા છે.
જ્યારે જ્યારે બાલને દુઃખ આવે છે ત્યારે ત્યારે એની માતાને અને સ્પર્શનને પણ દુઃખની પ્રાપ્તિ થાય છે અને જ્યારે જ્યારે બાલને સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે ત્યારે સ્પર્શન અને તેની માતાને પણ સુખની પ્રાપ્તિ થાય છે, તેથી સુખદુ:ખમાં આપણે ત્રણેય સમાનભાગી છીએ. એ પ્રમાણે સ્પર્શન અકુશલમાલાને કહે છે.
વળી, મોટા અર્થને સાધવામાં પ્રવૃત્ત એવા જીવોને પણ અત્તરાલમાં જે વિઘ્નો થાય છે તેઓને કોણ ગણે ? અર્થાત્ મોટા અર્થને સાધનારા તેઓને=વિધ્યોને, ગણતા નથી. આથી જ સ્પર્શતા સુખને સાધવા માટે પ્રવૃત્ત એવો બાલ અત્તરાલમાં જે વિધ્યો થાય છે તેને ગણતો નથી. તે પ્રકારે સ્પર્શત બાલની શૂરવીરતાની પ્રશંસા કરે છે. બાલ કહે છેઃસ્પર્શનને કહે છે, અમે પણ આવે જ કહીએ છીએ=મોટાકાર્યને સાધનારાઓ અત્તરાલમાં વિઘ્નો આવે છે તેને ગણતા નથી એને જ અમે કહીએ છીએ. કેવલ આd=મોટાકાર્યને સાધવામાં ધીરપુરુષો વિધ્વને ગણતા નથી એને, તે મનીષી જાણતો નથી. સ્પર્શત વડે કહેવાયું–બાલને કહેવાયું. તારે તેના વડે શું?=મનીષી વડે શું ? તને પાપકર્મ એવો આ મનીષી સુખમાં વિઘ્નનો હેતુ છે.
બાલના ચિત્તમાં વર્તતો સ્પર્શનનો રાગ આ પ્રકારે બાલને વિચાર આપે છે કે મનીષી પાપકર્મોવાળો છે તેથી સ્પર્શનના સુખમાં તને વિઘ્નોનો હેતુ છે માટે તેની સોબત કરવી જોઈએ નહીં.
અને આ જન=સ્પર્શન, અને માતા=અકુશલમાલા, કેવલ તારા સુખનાં કારણ છે. એ પ્રકારે સ્પર્શત બાલને વિચારો આપે છે. બાલ કહે છે – આમાં=સ્પર્શને કહ્યું એમાં, શું વિકલ્પ છે? અર્થાત્ કોઈ વિકલ્પ નથી. આ સ્પર્શનનું કથન, નિઃસંદિગ્ધ છે. ત્યારપછી તે બંને દ્વારા=સ્પર્શત અને
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અકુશલમાલા તે બંને દ્વારા, યોગશક્તિના વ્યાપારપૂર્વક ફરી તેના શરીરમાંકબાલના શરીરમાં, પ્રવેશ કરાયો, મદનકંદલીના વિષયવાળું અત્યંત સુક્ય પ્રગટ થયું=બાલના ચિત્તમાં સ્પર્શત અને અકુશલમાલાના પ્રભાવથી મદનકંદલી વિષયક અત્યંત ઇચ્છા પ્રગટ થઈ. અંતસ્તાપ પ્રવૃત્ત થયો. બગાસાંઓ પ્રવૃત્ત થયાં. શયતમાં સૂતો. અને ત્યાં=શયતમાં, સતત આળોટતા અંગ વડે તે પ્રકારે વિપરીત ચેષ્ટ કરતો આ=બાલ, મધ્યમબુદ્ધિ વડે જોવાયો, કરુણા ઉત્પન્ન થઈ–બાલ ઉપર મધ્યમબુદ્ધિને કરુણા ઉત્પન્ન થઈ, તોપણ મનીષીના વચનને અનુસ્મરણ કરતા એવા તેના વડે મધ્યમબુદ્ધિ વડે, બાલ વાર્તા પણ પુછાયો નથી.
राजकुलप्रविष्टबालस्य चेष्टा अत्रान्तरेऽस्तं गतो दिनकरः, ततः प्रथमप्रदोष एव निर्गतो बालः, अवधीरितो मध्यमबुद्धिना, प्राप्तः शत्रुमर्दनराजकुलं प्रविष्टोऽभ्यन्तरे, दृष्टं वासभवनं, चलितस्तदभिमुखं, ततः प्रचुरतया लोकस्य, सान्धकारतया प्रदोषस्य, व्यग्रतया प्राहरिकाणां कथञ्चिदलक्षित एवासौ प्रविष्टो वासभवनम् । विलोकितस्तन्मध्यभागः, प्रकाशितो मणिप्रदीपैः, सनाथो महार्हशयनेन । इतश्च तस्मिन्नवसरे सा मदनकन्दली तस्यैव वासभवनस्यादूरवर्त्तिन्यां प्रसाधनशालिकायामात्मानं चर्चयन्ती तिष्ठति, ततस्तच्छून्यमवलोक्य स बालः बालतयैवारूढः शय्यायाम, आः कोमलेतिभावनया समुद्भूतो हर्षः, क्षिप्तमुच्छीर्षके प्रावरणं, किल तिरश्चीनो भविष्यति याव(त्ताव)द्विहिताशेषप्रदोषकर्त्तव्यो विसर्जिताऽऽस्थानिकलोकः कतिचिदाप्तपुरुषपरिकरो ज्वलत्प्रदीपदर्शितमार्गः समागतः शत्रुमर्दनस्तद्वारदेशे, दृष्टः प्रविशन् बालेन, ततोऽतितेजस्वितया शत्रुमर्दनस्य, सत्त्वविकलतया हृदयस्य, साध्वसहेतुत्वादकार्याचरणस्य, प्रतिकूलतया कर्मविलासस्य, स्वफलदानोन्मुखतयाऽकुशलमालायाः, स्वविपाकदर्शन(पटु)तया स्पर्शनस्य, भयोत्कर्षेण वेपमानगात्रयष्टिर्निपतितो बालो भूतले । ततोऽत्युच्चतया पर्यङ्कस्य, कणकणतया मणिकुट्टिमस्य, शिथिलनिःसृष्टतया शरीरस्य, समुत्थितो महानास्फोटरवः । किमेतदिति तूर्णतरं प्रविष्टो राजा, दृष्टस्तेन, कथमयमिह प्रविष्ट इति समुत्पन्नो मनसि वितर्कः, दृष्टमुच्छीर्षके प्रावरणं, लक्षितं शय्यारोहणं, दुष्टोऽयमिति संजातो निश्चयो, मत्कलत्राभिलाषुकोऽयमिति च समुत्पन्नः क्रोधो, विज्ञातं तस्य दैन्यं, तथाप्यतिदुरात्मा खल्वयमपनयाम्यस्य दुर्विनयमितिबुद्ध्या दत्तो बालपृष्ठे निजचरणो राज्ञा, आमोटितं पश्चान्मुखं भुजयुगलं, बद्धो रारट्यमानस्तत्प्रावरणेनैव, आहूतो बिभीषणः ।
રાજકુલમાં પ્રવિષ્ટ એવા બાલની ચેષ્ટા એટલામાં સૂર્યાસ્ત થયો. તેથી પ્રથમ પહોરમાં જ બાલ નીકળ્યો. મધ્યમબુદ્ધિ વડે અવગણના કરાયો. શત્રુમદલના રાજકુલને પ્રાપ્ત કર્યું, અંદરમાં પ્રવેશ કર્યો. વાસભવન જોયું, તેને અભિમુખ ચાલ્યો મદનકંદલીને અભિમુખ ચાલ્યો, ત્યારપછી લોકનું પ્રચુરપણું હોવાથી, રાત્રિનું સાધકારપણું
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હોવાથી, ચોકીદારોનું વ્યગ્રપણું હોવાથી કોઈક રીતે અલક્ષિત જ એવા આ બાલે વાસભવનમાં પ્રવેશ કર્યો. મોટા કીમતી શયનથી યુક્ત તેનો મધ્યભાગ=વાસભવનનો મધ્યભાગ, મણીરૂપી પ્રદીપોથી પ્રકાશિત જોવાયોકબાલ વડે જોવાયો, અને આ બાજુ તે અવસરમાં=બાલ ત્યાં પ્રવેશ કરે છે તે અવસરમાં, તે મદનકંદલી તે જ વાસભવનની સમીપ પ્રસાધન શાલિકામાં પોતાને શોભાયમાન કરતી રહેલી છે. તેથી તેનાથી શૂન્યમદનકંદલીથી શૂન્ય, વાસભવત જોઈને તે બાલ બાલપણાથી જ મૂઢપણાથી જ, શય્યામાં આરૂઢ થયો. અહો કોમલતા એ પ્રકારની ભાવનાથી હર્ષ ઉત્પન્ન થયો. ઓશીકા ઉપર વસ્ત્ર મૂક્યું. ખરેખર જેટલામાં આડો થાય છે તેટલામાં કર્યા છે અશેષ સંધ્યાકર્તવ્ય જેણે, વિસર્જિત કર્યા છે સભાના લોક જેણે, કેટલાક આપ્તપુરુષોના પરિકરવાળો, બળતા દીપક વડે બતાવાયેલા માર્ગવાળો શત્રુમઈનરાજા વાસભવતના દ્વારદેશમાં આવ્યો, પ્રવેશ કરતો રાજા બાલ વડે જોવાયો. ત્યારપછી શત્રુમર્દનરાજાનું અતિતેજસ્વીપણું હોવાથી, બાલતા હદયનું સત્વ વિકલપણું હોવાથી, અકાર્યના આચરણનું ભયનું હેતપણું હોવાથી, કર્મવિલાસનું પ્રતિકૂલપણું હોવાથી, અકુશલમાલાનું સ્વફલતે આપવામાં ઉભુખપણું હોવાથી=અકુશલમાલા પોતાના ફળને આપવા સન્મુખ હોવાથી, સ્પર્શતનું સ્વવિપાકના દર્શનનું પટપણું હોવાથી, ભયના ઉત્કર્ષને કારણે=રાજાને જોવાથી ભયના ઉત્કર્ષને કારણે, પૂજતા શરીરવાળો બાલ ભૂમિમાં પડ્યો. તેથી, પલંગના અતિઉચ્ચપણાને કારણે, મણિની ભૂમિનું કણકણપણું હોવાને કારણે, શરીરનું શિથિલ રીતે નિઃસૃષ્ટપણું હોવાને કારણે મહાન આસ્ફોટા=અવાજ ઉત્પન્ન થયો. આ શું છે? એથી રાજાએ શીધ્ર પ્રવેશ કર્યો. તેના વડે=રાજા વડે, બાલ જોવાયો. આ=બાલ, અહીં=પોતાના વાસભવનમાં, કેવી રીતે પ્રવેશ પામ્યો ? એ પ્રમાણે મનમાં=રાજાના મનમાં, વિતર્ક ઉત્પન્ન થયો. શયતમાં પ્રાવરણ જોવાયું. શય્યાનું આરોહણ જણાયું, આ દુષ્ટ છે એ પ્રકારનો નિશ્ચય થયો. મારી સ્ત્રીનો અભિલાષક આ છે એ પ્રમાણે ક્રોધ ઉત્પન્ન થયો. તેનું બાલનું, દૈત્ય જણાયું, તોપણ ખરેખર આ અતિદુરાત્મા છે, આના દુનિયને દૂર કરું એ પ્રકારની બુદ્ધિથી બાલની પીઠમાં રાજા વડે પોતાનો પગ મુકાયો, પાછળમાં મુખ, ભુજાયુગલ રાજા વડે મરડાયું, બૂમો પાડતો તે પ્રાવરણથી જ બંધાયો અને બિભીષણ બોલાવાયો.
नृपकृतबालविडम्बना मृत्युदंडश्च अभिहितश्चासौ-अरे! एष पुरुषाधमो भवताऽत्रैव राजाऽजिरे यथाऽहमाकर्णयाम्यस्य करुणध्वनितं तथा समस्तरजनी कदर्थनीयो, बिभीषणेनाभिहितं यदाज्ञापयति देवः, ततः समाकृष्टस्तेन, गृहीत्वाऽऽरट्यमानो बालो नीतोऽभ्यर्णराजप्राङ्गणे, बद्धो वज्रकण्टकाकुले लोहस्तम्भे, ताडितः कशाघातैः, सिक्तोऽग्निवर्णतैलबिन्दुभिः, प्रवेशिता अगुल्यग्रादिष्वयःशलाकाः, ततश्चैवंविधेषु नरकाकारेषु दुःखेषु बिभीषणेनोदीर्यमाणेषु क्रन्दतो बालस्य लङ्घिता रजनी, तदाक्रन्दरवेण श्रवणपरम्परया च किमेतदिति कुतूहलेन प्रभाते समागतं राजकुले नगरं, दृष्टो बालः, स एवायं पापिष्ठोऽद्यापि जीवतीत्यादिः प्रवृत्तः परस्परं नागरिकाणां बहुविधस्तदाक्रोशजल्पः, तमाकर्णयतः शतगुणीभूतं तत्तस्य
Page #202
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૮૧ दुःखं, कथितो नागरिकेभ्यो बिभीषणेन रात्रिव्यतिकरः, ततोऽहो धृष्टताऽस्येति गाढतरं प्रद्विष्टाः सर्वे, विज्ञापितो महत्तमै राजा, यदुत-यो देवपादानामेवमयमपथ्यकारी, स तथा क्रियतां यथाऽन्योऽप्येवं न करोतीति । अस्ति च तस्य राज्ञो भगवदर्हदागमावदातबुद्धिः सुबुद्धिर्नामामात्यः, केवलं तेन क्वचिदवसरे वरं प्रार्थितो राजा यदुत-हिंस्रकर्मणि नाहं पर्यालोचनीयो भवता, प्रतिपन्नश्च स वरो नरपतिना, ततः सुबुद्धिं (अ)पर्यालोच्यैव दत्तः शत्रुमर्दनेन राजपुरुषाणां नियमो यदुत-कदर्थयित्वा बहुप्रकारमेनं नरापसदं व्यापादयतेति । तदाकर्ण्य महाराज्यलाभ इव जातो जनानां प्रमोदातिशयः, ततः समारोपितो रासभे विडम्ब्यमानः शरावमालया समन्ताच्चूर्ण्यमानो यष्टिमुष्टिमहालोष्टप्रहारै, रोरूयमाणो विरसध्वनिना तुद्यमानो मनसि कर्णकटुकैराक्रोशवचनैर्महता कलकलेन समस्तेषु त्रिकचतुष्कचत्वरहट्टमार्गादिषु बंभ्रम्यमाणो विगोपितो बालः । ततो विशालतया नगरस्य, प्रेक्षणकप्रायत्वात्तस्य, भ्रमणेनैवातिक्रान्तं दिनं, सन्ध्यायां नीतो वध्यस्थानं, उल्लम्बितस्तरुशाखायां, प्रविष्टो नगरं लोको, भवितव्यताविशेषेण तस्य त्रुटितः पाशकः, पतितो भूतले, गतो मूर्छा, स्थितो मृतरूपतया, लु(छु)प्तो वायुना, लब्धा चेतना, प्रवृत्तो गृहाभिमुखं गन्तुं, भूमिकर्ष(घर्ष)णेन कूजमानः ।
શગુમન રાજા વડે કરાયેલ બાલની વિડંબના અને મૃત્યુદંડ અને આ કહેવાયો=બિભીષણ કહેવાયો, અરે ! આ પુરુષાધમ તારા વડે આ જ રાજમંદિરના આંગણામાં જે પ્રમાણે આનું કરુણ ધ્વનિ હું સાંભળ્યું તે પ્રમાણે સમસ્ત રાત્રિ કદર્થના કરવા યોગ્ય છે. બિભીષણ વડે કહેવાયું, દેવ જે આજ્ઞા કરે છે, ત્યારપછી તેના વડે=બિભીષણ વડે, ઘસેડાયોકબાલ ઘસેડાયો, ગ્રહણ કરીને બૂમો પાડતો બાલ નજીકના રાજપ્રાંગણમાં લઈ જવાયો, વજના કાંટાથી આકુલ લોહસ્તંભમાં બંધાયો, કશાધાતો વડે મરાયો, અગ્નિના વર્ણ જેવા=ગરમ તેલ બિંદુઓ વડે સિંચાયો, અંગુલીના અગ્રભાગ આદિમાં લોઢાની શલાકાઓ પ્રવેશ કરાવાઈ, ત્યારપછી બિભીષણ વડે આવા પ્રકારના નરકના આકારવાળાં દુઃખો ઉદીરણા કરાયે છતે આક્રન્દ કરતા બાલની રાત્રિ પસાર થઈ, તેના આક્રન્દના અવાજથી અને શ્રવણની પરંપરાથી આ શું છે? એ પ્રકારના કુતૂહલથી રાજકુલમાં નગરનો લોક પ્રભાતમાં આવ્યો, બાલ જોવાયો, તે જ આ પાપિષ્ઠ હજી પણ જીવે છે ઈત્યાદિ નાગરિકોનો પરસ્પર બહુપ્રકારનો તેના આક્રોશનો જલ્પ પ્રવૃત્ત થયો. તેથી તેને સાંભળતા એવા તેનું દુખ=બાલનું દુખ, સોગણું થયું, બિભીષણ વડે નાગરિકોને રાત્રિનો પ્રસંગ કહેવાયો. ત્યારપછી અહો આવી=બાલવી, ધૃષ્ટતા, એ પ્રમાણે સર્વ નાગરિકો ગાઢતર પ્રàષવાળા થયા. મહત્તમો વડે=મોટા લોકો વડે, રાજા વિજ્ઞાપન કરાયો, શું વિજ્ઞાપત કરાયો ? તે ‘કુતથી બતાવે છે, જે આગબાલ, દેવપાદ એવા રાજાને અપથ્યકારી છે, તે બાલ, તે પ્રમાણે કરાય જે પ્રમાણે અન્ય પણ આ પ્રમાણે કરે નહીં. અને તે રાજાને ભગવાન અરિહંતના આગમથી સુંદર બુદ્ધિવાળો સુબુદ્ધિ તામતો અમાત્ય છે. તેના વડે કેવલ કોઈક અવસરમાં રાજા વરદાન મંગાયો, કેવા પ્રકારનું વરદાન
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ માગ્યું? તે “કુતથી બતાવે છે – હિસકર્મમાં મને તમારા વડે પુછાયું જોઈએ નહીં તે વરદાન રાજા વડે સ્વીકારાયું, તેથી સુબુદ્ધિને પૂછ્યા વગર જ શત્રુમદલ વડે રાજપુરુષોને આદેશ અપાયો, શું આદેશ અપાયો ? તે “યતથી બતાવે છે – આ નરાધમને બહુપ્રકારે કદર્થના કરીને મારી નાખો, તે સાંભળીને મહારાજ્યલાભની જેમ લોકોને પ્રમોદ અતિશય થયો. ત્યારપછી ગધેડા ઉપર સમારોપણ કરાયો, શાવમાલાથી વિલંબિત કરાયો, લાકડી, મુઠ્ઠી અને મહાલોષ્ઠના પ્રહારથી ચારે બાજુથી ચુરાતો, વિરસધ્વનિથી રડતો, મોટા કલકલવાળા કર્ણમાં કટુ એવા આક્રોશ વચનો વડે મનમાં પીડાતો સમસ્ત ત્રિક-ચતુષ્ક-ચત્વર-હટ્સમાર્નાદિમાં ફેરવાતો બાલ વિડંબિત કરાયો. ત્યારપછી વગરનું વિશાલપણું હોવાથી તેનું બાલનું પ્રાયઃ પ્રેક્ષણકપણું હોવાથી લોકોને જોવા યોગ્ય હોવાથી, ભ્રમણ વડે જ દિવસ અતિક્રાંત થયો. સંધ્યાકાળે વધ્યસ્થાને લઈ જવાયો, વૃક્ષની શાખામાં લટકાવાયો, લોકે નગરમાં પ્રવેશ કર્યો, ભવિતવ્યતા વિશેષથી તેનો પાશક તૂટ્યો, ભૂતલમાં પડ્યો, મૂચ્છને પામ્યો, મૃતરૂપપણાથી રહ્યો, વાયુથી સ્પર્શ કરાયો, ચેતના પ્રાપ્ત થઈ. પૃથ્વીના ઘર્ષણથી ઘસડાતો ગૃહને અભિમુખ જવા માટે પ્રવૃત્ત થયો. ભાવાર્થ:
પૂર્વમાં વર્ણન કર્યું કે મનીષીએ મધ્યમબુદ્ધિની કરુણાથી તેને કહ્યું કે તારે બાલ પ્રત્યે સ્નેહવશ થઈને કંઈ કરવું જોઈએ નહીં. પરંતુ તેનાથી સદા દૂર રહેવું જોઈએ. તે કથન કર્યા પછી મધ્યમબુદ્ધિ લોકલજ્જાથી ઘરમાં રહીને બાલથી દૂર રહેવા યત્ન કરે છે. તે વખતે બાલને શું થાય છે? તે બતાવતાં કહે છે – બાલના શરીરમાં જે સ્પર્શનના વિકારો હતા અને અકુશલકર્મોનો ઉદય હતો તેનાથી તેને સર્વ અકાર્ય કરવાની પ્રેરણા થતી હતી તે હવે બહિરૂપે પ્રગટ થઈને જાણે વાર્તાલાપ ન કરતાં હોય તેમ બાલને સ્પર્શન અને અકુશલમાલા ફરી ફરી અકાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેનાથી પ્રોત્સાહિત થયેલા બાલના શરીરમાં ફરી સ્પર્શનનો વિકાર અને અકૃત્ય કરવાને અનુકૂળ દુર્બુદ્ધિ પ્રગટ થઈ; કેમ કે સ્પર્શનને કારણે કામનો વિકાર ઊઠ્યો અને અકુશલકર્મોના વિપાકથી દુબુદ્ધિ થઈ તેથી મદનકંદલીના વિચારોમાં જ શય્યામાં વ્યાકુળ વ્યાકુળ થતો રહે છે અને રાત્રિમાં ઊઠીને અકુશલકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી દુર્બુદ્ધિને વશ મદનકંદલીને પ્રાપ્ત કરવા માટે રાજમહેલમાં ગયો. કોઈક રીતે રાજમહેલમાં પ્રવેશ પામીને રાજાની શધ્યાને જોઈને સ્પર્શનને વશ થઈને તે શય્યામાં સૂએ છે. સ્પર્શનના વિકારથી મૂઢ થયેલો રાજાના આગમનનો પણ વિચાર કરતો નથી. તેની શય્યામાં ઓઢીને સૂઈ જાય છે. જ્યારે રાજાનું આગમન જુએ છે ત્યારે ભયભીત થઈને પલંગમાંથી નીચે પડે છે. તે વખતે કેટલાંક કારણોથી તે ભયભીત થાય છે તેને ગ્રંથકારશ્રીએ અનુભવ અનુસાર બતાવેલ છે, જેનાથી પદાર્થને જોવાની વાસ્તવિક પ્રજ્ઞા પ્રગટે છે, જેમ શત્રુમર્દન રાજા અતિ તેજસ્વી છે તેથી બાલ ભયભીત થાય છે. વળી, બાલનું હૃદય સત્ત્વ વગરનું હોવાથી ભયભીત થાય છે. વળી, અકાર્ય ભયનો હેતુ છે અને બાલે રાજાની પથારીમાં સૂઈને અકાર્ય કર્યું છે તેથી ભયભીત થાય છે, આ રીતે ભયભીત થવાના બહિરંગ કારણો બતાવ્યા પછી ભયભીત થવાનું અંતરંગ કારણ બતાવે છે. કર્મવિલાસ તેને પ્રતિકૂળ છે. તેથી જ ગુપ્ત રીતે રાજમહેલમાં પ્રવેશ્યા પછી તેનું અકાર્ય પ્રગટ થાય તે રીતે રાજા પાસે તે પ્રગટ થાય છે. જો કર્મવિલાસ અનુકૂળ હોય તો અકાર્ય પણ પ્રગટ થાય નહીં પરંતુ બાલ
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અતિ પાપો કરીને તે પ્રકારનાં દુષ્ટકર્મોને ઉદયમાં લાવે છે, જેથી રાજાને જોઈને ભયભીત થવાનો પ્રસંગ તેને પ્રાપ્ત થાય છે. વળી, તેનાં અશુભ કર્મોની હારમાળા તેના ફલને આપવા સન્મુખ હોવાથી બાલ ભયભીત થાય છે. જો અકુશલકર્મો ફળ આપવાને સન્મુખ ન હોય તો અકાર્ય કરનારા જીવો પણ નિર્ભય થઈને ફરે છે, પરંતુ બાલનાં અકુશલકર્મોની હારમાળા વિપાકમાં આવી છે તેથી બાલ ભયભીત થાય છે. વળી, સ્પર્શેન્દ્રિય પોતાનો વિપાક બતાવવામાં પટુ હોવાથી મૂઢની જેમ બાલ રાજાની શયામાં સૂતો તેથી ભયભીત થયેલો ઘૂજતા શરીરવાળો બાલ ભૂમિ ઉપર પડે છે. આ રીતે અંતરંગ કારણો અને બહિરંગ કારણો બાલની ભયભીત અવસ્થામાં કઈ રીતે કાર્ય કરે છે તેના દ્વારા બુદ્ધિમાન પુરુષ સર્વત્ર થતા કાર્યમાં બહિરંગ કારણો કઈ રીતે કાર્ય પ્રત્યે કારણ છે અને અંતરંગ કારણો કઈ રીતે કારણ છે, તેનો યથાર્થ બોધ કરે છે. વળી, બાલને જે અનર્થની પરંપરા પ્રાપ્ત થઈ તે સર્વમાં તેની અકુશલકર્મોની હારમાળા મુખ્યરૂપે કારણ છે. આમ છતાં તેની તેવી ભવિતવ્યતા વિશેષ હતી જેથી ફાંસીએ ચઢાવેલો પણ બાલ મરાયો નહીં અને કોઈક રીતે દુ:ખી દુ:ખી થતો સ્વઘરે આવે છે.
अगृहीतसङ्केतायाः संदेहः अत्रान्तरे अगृहीतसङ्केतयोक्तं-हे संसारिजीव! तत्र क्षितिप्रतिष्ठितपुरे प्रथमं भवता वीर्यनिधानभूतः कर्मविलासो नाम राजा निवेदितः, अधुना दशापराधप्रभविष्णुरेष शत्रुमर्दनो निवेद्यते, तत्कथमेतदिति? संसारिजीवेनाभिहितं-मुग्धे! मयापि नन्दिवर्द्धनेन सता पृष्ट एवेदं विदुरः, ततो विदुरेणाभिहितंकुमार! कर्मविलासस्तत्रान्तरङ्गो राजा, शत्रुमर्दनस्तु बहिरङ्गः, तेन नास्ति विरोध, यतो बहिरगाणामेव राज्ञां दशापराधप्रभविष्णुता भवति बहिरङ्गनगरेषु, नेतरेषां, ते हि केवलं सुन्दरासुन्दरप्रयोजनानि जनानां प्रच्छन्नरूपा एव सन्तः स्ववीर्येण निवर्तयन्ति, तथाहि-कर्मविलासप्रतिकूलताजनितोऽयं बालस्य परमार्थतः सर्वोऽप्यनर्थः संपन्न इति । ततो मयाऽभिहितं-अपगतोऽधुना मे सन्देहः, अग्रतः कथय, विदुरेणाभिहितं-ततः कृच्छ्रेणातिक्रान्ते याममात्रे रजन्याः प्राप्तः स्वसदनं बालः ।।
અગૃહીતસંકેતાનો સંદેહ અત્રાન્તરમાં=અનુસુંદર ચક્રવર્તી પોતાના નંદિવર્ધનભવનું વર્ણન કરે છે ત્યારે વિદુર દ્વારા બાલાદિની વાર્તા કરાય છે તે કથનમાં અગૃહીતસંકેતા વડે કહેવાયું અનુસુંદર ચક્રવર્તીરૂપ સંસારી જીવને કહેવાયું. હે સંસારી જીવ ! તે ક્ષિતિપ્રતિષ્ઠિતપુરમાં પ્રથમ તારા વડે વીર્યના વિધાનભૂત કર્મવિલાસ નામનો રાજા નિવેદન કરાયો. હમણાં દશાના અપરાધમાં સમર્થ એવો આ શત્રુમદત નિવેદન કરાય છે. તે આ કેવી રીતે છે?=એક જ નગરમાં કર્મવિલાસ નામનો રાજા અને તેના બાલાદિ પુત્રો છે તેમ કહ્યા પછી તે જ વગરનો રાજા શત્રુમન છે એમ જે નિવેદન કરાય છે એ કેવી રીતે સંગત થાય ? સંસારી જીવ વડે કહેવાયું – હેમુગ્ધ ! મારા વડે પણ નંદિવર્ધત છતાં આ તે જે પ્રશ્ન કર્યો એ, વિદુર પૂછાયો. તેથી=નંદિવર્ધન વડે વિદુર પુછાયો તેથી, વિદુર વડે કહેવાયું – હે કુમાર – કર્મવિલાસ ત્યાં-
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ નગરમાં અંતરંગ રાજા છે=જીવો ઉપર પોતાનું અનુશાસન ચલાવે તેવો અંતરંગ રાજા છે, વળી, શત્રુમર્દન બહિરંગ રાજા છે=તે દેશની વ્યવસ્થા થાય તે રીતે રાજ્ય ચલાવે તેવો બહિરંગ રાજા છે. તે કારણથી વિરોધ નથી. જે કારણથી બહિરંગ જ એવા રાજાઓની દશાપરાધ પ્રભવિષ્ણુતા બહિરંગનગરોમાં છે, ઈતર રાજાઓનું નહિ=અંતરંગ રાજાઓની બહિરંગનગરોમાં દશાપરાધ પ્રભવિષ્ણુતા નથી, હિં=જે કારણથી, તેઓ અંતરંગ રાજાઓ, કેવલ લોકોના સુંદર-અસુંદર પ્રયોજનને પ્રચ્છન્નરૂપવાળા છતાં જ સ્વવીર્યથી તિવર્તન કરે છે, તે આ પ્રમાણે – કર્મવિલાસની પ્રતિકૂળતાજનિત બાલતો આ સર્વ પણ અનર્થ પરમાર્થથી પ્રાપ્ત થયો છે=ણૂલદૃષ્ટિથી બાલના સ્પર્શનને વશ તે તે પ્રકારના કૃત્યથી જનિત સર્વ આ અનર્થ હોવા છતાં પરમાર્થથી બાલનાં જે અંતરંગ કર્યો છે તે રૂપ કર્મવિલાસરાજા, તેની પ્રતિકૂળતાથી જનિત બાલને સર્વ અનર્થોની પ્રાપ્તિ થઈ છે. તેથી =વિદુરે નંદિવર્ધનને ખુલાસો કર્યો તેથી, મારા વડે કહેવાયું=નંદિવર્ધન વડે કહેવાયું, હવે મારો સંદેહ દૂર થયો. એક જ નગરમાં શત્રુમર્દન અને કર્મવિલાસ બે રાજા કઈ રીતે સંભવે છે? એ પ્રકારનો મારો સંદેહ દૂર થયો. આગળમાં કથન કર=નંદિવર્ધન વિદુરને કહે છે આગળનું કથન કર. વિદુર વડે કહેવાયું – ત્યારપછી ફાંસો તૂટી જવાથી ભૂમિ ઉપર પડેલો બાલ, ચેતતા પ્રાપ્ત કર્યા પછી ઘરને અભિમુખ જવા માટે પ્રવૃત્ત થયો ત્યારપછી, રાત્રિનો એક પ્રહર અતિક્રાંત થયે છતે મુશ્કેલીથી બાલ પોતાના ઘરે પહોંચ્યો.
मध्यमबुद्धेश्चिन्तनम् इतश्चाकर्णितः प्रभात एव तदीयवृत्तान्तो मध्यमबुद्धिना, ततो बालस्नेहलेशस्यानुवर्तमानतया संजातो मनाग् विषादः । चिन्तितमनेन-हा किमीदृशं संपन्नं बालस्य? इति, पुनः पर्यालोचयतः प्रादुर्भूतोऽस्य मनसि प्रमोदः । चिन्तितमनेन-पश्यत! अहो मनीषिवचनकरणाकरणयोरिह लोक एवान्तरं, तथाहि-तदुपदेशवर्तिनो मेऽधुना न संपन्नः क्लेशः, नोदीर्णमयशः, पूर्वं पुनर्विपरीतचारिणो द्वयमप्यासीत्, बालस्य पुनरेकान्ततो मनीषिवचनविपरीताचरणनिरतस्य यत्संपद्यते दुःखसंघातो, विजृम्भते जगत्ययशःपटहः, संजायते मरणं, तत्र किमाश्चर्यम् ? तदस्ति ममापि काचिद् धन्यता, यया मनीषिवचने बहुमानः संपन्न इति ।
મધ્યમબુદ્ધિનું ચિંતન અને આ બાજુ મધ્યમબુદ્ધિ વડે પ્રભાતમાં તેનો વૃત્તાંત=બાલનો વૃતાંત, સાંભળ્યો, તેથી બાલના સ્નેહના લેશના અનુવર્તમાનપણાને કારણે થોડો વિષાદ થયો. આના દ્વારા વિચારાયું–મધ્યમબુદ્ધિ વડે વિચારાયું, ખેદની વાત છે કે કેમ આવા પ્રકારનું બાલને પ્રાપ્ત થયું? વળી, વિચાર કરતા એવા આના મનમાં-મધ્યમબુદ્ધિના મનમાં, પ્રમોદ ઉત્પન્ન થયો. કેમ પ્રમોદ ઉત્પન્ન થયો ? તેથી કહે છે, આતા દ્વારા=મધ્યમબુદ્ધિ દ્વારા, વિચારાયું. અહો ! આશ્ચર્ય છે કે મનીષીના વચનના કરણ અને અકરણનો અંતર=ભેદ, આ લોકમાં જ જુઓ. અર્થાત્ અંતર સ્પષ્ટ દેખાય છે. તે આ પ્રમાણે – તેના
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઉપદેશમાં વર્તતા એવા મને હાલમાં ક્લેશ પ્રાપ્ત થયો નહીં, અયશ ઉદીરણ થયો નહીં=લોકમાં મારો અપયશ ઉદીરણ થયો નહીં. વળી, પૂર્વમાં વિપરીતચારી એવા મતેમનીષીના ઉપદેશથી વિપરીત આચરણ કરનારા અને બાલ પાછળ જનારા એવા મને, બંને પણ પ્રાપ્ત થયા હતા=ફ્લેશ પણ પ્રાપ્ત થયો હતો અને અપયશ પણ પ્રાપ્ત થયો હતો. વળી, એકાંતથી મનીષીના વચનથી વિપરીત આચરણામાં તિરત એવા બાલને જે દુઃખનો સમૂહ પ્રાપ્ત થાય છે, જગતમાં અપયશનો પટહ વિસ્તાર પામે છે. મરણ થાય છે, તેમાં શું આશ્ચર્ય ? તે કારણથી મારી પણ કંઈક ધન્યતા છે જેના કારણે મનીષીના વચનમાં બહુમાન થયું. શ્લોક :
तथाहिनैवाभव्यो भवत्यत्र, सतां वचनकारकः ।
पक्तिः काङ्कटुके नैव, जाता यत्नशतैरपि ।।१।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે –
અહીં=લોકમાં, અભવ્યઅયોગ્ય જીવ, સતપુરુષોના વચનને કરનાર નથી. સેંકડો યત્ન વડે પણ કોરડામગમાં પાક ક્રિયા થાય નહીં કોરડા મગ જેવા બાલમાં સેંકડો યત્નથી પણ મનીષીનું વચન સમ્યગૂ પરિણમન થાય નહીં. ||૧|| શ્લોક :
एवं भावयतश्चित्ते, बालस्नेहं विमुञ्चतः ।
प्रमोदपूर्णचित्तस्य, लघितं तस्य तद्दिनम् ।।२।। શ્લોકાર્ય :
આ રીતે ચિત્તમાં ભાવન કરતા બાલના સ્નેહને મૂક્તા પ્રમોદ પૂર્ણચિત્તવાળા એવા તેનો=મધ્યમબુદ્ધિનો, દિવસ પસાર થયો. ચા
શ્લોક :
ततः समागते बाले, लोकाचारानुवर्त्तनम् । कुर्वता विहितं तेन, तस्य संभाषणं किल ।।३।।
શ્લોકાર્થ :
ત્યારપછી બાલ આવે છતે લોકાચારના અનુવર્તનને કરતા તેના વડે=મધ્યમબુદ્ધિ વડે, તે બાલને સંભાષણ કરાયું. Il3IL.
Page #207
--------------------------------------------------------------------------
________________
१८५
श्लोड :
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
पृष्टश्चाशेषवृत्तान्तं, विषादगतबुद्धिना ।
तेनापि कथिता तस्मै, बालेनात्मविडम्बना ॥४॥
श्लोकार्थ :
અશેષવૃત્તાંત પુછાયો, વિષાદ પામેલી બુદ્ધિવાળા તે બાલ વડે પણ પોતાની વિડંબના કહેવાઈ. ૪॥
श्लोक :
न शिक्षणस्य योग्योऽयं मत्वा मध्यमबुद्धिना ।
ततस्तदनुरोधेन, कृतेषत्परिदेवना । । ५ । ।
श्लोकार्थ :
શિક્ષણને આ યોગ્ય નથી એ પ્રમાણે માનીને, મધ્યમબુદ્ધિ વડે ત્યારપછી તેના અનુરોધથી=બાલના अनुरोधथी, थोडोङ जेह रायो ॥५॥
श्लोक :
ततश्चूर्णितसर्वाङ्गो, दुःखविह्वलमानसः ।
तथा राजभयादुग्राद्, बालस्तत्रैव संश्रितः ।।६ ॥
श्लोकार्थ :
ત્યારપછી ચૂર્ણિત થયેલા સર્વાંગવાળો, દુઃખવિહ્વળ માનસવાળો, અને ઉગ્ર રાજભયથી ત્યાં ४=पोताना गृहमां ४, जाल रह्यो ||9|
दोड :
प्रच्छन्नरूपः सततं, न निर्गच्छति कुत्रचित् ।
एवं च तिष्ठतोः कालस्तयोर्भूयान् विलङ्घितः ।।७।।
श्लोकार्थ :
સતત પ્રચ્છન્નરૂપવાળો ક્યાંય બહાર નીકળતો નથી. આ રીતે રહેતો તે બેનો=બાલ અને मध्यमनो, घोडाण विलंधित थयो. ॥७॥
प्रबोधनरतिसूरिसमागमः
अथान्यदा निजविलसिताभिधाने जीर्णोद्याने गन्धहस्तीव वरकलभवृन्देन, परिकरितः सातिशयगुणवता निजशिष्यवर्गेण, प्रवाहः करुणारसस्य, संतरणसेतुः संसारसिन्धोः, परशुस्तृष्णालतागहनस्य, अशनिर्मान
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૮૭ पर्वतोद्दलने, मूलमुपशमतरोः, सागरः सन्तोषामृतस्य, तीर्थं सर्वविद्यावताराणां, कुलभवनमाचाराणां, नाभिः प्रज्ञाचक्रस्य, वडवानलो लोभार्णवस्य, महामन्त्रः क्रोधभुजङ्गस्य, दिवसकरो महामोहान्धकारस्य, निकषोपलः शास्त्ररत्नानां, दावानलो रागपल्लवदहने, अर्गलाबन्धो नरकद्वाराणां, देशकः सत्पथानां, निधिः सातिशयज्ञानमणीनामायतनं समस्तगुणानां, समवसृतस्तत्र पुरे प्रबोधनरतिर्नामाचार्यः ।
પ્રબોધનરતિ આચાર્યનો સમાગમ હવે અન્યદા તિજવિલસિત નામના જીર્ણ ઉધાનમાં શ્રેષ્ઠ હાથીઓના બચ્ચાના ટોળાની સાથે ગંધહસ્તીની જેમ સાતિશયગુણવાળા પોતાના શિષ્યવર્ગ વડે પરિવરેલા, કરુણારસના પ્રવાહ, સંસારસાગને તરવામાં સેતુસમાન, તૃષ્ણારૂપી ગહનતાને છેદવામાં પરશુ કુહાડી સમાન, માનરૂપી પર્વતના ઉદ્દલનમાં વજ જેવા, ઉપશમરૂપી વૃક્ષનું મૂલ, સંતોષરૂપી અમૃતના સાગર, સર્વ વિદ્યાના અવતરણમાં તીર્થ આરા સમાન, આચારોના કુલભવન, પ્રજ્ઞાચક્રના નાભિ, લોભરૂપી સમુદ્રને શોષવામાં વડવાનલ, ક્રોધરૂપી સર્પ માટે મહામંત્ર, મહામોહાજકારને માટે સૂર્ય, શાસ્ત્રરૂપી સુવર્ણને માટે કસોટી પત્થર, રાગરૂપી પલ્લવતા હિતમાં દાવાનલ, નરકનાં દ્વારોના અર્ગલાબબ્ધ, સત્પથોના દેશક, સાતિશયજ્ઞાનરૂપી મણિઓના નિધિ, સમસ્ત ગુણોના આયતન એવા પ્રબોધતરતિકામના આચાર્ય તે નગરમાં સમોસર્યા.
कर्मविलासस्य मनीषिपक्षपातः इतश्च स्पर्शनप्रतिकूलचारिणमुपलभ्य मनीषिणं प्रादुरभूत्कर्मविलासस्य तस्योपरि खरतरः पक्षपातः । ततोऽसौ शुभसुन्दरी प्रत्याह-'प्रिये! लक्षयत्येव तावदिदं भवती, यथाऽनादिरूढा प्रकृतिरियं मम वर्त्तते, यदुत-योऽस्य स्पर्शनस्यानुकूलस्तस्य मया प्रतिकूलेन भाव्यं, प्रतिकूलस्य पुनरनुकूलतया वर्तितव्यं, मम च प्रतिकूलमाचरतः सर्वत्राकुशलमालोपकरणं, अनुकूलं विदधतः पुनर्भवती ममोपकरणं वर्त्तते, तदेवं स्थिते स्पर्शनानुकूलचारिणो बालस्य दर्शितो मयाऽकुशलमालाव्यापारणद्वारेण कश्चिदात्मनः प्रतिकूलताफलविशेषः, अस्य तु मनीषिणः स्पर्शनप्रतिकूलवर्त्तिनो न मयाऽद्यापि निजानुकूलताफलविशेषो दर्शितो, यद्यपि यदिदमस्य स्पर्शने निरभिष्वङ्गतया मृदुशयनसुरतादीन्यनुभवतः संपद्यते सुखं, यश्चायं समुल्लसितो लोकमध्ये यशःपटहो, न च संपन्नः क्वचिदपायगन्धोऽपि विचरतस्तस्य अस्य समस्तस्य व्यतिकरस्याहमेव भवत्यैवोपकरणभूतया कारणं, तथापि मयि सप्रसादे नैतावन्मात्रमेवास्य फलमुचितं,' इति प्रिये! विशिष्टतरफलसंपादनार्थमस्य मनीषिणो यत्नं कुरुष्वेति ।
કર્મવિલાસ રાજાનો મનીષિનો પક્ષપાત આ બાજુ સ્પર્શનના પ્રતિકૂલ આચરણાવાળા મનીષીને જોઈને કર્મવિલાસરાજાને તેના ઉપર અત્યંત પક્ષપાત થયો, તેથી કર્મવિલાસને મનીષી ઉપર અત્યંત પક્ષપાત થયો તેથી, આ=કર્મવિલાસ,
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શુભસુંદરીને કહે છે – હે પ્રિય ! તું આ જાણે જ છે, જે પ્રમાણે અનાદિરઢ આ મારી પ્રકૃતિ વર્તે છે, કઈ પ્રકૃતિ વર્તે છે ? તે “યતથી બતાવે છે – આ સ્પર્શતને જે અનુકૂળ છે તેને પ્રતિકૂલ મારા વડે થવું જોઈએ. વળી, પ્રતિકૂલન=સ્પર્શત પ્રત્યે પ્રતિકૂલ, અનુકૂળપણાથી મારે વર્તવું જોઈએ અને પ્રતિકૂલ આચરતા મને સર્વત્ર અકુશલમાલાનું ઉપકરણ છે=સ્પર્શને વશ થયેલા જીવને પ્રતિકૂલ કરવામાં સર્વત્ર મારાં અશુભકર્મોની હારમાળા કારણ છે. વળી, અનુકૂલને કરતા એવા=સ્પર્શનને પ્રતિકૂલ કરતા એવા જીવનું અનુકૂળ કરતા એવા, મારું ઉપકરણ તું વર્તે છે=શુભકરૂપ શુભસુંદરી તેવા જીવોને અનુકૂળ કરવામાં કારણ બને છે. તે કારણથી આ પ્રમાણે સ્થિત હોતે છતે=આ પ્રમાણે મારો સ્વભાવ હોતે છતે, સ્પર્શનને અનુકૂલ કરનારા બાલને અકુશલમાલાના વ્યાપાર દ્વારા મારા વડે પોતાનો કોઈ પ્રતિકૂળતા રૂપ ફળવિશેષ બતાવાયો. વળી, સ્પર્શતને પ્રતિકૂલવર્તી એવા આ મનીષીને મારા વડે પોતાની અનુકૂળતાનો ફળવિશેષ હજી પણ બતાવાયો નથી. જો કે સ્પર્શનમાં નિરભિળંગપણું હોવાને કારણે મૃદુશયન સ્ત્રીઆદિને અનુભવતા એવા આનેકમનીષીને, જે આ સુખ પ્રાપ્ત થાય છે અને લોકમાં જે આ યશપટહ ઉલ્લસિત થયો=મનીષીનો યશપટ ઉલ્લસિત થયો, અને વિચારતા એવા તેને મનીષીને કોઈપણ અપાયનો ગબ્ધ પણ ન થયો કોઈ અનર્થોની પ્રાપ્તિ થઈ નહીં, એ સમસ્ત વ્યતિકરતો હું જ=કર્મવિલાસ જ, ઉપકરણભૂત એવી તારા વડે જ કારણ છું=શુભસુંદરી દ્વારા જ મનીષીના સર્વ હિતની પરંપરાનું કારણ છું, તોપણ સપ્રસાદવાળો હું પોતે છત=સપ્રસાદવાળો એવો કર્મવિલાસ હોતે છતે, આને મનીષીને, આટલું માત્ર જ ફળ ઉચિત નથી. એથી હે પ્રિય ! શુભસુંદરી આ મનીષીના વિશિષ્ટતર ફળસંપાદન માટે તું યત્ન કર.
ગુમસુન્દર્યા યોજાશ: शुभसुन्दर्युवाच-साधु, आर्यपुत्र! साधु, सुन्दरमभिहितं देवेन, स्थितं ममापीदं हृदये, योग्य एव मनीषी देवप्रसादानां, तदेषाऽनुतिष्ठामि यदाज्ञापितं देवेनेत्यभिधाय व्यापारिता शुभसुन्दर्या योगशक्तिः, विहितमन्तर्धानं, प्रविष्टा मनीषिशरीरे, प्रादुर्भूतोऽस्य प्रमोदः, सिक्तममृतसेकेनात्मशरीरं, प्रवृत्ता निजविलसितोद्यानगमनेच्छा, प्रस्थितस्तदभिमुखं, चिन्तितमनेन कथमेकाकी गच्छामि, बहुश्च कालो गृहप्रविष्टस्य तिष्ठतो मध्यमबुद्धेरतीतो, विस्मृतोऽधुना लोकस्य बालवृत्तान्तो, व्यपगतं तस्य लज्जाकारणं, अतस्तमपि निजविलसितोद्याने नयामीति विचिन्त्य गतो मनीषी मध्यमबुद्धिसमीपं, निवेदितं तस्मै निजाकूतम् । इतश्च कर्मविलासेन तस्यापि जननी सामान्यरूपा तत्फलविपाकसंपत्तये तथैव प्रोत्साहिता, सा ह्यकुशलमालाशुभसुन्दर्योः साधारणवीर्या विचित्रफलदायिनी स्वरूपतो वर्त्तते, ततस्तयाऽधिष्ठितमूर्तेर्मध्यमबुद्धेरपि प्रवृत्ता तत्र गमनेच्छा, बालस्तु भवताप्यवश्यं गन्तव्यमिति वदता बलामोटिकया प्रवर्तितो मध्यमबुद्धिना, गतास्त्रयोऽपि निजविलसितोद्याने ।
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ
શુભસુંદરીની યોગશક્તિ શુભસુંદરી કહે છે – હે આર્યપુત્ર ! સુંદર ! સુંદર ! દેવ વડે આ સુંદર કહેવાયું, મારા પણ હદયમાં આ સ્થિત છે=મનીષીનું હિત થાય તેવું કરવાનો પરિણામ સ્થિત છે. દેવપ્રસાદને=કર્મવિલાસરાજાના પ્રસાદને, યોગ્ય જ મનીષી છે. તે કારણથી દેવ વડે જે આજ્ઞાપન કરાયું, તે હું કરું છું એ પ્રમાણે કહીને શુભસુંદરી વડે યોગશક્તિ વ્યાપારિત કરાઈ. અત્તર્ધાન કરાયું, મનીષીના શરીરમાં પ્રવેશ કર્યો= શુભસુંદરીએ પ્રવેશ કર્યો. આને-મનીષીને, પ્રમોદ પ્રગટ થયો, અમૃતના સિંચનથી પોતાનું શરીર સિચાયું, નિજવિલસિતઉઘાતમાં ગમનની ઈચ્છા પ્રવૃત્ત થઈ=જ્યાં પ્રબોધતરતિ નામના આચાર્ય પધાર્યા છે ત્યાં જવાની ઈચ્છા પ્રવૃત્ત થઈ, તેને અભિમુખ=ઉદ્યાનને અભિમુખ, પ્રસ્થિત થયો=મનીષી પસ્થિત થયો. આના દ્વારા=મનીષી દ્વારા, વિચારાયું, કેવી રીતે એકાકી હું જાઉં? અર્થાત્ એકાકી જવું ઉચિત નથી. અને ઘરમાં પ્રવેશ કરાયેલા રહેતા એવા મધ્યમબુદ્ધિનો ઘણો કાલ અતીતઃપસાર થયો છે, હમણા લોકને બાલનો વૃતાંત વિસ્મૃત છે. તેનું મબમબુદ્ધિનું, લજ્જાનું કારણ દૂર થયું છે. આથી તેને પણ તિજવિલસિત ઉદ્યાનમાં હું લઈ જાઉં એ પ્રમાણે વિચારીને મનીષી મધ્યમબુદ્ધિના સમીપે ગયો, તેને=મધ્યમબુદ્ધિને, પોતાનો આશય નિવેદન કર્યો હું નિજવિલસિત નામના ઉધાનમાં જવા ઈચ્છું છું એ પ્રકારનો પોતાનો આશય મધ્યમબુદ્ધિને નિવેદન કરાયો. અને આ બાજુ કર્મવિલાસરાજા વડે=મધ્યમબુદ્ધિના કર્મો વડે, તેની પણ-મધ્યમ-બુદ્ધિની પણ, સામાન્યરૂપા માતા તેના ફલના વિપાકની સંપત્તિ માટે કર્મના ફળના વિપાકની સંપત્તિ માટે, તે પ્રકારે જ પ્રોત્સાહિત કરાઈ=જે પ્રકારે બાલવી અને મનીષીની માતાને પણ કર્મવિલાસરાજાએ પ્રોત્સાહિત કરેલી તે જ પ્રમાણે મધ્યમની માતાને પણ કર્મવિલાસે પ્રોત્સાહિત કરી, અને અકુશલમાલા અને શુભસુંદરી બંનેમાં તે–સામાન્યરૂપા માતા, સાધારણવીર્યવાળી વિચિત્ર ને દેવારી સ્વરૂપથી વર્તે છે. તેથી=સામાન્યરૂપા સાધારણવીર્યવાળી છે તેથી, તેણી વડે અધિષ્ઠિતમૂર્તિ એવા મધ્યમબુદ્ધિને પણ=સામાન્યરૂપા માતા વિપાકને અભિમુખ પરિણામવાળી થાય તે પ્રકારે અધિષ્ઠિતમૂર્તિવાળા એવા મધ્યમબુદ્ધિને પણ, ત્યાં તિજવિલસિત ઉદ્યાનમાં, જવાની ઈચ્છા થઈ. વળી, તારા વડે પણ અવશ્ય જવું જોઈએ એ પ્રમાણે બોલતા મધ્યમબુદ્ધિ વડે બળાત્કારથી બાલ પ્રવર્તિત કરાયો=તિજવિલસિત ઉદ્યાનમાં જવા માટે પ્રવર્તિત કરાયો, ત્રણેય પણ=બાલ, મધ્યમ અને મનીષી ત્રણેય પણ, નિજવિલસિત ઉદ્યાનમાં ગયા.
સ્થૂલથી તે નગરનું વિશિષ્ટ ઉદ્યાન અને જે ઉદ્યાનમાં આત્માના નિજસ્વરૂપમાં જવાનું કારણ બને તેવા મહાત્માઓ આવેલા હોવાથી તે ઉદ્યાન પણ નિજવિલસિત કહેવાય છે અને જે ઉદ્યાનમાં બહુલતાએ ધર્મની જે પ્રવૃત્તિ થતી હોવાને કારણે નિજવિલસિત ઉદ્યાન કહેવાય છે તેમાં ત્રણેય ગયા.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ मनीष्यादित्रयाणां सूरिसमागमः
શ્લોક :
अथ नानाविधैस्तत्र, विलसन्तः कुतूहलैः । प्रमोदशेखरं नाम, प्राप्तास्ते जिनमन्दिरम् ।।१।।
મનીષી આદિ ત્રણને આચાર્યભગવંતનો સમાગમ શ્લોકાર્થ :
હવે જુદા જુદા પ્રકારના કુતૂહલ વડે ત્યાં નિજવિલસિત ઉધાનમાં, વિલાસ કરતા તે ત્રણેય પ્રમોદશેખર નામના જિનમંદિરમાં પ્રાપ્ત થયા=ભગવાનની મૂર્તિ જીવને પ્રમોદનું કારણ હોવાથી અને સર્વ પ્રમોદમાં અગ્રેસર હોવાથી પ્રમોદશેખર નામના જિનમંદિરને તેઓ પામ્યા. III શ્લોક :
तच्च मेरुवदुत्तुङ्ग, विशालं साधुचित्तवत् ।
રેવનોધવ મળે, સોનવાર્યતઃ સારા શ્લોકાર્ધ :
અને તે=પ્રમોદશેખર નામનું જિનમંદિર, મેરુની જેવું ઊંચું, સાધુના ચિત્તની જેમ વિશાલ, સૌંદર્ય અને ઔદાર્યના યોગથી દેવલોકથી અધિક છે એમ હું માનું છું.
તે જિનમંદિર અતિ ઊંચું હતું, જેથી મેરુ પર્વતની જેમ ઊંચું છે. તેમ ગ્રંથકારશ્રી કલ્પના કરે છે. વળી, સાધુનું ચિત્ત બધા જીવો પ્રત્યે પોતાના આત્મતુલ્ય જોનારું હોય છે તેથી કોઈને પીડા ન થાય, કોઈને કષાયનો ઉદ્રક ન થાય, કોઈના પ્રાણનાશ ન થાય તે રીતે પોતાના આત્માની જેમ બધાની સાથે વિશાલ ચિત્તથી વર્તન કરે છે તેવું વિશાલ તે જિનાલય હતું. વળી, દેવલોકમાં સૌંદર્ય અને ઉદાર ભોગસામગ્રી હોય છે તેમ પ્રસ્તુત જિનાલય સુંદર કલાઓથી સૌંદર્યવાનું હતું અને જીવનો ઉદાર આશય પ્રગટ કરે તેવું હોવાથી ઔદાર્યના યોગવાળું છે તેથી દેવલોકથી અધિક છે તેમ કવિ કલ્પના કરે છે. શા શ્લોક :
युगादिनाथबिम्बेन, श्रीमता तदधिष्ठितम् ।
समन्ताद् दूरगोत्तुङ्गप्राकारपरिवेष्टितम् ।।३।। શ્લોકાર્ચ -
શ્રીમાન યુગાદિનાથના બિંબથી તે=જિનમંદિર, પ્રતિષ્ઠિત છે. ચારે બાજુથી દૂર ઊંચા કિલ્લાથી પરિવેષ્ટિત છે. llll
Page #212
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
पुरतो लोकनाथस्य, स्तोत्राणि पठतो मुदा । तत्र श्रावकलोकस्य, ध्वनिमाकर्ण्य पेशलम् ||४॥ किमेतदिति संचिन्त्य, कौतुकाक्षिप्तमानसाः । પ્રવિષ્ટા નેનસને, તે યોઽપિ મારા ।।।। યુમમ્ ।
શ્લોકાર્થ ઃ
ત્યાં=જિનાલયમાં, લોકનાથની આગળ આનંદથી સ્તોત્રને બોલતા શ્રાવકલોકનો સુંદર ધ્વનિ સાંભળીને આ શું છે ? એ પ્રમાણે વિચારીને કૌતુથી આક્ષિપ્ત માનસવાળા તે ત્રણેય પણ કુમારોએ=બાલાદિ ત્રણેય પણ કુમારોએ, જિનમંદિરમાં પ્રવેશ કર્યો. ૪-૫।।
શ્લોક ઃ
अथ दक्षिणमूर्त्तिस्थो, देवाजिरविभूषणः । विनीतसाधुलोकस्य, मध्यवर्त्ती तपोधनः ।। ६ ।। जिनेन्द्रगदितं धर्ममकलङ्कं सनातनम् । संसारसागरोत्तारमाचक्षाणः सुदेहिनाम् ।।७।।
प्रविशद्भिर्महाभागश्चन्द्रवत्तारकैर्वृतः । प्रबोधनरतिर्धीरः, स सूरिस्तैर्विलोकितः । । ८ । । त्रिभिर्विशेषकं ।
૧૯૧
શ્લોકાર્થ :
હવે મૂર્તિની દક્ષિણ દિશામાં રહેલા, દેવાંગણમાં ભૂષણરૂપ, વિનીત સાધુલોકના મધ્યવર્તી, તપોધન=તપરૂપી ધનવાળા, યોગ્ય જીવોને જિનેન્દ્રથી કહેવાયેલા, સનાતન, અકલંક, સંસારસાગરથી ઉત્તારને કરનાર એવા ધર્મને કહેતા, મહાભાગ્યવાળા, તારાઓથી ચંદ્રની જેમ પ્રવેશ કરનારા જીવો વડે વીંટળાયેલા, પ્રબોધનરતિ નામના ધીર એવા તે સૂરિ તેઓ વડે જોવાયા.
||૬-૭-૮૫
શ્લોક ઃ
भाविभद्रतया जैनं, बिम्बं नत्वा मनीषिणा । સૂરે: શેષમુનીનાં ચ, વિહિત પાવવનનમ્ ।।।।
શ્લોકાર્થ ઃ
ભાવિભદ્રપણાને કારણે જિનબિંબને નમસ્કાર કરીને મનીષી વડે સૂરિનું અને શેષમુનિઓનું પાદવંદન કરાયું. IIT
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ततस्तदनुरोधेन, मनाक् संशुद्धबुद्धिना ।
देवसाधुनमस्कारः, कृतो मध्यमबुद्धिना ।।१०।।
શ્લોકાર્થ ઃ
તેથી=મનીષીએ બધાને નમસ્કાર કર્યો તેથી, તેના અનુરોધથી=મનીષીના અનુસરણથી, થોડીક સંશુદ્ધબુદ્ધિવાળા એવા મધ્યમબુદ્ધિ વડે, દેવને અને સાધુને નમસ્કાર કરાયા. II૧૦||
શ્લોક ઃ
पापमातृवयस्याभ्यामधिष्ठितशरीरकः ।
बालोऽकल्याणभाङ् नैव, कस्यचित्प्रणतिं गतः ।।११।।
શ્લોકાર્થ ઃ
પાપમાતા અને મિત્રથી અધિષ્ઠિત શરીરવાળો=અકુશલમાલા અને પાપી એવા સ્પર્શનથી અધિષ્ઠિત શરીરવાળો, અકલ્યાણનો ભાજન એવો બાલ કોઈને નમસ્કાર કરતો નથી જ. ||૧૧||
શ્લોક ઃ
किन्तु ग्रामेयकाकारं, बिभ्राणः स्तब्धमानसः । મનીષિમધ્યમાસન્ને, સોપિ ત્વા વ્યવસ્થિતઃ ।।૨।।
શ્લોકાર્થ ઃ
પરંતુ ગ્રામેયક આકારને ધારણ કરતો=ગામડિયા પુરુષના આકારને ધારણ કરતો, સ્તબ્ધમાનસવાળો, મનીષી અને મધ્યમની નજીકમાં જઈને તે=બાલ, પણ રહ્યો. ।।૧૨।।
શ્લોક ઃ
अथ संभाषितास्तेऽपि, धर्मलाभपुरःसरम् ।
गुरुणा कलवाक्येन निषण्णास्तत्र भूतले ।। १३ ।।
શ્લોકાર્થ :
હવે, તેઓ પણ=મનીષી આદિ પણ, ધર્મલાભપૂર્વક ગુરુ વડે મધુરવાક્યથી બોલાવાયા, ત્યાં ભૂતલમાં બેઠા. ||૧૩||
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
सुबुद्धिप्रेरितनृपस्य सपरिवारागमनम् શ્લોક :
इतश्च सूरिवृत्तान्तः, कथञ्चिल्लोकवार्त्तया । मन्त्रिणा जिनभक्तेन, श्रुतस्तेन सुबुद्धिना ।।१४।।
સુબુદ્ધિ વડે પ્રેરિત રાજાનું સપરિવાર આગમન શ્લોકાર્ચ -
આ બાજુ કોઈક રીતે લોકવાર્તાથી જિનભક્ત એવા તે સુબુદ્ધિ નામના મંત્રી વડે સૂરિનો વૃતાંત સંભળાયો–ઉધાનમાં સૂરિ પધાર્યા છે તે મંત્રી વડે જણાયું. ll૧૪ll શ્લોક :
ततः प्रोत्साहितस्तेन, स राजा शत्रुमर्दनः ।
वन्दनार्थं मुनीन्द्रस्य, व्रजाम इति भाषिणा ।।१५।। શ્લોકાર્ચ -
તેથી સુબુદ્ધિમંત્રી વડે સૂરિનું આગમન જણાયું તેથી, મુનીન્દ્રોના વંદન માટે આપણે જઈએ એ પ્રમાણે બોલતા એવા તેના વડે=મંત્રી વડે, તે શગુમર્દનરાજા પ્રોત્સાહિત કરાયો. ll૧૫ll શ્લોક :
विधूतपापमात्मानं, वन्दनेन महात्मनाम् ।
साधूनां येऽत्र कुर्वन्ति, ते धन्यास्ते मनीषिणः ।।१६।। શ્લોકાર્ચ - જેઓ આ સંસારમાં મહાત્મા એવા સાધુઓના વંદન વડે પોતાને પાપ રહિત કરે છે તેઓ ધન્ય છે, તેઓ બુદ્ધિમાન છે એ પ્રકારે મંત્રીએ રાજાને કહ્યું [૧૬ll શ્લોક -
ततो मदनकन्दल्या, सार्द्धमन्तःपुरैस्तथा ।
सुबुद्धिवचनाद्राजा, निर्गतो मुनिवन्दकः ।।१७।। શ્લોકાર્થ :
તેથી=મંત્રીએ રાજાને મહાત્માના દર્શન કરવા માટે પ્રેરણા કરી તેથી, મદનકંદલી સાથે અને અન્તઃપુર સાથે, તે પ્રકારના સુબુદ્ધિના વચનથી મુનિને વંદન કરવા તત્પર એવો રાજા નીકળ્યો. ll૧૭ll
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ततः सर्वं पुरं तत्र, नृपे चलति विस्मितम् ।
सैन्यं च गतमुद्याने, कौतुकाकृष्टमानसम् ।।१८।। શ્લોકાર્ચ -
તેથી તે રાજા ચાલે છતે વિસ્મિત થયેલું, કૌતુકથી આકૃષ્ટમાનસવાળું સર્વ નગર અને સેન્ય ઉધાનમાં ગયું. I૧૮ll શ્લોક :
निपत्य पादयोस्तत्र, जिनस्य सबलो नृपः ।
प्रबोधनरतिं भक्त्या , ववन्दे हृष्टमानसः ।।१९।। શ્લોકાર્ચ -
ત્યાં=તે ઉધાનમાં, જિનના ચરણમાં નમસ્કાર કરીને બલ સહિત રાજા=સેના સહિત રાજા, હર્ષિતમાનસવાળો ભક્તિથી પ્રબોધનરતિને વંદન કરે છે. ll૧૯ll. શ્લોક -
प्रणम्याशेषसाधूंश्च, दत्ताशीर्गुरुसाधुभिः ।
निषण्णो भूतले राजा, विनयाऽऽनम्रमस्तकः ।।२०।। શ્લોકાર્ચ -
બધા સાધુઓને નમસ્કાર કરીને ગુરુ અને સાધુઓ વડે અપાયેલા આશીર્વાદવાળો રાજા વિનયથી નમેલા મસ્તકવાળો ભૂતલમાં બેઠો. ll૨૦] શ્લોક :
सुबुद्धिरपि जैनेन्द्रपादपद्मकृतानतिः ।
નિરૂપત્તિ સર્વાળ, કેવળ વત્નતિ: Jારા શ્લોકાર્થ :
જૈનેન્દ્રપાદપદ્મને જિનેશ્વરના ચરણકમળને કર્યો છે નમસ્કાર એવો સુબુદ્ધિમંત્રી પણ સર્વ દેવકને યત્નથી કરે છે. રા. બ્લોક :
देवपूजनसद्धूपदीपदानादिपूर्वकम् । भक्त्योत्कण्ठितसर्वाङ्गो, भून्यस्तकरजानुकः ।।२२।।
Page #216
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
દેવપૂજન, સદ્ભૂપ, દીપ, દાનાદિપૂર્વક ભક્તિથી ઉત્કંઠિત સર્વાંગવાળો ભૂમિમાં સ્થાપન કરેલા જાનુવાળો. ।।૨૨।।
શ્લોક ઃ
दुर्लभं भवकान्तारे, जन्तुभिर्जिनवन्दनम् ।
इतिभावनया धन्यो, निर्मलीभूतमानसः ।।२३।।
શ્લોકાર્થ :
ભવરૂપી જંગલમાં જંતુઓ વડે જિનવંદન દુર્લભ છે. એ પ્રકારે ભાવનાથી ધન્ય થયેલો, નિર્મલીભૂત માનસવાળો મંત્રી થયો. II૨૩મા
શ્લોક ઃ
आनन्दजलपूर्णाक्षः, क्षालयन्नात्मकिल्बिषम् ।
નત્વા માવતો વિમ્યું, ચસ્તવૃષ્ટિવિપક્ષળ: ।।૨૪।। शक्रस्तवं शनैर्धीरः, पठित्वा भक्तिनिर्भरः ।
પશ્ચાદ્પ્રળિપાતાન્ત, નિષ: શુદ્ધભૂતને ।।ર।। યુભમ્ ।
૧૯૫
શ્લોકાર્થ ઃ
આનંદરૂપી જલથી પૂર્ણચક્ષુવાળો, આત્માના પાપને ધોતો, ભગવાનના બિંબમાં સ્થાપન કરાયેલી દૃષ્ટિવાળો, વિચક્ષણ, ધીર ધીમેથી શક્રસ્તવને ભણીને ભક્તિથી નિર્ભર પરિણામવાળો, પંચાંગ પ્રણિપાતના અંતમાં શુદ્ધભૂમિમાં બેઠો. II૨૪-૨૫।।
શ્લોક ઃ
परस्परतिरोभूतकरशाखाविनिर्मिताम् ।
कोशाकारकरः कृत्वा, योगमुद्रां समाहितः ।। २६ ।।
શ્લોકાર્થ ઃ
પરસ્પર તિરોભૂતકર શાખા વિનિર્મિત એવી યોગમુદ્રાને કરીને, કોશ આકારના હાથવાળો, સમાધિવાળો. IIરાત
શ્લોક ઃ
ततो भुवननाथस्य, स्तोत्राणि कलया गिरा ।
स तदानीं पठत्येवं, तदर्थार्पितमानसः ।। २७।।
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
ત્યારપછી=આ રીતે બેઠા પછી, તે મંત્રી ત્યારે ત અર્થમાં અર્પિત માનસવાળો મધુર વાણીથી ભગવાનનાં સ્તોત્રોને આ પ્રમાણે બોલે છે. ll૨૭ll
सुबुद्धिकृता जिनस्तुतिः બ્લોક :
नमस्ते जगदानन्द! मोक्षमार्गविधायक! । जिनेन्द्र! विदिताशेषभावसद्भावनायक! ।।२८।।
સુબુદ્ધિ વડે કરાયેલ જિનસ્તુતિ શ્લોકાર્ચ -
હે જગતના આનંદ ! હે મોક્ષમાર્ગના વિધાયક ! હે ! જિનેન્દ્ર ! હે જાણ્યા છે અશેષભવોના સદ્ભાવના નાયક ! તમને નમસ્કાર કરું છું.
સુબુદ્ધિમંત્રી ભગવાનના પારમાર્થિક ગુણોને જાણનાર છે તેથી ભગવાનને વાસ્તવિક સ્વરૂપને સંબોધન કરતાં કહે છે. શાંતમુદ્રાવાળા ભગવાન જગતને શાંતમુદ્રાનો બોધ કરાવીને આનંદને દેનારા છે. કર્મોની કદર્થનાથી મુક્ત થવાના માર્ગને બતાવનારા છે. રાગ-દ્વેષથી પર એવા જિનો તેઓમાં ઇન્દ્રો જેવા છે અને જગતના અશેષભાવોને યથાર્થ જાણનારા ભગવાન છે એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. એ પ્રકારે કહીને તે તે ગુણોથી ભગવાનને અભિમુખ પોતાનું માનસ કરે છે. ll૨૮ll શ્લોક :
प्रलीनाशेषसंसारविस्तार! परमेश्वर! ।
नमस्ते वाक्पथातीत! त्रिलोकनरशेखर! ।।२९।। શ્લોકાર્ધ :
વળી, સ્તુતિ કરતાં કહે છે – નાશ કર્યો છે સંપૂર્ણ સંસારનો વિસ્તાર એવા પરમ એશ્વર્યવાળા ! વાણીના પથથી અતીત ! અર્થાત્ વાણીથી જેમનું સ્વરૂપ ન કહી શકાય એવા ત્રણ લોકના મનુષ્યોમાં અગ્રેસર ! એવા તમને નમસ્કાર કરું છું. ll ll શ્લોક :
भवाब्धिपतितानन्तसत्त्वसंघाततारक! । घोरसंसारकान्तारसार्थवाह! नमोऽस्तु ते ।।३०।।
Page #218
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૯૭
શ્લોકાર્ચ -
સંસારરૂપી સમુદ્રમાં પડેલા અનંત જીવોના સમૂહના તારક ! જે એક તીર્થકર છે તતુલ્ય જ સર્વ તીર્થકરો છે અને તે તીર્થકરોએ સંસારમાં પડેલા અનંતા જીવોને અત્યાર સુધી તાર્યા છે, તારે છે અને ભવિષ્યમાં તારશે તેવા ભગવાન તમે છો, ઘોર સંસારરૂપી અટવીમાં સાર્થવાહ ! તમને નમસ્કાર થાઓ. Il3oll શ્લોક :
अनन्तपरमानन्दपूर्णधामव्यवस्थितम् ।
भवन्तं भक्तितः साक्षात्पश्यतीह जनो जिन! ।।३१।। શ્લોકાર્ચ -
હે જિન ! અનંત પરમાનંદના પૂર્ણધામ રૂપે વ્યવસ્થિત એવા તમને ભક્તિથી અહીં. લોક સાક્ષાત્ જુએ છે. ll૧૧il શ્લોક -
स्तुवतस्तावकं बिम्बमन्यथा कथमीदृशः ।
પ્રમોતિયશ્ચિત્તે, નાતે અવનતિ ! / રૂાા શ્લોકાર્ચ -
હે ભુવનાતિગ ભગવાન ! અન્યથા તમને સાક્ષાત્ જોતા ન હોય તો તમારા બિંબની સ્તુતિ કરતા જીવોને ચિત્તમાં આવા પ્રકારનો પ્રમોદનો અતિશય કેવી રીતે થાય ? Il૩રા શ્લોક :
पापाणुजनितस्तावत्तापः संसारिचेतसाम् ।
यावत्तेषां सदानन्द! मध्ये नाथ! न वर्त्तसे ।।३३।। શ્લોકાર્ચ -
હે સદાનન્દ !, હે નાથ !, જ્યાં સુધી તેઓના મધ્યમાં સંસારી જીવોના ચિત્તના મધ્યમાં, તમે વર્તતા નથી, ત્યાં સુધી સંસારી જીવોના ચિત્તના મધ્યમાં પાપજનિત તાપ વર્તે છે.
જેઓના ચિત્તમાં સદા આનંદવાળા એવા ભગવાન વર્તે છે તેઓ શ્રાવક હોય તોપણ ભગવાન તુલ્ય થવાના અત્યંત અર્થી હોવાથી તેના પ્રબળ ઉપાયભૂત ભાવસાધુનું સ્વરૂપ સદા ભાવન કરીને ભાવસાધુતુલ્ય થવાની શક્તિનો સંચય કરતા હોય છે તેથી તેઓના ચિત્તમાં પાપરૂપી અણુથી જનિત કષાયોનો તાપ ક્યારેય વર્તતો નથી. ૩૩
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
येषां पुनर्विधत्ते सा, नाथ! चित्तेषु देहिनाम् । पापाणवः क्षणात्तेषां, ध्वंसमायान्ति सर्वथा ।।३४।। ततस्ते द्राविताशेषपापपङ्कतया जनाः ।
सद्भावामृतसंसिक्ता, मोदन्ते नाथ! सर्वदा ।।३५ ।। युग्मम् । શ્લોકાર્ચ -
હે નાથ !. વળી, જે સંસારી જીવોના ચિત્તમાં તેeતમારી વૃત્તિ વર્તે છે તેઓના પાપાપુઓ ક્ષણથી સર્વથા નાશ પામે છે. તેથી દ્રાવિત થયેલા અશેષપાપરૂપી કાદવપણાને કારણે સદ્ભાવરૂપી અમૃતથી સિંચન કરાયેલા તે લોકો હે નાથ !, સર્વદા આનંદ પામે છે.
જેઓના ચિત્તમાં પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનું સ્મરણ છે અને આત્માના સુંદર ભાવો રૂપી અમૃતથી સિંચન કરાયેલા છે તેથી, તેઓના ચિત્તમાં પાપરૂપ કાદવ નાશ થાય છે અને સદા આનંદના અનુભવને કરનારા બને છે. ll૩૪-રૂપા શ્લોક :
ते वराका न मुष्यन्तां, रागादिचरटैः कथम्? ।
येषां नाथ! भवान्नास्ति, तप्तिसान्निध्यकारकः ।।३६।। શ્લોકાર્ચ -
તે બિચારા જીવો રાગાદિ ચોરો વડે કેમ મુક્ત લૂંટાતા નથી? હે નાથ ! આપ જેઓને અંતરંગ પીડારૂપ તતિમાં સાન્નિધ્ય કરનારા નથી આથી તે વરાછા રાગાદિ ચોરો વડે લૂંટાય છે. એ પ્રમાણે અન્વય કરવો. Il3%ા. શ્લોક :
भवन्तमुररीकृत्य, नाथ! निःशङ्कमानसाः ।
शिवं यान्ति मदादीनां, विधाय गलपादिकाम् ।।३७।। શ્લોકાર્ય :
હે નાથ ! તમને સ્વીકારીને નિઃશંકમાનસવાળા જીવો મદાદિને ગલપાદિકાને આપીને ગળે પકડીને પગ નીચે કચડીને, મોક્ષમાં જાય છે. ll૩૭ી. બ્લોક :
न्यपतिष्यदिदं नाथ! जगनरककूपके । अहिंसाहस्तदानेन, यदि त्वं नाधरिष्यथाः ।।३८।।
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હે નાથ ! અહિંસારૂપી હાથને આપવા વડે જો તે જગતને ધારણ કર્યું ન હોત તો જગત નરકરૂપી કૂવામાં પડત.
અહિંસારૂપી હાથને આપવા વડે જગતને નરકરૂપી કૂવામાં પડતું બચાવ્યું એમ ભાવાર્થ છે. [૩૮ાા શ્લોક :
विलीनसकलक्लेशं, निर्विकारं मनोहरम् । शरीरं पश्यतां नाथ! तावकीनमदो वरम् ।।३९।। अनन्तवीर्य! सर्वज्ञो, वीतरागस्त्वमञ्जसा ।
न भासि यदभव्यानां, तत्तेषां पापजृम्भितम् ।।४०।। શ્લોકાર્ચ -
સકલ ક્લેશ રહિત, નિર્વિકાર, મનોહર, શ્રેષ્ઠ તમારા આ શરીરને જોતા અભવ્ય જીવોને હે અનંતવીર્ય ! તું સર્વજ્ઞ, વીતરાગ જે કારણથી શીઘ ભાસતો નથી, તે તેઓનું પાપનૃસ્મિત છેઃ પાપવિલસિત છે. ૩૯-૪૦]. શ્લોક :
रागद्वेषमहामोहसूचकैर्वीतकल्मष! ।
हास्यहेतिविलासाक्षमालाद्यैहीन! ते नमः ।।४१।। શ્લોકા :
રાગ, દ્વેષ, મહામોહના સૂચક એવો હાસ્ય, હેતિ, વિલાસ, અક્ષમાલાદિ વડે હીન=રહિત, વિતકલ્મષવાળા ! તમને નમસ્કાર કરું છું. ૪૧TI.
બ્લોક :
अनन्तगुणसङ्कीर्ण! कियद्वाऽत्र वदिष्यति ।
तावकस्तवने नाथ! जडबुद्धिरयं जनः ।।४२।। શ્લોકાર્ચ -
હે નાથ ! તમારા જીવનમાં તમારા ગુણગાનમાં, જડબુદ્ધિ એવો આ જન=વાસ્તવિક રીતે ભગવાનના ગુણોને જોવામાં અલ્પબુદ્ધિવાળો એવો આ જન, હે અનંતગુણથી સંકીર્ણ ! અહીં તમારા વિષયમાં, કેટલું કહેશે. ll૪રા.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
सद्भावोऽप्यथवा नाथ! भवतैवावबुध्यते ।
तदस्य करुणां कृत्वा, विधातव्यो भवे भवे ।।४३।। શ્લોકાર્ચ -
અથવા હે નાથ ! સભાવ પણ તમારા વડે જણાય છે તમારા પ્રત્યેનો મારો સદ્ભાવ જણાય છે. તે કારણથી આની કરુણા કરીને દરેક ભવમાં સંસારના ઉચ્છેદન કરનારી આત્મામાં નિશ્ચલભક્તિ કરવી જોઈએ. ll૪૩. શ્લોક :
संस्तुत्यैवं जगन्नाथमुत्थाय जिनमुद्रया । विधाय वन्दनं भूयः, पञ्चाङ्गनमनादिकम् ।।४४।। तदन्ते प्रणिधानं च, मुक्ताशुक्त्याऽतिसुन्दरम् । कृत्वा कृतार्थमात्मानं, मन्यमानः सुकर्मणा ।।४५।। सूरेः पादयुगं सिञ्चन्नानन्दोदकबिन्दुभिः ।
वन्दनं द्वादशावर्त, स ददौ दोषसूदनम् ।।४६।। त्रिभिर्विशेषकम् । શ્લોકાર્ચ -
આ પ્રમાણે જગતનાથની સ્તુતિ કરીને. ઊઠીને જિનમુદ્રાથી પંચાગનમનાદિક વંદનને ફરી કરીને તેના અંતમાં મુક્તાશક્તિથી અતિસુંદર પ્રણિધાન કરીને સુકર્મ દ્વારા આત્માને=પોતાને કૃતાર્થ માનતા આનંદના અશ્રુબિંદુઓ વડે સૂરિના પાદયુગને સિંચન કરતા મંત્રીએ દોષને નાશ કરનાર દ્વાદશાવર્ત વંદનને કર્યું. ll૪૪-૪૫-૪૬ll શ્લોક -
कृतसामायिकोऽशेषसाधूनानम्य भक्तितः ।
अवाप्तधर्मलाभोऽसौ, निषण्णः शुद्धभूतले ।।४७।। શ્લોકાર્ચ -
કૃતસામાયિકવાળો ભક્તિથી અશેષ સાધુઓને નમીને પ્રાપ્ત કરેલા ધર્મલાભવાળો આ=મંત્રી, શુદ્ધભૂતલમાં બેઠો. l૪૭ના શ્લોક :
पृष्टसूरितनूदन्ते, सुबुद्धौ तत्र मन्त्रिणि । अथाचार्या विशेषेण, चक्रिरे धर्मदेशनाम् ।।४।।
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
ત્યાં સુબુદ્ધિમંત્રી આચાર્યના શરીરની વાર્તા પૂછે છતે હવે આચાર્ય વિશેષથી ધર્મદેશના કરે છે. Il૪૮II
सूरिकृतधर्मदेशना શ્લોક :
कथितं भवनैर्गुण्यं, वर्णिता कर्महेतवः । प्रख्यापितं च निर्वाणं, दर्शितं तस्य कारणम् ।।४९।।
આચાર્ય વડે કરાયેલ ધર્મદેશના શ્લોકાર્ચ -
ભવનું નૈન્મ્ય કહેવાયું–આચાર્ય વડે ચારગતિના પરિભ્રમણરૂપ સંસાર જીવ માટે અત્યંત વિડંબનારૂપ છે તેનું સ્વરૂપ કહેવાયું. કર્મના હેતુઓ વર્ણન કરાયા–આચાર્ય વડે ભવના કારણભૂત કર્મબંધના હેતુઓ વર્ણન કરાયા, અને નિર્વાણ કહેવાયું=જીવની સુંદર અવસ્થા મોક્ષમાં જ છે તેનું સ્વરૂપ બતાવાયું, તેનું કારણ=મોક્ષનું કારણ, બતાવાયું. ૪૯ll શ્લોક :
ततश्चामृतसंसेकचारुणा वचसा मुनेः ।
जातास्ते जन्तवः सर्वे, चित्तसन्तापवर्जिताः ।।५०।। શ્લોકાર્ચ -
તેથી આચાર્યએ ભવનિર્ગુણાદિનું કથન કર્યું તેથી, અમૃતના સિંચનથી સુંદર એવા મુનિના વચનથી તે જ સર્વ જીવો ચિત્તસંતાપ વર્જિત થયા. પoll શ્લોક -
ત્રાન્તરેनखांशुविशदं कृत्वा, ललाटे करकुड्मलम् ।
जगाद भारतीमेनां, स राजा शत्रुमर्दनः ।।५१।। શ્લોકાર્ધ :
એટલામાં નખાંશુથી વિશદ કરકુડમલને લલાટમાં કરીને=બે હાથને મસ્તક પાસે જોડીને તે શબુમર્દનરાજા આ વાણીને કહે છે. આપ૧TI.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
भगवन्! अत्र संसारे, नरेण सुखकामिना ।
किमादेयं प्रयत्नेन, सर्वसम्पत्तिकारणम्? ।।५२।। શ્લોકાર્ય :
હે ભગવાન ! આ સંસારમાં સુખને ઈચ્છનારા એવા મનુષ્ય વડે સર્વસંપત્તિનું કારણ એવું પ્રયત્નથી શું આચરવા જેવું છે? આપણા
धर्मस्योपादेयता શ્લોક :
सूरिराहआदेयोऽत्र महाराज! धर्मः सर्वज्ञभाषितः । स एव भगवान् सर्वपुरुषार्थप्रसाधकः ।।५३।।
ધર્મની ઉપાદેયતા શ્લોકાર્ચ -
સૂરિ કહે છે – હે મહારાજ ! અહીં=સંસારમાં સર્વજ્ઞભાષિત ધર્મ આદેય છે=આચરવા યોગ્ય છે, તે જ ભગવાન સર્વાભાષિત ધર્મ ભગવાન, સર્વપુરુષાર્થનો પ્રસાધક છે જીવના સર્વ પ્રયત્નોથી સાધ્ય સુખરૂપ ફળને આપનારો છે. IIT3II બ્લોક :
सोऽनन्तसुखसंपूर्णे, मोक्षे नयति देहिनम् ।
अनुषङ्गेण संसारे, स हेतुः सुखपद्धतेः ।।५४।। શ્લોકાર્ચ -
ત=સર્વાભાષિત ધર્મ, અનંત સુખરૂપ સંપૂર્ણ મોક્ષમાં જીવને લઈ જાય છે. અનુષંગથી=મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રવાહથી, તે ધર્મ, સુખની પદ્ધતિનો હેતુ છે. I૫૪ll શ્લોક :
नरपतिरुवाच-यद्येवम्कस्मात्सर्वे न कुर्वन्ति, तं सर्वसुखसाधनम् । धर्म संसारिणः किं वा, क्लिश्यन्ते सुखकाम्यया? ।।५५।।
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૩
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - રાજા કહે છે. જો આ પ્રમાણે છે સર્વજ્ઞભાષિત ધર્મ સર્વપ્રકારના સુખનું કારણ છે તો, સર્વ સંસારી જીવો સર્વસુખના સાધન એવા તે ધર્મને કયા કારણથી કરતા નથી ? અથવા સુખની કામનાથી કેમ ક્લેશ પામે છે ? પિપII શ્લોક :
सूरिराहसुखाभिलाषः सुकरो, दुष्करोऽसौ नृपोत्तम! ।
यतो जितेन्द्रियग्रामस्तं साधयति मानवः ।।५६।। શ્લોકાર્ચ -
સૂરિ કહે છે. સુખનો અભિલાષ સુકર છે, હે નૃપોતમ ! આ=ધર્મ, દુષ્કર છે. જે કારણથી જીત્યો છે ઈન્દ્રિયોનો સમૂહ જેણે એવો મનુષ્ય તેને સાધે છે=ધર્મને સાધે છે. આપવા. શ્લોક :
अनादिभवकान्तारे, प्राप्तानि परमं बलम् ।
दुर्मेधोभिर्न शक्यन्ते, जेतुं तानीन्द्रियाणि वै ।।५७।। શ્લોકાર્ધ :
અનાદિ ભવકાન્તારમાં અત્યંત બલને પ્રાપ્ત કરેલી તે ઈન્દ્રિયોને દુર્બુદ્ધિવાળા જીવો વડે જીતવી શક્ય નથી=સંસારી જીવોએ ઈન્દ્રિયોના વિષયો સેવી સેવીને દરેક ભવોમાં તેના સંસ્કારો અત્યંત પુષ્ટ કરેલા છે તેથી પરમ બલને પામેલી તે ઈન્દ્રિયો સંસ્કાર અનુસાર જ પ્રવર્તે છે, તેથી દુર્બુદ્ધિવાળા જીવો વડે તેને જીતવી શક્ય નથી. આપણા શ્લોક :
तेनैव जन्तवो मूढाः, सुखमिच्छन्ति केवलम् ।
धर्मं पुनः सुदूरेण, त्यजन्ति सुखकारणम् ।।५८।। શ્લોકાર્ચ -
તેનાથી જ=ઈન્દ્રિયોથી જ, મૂઢ થયેલા જીવો કેવલ સુખને ઈચ્છે છે. પરંતુ સર્વ સુખના કારણ એવા ધર્મને દૂરથી ત્યાગ કરે છે. Ifપટll
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
नरपतिरुवाचयेषां जयमशक्तिष्ठाः, कर्तुं नो पारयन्त्यमी ।
धर्मतः प्रपलायन्ते, ततो जीवाः सुखैषिणः ।।५९॥ શ્લોકાર્ચ -
રાજા કહે છે. અસમર્થ એવા આ=સંસારીજીવો, જેના=જે ઈન્દ્રિયોના, જયને કરવા માટે સમર્થ થતા નથી, તેથી સુખના ઈચ્છુક એવા જીવો ધર્મથી દૂર જાય છે. આપ૯ll બ્લોક :
कानि तानीन्द्रियाणीह? किं स्वरूपाणि वा मुने! ।
कथं वा दुर्जयानीति? श्रोतुमिच्छामि तत्त्वतः ।।६।। શ્લોકાર્ચ -
તે ઈન્દ્રિયો અહીં=સંસારમાં, કઈ છે? અથવા હે મુનિ ! કેવા સ્વરૂપવાળી છે ? અથવા કેવી રીતે દુર્જય છે? એ પ્રમાણે તત્વથી સાંભળવા ઈચ્છું છું. llઉoll
इन्द्रियस्वरूपम् શ્લોક :
मुनिरुवाचस्पर्शनं रसनं घ्राणं, चक्षुः श्रोत्रं च पञ्चमम् । एतानि तानि राजेन्द्र! हषीकाणि प्रचक्षते ।।६१।।
ઈન્દ્રિયનું સ્વરૂપ શ્લોકાર્ચ -
મુનિ કહે છે. હે રાજેન્દ્ર ! “સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષ અને પાંચમું શ્રોત્ર આ તે ઈન્દ્રિયો કહેવાય છે. [૧૧] શ્લોક :
इष्टः स्पर्शादिभिस्तोषो, द्वेषवृद्धिस्तथेतरैः । एतत्स्वरूपमेतेषामिन्द्रियाणां नृपोत्तम! ।।२।।
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
હે નૃપોતમ ! ઈષ્ટ એવા સ્પર્ધાદિ વડે તોષ તથા ઈતર વડે=અનિષ્ટ એવા સ્પર્ધાદિ વડે, દ્વેષની વૃદ્ધિ આ ઈન્દ્રિયોનું સ્વરૂપ છે. ll૧રા શ્લોક :
दुर्जयानि यथा तानि, कथ्यमानं मयाऽधुना ।
दत्तावधानस्तं सर्वमनुश्रुत्यावधारय ।।६३।। શ્લોકાર્ધ :
જે પ્રમાણે તે દુર્જય છે ઈન્દ્રિયો દુર્જય છે. મારા વડે હવે કહેવાતા એવા તે સર્વને દત્તાવધાન આપ્યું છે ધ્યાન જેણે એવો તું, સાંભળીને અવધારણ કર. IS3II શ્લોક :
अनेकभटसङ्कीर्णे, समरे योधयन्ति ये ।
मत्तमातङ्गसंघातमेतैस्तेऽपि विनिर्जिताः ।।६४।। શ્લોકા :
અનેક ભથ્થી સંકીર્ણ યુદ્ધમાં મતમાતંગ સંઘાતને જેઓ જીતે છે તેઓ પણ આનાથી ઈન્દ્રિયોથી, જિતાય છે. II૬૪ll શ્લોક :
अगुल्यग्रे निधायेदं, भुवनं नाटयन्ति ये ।
शक्रादयोऽतिशक्तिष्ठास्तेऽप्यमीभिर्वशीकृताः ।।६५ ।। શ્લોકાર્ચ -
અંગલિના અગ્રમાં આ ભવનને સ્થાપન કરીને જે શક્રાદિ અતિશક્તિવાળા છે તેઓ પણ આમના વડે=ઈન્દ્રિયો વડે, વશ કરાયા છે. llઉપા શ્લોક :
हिरण्यगर्भवैकुण्ठमहेश्वरपुरःसराः ।
एतैर्निराकृताः सन्तः, सर्वे किङ्करतां गताः ।।६६।। શ્લોકાર્ચ -
હિરણ્યગર્ભ, વૈકુંઠ, મહેશ્વર વગેરે સન્તો આના વડે ઈન્દ્રિયો વડે, નિરાકૃત કરાયેલા સર્વ કિંકરતાને પામેલા છે. IIકા.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
अधीत्य सर्वशास्त्राणि, परमार्थविदो जनाः ।
एभिर्विधुरिताः सन्तश्चेष्टन्ते बालिशा इव ।।६७।। શ્લોકાર્ચ -
સર્વશાસ્ત્રોને જાણીને પરમાર્થને જાણનારા સંત એવા જીવો આનાથી વિપુરિત થયેલા છતાં ઈન્દ્રિયોથી પરવશ થયેલા છતાં, બાલિશની જેમ ચેષ્ટા કરે છે. II૬૭ી. શ્લોક :
एतानि हि स्ववीर्येण, ससुरासुरमानुषम् ।
वराकमिव मन्यन्ते, सकलं भुवनत्रयम् ।।६८।। શ્લોકાર્થ :
આ=ઈન્દ્રિયો, સ્વવીર્યથી સુર-અસુર-મનુષ્ય સહિત સકલભુવનમયને રાંકડાની જેમ માને છે. II૬૮ll શ્લોક :
दुर्जयानि ततोऽमूनि, हृषीकाणि नराधिप! ।
एवं सामान्यतः कृत्वा, हृषीकगुणवर्णनम् ।।६९।। શ્લોકાર્ય :
તેથી પૂર્વમાં વર્ણન Á એવી બલિષ્ઠ ઈન્દ્રિયો છે તેથી, હે નરાધિપ ! આ ઈન્દ્રિયો દુર્જય છે. આ રીતે સામાન્યથી ઈન્દ્રિયોના ગુણનું વર્ણન કરીને. ll૧૯ll. શ્લોક :
ततश्चज्ञानालोकेन वृत्तान्तं, बोधनार्थं मनीषिणः ।
सूरि भाषे सद्दन्तदीधितिच्छुरिताधरः ।।७०।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી સુંદર દાંતના કિરણથી શોભતા હોઠવાળા સૂરિ જ્ઞાનના આલોકનથી=જ્ઞાનના ઉપયોગથી, મનીષીના બોધને માટે વૃત્તાંતને કહે છે. JI૭૦||
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-| તૃતીય પ્રસ્તાવ બ્લોક :
अथवा महाराज!तिष्ठन्तु तावच्छेषाणि, हृषीकाणि जगज्जये ।
स्पर्शनेन्द्रियमेवैकं, समर्थं बत वर्त्तते ।।७१।। શ્લોકાર્ચ -
અથવા હે મહારાજ ! શેષઈન્દ્રિયો જગતના જયમાં દૂર રહો, એક સ્પર્શનેન્દ્રિય જ ખરેખર સમર્થ વર્તે છે. I૭૧II. શ્લોક :
यतो न शक्यते लोकैर्जेतुमेकैकमप्यदः ।
लीलया जयतीदं तु, भुवनं सचराचरम् ।।७२।। શ્લોકાર્ધ :
જે કારણથી લોકો વડે એક એક પણ આ=ઈન્દ્રિય જીતવા માટે શક્ય નથી. વળી, આ= સ્પર્શનેન્દ્રિય સચરાચર ભુવનને=અચર એવા એકેન્દ્રિય અને ચર એવા બેઈન્દ્રિયાદિથી સહિત ભુવનને, લીલાથી જીતે છે. ll૭થા શ્લોક :
नरपतिरुवाचभगवंस्तस्य जेतारो, नराः किं सन्ति कुत्रचित् ? ।
आहोस्विनैव विद्यन्ते, भुवनेऽपि तथाविधाः ।।७३।। શ્લોકાર્ચ -
રાજા કહે છેઃરાજા પ્રશ્ન કરે છે. હે ભગવન્! તેને=સ્પર્શનેન્દ્રિયને જીતનારા, મનુષ્યો કોઈ ઠેકાણે છે? અથવા ભુવનમાં પણ તેવા પ્રકારના જીવો વિધમાન નથી જ=સ્પર્શનેન્દ્રિયને જીતનારા ભુવનમાં નથી જ ? ll૭all
उत्कृष्टतमादिचतुर्विधेषूत्कृष्टतमस्वरूपम् શ્લોક :
मुनिरुवाचराजन्न हि न विद्यन्ते, केवलं विरला जनाः । ये चास्य विनिहन्तारस्तत्राकर्णय कारणम् ।।७४ ।।
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઉત્કૃષ્ટતમ આદિ ચારમાં ઉત્કૃષ્ટતમનું સ્વરૂપ શ્લોકાર્ધ :
મુનિ કહે છે= ઉત્તર આપે છે. હે રાજા ! વિદ્યમાન નથી એમ નહીં જ=સ્પર્શનેન્દ્રિયને જીતનારા જીવો જગતમાં વિધમાન નથી એમ નહીં કેવલ અલ્પ જનો છે. જે આના સ્પર્શનના જ, હણનારા છે=સ્પર્શન ઈન્દ્રિયનો નાશ કરનારા છે, તેમાં સ્પર્શનેન્દ્રિયને નાશ કરનારા જીવો અલ્પ છે તેમાં, કારણ સાંભળ. ll૭૪ll શ્લોક :
जघन्यमध्यमोत्कृष्टास्तथोत्कृष्टतमा गुणैः ।
चतुर्विधा भवन्तीह, पुरुषा भवनोदरे ।।७५ ।। શ્લોકાર્થ :
ગુણો વડે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતમ ચાર પ્રકારના પુરુષો આ ભુવનઉદરમાં હોય છે. I૭૫ll શ્લોક :
त(तेऽ)थोत्कृष्टतमास्तावबैरिदं स्पर्शनेन्द्रियम् । अनादिभवसम्बन्धलालितं पालितं प्रियम् ।।७६।। जैनेन्द्रागमसम्पर्काद्विज्ञाय बहुदोषकम् ।
ततः सन्तोषमादाय, महासत्त्वैनिराकृतम् ।।७७।। युग्मम् । શ્લોકાર્ચ -
હવે તે ઉત્કૃષ્ટતમ જીવો છે, જેઓ વડે અનાદિ ભવ સંબંધથી લાલિત, પાલિત, પ્રિય, એવો આ સ્પર્શનેન્દ્રિય જૈનેન્દ્ર આગમના સંપન્થી બહુદોષને કરનાર જાણીને ત્યારપછી સંતોષનું આલંબન લઈને મહાસત્ત્વથી નિરાકરણ કરાયો=મહાધેર્યથી સ્પર્શનેન્દ્રિયને જીતી લીધો. ll૭૬-૭૭ી. શ્લોક :
गृहस्था अपि ते सन्तो, ज्ञाततत्त्वा जिनागमे ।
स्पर्शनेन्द्रियलौल्येन, नाचरन्ति कुचेष्टितम् ।।७८।। શ્લોકાર્થ :
જિનાગમમાં જ્ઞાતતત્વવાળા, ગૃહસ્થો પણ તે છતાં સ્પર્શનેન્દ્રિયના લોલ્યપણાથી કુચેષ્ટિતને આચરતા નથી. II૭૮ll
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
यदा पुनर्विशेषेण, तिष्ठेत्तेषां जिनागमः ।
स्पर्शनेन्द्रियसम्बन्धं, त्रोटयन्ति तदाऽखिलम् ।।७९।। શ્લોકાર્ય :
જ્યારે વળી, તેઓને જ જિનાગમ વિશેષથી સ્થિર થાય છે=જિનાગમમાં જ્ઞાતતત્વવાળા ગૃહસ્થોને શાસ્ત્રોનો બોધ વિશેષથી આત્મામાં પરિણમન પામે છે. ત્યારે સંપૂર્ણ સ્પર્શનેન્દ્રિયના સંબંધને તોડી નાખે છેઃસ્પર્શનેન્દ્રિયરૂપ કાયાની સાથે ભાવથી કંઈક બહિચ્છાયાથી સંબંધ હતો તેનો ત્યાગ કરે છે. II૭૯IL. શ્લોક :
यतो दीक्षां समादाय, निर्मलीमसमानसाः ।
सन्तोषभावतो धन्या, जायन्तेऽत्यन्तनिःस्पृहाः ।।८।। શ્લોકાર્થ :
જે કારણથી દીક્ષાને ગ્રહણ કરીને નિર્મલ માનસવાળા=ધર્મના ઉપકરણ સિવાય દેહનો પણ ત્યાગ કરે તેવા નિર્મલ માનસવાળા, સંતોષના ભાવથી અત્યંત નિઃસ્પૃહ ધન્ય થાય છે. IIcell શ્લોક :
ततस्ते भवकान्तारनिर्विण्णा वीतकल्मषाः ।
स्पर्शनप्रतिकूलानि, सेवन्ते धीरमानसाः ।।८१।। શ્લોકાર્ચ -
તેથી ભવરૂપી અટવીથી નિર્વેદ પામેલા એવા તેઓ વીતકલ્મષવાળા=સંશ્લેષના પરિણામરૂપ કાદવથી રહિત પરિણતિવાળા, ધીરમાનસવાળા સ્પર્શનના પ્રતિકૂલોને સેવે છે. ll૮૧il. શ્લોક :
भमिशयनलोचादिकायक्लेशविधानतः ।
ततः सुखस्पृहां हित्वा, जायन्ते ते निराकुलाः ।।८२।। શ્લોકાર્થ :
ભૂમિશયન, લોયાદિ કાયલેશના વિધાનથી સુખની સ્પૃહાને છોડીને ત્યારપછી તેઓ નિરાકુલ થાય છે=દેહને ફ્લેશ આપીને અશાતાકૃત દુઃખનો અનુભવ કરતા નથી, પરંતુ સુખની સ્પૃહાને છોડીને ચિત્તને સમભાવથી વાસિત કરે છે. તેથી તેઓ સમભાવના પરિણતિના બળથી નિરાકુલ થાય છે. llcરા.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ततः सकलकर्मांशक्लेशविच्छेदभाजनम् ।
भूत्वा ते निर्वृतिं यान्ति, निर्जित्य स्पर्शनेन्द्रियम् ।।८३ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી=સંયમમાં અપ્રમાદ દ્વારા નિર્લેપ પરિણતિની વૃદ્ધિ કરે છે ત્યારપછી, સકલકર્મના ક્લેશના વિચ્છેદના ભાજન થઈને સ્પર્શનેન્દ્રિયને જીતીને તેઓ નિવૃત્તિને પ્રાપ્ત કરે છે=મોક્ષને પ્રાપ્ત કરે છે. II3]ા
શ્લોક ઃ
શ્લોક ઃ
तेनोत्कृष्टतमा राजन् ! निर्दिष्टास्ते विचक्षणैः ।
યે જૈવમનુતિષ્ઠન્તિ, વિરતાન્તે નાયે ।।૮૪।।
શ્લોકાર્થ :
તે કારણથી=સ્પર્શનેન્દ્રિયને જીતીને મોક્ષને પ્રાપ્ત કરે છે તે કારણથી, હે રાજા ! વિચક્ષણો વડે તે=તે જીવો, ઉત્કૃષ્ટતમ કહેવાયા છે અને જેઓ આ પ્રમાણે અનુષ્ઠાન કરે છે=દીક્ષા ગ્રહણ કરીને સ્પર્શનનો ત્યાગ કરવા માટે અપ્રમાદથી યત્ન કરે છે. તેઓ ત્રણેય જગતમાં વિરલા છે. II૮૪।।
मनीषिचित्तसङ्कल्पः
ततो भागवतं वाक्यमाकर्ण्यदं मनीषिणः ।
अभूच्चेतसि सङ्कल्पस्तदानीं चारुचेतसः ।।८५ ।।
મનીષીના ચિત્તનો સંકલ્પ
શ્લોકાર્થ :
તેથી=મુનિ આ પ્રકારે વર્ણન કર્યું તેથી, ભાગવત વાક્યને સાંભળીને=આચાર્યનાં વચન સાંભળીને, ચારુચિત્તવાળા મનીષીના ચિત્તમાં ત્યારે સંકલ્પ થયો. II૮૫।।
શ્લોક ઃ
अये भगवता यादृग्, वर्णितं स्पर्शनेन्द्रियम् । અત્યન્તવિષમ તો, સ્પર્શનસ્તાદૃશઃ પરમ્ ।।૮૬।।
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
ખરેખર ભગવાન વડે જેવું અત્યંત વિષમ સ્પર્શનેન્દ્રિય વર્ણન કરાયું, લોકમાં સ્પર્શના પરમ અત્યંત, તાદશ છે–તેવો છે. ll૮૬ll શ્લોક :
यतो बोधप्रभावेन, मम पूर्वं निवेदितः ।
यथाऽन्तरङ्गनगरे, वास्तव्योऽयं महाबलः ।।८७।। શ્લોકાર્થ :
જે કારણથી બોધના પ્રભાવથી=બોધ નામના મારા અંગરક્ષકના પ્રભાવરૂપ પુરુષથી, મને પૂર્વમાં નિવેદન કરાયું, જે પ્રમાણે અંતરંગ નગરમાં વાસ્તવ્ય એવો આ મહાબલ છે વિષયાભિલાષે મોકલેલો મહાબલવાન આ સ્પર્શન છે. ll૮૭ી. શ્લોક :
तन्नूनं पुरुषव्याजसंस्थितं स्पर्शनेन्द्रियम् ।
अस्मान् प्रतारयत्येतदन्यथा कथमीदृशम्? ।।८।। શ્લોકાર્ચ -
તે કારણથી ખરેખર પુરુષના ઠગવા માટે રહેલો સ્પર્શનેન્દ્રિય છે, અન્યથા=ો આમ ન હોય તો આ સ્પર્શન, અમોને કેમ આ રીતે ઠગે છે? પુરુષના ઠગવાના બહાનાથી જ રહેલું છે આથી જ અમને આ રીતે ઠગે છે.
જીવમાં વિકાર ઉત્પન્ન કરીને કર્મને પરતંત્ર બનાવવા અર્થે માયાજાળ ફેલાવીને ઠગે છે. II૮૮ાા શ્લોક :
तथा भगवताऽऽदिष्टा, ये चोत्कृष्टतमा नराः ।
कथितः स्पर्शनेनापि, भवजन्तुस्तथाविधः ।।८९।। શ્લોકાર્ચ -
અને ભગવાન વડે આદિષ્ટ જે ઉત્કૃષ્ટતમ મનુષ્યો કહેવાયા, સ્પર્શનથી પણ ભવજંતુ તેવા પ્રકારનો કહેવાયોઃઉત્કૃષ્ટતમ પુરુષ રૂપે કહેવાયો. ll૮૯l.
શ્લોક :
तथाहि मां निराकृत्य, सदागमबलेन सः । सन्तोषानिवृति प्राप्त, इति तेन निवेदितम् ।।१०।।
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – સદાગમના બલથી મને નિરાકરણ કરીનેત્રસ્પર્શનને નિરાકરણ કરીને, તે= ભવજંતુ, સંતોષથી નિવૃત્તિને પામ્યો. એ પ્રમાણે તેના વડે નિવેદન કરાયું. llcolI
શ્લોક :
तस्मानास्त्यत्र सन्देहः, साम्प्रतं पुरुषत्रयम् ।
श्रुत्वाऽशेष विजानामि, यदत्र परमाक्षरम् ।।११।। શ્લોકાર્થ:
તે કારણથી અહીં=ભવજંતુ ઉત્કૃષ્ટતમ છે એ કથનમાં, સંદેહ નથી. હવે પુરુષત્રયને સાંભળીને ભગવાનના મુખથી સાંભળીને, અશેષ જાણું ચારેય પુરુષોનું સ્વરૂપ જાણું. જે ચારેય પુરુષનો અશેષબોધ થાય તે, અહીં પરમ અક્ષર છે–પરમાર્થ છે. l૯૧૫
શ્લોક :
अयं हि भगवान् सूरि वनं सचराचरम् । ज्ञानालोकेन जानीते, सन्देहदलनः परम् ।।१२।।
શ્લોકાર્ધ :
સંદેહને દલન કરનારા આ ભગવાન સૂરિ જ્ઞાનના આલોકથી=પ્રકાશથી સચરાચર ભુવનને અત્યંત જાણે છે. Il૯૨ા
શ્લોક :
यावत्स चिन्तयत्येवं, साकूतो विस्मितेक्षणः ।
तावल्लक्षितचित्तेन, पृष्टो मध्यमबुद्धिना ।।१३।। શ્લોકાર્ચ -
જ્યાં સુધી સાકૂત તત્વને જાણવામાં ઈરાદાવાળો, વિસ્મયચક્ષુવાળો તેત્રમનીષી, આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, વિચારે છે ત્યાં સુધી લક્ષિતચિત્તવાળા મધ્યમબુદ્ધિ વડે પુછાયો. ll૯૩ શ્લોક :
कथम् मनीषिन्! नितरां चित्ते, भावितस्त्वं विलोक्यसे । किमत्र भवता किञ्चित्सतत्त्वमवधारितम् ? ।।१४।।
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
શું પુછાયો ? તે બતાવે છે. હે મનીષી ? ચિત્તમાં અત્યંત ભાવિત તું કેમ જણાય છે? અહીં= મહાત્માના વચનમાં, તારા વડે સુંદર તત્ત્વ કંઈક અવધારણ કરાયું છે ? Il૪ll શ્લોક :
मनीषिणोक्तं किं भ्रातः! भवता किं न लक्षितम् ? । किमेवं स्फुटवाक्येन, कथयत्यपि सन्मुनौ ।।१५।।
શ્લોકાર્ય :
મનીષી વડે કહેવાયું, હે ભાઈ ! તારા વડે શું જણાયું નથી ? આવા પ્રકારે સ્પષ્ટવાક્યથી સમુનિ કથન કરે છતે પણ શું જણાયું નથી ? Il૫ll શ્લોક :
अनेन हि समादिष्टं, यादृशं स्पर्शनेन्द्रियम् । वयस्यस्तावकस्तादृक्, स्पर्शनो नात्र संशयः ।।१६।।
શ્લોકાર્ધ :
આના દ્વારા આ મહાત્મા દ્વારા તારો મિત્ર પર્શનેન્દ્રિય જેવો કહેવાયો છે, તેવો સ્પર્શન છે તેમાં સંશય નથી. III શ્લોક :
कथमेतत्ततः पृष्टे, पुनर्मध्यमबुद्धिना । આધ્યાતિં કારVાં તેન, નિ:શેષ તુ મનીષિUT I૧૭ના
શ્લોકાર્ય :
કેવી રીતે આ છે ?=મારો મિત્ર સ્પર્શન મહાત્મા વડે કહેવાયો છે કેવી રીતે એ છે ? તેથી મધ્યમબુદ્ધિ વડે ફરી પુછાયે છતે તે મનીષી વડે નિઃશેષ કારણ કહેવાયું–તેનો સ્પર્શનમિત્ર દુષ્ટ કેમ છે તેનું સંપૂર્ણ કારણ મનીષી વડે મધ્યમબુદ્ધિને કહેવાયું. ll૯૭ી.
बालस्य बालता
શ્લોક :
बालस्तु पापकर्मत्वात्केवलं वीक्षते दिशः । अनादरपरस्तत्र, हितेऽपि वचने गुरोः ।।१८।।
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બાલની બાલતા
શ્લોકાર્ચ -
વળી, પાપકર્મપણું હોવાથી બાલ કેવલ દિશાને જુએ છે તે હિતવાળા પણ ગુરુના વચનમાં અનાદરપર છે=બાલ અનાદરવાળો છે. II૯૮ શ્લોક :
अथ राज्ञः समीपस्था, पिबन्ती वचनामृतम् । માયાયં વિશાનાક્ષી, રાજ્ઞી મનન્દની ૨૧ सा दृष्टा तेन बालेन, ततोऽस्य हदि संस्थितम् ।
नूनं मे हृदयस्येष्टा, सेयं मदनकन्दली ।।१०।। શ્લોકાર્ચ -
હવે રાજાના સમીપમાં રહેલી આચાર્યના વચનામૃતને પીતી વિશાલાક્ષી તે રાણી મદનકંદલી તે બાલ વડે જોવાઈ.
તેથી આના હૃદયમાં બાલના હૃદયમાં, સંસ્થિત થયું વિચાર આવ્યો, ખરેખર મારા હૃદયને ઈષ્ટ એવી તે આ મદનકંદલી છે. I૯-૧૦oll. શ્લોક :
यतोऽवदातमेतस्यास्तपनीयसमप्रभम् ।
शरीरं दर्शनादेव, मृदुतां सूचयत्यलम् ।।१०१।। શ્લોકાર્ચ -
જે કારણથી આનું મદનકંદલીનું સુવર્ણ જેવી કાંતિવાળું સુંદર શરીર દર્શનથી જ અત્યંત મૃદુતાને સૂચવે છે. I૧૦૧TI શ્લોક :
रक्तराजीवसच्छायं, विभाति चरणद्वयम् ।
अलक्षितसिराजालं, कूर्मोन्नतमनुत्तमम् ।।१०२।। શ્લોકાર્ચ - રક્ત રાજીવની સછાયાવાળું, અલક્ષિત સિરા જાલવાળું કૂર્મની જેમ ઉન્નત અનુત્તમ એવું ચરણદ્વય શોભે છે. ll૧૦૨ા
Page #236
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
बिभर्ति तोरणाकारं, भवने माकरध्वजे ।
जङ्घायुग्मं स्वसौन्दर्यादेतस्यास्तेन राजते । । १०३ ।।
શ્લોકાર્થ :
મકરધ્વજના ભવનમાં આનું=મદનકંદલીનું બંઘાયુગ્મ સ્વસૌંદર્યથી જ તોરણના આકારને ધારણ કરે છે તેથી શોભે છે. II૧૦૩||
શ્લોક ઃ
मेखलायाः कलापेन, बद्धमन्मथवारणम् । नितम्बबिम्बमेतस्या, विशालममृतायते । । १०४ ।
શ્લોકાર્થ :
આનું=મદનકંદલીનું, બદ્ધમન્મથનું વારણ કરનારું, વિશાલ નિતંબબિંબ મેખલાના કલાપથી અમૃત જેવું વર્તે છે. II૧૦૪]I
શ્લોક ઃ
भारेणैव वशीभूतो विराजितवलित्रयः ।
તસ્થા રાખતે મધ્યો, રોમરાનિવિભૂષળઃ ।।૨૦।।
૨૧૫
શ્લોકાર્થ ઃ
ભારથી જ વશીભૂત થયેલો વિરાજિતવલિત્રયવાળો=શોભતા વલીત્રયવાળો, આનો=મદનકંદલીનો, મધ્યભાગ રોમરાજિના વિભૂષણવાળો શોભે છે. ।।૧૦૫।।
શ્લોક ઃ
:
गम्भीरा सज्जनस्येव, हृदयं सुमनोहरा ।
राजते नाभिरेतस्याः सत्कामरसकूपिका । । १०६ ।।
શ્લોકાર્થ
સજ્જન પુરુષના હૃદયની જેમ ગંભીર, સુમનોહર એવી આની=મદનકંદલીની, સત્કામરસની કૂપિકારૂપ નાભિ શોભે છે. II૧૦૬।।
શ્લોક ઃ
वहत्येषा स्तनौ वृत्तौ, पीवरौ कुम्भविभ्रमौ ।
उत्तुङ्गकठिनौ चारू, हृदयेन पयोधरौ । । १०७ ।।
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
આ=મદનકંદલી, ગોળ, પુષ્ટ, કુંભના વિભ્રમવાળા, ઊંચા, કઠિન, સુંદર, દૂધને ધારણ કરનારા એવા બે સ્તનોને હૃદય વડે વહન કરે છે. ll૧૦૭ll બ્લોક :
अन्यच्च धारयत्येषा, सुकुमारं मनोहरम् ।
पुण्यप्राग्भारसम्प्राप्यं, रम्यं बाहुलताद्वयम् ।।१०८।। શ્લોકાર્થ
અને વળી, આ મદનકંદલી, સુકુમાર, મનોહર પુણ્યપ્રાગભારથી સંપાય, રમ્ય એવી બે બાહુલતા ધારણ કરે છે. ll૧૦૮II શ્લોક :
कराभ्यां निर्जितौ मन्ये, नूतनौ रागसुन्दरौ ।
एतस्याश्चारुरूपाभ्यां, रक्ताशोकस्य पल्लवौ ।।१०९।। શ્લોકાર્ચ -
હું માનું છું કે રક્ત અશોકવૃક્ષના રાગથી સુંદર લાલ રંગથી સુંદર, નૂતન એવા બે પલ્લવ કિસલય આના=મદનકંદલીના, સુંદર રૂપવાળા બે હાથ વડે જિતાઈ ગયા. ll૧૦૯ll શ્લોક :
दधत्यां पारिमाण्डल्यं, कन्धरायां सुवेधसा ।
कृतं रेखात्रयं मन्ये, त्रिलोकजयसूचकम् ।।११०।। શ્લોકાર્ચ -
પારિમંડલને ધારણ કરતી ડોકમાં સુવેધસ વડે=વિધાતા વડે, કરાતી રેખાય ત્રિલોકના જયનું સૂચક હું માનું છું. ||૧૧|| શ્લોક :
अधरो विद्रुमच्छेदसत्रिभो भाति पेशलः ।
राजेते विलसद्दीप्ती, कपोलौ कोमलामलौ ।।१११।। શ્લોકાર્ચ -
વિદ્રમ છેદના જેવા સુંદર હોઠ ભાસે છે. વિલાસ પામતી દીતિવાળા કોમલ અમલ જેવા બે ગાલ શોભે છે. II૧૧૧II.
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ये कुन्दकलिकाकारा, विलसत्किरणोत्कराः ।
एतस्या वदने दन्ता, भान्ति ते भुवनत्रये ।।११२।। શ્લોકાર્ચ -
કુંદપુષ્પની કલિકાના આકારવાળાં વિલાસ પામતાં કિરણોના સમૂહવાળા જે આના મુખમાં દાંતો છે તે ભુવનત્રયમાં શોભે છે. ll૧૧ાાં શ્લોક :
सितासितं सुविस्तीर्णं, ताम्रराजिविराजितम् ।
पक्ष्मलं जनितानन्दमेतस्या लोचनद्वयम् ।।११३।। શ્લોકાર્ય :
આના=મદનકંદલીના, સફેદ અને કાળા, સુવિસ્તીર્ણ, તામ્રરાજિથી વિરાજિત-કમળની જેમ શોભાવાળા, પમલવાળા, આનંદને ઉત્પન્ન કરનારાં બે નેત્રો છે. ll૧૧૩ શ્લોક :
उत्तुङ्गो नासिकावंशो, भूलते दीर्घपक्ष्मले ।
अस्या ललाटमलकैः, कलितं बत राजते ।।११४ ।। શ્લોકાર્ચ -
આનો મદનકંદલીનો, ઉત્તુંગ નાસિકાનો વંશ, દીર્ઘપદ્મલવાળી બે ભૂલતા, કેશ વડે યુક્ત લલાટ ખરેખર શોભે છે. ll૧૧૪ શ્લોક :
अनुरूपं करोमीति, नूनं जातः प्रजापतेः ।
बहुमानो निजे चित्ते, कृत्वाऽस्याः श्रवणद्वयम् ।।११५ ।। શ્લોકાર્ચ -
આના મદનકંદલીના, શ્રવણઢયને=બે કાનને કરીને અનુરૂપ કરું છું એ પ્રકારે પ્રજાપતિને= વિધાતાને પોતાના ચિત્તમાં બહુમાન થયું. ll૧૧૫ll શ્લોક :
मालतीकुसुमामोदमोदितालिकुलाकुलः ।
સ્થા સુન્નિઘટિતા, વેશપાશ વિરાગને જાદ્દા
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્લોકાર્થ :
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
આનો=મદનકંદલીનો, માલતી કુસુમની સુંગધથી મોદિત ભમરાઓના સમૂહથી આકુલ, સુસ્નિગ્ધકુટિલ કેશનો સમૂહ શોભે છે. II૧૧૬||
શ્લોક ઃ
:
एतस्या मन्मथोल्लापानाकर्ण्य श्रुतिपेशलान् ।
मन्ये स्वविस्वरत्वेन, लज्जिता किल कोकिला । ।११७ ।।
શ્લોકાર્થ
આના કાનના પેશલ એવા મન્મથના ઉલ્લાપને સાંભળીને પોતાના સ્વરના વિરસપણાથી કોકિલા ખરેખર લજ્જા પામી છે એમ હું માનું છું. II૧૧૭II
શ્લોક ઃ
उच्चित्योच्चित्य यत्सारमेतस्या वरपुद्गलैः ।
धात्रा विनिर्मितं रूपमन्यथा कथमीदृशम् ? ।। ११८ ।।
શ્લોકાર્થ ઃ
વીણી વીણીને, શ્રેષ્ઠ પુદ્ગલો વડે જે સાર એવું આનું=મદનદલીનું, રૂપ વિધાતા વડે નિર્માણ કરાયું છે. અન્યથા આવા પ્રકારનું સુંદર કેવી રીતે હોય ? II૧૧૮||
શ્લોક ઃ
अतोऽस्यास्तादृशः स्पर्शो, युक्त एव न संशयः । ન ખાત્વમૃતઙેપુ, તુત્વમતિષ્ઠતે ।।શ્।।
શ્લોકાર્થ :
આથી આનો=મદનકંદલીનો, તેવો સ્પર્શ યુક્ત જ છે. સંશય નથી. અમૃતના કુંડોમાં કટુપણું ક્યારેય રહેતું નથી. II૧૧૯II
શ્લોક ઃ
एषाऽप्यभिलषत्येव, मां यतोऽर्धनिरीक्षितैः ।
निरीक्षते ऽतिलोलाक्षी, स्निग्धदृष्ट्या मुहुर्मुहुः ।।१२०।।
શ્લોકાર્થ :
આ પણ=મદનદલી પણ, મને ઇચ્છે જ છે, જે કારણથી અર્ધ દૃષ્ટિઓથી અતિચપળ આંખોવાળી મદનકંદલી સ્નિગ્ધદષ્ટિથી મને વારંવાર જુએ છે. II૧૨૦II
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
एवंविधविपर्यासविकल्पाकुलमानसः ।
स बालोऽलीकसौभाग्यगर्वितो मूढतां गतः ।।१२१ ।। શ્લોકાર્ચ -
આવા પ્રકારના વિપર્યાસ, વિકલ્પોથી આકુલમાનસવાળો તે બાલ મિથ્યા સોભાગ્યથી ગર્વિત થયેલો મૂઢતાને પામ્યો. ll૧૨૧]
उत्कृष्टनरस्वरूपम् શ્લોક :
सूरिरुवाचतदेवं कथितास्तावत्सर्वोत्कृष्टा मया नराः । રૂાનીમુષ્ટાનાં (ત), વસ્વરૂપ તત્તે પારા.
ઉત્કૃષ્ટપુરુષનું સ્વરૂપ શ્લોકાર્ય :
સૂરિ કહે છે – આ પ્રમાણે મારા વડે સર્વ ઉત્કૃષ્ટ મનુષ્યો કેવા હોય છે તે કહેવાયા. હવે, ઉત્કૃષ્ટોનું જ સ્વરૂપ છે તે કહેવાય છે. ll૧૨ા . શ્લોક :
एवञ्च वदति भगवति सूरौचारूक्तं सूरिणा चारु, परिचिन्त्य मनीषिणा ।
श्रोतव्यं भवताऽपीदं, मध्यमबुद्धिः प्रचोदितः ।।१२३।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે ભગવાન સૂરિ કહે છતે, સૂરિ વડે સુંદર સુંદર કહેવાયું. એ પ્રમાણે વિચારીને “તારા વડે પણ આ સાંભળવું જોઈએ”, એ પ્રમાણે મધ્યમબુદ્ધિ મનીષી વડે પ્રેરણા કરાયો. ll૧૨all શ્લોક :
सूरिरुवाचउत्कृष्टास्ते नरा ज्ञेया, यैरिदं स्पर्शनेन्द्रियम् । अवाप्य मानुषं जन्म, शत्रुबुद्ध्याऽवधारितम् ।।१२४ ।।
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
સૂરિ કહે છે – તે મનુષ્યો ઉત્કૃષ્ટ જાણવા, જેઓ વડે મનુષ્યજન્મ પામીને આ સ્પર્શનેન્દ્રિય શબુબુદ્ધિથી અવધારણ કરાઈ. ll૧૨૪l. શ્લોક :
भाविभद्रतया तेषां, परिस्फुरति मानसे ।
न चैतत्सुन्दरं हन्त, जीवानां स्पर्शनेन्द्रियम् ।।१२५ ।। શ્લોકાર્ચ -
ભાવિભદ્રપણાને કારણે તે જીવોના માનસમાં સ્પર્શનેન્દ્રિય ખરેખર સુંદર નથી એ પરિફુરણ થાય છે. II૧રપી. શ્લોક :
ततो बोधप्रभावेन, लक्षयन्त्यपि ते नराः ।
कुर्वन्तोऽन्वेषणं तस्य, मूलशुद्धिं परिस्फुटाम् ।।१२६ ।। શ્લોકાર્થ :
તેથી=સ્પર્શનેન્દ્રિય સુંદર નથી તેમ માને છે તેથી, બોધના પ્રભાવ દ્વારા અન્વેષણ કરતા તે મનુષ્યો તેની=સ્પર્શનની, પરિક્રૂટ મૂલશુદ્ધિને જાણે પણ છે. ll૧૨કી શ્લોક :
ततो विज्ञाय ते तस्य, लोकवञ्चनतां नराः ।
सर्वत्र चकिता नैव, विश्वसन्ति कदाचन ।।१२७ ।। શ્લોકાર્ચ -
તેથી=પ્રભાવ દ્વારા સ્પર્શનની મૂલશુદ્ધિને જાણે છે તેથી, તેની લોકવંચનતાને જાણીને= સાર્શનેન્દ્રિયની વિકારોને પેદા કરાવીને લોકોને ઠગવાની પ્રવૃત્તિને જાણીને, તે મનુષ્યો સર્વત્ર સર્વપ્રવૃત્તિઓમાં, ચકિત થયેલા=ભયભીત થયેલા, ક્યારેય વિશ્વાસ કરતા નથી સ્પર્શનેન્દ્રિય વિકારો પેદા કરાવીને ક્ષણિક વિકારી સુખો આપે છે તેનાથી પ્રભાવિત થયેલા ક્યારેય વિશ્વાસ કરતા નથી જ. ll૧ર૭ી.
બ્લોક :
न चानुकूलचारित्वं, भजन्ति विजितस्पृहाः । ततस्तज्जनितैर्दोषैर्न युज्यन्ते विचक्षणाः ।।१२८ ।।
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
અને જીતી લીધી છે પૃહા જેમણે એવા તેઓ અનુકૂળ આચરણપણાને ભજતા નથી સ્પર્શનેન્દ્રિયને અનુકૂલ થઈને તેના કિંકરભાવને સ્વીકારતા નથી. તેથી, તેનાથી જનિત દોષોની સાથે સ્પર્શનને પરવશ થવાથી બંધાતી પાપપ્રકૃતિઓ અને કુસંસ્કારોના આધારરૂપ દોષોની સાથે, વિચક્ષણ પુરુષો યોજનને પામતા નથી=જોડાતા નથી. ll૧૨૮ll શ્લોક :
शरीरस्थितिमात्रार्थमाचरन्तोऽपि तत्प्रियम् ।
तत्र गृद्धेरभावेन, भवन्ति सुखभाजनम् ।।१२९।। શ્લોકાર્ચ -
શરીરની સ્થિતિમાત્ર માટે તેનું પ્રિય આચરતા પણ બુદ્ધિમાન પુરુષો તેમાં=સ્પર્શનના ભોગોમાં, ગૃદ્ધિના અભાવને કારણે સુખના ભાજન થાય છે.
વિચક્ષણ પુરુષો શરીર સાથે સંબંધવાળા છે તેથી શરીરના પાલન માટે સ્પર્શનેન્દ્રિયને પ્રિય એવું કંઈક આચરણ કરે છે તોપણ સ્પર્શનના વિકારો વિકારરૂપે જાણતા હોવાથી વિકારોમાં વૃદ્ધિનો અભાવ હોવાને કારણે તે સ્પર્શનની પ્રિય આચરણા દ્વારા વિકારોના શમનજન્ય સુખના ભાજન થાય છે. ll૧૨લા શ્લોક :
प्राप्नुवन्ति यशः शुभ्रमिह लोकेऽपि ते नराः ।
स्वर्गापवर्गमार्गस्य, निकटे तादृशाशयाः ।।१३० ।। શ્લોકાર્ચ -
આ લોકમાં પણ તે મનુષ્યોઃઉત્કૃષ્ટ પ્રકૃતિવાળા મનુષ્યો, શુભ્રયશને પ્રાપ્ત કરે છે=આ મહાત્મા અત્યંત સદાચારી છે એ પ્રકારના શુભ્રયશને પ્રાપ્ત કરે છે, તેવા આશયવાળા એવા તેઓ=સ્પર્શનના ગૃદ્ધિ વગરના આશયવાળા એવા તેઓ, સ્વર્ગ અને મોક્ષમાર્ગના નિકટમાં વર્તે છે. અર્થાત્ જન્માંતરમાં, શ્રેષ્ઠ સ્વર્ગનાં સુખોને પામશે, અને અંતે સર્વ ઉપદ્રવ રહિત મોક્ષ સુખને પ્રાપ્ત કરશે. II૧૩૦II.
શ્લોક :
गुरवः केवलं तेषां, नाममात्रेण कारणम् । मोक्षमार्गे प्रवर्त्तन्ते, स्वत एव हि ते नराः ।।१३१।।
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
ગરઓ કેવલ નામમાત્રથી તેઓનું કારણ છે ગુરઓ ઉપદેશાદિ આપે છે તે નિમિત્ત માત્રથી તેઓના કલ્યાણનું કારણ છે. જે કારણથી તે મનુષ્યો સ્વતઃ જ મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે. ll૧૩૧ાા શ્લોક :
अन्येषामपि कुर्वन्ति, ते सन्मार्गावतारणम् ।
तद्वाक्यं ये प्रवर्त्तन्ते, विज्ञाय गुणकारकम् ।।१३२।। શ્લોકાર્ચ -
જેઓ ગુણનું કારણ એવું તેમનું વાક્ય જાણીને પ્રવર્તે છેઃઉત્કૃષ્ટપુરુષનું વાક્ય ગુણનું કારણ છે એમ જાણીને જેઓ પ્રવૃત્તિ કરે છે, એવા અન્ય જીવોને પણ તે મહાત્મા સન્માર્ગમાં અવતારણ કરે છે. ll૧૩રા. શ્લોક -
ये पुनर्न प्रपद्यन्ते, तद्वाक्यं बालिशा जनाः ।
तेषामनादरं कृत्वा, ते तिष्ठन्ति निराकुलाः ।।१३३ ।। શ્લોકાર્ચ -
જે વળી બાલિશ જીવો તેમના વાક્યને સ્વીકારતા નથી=ઉત્કૃષ્ટપુરુષના વચનને સ્વીકારતા નથી, તેઓનો અનાદર કરીને=બાલિશ જીવોની ઉપેક્ષા કરીને, તેઓ નિરાકુળ રહે છે. ll૧૩૩ શ્લોક :
प्रकृत्यैव भवन्त्येते, देवाचार्यतपस्विनाम् ।
पूजासत्कारकरणे, रतचित्ता महाधियः ।।१३४।। શ્લોકાર્ધ :
પ્રકૃતિથી જ આ જીવો-ઉત્કૃષ્ટ જીવો, દેવ, આચાર્ય અને તપસ્વીઓના પૂજા અને સત્કારના કરણમાં રતચિત્તવાળા, મહાનબુદ્ધિવાળા હોય છે. ll૧૩૪ll શ્લોક :
एवं भाषिणि च भगवति प्रबोधनरतिसूरौ मनीषिणा चिन्तितम् - उत्कृष्टानां यथैवेदं, श्लाघितं चरितं नृणाम् ।
तथानुभवसिद्धं मे किञ्चिदात्मनि भासते ।।१३५ ।। શ્લોકાર્ચ - અને આ પ્રમાણે ભગવાન પ્રબોધનરતિસૂરિ કહે છતે મનીષી વડે વિચારાયું –
Page #244
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૨૩ જે પ્રમાણે ઉત્કૃષ્ટ એવા મનુષ્યોનું આ ચરિત્ર મહાત્મા વડે ગ્લાધિત કરાયું, તે પ્રમાણે પોતાના આત્મામાં મને કંઈક અનુભવસિદ્ધ ભાસે છે. ll૧૩૫] બ્લોક :
मध्यमबुद्धिना चिन्तितंउत्कृष्टपुंसां यादृक्षा, गुरुणा वर्णिता गुणाः ।
एते गुणाः परं सर्वे, घटन्तेऽत्र मनीषिणि ।।१३६ ।। શ્લોકા :મધ્યમબુદ્ધિ વડે વિચારાયું – ઉત્કૃષ્ટપુરુષોના જેવા ગુણો ગુરુ વડે વર્ણન કરાયા એ સર્વ ગુણો આ મનીષીમાં અત્યંત ઘટે છે. ll૧૩૬ો.
मध्यमा नराः
શ્લોક :
गुरुरुवाचतदेवं तावदुत्कृष्टा, वर्णिताः पुरुषा मया । अधुना मध्यमानां यत्स्वरूपं तन्निबोधत ।।१३७ ।। मध्यमास्ते नरा ज्ञेया, यैरिदं स्पर्शनेन्द्रियम् । अवाप्य मानुषं जन्म, मध्यबुद्ध्याऽवधारितम् ।।१३८ ।।
મધ્યમપુરુષનું સ્વરૂપ શ્લોકાર્ચ -
ગુરુ કહે છે – આ પ્રકારે ઉત્કૃષ્ટપુરુષો મારા વડે વર્ણન કરાયા, હવે મધ્યમ જીવોનું જે સ્વરૂપ છે તેને સાંભળો. તે મનુષ્યો મધ્યમ જાણવા જેઓ વડે મનુષ્યજન્મ પામીને મધ્યમબુદ્ધિથી આ સ્પર્શનેન્દ્રિય અવધારણ કરાઈ,
સર્વથા સ્પર્શન સાર રૂપ છે તેમ પણ માનતા નથી, અને સર્વથા સ્પર્શનેન્દ્રિય ઠગનારી છે તેમ પણ માનતા નથી. પરંતુ કંઈક સ્પર્શનેન્દ્રિયમાં આસક્તિવાળા છે તો પણ તેમાં અત્યંત આસક્ત થઈને અનુચિત કરતા નથી. તે મધ્યમ જીવો છે. I૧૩૭-૧૩૮ શ્લોક :
स्पर्शनेन्द्रियसम्पाद्ये, ते सुखे गृद्धमानसाः । पण्डितैरनुशिष्टाश्च, दोलायन्ते स्वचेतसा ।।१३९।।
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
સાર્શનેન્દ્રિયથી સંપાધ સુખમાં વૃદ્ધમાનસવાળા એવા તેઓ-મધ્યમપુરુષો, અને પંડિતો વડે અનુશાસન કરાયેલા સ્વાચિત્તથી દોલાયમાન થાય છે.
સ્પર્શનેન્દ્રિય સુખાકારી છે તેમ પણ જણાય છે અને પંડિતપુરુષોનાં વચનો પણ કંઈક તત્ત્વને બતાવનારા છે તેમ જણાય છે તેથી પોતાના ચિત્તથી અનિર્ણાત અવસ્થાવાળા તેઓ રહે છે. ll૧૩લા શ્લોક :
चिन्तयन्ति निजे चित्ते, ते दोलायितबुद्धयः ।
विचित्ररूपे संसारे, किमत्र बत कुर्महे? ।।१४०।। શ્લોકાર્ચ -
દોલાયિત બુદ્ધિવાળા તેઓ વિચિત્રરૂપ સંસારમાં અહીં અમે શું કરીએ? એ પ્રમાણે નિજ ચિતમાં વિચારે છે. ll૧૪oll શ્લોક :
भोगानेके प्रशंसन्ति, रमन्ते सुखनिर्भराः ।
अन्ये शान्तान्तरात्मानो, निन्दन्ति विगतस्पृहाः ।।१४१।। શ્લોકાર્ચ -
એક પ્રકારના જીવો ભોગોની પ્રશંસા કરે છે. સુખથી નિર્ભર હદયવાળા ભોગોમાં રમે છે. અન્ય શાન્તાન્તરાત્માવાળા, વિગત પૃહાવાળા નિંદા કરે છે=ભોગોની નિંદા કરે છે. ll૧૪૧TI શ્લોક :
तदत्र कतरो मार्गो, मादृशामिह युज्यते? ।
न लक्षयामोऽन्तःचित्तं, सन्देहमवगाहते ।।१४२।। શ્લોકાર્ધ :
તે કારણથી એક પ્રકારના જીવો ભોગોથી આનંદ પામે છે અને અન્ય નિંદા કરે છે તે કારણથી, અહીં=ભોગના સ્વીકારના વિષયમાં, કયો માર્ગ મારા જેવાને અહીં ઘટે છે? એમ જાણતા નથી. અત્તરચિત સંદેહનું અવગાહન કરે છે. ll૧૪રા
શ્લોક :
तस्मात्कालविलम्बोऽत्र, युक्तोऽस्माकं प्रयोजने । नैवैकपक्षनिक्षेपो, विधातुमिह युज्यते ।।१४३।।
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના શ્લોકાર્ચ -
તે કારણથી અહીં=સ્પર્શનના વિષયમાં, અમારા પ્રયોજનમાં કાલવિલંબન યુક્ત છે. અહીંસ્પર્શનના વિષયના સ્વીકારવામાં, એક પક્ષનું નિક્ષેપ કરવા માટે ઘટતો નથી જ. II૧૪૩ શ્લોક :
एषा च जायते बुद्धिर्या तेषां कर्मपद्धतिः । तत्संकाशा नृणां यस्माद्, बुद्धिः कर्मानुसारिणी ।।१४४।।
શ્લોકાર્ય :
અને જે આ બુદ્ધિ થાય છે, તેઓની કર્મપદ્ધતિ તેના જેવી છે=બુદ્ધિને અનુરૂપ કર્મોનો વિપાક વર્તે છે જે કારણથી મનુષ્યોની બુદ્ધિ કર્માનુસારિણી છે. ll૧૪૪ll શ્લોક :
ततस्ते स्पर्शनाक्षस्य, मन्यन्ते सुखहेतुताम् ।
अनुकूले च वर्तन्ते, किन्तु नात्यन्तलोलुपाः ।।१४५।। શ્લોકાર્ધ :
તેથી=બુદ્ધિકર્માનુસારિણી છે તેથી, તે મધ્યમબુદ્ધિવાળા જીવો, સાર્શન ઈન્દ્રિયને સુખની હેતુતાને માને છે અને અનુકૂલમાં સ્પર્શનને અનુકૂલમાં વર્તે છે પરંતુ અત્યંતલોલુપ નથી. /૧૪૫ll શ્લોક :
ततो लोकविरुद्धानि, नाचरन्ति कदाचन ।
स्पर्शनेन्द्रियलौल्येन, नापायान् प्राप्नुवन्त्यतः ।।१४६।। શ્લોકાર્ચ -
તેથી=મધ્યમબુદ્ધિ જીવો સ્પર્શનમાં અત્યંતલોલુપ નથી તેથી, ક્યારેય લોકવિરુદ્ધ આચરતા નથી=સ્પર્શનેન્દ્રિય સંબંધી લોકવિરુદ્ધ કૃત્ય કરતા નથી. આથી=સ્પર્શનેન્દ્રિયની લોકવિરુદ્ધ આચરણા કરતા નથી આથી, સ્પર્શનેન્દ્રિયના લોલ્યથી અનર્થોને પ્રાપ્ત કરતા નથી. ll૧૪૬ll
શ્લોક :
विचक्षणोक्तं बुध्यन्ते, विशेषं वचनस्य ते । अदृष्टदुःखास्तद्वाक्यं, केवलं नाचरन्ति भोः! ।।१४७।।
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવના શ્લોકાર્ચ -
વિચક્ષણ વડે કહેવાયેલ વચનનો વિશેષ તેઓ જાણે છે. અદષ્ટ દુઃખવાળા સ્પર્શનેન્દ્રિયજન્ય વિકારોનું દુઃખ છે એ પ્રકારનો જેઓને બોધ થયો નથી તેવા, મધ્યમબુદ્ધિવાળા જીવો, તેના વાક્યને વિચક્ષણ વડે કહેવાયેલા વાક્યને, કેવલ આચરતા નથી. ll૧૪૭ી. શ્લોક :
मैत्री बालिशलोकेन, कुर्वन्ति स्नेहनिर्भराम् ।
लभन्ते तद्विपाकेन, रौद्रां दुःखपरम्पराम् ।।१४८।। શ્લોકાર્ચ -
બાલિશલોકની સાથે અત્યંત સ્નેહયુક્ત શૈકીને કરે છે. તેના વિપાકથી=બાલિશ લોકોની સાથેની મૈત્રીના વિપાકથી, રૌદ્ર દુઃખપરંપરાને પામે છે. I/૧૪૮ll શ્લોક :
अवर्णवादं लोके च, प्राप्नुवन्ति न संशयः ।
संसर्गः पापलोकेन, सर्वानर्थकरो यतः ।।१४९।। શ્લોકાર્ચ -
અને લોકમાં અવર્ણવાદને પ્રાપ્ત કરે છે. જે કારણથી પાપલોકની સાથે સંસર્ગ સર્વ અનર્થને કરનાર છે, સંશય નથી. ૧૪૯ll શ્લોક :
यदा पुनः प्रपद्यन्ते, विदुषां वचनानि ते ।
आचरन्ति च विज्ञाय, तदीयां हितरूपताम् ।।१५०।। શ્લોકાર્ચ -
જ્યારે વળી વિદ્વાનપુરુષોનાં વચનોને તેઓ સ્વીકારે છે–મધ્યમબુદ્ધિ જીવો સ્વીકારે છે, અને તેઓનાં વચનોની હિતરૂપતાને જાણીને વિદ્વાનપુરુષોના વચન સંબંધી હિતરૂપતાને જાણીને, આચરે છે–તેમના વચનાનુસાર પ્રવૃત્તિ કરે છે. ll૧૫oll
શ્લોક :
तदा ते विगताबोधा, भवन्ति सुखिनो नराः । महापुरुषसम्पर्काल्लभन्ते मार्गमुत्तमम् ।।१५१।। युग्मम् ।।
Page #248
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
ત્યારે વિગત અબોધવાળા એવા તે નરો=અજ્ઞાન દૂર થયું છે જેમનું એવા તે મધ્યમબુદ્ધિ જીવો, મહાપુરુષના સંપર્કથી ઉત્તમમાર્ગને પ્રાપ્ત કરે છે. II૧૫૧||
શ્લોક ઃ
पण्डिता इव ते नित्यं, गुरुदेवतपस्विनाम् ।
बहुमानपराः सन्तः, कुर्वन्त्यर्चनवन्दनम् ।।१५२।।
શ્લોકાર્થ :
પંડિતોની જેમ બહુમાનવાળા છતાં તેઓ ગુરુ, દેવ, તપસ્વીઓના અર્ચન, વંદનને નિત્ય કરે છે. ૧૫૨।।
શ્લોક ઃ
तदिदमाचार्यायं वचनमाकर्ण्य मध्यमबुद्धिना चिन्तितम्
य एते सूरिणा प्रोक्ता, मध्यमानां गुणाऽगुणाः । स्वसंवेदनसंसिद्धास्ते ममापि स्वगोचरे । । १५३ ।।
૨૨૭
શ્લોકાર્થ :
તે આ આચાર્ય સંબંધી વચનને સાંભળીને મધ્યમબુદ્ધિ વડે વિચારાયું.
સૂરિ વડે મધ્યમ જીવોના જે આ ગુણો અને દોષો કહેવાયા તે મને પણ સ્વવિષયમાં સ્વસંવેદન
સંસિદ્ધ છે. II૧૫૩||
શ્લોક ઃ
मनीषिणा चिन्तितं
यदिदं सूरिणाऽऽदिष्टं, वचनैः सुपरिस्फुटैः ।
चरितं मध्यमानां तन्मदीये भ्रातरि स्थितम् ।।१५४ ।।
શ્લોકાર્થ :
મનીષી વડે વિચારાયું – જે આ સૂરિ વડે સુપરિસ્ફુટ વચનો વડે મધ્યમોનું ચરિત્ર આદિષ્ટ છે=કથિત છે. તે મારાભાઈમાં સ્થિત છે=રહેલું છે. II૧૫૪।।
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
जघन्यपुरुषवृत्तम् બ્લોક :
सूरिरुवाचतदेवं कथितास्तावन्मध्यमानां गुणाऽगुणाः । जघन्यनरसम्बन्धि, स्वरूपमधुनोच्यते ।।१५५।।
જઘન્યપુરુષનું સ્વરૂપ શ્લોકાર્થ :
સૂરિ કહે છે – આ પ્રમાણે મધ્યમજીવોના ગુણો અને દોષો કહેવાયા. હવે જઘન્ય મનુષ્ય સંબંધી સ્વરૂપ કહેવાય છે. II૧૫૫ll શ્લોક -
जघन्यास्ते नरा ज्ञेया, यैरिदं स्पर्शनेन्द्रियम् ।
अवाप्य मानुषं जन्म, बन्धुबुद्ध्याऽवधारितम् ।।१५६।। શ્લોકાર્ય :
તે નરો જઘન્ય જાણવા જેઓ વડે મનુષ્યભવને પામીને આ સ્પર્શનેન્દ્રિય બધુબુદ્ધિ વડે અવધારણ કરાયું છે. II૧૫ll શ્લોક :
परारिरूपतामस्य, न जानन्त्येव ते स्वयम् ।
परेषामिति रुष्यन्ति, विदुषां हितभाषिणाम् ।।१५७।। શ્લોકાર્ચ -
આની=સ્પર્શનેન્દ્રિયની, પ્રકૃષ્ટશત્રુતાને તેઓ સ્વયં જાણતા નથી, એથી હિતભાષી એવા બીજા વિદ્વાનો પર રોષ કરે છે. II૧૫૭ના. શ્લોક :
स्पर्शनेन्द्रियसम्पाद्ये, पामाकण्डूयनोपमे ।
परमार्थेन दुःखेऽपि, सुखलेशेऽपि गृध्नवः ।।१५८ ।। શ્લોકાર્થ :
સ્પર્શનેન્દ્રિયથી સપાઘ ખણજની ઉપમાવાળા પરમાર્થથી દુઃખરૂપ પણ એવા સુખલેશમાં પણ ગૃદ્ધિવાળા થાય છે=જઘન્ય જીવો ગૃદ્ધિવાળા થાય છે. [૧૫૮II
Page #250
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
स्वर्गोऽयं परमार्थोऽयं, लब्धोऽयं सुखसागरः ।
अस्माभिरिति मन्यन्ते, विपर्यासवशं गताः । । १५९ ।।
શ્લોકાર્થ :
આ સ્વર્ગ છે=સ્પર્શનેન્દ્રિયજન્ય સુખ સ્વર્ગ છે. આ પરમાર્થ છે, આ સુખસાગર અમારા વડે પ્રાપ્ત થયો, એ પ્રકારે વિપર્યાસને વશ પામેલા માને છે=જઘન્ય જીવો માને છે. II૧૫૯
શ્લોક :
ततो हार्दं तमस्तेषां प्रविसर्पति सर्वतः ।
विवेकशोषकाश्चित्ते, वर्धन्ते रागरश्मयः ।। १६०।।
શ્લોકાર્થ
શ્લોકાર્થ ઃ
તેથી=જઘન્ય નરો પૂર્વમાં કહ્યું તેવી વિપર્યસ્ત બુદ્ધિવાળા છે તેથી, તેઓના હૃદયસંબંધી અંધકાર સર્વથી વિસ્તાર પામે છે. વિવેકના શોષક રાગરૂપી કિરણો વૃદ્ધિ પામે છે અર્થાત્ સતત રાગની વૃદ્ધિને કારણે વિવેકશક્તિ અત્યંત નષ્ટ, નષ્ટતર થાય છે. I૧૬૦ના
શ્લોક ઃ
શ્લોકાર્થ
તેથી નષ્ટ સત્પથના સદ્ભાવવાળા=જેના ચિત્તમાં આત્માનો હિતકારી એવો સત્પથનો સદ્ભાવ નષ્ટ થયો છે એવા, બુદ્ધિના આંધ્યરૂપ સંતાપથી અંધીભૂત થયેલા બુદ્ધિવાળા, અનાર્યકાર્યોને કરતા, તેના કાર્યોથી તે=જઘન્ય નરો, કોના વડે વારણ કરાય છે ? અર્થાત્ કોઈનાથી વારણ કરી શકાતા નથી. ||૧૬૧।।
શ્લોક ઃ
:
૨૨૯
नष्टसत्पथसद्भावा, ध्यांध्यन्धीभूतबुद्धयः ।
कुर्वन्तोऽनार्यकार्याणि, वार्यन्ते केन ते ततः ? ।। १६१ ।।
:
धर्मलोकविरुद्धानि, निन्दितानि पृथग्जनैः ।
कार्याण्याचरतां लोकः, शत्रुभावं प्रपद्यते । । १६२ ।।
સામાન્યજનોથી નિંદિત એવા ધર્મ વિરુદ્ધ અને લોક વિરુદ્ધ કાર્યોને આચરણ કરનારાઓ ઉપર લોક શત્રુભાવને પામે છે. II૧૬૨।।
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
બ્લોક :
कुलं चन्द्रांशुविशदं, ते कुर्वन्ति मलीमसम् ।
માત્મીયરિતૈઃ પાપI:, પ્રવત્તિ બનાસ્થતામ્ પાડ્વરૂા શ્લોકાર્ચ -
ચંદ્રના કિરણ જેવા વિશદકુલને પાપી એવા તેઓ–બાલજીવો આત્મીય આચરણાથી મલિન કરે છે, જનહાસ્યતાને પામે છે. ll૧૬૩. શ્લોક :
अगम्यगमनासक्ता, निर्मर्यादा नराधमाः ।
अर्कतूलादपि परं, ते जने यान्ति लाघवम् ।।१६४।। શ્લોકાર્ચ -
અગમ્યગમનમાં આસક્ત, નિર્મર્યાદાવાળા, નરાધમ એવા તેઓ અર્કના આકડાના તુલથી પણ લોકમાં અત્યંત લાધવને પામે છે. ll૧૬૪ll શ્લોક :
दुर्लभः स्त्र्यादिविषयः, कथञ्चिदसदाग्रहः । यदा पुनर्विवर्तेत, हृदयेऽतिमहाग्रहः ।।१६५।। तदा ते यान्ति दुःखानि, याश्च लोके विडम्बनाः ।
प्राप्नुवन्ति न शक्यन्ते, ता व्यावर्णयितुं गिरा ।।१६६।। युग्मम् । શ્લોકાર્થ :દુર્લભ સ્ત્રીઆદિના વિષયવાળો, કોઈક રીતે અસત્ આગ્રહવાળો, હૃદયમાં અતિમહાગ્રહ જ્યારે વળી વર્તે છે.
ત્યારે તેઓ દુ:ખોને પ્રાપ્ત કરે છે. અને લોકમાં જે વિડંબના પ્રાપ્ત કરે છે તે વિડંબના, વાણીથી વર્ણન કરવા માટે શક્ય નથી. II૧પ-૧૬૬ll શ્લોક :
केवलं गदितुं शक्यमियदेव समासतः ।
નમસ્તે તે નર: સર્વા, તો સુવિખ્યા : ૨૬૭ના શ્લોકાર્ચ -
કેવલ આટલું જ સમાસથી કહેવા માટે શક્ય છે. તે નરોત્રજીવો, લોકમાં સર્વ દુઃખવિડંબના પ્રાપ્ત કરે છે. ll૧૬૭ll
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
प्रकृत्यैव भवन्त्येते, गुरुदेवतपस्विनाम् ।
प्रत्यनीका महापापा, निर्भाग्या गुणदूषणाः ।।१६८।। શ્લોકાર્ધ :
મહાપાપી, નિર્ભાગ્ય, ગુણદૂષણવાળા, આ જીવો પ્રકૃતિથી જ ગુરુ, દેવ, તપસ્વીઓના પ્રત્યેનીક થાય છે. ll૧૬૮II.
શ્લોક :
सन्मार्गपतितं वाक्यमुपदिष्टं हितैषिणा ।
केनचिन्न प्रपद्यन्ते, ते महामोहदूषिताः ।।१६९।। શ્લોકાર્ચ -
કોઈક હિતૈષી વડે સન્માર્ગમાં રહેલા ઉપદિષ્ટ વાકયને મહામોહથી દૂષિત થયેલા તે જીવો સ્વીકારતા નથી. II૧૬૯II શ્લોક :
ततश्चेदं मुनेर्वाक्यं, विनिश्चित्य मनीषिणा ।
विचिन्तितमिदं चित्ते, तथा मध्यमबुद्धिना ।।१७०।। શ્લોકાર્ચ -
તેથી=આ પ્રકારે સૂરિએ કહ્યું તેથી, મનિના આ વાક્યનો નિશ્ચય કરીને મનીષી વડે અને મધ્યમબુદ્ધિ વડે ચિત્તમાં આ વિચારાયું. ll૧૭oll શ્લોક :
स्पर्शनेन्द्रियलुब्धानां, यदेतदुपवर्णितम् ।
નૃપ વૃત્ત નાનાં, સૂરિર્વિશતાક્ષ: ૨૭૨ાા શ્લોકાર્ચ -
સ્પર્શનેન્દ્રિયથી લુબ્ધ જઘન્ય જીવોનું જે આ વૃત્ત=ચરિત, વિશદ અક્ષરવાળા સૂરિ વડે વર્ણન કરાયું. ll૧૭૧] શ્લોક :
तदेतत्सकलं बाले, प्रतीतं स्फुटमावयोः । नाऽप्रतीतं वदन्त्येते, यदि वा वरसूरयः ।।१७२।।
Page #253
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
તે આ સકલ બાલમાં અમને સ્પષ્ટ રીતે પ્રતીત છે. અથવા આ શ્રેષ્ઠ સૂરિ અપ્રતીત કહેતા નથી. II૧૭૨]I
શ્લોક ઃ
૨૩૨
बालेन तु गुरोर्वाक्यं, न मनागपि लक्षितम् ।
तस्यां मदनकन्दल्यां, क्षिप्तचित्तेन पापिना ।।१७३ ।।
શ્લોકાર્થ ઃ
વળી, તે મદનકંદલીમાં ક્ષિપ્ત ચિત્તવાળા એવા પાપી બાલ વડે ગુરુનું વાક્ય થોડું પણ જણાયું નહીં. ||૧૭૩II
શ્લોક ઃ
सूरिरुवाच
तदेवं भो महाराज ! जघन्यनरचेष्टितम् ।
નિવૃત્તિ મવા તુમ્ય, તત્રેમાંમથીવતે ।।૨૪।।
શ્લોકાર્થ :સૂરિ કહે છે હે મહારાજા ! આ પ્રમાણે જઘન્યમનુષ્યનું ચેષ્ટિત મારા વડે તને નિવેદન કરાયું, ત્યાં=મારા તે થનમાં, આ કહેવાય છે. ।।૧૭૪।।
શ્લોક ઃ
શ્લોકાર્થ
ते जघन्या भूयांसो, भुवने सन्ति मानवाः ।
इतरे तु यतः स्तोकाः, सकलेऽपि जगत्त्रये ।। १७५ ।।
શ્લોકાર્થ :
આ જઘન્યમનુષ્યો ભુવનમાં ઘણા છે, કારણથી સકલ પણ જગતત્રયમાં ઈતરલોકો થોડા
છે. II૧૭૫II
શ્લોક ઃ
स्पर्शनेन्द्रियजेतारो, विरला भुवने नराः ।
तेनास्माभिरिदं पूर्वं भवद्भ्यः प्रतिपादितम् ।।१७६।।
:
સ્પર્શનેન્દ્રિયને જીતનારા ભુવનમાં થોડા મનુષ્યો હોય છે. તે કારણથી અમારા વડે પૂર્વમાં આ તને પ્રતિપાદિત કરાયું. ૧૭૬II
Page #254
--------------------------------------------------------------------------
________________
२33
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ Rats :
नरपतिरुवाचधर्मं यतो न कुर्वन्ति, स हेतुः प्रतिपादितः ।
भगवन्! नाशितोऽस्माकं, भवद्भिः संशयो महान् ।।१७७।। श्लोकार्थ :
રાજા કહે છે – જે કારણથી ધર્મને કરતા નથી=સંસારી જીવો ધર્મને કરતા નથી, તે હેતુ પ્રતિપાદિત કરાયો-સૂરિ વડે પ્રતિપાદિત કરાયો. હે ભગવન્! તમારા વડે અમારો મહાન સંશય दूर रायो. ||१७७।।
उत्कृष्टतमादीनां जनकादयः अत्रान्तरे तु सुबुद्धिमन्त्रिणाऽभिहितं-भगवन्! य एते जघन्यमध्यमोत्कृष्टोत्कृष्टतमरूपतया चतुर्भेदाः पुरुषाः पश्चानुपूर्व्या भगवद्भिः स्वरूपतो व्याख्याताः, एते किमेवंस्वरूपाः प्रकृत्यैव भवन्ति आहोस्विदेवंविधस्वरूपजनकमेतेषां किञ्चित्कारणमस्ति? इति कथयन्तु भगवन्तः । भगवानाह-महामन्त्रिन्! आकर्णय-न तावत्प्राकृतमिदमेतेषां स्वरूपं, किन्तर्हि ? कारणजं, तत्र ये तावदुत्कृष्टतमाः पुमांसः प्रतिपादिताः ते केवलमुत्कृष्टेभ्यो निष्पन्नस्वप्रयोजनतया भिद्यन्ते, न परमार्थेन, यतस्ते एवोत्कृष्टा यदावाप्य मनुष्यभावं, विज्ञाय भवस्वरूपमाकलय्य मोक्षमार्गं, तदासेवनेन दलयित्वा कर्मजालं, निराकृत्य स्पर्शनेन्द्रियं निर्वृतिं प्राप्ता भवन्ति तदोत्कृष्टतमा इत्यभिधीयन्ते, निवृतौ च तेषां स्वरूपेणावस्थानं, तामवस्थामपेक्ष्य न किञ्चिज्जनकमस्ति, तेनोत्कृष्टतमानां पुरुषाणां न कश्चिज्जनको जननी वा, एते पुनर्जघन्यमध्यमोत्कृष्टाः पुरुषाः संसारोदरविवरवर्तिनः स्वकर्मविचित्रतया जायन्ते, तस्मात्स एव कर्मविलासस्तेषां जनकः । तच्च कर्म त्रिविधं वर्तते, तद्यथा-शुभमकुशलं सामान्यरूपं च, तत्र या कर्मपद्धतिः शुभतया सुन्दरी, सा शुभसुन्दरी मनुष्यत्वेनोत्कृष्टानां जननी, या पुनरकुशलकर्ममाला (सा) जघन्यमनुष्याणां जननी, या पुनः कुशलाकुशलतया सामान्यस्वरूपा कर्मपद्धतिः सा मध्यमनराणां जनयित्री विज्ञेयेति । मनीषिणा चिन्तितं-अये! न केवलं गुणैश्चरितेन चैतेऽस्माकमुत्कृष्टमध्यमजघन्याः पुरुषाः समानरूपा भगवद्भिर्व्याख्याताः, किं तर्हि ? जननीजनकव्यतिकरोऽपि अस्माकमेतैः सह तुल्य एव भगवता दर्शितः, तस्मान्नूनमेतद्रूपैरेवास्माभिर्भवितव्यम् । तथाहि-योऽसौ भवजन्तुर्मा निराकृत्य निर्वृति प्राप्त इति स्पर्शनेनास्मभ्यं निवेदितो न तस्य तेन जननी जनको वा कश्चिदाख्यातः तस्मादुत्कृष्टतमोऽसाविति निश्चीयते । अस्माकं पुनस्त्रयाणामपि कर्मविलासो जनकः, भगवदादिष्टाभिधाना एव जनन्यः, तस्मादिदमत्रावसीयते यदुत-जघन्यो बालो, मध्यमो मध्यमबुद्धिः, उत्कृष्टोऽहमिति ।
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઉત્કૃષ્ટતમ મનુષ્ય આદિના પિતા વગેરે અત્રાન્તરમાં=આ પ્રમાણે રાજા સૂરિને કહે છે એટલામાં, સુબુદ્ધિમંત્રી વડે કહેવાયું. હે ભગવન્! જે આ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, અને ઉત્કૃષ્ટતમરૂપપણાથી ચારભેદવાળા પુરુષો પશ્ચાતુપૂર્વીથી ભગવાન વડે સ્વરૂપથી વ્યાખ્યાન કરાયા, એ ચાર પ્રકારના પુરુષો આવા સ્વરૂપવાળા શું પ્રકૃતિથી જ થાય છે અથવા આમના=ચાર પ્રકારના પુરુષોના, સ્વરૂપનું જનક કોઈક કારણ છે? એથી ભગવાન કહો ! ભગવાન કહે છે – હે મહામંત્રી ! સાંભળ, આ આમનું સ્વરૂપ-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારના ચાર પુરુષોનું આ સ્વરૂપ, પ્રાકૃત નથી=પ્રકૃતિથી નથી, તો શું છે? એથી કહે છે – કારણથી થયેલું છે, ત્યાં=ચાર પ્રકારના પુરુષોમાં, જે ઉત્કૃષ્ટતમ પુરુષો કહેવાયા તે કેવલ નિષ્પન્ન સ્વપ્રયોજતપણાને કારણે ઉત્કૃષ્ટ જીવોથી ભેદને પામે છે. પરમાર્થથી ભિન્ન નથી. જે કારણથી મનુષ્યભવને પામીને ભવસ્વરૂપને જાણીને=ચારગતિ વિડંબનાસ્વરૂપ ભવ છે એ પ્રમાણે જાણીએ, મોક્ષમાર્ગને સમજીને=સંગતા પરિણામના ઉચ્છેદનને અનુકૂલ સર્વ ઉચિત પ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગ છે એ પ્રમાણે સમજીને, તેના આસેવનથી=સ્વભૂમિકાનુસાર મોક્ષમાર્ગના આસેવનથી, કર્મમલને દળીને-અનાદિથી આત્માના લાગેલા કર્મમલને ક્ષીણ કરીને, સ્પર્શનેન્દ્રિયને નિરાકૃત કરીને તે જ ઉત્કૃષ્ટ જીવો નિવૃતિને પામેલા થાય છે ત્યારે ઉત્કૃષ્ટતમ એ પ્રમાણે કહેવાય છે, અને નિવૃતિમાં તેઓનું સ્વરૂપથી અવસ્થાન છે. તે અવસ્થાની અપેક્ષાએ કોઈ જનક નથી. તે કારણથી ઉત્કૃષ્ટતમ પુરુષોના કોઈ જનક અથવા જનની નથી. આ વળી, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પુરુષો સંસારના ઉદરના વિવરમા રહેલા સ્વકર્મના વિચિત્રપણાથી થાય છે. તે કારણથી તે જ કર્મવિલાસ તેઓનો જનક છે, તે કર્મ ત્રણ પ્રકારનું વર્તે છે. તે આ પ્રમાણે શુભ, અકુશલ અને સામાન્યરૂપ, ત્યાંeત્રણ પ્રકારનાં કર્મોમાં, જે કર્યપદ્ધતિ શુભપણાને કારણે સુંદર છે, તે શુભસુંદરી મનુષ્યપણાથી ઉત્કૃષ્ટ જીવોની જનની છે. જે વળી, અકુશલકર્મોવાળા છે, તે જઘન્યમનુષ્યોની જનની છે. જે વળી, કુશલ, અકુશલપણાથી સામાન્યરૂપ કર્યપદ્ધતિ છે તે મધ્યમમનુષ્યોની માતા જાણવી. મનીષી વડે વિચારાયું – અરે કેવલ ગુણો વડે અને ચરિત્ર વડે આ અમારા સમાન રૂપવાળા ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્યપુરુષો ભગવાન વડે વ્યાખ્યાન કરાયા નથી. તો શું ? જનની, જનકનો વ્યતિકર પણ=માતા-પિતાનો પ્રસંગ પણ, અમારાતુલ્ય જ આની સાથે=ઉત્કૃષ્ટ આદિ ત્રણપુરુષો સાથે ભગવાન વડે બતાવાયો છે. તે કારણથી ખરેખર આ રૂપોથી અમારા વડે ભવિતવ્ય છે=આ રૂપોથી અમે વર્તીએ છીએ. તે આ પ્રમાણે – જે આ ભવજંતુ “મને નિરાકૃત કરીને નિવૃતિને પ્રાપ્ત થયો,” એ પ્રમાણે સ્પર્શન વડે અમને નિવેદન કરાયું તે કારણથી–તેનાં જનની અથવા જનક કોઈ કહેવાયાં નથી, તે કારણથી ઉત્કૃષ્ટતમ આ છે એ પ્રમાણે નક્કી કરાય છે. વળી, અમારા ત્રણેયનો પણ કર્મવિલાસ જનક છે, ભગવાન વડે આદિષ્ટ નામવાળી જ માતા છે. તે કારણથી અહીં=ભગવાનના ઉપદેશમાં, આ જણાય છે. મનીષીને શું જણાય છે ? તે “યતથી બતાવે છે – જઘન્ય બાલ છે, મધ્યમ મધ્યમબુદ્ધિ છે, ઉત્કૃષ્ટ હું છું.
सुबुद्धिनाऽभिहितं-भगवन्! एतेषामुत्कृष्टतमादीनां पुरुषाणां किं सर्वदाऽवस्थितमेव रूपम् ?
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ (उत) परावर्तोऽपि भवति? भगवानाह-महामन्त्रिन्! उत्कृष्टतमानां पुरुषाणां तावदवस्थितमेव રૂપ, ન વિથામાä તે મનજો,
સુબુદ્ધિ વડે કહેવાયું – હે ભગવદ્ ! આ ઉત્કૃષ્ટતમ આદિ પુરુષોનું રૂપ શું સર્વદા અવસ્થિત જ છે કે પરાવર્તિત પણ થાય છે ? ભગવાન કહે છે – હે મહામંત્રી ! ઉત્કૃષ્ટતમ પુરુષોનું રૂપ અવસ્થિત જ છે. ક્યારે પણ અન્યથા ભાવને તેઓ પામતા નથી.
૩ષ્ટીનાં પરિવર્તનશીભાવસ્થા: इतरेषां पुनरनवस्थितं स्वरूपं, यतः कर्मविलासायत्ताः खल्वेते वर्तन्ते, विषमशीलश्चासौ प्रकृत्या, कदाचिदुत्कृष्टानपि मध्यमयति जघन्ययति वा, मध्यमानपि चोत्कृष्टयति जघन्ययति वा, जघन्यानपि मध्यमयति उत्कृष्टयति वा । तस्मादनेन कर्मविलासेन मुक्तानामेवैकरूपता भवति नेतरेषाम् । मनीषिणा चिन्तितं-एतदपि घटत एवास्मद्व्यतिकरे, तथाहि-विषमशील एवास्मज्जनको, यतः कथितं तेनैव मे यथा-मयि प्रतिकूले यदुपपद्यते तत्सम्पन्नं बालस्येति । ततश्च यो निजतनयस्यापि प्रतिकूलचारितया एवंविधां दुःखपरम्परां संपादयति स कथमन्येषां धनायिष्यति ।
ઉત્કૃષ્ટપુરુષ આદિની પરિવર્તનશીલ અવસ્થા વળી, ઈતર પુરુષોનું અનવસ્થિત સ્વરૂપ છે. જે કારણથી કર્મવિલાસને આધીન ખરેખર આ ત્રણ પુરુષો વર્તે છે આ=કર્મવિલાસ, પ્રકૃતિથી વિષમસ્વભાવવાળો છે. કઈ રીતે વિષમસ્વભાવવાળો છે? તે સ્પષ્ટ કરે છે – ક્યારેક ઉત્કૃષ્ટ પણ જીવોને મધ્યમ કરે છે અથવા જઘન્ય પણ કરે છે. અને મધ્યમ પણ ઉત્કૃષ્ટ કરે છે અથવા જઘન્ય પણ કરે છે. જઘન્યને પણ મધ્યમ કરે છે અથવા ઉત્કૃષ્ટ પણ કરે છે. તે કારણથી આ કર્મવિલાસ વડે મુક્ત જીવોની જ એકરૂપતા થાય છે. ઈતર જીવોની નહીં=જાત્યાદિ ત્રણેય જીવોની નહીં. મનીષી વડે વિચારાયું – આ પણ અમારા વ્યતિકરમાં ઘટે છે. તે આ પ્રમાણે વિષમશીલવાળો અમારો જનક છેઃકર્મવિલાસ છે. જે કારણથી તેના વડે જ કર્મવિલાસ વડે જ, મને કહેવાયું – જે પ્રમાણે હું પ્રતિકૂળ હોતે છતે જે ઉપપન્ન થાય છે તે બાબતે પ્રાપ્ત થયું, અને તેથી જે પોતાના પુત્રને પણ પ્રતિકૂલ આચરણાથી આવા પ્રકારની દુઃખની પરંપરાને સંપાદિત કરે છે તે કેવી રીતે અન્યોને ધનવાન કરશે ? અર્થાત્ કરશે નહિ, આ પ્રકારે મનીષીએ વિચાર કર્યો એમ અવય છે.
मनीषिमध्यमयोः दीक्षागृहिधर्मेच्छा सुबुद्धिनाऽभिहितं-भगवन्! उत्कृष्टतमाः पुरुषाः कस्य माहात्म्येन भवन्ति? गुरुराह-न कस्यचिदन्यस्य, किन्तर्हि ? स्ववीर्येण, सुबुद्धिनाऽभिहितं-कस्तथाविधवीर्यलाभोपायः? मुनिराह-भागवती भावदीक्षा । मनीषिणा चिन्तितं-अये! यद्येवं ततो युज्यते ममोत्कृष्टतमस्य भवितुं, किमनया शेष
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ विडम्बनया? गृह्णाम्येनां भगवदादिष्टां भागवतीमेव दीक्षामिति भावयतः सञ्जातो मनीषिणश्चरणपरिणामः । मध्यमबुद्धरपि एवं गुरुमन्त्रिणोः परस्परजल्पमाकर्णयतः सञ्जातश्चरणाभिलाषः केवलं नाहमेतावतो नैष्ठिकानुष्ठानस्य क्षम इति विचिन्तितमनेन । सुबुद्धिनाऽभिहितं
મનીષી અને મધ્યમની અનુક્રમે દીક્ષા તથા ગૃહીધર્મની ઈચ્છા સુબુદ્ધિ વડે કહેવાયું – હે ભગવાન ! ઉત્કૃતમ પુરુષો કોના માહાભ્યથી થાય છે? ગુરુ કહે છે. કોઈ અન્યના માહાભ્યથી નહીં. પરંતુ સ્વવીર્યથી ઉત્કૃષ્ટતમ થાય છે. સુબુદ્ધિમંત્રી વડે કહેવાયું, તેવા પ્રકારના વીર્યલાભનો ઉપાય શું છે ?sઉત્કૃષ્ટતમ પુરુષ થવાના કારણભૂત વીર્યલાભનો ઉપાય શું છે? મુનિ કહે છે – ભગવાનની ભાવદીક્ષા, ઉત્કૃષ્ટતમ થવાનો ઉપાય છે=ભગવાને બતાવેલી દ્રવ્ય આચરણારૂપ દીક્ષા નહીં પરંતુ શક્તિના પ્રકર્ષથી ભગવાનનું વચન પરિણમન પામે તેવા ભાવથી યુક્ત દીક્ષા લેવા વીર્યલાભનો હેતુ છે. મનીષી વડે વિચારાયું. અરે જો આ પ્રમાણે છે ઉત્કૃષ્ટતમ થવાનો ઉપાય ભાગવતી ભાવદીક્ષા છે એ પ્રમાણે છે, તો મારે ઉત્કૃષ્ટતમ થવા યોગ્ય છે, આ શેષ વિડંબના વડે શું? અર્થાત્ ગૃહસ્થઅવસ્થાનું પાલન કરીને મનુષ્યજન્મ નિષ્ફળ કરવારૂપ શેષ વિડંબના વડે શું? ભગવાન વડે આદિષ્ટ આ ભાગવતી દીક્ષાને જ ગ્રહણ કરું એ પ્રકારે ભાવન કરતા મનીષીને ચારિત્રનો પરિણામ થયો સંયમતા પારમાર્થિક સ્વરૂપને સાંભળીને ચારિત્રગ્રહણનો પરિણામ મનીષીને પ્રગટ થયો. મધ્યમબુદ્ધિને પણ આ પ્રકારે ગુરુ અને મંત્રીના પરસ્પર વાર્તાલાપને સાંભળતા ચારિત્રનો અભિલાષ થયો=ઉત્કૃષ્ટતમ થવાની ઇચ્છા થવાથી તેના કારણભૂત ચારિત્રનો અભિલાષ થયો, કેવલ હું આટલા નૈષ્ઠિક અનુષ્ઠાનને સમર્થ નથી=સર્વવિરતિ ગ્રહણ કરીને સતત ઉત્કૃષ્ટતમ થવા અર્થે મોહનો નાશ થાય તે પ્રકારે નૈષ્ઠિક=નિષ્ઠાવાળા અનુષ્ઠાન કરવા માટે હું સમર્થ નથી. એ પ્રમાણે આના વડે=મધ્યમબુદ્ધિ વડે વિચારાયું. સુબુદ્ધિ વડે કહેવાયું – શ્લોક :
भदन्त! योऽयमस्माभिहिधर्मोविधीयते ।
एष तादृशवीर्यस्य, किं भवेत्कारणं न वा? ।।१।। શ્લોકાર્ચ -
હે ભગવાન ! જે આ અમારા વડે ગૃહસ્થધર્મ સેવાય છે એ તેવા પ્રકારના વીર્યનું=ભાવથી ભાગવતી દીક્ષાનું કારણ બને તેવા પ્રકારના વીર્યનું, શું કારણ થાય ? અથવા ન થાય? II૧ી.
બ્લોક :
गुरुराहस्यादेष पारम्पर्येण, तादृशस्यापि कारणम् । वीर्यस्य न पुनः साक्षाद्यतो मध्यजनोचितः ।।२।।
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ધ :
ગુરુ કહે છે – આeગૃહસ્થધર્મ, પરંપરાથી તેવા પ્રકારના વીર્યનું પણ કારણ થાય સર્વવિરતિની શક્તિનો સંચય થાય તેવા પ્રકારના વીર્યનું પણ કારણ થાય. પરંતુ સાક્ષાત્ નહીં=સાક્ષાત્ ઉત્કૃષ્ટતમ થવાનું કારણ થાય નહીં. જે કારણથી મધ્યમજનને ઉચિત છે. IIII શ્લોક :
उत्कृष्टतां करोत्येष, साक्षात्सम्यङ् निषेवितः ।
ततस्तादृशवीर्यस्य, पारम्पर्येण साधकः ।।३।। શ્લોકાર્ચ -
આ ગૃહસ્વધર્મ, સમ્યક નિસેવિત=સમ્યગ્ન પ્રકારે સેવાયેલો, ઉત્કૃષ્ટતાને સાક્ષાત્ કરે છે. તેથી તેવા પ્રકારના વીર્યનું સર્વ કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત થાય તેવા પ્રકારના વીર્યનું, પરંપરાથી સાધક છે. II3II. શ્લોક :
अशेषक्लेशविच्छेदकारिका भवदारिका ।
तावद्भागवती दीक्षा, दुर्लभैव सुनिर्मला ।।४।। શ્લોકાર્ચ -
અશેષ ક્લેશના વિચ્છેદન કરનારી, ભવની દારિકા=ભવના વિચ્છેદને કરનારી, સુનિર્મલ એવી ભાગવતી દીક્ષા દુર્લભ છે. ||૪|| શ્લોક :
किन्तु श्रावकधर्मोऽपि, भवतानवकारकः ।
अत्यन्तदुर्लभो ज्ञेयो, महामात्य! भवोदधौ ।।५।। શ્લોકાર્થ :
પરંતુ ભવનો અંત કરનારો શ્રાવકધર્મ પણ હે મહામાત્ય ! ભવરૂપી સમુદ્રમાં અત્યંત દુર્લભ જાણવો. પી
શ્લોક :
तदेष परमार्थःउत्कृष्टधीमतां साक्षाद्वी_तिशययोगतः । प्रव्रज्या साधयत्युच्चैरेष तु व्यवधानतः ।।६।।
Page #259
--------------------------------------------------------------------------
________________
२३८
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
श्लोकार्थ :
તે કારણથી=ભાવદીક્ષા તો દુર્લભ છે પરંતુ શ્રાવકધર્મ પણ સંસારસમુદ્રમાં અતિ દુર્લભ છે તે કારણથી, આ પરમાર્થ છે=આગળમાં બતાવે છે એ પરમાર્થ છે ઉત્કૃષ્ટબુદ્ધિવાળા જીવોને સાક્ષાત્ વીર્યનો અતિશય યોગ હોવાથી=મોહની સામે સુભટની જેમ યુદ્ધ કરીને ત્રણગુપ્તિઓમાં યત્ન કરી શકે તેવા વીર્યના અતિશયનો યોગ હોવાથી, પ્રવ્રજ્યા અત્યંત મોક્ષને સાધે છે. વળી, आ= श्रावऽधर्म व्यवधानथी साधे छे= मोक्षने साधे छे. 19 ||
श्लोक :
तदाकर्ण्य ततश्चित्ते, कृतं मध्यमबुद्धिना ।
युक्त ममैषोऽनुष्ठातुं गृहिधर्मो जिनोदितः ।।७।।
-
श्लोकार्थ :
તે સાંભળીને=ગુરુએ કહેલાં તે વચનને સાંભળીને ત્યારપછી, મધ્યમબુદ્ધિ વડે ચિત્તમાં કરાયું= निर्णय डरायो भने खा विनोहित गृहस्थधर्म सेववा भाटे युक्त छे. ॥७॥
बालस्याचरणम्
इतश्चाकुशलमालया स्पर्शनेन च मध्यवर्त्तितया विधुरितचित्तवृत्तेर्बालस्य विवर्धन्ते विपर्यासविकल्पाः, यदुत - 'अहो अस्या रूपातिशयः, अहो सुकुमारता, अन्यच्चाभिमतोऽहमस्याः, यतो विलोकयत्येषा मामर्द्धाक्षिविक्षेपैरेतदङ्गसङ्गसुखामृतासेकानुभवनेनाधुना मे सफलं भविष्यति जन्म' इति । ततश्चैवंविधवितर्कपरम्परापर्याकुलीभूतचेतसस्तस्य विस्मृतमात्मस्वरूपं, नष्टा शेषसंज्ञा, जातं मदनकन्दलीग्रहणैकतानमन्तः करणं, ततोऽविचार्य कार्याकार्यं, अन्ध इव, ग्रहगृहीत इव तस्यामेव मदनकन्दल्यां निश्चलविन्यस्तनयनमानसः पश्यत एव तावतो जनसमुदायस्य शून्यपादपातं तदभिमुखं धावति स्म । ततः किमेतदिति उत्थितो जनहाहारवः, प्राप्तोऽसौ मदनकन्दलीसमीपं ततः सावेगं 'क एष इति' निरीक्षितोऽसौ नरपतिना, लक्षितं दृष्टिविकारेण तदाकूतं स एवायं पापो बाल' इति प्रत्यभिज्ञातोऽनेन, सञ्जातास्य कोपारुणा दृष्टिः कृतं भासुरं वदनं, मुक्तो हुङ्कारः । ततो बालस्य दृष्टविपाकतया प्रादुर्भूतभयातिरेकस्य नष्टो मदनज्वरः, प्रत्यागता चेतना, समुत्पन्नं दैन्यं, ततः पश्चान्मुखं नंष्टुं प्रवृत्तो, यावच्छिथिलीभूतानि सन्धिबन्धनानि, विलीयते शरीरं, भग्नो गतिप्रसरः तथापि कतिचित्पदानि कथञ्चिद् गत्वा प्रकम्पमानसमस्तगात्रः पतितोऽसौ भूतले । अत्रान्तरे प्रकटीभूतः स्पर्शनो, निर्गतो भगवदवग्रहात्, गतो दूरदेशे, स्थितस्तं प्रतीक्षमाणो, विरतः कलकलो, लज्जित मनीषिमध्यमबुद्धी बालचरितेन ।
Page #260
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
બાલનું આચરણ
૨૩૯
અને આ બાજુ મધ્યમવર્તીપણાને કારણે અકુશલમાલાથી અને સ્પર્શનેન્દ્રિયથી વિધુરિત ચિત્તવૃત્તિવાળા બાલના વિપર્યાસવિકલ્પો વૃદ્ધિ પામે છે. તે ‘યદ્યુત’થી બતાવે છે – અહો આવા રૂપનો અતિશય= મદનકંદલીના રૂપનો અતિશય, અહો સુકુમારતા, અને બીજું આને=મદનકંદલીને, હું અભિમત છું= મને તે ઇચ્છે છે. જે કારણથી આ=મદનકંદલી અર્ધચક્ષુના વિક્ષેપોથી મતે જુએ છે. આના અંગના સંગના સુખના અમૃતના સિંચનના અનુભવથી હવે મારો જન્મ સફ્ળ થશે. તેથી=આ પ્રકારે બાલ વિચારે છે તેથી, આવા પ્રકારના વિતર્કોની પરંપરાથી આકુલ ચિત્તવાળા તેને=બાલને, પોતાનું સ્વરૂપ વિસ્તૃત થયું, શેષસંજ્ઞા નાશ પામી, મદનકંદલીના ગ્રહણ વિશે એકતાનવાળું અંતઃકરણ થયું, તેથી કાર્યાકાર્યનો વિચાર કર્યા વગર=મદનકંદલીને ગ્રહણ કરવાને માટે એકતાન થયેલું ચિત્ત હોવાથી હું તેને ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરીશ તો શું અનર્થ થશે ? તે રૂપ કાર્ય-અકાર્યનો વિચાર કર્યા વગર, આંધળા પુરુષની જેમ, ગ્રહગૃહિતની જેમ=ભૂતાવિષ્ટ પુરુષની જેમ, તે જ મદનકંદલીમાં સ્થિર સ્થાપન કરાયેલા નયનમાનસવાળો, તેટલો જનસમુદાય જોતે છતે મદનકંદલીને અભિમુખ શૂન્યપાદપાત થાય તેમ દોડે છે=બાલ દોડે છે. તેથી=આ રીતે પર્ષદામાં દોડે છે તેથી, આ શું છે ? એ પ્રમાણે લોકોનો હાહારવ ઊઠ્યો. આ=બાલ મદનકંદલી સમીપ પહોંચ્યો. તેથી આવેગપૂર્વક આ કોણ છે ? એ પ્રમાણે આ=બાલ, રાજા વડે જોવાયો. દૃષ્ટિવિકારથી=બાલના દૃષ્ટિવિકારથી, તેનો ઇરાદો જણાયો=રાજા વડે જણાયો, તે જ આ પાપી બાલ એ પ્રમાણે આના વડે=રાજા વડે, નિર્ણય કરાયો, આને=રાજાને, કોપથી કઠોરદૃષ્ટિ થઈ. ભાસુર વદન કરાયું, હુંકારો મુકાયો=રાજા વડે હુંકારો કરાયો, તેથી=રાજાએ કોપથી હુકારો કર્યો તેથી, દૃષ્ટવિપાકના કારણે=પૂર્વમાં જોયેલા ફ્ળને કારણે, પ્રાદુર્ભૂત ભયના અતિરેકવાળા બાલને કામનો જ્વર નાશ પામ્યો. ચેતના પ્રગટી, દીનતા ઉત્પન્ન થઈ. તેથી પાછળ મુખ કરીને નાસવા લાગ્યો જ્યાં સુધી સન્ધિનાં બંધનો=શરીરના જોડાણના અવયવો, શિથિલભૂત થયા. શરીર વિલીન પામે છે=શરીર પડે છે, ગતિપ્રસર ભગ્ન થયો=દોડવાની ગતિ શિથિલ થઈ. તોપણ કેટલાંક ડગલાં કોઈક રીતે જઈને કંપાયમાન સમસ્તગાત્રવાળો આ બાલ ભૂતલમાં પડ્યો. એ વચમાં=બાલ ભૂતલમાં પડ્યો એ વચમાં, પ્રગટ થયેલો સ્પર્શત ભગવાનના અવગ્રહથી નીકળેલો દૂરદેશમાં ગયેલો તેની=બાલની, પ્રતીક્ષા કરતો રહેલો છે. કલકલ શાંત થયો. મનીષી અને મધ્યમબુદ્ધિ બાલચરિતથી લજ્જા પામ્યા.
आचार्यदर्शितबालचेष्टाहेतुः
ततः 'कोऽस्यापि वराकस्योपरि कोप ?' इति विचिन्त्य शान्तीभूतो राजा, पृष्टोऽनेनाचार्यो यदुत- 'भगवन्! अलौकिकमिदमस्य पुरुषस्य चेष्टितम्, अतीतमिव विचारणायाः अश्रद्धेयमनुभूतवृत्तान्तानाम्, तथाहि - विमलज्ञानालोकेन साक्षाद्भूतसमस्तभुवनवृत्तान्तः पश्यत्येव भगवाननेन यत्पूर्वमाचरितमासीत् यच्चेदानीमध्यवसितं तथापि ममेदमत्र कौतुकं यदुत
Page #261
--------------------------------------------------------------------------
________________
२४०
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ तत्पूर्वकमस्याचरणं कदाचिद्विचित्रतया सत्त्वाचरितस्य संभाव्येत, इदमधुनातनं पुनर्महदिन्द्रजालमिव प्रत्यक्षमपि ममाश्रद्धेयं प्रतिभासते, यतो भगवति रागादिविषधरोपशमवैनतेये सन्निहितेऽपि कथमतिक्लिष्टजन्तूनामप्येवंविधोऽध्यवसायः संभवेत् ?' इति भगवताऽभिहितं-महाराज! न कर्त्तव्योऽत्रातिविस्मयो, यतो नास्य पुरुषस्य तपस्विनो दोषोऽयम् । नृपतिरुवाच-तर्हि कस्यायं दोषः? भगवानुवाच-दृष्टस्त्वयाऽस्य शरीरानिर्गत्य योऽयं बहिःस्थितः पुरुषः? नृपतिनाऽभिहितंसुष्ठु दृष्टः । भगवानाह-यद्येवं ततोऽस्यैवायं समस्तोऽपि दोषो, यतोऽस्य वशवर्तिनाऽनेन पूर्वकमिदं समस्तमाचरितम् । अनेन हि वशीकृताः पुरुषास्तनास्त्येव किञ्चिज्जगति पापं यन्नाचरन्ति, तस्मानात्र किञ्चिदलौकिकं विचारातीतमश्रद्धेयं वा भवद्भिः संभावनीयम् । नरपतिरुवाच-भदन्त! यद्येवं ततः किमित्ययं पुरुषोऽमुंशरीरवशवर्तिनमात्मनोऽनर्थहेतुमपि धारयति स्म ? भगवानाह-न जानात्येष वराकोऽस्य दुःशीलतां, परमरिपुरपि गृहीतोऽयमनेन स्निग्धबन्धुबुद्ध्या । नरपतिरुवाच-किमत्र पुनः कारणम् ? भगवताऽभिहितं-अस्य शरीरे योगशक्तिद्वारेण कृतानुप्रवेशा अकुशलमाला नाम जननी, साऽत्र कारणम् । किञ्च-यदिदमतिदुर्जयमधुनैव स्पर्शनेन्द्रियमस्माभिः प्रतिपादितं तद्रूप एवायमस्य स्पर्शनाभिधानः पापवयस्यो वर्त्तते, अयं तु जघन्यपुरुषो बालः, इयं च तदभिधानैव अकुशलकर्ममालारूपैव जननी, तदत्र किं न सम्भाव्येत? ।
આચાર્ય વડે દર્શાવાયેલ બાલચેષ્ટાનો હેતુ ત્યારપછી આ શંકડા ઉપર કોપ શું?=દયાપાત્ર એવા બાલ ઉપર કોપ શું? એ પ્રકારે વિચારીને An शांत थयो. माना द्वारा दास, मायार्थ पुछाया, शुं पुछाया? ते 'यदुत'थी बताव छ - હે ભગવન્! આ પુરુષનું આ ચેષ્ટિત અલૌકિક છે. વિચારણાથી અતીતની જેમ અનુભૂત વૃત્તાંતવાળાઓને અશ્રદ્ધેય છે. તે આ પ્રમાણે – વિમલજ્ઞાનના આલોકથી સાક્ષાભૂત સમસ્ત ભવનના વૃત્તાંતવાળા ભગવાન જ જુએ છે. આના દ્વારા આ બાલ દ્વારા, જે પૂર્વમાં આચરાયું હતું, જે હમણાં અધ્યવસિત કરાયું છે=બાલ દ્વારા મદનકંદલીને ગ્રહણ કરવાનું જે અધ્યવસિત કરાયું છે. તોપણ=ભગવાન વિશિષ્ટ જ્ઞાનથી બાલનું ભૂતકાળવું અને વર્તમાનનું ચરિત્ર સાક્ષાત્ જુએ છે તોપણ, મને અહીં=બાલના यरित्रमi, मातु: छ. शुं जौतु छ त 'यदुत'थी रान पता छ - सा=पालतुं, ते पूर्व આચરણ=પૂર્વમાં મદનકંદલીને ગ્રહણ કરવા માટે બાલ રાજમહેલમાં પેઠેલો ઈત્યાદિ આચરણ, કદાચિત્ સત્ત્વના આચરિતનું વિચિત્રપણું હોવાને કારણે=જીવોના આચરણનું વિચિત્રપણું હોવાને કારણે, સંભવિત છે. આ હમણાનું આચરણ–બાલ ભરસભાની વચમાં મદનકંદલીને ગ્રહણ કરવા માટે મૂઢતાની જેમ આવ્યો તે હમણાનું આચરણ, વળી, ઈન્દ્રજાળની જેમ પ્રત્યક્ષ પણ અર્થાત્ સાક્ષાત્ મેં જોયેલું હોવા છતાં પણ, મને અશ્રદ્ધેય પ્રતિભાસે છે, જે કારણથી રાગાદિ વિષધરના
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શમનમાં ગરુડ સમાન એવા ભગવાન સબ્રિહિત હોતે છતે પણ અતિક્લિષ્ટ જંતુને પણ આવા પ્રકારનો અધ્યવસાય કેવી રીતે સંભવે ?=જે રીતે બાલ ભરસભામાં મદનકંદલીને ગ્રહણ કરવા માટે આવ્યો એવા પ્રકારનો અધ્યવસાય કેવી રીતે સંભવે ? અર્થાત્ સંભવે નહીં. ભગવાન વડે કહેવાયું. હે મહારાજ ! અહીં=બાલના ચરિત્રમાં, અતિવિસ્મય કરવો જોઈએ નહીં. જે કારણથી તપસ્વી એવા આ પુરુષનો આ દોષ નથી. રાજા પૂછે છે તો કોનો આ દોષ છે?=બાલો આ પ્રવૃત્તિ કરી તેમાં કોનો આ દોષ છે ? ભગવાન કહે છે – આના શરીરથી નીકળીને જે આ બહિર રહેલો પુરુષ તારા વડે જોવાયો ? રાજા વડે કહેવાયું – અત્યંત જોવાયો છે. ભગવાન કહે છે – જો આ પ્રમાણે છે=આના શરીરમાંથી નીકળેલો પુરુષ તારા વડે જોવાયો છે એ પ્રમાણે છે તો આનો જ=બાલના શરીરમાંથી નીકળેલા બહાર બેઠેલા સ્પર્શત નામના પુરુષનો જ, આ સમસ્ત દોષ છે. જે કારણથી આને વશવર્તી=સ્પર્શનને વશવર્તી, એવા આના વડે=બાલ વડે, પૂર્વમાં આ સમસ્ત આચરણ કરાયું. આનાથી=સ્પર્શનથી, વશ થયેલા પુરુષો જગતમાં તે કંઈ નથી જ, કે જે પાપને આચરતા નથી. તે કારણથી=સ્પર્શતનો આ સર્વ દોષ છે તે કારણથી, આમાંકબાલની આચરણામાં, કંઈ અલૌકિક વિચારણાથી અતીત અથવા અશ્રદ્ધેય તારા વડે સંભાવના કરવી જોઈએ નહીં. રાજા કહે છે – હે ભગવંત ! જો આ પ્રમાણે છે=આ સ્પર્શનનો સર્વ અનર્થ છે એ પ્રમાણે છે, તો કયા કારણથી આત્માનો અનર્થ હેતુ પણ શરીરવર્તી એવા આનેત્રસ્પર્શતને, આ પુરુષે=બાલે ધારણ કર્યો ? ભગવાન કહે છે – આ વરાક એવો બાલ આવી દુઃશીલતા=સ્પર્શતની દુશીલતાને જાણતો નથી. પરમશત્રુ પણ આ=સ્પર્શન, આના વડે=બાલ વડે, સ્નિગ્ધબંધુબુદ્ધિથી ગ્રહણ કરાયો છે. નરપતિ પૂછે છે=ભગવાનને પ્રશ્ન કરે છે. અહીં પરમશત્રુભૂત પણ સ્પર્શનેન્દ્રિય સ્નિગ્ધબંધુબુદ્ધિથી બાલ ગ્રહણ કરે છે એમાં, વળી શું કારણ છે ? ભગવાન વડે કહેવાયું – આના=બાલના, શરીરમાં યોગશક્તિ દ્વારા કરાયેલી અનુપ્રવેશવાળી અકુશલમાલા નામની માતા છે=બાલમાં પૂર્વે બંધાયેલાં અકુશલકર્મો જે સત્તામાં હતાં તે વિપાકને અભિમુખ થાય છે ત્યારે તે કર્મો બાલને તે પ્રકારે અધ્યવસાય ઉત્પન્ન કરે તેવાં હોવાથી મતિજ્ઞાનના ઉપયોગરૂપે બાલમાં વર્તે છે તે યોગશક્તિ દ્વારા બાલના શરીરમાં પ્રવેશ કરેલી અકુશલમાલા નામની માતા છે, તે અકુશલમાલા, આમાં=બાલને શત્રુભૂત પણ સ્પર્શન મિત્રભૂત જણાય એમાં, કારણ છે=અકુશલકથી જ જીવની વિપર્યાસવાળી બુદ્ધિ થાય છે તેથી શત્રુભૂત પણ સ્પર્શનના વિકારવાળું માનસ સુખના કારણભૂત પ્રતીત થાય છે તે અકુશલમાલાનું કારણ છે. વળી, જે આ અતિદુર્જય હમણાં જ સ્પર્શનેન્દ્રિય અમારા વડે પ્રતિપાદિત કરાયેલ તદ્રુપ જ આ સ્પર્શત નામનો આનો–બાલનો, પાપમિત્ર વર્તે છે. વળી, આ બાલ જઘન્યપુરુષ છે અને તેના અભિધાનથી જ=જઘન્યપુરુષના અભિધાનથી જ, અકુશલમાલારૂપ આની માતા જ છે=અકુશલકર્મોની હારમાળા જ બાલને આવા પ્રકારના સ્વભાવવાળો નિર્માણ કરે છે. તે કારણથી=સ્પર્શન એવો પાપમિત્ર છે અને અકુશલમાલા એની જનની છે તે કારણથી, આમાં બાલમાં, શું સંભાવના ન કરી શકાય ? અર્થાત્ સર્વ કંઈ સંભવી શકે છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
द्विविधे कर्मणि निरुपक्रमकर्मवशगानामवस्था
यच्चोक्तं ‘भगवत्सन्निधानेऽपि कथमेवंविधाध्यवसायप्रादुर्भाव' इति, तदप्यत एव नाश्चर्यबुद्ध्या ग्राह्यं यतो द्विभेदं जन्तूनां कर्म-सोपक्रमं निरुपक्रमं च तत्र सोपक्रममेव महापुरुषसन्निधानादिना क्षयक्षयोपशमभावं प्रतिपद्यते, न निरुपक्रमं तद्वशगाश्च जन्तवस्तत्समीपेऽपि विरूपकमाचरन्तः केन वार्यन्ते ? तथाहि - येषामचिन्त्यपुण्यप्राग्भारवतां तीर्थकृतामिह जगति गन्धहस्तिनामिव विचरतां, विहारपवनगन्धादेव क्षुद्राशेषगजकल्पा दुर्भिक्षेतिपरचक्रमारिवैरप्रभृतयः सर्व एवोपद्रवाः समधिकयोजनशतात् दूरत एव भज्यन्ते, तेषामपि भगवतां सन्निधाने निरुपक्रमकर्मपाशावपाशिताः क्षुद्रसत्त्वा न केवलं नोपशाम्यन्ति, किं तर्हि ? तेषामेव भगवतां तीर्थकृतां क्षुद्रोपद्रवकरणे प्रवर्तन्ते, श्रूयन्ते हि तथाविधा भगवतामप्युपसर्गकारिणो गोपसङ्गमकादयः पापकर्माण इति । अन्यच्च तेषामेव भगवतां देवविरचितसमवसरणानामध्यासितसिंहासनचतुष्टयानां मूर्तिमात्रदर्शनादेव प्राणिनां किल विलीयन्ते रागादयो, विदलति कर्मजालं, प्रशाम्यन्ति वैरानुबन्धाः, विच्छिद्यन्तेऽलीकस्नेहपाशाः, प्रलीयते विपरीताभिनिवेशो, यावता तत्रापि केषाञ्चिदभव्यतया निरुपक्रमकर्मघटनपटलतिरस्कृतविवेकदीधितिप्रसराणां [वा] न केवलं पूर्वोक्तगुणलेशदेशोऽपि न संजायते, किं तर्हि ? प्रादुर्भवन्त्येवंविधा भगवन्तमधिकृत्य कुविकल्पाः यदुत - अहो सिद्धमस्येन्द्रजालं, अहो अस्य लोकवञ्चनचातुर्यम् । अहो गाढमूढता लोकानां यदेतेनाप्यलीकवाचालेनालजालरचनाचतुरेण प्रतार्यन्त इति । तदेवं स्थिते महाराज ! न किञ्चिदिदमत्यद्भुतं यदनेन पुरुषेण मत्सन्निधानेऽप्येवंविधमध्यवसितं, अयमपि हि निरुपक्रमयाऽनयाऽकुशलमालया स्वदेहवर्त्तिन्या निजजनन्या प्रेर्यमाणोऽमुं स्पर्शनं सहचरमुररीकृत्यैवं चेष्टते, तन्नात्र भवद्भिर्विस्मयो विधेयः ।
નિરુપક્રમકર્મને વશ પડેલાઓની અવસ્થાનું સ્વરૂપ
જે વળી, કહેવાયું=રાજા વડે ભગવાનને કહેવાયું – ભગવાનના સન્નિધાનમાં પણ કેવી રીતે આવા પ્રકારનો અધ્યવસાય પ્રાદુર્ભૂત થયો ?=વિશિષ્ટજ્ઞાની એવા ભગવાન વિદ્યમાન હોવા છતાં પણ બાલને મદનકંદલીને ગ્રહણ કરવાનો આવા પ્રકારનો અધ્યવસાય કેવી રીતે પ્રાદુર્ભૂત થયો ? તે પણ આથી જ=અકુશલમાલા એની માતા અને સ્પર્શન એનો મિત્ર છે આથી જ, આશ્ચર્યબુદ્ધિથી ગ્રહણ કરવું જોઈએ નહીં. જે કારણથી જીવોનું બે પ્રકારનું કર્મ છે. સોપક્રમ અને નિરુપક્રમ. ત્યાં=બે પ્રકારનાં કર્મોમાં, સોપક્રમ કર્મ જ મહાપુરુષના સન્નિધાન આદિથી=ઉત્તમપુરુષોના સાન્નિધ્યથી કે અન્ય કોઈ બળવાન નિમિત્તોથી ક્ષયોપશમભાવને પ્રાપ્ત કરે છે. વિરુપક્રમ કર્મ ક્ષયોપશમભાવને પ્રાપ્ત કરતું નથી અને તેને વશ થયેલા=નિરુપક્રમ કર્મને વશ થયેલા, જીવો તેના સમીપમાં પણ=મહાપુરુષોના સમીપમાં પણ, વિપરીત આચરણા કરતા કોના વડે વારણ કરી શકાય ? અર્થાત્ કોઈના વડે વારણ
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કરી શકાય નહીં. તે આ પ્રમાણે, આ જગતમાં ગંધહસ્તિની જેમ વિચરતા અહીં અચિંત્ય પુણ્ય પ્રાગુભારવાળા જે તીર્થકરોના શ્રેષ્ઠ કોટિના પુણ્યના વિપાકવાળા જે તીર્થકરોના, વિહારના પવનના ગંધથી જ મુદ્રઅશેષ ગજ જેવા દુભિક્ષ, ઈતિ, પરચક્ર, મારિ, વૈર વગેરે સર્વ ઉપદ્રવો સો યોજનથી અધિક દૂરથી જ નાશ પામે છે, તે પણ ભગવાનના સંવિધાનમાં નિરુપક્રમકર્મના પાશથી અવાશિત એવા દ્રજીવો =નિરુપક્રમ કર્મને વશ થયેલા મુદ્રજીવો, કેવલ ઉપશાંત થતા નથી એમ નહીં. તો શું છે? તે બતાવતાં કહે છે – પરંતુ તે જ ભગવાન તીર્થકરોને સુદ્રઉપદ્રવકરણમાં પ્રવર્તે છે. હિં=જે કારણથી, ભગવાનને પણ તેવા પ્રકારના ઉપસર્ગ કરનારા ગોવાળિયો, સંગમ આદિ પાપકર્મવાળા જીવો સંભળાય છે. અને બીજુ, દેવવિરચિત સમવસરણવાળા, અધ્યાસિત સિંહાસન ઉપર ચતુષ્ટવાળા એવા તે જ ભગવાનના મૂર્તિમાત્રના દર્શનથી જ પ્રાણીઓના રાગાદિ વિલય પામે છે. કર્મજાલ વિદલન=નાશ પામે છે. વૈરાનુબંધ પ્રશાંત થાય છે, મિથ્યાસ્નેહના પાશ વિચ્છેદ પામે છે. વિપરીત અભિનિવેશ પ્રલય પામે છે. જેટલાથી ત્યાં પણ=તે સમવસરણમાં પણ, કેટલાક જીવોનું અભવ્યપણું હોવાથી વિરુપક્રમકર્મના ઘન પટલથી=પડદાથી, તિરસ્કૃત થયો છે વિવેકરૂપી કિરણનો પ્રસાર તેવા જીવોને કેવલ પૂર્વોક્ત ગુણલેશ પણ થતો નથી એમ નહીં, પરંતુ ભગવાનને આશ્રયીને આવા પ્રકારના કુવિકલ્પો પ્રાદુર્ભાવ પામે છે. કેવા પ્રકારના વિકલ્પો પ્રાદુર્ભાવ પામે છે તે “યતથી બતાવે છે – આનું ભગવાનનું, સિદ્ધ ઈન્દ્રજાલ, અહો ! આવું=ભગવાનનું, લોકવંચનનું ચાતુર્ય, અહો ! લોકોની ગાઢ મૂઢતા જે કારણથી, જુઠ્ઠા વાજાળ એવા અસંબદ્ધ રચનામાં ચતુર એવા આના દ્વારા પણ ભગવાન દ્વારા પણ, ઠગાય છે. આ પ્રમાણે સ્થિત હોતે છતે=ક્લિષ્ટકર્મવાળા જીવો ભગવાનને પણ સાક્ષાત્ ઉપદ્રવ કરે છે અને ભગવાનને ઇન્દ્રજાલિકઆદિ માને છે આ પ્રમાણે સ્થિત હોતે છતે, હે મહારાજ ! આ કંઈ અદ્ભુત નથી જે આ પુરુષ વડે મારા સંવિધાનમાં પણ આવા પ્રકારનો અધ્યવસાય કરાયો. આ પણ=બાલ પણ, સ્વદેહવર્તી પોતાની માતા વિરુપક્રમ આ અકુશલમાલા વડે પ્રેરણા કરાતો સહચર એવા આ સ્પર્શતને સ્વીકારીને આ પ્રમાણે ચેષ્ટા કરે છે=મારા સાંનિધ્યમાં પણ મદનકંદલીને ગ્રહણ કરવાની ચેષ્ટા કરે છે. તે આમાંકબાલની ચેષ્ટામાં, તારા વડે વિસ્મય કરવો જોઈએ નહીં. ભાવાર્થ:
સંસારી જીવ અગૃહીતસંકેતા પાસે પોતાનો પ્રસંગ કહે છે ત્યારે અનાદિ નિગોદથી નીકળીને પોતે નંદિવર્ધનના ભવમાં કઈ રીતે જન્મ્યો તેનું વર્ણન કર્યું. અને નંદિવર્ધનના ભવમાં પોતાને અત્યંત ક્રોધની પ્રકૃતિ હતી. તેના નિવારણ માટે તેના પિતાએ વિદુરને તેનું નિરીક્ષણ કરવા અર્થે કાર્ય સોંપેલ અને તે વિદુર નંદિવર્ધનને કથા કરે છે જેના બળથી નંદિવર્ધનને બોધ થાય કે વૈશ્વાનર તેનો પાપમિત્ર છે. તે કથાનકના પ્રસંગમાં બાલ, મનીષી અને મધ્યમ ત્રણ પુરુષની કથા તે વિદુર કરે છે, ત્યારે ક્ષિતિપ્રતિષ્ઠનગરમાં કર્મવિલાસરાજા છે તેમ બતાવેલ અને તે રાજાના બાલ આદિ ત્રણ પુત્રો છે તેમ બતાવેલ. વળી, ભગવાનની દેશના સાંભળતી વખતે તે વિદુરે કુમારને કહ્યું કે તે નગરમાં શત્રુમર્દન નામનો રાજા છે. આ પ્રકારનાં
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પરસ્પર વિરોધી વચનો સાંભળીને અગૃહતસંકેતા સંસારી જીવ એવા અનુસુંદર ચક્રવર્તીને પૂછે કે પૂર્વે તે નગરનો રાજા કર્મવિલાસ કહ્યો અને હવે શત્રુમર્દનરાજા કહે છે તે કઈ અપેક્ષાએ છે ? તેથી અનુસુંદર ચક્રવર્તી કહે છે કે નંદિવર્ધનના ભવમાં પણ મારા વડે વિદુર આ પ્રમાણે પુછાયેલો ત્યારે વિદુરે મને કહેલ કે કર્મવિલાસ અંતરંગ રાજા છે અને શત્રુમદન તે નગરનો બહિરંગ રાજા છે. ત્યાર પછી તે વિદુર જે કથા કરે છે તેમાં બાલને જે પ્રકારે સંસારની સર્વ કદર્થના પ્રાપ્ત થાય છે તેમાં તે જીવની બુદ્ધિ તે પ્રકારના કર્મને અનુસરનારી છે; કેમ કે બુદ્ધિ કર્માનુસારી એ પ્રકારનું શાસ્ત્રવચન છે તેથી એ ફલિત થાય કે જે જીવોનાં અકુશલકર્મો પ્રચુર છે તેઓને સ્પર્શનના સુખ સિવાય અન્ય કોઈ સુખ દેખાતું નથી અને તે સુખને પ્રાપ્ત કરવા માટે જે કંઈ સર્વક્લેશો કરે છે તે પણ સુખના સાધનરૂપ જ દેખાય છે. પરંતુ ઇન્દ્રિયોના વિકારો પોતાને પીડે છે, તેથી જ વર્તમાનમાં સર્વ પાપો કરીને પોતે અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે તે વર્તમાનભવમાં પ્રત્યક્ષ દેખાતું હોવા છતાં મૂઢતા આપાદક કર્મોને કારણે તેઓને દેખાતું નથી. પરંતુ સ્પર્શનનું સુખ મળે તો તેના માટે કરાયેલા સર્વક્સેશો પણ તેના ઉપાયરૂપ જ છે તેવી વિપરીત બુદ્ધિ વર્તે છે. વળી, મધ્યમબુદ્ધિ જીવો આ લોકમાં પણ અત્યંત ક્લેશ થાય તેવા ભોગોમાં સારબુદ્ધિ કરતા નથી, તોપણ આ લોકમાં અનર્થ ન થાય તે પ્રકારે સ્પર્શનના સુખમાં સુખને જોનારા મધ્યમબુદ્ધિવાળાઓ છે આથી જ બાલની જેમ મધ્યમબુદ્ધિ જીવ તે પ્રકારે મદનકંદલીમાં આસક્ત થઈને સ્પર્શનના સુખને મેળવવા માટે પ્રયત્ન કરતો નથી, છતાં સ્પર્શન જીવની વિકારી અવસ્થા છે તેનો પરમાર્થ સ્વયં જાણી શક્તો નથી. મનીષીના ઉપદેશથી પણ શીઘ્ર તે પ્રકારે ક્ષયોપશમ થતો નથી પરંતુ પુનઃ પુનઃ મનીષીના પરિચયને કારણે સ્પર્શનના અનર્થો કઈ રીતે બાલને પ્રાપ્ત થાય છે તેના દર્શનને કારણે મધ્યમબુદ્ધિ જીવોને મનીષીનાં વચનો કંઈક વિશ્વસનીય લાગે છે ત્યારે નિપુણતાપૂર્વક તેનાં વચનોને સાંભળીને કંઈક માર્ગાનુસારી પ્રજ્ઞાવાળા થાય છે. વળી, બાલના સહવાસથી તેવા જીવોને કામના વિકારોમાં જ સુખબુદ્ધિ પણ સ્થિર થાય છે; કેમ કે કંઈક ક્લેશવાળાં કર્મો અને કંઇક મંદદ્દેશવાળાં કર્યો હોવાથી તે જીવો નિમિત્ત પ્રમાણે વિપર્યાસને પામે છે અને નિમિત્ત પ્રમાણે અજોશવાળાં કર્મોને કારણે તત્ત્વને અભિમુખ પણ થાય છે, આથી જ મનીષીના પરિચયથી મધ્યમબુદ્ધિને પણ ક્રમસર તત્ત્વનો પક્ષપાત વધે છે. વળી, બાલ, મધ્યમ અને મનીષી આ રીતે તે નગરમાં રહે ત્યારે પ્રબોધનરતિ આચાર્ય નગરના ઉદ્યાનમાં પધાર્યા તે કેવા ગુણવાળા છે તેના વર્ણન ઉપરથી ભગવાનના શાસનના આચાર્યો કેવા હોય છે અને કઈ રીતે માર્ગનો સમ્યક બોધ કરાવે છે તેની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. જેમ તે પ્રબોધન આચાર્ય કરુણારસના પ્રવાહથી સંસારરૂપી સમુદ્રને તરવામાં હેતુ હતા તેમ કહ્યું તેથી, પ્રાપ્ત થાય કે ભગવાનના શાસનના સૂક્ષ્મબોધવાળા હતા. કોઈ જીવનું અહિત ન થાય તે પ્રકારે સન્માર્ગને કહેનારા હતા અને જગતના જીવો પ્રત્યે કરૂણારસનો પ્રવાહ તેમના ચિત્તમાં વર્તતો હતો જેના કારણે યોગ્ય જીવોને તે રીતે સન્માર્ગ બતાવતા હતા કે અવશ્ય તે જીવો તેમના ઉપદેશના બળથી સંવેગગર્ભ તેમના વચનના બળથી, સન્માર્ગને પામીને સંસારસાગરથી તરતા હતા. વળી, તેઓની દેશના તૃષ્ણારૂપી લતાને છેદવા માટે પરશુ જેવી હતી. તેથી તે મહાત્મા યોગ્ય જીવોને ભોગતૃષ્ણાનો નાશ થાય તે પ્રકારે તત્ત્વના હાર્દને સ્પર્શે તેવી નિપુણ દેશના આપનારા હતા. વળી, જીવોનો માન કષાય કેમ નાશ થાય તે
Page #266
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૪૫
પ્રકારના વિવેકગર્ભ ઉપદેશને આપનારા હતા. વળી, કષાયોનો ઉપશમ થાય તે પ્રકારે નિપુણતાવાળો ઉપદેશ આપનારા હતા. અને પોતે સંતોષના સાગર હતા તેથી તેમના દર્શનથી પણ યોગ્ય જીવોને નિઃસ્પૃહતા આદિ ભાવો પ્રત્યે અવશ્ય પક્ષપાત થાય તેવા હતા. આ રીતે અનેક વિશેષણો દ્વારા તેમનું સ્વરૂપ બતાવીને તેવા મહાત્માઓ કઈ રીતે યોગ્ય જીવોને પ્રબોધન કરે છે તેનો બોધ ગ્રંથકારશ્રી કરાવેલ છે. વળી મનીષી અને તેની માતા શુભસુંદરીનો આલાપ બતાવ્યો. તેનાથી સ્પષ્ટ થાય છે કે શુભસુંદરી કર્મવિલાસરાજા સાથે વાર્તાલાપ કરે છે ત્યારે કર્મવિલાસરાજા કહે છે કે જેઓ સ્પર્શનને અનુકૂળ વર્તે છે તેના પ્રત્યે મારો સ્વભાવ છે કે તેના અનર્થોનું સંપાદન કરું, જેમ બાલને મેં અનર્થની પરંપરા પ્રાપ્ત કરાવી. અને જેઓ સ્પર્શનને પ્રતિકૂળ વર્તે છે તેને હું સર્વ રીતે અનુકૂળ થાઉં છું અને સ્પર્શનને વશ જીવો પ્રત્યે પ્રતિકૂળ થવામાં અકુશલકર્મો રૂપ અકુશલમાલા મારું સાધન છે અને સ્પર્શન પ્રત્યે પ્રતિકૂળ વર્તનારા જીવોના હિત કરવા પ્રત્યે શુભસુંદરીરૂપ શુભકર્મોનો પ્રવાહ કારણ છે. તેથી મનીષીને જે સુંદર પરંપરાની પ્રાપ્તિ થઈ તેમાં તેનાં સુંદરકર્મો જ કારણ બને છે; કેમ કે તેને તે પ્રકારની સદબુદ્ધિ આપે છે અને બાલને જે અનર્થોની પરંપરા પ્રાપ્ત થઈ તેના પ્રત્યે તેનાં અકુશલમાલારૂપ કર્મો જ કારણ છે; કેમ કે તે પ્રકારની દુર્બુદ્ધિ આપીને અનર્થોની પરંપરા પ્રાપ્ત કરાવે છે. વળી, મધ્યમબુદ્ધિને તેના સામાન્યરૂપ જે મધ્યમકર્મો છે તે જ તેને તે પ્રકારની બુદ્ધિ આપીને ક્યારેક હિતમાં કે અહિતમાં પ્રવર્તાવે છે. વળી મનીષીની શુભસુંદરીરૂપ જે કર્મોની પરિણતિરૂપ માતા હતી, તેણે મનીષીને મહાત્મા પાસે જવાની પ્રેરણા કરી. તેથી તે ઉત્તમકર્મોથી પ્રેરાઈને મનીષી તે પ્રબોધનરતિ આચાર્ય પાસે જવા તત્પર થાય છે ત્યારે મધ્યમબુદ્ધિને પણ સાથે આવવા પ્રેરણા કરે છે. અને મનીષીના પ્રેરણાના નિમિત્તથી મધ્યમબુદ્ધિની માતા પણ તેને મનીષી સાથે જવા પ્રેરણા કરે છે જ્યારે બાલને અશુભકર્મોની હારમાળા વર્તે છે તેથી તેનાં અશુભકર્મો તેને મહાત્મા પાસે તત્ત્વ જાણવાની પ્રેરણા કરતાં નથી; છતાં બાલ પ્રત્યેના સ્નેહથી મધ્યમબુદ્ધિ આગ્રહ કરીને તેને લઈ જાય છે તોપણ બાલનાં અશુભકર્મો ત્યાં પણ તેને સર્વ પ્રકારની અનુચિત પ્રવૃત્તિ કરવા જ પ્રેરણા કરે છે. વળી, મનીષી આદિ તે ઉદ્યાનમાં જાય છે ત્યારે તે ઉદ્યાનમાં રહેલા જિનાલયમાં તેઓ દર્શન આદિ કરે છે. જેનાથી પણ જણાય છે કે મનીષી જેવા ઉત્તમ જીવો ભગવાનના દર્શનથી પણ વિશિષ્ટ ભાવો કરે છે. સુસાધુના દર્શનથી પણ શુભભાવો કરે છે અને અતિપારિષ્ઠ જીવ ભગવાનના દર્શનથી પણ કોઈ શુભભાવોને પ્રાપ્ત કરી શકતા નથી. આથી બાલને ભગવાનના દર્શનથી કે સુસાધુના દર્શનથી પણ કોઈ શુભભાવ થતો નથી. વળી, તે મહાત્માની દેશના સાંભળવા આવેલ સુબુદ્ધિ મંત્રી રાજાને કઈ રીતે પ્રેરણા કરે છે અને પોતે કઈ રીતે ભગવાનની ભક્તિ કરે છે તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે, જેનાથી ધર્મપરાયણ એવા ઉત્તમ શ્રાવકો સુબુદ્ધિ મંત્રીની જેમ ભગવાનની ભક્તિ કરનારા હોય છે તેનો માર્ગાનુસારી બોધ થાય છે. ત્યારપછી પ્રબોધનરતિ આચાર્ય સંસારનું સ્વરૂપ કેવું છે તેનું વિસ્તારથી વર્ણન કરે છે જેને સાંભળીને સંસારની અસારતાનો માર્ગાનુસારી બોધ યોગ્ય જીવોને થાય છે. મુક્ત અવસ્થા કેવી સુંદર છે તેનું વિસ્તારથી વર્ણન કરે છે. જેને સાંભળીને યોગ્ય જીવો મુક્ત અવસ્થાના રાગી થાય છે અને તેના ઉપાયભૂત સદ્ધર્મનો બોધ કરવા અર્થે મનુષ્યલોકમાં જીવો ચાર પ્રકારના છે તેનું વર્ણન કરે છે. જેનાથી સર્વોત્તમપુરુષો ઇન્દ્રિયોને
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જીતીને મોક્ષને પામનારા છે. ઉત્તમપુરુષો સતત ઇન્દ્રિયોનો જય કરીને સંસારનો અંત કરવા માટે યત્ન કરનારા છે. મધ્યમ જીવો કોઈક ધર્મને અભિમુખ હોવા છતાં વિષયોની આસક્તિ પણ છોડી શક્તા નથી, તેથી ઘણા યત્નથી ઇન્દ્રિયોનો જય કરી શકે છે અને બાલ જીવો ઇન્દ્રિયોને પરવશ થઈને તેનાં કટુફળ આલોકમાં પણ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પણ અનર્થોની પરંપરા પ્રાપ્ત કરે છે. આ પ્રકારે મનુષ્યલોકવર્તી જીવોનું સ્વરૂપ બતાવીને બધી ઇન્દ્રિયોનો જય તો દુષ્કર છે પરંતુ એક સ્પર્શનનો પણ જય કઈ રીતે દુષ્કર છે તે બતાવીને સાત્વિક પુરુષો ઇન્દ્રિયોનો જય કરી શકે છે તેમ બતાવેલ છે અને મધ્યમબુદ્ધિ જીવો અનેક વખત સ્કૂલના પામે છે તોપણ ઉત્તમપુરુષોના સાન્નિધ્યથી કંઈક કંઈક ઇન્દ્રિયોનો જય કરવા સમર્થ બને છે અને બાલ જીવો સ્પર્શનને વશ થઈને સર્વ અનર્થની પરંપરા પ્રાપ્ત કરે છે, આથી જ અત્યંત ક્લિષ્ટ કર્મના ઉદયવાળો આ બાલ તદ્દન ન સંભવે એવી ઉત્તમપુરુષોના સાંનિધ્યમાં પણ મદનકંદલીને ગ્રહણ કરવાની અનુચિત પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે. તેમાં તેનાં નિરુપક્રમરૂપ ક્લિષ્ટકર્મો જ બળવાન કારણ છે. આથી જ ભગવાનના સાંનિધ્યમાં ઘણા જીવોનાં સોપક્રમકર્મો ક્ષયોપશમભાવને પામે છે અને યોગ્ય જીવો સન્માર્ગને પામે છે અને ભગવાનના વિહારના નિમિત્તે જગતમાં ઘણા ઉપદ્રવો શાંત થાય છે, તોપણ નિરુપક્રમ ક્લિષ્ટકર્મોવાળા જીવો સાક્ષાત્ તીર્થકરોને પણ ઉપદ્રવ કરવા તત્પર થાય છે તેથી જીવમાં જે કંઈ અનર્થની પરંપરા કરાવનાર છે તે સર્વ ક્લિષ્ટકર્મોનો વિલાસ છે. આ પ્રકારે વિસ્તારથી ભગવાને રાજાને બોધ કરાવ્યો જેથી બાલનું અસંભવિત ચરિત્ર પણ કઈ રીતે સંભવિત છે તેનો માર્ગાનુસારી બોધ થાય છે.
सुबुद्धिनाऽभिहितं-भदन्त! न किञ्चिदिदमाश्चर्यं भगवदागमावदातधियां, एवंविध एव निरुपक्रमकर्मपरिणामो, नात्र सन्देहः, केवलमिदमिदानीमेव भगवत्पादप्रसादादेव देवः खल्वेवंविधपदार्थेषु पुण्यबुद्धिर्भविष्यति तेनैवं भगवन्तं विज्ञापयति । राजा सहर्षः प्राह-चारु, अभिहितं सखे! चारु! अहो तेऽवसरभाषिता ।
સુબુદ્ધિ વડે કહેવાયું આચાર્યને કહેવાયું. હે ભગવંત ! આ આશ્ચર્ય ભગવાનના આગમથી સુંદર બુદ્ધિવાળાને નથી=જેઓને ભગવાનના શાસનનો બોધ છે તેઓને જગતના જીવો કર્મને પરવશ બાલ જેવી અનુચિત પ્રવૃત્તિ કરે છે તે જોઈને આશ્ચર્ય નથી. કેમ આશ્ચર્ય નથી ? તેથી કહે છે, આવા પ્રકારનો નિરુપક્રમકર્મનો પરિણામ છેઃઉત્તમપુરુષોના સાંનિધ્યમાં પણ નિરુપક્રમકર્મવાળા જીવો બાલવા જેવું અનુચિત કરે એવા પ્રકારનો તિરુપક્રમકર્મનો પરિણામ છે. આમાં સંદેહ નથી. કેવલ હમણાં જ ભગવાનના પાદરા પ્રસાદથી જ આ દેવ=રાજા, ખરેખર આવા પ્રકારના પદાર્થોમાં પુણ્યબુદ્ધિવાળો થશે=ભગવાનના શાસનનાં તત્ત્વોને જાણવાની ઈચ્છાવાળો થશે, તે કારણથી આ પ્રમાણે ભગવાનને વિજ્ઞાપન કરાય છે, રાજા સહર્ષ કહે છે, સુંદર કહેવાયું, હે મિત્ર ! સુંદર કહેવાયું. અહો તારી અવસરભાષિતા !
बालस्य भविष्यद्वत्तम् ततो राजैव भगवन्तं प्रत्याह-यथा कोऽस्य पुनः पुरुषस्य परिणामो भविष्यति? भगवताऽभिहितं
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ इदानीं तावदेष दृष्टयुष्मत्कोपविपाकतया भयातिरेकग्रस्तहृदयो न किञ्चिच्चेतयते, गतेषु पुनरितो युष्मदादिषु प्रत्युपलब्धसंज्ञः सनेष भूयोऽप्यधिष्ठास्यते अनेन स्पर्शनेन, ततो युष्मद्भयादेव कुत्रचिनिर्देशे यामीत्याकूतेन प्रपलायमानो महता क्लेशेन यास्यत्येष कोल्लाकसन्निवेशे, तत्र च कर्मपूरकाभिधानस्य ग्रामस्य प्रत्यासन्नभूभागे पथि श्रान्तः पिपासितो दूरत एव द्रक्ष्यति बृहत्तडागं, ततः स्नानपानार्थं चलिष्यति तदभिमुखं, इतश्च पूर्वमेवागमिष्यति तत्र चण्डालमिथुनं, ततश्चण्डालस्तटाकतटवर्तिषु तरुगहनेषु पतत्रिगणमारणप्रवणः सन्नटाटिष्यते, चाण्डाली पुनर्विजनमितिकृत्वा स्नानार्थमवतरिष्यति तडागं, ततोऽवतीर्णायां तस्यां प्राप्स्यत्येष तस्य तीरं, ततोऽमुमुपलभ्य सा मातङ्गी स्पृश्यपुरुषोऽयं कलहयिष्यति मां सरोवरावतरणापराधमुद्दिश्येति भयेन निमक्ष्यति सलिले, स्थास्यति पद्मखण्डे लीना, अयमपि मज्जनार्थमवतीर्यानाभोगेनैव यास्यति तत्समीपं, भविष्यति तया सार्द्धमाश्लेषो, वेदयिष्यते तदङ्गस्पर्श, संजनिष्यते तस्योपरि लाम्पट्यमस्य, कथयिष्यति साऽऽत्मनश्चण्डालभावं, तथापि करिष्यत्येष तस्याः शरीरग्रहणं बलामोटिकया, विधास्यते सा हाहारवं, तमाकर्ण्य धाविष्यति कुपितश्चण्डालो, विलोकयिष्यत्येनं तथावस्थितं, प्रज्वलिष्यति नितरां कोपानलेन, संधास्यति कोदण्डे शिलीमुखं, मारयिष्यति च, अरे रे दुरात्मन्! अधमपुरुष! पुरुषो भवेत्याहूय स चण्डालः कम्पमानमेनमेकप्रहारेण प्रहरिष्यति, स च तदाऽध्यासितो रौद्रध्यानेनेति मृत्वा च यास्यति नरकेषु, तेभ्योऽप्युद्वृत्तस्ततः कुयोनिषु पुनर्नरकेष्वेवानन्तवाराः । एवं दुःखपरम्परायां स्थास्यत्यनन्तमपि कालं पतितः संसारचक्रे नरपतिरुवाच-भदन्त! अतिदारुणा इयमकुशलमाला स्पर्शनश्च, यद्वशेन इदमस्य संपन्नं संपत्स्यते च । भगवताऽभिहितं-महाराज! किमत्रोच्यताम् ? पर्याप्तमीदृश्या दारुणया तया । सुबुद्धिनाऽभिहितंभदन्त! किमेते स्पर्शनाऽकुशलमाले अस्यैव पुरुषस्य प्रभवतः आहोस्विदन्येषां प्राणिनामपि? भगवानाह महामात्य! केवलमत्र पुरुषेऽभिव्यक्तरूपे खल्वेते, परमार्थतः सर्वेषां सकर्मसंसारिप्राणिनां प्रभवत एव, यतो योगिनीयमकुशलमाला, योगेश्वरश्चायं स्पर्शनो, योगिनां च भवत्येवेदृशी शक्तिः, यथा क्वचिदभिव्यक्तरूपता क्वचिदनाविर्भूतता वर्तते ।
બાલના ભવિષ્યનું ચારિત્ર ત્યારપછી રાજા જ ભગવાન પ્રત્યે કહે છે – આ પુરુષનોકબાલનો, કયો પરિણામ થશે ? ભગવાન વડે કહેવાયું – હમણાં જોવાયેલા તમારા કોપના વિપાકપણાને કારણે=પૂર્વમાં રાજાએ કોપ કરીને જે પ્રકારે તેને માણસો દ્વારા ખૂબ પીડા કરેલી તેના સ્મરણને કારણે, ભયના અતિરેકથી ગ્રસ્તહદયવાળો આ બાલ કંઈ ચેતના પામતો નથી. વળી, અહીંથી તમે વિગેરે ગયે છતે લબ્ધસંજ્ઞાવાળો છતો આ=બાળ, ફરી પણ આ સ્પર્શન વડે અધિષ્ઠિત થશે=કામને પરવશ થશે. તેથી તમારા ભયથી જ કોઈક નિર્દેશમાં હું જાઉં, એ પ્રકારના આશયથી ભાગતો મોટા ક્લેશથી આ બાલ, કોલ્લાકસન્નિવેશમાં
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ જશે અને ત્યાં કર્મપૂરક નામના ગ્રામમાં પ્રત્યાસન્ન ભૂમિભાગવાળા પંથમાં–માર્ગમાં, શ્રાંત થયેલો, પિપાસાવાળો=પાણીને પીવાની ઇચ્છાવાળો, દૂરથી જ મોટું તળાવ જોશે. ત્યારપછી સ્નાન કરવા અને પાણી પીવા માટે તેને અભિમુખ જશે અને આ બાજુ પૂર્વમાં જ ત્યાં તે તળાવ પાસે, ચંડાલ મિથુન, આવશે ત્યારપછી ચંડાલ તળાવના તટવર્તી વૃક્ષોના ગહનમાં પતત્રિગણતા પક્ષીગણના, મારણમાં તત્પર છતો ભટકશે. વળી, ચાંડાલી એકાંત છે એથી કરીને=અહીં કોઈ નથી એથી કરીને, સ્નાન માટે તળાવમાં ઊતરશે. ત્યારપછી તે તળાવમાં ઊતરે છતે ચાંડાલી તળાવમાં ઊતરે છતે, આ=બાલ તેના તીરનેeતે તળાવના તીરને, પ્રાપ્ત કરશે. ત્યારપછી આને=બાલને, જોઈને તે માતંગી=ચાંડાલી આ સ્પૃશ્યપુરુષ સરોવરના અવતરણના અપરાધને ઉદ્દેશીને મને કલહ કરશે, એ પ્રકારના ભયથી પાણીમાં ડૂબકી મારશે. પાખંડમાં કમળોના સમૂહમાં, છુપાયેલી રહેશે. આ પણ=બાલ પણ, મજ્જન માટે તળાવમાં ઊતરીને અનાભોગથી જ તેના સમીપે જશેeતે ચાંડાલી સ્ત્રી સમીપે જશે. તેની સાથે આશ્લેષ થશે. તેના અંગસ્પર્શનું વેદત કરશે. તેના ઉપર તે ચાંડાલી ઉપર, બાલને લામ્પત્ય થશે. તે=ચાંડાલી, પોતાના ચાંડાલભાવને કહેશે, તોપણ આકબાલ, તેના શરીરને બળાત્કારથી ગ્રહણ કરશે. તે=ચાંડાલી, હાહાર કરશે. તેને સાંભળીને પોતાની પત્નીના હાહારને સાંભળીને, કૂપિત થયેલો ચંડાલ દોડશે. આને=બાલને, તે પ્રકારે રહેલ જોઈને કોપાલથી અત્યંત પ્રજ્વલિત થશે. ધનુષદંડમાં તીરને સ્થાપન કરશે અને મારશે, અરે રે દુરાત્મન્ ! અધમ પુરુષ ! પુરુષ થા, તે પ્રમાણે બૂમ પાડીને તે ચાંડાલ કંપતા એવા આને એક પ્રહારથી હણશે. અને તે=બાલ, ત્યારે રૌદ્રધ્યાનથી અધ્યાસિત થયેલો છે એથી મરીને નરકમાં જશે. ત્યાંથી પણ નીકળીને ત્યારપછી કુયોનિમાં, વળી, તરકોમાં અનંતવાર જશે. આ પ્રમાણે દુખની પરંપરામાં પડેલો સંસારચક્રમાં અનંતકાળ રહેશે. રાજા વડે કહેવાયું – હે ભગવાન ! અતિદારુણ આ અકુશલમાલા અને સ્પર્શત છે. જેતા વશથી આ અનર્થો, આને=બાલને, પ્રાપ્ત થયા અને પ્રાપ્ત થશે, ભગવાન વડે કહેવાયું – હે મહારાજ ! આમાં=અકુશલમાલા અને સ્પર્શત અતિદારુણ છે એમાં, શું કહેવાય? આટલી દારુણતાથી સર્યું. સુબુદ્ધિ વડે કહેવાયું – હે ભગવંત ! શું આ સ્પર્શત અને અકુશલમાલા આ પુરુષને જ પ્રભાવવાળા છે=અનર્થ કરનારા છે. અથવા અન્ય પ્રાણીઓને પણ? ભગવાન કહે છે=આચાર્ય કહે છે. તે મહામાત્ય ! આ પુરુષમાં આ=સ્પર્શન અને અકુશલમાલા, કેવલ અભિવ્યક્તરૂપ છે પરમાર્થથી સર્વ સકર્મવાળા સંસારી પ્રાણીઓને, સમર્થ છે જ=અનર્થો કરે છે જ અર્થાત્ સ્પર્શત અને અકુશલમાલા અતર્યો કરે છે જ જે કારણથી યોગિની આ અકુશલમાલા છે અને યોગેશ્વર આ સ્પર્શત છે. યોગીઓની આવા પ્રકારની શક્તિ હોય છે=આગળ બતાવે છે એવા પ્રકારની શક્તિ હોય છે. જે પ્રમાણે ક્યાંક અભિવ્યક્તરૂપતા અને ક્યાંક અનાવિભૂતતા વર્તે છે.
अकुशलमालास्पर्शनयोर्निग्रहाज्ञा नृपतिनाऽभिहितं-भगवन्! अनयोः किमस्मद्गोचरोऽप्यस्ति प्रभावः? भगवानाह-बाढमस्ति,
Page #270
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૪૯
ततो राजा मन्त्रिणं प्रत्याह-सखे! पापयोरनयोरमर्दितयोः कीदृशी ममाद्यापि शत्रुमर्दनता ? ततो न युक्तं यद्यपि भगवत्समीपस्थैरेवंविधं जल्पितुं, तथाऽपि 'दुष्टनिग्रहो राज्ञां धर्म' इति कृत्वेदमभिधीयते तदाकर्णयत्वार्यः, सुबुद्धिनाऽभिहितं समादिशतु देवः, राज्ञाऽभिहितं- आदिष्टमेतत्तावद्भगवता यथैते स्पर्शनाकुशलमाले अनेन पुरुषेण सह यास्यतः, ततो नेदानीं तावदेते वधमर्हतः, केवलं समाज्ञापय त्वमेते यथा मद्विषयान्निर्गत्य युवाभ्यां दूरतोऽपि दूरं गन्तव्यं, मृतेऽप्यस्मिन् पुरुषे नास्माकीनविषये प्रवेष्टव्यं इतरथा युवयोरस्माभिः शारीरो दण्डः करिष्यते, अथैवमप्यादिष्टे पुनरेते अस्मद्विषये प्रविशेतां, ततो भवता निर्विचारं लोहयन्त्रेण पीडनीये, एवमतिदुष्टयोरारटतोरप्यनयोरुपरि षदपि दया विधेया । सुबुद्धिना चिन्तितं - अहो देवस्यानयोरुपर्यावेगातिशयः यतोऽस्य तद्वशेन विस्मृतं तदपि 'हिंस्त्रकर्मणि न भवन्तं योक्ष्ये' इति मद्गोचरं वरप्रदानं भवतु तथापीदमेव प्रतिबोधकारणं भगवन्तः कल्पयिष्यन्ति मम त्वाज्ञाप्रतिपत्तिरेव ज्यायसीति विचिन्त्याभिहितमनेन - यदाज्ञापयति देवः । ततः प्रवृत्तोऽसौ तयोराज्ञापनार्थम् । सूरिणाऽभिहितं महाराज! अलमनयोरेवं ज्ञापनेन, न खल्वेतयोरयमुन्मूलनोपायो, यतोऽन्तरङ्गलोकजातीये एते स्पर्शानाकुशलमाले, अन्तरङ्गलोकेषु च न प्रभवन्ति लोहयन्त्रादीनि, अगम्यरूपा हि ते बाह्यशस्त्राणाम् ।
અકુશલમાલા અને સ્પર્શનના નિગ્રહની આજ્ઞા
નૃપતિ વડે કહેવાયું, ભગવંત ! શું આ બેનો અમારા બેના વિષયમાં=મંત્રી અને રાજાના વિષયમાં, પણ પ્રભાવ છે ? ભગવાન કહે છે, અત્યંત છે. તેથી રાજા મંત્રી પ્રત્યે કહે છે. હે મિત્ર ! અમર્દિત એવા આ બે પાપી હોતે છતે મારી હજી પણ શત્રુમર્દનતા કેવી ? અર્થાત્ શત્રુમર્દનતા નથી. તેથી જો કે ભગવાનના સમીપમાં રહેલા એવા મારા વડે આ પ્રમાણે કહેવું યુક્ત નથી તોપણ દુષ્ટનો નિગ્રહ ક૨વો રાજાનો ધર્મ છે. એથી કરીને આ કહેવાય છે. હે આર્ય ! તે સાંભળો=સુબુદ્ધિમંત્રી તે તું સાંભળ, સુબુદ્ધિ વડે કહેવાયું – હે દેવ ! આજ્ઞા કરો. રાજા વડે કહેવાયું – ભગવાન વડે=આચાર્ય વડે, આ કહેવાયું, જે આ પ્રમાણે – આ સ્પર્શન અને અકુશલમાલા આ પુરુષની સાથે જશે. તેથી હમણાં આ બંને=અકુશલમાલા અને સ્પર્શન વધતે યોગ્ય નથી. કેવલ તું આ બંનેને આજ્ઞા કર, જે પ્રમાણે મારા વિષયથી=મારા રાજ્યથી નીકળીને, તમે બંનેએ=સ્પર્શન અને અકુશલમાલા બંનેએ, દૂરથી પણ દૂર જવું જોઈએ. આ પુરુષ મરે છતે પણ અમારા રાજ્યમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. ઇતરથા=આ પુરુષ મરે છતે સ્પર્શન અને અકુશલમાલા તમે બંને જો અમારા રાજ્યમાં પ્રવેશ કરશો તો, તમારા બંનેને અમારા વડે શારીરિક દંડ કરાશે. હવે આ રીતે પણ આદિષ્ટ વળી આ બે=મે કહ્યું એ પ્રમાણે આદેશ કરાયેલાં એવાં સ્પર્શન અને અકુશલમાલા, અમારા વિષયમાં=અમારા રાજ્યમાં, પ્રવેશ કરે, તો તારા વડે વિચાર્યા વગર લોહયંત્રથી પીડન કરવું જોઈએ. આ રીતે રડતાં પણ અતિદુષ્ટ એવાં આ બંને પર થોડી પણ દયા કરવી જોઈએ નહીં. સુબુદ્ધિ વડે વિચારાયું – અહો દેવનો=રાજાતો, આ બંને ઉપર=
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અકુશલમાલા અને સ્પર્શત ઉપર, આવેગનો અતિશય ! જે કારણથી આભનેત્રરાજાને, તેના વશથી=સ્પર્શન અને અકુશલમાલા પ્રત્યે આવેગના વશથી “હિંસાકર્મમાં તમને હું યોજીશ નહીં” એ પ્રમાણે મારા વિષયવાળું વરપ્રદાન=આપેલું વરદાન હતું તે પણ વિસ્મૃત થયું, તોપણ આ જ પ્રતિબોધનું કારણ થાઓ=રાજાને પ્રતિબોધનું કારણ થાઓ. ભગવાન કલ્પના કરશે=આચાર્ય વિચારશે. મારે તો આજ્ઞાનો સ્વીકાર જ શ્રેષ્ઠ છે=રાજાએ જે આજ્ઞા કરી છે તેનો સ્વીકાર જ ઉચિત છે. આ પ્રમાણે વિચારીને આવા વડે મંત્રી વડે, કહેવાયું – દેવ જે આજ્ઞા કરે છે, ત્યારપછી આ પ્રમાણે કહ્યા પછી, આ=મંત્રી, તે બ=સ્પર્શત અને અકુશલમાલાને આજ્ઞાપન કરવા માટે પ્રવૃત થયો. સૂરિ વડે કહેવાયું – હે મહારાજ ! આ પ્રમાણે આ બેને આજ્ઞાપનથી સર્યું=સ્પર્શત અને અકુશલમાલાને મારા દેશમાં પ્રવેશ કરવો નહીં એ પ્રમાણેની આજ્ઞાપનથી સર્યું, ખરેખર આ બેતા=સ્પર્શત અને અકુશલમાલાના, ઉભૂલનો ઉપાય આ નથી દેશનિકાલ કરવો તે ઉપાય નથી, જે કારણથી, અંતરંગલોકજાતિવાળાં આ સ્પર્શત અને અકુશલમાલા છે અને અંતરંગલોકોમાં લોકતંત્રો સમર્થ થતાં નથી. દિ=જે કારણથી, તે=અંતરંગલોકો, બાહ્યશાસ્ત્રોના અગમ્યરૂપવાળા છે.
अप्रमादयन्त्रम् नृपतिरुवाच-भदन्त! कस्तयनयोरन्यो निर्दलनोपायो भविष्यति? भगवताऽभिहितं-अप्रमादाभिधानमन्तरङ्गमेव यन्त्रमनयोर्निर्दलनोपायः, तद्ध्येते साधवोऽनयोरेव निष्पेषणार्थमहर्निशं वाहयन्ति । नृपतिरुवाच-कानि पुनस्तस्याप्रमादाभिधानस्य यन्त्रस्योपकरणानि ? भगवानाह-यान्येत एव साधवः प्रतिक्षणमनुशीलयन्ति । नृपतिरुवाच-कथम्? भगवतोक्तं-समाकर्णय, ‘यावज्जीवमेते नाचरन्ति तनीयसीमपि परपीडां, न भाषन्ते सूक्ष्ममप्यलीकवचनं, न गृह्णन्ति दन्तशोधनमात्रमप्यदत्तं, धारयन्ति नवगुप्तिसनाथं ब्रह्मचर्यं, वर्जयन्ति निःशेषतया परिग्रहं, न विदधते धर्मोपकरणशरीरयोरपि ममत्वबुद्धि, नासेवन्ते रजन्यां चतुर्भेदमप्याहारजातं, आददते प्रवचनोपवर्णितं समस्तोपधिविशुद्ध संयमयात्रामात्रसिद्धये निरवद्यमाहारादिकं, वर्तन्ते समितिगुप्तिपरिपूरितेनाचरणेन, पराक्रमन्ते विविधाभिग्रहकरणेन, परिहरन्त्यकल्याणमित्रयोगं, दर्शयन्ति सतामात्मभावं, न लघयन्ति निजामुचितस्थिति, नापेक्षन्ते लोकमार्ग, मानयन्ति गुरुसंहतिं, चेष्टन्ते तत्तन्त्रतया, आकर्णयन्ति भगवदागम, भावयन्ति महायत्नेन, अवलम्बन्ते द्रव्यापदादिषु धैर्य, पर्यालोचयन्त्यागामिनमपायं, यतन्ते प्रतिक्षणमसपत्नयोगेषु, लक्षयन्ति चित्तविश्रोतसिका, प्रतिविदधते चानागतमेव तस्याः प्रतिविधानं, निर्मलयन्ति सततमसङ्गताभ्यासरततया मानसं, अभ्यस्यन्ति योगमार्ग, स्थापयन्ति चेतसि परमात्मानं, निबध्नन्ति तत्र धारणां, परित्यजन्ति बहिर्विक्षेपं, कुर्वन्ति तत्प्रत्ययकतानमन्तःकरणं, यतन्ते योगसिद्धौ, आपूरयन्ति शुक्लध्यानं, पश्यन्ति देहेन्द्रियादिविविक्तमात्मानं, लभन्ते परमसमाधिं, भवन्ति शरीरिणोऽपि सन्तो मुक्तिसुखभाजनम्' इति । तदेवमेते
Page #272
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૫૧
महाराज! मुनयोऽमूनि परपीडावर्जनादीनि मुक्तिसुखभाजनत्वपर्यवसानानि तस्याप्रमादनाम्नो यन्त्रस्योपकरणानि प्रतिक्षणमनुशीलयन्ति । ततोऽमू (मी) भिरनुशीलितैरत्यर्थं तद्दृढीभवति यन्त्र, અપ્રમાદયંત્રનું સ્વરૂપ
કેવી
રાજા કહે છે હે ભગવંત ! તો આ બેનો=સ્પર્શન અને અકુશલમાલાનો, અન્ય નિર્દેલનનો ઉપાય શું થશે ? ભગવાન વડે કહેવાયું – અપ્રમાદ નામનું અંતરંગ યંત્ર જ આ બંનેના નિર્દલનનો ઉપાય છે=અકુશલકર્મો અને સ્પર્શનના નાશનો ઉપાય છે. તે કારણથી આ સાધુઓ આ બેના જ= અકુશલમાલા અને સ્પર્શનના જ નિષ્લેષણ માટે=વિનાશ માટે, સતત વહન કરે છે=અંતરંગ યંત્રને પ્રવર્તાવે છે. રાજા કહે છે તે અપ્રમાદ નામના યંત્રનાં કયાં ઉપકરણો છે ?=કયાં સાધનો છે ? ભગવાન કહે છે જે સાધનોને આ સાધુઓ પ્રતિક્ષણ અનુશીલન કરે છે. રાજા પૂછે છે રીતે અનુશીલન કરે છે ? ભગવાન વડે કહેવાયું – સાંભળો, યાવજ્જીવ સુધી આ=સાધુઓ અલ્પ, પણ પરપીડાને કરતા નથી=કોઈ જીવને પીડા ન થાય પ્રાણનાશ ન થાય, કષાયનો ઉદ્રેક ન થાય તે રીતે સર્વ આચરણા કરે છે. સૂક્ષ્મ પણ મૃષાવચન બોલતા નથી=સતત દૃઢ મનોવ્યાપારપૂર્વક વચનગુપ્તિમાં યત્ન કરીને વીતરાગના વચનાનાસુર આત્માને ભાવિત કરે છે અને સંયમના પ્રયોજનથી બોલવાનું આવશ્યક જણાય તોપણ સૂક્ષ્મ પણ મૃષા બોલાય નહીં તે પ્રકારે ઉપયુક્ત થઈને બોલે છે. દંતશોધન માત્ર પણ નહીં અપાયેલું ગ્રહણ કરતા નથી=સ્વામીઅદત્તના પરિહાર અર્થે સાવ નિઃસાર વસ્તુને પણ કોઈના આપ્યા વગર કે યાચનાપૂર્વક ગ્રહણ કર્યા વગર ઉપયોગ કરતા નથી. ઉપલક્ષણથી અન્ય ત્રણ અદત્તનો પરિહાર કરે છે. નવ ગુપ્તિથી યુક્ત બ્રહ્મચર્યને ધારણ કરે છે. નિઃશેષપણાથી પરિગ્રહનું વર્જન કરે છે, ધર્મોપકરણમાં-શરીરમાં પણ મમત્વબુદ્ધિને ધારણ કરતા નથી.
-
-
-
વસ્ત્રાદિ ધર્મનું ઉપકરણ અને શરીર ધર્મનું સાધન છે માટે ધર્મવૃદ્ધિમાં જ મારે શ૨ી૨ને પ્રવર્તાવવું જોઈએ અને ધર્મઉપકરણનો પણ ધર્મવૃદ્ધિ માટે જ ઉપયોગ કરવો જોઈએ એ પ્રકારે યત્ન કરીને સમભાવની જ વૃદ્ધિ કરે છે.
ચારે પ્રકારના આહારસમૂહને રાત્રિમાં સેવતા નથી. પ્રવચનમાં વર્ણન કરાયેલ સમસ્ત ઉપધિથી વિશુદ્ધ સંયમયાત્રા માત્રની સિદ્ધિ માટે=સંયમના કંડકોની વૃદ્ધિ માટે, નિરવઘ આહાર આદિને ગ્રહણ કરે છે. સમિતિ ગુપ્તિથી પરિપૂરિત આચરણાથી વર્તે છે. વિવિધ પ્રકારના અભિગ્રહકરણથી પરાક્રમ કરે છે=પોતાની શક્તિ અનુસાર નિર્લેપ ભાવની વૃદ્ધિનું કારણ બને તેવા અનેક પ્રકારના અભિગ્રહકરણથી મોહતાશ માટે પરાક્રમ કરે છે. અકલ્યાણમિત્રના યોગનો પરિહાર કરે છે=સંસારના ભાવોની વૃદ્ધિ કરે તેવા સ્વજ્ઞ, પરિચિત કે અન્ય કોઈપણ હોય તેવા સાથે બેસીને અકલ્યાણના કારણરૂપ રાગાદિ ભાવો ઉલ્લસિત થાય તો અકુશલકર્મોનો પ્રવાહ વૃદ્ધિ પામે તેથી તેવા અકલ્યાણમિત્રના યોગનો પરિહાર કરે છે. સંતપુરુષોને=ગુણસંપન્ન મહાત્માઓને, પોતાનું સમર્પણ અભિવ્યક્ત કરે છે, જેથી તેઓના અનુશાસનના બળથી મોહતાશને અનુકૂળ વીર્ય સદા ઉલ્લસિત રહે. પોતાની ઉચિત
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી=પોતાની શક્તિ અનુસાર જે કાયિક, વાચિક કે માનસિક ક્રિયા કરવાથી ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તેવી ઉચિત પરિસ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી. લોકમાર્ગની અપેક્ષા રાખતા નથી=સંસારી જીવો રૂ૫ લોકોને કઈ રીતે સારું જણાય જેથી લોકોમાં પોતે પ્રીતિપાત્ર થાય તેવા લોકમાર્ગની અપેક્ષા રાખતા નથી. ગુરુસંહતિને માન આપે છે=ગુણસંપન્ન મહાત્માઓને હંમેશાં આદર, સત્કારથી જુએ છે, તેમના પરતંત્રપણાથી ચેષ્ટા કરે છે–ગુણવાન પુરુષોના વચનોનું સમ્યફ અનુસરણ કરે છે. ભગવાનના આગમને સાંભળે છે=સર્વજ્ઞનાં વચનોના પરમાર્થનો બોધ થાય તે પ્રકારે શાસ્ત્રઅધ્યયન કરે છે. મહાયતથી ભાવિત કરે છે=ભગવાનનાં વચનોથી આત્માને તે ભાવો સ્પર્શે તે પ્રકારે ભાવિત કરે છે, દ્રવ્ય આપત્તિઓમાં ઘેર્યનું અવલંબન લે છે=શારીરિક, સાંયોગિક, વિષમસ્થિતિ થાય ત્યારે સુસાધુઓ તે સ્થિતિમાં પણ પોતાનું ચિત્ત વીતરાગના વચન પ્રમાણે અપ્રમાદથી ગુણવૃદ્ધિમાં યત્વવાળું રહે તે પ્રકારે ઘેર્યનું અવલંબન લે છે. આગામીના અનર્થોનું પર્યાલોચન કરે છે=જો સંયમજીવનમાં યથા-તથા જીવીશ તો ઉત્તરના ભવોમાં દુર્ગતિઓની પરંપરારૂપ અનર્થો મને પ્રાપ્ત થશે તેનું જિતવચનાનુસાર પર્યાલોચન કરે છે. પ્રતિક્ષણ અસપત્ર યોગોમાં થત કરે છે=સંયમજીવનમાં પોતાની ભૂમિકાનુસાર જે બલવાન યોગ હોય તેનો વ્યાઘાત ન થાય તેવા ઉચિતયોગમાં રૂપ અસપત્નયોગમાં યત્ન કરે છે. ચિત્ત વિશ્રોતસિકાનું અવલોકન કરે છે=સંયમજીવનના પ્રવૃત્તિકાળમાં પોતાનું ચિત્ત યોગમાર્ગના પરિણામની ધુરાને વહન કરે છે કે નિમિત્તો પ્રમાણે ભાવો કરીને સંસારની વૃદ્ધિની ધુરાને ગ્રહણ કરે છે તે પ્રકારે નિપુણતાપૂર્વક પોતાના ચિત્તને જોવા યત્ન કરે છે અને તેનું અનાગત પ્રતિવિધાન રૂપ પ્રતિકાર કરે છે કોઈક રીતે અનાદિભવ અભ્યાસને કારણે ચિત્ત સંયમયોગમાં શિથિલ થયું હોય અને પોતાના ચિત્તનો પ્રવાહ નિમિતો પ્રમાણે ભાવોમાં પ્રવર્તતો હોય તેનાથી ભાવિમાં અનર્થ થાય તેની પૂર્વે જ તેવા ચિત્તના નિવારણ માટે ઉચિત યત્ન કરે છે. સતત અસંગતાના અભ્યાસના રતપણાથી માનસને નિર્મલ કરે છે–પોતાનું મન સતત બાહ્ય સંગથી પર થઈને આત્માના અસંગભાવમાં સ્થિર થાય તે પ્રકારના અભ્યાસના રતપણાથી માણસને પ્રવર્તાવીને આત્માને નિર્મલ કરે છે. યોગમાર્ગનો અભ્યાસ કરે છે મોક્ષસાધક એવા આત્માના ભાવોને યોગમાર્ગમાં સુઅભ્યસ્ત કરે છે. ચિત્તમાં પરમાત્માનું સ્થાપન કરે છે હંમેશાં પરમાત્માનું નિરાકુળ સ્વરૂપ સ્મૃતિમાં રહે તે પ્રકારે ચિત્તને સુઅભ્યસ્ત કરે છે, ત્યાં=પરમાત્માના સ્વરૂપમાં, ધારણાને બાંધે છે સુસાધુઓ હંમેશાં પરમાત્માનું સર્વઉપદ્રવ રહિત નિરાકુળ સ્વરૂપ સતત દીર્ઘકાળ સુધી સ્મૃતિ પટમાં રહે એ પ્રકારે મનોવ્યાપાર કરે છે. બહિવિક્ષેપનો ત્યાગ કરે છે=બાહ્યપદાર્થોથી ચિત્ત વિક્ષેપ પામે તેવું જણાય ત્યારે તત્ત્વનું સ્મરણ કરીને તેનો પરિહાર કરે છે. પરમાત્માના પ્રત્યયમાં–પરમાત્માની પ્રતીતિમાં એકતાનવાળું અંતઃકરણ કરે છે. યોગસિદ્ધિમાં યત્ન કરે છેપોતે જે યોગમાર્ગને પ્રાપ્ત કર્યો છે તેનાથી ઉત્તરઉત્તરના યોગમાર્ગને પ્રગટ કરવા અર્થે સતત યત્ન કરે છે. શુક્લધ્યાનને પ્રગટ કરવા અર્થે યત્ન કરે છેઃ આત્માનો નિર્વિકલ્પરૂપ સ્વભાવ છે તેવા નિર્વિકલ્પ સામાયિકના પરિણામને સ્પર્શવાને અનુકૂળ યત્ન થાય તે પ્રકારે શુક્લધ્યાન અનુરૂપ આત્માને સંપન્ન કરે છે. દેહ, ઈન્દ્રિય આદિથી ભિન્ન આત્માને જુએ
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છે=સુસાધુઓ શરીર, ઈન્દ્રિય આદિ જડ છે, આત્મા ચેતન છે તેથી દેહ, ઈન્દ્રિય સાથે સંશ્લિષ્ટ પામેલો આત્મા વીતરાગતુલ્ય છે તે સ્વરૂપે નિપુણતાપૂર્વક જોવા યત્ન કરે છે. પરમસમાધિને પ્રાપ્ત કરે છે વીતરાગભાવોથી ભાવિત થઈને વીતરાગતાને અનુરૂપ ચિત્ત વિશ્રાંતિ પામે તે પ્રકારની પરમસમાધિને પ્રાપ્ત કરે છે. શરીર શરીરધારી, હોવા છતાં મુક્તિના સુખના ભાજત થાય છે=સુસાધુઓ સંસારમાં હોવાથી શરીરધારી છે તોપણ ચિત્ત મુક્તિના સુખમાં મગ્ન હોવાથી મુક્તિના સુખને જાણે અનુભવતા ન હોય તેવા શાંતરસવાળા થાય છે. આ પ્રકારે રાજાને કહીને મહાત્મા તેનું લિગમન કરતાં કહે છે, હે મહારાજ ! આ રીતેઅત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, મુનિઓ આ પરપીડાવર્જનઆદિથી માંડીને મુક્તિસુખના ભાજલપણાના પર્યવસાતવાળા તે અપ્રમાદ નામના યંત્રના ઉપકરણોને પ્રતિક્ષણ અનુસરણ કરે છે. તેથી આમતા વડે=મુનિઓ વડે, પાલન કરાયેલાં ઉપકરણો વડે તે યંત્ર=અપ્રમાદ નામનું યંત્ર, અત્યંત દઢ થાય છે. ભાવાર્થ :
બાલની અત્યંત અનુચિત પ્રવૃત્તિ જોઈને રાજાને વિસ્મય થાય છે. અને સુબુદ્ધિમંત્રી ભગવાનના વચનના રહસ્યને જાણનાર છે તેથી કહે છે કે ભગવાનના આગમના રહસ્યને જાણનારને આ સર્વ પ્રસંગ આશ્ચર્યકારી જણાતો નથી; કેમ કે નિરુપક્રમકર્મનો પરિણામ ક્લિષ્ટ અધ્યવસાયો કરાવે છે ત્યારે જીવને તદ્દન વિવેક વગરનો કરે છે. આથી જ વિષયોમાં મૂઢ થયેલા જીવો નિરુપક્રમકર્મવાળા હોય છે ત્યારે ઉત્તમ સામગ્રીથી ઉત્તમ ઉપદેશથી પણ તત્ત્વને તો અભિમુખ થતા નથી, પરંતુ પાપવૃત્તિથી તેઓનું ચિત્ત લેશપણ નિવર્તન પામતું નથી. ત્યારપછી આચાર્ય ભગવંતે બાલનું શું થશે ? તે અતિશય જ્ઞાનથી જાણીને કઈ રીતે તે અકુશલકર્મોથી પ્રેરાઈને નરકમાં જશે તે બતાવ્યું. તેથી જ્યારે જીવો અતિવિષયોમાં આસક્ત હોય છે ત્યારે તેઓને વર્તમાન ભવોના પણ અનર્થો દેખાતા નથી. પરલોકના પણ અનર્થો દેખાતા નથી. માત્ર વિષયોમાં મૂઢતાને કારણે વિષયના સેવનજન્ય સુખ જ સુખરૂપ છે તેમ દેખાય છે, તેથી ક્લિષ્ટકર્મોથી પ્રેરાયેલ બાલ આ રીતે માતંગથી હણાયો અને નરકના અનર્થો પ્રાપ્ત કર્યા અને અનેક ભવો સુધી દુર્બુદ્ધિને કારણે સંસારની અનેક કદર્થનાઓ પ્રાપ્ત કરશે. તેવું સંસારી જીવોમાં સામાન્યથી પ્રતીત જ છે. વળી, અશુભકર્મોના અને સ્પર્શનાદિ ઇન્દ્રિયોના નાશનો ઉપાય શું છે તે સૂરિ બતાવે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોનો અશુભકર્મોથી ઘેરાયેલો ઇન્દ્રિયોના વિકારનો પરિણામ જેમ મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે તે સર્વ અનર્થોનું કારણ છે. અને તેના નાશનો ઉપાય જિનવચનાનુસાર સર્વ ઉચિતક્રિયાઓ દ્વારા પ્રગટ થયેલો મતિજ્ઞાનનો ઉપયોગ જ છે. આથી જ મુનિઓ સતત મન-વચન-કાયાને અત્યંત સંવૃત કરીને પાંચ મહાવ્રતોમાં જ પ્રવર્તે છે. સમિતિ-ગુપ્તિઓમાં યત્ન કરે છે. શાસ્ત્ર આદિનું અધ્યયન કરે છે, તે સર્વ ઉપાયો દ્વારા તે પ્રકારનો મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે કે જેથી ઇન્દ્રિયોના વિકારો થતા નથી. પરંતુ ઇન્દ્રિયોના વિકારોના અનાદિના સંસ્કારો નાશ પામે અને અનાદિકાળથી લેવાયેલા વિકારોથી બંધાયેલાં અશુભકર્મો નાશ પામે. આથી જ મુનિઓ જિનવચનાનુસાર દૃઢ ઉપયોગપૂર્વક સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે ત્યારે અસંગભાવને સ્પર્શનારો જે મતિજ્ઞાનનો ઉપયોગ છે તેનાથી જે ઉત્તમ સંસ્કારો આધાન થાય છે, તેનાથી
Page #275
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અસંગભાવની શક્તિનો સંચય થાય છે અને પૂર્વમાં સંગની પરિણતિથી જે વિકારો સેવેલા તેના સંસ્કારો ક્ષીણ થાય છે અને વિકારોના સેવનથી બંધાયેલાં અશુભકર્મો નાશ પામે છે, તેથી મુનિનું અપ્રમાદયંત્ર અકુશલમાલા અને સ્પર્શનને પીલવાનો ઉપાય છે, એમ મહાત્મા કહે છે.
૨૫૪
तथाभूतं च तदनयोः स्पर्शनाऽकुशलमालयोरपरेषामप्येवंजातीयानामन्तरङ्गभूतानां दुष्टलोकानां निष्पीडने क्षमं संपद्यते, तेन च निष्पीडितास्तेऽन्तरङ्गलोका न पुनः प्रादुर्भवन्ति । ततो महाराज ! यद्येतन्निष्पीडनाभिलाषोऽस्ति भवतस्तदिदमप्रमादयन्त्रं स्वचेतसि निधाय दृढवीर्यमुष्ट्याऽवष्टभ्य खल्वे निष्पीडनीये स्वत एव, न मन्त्रिणोऽप्यादेशो देयः, न खलु परेण निष्पीडिते अप्येते परमार्थतो निष्पीडिते भवतः ।
અને તેવા પ્રકારનું=પૂર્વમાં વર્ણન કરાયું તેવા પ્રકારનું અપ્રમાદયંત્ર, આ સ્પર્શન અને અકુશલમાલાને આવા પ્રકારના જાતિવાળા બીજા પણ=સ્પર્શન અને અકુશલમાલાના જાતિવાળા બીજાપણ, અંતરંગભૂત દુષ્ટ લોકોના નિષ્પીડનમાં સમર્થ થાય છે. અને તેનાથી=અપ્રમાદયંત્રથી, પિલાયેલા તે અંતરંગલોકો ફરી પ્રગટ થતા નથી=જે મહાત્માઓ પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે અપ્રમાદભાવથી મહાવ્રતો આદિમાં યત્ન કરે છે તેનાથી સર્વ અશુભકર્મો, સ્પર્શન આદિ જન્ય વિકારો, અને ક્રોધાદિ કષાયો સર્વે તે પ્રકારે ક્ષીણ થાય છે કે જેથી ફરી તેઓ ક્યારેય પ્રગટ થતા નથી, તેથી હે મહારાજ ! જો આમના નિષ્પીડનનો તમને અભિલાષ છે=અકુશલમાલા અને સ્પર્શનના વિનાશનો તમને અભિલાષ છે, તો આ અપ્રમાદયંત્ર સ્વચિત્તમાં સ્થાપન કરીને દૃઢ વીર્યની મુષ્ટિથી અવલંબન લઈને આ=અંતરંગ દુષ્ટ લોકો, સ્વતઃ જ=પોતાની મેળે જ, નિષ્પીડન કરવા યોગ્ય છે. મંત્રીને પણ આદેશ આપવા યોગ્ય નથી. ખરેખર પર વડે નિષ્પીડિત એવા આ=અકુશલમાલા અને સ્પર્શન, પરમાર્થથી તમારા અકુશલમાલા અને સ્પર્શન નિષ્પીડિત થતા નથી.
मनीषिकृतभावदीक्षा विज्ञप्तिः
एवं च भगवति नृपतिगोचरमुपदेशं ददाने मनीषिणः कर्मेन्धनदाही शुभपरिणामानलो गतोऽभिवृद्धि भगवद्वचनेन, केवलं पूर्वोत्तरवाक्ययोर्विषयविभागमनवधारयन् मनाक् ससन्देह इव विरचितकरमुकुल: सन् भगवन्तं प्रत्याह-भदन्त ! याऽसौ भगवद्भिर्भागवती भावदीक्षा वीर्योत्कर्षलाभहेतुतया पुरुषस्योत्कृष्टतमत्वं साधयतीति प्राक् प्रतिपादिता यच्चेदमिदानीं दुष्टान्तरङ्गलोकनिष्पीडनक्षमं सवीर्ययष्टिकमप्रमादयन्त्रं प्रतिपाद्यते, अनयोः परस्परं कियान् विशेषः ? भगवताऽभिहितं - भद्र ! न कियानपि विशेषः, केवलमनयोः शब्दो भिद्यते, नार्थः, यतोऽप्रमादयन्त्रमेव परमार्थतो भागवती भावदीक्षेत्यभिधीयते । मनीषिणाऽभिहितं यद्येवं ततो दीयतां भगवता सा भागवती भावदीक्षा यद्युचितोऽहं તસ્યા:। માવાનાદ્વાદમુષિત:, સુઝુ ટ્રીયતે ।
Page #276
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨પપ મનીષી વડે કરાયેલ ભાવદીક્ષાની વિનંતી અને આ રીતે રાજાના વિષયવાળા ઉપદેશને ભગવાન આપે છતે મનીષીને કર્મબંધનને બાળવાર શુભપરિણામરૂપી અગ્નિ ભગવાનના વચનથી અભિવૃદ્ધિને પામ્યો. કેવલ પૂર્વ ઉત્તર વાક્યના વિષયના વિભાગને અવધારણ કરતો મનીષી મનાફ સસંદેહની જેમ વિરચિત કરમુકુલવાળો છતો ભગવાન પ્રત્યે કહે છે. હે ભગવંત ! જે આ આપતા વડે ભાગવતી ભાવદીક્ષા વીર્યના ઉત્કર્ષના લાભના હેતુપણાથી પુરુષના ઉત્કૃષ્ટતમત્વને સાધે છે, એ પ્રમાણે પૂર્વમાં પ્રતિપાદિત કરાયેલું અને જે હમણાં દુષ્ટ અંતરંગ લોકના નિષ્પીડનમાં સમર્થ સવીર્ય યષ્ટિવાળું અપ્રમાદયંત્ર પ્રતિપાદિત કરાય છે. આ બેનો પરસ્પર કેટલો વિશેષ છે ?=શું ભેદ છે? ભગવાન વડે કહેવાયું – હે ભદ્ર ! કંઈ પણ વિશેષ નથી=અપ્રમાદયંત્ર અને ભાવદીક્ષા એ બેમાં કંઈપણ ભેદ નથી. કેવલ આ બેનો શબ્દભેદ છે. અર્થભેદ નથી. જે કારણથી અપ્રમાદયંત્ર જ પરમાર્થથી ભગવાનની ભાવદીક્ષા એ પ્રમાણે કહેવાય છે. મનીષી વડે કહેવાયું. જો આ પ્રમાણે છેઃઅકુશલક, સ્પર્શન, ઇન્દ્રિયો અને અન્ય પણ તત્ક્રાતીય અંતરંગ દુષ્ટ લોકો અપ્રમાદયંત્રમાં પિલાય છે અને તે સ્વરૂપ જ ભાગવતી દીક્ષા છે એ પ્રમાણે છે, તો ભગવાન વડે તે ભાગવતી દીક્ષા મને અપાય. જો હું તેને=ભાગવતી ભાવદીક્ષાને, ઉચિત છું, ભગવાન કહે છે – અત્યંત ઉચિત છે. સુષુ અપાય છે નક્કી અપાય છે.
नृपाय मनीषिपरिचयज्ञापनम् नृपतिनाऽभिहितं-भदन्त! ममानेकसमरसंघट्टनियूंढसाहसस्यापीदमप्रमादयन्त्रं युष्मद्वचनतः श्रूयमाणमपि दुरनुष्ठेयतया मनसः प्रकम्पमुत्पादयति, एष पुनः कः कुतस्त्यो महात्मा? येनेदं सहर्षेण महाराज्यमिव जिगीषुणाऽभ्युपगतमिति । भगवताऽभिहितं-महाराज! मनीषिनामायमत्रैव क्षितिप्रतिष्ठिते वास्तव्यः । राज्ञा चिन्तितं-अये! यदाऽयं पापः पुरुषो मया व्यापादयितुमादिष्टस्तदा लोकैः श्लाघ्यमानः श्रुत एवासीन्मनीषी, यदुत-रे एकस्मादपि पितुर्जातयोः पश्यतानयोरियान् विशेषः अस्येदं विचेष्टितं, स च तथाभूतो मनीषी महात्मेति । तदेष एव मनीषी प्रायो भविष्यति अथवा भगवन्तमेव विशेषतः पृच्छामीति विचिन्त्याभिहितमनेन-भदन्त! को पुनरस्यात्र नगरे मातापितरौ? का वा ज्ञातय इति? भगवानाह-अस्त्यस्यैव क्षितिप्रतिष्ठितस्य भोक्ता कर्मविलासो महानरेन्द्रः, सोऽस्य जनकः, तस्यैवाग्रमहिषी शुभसुन्दरी नाम देवी, सा जननी, तस्यैवेयमकुशलमाला भार्या, अयं च पुरुषो बालाभिधानः सुत इति । तथा योऽयं मनीषिणः पार्श्ववर्ती पुरुषः सोऽपि तस्यैव सामान्यरूपाया देव्यास्तनयो, मध्यमबुद्धिरभिधीयते, एतावदेवात्रेदं कुटुम्बकं, शेषज्ञातयस्तु देशान्तरेषु, अतः किं तद्वार्त्तया? ।
नृपतिराह-किमस्य नगरस्य कर्मविलासो भोक्ता, न पुनरहम्? भगवानाह-बाढम् । राजोवाचकथम्? भगवानाह-समाकर्णय
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આચાર્ય દ્વારા શબુમર્દનરાજાને મનીષીના પરિચયનું સ્થન રાજા વડે કહેવાયું – હે ભગવંત ! અનેક યુદ્ધના સંઘટ્ટમાં તિબૂઢસાહસવાળા પણ એવા અનેક અનેક યુદ્ધોમાં મહાપરાક્રમ કરનારા એવા પણ મને, આ અપ્રમાદયંત્ર તમારા વચનથી સંભળાતું પણ દૂર અનુષ્ઠયપણું હોવાને કારણે=આચરવું દુષ્કરપણું હોવાને કારણે, મનના પ્રકંપને ઉત્પાદન કરે છે. મારું મન તે ગ્રહણ કરવામાં ક્ષભિત થાય છે. વળી, આ મહાત્મા કોણ છે ? ક્યાંતો છે ? જેના વડે આ મહારાજ્યની જેમ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી સ્વીકાર કરાયું, ભગવાન વડે કહેવાયું – હે મહારાજ ! મનીષી નામનો આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વસનારો છે. રાજા વડે વિચારાયું – અરે જ્યારે આ પાપી પુરુષ બાલ મારા વડે મારવા માટે આદેશ કરાયો ત્યારે લોકો વડે સ્તુતિ કરાતો મનીષી મારા વડે સંભળાયો હતો. શું સંભળાયું હતું તે “યહુતથી બતાવે છે. એક જ પિતાથી થયેલા આ બેનો આટલો વિશેષ છે આનું બાલનું આ ચેષ્ટિત કરાયું અને તે તેવા પ્રકારનો મનીષી મહાત્મા છે, તે જ આ મનીષી પ્રાયઃ હશે અથવા ભગવાનને જ વિશેષથી પૂછું. એ પ્રમાણે વિચારીને આના વડે=રાજા વડે, કહેવાયું, હે ભદંત ! આ નગરમાં આવાં કોણ માતાપિતા છે, કોણ જ્ઞાતિઓ છે, ભગવાન કહે છે, આ ક્ષિતિપ્રતિષ્ઠતનગરનો ભોક્તા કર્મવિલાસ નામનો મહારાજા છે, તે આનો જનક છે, તેની જ અગ્રમહિષી શુભસંદરી નામની દેવી છે. તે માતા છે, તેની જ=કર્મવિલાસરાજાની જ, આ અકુશલમાલા ભાય છે. અને આ પુરુષ બાલ નામનો પુત્ર છે. અને જે આ મનીષી પાસે રહેલો પુરુષ છે તે પણ તેના જ=કર્મવિલાસરાજાના જ, સામાન્યરૂપા સ્ત્રીનો પુત્ર મધ્યમબુદ્ધિ કહેવાય છે. આટલું જ અહીં કુટુંબ છે. શેષજ્ઞાતિઓ દેશાંતરમાં છે. આથી તેની વાર્તા વડે શું?=અન્ય કુટુંબીઓની વાર્તા વડે શું? અર્થાત્ આ ત્રણ ભાઈઓના અન્ય ઘણા કુટુંબીઓ છે. પરંતુ વર્તમાનમાં મનુષ્યનગરમાં નથી. પરંતુ અન્ય એકેન્દ્રિય આદિ ભવોમાં છે. આથી તેમની વિચારણાથી શું? રાજા કહે છે – શું આ નગરનો કર્મવિલાસરાજા ભોક્તા છે. વળી, હું નહીં ? ભગવાન કહે છે. અત્યંત=અત્યંત નથી. રાજા કહે છે, કેવી રીતે ? અર્થાત્ કેવી રીતે હું રાજા નથી. ભગવાન કહે છે, સાંભળ.
कर्मविलासस्य सत्यनृपत्वम् શ્લોક -
यतस्तदाज्ञां सर्वेऽपि, भीतिकम्पितमानसाः । एते नागरिका नैव, लङ्घयन्ति कदाचन ।।१।।
કર્મવિલાસરાજાનું સાચું રાજાપણું શ્લોકાર્ધ :
જે કારણથી તેની આજ્ઞાને કર્મવિલાસની આજ્ઞાને ભીતિથી કંપિતમાનસવાળા સર્વપણ આ નાગરિકો ક્યારેય ઉલ્લંઘન કરતા નથી. III
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
तवापि राज्यहरणे, तद्दाने वा यथेच्छया ।
शक्तोऽसौ न तथा तेऽत्र, राजन्! आज्ञा प्रकाशते ।।२।। શ્લોકાર્થ :
યથેચ્છાથી તારા પણ રાજ્યના હરણમાં અથવા તેના દાનમાં તને રાજ્યના દાનમાં, આ સમર્થ છે. તે પ્રમાણે હે રાજન ! તારી આજ્ઞા અહીં=સંસારમાં, પ્રકાશન પામતી નથી. ll શ્લોક :
परमार्थेन तेनासौ, भोक्ताऽस्येत्यभिधीयते ।
यतः प्रभुत्वमाज्ञायां, प्रभूणां किल गीयते ।।३।। શ્લોકાર્ય :
તે કારણથી પરમાર્થથી આ=કર્મવિલાસરાજા, આનો ભોક્તા એ પ્રમાણે કહેવાય છે. જે કારણથી આજ્ઞાનું પ્રભુત્વ પ્રભુનું ગવાય છે. અર્થાત્ જેની આજ્ઞા સર્વત્ર અખ્ખલિત હોય તે પ્રભુ કહેવાય છે માટે આ નગરનો પ્રભુ કર્મવિલાસરાજા છે. llll.
મનુષ્યલોકના સર્વમનુષ્યો કર્મપરિણામરાજાની આજ્ઞા અનુસાર જ વર્તે છે અને કર્મપરિણામ રાજાએ પોતાની ઇચ્છાથી શત્રુમર્દનને રાજ્ય આપ્યું છે. તેથી રાજ્યના દાનમાં અને રાજ્યના હરણમાં કર્મવિલાસરાજા સમર્થ છે, જે પ્રમાણે કર્મવિલાસરાજાની આજ્ઞા સર્વત્ર પ્રકાશે છે તે પ્રમાણે શત્રુમદન રાજાની આજ્ઞા સર્વત્ર વર્તતી નથી. માટે પરમાર્થથી કર્મપરિણામરાજા જ આ નગરનો ભોક્તા છે એમ કહેવાય છે. શ્લોક :
नरपतिरुवाचयद्येवं भगवन्! एष, कस्मात्रेहोपलभ्यते ।
सूरिणाऽभिहितं राजन्! समाकर्णय कारणम् ।।४।। શ્લોકાર્થ :
રાજા કહે છે – જો આ પ્રમાણે છે આ નગરનો રાજા કર્મવિલાસ છે એ પ્રમાણે છે, તો તે ભગવંત! આ=કર્મવિલાસ, અહીં-આ નગરમાં, કેમ દેખાતો નથી? સૂરિ વડે કહેવાયું – હે રાજન્ ! કારણ સાંભળ. III
શ્લોક :
यतः कर्मविलासोऽयमन्तरङ्गो महानृपः । अतो न दर्शनं याति, सर्वदैव भवादृशाम् ।।५।।
Page #279
--------------------------------------------------------------------------
________________
૨પ૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
જે કારણથી આ કર્મવિલાસ અંતરંગ મહારાજા છે આથી સર્વદા જ તમારા જેવાને દેખાતો નથી. IIull બ્લોક :
अन्तरङ्गा हि ये लोकास्तेषां प्रकृतिरीदृशी ।
स्थिताः प्रच्छन्नरूपेण, सर्वकार्याणि कुर्वते ।।६।। શ્લોકાર્ચ -
જે કારણથી, અંતરંગ જે લોકો છે તેઓની આવી પ્રકૃતિ છે, પ્રચ્છન્નરૂપથી રહેલાં સર્વકાર્યો કરે છે. IIકા શ્લોક :___ केवलं बुद्धिदृष्ट्यैव, धीराः पश्यन्ति तान् सदा ।
आविर्भूता इवाभान्ति, अन्येषामपि तत्पुरः ।।७।। શ્લોકાર્ચ -
કેવલ ઘીરપુરુષો બુદ્ધિરૂપી દષ્ટિથી તેઓને=અંતરંગ લોકોને, સદા જુએ છે. અન્યોને પણ તેમની આગળ આવિર્ભાવની જેમ જુએ છે=પ્રગટ રૂપે જુએ છે. I૭ના બ્લોક :
न चावभावना कार्या, भवताऽत्र प्रयोजने ।
न केवलं यतोऽनेन, भवानेव पराजितः ।।८।। શ્લોકાર્ચ -
અને તારા વડે આ પ્રયોજનમાં અવભાવના કરવી જોઈએ નહીં=આ નગરનો રાજા કર્મવિલાસ છે, હું નથી એ પ્રમાણે સાંભળીને વિપરીત વિચારણા તારે કરવી જોઈએ નહીં. જે કારણથી આના વડેઃકર્મવિલાસરાજા વડે, કેવલ તમે જ પરાજય નથી કરાયા. ll૮II. શ્લોક :
किं तु प्रायेण सर्वेऽपि, संसारोदरवर्तिनः ।
स्ववीर्येण विनिर्जित्य, प्रभवोऽपि वशीकृताः ।।९।। શ્લોકાર્ચ -
પરંતુ પ્રાયઃ સંસાર ઉદરવર્તી સર્વ જીવો પણ, સમર્થ એવા પણ પોતાના વીર્યથી જીતીને વશ કરાયા છે કર્મપરિણામરાજા વડે વશ કરાયા છે. II૯ll.
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૯
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ततो गृहीततत्त्वेन, राजा प्रोक्तः सुबुद्धिना ।
देव! ज्ञातो मयाऽप्येष, राजा योऽवणि सूरिणा ।।१०।। શ્લોકાર્ચ -
તેથી જાણ્યું છે તત્વ જેણે એવા સુબુદ્ધિ વડે રાજા કહેવાયો – હે દેવ ! સૂરિ વડે જે વર્ણન કરાયેલો આ રાજા મારા વડે પણ જ્ઞાત છેઃકર્મવિલાસરાજાને હું પણ ઓળખું છું. II૧ell શ્લોક :
देवाय कथयिष्यामि, रूपमस्य परिस्फुटम् ।
अहमेव भदन्तैस्तु, सर्वमेव निवेदितम् ।।११।। શ્લોકાર્થ :
ભદંત વડે=આચાર્ય વડે, સર્વ નિવેદન કરાયેલું આનું કર્મવિલાસરાજાનું, સ્વરૂપ હું જ પરિસ્કટ દેવને કહીશ, એ પ્રમાણે મંત્રીએ રાજાને કહ્યું એમ અન્વય છે. ll૧૧||
नृपमध्यमबुद्धिभ्यां गृहीतः गृहिधर्मः
શ્લોક :
રૂતविज्ञायावसरं तेन, पूर्वं संजातबुद्धिना । अथाऽऽनतशिरस्केन, प्रोक्तं मध्यमबुद्धिना ।।१२।।
રાજા અને મધ્યમબુદ્ધિ વડે ગ્રહણ કરાયેલ ગૃહીધર્મ શ્લોકાર્ય :
અને આ બાજુ અવસરને જાણીને પૂર્વમાં સંજાતબુદ્ધિવાળા નમાયેલા મસ્તકવાળા એવા તે મધ્યમબુદ્ધિ વડે કહેવાયું. ll૧. શ્લોક :
योऽसौ भगवताऽऽदिष्टः, संसारतनुताकरः ।
પૃથિર્ષ સ ને નાથ! રીયતાવિત યદિ સારૂ શ્લોકાર્ય :
આ ભગવાન વડે સંસારની તનતાને કરનાર જે ગૃહરથધર્મ કહેવાયો, હે નાથ ! તે મને આપો, જો હું ઉચિત છું. ll૧૩/l.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
गुरुरुवाच
श्रुत्वा भागवती दीक्षां न कर्त्तुं शक्नुवन्ति ये ।
तेषां गृहस्थधर्मोऽसौ युक्त एव भवादृशाम् ।।१४।।
-
:
શ્લોકાર્થ :
ગુરુએ કહ્યું – ભાગવતી દીક્ષાને સાંભળીને જે કરવા માટે સમર્થ નથી, તારા જેવા તેઓને આ ગૃહસ્થધર્મ યુક્ત જ છે. ।।૧૪।।
શ્લોક ઃ
नृपतिरुवाच
મવત્ત! સ્વિરૂપોડયું, વૃત્તિધર્મોઽમિથીયતે? । સૂરિરાદ-મહારાન! સમાર્ણવ થ્યને ખ્।।
શ્લોકાર્થ રાજા કહે છે હે ભગવંત ! આ ગૃહસ્થધર્મ કેવા સ્વરૂપવાળો કહેવાય છે ? સૂરિ કહે છે. હે મહારાજ ! સાંભળો, કહેવાય છે. ૧૫]
ततो भगवता वर्णितं परमपदकल्याणपादपनिरुपहतबीजं सम्यग्दर्शनं, प्रतिपादितानि संसारतरुकन्दच्छेद(क)तया चिरेण, स्वर्गापवर्गमार्गसंसर्गकारीण्यणुव्रतगुणव्रतशिक्षापदानि । ततः सञ्जाततदावरणीयकर्मक्षयोपशमतया भावतः प्रादुर्भूतसम्यग्दर्शनदेशविरतिपरिणामेन शक्योऽयमस्मादृशामप्यनुष्ठातुं गृहस्थधर्म इति संचिन्त्य नरपतिनाऽभिहितं भदन्त ! क्रियतामेतद्दानेनास्माकमप्यनुग्रहः । भगवानाह - सुष्ठु क्रियते, ततो दत्तस्तयोर्द्वयोरपि विधिना गृहिधर्मो भगवता ।
ત્યારપછી ભગવાન વડે પરમપદના કલ્યાણના કારણ એવા કલ્પવૃક્ષનું નિરુપહત બીજ સમ્યગ્દર્શન બતાવાયું=પરમપદ મોક્ષ તેની પ્રાપ્તિનું કારણ એવી જે કલ્યાણની પરંપરા એ રૂપ કલ્પવૃક્ષ તેની નિષ્પત્તિનું નહીં હણાયેલું એવું જે બીજ તે સમ્યગ્દર્શન છે તેનું વર્ણન કરાયું.
આ સંસાર અત્યંત રૌદ્ર છે. તેનાથી ૫૨ અવસ્થા મુક્ત અવસ્થા છે જે અત્યંત સુંદર છે, તેની પ્રાપ્તિનો ઉપાય વીતરાગનું વચન છે. તેથી વીતરાગના વચનનું દૃઢ અવલંબન લઈને અરિહંત દેવની ઉપાસના કરવી જોઈએ. ભાવસાધુ જે રીતે મોહનો નાશ કરતા હોય એવા ગુણવાન ગુરુને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ અને તેની પ્રાપ્તિનો ઉચિત ઉપાય સર્વજ્ઞકથિત ધર્મ છે એવી સ્થિરબુદ્ધિ ધારણ કરવી જોઈએ. અને દેવગુરુ અને ધર્મ જ કયા સ્વરૂપે તત્ત્વ છે તેનું ભાવન કરીને સુદેવમાં સુદેવની બુદ્ધિ અને સુધર્મમાં સુધર્મની બુદ્ધિ ધારણ કરીને શક્તિ અનુસાર તે ધર્મની ઉપાસના કરવી તે સમ્યગ્દર્શન છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૬૧ લાંબા કાળે સંસારરૂપી વૃક્ષના કંદના છેદકપણા વડે કરીને=લાંબા કાળે સંસારરૂપી વૃક્ષના કંદનો નાશ કરનાર હોવાથી સ્વર્ગ અપવર્ગના માર્ગના સંબંધને કરનારાં અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાપદો પ્રતિપાદિત કરાયાં=સૂરિ વડે પ્રતિપાદિત કરાયાં. તેથી=ભગવાન વડે સમ્યગદર્શન અને બારવ્રતોનું સ્વરૂપ રાજાની ભૂમિકાનુસાર બતાવાયું તેથી, થયેલા તઆવરણીય કર્મના ક્ષયોપશમપણાને કારણે= ભાવથી પ્રાદુર્ભત થયેલા સભ્યદર્શન અને દેશવિરતિના પરિણામને કારણે, આ ગૃહસ્થ ધર્મ અમારા જેવાને પણ કરવા માટે શક્ય છે. એ પ્રમાણે વિચારીને રાજા વડે કહેવાયું – હે ભગવંત ! આના દાનથી=પ્રસ્તુતમાં સૂરિએ વર્ણન કર્યું એ પ્રકારના સમ્યગદર્શનપૂર્વકના બારવ્રતોના દાનથી, અમારા ઉપર પણ અનુગ્રહ કરાય. ભગવાન આચાર્ય કહે છે. સુપ્ક કરાય છે=અત્યંત કરાય છે. ત્યારપછી તે બંનેને પણ=મધ્યમબુદ્ધિ અને રાજા બંનેને પણ, વિધિથી=શાસ્ત્રવિધિ અનુસાર, ભગવાન વડે ગૃહસ્થ ધર્મ અપાયો.
द्रव्यस्तवविषये मुनिमर्यादा मनीषिदीक्षादानार्थं पुनरभ्युद्यते भगवति भगवच्चरणयोर्निपत्य नरपतिरुवाच-भदन्त! गृहीतैवानेन महात्मना भगवतो (भावतो) भागवती दीक्षेति कृतकृत्य एवायमधुना वर्तते तथापि वयमेनं मनीषिणमुद्दिश्य किञ्चित्सन्तोषानुरूपमाचरितुमिच्छामः तदनुजानातु भगवानिति । तदाकर्ण्य स्थिता भगवन्तस्तूष्णींभावेन । सुबुद्धिनाऽभिहितं-देव! न पृच्छ्यन्ते द्रव्यस्तवप्रवृत्तिकाले भगवन्तः, अनाधिकारो शत्र भगवतां, युक्त एव यथोचितः स्वयमेव द्रव्यस्तवः कर्तुं युष्मादृशां, केवलमेतेऽपि विहितं तमनुमोदन्ते एव द्रव्यस्तवं, ददति च तद्गोचरं शेषकालमुपदेशं, यथा कर्तव्योदारपूजा भगवतां, न खलु वित्तस्यान्यच्छुभतरं स्थानमित्यादिवचनसन्दर्भेण, तस्मात्स्वत एव कुरुत यथोचितं यूयं, केवलमभ्यर्थयामः कालप्रतीक्षणं प्रति मनीषिणम्, नृपतिरवोचत्-एवं कुर्मः, ततोऽभ्यर्थितः सबहुमानं राजमन्त्रिभ्यां मनीषी, चिन्तितमनेन न युक्तः कालविलम्बो धर्मप्रयोजने, तथापि महापुरुषप्रणयभङ्गोऽपि सुदुष्कर इति मन्यमानेन प्रतिपन्नं तत्समीहितम् ।
દ્રવ્યસ્તવના વિષયમાં મુનિની મર્યાદા મનીષીના દીક્ષાદાન માટે ભગવાન તત્પર થયે છતે ભગવાનના ચરણમાં પડીને રાજા કહે છે. તે ભગવંત ! આ મહાત્મા વડે ભગવાનની ભાગવતી દીક્ષા ગ્રહણ કરાયેલી જ છે તેથી આ હમણાં કૃતકૃત્ય જ વર્તે છે, તોપણ આ મનીષીને ઉદ્દેશીને અમે સંતોષને અનુરૂપ કંઈક આચરવા ઈચ્છીએ છીએ તેથી ભગવાન અનુજ્ઞા આપો, તે સાંભળીને, ભગવાન મીતભાવથી રહ્યા. સુબુદ્ધિ વડે કહેવાયું – હે દેવ ! દ્રવ્યસ્તવતી પ્રવૃતિકાલમાં ભગવાનને પુછાતું નથી. અહીં દ્રવ્યસ્તવના વિષયમાં, ભગવાનને અનધિકાર છે. તમારા જેવાને સ્વયં જ યથા ઉચિત દ્રવ્યસ્તવ કરવું યુક્ત જ છે, કેવલ કરાયેલા એવા
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ તે દ્રવ્યસ્તવને આ પણ=ભગવાન પણ, અનુમોદન કરે છે અને તદ્વિષયક=દ્રવ્યસ્તવ વિષયક,
ઉપદેશને શેષકાલ આપે છે.
કોઈ પૃચ્છા કરે ત્યારે તું કર તેમ અનુજ્ઞા આપતા નથી પરંતુ યોગ્ય શ્રોતા ધર્મ સાંભળવા આવે તે જીવોની ભૂમિકાનુસાર ઉપદેશ આપે છે.
તે ‘વા’થી બતાવે છે ભગવાનની ઉદારપૂજા કરવી જોઈએ=પરમગુરુ પ્રત્યે ભક્તિનો અતિશય થાય એ પ્રકારે ઉત્તમદ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી જોઈએ. ખરેખર, ધનનું અન્ય શુભતર સ્થાન નથી=ભગવાનની પૂજામાં વપરાયેલ ધન જે પ્રકારનું શુભતર છે તેવું ધનવ્યયનું અન્ય કોઈ શુભસ્થાન નથી; કેમ કે ઉત્તમ સામગ્રીથી ભગવાનના ગુણો પ્રત્યે બહુમાન વૃદ્ધિ પામે છે, તેનાથી જીવને જન્મજન્માતરમાં ઉત્તમ ભોગસામગ્રીથી યુક્ત જિનધર્મની પ્રાપ્તિ થશે. માટે ધનવ્યયનું અન્ય શુભતર સ્થાન નથી. ઇત્યાદિ વચનના સંદર્ભથી શેષકાલ ઉપદેશ આપે છે એમ અન્વય છે. તે કારણથી=દ્રવ્યસ્તવમાં ભગવાનનો અધિકાર નથી એમ સુબુદ્ધિ મંત્રીએ કહ્યું તે કારણથી, સ્વતઃ યથા ઉચિત તમે કરો. કેવલ કાલપ્રતિક્ષણ પ્રત્યે=દીક્ષાના ગ્રહણના કાલવિલંબન પ્રત્યે, મનીષીને આપણે અભ્યર્થના કરીએ. આપણે મનીષીનો દીક્ષામહોત્સવ કરીએ ત્યાં સુધી મનીષી દીક્ષા ગ્રહણમાં કાલવિલંબન કરે એમ આપણે પ્રાર્થના કરીએ.
એમ સુબુદ્ધિ મંત્રીએ રાજાને કહ્યું. રાજાએ કહ્યું એ પ્રમાણે કરીએ, ત્યારપછી બહુમાનપૂર્વક રાજા અને મંત્રી દ્વારા મનીષી પ્રાર્થના કરાયો. આના વડે=મનીષી વડે વિચારાયું, ધર્મપ્રયોજનમાં= સંયમગ્રહણ કરીને સંસારના ક્ષયના કારણભૂત ધર્મનિષ્પત્તિના પ્રયોજનમાં, કાળવિલંબન યુક્ત નથી. તોપણ મહાપુરુષોની પ્રાર્થનાનો ભંગ પણ સુદુષ્કર છે. એ પ્રમાણે માનતા મનીષી વડે તેમનું સમીહિત સ્વીકારાયું=રાજા અને મંત્રી વડે ઇચ્છાયેલું વચન સ્વીકારાયું.
मनीषिदीक्षामहोत्सवः
શ્લોક ઃ
-
ततस्त्वरयता तेन, नरनाथेन तोषतः ।
व्यापारिता महायोच्चैः, सर्वे मन्त्रिमहत्तमाः ।।१।।
મનીષીની દીક્ષાનો મહોત્સવ
શ્લોકાર્થ :
ત્યારપછી ત્વરા કરતા તોષ પામેલા તે રાજા વડે મોટા મહોત્સવ માટે સર્વ મંત્રીમહત્તમો વ્યાપારિત કરાયા. ॥૧॥
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ततस्तैः क्षणमात्रेण, तत्सर्वं जिनमन्दिरम् ।
विचित्रवस्तुविस्तारैर्विहितं विगतातपम् ।।२।। શ્લોકાર્થઃ
તેથી તેઓ વડે=મંત્રીઓ વગેરે વડે, ક્ષણમાત્રથી અલ્પકાળથી, તે સર્વ જિનમંદિર વિચિત્ર વસ્તુના વિસ્તારોથી તાપ રહિત કરાયું. ||રા. શ્લોક :
कुरङ्गनाभिकाश्मीरमलयोद्भवरूपया ।
कर्पूरोन्मिश्रया गार्या, तदधस्ताद्विलेपितम् ।।३।। શ્લોકાર્ચ -
કસ્તૂરી, કેસર, ચંદનથી ઉદ્ભવરૂપsઉત્પન્ન થયેલા, કપૂરથી ઉત્મિશ્રિત એવા ગારાથી જિનમંદિરમાં નીચેની ભૂમિ વિક્ષેપિત કરાવાઈ=જિનાલયોની નીચેની ભૂમિઓ તે ઉત્તમ દ્રવ્યોના મિશ્રણથી વિક્ષેપિત કરાવાઈ. જેથી જિનાલયમાં સતત ઉત્તમ દ્રવ્યોની સુંગધ મહેકતી રહે. I3II
શ્લોક :
तथाऽलिकुलसङ्गीतैः, पञ्चवर्णमनोहरैः ।
નાનાનૂમિ : પુણે, સર્વત: પરિપૂરિતમ્ ાજા શ્લોકાર્ચ -
અને ભમરાઓના સમૂહથી સંગીતવાળા પાંચવર્ણવાળા મનોહર જાનું પ્રમાણ પુષ્પોથી સર્વત્ર તે જિનાલય પૂરણ કરાયું. III. શ્લોક :
सौवर्णस्तम्भविन्यस्तमणिदर्पणराजितम् । दिव्यवस्त्रकृतोल्लोचं, बद्धमुक्तावचूलकम् ।।५।। नष्टान्धकारसम्बन्धं, रत्नोद्योतैः सुनिर्मलैः । विध्वस्ताशेषदुर्गन्धं सत्कृष्णागरुधूपतः ।।६।। देवलोकाधिकामोद, पटवासैविसर्पिभिः । लसत्केतकिसंघातगन्धेन भुवनातिगम् ।।७।।
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
लसद्विलासिनीलोकप्रारब्धस्नानसाधनम् ।
एवं विधाय तत्सद्म, प्रस्तुतं देवपूजनम् ।।८।। શ્લોકાર્ચ -
સુવર્ણના સ્તન્મમાં સ્થાપન કરેલા મણિના દર્પણથી શોભતું, દિવ્ય વસ્ત્રથી કરાયેલા ચંદરવાવાળું, બાંધેલા મોતીઓના ઝુમખાવાળું, સુનિર્મલ એવાં રત્નોના ઉધોત વડે નષ્ટ થયેલા અંધકારના સંબંધવાળું, સુંદર એવા કૃષ્ણાગરુ ધૂપથી ધ્વંસ કર્યો છે સંપૂર્ણ દુર્ગધ જેમાં એવું, પ્રસર્પણ પામતાં સુંદરવસ્ત્રો વડે દેવલોકથી અધિક સૌંદર્યવાળું, વિલાસ પામતી કેતકીના સમૂહના ગંધથી ભુવનાતિશયવાળું, વિલાસ પામતી સ્ત્રીલોક્યી પ્રારબ્ધ થયેલા સ્નાત્રના સાધનવાળું તે સઘ=જિનાલય કરીને દેવપૂજન પ્રસ્તુત કરાયું. Ifપથી ૮ll શ્લોક :
સત્રાન્તરે– पारिजातकमन्दारनमेरुहरिचन्दनैः । सन्तानकैश्च देवौघास्तथाऽन्यैर्जलजोत्तरैः ।।९।। पष्पैर्भत्वा विमानानि, द्योतयन्तो नभस्तलम् । ततोत्कृष्टरवास्तूर्णमाजग्मुस्ते जिनालयम् ।।१०।। ततः प्रमुदिताशेषलोकलोचनपूजिताः ।
पूजां जगद्गुरूणां ते, जातानन्दाः प्रचक्रिरे ।।११।। શ્લોકાર્ચ -
એટલામાં પારિજાતક, મંદાર, નમેરુ, હરિચંદન વડે અને સત્તાનક વડે તથા અન્ય શ્રેષ્ઠ પાણીમાં ઉત્પન્ન થયેલાં પુષ્પો વડે વિમાનો ભરીને આકાશતલને પ્રકાશિત કરતા, તેથી ઉત્કૃષ્ટ અવાજવાળા તે દેવોના સમૂહ શીઘ જિનાલયમાં આવ્યા ત્યારપછી પ્રમુદિત એવા અશેષ લોકના લોચનથી પૂજિત, ઉત્પન્ન થયેલા આનંદવાળા એવા તેઓએ=દેવતાઓએ, જગદ્ગુરુની પૂજાને કરી. IIઘી ૧૧II. શ્લોક :
सुश्लिष्टवर्णविन्यासां, पूजामालोक्य तत्कृताम् ।
निश्चलाक्षतया लोकास्ते जग्मुर्देवरूपताम् ।।१२।। શ્લોકાર્ય :તેમનાથી કરાયેલી સુશ્લિષ્ટવર્ણ વિશ્વાસવાળી=સુંદર રીતે સ્થાપન કરાયેલી, પૂજાને જોઈને
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ તે લોકો પૂજામાં આવેલા ગૃહસ્થો, નિશ્ચલ અક્ષપણાથી–નિશ્ચલચક્ષને કારણે, દેવરૂપતાને पाभ्या. ||१२|| श्योs :
ततोऽनन्तगुणानन्दपरिपूरितचेतसा । नरेन्द्रेण सलोकेन, देवानानन्द्य सगिरा ।।१३।। शुभे सुमेरुवत्तुङ्गे, सुवेद्यां भद्रविष्टरे ।
निवेश्य बिम्बं जैनेन्द्र, विधिनाऽऽरम्भि मज्जनम् ।।१४।। युग्मम् । दोडार्थ :
તેથી અનંત ગુણોના આનંદથી પરિપૂરિત ચિત્તવાળા લોકસહિત રાજા વડે સુંદર વાણી દ્વારા દેવતાઓને આનંદ આપીને સુમેરુ જેવા ઊંચા શુભ સુવેદિકા ઉપર ભદ્ર નામના સિંહાસનમાં જિનેન્દ્રના બિંબને સ્થાપન કરીને વિધિથી પ્રક્ષાલ કરવાનો આરંભ કર્યો. ૧૩-૧૪
Res:
तत्र चस्नातस्य शुभवस्त्रस्य, किरीटाङ्गदधारिणः । गोशीर्षेण विलिप्तस्य, हारराजितवक्षसः ।।१५।। कुण्डलोद्भासिगण्डस्य, शक्राकारानुकारिणः । बहिःशान्तविकारस्य, निर्मलीभूतचेतसः ।।१६।। महत्तमोऽयमस्माकमेष एव च नायकः । एष एव महाभाग, एष एव च पूजितः ।।१७।। येन भागवती दीक्षा, दुष्करापि जिघृक्षिता । एवं प्रभाषमाणेन, नरेन्द्रेण मनीषिणः ।।१८।। सत्तीर्थोदकसम्पूर्णस्तापनीयो मनोहरः । सद्धर्मसारसम्पूर्णमुनिमानससन्निभः ।।१९।। गोशीर्षचन्दनोन्मिश्रो, दिव्यपद्मावृताननः । समन्ताच्चर्चितः शुभैश्चारुचन्दनहस्तकैः ।।२०।। संस्थाप्य प्रथमस्नात्रे, स्नात्रकारतया मुदा । समर्पितोऽभिषेकार्थं, दिव्यकुम्भो भवच्छिदः ।।२१।। सप्तभिः कुलकम् ।।
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
અને ત્યાં સ્નાન કરાયેલા, શુભવઅવાળા, મુગટ અને બાજુબંધને ધારણ કરનાર, ગોશીર્ષ ચંદનથી વિક્ષેપિત કરાયેલા ગાત્રવાળા, હારોથી શોભિત વક્ષસ્થલવાળા, કુંડલથી ઉદ્ભાસિત ગંડસ્થલવાળા, શક્રઆકારને અનુસરનાર, બહારમાં શાંત થયા છે વિકાર જેના, નિર્મલ થયેલા ચિત્તવાળા (મનીષીને) આ અમારો મહત્તમ છે, આ જ અમારો નાયક છે, આ જ મહાભાગ છે, આ જ પૂજિત છે, જેના વડે=જે મનીષી વડે, દુષ્કર પણ ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છાય છે આ પ્રમાણે બોલતા રાજા વડે મનીષીને સત્ તીર્થના પાણીથી ભરેલો, સુવર્ણનો સોનાનો, મનોહર, સદ્ધર્મના સારથી પૂર્ણ એવા મુનિના માનસ સમાન, ગોશીષ ચંદનાથી મિશ્રિત, દિવ્ય કમળોથી ઢંકાયેલા મુખવાળો, ચારે બાજુ ઉજ્જવલ-સુંદર ચંદનના તિલકો વડે અર્ચિત ભવનો છેદ કરનાર એવો (દિવ્યકુંભ) સ્નાત્ર કરનારપણા વડે પ્રથમ સ્નાત્રમાં સ્થાપન કરીને-મનીષીને પ્રથમ સ્નાત્રમાં સ્થાપન કરીને, હર્ષથી અભિષેક માટે દિવ્યકુંભ સમર્પણ કરાયો=રાજા વડે મનીષીને દિવ્યકુંભ સમર્પિત કરાયો. ll૧પથી ૨૧TI શ્લોક :
आनन्दपुलकोइँदं, दधानो भक्तिनिर्भरः ।
जग्राह नृपतिः कुम्भं, स्वयमेव द्वितीयकम् ।।२२।। શ્લોકાર્ચ -
આનંદથી પુલકના ઉભેદનેત્રરોમાંચને ધારણ કરતો, ભક્તિનિર્ભર=ભક્તિથી ભરેલા, એવા રાજાએ સ્વયં બીજો કુંભ ગ્રહણ કર્યો. રિશી શ્લોક :
તથા મધ્યમવૃદ્ધિ, સ(?)પુત્રઃ સ સુનો નઃ |
कृतौ भुवननाथस्य, स्नात्रकारणतत्परौ ।।२३।। શ્લોકાર્ચ -
તથા મધ્યમબુદ્ધિ અને સ્વપુત્ર=પોતાનો પુત્ર, સુલોચન, ભુવનનાથના=પરમાત્માના, સ્નાત્રને કરાવવામાં તત્પર કરાયા. ll૨૩il
શ્લોક :
चन्द्रोद्योतच्छटाच्छेन, चामरेण विभूषिता । स्थिता त्रिलोकनाथस्य, पुरो मदनकन्दली ।।२४।।
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૬૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
ચંદ્રના ઉધોતની છટા જેવા સ્વચ્છ ચામર વડે વિભૂષિત મદનકંદલી ત્રિલોકનાથની આગળ ઊભી રહી. ર૪ll શ્લોક :
द्वितीया स्थापिता राज्ञा, तस्याश्चामरधारिणी ।
देवी पद्मावती नाम, तदाकारानुकारिणी ।।२५।। શ્લોકાર્ચ -
રાજા વડે તેણીની બીજી=મદનકંદલીની બીજી ચામર ધારણ કરનારી, તેના આકારને અનુકરણ કરનારી મદનકંદલીના આકારને ધારણ કરનારી, પદ્માવતી દેવી ઊભી રખાઈ રાજા વડે ભગવાનની એક બાજુ મદનકંદલી ચામરને લઈને ઊભી રખાઈ, બીજી બાજુ પદ્માવતી દેવી ઊભી રખાઈ એમ અન્વય છે. રિપો શ્લોક :
धूपभाजनमादाय, गाढं भावितमानसः ।
सुबुद्धिर्वर्धितानन्दः, स्थितोऽग्रे पिहिताननः ।।२६।। શ્લોકાર્થ :
ધૂપના ભાજનને ગ્રહણ કરીને અત્યંત ભાવિત માનસવાળો, વર્ધિત આનંદવાળો સુબુદ્ધિમંત્રી આગળમાંeભગવાનની સન્મુખ બાંધેલા મુખવાળો ઊભો રહ્યો. રિકી શ્લોક :
तेनैव राजादिष्टेन, शेषकर्मसु सादरम् । ये ये श्रेष्ठतमा लोकास्ते ते सम्यङ् नियोजिताः ।।२७।।
શ્લોકાર્ચ - રાજાથી આદિષ્ટ તેના વડે જ સુબુદ્ધિ મંત્રી વડે જ, આદરપૂર્વક શેષકમમાં=ભગવાનની ભક્તિનાં શેષ કાર્યોમાં, જે જે શ્રેષ્ઠ લોકો છે તે તે સમ્યફ નિયોજન કરાયા. ll૨૭મી
શ્લોક :
યત:त एव कृतिनो लोके, ते जातास्ते समुन्नताः । ते कलालापविज्ञानशालिनस्ते महाधनाः ।।२८।।
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ते रूपवन्तस्ते शूराः, कुलस्यापि विभूषणाः । ते सर्वगुणसम्पूर्णाः, श्लाघ्यास्ते भुवनत्रये ।।२९।। किङ्करीकृतशक्रस्य, लोकनाथस्य मन्दिरे ।
येऽत्र किङ्करतां यान्ति, नराः कल्याणभागिनः ।।३०।। त्रिभिर्विशेषकम् ।। सोडार्थ :
જે કારણથી – જે કલ્યાણી મનુષ્યો આ મંદિરમાં સેવક કર્યો છે ઈન્દ્રને જેમણે એવા લોકનાથની કિંકરતાને પામે છે, તે જ લોકમાં પુણ્યશાળી છે તે જ જન્મેલા છે, તે સમુન્નત છે–પ્રતિષ્ઠાવાળા છે, તે કલાકલાપના વિજ્ઞાનશાલી છે, તે મહાધનવાળા છે, તે રૂપવાળા છે, તે શૂરવીર છે, કુલના पएविभूषए। छ. d सर्वगुणसंपन छ, d भुवनस्यमा प्रशंसापान छ. ||२८थी 30।।
भगवदभिषेकमहोत्सवः ततः प्रवृत्तो भगवतोऽभिषेकमहोत्सवः, पूरयन्ति दिक्चक्रवालमुद्दामदेवदुन्दुभिनिर्घोषाः, बधिरयन्ति जनकर्णकोटराणि रटत्पटहपाटवप्रतिनादसंमूर्छिता विविधतूर्यनिनादाः, समुल्लास्यते कणकणकभाणकरवोन्मिश्रः कलकाहलाकलकलः, गीयन्तेऽन्तरान्तरा प्रशमसुखरसास्वादावेदनचतुराणि भगवत्साधुगुणसम्बन्धप्रवणानि श्रवणोत्सवकारीणि गीतकानि, पठ्यन्ते परिशुद्धगम्भीरेण ध्वनिना सर्वज्ञप्रणीतप्रवचनोन्नतिकराणि रागादिविषधरपरममन्त्ररूपाणि भावसारं महास्तोत्राणि, प्रवृत्तानि विविधकरणागहारहारीणि प्रमोदातिरेकसूचकानि महानृत्यानि । तदेवं महता विमर्देन सुरासुरैरिव कनकगिरिशिखरे, निर्वर्तिते भगवदभिषेकमगले, पूजितेष सविशेषं भुवनाधिनाथबिम्बेष, विहितेष निःशेषकृत्यविधानेष, वन्दितेषु साधुलोकेषु, दत्तेषु महादानेषु, सन्मानितेषु विशेषतः साधर्मिकेषु, मनीषिणः स्वगेहनयनाय प्रह्ह्वीकारितो नरपतिना गजः, आरोपितस्तत्र मनीषी, स्थितोऽस्य स्वयमातपत्रधारकः, घोषितं च नरपतिना हर्षातिरेकरोमाञ्चितवपुषा बृहता शब्देन, यदुत-भो भोः सामन्ताः! भो भो मन्त्रिमहत्तमाः! समाकर्णयत यूयम्
ભગવાનનો અભિષેક મહોત્સવ ત્યારપછી ભગવાનનો અભિષેક મહોત્સવ પ્રવૃત્ત થયો. ઉદ્દામ દેવદુંદુભિઓના નિર્દોષો=ધ્વનિઓ દુંદુભિઓના દિફ ચક્રવાલને પૂરે છે. પડહપાઠવતા અવાજ કરતા પ્રતિસાદથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના વાજિંત્રોના નાદો લોકોના કર્ણકોટરોને બહેરા કરે છે. કણકણક ભાણકના અવાજથી ઉત્મિશ્રિત સુંદર કાહલના કલકલ ઉલ્લાસ પામે છે=વિવિધ પ્રકારના વાજિંત્રતા ધ્વનિઓ ઉલ્લાસ પામે છે, વચવચમાં પ્રશમસુખના રસાસ્વાદને જણાવવામાં ચતુર, ભગવાનના સાધુગુણના સંબંધમાં
Page #290
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૬૯ તત્પર, શ્રવણના ઉત્સવને કરનારાં ગીતો ગવાય છે. પરિશુદ્ધ ગંભીર ધ્વનિથી સર્વજ્ઞપ્રણીત પ્રવચનની ઉન્નતિને કરનારા, રાગાદિ વિષધરના પરમ મંત્રરૂપ ભાવસાર મહાસ્તોત્રો ગવાય છે, વિવિધ પ્રકારના કરણના=ઈન્દ્રિયોના, તથા અંગના હાર મનોહર=અંગના મરોડથી મનોહર, પ્રમોદના અતિરેકને સૂચક મહાનૃત્યો પ્રવર્તે છે. આ પ્રકારે મોટા વિમર્દનથી=મોટા મહોત્સવથી, કનકગિરિના શિખરની ઉપર સુર-અસુરની જેમ ભગવાનનો અભિષેક મંગલ પ્રારંભ કરાયે છતે, સવિશેષ ભુવનનાથના બિબો પૂજાયે છતે, સંપૂર્ણ કૃત્યવિધાનો કરાયે છતે, સાધુ લોકોને વંદન કરાયે છતે, મહાદાન અપાયે છતે, વિશેષથી સાધર્મિકનો સન્માન કરાયું છd, મનીષીને પોતાના ઘરમાં લઈ જવા માટે રાજા વડે હાથી તૈયાર કરાવાયો. ત્યાં=ગજ ઉપર, મનીષી બેસાડાયો. આનો=મનીષીનો, સ્વયં છત્રધારક રાજા રહ્યો. અને હર્ષના અતિરેકથી રોમાંચિત શરીરવાળા એવા રાજા વડે મોટા શબ્દથી ઘોષિત કરાયું. શું ઘોષિત કરાયું ? તે “યત'થી બતાવે છે – હે સામતો ! હે મંત્રીમહત્તમો તમે સાંભળો.
नृपकृतघोषणा
શ્લોક :
विभूतिरत्र संसारे, नरस्य ननु तत्त्वतः । सत्त्वमेवाविगानेन, प्रसिद्ध सर्ववेदिनाम् ।।१।।
રાજા દ્વારા કરાયેલ ઘોષણા શ્લોકાર્થ :
આ સંસારમાં નરની વિભૂતિ તત્ત્વથી, અવિનાનથી સર્વને સંમતપણાથી, સત્ત્વ જ સર્વવેદીઓને પ્રસિદ્ધ છે. IIII શ્લોક :
ततो यस्याधिकं सत्त्वं, नरस्येह प्रकाशते ।
स शेषनरवर्गस्य, प्रभुत्वं कर्तुमर्हति ।।२।। શ્લોકાર્ચ -
તેથી અહીં=સંસારમાં, જે મનુષ્યનું અધિક સર્વ પ્રકાશે છે તે પુરુષ શેષમનુષ્યવર્ગનું પ્રભુત્વ કરવા માટે યોગ્ય છેઃશેષ મનુષ્યોનું પ્રભુપણું સ્વીકારવા યોગ્ય છે. શા શ્લોક :
एवं च स्थितेसत्त्वोत्कर्षस्य माहात्म्यं, यदत्रास्य मनीषिणः । तदृष्टमेव युष्माभिः, सर्वैरेव परिस्फुटम् ।।३।।
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
અને આ પ્રમાણે સ્થિત હોતે છત=સત્વના પ્રકર્ષથી જ જીવને પ્રભુપણું છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, અહીં-પ્રવજ્યા વિષયમાં, આ મનીષીના સત્વના ઉત્કર્ષનું જે માહાભ્ય છે તે=માહાભ્ય તમારા સર્વ વડે જ પરિફુટ જોવાયું જ છે. ll3II શ્લોક -
यत्तद्भगवताऽऽदिष्टं, मादृशां त्रासकारणम् ।
अनेन रभसा यन्त्रं, याचितं तन्महात्मना ।।४।। શ્લોકાર્ચ -
જે કારણથી તે ભગવાન વડે આદિષ્ટ પ્રસ્તુત આચાર્ય વડે ઉપદેશ અપાયેલ, અપ્રમાદયંત્ર જે મારા જેવાને ત્રાસનું કારણ છે તે અપ્રમાદયંત્ર આ મહાત્મા વડે સહજ રીતે યાચના કરાયું છે. IIII
શ્લોક :
तदेष यावदस्माकं, सदनुग्रहकाम्यया ।
गृहे तिष्ठति तावत्रः, स्वामी देवो गुरुः पिता ।।५।। શ્લોકાર્ચ -
તે કારણથી અતિદુષ્કર એવા અપમાયંત્રને સેવવાનું દુષ્કર સત્ત્વ મનીષીમાં છે તે કારણથી, આ-મનીષી, જ્યાં સુધી અમારા ઉપર સદનુગ્રહની કામનાથી ઘરમાં રહે છે ત્યાં સુધી અમારો સ્વામી છે, દેવ છે, ગુરુ છે, પિતા છે. ||પી. શ્લોક :
वयमस्य भवन्तश्च, सर्वे किङ्करतां गताः ।
विधूतपापमात्मानं, विनयात्करवामहै ।।६।। શ્લોકાર્ચ -
આના મનીષીના, કિંકરતાને પામેલા સેવકપણાને પામેલા, અમે અને તમે સર્વ વિનયથી આ મહાત્માની ભક્તિથી, પાપ રહિત આત્માને કરીએ. ll ll
બ્લોક :
ततः समस्तैस्तैरुक्तं, प्रमोदो रमानसैः । यदादिशति राजेन्द्रः, कस्मै तन्नात्र रोचते? ।।७।।
Page #292
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૭૧
શ્લોકાર્ચ -
તેથી પ્રમોદથી ઉદ્ધરમાનસવાળા=રાજાના મનીષીને ઉદ્દેશીને કહેવાયેલાં તે સર્વ વચનોને સાંભળીને પ્રમોદથી હર્ષિત થયેલા માનસવાળા, સમસ્ત તેઓ વડે કહેવાયું, જે રાજેન્દ્ર આદેશ કરે એમાં કોને તે ન રુચે=બધાને રુચે છે. llll. શ્લોક :
अत्रान्तरेऽतितोषेण, देहस्था सा मनीषिणः ।
विजृम्भिता विशेषेण, जननी शुभसुन्दरी ।।८।। શ્લોકાર્ધ :
અત્રાન્તરમાં આ પ્રકારે રાજા નગરજનોને કહે છે એવા કાલમાં, અતિતોષથી દેહમાં રહેલી શુભસુંદરી નામની તેમનીષીની માતા વિશેષથી વિસ્મિત થઈ મનીષીના દેહમાં રહેલ પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ તેની માતા વિશેષ પ્રકારે વિપાકમાં આવી. અર્થાત્ ફલ આપવાને અભિમુખ થઈ. llcil શ્લોક :
ततः सश्रीकतामाप्य, क्षणेन भुवनातिगाम् ।
रराज राजलोकेन, परिवारितविग्रहः ।।९।। શ્લોકાર્થ :તેથી મનીષીના દેહમાં રહેલાં શુભકમ વિશેષથી વિપાકમાં આવ્યાં તેથી, ક્ષણથી ભુવનના અતિશયવાળી લક્ષ્મીને આપીને રાજલોકથી પરિવારિત વિગ્રહવાળો રાજપુરુષો આદિથી પરિવારિત થયેલો, શોભવા લાગ્યો મનીષી શ્રેષ્ઠ કોટિના પુણ્યના ઉદયથી રાજા વગેરે બધાથી સન્માનિત કરાયેલો જાણે સર્વોત્તમ પુરુષ ન હોય એ રીતે આદરસત્કાર કરાતો શોભવા લાગ્યો. ll૯ll શ્લોક :
करेणुकाधिरूढेन, सह मध्यमबुद्धिना ।
अथाऽवाप पुरद्वारं, स्तूयमानः सुबुद्धिना ।।१०।। શ્લોકાર્ય :
હાથી ઉપર આરૂઢ એવા મધ્યમબુદ્ધિ સાથે સુબુદ્ધિ મંત્રી દ્વારા સ્તુતિ કરાતો મનીષી નગરના દ્વારને પામ્યો. ૧૦ શ્લોક :
ततोच्छितपताके च, देहशोभामनोरमे । विशेषोज्ज्वलनेपथ्ये, हर्षात्सम्मुखमागते ।।११।।
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના अथासौ नगरे तत्र, मनीषी तोषनिर्भरैः ।
વં નારિ , વિવેશ સ્તુતિઃ સારા યુમન્ . શ્લોકાર્ચ -
ત્યારપછી ઊંચી પતાકાવાળા ધજાવાળા, દેહની શોભાથી મનોહર, વિશેષથી ઉજ્વલ નેપથ્યવાળા, હર્ષથી સન્મુખ આવેલા તે નગરમાં આ પ્રમાણે તોષથી નિર્ભર એવા નાગરિક લોકો વડે કરાયેલી સ્તુતિવાળા એવા મનીષીએ હવે પ્રવેશ કર્યો. ll૧૧-૧૨ના
गृहप्रवेशनस्नापनादिसन्मानः
શ્લોક :
તથાधन्योऽयं कृतकृत्योऽयं, महात्माऽयं नरोत्तमः । अस्यैव सफलं जन्म, भूषिताऽनेन मेदिनी ।।१३।।
મનીષીનો ગૃહપ્રવેશ, સ્નાન આદિ સન્માન પ્રાપ્તિ શ્લોકાર્થ :
તે આ પ્રમાણે=કઈ રીતે લોકો વડે સ્તુતિ કરાવાયો તે ‘થા'થી બતાવે છે. આ ધન્ય છે, આ મહાત્મા કૃતકૃત્ય છે, આ નરોતમ છે, આનો જ જન્મ સફળ છેકમનીષીનો જ જન્મ સફલ છે, આના વડેકમનીષી વડે, પૃથ્વી ભૂષિત કરાઈ છે. I૧૩ll. શ્લોક :
अस्त्येव धन्यताऽस्माकं, येषामेष स्वपत्तने ।
संजातो न ह्यधन्यानां, रत्नपुञ्जेन मीलकः ।।१४।। શ્લોકાર્ચ -
અમારી ધન્યતા છે જેઓના સ્વનગરમાં આ થયેલો છે=મનીષી રહેલો છે. દિ=જે કારણથી અધન્ય જીવોને રત્નના પુંજ સાથે મેળાપ થતો નથી. ll૧૪ll
શ્લોક :
ततश्च
कामिनीनयनानन्दं, कुर्वाणोऽर्थाभिलाषिणाम् । ददानश्च महादानं, दधानो देवरूपताम् ।।१५।।
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૭૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
सद्धर्मे पक्षपातं च, देहिनामात्मचेष्टितैः ।
जनयञ्जनितानन्दो, विचचार पुरेऽखिले ।।१६।। શ્લોકાર્ય :
અને તેથી સ્ત્રીઓનાં નયનને આનંદને કરતો, અર્થઅભિલાષી જીવોને મહાદાન કરતો, દેવરૂપતાને ધારણ કરતો મનીષી પોતાની ચેષ્ટાઓ વડે દેહધારી જીવોને સદ્ધર્મમાં પક્ષપાતને ઉત્પન્ન કરતો, ઉત્પન્ન થયેલા આનંદવાળો–સંયમ ગ્રહણ કરીને હું સંસારસાગરથી તરીશ એ પ્રકારના ઉત્તમચિત્તને કારણે ઉત્પન્ન થયેલા આનંદવાળો, આખા નગરમાં વિચરે છે=રાજા દ્વારા નગરમાં ફેરવાય છે. II૧૫-૧૬ શ્લોક :
ततो महाविमर्दैन, सम्प्राप्तो राजमन्दिरम् ।
रत्नराशिप्रभाजालैः, सदा बर्वेन्द्र कार्मुकम् ।।१७।। શ્લોકાર્ચ -
ત્યારપછી આ રીતે લોકોને આનંદ આપતો મનીષી નગરમાં ફરે છે ત્યારપછી, મોટા વિમર્દથી= મોટા મહોત્સવથી, રત્નરાશિની પ્રજાનાં જાળાંઓથી બાંધેલા ઈન્દ્રધનુષવાળા એવા રાજમંદિરને મનીષીએ પ્રાપ્ત કર્યું. ll૧૭ના શ્લોક :
तत्र चाशेषराजादिलोकसन्मानमानितः । सकामकामिनीवृन्दलोललोचनवीक्षितः ।।१८।। गीतनृत्यप्रबन्धेन, सोऽमरालयविभ्रमे । देवराजवदास्थानं, दत्त्वा निःशङ्कमानसः ।।१९।। ततो विलीनरागोऽपि, नृपतेस्तोषवृद्धये ।
उत्थाय मज्जनस्थानं, जगाम गतविस्मयः ।।२०।। શ્લોકાર્ધ :
અને ત્યાં રાજમંદિરમાં, અશેષરાજાદિ લોકના સન્માનથી માન અપાયેલો, સકામ ઈચ્છાપૂર્વક સ્ત્રીઓના વંદના ચકળવકળ લોચનથી જોવાયેલો, તે=મનીષી, ગીત-નૃત્યના પ્રબંધથી દેવલોકના સ્થાનનો વિભ્રમ થયે છતે, દેવરાજાની જેમ ઈન્દ્રની જેમ, આસ્થાનને આપીને નિઃશંક માનસવાળો, તે વિલીનરાગવાળો પણ=પ્રસ્તુત મહોત્સવમાં નિર્લેપચિત્તવાળો મનીષી પણ, રાજાના તોષની વૃદ્ધિ માટે ઊઠીને ગતવિસ્મયવાળો ન્હાવાના સ્થાને ગયો. ૧૮-૧૯-૨૦ll
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ શ્લોક :
तत्र च गतस्य तस्यभ्रातुः सूनोरिवात्यन्तवल्लभस्य सगौरवम् ।
कृतं मदनकन्दल्या, शरीरपरिमार्जनम् ।।२१।। શ્લોકાર્ચ -
અને ત્યાં સ્નાનગૃહમાં, ગયેલા એવા તેને અત્યંત વલ્લભ એવા ભાઈના પુત્રની જેમ ગૌરવપૂર્વક મદનકંદલી વડે શરીરનું પ્રમાર્જન કરાયું. ll૧૧|| શ્લોક :
शेषान्तःपुरनारीभिर्व्यग्राभिः स्नानकर्मणा ।
रराज पेशलालापचारुभिः परिवारितः ।।२२।। શ્લોકાર્થ :
સ્નાનક્રિયા વડે વ્યગ્ર, સુંદર આલાપથી ચારુ એવી શેષ અંતઃપુરની નારીઓ વડે પરિવરેલો એવો મનીષી શોભવા લાગ્યો. રા શ્લોક :
वज्रेन्द्रनीलवैडूर्यपद्मरागादिरोचिषा ।
रञ्जिते यन्त्रवापीनां, ममज्ज विमले जले ।।२३।। શ્લોકાર્ચ -
વજરત્ન, ઈન્દ્રનીલ, વૈડૂર્ય, પદ્મરાગાદિનાં કિરણોથી રંજિત યંત્રવાપીઓના નિર્મલ જલમાં મજ્જન કરાયું-મનીષી વડે મજ્જન કરાયું. [૨૩] શ્લોક :
ततो भुजगनिर्मोकसूक्ष्मशुक्ले सुवाससी ।
परिधाय गतो देवभवनं सुमनोहरम् ।।२४।। શ્લોકાર્ચ -
ત્યારપછી ભુજગનિમક સર્પની કાંચળી જેવાં સૂક્ષ્મ એવાં શુક્લ સુંદર બે વસ્ત્રોને પરિધાન કરીને સુમનોહર એવા દેવભવનમાં ગયો મનીષી ગયો. ર૪ll
Page #296
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૭૫ भोजनकार्यक्रमः तत्र च सुबुद्धिसम्बन्धिनि विरचनाचारुतया चित्तनिर्वाणकारिणि जिनमन्दिरे मार्गानुसारितया परमार्थतः सकलकालहृदयवर्तिनोऽपि विशेषतस्तद्दिन एव प्रबोधनरतिसूरिपादप्रसादोपलब्धस्वरूपस्य सकलनिष्कलावस्थस्य भगवतः परमात्मनो रागद्वेषविषापहरणकरणचतुरमनुस्मृतमर्हतः स्वरूपम् । ततो निर्गत्य विरलविरलाप्तपरिजनः पूर्वोपकल्पिताशेषभोजनोपकरणसामग्रीसनाथं प्राप्तो भोजनमण्डपं, तत्र च विरचितानेकाकारे चित्तरसनोत्सवकारिणि भक्ष्यपेयाद्याहारविस्तारे नृपतिना स्वयमुपदिश्यमानमभिमतरसास्वादनं तदनुरोधेन विदधानो निरभिष्वङ्गतया वर्धमानस्वास्थ्यातिरेको निर्वतयामास भोजनमिति । ततो गृहीतपञ्चसुगन्धिकोन्मिश्रताम्बूले मलयजमृगनाभिकश्मीरजक्षोदाङ्गरागे, विन्यस्तप्रवरभूषणे, दिव्यांशुकाच्छादितशरीरे, माल्यविच्छित्तिसौरभाकृष्टहष्टचञ्चरीके, अध्यासितमहार्हसिंहासने, प्रणतासंख्यमहासामन्तकिरीटांशुजालरञ्जितचरणे, उद्दामबन्दिस्तूयमानयथावस्थितगुणसन्दोहे दत्तास्थाने मनीषिणि हर्षातिरेकनिर्भरो राजा सुबुद्धिं प्रत्याह
ભોજનનો કાર્યક્રમ અને ત્યાં સુબુદ્ધિ સંબંધી વિરચનાના સુંદરપણાને કારણે ચિત્તની શાંતિ કરનાર એવા જિનમંદિરમાં માર્ગાનુસારીપણાથી પરમાર્થથી સકલકાલ હદયવર્તી પણ વિશેષથી તે દિવસે જ પ્રબોધરતિસૂરિના પાદપ્રસાદથી પ્રાપ્ત થયેલા સ્વરૂપવાળા, સકલ-નિષ્કલ અવસ્થાવાળા ભગવાન પરમાત્માનું રાગદ્વેષતા વિષને હરણ કરવામાં ચતુર એવા અરિહંતના સ્વરૂપનું સ્મરણ કરાયું. ત્યારપછી નીકળીને=ભગવાનની ભક્તિ કર્યા પછી જિનાલયથી નીકળીને, વિરલ-વિરલ પરિજનવાળો એવો પૂર્વોપકલ્પિત અશેષ ભોજન ઉપકરણની સામગ્રીથી યુક્ત એવા ભોજનમંડપને પ્રાપ્ત કર્યું. અને ત્યાં=ભોજનમંડપમાં, વિરચિત અનેક આકારવાળા ચિત્ત અને રસનાના ઉત્સવ કરનારા ભક્ષ્ય, પેય, આહારાદિતા વિસ્તારમાં રાજા દ્વારા સ્વયં આગ્રહ કરાતા અભિમત રસાસ્વાદને=આહારભોજનાદિને, તેમના અનુરોધથી કરતો રાજા આદિના આગ્રહથી કરતો, નિરભિળંગપણાને કારણે=ભોજનકાળમાં પણ અનાસક્ત ભાવપણાને કારણે, વર્ધમાન સ્વાથ્યના અતિરેકવાળા=ભોગની લાલસા નષ્ટ પ્રાયઃ થયેલી હોવાથી અંતરંગ નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવા સ્વરૂપ વર્ધમાન સ્વાથ્યના અતિરેકવાળા, મનીષીએ ભોજન કર્યું. ત્યારપછી ગ્રહણ કરેલા પંચસુંગધીથી ઉત્મિશ્રિત તાંબુલવાળો, ચંદન, કસ્તૂરી, કેસર વડે શરીર વિલેપન કરાયું છે જેનું એવો, વિચસ્ત=સ્થાપન કરેલા, પ્રવરભૂષણવાળો. દિવ્યવસ્ત્રથી આચ્છાદિત શરીરવાળો, માળાઓના વિસ્તાર પામતા સૌરભથી આકૃષ્ટ એવા ભમરાઓ આજુબાજુ ફરે છે જેને એવા, મોટા કીમતી સિંહાસન પર બેઠેલ, નમતા અસંખ્ય મોટા સામંતોના મુગટનાં કિરણોનાં જાળાંઓથી રંજિત ચરણવાળો, ઉદ્દામ એવા બંદી લોકોથી સ્તુતિ કરાતા યથાવસ્થિત ગુણના સમૂહવાળો, હર્ષના અતિરેકથી નિર્ભર રાજા સુબુદ્ધિને કહે છે –
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૦૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
राजमन्त्रिमनीषिणां धर्मगोष्ठी
सखे! युष्मदनुभावजन्येयमस्मादृशां कल्याणपरम्परा येनोत्साहितोऽहं भवता भगवद्वन्दनाय । રાજા, મંત્રી અને મનીષીની ધર્મચર્ચા
હે સખે !=હે મિત્ર ! તમારા અનુભાવજન્ય અમારા જેવાની આ કલ્યાણપરંપરા છે જે કારણથી ભગવાનના વંદન માટે તારા વડે હું ઉત્સાહિત કરાયો.
શ્લોક ઃ
તથાદિ
विलोकितो मया नाथो, जगदानन्ददायकः । भक्तिनिर्भरचित्तेन, वन्दितो भुवनेश्वरः । । १ । ।
શ્લોકાર્થ :
તે આ પ્રમાણે=મારા વડે જે કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરાઈ તે આ પ્રમાણે છે. મારા વડે નાથ જગતના આનંદને દેનારા જોવાયા, ભક્તિથી નિર્ભર એવા ચિત્તથી ભુવનેશ્વર વંદન કરાયા. IIII શ્લોક ઃ
दृष्टः कल्पद्रुमाकारः, स सूरिर्वन्दितो मुदा ।
लब्धो भागवतो धर्मः, संसारोच्छेदकारकः ।।२।।
શ્લોકાર્થ :
કલ્પદ્રુમના આકારવાળા તે સૂરિ જોવાયા, આનંદથી વંદન કરાયા, સંસારના ઉચ્છેદને કરનારો ભાગવત ધર્મ પ્રાપ્ત કરાયો=સૂરિના પ્રસાદથી સમ્યક્ત્વપૂર્વક દેશવિરતિધર્મ જે રાજાને પ્રાપ્ત થયો તે સંસારના ઉચ્છેદને કરનારો છે, મહાકલ્યાણની પરંપરાને કરનારો છે તે સ્વરૂપે ધર્મને જાણીને રાજા તે ભાવથી મંત્રીને કહે છે. આવો ધર્મ મારા વડે પ્રાપ્ત કરાયો. IIII
શ્લોક ઃ
जातश्चेदृशरूपेण, नररत्नेन मीलकः ।
कृतश्चानेन सर्वेषामस्माकं हृदयोत्सवः ।।३।।
શ્લોકાર્થ :
આવા સ્વરૂપવાળા નરરત્ન સાથે=અત્યંત નિઃસ્પૃહી એવા મનીષીરૂપ નરરત્નની સાથે મેળાપ થયો. આના વડે=મનીષી વડે, સર્વ પણ અમારા હૃદયનો ઉત્સવ કરાયો. II3II
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૭૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
अथवा किमत्राश्चर्यम् ?महाभागाः प्रजायन्ते, परेषां तोषवृद्धये ।
स्वकार्यमेतदेवैषां, यत्परप्रीतिकारणम् ।।४।। શ્લોકાર્ય :
અથવા આમાં= મનીષી મહાત્માએ આપણા હૃદયનો તોષ કર્યો એમાં, શું આશ્ચર્ય છે ? મહાભાગ્યવાળા પુરુષો બીજાના તોષ માટે થાય છે, આમનુંsઉત્તમપુરુષોનું, જે પરપ્રીતિનું કરવું એજ સ્વકાર્ય છે. ll૪ll શ્લોક :
तदस्य युक्तमेवेदं, विधातुं पुण्यकर्मणः ।
ममाद्भुतमिदं जातं, क्व डोम्बः क्व तिलाढकम्? ।।५।। શ્લોકાર્ચ - તે કારણથી પુણ્યકર્મવાળા આનેકમનીષીને, આ કરવું યુક્ત જ છે. મને આ અદ્ભુત થયું. ક્યાં ડોમ્બ અને ક્યાં તિલાઢક ?=ક્યાં તુચ્છપુરુષ હું અને ક્યાં વૈભવસંપન્ન આ ? પા. શ્લોક :
तदेवंविधकल्याणमालिका मित्रवत्सल!।
एवमाचरता नूनं, त्वया संपादिता मम ।।६।। શ્લોકાર્ધ :
તે કારણથી હે મિત્રવત્સલ ! આ પ્રમાણે આચરતા એવા તારા વડે નિચ્ચે મારી આવા પ્રકારની કલ્યાણમાલિકા કલ્યાણની હારમાળા, સંપાદિત કરાઈ. ill શ્લોક :
राज्ञो हितकरो मन्त्री, सुप्रसिद्ध जगत्त्रये ।
तस्मात्तवैव मन्त्रित्वं, यथार्था ते सुबुद्धिता ।।७।। શ્લોકાર્ચ :
હે મિત્ર વત્સલ! જગતત્રયમાં રાજાનો હિતકારી મંત્રી સુપ્રસિદ્ધ છે તે કારણથી તારું જ મંત્રીપણું છે. તારી જ સુબુદ્ધિતા યથાર્થ છે. ll૭ll सुबुद्धिरुवाच-देव! मा मैवमादिशत, न खलु देव! पुण्यप्राग्भारायत्तजीवितव्येऽत्र किङ्करजने
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ऽप्येवमतिगौरवमारोपयितुमर्हति देवः, अस्याः संपादने केऽत्र वयम् ? उचित एव देवः खल्वेवंविधकल्याणपरम्परायाः, नैव हि निर्मलाम्बरतले निशि प्रकाशमाना रुचिरा नक्षत्रपद्धतिः कस्यचिदसम्भावनीयेत्याश्चर्यबुद्धिं जनयति । मनीषिणाऽभिहितं-महाराज! भगवति सप्रसादे कियतीयमद्यापि भवतः कल्याणपरम्परा? भाविदिनश्रीसम्बन्धस्येव गगनतलस्यारुणोद्योतकल्पो हि भवतो भविष्यत्केवलालोकसचिवपरमपदानन्तानन्दसन्दोहसम्बन्धस्य प्राथमकल्पिकः खल्वेष सम्यग्दर्शनजनितः प्रमोदः । नृपतिरुवाचनाथ! महाप्रसादः, कोऽत्र सन्देहः? किं न संपद्यते युष्मदनुचराणाम् ? ततो मन्त्रिणं प्रत्याह-सखे! पश्य-अमीषामद्यदिनप्रबुद्धानामपि विवेकातिशयः । सुबुद्धिरुवाच-देव! किमत्र चित्रम् ? मनीषिणः खल्वेते यथार्थमभिधीयन्ते, प्रबुद्धा एव ह्येवंविधपुरुषा जायन्ते, गुरवः केवलमीदृशां प्रतिबोधे निमित्तमात्रं મનિ !
સુબુદ્ધિ કહે છે – હે દેવ ! આ પ્રમાણે ન કહો, કહો. હે દેવ ! ખરેખર પુણ્યના પ્રાગભારતે આધીન જીવિતવ્ય છે જેને એવા આ કિંકરજતમાં પણ આ પ્રમાણે અતિગૌરવ આરોપિત કરવું દેવને યોગ્ય નથી. આના સંપાદનમાં આ કલ્યાણની પરંપરાના સંપાદનમાં અહીં અમે શું છીએ ? દેવ ખરેખર આવા પ્રકારની કલ્યાણની પરંપરાને ઉચિત જ છે. નિર્મલ અખરતલમાં રાત્રે પ્રકાશમાન સુંદર નક્ષત્રની પદ્ધતિ કોઈને અસંભાવનીય છે એ પ્રકારે આશ્ચર્યબુદ્ધિને ઉત્પન્ન કરતી નથી=ાત્રિમાં આકાશમાં નક્ષત્રની પદ્ધતિ કોઈને આશ્ચર્ય પેદા કરાવતી નથી. તેમ રાજામાં ધર્મપ્રાપ્તિ પૂર્વે પણ અંધકાર જેવા કાળમાં પણ ઘણા ગુણો હતા તેથી જ આ પ્રકારની કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થઈ છે તેથી આશ્ચર્યકારી કોઈ નથી એ પ્રકારના મંત્રીનો આશય છે. મનીષી વડે કહેવાયું – હે મહારાજ ! સપ્રસાદવાળા ભગવાન હોતે છતે=પ્રસ્તુત પ્રબોધવરતિ આચાર્ય તમારા પ્રત્યે પ્રસાદવાળા હોતે છતે, આજે પણ તમારી આ કલ્યાણની પરંપરા કેટલી છે ?=કેટલા પ્રમાણવાળી છે ? તમને ભવિષ્યમાં થનાર કેવલજ્ઞાનરૂપી પ્રકાશથી યુક્ત પરમપદના આનંદના સમૂહ સંબંધવાળો ભાવિદિનના લક્ષ્મીના સંબંધવાળા ગગનતલના અરુણોદય જેવો પ્રાથમકલ્પિક એવો આ સમ્યગ્દર્શન જતિત તમારો પ્રમોદ છે=મનીષી રાજાને કહે છે કે હે મહારાજા ! તમને જે વર્તમાનમાં આનંદ છે તે પૂર્વમાં રાત્રિનો અંધકાર હતો તે દૂર થવાથી અરુણોદય જેવો છે અને તેના કારણે જ તમને વર્તમાનમાં આનંદ વર્તે છે. પ્રસ્તુતઃ આગળમાં આ મહાત્માની કૃપાથી તમને કેવલજ્ઞાનથી યુક્ત પરમપદનો આનંદ પેદા થશે એના સાથે સંબંધવાળો સૂર્યોદય જેવો સમ્યગ્દર્શન જનિત આનંદ છે. રાજા કહે છે – હે નાથ ! મહાપ્રસાદ, આમાં શું સંદેહ છે ?=તમે કહ્યું તેમાં કોઈ સંદેહ નથી, તમારા અનુચરોને શું પ્રાપ્ત ન થાય? તેથી મંત્રીને કહે છે – હે મિત્ર ! આજના દિવસે પ્રબોધ પામેલા પણ આમના=મનીષીના વિવેકનો, અતિશય જો. સુબુદ્ધિમંત્રી કહે છે. હે દેવ ! આમાં મનીષીના વચનમાં, શું આશ્ચર્ય છે?= તેના વચનમાં જે વિવેકનો અતિશય છે તે આશ્ચર્યકારી નથી. કેમ આશ્ચર્યકારી નથી ? તેથી કહે છે – આ મનીષી ખરેખર યથાર્થને કહે છે=બુદ્ધિમાન પુરુષ ખરેખર જેવી વસ્તુસ્થિતિ હોય તેવી
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૭૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સ્થિતિને જ કહે છે. પ્રબોધ પામેલા જ આવા પ્રકારના પુરુષો થાય છે, કેવલ આવા જીવોના પ્રબોધમાં ગુરુ નિમિત્તે માત્ર થાય છે=ગુરુના ઉપદેશ પૂર્વે પણ આવા જીવો તત્ત્વતા વાસ્તવિક સ્વરૂપને જોતા હોવાથી પ્રબોધવાળા છે, છતાં ગુણવાન ગુરુના વચનને સ્પર્શીને સંયમને અભિમુખ થાય છે તે પ્રકારના વિશેષ પ્રબોધમાં ગુરુ નિમિત્ત માત્ર થાય છે.
मध्यमबुद्धेर्गुणानुवादो राज्ञश्चिन्तनं च इतश्च मनीषिणो राजमन्दिरे प्रवेशावसरे राजानमनुज्ञाप्यादित एव सुबुद्धिना साधर्मिकवात्सल्येन मध्यमबुद्धिर्नीत आसीदात्मीयसदने, कारितस्तदागमननिमित्तः परमानन्दो, दत्तानि महादानानि । ततः सोऽपि निर्वर्तित स्नानभोजनताम्बूलविलेपनालङ्करणनेपथ्यमाल्योपभोगकर्तव्यः स्नेहनिर्भरसुबुद्धितत्परिकरनिरुपचरितस्तुतिगर्भपेशलालापसमानन्दितहदयः समागतस्तत्रैवास्थाने, कृतोचितप्रतिपत्तिः ससम्भ्रमं मनीषिणा, दापिते तदुपकण्ठमुपविष्टो महति विष्टरे, ततो राजा तमुद्दिश्य सुबुद्धिं प्रत्याहसखे! महोपकर्ताऽयमस्माकं महापुरुषः । सुबुद्धिनाऽभिहितं-देव! कथम्? नृपतिराह-समाकर्णय, यतो भगवतोपदिष्टे तस्मिन्नप्रमादयन्त्रे तस्य दुरनुष्ठेयतामालोचयतो मम महासमरे कातरनरस्येव प्रादुर्भूता चित्ते समाकुलता, ततोऽहमनेन महात्मना तत्रावसरे भगवन्तं गृहिधर्म याचयता तद्ग्रहणबुद्ध्युत्पादकत्वेन समाश्वासितो, यतो जातो गृहिधर्माङ्गीकरणेनापि मे चेतसा महानवष्टम्भः, ततो ममायमेव महोपकारक इति । सुबुद्धिनाऽभिहितं-देव! यथार्थाभिधानो मध्यमबुद्धिरेष, समानशीलव्यसनेषु सख्यमिति च लोकप्रवादः, ततः समानशीलतया युक्तमेवास्य मध्यमजनानां समाश्वासनम् । नृपतिना चिन्तितं-अये! ममायं मिथ्याभिमानश्चेतसीयन्तं कालमासीत्, किलाहं नरेन्द्रतया पुरुषोत्तमो यावताऽधुनाऽनेन सुबुद्धिनाऽर्थापत्त्या गणितोऽहं मध्यमजनलेख्ये, ततो धिङ् मां मिथ्याभिमानिनमिति । अथवा वस्तुस्थितिरेषा, न मयाऽत्र विषादो विधेयः,
મધ્યમબુદ્ધિનો ગુણાનુવાદ તથા રાજાનું ચિંતન અને આ બાજુ મનીષીના રાજમંદિરના પ્રવેશના અવસરમાં રાજાને જણાવીને આદિથી પહેલાથી જ સુબુદ્ધિમંત્રી વડે સાધર્મિક વાત્સલ્ય કરવા અર્થે મધ્યમબુદ્ધિ પોતાના ગૃહમાં લઈ જવાયો હતો, તેના આગમન નિમિત્તે મધ્યમબુદ્ધિના આગમન નિમિતે, પરમઆનંદ કરાવાયો, મહાદાનો અપાયાં, ત્યારપછી તિવર્તન કરાયેલાં સ્નાન, ભોજન, તાંબૂલ, વિલેપન, અલંકાર, નેપથ્ય, માલા, ઉપભોગ કર્તવ્યવાળો, સ્નેહનિર્ભર સુબુદ્ધિ અને તેના પરિકરથી તિરુપચરિત સ્તુતિગર્ભથી પેશલ, આલાપથી આનંદિત હદયવાળો તે પણ=મધ્યમબુદ્ધિ પણ, તે જ સભામાં આવ્યો. કરાયેલા ઉચિત પ્રતિપત્તિવાળો સંભ્રમપૂર્વક મનીષી વડે અપાયેલા મોટા આસનમાં તેની મનીષીની, નજીક બેઠો. ત્યારપછી રાજા તેને ઉદ્દેશીને=મધ્યમબુદ્ધિને ઉદ્દેશીને, સુબુદ્ધિમંત્રી પ્રત્યે કહે છે. તે મિત્ર ! આ મહાપુરુષ અમારો
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મહોપકર્તા છે=મહાન ઉપકારી છે. સુબુદ્ધિ વડે કહેવાયું – હે દેવ ! કેવી રીતે ? રાજા કહે છે – સાંભળ=મંત્રીને કહે છે. જે કારણથી ભગવાન વડે ઉપદેશ કરાયેલું તે અપ્રમાદયંત્ર હોતે છતે તેની દુરનુષ્ક્રયતાનું આલોચન કરતા મને-તે અપ્રમાદયંત્ર મારાથી ધારણ થઈ શકે તેમ નથી એમ વિચારતા મને, મોટા સમરમાં કાયરપુરુષની જેમ ચિત્તમાં સમાકુલતા પ્રાદુર્ભત થઈ=કઈ રીતે હું શત્રુનો નાશ કરી શકીશ એ પ્રકારની ચિંતાથી વ્યાકુળતા પ્રાપ્ત થઈ. ત્યારપછી તે અવસરમાં ભગવાન પાસે ગૃહસ્થ ધર્મની યાચના કરતા આ મહાત્મા વડે તથ્રહણની બુદ્ધિના ઉત્પાદકપણાથીeગૃહસ્થ ધર્મના ગ્રહણની બુદ્ધિના ઉત્પાદકપણાથી, સમાપ્પાસન કરાયો. જે કારણથી ગૃહસ્થ ધર્મના અંગીકારથી પણ મને ચિત્તથી મહાન અવખંભ થયો=અત્યંત આનંદ થયો, તેથી મારો આ જ મહાન ઉપકારક છે મધ્યમબુદ્ધિ મહાન ઉપકારક છે. સુબુદ્ધિ વડે રાજાને કહેવાયું – હે દેવ ! યથાર્થ નામવાળો=જેવા એના ગુણો છે તેવા નામવાળો, મધ્યમબુદ્ધિ આ છે. સમાનશીલ અને વ્યસનમાં મિત્રતા છે એ પ્રમાણે લોકપ્રવાદ છે=સમાન સ્વભાવવાળો અને આપત્તિઓમાં મારી સાથે સમાન રીતે વર્તતો હોય તે મિત્ર છે એ પ્રકારનો લોકપ્રવાદ છે. તેથી સમાનશીલપણાને કારણે=રાજાની સાથે સમાન સ્વભાવપણાને કારણે આને=મધ્યમબુદ્ધિને, મધ્યમજીવોનું સમાધ્વાસન યુક્ત જ છે. રાજા વડે વિચારાયું – અરે ! મને આ મિથ્યાભિમાન ચિત્તમાં આટલો કાળ હતું, ખરેખર રાજાપણાથી હું પુરુષોત્તમ છું હમણાં સુબુદ્ધિ વડે અર્થાપતિ દ્વારા=પ્રસ્તુત કથાથી પ્રાપ્ત થતા અર્થ દ્વારા, હું મધ્યમજનના લેખમાં ગણાયો મધ્યમપુરુષોના સમુદાયમાં ગણાયો. તેથી મિથ્યાભિમાની એવા મને ધિક્કાર થાઓ અથવા આ વસ્તુસ્થિતિ છે. અહીં મારા વડે વિષાદ કરાવો જોઈએ નહીં-હું મધ્યમજત તુલ્ય છું છતાં રાજા થયો તેથી હું પુરુષોત્તમ છું તે પ્રકારનું જે મને અભિમાન થયું તેને ધિક્કાર થાઓ અથવા આ વસ્તુસ્થિતિ છે તેમાં મારે વિષાદ કરવો જોઈએ નહીં. શ્લોક -
તથાદિगजेन्द्रस्तावदाभाति, शूरः सन्त्रासकारकः ।
यावद्भासुरदंष्ट्राग्रो, न सिंह उपलभ्यते ।।१।। શ્લોકાર્ચ - કેમ વિષાદ કરવો જોઈએ નહીં? તે તથાહિથી કહે છે –
ત્યાં સુધી ગજેન્દ્રો શૂરવીર સત્રાસકારક ભાષે છે જ્યાં સુધી ભાસુરદાઢાવાળો સિંહ ઉપલબ્ધ થતો નથી. III
બ્લોક :
यदा सिंहस्य गन्धोऽपि, स्यादाघ्रातः करेणुना । जायते कम्पमानोऽसौ, तदाऽहो कातरः करी ।।२।।
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
જ્યારે સિંહની ગંધ પણ હાથી વડે આઘાત થાય છે. ત્યારે આ કાયર એવો હાથી કંપમાન થાય છે. શા
શ્લોક :
मनीषिणमपेक्ष्याऽतो, युक्ता मे मध्यरूपता । अयं सिंहो महाभागो, मादृशाः करिकातराः ।।३।।
શ્લોકાર્ય :
મનીષીની અપેક્ષાએ મારી મધ્યમરૂપતા યુક્ત છે. આ મહાભાગ=મનીષીરૂપી ભાગ્યશાળી, પુરુષ સિંહ છે, મારા જેવા કાયર હાથીઓ છે. ll3II શ્લોક :
तदत्र न विषादो मे, कर्तुं युक्तः प्रयोजने । यतो द्वितीयलेखाऽपि, मादृशैरतिदुर्लभा ।।४।।
શ્લોકાર્ધ :
તે કારણથી અહીં હું મધ્યમબુદ્ધિમાં ગણાયો તે કારણથી, આ વિષયમાં મારે વિષાદ કરવો યુક્ત નથી. જે કારણથી પ્રયોજન હોતે છતે અંતરંગ શત્રુના નાશનું પ્રયોજન હોતે છતે દ્વિતીયલેખા પણ મનીષીની અપેક્ષાએ બીજા મધ્યમબુદ્ધિ રૂપ સ્થાન પણ, મારા જેવાને અતિદુર્લભ છે. III શ્લોક -
તથાદિभवेत्सर्वोत्तमस्तावत्पुरुषो यदि पारयेत् ।
अशक्तो मध्यमोऽपि, स्यान जघन्यः कदाचन ।।५।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – જો પુરુષ સમર્થ હોય તો સર્વોતમ થાય, અશક્ત=સર્વોતમ થવા માટે અશક્ત એવો મધ્યમ પણ સર્વોતમ થાય, ક્યારેય જઘન્ય ન થાય. //પા.
શ્લોક :
मिथ्याभिमानो नैवायमेक एवाभवत्पुरा । किं तर्हि ? बहवोऽन्येऽपि, किं वा मे चिन्तया तया? ।।६।।
Page #303
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૦૨
શ્લોકાર્થ :
પૂર્વે આ એક જ મિથ્યા અભિમાન ન હતો, તો શું ? બીજા ઘણા પણ હતા, અથવા તે ચિંતા વડે મને શું ?=તે ચિંતા વડે સર્યું. ॥૬॥
बालचेष्टायां राज्ञ आश्चर्यम्
एवं चिन्तयति राजनि सुबुद्धिराह - देव! सम्यगवधारितं देवेन यथैष महोपकारक इति, यतो जिनधर्मानुष्ठाने प्रवर्तमानस्यास्य जीवस्य यो निमित्तमात्रमपि भवति न ततोऽन्यः परमोपकारी जगति विद्यते । नृपतिराह-एवमेतन्नात्र सन्देहः, केवलमिदानीं एष मे मनसि वितर्को भगवद्वचनानुस्मरणेनासकृन्निराकृतोऽपि निर्लज्जब्राह्मण इव प्रकरणे पुनः पुनः प्रविशतीति तदेनमपनेतुमर्हत्यार्यः । सुबुद्धिराह - कीदृशोऽसौ ? नृपतिरुवाच - समाकर्णय, स्वसंवेदनसंसिद्धमिदमासीत्तदा, यदुत-तत्र चैत्यभवने प्रविष्टमात्राणामस्माकं शान्तानीव सर्वद्वन्द्वानि, उच्चाटितेव केनचिद्राज्यकार्यचिन्तापिशाचिका, विलीनमिव सकलमोहजालं, विध्यात इव प्रबलरागानलः, प्रनष्ट इव प्रद्वेषवेतालः, विध्वस्त इव विपरीताभिनिवेशग्रहः, निर्वृतममृतसेकसम्पर्केणेव शरीरं, सुखसागरावगाढमिव हृदयं क्षणमात्रेणासीत् । यत्पुनर्नमस्कृतभुवननाथस्य, प्रणतगुरुचरणस्य, वन्दितमुनिवृन्दस्य, भगवद्वचनामृतमाकर्णयतस्तत्र मे निरुपमं सुखसंवेदनमभूत् तत्सकलं वाग्गोचरातीतमितिकृत्वा न शक्यते कथयितुं, तदेवंविधेऽपि तत्र जैनेन्द्रमन्दिरे, सन्निहितेऽपि तादृशे भगवति गुरौ कथयति रागविषशमनं विरागमार्ग, नेदीयसि शान्तचित्ते तपस्वि - लोकेऽपि सति तावति जनसमुदये कथं बालस्य तथाविधोऽध्यवसायः सम्पन्न: ? इति ।
બાલની ચેષ્ટાવિષયક રાજાનું આશ્ચર્ય
-
આ પ્રમાણે રાજા ચિંતન કરે છતે, સુબુદ્ધિ કહે છે – હે દેવ ! દેવ વડે સમ્યગ્ અવધારણ કરાયું છે જે પ્રમાણે આ=મધ્યમબુદ્ધિ, મહાઉપકારક છે. જે કારણથી જિનધર્માનુષ્ઠાનમાં પ્રવર્તમાન એવા આ જીવને જે નિમિત્ત માત્ર પણ થાય છે તેનાથી અન્ય જગતમાં પરમોપકારી વિદ્યમાન નથી. રાજા કહે છે આ પ્રમાણે આ છે=ધર્મની પ્રાપ્તિમાં પણ નિમિત્ત માત્ર પરમોપકારી છે એ પ્રમાણે સુબુદ્ધિમંત્રીએ કહ્યું એ છે, એમાં સંદેહ નથી. ફક્ત હમણાં મારા મનમાં વિતર્ક છે. ભગવાનના વચનના અનુસ્મરણથી વારંવાર નિરાકૃત કરાયેલા પણ નિર્લજ્જ બ્રાહ્મણની જેમ પ્રકરણમાં ફરી ફરી પ્રવેશ કરે છે. મારા મનમાં ઉત્પન્ન થયેલ વિતર્ક ફરી ફરી પ્રવર્તે છે. એ કારણથી આવે=મારા મનમાં ઉત્પન્ન થયેલા વિતર્કને, દૂર કરવા માટે આર્ય યોગ્ય છે=સુબુદ્ધિમંત્રી, યોગ્ય છે. સુબુદ્ધિ કહે છે – કેવા પ્રકારનો એ વિતર્ક મનમાં છે ? જે પ્રકરણમાં નિર્લજ્જ બ્રાહ્મણની જેમ ફરી ફરી ચિત્તમાં પ્રવેશ પામે છે. રાજા કહે છે સાંભળ, સ્વસંવેદનસિદ્ધ આ ત્યારે હતું – શું સંવેદનસિદ્ધ હતું ? તે ‘વસ્તુત’થી બતાવે છે તે ચૈત્યભવનમાં પ્રવિષ્ટ માત્ર એવા અમારા સર્વ દ્વંદ્વો જાણે શાંત થયા ન
-
Page #304
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
હોય, કોઈકના વડે રાજ્યકાર્યની ચિંતારૂપ પિશાચિકા જાણે ઉચ્ચાટન કરાઈ ન હોય, સકલ મોહજાળ જાણે વિલીન થઈ હોય, પ્રબલ રાગરૂપી અગ્નિ જાણે બુઝાઈ ન ગયો હોય, પ્રદ્વેષરૂપી વેતાલ જાણે નષ્ટ ન થયો હોય, વિપરીત અભિનિવેશનો ગ્રહ જાણે બુઝાઈ ગયો ન હોય, નિષ્પન્ન કરાયેલા અમૃતના સિંચનના સંપર્કથી જાણે શરીર શાંત થયું ન હોય, સુખસાગરમાં અવગાઢ ન હોય એવું ક્ષણમાત્રથી હૃદય થયેલું. જે વળી, નમસ્કાર કરાયેલા ભુવનના નાથને જેના વડે એવા, પ્રણામ કર્યા છે ગુરુના ચરણને જેના વડે એવા, વંદન કરાયું છે મુનિઓના વૃંદને જેના વડે એવા, ભગવાનના વચનામૃતને સાંભળતા એવા મતે ત્યાં નિરુપમ સુખસંવેદન થયું, તે સકલવાણીના ગોચરથી અતીત છે એથી કરીને કહેવા માટે શક્ય નથી. આવા પ્રકારનું જૈન મંદિર સન્નિહિત હોતે છતે પણ, તેવા પ્રકારના ભગવાન ગુરુ હોતે છતે, રાગરૂપી વિષતા શમનરૂપ વિરાગમાર્ગને કહે છતે, નજીકમાં શાંત ચિત્તવાળા તપસ્વી લોક હોતે છતે પણ, તેટલો જનસમુદાય હોતે છતે, બાલને તેવા પ્રકારનો અધ્યવસાય કેમ થયો ? એ પ્રકારે મારા મનમાં વિતર્ક થાય છે, એમ રાજા સુબુદ્ધિમંત્રીને કહે છે.
निजविलसितोद्यानमाहात्म्यम्
२८३
सुबुद्धिनाऽभिहितं -देव! यत्तावदुक्तं देवेन यथा 'तत्र जिनमन्दिरे प्रविष्टमात्रस्य मे क्षणमात्रेणाचिन्तित - गुणसन्दोहाविर्भावोऽभूदिति' तन्नाश्चर्यम् । प्रमोदशेखरं हि तद्भवनमभिधीयते, हेतुरेव तत्तादृशगुणकलापस्य । यत्पुनरभ्यधायि यथा - 'कथं पुनस्तस्यैवंविधसामग्र्यामपि बालस्य तथाविधोऽध्यवसायः संपन्नः ? ' इति तत्र निवेदितमेव भगवद्भिः कारणम् । किं च अभिधानमेव तत्संबन्धि विचार्यमाणं संदेहं दलयति, यतो न किञ्चिदाश्चर्यं, यद् बालाः पापनिवारणसामग्रीसद्भावेऽपि पापाचरणेषु प्रवर्तन्त इति । अन्यच्च १ -भगवदुपदेशादेवाहमेवं तर्कयामि यदुत - द्रव्यक्षेत्रकालभावभवाद्यपेक्षया प्राणिनां शुभाशुभपरिणामा भवन्ति, तदस्य बालस्य क्षेत्रजनितोऽयमशुभपरिणामः । नृपतिराह-ननु गुणाकरस्तज्जैनसदनं तदेव तत्र क्षेत्रं तत्कथं तदशुभपरिणामहेतुर्भवेदिति । सुबुद्धिराह - देव ! न मन्दिरदोषोऽसौ, किं तर्हि ? तदुद्यानदोषः, तदुद्यानं तत्र सामान्यक्षेत्रं, तच्च हेतुस्तस्य बालस्य तथा विधाध्यवसायस्येति । नृपतिराह-यदि दुष्टाध्यवसायहेतुस्तदुद्यानं ततोऽस्माकं किमिति क्लिष्टचित्तकारणं तन्न सम्पन्नम् ? सुबुद्धिनाऽभिहितं देव! विचित्रस्वभावं तत्काननं पुरुषादिकमपेक्ष्यानेकाकारकार्यकारकं संपद्यते, अत एव तन्निजविलसितमिति नाम्ना गीयते, प्रकटयत्येव तज्जन्तूनां सविशेषसहकारिकारणकलापैनिंजं निजं विलसितं, तथाहि तस्य बालस्य तेन स्पर्शनेन तया चाकुशलमालया युक्तस्य मदनकन्दली प्राप्य तेन तथाविधाध्यवसायः, मनीषिमध्यमबुद्धियुष्मदादीनां पुनर्विशिष्टपुरुषाणां पुण्यप्राग्भारवतां सूरिपादप्रसादमासाद्य तेनैव सर्वविरतिदेशविरतिपरिणामादयो भावा जनिताः । यद्यपि चेह सर्वस्यैव कार्यस्योत्पत्तौ द्रव्यक्षेत्रकालस्वभावकर्मनियतिपुरुषकारादयः कारणविशेषा दृष्टादृष्टाः समुदायेनैव
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ हेतुभावं भजन्ते, नैकः क्वचित्कस्यचित्कारणं, तथापि विवक्षयैकस्यापि कारणत्वं वक्तुं शक्यत इति, तन्निजविलसितमुद्यानमस्माभिर्नानाविधभावनिबन्धनमभिधीयत इति ।
નિજવિલસિત ઉધાનનું માહાભ્ય સુબુદ્ધિમંત્રી કહે છે – હે દેવ ! તે પ્રમાણે દેવ વડે જે કહેવાયું. જે આ પ્રમાણે – તે જિનમંદિરમાં પ્રવિષ્ટ માત્ર એવા મને ક્ષણમાત્રથી અચિંત્ય ગુણસંદોહનો આવિર્ભાવ થયો તે આશ્ચર્ય નથી. દિ=જે કારણથી, પ્રમોદશેખર તે ભવ કહેવાય છે. તે તે ભવન, તેવા પ્રકારના ગુણકલાપનો હેતુ છે= યોગ્ય જીવોને ચિત્તમાં પ્રમોદ કરે એવા ગુણકલાપનો હેતુ છે, જે વળી, કહેવાયું=રાજા વડે કહેવાયું, શું કહેવાયું? તે “કથા'થી બતાવે છે – તેને તે બાલને, આવા પ્રકારની સામગ્રીમાં પણ આવા પ્રકારનો અધ્યવસાય કેમ થયો ? એ પ્રકારની શંકામાં ભગવાન વડે=આચાર્ય વડે, કારણ નિવેદિત કરાયું છે. વળી, તેના સંબંધી નામ જ=બાલ સંબંધી એ પ્રકારનું નામ જ, વિચારાતું સંદેહને દૂર કરે છે. જે કારણથી કંઈ આશ્ચર્ય નથી. કેમ આશ્ચર્ય નથી ? એથી કહે છે જે કારણથી બાળ જીવો પાપના નિવારણની સામગ્રીના સદ્ભાવમાં પણ પાપઆચરણામાં પ્રવર્તે છે.
બાલ જીવોમાં તે પ્રકારનાં જ ક્લિષ્ટકર્મો વર્તે છે જેથી તેવા પ્રકારનાં કર્મોને અનુસરનારી બુદ્ધિ પાપનિવારણની સામગ્રીના સદ્ભાવમાં પણ અર્થાત્ સદ્ગુરુઆદિના ઉત્તમ આલંબનોમાં પણ પાપઆચરણમાં પ્રવર્તે છે.
અને બીજું, ભગવાનના ઉપદેશથી જ હું મંત્રી, આ પ્રમાણે તર્ક કરું છું, શું તર્ક કરે છે? તે યહુતથી બતાવે છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવાદિની અપેક્ષાએ પ્રાણીઓ શુભ-અશુભ પરિણામવાળા થાય છે, તે કારણથી આ બાબતે ક્ષેત્રજલિત આ અશુભ પરિણામ છે બાલને આટલી મેદની વચ્ચે મદનકંદલીને ગ્રહણ કરવાનો જે અશુભ પરિણામ થયો તે ક્ષેત્રજનિત છે. રાજા કહે છે – ખરેખર ગુણનો આકર તે જૈતભવન છે, તે જ ત્યાં ક્ષેત્ર છે તેથી કેવી રીતે તેના અશુભ પરિણામનો હેતુ બાળના અશુભ પરિણામનો હેતુ, થાય ? સુબુદ્ધિ કહે છે – હે દેવ ! આ મંદિરનો દોષ નથી. તો શું છે ? તેથી કહે છે તે ઉદ્યાનનો દોષ છે. તે ઉધાન ત્યાં=બાલની ચેણમાં, સામાવ્યક્ષેત્ર છે=બાલ અને અન્ય જીવો સર્વ સાધારણક્ષેત્ર છે અને તે=ઉદ્યાન, તે બાલને તેવા પ્રકારના અધ્યવસાયનો હેતુ છે–સર્વલોકોના દેખતાં નિર્લજ્જ થઈને મદનકંદલીને ગ્રહણ કરવા તત્પર થયો તેવા પ્રકારના અધ્યવસાયનો હેતુ તે ઉધાત છે. રાજા કહે છે – જો દુષ્ટ અધ્યવસાયનો હેતુ તે ઉધાન છે તો અમને કયા કારણથી ક્લિષ્ટ ચિત્તનું કારણ તે ઉદ્યાન થયું નહીં. સુબુદ્ધિ વડે કહેવાયું – હે દેવ ! વિચિત્ર સ્વભાવવાળું તે કાનન=ઉદ્યાન, પુરુષાદિની અપેક્ષા રાખીને અનેક આકારના કાર્યનું કારક થાય છે–તે ઉદ્યાનનું ક્ષેત્ર વિચિત્ર સ્વભાવવાળું છે તેથી બાલ, મનીષી અને મધ્યમઆદિરૂપ પુરુષના ભેદની અપેક્ષા રાખીને અનેક પ્રકારનાં કાર્યોનો કરનાર તે ક્ષેત્રરૂપ ઉદ્યાન થાય છે. આથી જ=પુરુષાદિની અપેક્ષા રાખીને અનેક કાર્યના કરવાવાળું ઉદ્યાન છે આથી જ, તે=ઉદ્યાન, નિજવિલસિત તે પ્રકારના નામથી કહેવાય છે. તિજવિલસિત અર્થનો તાત્પર્ય સ્પષ્ટ કરે છે, જીવોના સવિશેષ સહકારી કારણના કલાપથી
Page #306
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ
૨૮૫ પોતપોતાના વિલસિતને તેeતે ક્ષેત્ર, પ્રગટ કરે છે તે આ પ્રમાણે – તે સ્પર્શનથી અને તે અકુશલમાલાથી યુક્ત એવા તે બાલને મદનકંદલીને પામીને તેના વડેeતે ક્ષેત્ર વડે, તેવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન કરાયો શાસ્ત્રમર્યાદાનુસાર દ્રવ્ય, ક્ષેત્ર આદિ પાંચ કારણો તે તે અધ્યવસાય પ્રાપ્ત કરવામાં કારણ છે એમ પ્રસ્તુતમાં બાલને સ્પર્શત પ્રત્યે ગાઢમૈત્રી હોવાથી અને અકુશલમાલારૂપ ક્લિષ્ટકર્મો ઉદયમાં હોવાથી મદનકંદલીને પામીને તે ક્ષેત્રરૂપ કારણ વડે બાલને મદનકંદલીને ગ્રહણ કરવાનો અધ્યવસાય ઉત્પન્ન થયો. વળી, પુણ્યપ્રાગુભારવાળા મનીષી, મધ્યમબુદ્ધિ અને તમારા આદિકરાજાઆદિ, એવા વિશિષ્ટ પુરુષોને સૂરિપદના પ્રસાદને પામીને તેના વડે જ તે ક્ષેત્ર વડે જ, સર્વવિરતિ, દેશવિરતિ પરિણામ આદિ ભાવો ઉત્પન્ન કરાયા છે-તે ક્ષેત્ર વડે જ મનીષીને સર્વવિરતિનો પરિણામ થયો. મધ્યમબુદ્ધિ અને રાજા વિગેરેને દેશવિરતિનો પરિણામ થયો તે સર્વભાવો તે ક્ષેત્રથી જ ઉત્પન્ન
२सया छ. सने 3 मही=संसारमi, सर्व योनी Guतिमा द्रव्य, क्षेत्र, ल, स्वभाव, धर्म, નિયતિ, પુરુષકાર આદિ કારણવિશેષો દષ્ટ અથવા અદષ્ટ સમુદાયથી જ દ્રવ્ય, ક્ષેત્ર આદિ સર્વકારણસમુદાયથી જ, હેતુભાવને ભજે છે. ક્યારે કોઈને એક કારણ હેતુભાવને ભજતો નથી. તોપણ વિવેક્ષાથી એકનું પણ=ક્ષેત્રરૂપ એકનું પણ, કારણપણું કહેવા માટે શક્ય છે, તે કારણથી તે તિજવિલસિત ઉદ્યાન અમારા વડે તાતા પ્રકારના ભાવનું કારણ કહેવાય છે.
कर्मविलासादिस्वरूपाख्यानम् नृपतिराह-सखे! चारूक्तमिदमिदानीं, यद् भवता तदाऽभिहितमासीत् भगवतः पुरतो यथा-अहं देवायाऽस्य कर्मविलासस्य राज्ञः स्वरूपं निवेदयिष्यामि तत्रिवेदयतु भवान्, अहं श्रोतुमिच्छामि । सुबुद्धिराह-देव! यद्येवं ततो विविक्ते स्थीयतां देवेन, नृपतिनोक्तमेवं भवतु, ततोऽनुज्ञातौ मनीषिणा समुत्थायास्थानमण्डपात्प्रविष्टौ कक्षान्तरे राजामात्यो । सुबुद्धिनाऽभिहितं-देव! अयमत्र परमार्थो ये ते भगवता चत्वारः पुरुषाः प्ररूपिताः, तेषामुत्कृष्टतमास्तावत्सकलकर्मप्रपञ्चरहिताः सिद्धा अभिधीयन्ते । जघन्यमध्यमोत्कृष्टाः पुनरेत एव बालमध्यमबुद्धिमनीषिणो विज्ञेयाः । अतः कर्मविलासो राजा यो भगवता प्रतिपादितः स एतेषामेवंविधस्वरूपाणां जनको निजनिजकर्मोदयो विज्ञेयः, स एव हि यथावर्णितवीर्यो, नापरः । तस्य च तिस्रः शुभाशुभमिश्ररूपाः परिणतयः, ता एव भगवताऽमीषां मनीषिबालमध्यमबुद्धीनां शुभसुन्दर्यकुशलमालासामान्यरूपेति नामभिर्जनन्य इति प्रतिपादिताः, ता एव यतोऽमूनीदृशरूपतया जनितवत्यः । नृपतिराह-स तीमीषां वयस्यः कोऽभिधीयताम् ? सुबुद्धिरुवाच-देव! तत् सर्वानर्थकारि स्पर्शनेन्द्रियं विज्ञेयम् । नृपतिना चिन्तितं-अये! मयाऽपीदं भगवता कथ्यमानं सर्वमाकर्णितमासीत्, केवलं न सम्यग् विज्ञातं यथाऽनेन, तदस्य सुबुद्धेरेवंविधबोधे सुसाधुभिः सह चिरपरिचयः कारणम् । अहो वचनकौशलं भगवतां, कथितमेवातस्तदाऽमीषां मनीषिप्रभृतीनां सम्बन्धि सर्वमन्यव्यपदेशेन चरितं, अथवा किमत्र चित्रम् ? अत एव प्रबोधनरतयस्ते भगवन्तोऽभिधीयन्ते ।
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કર્મવિલાસરાજા વગેરેના સ્વરૂપનું કથન રાજા કહે છે – હે મિત્ર ! આ હમણાં સુંદર કહેવાયું–બાલ પ્રત્યે ક્ષેત્ર કઈ રીતે કારણ છે અને આપણા પ્રત્યે ક્ષેત્ર કઈ રીતે કારણ છે અને કાર્યમાત્ર પ્રત્યે દ્રવ્ય, ક્ષેત્ર આદિ કારણનો સંપ્રદાય કઈ રીતે કારણ છે ઈત્યાદિ મંત્રીએ રાજાને યથાયોગ્ય વિસ્તારથી કહ્યું એ હમણાં સુંદર કહેવાયું. એ પ્રમાણે રાજા કહે છે એમ અત્રય છે, જે તારા વડે ત્યારે ભગવાનની આગળ કહેવાયેલું હતું આચાર્યની સમુખ કહેવાયેલું હતું, શું કહેવાયેલું હતું? તે “યથા'થી કહે છે – હું દેવને આ કર્મવિલાસરાજાનું સ્વરૂપ નિવેદિત કરીશ, તે તું નિવેદિત કર, હું સાંભળવા ઇચ્છું છું. સુબુદ્ધિ કહે છે – હે દેવ ! જો આ પ્રમાણે છેઃકર્મવિલાસનું સ્વરૂપ તમને જાણવાની ઇચ્છા છે, તો દેવ વડે એકાંતમાં બેસવું જોઈએ. રાજા વડે કહેવાયું. આ પ્રમાણે હો=આપણે એકાંતમાં બેસીએ, ત્યારપછી મનીષી વડે અનુજ્ઞા પામેલા રાજા અને અમાત્ય બંનેએ સભામંડપથી ઊભા થઈને કક્ષાત્તરમાં બીજા ઓરડામાં પ્રવેશ કર્યો, સુબુદ્ધિ વડે કહેવાયું – હે દેવ ! અહીં કર્મવિલાસના વિષયમાં, આ પરમાર્થ છે જે ભગવાન વડે તે ચાર પુરુષો પ્રરૂપણા કરાયા, તેઓમાં ઉત્કૃષ્ટતમ પુરુષો સર્વકર્મના પ્રપંચથી રહિત સિદ્ધ ભગવંતો કહેવાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વળી, આ જ બાલ, મધ્યમબુદ્ધિ અને મનીષી જાણવા. આથી જે કર્મવિલાસરાજા ભગવાન વડે કહેવાયો તેઃકર્મવિલાસરાજા, આવા સ્વરૂપવાળા આ બધાનો–બાલ, મધ્યમ, મનીષીનો, જનક પોતપોતાના કર્મનો ઉદય જાણવો, અને તે જ યથાવણિત વીર્યવાળો છે, અપર નહીં તે કર્મપરિણામરાજા પૂર્વમાં વર્ણન કરાયેલા જગતના સર્વ જીવોને તે તે પ્રકારે કાર્ય કરવામાં પોતાની શક્તિ અનુસાર કરવા સમર્થ બને તેવા વીર્યવાળો છે, બીજો કોઈ નથી. અને તેની=ને કર્મપરિણામ રાજાની, ત્રણ શુભ, અશુભ અને મિશ્રરૂપ પરિણતિઓ છે. તે ભગવાન વડે–તે ત્રણ પરિણતિઓ ભગવાન વડે, જ આ મનીષી, બાલ, મધ્યમબુદ્ધિના શુભસુંદરી, અકુશલમાલા, અને સામાન્યરૂપા નામવાળી માતા છે એ પ્રમાણે પ્રતિપાદિત કરાયું, તેઓ જ=તે ત્રણ કર્મની પરિણતિઓ જ, જે કારણથી આમનેકમનીષી આદિ ત્રણેને, આવા સ્વરૂપપણાથી ઉત્પન્ન કર્યા. રાજા કહે છે – તો આ બધાનો મિત્ર કોણ કહેવાય છે, સુબુદ્ધિ કહે છે – હે દેવ ! તે સર્વ અનર્થ કરનાર સ્પર્શનેન્દ્રિય જાણવો. રાજા વડે વિચારાયું – અરે ! મારા વડે પણ ભગવાનથી કહેવાયેલું આ સર્વ સંભળાયેલું હતું, કેવલ જે પ્રમાણે આના વડે=મંત્રી વડે વિજ્ઞાત છે તે પ્રમાણે સમ્યમ્ વિજ્ઞાત નથી. તે કારણથી આ સુબુદ્ધિના આવા પ્રકારના બોધમાં સુસાધુ સાથે ચિરપરિચય કારણ છે, અહો ભગવાનનું વચન-કૌશલ્ય, આથી-આચાર્યનું પદાર્થબોધ કરાવવાને અનુકૂળ એવું વચનકૌશલ્ય છે આથી, આ મનીષી વગેરે સંબંધી સર્વ ચરિત્ર અન્ય વ્યપદેશથી ત્યારે=ઉપદેશકાળમાં, કહેવાયું જ હતું અથવા અહીં મહાપુરુષોના વિષયમાં, શું આશ્ચર્ય છે? આથી જ પ્રબોધતરતિવાળા તે ભગવંત કહેવાય છે=યોગ્ય જીવોને બોધ કરાવવામાં રતિવાળા તે ભગવાન કહેવાય છે. ભાવાર્થ :પ્રબોધનરતિ આચાર્ય મુનિ ભગવંતો કેવા પ્રકારના અપ્રમાદયંત્રથી અંતરંગ શત્રુઓને પીડે છે તેનું
Page #308
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૮૭ સ્વરૂપ વર્ણન કર્યું, અને તેવા અપ્રમાદયંત્રવાળા મહાત્માઓ પાંચ ઇન્દ્રિયોની મનોવૃત્તિઓ અને અકુશલકર્મોની હારમાળાઓ નાશ કરે છે, જેથી ઇન્દ્રિયોના વિકાર શાંત થાય છે. અશુભકર્મો નાશ થવાથી જીવમાં નિર્મળ બુદ્ધિ પ્રગટે છે; કેમ કે અશુભકર્મો ઘાતિકર્મો છે અને તે જ જીવની મલિનતાના હેતુ છે. જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરીને સુસાધુઓ ઇન્દ્રિયોના વિકારો શાંત કરે છે અને ઘાતિકર્મોને ક્ષીણપ્રાય કરે છે. આ સર્વકથન સાંભળીને મનીષીને શુભ પરિણામ પ્રાદુર્ભત થયો; કેમ કે પૂર્વમાં જ નિર્મળમતિ હતી. અને સુસાધુના મહાસાત્ત્વિક જીવનનું સ્વરૂપ સાંભળીને પોતાને પણ તે પ્રકારે અપ્રમાદ કરવાનો અધ્યવસાય થયો, છતાં કંઈક શંકા થવાથી આચાર્ય ભગવંતને પૂછે છે કે ભાવદીક્ષા અને અપ્રમાદયંત્રમાં શું ભેદ છે ? તેથી મહાત્મા સ્પષ્ટતા કરે છે કે અપ્રમાદયંત્ર પરમાર્થથી જ ભાવદીક્ષા છે. તેથી એ ફલિત થાય કે અંતરંગ મોહનાશ માટે જે અપ્રમાદભાવથી યત્ન કરનારા છે તે મુનિઓ જ ભાવદીક્ષાવાળા છે અને તેઓ અપ્રમાદભાવથી સંગની પરિણતિનો અત્યંત ઉચ્છેદ કરે છે, તેથી જ તેઓનું ચિત્ત જગતના ભાવો પ્રત્યે અસંશ્લેષવાળું બને છે, જેનાથી જ સંસારનો ક્ષય થાય છે અને તેથી ઉત્તમ દીક્ષા ગ્રહણ કરવાનો શુભઅધ્યવસાય મનીષામાં પ્રગટ થયો. વળી, રાજાને પણ મહાત્માના ઉપદેશથી તેવી જ ભાવદીક્ષા અત્યંત કર્તવ્ય છે તેવો બોધ થાય છે. રાજાને પોતાનું તેવું સત્ત્વ નથી એવું જણાય છે અને મનીષી તેવું દુષ્કર કાર્ય કરવા તત્પર થાય છે તેવું જાણીને રાજાને તેના પ્રત્યે અત્યંત ભક્તિ થાય છે તેથી તેની ભક્તિ કરવા અર્થે મહાત્માને વિનંતી કરે છે. દીક્ષાર્થીની ભક્તિ દ્રવ્યસ્તવ રૂપ છે અને મહાત્માઓ દ્રવ્યસ્તવનો ઉપદેશ આપે છે, પરંતુ સાક્ષાત્ દ્રવ્યસ્તવ કરવાની અનુજ્ઞા કરતા નથી, તેથી રાજાને ઉત્તર આપતા નથી. તેનાથી ફલિત થાય કે સાધુઓ સાક્ષાત્ દ્રવ્યસ્તવની અનુજ્ઞા આપે નહીં, ફક્ત શ્રાવકોને દ્રવ્યસ્તવ કર્તવ્ય છે એ પ્રકારનો ઉપદેશ આપે અને સુશ્રાવકો ભગવાન પ્રત્યેના ભક્તિના પ્રકર્ષથી દ્રવ્યસ્તવ કરીને ભારતવરૂપ સંયમની શક્તિનો સંચય કરતા દેખાય ત્યારે તેઓના દ્રવ્યસ્તવકાલીન વર્તતા ઉત્તમભાવોને આશ્રયીને અનુમોદના કરે છે અને કહે છે કે સાધુપણા માટે અસમર્થ પણ આ શ્રાવકો આ રીતે ભગવાનની ભક્તિ કરીને ચારિત્રમોહનીયનો નાશ કરે છે માટે તેઓનું જીવન ધન્ય છે. વળી, સુબુદ્ધિના કહેવાથી રાજા મનીષીને ભક્તિ કરવા અર્થે વિનંતિ કરે છે અને મનીષી પણ સંયમનો અત્યંત અર્થી હોવા છતાં રાજાના ઉત્તમભાવોને જોઈને ઔચિત્ય તરીકે તેમના વચનનો સ્વીકાર કરે છે. ત્યારપછી રાજા મનીષીનો જે પ્રકારે નગરપ્રવેશ મહોત્સવ કરે છે અને ભગવાનની ભક્તિનો મહોત્સવ કરે છે, પોતે પણ જાણે મનીષીનો કિંકર ન હોય તે રીતે સર્વ વર્તન કરીને સંયમ પ્રત્યેનો રાગ જ દૃઢ કરે છે તે સર્વ કથનથી એ ફલિત થાય કે જેઓને સમ્યક્ત પ્રાપ્ત થયેલું છે તેઓને ભાવથી સર્વવિરતિ અત્યંત પ્રિય છે અને તેવા સર્વવિરતિ માટે ઉદ્યમ કરવા તત્પર થયેલા જીવોને જોઈને અતિશય ભક્તિ થાય છે. તેથી બુદ્ધિસંપન્ન પુરુષો તેવા મહાત્માની ભક્તિ કરીને પણ કઈ રીતે ઉત્તમભાવો કરે છે તે સર્વકથન પ્રસ્તુત મનીષીના દીક્ષાના પ્રસંગમાં કરાયેલી રાજાની ભક્તિથી જણાય છે. વળી, સુબુદ્ધિમંત્રી પણ તત્ત્વનો અત્યંત જાણકાર છે તેથી અવસરને ઉચિત દેશવિરતિ ગ્રહણ કરનાર મધ્યમબુદ્ધિ પણ શુદ્ધ શ્રાવક છે એમ જાણીને તેની અત્યંત વિવેકપૂર્વક ભક્તિ કરે છે. તેથી જેઓ સાધુધર્મને ગ્રહણ કરવા સમર્થ નથી તેવા ઉત્તમ શ્રાવકોની કઈ રીતે ભક્તિ કરવી જોઈએ, તેવો માર્ગાનુસારી બોધ
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રસ્તુત વર્ણનથી પ્રાપ્ત થાય છે. વળી, રાજાને સંદેહ થાય છે કે આવાં સુંદર નિમિત્તોમાં પણ બાલને કઈ રીતે તેવો અત્યંત અનુચિત અધ્યવસાય થયો તેનું કારણ ક્ષેત્ર છે એમ બતાવીને ભગવાનના વચનાનુસાર જીવના અધ્યવસાય પ્રત્યે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ કઈ રીતે કારણ બને છે વળી સ્વભાવ, કર્મ, નિયતિ, પુરુષકાર આદિ પણ કઈ રીતે કારણ બને છે તેવો માર્ગાનુસારી બોધ મંત્રીએ રાજાને કરાવ્યો. તેથી એ ફલિત થાય કે સર્વજનસાધારણ એવું પણ ક્ષેત્ર જીવોના પોતપોતાના અધ્યવસાયને અનુરૂપ કર્મના વિપાકની પ્રાપ્તિનું કારણ બને છે, તેથી નિજવિલસિત ઉદ્યાન તરીકે પ્રસ્તુત ગ્રંથમાં તેનો ઉલ્લેખ કરેલ છે. વળી, તે ક્ષેત્ર તે જીવોનાં અંતરંગ શુભાશુભકર્મોના વિપાક દ્વારા તે તે પ્રકારના પરિણામનું કારણ છે આથી જ જે ક્ષેત્રમાં બાલને અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરવાનો પરિણામ થયો તે ક્ષેત્રમાં મનીષીને ઉપદેશ આદિ સામગ્રીના નિમિત્તને પામીને સર્વવિરતિનો પરિણામ પ્રગટ થયો. ત્યારે મધ્યમબુદ્ધિને, રાજાને અને મંત્રીને તે જ ક્ષેત્રના નિમિત્તને પામીને પોતાની ભૂમિકાનુસાર દેશવિરતિરૂપ પરિણામ પ્રગટ થયો. તેથી તે તે ક્ષેત્રના નિમિત્તે તે તે બાહ્યસામગ્રીના નિમિત્તે જીવમાં વર્તતાં શુભ-અશુભ કર્મોનો ઉદય થાય છે, તે તે શુભઅશુભકર્મોનો ક્ષયોપશમ થાય છે જેનાથી તેને અનુરૂપ તે તે જીવોને સુંદર કે અસુંદર ભાવો થાય છે.
राज्ञो मनीषिदीक्षाविलम्बेच्छा मंत्रीकृतानुशास्तिश्च तदेवं विचिन्त्याभिहितमनेन-सखे! पर्याप्तमिदानी, विदितोऽस्माभिरेष वृत्तान्तः ।
केवलमिदमिदानीमभिधीयते यदुत-यद्येष मनीषी विषयानुषङ्गं कियन्तमपि कालं भजेत ततो वयमप्यनेनैव सह दीक्षाग्रहणं कुर्वीमहि, यतः प्रथमदर्शनादारभ्य प्रवर्धते ममास्योपरि स्नेहानुबन्धः, न संचरति विरहकातरतयाऽन्यत्र हृदयं, न निवर्तेयातामेतद्वदनकमलावलोकनाल्लोचने, ततो नास्य विरहे वयं क्षणमप्यासितुमुत्सहामहे । न च तथाविधोऽद्यापि अस्माकमाविर्भवति चरणकरणपरिणामः, तदेनं तावदभ्यर्थय प्रणयस्नेहसारं, अनुभावय निरुपचरितशब्दादिभोगान्, प्रकटयाऽस्य पुरतस्तत्स्वामिभावं, दर्शय वज्रेन्द्रनीलमहानीलकतनपद्मरागमरकतवैडूर्यचन्द्रकान्तपुष्परागादिमहारत्नपूगान्, दर्शयाऽपहसितत्रिदशसुन्दरीलावण्याः कन्यकाः, सर्वथा कथञ्चिदुपप्रलोभय यथा कियन्तमपि कालमस्मत्समीहितमेष मनीषी निर्विचारं संपादयति । सुबुद्धिनाऽभिहितं-यदाज्ञापयति देवः, केवलमत्रार्थे किञ्चिदहं विज्ञापयामि तद्युक्तमयुक्तं वा क्षन्तुमर्हति देवः । नृपतिराह-सखे! सदुपदेशदानाधिकारिणां भवतां शिष्यकल्पे मय्यप्यलमियता संभ्रमण, वदतु विवक्षितं निर्विकल्पमार्यः, सुबुद्धिरुवाच-देव! यद्येवं ततो यत्तावदुक्तं देवेन यथा ममात्र मनीषिणि गुरुः स्नेहातिरेकः तद्युक्तमेव, यतः समुचितो महतां गुणिषु पक्षपातः, स हि क्रियमाणः पापाणुपूगं दलयति, सदाशयं स्फीतयति, सुजनतां जनयति, यशो वर्धयति, धर्ममुपचिनोति, मोक्षयोग्यतामालक्षयतीति । यत्पुनरुक्तं 'यथा कथञ्चिदुपप्रलोभ्य कियन्तमपि कालमेष धारणीय इति' तन्नन्याय्यं, प्रत्युतानुचितमाभासते यतो नैवमस्योपरि स्नेहानुबन्धो दर्शितो भवति, किं तर्हि ? प्रत्युत प्रत्यनीकतां संपद्यते ।
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩/ તૃતીય પ્રસ્તાવ રાજાની મનીષિની દીક્ષા સંબંધી વિલંબની ઈચ્છા અને
મંત્રી દ્વારા કરાયેલ અનુશાસન તે કારણથી આ પ્રમાણે વિચારીને આના વડે=રાજા વડે, કહેવાયું, હે મિત્ર ! હમણાં પર્યાપ્ત છેઃ મંત્રીએ જે અત્યાર સુધી કથન કર્યું તે રાજાની શંકાના નિવારણ માટે પૂરતું છે. અમારા વડે આ વૃતાંત જણાયો છે=મહાત્માએ જે સર્વ કથન કર્યું તે વૃત્તાંત અમારા વડે જણાયો છે. કેવલ આ= આગળ કહ્યું છે એ, હમણાં મારા વડે કહેવાય છે. જે “યહુતીથી રાજા બતાવે છે –
પૂર્વમાં રાજાએ મંત્રી પાસેથી શંકાનાં સ્થાનોનું સમાધાન કર્યું. ત્યારપછી રાજા કહે છે કે કેવલ હમણાં આ કહેવાય છે. રાજા મંત્રીને શું કહે છે તે ‘દુત'થી બતાવે છે – જો આ મનીષી વિષયના અનુષંગને કેટલોક પણ કાલ ભજે તો આપણે પણ આની સાથે દીક્ષા ગ્રહણ કરીએ. જે કારણથી પ્રથમદર્શનથી માંડીને મારો આના ઉપર મનીષી ઉપર, સ્નેહનો અનુબંધ પ્રવર્ધમાન થાય છે. વિરહનું કાયાપણું હોવાને કારણે અન્યત્ર મનીષીને છોડીને અન્ય પ્રવૃત્તિઓમાં, હદય જતું નથી, આવા મનીષીના, મુખરૂપી કમળતા અવલોકનથી મારાં બે લોચનો વિવર્તન પામતાં નથી. તેથી આવા વિરહમાં-મનીષીના વિરહમાં, અમે ક્ષણ પણ રહેવા માટે ઉત્સાહી નથી. અને તેવા પ્રકારનો જેવા પ્રકારનો મનીષીને ચારિત્રનો પરિણામ થયો તેવા પ્રકારનો ચરણકરણનો પરિણામ હજી પણ અમને આવિર્ભાવ પામતો નથી. તે કારણથી આને મનીષીને, તું પ્રીતિના સ્નેહથી સાર=બલવાન, અભ્યર્થના કર, નિરુપચરિત શબ્દાદિ ભોગોને અનુભવ કરાવ, આની આગળ=મનીષીની આગળ, તેના સ્વામીભાવને પ્રકટ કરતું આ સર્વ સામગ્રીનો સ્વામી છો તેમ પ્રકટ કર. વજરત્ન, ઈન્દ્રનીલ, મહાતીલ, કર્કેતન, પૌરાગ, મરકત, વૈડૂર્ય, ચંદ્રકાંત, પુષ્પરાગ આદિ મહારત્નોના સમૂહને બતાવ=મનીષીને બતાવ, તિરસ્કૃત કર્યું છે દેવીઓના લાવણ્યને જેમણે એવી કન્યાઓને બતાવ, સર્વથા કોઈક રીતે પ્રલોભન કર જે પ્રમાણે કેટલોક પણ કાળ અમારું સહિત અમારું ઈચ્છિત, આ મનીષી નિર્વિચાર સ્વીકાર કરે. સુબુદ્ધિ વડે કહેવાયું જે દેવ આજ્ઞા કરે છે, કેવલ આ વિષયમાં કંઈક હું વિજ્ઞાપન કરું છું તે યુક્ત છે અથવા અયુક્ત છે, દેવ ક્ષમા કરવા યોગ્ય છે. રાજા કહે છે, હે મિત્ર ! સદુપદેશદાનાદિના અધિકારી એવા તારા શિષ્ય જેવા એવા મારામાં આટલા સંભ્રમથી સર્યું, હે આર્ય ! વિવક્ષિત વસ્તુ નિર્વિકલ્પ-વિકલ્પ કર્યા વગર, મને કહે, સુબુદ્ધિ કહે છે – હે દેવ ! જો આ પ્રમાણે છેઃઉચિત કહું એ પ્રમાણે તમારી અનુમતિ છે, તો દેવ વડે જે કહેવાયું. શું કહેવાયું ? તે “યથા'થી બતાવે છે. આ મનીષીમાં મારો અત્યંત સ્નેહનો અતિરેક છે, તે યુક્ત જ છે. જે કારણથી મહાપુરુષોના ગુણોમાં પક્ષપાત સમુચિત છે. તે કરાતો-મહાપુરુષોના ગુણોમાં કરાતો, પક્ષપાત પાપઅણુઓના સમૂહનો નાશ કરે છે, સદાશયને સુંદર કરે છે. સુજનતાને ઉત્પન્ન કરે છે. યશની વૃદ્ધિ કરે છે, ધર્મનો ઉપચય કરે છે, મોક્ષની યોગ્યતાને જણાવે છે, જે વળી, કહેવાયું આર્ય વડે કહેવાયું, શું કહેવાયું ? તે “રથા'થી બતાવે છે. કોઈક રીતે પ્રલોભન આપીને કેટલોક પણ કાળ આ મનીષી, ધારણીય છે દીક્ષા માટે વિલંબન કરવા યોગ્ય છે, તે વ્યાપ્ય નથી.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઊલટું અનુચિત ભાસે છે, જે કારણથી આ રીતે=એને પ્રલોભન આપીને સંયમમાં વિલંબન કરવામાં આવે એ રીતે, આના ઉપર મનીષી ઉપર, સ્નેહનો અનુબંધ બતાવાયેલો ન થાય=અધિક સ્નેહ બતાવાયેલ ન થાય, તો શું? એથી કહે છે ઊલટી પ્રત્યતીકતા પ્રાપ્ત થાય છે શત્રુતા પ્રાપ્ત થાય છે, શ્લોક :
तथाहिघोरसंसारकान्तारचारनिःसारकाम्यया । प्रवर्त्तमानं जैनेन्द्रे, धर्मे जीवं जगद्धिते ।।१।। मनसा वचसा सम्यक्क्रियया च कृतोद्यमः ।
प्रोत्साहयति यस्तस्य, स बन्धुः स्नेहनिर्भरः ।।२।। શ્લોકાર્ચ :
તે આ પ્રમાણે - ઘરસંસારરૂપી જંગલમાં પરિભ્રમણના નિઃસારની કામના વડે, જગતને હિત કરનાર, જિનેન્દ્રના ધર્મમાં, પ્રવર્તમાન જીવને મનથી, વચનથી અને સમ્યક્તિાથી કૃત ઉધમવાળો જે તેને પ્રવજ્યા ગ્રહણ કરવામાં તત્પર થયેલા જીવને, પ્રોત્સાહિત કરે છે તે સ્નેહનિર્ભર બંધુ છે. I/૧-ચા શ્લોક :
अलीकस्नेहमोहेन, यस्तु तं वारयेज्जनः ।
स तस्याऽहितकारित्वात्परमार्थेन वैरिकः ।।३।। શ્લોકાર્થ :
જટ્ટા સ્નેહના મોહથી જે જન તેને વારણ કરે છે સંયમગ્રહણ કરતાં વારણ કરે છે, તે જીવ તેનું અહિતકારિપણું હોવાથી સંયમગ્રહણ કરવા તત્પર થયેલા જીવનું અહિતકારિપણું હોવાથી, પરમાર્થથી શત્રુ છે. IBIL શ્લોક :
तस्मान वारणीयोऽयं, स्वहितोद्यतमानसः ।
एवमारभतां देव! स्नेहोऽत्र विहितो भवेत् ।।४।। શ્લોકાર્ચ -
તે કારણથી સ્વહિતમાં ઉધતમાનસવાળો એવો આEસંયમ ગ્રહણ કરવા માટે તત્પર થયેલો મનીષી, વારણીય નથી. હે દેવ ! આ પ્રમાણે આરંભતા તેને સંયમમાં પ્રોત્સાહિત કરવાને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિને આચરતા, તમારો સ્નેહ આમાં-મનીષીમાં કરાયેલો થાય છે. |૪||
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
न चैष शक्यते देव! कृतैर्यत्नशतैरपि ।
मनीषी लोभमानेतुं, विषयैर्दैविकैरपि ।।५।। શ્લોકા :
અને હે દેવ ! સેંકડો યત્નો કરવા વડે પણ, આ મનીષી દેવતા સંબંધી પણ વિષયોથી પ્રલોભન આપવા માટે શક્ય નથી. પિI
यतः प्रादुर्भूतोऽस्य महात्मनो विषयविषविपाकावेदनचतुरे भगवद्वचने सुनिश्चितः प्रबोधः, विस्फुरितं सकलमलकालुष्यक्षालनक्षम हृदयसरोवरे विवेकरत्नं, समुल्लसितं यथावस्थितार्थस्वरूपनिरूपणनिपुणं सम्यग्दर्शनं, संजातोऽस्य निःशेषदोषमोषकरश्चरणपरिणामः, सति च भगवदवलोकनया जीवस्यैवंविधे कल्याणाभिनिवेशकारिणि गुणकदम्बके न रमते विषयेषु चित्तं, प्रतिभासते हेयत्वबुद्ध्या भवप्रपञ्चः, इन्द्रजालायते निःसारतया सकलं जगद्विलसितं, स्वप्नदर्शनायते क्षणदृष्टनष्टतया जनसमागमः, न निवर्तते प्रलयकालेऽपि कस्यचिदनुरोधेन मोक्षमार्गस्य साधनप्रवणा बुद्धिः, तदेवंस्थिते देव! अस्योपप्रलोभनमाचरतामस्माकं केवलं मोहविलसितमाविर्भविष्यति, न पुनः काचिदभिप्रेतार्थसिद्धिः, तदलमनेनाऽस्थानाऽऽरम्भेणेति । नृपतिराह-यद्येवं ततः किं पुनरधुना प्राप्तकालम् ? सुबुद्धिराह-देव! निरूप्य दीक्षाग्रहणार्थमस्य प्रशस्तदिनं, क्रियतां तदारात् सर्वादरेण महत्तरः प्रमोदः । नृपतिराह यत्त्वं નાનીખે !
જે કારણથી આ મહાત્માને વિષયના વિષવિપાકના વેદનમાં ચતુર એવા ભગવાનના વચનમાં સુનિશ્ચિત પ્રબોધ પ્રાદુર્ભાવ થયો છે, હૃદયરૂપી સરોવરમાં સકલમલના કાલુષ્યને ધોવા માટે સમર્થ એવું વિવેકર7 સ્કુરાયમાન થયું છે, યથાવસ્થિત અર્થતા સ્વરૂપના નિરૂપણમાં નિપુણ એવું સમ્યગ્દર્શન ઉલ્લસિત થયું છે આને-મનીષીને, સંપૂર્ણ દોષનો નાશ કરનાર ચારિત્રતો પરિણામ પ્રગટ થયો છે અને ભગવાનની અવલોકનાથી તીર્થકરોની અવલોકવાથી, જીવને આવા પ્રકારના કલ્યાણના અભિનિવેશને કરનાર ગુણસમૂહ પ્રગટ થયે છતે વિષયોમાં ચિત્ત રમતું નથી. હેયપણાની બુદ્ધિથી ભવપ્રપંચ ભાસે છે. નિસારપણું હોવાના કારણે સકલ જગતનું વિલસિત ઈન્દ્રજાળ જેવું જણાય છે. ક્ષણદષ્ટતષ્ટપણાથી ક્ષણમાં દેખાય અને ક્ષણમાં નાશ પામે એવું સ્વરૂપ હોવાથી, લોકોનો સમાગમ સ્વપ્ન જેવો જણાય છે. પ્રલયકાળમાં પણ કોઈના અનુરોધથી મોક્ષમાર્ગને સાધવામાં સમર્થ બુદ્ધિ રિવર્તન પામતી નથી. તે કારણથી આ પ્રમાણે હોતે છતે હે દેવ! આવા પ્રલોભને આચરતા=મનીષીને પ્રલોભન આપીને દીક્ષાનો વિલંબન કરતાં, અમારું કેવલ મોહવિલસિત આવિર્ભાવ પામશે, પરંતુ કોઈ અભિપ્રેતાર્થની સિદ્ધિ નથી આપણા પ્રલોભથી કોઈ રીતે મનીષી દીક્ષાનું વિલંબન કરીને વિષયોમાં પ્રવૃત્ત થશે તે સંભવિત નથી માટે આપણા કોઈ અભિપ્રેતની સિદ્ધિ થશે નહીં, તે કારણથી આ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અસ્થાન આરંભથી સર્યું, રાજા કહે છે – જો આ પ્રમાણે છેઃમનીષીને પ્રલોભન આપીને વિલંબન કરવું ઉચિત નથી એ પ્રમાણે છે, તો હમણાં પ્રાપ્તકાલ શું છે ?=શું કરવું ઉચિત છે ? સુબુદ્ધિ કહે છે – હે દેવ ! દીક્ષા ગ્રહણ કરવા માટે આનો પ્રશસ્ત દિવસ જોઈને ત્યાં સુધી સર્વ આદરથી મોટો પ્રમોદ કરાવાય. રાજા કહે છે – જે મનીષીના વિષયમાં શું ઉચિત કર્તવ્ય છે તે, તું જાણે છે.
__नैमित्तिकाह्वानमष्टाह्निकामहोत्सवश्च ततः समाहूतः सिद्धार्थो नाम सांवत्सरः । समागतस्त्वरया, प्रविष्टोऽभ्यन्तरे, राज्ञा दापितमासनं, कृतमुचितकरणीयं, कथितमाह्वानप्रयोजनं, ततो निरूप्य निवेदितमनेन यदुत-अस्मादिनानवमे दिनेऽस्यामेव भाविन्यां शुक्लत्रयोदश्यां, शुक्रदिने, उत्तरभद्रपदाभिर्योगमुपगते शशधरे, वहति शिवयोगे, दिनकरोदयातीते सपादे प्रहरद्वये, वृषलग्नं, सप्तग्रहकं, एकान्तनिरवद्यं भविष्यति, तदाश्रीयतामिति, अभिहितं राजमन्त्रिणोः, परिपूज्य प्रहितः सांवत्सरः, गतं तद्दिनम् ।
નૈમિત્તિકનું આહ્વાન અને આષ્ટાહ્નિકા મહોત્સવ તેથી સિદ્ધાર્થ નામનો સાંવત્સર=જ્યોતિષને જોનાર બોલાવાયો. ત્વરાથી આવ્યો=જ્યોતિષ આવ્યો. અભ્યતરમાંઅંદર પ્રવેશ કર્યો=જ્યોતિષે રાજમહેલમાં પ્રવેશ કર્યો, રાજા વડે આસન અપાયું, ઉચિત કરણીય કરાયું=જ્યોતિષનો ઉચિત આદરસત્કાર કરાયો, બોલાવાનું પ્રયોજન કહેવાયું મનીષીની દીક્ષા માટે કયો દિવસ ઉચિત છે તેનું પ્રયોજન કહેવાયું, ત્યારપછી જોઈને આના દ્વારા=
જ્યોતિષ વડે, નિવેદન કરાયું, શું નિવેદન કરાયું ? તે કુતથી બતાવે છે, આ દિવસથીઆજના દિવસથી, નવમા દિવસે આ જ ભવિષ્યમાં થનારી શુક્લતેરસમાં શુક્લદિન હોતે છતે ઉત્તરભાદ્રપદનક્ષત્રમાં શશધરનો-ચંદ્રનો, યોગ પ્રાપ્ત થયે છતે, શિવયોગ વહત થયે છતે, દિવસના ઉદયથી અતીત પાદસહિત બે પ્રહર પૂરા થયે છતે વૃષ લગ્ન, સપ્તગ્રહક, એકાંત નિરવઘ થશે. તેને આશ્રય કરો, તે પ્રમાણે રાજા અને મંત્રીને નિવેદન કરાયું સિદ્ધાર્થ નામના સાંવત્સર વડે નિવેદન કરાયું, પૂજા કરીને સાંવત્સર મોકલાવાયો પોતાના સ્થાને જવા રાજા વડે અનુજ્ઞા અપાવાઈ, તે દિવસ પૂરો થયો,
ततो द्वितीयदिनादारभ्य प्रमोदशेखरे तदन्यजिनायतनेषु च देवानामपि विस्मारितसुरालयसौन्दर्या विधापिता राज्ञा महोत्सवाः, दापितानि वरवरिकाघोषणपूर्वकं सर्वत्र महादानानि, विहारितो देवेन्द्रवदैरावतविभ्रमजयकरिवरारूढः, स्वयं पदातिभावं भजता त्रिकचतुष्कचत्वरादिषु सुराकारैर्नागरिकजनैः स्तूयमानो निरुपमविलासविस्तारमनुभावयता नरपतिना प्रतिदिनं नगरे मनीषी, प्राप्तोऽष्टमवासरः, तत्र च नीतं निखिलजनसन्मानदानार्थमास्थानार्धमानविनोदेन प्रहरद्वयम् । अत्रान्तरे दिनकराऽऽचरितेन मनीषिवचनं सूचयताऽभिहितं कालनिवेदकेन ।
ત્યારપછી બીજા દિવસથી માંડીને રાજા વડે પ્રમોદશેખર નામના ચૈત્યાલયમાં અને અન્ય જિનાયતનમાં
Page #314
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૯૩
દેવોને સુરાલયના સૌંદર્યને વિસ્મરણ કરાવે એવા મહોત્સવો કરાવાયા. વરવરિકા ઘોષણાપૂર્વક સર્વત્ર મહાદાન કરાવાયાં. દેવેન્દ્રની જેમ ઐરાવતના વિભ્રમને કરાવે એવા જય નામના શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થયેલો, ત્રિક-ચતુષ્ક-ચત્વરાદિમાં દેવના જેવા આકારવાળા નાગરિકોથી સ્તુતિ કરાતો મનીષી સ્વયં પદાતિભાવને=સેવકભાવને, ભજતા એવા, નિરુપમ વિલાસના વિસ્તારને અનુભવ કરાવતા એવા રાજા વડે પ્રતિદિવસ નગરમાં વિહાર કરાવાયો. આઠમો દિવસ પ્રાપ્ત થયો. અને ત્યાં નિખિલ જનનાં સન્માન, દાન, અર્ધમાનતા વિનોદથી બે પ્રહર પસાર કરાયા. એટલામાં દિનકર આચરિત વડે મનીષીના વચનને સૂચન કરતા કાલતિવેદક વડે કહેવાયું – શ્લોક :
नाशयित्वा तमो लोके, कृत्वाऽऽह्लादं मनस्विनाम् ।
हे लोकाः! कथयत्येष, भास्करो वोऽधुना स्फुटम् ।।१।। શ્લોકાર્ચ -
લોકમાં અંધકારનો નાશ કરીને, મનસ્વીઓને આહ્વાદ કરીને તે લોકો ! આ ભાસ્કર સૂર્ય, હમણાં સ્પષ્ટ આપણને કહે છે, શું કહે છે ? તે બતાવે છે – IIII. શ્લોક :
वर्धमानः प्रतापेन, यथाऽहमुपरि स्थितः ।
सर्वोऽपि स्वगुणैरेव, जनस्योपरि तिष्ठति ।।२।। શ્લોકાર્ચ -
જે પ્રમાણે પ્રતાપથી વર્ધમાન હું ઉપર રહેલો છું, સ્વગુણોથી જ સર્વ પણ મનુષ્યની ઉપર રહે છે. III
साडम्बरं दीक्षार्थगमनम ततस्तदाकर्ण्य राजा सुबुद्धिप्रभृतीनुद्दिश्याह-अये! प्रत्यासीदति लग्नवेला, ततः सज्जीकुरुत तूर्णं भगवत्पादमूले गमनसामग्रीम् । सुबुद्धिरुवाच-देव! प्रदेव वर्त्तते मनीषिपुण्यपरिपाटीव सर्वा सामग्री ।
આડંબર સહિત દીક્ષા માટે ગમન ત્યારપછી તેને સાંભળીને કાલતિવેદકતા વચનને સાંભળીને, રાજા સુબુદ્ધિ વિગેરેને ઉદ્દેશીને કહે છે, ખરેખર ! લગ્નવેલા પાસે આવે છે સંયમ લેવાનો સમય પાસે આવે છે, તેથી શીઘ્ર ભગવાનના પાદમૂલે ગમનસામગ્રીને સજ્જ કરો, સુબુદ્ધિ કહે છે – હે દેવ ! મનીષીના પુણ્યપરિપાટીની જેમ સર્વ સામગ્રી સજ્જ જ વર્તે છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
तथाहिअमी घणघणारावं, कुर्वन्तः कनकोज्ज्वलाः ।
रथौघाः प्रस्थितास्तूर्णमायुक्तवरवाजिनः ।।१।। શ્લોકાર્થ :
તે આ પ્રમાણે – ઘણ ઘણ અવાજને કરતા, કનકથી ઉજ્વલ આયુક્ત=સજ્જ થયેલ, એવા શ્રેષ્ઠ ઘોડાવાળા આ રથના સમૂહોએ શીધ્ર પ્રયાણ કર્યું. ITI શ્લોક -
एते संख्यामतिक्रान्ता, राजवृन्दैरधिष्ठिताः ।
जीमूता इव नागेन्द्रा, द्वारे गर्जन्ति मन्थरम् ।।२।। શ્લોકાર્ચ -
સંખ્યાથી અતિક્રાંત, રાજવૃન્દોથી અધિષ્ઠિત એવા આ હાથીઓ મેઘની જેમ દ્વાર ઉપર મંદ ગર્જના કરે છે. રા. શ્લોક :
वर्याश्ववारैः संरुद्धाः, कथञ्चिच्चटुलाननैः ।
खमापिबन्तोऽमी देव! हया हेषन्ति दर्पिताः ।।३।। શ્લોકાર્ચ -
શ્રેષ્ઠ એવા અશ્વવારોથી સંરુદ્ધ કોઈક રીતે ચટુલ એવા મુખથી આકાશને પીતા, દઈને પામેલા આ ઘોડાઓ હે દેવ ! હેષારવ કરે છે. II3II શ્લોક :
સર્વ પ્રતિસંપતિ:, ક્ષીનીરેશ્વરોપમ: |
मत्तः प्रयोजनं ज्ञात्वा, सुवेषश्चलितोऽखिलः ।।४।। શ્લોકાર્ચ -
આ પદાતિનો સંઘાત=સૈનિકોનો સમૂહ, ક્ષીરસમુદ્રોના ઉપમાવાળો મારા પાસેથી પ્રયોજનને જાણીને સુવેષવાળો અખિલ ચાલ્યો. ૪ll શ્લોક :
रत्नालङ्कारनेपथ्याः, सद्रव्यपटलाकुलाः । प्रस्थिता वरनारीणामते वारा वरेक्षणाः ।।५।।
Page #316
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
श्लोकार्थ :
રત્નઅલંકારના નેપથ્યવાળા, સદ્રવ્યના પટલથી આકુલ=સુંદર વસ્ત્રોથી સજ્જ થયેલા શ્રેષ્ઠ સુંદર દેખાતા શ્રેષ્ઠ નારીઓના આ સમૂહો પ્રસ્થિત થયા. ॥૫॥
श्लोक :
मनीषिपुण्यसंभाराकृष्टास्तूर्णं समागताः । एते विबुधसंघाता, द्योतयन्ति नभस्तलम् ।।६।।
श्लोकार्थ :
મનીષીના પુણ્યના સંભારથી આકૃષ્ટ શીઘ્ર આવેલા આ દેવતાઓના સમૂહો નભસ્તલને
प्रकाशित करे छे. ॥५॥
लोर्ड :
एष नागरको लोकः, कौतुकाऽऽक्षिप्तमानसः । कुरुते हर्षकल्लोलैः, सागरक्षोभविभ्रमम् ।।७।।
૨૯૫
श्लोकार्थ :
કૌતુકથી આક્ષિપ્તમાનસવાળો આ નાગરિક લોક હર્ષના કલ્લોલથી સાગરના ક્ષોભના વિભ્રમ= धारण करे छे. ॥७॥
श्लोड :
अथवा
मत्तो विदितवृत्तान्तो, मनीषिगुणरञ्जितः ।
ज्ञातयुष्मदभिप्रायः, को वाऽत्राऽप्रगुणो भवेत् ? ।। ८ ।।
श्लोकार्थ :
અથવા મારાથી વિદિત કરાયેલા વૃત્તાંતવાળો, મનીષીના ગુણથી રંજિત થયેલો જાણ્યો છે તમારો અભિપ્રાય એવો કયો પુરુષ અહીં=મનીષીના મહોત્સવમાં અપ્રગુણ થાય ?=અતત્પર
थाय ? ॥८॥
देव! तत्साम्प्रतमुत्थातुमर्हथ यूयं ततः समुत्थितौ मनीषिनरेन्द्रौ निर्गतौ द्वारदेशे, ततो रत्नकिङ्किणीजालभूषिते समारूढः प्रधानस्यन्दने मनीषी, ततः सुखसुकुमारासनोपविष्टः स्वयं प्रतिपन्नसारथिभावेन सह नरपतिना विलसत्किरीटांशु रञ्जितोत्तमाङ्गभागो ध्रियमाणेन निजयशोधवलेनातपत्रेण कपोललोलायमानकुण्डलो, धूयमानेन शशधरदीधितिच्छटाच्छेन वरविलासिनीकरवर्त्तिना चामरप्रकरेण स्थूल
Page #317
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ मुक्ताफलकलापविराजितवक्षःस्थलः, पठताऽतितारमुद्दामबन्दिवृन्देन कटककेयूरखचितबाहुदण्डो, नृत्यता तोषनिर्भरवरविलासिनीसार्थेन अतिसुरभिताम्बूलाङ्गरागप्रीणिताशेषेन्द्रियग्रामो, बधिरयता दिक्चक्रवालं वरतूर्यनिर्घोषेण विशददिव्यांशुकप्रतिपन्नदेहो, गायता मनोहारिकिन्नरसङ्घेन घूर्णमानविचित्रवनमालानिचयचर्चितशरीरो, मुञ्चता हर्षातिरेकादुत्कृष्टसिंहनादसन्दर्भं देवसङ्घेन प्रीणिताशेषप्रणयिजनमनोरथः, श्लाघयता नागरलोकेन तथाऽमरकुमाराकारधरोऽयमिति सकौतुकाभिः समागतोऽस्माकमयं दृष्टिपथमिति सहर्षाभिरस्मदभिमुखमवलोकयतीति सशृङ्गाराभिर्मदनरसवशीकृतहृदयतया नानाविधविलासाभिर्मामियं तिरोधाय दर्शनलोलतया स्वयमवलोकयतीति परस्परं सेर्ष्याभिर्गुरुजनोऽस्मानेवमवलोकयन्तीः पश्यतीति सलज्जाभिः प्रव्रजितः किलायं भविष्यतीति सशोकाभिरलं संसारेण योऽयमेवंविधैरपि त्यज्यत इति ससंवेगाभिरेवमनेकरसभावनिर्भरं हृदयमुद्वहन्तीभिर्निरीक्ष्यमाणमूर्त्तिर्वातायनविनिर्गतवदनकमलसहस्त्राभिः पुरसुन्दरीभिरभिनन्द्यमानोऽम्बरविवरवर्त्तिनीभिः सुरसुन्दरीभिः सहितो रथान्तरारूढेन स्वप्रतिबिम्ब सन्निभेन मध्यमबुद्धिना अनुगम्यमानो रथहरिकरिगतैर्महासामन्तसमूहैर्महता विमर्देन प्राप्तो मनीषी निजविलसितोद्याने । रथादवतीर्य स्थितः क्षणमात्रं प्रमोदशेखरद्वारे परिवेष्टितो राजवृन्देन । इतश्च स्यन्दनारोहणादारभ्य राजा विशेषतस्तदा सत्त्वपरीक्षार्थं मनीषिस्वरूपं दत्तावधानो निरूपयति स्म यावता तस्य विशुध्यमानाध्यवसायप्रक्षालितमनोमलकलङ्कस्य सत्यपि तादृशे हर्षहेतौ न लक्षितस्तेन तिलतुषत्रिभागमात्रोऽपि चेतोविकारः प्रत्युत गाढतरं क्षारमृत्पुटपाकादिभिरिव विचित्रसंसारविलसितदर्शनसमुद्भूतैर्भावनाविशेषैर्निर्मलीभूतं चित्तरत्नम् । ततः परस्परानुविद्धतया मनः शरीरयोर्जातमस्य देदीप्यमानं शरीरं, विलोकितं च राज्ञा यावत्तत्तेजसाभिभूतं दिनकरकरनिकरतिरस्कृतमिव तारकानिकुरुम्बं न राजते मनीषिणोऽभ्यर्णवर्ति तद्राजकम् ।
૨૯૬
હે દેવ ! તે કારણથી હવે તમે ઊઠવા માટે યોગ્ય છો, ત્યારપછી મનીષી અને રાજા ઊઠ્યા, દ્વારદેશમાં બહાર નીકળ્યા, ત્યારપછી રત્નકિકિંણીના સમૂહથી ભૂષિત પ્રધાન રથમાં મનીષી આરૂઢ થયો. ત્યારપછી સ્વયં સ્વીકાર્યો છે સારથિભાવ જેણે એવા રાજા સાથે સુખપૂર્વક સુકુમાર એવા આસન ઉપર બેઠેલો એવો, ધારણ કરાયેલા પોતાના યશના જેવા ધવલ છત્રની સાથે વિલાસ કરતા એવા મુગટનાં કિરણોથી રંજિત છે મસ્તકરૂપ ભાગ જેને એવો, વીંજાતા, ચંદ્રના કિરણની છટા જેવા સ્વચ્છ, શ્રેષ્ઠ સ્ત્રીના હાથમાં રહેલા એવા ચામરના સમૂહ સાથે કપોલમાં લટકતાં કુંડલ છે જેને એવો, અતિ તારસ્વરે બોલતા ઉદ્દામ બંદીના વૃન્દના સમૂહ સાથે સ્થૂલ મુક્તાફળના કલાપથી શોભિત વક્ષઃસ્થલવાળો, નૃત્ય કરતી, તોષથી નિર્ભર શ્રેષ્ઠ સ્ત્રીઓના સમૂહની સાથે કટકકેયૂરથી ખચિત બાહુદંડવાળો, દિક્ચક્રવાલને બધિર કરતા એવા શ્રેષ્ઠ વાજિંત્રના અવાજની સાથે અતિ સુગંધી તાંબૂલ, અંગરાગ=વિલેપનથી ખુશ કર્યો છે સમગ્ર ઇન્દ્રિયોનો સમૂહ જેણે એવો, ગાતા મનોહારી એવા કિન્નરના સમૂહની સાથે નિર્મળ દિવ્યાંશુકથી પ્રતિપન્ન દેહવાળો, હર્ષના અતિરેકથી ઉત્કૃષ્ટ
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સિંહના નાદના સંદર્ભને મૂકતા એવા દેવતા સમૂહની સાથે ડોલતી એવી વિચિત્ર વનમાલાના સમૂહથી ચર્ચિત છે શરીર જેને એવો, પ્રશંસા કરતા નાગરલોકની સાથે ખુશ કર્યા છે અશેષ સ્નેહીજનના મનોરથ જેણે એવો મનીષી તથા દેવકુમારના આકારને ધારણ કરનારો આ મનીષી છે, એ પ્રમાણે કૌતુક સહિત નગરની સ્ત્રીઓ વડે, આ અમારા દષ્ટિપથને પામ્યો એ પ્રકારે હર્ષસહિત સ્ત્રીઓ વડે, અમારી સન્મુખ જુએ છે એ પ્રમાણે કામના રસથી વશ કરાયેલું હૃદયપણું હોવાથી અનેક પ્રકારના વિલાસવાળી શૃંગાર સહિત એવી સ્ત્રીઓ વડે. આ સ્ત્રી અને તિરોધાન કરીને દર્શનની આસક્તિ વડે સ્વયં=પોતે, જુએ છે એ પ્રમાણે પરસ્પર ઈર્ષા સહિત એવી સ્ત્રીઓ વડે, આ પ્રમાણે જોતી એવી અમોને જોતી એ સ્ત્રીઓને, ગુરુજન જુએ છે એ પ્રમાણે લજ્જા સહિત એવી સ્ત્રીઓ વડે, ખરેખર આ=મનીષી, પ્રવ્રજિત થશે એ પ્રમાણે શોક સહિત એવી સ્ત્રીઓ વડે, સંસાર વડે સર્યું જે આ=સંસાર, આવા પ્રકારના જીવો વડે પણ ત્યાગ કરાય છે એ પ્રમાણે સંવેગ સહિત એવી સ્ત્રીઓ વડે, બીજા રથમાં આરૂઢ થયેલા સ્વપ્રતિબિંબ જેવા મધ્યમબુદ્ધિ વડે અતુગમન કરાતો રથ, હાથી, ઘોડામાં રહેલા મોટાસામંતસમૂહથી, મોટા વિમર્દથી=મોટા વૈભવથી, મનીષી તિજવિલસિત ઉઘાતમાં પ્રાપ્ત થયો. રથમાંથી ઊતરીને રાજવૃદથી વીંટળાયેલ એવો મનીષી પ્રમોદશેખર દ્વારમાં રહ્યો અને આ બાજુ મનીષીના નિજવિલસિત ઉદ્યાનના આગમના કાળ દરમ્યાન આ બાજુ, રાજા રથના આરોહણથી માંડીને વિશેષથી ત્યારે સત્ત્વની પરીક્ષા માટે મનીષીના સંયમ માટેના સત્ત્વની પરીક્ષા માટે, મનીષીના સ્વરૂપને અત્યંત ધ્યાનપૂર્વક જોતા હતા. એટલામાં વિશુધ્ધમાન અધ્યવસાયથી પ્રક્ષાલિત મનોમલ કલંકવાળા તેના મનીષીના તેવા પ્રકારના હર્ષના હેતુ વિદ્યમાન હોતે છતે પણ તલના ફોતરના ત્રિભાગમાત્ર પણ ચિત્તનો વિકાર તેના વડે રાજા વડે, જોવાયો નહીં=રાજા મનીષીના રથના સારથિ તરીકે બેસે છે ત્યારથી માંડીને સતત મનીષીના મુખને જોઈને તેના નિર્લેપ ચિત્તની પરીક્ષા કરે છે અને મનીષીનું ચિત સંયમના અત્યંત રાગવાળું હોવાથી આ પ્રકારે હર્ષના હેતુ એવા દીક્ષા મહોત્સવકાળમાં પણ મનીષીના મુખ ઉપર લેશ પણ તેવો વિકાર દેખાતો નથી. પરંતુ ઊલટું ગાઢતર ભાર માટી વિગેરેના પુટ પાકાદિની જેમ વિચિત્ર સંસારના વિલસિત દર્શનથી સમુદ્ભૂત ભાવતાવિશેષ વડે ચિતરૂપી રત્ન નિર્મલ થયેલું હતું મનીષીનું ચિત્ત નિર્મલ હતું. જે મહોત્સવ સામાન્ય સંસારી જીવોને ગાઢરાગતું કારણ બને તેવો પણ મહોત્સવ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવામાં તત્પર થયેલ ભાવતાવિશેષને કારણે મનીષીના ચિત્તને અત્યંત અસંગભાવવાળું કરે છે. તેથી મન અને શરીરનું પરસ્પર અનુવિદ્ધપણું હોવાને કારણે આનું મનીષીનું દેદીપ્યમાન શરીર થયું. મનીષીનું ચિત્ત અત્યંત અસંગભાવવાળું હોવાથી અને શરીર સાથે સંબંધવાળું હોવાથી તે ઉત્તમમતની અસરથી દેહનો આકાર પણ પ્રશમભાવને બતાવે તેવો દેદીપ્યમાન થયો અને રાજા વડે જોવાયું ઉત્તમ મનને કારણે પ્રશાંત મુદ્રાવાળું મનીષીનું શરીર રાજા વડે જોવાયું. એટલામાં તેના તેજથી અભિભૂત થયેલું મનીષીના ઉત્તમચિત્તને કારણે જે દેદીપ્યમાન શરીર હતું તેના તેજથી અભિભૂત થયેલું, સૂર્યનાં કિરણોના સમૂહથી તિરસ્કાર કરાયેલા તારાઓના સમૂહની જેમ મનીષીનો અભ્યર્ણવર્તી તે રાજવૈભવ શોભતો નથી.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
राजादीनां दीक्षापरिणतिः
ततस्तदीयगुणप्रकर्षेण राज्ञोऽपि विलीनं तद्विबन्धकं कर्मजालं संजातश्चरणपरिणामो, निवेदितः सुबुद्धिमध्यमबुद्धिमदनकन्दलीसामन्तादिभ्यो निजोऽभिप्रायः । ततोऽचिन्त्यमाहात्म्यतया महापुरुषसन्निधानस्य, विचित्रतया कर्मक्षयोपशमस्य, रञ्जितचित्ततया निष्कृत्रिममनीषिगुणैः समुल्लसितं तदा सर्वेषां जीववीर्यम् । ततस्तैरभिहितम्
રાજા વગેરેની દીક્ષાની પરિણતિ
તેથી=રાજાએ રાજવૈભવ કરતાં પણ અધિક તેજસ્વી મનીષીના તેજને જોયું તેથી, તેના ગુણના પ્રકર્ષથી=મનીષીના ગુણના પ્રકર્ષથી, રાજાનું પણ તેના વિબન્ધક કર્મજાલ=ચારિત્રના પરિણામનું વિબન્ધક કર્મજાલ, વિલીન થયું. અને ચારિત્રનો પરિણામ થયો=રાજાને ચારિત્રનો પરિણામ થયો. સુબુદ્ધિ, મધ્યમબુદ્ધિ, મદનકંદલી, સામંત આદિઓને પોતાનો અભિપ્રાય નિવેદન કરાયો=મનીષીને જોઈને મનીષી જેવા ઉત્તમચિત્તનો અર્થી એવો હું પણ સંયમગ્રહણ કરવા ઇચ્છું છું એ પ્રકારે રાજા વડે પોતાનો અભિપ્રાય નિવેદન કરાયો. તેથી=રાજાએ પોતાનો અભિપ્રાય નિવેદન કર્યો તેથી, મહાપુરુષના સન્નિધાનનું અચિંત્ય માહાત્મ્યપણું હોવાને કારણે, કર્મના ક્ષયોપશમનું વિચિત્રપણું હોવાને કારણે, નિકૃત્રિમ મનીષીના ગુણોથી રંજિત ચિત્તપણું હોવાને કારણે, બધા જીવોનું=સુબુદ્ધિમંત્રી આદિ બધા જીવોનું, ત્યારે જીવવીર્ય ઉલ્લસિત થયું, તેથી=રાજાના વચનથી સુબુદ્ધિ આદિ સર્વનું સંયમને અભિમુખ જીવવીર્ય ઉલ્લસિત થયું તેથી, તેઓ વડે કહેવાયું.
શ્લોક ઃ
साधु साधूदितं देव ! युक्तमेतद्भवादृशाम् ।
संसारे ह्यत्र निःसारे, नान्यच्चारु विवेकिनाम् ।।१।।
શ્લોકાર્થ :
હે દેવ ! સુંદર સુંદર કહેવાયું. તમારા જેવાને આ=સંયમનો પરિણામ થાય એ, છે. યુક્ત અહીં=નિઃસાર એવા સંસારમાં, વિવેકીઓને અન્ય=ચારિત્રના પરિણામથી અન્ય કોઈ વસ્તુ, સુંદર નથી. IIAII
શ્લોક ઃ
તથાદિ
देव ! यद्यत्र संसारे, किञ्चित् स्याद्रामणीयकम् । श्लाघ्यं सारमुपादेयं, वस्तु सुन्दरमेव वा ।।२।।
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૯૯,
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ततः किमीदृशाः सन्तः, पूज्या युष्मादृशामपि ।
संसारमेनं मुञ्चेयुतितत्त्वा महाधियः ।।३।। युग्मम् શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – હે દેવ ! આ સંસારમાં જો કોઈ રામણીયકકમનોહર, ગ્લાધ્ય, સારભૂત, ઉપાદેય વસ્તુ અથવા કોઈ સુંદર વસ્તુ હોય તો તમારા જેવાને પણ પૂજ્ય, જાણ્યું છે તત્ત્વ જેમણે એવા, મહાબુદ્ધિશાળી આવા પ્રકારના સંતપુરુષો શું આ સંસારનો ત્યાગ કરે ! II-BI શ્લોક :
ततोऽमूदृशसल्लोकत्यागादेवावगम्यते ।
नास्त्यत्र किञ्चित्संसारे, सारं चारकसन्निभे ।।४।। શ્લોકાર્ચ -
તેથી આવા પ્રકારના સજ્જનલોકના ત્યાગથી જ જણાય છે ચારક જેવા કેદખાના જેવા, આ સંસારમાં કંઈ જ સાર નથી. llll. શ્લોક :
अतो मनीषिभिस्त्यक्ते, देव! नैवात्र युज्यते ।
स्थातुं विज्ञाततत्त्वानां, भवे भूरिभयाकरे ।।५।। શ્લોકાર્ચ -
આથી મનીષી વડે ત્યાગ કરાવે છતે હે દેવ ! વિજ્ઞાત તત્ત્વવાળા જીવોને ઘણા ભયની ખાણ એવા આ ભવમાં રહેવું ઘટતું નથી. પી. શ્લોક :
अन्यच्च देव! सर्वेषामस्माकमपि साम्प्रतम् ।
दृष्ट्वा मनीषिणश्चित्तं, न चित्तं रमते भवे ।।६।। શ્લોકાર્ચ -
અને બીજું હે દેવ ! સર્વ એવા અમોને પણ મનીષીનું ચિત્ત જોઈને હમણાં ભવમાં ચિત્ત રમતું નથી. IIII
શ્લોક :
यथैवास्य प्रभावेण, संजातश्चरणोद्यमः । अस्माकमेष निर्वाहं, तथा तेनैव यास्यति ।।७।।
Page #321
--------------------------------------------------------------------------
________________
300
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
જે પ્રમાણે આના પ્રભાવથી=મનીષીના પ્રભાવથી, અમોને ચરણનો ઉધમ થયો=ચારિત્રગ્રહણનો પરિણામ થયો, તે પ્રમાણે આ=ચારિત્રનો પરિણામ, તેના વડે જ=મનીષી વડે જ, નિર્વાહને પામશે=સંયમગ્રહણ કર્યા પછી મનીષીના અનુશાસનથી અમે પણ ચારિત્રના પરિણામની ધુરાને ગ્રહણ કરવા સમર્થ થશું. 11011
શ્લોક ઃ
ततोऽस्माननुजानीत, संसारोच्छेदकारिणीम् ।
येन भागवती दीक्षामङ्गीकुर्मः सुनिर्मलाम् ।।८।
શ્લોકાર્થ :
તેથી અમોને અનુજ્ઞા આપો જેનાથી સંસારના ઉચ્છેદને કરનારી સુનિર્મલ ભાગવતી દીક્ષાને અમે અંગીકાર કરીએ. અર્થાત્ સુબુદ્ધિ વિગેરે રાજાને કહે છે અમને અનુજ્ઞા આપો જેથી વીતરાગગામી પરિણતિની વૃદ્ધિ કરે એવી નિર્મલ ભાગવતી દીક્ષાને અમે અંગીકાર કરીએ, જે સંસારના ઉચ્છેદને કરનારી છે. II૮ાા
શ્લોક ઃ
नृपतिरुवाच
अहो विवेको युष्माकमहो गम्भीरचित्तता ।
अहो वचनविन्यासस्तथाऽहो सत्त्वसारता ।।९।।
શ્લોકાર્થ ઃ
રાજા કહે છે – અહો, તમારો વિવેક=પ્રસ્તુત પ્રસંગમાં પણ તુચ્છબાહ્ય પદાર્થોને જોવાને બદલે મનીષીના ઉત્તમચિત્તે જોવાનો તમારો વિવેક, અહો ગંભીર ચિત્તતા=મનીષીના ઉત્તમચિત્તને જોઈને તત્ત્વને પ્રાપ્ત કરે તેવી ગંભીર ચિત્તતા, અહો, વચનવિન્યાસ=ઉચિત કાળે ઉચિત વચન કહેવાની કુશળતા, અહો સત્ત્વસારતા=ઉત્તમપુરુષોને જોઈને ઉત્તમ એવા મનીષીના તુલ્ય થવાની સુંદરબુદ્ધિ. IIII શ્લોક ઃ
साध्वध्यवसितं भद्रैः, साधु प्रोत्साहिता वयम् । સાથુ મો: ક્ષળમાત્રેળ, ત્રોટિત મવપજ્ઞરમ્ ।।।।
શ્લોકાર્થ :
ભદ્રો વડે સુંદર અધ્યવસિત કરાયું. અને અમે સુંદર પ્રોત્સાહિત કરાયા. અર્થાત્ રાજા કહે છે
Page #322
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૦૧
તમારા વચનથી સંયમગ્રહણ કરવા માટે હું પણ સુંદર પ્રોત્સાહિત કરાયો. અરે ! ક્ષણમાત્રથી ભવરૂપી પાંજરાનું કોટન કરાયું. ||૧૦||
શ્લોક :
एवं सामान्यतस्तावत्, सर्वेषामभिनन्दनम् । कृत्वा प्रत्येकमप्याह, स राजा हर्षनिर्भरः ।।११।।
શ્લોકાર્થ :
આ રીતે સામાન્યથી સર્વને અભિનંદન કરીને દીક્ષામાં તત્પર થયેલા બધા જીવોને પ્રોત્સાહિત કરીને, પ્રત્યેકને પણ હર્ષથી નિર્ભર એવો તે રાજા કહે છે. ll૧૧II. શ્લોક :
तत्र सुबुद्धिं तावदुवाचसखे! विदितसंसारस्वभावेन त्वया गृहे ।
इयन्तं तिष्ठता कालं, वयमेव प्रतीक्षिताः ।।१२।। શ્લોકાર્ચ -
ત્યાં પ્રત્યેકને કહેવા માટે રાજા તત્પર થાય છે તેમાં, પ્રથમ સુબુદ્ધિને કહે છે. હે મિત્ર ! વિદિતસંસારસ્વભાવવાળા એવા તારા વડે સંસારને નિઃસાર જાણ્યું છે એવા તારા વડે, ઘરમાં કેટલોક કાળ રહેતા અમે જ પ્રતીક્ષા કરાયા છીએ.
રાજાને સંયમમાર્ગે તૈયાર કરવા છે તે આશયથી જ સુબુદ્ધિમંત્રી કેટલોક કાળ સુધી સંસારમાં રહેલ છે એ પ્રકારે રાજા કહે છે. ll૧૨ાા શ્લોક :
अन्यथा ते गृहे किं वा, स्यादवस्थानकारणम्? । को नाम राज्यलाभेऽपि, भजेच्चाण्डालरूपताम्? ।।१३।।
શ્લોકાર્થ :
અન્યથા=જો મને સંયમ માટે તૈયાર કરવાનું પ્રયોજન ન હોય તો તારે ઘરમાં રહેવાનું કારણ શું થાય ? અર્થાત્ કોઈ કારણ નથી. રાજ્યના લાભમાં પણ કોણ ચંડાલરૂપતાને ભજે ?
સંયમરૂપી રાજ્યના લાભમાં પણ ચંડાલની ચેષ્ટા જેવી સંસારની ચેષ્ટા કયો બુદ્ધિમાન કરે ? અર્થાત્ કરે નહીં. ફક્ત રાજાના પ્રયોજનથી મંત્રીએ સંયમમાં કાળક્ષેપ કર્યો છે. ૧૩.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના બ્લોક :
तत्साधु विहितं साधु, कृतोऽस्माकमनुग्रहः ।
एवमाचरता मित्र! दर्शिता च सुमित्रता ।।१४।। શ્લોકાર્થ :
તે કારણથી=મને તૈયાર કરવાના પ્રયોજનથી સુબુદ્ધિ અત્યાર સુધી ગૃહસ્થ અવસ્થામાં રહ્યો છે તે કારણથી, અહીં સુંદર સુંદર કરાયું અમારા ઉપર અનુગ્રહ કરાયો. આ પ્રમાણે આચરતા= સંયમની ઉત્કટ ઈચ્છા હોવા છતાં રાજાના પ્રયોજનથી સુબુદ્ધિએ કાળક્ષેપ કર્યો એ પ્રમાણે આચરતા, હે મિત્ર સુબુદ્ધિ ! સુમિત્રતા બતાવાઈ તારા વડે સુમિત્રતા બતાવાઈ. ll૧૪ll શ્લોક :
मध्यमबुद्धिं प्रत्याहत्वमादावेव धन्योऽसि, यस्य सङ्गो मनीषिणा ।
नैव कल्पद्रुमोपेतो, नरोऽकल्याणमर्हति ।।१५।। શ્લોકાર્ચ -
મધ્યમબુદ્ધિ પ્રતિ કહે છે – તું આદિમાં જ ધન્ય છો. જેને મનીષીની સાથે સંગ છે. કલ્પદ્રમથી યુક્ત નર અકલ્યાણને યોગ્ય નથી જ=કલ્પદ્રુમ જેવા મનીષીના સંગવાળો પુરુષ અકલ્યાણને જ પ્રાપ્ત કરે નહીં જ. I૧પ શ્લોક :
अधुना चरितेऽप्यस्य, दधानेन मतिं त्वया ।
स्वभ्रातुनिर्विशेषेयं, दर्शिता तुल्यरूपता ।।१६।। શ્લોકાર્ચ -
વળી, આના મનીષીના, ચરિત્રમાં મતિને ધારણ કરતા એવા તારા વડે મધ્યમબુદ્ધિ વડે, પોતાના ભાઈની નિર્વિશેષ એવી આ તુલ્યરૂપતા બતાવાઈ. તું પણ તારા ભાઈ જેવો ઉત્તમ છે. ll૧૬ll શ્લોક :
तत्साधु विहितं भद्र! यः पश्चादपि सुन्दरः ।
सोऽपि सुन्दर एवेति, यतो वृद्धाः प्रचक्षते ।।१७।। શ્લોકાર્થ :તે કારણથી હે ભદ્ર!સુંદર કરાયું, જે પાછળથી સુંદર છે તે પણ સુંદર જ છે, જે કારણથી વૃદ્ધો
Page #324
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૦૩ કહે છે. વૃદ્ધો કહે છે કે પૂર્વમાં સુંદર ન હોય અને પાછળથી પણ સુંદર થાય છે તે સુંદર જ છે. તેથી પાછળથી પણ મનીષી તુલ્ય થવાનો તારો પરિણામ થયો તેથી તું પણ સુંદર જ છે. II૧ળા શ્લોક :
ततो मदनकन्दली प्रत्याहसारं च सुकुमारं च, देवि! काञ्चनपद्मवत् ।
तावकीनमिदं चित्तं, येनाङ्गीकृतमीदृशम् ।।१८।। શ્લોકાર્ચ -
ત્યારપછી=મધ્યમબુદ્ધિને કહ્યા પછી, મદનકંદલી પ્રતિ રાજા કહે છે, હે દેવી ! સાર, સુકુમાર, સુવર્ણના કમળ જેવું તારું આ ચિત્ત છે જે કારણથી આ પ્રકારનું સ્વીકાર કરાયું.
મનીષીને જોઈને તમે પણ મનીષીના તુલ્ય થવાનું જે ચિત્તે થયું છે તે સારરૂપ છે, અત્યંત સુકુમાર છે અને સુવર્ણના કમળ જેવું રમ્ય છે. ll૧૮માં શ્લોક :
प्रसिद्धा धर्मपत्नीति, यत्त्वं लोकोपचारतः ।
मम तत्सत्यतां नीतं, कर्त्तव्येन त्वयाऽधुना ।।१९।। શ્લોકાર્થ :
મારી ધર્મપત્ની એ પ્રમાણે લોકોપચારથી જે તે પ્રસિદ્ધ છે તે તારા વડે હમણાં કર્તવ્યપણા વડે સત્યતાને પ્રાપ્ત કરાયું. II૧૯II શ્લોક :
तत्साधु विहितं देवि! नास्त्यत्र भवपञ्जरे ।
नियन्त्रितानां जीवानां, कर्तव्यमपरं वरम् ।।२०।। શ્લોકાર્ધ :
તે કારણથી તું સુંદર ધર્મપત્ની છે તે કારણથી, હે દેવી ! સુંદર કરાયું સંયમગ્રહણ કરવાનો અધ્યવસાય કર્યો તે સુંદર કરાયું, આ ભવમંજરમાં નિયંત્રિત જીવોને અપર શ્રેષ્ઠ કર્તવ્ય નથી= ભવઉચ્છેદના ઉપાયમાં યત્ન કરવાથી અન્ય શ્રેષ્ઠ કર્તવ્ય નથી. ||૨|
શ્લોક :
તથાयैरभ्युपगता दीक्षा, तानन्यानपि भावतः । स राजा मधुरैरेवं, वाक्यैरानन्द्य तोषतः ।।२१।।
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
અને જેઓ વડે દીક્ષા સ્વીકારાઈકમનીષીની સાથે દીક્ષા સ્વીકારાઈ, તે અન્યોને પણ ભાવથી તે રાજાએ આ પ્રમાણે તોષથી મધુર વાક્યો વડે આનંદિત કર્યા. ર૧TI શ્લોક :
તથા धन्या यूयं महात्मानः, कृतकृत्या नरोत्तमाः ।
यैरभ्युपगता तूर्णं, सद्दीक्षा पारमेश्वरी ।।२२।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – તમે ધન્ય છો, મહાત્મા છો, કૃતકૃત્ય છો, નરોત્તમ છો, જેઓ વડે શીઘ પારમેશ્વરી સુંદર દીક્ષા ગ્રહણ કરાઈ. ll૧૨ા શ્લોક :
तच्चारु विहितं भद्रा! युक्तमेतद् भवादृशाम् ।
यूयमेव परं लोके, निर्मिथ्या मम बान्धवाः ।।२३।। શ્લોકાર્ચ -
તે કારણથી હે ભદ્ર! સુંદર કરાયું, તમારા જેવાઓને આ યુક્ત જ છે. તમે જ લોકમાં શ્રેષ્ઠ છો, સાચા મારા બંધુઓ છો. If૨૩ શ્લોક :
ततश्चराजचिह्नार्पणाद्राज्ये, स्थापयित्वा सुलोचनम् ।
તતઃ કૃતાર્તવ્ય:, વિષ્ટ બિનનિ પારજા. શ્લોકાર્થ :
અને ત્યારપછી આ રીતે બધાને ઉચિત કહ્યા પછી, રાજચિહ્નના અર્પણથી સુલોચનને સુલોચન નામના પુત્રને, રાજ્યમાં સ્થાપન કરીને, ત્યારપછી કર્યા છે અન્ય કર્તવ્ય જેણે એવા રાજાએ જિનમંદિરમાં પ્રવેશ કર્યો. ર૪ll.
શ્લોક :
તત્ર - विहिताशेषकर्तव्याः, पूजयित्वा जगद्गुरुम् । आचार्येभ्यो निजाकूतं, ते सर्वेऽप्याचचक्षिरे ।।२५।।
Page #326
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
અને ત્યાં=જિનમંદિરમાં, કર્યાં છે અશેષ કર્તવ્ય જેણે એવા તે સર્વએ પણ જગદ્ગુરુને પૂજીને પોતાનો આશય આચાર્યને કહે છે. II૨૫II
શ્લોક ઃ
ततोऽभिनन्दितास्तेऽपि, सूरिभिः कलया गिरा । अलं विलम्बितेनात्र, संसार इतिभाषिणा ।।२६।।
શ્લોકાર્થ :
ત્યારપછી આ સંસારમાં વિલંબનથી સર્યું એ પ્રકારે બોલનારા સૂરિ વડે મધુર વાણીથી તેઓ પણ=રાજા વગેરે પણ, અભિનંદિત કરાયા. ।।૨૬।।
શ્લોક ઃ
શ્લોક :
ततः प्रवचनोक्तेन विधिना धूतकल्मषैः ।
सर्वे ते क्षणमात्रेण, दीक्षिता गुरुभिर्जनाः ।।२७।।
૩૦૫
શ્લોકાર્થ :
ત્યારપછી પ્રવચનમાં કહેવાયેલી વિધિથી અકલ્મષવાળા એવા ગુરુ વડે ક્ષણમાત્રથી તે સર્વ પણ લોકો દીક્ષિત કરાયા. ।।૨૭।I
दीक्षितेभ्यो गुरूपदेशः
अथ संवेगवृद्ध्यर्थं, कल्पोऽयमिति वा क्षणम् । તા સમક્ષ સોસ્ય, સૂરિમિર્ધર્મવેશના ।।૨૮।।
દીક્ષિતોને ગુરુનો ઉપદેશ
શ્લોકાર્થ :
હવે સંવેગવૃદ્ધિ માટે આ કલ્પ છે એથી કરીને ક્ષણ=અલ્પકાળ, લોકની સમક્ષ સૂરિ વડે ધર્મ
દેશના કરાઈ. II૨૮||
શ્લોક ઃ
तद्यथा
अनाद्यनन्तसंसारे, जन्ममृत्युभयाकरे ।
मौनीन्द्र दुर्लभा सत्त्वैः प्रव्रज्येयं सुनिर्मला ।। २९ ।।
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે - જન્મ, મૃત્યુ અને ભયની ખાણ રૂપ એવા અનાદિ અનંત સંસારમાં જીવો વડે સુનિર્મલ એવી આ મૌનીન્દી પ્રવજ્યા દુર્લભ છે. ll૨૯ll. શ્લોક :
યત:तावदुःखान्यनन्तानि, तावद्रागादिसन्ततिः । प्रभवः कर्मणस्तावत्तावज्जन्मपरम्परा ।।३०।। विपदस्तावदेवतास्तावत्सर्वा विडम्बनाः । तावद्दीनानि जल्पन्ति, नरा एव पुरो नृणाम् ।।३१।। तावद्दौर्गत्यसद्भावस्तावद्रोगसमुद्भवः । तावदेष बहुक्लेशो, घोरसंसारसागरः ।।३२।। यावन्निःशेषसावद्ययोगोपरतिलक्षणा ।
एषा न लभ्यते जीवैः, प्रव्रज्याऽत्यन्तदुर्लभा ।।३३।। चतुर्भिः कलापकम् શ્લોકાર્ધ :
જે કારણથી ત્યાં સુધી જ અનંત દુઃખો છે, ત્યાં સુધી રાગાદિ સન્નતિ છે, ત્યાં સુધી કર્મોનો પ્રભાવ છે, ત્યાં સુધી જન્મની પરંપરા છે, ત્યાં સુધી જ આ આપત્તિઓ છે, ત્યાં સુધી સર્વ વિડંબના છે, ત્યાં સુધી મનુષ્યો અન્ય મનુષ્યોની આગળ દીન વચનો બોલે છે, ત્યાં સુધી દુર્ગતિઓનો સદ્ભાવ છે, ત્યાં સુધી રોગોનો સમુભવ છે, ત્યાં સુધી આ બહુક્લેશવાળો ઘોર સંસારસાગર છે, જ્યાં સુધી સંપૂર્ણ સાવધયોગની ઉપરતિ લક્ષણવાળી આ અત્યંત દુર્લભ પ્રવજ્યા જીવ વડે પ્રાપ્ત કરાતી નથી. 130થી 33II
શ્લોક :
प्रसादाल्लोकनाथस्य, स्वकर्मविवरेण च । यदा तु सत्त्वैर्लभ्यते प्रव्रज्येयं जिनोदिता ।।३४।। तदा निधूय पापानि, यान्ति ते परमां गतिम् । अनन्तानन्दसंपूर्णां, निःशेषक्लेशवर्जिताम् ।।३५ ।। युग्मम्
શ્લોકાર્ય :
લોકનાથના પ્રસાદથી અને સ્વકર્મના વિવરથી વળી જ્યારે ભગવાને કહેલી આ પ્રવજ્યા જીવો
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વડે પ્રાપ્ત થાય છે, ત્યારે પાપનો નાશ કરીને તેઓ અનંત આનંદથી સંપૂર્ણ અને સંપૂર્ણ ક્લેશથી રહિત પરમગતિને પ્રાપ્ત કરે છે મોક્ષને પ્રાપ્ત કરે છે. Il૩૪-૩૫ll શ્લોક :
ततोऽमी ये पुरा प्रोक्ताः, सर्वेऽपि भवभाविनः ।
क्षुद्रोपद्रवसंघाता, दूरापास्ता भवन्ति ते ।।३६।। શ્લોકાર્ચ -
તેથી સર્વ પણ ભવમાં થનારા ક્ષુદ્ર-ઉપદ્રવના સમૂહો, જે આ પૂર્વમાં કહેવાયા તે દૂર કરાયેલા થાય છે. Il39ી. શ્લોક :
વિશ્વइहापि भो भवन्त्येव, प्रशमामृतपायिनः ।
प्रव्रज्याग्राहिणो जीवा, निर्बाधाः सुखपूरिताः ।।३७ ।। શ્લોકાર્ચ -
વળી, અહીં પણ વર્તમાનના ભવમાં પણ, પ્રવજ્યા ગ્રહણ કરનારા જીવો પ્રશમરસને પીનારા, નિબંધાવાળા, સુખથી પુરાયેલા થાય જ છે. ll૩૭ શ્લોક :
सा च भागवती दीक्षा, युष्माभिरधुना स्फुटम् ।
संप्राप्ता तेन संप्राप्तं, यत्प्राप्तव्यं भवोदधौ ।।३८।। શ્લોકાર્ચ -
અને તે ભાગવતી દીક્ષા તમારા વડે હમણાં સ્પષ્ટ પ્રાપ્ત કરાઈ છે. તેથી ભવોદધિમાં જે પ્રાપ્તવ્ય છે તે પ્રાપ્ત થયું. ll૧૮. શ્લોક :
केवलं सततं यत्नः, प्रमादपरिवर्जितैः ।
यावज्जीवं विधातव्यो, भवद्भिरिदमुच्यते ।।३९।। શ્લોકાર્થ :
કેવલ પ્રમાદથી પરિવર્જિત એવા તમારા વડે જીવન સુધી સતત યત્ન કરવો જોઈએ એ કહેવાય છે, એમ આચાર્ય મનીષી વગેરેને અનુશાસન આપે છે. ll૧૯ll
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
યત:
नाधन्याः पारमेतस्या, गच्छन्ति पुरुषाधमाः ।
ये तु परं व्रजन्त्यस्यास्त एव पुरुषोत्तमाः ।। ४० ।।
શ્લોકાર્થ ઃ
જે કારણથી અધન્ય પુરુષાધમ જીવો આના=પ્રવજ્યાના, પારને પામતા નથી. વળી, જે આના પારને=પ્રવ્રજ્યાના પારને, પ્રાપ્ત કરે છે=પ્રમાદ રહિત સર્વ અનુષ્ઠાનો કરીને નિર્લેપભાવની વૃદ્ધિ કરે છે તેઓ જ પુરુષોત્તમ છે. II૪૦।।
શ્લોક ઃ
શ્લોક ઃ
ततस्तैः प्रणतैः सर्वेर्जजल्पे सूरिसंमुखम् ।
इच्छामोऽनुग्रहं नाथ! कुर्मो नाथानुशासनम् ।।४१।।
શ્લોકાર્થ :
ત્યારપછી, નમેલા એવા તે સર્વ વડે સૂરિસન્મુખ કહેવાયું. હે નાથ ! અમે અનુગ્રહને ઇચ્છીએ છીએ, નાથના અનુશાસનને અમે કરશું=તમારા આજ્ઞાનુસાર ઉચિત યત્ન કરીને સંસારસાગરથી તરવા માટે યત્ન કરશું. ।।૪૧||
गुरुणा सह शत्रुमर्दनराजर्षिकृतप्रश्नोत्तराणि
स्थगिताननदेशेन, मुखवस्त्रिया मुदा । अत्रान्तरे कृतः प्रश्नः, शत्रुमर्दनसाधुना ।। ४२ ।।
ગુરુની સાથે શત્રુમર્દન રાજર્ષિ દ્વારા કરાયેલ પ્રશ્નોત્તરો
શ્લોકાર્થ ઃ
મુખવસ્ત્રિકા વડે સ્થગિત કરેલ છે મુખનો દેશ જેમને એવા શત્રુમર્દન સાધુ વડે અત્રાન્તરમાં=બધાએ ગુરુના અનુશાસનની પ્રાર્થના કરી ત્યાં, પ્રમોદથી પ્રશ્ન કરાયો. ।।૪૨।।
શ્લોક ઃ
થમ્?
विशालं निर्मलं धीरं, गम्भीरं गुरुदक्षिणम् ।
दयापरीतं निश्चिन्तं, द्वेषाभिष्वङ्गवर्जितम् ।।४३॥
Page #330
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
स्तिमितं जगदानन्दं, यद्वा वाग्गोचरातिगम् ।
कथमीदृग्भवेच्चित्तं, नाथ ! यादृग् मनीषिणः ? ।। ४४ ।। युग्मम्
શ્લોકાર્થ ઃ
કેવા પ્રકારનો પ્રશ્ન કરાયો ? એથી કહે છે, વિશાલ, નિર્મલ, ધીર, ગંભીર, ગુરુદક્ષિણ=અત્યંત માર્ગાનુસારી, દયાપરિત=દયાયુક્ત, નિશ્ચિત, દ્વેષ અને રાગથી વર્જિત, સ્તિમિત=સ્થિર, જગતને આનંદને દેનારું અથવા વાગ્ગોચરથી અતીત આવું ચિત્ત નાથ ! કેવી રીતે થાય જેવું મનીષીનું ચિત્ત છે ? ||૪૩-૪૪||
શ્લોક ઃ
यस्य चेष्टितमालोक्य, शिथिलीभूतबन्धनाः ।
एते सर्वे वयं मुक्ता, भीमात् संसारचारकात् ।।४५ ।।
શ્લોકાર્થ ઃ
જેના=જે મનીષીના, ચેષ્ટિતને જોઈને શિથિલીભૂત બંધનવાળા આ સર્વ અમે ભીમસંસારચક્થી
મુકાયા. ।।૪૫]ા
શ્લોક ઃ
૩૦૯
गुरुरुवाच
या विज्ञाता त्वयाऽप्यस्य, जननी शुभसुन्दरी । यावन्तस्तत्सुतास्तेषां, सर्वेषामीदृशं मनः ।।४६।।
શ્લોકાર્થ :
ગુરુ કહે છે આની શુભસુંદરી માતા જે તારા વડે વિજ્ઞાત છે, જેટલા તેના પુત્રો છે તે સર્વનું આવું મન છે=સંસારવર્તી જે જીવો ઉત્તમ શુભકર્મો દ્વારા જન્મ્યા તે સર્વનું ચિત્ત જેવું રાજાએ વર્ણન કર્યું તેવું છે. [૪૬]
શ્લોક ઃ
ततो गृहीततत्त्वोऽपि राजर्षिरिदमब्रवीत् ।
बोधार्थं मुग्धलोकानां विनयानतमस्तकः ।। ४७ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી વિનયથી નમેલા મસ્તકવાળા ગૃહીતતત્ત્વવાળા પણ રાજર્ષિ=ગુરુના વચનના રહસ્યને જાણેલા પણ શત્રુમર્દનરૂપ સાધુ, મુગ્ધ લોકોના બોધ માટે, આ પ્રમાણે કહે છે. II૪૭]]
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
किं तस्याः शुभसुन्दर्या, विद्यन्ते बहवः सुताः ? | अस्माभिश्च पुरा ज्ञातमयमेककपुत्रकः ।।४८ ।।
શ્લોકાર્થ ઃ
શું તે શુભસુંદરીના ઘણા પુત્રો વિધમાન છે અને અમારા વડે પૂર્વે આ એક જ પુત્ર જણાયેલો
છે. II૪૮II
શ્લોક ઃ
गुरुरुवाच- बाढं विद्यते ।
तथाहि
યે યે ત્રિભુવનેઽપ્યત્ર, દૃશ્યન્નેનેન સાદૃશા:(સત્રમા:) | ते सर्वे शुभसुन्दर्याः, पुत्रा नास्त्यत्र संशयः ।। ४९।।
શ્લોકાર્થ ઃ
ગુરુ કહે છે
1
અત્યંત વિધમાન છે=ઘણા પુત્રો અત્યંત વિધમાન છે તે ‘તથા’િથી બતાવે છે જે જે ત્રિભુવનમાં પણ અહીં=સંસારમાં, આની સાથે સરખા=મનીષીની સાથે સરખા, દેખાય છે. તે સર્વ શુભસુંદરીના પુત્રો છે એમાં સંશય નથી. II૪૯
શ્લોક ઃ
બ્ધિ
ये केचिदुत्तमा लोकाः, सत्त्वमार्गानुयायिनः ।
ते पुत्राः शुभसुन्दर्यास्तुल्या ज्ञेया मनीषिणा ।। ५० ।।
શ્લોકાર્થ :
વળી, જે કોઈ ઉત્તમલોકો સત્ત્વમાર્ગને અનુસરનારા છે=સ્વશક્તિઅનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરીને મોહનો નાશ કરવા રૂપે દૃઢ યત્નવાળા છે, તેઓ શુભસુંદરીના પુત્રો મનીષીતુલ્ય જાણવા. અત્યંત વિવેકચક્ષુ પ્રવર્તે તેવાં શુભકર્મોની હારમાળાથી ઉત્પન્ન થયેલા તે જીવો મનીષીતુલ્ય જાણવા. Ivoll શ્લોક ઃ
राजर्षिरुवाच
याऽसौ बालस्य जननी, भवद्भिरुपवर्णिता ।
ભવન્ત! વાતાવચેઽપિ, તસ્યાઃ ત્રિં સન્તિ સૂનવઃ? ।।।।
Page #332
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૧૧
શ્લોકાર્ધ :
રાજર્ષિક સાધુ થયેલા રાજા, પૂછે છે=મહાત્માને પૂછે છે. જે આ બાલની માતા તમારા વડે, કહેવાઈ હે ભગવંત ! તેના=અકુશલમાલાના, શું બાળથી અન્ય પુત્રો છે ? પI શ્લોક :
सूरिणाऽभिहितं-नितरां सन्ति । તથાદિये ये त्रिभुवनेऽप्यत्र, जघन्याः क्लिष्टजन्तवः ।
ते तेऽकुशलमालायाः, पुत्रा नास्त्यत्र संशयः ।।५२।। શ્લોકાર્ચ -
સૂરિ વડે કહેવાયું – અત્યંત છેઃઘણા પુત્રો છે. તે આ પ્રમાણે – ત્રિભુવનમાં પણ જે જે જઘન્ય ક્લિષ્ટ જીવો છે તે તે અકુશલમાલાના પુત્રો છે એમાં સંશય નથી=અકુશલકમ જન્ય તેઓની ક્લિષ્ટબુદ્ધિ હોવાથી અકુશલમાલાના પુત્રો છે. IIપરા શ્લોક :
ते बालसदृशैरेव, विज्ञेया दुष्टचेष्टितैः ।
તૈડશનમાનાવાડ, સૂનવ: સુપરિટા: Iકરૂા. શ્લોકાર્થ :તેઓ બાલ સદશ જ દુષ્ટયેષ્ટિતો વડે જાણવા. આ અકુશલમાલાના સ્પષ્ટ પુત્રો છે ? પિ૩ll
શ્લોક :
राजर्षिरुवाच-यद्येवं तर्हितस्याः सामान्यरूपायाः, किमन्ये सन्ति सूनवः । મત્તા વિ વા નો સન્નિ, મધ્યવૃદ્ધ સદોદરા? ના ૪
શ્લોકાર્ચ -
રાજારૂપ સાધુ કહે છે જો આ પ્રમાણે છેઃબાળ જેવા અન્ય સર્વ જીવો અકુશલમાલાના પુત્ર છે એ પ્રમાણે છે, તો, હે ભદંત ! તે સામાન્યરૂપાના શું અન્ય પુત્રો છે ? અથવા શું મધ્યમબુદ્ધિના સહોદર નથી ? પિઝll
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
सूरिणाऽभिहितं-बहुतमास्ते विद्यन्ते, यतःये बालचरिताः केचिन्मनीषिचरिताश्च ये ।
एतेभ्यो ये परे सत्त्वाः , सर्वे तेऽमुष्य सोदराः ।।५५।। શ્લોકાર્ધ :
સૂરિ વડે કહેવાયું - તેઓ ઘણા વિધમાન છે જે કારણથી, જેઓ બાલચરિતવાળા છે અને જેઓ કેટલાક મનીષચરિતવાળા છે આ બંનેથી જે અન્ય જીવો છે તે સર્વ આના મધ્યમબુદ્ધિના, સહોદર છે. પપી. શ્લોક -
ये केचिच्छबलाचाराः, समा मध्यमबुद्धिना । सुताः सामान्यरूपायास्ते जीवा भुवनोदरे ।।५६।।
શ્લોકાર્ય :
મધ્યમબુદ્ધિના સમાન જે કોઈ શબલઆચારવાળા કંઈક સુંદર કંઈક ખરાબ આચારવાળા છે, ભુવનરૂ૫ ઉદરમાં તે સર્વ સામાન્યરૂપાના પુત્રો છે. પછી શ્લોક :
सकाशादितराभ्यां ते, गण्यमाना जगत्त्रये ।
अनन्तगुणितास्तेन, प्रोक्ता भूरितमा मया ।।५७।। શ્લોકાર્ચ -
ત્રણ જગતમાં ગણાતા તેઓ મધ્યમબુદ્ધિ જીવો, બાલ અને મનીષીથી અનંતગુણા છે તે કારણથી મારા વડે ભૂરિતમ કહેવાય છે. પછી
राजर्षिरुवाच-भदन्त! यद्येवं ततो मम चेतसि परिस्फुरति-यथैवं व्यवस्थिते सत्येतदापन्नं यदुतરાજ કહે છે – હે ભગવંત ! જો આ પ્રમાણે છે, જો સૌથી વધારે મધ્યમ જીવો છે તો મારા ચિત્તમાં સ્કુરાયમાન થાય છે, શું શસ્કુરાયમાન થાય ? તે “યથા'થી બતાવે છે – આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે=બાળ, મધ્યમ, મનીષીમાં સર્વ જીવોનો અંતરભાવ સૂરિએ બતાવ્યો એ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે, આ પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? તે “કુતથી બતાવે છે – શ્લોક :
भार्यात्रयेण जनितं, जघन्योत्तममध्यमम् । तस्य कर्मविलासस्य, जगदेतत्कुटुम्बकम् ।।५८।।
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તે કર્મવિલાસની ત્રણ ભાર્યાથી જનિત જઘન્ય, ઉત્તમ અને મધ્યમ એવું આ જગત કુટુંબ છે. I૫૮II શ્લોક :
सूरिरुवाचआर्य! नैवात्र सन्देहः, सम्यगार्येण लक्षितम् ।
मार्गानुसारिणी बुद्धिर्भवत्येव भवादृशाम् ।।५९।। શ્લોકાર્ચ -
સૂરિ કહે છે – હે આર્ય ! આમાં તમે કહ્યું એમાં સંદેહ નથી જ, આર્ય વડે સમ્યગબોધ કરાયો. તમારા જેવાઓની માર્ગાનુસારી બુદ્ધિ થાય છે જ. I૫૯ll શ્લોક :
તથાદિजघन्यमध्यमोत्कृष्टाः, सर्वयोनिषु जन्तवः ।
विद्यन्ते केवलं नृत्वे, व्यक्तभावा भवन्ति ते ।।६०।। શ્લોકાર્થ :
તે આ પ્રમાણે - જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સર્વયોનિઓમાં જંતુઓ વિધમાન છે, ક્વલ મનુષ્યપણામાં તેઓ વ્યક્તભાવવાળા થાય છે.
એકેન્દ્રિયઆદિ બધા ભવોમાં ક્લિષ્ટભાવવાળા જીવો હોય છે. મધ્યમ જીવો પણ હોય છે અને ઉત્કૃષ્ટ જીવો પણ હોય છે, કેમ કે ક્લેશ આપાદક કર્મો જેઓનાં ઘણાં છે તેઓ જઘન્ય છે, જેઓનાં ક્લેશ આપાદક કર્મો મધ્યમ છે, તેઓ મધ્યમ પ્રકારના છે અને ક્લેશ આપાદક કર્મો નષ્ટપ્રાય છે તેઓ ઉત્કૃષ્ટ છે. આથી જ ચૌદપૂર્વધરો પણ નિગોદ આદિમાં વર્તે છે ત્યારે તેઓનાં ક્લેશ આપાદક કર્મો ઘણાં અલ્પ છે આથી જ કોઈક નિમિત્તને પામીને નિગોદમાંથી બહાર નીકળે છે ત્યારે નિમિત્તને પામીને તેઓને મનુષ્યઆદિ ભવ પ્રાપ્ત થાય છે. તેથી મનુષ્યભવમાં આ જઘન્ય છે, આ મધ્યમ છે, આ ઉત્કૃષ્ટ છે એ પ્રકારે વ્યક્તભાવો પ્રાપ્ત થાય છે તેવા વ્યક્તભાવો એકેન્દ્રિય આદિમાં થતા નથી તોપણ તેવા જીવો ત્યાં ઉપલબ્ધ થાય છે આથી જ બળભદ્રમુનિને પ્રાપ્ત કરીને સિંહ, વાઘ, હરણ વગેરે પશુઓ પણ શ્રાવકની જેમ ઉત્તમ આચારો પાળનારા થયેલા તેથી તેવા ઉત્તમઆચાર પાળનારા પશુઓ પણ ઉત્કૃષ્ટમાં ગણના પામે છે. II II
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
ततश्चनरत्वेऽपि विनिर्दिष्टं, व्यक्त्येवेदं कुटुम्बकम् ।
यदत्र विदुषा कार्य, तदिदानीं निबोधत ।।६१।। શ્લોકાર્ચ -
અને તેથી સર્વયોનિઓમાં જઘન્યઆદિ જીવો હોવા છતાં મનુષ્યોમાં વ્યક્ત ત્રણે પ્રકારના જીવો પ્રાપ્ત થાય છે તેથી, નરપણામાં પણ આ કુટુંબ વ્યક્ત જ બતાવાયું છે. વિદ્વાનો વડે અહીં મનુષ્યભવમાં, જે કર્તવ્ય છે તેને હવે તમે સાંભળો. એ પ્રમાણે સૂરિ રાજાને કહે છે. ll૧II શ્લોક :
त्यक्तव्यं बालचरितं, न कार्यस्तत्समागमः ।
મનોચિત્તેિ યત્ના, શર્તવ્ય: સુમિ છતા પાદરા શ્લોકાર્ચ -
બાલચરિતનો ત્યાગ કરવો જોઈએ, તેનો સમાગમ કરવો જોઈએ નહીં. સુખને ઈચ્છતા પરુષે મનીષી ચરિત્રમાં યત્ન કરવો જોઈએ. II૬રા.
શ્લોક :
___ यतोऽत्र बहवो जीवाः, प्रायो मध्यमबुद्धयः ।
ते च सम्यगनुष्ठानात्, संपद्यन्ते मनीषिणः ।।३।। શ્લોકાર્થ :
જે કારણથી અહીં મનુષ્યભવમાં, ઘણા જીવો પ્રાયઃ મધ્યમબુદ્ધિવાળા છે અને તે મધ્યમબુદ્ધિવાળા જીવો, સમ્યમ્ અનુષ્ઠાનથી મનીષી થાય છે. II3II શ્લોક :
एतद्विज्ञाय भो भव्याः! सर्वेऽपि गदिता मया ।
कार्य मदनुरोधेन, वृत्तमस्य मनीषिणः ।।६४।। શ્લોકાર્ચ -
આને જાણીને મધ્યમબુદ્ધિવાળા જીવો સમ્યમ્ અનુષ્ઠાનથી મનીષી થાય છે આને જાણીને, હે ભવ્ય જીવો ! મારા વડે કહેવાયેલા સર્વ પણ તમોએ મારા અનુરોધથી આ મનીષીનો આચાર કરવો જોઈએ. II૬૪ll
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
वर्जनीयश्च यत्नेन, पापमित्रैः समागमः ।
यतः स्पर्शनसम्पर्कात्, स बालो निधनं गतः ।।६५ ।। શ્લોકાર્ચ -
અને યત્નથી પાપમિત્રોની સાથે સમાગમ વર્જવો જોઈએ, જે કારણથી સ્પર્શનના સંપર્કથી તે બાલ મૃત્યુને પામ્યો. IIકપી. શ્લોક :
वर्जनेन पुनस्तस्य, मनीषी सुपरिस्फुटाम् ।
लोके शेखरतां प्राप्य, जातोऽयं मोक्षसाधकः ।।६६।। શ્લોકાર્ચ -
વળી, તેના વર્જનથી સ્પર્શનરૂપ પાપમિત્રના વર્જનથી, લોકમાં સુપરિક્રુટ શેખરતાને પામીને આ ઉત્તમપુરુષ છે એ પ્રકારની ખ્યાતિને પામીને, આ મનીષી મોક્ષસાધક થયો. II૬૬ll શ્લોક -
कल्याणमित्रः कर्त्तव्या, मैत्री पंसा हितैषिणा ।
इहामुत्र च विज्ञेया, सा हेतुः सर्वसम्पदाम् ।।६७।। શ્લોકાર્થ :
હિતૈષી એવા પુરુષે કલ્યાણમિત્રોની સાથે મૈત્રી કરવી જોઈએ અને આલોકમાં અને પરલોકમાં તે કલ્યાણમિત્રોની સાથે કરેલી મૈત્રી, સર્વસંપદાનો હેતુ છે. III શ્લોક :
दोषायेह कुसंसर्गः, सुसंसर्गो गुणावहः ।
एतच्च द्वयमप्यत्र, मध्यबुद्धौ प्रतिष्ठितम् ।।६८।। શ્લોકાર્ચ -
અહીં=સંસારમાં, કુસંસર્ગ દોષ માટે છે. સુસંસર્ગ ગુણને લાવનાર છે અને આ કુત્સિત પુરુષોનો સંસર્ગ દોષને લાવનાર છે અને ઉત્તમપુરુષોનો સંસર્ગ ગુણને લાવનાર છે એ, બંને પણ અહીં=સંસારમાં, મધ્યમબુદ્ધિમાં પ્રતિષ્ઠિત છે. ll૧૮ll
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ શ્લોક :
તથાદિबालस्पर्शनसंबन्धादेषोऽभूद्दःखभाजनम् ।
युक्तोऽभूत्सततालाद, एष एव मनीषिणा ।।६९।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – બાલ અને સ્પર્શનના સંબંધથી આ મધ્યમબુદ્ધિ, દુઃખનું ભાજન થયો. મનીષીથી યુક્ત આ જ મધ્યમબુદ્ધિ જ, સતત આસ્લાદવાળો થયો. ૧૯ll શ્લોક :
तदिदं भो! विनिश्चित्य, बहिरङ्गान्तरैः सदा ।
ન ા ટુર્નને સ:, વર્તવ્ય: સુનઃ સદા ૭૦ના શ્લોકાર્ચ -
તે કારણથી હે રાજા ! આ વિનિશ્ચય કરીને બહિરંગ અને અંતરંગ એવા દુર્જનોની સાથે સદા સંગ કરવો જોઈએ નહીં બહિરંગબાલ જેવા અકલ્યાણમિત્રની સાથે સંગ કરવો જોઈએ નહીં અને અંતરંગ સાર્શન આદિ જેવા પાપમિત્રોની સાથે સંગ કરવો જોઈએ નહીં. સુજનોની સાથે સંગ કરવો જોઈએ=બહિરંગ મનીષી જેવા કલ્યાણમિત્ર સાથે સંગ કરવો જોઈએ અને અંતરંગ ક્ષમાઆદિ ભાવો સાથે સંગ કરવો જોઈએ. ll૭oll.
શ્લોક :
ततश्चइदमाकर्ण्य मौनीन्द्रं, वचनं सुमनोहरम् ।
प्रबुद्धा बहवः सत्त्वा, जाता धर्मपरायणाः ।।७१।। શ્લોકાર્ચ -
અને તેથી આચાર્યએ રાજર્ષિને પૂર્વોક્ત કથન કર્યું તેથી, આ મૌનીન્દ્રનું સુમનોહર વચન સાંભળીને આચાર્ય ભગવાને કહેલું સુમનોહર વચન કહ્યું અને સાંભળીને, ઘણા જીવો પ્રબોધ પામ્યા, ધર્મપરાયણ થયા. ll૭૧il
શ્લોક :
प्राप्ता देवा निजं स्थानं, स्थितो राज्ये सुलोचनः । તોચત્ર વિદાય, સૂરિશિષ્યઃ સદ ૭૨
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
દેવો પોતાના સ્થાને ગયા મનીષીના દીક્ષાના પ્રસંગમાં આવેલા દેવો પોતાના સ્થાને ગયા. રાજ્યમાં સુલોચન સ્થિર થયો. સૂરિ શિષ્યગણોની સાથે અન્યત્ર વિહાર માટે ગયા. ll૭ શ્લોક -
ततश्चविहृत्य कालं भूयांसमागमोक्तेन वर्त्मना । पर्यन्तकाले संप्राप्ते, विधाय सकलं विधिम् ।।७३।। ज्ञानध्यानतपोवीर्यवह्निनिर्दग्धकल्मषः ।
मनीषी निर्वृतिं प्राप्तो, हित्वा स्वं देहपञ्जरम् ।।७४।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી આગમોક્ત માર્ગથી ઘણો કાલ વિહાર કરીને પર્યન્તકાલ સંપ્રાપ્ત થયે છતેજીવનનો અંતકાળ નજીક આવે છd, સકલવિધિને કરીને સંયમજીવનની અંતિમ આરાધનાની સકલવિધિને કરીને, જ્ઞાન, ધ્યાન, તપ, વીર્ય રૂ૫ અગ્નિથી નિર્દષ્પ નાશ કર્યો છે કર્મજાલ જેણે એવા મનીષીએ પોતાના દેહાંજરને છોડીને નિવૃત્તિને પ્રાપ્ત કરી. II૭૩-૭૪ll શ્લોક :
ये तु मध्यमसद्वीर्यास्ते तनूभूतकर्मकाः ।
गता मध्यमबुद्ध्याद्या, देवलोकेषु साधवः ।।७५।। શ્લોકાર્ચ -
વળી, જેઓ મધ્યમસર્વાર્યવાળા છે, તેઓ અલ્પ થયેલા કર્મવાળા મધ્યમબુદ્ધિ આદિ સાધુઓ દેવલોકમાં ગયા. ll૭૫ા. બ્લોક :
बालस्य तु यदादिष्टं, भदन्तै वि चेष्टितम् । तत्तथैवाखिलं जातं, नान्यथा मुनिभाषितम् ।।७६।।
(इति स्पर्शनकथानकं समाप्तम्) શ્લોકાર્ચ -
વળી, બાલનું જે પ્રમાણે ભદન્ત વડે ભાવિયેષ્ટિત આદિષ્ટ કરાયું ભવિષ્યમાં શું થશે તે આચાર્ય વડે કહેવાયેલું, તે પ્રમાણે અખિલ થયું બાલનરકમાં ગયો અને દુર્ગતિઓમાં ભટક્યો તે
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સર્વ મહાત્માએ કહ્યું એ પ્રમાણે થયું. મુનિભાષિત અન્યથા નથી વિશિષ્ટજ્ઞાનવાળા મુનિએ બાલવિષયક જે ભાવિ કહેલું તે અન્યથા નથી. II૭૬ll
આ પ્રમાણે સ્પર્શનનું કથાનક સમાપ્ત થયું. ભાવાર્થ :
રાજાને મનીષીના નિર્લેપ ચિત્તને જોઈને મનીષી પ્રત્યે તીવ્રરોગ થાય છે. તેથી કંઈક વિવેકથી અને કંઈક અજ્ઞાનને વશ મંત્રીને કહે છે કે મનીષીના વિરહને હું સહન કરી શકું તેમ નથી. અને મનીષી જેવો ચારિત્રનો પરિણામ થયો નથી તેથી સર્વસંગનો ત્યાગ કરીને સર્વથા નિર્મભું થવા માટે હું સમર્થ નથી. માટે કેટલોક કાળ મનીષીને દીક્ષાને વિલંબન કરવા અને તેના સાંનિધ્યથી દીક્ષાના બળનો સંચય કરવા રાજા અભિલાષ કરે છે, તે સર્વમાં પણ રાજાને ગુણોનો રાગ અતિશય હતો તોપણ કોને શું ઉચિત અને શું અનુચિત તેનો નિર્ણય કરવાની શક્તિ સુસાધુના પરિચયને કારણે સુબુદ્ધિમંત્રીને છે, તેવી શક્તિ રાજાને પ્રાપ્ત થઈ નથી. છતાં મંત્રીની સલાહથી મનીષીના દીક્ષાના પ્રસંગ માટે સર્વ તૈયારી રાજા કરે છે અને દીક્ષાની રથયાત્રા દરમ્યાન પ્રતિદિન મનીષીના ચિત્તને જ રાજા, મંત્રી આદિ અને મદનકંદલી વગેરે પણ સદા અવલોકન કરે છે. અને સર્વ પ્રસંગોમાં મનીષીનું તદ્દન નિર્મમચિત્ત જોઈને રાજા વગેરેને પણ તેવા નિર્મમચિત્ત પ્રત્યે અત્યંત પક્ષપાત થાય છે તેથી સંયમગ્રહણ કરવાનો વીર્ય ઉલ્લસિત થાય છે. ઉત્તમપુરુષોના દર્શનથી પણ યોગ્ય જીવોને તે પ્રકારના ઉત્તમભાવો થાય છે. કેવી રીતે રાજા વગેરેને સંયમનો પરિણામ થાય છે? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે. મહાપુરુષ એવા મનીષીના સંનિધાનનું અચિંત્ય માહાત્ય છે જેથી તેના ચિત્તને જોઈને રાજા વગેરેને પણ સંયમનો પરિણામ ઉલ્લસિત થયો. વળી, કર્મક્ષયોપશમનું વિચિત્રપણું છે તેથી મનીષીના મુખને જોઈને રાજા વગેરેનું ચારિત્રમોહનીયકર્મ ક્ષયોપશમને પામ્યું. વળી, મનીષીના સ્વાભાવિક ગુણોથી રાજા વગેરેનું ચિત્ત અત્યંત રંજિત થયેલું હોવાને કારણે તે સર્વનું ચારિત્રને અભિમુખ સદ્વર્ય ઉલ્લસિત થયું તેથી ઉત્તમ પુરુષોના દર્શન માત્રથી ફળ થતું નથી, પરંતુ જેઓનું ચિત્ત ઉત્તમપુરુષોની શાંત મુદ્રા, તેમના વચનપ્રયોગો આદિના અવલોકન દ્વારા ઉત્તમપુરુષોના ગુણોને જાણવા યત્ન કરે છે, તેના પારમાર્થિક સ્વરૂપનું ભાવન કરે છે તેઓને જ તેવા ઉત્તમગુણો પ્રત્યે પ્રવર્ધમાન રાગ થાય છે, જેથી તેવા ગુણોની પ્રાપ્તિમાં બાધક કર્મો ક્ષયોપશમ ભાવને પામે છે. આથી જ મનીષીના સંયમના પ્રસંગને પામીને રાજા વગેરેને પણ સંયમને અભિમુખ અતિશય પરિણામ થયો. અને દીક્ષા ગ્રહણ કર્યા પછી સૂરિએ જે ધર્મદેશના આપી તેનાથી સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ થાય છે, કેમ કે સૂરિએ કહ્યું કે આ સંસાર અનાદિ અનંતકાળનો છે. જન્મ, મૃત્યુ, આદિ અનેક ભયોથી આક્રાંત છે અને તે સંસારમાં નિર્મળ એવી સર્વજ્ઞકથિત પ્રવજ્યા દુર્લભ છે. અર્થાત્ વેશગ્રહણ દુર્લભ નથી પરંતુ દીક્ષાગ્રહણ કર્યા પછી તે તેલધારક પાત્રવાળા પુરુષની જેમ, અપ્રમાદપૂર્વક મોહનાશને અનુકૂળ સતત પરાક્રમ કરનારા મહાત્માઓ જે રીતે નિર્મળ પ્રવ્રજ્યા પામે છે એવી પ્રવ્રજ્યા અત્યંત દુર્લભ છે; કેમ કે આવી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ થયા પછી સંસારનાં દુઃખોની પ્રાપ્તિ નથી. અંતરંગ રાગાદિ સમુદાય સતત ક્ષીણ પામે છે. કર્મોની શક્તિ સતત અલ્પ
Page #340
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૧૯ અલ્પતર થાય છે જેથી જીવમાં સર્વત્ર અસંગની પરિણતિ સતત વૃદ્ધિ પામે છે જેના કારણે જન્મપરંપરાની પ્રાપ્તિ પણ નષ્ટપ્રાયઃ થાય છે, કદાચ તે ભવમાં મોક્ષ ન થાય તો પણ દુર્ગતિઓની આપત્તિ તે મહાત્માઓને સંસારચક્રમાં ક્યારેક થતી નથી. ખરાબ ભવોની વિડંબના તે જીવોને ક્યારેય થતી નથી. દીનતા, રોગ આદિ અનેક ક્લેશોવાળો સંસાર તેઓનો સદા માટે ક્ષય થાય છે, જેઓ ૧૦ પ્રકારના કષાયોના ઉદયભાવ રૂપ સાવઘયોગની વિરતિને પામેલા છે, તેથી કષાયોનો ક્ષયોપશમભાવ સતત વૃદ્ધિ પામી રહ્યો છે તેવી પ્રવજ્યા જીવોને અત્યંત દુર્લભ છે. જેમાં વિતરાગનું વચન અત્યંત પરિણમન પામેલું છે અને જેઓને તત્ત્વને જોવાની માર્ગાનુસારી બુદ્ધિરૂપ તત્ત્વનો ક્ષયોપશમભાવ વર્તે છે તેઓને ભગવાને કહેલી પ્રવ્રજ્યા પરમાર્થથી પ્રાપ્ત થાય છે અને તેવા જીવો અંતે સર્વ કર્મોનો નાશ કરીને અનંત આનંદરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રકારના સૂરિના ઉપદેશને સાંભળીને ઘણા યોગ્ય જીવોને પ્રશમસુખના પરિણામ રૂપ પ્રવ્રજ્યા ગ્રહણનો પરિણામ થાય છે. ત્યારપછી તત્ત્વના અર્થ એવા રાજારૂપ મુનિ ગુરુને તત્ત્વ વિષયક પૃચ્છા કરીને સન્માર્ગમાં પોતાની સ્થિરતા કરે છે અને અન્ય યોગ્ય જીવોને સ્થિરતાનું કારણ બને છે અને મનીષી જેવા ઉત્તમપુરુષના બળથી તે રાજા વગેરે પણ ઉત્તમત્તાને પામે છે અને જીવનના અંત સમયે શાસ્ત્રોક્ત વિધિથી સંલેખના કરીને મનીષી મોક્ષમાં જાય છે; કેમ કે જ્ઞાન, ધ્યાન, તપવિષયક મહાવીર્ય ઉલ્લસિત થયું. જેથી મનીષીએ સર્વકર્મોનો નાશ કર્યો. વળી, મધ્યમસદ્વર્યવાળા રાજા વગેરે સાધુઓ અંત સમયે વિશિષ્ટ આરાધના કરીને દેવલોકને પામ્યા. અને બાળ પોતાની બાળચેષ્ટાને અનુરૂપ દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરી આ પ્રકારે સમ્યગુભાવન કરીને વિવેકીએ સદા મનીષી જેવા ઉત્તમપુરુષોના પારમાર્થિક ઋષિઓનું ચિત્ત કેવું હોય છે તેવું ભાવન કરવું જોઈએ અને તેવા જીવોના સંપર્કથી આત્મહિત સાધવા પ્રયત્ન કરવો જોઈએ.
विदुर उवाच-कुमार! तदिदं मया ह्यः कथानकमाकर्णितं, आकर्णयतश्च मम लङ्घितं दिनं, तेन युष्मत्समीपे नागतोऽस्मि । मयाऽभिहितं-भद्र! सुन्दरमनुष्ठितं, यतोऽतिरमणीयकमिदं कथानकं, बुध्यत एव श्रुत्वा । अत्यन्तदुरन्तः पापमित्रसम्बन्धो, यतस्तस्य बालस्य स्पर्शनसम्पर्कादिहामुत्र च निबिडविडम्बनागर्भा दुःखपरम्परैव केवलं संपन्ना नान्यत्किञ्चनेति । विदुरेण चिन्तितं-बुद्धस्तावदनेन कथानकतात्पर्यार्थ इति भविष्यति मे वचनावकाशः ।
વિદુર કહે છે=નંદિવર્ધત આગળ વિદુરે કથા કરવાનો પ્રારંભ કર્યો તે કથાનક કર્યા પછી વિદુર નંદિવર્ધનને કહે છે. તે કુમાર ! તે આ પૂર્વમાં વર્ણન કર્યું તે આ, કથાનક મારા વડે કાલે સંભળાયું અને સાંભળતા એવા મારો દિવસ પૂરો થયો. તેથી તારા સમીપે આવેલો નહીં, મારા વડે નંદિવર્ધન વડે, કહેવાયું – એ પ્રમાણે અનુસુંદર ચક્રવર્તી કહે છે. તે ભદ્ર ! સુંદર અનુષ્ઠાન કરાયું તે કથાનક સાંભળીને તે સુંદર અનુષ્ઠાન કરાયું. જે કારણથી અતિ રમણીય આ કથાનક શ્રોતાને બોધ જ કરાવે છે. અહો, અત્યંત ખરાબ અંતવાળો પાપમિત્રનો સંબંધ હતો. જે કારણથી તે બાલને સ્પર્શતના સંપર્કથી આલોકમાં અને પરલોકમાં અત્યંત વિડંબનારૂપ ગર્ભ દુઃખની પરંપરા જ કેવલ પ્રાપ્ત થઈ,
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અન્ય કંઈ પ્રાપ્ત થયું નહીં. વિદુર વડે વિચારાયું, ખરેખર આના વડે=નંદિવર્ધન વડે, કથાનકનો તાત્પર્ધાર્થ જણાયો છે. એથી મારા વચનનો અવકાશ થશે.
विदुरोपदेशः इतश्च तत्राऽवसरे मत्तो नातिदुरे वर्तते वैश्वानरः, श्रुतं तेन मामकीनं वचनं, चिन्तितमनेन-अये! विरूपको नन्दिवर्धनस्योल्लापो व्युत्पादितप्रायोऽयमनेन विदुरेण, तन्न सुन्दरमिदं वर्तते, धृष्टः खल्वेष विदुरो, ज्ञापयिष्यत्यस्य मदीयस्वरूपमिति साशकः संपन्नो वैश्वानरः । विदुरेणाभिहितं-कुमार! सत्यमिदं, सम्यगवधारितं कुमारेण । अन्यच्च प्रकृतिरेषा प्रायः प्राणिनां यथा यत्र कुत्रचित्किञ्चन दृष्टं श्रुतं वा सर्वमात्मविषये योजयन्ति, ततो मयाऽपीदं कथानकमनुश्रुत्य स्वहृदये चिन्तितं यदुतयदि कुमारस्य कदाचिदपि पापमित्रसम्बन्धो न भवति ततः सुन्दरं संपद्यते । मयाऽभिहितं-भद्र! किमत्र चिन्तनीयम् ? नास्त्येव मे, नापि भविष्यति पापमित्रसम्बन्धगन्धोऽपीति । विदुरः प्राहवयमप्येतावदेवार्थयामहे । ततः स्थितो मदीयकर्णाभ्यणे विदुरः, शनैः शनैरभिहितं चानेन, यदुतकेवलमेषोऽपि वैश्वानरो लोकवार्त्तया दुष्टप्रकृतिः श्रूयते, तदयं सम्यक् परीक्षणीयः कुमारेण, मा भूदेष स्पर्शनवद् बालस्य पापमित्रतया भवतोऽनर्थपरम्पराकारणमिति ।
વિદુરનો ઉપદેશ આ બાજુ તે અવસરમાં વિદુર જ્યારે વિચારે છે તે અવસરમાં, મારાથી અતિદૂરમાં=અનુસુંદર ચક્રવર્તી કહે છે નંદિવર્ધનના ભવમાં મારાથી અનતિદૂર, વૈશ્વાનર વર્તે છે, તેના વડે મારું વચન સંભળાયું. આના વડે વૈશ્વાનર વડે, વિચારાયું, નંદિવર્ધનનો ઉલ્લાપ વિરૂપક છે=મારી પ્રકૃતિથી વિપરીત પ્રકૃતિવાળો છે. આ=નંદિવર્ધન, આ વિદુર દ્વારા વ્યુત્પાદિત પ્રાય છે પ્રાયઃ કરીને મારા ત્યાગને અનુકૂળ નંદિવર્ધનને પ્રાય કર્યો છે, તે કારણથી વિદુર નંદિવર્ધન આ રીતે મારા વિરુદ્ધ તૈયાર કર્યો તે કારણથી, આ સુંદર વર્તતો નથી-વિદુર સુંદર વર્તતો નથી. ખરેખર આ વિદુર ધૃષ્ટ છે-નંદિવર્ધનને મારા વિરુદ્ધ ઠગીને તૈયાર કરેલો છે. આને નંદિવર્ધનને, મારું સ્વરૂપ જણાવશે આ વિદુર હું વૈશ્વાનર, શત્રુ છે એ પ્રકારનું મારું સ્વરૂપ પ્રગટ કરશે, એ પ્રકારે સાશંક વૈશ્વાનર થયો. વિદુર વડે કહેવાયું. હે કુમાર ! આ સત્ય, સમ્યફ કુમાર વડે અવધારણ કરાયું. અને બીજું પ્રાણીઓની પ્રાયઃ આ પ્રકૃતિ છે. જે પ્રમાણે જે ક્યાંય કંઈક જોવાયું અથવા સંભળાયું, સર્વ પોતાના વિષયમાં યોજત કરે છે, તેથી મારા વડે પણ કથાનકને સાંભળીને સ્વહદયમાં વિચારાયું. શું વિચારાયું તે “યહુત'થી બતાવે છે – જો કુમારને ક્યારે પણ પાપમિત્રનો સંબંધ ન થાય તો સુંદર થાય. મારા વડે કહેવાયું અનુસુંદર ચક્રવર્તી કહે છે નંદિવર્ધનના ભવમાં મારા વડે, વિદુરને કહેવાયું. આમાં=પાપમિત્રના સંબંધના વિષયમાં, હે ભદ્ર! શું વિચારવા જેવું છે? મને નથી જ=પાપમિત્રનો સંબંધ નથી જ. વળી, પાપમિત્રના સંબંધની
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૨૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ગંધ પણ થશે નહીં, વિદુર કહે છે – અમે પણ આટલી જ ઈચ્છા કરીએ છીએ, ત્યારપછી મારા કાનની નજીકમાં વિદુર રહ્યો અને ધીરે ધીરે આના વડે વિદુર વડે, કહેવાયું. શું કહેવાયું તે “વહુ'થી કહે છે – કેવલ આ પણ વૈશ્વાનર લોકવાર્તાથી દુષ્ટ પ્રકૃતિવાળો સંભળાય છે. તે કારણથી આગ વૈશ્વાનર કુમાર વડે સમ્યફ પરીક્ષા કરવા યોગ્ય છે, આ વૈશ્વાનર, બાલતા સ્પર્શનની જેમ પાપમિત્રપણાને કારણે તને પણ અનર્થ પરંપરાનું કારણ ન થાવ.
वैश्वानरप्रभावात् कुमारस्य दुश्चेष्टा निरीक्षते च तस्मिन्नवसरे वैश्वानरः साकूतः सन्नभिमुखो मदीयवदनं, लक्षितोऽहमनेन मुखविकारतस्तैर्विदुरवचनैर्दूयमानः । ततः कृता वैश्वानरेण मां प्रति सा पूर्वसाङ्केतिका संज्ञा, भक्षितं मया क्रूरचित्ताभिधानं तद्वटकं, ततस्तत्प्रभावान्मे क्षणेन वृद्धोऽन्तस्तापः, समुल्लसिताः स्वेदबिन्दवो, जातं गुजार्धसन्निभं शरीरं, संपन्नं विषमदष्टौष्ठ, भग्नोग्रभृकुटितरङ्गमतिकरालं वकाकुहरम् । ततो भद्रे अगृहीतसङ्केते! तथा वैश्वानरवटकप्रभावाभिभूतात्मना मया पापकर्मणाऽनाकलय्य तस्य वत्सलतामनालोच्य हितभाषितामविगणय्य चिरपरिचयं, परित्यज्य स्नेहभावमुररीकृत्य दुर्जनतां, सर्वथानिष्ठुरवचनैस्तिरस्कृतोऽसौ विदुरः यदुत-अरे दुरात्मन्! निर्लज्ज! त्वं मां बालकल्पं कल्पयसि, तथाऽचिन्त्यप्रभावोपेतं परमोपकारकमन्तरङ्गभूतं मे वैश्वानरं तथाविधदुष्टस्पर्शनोपमं मन्यसे, अददानस्य च प्रत्युत्तरं विदुरस्य मया दत्ता कपोलदारणी चपेटा, गृहीत्वा महत्फलकं प्रहर्तुमारब्धोऽहं, ततो भयातिरेकप्रकम्पमानगात्रयष्टिर्नष्टो विदुरः गतस्तातसमीपं, कथितः समस्तोऽपि वृत्तान्तः, ततो निश्चितं स्वमनसि तातेन, यथा न शक्यत एव कथञ्चिदपि कुमारो वियोजयितुमेतस्माद्वैश्वानरपापमित्राद्' इति । तदेवं स्थिते 'यद्भविष्यत्तामेवावलम्ब्यास्माभिर्मोनेनैव स्थातुं युक्तम्' इति स्थापितस्तातेन सिद्धान्तः ।
વૈશ્વાનરના પ્રભાવથી કુમારની દુચેષ્ટા અને તે અવસરમાં વૈશ્વાનર સાકત છતો કંઈક ઇરાદાવાળો છતો, મારા વદનને અભિમુખત્રનંદિવર્ધનના વદનને અભિમુખ, જુએ છે. આવા વડે=વૈશ્વાનર વડે, મુખવિકારથી તે વિદુરના વચનથી દુભાતો હું જોવાયો. તેથી=નંદિવર્ધનનું મુખ વિદુરના વચનથી દુભાતું વૈય્યાતરે જોયું તેથી, વૈશ્વાનર વડે મારા પ્રત્યે નંદિવર્ધત પ્રત્યે પૂર્વમાં સાંકેતિક સંજ્ઞા કરાઈ.
પૂર્વમાં નંદિવર્ધનની સાથે વૈશ્વાનરે સંકેત કરેલો કે હું સંજ્ઞા કરું ત્યારે તારા વડે કૂરચિત્ત નામના વડાંઓનું ભક્ષણ કરવું જોઈએ. જેથી મારું સ્વરૂપ ભાસ્વર થશે. તેથી તે સંકેત અનુસાર વૈશ્વાનરે તે વડાં ખાવાને માટેની સંજ્ઞા કરી.
મારા વડે=નંદિવર્ધન વડે શૂરચિત નામનું, તે વડું ખવાયું વિદુરના વચનથી દુભાયેલો નંદિવર્ધન વૈશ્વાનરના સંકેતને કારણે શૂરચિત્તવાળો બન્યો. તેથી તેના પ્રભાવથી=જૂરચિત નામના વડાના
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભક્ષણના પ્રભાવથી, ક્ષણમાં મારો અંતસ્તાપ વૃદ્ધિ પામ્યો. અર્થાત્ ગુસ્સાનો પ્રકર્ષ ઉત્પન્ન થયો. સ્વદબિંદુઓ સમુલ્લસિત થયાં તીવ્રકોપને કારણે શરીર ઉપર પરસેવાનાં બિંદુઓ થયાં, ગુજ્જાઈ જેવું શરીર થયું=લાલચણોઠી જેવું કોપયુક્ત શરીર થયું. વિષમ દાંત અને ઓષ્ઠ થયા, ભગ્નભૃકુટિના તરંગવાળું અતિવિકરાળ મુખ થયું, તેથી તે ભદ્રા ! અગૃહીતસંકેતા ! તે પ્રકારે વેશ્વાનર વટકના પ્રભાવથી અભિભૂત સ્વરૂપવાળા પાપકર્મવાળા એવા મારા વડે તેવી વત્સલતાને જાણ્યા વગર=વિદુરની વત્સલતાને જાણ્યા વગર, હિતભાષિતાનું આલોચન કર્યા વગર=વિદુરની આ હિતભાષિતા છે એનો વિચાર કર્યા વગર, ચિરપરિચયની અવગણના કરીને, સ્નેહભાવનો ત્યાગ કરીને, દુર્જનતાનો સ્વીકાર કરીને, સર્વથા નિષ્ફર વચનો વડે આ વિદુર તિરસ્કાર કરાયો. તે “દુત'થી બતાવે છે – અરે દુરાત્મન્ ! નિર્લજ્જ ! મને તું બાલ જેવો માને છે. અને અચિંત્ય પ્રભાવથી યુક્ત પરમોપકાર અંતરંગ મારા વૈશ્વાનરને તેવા પ્રકારના દુષ્ટ સ્પર્શનની ઉપમાવાળો માને છે. પ્રત્યુત્તરને નહીં આપતા વિદુરને મારા વડે ગાલને ચીરી નાખે તેવી લપાટ અપાઈ. મોટું ફલક ગ્રહણ કરીને=લાકડી ગ્રહણ કરીને હું મારવા માટે આરબ્ધ થયો. તેથી ભયના અતિરેકથી કંપતા શરીરવાળો વિદુર નાઠો અને પિતા સન્મુખ ગયો અને સમસ્ત પણ વૃત્તાંત કહેવાયો. તેથી પિતા વડે સ્વમનમાં નિશ્ચય કરાયો. શું કરાયો ? તે ‘રથા'થી બતાવે છે. આ વૈશ્વાનર પાપમિત્રથી કોઈપણ રીતે કુમાર વિયોજન કરાવવા માટે શક્ય તથી જ. તે કારણથીઆ પાપમિત્રનો વિયોગ શક્ય નથી તે કારણથી, આ પ્રમાણે સ્થિત હોતે છતેનકુમાર સદા પાપમિત્ર સાથે રહેશે એ પ્રમાણે સ્થિતિ હોતે છતે, જે ભવિષ્યમાં થાઓ એ પ્રમાણે અવલંબીને અમારા વડે મૌનથી જ રહેવું યુક્ત છે. એ પ્રમાણે પિતા વડે સિદ્ધાંત સ્થાપિત કરાયો. ભાવાર્થ :
અનુસુંદર ચક્રવર્તી અગૃહતસંકેતાને ઉદ્દેશીને પોતાનો નંદિવર્ધનનો ભવ કહે છે અને નંદિવર્ધનના ભવમાં પોતે કૂરકષાયથી કેવો દૂષિત હતો તે બતાવે છે અને નંદિવર્ધનના ભવમાં પિતાથી નિયુક્ત વિદુર કુમારને બોધ કરાવવા અર્થે સ્પર્શનની કથા કરી તે સાંભળીને નંદિવર્ધન કહે છે કે આ સુંદરકથા છે, અતિરમણીય છે. પાપમિત્રનો સંબંધ અત્યંત ખરાબ છે આ પ્રકારનો નંદિવર્ધનને કંઈક બોધ થાય છે ત્યારે તે કથાના શ્રવણથી નંદિવર્ધનના કંઈક કષાયો મંદ થાય છે, કંઈક તત્ત્વને અભિમુખ ચિત્ત થાય છે તેથી વિદુરને જણાયું કે આ કથાનકથી કંઈક નંદિવર્ધન તત્ત્વને અભિમુખ થશે. તે વખતે તેનો અંતરંગ વૈશ્વાનર મિત્ર નંદિવર્ધનથી કંઈક દૂર વર્તે છે. પરંતુ અત્યંત દૂર નથી તેથી તેણે વિદુરનું વચન સાંભળ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં જ્યારે ક્રોધ વ્યક્ત ઉદયમાં હોય છે ત્યારે તે ક્રોધ આવિષ્ટ બને છે અને જ્યારે તે ક્રોધ ઉદયમાંથી નીકળીને સન્મુખ આલાપ કરે છે ત્યારે તેને જણાય છે કે મારા ગુસ્સાનું કેવું સુંદર ફળ છે જેથી સુખપૂર્વક આ કાર્ય થયું ઇત્યાદિ ગુસ્સાની સાથે તે આલાપ કરે છે ત્યારે તે વૈશ્વાનર દેહમાંથી પ્રગટ થઈને તેની સાથે આલાપ કરે છે તેવી અવસ્થા છે અને જ્યારે નંદિવર્ધન વિદુરની કથા સાંભળે છે ત્યારે તે કથાથી કંઈક ચિત્ત ઉપશાંત બને છે તેથી વૈશ્વાનરની સાથે તેનો આલાપ થતો નથી. પરંતુ વિદુરના વચન સાથે
Page #344
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૨૩
નંદિવર્ધનનું ચિત્ત ભાવિત બને છે તેથી વૈશ્વાનર કંઈક નજીક અને કંઈક દૂર બેઠેલ છે તેમ કહેલ છે. વળી, કંઈક નજીક હોવાથી વિદુરનાં વચન વૈશ્વાનર સાંભળે છે અને નંદિવર્ધનનું મુખ જુએ છે અને નંદિવર્ધન જ્યારે વિદુરના વચનથી તત્ત્વને સન્મુખ છે ત્યારે વૈશ્વાનરને તે સુંદર જણાતું નથી; કેમ કે ક્રોધની પ્રકૃતિથી વિરુદ્ધ શાંતપ્રકૃતિને અભિમુખ નંદિવર્ધનનું ચિત્ત છે આથી જ વિદુરના વચનને સાંભળીને કંઈક તત્ત્વને અભિમુખ બન્યું છે, તોપણ જ્યારે વિદુરે કહ્યું કે આ વૈશ્વાનર પણ સ્પર્શન જેવો જણાય છે તે સાંભળીને નંદિવર્ધનને તે ગમ્યું નહીં. તેનાથી વૈશ્વાનર જાણે છે કે હજી નંદિવર્ધન મારું સાંભળે તેમ છે તેથી એ પ્રાપ્ત થાય કે વિદુરના વચનથી કથાનકના કાળમાં નંદિવર્ધનનું ચિત્ત કંઈક ઉપશાંત હતું તોપણ જ્યારે વૈશ્વાનર પાપમિત્ર છે એમ વિદુરે કહ્યું ત્યારે નંદિવર્ધન કષાયને અભિમુખ બને છે; કેમ કે તેનો ક્રોધ કષાય તેવો શાંત નથી. તેથી તે વચનથી નંદિવર્ધન દુભાયો અને તેના ચિત્તમાં વર્તતો ક્રોધ કષાય તેને ક્રૂર થવાની પ્રેરણા કરે છે તેથી ક્રૂચિત્ત નામના વડાને ખાઈને નંદિવર્ધનનું ચિત્ત એકદમ ઘાતકી બને છે અને ઘાતકીભાવ કેવી પરાકાષ્ઠાએ છે તે બતાવવા અર્થે જ કહે છે નંદિવર્ધન પાપકર્મોનો વિચાર કરતો નથી, વિદુરની વત્સલતાનો વિચાર કરતો નથી. હિતભાષિતાનો વિચાર કરતો નથી. ચિરપરિચયનો વિચાર કરતો નથી અને અત્યાર સુધી વિદુર સાથે સ્નેહ હતો તેનો પણ ત્યાગ કરે છે તે સર્વ ક્રોધની પરાકાષ્ઠાનું કૃત્ય છે અને સર્વથા દુર્જનતાને સ્વીકારીને નિષ્ઠુર વચનોથી વિદુરનો તિરસ્કાર કરે છે, એટલું જ નહીં પણ ક્રોધના ઉત્કર્ષને કા૨ણે વિદુરને જોરથી થપ્પડ મારે છે, એના કરતાં પણ અતિશય ગુસ્સાને વશ થઈને મોટી લાકડી લઈને મા૨વા માટે તત્પર થાય છે. આ સર્વભાવો કષાયમાં મૂઢ થયેલા જીવો કઈ રીતે કરે છે તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી અહીં બતાવે છે અને અતિક્રૂર ચિત્ત હોવાથી જ પિતાએ નક્કી કર્યું કે કુમાર અપ્રજ્ઞાપનીય છે. नन्दिवर्धनस्य यौवनम्
इतश्च निःशेषितं मया कलाग्रहणं, ततो गणितं प्रशस्तदिनं, आनीतोऽहं कलाशालायास्तातेनात्मसमीपं, पूजित: कलाचार्यो, दत्तानि महादानानि, कारितो महोत्सवः, अभिनन्दितोऽहं तातेनाम्बाभिः शेषलोकैश्च, वितीर्णो मे पृथगावासकः यथासुखमास्तामेष इतिकृत्वा तातेन नियुक्तः परिजनः, समुपहतानि मे भोगोपभोगोपकरणानि, स्थितोऽहं सुरकुमारवल्ललमानस्तत्र । ततस्त्रिभुवनविलोभनीयोऽमृतरस इव सागरस्य, सकललोकनयनानन्दजननश्चन्द्रोदय इव प्रदोषस्य, बहुरागविकारभङ्गुरः सुरचापकलाप इव जलधरसमयस्य मकरध्वजायुधभूतः कुसुमप्रसव इव कल्पपादपस्य अभिव्यज्यमानरागरमणीयः सूर्योदय इव कमलवनस्य, विविधलास्यविलासयोग्यः कलाप इव शिखण्डिनः प्रादुर्भूतो मे यौवनारम्भः संपन्नमतिरमणीयं शरीरं, विस्तीर्णीभूतं वक्षःस्थलं, परिपूरितमूरुदण्डद्वयं अगमत्तनुतां मध्यदेशः, प्राप्तः प्रथिमानं नितम्बभागः, प्रतापवदारूढा रोमराजिः, वैशद्यमवाप्ते लोचने, प्रलम्बतामुपागतं भुजयुगलं, यौवनसहायेनैवाधिष्ठितोऽहं मकरध्वजेन ।
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
નંદિવર્ધનનું યૌવન અને આ બાજુ મારા વડે-નંદિવર્ધન વડે, સમસ્ત કલાગ્રહણ પૂરું કરાયું. ત્યારપછી પ્રશસ્તદિવસ જોવાયો. કલાશાલાથી પિતા વડે હું પોતાની પાસે લવાયો. કલાચાર્યની પૂજા કરાઈ=કલાચાર્યને પુષ્કળ દાન આપીને પૂજા કરી, મહાદાનો અપાયાં=નંદિવર્ધત ભણીને આવ્યો તે નિમિત્તે રાજાએ લોકોમાં મહાદાન આપ્યાં. મહોત્સવ કરાવાયો. હું પિતા વડે, માતા વડે, લોકો વડે વિશેષ સત્કાર કરાયો. જે પ્રમાણે આ=નંદિવર્ધન, સુખે રહે, એથી કરીને મને પૃથફ આવાસ અપાયો. પિતા વડે પરિજન વિયોગ કરાવાયો. મને ભોગપભોગ ઉપકરણો સમર્પણ કરાયાં. હું સુરકુમારની જેમ લાલત કરાતો રહ્યો. ત્યારપછી ત્રણે ભુવનને વિલોભન કરે એવા સાગરના અમૃતરસ જેવો, બધા લોકોના નયનને આનંદ ઉત્પન્ન કરનાર રાત્રિના ચંદ્રના ઉદય જેવો, બહુરાગના વિકારથી યુક્ત વર્ષાઋતુના મેઘધનુષ જેવો, મકરધ્વજના શસ્ત્રભૂત કલ્પવૃક્ષના કુસુમના પ્રસવ જેવો, અભિવ્યયમાન રાગરમણીય= બીજાને રાગ ઉત્પન્ન કરે એવો રમણીય, કમલવતના સૂર્યોદય જેવો, વિવિધ પ્રકારના આનંદવિલાસને યોગ્ય મોરના કલાની જેવો, મારા યૌવનનો આરંભ પ્રાદુર્ભાવ થયો. અતિ રમણીય શરીર થયું. વક્ષ:
સ્થલ વિસ્તીર્ણ થયું, ઉરુના દંડદ્વય પરિપૂરિત થયા. મધ્યદેશ તનુતાને પામ્યો. નિતમ્બભાગ વિસ્તારને પામ્યો. પ્રતાપવાળી રોમરાજિ વિકાસ પામી. બે ચક્ષુઓ વૈશવને પામી, ભુજયુગલ પ્રલમ્બાને પામ્યું. યૌવનના સહાયથી હું મકરધ્વજથી કામદેવથી, અધિષ્ઠિત થયો.
कनकशेखरागमनं मैत्री च इतश्च स्वभवनात्रिसन्ध्यं व्रजामि स्माहं राजकुले गुरूणां पादवन्दकः । ततोऽन्यदा गतः प्रभाते कृतं तातस्याम्बादीनां च पादपतनं, अभिनन्दितस्तैराशीर्वादेन, स्थितस्तत्समीपे कियन्तमपि क्षणं, समागतः स्वभवने, निविष्टो विष्टरे, यावदकाण्ड एवोल्लसितो राजकुले बहलः कलकलः । ततः किमेतदित्यलक्षिततन्निमित्ततया जातो मे संभ्रमः, प्रस्थितस्तदभिमुखं, यावत्तूर्णमागच्छन्नालोकितो मया धवलाभिधानः सबलो बलाधिकृतः, प्राप्तो मदन्तिकं, प्रणतोऽहमनेन । आह च-कुमार! देवः समादिशति, यदुत-इतो निर्गतमात्रस्य ते प्रविष्टो मत्समीपे दूतो, निवेदितं च तेन-यथा कुशावर्तपुरात् कनकचूडराजसूनुः कनकशेखरो नाम राजकुमारो जनकाऽपमानाभिमानाद् भवत्समीपमागतो गव्यूतमात्रवर्तिनि मलयनन्दने कानने तिष्ठति, एतदाकर्ण्य देवः प्रमाणमिति । ततोऽहं 'स्वगृहागततया प्रत्यासन्नबन्धुतया महापुरुषतया च प्रत्युद्गमनमर्हति कनकशेखरः कुमार' इति आस्थानस्थायिभ्यो राजवृन्देभ्यः प्रख्याप्य एष समुच्चलितः स्वयं तदभिमुखं, कुमारेणापि शीघ्रमागन्तव्यमित्यहं प्रहितो युष्मदाह्वानाय, तत्तूर्णं प्रस्थातुमर्हति कुमारः । ततो 'यदाज्ञापयति तात' इति ब्रुवाणश्चलितोऽहं सपरिकरो, मीलितस्तातबले, पृष्टो मया धवलः-कथमेष कनकशेखरोऽस्माकं बन्धुरिति । धवलेनाभिहितं यतो नन्दायाः कनकचडः सहोदरो भवति, तेन ते मातुलसूनुरेष भ्रातेति । प्राप्तास्तत्समीपं, कृतं
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ कनकशेखरेण तातस्य पादपतनं, समालिङ्गितस्तातेन, मया च कृतोचिता प्रतिपत्तिः, प्रवेशितो नगरे महानन्दविमर्दैन, अभिहितश्च तातेन अम्बया च कनकशेखरो, यथा-कुमार! सुन्दरमनुष्ठितं यदात्मीयवदनकमलदर्शनेन जनितोऽस्माकं मनोरथानामप्यगम्यो महांश्चित्तानन्दः, तदेतदपि कुमारस्य पैतृकमेव राज्यं तस्मानाऽत्र कुमारेण तिष्ठता विकल्पो विधेय इति । अभिनन्दितं ताताम्बावचनं कनकशेखरेण, समर्पितस्तातेन मदीयभवनाभ्यर्णवर्ती कनकशेखरस्य महाप्रासादः, स्थितस्तत्रासौ, जातोऽस्य मया सह स्नेहभावः, समुत्पन्नो विश्रम्भः । अन्यदा रहसि पृष्टोऽसौ मया, यदुतमयाऽऽकर्णितं किल जनकापमानाभिमानाद् भवतामिहागमनमभूत्, तत्कीदृशो जनकेन भवतोऽपमानो विहित इति श्रोतुमिच्छामि । कनकशेखरेणाभिहितं, आकर्णय
કનકશેખરનું આગમન અને મૈત્રી અને આ બાજુ સ્વભવનથી ત્રણ સંધ્યાએ રાજકુલમાં ગુરુના પાદવજત કરનારો એવો હું જતો હતો, તેથી અચદા પ્રભાતે ગયો. પિતા અને માતાઓને પાદપતન કરાયું, તેઓ વડે આશીર્વાદથી અભિનંદિત કરાયો. તેમના સમીપે કેટલીક પણ ક્ષણ રહ્યો. સ્વભવનમાં આવ્યો. વિક્ટર આસન, ઉપર જ્યાં હું બેઠો ત્યાં અકાંડ જ રાજકુલમાં મોટો કલકલ ઉલ્લસિત થયો. તેથી આ શું છે એ પ્રમાણે તેના નિમિતપણાને-કોલાહલના નિમિત્તપણાને, નહીં જણાયેલા એવા મને સંભ્રમ થયો. તેને અભિમુખ તે કોલાહલને અભિમુખ, જ્યાં સુધી હું ઉપસ્થિત થયો, ત્યાં સુધી શીઘ આવતો ધવલ નામનો સેના સહિત, બલાધિકૃત મારા વડે જોવાયો, મારી નજીક પ્રાપ્ત થયો. હું આના વડે= ધવલ વડે, નમસ્કાર કરાયો, અને કહે છે. તે કુમાર ! દેવ આદેશ કરે છે. શું આદેશ કરે છે તે ‘યહુતીથી બતાવે છે – આ બાજુ નીકળેલા માત્ર એવા તમે હોતે છતે અમને વંદન કરીને નીકળેલો એવો નંદિવર્ધન હોતે છતે, મારા સમીપે=નંદિવર્ધનના પિતા સમીપે, દૂતે પ્રવેશ કર્યો, અને તેના વડે-તે દૂત વડે, નિવેદન કરાયું. શું નિવેદન કરાયું તે “યથા'થી બતાવે છે – કુશાવર્તનગરથી કનકચૂડ રાજાનો પુત્ર કનકશેખર નામનો રાજકુમાર પિતાના અપમાનના અભિમાનથી આપની સમીપે આવેલો ગાઉમાત્રવર્તી મલયનન્દન નામના જંગલમાં રહેલો છે. આ સાંભળીને=દૂતે કહેલા સમાચાર સાંભળીને, દેવ પ્રમાણ છે=દૂત નંદિવર્ધનના પિતાને કહે છે દેવ એવા તમોએ શું કરવું તે વિચારવાનું છે, ત્યારપછી દૂતે સમાચાર આપ્યા ત્યારપછી, હું રાજા, પોતાના ઘરે આવવાપણું હોવાથી, નજીકના બંધુપણું હોવાને કારણે, અને મહાપુરુષ હોવાને કારણે કનકશેખરકુમાર સન્મુખ જવા માટે યોગ્ય છે એ પ્રમાણે સભામાં રહેલા રાજવૃદ્ધોને કહીને આરાજા, સ્વયં તેને અભિમુખ ચાલ્યો કનકશેખરને અભિમુખ ચાલ્યો. કુમાર વડે પણ=નંદિવર્ધન વડે પણ, શીધ્ર આવવું જોઈએ એથી હું ધવલ નામનો બલાધિકૃત, તમારી પાસે બોલાવવા માટે મોકલાવાયો છું, તે કારણથી કુમારએ શીધ્ર આવવું જોઈએ એથી હું ધવલ તમને બોલાવવા માટે મોકલાયો છું તેથી તરત જ કુમારે પ્રસ્થાન કરવું યોગ્ય
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છે એમ ધવલ કહ્યું. તેથી=બલાધિકૃતે આ પ્રમાણે કહ્યું તેથી, તાત જે આજ્ઞા કરે છે એ પ્રમાણે બોલતો હું પરિવાર સહિત ચાલ્યો. તાતના બલમાં=પિતાની સેનામાં, હું મળ્યો. મારા વડે ધવલ પુછાયો, કઈ રીતે આ કનકશેખર અમારો બંધુ છે ? ધવલ વડે કહેવાયું છે કારણથી કનકચૂડ નંદાનો સહોદર છે, તેથી તે તારા મામાનો પુત્ર આ=કતકશેખર ભાઈ છે. તત્સમીપે પ્રાપ્ત થયા=રાજા વગેરે સર્વ કનકશેખરની પાસે પ્રાપ્ત થયા. કનકશેખર વડે પિતાનું પાદપતન કરાયું, પિતા વડે આલિંગન અપાયું અને મારા વડે ઉચિત પ્રતિપત્તિ કરાઈ=સ્વાગત કરાયું, મહાઆનંદના વિમર્દથી=મોટા મહોત્સવપૂર્વક, નગરમાં પ્રવેશ કરાયો. અને પિતા વડે અને માતા વડે કતકશેખર કહેવાયો, શું કહેવાયો તે ‘થા'થી બતાવે છે – હે કુમાર ! સુંદર અનુષ્ઠાન કરાયું. જે કારણથી પોતાના મુખના કમળના દર્શનથી મારા મનોરથોને પણ અગમ્ય એવો મહાન ચિત્તનો આનંદ કરાવાયો, તે કારણથી આ પણ રાજ્ય કુમારના કતકશેખરના, પિતાનું જ છે, તેથી અહીં આ રાજ્યમાં, રહેતા એવા કુમાર વડે વિકલ્પ કરવો જોઈએ નહીં અર્થાત્ આ મારું રાજય નથી એ પ્રમાણે વિકલ્પ કરવો જોઈએ નહીં. પિતા અને માતાનું વચન કનકશેખર વડે સ્વીકારાયું, પિતા વડે મારા ભવનથી નજીક જ કમકશેખરને મહાપ્રાસાદ અપાયો ત્યાં-આવાસમાં, આ=કતકશેખર રહ્યો. આનો કનકશેખરનો, મારી સાથે સ્નેહભાવ થયો. વિશ્ર્વાસપેદા થયો. અચદા એકાંતમાં મારા વડે આ પુછાયોકકતકશેખર પુછાયો. શું પુછાયો તે
કુતથી કહે છે – મારા વડે ખરેખર સંભળાયું છે કે પિતાના અપમાનના અભિમાનથી તારા વડે અહીં આગમન થયું છે. તેથી પિતા વડે કેવા પ્રકારનું તારું અપમાન કરાયું, એ પ્રકારે હું સાંભળવા ઈચ્છું છું. કનકશેખર વડે કહેવાયું, સાંભળ.
दत्तसाधूपदेशेन श्रावकधर्मग्रहणम् શ્લોક :
तातेन चूतमञ्जर्या, जनन्याऽत्यन्तलालितः । कुशावर्तपुरे तावदहमासं कुमारकः ।।१।।
દત્તસાધુના ઉપદેશથી શ્રાવકધર્મનું ગ્રહણ શ્લોકાર્ચ -
પિતા વડે અને ચૂતમંજરી નામની માતા વડે અત્યંત લાલિત, કુશાવર્ત નગરમાં કુમાર એવો હું હતો. II૧II
બ્લોક :
अन्यदा मित्रवृन्देन, युक्तः केलिपरायणः । गतः शमावहं नाम, काननं नन्दनोपमम् ।।२।।
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૨૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
અન્યદા મિત્રવૃન્દ વડે કેલિપરાયણ એવો હું શમાવહ નામના નંદનની ઉપમાવાળા જંગલમાં ગયો. III
શ્લોક :
तत्र साधूचिते देशे, रक्ताशोकतलस्थितः ।
કૃષ્ટ મા મદમા, પ્રશાન્તો મુનિસત્તમ રૂપા શ્લોકાર્ય :
ત્યાં ઉચિત દેશમાં રક્તઅશોકતલમાં રહેલ મહાભાગ, પ્રશાંત, મુનિસતમ સાધુ મારા વડે જોવાયા. Il3II શ્લોક :
क्षीरसागरगम्भीरस्तापनीयगिरिस्थिरः ।
दिवाकरमहातेजाः, शुद्धस्फटिकनिर्मलः ।।४।। શ્લોકાર્થ :
ક્ષીરસાગર જેવા ગંભીર, સુર્વણગિરિ જેવા સ્થિર મેરુ જેવા સ્થિર, દિવાકર જેવા મહાતેજવાળા, શુદ્ધસ્ફટિક જેવા નિર્મળ એવા તે સાધુ હતા એમ અન્વય છે. Imall શ્લોક :
ततः प्रादुर्भवद्भक्तिरहं गत्वा तदन्तिकम् ।
प्रणम्य चरणौ तस्य, निषण्णः शुद्धभूतले ।।५।। શ્લોકાર્થ :
તેથી પ્રગટ થયેલી ભક્તિવાળો હું તેમની પાસે જઈને તેમના ચરણને નમસ્કાર કરીને શુદ્ધભૂમિમાં બેઠો. Iપી શ્લોક :
वयस्या अपि मे सर्वे, प्रणिपत्य मुनीश्वरम् ।
उपविष्टा मदभ्यणे, विनयानम्रमस्तकाः ।।६।। શ્લોકાર્ચ - વિનયથી નમેલા મસ્તકવાળા મારા સર્વ મિત્રો પણ મુનીશ્વરને નમસ્કાર કરીને મારી પાસે બેઠા. III
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
उपसंहृतसद्ध्यानः, स साधुर्दत्तनामकः ।
दत्ताशीर्मधुरैर्वाक्यैः, समस्तान्समभाषत ।।७।।
શ્લોકાર્થ :
પૂર્ણ કર્યું છે સદ્બાન જેમણે એવા=પૂર્વમાં કાયોત્સર્ગમાં હતા પરંતુ રાજકુમારો વગેરે આવ્યા તેથી કાયોત્સર્ગ પાર્યો છે જેમણે એવા, આશીર્વાદ આપ્યા છે જેમણે એવા તે દત્ત નામના સાધુએ મધુર વાક્ય વડે સમસ્ત એવા અમોને કહ્યું. IIII
શ્લોક ઃ
:
तदीयवाक्यप्रीतेन, मयोक्तं प्रह्वचेतसा ।
ભવન્ત! વૃિશઃ પ્રોો, થર્મસ્તાવ વર્શને? ૫ાા
શ્લોકાર્થ
તેમના વાક્યની પ્રીતથી હર્ષિત થયું છે ચિત્ત એવા મારા વડે કહેવાયું, હે ભગવંત ! તમારા દર્શનમાં કેવા પ્રકારનો ધર્મ કહેવાયો છે ? III
શ્લોક ઃ
अथ प्रह्लादयत्रुच्चैर्मनो मे कलया गिरा ।
धर्ममाख्यत्प्रपञ्चेन, जैनचन्द्रं स मे मुनिः । । ९।।
શ્લોકાર્થ :
ત્યારપછી સુંદર વાણી વડે મારા મનને અત્યંત પ્રહ્લાદ કરતા પ્રપંચથી=વિસ્તારથી મુનિએ જૈનચંદ્ર એવો ધર્મ તે મુનિએ મને કહ્યો. III
શ્લોક ઃ
तत्रापि प्रथमं तेन, साधुधर्मो निवेदितः ।
તતસ્તવનું વિસ્તાર્ય, વૃત્તિધર્મ: પ્રશિતઃ ।।।।
શ્લોકાર્થ ઃ
ત્યાં પણ પ્રથમ તેમના વડે–તે મુનિ વડે, સાધુધર્મ બતાવાયો. ત્યારપછી તેને અનુસરનાર=સાધુધર્મને અનુસરનાર, ગૃહસ્થધર્મ વિસ્તાર કરીને પ્રકાશિત કરાયો. ।।૧૦।।
Page #350
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના
૩૨૯
શ્લોક :
ततश्च
सम्यग्दर्शनसन्मूलो, व्रतस्कन्धो महाफलः ।
વિશાલ્લો દિપાં, ઘર્મ: વન્યપ: સારા શ્લોકાર્ય :
અને તેથીeતે મહાત્માએ ધર્મનો ઉપદેશ આપ્યો તેથી, સમ્યગ્દર્શન સુંદર મૂલવાળો, વ્રતના સ્કંધવાળો, મહાન ફળવાળો, સમાદિની શાખાવાળો-શમ, સંવેગ આદિ શાખાવાળો, કલ્પદ્રુમની ઉપમાવાળો ગૃહસ્થનો. ધર્મ મારા ગ્રહણ કરાયો એમ આગળ અન્વય છે. [૧૧] શ્લોક :
गृहीतः सवयस्येन, गतोऽन्यत्र महामुनिः ।
धर्मं पालयतो मेऽसावन्यदा पुनरागतः ।।१२।। શ્લોકાર્ચ -
મિત્રો સહિત મારા વડે ધર્મ ગ્રહણ કરાયો. મહામુનિ અન્યત્ર ગયા. અન્યદા ધર્મને પાલન કરતા એવા મારી પાસે આ તે સાધુ, ફરી આવ્યા. II૧૨ચા
जिनशासनसारम्
બ્લોક :
इतश्चव्युत्पन्नबुद्धिः संजातस्तदाऽहमपरापरैः । श्रावकैः सह संसर्ग, कुर्वाणो धर्मकाम्यया ।।१३।।
જિનશાસનનો સાર શ્લોકાર્ય :
અને આ બાજુ હું બીજા-બીજા શ્રાવકોની સાથે ધર્મની કામનાથી સંસર્ગને કરતો ત્યારે વ્યુત્પન્નબુદ્ધિવાળો થયો. II૧૩
શ્લોક :
अथासौ वन्दितो भक्त्या गत्वोद्यानं महामुनिः । पृष्टश्चेदं भदन्तेह, किं सारं जिनशासने? ।।१४।।
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હવે ઉદ્યાનમાં જઈને ભક્તિથી આ મહામુનિ વંદન કરાયા અને આ પુછાવાયું, હે ભગવંત ! અહીં જિનશાસનમાં સાર શું છે? I૧૪ll શ્લોક :
मुनिरुवाचअहिंसा ध्यानयोगश्च, रागादीनां विनिग्रहः ।
साधर्मिकानुरागश्च सारमेतज्जिनागमे ।।१५।। શ્લોકાર્ચ -
મુનિ કહે છે – અહિંસા, ધ્યાનયોગ, રાગાદિનો વિશેષથી નિગ્રહ અને સાધર્મિકનો અનુરાગ એ જિનઆગમમાં સાર છે. II૧૫II શ્લોક :
मया चिन्तितंसर्वारम्भप्रवृत्तानां, मादृशां सुपरिस्फुटम् ।
હિંસા પ્રાળિનાં તાધિથતુમતિકુશવ પારદ્દા શ્લોકાર્ધ :
મારા વડે વિચારાયું - સર્વ આરંભોમાં પ્રવૃત મારા જેવાને પ્રાણીઓની અહિંસા સુપરિટ્યુટ કરવા માટે પરિપૂર્ણ કરવા માટે, અતિદુષ્કર છે. ll૧૬ll શ્લોક -
निष्प्रकम्पमनःसाध्यो, ध्यानयोगोऽपि मादृशाम् । વિષયાભિષમૂઠાનાં, તૂરસ્કૂતર ત: શાહી
શ્લોકાર્ય :
નિપ્રકંપ મન સાધ્ય, ધ્યાનયોગ પણ વિષયઆમિષમાં મૂઢ એવા મારા જેવાઓને દૂરથી અતિશયેન દૂર ગયેલો છે અર્થાત્ ધ્યાનયોગ અશક્ય છે. II૧૭ી. શ્લોક :
रागादिनिग्रहोऽप्यत्र, तत्त्वाभ्यासपरायणैः । સામાપિરે. શવઃ, પુમિર્ન મિશેઃ ૮ાા
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અહીં=સંસારમાં, રાગાદિનો નિગ્રહ પણ તત્ત્વાભ્યાસમાં પરાયણ, અપમાદમાં તત્પર એવા પુરુષો વડે કરવા માટે શક્ય છે, મારા જેવા પુરુષો વડે નહીં. ll૧૮ શ્લોક :
साधर्मिकानुरागस्तु, यो भदन्तेन साधितः ।
स कदाचिद्विधीयेत, मादृशैरपि जन्तुभिः ।।१९।। શ્લોકાર્થ :
વળી, સાધર્મિક અનુરાગ જે ભગવાન વડે કહેવાયો તે મારા જેવા જીવો વડે પણ કદાચિત્ કરી શકાય. ll૧૯ll શ્લોક :
तदत्र यत्नः कर्तव्यो, यथाशक्ति मयाऽधुना ।
યતઃ સીરમનુષ્ઠ, નરેના દિમછતા પારના શ્લોકાર્ચ -
તે કારણથી અહીં-સાધર્મિક અનુરાગમાં, યથાશક્તિ મારા વડે હવે યત્ન કરવો જોઈએ જે કારણથી હિતને ઈચ્છતા પુરુષ વડે કલ્યાણને ઈચ્છતા પુરુષ વડે, સાર અનુષ્ઠાન સેવવું જોઈએ.
મહાત્માએ જે ચાર સાર કહ્યા તેમાંથી મારા જેવાને શક્ય એવો સાધર્મિકનો અનુરાગ સેવવો જોઈએ. li૨૦ના શ્લોક :
एवं निश्चित्य चित्तेन, वन्दित्वा तं मुनीश्वरम् ।
प्रवर्धमानसंवेगस्ततोऽहं गृहमागतः ।।२१।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે ચિત્તથી નિશ્ચય કરીને તે મુનીશ્વરને વંદન કરીને પ્રવર્ધમાન સંવેગવાળો એવો હું ત્યારપછી ઘરે આવ્યો. ર૧II.
બ્લોક :
इतश्चैकसुतत्वेन, जीवितादपि वल्लभः । अहं तातस्य सर्वत्र, यथेच्छाकरणक्षमः ।।२२।।
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
આ બાજુ એકપકપણું હોવાને કારણે પિતાનો હું એક પુત્ર હોવાને કારણે, તાતને જીવિતથી પણ વલ્લભ એવો હું સર્વત્ર ઈચ્છા પ્રમાણે કરવા સમર્થ હતો. રિરા
साधर्मिकवात्सल्यारंभः
શ્લોક :
विनयं राजनीतिं च, अनुवर्तयता मया । तथापि तातः प्रच्छन्ने, प्रार्थितो नतया गिरा ।।२३।।
સાધર્મિક વાત્સલ્યનો આરંભ શ્લોકાર્થ :
તોપણ રાજાની મને સર્વ કરવાની અનુજ્ઞા હતી તોપણ, પ્રચ્છન્નમાં ગુપ્તમાં, નમેલી વાણી વડે વિનયને અને રાજનીતિને અનુવર્તન કરતા મારા વડે પિતા પ્રાર્થના કરાયા. ર૩ શ્લોક :
તથાकरिष्येऽहं यथाशक्ति, वात्सल्यं जैनधर्मिणाम् ।
तात! तत् कुर्वतो यूयमनुज्ञां दातुमर्हथ ।।२४।। બ્લોકાર્ધ :
તે આ પ્રમાણે – હું યથાશક્તિ જૈન ધર્મીઓના વાત્સલ્યને કરીશ. હે તાત! તેને કરતા એવા મને તમે અનુજ્ઞા આપવા માટે યોગ્ય છો. Il૨૪ll શ્લોક :
इतश्चमत्सङ्गेनैव तातोऽपि, भद्रको जिनशासने । ततः सा मामिका तस्य, प्रार्थना रुचिरामता ।।२५।।
શ્લોકાર્ચ -
આ બાજુ મારા સંગથી જ પિતા પણ જિનશાસનમાં ભદ્રક થયેલ તેથી તે મારી પ્રાર્થના તેમને પિતાને, સુંદર સ્વીકારાઈ. રિપો
Page #354
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૩૩
શ્લોક :
आह चराज्यं पुत्र! तवायत्तमायत्तं तव जीवितम् ।
स्वाभिप्रेतमतः कुर्वन त्वं मां प्रष्टुमर्हसि ।।२६।। શ્લોકાર્ચ -
અને કહે છે – હે પુત્ર! તારે આધીન રાજ્ય છે. તારે આધીન જીવિત છેમારું જીવિત તારે આધીન છે. આથી સ્વાભિપ્રેતને કરતો તું મને પૂછવા માટે યોગ્ય નથી. અર્થાત્ પૂછ્યા વગર તું કરવાનો અધિકારી છે. રિક શ્લોક :
ततोऽहं हर्षपूर्णाङ्गः, पतितस्तातपादयोः ।
મહાપ્રસાદ રૂર્વ, વ્રુવા: પ્રીતમાનઃ સારા શ્લોકાર્ચ -
તેથી મહાપ્રસાદ એ પ્રમાણે બોલતો પ્રીતિમાનસવાળો હર્ષથી પૂર્ણ અંગવાળો એવો હું પિતાના પગમાં પડ્યો. ૨૭ી.
શ્લોક :
ततःप्रभृति सर्वोऽपि, यो नमस्कारधारकः । सोऽन्त्यजोऽपि निजे देशे, बन्धुबुद्ध्या मयेक्षितः ।।२८।।
શ્લોકાર્ધ :
ત્યારથી માંડીને જે સર્વ પણ નમસ્કારને ધારણ કરનારા પોતાના દેશમાં છે, હલકી જાતિવાળા પણ તે બંધુબુદ્ધિથી મારા વડે જોવાયા. ૨૮ શ્લોક :
भोजनाच्छादनैर्दिव्यैरलङ्कारैः सरत्नकैः ।
ઘનેન યથાશમાં, મૃતઃ સથર્મો નન: સારા શ્લોકાર્થ:
ભોજન અને આચ્છાદન વડે વસ્ત્રો વડે, રત્ન સહિત અલંકારો વડે, ધન વડે ઈચ્છાનુસાર સાધર્મિક જન ભરાયો સમૃદ્ધ કરાયો. l/ર૯II
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
अन्यच्चअर्हतो यो नमस्कारं, धत्ते पुण्यधनो जनः ।
स देशे घोषणापूर्व, विहितोऽकरदो मया ।।३०।। શ્લોકાર્ધ :
અને બીજુ, પુષ્યરૂપી ધનવાળો જે મનુષ્ય અરિહંતોને નમસ્કાર કરે છે તે મનુષ્ય દેશમાં પોતાના નગરમાં, ઘોષણાપૂર્વક મારા વડે કર વગરનો કરાયો. II3oII. શ્લોક :
साधवः परमात्मानः, साध्व्यः परमदेवताः ।
गुरवः श्रावका लोका, ममेति ख्यापितं मया ।।३१।। શ્લોકાર્ચ -
સાધુઓ પરમાત્માઓ છે. સાધ્વીઓ પરમદેવતા છે, શ્રાવક લોકો મારા ગુરુઓ છે એ પ્રમાણે મારા વડે કહેવાયું. [૩૧]
શ્લોક :
जिनेन्द्रशासने भक्तिं, यः कश्चित् कुरुते जनः । आनन्दजलपूर्णाक्षस्तमहं बहुशः स्तुवे ।।३२।।
શ્લોકાર્ય :
ભગવાનના શાસનમાં જે કોઈ મનુષ્ય ભક્તિને કરે છે, આનંદજલથી પૂર્ણ ચક્ષવાળો હું વારંવાર તેની સ્તુતિ કરું છું. llફરી શ્લોક :
यात्रास्नात्रमहोत्सर्गे, प्रमोदमुदिताशयाः । विचरन्ति स्म जैनेन्द्रास्ततः सर्वत्र सज्जनाः ।।३३।।
શ્લોકાર્ય :
તેથી હું તેમની સ્તુતિ કરતો હતો તેથી, યાત્રા, સ્નાગ, મહોત્સર્ગમાં પ્રમોદથી મુદિત આશયવાળા જિનેન્દ્ર સંબંધી સજ્જનો સર્વત્ર વિચારવા લાગ્યા. ll૧૩
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩૫
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
तथाभिनवधर्माणो, ये मौनीन्द्रमते स्थिताः ।
कृता विशेषतस्तेषां, सपर्या भावतो मया ।।३४।। શ્લોકાર્ય :
તે પ્રકારે અભિનવ ધર્મવાળા જે લોકો ભગવાનના શાસનમાં રહ્યા તેઓની વિશેષથી મારા વડે ભાવથી સપર્યા=ભક્તિ કરાઈ. ll૩૪TI.
दुर्मुखामात्यकृतपैशुन्यम् શ્લોક :
ततो मदनुरागेण, लोका धर्मपरायणाः । बहवस्तत्र संपन्ना, यथा राजा तथा प्रजाः ।।३५।।
દુર્મુખ નામના મંત્રી વડે કરાયેલ પૈશુન્ય શ્લોકાર્ચ -
તેથી મારા અનુરાગથી ઘણા લોકો ત્યાં તે નગરમાં, ધર્મપરાયણ થયા. જે પ્રમાણે રાજા હોય તે પ્રમાણે પ્રજા થાય. llઉપા શ્લોક :
अथ तं तादृशं वीक्ष्य, प्रमोदं जिनशासने ।
સમાચો કુર્મુળ નામ, પાપ: પ્રશ્લેષમાતઃ રૂદ્દા શ્લોકાર્ચ -
હવે જિનશાસનમાં તેવા પ્રકારના તે પ્રમોદને જોઈને પાપી દુર્મુખ નામનો અમાત્ય પ્રસ્વેષને પામ્યો. Il39ll શ્લોક :
ततो रहसि ताताय, स दुरात्मा हितः किल ।
युष्मभ्यमहमित्येवं, प्रख्याप्य शठमानसः ।।३७।। શ્લોકાર્ધ :
તેથી શઠમાનસવાળા એવા તે દુરાત્માએ ખરેખર તમારા હિતવાળો એવો હું છું એ પ્રમાણે પિતાને એકાંતમાં પ્રખ્યાપન કરીને. ll૩૭ના
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના શ્લોક :
इदं न्यवेदयदेव! नैवं राज्यस्य पालना ।
उच्छृङ्खलीकृताः सर्वे, कुमारेण यतो जनाः ।।३८।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે નિવેદન કર્યું. હે દેવ ! આ રીતે રાજ્યની પાલના નથી, જે કારણથી કુમાર વડે સર્વ લોકો ઉશૃંખલ કરાયા છે. ll૩૮ શ્લોક :
नातिक्रामन्ति मर्यादां, लोका हि करभीरवः ।
ते मुक्ता मुत्कलाचाराः, कमनर्थं न कुर्वते? ।।३९।। શ્લોકાર્ચ -
કરના ભીરુ એવા લોકોમર્યાદાને અતિક્રમણ કરતા નથી. મુત્કલ આચારવાળા, મુક્ત કરથી મુક્ત, તેઓ કયો અનર્થ ન કરે? Il૩૯ll શ્લોક :
राजदण्डभयादेव, देव! लोको निरङ्कुशः ।
उन्मार्गप्रस्थितस्तूर्णं, करीव विनिवर्त्तते ।।४०।। શ્લોકાર્ય :' હે દેવ ! ઉન્માર્ગમાં રહેલો નિરંકુશ લોક રાજદંડના ભયથી જ હાથીની જેમ શીઘ નિવર્તન પામે છે પાછો ફરે છે. llઝoll બ્લોક :
उद्दण्डोऽनार्यकार्येषु, वर्तमानः स केवलम् ।
प्रतापहाने राज्ञोऽपि, लाघवं जनयत्यलम् ।।४।। શ્લોકાર્ચ -
અનાર્ય કાર્યમાં પ્રવર્તતો દંડ વગરનો તે લોક કેવલ રાજાના પણ પ્રતાપની હાનિ થવાથી અત્યંત લાઘવને કરે છે. ll૪૧II શ્લોક -
अन्यच्चाऽत्राऽधुना भूरिलोको जैनमते स्थितः । कः कुमारप्रसादार्थी, नाश्रयेत्तत् सकर्णकः? ।।४२।।
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને બીજું અહીં હમણાં જૈનમતમાં ઘણા લોકો રહેલા છે, કુમારના પ્રસાદનો અર્થી કોણ સકર્ણક=બુદ્ધિમાન, તેનો જૈનમતનો, આશ્રય ન કરે ? Il૪રા. શ્લોક :
करहीने जने जाते, यथेष्टप्रविचारिणि ।
कस्याऽत्र यूयं राजानः, किं वा राज्यं विनाऽऽज्ञया? ।।४३।। શ્લોકાર્ય :
અને આ રીતે કરહીન, ઈચ્છાનુસાર વિચરનાર લોક થયે છતે અહીં આ નગરમાં, તમે કોના રાજા ? આજ્ઞા વગર, રાજ્ય શું ? ll૪all શ્લોક :
तदिदं यत् कुमारेण, देव! प्रारभ्याऽलौकिकम् ।
राजनीतेः समुत्तीर्णं, बुध्यते तन्न सुन्दरम् ।।४४।। શ્લોકાર્ચ -
તે કારણથી હે દેવ ! કુમાર વડે જે આ અલૌકિકનો પ્રારંભ કરીને રોજનીતિથી સમુતીણ ઉલ્લંઘન જણાય છે તે સુંદર નથી. II૪૪ll શ્લોક :
तातः प्राहार्य! यद्येवं, स्वयमेवोच्यतां त्वया ।
कुमारो न वयं तस्य, सम्मुखं भाषितुं क्षमाः ।।४५।। શ્લોકાર્ધ :
તાએ કહ્યું હે આર્ય! જો આ પ્રમાણે છે તો તારા વડે સ્વયં જ કુમારને કહેવું જોઈએ. અમે તેને સન્મુખ કહેવા માટે સમર્થ નથી. ll૪પી.
कुमारदुर्मुखयोर्विवादः
શ્લોક :
ततश्चतातानुज्ञामवाप्यैवं, दुर्मुखो मामभाषत । कुमार! नेदृशी नीतिनृपतेर्लोकपालने ।।४६।।
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
કુમાર અને દુર્મુખ મંત્રીનો વિવાદ શ્લોકાર્ધ :
ત્યારપછી પિતાએ આ પ્રમાણે કહ્યું ત્યારપછી, પિતાની અનુજ્ઞા મેળવીને દુર્મુખે મને આ પ્રમાણે કહ્યું હે કુમાર ! રાજાની લોકપાલનમાં આવી નીતિ નથી=જે પોતાના ધર્મને માને તે સર્વને કરમુક્ત કરવા એવી નીતિ નથી. ll૪૬II
શ્લોક :
યત:करापीतजगत्सारो, महसा व्याप्तभूतलः ।
राजा दिनकराकारो, लोकस्योपरि तिष्ठति ।।४७।। શ્લોકાર્ચ -
જે કારણથી કર દ્વારા પાન કરાયો છે જગતનો સાર જેના વડે એવો, તેજ વડે વ્યાપ્તભૂતલવાળો સૂર્યના આકારવાળો સૂર્યના જેવો, રાજા લોકના ઉપર રહે છે લોકો પાસેથી કર ગ્રહણ કરીને જગતમાં સારરૂપે થયેલો તેજથી ઘણા સામ્રાજ્યવાળો રાજા સૂર્યના આકારવાળો લોકના ઉપર રહે છે. II૪૭ી. શ્લોક :
यस्तु प्राकृतलोकस्य, वशगः स्यान्महीपतिः ।
तस्य स्यात्कीदृशं राज्यम् ? को वा न्यायस्तदाज्ञया? ।।४८।। શ્લોકાર્ચ -
વળી, પ્રાકૃત લોકને વશ થયેલો જે રાજા છે તેનું રાજ્ય કેવા પ્રકારનું થાય? અથવા તેની આજ્ઞાથી શું ન્યાય થાય ? અર્થાત્ આજ્ઞા વગરનો અસાર રાજા કહેવાય. ll૪૮II શ્લોક -
राजदण्डभयाऽभावात्ततो लोका निरङ्कुशाः ।
दुष्टचेष्टितमार्गेषु, प्रवर्त्तन्ते यथेच्छया ।।४९।। શ્લોકાર્ચ - રાજદંડના ભયના અભાવથી નિરંકુશ થયેલા લોકો દુષ્ટ ચેષ્ટિમાર્ગમાં ઈચ્છા પ્રમાણે પ્રવર્તે છે. II૪૯ll.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૩૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
તવં તેિआदितः करदण्डाभ्यां, यस्तानो शास्ति भूपतिः ।
तेनैव परमार्थेन, सत्कृतो धर्मसम्प्लवः ।।५०।। શ્લોકાર્ય :
તે કારણથી આ પ્રમાણે સ્થિત હોતે છતે રાજાએ ઉચિત લોકો પાસેથી કરગ્રહણ કરીને સર્વ ઉપર રહેવું જોઈએ એ પ્રમાણે સ્થિત હોતે છતે, આદિથી જ કર અને દંડ દ્વારા જે રાજા તેઓને અનુશાસન આપતો નથી તેના વડે પરમાર્થથી જ ધર્મનો સપ્લવ-ધર્મનો નાશ, કરાયેલો છે. આપણા
શ્લોક :
कुमार! तदिदं ज्ञात्वा, राजधर्मव्यतिक्रमात् ।
नाऽलीकं धर्मवात्सल्यं, युक्तं कर्तुं भवादृशाम् ।।५१॥ શ્લોકાર્થ :
હે કુમાર ! તે કારણથી આ જાણીને રાજધર્મના વ્યતિક્રમથી જુદું ધર્મવાત્સલ્ય તમારા જેવાને કરવા માટે યુક્ત નથી. પ૧]
શ્લોક :
ततः प्रादुर्भवत्कोपविह्वलीभूतचेतसा । ___ आकारसंवरं कृत्वा, मया तं प्रति भाषितम् ।।५२।।
શ્લોકાર્ય :
તેથી પ્રગટ થયેલા કોપથી વિહ્વલીભૂત ચિત્તવાળા મારા વડે આકારનું સંવર કરીને ગુસ્સાના આકારનું સંવર કરીને, તેના પ્રત્યે કહ્યું. પરા શ્લોક -
आर्य! युक्तमिदं वक्तुमेव मां प्रति यद्यहम् ।
दुष्टवष्टादिलोकस्य, कुर्यां सन्मानपूजनम् ।।५३।। શ્લોકાર્ધ :
હે આર્ય ! જો હું દુષ્ટવષ્ટાદિકવંઠેલા લોકનું, સન્માન પૂજન કરું તો મારા પ્રત્યે કહેવા માટે જ યુક્ત છે. Ivali
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ये तु स्वगुणमाहात्म्याद्देवानामपि पूजिताः ।
तेषां यथेच्छदानेऽपि, नैतत्संबध्यते वचः ।।५४।। શ્લોકાર્ચ -
વળી, જે સ્વગુણોના માહાભ્યથી દેવોને પણ પૂજિત છે રાજા વગેરેને પણ પૂજિત છે તેઓને યથેચ્છદાનમાં પણ આ વચન સંબંધ પામતું નથી=મંત્રીએ કહ્યું એ વચન સંગત થતું નથી. II૫૪ll શ્લોક :
તથાદિये चौर्यपारदार्यादेः, सर्वस्माद्दुष्टचेष्टितात् ।
स्वत एव महात्मानो, निवृत्ताः सर्वभावतः ।।५५।। શ્લોકાર્ચ -
તે આ પ્રમણે - જેઓ ચૌર્યપદારા આદિ સર્વ દુષ્ટોષ્ટાઓથી સ્વતઃ જ સર્વભાવથી નિવૃત મહાત્માઓ છે. પપી.
શ્લોક :
तेषां जैनेन्द्रलोकानां, दण्डः स्यात् कुत्र कारणे? । दण्डबुद्धिर्भवेत्तेषु, यस्यासौ दण्डमर्हति ।।५६।।
બ્લોકાર્ધ :
તે જૈનેન્દ્ર લોકોનો દંડ ક્યા કારણે થાય ? તેઓમાં જેને દંડબુદ્ધિ થાય એ દંડને યોગ્ય છે. I૫૬l
શ્લોક :
करोऽपि रक्षणीयेषु, लोकेषु ननु बुध्यते । तस्यापि नोचिता जैना, ये गुणैरेव रक्षिताः ।।५७।।
શ્લોકાર્ધ :
રક્ષણીય એવા લોકોમાં ખરેખર કર પણ જણાય છે જેઓ ગુણોથી રક્ષિત છે તે જૈનો કરને પણ ઉચિત નથી. Ifપછા.
Page #362
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
अतः किङ्करतां मुक्त्वा, नान्यत्किञ्चन भूभुजाम् । विधातुं युक्तमेतेषां सैवास्माभिर्विधीयते ।। ५८ ।
શ્લોકાર્થ ઃ
આથી કિંકરતાને મૂકીને=આવા પુરુષોની કિંકરતાને મૂકીને, રાજાઓને આમનું અન્ય કંઈ પણ કરવા માટે ઉચિત નથી તે જ=કિંકરતા જ, અમારા વડે કરાય છે. IIપા
શ્લોક ઃ
येषां नाथो जगन्नाथो, भगवांस्तेषु किङ्करः ।
यः स्याद्राजा स एवात्र, राजा शेषास्तु किङ्कराः ।। ५९ ।।
૩૪૧
શ્લોકાર્થ ઃ
જગતના નાથ ભગવાન જેઓના નાથ છે, જે રાજા તેઓનો કિંકર=સેવક, થાય છે તે જ અહીં રાજા છે, શેષ કિંકરો છે. II૫૯લ્યા
શ્લોક ઃ
एवं चाचरता ब्रूहि, राजनीतेर्विलङ्घनम् ।
જિ મા વિદિત યેન, મવાનેવં પ્રનત્પતિ? ।।૬।।
શ્લોકાર્થ ઃ
અને તું કહે, આ પ્રમાણે આચરતા મારા વડે રાજનીતિનું શું ઉલ્લંઘન કરાયું ? જેથી તું આ પ્રમાણે બોલે છે. II૬૦II
શ્લોક ઃ
વિચ
अलीकधर्मवात्सल्यं, मदीयं वदता त्वया ।
परिस्फुटीकृतं नूनं, दुर्मुखत्वमिहात्मनः । । ६१ ।।
શ્લોકાર્થ ઃ
વળી, મારું મિથ્યા ધર્મવાત્સલ્ય છે એ પ્રમાણે કહેતા તારા વડે ખરેખર અહીં=સંસારમાં, પોતાનું દુર્મુખપણું પ્રગટ કરાયું છે. II૬૧]I
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
दुर्मुखकपटम् एवं च वदति मयि लक्षितो दुर्मुखेण मदीयोऽभिप्रायः । चिन्तितमनेन-अये! अर्हद्दर्शने निर्भरोऽस्यानुरागः, अनिवर्तकश्चित्तप्रसरः, कुपितश्चायं मदीयवचसा, तदलमनेनाधुना गाढतरमुद्वेजितेन, प्रगुणीकृत एवात्रार्थे मया राजा । ततः स्वयमेव स्वाभिमतमनुष्ठास्यामि, साम्प्रतं पुनरेनमनुलोमयामीति संचिन्त्याभिहितमनेन-साधु कुमार! साधु, सुन्दरस्ते सद्धर्मस्थैर्यातिरेकः, मया हि भवतश्चित्तपरीक्षणार्थं सर्वमिदमुपक्रान्तं, ततश्च सुनिश्चितमधुना यदुत-तावकीनं मनः स्थिरतया मेरुशिखरमप्यधरयति, तन्नेदं मदीयवचनं कुमारेणान्यथा सम्भावनीयम् । मयाऽभिहितं-आर्य! किमत्र वक्तव्यम् ? अविषयो भवादृशाम(शोऽन्य)न्यथासम्भावनायाः, ततो निर्गतो मत्समीपाद्दर्मुखः ।
દુર્મુખ મંત્રીનું કપટ અને આ પ્રમાણે હું બોલ્ય છતે દુર્મુખ વડે મારો અભિપ્રાય જણાયો, આના વડે વિચારાયું – અરે ! અહદર્શનમાં આવે કુમારને, અત્યંત અનુરાગ છે. અતિવર્તકચિતના પ્રસરવાળો મારા વચનથી કુપિત એવો આ છે તે કારણથી હવે, ગાઢતર ઉદ્વેજિત આ વચન વડે સર્ષ કુમારને ગાઢતર ઉદ્વેગ કરાવે એવાં મારાં વચનો વડે સર્યું, આ અર્થમાં કુમારની પ્રવૃત્તિના રિવર્તનના વિષયમાં, મારા વડે રાજા પ્રગુણી કરાયો છે તત્પર કરાયો છે. તેથી સ્વયં જ હું સ્વ ઈષ્ટને આચરીશ. હમણાં વળી, હું આને કુમારને, અનુકૂળ કરું. એ પ્રમાણે વિચારીને આના વડે=મંત્રી વડે, કહેવાયું. હે કુમાર ! સુંદર સુંદર તારો સુંદર સદ્ધર્મસ્થર્યનો અતિરેક છે. હિં=જે કારણથી, મારા વડે તારા ચિત્તની પરીક્ષા માટે આ સર્વ ઉપક્રાંત છેઃપૂર્વમાં જે મેં કહ્યું તે સર્વ તારા ચિત્તની પરીક્ષા માટે કહેલ અને તેથી તે કથનથી હમણાં સુનિશ્ચિત થયું, શું સુનિશ્ચિત થયું તે મંત્રી “હુત'થી બતાવે છે – તારું મન સ્થિરપણાથી મેરુશિખરની પણ અવગણના કરે છે તે કારણથી મારું આ વચન કુમાર વડે અન્યથા સંભાવના કરવા યોગ્ય નથી=મને કુમારની આ પ્રવૃત્તિ રુચતી નથી એ પ્રમાણે સંભાવના કરવી નહીં, મારા વડે કહેવાયું છે આર્ય ! આમાં શું કહેવું. અન્યથા સંભાવનાનો તું અવિષય છે. બુદ્ધિમાન એવો તું ક્યારેય ધર્મમાં વિદ્ધ કરે તેવું કહે નહીં એમાં શું કહેવા જેવું છે ? ત્યારપછી મારા સમીપથી દુર્મુખ ગયો.
___ तातकृतदुर्मुखदुष्चेष्टानुमतिपीडितकुमारस्य नगरत्यागः मया चिन्तितं-शठप्रकृतिरेष दुर्मुखः पापात्मा च, तन्न विज्ञायते किमयमाचरिष्यति? यतो महताऽऽकूतेन प्रथममनेन मन्त्रितं पश्चादतित्वरया कृतमाकारसंवरणं, अतो निरूपयामस्तावत् । ततः प्रयुक्तो मया प्रणिधिचतुरो नामाप्तदारकः । गतेषु कतिचिदिनेषु समागतोऽसौ मत्समीपं, निवेदितमनेन यथास्वामिन्! तावदितो निर्गतोऽहं, विनयेनाराध्य दुर्मुखं संपन्नस्तस्याङ्गरक्षकः । ततो दुर्मुखेण रहसि
Page #364
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના
૩૪૩ समाहूय समस्तस्थानेभ्यः प्रधानश्रावकानिदमभिहितं यदुत-अरे एष कनकशेखरकुमारोऽलीकधर्मग्रहगृहीतो राज्यं विनाशयितुं लग्नः, ततो युष्मभ्यमितःप्रभृति यदेष किञ्चित् प्रयच्छति, यश्च राजभागसद्भूतो भवतां करस्तद्वयमपि प्रच्छन्नमेव मम समर्पणीयं, न च कुमाराय निवेदनीयमितरथा नास्ति भवतां जीवितमिति । श्रावकैरुक्तं-यदाज्ञापयति महामात्यः, ततो निर्गतास्ते । मयाऽभिहितं-भद्र! अपि ज्ञातमेतत्तातेन ? चतुरः प्राह-ज्ञातम् । मयोक्तं-कुतः सकाशात् ? चतुरेणोक्तं-तत एव दुर्मुखात् । मयाऽभिहितं-ततः किमाचरितं तातेन? चतुरः प्राह-न किञ्चित्, केवलं कृता गजनिमीलिका । ततो मया चिन्तितं-यद्येष दुर्मुखः केवल एव तातस्याऽनभिप्रेतमिदमकरिष्यत्ततोऽहमदर्शयिष्यमस्य यदीदृशस्याविनयस्य फलं, यदा तु परकृतमनुमतमप्रतिषिद्धमिति न्यायात्, तातेनापीदं गजनिमीलिकां कुर्वताऽभिमतमेव, तदा किमत्र कुर्मः? यतो दुष्प्रतिकारौ मातापितरावित्याख्यातं भगवता, ततो न युक्तं तावत्तातेन सह विग्रहकरणं, नापीदृशमिदानीं द्रष्टुं शक्यं, तस्मादितोऽपक्रमणमेव श्रेयः, इत्यालोच्य कस्यचिदप्यकथयित्वा आप्तमित्रवृन्देन सहापक्रान्तोऽहं समागतोऽत्रेति । तदेष मे जनकेनापमानो विहित इति । मयाऽभिहितं-कुमार! सुन्दरमनुष्ठितं भवता, न युक्त एवाभिमानशालिनां पुरुषाणां मानम्लानिकारिभिः सहैकत्र निवासः । પિતા વડે કરાયેલ દુર્મુખની દુચેષ્ટાની અનુમતિ તથા
પીડિત કુમારનો નગર ત્યાગ મારા વડે વિચારાયું – શઠપ્રકૃતિ આ દુર્મુખ છે અને પાપાત્મા છે, તે કારણથી આ દુર્મુખ, શું આચરશે ? તે જણાતું નથી. જે કારણથી મોટા આશયથી પ્રથમ આના વડે દુર્મુખ વડે, મંત્રણા કરાઈ મને સર્વ કહેવાયું. પાછળથી અતિત્વરા વડે આકારનું સંવરણ કરાયું. અર્થાત્ પોતે પરીક્ષા કરે છે પણ જે પ્રકારે કહ્યું એવા આશયવાળો નથી એ પ્રકારનું દુર્મુખ વડે, સંવરણ કરાયું, આથી અમે ત્યાં સુધી નિરૂપયામeતેના કૃત્યને જાણવા માટે પ્રયત્ન કરીએ. તેથી મારા વડે કુમાર વડે, પ્રસિધિચતુર નામનો આતદારક-શિષ્ટ પુરુષનો પુત્ર પ્રયુક્ત કરાયો. કેટલાક દિવસ ગયે છતે આ ચતુર, મારી સમીપે આવ્યો. આવા વડે નિવેદન કરાયું ચતુર વડે નિવેદન કરાયું. શું નિવેદન કરાયું તે “યથા'થી બતાવે છે – હે સ્વામી ! ત્યારપછી અહીંથી હું નીકળ્યો. વિનયપૂર્વક દુર્મુખને આરાધના કરીને તેનો અંગરક્ષક થયો. ત્યારપછી દુર્મુખ વડે સમસ્ત સ્થાનોથી=પોતાના રાજ્યનાં સમસ્ત સ્થાનોમાંથી, પ્રધાન શ્રાવકોને બોલાવીને એકાંતમાં આ કહ્યું, શું કહ્યું. તે “કુર'થી બતાવે છે – અરે, આ કનકશેખરકુમાર અલીક ધર્મના આગ્રહથી ગૃહીત થયેલો રાજ્યનો વિનાશ કરવા લાગ્યો છે. તેથી તમોએ હવે પછી આ જે કંઈ આપે અને જે રાજ્યના ભાગથી સદ્ભૂત તમારો કર છે તે બંનેને પણ પ્રચ્છન્ન મને આપવા જોઈએ અને કુમારને નિવેદન કરવું નહીં. ઈતરથા તમારું જીવિત નથી તમે કુમારને નિવેદન કરશો તો તમને મૃત્યુનો દંડ પ્રાપ્ત થશે. શ્રાવકોએ કહ્યું – મહામાત્ય જે આજ્ઞા કરે
Page #365
--------------------------------------------------------------------------
________________
३४४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અર્થાત્ તે આજ્ઞા પ્રમાણે અમે કરશું. ત્યારપછી તેઓ ગયા, મારા વડેકકનકશેખર વડે, ચતુરને કહેવાયું – હે ભદ્ર ! આ પિતા વડે જ્ઞાત છે મંત્રીએ જે કહ્યું છે તે પિતા વડે જ્ઞાત છે. ચતુર કહે છે જ્ઞાત છે. મારા વડે કહેવાયું – કોના પાસેથી પિતા વડે જ્ઞાત છે ? ચતુર વડે કહેવાયું – તે જ દુર્મુખથી પિતા વડે જ્ઞાત છે. મારા વડે કહેવાયું – તેથી-દુખના કથનથી, પિતા વડે શું આચરિત કરાયું, ચતુર કહે છે – કંઈ આચરણ કરાયું નહીં. કેવલ ગજતિમિલીકા કરાઈ ઉપેક્ષા કરાઈ. તેથી મારા વડે વિચારાયું - જો આ દુર્મુખ કેવલ જ પિતાને અનભિપ્રેત આ કરત તો હું આને આવા અવિનયનું જે ફળ છે તે બતાવત. વળી, જ્યારે પરકૃત અપ્રતિષિદ્ધ અનુમત છે એ ન્યાયથી ઉપેક્ષાને કરતા પિતાને આ અભિમત જ છે=મંત્રીનું કૃત્ય અભિમત જ છે, ત્યારે આમાં=મંત્રીના કૃત્યમાં, અમે શું કરીએ. જે કારણથી દુષ્પતિકારવાળાં માતા-પિતા છે એ પ્રમાણે ભગવાન વડે કહેવાયું છે. તેથી પિતાની સાથે વિગ્રહ કરવો યુક્ત નથી–પિતાને પોતાનો વિરોધ બતાવવો યુક્ત નથી. વળી, આવા પ્રકારનું આ જોવા માટે શક્ય નથી. તે કારણથી અહીંથી–પિતાના રાજ્યમાંથી, ચાલ્યા જવું જ શ્રેય છે. એ પ્રમાણે વિચારીને કોઈને પણ કહ્યા વગર આપ્ત મિત્રવૃન્દની સાથે અપક્રાંત થયેલો એવો હું પિતાના રાજ્યમાંથી નીકળેલો એવો હું, અહીં આવ્યો છું તેથી જનક વડે મારું આ અપમાન કરાયું છે. “તિ' શબ્દ કનકશેખરના કથનની સમાપ્તિ માટે છે. મારા વડે=નંદિવર્ધન વડે કહેવાયું – હે કુમાર ! તારા વડે સુંદર કરાયું. અભિમાનશાલી પુરુષોને માનસ્લાવિકારી એવા પુરુષો સાથે એકત્ર નિવાસ યુક્ત નથી જ. શ્લોક :
તથાદિभास्करस्तावदेवास्ते, गगने तेजसां निधिः ।
निषूय तिमिरं यावत्, कुरुते सज्जनोत्सवम् ।।१।। બ્લોકાર્ય :તે આ પ્રમાણે – તેજનો નિધિ એવો સૂર્ય ત્યાં સુધી જ ગગનમાં રહે છે, અંધકારને દૂર કરીને જ્યાં સુધી સર્જનના ઉત્સવને કરે છે. ll૧II. શ્લોક :
यदा तु लक्षयत्येष, तमसोऽपि महोदयम् ।
तदाऽपरसमुद्रौगत्वा कालं प्रतीक्षते ।।२।। શ્લોકાર્ચ -
વળી, જ્યારે આરસૂર્ય, જાણે છે અંધકારનો પણ મહાન ઉદય છે ત્યારે અપરસમુદ્રમાં જઈને કાલની પ્રતીક્ષા કરે છે. રા.
Page #366
--------------------------------------------------------------------------
________________
3४५
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
कुमारादर्शनविह्वलीभूतदेवीनृपावस्थावर्णनम् ततस्तुष्टो मद्वचनेन कनकशेखरः, तदेवं परस्परप्रीत्या गतं दशरात्रम् । अत्रान्तरे मद्भवने तिष्ठतोरावयोः समागतो वेदकः, प्रणतिपूर्वकमभिहितमनेन, यदुत-कुमारौ! देवः समाज्ञापयतिशीघ्रमागन्तव्यं कुमाराभ्यामिति । ततो यदाज्ञापयति तात इत्यभिधायावां गतौ तातसमीपे यावत्तावदतिरभसवशेन तातास्थानादुत्थाय गलदानन्दोदकप्रवाहप्लावितनयनयुगलास्त्रयः प्रधानपुरुषाः समागत्य सपरिकराः पतिताः कनकशेखरचरणयोः । ततः साकूतं-अये! क्वैते सुमतिवराङ्गकेशरिण इति वदता सस्नेहमूर्वीकृत्य समालिङ्गिताः कनकशेखरेण । मयोक्तं-कुमार! क एते? कनकशेखरः प्राह-मदीयजनकमहत्तमा इति । ततः कृतप्रतिपत्तयः समुपविष्टाः सर्वेऽपि ताताभ्यणे । तातः कनकशेखरं प्रत्याह-कुमार! एतैस्त्वदीयजनकमहत्तमैराख्यातं यथा-यतःप्रभृति कुमारोऽनाख्याय निर्गतो गेहात्, तत आरभ्य राजा कनकचूडः परिजनसकाशान दृश्यते क्वापि कुमार इत्याकर्ण्य सहसा वज्राहत इव, पिष्ट इव, परायत्त इव, मत्त इव, मूर्छित इव न किञ्चिच्चेतयते स्म, देवी च चूतमञ्जरी प्रविष्टा महामोहं मृतेव स्थिता मुहूर्त, कृतं परिजनेन द्वयोरपि व्यजनचन्दनादिभिराश्वासनं, ततो हा पुत्रक! क्व गतोऽसीति प्रलपितुं प्रवृत्तौ तौ देवीनृपौ, ततः परिजनस्यापि समुल्लासितो महानाक्रन्दरवः, मिलितं मन्त्रिमण्डलम् । अभिहितमनेन-देव! नायमत्रोपायः, ततो मुञ्च विषादं, अवलम्बस्व धैर्य, क्रियतां यत्नः कुमारान्वेषणे, राजा न तद्वचनं वेदयते स्म । ततश्चतुरेण चिन्तितंशोकातिरेकेण त्यक्ष्यति देवः प्राणान्, ततो नाधुना ममोपेक्षा कर्तुं युक्ता, ततः पादयोर्निपत्य तेन राजे निवेदितं सकारणं तदीयमपक्रमणं, ततो जीवति कुमार इतिकृत्वा प्रत्यागता राज्ञश्चेतना, पृष्टश्चतुरः, क्व पुनर्गतः कुमार इति ।
નંદિવર્ધનકુમારને ન જોવાથી વિહ્વળ થયેલ
રાજા અને રાણીની અવસ્થાનું વર્ણન તેથી=નંદિવર્ધને આ પ્રમાણે કનકશેખરને કહ્યું તેથી, મારા વચનથી=નંદિવર્ધનના વચનથી, કતકશેખર ખુશ થયો. આ રીતે પરસ્પર પ્રીતિથી દસ રાત્રિ ગઈ. અત્રાંતરમાં=દસ દિવસ પસાર થયા પછી, મારા ભવનમાં રહેલા એવા અમારા બંને પાસે કતકશેખર અને નંદિવર્ધન બંને પાસે, વેદક આવ્યો. मारपूर्व माना 43=d६ 43, उपायु. शुं वायुं त 'यदुत'थी पताछ - कुमारी ! हेव આજ્ઞા કરે છે. કુમારોએ શીઘ આવવું જોઈએ. તેથી પિતા જે આજ્ઞા કરે છે એ પ્રકારે કહીને જેટલામાં અમે બે તાત સમીપે ગયા. તેટલામાં અતિરભસવશથી અત્યંત શીઘ્રતાથી, પિતાની સભામાંથી ઊભા થઈને ગલતા આનંદરૂપ ઉદકના પ્રવાહથી પ્લાવિત=ભીંજાયેલા, નયન યુગલવાળા ત્રણ પ્રધાન પુરુષો પરિવાર સહિત આવીને કડકશેખરના બે ચરણમાં પડ્યા. ત્યારપછી ઈરાદાપૂર્વક કહે છે – અરે !
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૬
-
કહે છે પિતાની પાસે બેઠા, પિતા કનકશેખર પ્રત્યે કહે છે કહેવાયું. શું કહેવાયું તે ‘વથા'થી બતાવે છે
-
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ક્યાં આ સુમતિ, વરાંગ અને કેશરિણ એ પ્રમાણે બોલતા સ્નેહપૂર્વક ઊભા કરીને કનકશેખર વડે આલિંગન કરાયા. મારા વડે કહેવાયું=નંદિવર્ધન વડે કહેવાયું – હે કુમાર ! આ કોણ છે ? કનકશેખર - મારા પિતાના મહત્તમો છે=પ્રધાન પુરુષો છે. ત્યારપછી કરાયેલી પ્રતિપ્રત્તિવાળા સર્વ પણ હે કુમાર ! આ તારા પિતાના મહત્તમો વડે જ્યારથી માંડીને કુમાર કહ્યા વગર ઘરેથી નીકળ્યો ત્યારથી માંડીને રાજા કનકચૂડ પરિજન પાસેથી ક્યાંય પણ કુમાર દેખાતો નથી તે સાંભળીને સહસા વજની હણાયેલાની જેમ, પિસાયેલાની જેમ, પરાધીનની જેમ, મત્તની જેમ, મૂચ્છિતની જેમ કંઈ જાણતા ન હતા. અને દેવી ચૂતમંજરી મહામોહમાં પ્રવિષ્ટ થઈ. મરેલાની જેમ મુહૂર્ત સુધી રહી. પરિજન વડે બંનેને પણ વ્યંજન=પંખો ચંદનાદિ વડે આશ્વાસન કરાયું. ત્યારપછી ‘હે પુત્ર ! ક્યાં ગયો છે' એ પ્રમાણે પ્રલાપ કરવા માટે રાજા અને રાણી પ્રવૃત્ત થયાં. ત્યારપછી પરિજનનો પણ મહાન આક્રંદનો અવાજ ઉલ્લસિત થયો. મંત્રીમંડળ ભેગું થયું. આવા વડે કહેવાયું=મંત્રીમંડળ વડે કહેવાયું, હે દેવ ! આ અહીં ઉપાય નથી. તેથી વિષાદને મૂકો. ધૈર્યનું અવલંબન લો અને કુમારના અન્વેષણમાં યત્ન કરો. રાજા તેના વચનને મંત્રીના વચનને ધ્યાન પર લેતા ન હતા. તેથી ચતુર વડે વિચારાયું શોકના અતિરેકથી દેવ પ્રાણનો ત્યાગ કરશે તેથી હવે મારે ઉપેક્ષા કરવી યુક્ત નથી. તેથી=ચતુરે વિચાર્યું કે ઉપેક્ષા કરવી યુક્ત નથી તેથી, પગમાં પડીને તેના વડે તેનું સકારણ અપક્રમણ=તેનું રાજકુમારનું સકારણ ચાલ્યા જવું, રાજાને નિવેદિત કરાયું. તેથી કુમાર જીવે છે એથી કરીને રાજાની ચેતના પ્રગટ થઈ. ચતુર પુછાયો – કુમાર ક્યાં ગયો છે.
-
-
चतुरेणाभिहतं न मे किञ्चिदाख्यातं कुमारेणाऽपक्रमणकारणमिति, चतुरतया मया लक्षितं केवलमेतावद्वितर्कयामि यदुत - जयस्थले पितृष्वसुः समीपे गतो भविष्यति, वल्लभा हि नन्दा कुमारस्य, वत्सलः पद्मराजः, कुमारपरिचयादेवावगतमिदं मया, इतो निर्गतस्य तत्रैव चित्तनिर्वाणं, नान्यत्रेति । ततः साधु चतुर ! विज्ञातं साधु, इतिवदता दापितं चतुराय पारितोषिकं महादानं राज्ञा, अयमस्यानर्थव्यतिकरस्य हेतुरितिकृत्वा निर्वासितः स्वविषयात्सगोत्रो दुर्मुखः, प्रतिज्ञातं च देवी नृपाभ्यां यथा 'यावत् कुमारवदनं साक्षान्नावलोकितं तावन्नैवावाभ्यामाहारशरीरसंस्कारादिकं करणीयमिति ।
ચતુર વડે કહેવાયું – કુમારે મને અપક્રમણનું કારણ કહ્યું નથી. ચતુરપણાને કારણે મારા વડે જણાયું છે કેવલ આટલાથી હું વિર્તક કરું છું=કુમારતા પરિચયને કારણે હું વિર્તક કરું છું, શું કરું છું તે ‘વદ્યુત'થી બતાવે છે જયસ્થલમાં પિતાના બહેનના ઘરે ગયો હશે. દિ=જે કારણથી કુમારને= કનકશેખરને, નંદિવર્ધનની માતા નંદા બહુ પ્રિય છે. પદ્મરાજ=નંદિવર્ધનપિતા, વત્સલ છે. અને કુમારના પરિચયથી આ મારા વડે જણાયું છે. અહીંથી નીકળેલા એવા કુમારને ત્યાં જ ચિત્તની શાંતિ છે, અન્યત્ર નહીં. તેથી હે ચતુર ! સુંદર જાણ્યું સુંદર, એ પ્રમાણે બોલતા રાજા વડે ચતુરને પારિતોષિક મહાદાન અપાયું. આદુર્મુખ મંત્રી, આ અનર્થવ્યતિકરનો હેતુ છે તેથી કરીને પોતાના
Page #368
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
નગરથી પરિવાર સહિત દુર્મુખ કાઢી મુકાયો અને દેવી અને રાજા વડે પ્રતિજ્ઞા કરાઈ. શું પ્રતિજ્ઞા કરાઈ ते 'यथा' थी जतावे छे જ્યાં સુધી કુમારનું વદન સાક્ષાત્ જોવાય નહીં ત્યાં સુધી અમારા બે વડે આહાર, શરીરસંસ્કાર આદિ કરવા યોગ્ય નથી.
विमलाननारत्नवत्योः स्वयंवरार्थमागमनम्
३४७
इतश्च तत्रैव दिने प्रविष्टो दूतः, तेन च विहितोचितप्रतिपत्तिना निवेदितं कनकचूडाय, यथा देव ! अस्ति विशाला नाम नगरी । तस्यां नन्दनो नाम राजा । तस्य च द्वे भायें - प्रभावती पद्मावती च । तयोश्च यथाक्रमं द्वे दुहितरौविमलानना रत्नवती च ।
વિમલાનના અને રત્નવતીનું સ્વયંવર માટે આગમન
-
આ બાજુ તે જ દિવસે દૂતે પ્રવેશ કર્યો. અને તેના વડે વિહિત ઉચિત પ્રતિપત્તિ દ્વારા કનકચૂડને= કનકશેખરના પિતાને, નિવેદન કરાયું. જે આ પ્રમાણે – હે દેવ ! વિશાલા નામની નગરી છે, તેમાં નંદન નામનો રાજા છે. તેની બે ભાર્યા છે. પ્રભાવતી અને પદ્માવતી અને તે બેને યથાક્રમ બે પુત્રીઓ છે વિમલાનના અને રત્નવતી.
इतश्च कनकपुरे प्रभावत्याः सहोदरोऽस्ति प्रभाकरो नाम राजा, तस्य बन्धुसुन्दरी नाम भार्या, तस्याश्च विभाकराभिधानस्तनयः, तयोश्च प्रभाकरप्रभावत्योः पूर्वमजातयोरेव विभाकरविमलाननयोः परस्परमभूज्जल्पः यदुत-आवयोर्यस्य कस्यचिद्दुहिता जायेत, तेनेतरसम्बन्धिने सुताय सा देयेति । अतः पूर्वप्रतिपन्ना सा विमलानना विभाकरस्य । अन्यदा गुणसंभारगर्भनिर्भरं बन्दिभिरुद्धुष्यमाणं श्रुतं तया कनकशेखरकुमारनामकं, ततस्तदाकर्ण्य सा विमलानना कुमारे विजृम्भितानुरागातिरेका निजयूथपरिभ्रष्टेव हरिणिका, सहचरवियुक्तेव चक्रवाकिका, नाकनिर्वासितेव देवाङ्गनिका, मानससरः समुत्कण्ठितेव कलहंसिका, ग्लहविरहितेव द्यूतकरी, शून्यहृदयतया न वादयति वीणां, न विलसति कन्दुकलीलया, न विधत्ते पत्रच्छेद्यादिकं, नाभ्यस्यति चित्रादिकलाः, न कुरुते शरीरस्थितिं, न ददाति कस्यचिदुल्लापं, न लक्षयति रात्रिन्दिनं, केवलं निष्पन्दमन्दनिश्चललोचना परमयोगिनीव निरालम्बनं किमपि ध्यायन्ती तिष्ठति । ततः पर्याकुलीभूतः परिकरो न जानीते तादृशविकारस्य कारणं, ततोऽतिवल्लभत्वेन सदा सन्निहिततया लक्षितोऽसौ रत्नवत्या विकारहेतुः । य ( त ? ) तश्चिन्तितं तया - अये ! कनकशेखरकुमारनामग्रहणादनन्तरमिदमवस्थान्तरमस्याः संपन्नं, अतो निश्चितमेतत्तेनैव प्रियभगिन्या मनश्चोरितं तदिदमत्र प्राप्तकालं, निवेदयाम्येवंस्थितमेव ताताय, येन तात एव तस्य प्रियभगिनीचित्तचौरस्य निग्रहं करोतीति विचिन्त्य निवेदितं तया सर्वं नन्दननरपतये । चिन्तितमनेनदत्तैवेयं जनन्या विभाकराय, तथापि नान्यथाऽधुनाऽस्या जीवितमितिकृत्वा प्रेषयामि तस्यैव कनकशेखरस्य
Page #369
--------------------------------------------------------------------------
________________
३४८
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ स्वयंवरामेनां, यतो नेदृशावस्थायामस्यां युक्तः कालविलम्बः, पश्चादेव विभाकरं संभालयिष्यामः । ततो वत्से! धीरा भव, मुञ्च विषादं, गच्छ कुशावर्ते कनकशेखरायेति मधुरवचनैरालप्य देवेन सह महापरिजनेन प्रस्थापिता तत्र विमलानना । रत्नवत्यापि विज्ञापितो देवः यथा तात! नाहमनया रहिता क्षणमपि जीवितुमुत्सहे, ततो मयाऽपि यातव्यमित्यनुजानीत यूयं, केवलं न मम कनकशेखरो भर्ता, यतः सापत्न्यं नारीणां महदेव स्नेहत्रोटकारणं ततो मया तदिष्टस्य वयस्यस्य कस्यचिद भार्यया भाव्यमिति । देवेनाभिहितं-वत्से! यत्ते रोचते तदेव समाचर, न खलु वत्सा स्वयमेवानुचितमाचरिष्यति । ततो महाप्रसाद इति वदन्ती प्रवृत्ता रत्नवती, ततोऽनवरतप्रयाणकैः प्राप्ते ते विमलाननारत्नवत्यौ अद्यास्मिन्नगरे, स्थिते बहिरुद्याने, प्रहितोऽहममुमर्थं विज्ञापयितुं देवपादमूलं, एतदाकर्ण्य देवः प्रमाणमिति । ततस्ततवचनामाकर्ण्य कनकचूडराजो हर्षविषादपूरितहदयः कन्यावासकदानार्थं व्यापार्य शूरसेनबलाधिकृतमस्मान् सुमतिवराङ्गकेसरिणः प्रधानमहत्तमान् प्रत्याह-पश्यत! अहो परमानन्दकारणमपीदमस्माकं नन्दनराजदुहित्रोरागमनं कुमारविरहानलसर्पिष्प्रक्षेपकल्पतया क्षते क्षारनिषेकतुल्यं प्रतिभासते, तद् गच्छत शीघ्रं यूयं जयस्थले निश्चितमेतत्तत्रैवास्ते कुमारः । निवेदयत पद्मराजनृपतये मदीयावस्थां कन्यागमनं च कारणद्वयमवगम्य प्रहेष्यत्येव कुमारं पद्मराजः । अन्यच्च नन्दिवर्धनकुमारोऽपि पद्मराजमनुज्ञाप्य युष्माभिरानेयः, यतः स एवोचितो वरो रत्नवत्याः । ततोऽस्माभिरभिहितं-यदाज्ञापयति देवः, ततश्चेहामुना प्रयोजनेन समागता वयमिति । तदिदं सर्वमस्मभ्यमेतैराख्यातं, तदेवं स्थिते यद्यपि युष्पद्विरहकातरहृदयतया नेदमस्माभिरभिधातुं शक्यं तथाऽपि महाप्रयोजनमित्याकलय्याभिधीयते यदुत-मा कुरुताधुना कालविलम्बं गच्छतातित्वरया कुशावर्ते, जनयतं द्वावपि युवां कनकचूडराजचित्तानन्दमिति । ततः शोभनमाज्ञापितं तातेन, भविष्यत्येव कनकशेखरेण सह ममावियोग इति चिन्तयता मया कनकशेखरेण चाभिहितं-यदाज्ञापयति तातः । ततस्तोषनिर्भरेण तातेन तस्मिन्नेव क्षणे सज्जीकारितं प्रस्थानोचितं चतुरङ्गं बलं, नियुक्ता महत्तमाः, कारिताशेषमाङ्गलिककर्तव्यौ प्रस्थापितावावामिति । प्रवृत्तोऽन्तरङ्गपरिजनमध्ये मया सहाभिव्यक्तरूपो वैश्वानरः, पुण्योदयोऽपि प्रवृत्त एव केवलं प्रच्छन्नरूपतया, ततो दत्तं प्रयाणकं, लङ्घितः कियानपि मार्गः ।
અને આ બાજુ કતકપુરમાં પ્રભાવતીનો સહોદર પ્રભાકર નામનો રાજા છે, અને તેની બંધુસુંદરી નામની ભાર્યા છે, તેનો વિભાકર નામનો પુત્ર છે, અજાત જ=નહીં જન્મેલા જ, વિભાકર અને વિમલાનના હોતે છતે તે બેનો-પ્રભાવતી અને પ્રભાકર રાજાનો, પૂર્વમાં પરસ્પર જલ્પ થયો. શું થયો ते 'यदुत'थी जताव छ – मापा i=l5२ २० मने प्रमावती की माप odi, જેને કોઈ પુત્રી થાય, તેના વડે ઈતર સંબંધી પુત્રને તે આપવી પુત્રી આપવી, આથી તે વિમલાવતા વિભાકરની પૂર્વપ્રતિપન્ન છે=પૂર્વથી જ સગપણથી જોડાયેલી છે. અત્યદા તેણી વડે ગુણસંભારના
Page #370
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ગર્ભથી નિર્ભર, બંદીઓ વડે સ્તુતિ કરાતા કનકશેખરકુમારનું નામ સંભળાયું, તેથી તેને સાંભળીને કુમારમાં=કતકશેખરકુમારમાં, ઉત્પન્ન થયેલા અનુરાગના અતિરેકવાળી એવી તે વિમલાનના પોતાના યૂથથી પરિભ્રષ્ટ હરણીની જેમ, સહચર વિયુક્ત ચક્રવાકિકાની જેમ, દેવલોકથી કાઢી મુકાયેલી દેવાંગનાની જેમ, માનસરોવરમાં અત્યંત ઉત્કંઠિત થયેલી કલહંસિકાની જેમ, ગ્લહરહિત દ્યુતકરીની જેમ=હોડમાં મૂકવાની વસ્તુ વગરની ઘૂતકરીની જેમ, શૂન્ય હૃદયપણાને કારણે વીણા વગાડતી નથી, કન્દુકલીલા વડે વિલાસ કરતી નથી, પત્રછેદાદિકને કરતી નથી, ચિત્રાદિકલાનો અભ્યાસ કરતી નથી, શરીરની સ્થિતિને કરતી નથી=શરીરના સ્નાન આદિ ધર્મોને કરતી નથી, કોઈને ઉલ્લાપ આપતી નથી, રાત-દિવસ કંઈ જાણતી નથી, કેવલ નિષ્પન્દમન્દ નિશ્ચલ લોચનવાળી=સ્પંદ રહિત મંદ નિશ્ચલ નેત્રવાળી પરમયોગીની જેમ નિરાલંબન કંઈપણ ધ્યાન કરતી રહે છે, તેથી આકુલ થયેલો પરિવાર તેવા વિકારનું કારણ જાણતો નથી. તેથી અતિવલ્લભપણાને કારણે સદા સન્નિહિતપણું હોવાથી આ વિકારનો હેતુ રત્નવતી વડે જણાયો. જે કારણથી તેણી વડે ચિંતન કરાયું – અરે ! કનકશેખરકુમારના નામગ્રહણ અનંતર આની=વિમલાનતાની આ અવસ્થાન્તર સંપન્ન થઈ છે. આથી આ નિશ્ચિત છે તેના વડે=કનકશેખર વડે, જ પ્રિય ભગિનીનું મન ચોરાયું છે, તે કારણથી અહીં=આ પ્રસંગમાં, આ પ્રાપ્તકાલ છે=આ કરવું ઉચિત છે. પિતાને આ પ્રમાણે રહેલું જ નિવેદન કરું, જેના કારણે પિતા જ તે પ્રિય ભગિનીના ચિત્તના ચોરનું નિગ્રહ કરશે એ પ્રમાણે વિચારીને તેના વડે= રત્નવતી વડે, સર્વ નંદન નરપતિને નિવેદન કરાયું. આવા વડે=નંદનરાજા વડે, વિચારાયું, માતા વડે= વિમલાનનાની માતા વડે, આ=વિમલાતના વિભાકરને અપાયેલી જ છે=સગપણ થયેલું જ છે. તોપણ અન્ય પ્રકારે=કનકશેખરને આપ્યા વગર, આવું જીવિત નથી=આ વિમલાનના જીવે તેમ નથી, એથી કરીને તે જ કનકશેખરતા સ્વયંવરવાળી આવે=વિમલાનતાને, મોકલું, જે કારણથી આવી અવસ્થામાં=વિમલાતનાની શૂનમૂન અવસ્થામાં, કાલવિલંબત યુક્ત નથી. પાછળથી વિભાકરને અમે સંભાળશું, ત્યારપછી હે વત્સ ! તું ધીર થા. વિષાદને મૂક, કુશાવર્ત નગરમાં કનકશેખર માટે જા. એ પ્રમાણે મધુરવચનો વડે આલાપ કરીને દેવ વડે=રાજા વડે, મોટા પરિજન સાથે ત્યાં-કુશાવર્તનગરમાં, વિમાલતના મોકલાવાઈ. રત્નવતી વડે પણ દેવ વિજ્ઞાપન કરાયા. તે ‘વથા’થી બતાવે છે હે તાત ! હું પણ આના રહિત ક્ષણપણ જીવવા માટે ઉત્સાહિત નથી, તેથી મારે પણ જવું જોઈએ, એથી તમે અનુજ્ઞા આપો. કેવલ મારો કનકશેખર ભર્તા નથી. જે કારણથી સાપત્ય સ્ત્રીઓનું મોટું જ સ્નેહત્રોટનું કારણ છે તેથી મારે તેના ઇષ્ટ એવા કોઈક મિત્રની પત્ની થવું જોઈએ. દેવ વડે કહેવાયું – જે તને રુચે તે તું કર. ખરેખર પુત્રી સ્વયં જ અનુચિત આચરશે નહીં. તેથી મહાપ્રસાદ એ પ્રમાણે બોલતી રત્નવતી પ્રવૃત્ત થઈ. ત્યારપછી અનવરત પ્રયાણ વડે આજે નગર પ્રાપ્ત થયે છતે વિમલાનના અને રત્નવતી બહાર ઉદ્યાનમાં રહેલી છે. હું આ જ અર્થને જણાવવા માટે દેવના ચરણ પાસે આવ્યો છું, આ સાંભળીને દેવ પ્રમાણ છે=શું કરું તે નિર્ણય કરવા માટે રાજા ઉચિત છે. ત્યારપછી તે દૂતના વચનને સાંભળીને હર્ષ અને વિષાદથી પૂરિત હૃદયવાળો કન્યાને નિવાસસ્થાન
-
૩૪૯
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આપવા માટે શૂરસેન અને બલાધિકૃતને વ્યાપારવાળા કરીને સુમતિ, વરાંગ, કેસરી નામના પ્રધાન મહત્તમ એવા અમારા પ્રત્યે કહે છે, જુઓ નંદનરાજાની બે પુત્રીઓનું આ આગમન અમને પરમઆનંદનું કારણ, પણ કુમારના વિરહને કારણે અગ્નિમાં ઘીપ્રક્ષેપકલ્પપણું હોવાથી ક્ષત ઉપર ક્ષારનિષકતુલ્ય ભાસે છે, તે કારણથી તમે શીઘ્ર જયસ્થલ નગરમાં જાઓ. આ નિશ્ચિત છે કે ત્યાં કુમાર રહેલ છે. પદ્મરાજ નૃપતિને મારી અવસ્થા અને કન્યાનું આગમન નિવેદિત કરો. અને બે કારણને જાણીને પદ્મરાજ કુમારને મોકલશે જ અને બીજું, નંદિવર્ધનકુમાર પણ પદ્મરાજને અનુજ્ઞાપન કરીને તમારા વડે લાવવો, જે કારણથી રત્નવતીને ઉચિત વર છે. તેથી અમારા વડે કહેવાયું=તે ત્રણ પુરુષો વડે કહેવાયું – દેવ જે આજ્ઞા કરે છે, ત્યારપછી અહીં=જયસ્થલ નગરમાં, આ પ્રયોજનથી=કતકશેખર અને નંદિવર્ધનને લેવાના પ્રયોજનથી, અમે આવ્યા છીએ, તે કારણથી આ સર્વ અમોને આમના વડે=કુશાવર્ત નગરથી આવેલા પ્રધાન પુરુષો વડે, કહેવાયું, તે કારણથી આ પ્રમાણે સ્થિત હોતે છતે જો કે તમારા વિરહનું કાયર હૃદયપણું હોવાને કારણે આ અમારા વડે કહેવું શક્ય નથી=નંદિવર્ધનના પિતા વડે આ કહેવાનું શક્ય નથી, તોપણ મહાપ્રયોજન છે એ જાણીને કહેવાય છે=નંદિવર્ધનના પિતા વડે કહેવાય છે. શું કહેવાય છે તે ‘વદ્યુત'થી બતાવે છે હવે કાલવિલંબત કરો નહીં. અતિત્વરાથી કુશાવર્ત જાઓ=તમે બંને જાઓ, બંને પણ તમે=નંદિવર્ધન અને કનકશેખર, કનકચૂડરાજાના ચિત્તમાં આનંદ ઉત્પન્ન કરો. ત્યારપછી પિતા વડે=નંદિવર્ધનના પિતા વડે, શોભન આજ્ઞાપન કરાયું, કનકશેખરની સાથે મારો પણ અવિયોગ થશે જ એ પ્રકારનું ચિંતવન કરતા મારા વડે=નંદિવર્ધન વડે, કહેવાયું જે પિતા આજ્ઞા કરે છે, ત્યારપછી તોષથી નિર્ભર એવા પિતા વડે તે જ ક્ષણમાં પ્રસ્થાનને ઉચિત ચતુરંગ બળ સજ્જ કરાયું. મોટા પુરુષો નિયુક્ત કરાયા, કરાવાયા છે અશેષ માંગલિક કર્તવ્યો જેને એવા અમે બે પ્રસ્થાપિત કરાવાયા, અંતરંગ પરિજનમાં મારી સાથે અભિવ્યક્તરૂપે વૈશ્વાનર પ્રવૃત્ત થયો. પુણ્યોદય પણ કેવલ પ્રચ્છન્નરૂપપણાથી પ્રવૃત્ત છે, ત્યારપછી પ્રયાણક અપાયું. કેટલોક માર્ગ ઉલ્લંઘન કરાયો.
-
ભાવાર્થ:
નંદિવર્ધનને પાપમિત્ર વૈશ્વાનર સાથે વિયોજન અશક્ય છે, એમ પિતાએ નિશ્ચય કર્યો, ત્યારપછી અનુસુંદર ચક્રવર્તી નંદિવર્ધનના ભવમાં પોતે કલાગ્રહણ કરીને કઈ રીતે રાજા પાસે આવે છે, કઈ રીતે યૌવનમાં તેનો દેહ રૂપસંપન્ન બને છે, વળી, નંદિવર્ધન અતિક્રોધી હોવા છતાં રાજકુળની મર્યાદાનુસાર માતા-પિતાને પ્રતિદિન નમસ્કાર કરે છે તે બતાવીને શિષ્ટાચાર ઉત્તમકુળમાં કેવો હોય છે તેનો બોધ કરાવે છે. ત્યારપછી નંદિવર્ધનના મામાનો દીકરો-ભાઈ કઈ રીતે નંદિવર્ધન પાસે આવે છે તે બતાવીને વિવેકપૂર્વક નંદિવર્ધન ઉચિતકાળે કનકશેખરને પિતાથી અપમાનિત થવાનું પ્રયોજન પૂછે છે, ત્યારે કનકશેખરને પોતે કઈ રીતે ધર્મ પામ્યો છે તેનું વર્ણન કરે છે અને વિવેકી જીવો ધર્મ પામ્યા પછી શ્રાવકોની સાથે પ્રતિદિન ધર્મની ચર્ચા કરીને પ્રાયઃ બહુશ્રુત થાય છે તેમ કનકશેખર પણ બહુશ્રુત થયો અને નિપુણતાપૂર્વક શાસ્ત્રના ૫રમાર્થને જાણનાર થયો. તેનાથી બોધ થાય છે કે શ્રાવકો માત્ર ધર્મકૃત્યો કરીને સંતોષ માનનારા હોતા
Page #372
--------------------------------------------------------------------------
________________
૩પ૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ નથી પરંતુ સંસારની વ્યવસ્થા, મોક્ષમાર્ગની વ્યવસ્થા, મોક્ષના કારણભૂત ભાવસાધુનું પારમાર્થિક સ્વરૂપ પ્રાયઃ જાણનારા બને છે. આથી જ નંદિવર્ધનને તે મહાત્મા કેવા ગુણવાન હતા તેના પારમાર્થિક સ્વરૂપનો બોધ થાય તે પ્રકારે કનકશેખરે તે મહાત્માનું સ્વરૂપ બતાવ્યું. વળી, મહાત્મા પણ ઉપદેશમાં કેવા પ્રકારે ધર્મનો ઉપદેશ આપે છે તેનું સંક્ષિપ્તથી સ્વરૂપ પણ કનકશેખરે નંદિવર્ધનને બતાવ્યું અને ફરીથી તે મહાત્મા પધાર્યા ત્યારે ભગવાનના શાસનનો સાર શું છે? એ પ્રકારે કનકશેખર પૃચ્છા કરે છે તેનાથી જણાય છે કે કનકશેખરને શ્રાવકોના પરિચયથી ભાવસાધુનું સ્વરૂપ, ભાવશ્રાવકનું સ્વરૂપ અને શ્રાવકોનાં ઉચિતકૃત્યો કઈ રીતે સાધુધર્મની પ્રાપ્તિ દ્વારા ક્ષપકશ્રેણીનું કારણ છે તેના રહસ્યનો બોધ થયેલો આથી જ વિશેષ જૈનશાસનના રહસ્યને જાણવા માટે મહાત્માને ભગવાનના શાસનનો સાર પૂછે છે, ત્યારે તે મહાત્માએ અહિંસા, ધ્યાનનો યોગ, રાગાદિનો નિગ્રહ અને સાધર્મિકનો અનુરાગ એમ કહ્યું ત્યારે સૂક્ષ્મપ્રજ્ઞાથી વિચારીને કનકશેખરને જણાયું કે સંપૂર્ણ અહિંસા તો સુસાધુ કરી શકે છે, રાગાદિનો નિગ્રહ પણ અપ્રમાદી મહાત્મા જ કરી શકે છે, માટે હું સાધર્મિકની તે પ્રકારે ભક્તિ કરું જેથી સાધર્મિકના ગુણોની અનુમોદનાના બળથી જ ઉત્તરોત્તરમાં ભગવાનના શાસનના પરમાર્થને પ્રાપ્ત કરું. જો કનકશેખર શ્રાવકોના પરિચયથી ભગવાનના શાસનના પરમાર્થને જાણનાર ન થયેલ હોત તો મૂઢની જેમ ધ્યાનયોગાદિ મારા પ્રયત્નથી સાધ્ય છે તેમ માનીને તેવા બાહ્ય ધ્યાનાદિ યોગમાં યત્ન કરનાર થાત, જેમ વર્તમાનમાં ઘણા પ્રકારના ધ્યાન યોગના માર્ગો પ્રવર્તે છે. તેથી નિપુણતાપૂર્વક શ્રાવકધર્મનાં રહસ્યો, સાધુધર્મનાં રહસ્યો પામેલા જીવો મહાત્માએ કહેલા અહિંસાદિ ચારના પરમાર્થને સમજી શકે છે. વળી, કનકશેખર ભગવાનના શાસનને પામીને વિવેકદૃષ્ટિવાળા થયેલ છે, આથી જ વિવેકપૂર્વક સાધર્મિક ભક્તિ કરીને અનેક જીવોને ભગવાનના માર્ગમાં સ્થિર કરે છે અને પ્રાયઃ સંસારી જીવો ઘણા મધ્યમપ્રકૃતિવાળા હોય છે તેથી તે પ્રકારના વર્તનથી સ્વાભાવિક મંદધર્મવાળા હોય તે પણ ધર્મમાં સ્થિર થાય છે. વળી, ધર્મને અભિમુખ ન હોય તેવા ઘણા જીવો રાજાના ઉચિત વર્તનથી ધર્મને અભિમુખ થાય છે. તેથી કનકશખરની સાધર્મિક ભક્તિ કેવી વિવેકયુક્ત છે તેનો પણ સૂક્ષ્મબોધ તેના ઉદાર આચારથી પ્રતીત થાય છે. વળી, જ્યારે દુર્મુખ રાજાના ચિત્તને ફેરવીને કુમારની પ્રવૃત્તિથી વિપરીત પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ માતા-પિતા સાથે કઈ રીતે ઉચિત વર્તન કરવું જોઈએ તેનું માર્ગાનુસારી બુદ્ધિથી કનકશેખર વિચારે છે. આથી જ પિતાની સમીપ જઈને દુર્મુખની પ્રવૃતિનો વિરોધ કરતો નથી, પરંતુ વિચારે છે કે દુષ્પતિકાર માતા-પિતા છે માટે તે સંયોગમાં શું કરવું તેનો ઉચિત નિર્ણય પણ જે રીતે કરે છે તે સ્થાને યોગ્ય જીવને કઈ રીતે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ તેનું રહસ્ય કનકશેખરના પ્રસંગથી પ્રાપ્ત થાય છે. વળી, કનકશેખરના પિતા નંદિવર્ધનને લેવા માટે મોકલે છે ત્યારે પરસ્પર રાજ કુળનો ઉચિત વ્યવહાર કેવો છે તેનો પણ માર્ગાનુસારી બોધ પ્રસ્તુત પ્રસંગથી થાય છે.
रौद्रचित्तनगरवर्णनम् इतश्च-निवासस्थानं दुष्टलोकानां, उत्पत्तिभूमिरनर्थवेतालानां, द्वारभूतं नरकस्य, कारणं भुवनसन्तापस्य, तस्करपल्लिप्रायमस्ति रौद्रचित्तं नाम नगरम् ।
Page #373
--------------------------------------------------------------------------
________________
ઉપર
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
રૌદ્રચિત્તનગરનું વર્ણન અને આ બાજુ નંદિવર્ધત અને કતકશેખર પ્રયાણ કરે છે ત્યારે, નંદિવર્ધનની ચિત્તવૃતિમાં શું થાય છે તે સ્થાનને બતાવવા અર્થે કહે છે અને આ બાજુ, દુષ્ટલોકોનું નિવાસસ્થાન, અનર્થરૂપી વેતાલોની ઉત્પત્તિભૂમિ, નરકના દ્વારભૂત, ભુવનના સંતાપનું કારણ, ચોરોની પલ્લિ જેવું રૌદ્રચિત્ત નામનું તગર છે. જેઓના ચિતમાં અતિરોદ્રપરિણામ વર્તે છે તે અંતરંગ રૌદ્રચિત નામનું નગર છે અને તે નગરમાં અત્યંત લિષ્ટ પરિણામરૂપ દુષ્ટ લોકો વસેલા છે તેથી અનેક ષ્ટિભાવારૂપ દુષ્ટ લોકોનું નિવાસસ્થાન રૌદ્રચિત નગર છે. અને જીવમાં અનર્થરૂપ વૈતાલોને ઉત્પન્ન કરે તેવું આ રૌદ્રચિત નગર છે આથી જ રૌદ્રપરિણામવાળા જીવો સ્વપરના અનર્થોનું કારણ બને છે. વળી, નરકનું દ્વાર છે; કેમ કે રૌદ્રચિત્તથી તરકાયુષ્ય બંધાય છે. વળી, ભુવનમાં વર્તતા અન્ય જીવોના સંતાપનું કારણ છે. અને જેમ ચોરોની પલ્લી અત્યંત બીભત્સ હોય છે તેમ રૌદ્રચિત પણ જીવની અત્યંત બીભત્સતાવાળી અવસ્થા છે. અને તે રૌદ્રચિત્તનું સ્વરૂપ તથાદિથી સ્પષ્ટ કરે છે –
શ્લોક :
તથાદિउत्कर्त्तनशिरश्छेदयन्त्रपीडनमारणैः । ये भावाः सत्त्वसङ्घस्य, घोराः सन्तापकारिणः ।।१।।
શ્લોકાર્થ :
ઉત્કર્તન, શિરચ્છેદ, યંત્રમાં પીડન, મારણ આદિ વડે જીવોના સમૂહને સંતાપ કરનારા ઘોર ભાવવાળા જે જીવો છે. ||૧||
શ્લોક :
ते लोकास्तत्र वास्तव्या, रौद्रचित्तपुरे सदा । तस्मात्तढुष्टलोकानां, निवासस्थानमुच्यते ।।२।।
શ્લોકાર્ધ :
તે લોકો રૌદ્રચિત્તનગરમાં સદા વસનારા છે. તે કારણથી તે રોદ્રચિત્તનગર, દુષ્ટલોકોનું નિવાસસ્થાન કહેવાય છે. રા
બ્લોક :
कलहः प्रीतिविच्छेदस्तथा वैरपरम्परा । पितृमातृसुतादीनां, मारणे निरपेक्षता ।।३।।
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૫૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ये चान्येऽनर्थवेताला, लोके सम्भावनाऽतिगाः ।
ते रौद्रचित्ते सर्वेऽपि, संपद्यन्ते न संशयः ।।४।। શ્લોકાર્થ :કલહ, પ્રીતિનો વિચ્છેદ અને વૈરની પરંપરા, પિતા-માતા-પુત્રાદિના મારણમાં નિરપેક્ષતા અને સંભાવનાને ઓળંગી ગયેલા જે અન્ય અનર્થોના વેતાલો લોકમાં છે તે સર્વ પણ રૌદ્રચિત્તમાં સંશય વગર પ્રાપ્ત થાય છે. II3-૪ll શ્લોક :
उत्पत्तिभूमिस्तत्तेषां, पत्तनं तेन गीयते ।
यथा च नरकद्वारं, तथेदानीं निगद्यते ।।५।। શ્લોકાર્ચ - તેઓનીકલહ આદિ ભાવોની, ઉત્પત્તિ ભૂમિ છે તે કારણથી તે નગર રોદ્રચિત્ત નગર, કહેવાય છે અને જે પ્રમાણે નરકનું દ્વાર છે તે પ્રમાણે હવે કહેવાય છે. પણ શ્લોક :
ये सत्त्वा नरकं यान्ति, स्वपापभरपूरिताः । ते तत्र प्रथमं तावत्प्रविशन्ति पुराधमे ।।६।।
શ્લોકાર્ધ :
સ્વપાપના ભરાવાથી પૂરિત થયેલા જે જીવો નરકમાં જાય છે તે અધમ જીવો ત્યાંગરોદ્રચિત્તમાં, પ્રથમ પ્રવેશ કરે છે. IIકા. શ્લોક :
अतः प्रवेशमार्गत्वात्तस्य निर्मलमानसैः ।
गीतं तन्नरकद्वारं, रौद्रचित्तपुरं जनैः ।।७।। શ્લોકાર્ચ -
આથી તેનું નરકનું, પ્રવેશમાર્ગપણું હોવાથી નિર્મલમાનસવાળા લોકો વડે તે રૌદ્રચિત નગર નરકનું દ્વાર કહેવાયેલું છે. ll૭ી શ્લોક :
ये जीवाः क्लिष्टकर्माणो, वास्तव्यास्तत्र पत्तने । ते स्वयं सततं तीव्रदुःखग्रस्तशरीरकाः ।।८।।
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - ક્લિષ્ટકર્મવાળા જે જીવો તે નગરમાં વસવા યોગ્ય છે, તે સ્વયં સતત તીવ્ર દુઃખથી ગ્રસ્ત શરીરવાળા છે=નરકમાં જાય તેના પૂર્વે પણ તે જીવો રૌદ્રચિત્તમાં વસનારા છે તેથી ક્લિષ્ટકર્મો કરે છે અને સતત માનસિક ક્લેશ આદિ તીવ્ર દુઃખથી ગ્રસ્ત શરીરવાળા વર્તે છે. llcil શ્લોક :
तथा परेषां जन्तूनां, दुःखसङ्घातकारिणः ।
अतो भुवनसन्तापकारणं तदुदाहृतम् ।।९।। શ્લોકાર્ચ -
અને બીજા જીવોને દુઃખના સમૂહને કરનારા છે આથી ભુવનના સંતાપનું કારણ તે રોદ્રચિત કહેવાયું છે. ll૯ll શ્લોક :
किञ्चात्र बहनोक्तेन? नास्ति प्रायेण तादृशम् ।
रौद्रचित्तपुरं यादृग्भुवनेऽपि पुराधमम् ।।१०।। શ્લોકાર્ચ -
અહીં-રૌદ્રચિત નગરના વિષયમાં, વધારે કહેવાથી શું? જેવા પ્રકારનું રૌદ્રચિત નગર છે તેવા પ્રકારનું પ્રાયઃ ભુવનમાં પણ ત્રણે ભુવનમાં પણ, પુરાધમ અત્યંત ખરાબ નગર, પ્રાયઃ નથી. ll૧૦II
___ दुष्टाभिसन्धिराजवर्णनम् तत्र रौद्रचित्तनगरे सङ्ग्रहपरश्चौराणां, परमशत्रुः शिष्टलोकानां, विषमशीलः प्रकृत्या, विलोपको नीतिमार्गस्य, चरटप्रायो दुष्टाभिसन्धिर्नाम राजा ।
દુષ્ટ અભિસંધરાજાનું વર્ણન તે રૌદ્રચિત નગરમાં, ચોરોના સંગ્રહમાં તત્પર, શિષ્ટલોકોનો પરમશત્રુ, પ્રકૃતિથી વિષમ સ્વભાવવાળો, નીતિમાર્ગનો વિલોપક, ચરટપ્રાયઃ=ચોરટા જેવો, દુષ્ણભિસંધિનામનો રાજા છે. શ્લોક :
તથાદિमानोग्रकोपाहङ्कारशाठ्यकामादितस्कराः । दुष्टाभिसन्धिं सर्वेऽपि, नरेन्द्र पर्युपासते ।।१।।
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૫૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – માન, ઉગ્રકોપ, અહંકાર, શાક્ય, કામાદિ ચોરો સર્વ પણ, દુષ્ટાભિસંધિ નરેન્દ્રની ઉપાસના કરે છે. IIII શ્લોક :
अतोऽन्तरङ्गचौराणां, तेषां पोषणतत्परः ।
स राजा गीयते लोकैश्चौरसङ्ग्रहणे रतः ।।२।। શ્લોકાર્ધ :
આથી તે અંતરંગ ચોરોના પોષણમાં તત્પર અને ચોરોના સંગ્રહમાં રત લોકો વડે તે રાજા કહેવાય છે. IIરા
શ્લોક :
सत्यशौचतपोज्ञानसंयमप्रशमादयः ।
ये चापरे सदाचाराः, शिष्टलोका यशस्विनः ।।३।। શ્લોકાર્ચ -
સત્ય, શૌચ, તપ, જ્ઞાન, સંયમ, પ્રશમ આદિ અને જે અપર સદાચારવાળા શિષ્ટ લોકો, યશસ્વી છે. III
શ્લોક :
दुष्टाभिसन्धिः सर्वेषां, तेषामुन्मूलने रतः ।
अतोऽसौ परमः शत्रुः, शिष्टानामिति गीयते ।।४।। શ્લોકાર્ચ -
તે સર્વેના ઉન્મેલનમાં દુષ્ટાભિસબ્ધિ રત છે. આથી આ દુષ્ટાભિસંધિ, શિષ્યલોકોનો પરમશત્રુ એ પ્રમાણે કહેવાય છે. lll. શ્લોક :
बह्वीभिर्वर्षकोटीभिर्धर्मध्यानं यदर्जितम् ।
लोकेन तद्दहत्येष, क्षणमात्रेण दारुणः ।।५।। શ્લોકાર્ચ -
ઘણાં વર્ષકોટીઓથી જે ધર્મધ્યાન લોક વડે અર્જન કરાયું તેને આ દારુણ દુષ્ટાભિસંધિ ક્ષણમાત્રથી બાળી નાખે છે. પII
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
न चास्य तोषणोपायो, मुग्धलोकैर्विभाव्यते । अतो विषमशीलोऽसौ प्रकृत्या प्रतिपाद्यते । । ६ ।।
શ્લોકાર્થ :
અને આના તોષણનો ઉપાય મુગ્ધલોકો વડે વિચાર કરાતો નથી. આથી આ=દુષ્ટાભિસંધિ પ્રકૃતિથી વિષમશીલ કહેવાય છે. II9TI
શ્લોક ઃ
सर्वाः सन्नीतयस्तावत्प्रवर्तन्ते जगत्त्रये ।
दुष्टाभिसन्धिनों यावत्तासां विघटको भवेत् ।।७।।
શ્લોકાર્ય
-
જગતત્રયમાં સર્વપણ સદ્નીતિઓ ત્યાં સુધી પ્રવર્તે છે જ્યાં સુધી તેનો વિઘટક દુષ્ટાભિસંધિ ન હોય. II૭II
શ્લોક ઃ
પ્રાદુર્ભાવે પુનસ્તત્વ, વવ ધર્મ: ? વર્ષે ૨ નીતવઃ? ।
तेनासौ नीतिमार्गस्य धीरैर्गीतो विलोपकः ।।८ ॥
શ્લોકાર્થ ઃ
વળી, તેના પ્રાદુર્ભાવમાં=દુષ્ટાભિસંધિના પ્રાદુર્ભાવમાં ક્યાં ધર્મ ક્યાં નીતિઓ ? અર્થાત્ ક્યાંય ધર્મ નથી અને ક્યાંય નીતિઓ નથી. તે કારણથી ઘીરપુરુષો વડે આ દુષ્ટાભિસંધિ નીતિમાર્ગનો વિલોપક કહેવાયો છે. IIII
निष्करुणतादेवीस्वरूपम्
तस्य च दुष्टाभिसन्धिनरेन्द्रस्यानभिज्ञा परवेदनानां, कुशला पापमार्गे, वत्सला चरटवृन्दस्यानुरक्तचित्ता निजे भर्तरि पूतनाकारा निष्करुणता नाम महादेवी ।
નિષ્કરુણતાદેવીનું સ્વરૂપ
અને પરવેદનાને નહીં જાણનારી=બીજાની પીડાને નહીં જાણનારી, પાપમાર્ગમાં કુશલ, ચોરટાના સમૂહમાં વત્સલ પોતાના ભર્તામાં અનુરક્ત ચિત્તવાળી=દુષ્ટાભિસંધિમાં અનુરક્ત ચિત્તવાળી, પૂતન આકારવાળી=પાપના આકારવાળી, તે દુષ્ટાભિસંધિ રાજાની નિષ્કરુણતા નામની મહાદેવી છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
૩પ૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
તથાદિदुष्टभिसन्धिना तेन, नानाकारैः कदर्थनैः ।
चिरं कदर्थितं दीनं, लोकमालोक्य सस्मिता ।।१।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – તે દુષ્ટાભિસંધિ વડે અનેક આકારવાળી કદર્થનાથી ચિરકાળ વિડંબના કરાયેલા દીન લોકોને જોઈને સસ્મિત હાસ્યવાળી, તે નિષ્કરુણતા દેવી છે. [૧] શ્લોક :
सा निष्करुणता देवी, दुःखं गाढतरं ततः ।
जनयेत्तस्य नो वेत्ति, तेन सा परवेदनाम् ।।२।। શ્લોકાર્ચ -
તેથી તેને કદર્ભિત દીન લોકોને, તે નિષ્કરુણતા દેવી ગાઢતર દુઃખને ઉત્પન્ન કરે છે તે કારણથી તે નિષ્કરણા પરવેદનાને જાણતી નથી. જીરા શ્લોક :
नेत्रोत्पाटशिरच्छेदनासिकाकर्णकर्त्तनम् ।
उत्कर्त्तनं त्वचोऽङ्गस्य, खदिरस्येव कुट्टनम् ।।३।। શ્લોકાર્ય :
નેત્રોનો ઉત્પાદન, મસ્તકનો છેદ, નાસિકા, અને કાનનું કર્તન, અંગની ત્વચાનું ઉત્કર્તન, ખદિરની જેમ કુન. Il3II શ્લોક :
ये चान्ये जन्तुपीडायाः, प्रकारास्तेषु कौशलात् ।
सा निष्करुणता देवी, पापमार्गे विचक्षणा ।।४।। શ્લોકાર્થ :
અને અન્ય જે જંતુના પીડાના પ્રકારો છે તેમાં કુશલપણું હોવાથી તે નિષ્કર્ણા દેવી પાપમાર્ગમાં વિચક્ષણ છે. ll૪.
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
ये ये भुवनसन्तापकारिणो दुष्टवष्टकाः । रौद्रचित्तपुरे लोकाः, सन्ति द्रोहादयः खलाः ।।५।। ते तेऽतिवल्लभास्तस्यास्ते ते सर्वस्वनायकाः ।
अतश्चरटवृन्दस्य, देवी साऽत्यन्तवल्लभा ।।६।। युग्मम् શ્લોકાર્ચ -
જે જે ભુવનના સંતાપને કરનારા દુષ્ટ વખકો, દ્રોહ આદિ ખલ લોકો રૌદ્રચિત નગરમાં છે, તે તે તેણીને નિખરુણતા દેવીને, અતિવલ્લભ છે, તે તે સર્વસ્વના નાયકો છે. આથી તે દેવી ચરટવૃન્દને અત્યંત વલ્લભ છે. આપ-કા શ્લોક -
दुष्टाभिसन्धिराजेन्द्रं, तं भर्तारं दिवानिशम् ।
मन्यते परमात्मानं, सा शुश्रूषापरायणा ।।७।। શ્લોકાર્ચ -
દિવસ-રાત શુશ્રષામાં પરાયણ એવી તે નિષ્કરણતા દેવી દુષ્ટાભિસંધિ રાજારૂપ તે ભર્તારને પરમાત્મા માને છે. ll૭ી. શ્લોક :
न मुञ्चति च तदेहं, संवाहयति तबलम् ।
अनुरक्ता निजे पत्यौ, सा देवी तेन वर्ण्यते ।।८।। શ્લોકાર્ચ -
અને તેના દેહને દુષ્ટાભિ-સંધિ રાજાના દેહને, મૂકતી નથી. તેના બળને તે રાજાના સૈન્યને, સંવાહન કરે છે-સંભાળ રાખે છે, તે કારણથી નિજાતિમાં-દુષ્ટાભિસંધિરૂપ પોતાના પતિમાં, અનુરાગવાળી એવી તે નિષ્કરુણતા દેવી કહેવાય છે. llciા.
हिंसानाम कन्यकामाहात्म्यम् तस्याश्च निष्करुणताया महादेव्या अभिवृद्धिहेतुस्तस्य रौद्रचित्तपुरस्य, वल्लभा तन्निवासिजनानां, विनीता जननीजनकयोरतिभीषणा स्वरूपेण, साक्षात्कालकूटघटितेव हिंसा नाम दुहिता ।
Page #380
--------------------------------------------------------------------------
________________
૩પ૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
| હિંસા નામની કન્યાનું માહાભ્ય તે રૌદ્રચિત્તનગરની અભિવૃદ્ધિનો હેતુ, રૌદ્રચિતનગરના નિવાસી જનોને વલ્લભ માતા-પિતાને વિષે વિનીત, સ્વરૂપથી અતિભીષણ સાક્ષાત્ કાલકૂટથી ઘટિત ન હોય એવી તે નિષ્કરુણતા મહાદેવીની હિંસા નામની પુત્રી છે. શ્લોક :
तथाहियतःप्रभृति सा जाता, कन्यका राजमन्दिरे ।
तत आरभ्य तत्सर्वं, पुरं समभिवर्धते ।।१।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – જ્યારથી રાજમંદિરમાં તે કન્યા થઈ ત્યારથી માંડીને તે સર્વ નગર સમૃદ્ધ થાય છે. [૧] શ્લોક :
राजा पुष्टतरीभूतो, देवी स्थूलत्वमागता ।
બતોમવૃદ્ધિદેતુઃ સા, પત્તનસ્થ સુવાન્યા પારા શ્લોકાર્ચ -
રાજા-દુષ્ટાભિસંધિ રાજા, પુષ્ટતર થાય છે. દેવી-નિકરુણતા દેવી, સ્થૂલત્વને પામે છે. આથી તે સુકન્યા નગરની અભિવૃદ્ધિનો હેતુ છે. ITI શ્લોક -
ईर्ष्याप्रद्वेषमात्सर्यचण्डत्वाप्रशमादयः ।
प्रधाना ये जनास्तत्र, पुरे विख्यातकीर्तयः ।।३।। શ્લોકાર્ય :ઈર્ષા, પ્રદ્વૈષ, માત્સર્ય, ચંડત્વ, અપ્રશમ આદિ પ્રધાન જે લોકો નગરમાં વિખ્યાત કીર્તિવાળા છે. II3II
શ્લોક :
तेषामानन्दजननी, सा हिंसा प्रविलोकिता । स्थिता परापरोत्सङ्गे, संचरन्ती करात्करे ।।४।।
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તેઓને આનંદ દેનારી, પર-અપરના ઉસંગમાં રહેલી, હાથથી બીજા હાથમાં સંચરતી તે હિંસા જોવાઈ. III શ્લોક :
चुम्ब्यमाना जनेनोच्चैर्बम्भ्रमीति निजेच्छया ।
सा तत्रिवासिलोकस्य, तेनोक्ताऽत्यन्तवल्लभा ।।५।। શ્લોકાર્ચ -
હું નિજ ઈચ્છાથી ફરું છું, એથી લોકોથી તે નગરના લોકોથી, અત્યંત ચુંબન કરાતી તે હિંસા, છે તે કારણથી તનિવાસી લોકને તે નગરના નિવાસી લોકને, અત્યંત વલ્લભ કહેવાઈ. પી. શ્લોક -
दुष्टाभिसन्धिपतेर्वचनं नातिवर्तते ।
सा निष्करुणतादेव्या, वचनेन प्रवर्त्तते ।।६।। શ્લોકાર્થ :
દુષ્ટાભિસંધિ નૃપતિનું વચન તે હિંસા, અતિવર્તન કરતી નથી. નિખરુણતાદેવીના વચનથી પ્રવર્તે છે હિંસા નામની પુત્રી પ્રવર્તે છે. III શ્લોક :
शुश्रूषातत्परा नित्यं, तयोहिंसा सुपुत्रिका ।
जननीजनकयोस्तेन, सा विनीतेति गीयते ।।७।। શ્લોકાર્ચ -
નિત્ય તેઓની=માતા-પિતાની, શુશ્રષામાં તત્પર હિંસા છે તે કારણથી માતા અને પિતાની વિનીત એવી તે સુપુત્રી એ પ્રમાણે કહેવાઈ છે. ll૭ના શ્લોક :
भीषणा सा स्वरूपेण, यच्चाभिहितमञ्जसा ।
तदिदानीं मया सम्यक्कथ्यमानं निबोधत ।।८।। શ્લોકાર્ચ -
સ્વરૂપથી તે ભીષણ છે, અને જે શીઘ કહેવાયું તે હમણાં મારા વડે સમ્યફ કહેવાતું તમે જાણો. IIkII
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
अपि सा नाममात्रेण, त्रासकम्पविधायिका ।
सर्वेषामेव जन्तूनां, किं पुनः प्रविलोकिता? ।।९।। શ્લોકાર્ચ - વળી, તે નામમાત્રથી જ સર્વ જંતુઓને ત્રાસ અને કંપનને કરનારી છે. અર્થાત કોઈ કહે કે હું તને મારી નાખીશ એ પ્રકારની હિંસાના નામ સાંભળવા માત્રથી સર્વ જીવોને ત્રાસ અને કંપને કરનારી હિંસા છે. વળી, જોવાયેલીનું શું કહ્યું જોવાયેલી હિંસા તો ત્રાસને કરનારી જ છે. IIII
શ્લોક :
साऽधोमुखेन शिरसा, नरकं नयति देहिनः । सा संसारमहावर्तगर्तसंपातकारिका ।।१०।।
શ્લોકાર્ય :
તે હિંસા, મનુષ્યને મસ્તક દ્વારા અધોમુખથી નરકમાં લઈ જાય છે હિંસા કરનાર પુરુષને તે હિંસા અધોમુખ કરીને નરકમાં લઈ જાય છે, તે હિંસા, સંસારરૂપી મહાઆવર્તના ગર્તામાં પાતને કરનારી છે. I૧૦માં શ્લોક :
सा मूलं सर्वपापानां, सा धर्मध्वंसकारिणी ।
सा हेतुश्चित्ततापानां, सा शास्त्रेषु विगर्हिता ।।११।। શ્લોકાર્ચ -
તે હિંસા, સર્વ પાપોનું મૂળ છે, તે હિંસા, ધર્મના વંસને કરનારી છે, તે=હિંસા, ચિત્તના તાપનો હેતુ છે, તે શાસ્ત્રોમાં વિગહિત છે. ll૧૧Jા. શ્લોક :
किञ्चेह बहुनोक्तेन? नास्त्येव ननु तादृशी ।
लोकेऽपि दारुणाकारा, सा हिंसा हन्त यादृशी ।।१२।। શ્લોકાર્થ :
વળી, અહીં હિંસાના વિષયમાં વધારે, કહેવાથી શું? ખરેખર તેવા પ્રકારની દારુણ આકારવાળી લોકમાં કોઈ સ્ત્રી નથી જેવા પ્રકારની ખરેખર તે હિંસા છે. આવા
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભાવાર્થ :
નંદિવર્ધન અને કનકશેખર પિતાની આજ્ઞાથી કનકશેખરના પિતાના નગરે જવા માટે તત્પર થયા. તે વખતે નંદિવર્ધન સાથે વૈશ્વાનર અભિવ્યક્ત રૂપે હતો. પુણ્યોદય પ્રચ્છન્ન રૂપે હતો; કેમ કે પ્રસંગે પ્રસંગે તેનો કોપ અભિવ્યક્ત થતો હતો. અને તેના પુણ્યના સહકારથી તેના સર્વ પાસા સવળા પડતા હતા તોપણ પુણ્ય કૃત્ય રૂપે તેના જીવનમાં ન હતું તેથી ભૂતકાળનું પુણ્ય પ્રચ્છન્ન રૂપે તેને સહાય કરતું હતું, તે વખતે અન્ય શું બને છે તે બતાવવા માટે અંતરંગ દુનિયાનું રૌદ્રચિત્ત નગર કેવું છે તે બતાવતાં કહે છે. સંસારમાં જીવોને સંતાપ કરનારા, શિરછેદન, યંત્રમાં પીડન, મારણ વગેરે જે અશુભભાવો છે, તે અશુભભાવોને કરનારા જીવો રૌદ્રચિત્તમાં વર્તે છે. તેથી દુષ્ટ લોકોનું નિવાસસ્થાન રૌદ્રચિત્ત કહેવાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું ચિત્ત રૌદ્ર પરિણામવાળું હોય છે તેઓને બીજા જીવોને સંતાપ કરે તેવા પ્રકારના અશુભભાવો થાય છે. વળી, જેના ચિત્તમાં રૌદ્રપરિણામ વર્તે છે તેઓ કલહ કરવાના સ્વભાવવાળા હોય છે તેના કારણે તેઓની પરસ્પરની પ્રીતિનો પણ વિચ્છેદ થાય છે. વળી, પરસ્પર સ્નેહનો સંબંધ હોવા છતાં વૈરની પરંપરા અનુભવાય છે તેથી રૌદ્રચિત્તવાળા જીવો ઘણા જીવો સાથે ઘણા ભવો સુધી કલહ આદિ વૈરની પરંપરાઓને પ્રાપ્ત કરે છે. માટે સર્વ અનર્થોની ઉત્પત્તિભૂમિ રૌદ્રચિત્ત નગર છે અને તેવા ચિત્તવાળા જીવો નરકમાં જવાની ભૂમિકા ઉત્પન્ન કરે છે. વળી, ક્લિષ્ટકર્મોવાળા જીવો રૌદ્રચિત્ત નગરમાં વસનારા છે તેથી જેનું ચિત્ત રૌદ્રધ્યાનયુક્ત વર્તે છે, તેના ચિત્તમાં સતત ક્લિષ્ટભાવો વર્તે છે તેથી તે જીવો ક્વચિત્ બાહ્યથી સુખી હોય તો પણ અંતરંગ તીવ્રફ્લેશનાં દુઃખોને ગ્રહણ કરે છે અને બીજા જીવોને પણ દુઃખનું કારણ બને છે, તેથી જેઓનું ચિત્ત પ્રસંગે પ્રસંગે રૌદ્રધ્યાનવાળું બને છે તે રૌદ્રચિત્ત નગર છે અને તે નગરનો રાજા દુષ્ટાભિસંધિ છે; કેમ કે જીવમાં કષાયોને વશ દુષ્ટ અભિસંધિઓ થાય છે તેનું ચિત્ત રૌદ્રધ્યાનમાં વર્તે છે. અને તે દુષ્ટ અભિસંધિ રાજા અનેક પ્રકારના દુષ્ટ લોકોને આશ્રયસ્થાન છે, તેથી દુષ્ટ અભિસંધિને કારણે જીવોને માનકષાય, ક્રોધકષાય, અહંકાર, શઠભાવ આદિ વિકારો ઊઠે છે તે સર્વનું કારણ તેઓનું રૌદ્રચિત્ત છે અને તેમાં ઉત્પન્ન થયેલ દુષ્ટ અભિસંધિ છે. વળી, તે દુષ્ટ અભિસંધિની પત્ની નિષ્કરુણતા છે. તેથી જેઓનું ચિત્ત રૌદ્રપરિણતિવાળું છે અને કોઈક નિમિત્તને પામીને તેના ચિત્તમાં દુષ્ટ
અભિસંધિ થાય છે ત્યારે નિષ્કરુણતા સાથે તેનો સંબંધ થાય છે. તે દુષ્ટ અભિસંધિની પત્ની છે અને તે નિષ્કરુણતા બીજાને સંત્રાસ આપવામાં કુશળ હોય છે અને દુષ્ટ અભિસંધિ અને નિષ્કરુણતામાંથી હિંસા નામની પુત્રી ઉત્પન્ન થાય છે. અર્થાત્ નિષ્કરૂણાવાળા જીવોને બીજાને હિંસા કરવાનો પરિણામ થાય છે તેથી તે હિંસાની નિષ્પત્તિનું કારણ દુષ્ટ અભિસંધિ અને નિષ્કરુણતા છે. અને તે હિંસા તે નગરમાં વસતા અન્ય સર્વ દુષ્ટ લોકોને અત્યંત પ્રિય છે; કેમ કે જીવમાં વર્તતા સર્વ પ્રકારના દુષ્ટભાવોને હિંસાની પરિણતિ અત્યંત પ્રિય હોય છે. વળી, આ હિંસા માતા-પિતાની અત્યંત ભક્તિ કરનારી અને વિનયવાળી છે; કેમ કે દુષ્ટ અભિસંધિ અને નિષ્કરુણતાને જે અત્યંત પ્રિય તેવું જ કાર્ય હિંસા કરે છે તેથી હિંસાની પરિણતિ દુષ્ટ અભિસંધિ અને નિષ્કરુણતા સાથે અત્યંત આત્મીયતાથી જોડાયેલો જીવનો પરિણામ છે. વળી, જેઓમાં આ હિંસાની પરિણતિ પ્રગટે છે તે હિંસાની પરિણતિ તે જીવને નરકમાં લઈ જાય છે. અને ઘોર સંસારમાં
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૬૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના દુર્ગતિઓની પરંપરાઓને પ્રાપ્ત કરાવે છે. તે સર્વનું કારણ રૌદ્રચિત્ત, તેમાં વર્તતી દુષ્ટ અભિસંધિ, તેનાથી ઉત્પન્ન થયેલી નિષ્કરુણતા અને તેના કારણે થયેલી હિંસકવૃત્તિ છે.
तामसचित्ते द्वेषगजेन्द्रभार्याऽविवेकिता इतश्चास्ति तामसचित्तं नाम नगरं, तत्र महामोहतनयो द्वेषगजेन्द्रो नाम नरेन्द्रः प्रतिवसति । इतश्च या प्रागाख्याता वैश्वानरस्य जननी मम धात्री अविवेकिता नाम ब्राह्मणी, सा तस्य द्वेषगजेन्द्रस्य भार्या भवति, सा च केनचित्प्रयोजनेन ततस्तामसचित्तानगराद् गर्भस्थिते सति वैश्वानरे तत्र रौद्रचित्तपुरे समागताऽऽसीत्, यादृक् तत्तामसचित्तं नगरं, यादृशोऽसौ द्वेषगजेन्द्रो राजा, यादृशी साऽविवेकिता, यच्च तस्यास्तामसचित्तनगराद्रौद्रचित्तपुरं प्रत्यागमनप्रयोजनमेतत् सर्वमुत्तरत्र कथयिष्यामः, केवलं भद्रेऽगृहीतसङ्केते! न तदाऽस्य व्यतिकरस्याहं गन्धमपि ज्ञातवान्,
તામસચિત્તનગરના દ્વેષગજેન્દ્રરાજાની પત્ની અવિવેતા અને આ બાજુ તામસચિત્ત નામનું નગર છે=અંતરંગ નગર છે, ત્યાંeતામસચિત્ત નગરમાં મહામોહ રાજાનો પુત્ર દ્વેષગજેન્દ્ર નામનો રાજા વસે છે, અને આ બાજુ જે પૂર્વમાં કહેવાયેલી વૈશ્વાનરની માતા મારી=નંદિવર્ધનની, ધાત્રી ધાવમાતા, અવિવેકિતા લામતી બ્રાહ્મણી છે. નંદિવર્ધનની અંતરંગ અવિવેકિતા પરિણતિરૂપ ધાવમાતા એ વૈશ્વાનરની માતા છે એમ પૂર્વમાં કહેલું તે અવિવેકિતા નામની ધાવમાતા છે તે=ધાવમાતા, દ્વેષગજેન્દ્રની પત્ની છે. અને તે=અવિવેકિતા નામની ભાર્યા, કોઈક પ્રયોજનથી ગર્ભમાં વૈશ્વાનર રહે છતે તામસચિત્ત નગરથી રૌદ્રચિતપુરમાં આવેલી હતી. જેવા પ્રકારનું તે તામસચિત્ત નગર છે અને જેવા પ્રકારનો આ ષગજેન્દ્રરાજા છે, જેવા પ્રકારની તે અવિવેકિતા છે અને જે તેણીનું અવિવેકિતાનું, તામસચિત્તનગરથી રૌદ્રચિત્તનગર પ્રત્યે આગમતનું પ્રયોજન છે એ સર્વ ઉત્તરમાં અમે કહીશું. અર્થાત્ અનુસુંદર ચક્રવર્તી કહે છે આ સર્વ અમે આગળમાં કહીશું. કેવલ તે ભદ્ર અગૃહીતસંકેતા ! ત્યારે આ વ્યતિકરની ગંધ પણ હું જાણતો ન હતો=જ્યારે નંદિવર્ધન હતો ત્યારે આ અંતરંગ મારું કુટુંબ હતું તેની ગંધને પણ હું જાણતો ન હતો,
इदानीमेवास्य भगवतः सदागमस्य प्रसादादिदं समस्तं मम प्रत्यक्षीभूतं, तेन तुभ्यं कथयामि, ततः साऽविवेकिता तत्र रौद्रचित्तपुरे स्थिता कियन्तमपि कालं, जातो दुष्टाभिसन्धिना सह परिचयः, यतो द्वेषगजेन्द्रप्रतिबद्ध एवासौ दुष्टाभिसन्धिश्चरटनरेन्द्रः, ततोऽविवेकितायाः किङ्करभूतो वर्तते, ततः साऽविवेकिता मां मनुजगतौ समागतमवगम्य ममोपरि स्नेहवशेनागत्य ततो रौद्रचित्तपुरात् स्थिता सन्निहिता, जातोऽस्या मम जन्मदिने वैश्वानरो, वृद्धिं गतः क्रमेण, कथितस्तया तस्मै सर्वोऽप्यात्मीयः સ્વનનવ |
હમણાં જ આ ભગવાન સદાગમના પ્રસાદથી આ સમસ્ત મને પ્રત્યક્ષ છે. તે કારણથી હું તને કહું છું એમ અનુસુંદર ચક્રવર્તી અગૃહતસંકેતાને કહે છે. ત્યારપછી તે અવિવેકિતા તે રોદ્રચિત્તપુરમાં
Page #385
--------------------------------------------------------------------------
________________
३५४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કેટલોક કાળ રહી. દુષ્ટ અભિસંધિની સાથે પરિચય થયો. જે કારણથી દ્વેષગજેન્દ્ર સાથે પ્રતિબદ્ધ તેવો આ દુષ્ટ અભિસંધિ નામનો ચોરટો રાજા છે. તેથી=દુષ્ટ અભિસંધિ રાજા સાથે અવિવેકિતાને પરિચય થયો તેથી, અવિવેકિતાનો કિંકરભૂત વર્તે છે-દુષ્ટ અભિસંધિ રાજા કિંકરભૂત વર્તે છે. તેથી તે અવિવેકિતા મનુષ્યગતિમાં આવેલા મને જાણીને મારા ઉપર સ્નેહના વશથી તે રૌદ્રચિત્ત નગરથી આવીને સંનિહિત રહી=મારી પાસે રહી. આને અવિવેકિતાને, મારા જન્મદિવસે વૈશ્વાનર ઉત્પન્ન थयो=वैश्वानर नामनो पुत्र थयो. उभयी वृद्धिने पाभ्यो. तेएगी वडे अविवेडिता वडे, तेने = वैश्वानरने સર્વ પણ આત્મીય સ્વજન વર્ગ કહેવાયો.
नन्दिवर्धनेन सह हिंसाया विवाहः
ततस्तस्य वैश्वानरस्य तत्र मार्गे मया सह गच्छतः समुत्पन्नैवम्भूता बुद्धिः यदुतनयाम्येनं नन्दिवधनकुमारं रौद्रचित्तपुरे, दापयाम्यस्मै दुष्टाभिसन्धिना तां हिंसाकन्यकां, ततस्तया परिणीतया ममैष सर्वप्रयोजनेषु गाढतरं निर्व्यभिचारो भविष्यति ततो विचिन्त्य तेनैवमभिहितोऽहं तत्र गमनार्थम् । मयोक्तं-कनकशेखरादयोऽपि गच्छन्तु, वैश्वानरः प्राह- कुमार! नामीषां तत्र गमनप्रसरो, यतोऽन्तरङ्गं तद्रौद्रचित्तं नगरं, ततो विना परिजनेन मत्सहाय एव कुमारस्तत्र गन्तुमर्हति, ततस्तदाकर्ण्याऽहमलङ्घनीयतया तद्वचनस्य, गुरुतया तत्र स्नेहभावस्य, अज्ञानोपहततया चित्तस्याऽनाकलय् तस्य परमशत्रुतां, अपर्यालोच्यात्महिताहितं, अदृष्ट्वाऽप्यागामिनीमनर्थपरम्परां गतो वैश्वानरेण सह रौद्रचित्तपुरे, दृष्टो दुष्टाभिसन्धिः, दापिता वैश्वानरेण मह्यं तेन हिंसा, परिणीता क्रमेण कृतमुचितकरणीयं, ततः प्रहितो दुष्टाभिसन्धिना सहितो हिंसावैश्वानराभ्यां मिलितोऽहं कनकशेखरादिबले, गच्छतां मार्गे प्रारब्धः सहर्षेण वैश्वानरेण सह जल्पो यदुत - कुमार! कृतकृत्योऽहमिदानीम्, मयोक्तं कथम् ? स प्राह-यदेषा परिणीता कुमारेण हिंसा, केवलमेतावदधुनाऽहं प्रार्थये यद्येषा कुमारस्य सततमनुरक्ता भवति, मयाऽभिहितं - कः पुनरेवंभवनेऽस्या उपायो भविष्यति ? वैश्वानरः प्राह-सापराधं निरपराधं वा प्राणिनं मारयता कुमारेण न मनागपि घृणायितव्यं, अयमस्याः खल्वनुरक्तीभवनोपायः । मयाऽभिहितंकिमनयाऽत्यन्तमनुरक्तया भविष्यति ? वैश्वानरः प्राह- कुमार ! मत्तोऽपि महाप्रभावेयं, यतो मयाऽधिष्ठितः पुरुषोऽतितेजस्वितया परेषां केवलं त्रासमात्रं जनयति, अनया पुनहिंसयाऽत्यन्तमनुरक्तयाऽऽलिङ्गितमूर्तिर्महाप्रभावतया दर्शनमात्रादेव जीवितमपि नाशयति, तस्मादभिमुखीकर्तव्येयं कुमारेण, मयाऽभिहितमेवं करोमि, वैश्वानरेणोक्तं-‘महाप्रसाद' इति, ततो मार्गे गच्छन्नहं शशसूकरशरभशबरसारङ्गादीनामाटव्यजीवानां शतसहस्राणि मारयामि स्म, ततः प्रहृष्टा हिंसा, संपन्ना मय्यनुकूला । ततः कम्पन्ते मद्दर्शने जीवाः, मुञ्चन्ति प्राणानपि केचित्, ततः संजातो मे वैश्वानरकथितहिंसाप्रभावे प्रत्ययः, प्राप्ता वयं कनकचूडविषयाभ्यर्णे ।
Page #386
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૬૫
નંદિવર્ધનની સાથે હિંસાનો વિવાહ તેથી તે વેશ્વાનરને તે માર્ગમાં મારી સાથે જતા આવા પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ. કેવી બુદ્ધિ થઈ? તે ‘'થી બતાવે છે – આ નંદિવર્ધનકુમારને હું=શ્વાનર, રૌદ્રચિત્તનગરમાં લઈ જઉં. દુષ્ટ અભિસંધિ દ્વારા તે હિંસા કન્યાને આવે નંદિવર્ધનને અપાવું, તેથી તેણી સાથે પરણવાથી હિંસા નામની કન્યા સાથે પરણવાથી, મને સર્વ પ્રયોજનમાં આ=નંદિવર્ધન, ગાઢતર તિવ્યભિચારવાળો થશે. ત્યારપછી વિચાર કરીને=આને હું હિંસા કન્યા પરણાવું એ પ્રમાણે વિચાર કરીને, તેના વડે= વૈશ્વાનર વડે, આ પ્રમાણે ત્યાં ગમન માટે-રૌદ્રચિત્તનગરમાં જવા માટે, હું કહેવાયો-નંદિવર્ધન કહેવાયો. મારા વડે નંદિવર્ધત વડે, કહેવાયું વૈય્યાતરને કહેવાયું, કતકશેખર આદિ પણ જાવ. અર્થાત્ રૌદ્રચિત્તનગરમાં જાવ. વૈશ્લાનર કહે છે – હે કુમાર ! આમતોત્રકનકશેખર આદિતો, ત્યાં= રૌદ્રચિત્તનગરમાં, ગમનનો સંભવ નથી, જે કારણથી તે રૌદ્રચિત વગર અંતરંગ છે, તે કારણથી પરિજન વગર કનકશેખર આદિ પરિજન વગર, મારી સહાયતાવાળો જ કુમાર વૈશ્વાનરની સહાયતાવાળો જ કુમાર, ત્યાં-રૌદ્રચિતનગરમાં, જવા માટે યોગ્ય છે. તેથી તે સાંભળીને વૈશ્વાનરનું તે વચન સાંભળીને, હું નંદિવર્ધન, તેના વચનનું અલંઘનીયપણું હોવાથી વૈશ્વાનરના વચનનું અલંઘનીયપણું હોવાથી, ત્યાં=વધ્વાનરમાં, સ્નેહભાવતું ગુરુપણાથી નંદિવર્ધનને વૈશ્વાનરમાં અત્યંત સ્નેહ હોવાથી, ચિત્તનું અજ્ઞાન ઉપહતપણું હોવાથી=નંદિવર્ધનનું ચિત વૈશ્વાનરને શત્રુરૂપે જાણી શકે તેવા જ્ઞાનતા અભાવવાળું હોવાથી, તેની=વૈધ્ધાનરની, પરમશત્રુતાને જાણ્યા વગર, પોતાના હિતાહિતનું પર્યાલોચન કર્યા વગર, આગામિની અનર્થ પરંપરાને જોયા વગર પણ વૈશ્વાનરના વચનથી હું રૌદ્રચિત્તનગરમાં જઈશ તેના કારણે ભવિષ્યમાં નરકાદિની પરંપરા પ્રાપ્ત થશે તેને જોયા વગર પણ, વૈશ્વાનરની સાથે હું રૌદ્રચિત્તનગરમાં ગયો. દુષ્ટ અભિસંધિ જોવાયો. વૈધ્ધાનર વડે મને તે હિંસા અપાવાઈ-પરણાવાઈ, ક્રમથી ઉચિત કરણીય કરાયું હિંસાને પરણ્યા પછી જે ઉચિત કરણીય હતું તે કરાવાયું. ત્યારપછી દુષ્ટ અભિસંધિની સાથે હિંસા અને વૈશ્વાનરથી સહિત હું મોકલાવાયો, કતકશેખર આદિના સેવ્યમાં મળ્યો. માર્ગમાં જતાં વૈશ્વાનરની સાથે અમારો સહર્ષ એવો જલ્પ પ્રારંભ થયો. જે જલ્પ થયો તે વહુ'થી બતાવે છે – હે કુમાર ! હું વૈય્યાતર, હમણાં કૃતકૃત્ય છું. મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું, કેવી રીતે કૃતકૃત્ય છો ? તે=વૈશ્વાનર, કહે છે. જે કારણથી આ હિંસા કુમાર વડે પરણાવાઈ તે કારણથી હું કૃતકૃત્ય છું એમ અવય છે. કેવલ હમણાં હું આટલી પ્રાર્થના કરું છું-વૈશ્વાનર નંદિવર્ધનને કહે છે હું આટલી પ્રાર્થના કરું છું, જે કારણથી કુમારને સતત અનુરક્તવાળી આ હિંસા થાય, મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું, આતો=હિંસાનો આવા પ્રકારના થવામાં વળી, કયો ઉપાય થશે ? હિંસા મારામાં અનુરક્ત થાય એનો કયો ઉપાય થશે ? વધ્વાનર કહે છે – સાપરાધ કે નિરપરાધ પ્રાણીને મારતા કુમાર વડે થોડીક પણ ઘણા કરવી જોઈએ નહીં. આ બીજાની હિંસા, કરવામાં ધૃણા ન કરવી એ, આનો હિંસાનો, અનુરક્ત થવાનો ઉપાય છે, મારા વડે=નંદિવર્ધત વડે, કહેવાયું – અત્યંત અનુરક્ત એવી આના વડે શું થશે ? વૈશ્વાનર કહે છે – હે કુમાર ! મારાથી પણ
Page #387
--------------------------------------------------------------------------
________________
399
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રભાવવાળી આ હિંસા છે. જે કારણથી મારા વડે=વૈશ્વાનર વડે, અધિષ્ઠિત પુરુષ અતિતેજસ્વીપણાને કારણે બીજાને ત્રાસ માત્ર ઉત્પન્ન કરે છે. વળી, અત્યંત અનુરક્ત એવી આ હિંસાથી આલિંગિતમૂર્તિવાળો પુરુષ મહાપ્રભાવપણાથી દર્શન માત્રથી જ જીવિતનો નાશ કરે છે. તે કારણથી કુમાર વડે આ=હિંસા, અભિમુખ કરવી જોઈએ. મારા વડે-નંદિવર્ધન વડે, કહેવાયું – આ પ્રમાણે કરું છું-વૈશ્વાનરે કહ્યું એ પ્રમાણે કરું છું, વૈશ્વાનર વડે કહેવાયું – મહાપ્રસાદ. માર્ગમાં જતો એવો હું સસલા, સૂકર, શરમ, શબર, સારંગ આદિ અટવીના જીવોને શતસહસ્રોથી મારતો હતો. તેથી હિંસા ખુશ થઈ. મારે અનુકૂળ સંપન્ન થઈ. તેથી મારા દર્શનથી જીવ કંપે છે, કેટલાક પ્રાણોને પણ મૂકે છે, તેથી વધ્વાનર કથિત હિંસાના પ્રભાવમાં મને વિશ્વાસ ઉત્પન્ન થયો. અમે કનકચૂડના નગરની નજીકમાં પ્રાપ્ત થયા.
प्रवरसेनेन सह युद्धम् तत्रास्ति विषमकूटो नाम पर्वतः, तस्मिंश्च कनकचूडमण्डलोपद्रवकारिणोऽम्बरीषनामानश्चरटाः प्रतिवसन्ति, ते च कदर्थिताः पूर्वं बहुशः कनकचूडेन, ततः कनकशेखरमागच्छन्तमवगम्य निरुद्धस्तैर्गिः, प्रत्यासनीभूतमस्मबलं, ततः कलकलं कुर्वन्तः समुत्थिताश्चरटाः समालग्नमायोधनं, ततश्च निपतितशरजालभिन्नेभकुम्भस्थलाभोगनिर्गच्छदच्छाच्छमुक्ताफलस्तोमसंपूरिताशेषभूपीठदेशं क्षणात् तथा विदलितभटमस्तकासंख्यराजीववृन्दानुकारेण रक्तौघनीरेण दण्डास्त्रसच्छत्रसंघातहंसेन तुल्यं तडागेन संजातमुच्चैर्महायुद्धमस्माकमिति । ततः समुदीर्णतया चरटवर्गस्य संजाताः परिभग्नप्रायाः कनकशेखरादयः । अत्रान्तरे प्रवरसेनाभिधानेन चरटनायकेन सार्धं समापतितं ममायोधनमिति । ततः संज्ञितोऽहं वैश्वानरेण, भक्षितं मया तत्क्रूरचित्ताभिधानं वटकं, ततः प्रवृद्धो मेऽन्तस्तापः, संजातो भृकुटितरङ्गभङ्गुरो ललाटपट्टः, समाचितं स्वेदबिन्दुनिकरेण शरीरं, स च प्रवरसेनोऽत्यन्तकुशलो धनुर्वेदे, नियूंढसाहसः करवालेऽतिनिपुणः सर्वास्त्रप्रयोगेषु, गर्वोद्धुरो विद्याबलेन, प्रबलवीर्यो देवताऽनुग्रहेण, तथापि सन्निहितपुण्योदयमाहात्म्यान्मे न लगन्ति स्म तदीयशिलीमुखाः, न प्रभवन्ति स्म तदीयशस्त्राणि, न वहन्ति स्म तस्य विद्याः, अकिञ्चित्करीभूता देवता, मम तु चेतसि परिस्फुरितंअहो प्रियमित्रवटकस्य प्रभावातिशयो यदस्य तेजसा ममायं रिपुर्दृष्टिमपि धारयितुं न पारयति । ततो मया वैश्वानरवटकप्रभावाधिष्ठितेन स प्रवरसेनश्चरटनायको विच्छिन्नकार्मुकः प्रतिहतशेषान्यशस्त्रः सन् गृहीतचमत्कुर्वद्भास्वरकरवालः स्यन्दनादवतीर्य स्थितो भूतले प्रस्थितो मदभिमुखम् । अत्रान्तरे पार्श्ववर्तिन्या विलोकितोऽहं हिंसया, जातो गाढतरं रौद्रपरिणामः, मुक्तो मया कर्णान्तमाकृष्य निशितोऽर्धचन्द्रः, छिनं तेन तस्याऽऽगच्छतो मस्तकं, समुल्लसितोऽस्मदबले कलकलः, निपातिता ममोपरि देवैः कुसुमवृष्टिः, वृष्टं सुगन्धोदकं, समाहता दुन्दुभयः, समुद्घोषितो जयजयशब्दः । ततो हतनायकत्वाद्विषण्णं चरटबलं, अवलम्बितप्रहरणं गतं मे शरणं, प्रतिपन्नं मया, निवृत्तमायोधनं, संजातः सन्धिः,
Page #388
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૬૭ प्रतिपन्नः सर्वचरटैर्मम भृत्यभावः, मया चिन्तितं-अहो हिंसाया माहात्म्यप्रकर्षः, यदनया विलोकितस्यापि ममतावानुन्नतिविशेषः संपन्न इति, सन्मानितास्तेऽपि कनकशेखरादिभिः ।
પ્રવરસેનની સાથે યુદ્ધ ત્યાં=કાકચૂડના નગરની નજીકમાં વિષમટ નામનો પર્વત છે અને તે વિષમકૂટમાં કનકચૂડમંડલીને ઉપદ્રવ કરનાર અમ્બરીષ નામના ચોરટાઓ વસે છે અને તે પૂર્વમાં અનેક વખત કનકચૂડ વડે કદર્થિત છે. તેથી કનકશેખરને આવતા જોઈને તેઓ વડે તે ચોરટાઓ વડે, માર્ગ નિરુદ્ધ કરાયો. અમારું સૈન્ય સન્મુખ થયું તેઓની સામે લડવા સન્મુખ થયું. ત્યારપછી કલકલને કરતા ચોરટાઓ સમુસ્થિત થયા=લડવા માટે તત્પર થયા, લડવાનું શરૂ થયું, અને ત્યારપછી પડેલા બાણોના સમૂહથી ભેદી નાંખ્યો છે હાથીઓના કુંભસ્થલના વિસ્તારમાંથી નીકળતા સ્વચ્છ સ્વચ્છ એવા મુક્તાફળનો સમૂહ તેનાથી સંપૂરિત અશેષભૂમિ પીઠનો દેશ છે જેમાં એવું, ક્ષણથી તે પ્રકારે નાશ પામતા અસંખ્ય ભટના મસ્તકરૂપી કમળોના સમૂહના આકારવાળા, લાલ લોહીના સમૂહરૂપ પાણીવાળા, દંડ-અસ્ત્રસછત્રના સમૂહરૂપ હંસવાળા એવા તળાવતા તુલ્ય અમારું મહાયુદ્ધ થયું. તેથી ચોરટાવર્ગનું સમુદીર્ણપણું હોવાથી=અત્યંત એકઠા થયેલા હોવાથી. પરિભગ્નપ્રાયઃ કતકશેખર આદિ થયા ચોરટાઓ સામે લડવામાં કનકશેખર આદિ પીછેહઠ કરવા લાગ્યા, એટલામાં પ્રવરસેન નામના ચોરટાના નાયક સાથે મારા વડે યુદ્ધ શરુ કરાયું, ત્યારપછી હું વૈય્યાતરથી સંશિત થયો વૈશ્વાનરે મને શૂરચિત્ત નામનું વડું ખાવાની સંજ્ઞા કરી, મારા વડે તે શૂરચિત્ત નામનું વડું ખવાયું, ત્યારપછી મારો અંતઃસ્તાપ પ્રવૃદ્ધ થયો. ભૃકુટિના તરંગોથી ભંગુર લલાટપટ્ટ થયો. સ્વદબિંદુના સમૂહથી શરીર સમાચિત થયું, અને તે પ્રવરસેન ધનુર્વેદમાં અત્યંત કુશલ, કરવામાં નિબૂઢ સાહસવાળો, સર્વશસ્ત્રપ્રયોગમાં અતિનિપુણ, વિદ્યાના બળને કારણે ગર્વથી ઉદ્ધર, દેવતાના અનુગ્રહને કારણે પ્રબલવીર્યવાળો હતો, તોપણ સંનિહિત પુણ્યના ઉદયના માહાભ્યથી તેનાં બાણો મને લાગ્યાં નહીં. તેનાં શસ્ત્રો સમર્થ થયાં નહીં, તેની વિદ્યા વહન પામી નહીં=સફળ થઈ નહીં, દેવતાઃતેના સાંનિધ્યવાળા દેવતા, અકિંચિકર થયા= મારો પરાભવ કરવામાં નિષ્ફળ થયા. વળી, મારા ચિત્તમાં સ્કુરાયમાન થયું=નંદિવર્ધનના ચિતમાં સ્કુરાયમાન થયું, અહો, પ્રિય મિત્રના વડાનો પ્રભાવ અતિશય છે જે આના તેજથી–પ્રિયમિત્રતા વડાના તેજથી, મારો આ શત્રુ=પ્રવરસેન ચોરટા, દૃષ્ટિ પણ ધારણ કરવા સમર્થ નથી. તેથી વૈશ્વાનર અને વડાના પ્રભાવથી અધિષ્ઠિત એવા મારા વડે નંદિવર્ધન વડે, વિચ્છિન્ન થયું છે ધનુષ જેનું એવો, પ્રતિહત=નિષ્ફળ થયાં છે શેષ અન્ય શસ્ત્રો જેમાં એવો, ગ્રહણ કરી છે ચમકારા કરતી દેદીપ્યમાન તલવાર જેને એવો તે પ્રવરસેન નામનો ચોરટાનો નાયક રથમાંથી ઊતરીને ભૂતલ ઉપર રહેલો મારી સમુખ પ્રસ્થિત થયો. એટલામાં પાર્શ્વવર્તી એવી હિંસા વડે હું જોવાયો, ગાઢતર રૌદ્રપરિણામ થયો, મારા વડે કર્ણ સુધી ખેંચીને અર્ધચંદ્રવાળો બાણ મુકાયો, તેના વડે=બાણ વડે, આવતા એવા તેનું
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રવરસેન ચોરટાનું, મસ્તક છેદાયું. અમારા બળમાં=સેચમાં, કલકલ ઉલ્લસિત થયો. મારા ઉપર દેવતા વડે કુસુમવૃષ્ટિ મુકાઈ. સુગંધી પાણી વરસાવાયું, દુભિ વગાડાઈ, જય જય શબ્દ સમુદ્ર ઘોષિત કરાયો, ત્યારપછી હતનાયકપણું હોવાથી ચરટનું સૈન્ય ખેદ પામ્યું, લટકાવ્યા છે પ્રહરણ જેણે એવું તે મારા શરણને પામ્યું, મારા વડે સ્વીકારાયું. યુદ્ધ નિવૃત્ત થયું. સન્ધિ થઈ. બધા ચોરટાઓ વડે મારો સેવકભાવ સ્વીકારાયો. મારા વડે વિચારાયું=નંદિવર્ધન વડે વિચારાયું – અહો હિંસાના માહાભ્યનો પ્રકર્ષ, જે કારણથી આના વડે હિંસા વડે, જોવાયેલા પણ મારો આટલો ઉન્નતિવિશેષ થયો. કતકશેખર આદિ વડે તેઓ પણ ચોરટાઓ પણ, સન્માનિત કરાયા.
૩મયોપ્યાં વિવાદ: दत्तं प्रयाणकं, संप्राप्ता वयं कुशावर्तपुरे, समानन्दितः कनकशेखरकुमारागमनेन कनकचूडराजः, तुष्टो मद्दर्शनेन, ततो विधापितस्तेन महोत्सवः, पूजितः प्रणयिवर्गः, ततो गणितं विमलाननारत्नवत्योविवाहदिनं, समागतं पर्यायेण, कृतमुचितकरणीयम्, ततो दीयमानैर्महादानविधीयमानैर्जनसन्मानैर्बहुविधकुलाचारैः संपाद्यमानैरभ्यर्हितजनोपचारैर्गानवादनपानखादनविमर्दैन निर्भरीभूते समस्ते कुशावर्तपुरे परिणीता कनकशेखरेण विमलानना मया रत्नवतीति, ततो विहितेषचितकर्तव्येषु निवृत्ते विवाहमहानन्दे गते दिनत्रयेऽदृष्टपूर्वतया कुशावर्त्तस्यातिरमणीयतया तत्प्रदेशानां, कुतूहलपरतया यौवनस्य, समुत्पन्नतयाऽस्मासु विश्रम्भभावस्य गृहीत्वाऽस्मदनुज्ञां नगरावलोकनाय निर्गते भ्रमणिकया सपरिकरे विमलाननाરત્નવત્યો !
ઉભયનો ઉભયની સાથે વિવાહ પ્રયાણક અપાયું, અમે કુશાવર્તપુરમાં પહોંચ્યા. કનકશેખરકુમારના આગમનથી કાકચૂડ રાજા આનંદ પામ્યો. મારા દર્શનથી તોષ પામ્યો. ત્યારપછી તેના વડે કાકચૂડ રાજા વડે, મહોત્સવ કરાવાયો. સ્નેહીવર્ગ પૂજાયો. ત્યારપછી વિમલાનના અને રસ્તવતીનો વિવાદિત જોવાયો. પર્યાયથી ક્રમથી, આવ્યો વિવાહ દિવસ આવ્યો. ઉચિત કરણી કરાઈ. ત્યારપછી અપાતા મહાદાન વડે, કરાતા જનસમાન વડે, બહુ પ્રકારના કુલાચારો વડે, સંપાદ્યમાન એવા અભ્યહિત લોકોના ઉપચાર વડે, ગાન, વાદન, પાન, ખાદનના વિમર્દથી હર્ષિત થયેલું સમસ્ત કુશાવર્તનગર હોતે છતે કતકશેખર વડે, વિમલાનના અને મારા વડે રસ્તવતી પરણાઈ, ત્યારપછી ઉચિત કર્તવ્ય કરાયે છતે વિવાહનો મહાઆનંદ પૂરો થયા પછી, ત્રણ દિવસ પસાર થયે છતે કુશાવર્ત નગરનું અદષ્ટ પૂર્વપણું હોવાને કારણે, ત~દેશોનું અતિ રમણીયપણું હોવાને કારણે, યૌવનનું કુતૂહલપણું હોવાને કારણે, અમારામાં વિશ્વાસભાવનું સમુત્પન્નપણું હોવાને કારણે, અમારી અનુજ્ઞાને ગ્રહણ કરીને નગરના અવલોકન માટે ભમવાની ઈચ્છાથી પરિવાર સહિત વિમલાનના અને રત્નવતી નીકળી.
Page #390
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૬૯ कलत्रयोरपहारः समरसेनद्रुमविभाकरैः सह युद्धम् ततोऽनेकाश्चर्यदर्शनेनानन्दपूरितहृदये संप्राप्ते ते चूतचूचुकं नामोद्यानं, प्रवृत्ते क्रीडितुं, वयं तु कनकचूडराजास्थाने तदा तिष्ठामः यावदकाण्ड एव प्रवृत्तः कोलाहलः, पूत्कृतं दासचेटीभिः, किमेतदितिसंभ्रान्तं उत्थितमास्थानं, हृते विमलाननारत्नवत्यौ केनचिदिति प्रादुर्भूतः प्रवादः, ततः सन्नद्धमस्मबलं, लग्नं तदनुमार्गेण, ततो मार्गखिन्नतया परसैन्यस्य, सोत्साहतयाऽस्मदनीकस्य, स्तोकभूभाग एव समवष्टब्धा परचमूरस्मत्पताकिन्या, श्रुतमस्माभिर्विभाकरनाम बन्दिभिरु ष्यमाणम् । ततः सर्वैरेव चिन्तितमस्माभिः-अये! स एष कनकपुरनिवासी प्रभाकरबन्धुसुन्दोस्तनयो विभाकरो यस्मै प्रभावत्या दत्ता विमलानना पूर्वमासीदिति निवेदितं दूतेन ततश्चैषोऽस्मान् परिभूय हरत्येते वध्वौ दुष्टात्मेति भावयतो मे विहिता वैश्वानरेण संज्ञा, ततो भक्षितं मया क्रूरचित्ताभिधानं वटकं, संजातो भासुरः परिणामः । ततो मयाऽभिहितं 'अरेरे पुरुषाधम विभाकर! परदारहरणतस्कर! क्व यासि ? पुरुषो भव पुरुषो भव' इति, ततस्तदाकर्ण्य गङ्गाप्रवाह इव त्रिभिः स्रोतोमुखैर्वलितमभिमुखं परबलं, आविर्भूतास्तदधिष्ठायकास्त्रय एव नायकाः । ततो मया कनकचूडराजेन कनकशेखरेण च त्रिभिरपि यो कामैर्यथासंमुखं वृत्तास्ते इतश्च योऽसौ कन्यागमनसूचनार्थं कनकचूडराजसमीपे समागतः पूर्वमासीनन्दराजदूतः स तत्रावसरे मत्सकाशे वर्तते । ततोऽभिहितोऽसौ मया-अरे विकट! जानीषे त्वं कतमाः खल्वेते त्रयो नायकाः? विकटः प्राह-देव! सुष्ठु जानामि, य एष वामपार्श्वेऽनीकस्य सम्मुखो भवतः एष कलिङ्गाधिपतिः समरसेनो नाम राजा, एतद्बलेनैव हि प्रारब्धमिदमनेन विभाकरेण, यतो महाबलतया विभाकरपितुः प्रभाकरस्यायं स्वामिभूतो वर्तते । यः पुनरेष मध्यमसैन्ये वर्ततेऽभिमुखः कनकचूडनरपतेः अयं विभाकरस्यैव मातुलो वङ्गाधिपतिर्दुमो नाम राजा । यस्त्वेष दक्षिणभागवर्तिनि बले नायकोऽभिमुखः कनकशेखरस्य, सोऽयं विभाकर एव । यावदेवं कथयति विकटः तावत्समालग्नमायोधनम् ।
પત્નીઓનું અપહરણ તથા સમરસેન, દ્રમ અને વિભાકરની સાથે યુદ્ધ ત્યારપછી અનેક આશ્ચર્યના દર્શનથી આનંદપૂરિત હદય પ્રાપ્ત થયે છતે તે બંને ચૂત ચૂચક નામના ઉધાનમાં કીડા કરવા માટે પ્રવૃત્ત થઈ. વળી, અમે ત્યારે કનકચૂડ રાજાના રાજસભામાં બેઠા છીએ તેટલામાં અચાનક જ કોલાહલ થયો. દાસીઓ વડે પોકાર કરાયો. આ શું છે? એ પ્રકારે સંભ્રાન્ત સભા ઊઠી. વિમલાનના અને રસ્તવતી કોઈકના વડે હરણ કરાઈ છે, એ પ્રકારે પ્રવાદ પ્રાદુર્ભત થયો. તેથી અમારું સૈન્ય લડવા માટે તત્પર થયું, તેના અનુમાર્ગથી ચાલ્યું. ત્યારપછી પરસૈન્યનું માર્ગખિન્નપણું હોવાને કારણે, અમારા સૈન્યનું ઉત્સાહપણું હોવાને કારણે થોડાક ભૂમિભાગમાં જ અમારી સેવાથી
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પરની સેવા અવષ્ટબ્ધ કરાઈ. અમારા વડે વિભાકરનું નામ બંદીઓ વડે ઉદ્ઘોષણા કરતું સંભળાયું. તેથી સર્વ પણ અમારા વડે વિચારાયું. અરે ! તે જ આ કતકપુરનિવાસી પ્રભાકરનો બંધુ અને સુંદરીનો પુત્ર વિભાકર જેને પ્રભાવતી વડે વિમલાતના પૂર્વમાં અપાયેલી હતી. એ પ્રમાણે દૂત વડે કહેવાયું તેથી આ દુષ્ટાત્મા વિભાકર અમારો પરિભવ કરીને આ બંને વધૂઓને હરણ કરે છે. એ પ્રકારે ભાવન કરતા મને વૈશ્વાનર વડે સંજ્ઞા કરાઈ. તેથી મારા વડે શૂરચિત નામનું વડું ભક્ષણ કરાયું. ભાસુર પરિણામ થયો. તેથી મારા વડે કહેવાયું – અરેરે! પુરુષાધમ વિભાકર ! પરસ્ત્રીનું હરણ કરનાર તસ્કર ! તું ક્યાં જાય છે ? પુરુષ થા, પુરુષ થા. તેથી તેને સાંભળીને ત્રણ સ્રોતના મુખ વડે ગંગાના પ્રવાહની જેમ અમારે અભિમુખ શત્રુનું સૈન્ય વળ્યું, તેના અધિષ્ઠાયક ત્રણ તાયકો આવિર્ભત થયા, તેથી મારા વડે, કનકચૂડ રાજા વડે અને કતકશેખર વડે યુદ્ધના કામનાવાળા ત્રણે પણ વડે તેઓની યથાસમુખ વળ્યા. અને આ બાજુ કથાના આગમવા સૂચન માટે કનકચૂડ રાજાના સમીપમાં પૂર્વમાં જે આ આવેલો નંદરાજાનો દૂત તે અવસરમાં મારી પાસે વર્તે છે. તેથી મારા વડે= નંદિવર્ધન વડે, કહેવાયો આ=નંદરાજાનો દૂત, અરે વિકટ ! તું જાણે છે કયા આ ત્રણ વાયકો છે? વિકટ કહે છે – હે દેવ ! અત્યંત જાણું છું, જે આ ડાબી બાજુમાં આપની સેનાને સન્મુખ થયેલો આ કલિંગાધિપતિ સમરસેન નામનો રાજા છે. એના બળથી જ સમરસેન રાજાના બળથી જ, વિભાકર વડે આ યુદ્ધ પ્રારંભ કરાયું છે, જે કારણથી મહાબલવાનપણું હોવાને કારણે વિભાકરના પિતા પ્રભાકરનો આ સમરસેન રાજા, સ્વામિભૂત વર્તે છે. વળી, જે આ મધ્યસૈન્યમાં કનકચૂડ તરપતિને અભિમુખ વર્તે છે તે આ વિભાકરના જ માતુલ=મામા, વંગાધિપતિ દ્રમ નામનો રાજા છે. જે વળી આ દક્ષિણ ભાગવર્તી બલમાં કનકશેખરને અભિમુખ લાયક છે તે આ વિભાકર જ છે. જેટલામાં આ પ્રમાણે વિકટ કહે છે તેટલામાં યુદ્ધ શરૂ થઈ ગયું,
युद्धवर्णनम् શ્લોક :
तच्च कीदृशम्शरजालतिरस्कृतदृष्टिपथं, पथरोधसमाकुलतीव्रभटम् । भटकोटिविपाटितकुम्भतटं, तटविभ्रमहस्तिशरीरचितम् ।।१।।
યુદ્ધનું વર્ણન શ્લોકાર્ચ -
તે યુદ્ધ કેવા પ્રકારનું છે – બાણોના સમૂહથી તિરસ્કૃત કરાયેલા દષ્ટિપથવાળું, માર્ગના રોધથી અત્યંત આકુલ થયેલા ભટવાળું, કરોડો સુભટોથી નાશ કરાયેલા કુંભસ્થલના સમૂહવાળું, તટના વિભ્રમથી એકઠા થયેલા હાથીના શરીરવાળું. [૧]
Page #392
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
श्लोड :
रचितप्रथितोरुसुहस्तिघटं, घटनागतभीरुकृतार्तरवम् । रवपूरितभूधरदिग्विवरं वरहेतिनिवारणखिन्ननृपम् ।।२।।
श्लोकार्थ :
રચના કરેલા પ્રસિદ્ધ થયેલા વિશાળ શ્રેષ્ઠ હાથીઓના સમૂહવાળું, ઘટનાને પામવાથી ભયવાળા હાથીઓ વડે કરાયેલા આર્ત્ત=પીડિત, અવાજવાળું, અવાજથી ભરી દીધેલા પૃથ્વી અને આકાશના વિવરવાળું, શ્રેષ્ઠ શસ્ત્રોના સમૂહને અટકાવવાથી ખિન્ન થયેલા રાજાના સમૂહવાળું. II૨II
श्लोड :
नृपभिन्नमदोद्धुरवैरिगणं, गणसिद्धनभश्चरघुष्टजयम् । जयलम्पटयोधशतैश्चटुलं, चटुलाश्वसहस्रविमर्दकरम् ।।३।।
३७१
श्लोकार्थ :
રાજાઓ વડે નાશ કરાયેલા મદથી ઉન્નત વૈરિગણવાળું, ગણસિદ્ધ વિધાધરો વડે ઘોષણા કરેલા જય શબ્દવાળું, જયમાં લંપટ એવા સેંકડો યૌદ્ધાઓથી ચટુલ, ચટુલ હજારો અશ્વના विमर्हने डरना. ||3|
श्लोक :
करसृष्टशरौघविदीर्णरथं, रथभङ्गविवर्द्धितबोलबलम् । बलशालिभटेरितसिंहनदं, नदभीषणरक्तनदीप्रवहम् ||४||
श्लोकार्थ :
હાથથી સર્જન કરાયેલા બાણોના સમૂહથી નાશ કરાયેલા રથવાળું, રથના ભંગથી વિવર્ધિત બોલબલવાળું, બલશાલિ ભટોથી કરાયેલા સિંહનાદવાળું, નદથી ભીષણ રક્તનદીના प्रवाहवाणुं ॥४॥
ततश्चेदृशे प्रवृत्ते महारणे दत्तः परैः कृतभीषणनादैः समरभरः, भग्नमस्मद्बलं, समुल्लसितः परबले कलकलः, केवलं न चलिता वयं पदमपि पराङ्मुखं, त्रयोऽपि नायकाः समुत्कटतया निकटतरीभूताः परे । अत्रान्तरे पुनः संज्ञितोऽहं वैश्वानरेण, भक्षितं मया क्रूरचित्ताभिधानं वटकं, जातो मे भासुरतरः परिणामः, ततः साक्षेपमाहूतो मया समरसेनो, चलितोऽसौ ममोपरि मुञ्चन्नस्त्रवर्षं, केवलं सन्निहिततया पुण्योदयस्य न प्रभवन्ति स्म तानि मे शस्त्राणि । ततो विलोकितोऽहं हिंसया, जातो मे दारुणतरो भावः, ततः प्रहिता मया परविदारणचतुरा शक्तिः, विदारितः समरसेनो, गतः
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ पञ्चत्वं, भग्नं तबलं, चलितोऽहं द्रुमाभिमुखं, स च लग्न एव योद्धं कनकचूडेन । ततो मयाऽभिहितोरे! किमत्र भवति हन्तव्ये तातेनायासितेन? न खलु गोमायुकेसरिणोरनुरूपमायोधनं, ततस्त्वमारादागच्छेति । ततो वलितो ममाभिमुखं द्रुमनरेन्द्रः, निरीक्षितोऽहं हिंसया, ततो दूरादेव निपातितमर्धचन्द्रेण मया तस्योत्तमाग, भग्नं तदीयसैन्यं, विहितो मयि सिद्धविद्याधरादिभिर्जयजयशब्दः ।
તેથી આવા પ્રકારનું મહાયુદ્ધ પ્રવૃત થયે છતે પર વડે=પ્રભાકરના સૈન્ય વડે, કરાયેલા ભીષણ નાદોથી સમરભર યુદ્ધમાં અતિશય અપાયો=અમારું બલ ભગ્ન થયું=નંદિવર્ધનના પક્ષનું સેવ્ય ભગ્ન થયું પરબલમાં શત્રુના બલમાં, કલકલ થયો. કેવલ અમે=નંદિવર્ધન આદિ અમે, પગલું પણ પરાક્ષુખ ચલિત થયા નહીં, પર એવા ત્રણે પણ વાયકો=વિભાકરના સૈન્યમાં વર્તતા ત્રણે પણ વાયકો, સમુત્કટપણાથી નિકટતર થયા–તેઓ વિજય અભિમુખ હોવાથી અમારા સાથે લડવામાં નિકટતર થયા. વળી, અત્રાન્તરમાંeતે યુદ્ધકાળમાં, હું વૈશ્વાનરથી સંજ્ઞા કરાયો. મારા વડે=નંદિવર્ધન વડે, શ્રચિત્ત નામનું વટક ખવાયું, મારો ભાસુરતર પરિણામ થયો, તેથી સાક્ષેપ આક્ષેપપૂર્વક, મારા વડે સમરસેન બોલાવાયો. આ સમરસેન મારા ઉપર શસ્ત્રોની વર્ષાને મૂકતો ચલિત થયો=સમ્મુખ થયો. કેવલ પુણ્યોદયનું સબ્રિહિતપણું હોવાને કારણે તેનાં શસ્ત્રો મને લાગતાં ન હતાં. તેથી હું હિંસા વડે જોવાયો, મારો દારુણતરભાવ થયો. તેથી મારા વડે પરના વિદ્યારણમાં ચતુર શક્તિ વપરાઈ, સમરસેન વિદારિત થયો=મર્યો, મૃત્યુપણાને પામ્યો, તેનું બલ ભગ્ન થયું. હું દ્રમ અભિમુખ ચાલ્યો, અને તે દ્રમ કનકચૂડ સાથે યુદ્ધ કરવામાં લગ્ન જ હતો. તેથી મારા વડે કહેવાયું – અહીં તારા હણવામાં તને મારી નાખવામાં, પિતાના પ્રયાસથી શું? ખરેખર ગોમાયુ અને કેસરીનું અનુરૂપ આયોધન તથી ગાય અને સિંહનું યુદ્ધ અનુરૂપ નથી. તેથી તું શીધ્ર આવ, તેથી દ્રમરાજા મારી અભિમુખ વળ્યો. હું હિંસાથી જોવાયો, તેથી દૂરથી જ અર્ધચંદ્ર વડે મારા દ્વારા તેનું મસ્તક નીચે પડાયું, તેનું સૈન્ય ભગ્ન થયું. મારા ઉપર સિદ્ધ વિદ્યાધર આદિ વડે જયજય શબ્દ કરાયો.
कनकशेखरस्य महानुभावता इतश्च कनकशेखरेणापि सहापतितो योद्धं विभाकरः, शरवर्षच्छेदानन्तरं मुक्तानि तेन कनकशेखरस्योपरि आग्नेयपन्नगादीन्यस्त्राणि, निवारितानि वारुणगारुडादिभिः प्रतिशस्त्रैः कनकशेखरेण, ततोऽसिलतासहायः समवतीर्णः स्यन्दनाद्विभाकरः, कीदृशं रथस्थस्य भूमिस्थेन सह युद्धमिति मत्वा कनकशेखरोऽपि स्थितो भूतले । ततो दर्शितानेककरणविन्यासमभिवाञ्छितमर्मप्रहारं प्रतिप्रहारवञ्चनासारं संजातं द्वयोरपि बृहती वेलां बलकरवालयुद्धं, ततः समाहत्य स्कन्धदेशे पातितः कनकशेखरेण विभाकरो भूतले, गतो मूर्छा, समुल्लसितः कनकशेखरबले हर्षकलकलः, ततो निवार्य तं वायुदानसलिलाऽभ्युक्षणादिभिराश्वासितो विभाकरः कनकशेखरेण । अभिहितश्च-साधु भो नरेन्द्रतनय! साधु, न मुक्तो भवता पुरुषकारः, नाङ्गीकृतो दीनभावः, समुज्ज्वालिता पूर्वपुरुषस्थितिः, लेखितमात्मीयं
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૭૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ शशधरे नामकं, तदुत्थाय पुनर्यो मर्हति राजसूनुः । ततोऽहो अस्य महानुभावता, अहो गम्भीरता अहो पुरुषातिरेकः, अहो वचनातिरेकः इति चिन्तयता विभाकरेणाभिहितं-आर्य! अलमिदानीं युद्धन, निर्जितोऽहं भवता न केवलं खड्गेन, किं तर्हि ? चरितेनापि । ततः परमबन्धुवत् स्वयं निवेशितो विभाकरः स्वकीयस्यन्दने कनकशेखरेण, समाह्लादितो मधुरवचनैः, उपसंहृतमायोधनं, गतं पदातिभावं सर्वमपि परसैन्यं कनकशेखरस्य, दृष्टे भयातिरेकप्रकम्पमानगात्रयष्टी विमलाननारत्नवत्यौ, समानन्दिते पेशलवाक्यैः, स्थापिते निजभर्तृस्यन्दनयोः कनकचूडेन ।
કનકશેખરની મહાનુભાવતા આ બાજુ કતકશેખરની સાથે પણ વિભાકર યુદ્ધમાં આવેલો, બાણની વર્ષોના છેદની અનંતર તેના વડે વિભાકર વડે, કનકશખર ઉપર આગ્નેય (અગ્નિશસ્ત્ર) સર્પાદિ શસ્ત્રો મુકાયાં. કલકશેખર વડે વારુણ=જલશસ્ત્ર, અને ગારુડ એવાં પ્રતિશસ્ત્રો વડે નિવારણ કરાયા, તેથી તલવારની સહાયવાળો વિભાકર રથથી ઊતર્યો. રથમાં રહેલા એવા મારું ભૂમિમાં રહેલાની સાથે યુદ્ધ કેવા પ્રકારનું? અર્થાત્ યુદ્ધ ઉચિત નથી. એમ માનીને કનકશેખર પણ ભૂતલમાં ઊભો રહ્યો, ત્યારપછી બતાવાયેલા અનેક કરણના વિન્યાસવાળું, અભિવાંછિત મર્મપ્રહારવાળું પ્રતિપ્રહારના વંચવાના સારવાળું બંનેનું પણ=વિભાકર અને કતકશેખર બંનેનું પણ, ઘણી વેળા સુધી બલકરવાબ=બલ અને તલવારનું યુદ્ધ થયું. ત્યારપછી કનકશેખર વડે સ્કંધદેશમાં હણીને ખભા ઉપર ઘા કરીને, પૃથ્વી ઉપર પડાયેલો વિભાકર મૂચ્છને પામ્યો. કનકશેખરના બલમાં=સેવ્યમાં, હર્ષનો કલકલ થયો. ત્યારપછી તેને યુદ્ધને, નિવારણ કરીને વાયદાન=પંખો નાંખવો અને પાણીના સિંચન આદિ વડે કનકશેખર વડે વિભાકર આધ્વાસિત કરાયો. અને કહેવાયું – હે નરેન્દ્રપુત્ર ! સુંદર સુંદર તારા વડે પુરુષકાર મુકાયો નથી. દીન ભાવ સ્વીકારાયો નથી. પૂર્વ પુરુષની સ્થિતિ સમુવાલિત કરાઈ છે=પૂર્વ પુરુષોની ઉચિત આચરણા તારા વડે સેવાઈ છે. શશધરમાં તારું નામ લેખિત કરાયું છે તે કારણથી ઊઠીને હે રાજપુત્ર ! યુદ્ધ કરવું યોગ્ય છે તેથી=કતકશેખરે આ પ્રમાણે કહ્યું તેથી, અહો આવી મહાનુભાવતા, અહો ગંભીરતા ! અહો પુરુષાતિરેક ! અહો વચનાતિરેક એ પ્રમાણે ચિંતન કરતા વિભાકર વડે કહેવાયું – હે આર્ય ! હવે યુદ્ધથી સર્યું. હું તારા વડે કેવલ ખગથી જિતાયો નથી. પરંતુ ચરિત્રથી પણ જિતાયો છું. ત્યારપછી પરમબંધુની જેમ સ્વયં વિભાકર કનકશેખર વડે પોતાના રથમાં બેસાડાયો. મધુર વચનો વડે આલ્લાદિત કરાયો. યુદ્ધ શાંત થયું. સર્વ પણ પરનું સેવ્ય કતકશેખરનો સેવકભાવ પામ્યું. ભયના અતિરેકથી કાંપતા ગાત્રવાળી વિમલાનના અને રસ્તવતી જોવાઈ. સુંદર વચનો વડે બંને આનંદિત કરાઈ. પોતાના ભર્તાના રથમાં કનકચૂડ વડે બંને વિમલાનના અને રસ્તવતી, સ્થાપત કરાઈ.
अवाप्तजययोर्नगरप्रवेशः ततो लब्धजयतया हर्षपरिपूर्णा वयं कुशावर्तपुरे प्रवेष्टुमारब्धा ।
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
પ્રાપ્ત કરેલ જય અને નગર પ્રવેશ ત્યારપછી પ્રાપ્ત થયેલા જયપણાને કારણે હર્ષથી પરિપૂર્ણ અમે કુશાવર્તપુરમાં પ્રવેશ માટે આરંભ કર્યો.
બ્લોક :
થ?पुरतः कुञ्जरारूढो, राजा देवेन्द्रसन्निभः ।
ददद्दानं यथाकामं, प्रविष्टो निजमन्दिरे ।।१।। શ્લોકાર્ધ :
કેવી રીતે પ્રવેશ કરે છે ? એથી કહે છે – આગળ હાથી ઉપર આરૂઢ થયેલો દેવેન્દ્ર જેવો રાજા ઈચ્છા પ્રમાણે દાનને આપતો પોતાના મંદિરમાં પ્રવેશ્યો. [૧] શ્લોક :
तत्र प्रमुदिताशेषलोकलोचनवीक्षितः ।
પુરું વિશ્વ સ્વે દે, તિ: નશેવર: પારા શ્લોકાર્ચ -
ત્યાં પ્રમુદિત થયેલા અશેષ લોકના લોચનથી જોવાયેલ કનકશેખર નગરમાં પ્રવેશ કરીને સ્વઘરમાં ગયો. ગીરા શ્લોક :
ततो रत्नवतीयुक्तः, स्यन्दनस्थः शनैः शनैः ।
यावद् गच्छामि तत्राहं, निजावासकसम्मुखम् ।।३।। શ્લોકાર્ય :
ત્યારપછી રવતીયુક્ત રથમાં રહેલો ધીરે ધીરે જ્યાં સુધી નિજ આવાસ સન્મુખ હું ત્યાં કુશાવર્તપુર નગરમાં, જાઉં છું. Ilal શ્લોક :
तावदेते समुल्लापाः, प्रवृत्ताः पुरयोषिताम् । जयश्रिया परीताङ्गे, मयि सस्पृहचेतसाम् ।।४।।
Page #396
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ =
તેટલામાં જયશ્રીથી પરીતાંગવાળા મારા વિશે સસ્પૃહ ચિત્તવાળી નગરની સ્ત્રીઓના આ પ્રકારે આલાપો પ્રવૃત્ત થયા. ॥૪॥
શ્લોક ઃ
जगत्यप्रतिमल्लोऽपि येनासौ विनिपातितः । દ્રુમ: સમરસેન, સ સોયં નન્દ્રિવર્ધનઃ પ્રા
શ્લોકાર્થ :
જગતમાં અપ્રતિમલ્લ પણ આ ક્રુમ અને સમરસેન જેના વડે વિનિપાત કરાયા તે તે આ નંદિવર્ધન છે. III
શ્લોક ઃ
अहो धैर्यमहो वीर्यमहो दाक्ष्यमहो गुणाः ।
अस्य नूनं न मर्त्योऽयं, देवोऽयं नन्दिवर्धनः ।।६।।
શ્લોકાર્થ :
અહો આનું ધૈર્ય, અહો આનું વીર્ય, અહો આનું દક્ષપણું, અહો આના ગુણો ! ખરેખર આ નંદિવર્ધન મનુષ્ય નથી દેવ છે. II9II
શ્લોક ઃ
:
૩૭૫
इयं रत्नवती धन्या, याऽस्य भार्या महात्मनः ।
धन्या वयमपि ह्येष, यासां दृष्टिपथं गतः ॥ ७॥
શ્લોકાર્થ
-
આ રત્નવતી ધન્ય છે જે આ મહાત્માની ભાર્યા છે, અમે પણ ધન્ય છીએ જેઓના દૃષ્ટિપથમાં આનંદિવર્ધન આવ્યો છે. II૭II
શ્લોક ઃ
अथवा सर्वमेवेदमहो धन्यतमं पुरम् ।
अचिन्त्यसाहसाढ्येन, यदनेन विभूषितम् ।।८।।
શ્લોકાર્થ
અથવા અહો સર્વ જ આ નગર ધન્યતમ છે. અચિંત્ય સાહસથી આઢ્ય એવા આના વડે= નંદિવર્ધન વડે, જે નગર વિભૂષિત છે. IIતા
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
ततस्तास्तादृशीर्वाचः, शृण्वतो मम मानसे ।
महामोहात्समुत्पन्नो, वितर्कोऽयमभूद् भृशम् ।।९।। શ્લોકાર્ચ -
તેથી તેવા પ્રકારની વાણી સાંભળતા મારા માનસમાં મહામોહથી ઉત્પન્ન થયેલો વિતર્ક અત્યંત થયો. ll૯ll શ્લોક :
ममायमीदृशो लोके, प्रवादोऽत्यन्तदुर्लभः ।
यः संजातो महानन्दहेतुरुन्नतिकारकः ।।१०।। શ્લોકાર્ચ -
લોકમાં આવા પ્રકારનો અત્યંત દુર્લભ મારો આ પ્રવાદ જે મહાઆનંદનો હેતુ, ઉન્નતિનું કારણ થયો. ll૧oll શ્લોક :
तस्या(त्रा)स्य कारणं तावद्वयस्यो हितकारकः ।
एष वैश्वानरोऽस्त्येव, नात्र सन्देहगोचरः ।।११।। શ્લોકાર્ચ - તેનું કારણ હિતકારક એવો આ વૈશ્વાનરમિત્ર છે જ એમાં સંદેહનો વિષય નથી. II૧૧TI શ્લોક :
तथापि प्रियया नूनं, ममेदं हन्त हिंसया ।
सर्वं संपादितं मन्ये, कृतमालोकनं यया ।।१२।। શ્લોકાર્ચ -
તોપણ ખરેખર મારી આ હિંસારૂપ પત્નીથી આ સર્વ સંપાદન થયું છે એમ હું માનું છું, જેના વડે જે હિંસા વડે, આલોકન કરાયું યુદ્ધકાળમાં જે હિંસા વડે મારી સખ જોવાયું, તેનાથી આ સર્વ સંપાદન કરાયેલું છે એમ હું માનું છું એમ અન્વય છે. II૧ચા
શ્લોક :
अहो प्रभावो हिंसाया, अहो मय्यनुरक्तता । अहो कल्याणकारित्वमहो सर्वगुणाढ्यता ।।१३।।
Page #398
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અહો હિંસાનો પ્રભાવ. અહો મારામાં અનુરક્તતા=હિંસાની અનુરક્તતા, અહો કલ્યાણકારીપણું= હિંસાનું કલ્યાણકારીપણું, અહો સર્વગુણ આત્મ્યતા. ।।૧૩।।
શ્લોક ઃ
यादृशी वर्णिता पूर्वं वरमित्रेण मे प्रिया ।
एषा वैश्वानरेणोच्चैस्तादृश्येव न संशयः । । १४ ।।
શ્લોકાર્થ ઃ
જેવા પ્રકારની પૂર્વમાં વરમિત્ર એવા આ વૈશ્વાનર વડે મારી પ્રિયા અત્યંત વર્ણન કરાઈ તેવી જ હિંસા છે તેમાં સંશય નથી.
આ પ્રકારનો અધ્યવસાય કરીને નંદિવર્ધન પોતાના હિંસા કૃત્યને અત્યંત અનુમોદન કરીને દઢ કરે $9.119811
શ્લોક ઃ
तस्याऽगृहीतसङ्केते ! वृत्तान्तस्याऽत्र कारणम् । સ મે પુછ્યોયો નામ, વવસ્વઃ પરમાર્થતઃ ।। ।।
૩૭૭
શ્લોકાર્થ ઃ
હે અગૃહીતસંકેતા ! અહીં=નંદિવર્ધનના ભવમાં, તે વૃત્તાંતનું=નંદિવર્ધનની જે પ્રકારની ખ્યાતિ થાય છે તે વૃત્તાંતનું, કારણ પરમાર્થથી તે મારો પુણ્યોદય નામનો મિત્ર છે. ।।૧૫।।
શ્લોક ઃ
केवलम् -
तदा न लक्षयाम्येवमहं पापहतात्मकः ।
यथा पुण्योदयाज्जातं, ममेदं सर्वमञ्जसा ।। १६ ।।
શ્લોકાર્થ :
કેવલ પાપથી હણાયેલો એવો હું ત્યારે આ પ્રમાણે જાણતો નથી. જે પ્રમાણે પુણ્યના ઉદયથી મારું આ સર્વ શીઘ્ર થયું એ પ્રમાણે અગૃહીતસંકેતાને સંબોધીને અનુસુંદર ચક્રવર્તી કહે છે. ।।૧૬।।
શ્લોક ઃ
તતત્ત્વ
एवंविधविकल्पेनाहं वैश्वानरहिंसयोः ।
अत्यन्तमनुरक्तात्मा, न जानामि स्म किञ्चन ।। १७ ।।
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
અને તેથી આવા પ્રકારના વિકલ્પ વડે વૈશ્વાનર અને હિંસામાં અત્યંત અનુરક્ત સ્વરૂપવાળો કંઈ જાણતો ન હતો. ll૧૭ll શ્લોક :
इतश्च हट्टमार्गेण, मामकीनरथस्तदा ।
प्राप्तो राजकुलाऽभ्यणे, कृतलोकचमत्कृतिः ।।१८।। શ્લોકાર્ચ -
અને આ બાજુ હમાર્ગથી રાજકુલના અભ્યર્ણમાં, કર્યો છે લોકને ચમત્કાર જેણે એવો મારો રથ ત્યારે પ્રાપ્ત થયો. ll૧૮.
कनकमञ्जरीप्रणयः શ્લોક :
अथाऽस्ति सु(ब्रह्मनाथस्य, दुहिता जयवर्मणः । प्रिया कनकचूडस्य, देवी मलयमञ्जरी ।।१९।।
કનકમંજરીનો પ્રણય શ્લોકાર્ચ -
હવે સુબ્રમનાથ એવા જયવર્મણની પુત્રી કનકસૂડની પ્રિયા મલયમંજરી દેવી છે. ll૧૯I શ્લોક :
तस्याश्च भुवनाभोगसर्वसौन्दर्यमन्दिरम् ।
अस्ति मन्मथमञ्जूषा, कन्या कनकमञ्जरी ।।२०।। શ્લોકાર્થ :
તેણીની મલયમંજરીની, ભુવનના આભોગના સર્વ સૌન્દર્યનું મંદિર, મન્મથમંજૂષા કામદેવની મંજૂષા, જેવી કનકમંજરી કન્યા છે. ૨|
શ્લોક :
सा स्यन्दनस्थं गच्छन्तं, वातायनसुसंस्थिता । मां दृष्ट्वा पञ्चबाणस्य, शरगोचरमागता ।।२१।।
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭૯
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
અગાસીમાં રહેલી એવી તે કનકમંજરી, રથમાં જતા મને જોઈને કામદેવના બાણના વિષયને પામી=મારા પ્રત્યેકામાતુર થઈ. પરની શ્લોક :
कुतूहलवशेनाऽथ, वीक्षमाणेन सर्वतः ।
गवाक्षे लीलया दृष्टिर्मया तत्र निपातिता ।।२२।। શ્લોકાર્થ:
કુતૂહલના વશથી સર્વત્ર લીલા વડે ગવાક્ષમાં જોવાતા મારા વડે ત્યાં-કનકમંજરીમાં દષ્ટિ પડી. IIII
શ્લોક :
ततः कनकमञ्जर्या, लोललोचनमीलिता ।
क्षणं सा मामिका दृष्टिश्चलति स्म न कीलिता ।।२३।। શ્લોકા :
તેથી કનકમંજરીનાં સુંદર લોચનો મીલિત થયાં. તે મારી ખૂંચેલી દષ્ટિ ક્ષણ ચાલતી ન હતી. ll૨૩ll શ્લોક :
साऽपि तां मामिकां दृष्टिं, पिबन्ती स्तिमितेक्षणा ।
स्वेदकम्पनरोमाञ्चैय॑क्तकामा क्षणं स्थिता ।।२४।। શ્લોકાર્ચ -
તે પણ કનકમંજરી પણ, મારી દષ્ટિને પીતી નંદિવર્ધનની દષ્ટિને પીતી, સ્થિર દૃષ્ટિવાળી સ્વેદકર્મોન રોમાંચ વડે, વ્યક્ત કામવાળી ક્ષણભર રહી. ll૨૪ll. શ્લોક :
मम तस्याश्च सानन्दं दृष्टिसंयोगदीपितम् ।
मदीयसारथिर्भावं, तेतलिस्तमलक्षयत् ।।२५।। શ્લોકાર્ચ -
અને મારા તેતલિ નામના સારથીએ મારા અને તેણીના આનંદ સહિત, દષ્ટિના સંયોગથી દીપ્ત એવા તે ભાવને જાણ્યો. ll૫ll
Page #401
--------------------------------------------------------------------------
________________
3८०
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ततश्चिन्तितं तेतलिना-अये! रतिमकरकेतनयोरिवाऽतिसुन्दरोऽयमनयोरनुरागविशेषः, केवलं महाजनसमक्षमेवमनिमेषाक्षतया निरीक्षमाणस्यैनां हीनसत्त्वतया लाघवमस्य संपत्स्यते, रत्नवत्याश्च कदाचिदीर्ध्या संपद्येत ततो न मे युक्तमुपेक्षितुमिति ततः काकलीं कृत्वा चोदितस्तेतलिना स्यन्दनः । ततोऽहं लावण्यामृतपङ्कमग्नामिव, कपोलपुलककण्टकलग्नामिव, मदनशरशलाकाकीलितामिव तदीयसौभाग्यगुणस्यूतामिव कनकमञ्जरीवदनकमलावलोकनात् कथञ्चिद् दृष्टिमाकृष्य तस्यामेव निक्षिप्तहृदयः प्राप्तः क्रमेण निजमन्दिरम् ।
તેથી તેતલી વડે વિચારાયું. અરે ! રતિ અને મકરકેતનની જેમ રતિ અને કામદેવની જેમ, અતિસુંદર આ બેનો આ અનુરાગ વિશેષ છે. કેવલ મહાજનની સમક્ષ આ રીતે અનિમેષ ચક્ષુથી આને કનકમંજરીને જોતા એવા નંદિવર્ધનના હીતસલ્તપણાને કારણે આને લાઘવ પ્રાપ્ત થશે. અને કદાચિત્ રસ્તવતીને ઈષ્ય પ્રાપ્ત થશે. તેથી મને ઉપેક્ષા કરવી યુક્ત નથી. ત્યારપછી કાકલી કરીને તેતલિ વડે રથ પ્રેરિત કરાયો. ત્યારપછી લાવણ્યઅમૃતના અંકમાં મગ્ન હોય તેની જેમ, કપોલના પુલક રોમાંચમાં લગ્ન હોય તેની જેમ, કામરૂપી બાણના શલાકાથી ખેંચાયેલાની જેમ, તેણીના સૌભાગ્યગુણથી ચૂત હોય એવી કડકમંજરીના વદનકમલના અવલોકનથી કોઈક રીતે દૃષ્ટિને ખેંચીને હું તેમાં જ લિક્ષિપ્ત હદયવાળોત્રકનકમંજરીમાં જ લિક્ષિપ્ત હયવાળો, ક્રમસર પોતાના મંદિરે પ્રાપ્ત થયો.
नन्दिवर्धनस्य विरहावस्था तत्र च शून्यमनस्को विधाय दिवसोचितं कर्तव्यमारूढोऽहमुपरितनभूमिकायाम् । ततः प्रस्थाप्य समस्तं परिजनमेकाकी निषण्णः शय्यायां, तस्यां चापरापरैः कनकमञ्जरीगोचरैर्वितर्ककल्लोलेविधुरितचेतोवृत्तिर्न जानामि स्माऽहं यदुत-किमागतोऽस्मि ? किं गतोऽस्मि? किं तत्रैव स्थितोऽस्मि? किमेककोऽस्मि ? किं परिजनवृतोऽस्मि? किं सुप्तोऽस्मि? किं वा जागर्मि? किं रोदिमि? किं वा न रोदिमि? किं दुःखमिदम् ? किं वा सुखमिदं? किमुत्कण्ठकोऽयं? किं वा व्याधिरयं? किमुत्सवोऽयं? किं वा व्यसनमिदम् ? किं दिनमिदम् ? किं वा रजनीयम् ? किं मृतोऽस्मि? किं वा जीवामि? इति, क्वचिदीषल्लब्धचेतनः पुनश्चिन्तयामि-अये! क्व गच्छामि ? किं करोमि ? किं शृणोमि ? किं पश्यामि? किमालपामि? कस्य कथयामि? कोऽस्य मे दुःखस्य प्रतीकारो भविष्यति? इति । एवं च पर्याकुलचेतसो निषिद्धाशेषपरिजनस्याऽपरापरपार्श्वेण शरीरं परावर्तयतो महानरकस्येव तीव्रदुःखेनालब्ध-निद्रस्यैव लङ्घिता सा रजनी, समुद्गतोऽशुमाली, गतस्तथैव तिष्ठतो मेऽर्धप्रहरः ।
Page #402
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૮૧
નંદિવર્ધનની વિરહ અવસ્થા
-
અને ત્યાં=પોતાના નિવાસસ્થાને શૂન્યમનસ્કવાળો દિવસને ઉચિત કર્તવ્યને કરીને, ઉપરિતન ભૂમિકામાં હું આરૂઢ થયો. ત્યારપછી સમસ્ત પરિજનને મોકલી દઈને શય્યામાં એકાકી સૂતો અને તેમાં=તે શય્યામાં, કનકમંજરીના વિષયક અપર-અપર એવા વિતર્ક કલ્લોલ વડે વિધુરિત=વિહ્વળ, ચિત્તની વૃત્તિવાળો એવો હું જાણતો નથી. શું જાણતો નથી ? તે ‘વસ્તુત’થી કહે છે હું શું આવ્યો છું ? હું શું ગયો છું ? હું શું ત્યાં જ રહેલો છું ? હું શું એકલો છું ? કે પરિજનથી ઘેરાયેલો છું ? હું શું સૂતેલો છું ? અથવા હું શું જાગું છું ? અથવા હું શું રડું છું ? અથવા હું શું રડતો નથી ? શું આ દુ:ખ છે ? અથવા આ સુખ છે ? અથવા શું ઉત્કંઠ એવો આ છે ? અથવા શું આ વ્યાધિ છે ? અથવા શું આ ઉત્સવ છે ? અથવા શું આ વ્યસન છે ? શું આ દિવસ છે ? અથવા શું આ રાત્રિ છે ? શું હું મરી ગયો છું ? શું હું જીવું છું ? આ પ્રમાણે ક્યારેક થોડી ચેતનાવાળો હું ફરી વિચારું છું - અરે ! ક્યાં જાઉં ? શું કરું ? શું સાંભળું ? શું જોઉં ? શું આલાપ કરું ? કોને કહું ? મારા આ દુઃખનો પ્રતિકાર કોણ થશે ? અને આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પર્યાકુલચિત્તવાળો નિષિદ્ધ કર્યો છે અશેષ પરિજનને જેણે એવો અપર-અપર પડખાથી શરીરને પરાવર્ત કરતો મહાનરકની જેમ તીવ્ર દુઃખને કારણે અનિદ્રાવાળા જ મારી તે રાત્રિ પસાર કરાઈ. સૂર્યોદય થયો, તે પ્રકારે રહેતા જ=વ્યાકુળરૂપે રહેતા જ, મારો અર્ધપ્રહર પસાર થયો=નંદિવર્ધનનો અર્ધપ્રહર પસાર થયો.
तेतलिकृतपरिहासः
अत्रान्तरे समागतस्तेतलिः, अतिवल्लभतया मे न वारितः केनापि प्राप्तो मत्समीपं कृतमनेन पादपतनं, निषण्णो भूतले, विरचितकरमुकुलेन चाभिहितमनेन देव ! नीचजनसुलभेन चापलेन किञ्चिद्देवं विज्ञापयिष्यामि तच्चार्वचारु वा सोदुमर्हति देवः । मयाऽभिहितं भद्र तेतले ! विश्रब्धं વવું, જિમિયત્યા ર્દશોમયા? તેત્તિનાઽમિનિત-યઘેવું, તતો મા લેવ! પરિનનાવાળિત, યથા रथादवतीर्य देवो न ज्ञायते किमत्र कारणं सोद्वेग इव, निषिद्धाशेषपरिजनः सचिन्तः शयनीये विवर्तमानस्तिष्ठति । इतश्च स्यन्दनाऽश्वानां तृप्तिं कारयतो लङ्घितोऽतीतदिनशेषः, ततो रात्रौ समुत्पन्ना मे चिन्ता यदुत - किं पुनर्देवस्योद्वेगकारणं भविष्यति ? ततस्तदलक्षयतश्चिन्ताविधुरस्य जाग्रत एव मे विभाता रजनी, ततो यावदुत्थाय किलेहागच्छामि तावद् बृहत्तमं प्रयोजनान्तरमापतितं तेनातिवाह्येयतीं वेलामहमागत इत्यतो निवेदयतु देवः प्रसादेन शरीरकुशलवार्तामात्रायत्तजीविताय किङ्करापसदायाऽस्मै जनाय यदस्य व्यतिकरस्य कारणमितिब्रुवाणः पतितो मच्चरणयोस्तेतलिः । ततो मया चिन्तितं - अहो अस्य मयि भक्तिप्रकर्षः, अहो वचनकौशलं, युज्यत एवास्मै सद्भावः कथयितुं, तथापि वामशीलयता मदनविकारस्य मयाऽभिहितं भद्र तेतले ! न जाने किमत्र कारणम् ?
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ केवलं यतः प्रभृति हट्टमार्गमतिक्रम्य समानीतस्त्वया रथो राजकुलाभ्यर्णे, धारितस्तत्र कियन्तमपि क्षणं, तदारात्सर्वाणि मे विलीयन्तेऽङ्गानि प्रवर्धतेऽन्तस्तापः, ज्वलतीव भुवनं न सुखायन्ते जनोल्लापाः, आविर्भवति रणरणकः, समुद्भूतालीकचिन्ता, शून्यमिव हृदयम् । ततोऽहमस्य दुःखस्याsलब्धपरित्राणोपायः खल्वेवं स्थित इति । ततः सहर्षेण तेतलिनाभिहितं देव ! यद्येवं ततो विज्ञातं मयाऽस्य दुःखस्य निदानमौषधं च न विषादः कर्तव्यो देवेन, मयाऽभिहितं कथम् ? तेतलिः प्राहसमाकर्णयत! निदानं तावदस्य दुःखस्य चक्षुर्दोषः । मयोक्तं - कस्य सम्बन्धी ? तेतलिः प्राह-न जाने किमसौ लक्षिता न वा देवेन ? मया पुनर्बृहतीं वेलां निरूपिता तत्र राजकुलपर्यन्तवर्तिनि प्रासादे वातायने वर्तमाना काचिद् बृहद्दारिका देवमर्धतिरश्चीनेनेक्षणयुगलेन साभिनिवेशमङ्गप्रत्यङ्गतो निरूपयन्ती, तन्निश्चितमेतत्तस्या एव सम्बन्धी चक्षुर्दोषोऽयं, यतो देव ! अतिविषमा विषमशीलानां दृष्टिर्भवति । ततो मया चिन्तितं वष्टः खल्वेष तेतलिः, बुद्धोऽनेन मदीयभावः, विलोकिता सा चिरमनेन अतः पुण्यवानयं, यतश्च वदत्येष यथा लब्धं मया तवास्य दुःखस्य भेषजमिति ततः संपादयिष्यति नूनं तां मदनज्वरहरणमूलिकां कन्यकामेष मे, तस्मात्प्राणनाथो ममायं वर्तत इति विचिन्त्य समारोपितो बलात्पर्यङ्के तेतलिः । अभिहितश्च - साधु भोः साधु ! सुष्ठु विज्ञातं भवता मदीयरोगनिदानं,
તેતલિ વડે કરાયેલ પરિહાસ
અત્રાન્તરમાં તેતલી=સારથિ આવ્યો, મને અતિવલ્લભપણું હોવાથી કોઈનાથી વારણ કરાયું નહીં. મારી સમીપે આવ્યો. આના વડે પાદપતન કરાયું. ભૂમિતલમાં બેઠો. હાથ જોડીને એના વડે કહેવાયું= તેતલી વડે કહેવાયું, દેવ ! નીચજનને સુલભ એવા ચાપલ્યથી કંઈક દેવને હું વિજ્ઞાપન કરીશ તે સુંદર છે અથવા અસુંદર છે તે દેવે સહન કરવું જોઈએ. મારા વડે કહેવાયું – હે ભદ્ર તેતલી ! વિશ્વાસપૂર્વક તું બોલ, આ પ્રકારની કૂર્ચ શોભા વડે શું ?=આ પ્રકારે નિવેદન વડે શું ? તેતલી વડે કહેવાયું – જો આ પ્રમાણે છે–તમે મને કહેવાની અનુજ્ઞા આપી છે એ પ્રમાણે છે, તો હે દેવ ! પરિજનથી મારા વડે સંભળાયું છે. રથથી ઊતરીને જણાતું નથી અહીં શું કારણ છે. દેવ=નંદિવર્ધન, ઉદ્વેગવાળાની જેમ, નિષદ્ધિ કર્યો છે અશેષ પરિજન જેણે એવો, સચિંતાવાળો, શયનમાં=પથારીમાં લોટતો રહેલ છે=દેવ રહેલ છે, તેનું કારણ કંઈ ખબર પડતી નથી એમ પરિજનથી મારા વડે સંભળાયું એમ પૂર્વની સાથે યોજન છે. અને આ બાજુ રથના અશ્વોની તૃપ્તિને કરતાં અતીત દિવસશેષ મારા વડે પસાર કરાયો. ત્યારપછી રાત્રે મને ચિંતા થઈ, શું ચિંતા થઈ તે તેતલી ‘વદ્યુત’થી બતાવે છે – દેવના ઉદ્વેગનું કારણ શું હશે ? તેથી=આ પ્રકારે ચિંતા થઈ તેથી, તેને નહીં જાણતા દેવના ઉદ્વેગના કારણને નહીં જાણતા, ચિંતાથી વિધુર જાગતા જ મારી રાત્રિ પસાર થઈ. તેથી જ્યાં સુધી ઊઠીને ખરેખર અહીં આવું છું ત્યાં સુધી મોટું અન્ય પ્રયોજન આવીને પડ્યું. તેથી આટલી વેળાને પસાર કરીને હું આવ્યો
Page #404
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૮૩
છું, તેથી હે દેવ, શરીરની કુશલવાત માત્ર આધીન જીવિતવાળા કિંકરના જેવા આ જવને પ્રસાદથી નિવેદિત કરો જે આ વ્યતીકરનું કારણ છે. એ પ્રમાણે બોલતો તેતલી મારા ચરણમાં પડ્યો. તેથી મારા વડે વિચારાયું – અહો ! આવો મારામાં ભક્તિનો પ્રકર્ષ, અહો વચનનું કુશલપણું, આને સદ્ભાવ કહેવા માટે ઘટે છે=મારી વિહ્વળતાનું સાચું કારણ કહેવું ઘટે છે. તોપણ કામના વિકારનું વક્રસ્વભાવપણું હોવાથી મારા વડે કહેવાયું – હે ભદ્ર તેતલી ! અહીં=મારી અસ્વસ્થતામાં, કારણ હું જાણતો નથી. કેવલ જ્યારથી માંડીને હટ્ટમાર્ગ અતિક્રમીને તારા વડે રાજકુલના નજીકમાં રથ લવાયો ત્યાં કેટલીક પણ ક્ષણ ધારણ કરાયો, ત્યારથી મારાં બધાં અંગો તૂટે છે, બળતા ભુવનની જેમ અંતસ્તાપ વધે છે, લોકોનો ઉલ્લાપ સુખને માટે થતો નથી. રણણક આવિર્ભાવ પામે છે. ખોટી ચિંતા ઉત્પન્ન થઈ, શૂન્યની જેમ હદય થયું. ત્યારપછી આ દુઃખના અલબ્ધ પરિત્રાણના ઉપાયવાળો આ દુઃખના નિવારણના ઉપાયને નહીં જાણતો, હું ખરેખર આ પ્રમાણે સ્થિત છું, તેથી સહર્ષથી હર્ષ સહિત, તેતલી વડે કહેવાયું – હે દેવ ! જો આ પ્રમાણે છેeતમારા દુઃખનો ઉપાય તમે જાણતા નથી એ પ્રમાણે છે, તો આ દુઃખનું નિદાન અને ઔષધ મારા વડે જણાયું છે=તમને થયેલા દુઃખનું કારણ અને ઔષધ મારા વડે જણાયું છે. દેવ વડે વિષાદ કરવો જોઈએ નહીં. મારા વડે કહેવાયું – કેવી રીતે ? કેવી રીતે તારા વડે મારા દુઃખનું કારણ અને ઔષધ જણાયું છે. તેતલી કહે છે, સાંભળો આ દુઃખનું કારણ ચક્ષુદોષ છે. મારા વડે કહેવાયું – કોના સંબંધી ? તેતલી કહે છે – હું જાણતો નથી કે દેવ વડે આ જોવાઈ છે અથવા જોવાઈ નથી ? તમને ચક્ષુદોક્ષ કરનારી રૂપાળી બાલિકા તમારા વડે જોવાઈ છે કે નથી જોવાઈ તે હું જાણતો નથી. વળી, ત્યાં રથમાં રાજકુલના પર્યન્તવર્તી પ્રાસાદની ગેલેરીમાં વર્તમાન કોઈક સુંદર કન્યા દેવને અર્ધી તિરછી ચક્ષુના યુગલથી સાભિનિવેશ અંગપ્રત્યંગથી નિરૂપણ કરતી મારા વડે ઘણી વેળા જોવાઈ. તે કારણથી તે બાલિકાને તમને જોતી મેં જોઈ તે કારણથી, આ નિશ્ચિત કરાયું કે તેણીના સંબંધી આ ચક્ષુદોષ છે. જે કારણથી હે દેવ ! વિષમશીલવાળાઓની અતિવિષમ દૃષ્ટિ છે. તેથી તેતલીએ આ પ્રમાણે કહ્યું તેથી, મારા વડે=નંદિવર્ધન વડે, વિચારાયું – ખરેખર આ તેટલી હોંશિયાર છે. આના વડે મારો ભાવ જણાયો છે. તે લાંબા કાળ સુધી આવા વડે જોવાઈ છે, આથી આ પુષ્યવાળો છે અને જે કારણથી આ કહે છે, શું કહે છે તે “યથા'થી બતાવે છે. મારા વડે તમારા આ દુઃખનું ઔષધ પ્રાપ્ત કરાયું છું તેથી ખરેખર આ તેતલી, મારા કામન્વરના હરણની મૂલિકા એવી તે કન્યાને સંપાદન કરશે, તે કારણથી મારો આ પ્રાણનાથ વર્તે છે મારા પ્રાણનો રક્ષણ કરનાર વર્તે છે. એ પ્રમાણે વિચારીને બળાત્કારે તેતલી ખોળામાં સમારોપિત કરાયો=બેસાડાયો, અને કહેવાયું – હે સુંદર સુંદર તારા વડે મારા રોગનું નિદાન જણાયું છે.
इदानीमौषधमस्य निवेदयतु भद्रः । तेतलिनाऽभिहितं-देव! इदमत्र चक्षुर्दोषे भेषजं यदुतनिपुणवृद्धनारीभिः कार्यतां सम्यग् लवणावतारणकं, विधीयतां मन्त्रकुशलैरपमार्जनं, लिख्यन्तां रक्षाः, निबध्यन्तां कण्ड(कट प्र.)कानि, अनुशील्यन्तां भूतिकर्माणि । अन्यच्च-शाकिन्यपि किल प्रत्युच्चारिता न प्रभवतीति कृत्वा गत्वा निष्ठुरवचनैर्गाढं निर्भय॑तां सा दारिका यदुत हे वामलोचने!
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ निरीक्षितस्त्वया विषमदृष्ट्या देवः, ततस्त्वं ज्ञाता, बुद्धा, तिष्ठसि यदि च देवस्य शरीरे, मनागपि स्खलितं भविष्यति ततो नास्ति ते जीवितम्' इति । एवं क्रियमाणे देव! नियमादुपशाम्यत्येष चक्षुर्दोषः, तदिदमस्य भेषजं विज्ञातमिति । ततो विहस्य मयाऽभिहितं-भद्र तेतले! पर्याप्तं परिहासेन, निवेद्यतां यद्यवधारितः कश्चिद्भवता निश्चित(तो) मद्दुःखविगमोपायः? तेतलिः प्राह-देव! किमलब्धदेवदुःखप्रतीकारा एव देवपादोपजीविनः कदाचिदपि देवस्य पुरतः सोद्वेगे सति देवे सहर्ष जल्पितुमुत्सहन्ते? तस्मान्मा कुरुत विषादं सिद्धमेव देवसमीहितं, मया हि देवोद्वेगनिरासार्थमेवैष परिहासो विहितः ।
હમણાં આવું ઔષધ ભદ્ર ! નિવેદન કર, તેતલી વડે કહેવાયું – હે દેવ ! આ ચક્ષુદોષમાં આ ભેષજ છે. તે “યહુતથી બતાવે છે – નિપુણબુદ્ધિવાળી સ્ત્રીઓ વડે સમ્યમ્ લવણનું ઉતારણ કરાવો. મંત્રકુશલો વડે અપમાર્જન કરાવો. રક્ષાનું લેખન કરાવો. કંડકોને બંધાવો. ભૂતિકર્મનું અનુશીલન કરાવો. અને બીજું, પ્રત્યુચ્ચારિતા શાકિની પણ ખરેખર પ્રભાવ પામતી નથી એથી કરીને નિષ્ફર વચનો વડે તે દારિકાને ગાઢ નિર્ભર્જતા કરો. કઈ રીતે નિર્ભર્સના કરો તે “યહુતથી બતાવે છે – હે વાલોચન ! તારા વડે વિષમદષ્ટિથી દેવ જોવાયા છે. તેથી તું જ્ઞાતા છો, બુદ્ધ છો, અને જો દેવતા શરીરમાં તું રહે છે તો, થોડું પણ ખ્ખલિત થશેત્રનુકસાન થશે, તો તારું જીવિત નથી એ પ્રમાણે બાલિકાને નિર્ભર્જના કરાવો તિરસ્કાર કરાવો. હે દેવ ! આ પ્રમાણે કરાય છd=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે કરાયે છતે, આ ચક્ષુદોષ નિયમથી શાંત થશે. તે કારણથી આનું તમારા દુઃખનું, આ ભેષજ= આ ઔષધ પૂર્વમાં વર્ણન કર્યું એ ઔષધ, મારા વડે જણાયું છે. ત્યારપછી હસીને મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું, હે ભદ્ર તેતલી ! પરિહાસથી સર્યું. જો તારા વડે નિશ્ચિત મારા દુ:ખતા વિગમતનો ઉપાય અવધારિત છે તો નિવેદન કર. તેતલી કહે છે – હે દેવ ! અલબ્ધ દેવતા દુઃખના પ્રતિકારવાળા જ દેવતા ઉપર જીવનારા ક્યારે પણ દેવની આગળ દેવ ઉદ્વેગવાળા હોતે જીતે હર્ષપૂર્વક બોલવા માટે શું ઉત્સાહવાળા થાય ? દેવતા દુઃખનો પ્રતિકાર પ્રાપ્ત થયો હોય તો જ હર્ષપૂર્વક કહેવા માટે ઉત્સાહવાળા થાય. તે કારણથી તમારા દુઃખનો પ્રતિકાર મારા વડે પ્રાપ્ત થયો છે તે કારણથી, વિષાદને કરો નહીં. દેવનું સમીહિત સિદ્ધ છે. 'દિ જે કારણથી, દેવતા ઉદ્વેગના નિરાસ માટે જ મારા વડે આ પરિહાસ કરાયો છે.
પદ્મનોવિતવૃત્તાન્તત્તિ: मयाऽभिहितं-वर्णय, तर्हि कथं सिद्धमस्मत्समीहितम् ? तेतलिः प्राह-देव! विज्ञापितमिदमादावेव मया यथा मम प्रत्युषस्येव देवसमीपमागच्छतो बृहत्तमं प्रयोजनान्तरमापतितं, तेन लङ्घितो ममायं दिनार्धप्रहर इति । तद्देवसमीहितसिद्ध्यर्थमेव प्रयोजनान्तरं, कथमन्यथा बृहत्तमत्वमस्योपपद्येत? यतोऽस्ति मम परिचिता मलयमञ्जरीसम्बन्धिनी कपिञ्जला नाम वृद्धगणिका, सा मम शयनादुत्तिष्ठतः
Page #406
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
पुरतः प्रविश्य मद्भवने-वयस्य ! त्रायध्वं त्रायध्वमिति महता शब्देन पूत्कृतवती । ततोऽनुपलब्धभयकारणे मयाऽभिहितं भद्रे कपिञ्जले ! कुतस्ते भयम् ? तयाऽभिहितं मीनकेतनादिति । मयाऽभिहितं कपिञ्जले ! अश्रद्धेयमिदं, यतोऽहमेवं तर्कयामि यदुत-कुङ्कुमरागपिङ्गलपलितचिताज्वालावलीभासुरं कटकटायमानास्थिपञ्जरशिवाशब्दभैरवं संकुचितवलीतिलकजालपिच्छलतातिभीषणं उल्लम्बितशवाकारलम्बमानातिस्थूलस्तनभयानकं अतिरौद्रमहाश्मशानविभ्रमं त्वदीयशरीरमिदमुपलभ्य नूनं कामः कातरनर इवाराटीर्दत्त्वा दूरतः प्रपलायते ततः कुतस्ते भयमिति ? कपिञ्जलयाऽभिहितं- अये ! अलीकदुर्विदग्ध ! न लक्षितस्त्वया मदीयोऽभिप्रायः तेनैवं ब्रवीषि, अतः समाकर्णय यथा मे मदनाद्भयमिति । मयाऽभिहितं तर्हि निवेदयतु भवती । सा प्राह-अस्ति तावद्विदितैव भवतो मलयमञ्जरी नाम मम स्वामिनी । तस्याश्चास्ति कनकमञ्जरी नाम दुहिता । अत्रान्तरे तेतलिना कनकमञ्जरीनामग्रहणादेव स्पन्दितं मे दक्षिणलोचनेन, स्फुरितमधरेण, उच्छ्वसितं हृदयेन, रोमाञ्चितमङ्गेन, गतमिवोद्वेगेन । કપિંજલ વડે કહેવાયેલ વૃત્તાંતની ઉક્તિ
-
મારા વડે કહેવાયું=નંદિવર્ધન વડે કહેવાયું, તું કહે તો કઈ રીતે અમારું સમીહિત સિદ્ધ થાય ?=મને જે ઇચ્છિત કન્યા છે તે કઈ રીતે પ્રાપ્ત થાય એ રૂપ ઇચ્છિત સિદ્ધ થાય ? તેતલી કહે છે • હે દેવ ! આદિમાં જ મારા વડે કહેવાયું, શું કહેવાયું તે યથાથી બતાવે છે. સવારમાં જ દેવ સમીપે આવતા એવા મને બૃહત્તમ અન્ય પ્રયોજન આવ્યું. તેથી મારા વડે દિવસનો આ અર્ધપ્રહર પસાર કરાયો. તે દેવની સમીહિત સિદ્ધિને માટે જ પ્રયોજનાંતર હતું. અન્યથા દેવતા સમીહિત સિદ્ધિ માટે ન હોય તો, આવું=પ્રયોજનનું, બૃહત્તમપણું કેવી રીતે પ્રાપ્ત થાય ? જે કારણથી, મલયમંજરી સંબંધી કપિંજલા નામની વૃદ્ધ ગણિકા મારી પરિચિત છે. તે=કપિંજલા નામની વૃદ્ધ ગણિકા, શયનથી ઊભા થતાં મારી આગળ મારા ભવનમાં પ્રવેશ કરીને હે મિત્ર ! રક્ષણ કર રક્ષણ કર એ પ્રમાણે મોટા શબ્દથી પોકાર કરવા લાગી, તેથી અનુપલબ્ધ ભયના કારણવાળા મારા વડે કહેવાયું – હે ભદ્ર ! કપિંજલા તને કોવાથી ભય છે ? તેની વડે=કપિંજલા વડે, કહેવાયું કામદેવથી, મારા વડે કહેવાયું – હે કપિંજલા ! અશ્રદ્ધેય છે=તને કામદેવથી ભય છે તે અશ્રદ્ધેય છે, જે કારણથી હું આ પ્રમાણે તર્ક કરું છું. તે ‘યદ્યુત’થી બતાવે છે કુંકુમના રાગથી પીળા અને સફેદ વાળરૂપ ચિતાની જ્વાલાઓની આવલિથી ચમકતું, કટકટાયમાન અસ્થિના પંજર એવા શિવાશબ્દની જેમ ભય કરનારું, સંકુચિતવલી તિલકના જાલની પિચ્છલતાથી અતિ ભીષણ, ઉલ્લંબિત શવ આકારવાળા લંબાયમાન અતિસ્થૂલ એવા સ્તન વડે ભયાનક, અતિરૌદ્ર રમશાનના વિભ્રમને ધારણ કરનાર આ તારા શરીરને પ્રાપ્ત કરીને ખરેખર કાતર પુરુષની જેમ બૂમો પાડીને કામ દૂરથી પલાયન થાય. તેથી તને કોનાથી ભય છે ? કપિંજલા વડે કહેવાયું અરે ! અલીક દુર્વિદગ્ધ ! તેતલી, તારા વડે મારો અભિપ્રાય જણાયો નથી. તે કારણથી, આ પ્રમાણે તું બોલે છે. આથી સાંભળ, જે પ્રમાણે મને
-
-
૩૮૫
-
Page #407
--------------------------------------------------------------------------
________________
३८५
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ मथी मय छे. मा। 43 वायुं - तो तुं=पिं०४ला, MEन ४२, d=पिं०४ला, छ - तारा વડે મલયમંજરી તામડી મારી સ્વામિની જણાયેલી જ છે, તેની કતકમંજરી નામની પુત્રી છે. અત્રાસરમાં તેતલી વડે કમકમંજરી નામના ગ્રહણથી જ મારું નંદિવર્ધનનું, દક્ષિણ લોચન સ્પંદિત થયું. અધર સ્કૂરણ કરાયું. હદયથી ઉચ્છવાસ લેવાયો, ઉદ્વેગ ગયેલાની જેમ અંગથી રોમાંચિત થવાયું.
कनकमञ्जरीपरिस्थितिवर्णनम् ततो मया चिन्तितं-नूनं सैषा मम हृदयदयिता कनकमञ्जरीत्युच्यते । सहर्षेण चाभिहितंततस्ततः । ततो लक्षितमदीयभावेन अहो प्रियनामोच्चारणमन्त्रसामर्थ्यमिति विचिन्त्य तेतलिनाऽनुसन्धानेन कपिञ्जलावचनमिदमभिहितं-सा च मदीयस्तन्यपानेन संवर्धिता, तेन मम सर्वस्वमिव, शरीरमिव, हृदयमिव, जीवितमिव सा कनकमञ्जरी स्वरूपादव्यतिरेकिणी वर्तते । अधुना पीड्यते सा वराकी मकरध्वजेन ततो यत्तस्या मीनकेतनाद् भयं तत्परमार्थतो ममैव भयमिति । तदिदमाकर्ण्य धा(वा)रयतस्ते-तलेराकृष्य करवालमरेरे मन्मथहतक! मुञ्च मुञ्च मे प्रियां कनकमञ्जरी, पुरुषो वा भव दुरात्मन्! नास्त्यधुना ते जीवितमिति ब्रुवाणोऽहमुत्थितः शयनीयतलाद्वेगेन । तेतलिनाऽभिहितं-देव! अलमनेनाऽऽवेगेन, न खलु सदये देवे कनकमञ्जर्या मदनहतकादन्यस्माद्वा सकाशाद् भयगन्धोऽपि, कथानकं चेदमतस्तच्छेषमप्याकर्णयतु देवः । ततस्तद्वचनेनाहं पुनः प्रत्यागतचेतनो मनाग विलक्षीभूतो निषण्णः शय्यातले । तेतलिः प्राह-ततो मयाऽभिहितं-भद्रे कपिञ्जले! किं पुनर्निमित्तमासाद्य तस्यां कनकमञ्जर्यां प्रभवति मदनहतकः । कपिञ्जलयाऽभिहितंआकर्णय, अस्ति तावदतीते दिने संपन्नं वधूहरणविड्वरं, संजातो देवस्य कनकचूडस्य परैः सह महासंग्रामः, ततो लब्धजयपताकेषु नगरं प्रविशत्सु कनकचूडकनकशेखरनन्दिवर्धनेषु कुतूहलवशेनाहं गेहानिर्गत्य स्थिता हट्टमार्गे, प्रविष्टेषु गता स्वामिनी भवनं, आरूढा चोपरितनभूमिकायां, तत्र च वातायने वर्तमाना राजमार्गाभिमुखनिःसारितवदनकमला निष्पन्दमन्दस्तिमितशून्यदृष्टिका चित्रविन्यस्तेव, शैलघटितेव, निष्पन्नयोगेव, परमयोगिनी व्युपरताशेषाङ्गप्रत्यङ्गचलनचेष्टा दृष्टा मया कनकमञ्जरी । ततो हा किमेतदितिविचिन्त्य सम्भ्रमं पुत्रि! कनकमञ्जरीति पुनः पुनस्तामहमाहूतवती न च दत्तं मे मन्दभाग्यायास्तया प्रत्युत्तरम् ।
કનકમંજરીની પરિસ્થિતિનું વર્ણન તેથી તેતલીએ નંદિવર્ધન પાસે કપિંજાના કામના ભયને વ્યક્ત કરતા કનકમંજરીનું નામ કહ્યું અને તેતલીના મુખે કનકમંજરીનું નામ સાંભળવાથી, મારા વડે=નંદિવર્ધત વડે, વિચારાયું, ખરેખર મારા હૃદયની પ્રેમિકા તે આ કનકમંજરી એ પ્રમાણે કહેવાય છે. સહર્ષથી કહેવાયું નંદિવર્ધન વડે
Page #408
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૮૭ કહેવાયું. ત્યારપછી ત્યારપછી તેથી=સહર્ષમાં નંદિવર્ધન વડે ત્યારપછી ત્યારપછી એ પ્રમાણે કહેવાયું તેથી, જાણેલા મારા ભાવવાળા તેતલી વડે અહો પ્રિયાના નામના ઉચ્ચારણ મંત્રનું સામર્થ્ય એ પ્રમાણે વિચારીને અનુસંધાનથી આ કપિંજલાનું વચન કહેવાયું. અને તે કનકમંજરી, મારા સ્તનપાનથી સંવર્ધિત છે. તેથી મારા સર્વસ્વની જેમ, શરીરની જેમ, હૃદયની જેમ, જીવિતની જેમ તે કનકમંજરી સ્વરૂપથી=મારા સ્વરૂપથી, અવ્યતિરેક વર્તે છે મારા સ્વરૂપ જ છે. હમણાં તે વરાકી=રાંકડી, કામદેવથી પીડાય છે તેથી તેણીને-કમકમંજરીને કામદેવથી ભય છે. તે પરમાર્થથી મારો જ ભય છે, તે આ સાંભળીને ધારણ કરતા તેતલીથી તલવારને ખેંચીને “અરેરે બીજાને હેરાન કરનાર કામદેવ ! મારી પ્રિયા કનકમંજરીને મૂક મૂક, અથવા પુરુષ થા હે દુરાત્મન ! એવા હે કામદેવ ! હવે તારું જીવિત નથી', એ પ્રમાણે બોલતો હું નંદિવર્ધન, પથારીમાંથી વેગથી ઊઠ્યો. તેતલી વડે કહેવાયું – હે દેવ ! આ આવેગથી સર્યું, દયાવાળા દેવ હોતે છતે કનકમંજરી પ્રત્યે દયાવાળા દેવ હોતે છતે, કનકમંજરીને હતક એવા કામદેવથી અથવા અન્યથી ભયતો ગંધ પણ નથી. અને આ કથાનક છે=મારું કથન છે. આથી તેના શેષને પણ દેવ સાંભળો. તેથી તેના વચનથીeતેતલીના વચનથી, હું ફરી ચેતનાને પામ્યો. મલામ્ વિલક્ષીભૂત થયેલો શય્યાતલમાં બેઠો. તેતલી કહે છે – ત્યારપછી કપિંજલાએ પૂર્વમાં કહ્યું એ કહ્યું ત્યારપછી, મારા વડે તેટલી વડે, કહેવાયું. હે ભદ્ર કપિલા ! કયા નિમિત્તને પામીને તે કનકમંજરીમાં મદમહતક કામનું બાણ, પ્રભવ પામે છે. કપિંજલા વડે કહેવાયું – સાંભળ, અતીત દિવસમાં વધૂહરણનો પ્રસંગ થયો, દેવ એવા કનકચૂડને પરની સાથે વિભાકરની સાથે, મહાસંગ્રામ થયો, ત્યારપછી લબ્ધપતાકાવાળા એવા કનકચૂડ, કનકશેખર અને નંદિવર્ધનનો પ્રવેશ થયે છતે કુતૂહલવા વશથી હું કપિંજલા, ઘરથી નીકળીને હટમાર્ગમાં રહી. પ્રવેશ થયે છd=કાકચૂડ આદિનો નગરપ્રવેશ થયે છતે, સ્વામિની=મલયમંજરીના ભવનમાં ગઈ. અને ઉપરિત ભૂમિકામાં આરૂઢ થઈ અને ત્યાંsઉપરના માળમાં વાતાયનમાં વર્તતી રાજમાર્ગને અભિમુખ બહાર કાઢેલા વદનકમલવાળી, નિષ્પદ, મદ, સ્થિર, શૂન્યદૃષ્ટિવાળી, ચિત્રવિવ્યસ્ત જેવી, પર્વતથી ઘટિત જેવી, નિષ્પન્નયોગના જેવી, શાંત થયેલી છે અશેષ અંગ-પ્રત્યંગના ચલનની ચેષ્ટાજે એવી પરમયોગિની કનકમંજરી મારા વડે કપિલા વડે, જોવાઈ. ત્યારપછી આ શું છે? એ પ્રમાણે વિચારીને સંભ્રમપૂર્વક હે પુત્રી કનકમંજરી ! એ પ્રમાણે ફરી ફરી તેણીને કનકમંજરીને, હું બોલાવતી હતી. મંદભાગ્યપણાવાળી મને તેણી વડે પ્રત્યુતર અપાયો નહીં.
इतश्च तस्मिन्नवसरे तत्रासीत्कन्दलिका नाम दासदारिका, ततस्तां प्रति मयाऽभिहितं-भद्रे कन्दलिके! केन पुनर्हेतुना वत्सायाः कनकमञ्जर्या इयमेवंविधाऽवस्था संजातेति? कन्दलिकयाऽभिहितं-अम्ब! न सम्यग् लक्षयामि, केवलं यतः प्रभृति राजमार्गेऽवतीर्णो नन्दिवर्धनकुमारः, पतितो दृष्टिगोचरे भर्तृदारिकायाः, तत आरभ्येयं प्रमुदितेव, लब्धरत्नेव, अमृतसिक्तेव, महाभ्युदयप्राप्तेव अनाख्येयं किमपि रसान्तरमनुभवन्ती मया दृष्टाऽऽसीत् । यदा त्वतीतोऽसौ दृष्टिगोचरात् तदेयमीदृशीमवस्था प्राप्तेति । ततस्तदाकर्ण्य मरिष्यतीयमकृतप्रतीकारेति संचिन्त्य शोकविह्वलतया विहितो मया हाहारवः ।
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અને આ બાજુ તે અવસરે જ્યારે કતકમંજરી ગવાક્ષમાંથી જોતી હતી તે અવસરે, કદલિકા નામની દાસની પુત્રી ત્યાં હતી. તેથી તેના પ્રત્યે મારા વડે કપિંજલા વડે, કહેવાયું. હે ભદ્ર ! કન્દશિકા ! વળી, કયા હેતુથી વત્સ એવી કનકમંજરીને આ આવા પ્રકારની અવસ્થા થઈ છે ? કદલિકા દાસપુત્રી વડે કહેવાયું – હે મા ! હું સમ્યગું જાણતી નથી. કેવલ જ્યારથી માંડીને રાજમાર્ગમાં અવતીર્ણ-જતો એવો, નંદિવર્ધનકુમાર ભર્તદારિકાના કનકમંજરીના, દષ્ટિગોચરમાં પડ્યો. ત્યારથી માંડીને આ પ્રમુદિતની જેમ, લબ્ધરત્નની જેમ, અમૃતથી સિંચાયેલાની જેમ, મહાભ્યદય પ્રાપ્તની જેમ, ન કહી શકાય એવું કંઈક પણ રસાત્તર અનુભવતી મારા વડે જોવાઈ. જ્યારે વળી આ=નંદિવર્ધનકુમાર, દષ્ટિગોચરથી અતીત થયો ત્યારે આ=કનકમંજરી, આવી અવસ્થાને પ્રાપ્ત થઈ છે. તેથી તેને સાંભળીને આ=કનકમંજરી, અકૃત પ્રતિકારવાળી મરશે એ પ્રકારે વિચારીને શોકના વિધળપણાથી મારા વડે કપિંજલા વડે, હાહાર કરાયો.
कनकमञ्जर्या उपचारारम्भः तदाकर्णनेन समागता मलयमञ्जरी, ततः सापि किमेतत्कपिञ्जले! किमेतदिति वदन्ती निरीक्ष्य कनकमञ्जरी विलपितुमारब्धा । ततो बृहत्तमतया बोलस्य जननीवल्लभतया हृदयस्य, स्वभ्यस्ततया विनयस्य, मनाक् संजातचेतना संपन्ना कनकमञ्जरी मोटितमनया शरीरकं, प्रवृत्ता जृम्भितं, ततस्तां स्वकीयोत्सगे निधाय मलयमञ्जर्याऽभिहितं-वत्से! कनकमञ्जरि! किं ते शरीरके बाधते? कनकमञ्जर्याऽभिहितं-अम्ब! नाहमन्यत्किञ्चिल्लक्षयामि, केवलं दाहज्वरो मे शरीरं बाधते, ततो यावदाकुला वयं कुर्मस्तस्याः शरीरस्य मलयजरसेन सेचनं, प्रेरयामः कर्पूरजलबिन्दुवर्षाणि तालवृन्तानि, प्रयच्छामोऽङ्गे हिमसेकशीतला जलार्द्राः, समर्पयामो मुहुर्मुहुः कर्पूरपूरितानि नागवल्लीदलवीटकानि, समाचरामोऽन्यामप्यनेकाकारां शीतक्रियां, तावद्गतोऽस्तं वासरेश्वरः, समुद्गतो निशीथिनीनाथः, परिप्लावितं विमलचन्द्रिकया नभस्तलम् । ततो मयाऽभिहिता मलयमञ्जरी-स्वामिनि! सघर्ममिदं स्थानं, अतः प्रकाशे निःसार्यतां राजदुहिता । तयाऽभिहितं-एवं क्रियतां, ततो हिमगिरिविशालशिलाविभ्रमे सुधाधवलप्रकाशहर्म्यतले कथञ्चिद्धार्यमाणा नीता कनकमञ्जरी, विरचितं तत्रातिशीतलनलिनीदलपल्लवशयनीयं, तत्र तां निवेश्य विहितानि भुजयुगले मृणालनालवलयानि, स्थापितो वक्षःस्थले सिन्दुवारहारः, समुपनीताः स्पर्शनार्थं प्रक्षेपमात्रेण महासरोवरस्यापि स्त्यानभावसम्पादकाः शीतवीर्या महामणयः, लगति च तत्र प्रदेशे स्वत एव बलिनामपि रोमहर्षदन्तवीणासजननो गन्धवाहनः । ततो मलयमञ्जर्याऽभिहितं-वत्से! कनकमञ्जरि! किमपगताऽधुना भवत्या दाहज्वरबाधा, कनकमञ्जरी प्राह-नहि नहि अम्ब! प्रत्युताऽधुना मम मतिः यदुत अनन्तगुणा सा वर्तते, यतः प्रज्वलितखादिरागारपुञ्जायते मां प्रत्येष शशधरहतकः, ज्वालाकलापायते चन्द्रिका, विस्फुलिङ्गायते तारकानिकरः, दहति मामेष
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૮૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ नलिनीदलस्रस्तरः, प्लोषयन्ति सिन्दुवारहारादयः, किम्बहुना? हतशरीरकमपि मेऽधुना पापाया दाहात्मकतया वह्निपिण्डायते । ततो दीर्घं निःश्वस्य मलयमञ्जर्याऽभिहितं-भद्रे कपिञ्जले । जानासि वत्सायाः किं पुनरीदृशदाहज्वरकारणम्? मया तु कर्णे स्थित्वा निवेदितं तस्यास्तत्कन्दलिकावचनम् । मलयमञ्जर्याऽभिहितं-यद्येवं ततः किं पुनरत्र प्राप्तकालम् ? अत्रान्तरे समुत्थितो राजमार्ग शब्दो यदुत-सिद्धमेवेदं प्रयोजनं, केवलं वेलाऽत्र विलम्बते । ततः सहर्षया मयाऽभिहितं-स्वामिनि! गृहीतः शब्दार्थः? सा प्राह-बाढं गृहीतः । मयाऽभिहितं-यद्येवं ततः सिद्धमेव वत्सायाः कनकमञ्जर्याः समीहितं, स्पन्दते च मम वामलोचनं अतो नात्र सन्देहो विधेयः । मलयमञ्जरी प्राह-कोऽद्यापि सन्देहः? सिध्यत्येवेदम् ।
કનકમંજરીના ઉપચારનો આરંભ તેને સાંભળીને મલયમંજરી આવી તેથી તે પણ મલયમંજરી પણ, હે કપિંજલા ! આ શું છે, આ શું છે એ પ્રમાણે બોલતી કનકમંજરીને જોઈને વિલાપ કરવા લાગી. તેથી બોલનું બૃહત્તમપણું હોવાથી, હદયનું જનની પ્રત્યે વલ્લભપણું હોવાથી, વિનયનું સ્વભ્યસ્તપણું હોવાથી, થોડીક સંજાત ચેતનાવાળી કનકમંજરી થઈ. એણી વડે કમકમંજરી વડે, શરીર મરડાયું, બગાસું ખાવા માટે પ્રવૃત્ત થઈ. તેથી તેને કનકમંજરીને, પોતાના ઉત્સંગમાં સ્થાપીને મલયમંજરી વડે કહેવાયું – હે વત્સ કનકમંજરી ! તારા શરીરમાં શું પીડા થાય છે ? કનકમંજરી વડે કહેવાયું – હે માતા ! હું કંઈ જાણતી નથી. કેવલ મારા શરીરને દાહજવર બાધા કરે છે. તેથી જ્યાં સુધી આકુલ એવાં અમે તેણીના શરીરને ચંદનના રસથી સિંચન કરીએ છીએ, કપૂરજલના બિન્દુના વર્ષાવાળા પંખાઓને વીંઝીએ છીએ, અંગમાં હિમસેકથી શીતલ જલથી આÁવસ્ત્રો મૂકીએ છીએ, વારંવાર કપૂરથી પૂરિત નાગવલ્લીના પાનની વીટકો સમર્પણ કરીએ છીએ. અન્ય પણ અનેક પ્રકારની શીતક્રિયાને આચરીએ છીએ. ત્યાં સુધી સૂર્યનો ઉદય અસ્તને પામ્યો. ચંદ્ર ઉદયમાં આવ્યો. વિમલ ચંદ્રિકા વડે નભસ્તલ પરિપ્લાવિત થયું. તેથી મારા વડેઃકપિંજલા વડે, મલયમંજરી કહેવાઈ, હે સ્વામિનિ ! ગરમીવાળું આ સ્થાન છે, આથી રાજદુહિતાને પ્રકાશમાં લઈ જવાય. તેણી વડે=મલયમંજરી વડે, કહેવાયું – એ પ્રમાણે કરાય. ત્યારપછી=મલયમંજરીએ કહ્યું કે આ પ્રમાણે કરાય ત્યારપછી, હિમગિરિના વિશાલ શિલાના વિભ્રમને ધારણ કરનાર સુધાથી ધવલ પ્રકાશવાળા ગૃહના તલમાં કોઈક રીતે ધારણ કરાતી કનકમંજરી લઈ જવાઈ. ત્યાં શીતલગૃહમાં, અતિ શીતલ કમલના દલના પલ્લવવાળું શયન રચાવાયું ત્યાં તે શયનમાં, તેણીને કનકમંજરીને, નિવેશ કરાવીને બે ભુજામાં કમળોતા લાલનાં વલયો સ્થાપન કરાયાં. વક્ષ:સ્થલમાં સિવારનો હાર સ્થાપન કરાયો. સ્પર્શન માટે પ્રક્ષેપ માત્રથી મહાસરોવરતા પણ સ્થાન ભાવના સંપાદક બરફ તુલ્ય ઘટ્ટ ભાવના સંપાદક, શીતવીર્યવાળા મહામણિઓ ત્યાં લવાયા. તે પ્રદેશમાં સ્વતઃ જ બલવાળા રોમહર્ષ અને દત્તવીણાથી સજ્જ થયેલા તે ગધવાહનો વર્તે છે. ત્યારપછી મલયમંજરી
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
વડે કહેવાયું – હે વત્સ ! કનકમંજરી ! શું હવે તારા દાહજવરની બાધા દૂર થઈ ? કનકમંજરી કહે છે – નહીં નહીં તે માતા ! ઊલટું હમણાં મારી મતિ બાધા પામે છે, કેવા પ્રકારની બાધા પામે છે? તે ‘યહુતીથી કહે છે – તે દાહજવરની બાધા, અનંતગુણી વર્તે છે. જે કારણથી મારા પ્રત્યે આ શશધરહતક=હણનાર એવો ચંદ્ર સળગતા ખદિરના અંગારાના પુંજ જેવું આચરણ કરે છે અધિક દાહને ઉત્પન્ન કરે છે. ચંદ્રિકા જવાલાના જેવું આચરણ કરે છે. તારાઓનો સમૂહ અશ્વિના તણખલા જેવું આચરણ કરે છે, મને આ કમળનાં પુષ્પોની શય્યા બાળે છે. સિન્દુવારના હારદિ મને વ્યાકુળ કરે છે. વધારે શું કહું? પાપિણી એવી મારું હમણાં હણાયેલું શરીર પણ દાહાત્મકપણાને કારણે અગ્નિના પિંડના જેવું આચરણ કરે છે. તેથી દીર્ઘ નિઃશ્વાસ લઈને મલયમંજરી વડે કહેવાયું – હે ભદ્ર કપિંજલા ! વળી, પુત્રીનું આવા પ્રકારના દાહન્વરનું કારણ શું તું જાણે છે ? વળી, કર્ણ પાસે રહી=મલયમંજરીના કર્ણ પાસે રહીને, મારા વડે કપિંજલા વડે, તેણીનું મલયમંજરીનું, તે કદલિકાનું વચન નિવેદન કરાયું. મલયમંજરી વડે કહેવાયું – જો આ પ્રમાણે છે કમકમંજરી કંદલિકાના વચનાનુસાર નંદિવર્ધન પ્રત્યે રાગવાળી છે એ પ્રમાણે છે, તો વળી અહીં પ્રાપ્તકાલ શું છે? કર્તવ્ય શું છે? એટલામાં-મલયમંજરીએ આ પ્રમાણે કપિંજલાને કહ્યું એટલામાં, રાજમાર્ગમાં શબ્દ ઊઠ્યો. શું શબ્દ ઊઠ્યો તે “વત'થી બતાવે છે – આ પ્રયોજત-કનકમંજરીનું પ્રયોજન, સિદ્ધ જ છે. કેવલ અહીં વેલા વિલંબન કરે છે તે કાર્યને વ્યક્ત પ્રાપ્ત કરવા કંઈક કાળક્ષેત્ર અપેક્ષા રાખે છે. તેથી હર્ષસહિત મારા વડે કહેવાયું કપિંજલા વડે કહેવાયું. હે સ્વામિનિ !=મલયમંજરી ! શબ્દાર્થ ગ્રહણ કર્યો=રાજમાર્ગમાં સંભળાતા શબ્દનો અર્થ ગ્રહણ કરાયો ? તે કહે છે=મલયમંજરી કહે છે – અત્યંત ગ્રહણ કરાયો. મારા વડે કહેવાયું કપિંજલા વડે કહેવાયું - જો આ પ્રમાણે છેઃરાજમાર્ગમાં સંભળાતો શબ્દ સમીહિત સિદ્ધ છે એ પ્રમાણે છે, તેથી વત્સ એવી કતકમંજરીનું સમીહિત પ્રયોજન સિદ્ધ જ છે. અને મારું ડાબું લોચન સ્પાદન કરે છે. આથી આમાં સંભળાતા શબ્દમાં, સંદેહ કરવો જોઈએ નહીં. મલયમંજરી કહે છે – હજી પણ સંદેહ શું છે ? આ=કનકમંજરીનું કાર્ય, સિદ્ધ જ થાય છે.
अत्रान्तरे कनकमञ्जर्या एव ज्येष्ठा भगिनी मणिमञ्जरी नाम, सा समारुह्य हऱ्यातलं सहर्षा निषण्णाऽस्मत्समीपे, मयाऽभिहितं-वत्से! मणिमञ्जरि! निर्दुःखसुखतया कठोरा त्वमसि । सा प्राह-कथम्? मयोक्तं या त्वमेवमस्मासु विषादवतीषु सहर्षा दृश्यसे । मणिमञ्जर्याऽभिहितं-अथ किं क्रियताम् ? न शक्यते गोपयितुं महन्मे हर्षकारणम् । मयोक्तं-आख्याहि वत्से! कीदृशमिति । मणिमञ्जोक्तं-गताऽहमासं तातसमीपे, निवेशिता तातेन निजोत्सङ्गे, तदा च तातस्य कनकशेखरः पार्श्ववर्ती वर्तते । ततस्तं प्रति तातेनाऽभिहितं-पुत्र! येनानेन नन्दिवर्धनेन महाबलावपि तौ समरसेनद्रुमौ लीलया विनिपातितौ, स नैष सामान्यः पुरुषः, न चास्य सुकृतस्य वयं जीवितदानेनापि निष्क्रय गच्छामः, तदिदमत्र प्राप्तकालं जीवितादपि वल्लभतरे ममैते मणिमञ्जरीकनकमञ्जों , दत्ता चेयं पूर्वमेवास्यैव महत्तमसहोदराय शीलवर्धनाय, इयं तु कनकमञ्जरी साम्प्रतमस्मै नन्दिवर्द्धनाय दीयतामिति ।
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૯૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ कनकशेखरेणोक्तं-चारु मन्त्रितं तातेन, तात एवोचितं जानीते, ततो दातव्यैवेति स्थापितस्ताभ्यां सिद्धान्तः, समुत्थिताऽहं तातोत्सङ्गात्, प्रवृत्ता चेहागन्तुं, चिन्तितं च मया-अहो मे धन्यता अहो मे अनुकूलता दैवस्य, अहो सुपर्यालोचितकारिता तातस्य, अहो विनयः कनकशेखरस्य, भविष्यत्येवं प्रियभगिन्या सह मम यावज्जीवमवियोगः, ललिष्यावहे नानाविधम् । एवं च चिन्तयन्त्या ममाऽऽविर्भूतः स्फुटबहिलिङ्गो हर्षः । तदिदं मे हर्षकारणमिति । मलयमञ्जर्याऽभिहितं-कपिञ्जले! पश्य कालहीनो निमित्तस्य संवादः । मयोक्तं-किमाश्चर्यम्? यतो दैवीयमुत्पातुका भाषा भवति, केवलं वत्से! कनक-मञ्जरि! मुञ्चेदानीं विषादं, अवलम्बस्व धैर्य, सिद्धमधुना नः समीहितं, व्यपगतं भवत्या दाहज्वरकारणं, प्रतिपादिताऽसि देवेन हृदयनन्दनाय नन्दिवर्धनाय । ततः संजाता-श्वासाऽपि हृदये कुटिलशीलतया मदनस्य, विधाय ममाभिमुखं विषमभृकुटिं कनकमञ्जर्याऽभिहितं-आः भवतु मातः! किमेवमलीकवचनैर्मी प्रतारयसे? शिरोऽपि ममाऽधुना स्फुटति भग्नमनेना-संबद्धप्रलापेन, मलयमञ्जर्याऽभिहितं-वत्से! मा मैवं वोचः, सत्यमेवेदं नान्यथा वत्सया संभावनीयं, ततः कुतो ममेयन्ति भाग्यानीति शनैर्वदन्ती स्थिताऽधोमुखी कनकमञ्जरी । ततस्तां निजपतिभक्तस्त्रीकथानिकाकथनव्याजेन विनोदयन्तीभिरस्माभिरतिवाहिता रजनी, न चाद्याप्युपशाम्यति तस्याः परिदहनम् ।
એટલામાં કનકમંજરીની જ જ્યેષ્ઠ ભગિની મણિમંજરી નામવાળી તે હર્પતલમાં આરોહણ કરીને સહર્ષ અમારી સમીપે બેઠી. મારા વડે કહેવાયું કપિંજલા વડે કહેવાયું – હે વત્સ મણિમંજરી ! દુઃખરહિત એવા સુખપણાથી તું કઠોર છે અને દુઃખી છીએ ત્યારે તું હર્ષિત થઈને આવે છે એ કઠોર છે. તે કહે છે-મણિમંજરી કહે છે – કેવી રીતે ? મારા વડે કહેવાયું કપિંજલા વડે કહેવાયું – આ રીતે અમે વિષાદવાળાં હોતે છતે જે તે સહર્ષ દેખાય છે. મણિમંજરી વડે કહેવાયું – શું કરું? મારા મહાન હર્ષનું કારણ હું ગોપવવા સમર્થ નથી. મારા વડે કહેવાયું કપિંજલા વડે કહેવાયું – હે વત્સ ! કેવા પ્રકારનું હર્ષનું કારણ છે એ તું કહે. મણિમંજરી વડે કહેવાયું – હું તાત સમીપે ગયેલી હતી. પિતા વડે પોતાના ખોળામાં બેસાડાઈ અને ત્યારે પિતાની પાસે કતકશેખર બેઠો છે. ત્યારપછી તેના પ્રત્યે કતકશેખર પ્રત્યે, પિતા વડે કહેવાયું – હે પુત્ર ! જે આ નંદિવર્ધન વડે મહાબલવાળા પણ તે સમરસેન અને દ્રમ લીલાપૂર્વક મારી નંખાયા, તે આ નંદિવર્ધન સામાન્ય પુરુષ નથી. અને આવા સુકૃતનું નંદિવર્ધનના આ પ્રકારના સુંદર કૃત્યનું, અમે જીવિતદાનથી પણ મૂલ્ય ચુકવી શકીએ એમ નથી. તે કારણથી આ આગળમાં કહે છે એ, અહીં=નંદિવર્ધનના વિષયમાં, પ્રાપ્તકાલ છે. જીવિતથી પણ વલ્લભતર મારી આ મણિમંજરી અને કલકમંજરી છે. અને આગમણિમંજરી, પૂર્વમાં જ આવા જ=નંદિવર્ધનના જ, મોટા ભાઈ શીલવર્ધનને અપાયેલી છે. વળી, આ કનકમંજરી હવે આ નંદિવર્ધનને અપાય. કતકશેખર વડે કહેવાયું – પિતા વડે સુંદર મંત્રણા કરાઈ છે, પિતા જ ઉચિત જાણે છે. તેથી
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આપવી જ જોઈએ કનકમંજરી નંદિવર્ધનને આપવી જ જોઈએ, તે પ્રમાણે પિતા અને કલકશેખર વડે સિદ્ધાંત સ્થાપન કરાયો. હું પિતાના ઉત્સગથી ઊઠી. અહીં આવવા માટે પ્રવૃત્ત થઈ, અને મારા વડે વિચારાયું. અહો મારી ધન્યતા, અહો મારી ભાગ્યની અનુકૂળતા, અહો પિતાની સુપર્યાલોચિતકારિતા, અહો કનકશેખરનો વિનય. આ રીતેaહું નંદિવર્ધનના ભાઈને અપાઈ છું અને કનકમંજરી નંદિવર્ધનને અપાશે એ રીતે, પ્રિયભગિની સાથે મારો જીવન સુધી અવિયોગ થશે. તાતા પ્રકારે લીલાઓ કરશું. અને આ પ્રમાણે ચિંતવન કરતી એવી મારા વડે મણિમંજરી વડે, સ્પષ્ટ બહાર લિંગવાળો હર્ષ આવિર્ભાવ પામ્યો છે, તે આ મારું હર્ષનું કારણ છે. મલયમંજરી વડે કહેવાયું – હે કપિંજલા ! નિમિત્તનો કાલહીન સંવાદ તું જોકકતકમંજરીને જે ઈષ્ટ હતું તેને જ કહેનારું મણિમંજરીનું આ વચન વિલંબન વગરનું તું જો, મારા વડે કહેવાયું – શું આશ્ચર્ય છે ? દૈવીય ઉત્પાદુકા ભાષા હોય છેથોડીવાર પહેલાં સમીહિત સિદ્ધ થયું એ વચન આકાશવાણીરૂપ હતું તે તેના ભાગ્યને ઉત્પન્ન કરનારી ભાષા હોય છે. કેવલ હે વત્સ ! કનકમંજરી ! હવે વિષાદને મૂક, ધૈર્યનું અવલંબન લે, હવે સમીહિત સિદ્ધ થયું છે. તારા દાહવરનું કારણ દૂર થયું છે. દેવ વડે હદયનંદન નંદિવર્ધન માટે તું પ્રતિપાદન કરાઈ છે=આપવા માટે નિર્ણાત કરાઈ છો. તેથી હદયમાં થયેલા આશ્વાસવાળી પણ કામનું કુટિલપણું હોવાને કારણે મારી અભિમુખ વિષમભૂકુટિવે કરીને કનકમંજરી વડે કહેવાયું – અરે થાઓ, છે માતા ! કેમ આ પ્રમાણે ખોટાં વચનો વડે તું મને ઠગે છે ? મારું મસ્તક પણ હમણાં તૂટે છે. આ અસંબદ્ધ પ્રલાપ વડે હું ભગ્ન છું હું નંદિવર્ધનને અપાઈ છું એ પ્રમાણે અસંબદ્ધ પ્રલાપ વડે હું ભગ્ન છું. મલયમંજરી વડે કહેવાયું – હે વત્સ ! આ પ્રમાણે કહે નહીં, કહે નહીં. સત્ય જ આ છે. વત્સ એવી કનકમંજરીએ અવ્યથા સંભાવના કરવી જોઈએ નહીં=આ વચન ખોટું છે એ પ્રમાણે સંભાવના કરવી જોઈએ નહીં, ત્યારપછી, મારાં આટલાં ભાગ્ય ક્યાં છે એ પ્રમાણે ધીમે બોલતી કનકમંજરી અધોમુખ રહી. ત્યારપછી પોતાના પતિની ભક્ત એવી સ્ત્રી કથાના કથનના બહાનાથી તેણીએ= કનકમંજરીને, અમારા વડે વિનોદ કરાવતી રાત્રિ પસાર કરાઈ, અને હજી પણ તેણીનું પરિદહત કામની વિહ્વળતા, શાંત થતી નથી.
मया चिन्तितं-यावत्क्रमेण संपत्स्यते नन्दिवर्धनदर्शनं तावन्मरिष्यतीयं राजदुहिता, अतः पश्यामि तावत्तेतलिं, वल्लभोऽसौ कुमारस्य, शक्नोति तं विज्ञापयितुं कदाचित्ततः संपद्यतेऽस्याः परित्राणमयैव कुमारदर्शनेनेतिविचिन्त्य समागताऽहं त्वत्समीपे, तदिदं निमित्तमासाद्य तस्यां प्रभवति मीनकेतन इत्येतदाकर्ण्य वयस्यः प्रमाणम् । मयाऽभिहितं-यद्येवं ततो यद्यपि वश्येन्द्रियो देवो महासत्त्वतया च तृणमिव स्त्रैणमाकलयति तथाप्येवं विज्ञपयामि यथाऽभ्युद्धरति निजदर्शनेन राजदुहितरं, केवलं रतिमन्मथे कानने भवतीभिः स्थातव्यम् । ततो महाप्रसादोऽनुगृहीताऽस्मीति वदन्ती पतिता मच्चरणयोः कपिञ्जला, गता स्वभवनं, अहमपीहागतः, तदिदं देव! मया भवद्गदभैषजमवाप्तम् । मयाऽभिहितंसाधु तेतले! साधु त्वमेव वक्तुं जानीथे, ततः समारोपितस्तस्य वक्षःस्थले मयाऽऽत्मीयो हारः,
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૯૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ परिधापिता भुजयोः कटककेयूरादयः । तेतलिः प्राह-देव! अत्र तुच्छकिङ्करजने देवकीयोऽयमतिप्रसादोऽनुचित इवाऽऽभासते । मयाऽभिहितं-आर्य! प्राणप्रदेऽपि सद्वद्ये किं किञ्चिदनुचितमस्ति? तन्न कर्तव्योऽत्र भवता संक्षोभः, त्वं ममेदानीं जीवितादव्यतिरिक्तो वर्तसे ।
મારા વડે વિચારાયું=કપિંજલા વડે વિચારાયું. યાવત્ ક્રમથી નંદિવર્ધનનું દર્શન થશે ત્યાં સુધી આ રાજપુત્રી મરી જશે. આથી ત્યાં સુધી તેતલીને જોઉં. આ તેતલી, કુમારને વલ્લભ છે. તેથી કદાચિત તેને નંદિવર્ધતકુમારને, વિજ્ઞાપન કરવા સમર્થ થશે. તેથીeતેતલી નંદિવર્ધનને વિજ્ઞાપન કરે તેથી, આનું કનકમંજરીનું, આજે જ કુમારના દર્શનથી પરિત્રાણ થશે. એ પ્રમાણે ચિંતવન કરીને હું તારી પાસે આવી છું તેતાલી પાસે કપિંજલા આવી છે, તે કારણથી આ નિમિત્તને પામીને તેણીમાં-કનકમંજરીમાં, કામદેવ પ્રભાવ પામે છે. આ સાંભળીને મિત્ર પ્રમાણ છેeતેતલી પ્રમાણ છે. મારા વડે કહેવાયું – તેતલી વડે કહેવાયું. જો આ પ્રમાણે છે તો જો કે વય ઇન્દ્રિયવાળા દેવ છે-નંદિવર્ધત છે, અને મહાસત્ત્વપણું હોવાને કારણે તૃણની જેમ સ્ત્રીઓને જાણે છે. તોપણ આ પ્રમાણે હું વિજ્ઞાપન કરું , જે પ્રમાણે પોતાના દર્શનથી રાજદુહિતાનો ઉદ્ધાર કરે. કેવલ રતિમન્મથના બગીચામાં તમારા વડે રહેવું જોઈએ. તેથી તેતલીએ આ પ્રમાણે કપિંજલાને કહ્યું તેથી, મહાપ્રસાદ, અનુગૃહીત હું છું એ પ્રમાણે બોલતી મારા ચરણમાં કપિંજલા પડી. સ્વભવનમાં ગઈ અને હું પણ=તેતલી પણ, અહીં આવ્યો છું= નંદિવર્ધત પાસે આવ્યો છું, તે કારણથી હે દેવ ! મારા વડે આ તમારા રોગનો ભેષજ પ્રાપ્ત કરાયો. મારા વડે કહેવાયું – હે તેતલી ! સુંદર સુંદર તું જ કહેવા માટે જાણે છે. અર્થાત્ આવા પ્રસંગે કપિંજલાને શું કહેવું તે કહેવા માટે તું જાણે છે. ત્યારપછી તેના વક્ષ:સ્થલમાં તેતલીના વક્ષ:સ્થલમાં, મારા વડે પોતાનો હાર સમર્પિત કરાયો. ભુજાના કટક-કેયૂર આદિ ત્યાગ કરાયા તેતલીને અપાયા. તેતલી કહે છે – હે દેવ ! અહીં તુચ્છ કિંકરજનમાં દેવતો આ અતિ પ્રસાદ અનુચિત જેવો ભાસે છે. મારા વડે કહેવાયું – હે આર્ય ! પ્રાણને દેનારા સદ્ વૈદ્યમાં શું કંઈ અનુચિત છે? તે કારણથી અહીંમારા અપાયેલા દાનના ગ્રહણમાં, તારા વડે તેટલી વડે, ક્ષોભ કરવો જોઈએ નહીં. તુ હમણાં મારા જીવિતથી અવ્યતિરિક્ત વર્તે છે.
अत्रान्तरे समागतो द्वारि विमलो नाम महाराजमहत्तमो, निवेदितो मे प्रतिहार्या, स्थितः पृथगासने तेतलिः, प्रविष्टो महत्तमः, कृतोचिता प्रतिपत्तिः । अभिहितमनेन-कुमार! देवेन प्रहितो युष्मत्समीपेऽनेनार्थेन-यथा 'अस्ति मम जीवितादपीष्टतमा कनकमञ्जरी नाम दुहिता, सा ममोपरोधात् कुमारेण स्वयं पाणिग्रहणेनाऽऽह्लादनीया' । ततो निरीक्षितं मया तेतलिवदनम्, तेनाभिहितं-देव! अनुवर्तनीयो महाराजो देवस्य, अतो मान्यतामियं तस्य प्रथमप्रणयप्रार्थना । मयाऽभिहितं तेतले! त्वमत्र प्रमाणम् । विमलः प्राह-कुमार! महाप्रसादः, ततो निर्गतो विमलः ।
એટલામાં દ્વારમાં વિમલ નામનો મહારાજાનો મહત્તમ મંત્રી, આવ્યો. પ્રતિહારી વડે મને નિવેદન
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના કરાયું. તેતલી પૃથર્ આસનમાં રહ્યો. મહત્તમ=મંત્રીએ, પ્રવેશ કર્યો. ઉચિત પ્રતિપત્તિ કરાઈ. આના દ્વારા મંત્રી દ્વારા, કહેવાયું – દેવ વડે કનકચૂડ વડે, હે કુમાર ! હું તમારા સમીપે આ અર્થથી મોકલાવાયો છું. તે અર્થ પ્રયોજન, ‘ાથા'થી બતાવે છે – મારી=કાકચૂડની, જીવિતથી પણ ઈષ્ટતમ કનકમંજરી નામની પુત્રી છે. તે કનકમંજરી, મારા ઉપરોધથી કનકચૂડના આગ્રહથી, કુમારે સ્વયં પાણિગ્રહણથી આલાદનીય છે. તેથી મારા વડે તેતલીનું મુખ જોવાયું. તેના વડેeતેટલી વડે, કહેવાયું – હે દેવ ! દેવ=નંદિવર્ધનને, મહારાજ અનુવર્તનીય છે કનકચૂડનાં વચનો સ્વીકારવા યોગ્ય છે. આથી આ તેમનીકનકચૂડની પ્રથમ પ્રેમની પ્રાર્થના માન્ય કરો. મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું – હે તેતલી ! અહીં-આ સ્વીકારતા વિષયમાં, તું પ્રમાણ છે. વિમલ કહે છે કનકચૂડનો મંત્રી કહે છે – હે કુમાર ! મહાપ્રસાદ, ત્યારપછી વિમલમંત્રી ગયો.
- રતિમન્મથે સંવન્ય तेतलिनाऽभिहितं-देव! गम्यतामिदानीं तत्र रतिमन्मथे कानने, मा उन्मनीभूत्सा राजदुहिता, अलं कालहरणेन, मयाऽभिहितमेवं भवतु । ततस्तेतलिसहाय एव गतोऽहं तत्रोद्याने, दृष्टं तदपहसितनन्दनवनं काननं, ततश्चम्पकवीथिकासु, कदलीगुपिलेषु, अतिमुक्तकलतावितानेषु, केतकीषण्डेषु, मृद्वीकामंडपेषु, अशोकवनेषु, लवलीगहनेषु, नागवल्ल्यारामेषु, नलिनसरोवरोपान्तेषु, विचरितमितश्चेतश्च भूयो भूयः कनकमञ्जरीदर्शनलोलुपतया, न च दृष्टा सा कुरङ्गलोचना । ततो मया चिन्तितंहन्त! प्रतारितोऽहमनेन तेतलिना, विमलव्यतिकरोऽपि नूनं तेतलेरेव मायाप्रपञ्चः, कुतस्तद्दर्शनसम्पादकानि भाग्यानि मादृशाम् ? अत्रान्तरे श्रुतो मया तरुलतागहनमध्ये कलनूपुरध्वनिः । ततोऽपसृत्य तेतलिसमीपानिरूपितं तद्गहनं मया, दृष्टा च तमालतरोरधस्ताद्वर्तमाना स्वर्गात्परिभ्रष्टेवामरागना, स्वभवना-निष्कासितेव नागकन्यका, रतिरिव मदनविरहकातरा सशोका कनकमञ्जरी, विलोकितमनया तरलतारया दृष्ट्या दिक्चक्रवालं, न दृष्टः कोऽपि सत्त्वः, ततोऽभिहितं तया, 'हे भगवत्यो वनदेवताः! प्रतीतमेवेदं भवतीनां-यत्किल प्रतिपन्नं तेतलिना तस्य जनस्याऽऽनयनं, दत्तोऽत्र रतिमन्मथे कानने सङ्केत इत्युपप्रलोभ्याऽहमिहानीता तया जरन्मार्जार्या, अधुना किलाऽसौ जनो न दृश्यते ।
રતિ-મન્મથ વિષયક સંબંધ તેતલી વડે કહેવાયું. હે દેવ ! હવે ત્યાં રતિમન્મથ બગીચામાં જાઓ. તે રાજદુહિતા ઉભીભૂત ન થાઓ. કાલહરણથી સર્યું કાલવિલંબનથી સર્યું. મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું – એ પ્રમાણે થાઓ. ત્યારપછી તેતલીની સહાયવાળો હું તે ઉધાનમાં ગયો, ત્યારપછી નંદનવનને હાંસી કરે તેવો સુંદર બગીચો જોયો, ત્યારપછી ચંપકવૃક્ષની શ્રેણીઓમાં, કેળનાં વૃક્ષોના ગહન ભાગોમાં, અતિમુક્તકલતાના વિસ્તારોમાં, કેતકી વૃક્ષોના ખંડોમાં, દ્રાક્ષાના મંડપોમાં, અશોકવનમાં, લવલી
Page #416
--------------------------------------------------------------------------
________________
364
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
વૃક્ષોનાં વનોમાં, નાગવલ્લીના બગીચાઓમાં, કમળના સરોવરના સમીપમાં, ફરી ફરી કનકમંજરીના દર્શનના લોલુપપણાથી આમતેમ વિચરણ કર્યું અને તે કુરંગલોચના જોવાઈ નહીં, તેથી મારા વડે વિચારાયું. ખરેખર હું આ તેતલી વડે ઠગાવાયો છું, વિમલનો વ્યતિકર પણ=વિમલ નામના મંત્રીના આગમનનો પ્રસંગ પણ, ખરેખર તેતલીનો માયાપ્રંપચ છે. તેણીના=કનકમંજરીના, દર્શનનાં સંપાદક ભાગ્ય મારા જેવાનાં ક્યાંથી હોય ? એટલામાં મારા વડે તરુલતાના ગહતમધ્યમાં મનોહર નૂપુરનો ધ્વનિ સંભળાયો. તેથી તેતલી સમીપથી દૂર ખસીને તે ગહન મારા વડે જોવાયું. અને તમાલ તરુના નીચે રહેલી સ્વર્ગથી પરિભ્રષ્ટ જાણે દેવતાની સ્ત્રી ન હોય એવી, સ્વભવનથી કાઢી મુકાયેલી નાગકન્યા ન હોય એવી, કામદેવના વિરહથી કાયર એવી રતિ જેવી શોક સહિત કનકમંજરી જોવાઈ. આના વડે=કનકમંજરી વડે, તરલતાર દૃષ્ટિથી દિચક્રવાલ જોવાઈ=બધી દિશા જોવાઈ. કોઈ પણ મનુષ્ય જોવાયો નહીં. તેથી તેણી વડે=કનકમંજરી વડે, કહેવાયું – હે ભગવતી વનદેવતા ! તમોને આ પ્રતીત જ છે, જે ખરેખર તેતલી વડે તે પુરુષને લાવવાનું સ્વીકારાયેલું, આ રતિમન્મથ બગીચામાં સંકેત અપાયો. એ પ્રકારે પ્રલોભન આપીને જીર્ણ બિલાડી એવી તેણી વડે હું અહીં લવાઈ, હવે આ પુરુષ અહીં દેખાતો નથી.
मन्दभाग्यायाः,
इति तं गवेषयामीत्यभिधाय मामेकाकिनीं विमुच्य सा न जाने कुत्रचिद्गता ? तदेवं प्रतारिताऽहमिन्द्रजालरचनाचतुरया कपिञ्जलया, तदलं मे जीवितेन प्रियविरहानलदग्धाया आप्तजनेनाऽपि वञ्चिताया केवलं प्रसादाद्भगवतीनां जन्मान्तरेऽपि स एव जनो भर्ता भूयाद्' इति वदन्त्या वल्मीकमारुह्य निबद्धस्तमालतरुशाखायां पाशकः, निर्मिता तत्र शिरोधरा, प्रवृत्ता मोक्तुं शरीरम् । अत्रान्तरे सुन्दरि ! मा साहसं मा साहसमिति ब्रुवाणः प्राप्तोऽहं वेगेन, धृतं वामभुजेनाश्लिष्य मध्यदेशे निपतच्छरीरकं, छिन्नो दक्षिणकरेणासिपुत्रिकया पाशकः, आश्वासिता पवनदानेन । अभिहिता चदेवि ! किमिदमसमञ्जसमारब्धम् ? ननु स्वाधीनोऽयं जनस्ते वर्तते, तन्मुञ्च विषादं ततः सा तथैव स्थिता घुर्णमानविलोलविलोचना मां निरीक्षमाणा, तत्क्षणमनेकरससंभारगर्भनिर्भरं सुपरिस्फुटं मदनचिह्न योगिनामपि वाग्गोचरातीतं स्वरूपं धारयन्ती मया विलोकिता, कथम् ? एकाकिनीति भीता, स एवायमिति सहर्षा, कुत इति साशङ्का, स्वरूपोऽयमिति ससाध्वसा, स्वयमागतेति सलज्जा, विजने प्राप्तेति दिक्षु निक्षिप्ततरलतारिका, दत्तसङ्केतेति विश्वस्ता, दृष्टमिदमनेन मदीयमाचरणमिति सवैलक्ष्या, लक्ष्मीरिव क्षीरोदमन्थनोत्थितगात्रा विशदस्वेदजलप्लावितदेहतया, कदम्बकुसुममालिकेव परिस्फुटपुलकोद्भेदसुन्दरतया, पवनप्रेरिततरुमञ्जरीव प्रकम्पमानसर्वाङ्गतया, आनन्दसागरमवगाहमाना स्तिमितनिष्पन्दलोचनतया । ततः साऽनभिव्यक्तैरक्षरैर्मुञ्च मुञ्च कठोरहृदय ! मुञ्च, न कार्यमनेन जन जनस्येति वदन्ती मदीयभुजमध्याद्बहिर्मुखं निष्पतितुमारब्धा । ततो निवेशिता मया ललितकोमले दूर्वाविताने, निषण्णः स्वयमभ्यर्ण एव तदभिमुखः, ततोऽभिहितं मया - सुन्दरि ! मुञ्च लज्जां,
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ परित्यज कोपं, न खल्वाज्ञाकारी किङ्करजनोऽयं कोपस्य गोचरो भवितुमर्हति । एवं च वदति मयि सा कनकमञ्जरी किञ्चिद्वक्तुकामापि न वक्तुं शक्नुवती केवलं विलसद्दशनकिरणरञ्जिताधरबिम्बा कपोलमूलस्फुरितसूचितान्तःस्मिता वामचरणागुष्ठेन भूतलं लिखन्ती स्थितेषदधोमुखी ।
એથી તેને તે પુરુષને, હું શોધું છું, એ પ્રમાણે કહીને મને એકાકી મૂકીને તે કપિંજલા, કોઈક ઠેકાણે ગઈ છે, હું જાણતી નથી. તે કારણથી ઈન્દ્રજાલની રચનામાં ચતુર એવી કપિંજલા વડે આ રીતે હું ઠગાવાઈ છું, તે કારણથી પ્રિયના વિરહરૂપી અગ્નિથી બળેલી, આપ્તજનથી પણ ઠગાયેલી મંદભાગ્યવાળી એવા મારા જીવિત વડે સર્યું. કેવલ ભગવતીના પ્રસાદથી જન્માતરમાં પણ તે પુરુષ જ ભર્તા થાઓ એ પ્રમાણે બોલતી વલ્મીક ઉપર ચઢીને તમાલ વૃક્ષની શાખામાં પાસો બંધાયો, તેમાં ડોક મુકાઈ, શરીરને મૂકવા માટે પ્રવૃત્ત થઈ, એટલામાં, હે સુંદરી ! સાહસ કર નહીં. સાહસ કર નહીં.' એ પ્રમાણે બોલતો હું વેગથી પ્રાપ્ત થયો. મધ્યદેશમાં પડતા શરીરને આશ્લેષ કરીને ડાબા હાથથી ધારણ કરાયું, જમણા હાથ વડે તલવારથી પાશક છેદાયો. પવનદાતથી આશ્વાસિત કરાઈ. અને કહેવાઈ – હે દેવી ! આ શું અસમંજસ આરંભ કરાયું. ખરેખર આ જન તને સ્વાધીન વર્તે છે, તે કારણથી વિષાદને મૂક, ત્યારપછી તે કતકમંજરી, તે પ્રકારે જ રહેલી ચક્ષુ ફેરવતી ચપલ લોચતવાળી મને જોતી તે જ ક્ષણમાં મધ્યમાં રહેલા અનેક રસના સંભારથી નિર્ભર, સુપરિક્રુટ કામના ચિહ્નને, ધારણ કરતી મારા વડે જોવાઈ એમ અવય છે. યોગિનીને પણ વાગોચરાતીત સ્વરૂપ ધારણ કરતી મારા વડે જોવાઈ. કેવી રીતે ? એકાકિની એ પ્રમાણે ભય પામેલી, તે જ આ છે એથી સહર્ષવાળી, ‘ક્યાંથી’ એ પ્રમાણે સાશંકવાળી, સ્વરૂપવાળો આ છે નંદિવર્ધન છે, એ પ્રમાણે આશ્ચર્યવાળી વાળી, સ્વયં આવેલો છે એથી લજ્જાવાળી, એકાંતમાં પ્રાપ્ત છું એથી દિશામાં દષ્ટિને નાંખતી, અપાયેલા સંકેતવાળી છે, એથી વિશ્વાસવાળી, આવા વડે નંદિવર્ધત વડે, મારું આ આચરણ જોવાયું છે=મરવા તૈયાર થયેલી આ આચરણ જોવાયું છે, એથી વિલક્ષણતાવાળી વિશદ પરસેવાના જલથી પ્લાવિત દેહપણું હોવાના કારણે, ક્ષીરસમુદ્રના મંથનથી ઉત્યિતગાત્રવાળી લક્ષ્મી ન હોય એવી, પરિક્રુટ પુલકના ઉભેદથી સુંદરપણું હોવાને કારણે, કદંબપુષ્પની માલિકા જેવી, પ્રકંપમાન સર્વાગપણું હોવાને કારણે, પવનથી પ્રેરિત તરુમંજરી જેવી, સિમિત નિષ્પન્ન મદ-લોચનપણાથી આનંદસાગરમાં અવગાહન કરતી, તે મારા વડે જોવાઈ એમ અવય છે. ત્યારપછી તે કનકમંજરી, અનભિવ્યક્ત અક્ષર વડે હે કઠોરહદય ! મને મૂક મૂક. આ જન સાથે જનને કાર્ય નથી, એ પ્રમાણે બોલતી, મારી ભુજામાંથી બહિર્મુખ નીકળવા માટે આરબ્ધ થઈ. ત્યારપછી મારા વડે સુંદર, કોમળ દૂર્વાના સમૂહમાં બેસાડાઈ. સ્વયં નજીકમાં તેને અભિમુખ હું બેઠો. ત્યારપછી મારા વડે કહેવાયું – હે સુંદરિ ! લજ્જાને છોડ, કોપને છોડ, આજ્ઞાકારી કિંકરજન આ કોપનો વિષય થવા યોગ્ય નથી. આ પ્રમાણે મારા વડે કહેવાયે છતે તે કનકમંજરી કંઈક કહેવાની ઇચ્છાવાળી પણ કહેવા માટે સમર્થ થઈ નહીં. કેવલ વિલાસ પામતા દાંતના કિરણથી રંજિત અધરબિમ્બવાળી, કપોલના મૂલથી સ્ફરિત સૂચિત અંતઃસ્મિતવાળી, વામચરણના અંગૂઠાથી ભૂતલને ખોદતી, કંઈક અધોમુખવાળી રહી.
Page #418
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
મામિહિત-અનમત્ર સુનરિ! વિલ્પિતેન ।
हृदयाज्जीविताद्देहात्सकाशादतिवल्लभाम् ।
नाथोऽत्र त्वां विहायान्यो, नास्ति मे भुवनत्रये ।।१।।
યત:
શ્લોકાર્થ ઃ
મારા વડે કહેવાયું – હે સુંદરી ! અહીં વિકલ્પો વડે સર્યું. જે કારણથી હૃદયથી, જીવિતથી, દેહથી અતિવલ્લભ એવી તને છોડીને ભુવનત્રયમાં મારો અન્ય કોઈ નાથ નથી.
અતિરાગથી આકુળ નંદિવર્ધન કનકમંજરી પ્રત્યે મૂઢતાથી આ પ્રકારનું વચન કહે છે. IIII
શ્લોક ઃ
શ્લોકાર્થ :
अद्यप्रभृति निर्मिथ्यं तव पद्मविलोचने ! ।
क्रीतः सद्भावमूल्येन, दासोऽहं पादधावकः ।।२।।
શ્લોકાર્થ :
હે પદ્મવિલોચનવાળી ! કનકમંજરી ! સદ્ભાવના મૂલ્યથી આજથી માંડીને નિર્મિથ્યા તારા વડે ખરીદાયેલો પાદધાવક હું દાસ છું-તને અનુસરનારો હું દાસ છું. IIII
શ્લોક ઃ
-
૩૯૭
कठोरहृदयो नाऽहं, कठोरोऽत्र विधिः परम् ।
यो मे दर्शनविच्छेदं कुर्यात्ते वक्त्रपङ्कजे ।। ३ ।।
શ્લોકાર્થ ઃ
કઠોર હૃદયવાળો હું નથી. અહીં=મારી પાસે આવવાના વિલંબનમાં વિધિ પરમકઠોર છે. જે તારા મુખરૂપી કમળમાં દર્શનના વિચ્છેદને કરે છે. II3II
શ્લોક ઃ
एतच्च मामकं वाक्यमाकर्ण्य प्रीतमानसा ।
या निरीक्षिता बाला, भजन्ती सा रसान्तरम् ।।४।।
અને આ મારું વાક્ય સાંભળીને પ્રીતમાનસવાળી રસાન્તરને ભજતી તે બાળા મારા વડે જોવાઈ=નંદિવર્ધન વડે જોવાઈ. II૪ના
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
कथम्क्षणेनामृतसिक्तेव, क्षिप्तेव सुखसागरे ।
प्राप्तराज्याभिषेकेव, तोषादन्येव सा स्थिता ।।५।। શ્લોકાર્ચ -
કેવી રીતે? તેથી કહે છે – ક્ષણથી અમૃતથી સિંચાયેલાની જેમ, સુખસાગરમાં ફેંકાયેલાની જેમ, વિશાળ રાજ્યમાં અભિષેક કરાયેલી એવી તોષથી જાણે તે અન્ય થઈ. પી.
इतश्च मामन्विष्यमाणा नानास्थानेषु पर्यटन्ती प्राप्ता तमुद्देशं कपिञ्जला, दृष्टस्तेतलिः । अभिहितमनया-स्वागतं वयस्य! क्व पुनः कुमारः? इति । तेतलिनाऽभिहितं-अत्र तरुलतागहने प्रविष्टः, ततश्चलिते द्वे अपि ते अस्मदभिमुखं, दृष्टमावयोमिथुनं, संजातो हर्षाऽतिरेकः । कपिञ्जल याऽभिहितं'नमस्तस्मै भगवते देवाय, येनेदं युगलमत्यन्तमनुरूपं संयोजितम्' । तेतलिः प्राह-कपिञ्जले! नूनं रतिमन्मथयोरिवानयोोंगेनेदमुद्यानमद्यैव यथार्थं संपन्नं, इतरथा व्यर्थकमेवास्य रतिमन्मथमित्यभिधानं पूर्वमासीत्, ततोऽस्मन्निकटदेशे प्राप्ते तेतलिकपिञ्जले, समुत्थिता ससंभ्रमेण कनकमञ्जरी । कपिञ्जलयाऽभिहितं-वत्से! निषीदाऽलं संभ्रमेण, ततोऽमृतपुञ्जक इव दूर्वाविताने निषण्णानि स्नेहनिर्भरसहासविश्रम्भजल्पैः । स्थितानि वयं कियन्तमपि क्षणम् ।
અને આ બાજુ મારી ગવેષણા કરતી અનેક સ્થાનોમાં ભટકતી કપિંજલા તે દેશને પામી તે સ્થાનને પામી, તેતલી જોવાયો. આના વડે કપિંજલા વડે કહેવાયું – હે મિત્ર ! સ્વાગત છે. વળી કુમાર કયાં છે? તેતલી વડે કહેવાયું – આ તરુલતાના ગહનમાં પ્રવેશેલો છે. ત્યારપછી તે બંને પણ= કપિંજલા અને તેતલી બંને પણ, અમારી અભિમુખ ચાલ્યાં. અમારા બેનું મિથુન જોવાયું. હર્ષનો અતિરેક થયો. કપિંજલા વડે કહેવાયું - હે ભગવાન ! દેવતાને નમસ્કાર છે જેના વડે આ અત્યંત અનુરૂપ યુગલ સંયોજિત કરાયું. તેતલી કહે છે – હે કપિંજલા ! ખરેખર રતિ અને મન્મથની જેમ આ બેના યોગથી નંદિવર્ધન અને કનકમંજરીના યોગથી, આ ઉદ્યાન આજે જ યથાર્થ સંપન્ન થયું. ઈતરથા જો કતકમંજરી અને નંદિવર્ધત અહીં ભેગાં થયાં ન હોત તો, આનું આ ઉદ્યાનનું, રતિમન્મથ એ પ્રકારનું કામ પૂર્વમાં વ્યર્થ જ હતું. ત્યારપછી આ વિકટદેશમાં તેતલી અને કપિંજલા પ્રાપ્ત થયે છતે સંભ્રમપૂર્વક કતકમંજરી ઊભી થઈ. કપિંજલા વડે કહેવાયું – હે વત્સ ! સંભ્રમ વડે સર્યું. ત્યારપછી અમૃતના પુજની જેમ ત્યાં દૂર્વાના વિસ્તારમાં સ્નેહનિર્ભર સહાસ વિશ્રખ્ખતા જલ્પ વડે બેઠાં ચારે જણ બેઠાં, અમે કેટલીક ક્ષણ રહ્યાં.
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૯૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
कनकमञ्जरीगमने कुमारावस्था अत्रान्तरे समागतो योगन्धरो नाम कन्यान्तःपुरकञ्चुकी, तेन च विधाय प्रणामं सत्वरमाहूता कनकमञ्जरी । कपिञ्जलयाऽभिहितं-भद्र! किमितीदमाऽकारणम्? योगन्धरः प्राह-श्रुतेयमपटुशरीरा रात्रौ देवेन, ततः प्रभाते स्वयमेव गवेषिता स्वस्थानेनचोपलब्धा, ततः पर्याकुलीभूतो देवः, समादिष्टोऽहमनेन 'यथा यतः कुतश्चिद्वत्सां गृहीत्वा शीघ्रमागच्छ', इति, तदिदमाह्वानकारणम् । ततस्तदाकाऽलङ्घनीयवचनस्तात इति मन्यमाना मुहुर्मुहुर्मी वलिततारं विलोकयन्ती सालस्यं प्रस्थिता सह कपिञ्जलया कनकमञ्जरी, क्रमेणातिक्रान्ता दृष्टिगोचरात् । तेतलिनाऽभिहितं-देव! किमिदानीमिह स्थितेन? ततोऽहं तदेव कृतककोपं वदनं, तदेव मुञ्च मुञ्च कठोरहृदय! मुञ्च' इति वचनं, तच्च विलसद्दशनकिरणरञ्जितमधरबिम्बं, तदेव च हर्षातिरेकसूचकममलकपोलविस्फुरितं, तच्च सद्भावसमर्पकं सलज्जं चरणागुष्ठेन भूमिलेखनं, तदेव चाभिलाषातिरेकसन्दर्शकं तिरश्चीनेक्षणनिरीक्षणं' तस्याः कनकमञ्जाः सम्बन्धि तीव्रतरमदनदाहज्वरप्रवर्धकमपि प्रकृत्या महामोहवशेन तदुपशमार्थममृतबुद्ध्या स्वचेतसि पुनः पुनश्चारयन् प्राप्तः स्वभवनं, कृतं दिवसोचितं कर्तव्यम् ।
કનકમંજરીનું ગમન થયે છતે કુમારની અવસ્થા એટલામાં યોગધર નામની કન્યાના અંતઃપુરનો કંચુકી આવ્યો. અને તેના વડે કંચુકી વડે, પ્રણામ કરીને સત્વર કનકમંજરી બોલાવાઈ, કપિંજલા વડે કહેવાયું – હે ભદ્ર ! આ બોલાવવાનું કારણ શું છે ? યોગધર કહે છે – આ=કનકમંજરી, અપટુ શરીરવાળી=અસ્વસ્થ શરીરવાળી, રાત્રિમાં દેવ વડે કડકમંજરીના પિતા વડે, સંભળાઈ, તેથી પ્રભાતમાં સ્વયં જ ગષણા કરી-કનકમંજરીની તપાસ કરી, અને સ્વસ્થાનમાં પ્રાપ્ત ન થઈ. તેથી દેવ કનકમંજરીના પિતા, પર્યાકુલ થયા. મને આમના વડેકકનકમંજરીના પિતા વડે, આદેશ અપાયો. જે ‘થા'થી બતાવે છે – જે કોઈ સ્થાનથી પુત્રીને ગ્રહણ કરીને શીઘ આવ, તે આ બોલાવવાનું કારણ છે. ત્યારપછી, તેને સાંભળીને અલંઘનીય વચાવાળા પિતા છે એ પ્રમાણે માનતી વારંવાર વલિતતાર દૃષ્ટિવાળી, વારંવાર મને જોતી આવાસ સહિત કપિંજલા સાથે કનકમંજરીએ પ્રયાણ કર્યું. ક્રમથી દષ્ટિગોચરથી અતિક્રાંત થઈ. તેતલી વડે કહેવાયું – હે દેવ ! હમણાં અહીં રહેવાથી શું? તેથી હું તે જ કૃતકકોપ વદનને તે જ મૂક મૂક કઠોર હદય ! મૂક એ પ્રમાણે વચનને અને તેના વિલાસ પામતા સદર્શનના કિરણથી રંજિત અધરબિમ્બને અને તે જ હર્ષાતિરેક સૂચક નિર્મલ કપોલથી વિસ્ફરિત અને તે જ સદ્ભાવના સમર્પક, સલજ્જાવાળા, ચરણઅંગૂઠાથી ભૂમિના લેખનને અને તે જ અભિલાષાથી અતિરેકને સન્દર્શક તિર્જી દષ્ટિનું નિરીક્ષણ. તે કતકમંજરી સંબંધી તીવ્રતર મદતદાહતા જ્વરથી પ્રવર્ધક પણ પ્રકૃતિથી, મહામોહતા વશથી તેના ઉપશમન માટે અમૃતબુદ્ધિથી સ્વચિતમાં ફરી ફરી વિચારતો સ્વભવનમાં પ્રાપ્ત થયો. દિવસનું ઉચિત કર્તવ્ય કરાયું.
Page #421
--------------------------------------------------------------------------
________________
४००
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
गोधूल्यां लग्नम् अपराणे समायाता कन्दलिका, तयाऽभिहितं-कुमार! देवः समादिशति-यथा 'निरूपितं मया सांवत्सरैर्विवाहदिनं, अद्यैव गोधूल्यां शुध्यति' इति, तदाकर्ण्य निमग्न इवाहं रतिसमुद्रे, दापितं कन्दलिकायै पारितोषिकं, स्तोकवेलायां समायाता गृहीतकनककलशावारनार्यः, निर्वर्तितं मे स्नपनकं, विहितानि कौतुकानि, ततो दापितानि महादानानि, मोचितानि बन्धनानि, पूजिता नगरदेवताः, सन्मानिता गुरवः, विधापिता हट्टशोभाः, शोधिता राजमार्गाः, पूरितः प्रणयिवर्गः, गीतमम्बाजनैः, नृत्तमन्तःपुरैः, विलसितं राजवल्लभैः ततो महता विमर्दैन प्राप्तोऽहं राजभवनं, प्रयुक्ता मुसलताडनादयः कुलाचाराः प्रविष्टोऽहं वधूगृहके तत्र चाऽमरवधूरप्युपहसन्ती रूपाऽतिशयेन, रतिमपि विशेषयन्ती मदनहरविलासैः, ईषल्लम्बाधरा चक्रवाकमिथुनविभ्रमेण स्तनकलशयुगलेन, सुनिविष्टनासिकावंशा रक्ताशोककिसलयाकाराभ्यां कराभ्यां, कोकनदपत्रनेत्रा करिकराकारधरेणोरुदण्डद्वयेन, विस्तीर्णनितम्बबिम्बा त्रिवलीतरङ्गभगुरेण मध्यभागेन, कृष्णस्निग्धकुटिलकेशा स्थलकमलयुगलानुकारिणा चरणद्वयेन, कुण्डमिव मदनरसस्य, राशिरिव सुखानां, निधानमिव रतेः, आकरो रूपानन्दरत्नानां, मुनीनामपि मनोहारिणीमवस्थामनुभवन्ती, महामोहतिरोहितविवेकलोचनेन मया दृष्टा कनकमञ्जरी हृष्टचेतसा पुलकितशरीरेण, कृतं प्रधानसांवत्सरवचनेन पाणिग्रहणं, भ्रान्तानि मण्डलानि, प्रयुक्ता आचाराः, विहिता लोकोपचाराः, वृत्तो महता विमर्देन विवाहयज्ञः ।
ગોધૂલિમાં લગ્ન અપરાતમાં કંદલિકા દાસપુત્રી આવી, તેણી વડે કહેવાયું – હે કુમાર ! દેવ કનકચૂડ સમાદેશ કરે છે તે આ પ્રમાણે – મારા વડે જ્યોતિષ વડે વિવાહદિત જોવાયો છે. આજે જ ગોધૂલિમાં=સાંજે, શુદ્ધ થાય છે. તે સાંભળીને રતિસમુદ્રમાં નિમગ્નની જેમ ક€લિકાને પારિતોષિક અપાયું. થોડી વેળામાં જ ગ્રહણ કરાયેલા સુવર્ણના કલશવાળી શ્રેષ્ઠ નારીઓ આવી, મારું સ્નાન કરાવાયું. કૌતુકો કરાવાયાં. ત્યારપછી મહાદાનો અપાયાં. બધામાં રહેલા કેદીઓને મુકાવાયા. નગરદેવતા પૂજાયા. ગુરુઓ સન્માનિત કરાયા. હટ્ટ=બજારમાર્ગો સુશોભિત કરાયા. રાજમાર્ગો શોભિત કરાયા, પ્રેમીવર્ગ ભેગો થયો. માતાઓ વડે ગીત ગવાયાં. અતઃપુર વડે નૃત્ય કરાયું, રાજવલ્લભો વડે વિલાસ કરાયો, ત્યારપછી મોટા વૈભવથી હું રાજભવનને પ્રાપ્ત થયો. મુસલતાડનાદિ કુલાચારો કરાયા. હું વધૂગૃહમાં પ્રવેશ્યો અને ત્યાં રૂપના અતિશયથી દેવીઓને પણ ઉપહાસ કરતી, મદનહર વિલાસો વડે ચક્રવાક મિથુનના વિભ્રમવાળા સ્તનકલશયુગલ સાથે કંઈક લાંબા હોઠવાળી, લાલ અશોકવૃક્ષના કિસલયના આકારવાળા બે હાથની સાથે સુનિવિષ્ટનાસિકાવંશવાળી, હાથીના સુંઢના આકારને ધારણ કરતા ઉરુદંડયુગલ સાથે કમળતા પત્ર જેવા નેત્રવાળી, ત્રિવલીત તરંગથી ભંગુર એવા મધ્ય ભાગથી
Page #422
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૦૧ વિસ્તીર્ણ નિંતબતા બિબવાળી, સ્થલ કમલના યુગલના અનુકારી એવા ચરણદ્વય સાથે કૃષ્ણ સ્નિગ્ધ કુટિલકેશવાળી, મદનરસતો જાણે કુંડ ન હોય એવી, સુખોની રાશિ ન હોય એવી, રતિનું નિધાન ન હોય એવી, રૂપ અને આનંદમાં રત્નોની ખાણ, મુનિઓના પણ મનને હરણ કરનારી અવસ્થાને અનુભવતી એવી કતકમંજરી, મહામોહથી તિરોહિત થયાં છે વિવેકરૂપી નેત્ર જેનાં એવા હર્ષિત ચિત્તને કારણે, પુલકિત થયેલા શરીરવાળા એવા મારા વડે જોવાઈ. પ્રધાન સાંવત્સરના વચનથી પાણિગ્રહણ કરાયું. મંડલો ફેરાયા, આચારો પ્રયુક્ત કરાયા. લોકોપચાર કરાયા. મોટા વૈભવથી વિવાહયજ્ઞ થયો. ભાવાર્થ -
પૂર્વમાં નંદિવર્ધનના અંતરંગ કુટુંબ તરીકે હિંસાનું સ્વરૂપ બતાવ્યું. અને તેની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તેનું સ્વરૂપ બતાવ્યું. હવે નંદિવર્ધનનો જે અંતરંગ પ્રિયમિત્ર વૈશ્વાનર છે તેની માતા અવિવેકિતા છે તે બતાવે છે અને તે દ્વેષ ગજેન્દ્રની ભાર્યા છે તેથી તે પ્રાપ્ત થાય કે જીવમાં અવિવેકિતા પ્રગટે છે તેથી જ ક્રોધી સ્વભાવ બને છે અને તે અવિવેકિતા દ્વેષ ગજેન્દ્રની પત્ની છે. તેથી જીવમાં દ્વેષનો પરિણામ વર્તે છે અને જો વિવેક હોય તો પોતાના શત્રુભૂત કષાયો પ્રત્યે જ જીવને દ્વેષ થાય. પરંતુ બાહ્ય કોઈ પ્રત્યે દ્વેષ થાય નહીં. આમ છતાં જે જીવોને શરીરથી ભિન્ન મારો આત્મા છે, તેનો નિરાકુળ સ્વભાવ તે મારું સુખ છે અને નિરાકુળ સ્વભાવમાં જવા માટે યત્ન કરવાથી હિતની પરંપરા થાય છે તેવો બોધ નથી, પરંતુ શરીર સાથે અભેદ બુદ્ધિ છે અને બાહ્ય પદાર્થો પ્રત્યે મમત્વ ભાવ છે, તેથી દ્વેષ અને અવિવેકિતા બેના યોગથી ગુસ્સાનો સ્વભાવ પ્રગટ થાય છે. તેથી વૈશ્વાનરના પિતા દ્વેષ ગજેન્દ્ર છે અને માતા અવિવેકિતા છે અને તે અવિવેકિતા નંદિવર્ધનની ધાત્રી છે; કેમ કે નંદિવર્ધનનું પાલન કરે છે અને અવિવેકિતાના પુત્ર વૈશ્વાનર સાથે નંદિવર્ધનને મૈત્રી છે તેથી વારંવાર સર્વત્ર ગુસ્સો કરે છે. વળી, તે તામસચિત્ત નગર, દ્વેષ ગજેન્દ્ર રાજા અને અવિવેકિતાના સ્વરૂપને આગળમાં હું કહીશ એમ કહીને અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે કે જ્યારે હું નંદિવર્ધન હતો ત્યારે આ સર્વ અંતરંગ પરિવારને વિશે લેશ પણ જાણતો ન હતો. પરંતુ ભગવાન સદાગમના પ્રસાદથી મેં આ સર્વ જાણ્યું છે. તેથી એ ફલિત થાય કે જે જીવો વર્તમાનમાં પણ ગુસ્સાના સ્વભાવવાળા છે તેમાં અવિવેકિતા વર્તે છે તે સર્વે તેઓ જાણતા નથી. પરંતુ જેઓ નિપુણતાપૂર્વક શાસ્ત્રનું અધ્યયન કરે છે તેઓને અનુસુંદર ચક્રવર્તીની જેમ પોતાના અંતરંગ સર્વ કુટુંબનો યથાર્થ બોધ થાય છે. વળી તે અવિવેકિતા રૌદ્રચિત્ત નગરમાં કેટલોક કાળ રહેલી અને દુષ્ટ અભિસંધિ સાથે તેનો પરિચય થયો; કેમ કે દ્વેષ ગજેન્દ્ર નામના રાજા સાથે આ દુષ્ટ અભિસંધિ રાજાને સંબંધ છે. તેથી તે અવિવેકિતાનો કિંકર થયો. આ પ્રમાણે કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે જીવમાં રૌદ્રચિત્ત વર્તે છે ત્યારે અવિવેકિતા પ્રગટે છે અને અવિવેકિતાને દુષ્ટ અભિસંધિ સાથે સંબંધ થાય છે. આથી જ અવિવેકવાળા જીવોને તે તે નિમિત્તે પામીને દુષ્ટ અધ્યવસાયો થાય છે. અને આ દુષ્ટ અધ્યવસાયો દ્વેષ સાથે સંબંધવાળા છે. તેથી અવિવેકી જીવોમાં ધીરે ધીરે દુષ્ટ અભિસંધિ સ્થિર સ્થિરતર થાય છે. તેથી જેઓને દેહથી ભિન્ન હું આત્મા છું તેવો
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ લેશ પણ વિવેક નથી તેઓને શરીર સાથે અત્યંત અભેદ બુદ્ધિરૂપ અવિવેક વર્તે છે અને તેના કારણે જે કોઈ પોતાની સાથે પ્રતિકૂળ વર્તે છે તેઓ પ્રત્યે મારો આ શત્રુ છે એ પ્રકારે દુષ્ટ અધ્યવસાય થાય છે અને તે દુષ્ટ અધ્યવસાય અવિવેકવાળા જીવોમાં સ્થિર સ્થિરતર થાય છે અને નંદિવર્ધન મનુષ્યભવમાં આવ્યો ત્યારે તે અવિવેકિતા નામની ધાત્રી તેમની સાથે આવી; કેમ કે નંદિવર્ધન ઉપર તેને અત્યંત સ્નેહ હતો તેથી તેની પાસે સદા રહે છે અને તે અવિવેકિતાથી નંદિવર્ધનમાં વૈશ્વાનરરૂપ ક્રોધનો પરિણામ સ્થિર પામ્યો અને ક્રમસર વધતો ગયો અને તે અવિવેકિતા જ નંદિવર્ધનકુમારને રૌદ્રચિત્ત નગરમાં લઈ જાય છે અને દુષ્ટ અભિસંધિ દ્વારા હિંસા કન્યાને પરણાવે છે; કેમ કે હિંસાને પરણ્યા પછી તે ગાઢતર અવિવેકવાળો થશે. આથી અવિવેકિતાએ હિંસા કન્યાનો સંબંધ નંદિવર્ધન સાથે કર્યો. તેથી એ ફલિત થાય કે નંદિવર્ધનમાં જે અવિવેકીપણું હતું તે જ પ્રકર્ષને પામીને દુષ્ટ અભિસંધિવાળું થયું અને તેના કારણે નંદિવર્ધનમાં હિંસકવૃત્તિ પ્રગટ થઈ. ગાઢ હિંસકવૃત્તિ થવાને કારણે તેનો અવિવેકનો પરિણામ સ્થિર સ્થિરતર થાય છે અને નંદિવર્ધનને હિંસાની પરિણતિ પ્રગટ થવાથી અપરાધી કે નિરપરાધી જીવોની તે હિંસા કરે છે અને તેના ગુસ્સાનો સ્વભાવ સતત હિંસા કરવા પ્રેરણા કરે છે; કેમ કે નંદિવર્ધન હિંસક બને તો ગુસ્સાનો સ્વભાવ પણ સ્થિર થાય. તેથી જાણે વૈશ્વાનર નંદિવર્ધનને હિંસામાં પ્રેરણા કરે છે. વળી, ગુસ્સાનો સ્વભાવ નંદિવર્ધનને જેવો તેજસ્વી બનાવતો હતો તેના કરતાં પણ હિંસક ભાવ અધિક તેજસ્વી બનાવે છે તેથી નંદિવર્ધનને બીજાને મારવામાં લેશ પણ કરુણા થતી નથી. વળી, નંદિવર્ધનનું પુણ્ય પણ તપતું હતું તેથી હિંસક સ્વભાવ અને ક્રોધી સ્વભાવને કારણે તે પ્રવરસેન નામના ચોરટાને મારી નાંખે છે ત્યારે સર્વત્ર તેની પ્રશંસા થાય છે. તે સર્વ તેનું પુણ્યનું કારણ હતું. છતાં, ગાઢ અવિવેકને કારણે નંદિવર્ધનને પોતાની ક્રૂરતા-હિંસકતા જ તે સર્વનું કારણ દેખાય છે. વળી નંદિવર્ધનમાં અત્યંત વિપર્યાસ પ્રવર્તતો હતો તેથી આ મારી હિંસાનું જ માહાભ્ય છે એમ માનીને સર્વત્ર હિંસકવૃત્તિને જ દઢ કરતો હતો. પરમાર્થથી હિંસકવૃત્તિ પુણ્યપ્રકૃતિને ક્ષીણ કરે છે, પાપપ્રકૃતિને જાગૃત કરે છે, છતાં ભૂતકાળનું કરાયેલું તેવું વિશિષ્ટ પુણ્ય વિદ્યમાન હતું. તેથી તેની હિંસાથી પણ તત્કાલ પાપપ્રકૃતિ વિપાકમાં આવતી ન હતી. અને પુણ્યપ્રકૃતિ કાર્ય કરતી હતી. તોપણ તે પુણ્યપ્રકૃતિ ક્રમસર ક્ષીણ ક્ષીણતર થતી હતી અને પાપપ્રકૃતિ વૃદ્ધિ પામતી હતી. જે ભાવિના સર્વ અનર્થોનું કારણ બનશે છતાં અજ્ઞાનને વશ નંદિવર્ધનને તે કંઈ દેખાયું નહીં તેમ જે જીવો મોહને વશ છે તેઓને અવિવેકિતાને કારણે નંદિવર્ધનની જેમ સર્વત્ર વિપર્યાસ વર્તે છે. વળી, નંદિવર્ધનનું પુણ્ય તપતુ હતું તેથી વિભાકરના યુદ્ધમાં પણ બે મહારથીઓનો તેણે નાશ કર્યો. તે સર્વ વૈશ્વાનર અને હિંસાનું કાર્ય છે. એ પ્રકારે નંદિવર્ધનને વિપર્યાસ વર્તતો હતો. વળી, નંદિવર્ધને નગરપ્રવેશ વખતે કનકમંજરીને જોઈ ત્યારે કામથી વ્યાકુળ થાય છે તે વખતે મૂઢતાના ભાવને કારણે અનેક સુખોની વચમાં પણ કામવરથી પીડિત અત્યંત દુઃખપૂર્વક તેણે રાત્રિ પસાર કરી. વળી, કનકમંજરી પણ અનેક સુખની વચમાં કામવરથી પીડાઈ તો અનેક પ્રકારનાં દુઃખોથી વ્યાકુળ થઈ છતાં મૂઢ જીવો તત્ત્વને જોતા નથી, જેથી રાગાદિની આકુળતા આ રીતે અનર્થનું કારણ હોવા છતાં તેઓને અર્થનું સાધન દેખાય છે. આથી જ જ્યારે નંદિવર્ધન અને
Page #424
--------------------------------------------------------------------------
________________
४03
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ કનકમંજરીનો યોગ થાય છે ત્યારે જાણે સ્વર્ગ પ્રાપ્ત થયું ન હોય તેવો આનંદ અનુભવે છે, પરંતુ પૂર્વમાં થયેલા સર્વક્લેશનું બીજ અંદરમાં વર્તતા ઉત્કટરાગનું ફળ છે. તે કંઈ દેખાતું નથી. તે સર્વ નંદિવર્ધનમાં વર્તતા અવિવેકનું કૃત્ય છે. વળી કનકમંજરીથી છૂટા પડ્યા પછી તેના સ્વરૂપના વિચારો કરી કરીને નંદિવર્ધન વાસ્તવિક રીતે કામને વશ થઈને પીડાનો જ અનુભવ કરે છે છતાં મહામોહના વશથી કનકમંજરીનું સ્મરણ તેને અમૃત જેવું ભાસે છે તે સર્વ મોહનો વિલાસ છે.
प्रविष्टोऽहमपहसितसुरभवने कनकमञ्जरीसनाथे वासभवने, अवगाहितः सुरतामृतसागरः, एवं च प्रवर्धमानाऽनुरागयोरावयोर्गतानि कतिचिद्दिनानि ।
वैश्वानरहिंसाप्रभावितकुमारचेष्टा इतश्च विभाकरस्य कृतं व्रणकर्म, प्रगुणीभूतः शरीरेण, जातो मया सहाऽस्य स्नेहभावः, समुत्पन्नो विश्रम्भः । अन्यदा विधाय बहुमानं प्रहितः सपरिकरोऽसौ स्वस्थाने कनकचूडराजेन, येऽपि तेऽम्बरीषनामानश्चरटा वीरसेनप्रभृतयो हते प्रवरसेने प्रतिपन्नभृत्यभावा मया सह पूर्वमागताः तेऽपि कृतसन्माना मया विसर्जिता गताः स्वस्थाने । ततोऽहं विगतचिन्तासन्तापस्ताभ्यां रत्नवतीकनकमञ्जरीभ्यामानन्दमहोदधिमवगाहमानः स्थितस्तत्रैव कियन्तमपि कालं, अस्यापि च व्यतिकरस्य परमार्थतः स एव पुण्योदयः कारणं, मम तु महामोहवशेन तदा प्रतिष्ठितं हृदये यदुत-अहो हिंसावैश्वानरयोः प्रभावातिशयः, अनयोर्हि माहात्म्येन मयेयं निरुपमाऽऽनन्दाऽमृतरसकूपिका कनकमञ्जरी लब्धेति यतः कथितं तेतलेः कपिञ्जलया कनकचूडराजादाकर्णितं मणिमञ्जरीवचनं यथा-यतोऽनेन नन्दिवर्धनकुमारेण महाबलावपि द्रुमसमरसेनौ लीलया विनिपातितौ, तस्मादस्मै युक्तेयं दातुं कनकमञ्जरीति तौ च द्रुमसमरसेनौ मया हिंसावैश्वानरप्रभावादेव विनिपातितौ, तस्मात्परमार्थतो हिंसावैश्वानराभ्यामेव ममेयं कनकमञ्जरी संपादितेति, ततो जातं मे गाढतरं हिंसावैश्वानरस्नेहप्रतिबद्धमन्तःकरणं, ततो वैश्वानरवचनेन तैः क्रूरचित्ताभिधानैर्वटकैः प्रतिदिनमुपयुज्यमानैर्जनितं चण्डत्वं, संपादितमसहनत्वं, विहिता रौद्रता, निर्वर्तितो भासुररौद्रभावः, गताऽङ्गाङगीभावं क्रूरता, जातोऽहं स्वरूपं तिरोधाय साक्षादिव वैश्वानरः, ततो नापेक्षे वटकोपयोगं, किं तर्हि ? सततप्रज्वलितोऽहमाक्रोशामि हितभाषिणं, ताडयामि निष्कारणमेव परिजनं । हिंसया तु पुनः पुनराश्लिष्यमाणस्य मे संजातमाखेटकव्यसनं, ततः प्रतिदिनं निपातयामि स्माऽहमनेकजन्तुसंघातं, दृष्टं तन्मदीयचेष्टितं कनकशेखरेण । चिन्तितमनेनअहो किमिदमीदृशमस्याऽसमञ्जसं चरितम्?
વૈશ્વાનર અને હિંસાથી પ્રભાવિત થયેલ નંદિવર્ધનકુમારની ચેષ્ટાઓ હું=નંદિવર્ધન, દેવલોકના ભવનને પણ ચઢે એવા સુંદર ભવનમાં કનકમંજરી સાથે વાસભવનમાં
Page #425
--------------------------------------------------------------------------
________________
४०४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રવેશ્યો. કામરૂપી અમૃતસાગરના અવગાહનવાળો થયો. અને આ રીતે પ્રવર્ધમાન અનુરાગવાળા અમારા બેતા=કતકમંજરી અને નંદિવર્ધનના, કેટલાક દિવસો પસાર થયા, અને આ બાજુ વિભાકરનું વણકર્મ કરાયું યુદ્ધમાં જે ઘા લાગેલા તેનું ઔષધ કરાયું. શરીરથી સમર્થ બન્યો. મારી સાથે નંદિવર્ધન સાથે, આનો સ્નેહભાવ થયો=વિભાકરનો સ્નેહભાવ થયો. વિશ્વાસ ઉત્પન્ન થયો=વિભાકરને નંદિવર્ધનમાં વિશ્વાસ ઉત્પન્ન થયો. અચદા બહુમાન કરીને સપરિકરવાળો આ=વિભાકર, કનકચૂડ રાજા વડે સ્વસ્થાનમાં મોકલાયો, અને જે પણ તે અમ્બરીષ નામના વીરસેન વગેરે ચોરટાઓ પ્રવરસેન હણાયે છતે સ્વીકારાયેલા સેવકભાવવાળા મારી સાથે નંદિવર્ધત સાથે, પૂર્વમાં આવેલા, તે પણ કરાયેલા સન્માનવાળા મારા વડે વિસર્જન કરાયા. સ્વસ્થાનમાં ગયા. ત્યારપછી હું=નંદિવર્ધન, વિગત ચિંતાસંતાપવાળો તે રત્નાવતી અને કડકમંજરી સાથે આનંદરૂપ મહાસાગરને અવગાહન કરતો ત્યાં જ=કનકચૂડ રાજાના નગરમાં, કેટલોક પણ કાળ રહ્યો. આ પણ પ્રસંગનું પરમાર્થથી તે જ પુણ્યોદય કારણ છે. મને વળી, મહામોહના વશથી ત્યારે હૃદયમાં જણાયું. શું જણાયું તે ‘દુતથી બતાવે છે – અહો હિંસા અને વૈશ્વાનરનો પ્રભાવ અતિશય. આ બેના માહાભ્યથી મારા વડે નિરુપમ આનંદના અમૃતના રસની કૂપિકા જેવી કનકમંજરી પ્રાપ્ત કરાઈ. જે કારણથી તેતલીને કહેવાયું. કપિંજલા વડે કનકચૂડ રાજા પાસેથી મણિમંજરીનું વચન સાંભળેલું. જે આ પ્રમાણે – જે કારણથી આ નંદિવર્ધનકુમાર વડે મહાબલવાળા પણ દ્રમ અને સમરસેનને લીલાપૂર્વક નાશ કરાયા, તે કારણથી આને આ કનકમંજરી આપવી યુક્ત છે, અને દ્રમ અને સમરસેન મારા વડે=નંદિવર્ધન વડે, હિંસા અને વૈશ્વાનરના પ્રભાવથી જ વિનિપાત કરાયા. તે કારણથી પરમાર્થથી હિંસા વૈશ્વાનર દ્વારા જ મને આ કનકમંજરી સંપાદિત કરાઈ. તેથી આ પ્રકારે નંદિવર્ધનને વિપર્યાસને કારણે જણાયું તેથી, મને નંદિવર્ધનને હિંસા અને વૈશ્વાનર સાથે સ્નેહપ્રતિબદ્ધ અંતઃકરણ થયું અર્થાત્ હિંસાની વૃત્તિ અને ક્રોધની વૃત્તિ તીવ્રતમ થઈ. તેથી વૈશ્વાનરના વચનથી પ્રતિદિન ઉપભોગ કરતાં તે ક્રૂરચિત નામના વડા વડે મારું ચંડપણું ઉત્પન્ન થયું. અસહનપણું સંપાદિત કરાયું. રોદ્રતા કરાઈ=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે પર્યાલોચનને કારણે નંદિવર્ધનને પોતાના ક્રોધી સ્વભાવની પ્રેરણાથી પ્રતિદિન ક્રચિત્તતા વધે છે તેથી ચંડસ્વભાવ અતિશય બને છે. કોઈનું સહન ન કરી શકું એવો સ્વભાવ વૃદ્ધિ પામે છે, રૌદ્રતા અતિશય થાય છે. ભાસુર રૌદ્રસ્વભાવવાળો હું કરાયો. ક્રૂરતા અંગાગીભાવવાળી થઈ=પ્રકૃતિરૂપ થઈ. સ્વરૂપનું તિરોધાન કરીને સાક્ષાત્ વૈશ્વાનર જેવો હું થયો. તેથી વડાના ઉપયોગની અપેક્ષા નથી કૂરચિત માટે યત્ન કરવાની અપેક્ષા નથી. પરંતુ સતત પ્રજવલિત થયેલો હું હિતભાષીને આક્રોશ કરું છું, નિષ્કારણ પરિજનને તાડન કરું છું. વળી, હિંસાથી આશ્લેષ પામતા મને=નંદિવર્ધનને, શિકાર કરવાનું વ્યસન થયું. તેથી પ્રતિદિન અનેક જંતુઓના સમૂહને મારતો હતો. મારું ચેષ્ટિત કનકશેખર વડે જોવાયું. આના વડે=કાકશેખર વડે, વિચારાયું – અહો આનું નંદિવર્ધનનું, ક્યા કારણથી આવું અસમંજસ ચરિત્ર છે ?
Page #426
--------------------------------------------------------------------------
________________
૪૦૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
कनकशेखरसूचितदोषद्वयम् શ્લોક :
તથ-િ रूपवान् कुलजः शूरः, कृतविद्यो महारथः । तथाप्ययं ममाभाति, न किञ्चित्रन्दिवर्धनः ।।१।।
કનકશેખર વડે સૂચિત દોષદ્વય શ્લોકાર્થ:
તે આ પ્રમાણે – રૂ૫વાળો, કુલવાળો, શૂરવીર, વિધાવાળો મહારથ આ છે. તોપણ નંદિવર્ધન મને કંઈ ભાસતો નથી-આનંદને વધારનારો ભાસતો નથી. III શ્લોક :
यतोऽसौ हिंसयाऽऽश्लिष्टो, युक्तो वैश्वानरेण च ।
परोपतापनिरतो धर्माद्रेण वर्तते ।।२।। શ્લોકાર્થ :
જે કારણથી આ=નંદિવર્ધન, હિંસાથી આશ્લિષ્ટ, વૈશ્વાનરથી યુક્ત, પરોપતાપમાં નિરત, ધર્મથી દૂર વર્તે છે. રા. શ્લોક :
अतो नोपेक्षितुं युक्तो, ममाऽयं हितकारिणः ।
वचने यदि वर्तेत, स्यादस्मै हितमुत्तमम् ।।३।। શ્લોકાર્ચ -
આથી મને ઉપેક્ષા કરવી યુક્ત નથી. જો આ હિતકારી એવા મારા વચનથી વર્તે તો આનું ઉત્તમહિત થાય. Il3II શ્લોક :
केवलस्य च मे वाक्यं, कदाचिन्न करोत्ययम् ।
ताताऽभ्यणे पुनः प्रोक्तः, कुर्यात्तत्तातलज्जया ।।४।। શ્લોકાર્ચ -
અને કેવલ મારું વાક્ય કદાચ આ ન કરે પરંતુ પિતાની પાસે કહેવાયેલું પિતાની લજ્જાથી કરે. III
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
બ્લોક :
तदेनं तातसहितः, शिक्षयामि तथा कृते ।
हिंसावैश्वानरौ हित्वा, स्यादेष गुणभाजनम् ।।५।। શ્લોકાર્ચ -
તેથી પિતા સહિત એવો હું આને બોધ કરાવું. તે પ્રમાણે કરાયે છતે હિંસા અને વૈશ્વાનરને છોડીને આ નંદિવર્ધન, ગુણનું ભાજન થાય. પણ
ततः कृतो गृहीतार्थः कनकशेखरेण राजा । अन्यदा प्रविष्टोऽहं राजास्थाने, विहितप्रतिपत्तिर्निविष्टोऽहं नरेन्द्रसमीपे, ततः श्लाघितोऽहं कनकचूडराजेन । कनकशेखरेणाऽभिहितं-तात! एवंविध एवाऽयं नन्दिवर्धनः स्वरूपेण, केवलमिदमेकमस्य विरूपकं-यदेष सतां गर्हिते कुसंसर्गे वर्तते । नृपतिराहकीदृशोऽस्य कुसंसर्गः? कनकशेखरेणाऽभिहितं-अस्त्यस्य स्वरूपोपतापहेतुः सर्वानर्थकारणं वैश्वानरो नाम बालवयस्यः, तथा विद्यतेऽस्य श्रूयमाणाऽपि जगतस्त्रासकारिणी महापापहेतुहिंसा नाम भार्या, ताभ्यां च युक्तस्याऽस्येक्षुकुसुमस्येव निष्फलेव शेषगुणधवलता, नृपतिराह-यद्येवं ततस्तयोः पापयोस्त्याग एव श्रेयान् नाश्रयणम् ।
ત્યારપછી કનકશેખર વડે ગૃહીત અર્થવાળો સજા કરાયો કનકશેખરે તે કથન પોતાના પિતા કનકચૂડને કહ્યું કે આ પ્રમાણે આપણે નંદિવર્ધનને હિતશિક્ષા આપશું એ પ્રકારના ગૃહીત અર્થવાળો રાજા કનકશખરથી કરાયો. અચૂદા રાજાસભામાં પ્રવેશ્યો. પ્રતિપત્તિ કરાઈ. રાજાના સમીપમાં હું બેઠો. ત્યારપછી કનકચૂડ રાજા વડે હું પ્રશંસા કરાયો. કતકશેખર વડે કહેવાયું – હે તાત ! આવા જ પ્રકારનો આ નંદિવર્ધન સ્વરૂપથી છે તમે જે પ્રકારે તેની પ્રશંસા કરી તેવા પ્રકારનો આ નંદિવર્ધન
સ્વરૂપથી છે. કેવલ આનું નંદિવર્ધનનું એક આ વિરૂપક છે. જે કારણથી સંતોને ગહિત એવા કુસંસર્ગમાં આ વર્તે છે. રાજા કહે છે કનકચૂડ કહે છે – આલોકનંદિવર્ધનનો, કેવો કુસંસર્ગ છે? કતકશેખર વડે કહેવાયું – આલોકનંદિવર્ધનનો, સ્વરૂપથી ઉપતાપનો હેતુ સર્વ અનર્થનું કારણ વૈશ્વાનર નામનો બાલમિત્ર છે. સંભળાતી પણ જગતને ત્રાસ કરનારી મહાપાપના હેતુ સમી હિંસા નામની ભાર્યા આનેકનંદિવર્ધનને, વિદ્યમાન છે, અને તેનાથી=વૈશ્વાનર અને હિંસાથી, યુક્ત એવા આને શેરડીના કુસુમની જેમ શેષ ગુણધવલતા નિષ્ફલ જેવી છે. રાજા કહે છે – જો આ પ્રમાણે છેકનકચૂડ કહે છે એ પ્રમાણે છે, તો તે બે પાપીઓનો=વૈશ્વાનર અને હિંસા તે બે પાપીઓનો, ત્યાગ જ શ્રેયસ્કારી છે. આશ્રય ન કરવો જોઈએ. શ્લોક :
તથાદિवयस्यः स विधातव्यो, नरेण हितमिच्छता । इहाऽमुत्र च यः श्रेयान्, न लोकद्वयनाशकः ।।१।।
Page #428
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
श्लोकार्थ :
તે આ પ્રમાણે હિત ઈચ્છતા એવા મનુષ્યો વડે તે મિત્ર કરવો જોઈએ, જે આલોક અને परलोऽमां श्रेय भाटे थाय, सोऽद्रयनो नाश नाय ||१||
श्लोड :
-
तथा
सा भार्या विदुषा कार्या, या लोकाह्लादकारिका । धर्मसाधनहेतुश्च, न पुनर्दुष्टचेष्टिता ||२||
४०७
श्लोकार्थ :
અને વિદ્વાને તે પત્ની કરવી જોઈએ, જે લોકોના આહ્લાદને કરનારી ધર્મસાધનનો હેતુ હોય પરંતુ દુષ્ટ ચેષ્ટિત એવી પત્ની કરવી જોઈએ નહીં. IIII
नन्दिवर्धनस्य धृष्टता
एवं च वदतोस्तयोर्वचनेन सततं ज्वलमानोऽपि वह्निरिव सर्पिषा गाढतरं प्रज्वलितोऽहं ततो मया व्याधूनितमुत्तमाङ्गं आस्फोटितं करतलेन भूमिपृष्ठं, विमुक्तः प्रलयनिर्घाताकारो हुङ्कारः, आलोकितमुग्रचलत्तारिकया दृष्ट्या तयोरभिमुखं अभिहितश्च राजा- अरे मृतक ! मदीयजीवितं वैश्वानरं हिंसां च पापतया कल्पयसि, न लक्षयसि कस्य प्रसादात्त्वयेदं राज्यं समासादितं, किं तर्हि ? मदीयवैश्वानरमन्तरेण भवतः पित्राऽपि स समरसेनो द्रुमो वा निहन्तुं शक्येत ? कनकशेखरः पुनरेवमभिहितः - अरे वृषल ! किं मत्तोऽपि पण्डिततरस्त्वमसि ? येनैवं मां शिक्षयसि, ततस्तदवलोक्याऽऽकर्ण्य च मदीयवचनं विस्मितोऽसौ राजा, कृतं कनकशेखरेण स्मेरं मुखम् । मया चिन्तितं - अये ! नैतौ मां गणयतः, ततः समाकृष्टा चमत्कुर्वाणा क्षुरिका । अभिहितं च- अरे गेहेनर्दिनौ ! दर्शयामि भवतोः स्वकीयवैश्वानरवीर्यं, प्रहरणहस्तौ भवतः, ततः समुत्खातक्षुरिकं, ललमानजिह्वं यममिव मामवलोक्य दूरीभूतं राजकं, न चलितौ राजकनकशेखरौ ततः सन्निहिततया पुण्योदयस्य, महाप्रताप राजकनकशेखरयोर्भवितव्यतावशेन चादत्त्वैव प्रहारं निर्गतोऽहमास्थानाद्, गतः स्वभवनं, ततः प्रभृत्यपकर्णितोऽहं कनकचूडकनकशेखराभ्यां मयाऽपि दृष्टौ तौ शत्रुरूपौ, विच्छिन्नः परस्परं लोकव्यवहारोऽपीति ।
નંદિવર્ધનની ધૃષ્ટતા
અને આ પ્રમાણે બોલતા બેના વચનથી સતત ઘીથી બળતા પણ વક્તિની જેમ ગાઢતર હું પ્રજ્વલિત થયો. અર્થાત્ વહ્નિ બળતો હોય અને ઘી નાંખવામાં આવે તો અગ્નિ અત્યંત પ્રજ્વલિત
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ થાય છે તેમ કનકશેખર અને કનકચૂડના વચનરૂપ ઘીથી હું અત્યંત પ્રજ્વલિત થયો. તેથી મારા વડે માથું ધૂનન કરાયું. હાથ વડે ભૂમિતલ પછાડાયું. પ્રલયના નિર્માતના આકારવાળો હુંકારો મુકાયો. ઉગ્રચલકીકીવાળી દૃષ્ટિથી તે બેતી અભિમુખ જોવાયું. અને કહેવાયું – હે રાજા, અરે મૃતક !=મડદા જેવા ! મારા જીવિત વૈશ્વાનર અને હિંસાને પાપપણાથી કલ્પે છે, કોના પ્રસાદથી તારા વડે આ રાજ્ય પ્રાપ્ત કરાયું તે જાણતો નથી ? વળી તું મારા વૈશ્વાનર વગર તારા પિતા વડે પણ તે સમરસેન અને દ્રુમ હણવા માટે શક્ય થાય ? વળી, આ રીતે કનકશેખર કહેવાયો – અરે નપુંસક ! શું મારાથી પણ તું પંડિતતર છો ? જેથી આ પ્રમાણે મને શિક્ષા આપે છે. તેથી તેને જોઈને=નંદિવર્ધનને જોઈને, અને મારું વચન સાંભળીને આ રાજા વિસ્મિત થયો. કનકશેખર વડે હાસ્યમુખ કરાયું. મારા વડે અરે ! આ બંને મને ગણતા નથી તેથી ચમકારને કરતી તલવાર ખેંચાઈ. અને
-
વિચારાયું કહેવાયું – અરે ઘરમાં નાચનારા તમને બંનેને સ્વકીય વૈશ્વાનરનું વીર્ય બતાવું. તમે બંને તલવારહસ્તવાળા થાઓ. ત્યારપછી ખેંચેલા તલવારવાળા, લટકતી જિહ્વાવાળા યમ જેવા મને જોઈને રાજાનો સમુદાય દૂર થયો. રાજા અને કનકશેખર ચાલ્યા નહીં. પુણ્યોદયનું સંનિહિતપણું હોવાથી-કનકશેખર અને કનકચૂડના પુણ્યોદયનું સંનિહિતપણું હોવાથી, રાજા અને કનકશેખરનું મહાપ્રતાપપણું હોવાથી અને ભવિતવ્યતાના વશથી પ્રહારને આપ્યા વગર જ હું સભામાંથી નીકળી ગયો. સ્વભવનમાં ગયો. ત્યારપછી હું કનકચૂડ અને કનકશેખર દ્વારા અપકણિત કરાયો=ઉપેક્ષા કરાયો. મારા વડે પણ=નંદિવર્ધન વડે પણ, તે બંને=કનકચૂડ અને કનકશેખર, શત્રુરૂપે જોવાયા. પરસ્પર લોકવ્યવહાર પણ વિચ્છિન્ન થયો. वङ्गपतिकृतजयस्थलाक्रमणं नन्दिवर्धनस्य च तत्र गमनम्
-
अन्यदा समागतो जयस्थलाद्दारुको नाम दूतः, प्रत्यभिज्ञातो मया, निवेदितमनेन यथा - कुमार ! महत्तमैः प्रहितोऽहम् । मया चिन्तितं अये ! किमिति महत्तमैः प्रहितोऽयं, न पुनस्तातेन । ततो जाताऽऽशङ्केन पृष्टोऽसौ मया अपि कुशलं तातस्य ? दारुकः प्राह- कुशलं, केवलमस्ति वङ्गाधिपतिर्यवनो नाम राजा, तेन चागत्य महाबलतया समन्तान्निरुद्धं नगरं, स्वीकृतो बहिर्विषयः, दापिता स्थानकानि, भग्नः पर्याहारः, न चास्ति कश्चित्तन्निराकरणोपायः, ततः क्षीरसागरगम्भीरहृदयोऽपि मनागाकुलीभूतो देवः, विषण्णा मन्त्रिणः, उन्मनीभूता महत्तमाः, त्रस्ता नागरकाः, किम्बहुना ? न जाने किम भविष्यति ? इति वितर्केण संजातं सर्वमपि देवशरणं तन्नगरं, ततो मन्त्रिमहत्तमैः कृतपर्यालोचः स्थापितः सिद्धान्तो यदुत - नन्दिवर्धनकुमार एव यदि परमेनं यवनहतकमुत्सादयति, नापरः पुरुष इति, ततो मतिधनेनाभिहितं ज्ञाप्यतामिदमेवंस्थितमेव देवाय । बुद्धिविशालेनाभिहितंनैवेदं देवाय ज्ञापनीयम् । मतिधनः प्राह- कोऽत्र दोषः ? बुद्धिविशालेनाऽभिहितं सुतवत्सलतया देवस्य कदाचिदेवंविधसङ्कटे नन्दिवर्धनाऽऽगमनं न प्रतिभासेत, तस्माद्देवस्याऽज्ञापनमेव श्रेयः, प्रज्ञाकरः प्राह- साधु साधु उपपद्यमानं मन्त्रितं बुद्धिविशालेन, मतिधन ! किमत्राऽन्येन विकल्पेन ?
Page #430
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ
૪૦૯ प्रेष्यतां कुमाराऽऽह्वानाय प्रच्छन्न एव दूतः येन सर्वत्र शान्तिः संपद्यते । मतिधनेनाऽभिहितं एवं भवतु, ततः सर्वरोचकेन प्रहितोऽहमिति । तदिदं दूतवचनमाकोल्लसितो वैश्वानरः, भविष्यति मम चारुतरोऽवसर इति प्रहसिता हिंसा, मयाऽभिहितं-अरे! ताडयत प्रस्थानभेरिं, सज्जीकुरुत चतुरङ्गसेनां तथा कृतं नियुक्तैः, ततः सर्वबलेन चलितोऽहं, नाख्यातं कनकचूडकनकशेखरयोः, केवलं कनकमञ्जरीवत्सलतया प्रवृत्ता मणिमञ्जरी, ततोऽनवरतप्रयाणकैः प्राप्ता वयं जयस्थलाऽऽसन्ने, अभिहितो मया वैश्वानरो यदुत-वयस्य! सततप्रवृत्ता ममाऽधुना तेजस्विता नाऽपेक्षते वटकोपयोगं, तत्किमत्र कारणमिति? वैश्वानरेणाऽभिहितं-कुमार! निष्कृत्रिमभक्तिग्राह्या वयं, अतुला च ममोपरि कुमारस्य भक्तिः, मद्वीर्यप्रभवाणि चैतानि क्रूरचित्तानि वटकानि भक्तिमतामेव पुंसां शरीरे प्रचरन्ति, तेन प्रचारितानि कुमारस्य शरीरे, गतानि तन्मयतां, किम्बहुना? मद्रूप एवाऽधुना वीर्येण कुमारो वर्तते, अन्यच्च-कुमार! मदीयवचनाऽनुभावादेवेयमपि हिंसाऽधुना कुमारस्य प्रतिपन्ना सात्मीभावं, नात्र सन्देहो विधेयः । मयाऽभिहितं-अद्यापि सन्देहः? ।
વંગપતિએ કરેલ જયસ્થલમાં આક્રમણ અને નંદિવર્ધનનું ત્યાં ગમન અચદા જયસ્થલથી દારુક નામનો દૂત આવ્યો. મારા વડે=નંદિવર્ધત વડે, ઓળખાયો. આના વડે= દૂત વડે, નિવેદન કરાયું. તે આ પ્રમાણે – હે કુમાર ! મહત્તમ વડે મંત્રી વડે, હું મોકલાયો છું. મારા વડે વિચારાયું - કયા કારણથી આ દૂત, મંત્રી વડે મોકલાયો છે, વળી પિતા વડે નહીં. તેથી થયેલી શંકાવાળા મારા વડે આ દૂત, પુછાયો. વળી પિતાનું કુશલ છે? દારુક કહે છે – કુશલ છે, કેવલ વંગાધિપતિ યવન નામનો રાજા છે અને તેના આધ્યેથી મહાબલપણાથી ચારે બાજુથી નગર વિરુદ્ધ છે જયસ્થલ વગર વિરુદ્ધ છે. બહારનો વિષય નગરના બહારનું સ્થાન, સ્વીકારાયું છે. સ્થાનિકો અપાયાં છે. ભગ્ન પર્યાહાર છે તેનું નિરાકરણ કરવું દુષ્કર છે. કોઈ તેના નિરાકરણનો ઉપાય નથી. તેથી ક્ષીરસાગરગંભીર હદયવાળા પણ દેવ=નંદિવર્ધનના પિતા, થોડાક આકુલીભૂત છે. મંત્રીઓ વિશાદવાળા છે. મહત્તમો ઉન્મતીભૂત છે=લડવાથી વિમુખ થયા છે. નાગરિકો ત્રસ્ત છે. વધારે શું કહું? આમાં=વંગાધિપતિ વિશે, શું થશે ? તે હું જાણતો નથી. એ પ્રકારના વિતર્કથી સર્વ પણ દેવતા=ભાગ્યતા, શરણવાળું તે નગર થયું છે. તેથી મંત્રી અને મહત્તમો વડે કરાયેલા પર્યાલોચાવાળો સિદ્ધાંત સ્થાપિત કરાયો. તે સિદ્ધાંત “કુતથી બતાવે છે – જો વળી, નંદિવર્ધતકુમાર જ આ યવનહતકને દૂર કરી શકે છે, બીજો પુરુષ નહીં. તેથી મતિધન વડે કહેવાયું – આ પ્રમાણે રહેલું જ દેવને જણાવો. બુદ્ધિવિશાલ વડે કહેવાયું – આ દેવને જ્ઞાપનીય નથી=નંદિવર્ધનના પિતાને જણાવવા જેવું નથી. મતિધન પૂછે છે – આમા શું દોષ છે? બુદ્ધિવિશાલ વડે કહેવાયું – પુત્રની વત્સલતાથી દેવને રાજાને, કદાચ આવા પ્રકારના સંકટમાં નંદિવર્ધનનું આગમન રુચશે નહીં. તે કારણથી દેવને અજ્ઞાપન જ શ્રેય છે. પ્રજ્ઞાકર કહે છે – સુંદર, સુંદર, બુદ્ધિવિશાલ વડે ઘટમાન મંત્રણા કરાઈ. હે
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મતિધન ! અહીં અન્ય વિકલ્પ વડે શું? કુમારને બોલાવવા માટે પ્રચ્છન્ન જ દૂત મોકલાવો. જેના કારણે સર્વત્ર શાંતિ થાય. મતિધન વડે કહેવાયું – આ પ્રમાણે થાઓ. ત્યારપછી સર્વરોચક નામના મંત્રી વડે હું મોકલાવાયો છું. તે આ દૂતનું વચન સાંભળીને શ્વાનર ઉલ્લસિત થયો. મારો સુંદરતર અવસર થશે તેથી હિંસા ખુશ થઈ. મારા વડે કહેવાયું – અરે ! પ્રસ્થાનભેરિ વગાડો. ચતુરંગ સેવાને સજ્જ કરો. તેમજ નિયુક્તો વડે કરાયું. ત્યારપછી સર્વબલથી હું ચાલ્યો. કનકચૂડ અને કતકશેખર મેં કહ્યું નહીં. કેવલ કનકમંજરીના વત્સલપણાને કારણે મણિમંજરી પ્રવૃત્ત થઈ. તેથી અનવરત પ્રયાણ વડે=સતત પ્રયાણ વડે, અમે જયસ્થલ આસન્ન પ્રાપ્ત થયા. મારા વડે શ્વાનર કહેવાયો. તે યદુત'થી બતાવે છે – હે મિત્ર ! સતત પ્રવૃત એવી મારી તેજસ્વિતા વટકના ઉપયોગની અપેક્ષા રાખતી નથી. તે કારણથી શું અહીં કારણ છે ? વૈશ્વાનર વડે કહેવાયું – હે કુમાર ! વિકૃત્રિમ ભક્તિગ્રાહ્ય અમે છીએ અને મારા ઉપર વૈશ્વાનર ઉપર, કુમારની અતુલ ભક્તિ છે અને મારા વીર્યથી પ્રભાવ આ ક્રૂરચિત નામનાં વડાંઓ ભક્તિવાળા પુરુષના શરીરમાં પ્રચાર પામે છે. તે કારણથી કુમારના શરીરમાં પ્રચારિત થયાં છે=જૂરચિત્ત વડાંઓ શરીરમાં પ્રવિષ્ટ છે અને તન્મયતાને પામ્યાં છે કુમારના શરીરરૂપ બન્યાં છે, વધારે શું કહું ? મારા રૂપવાળો જ=વૈશ્વાનરના રૂપવાળો જ, હમણાં વીર્યથી કુમાર વર્તે છે. અને બીજું – હે કુમાર ! મારા વચનના અનુભાવથી જ આ હિંસા હમણાં કુમારના સાત્મીભાવને પામેલી છે=અંગાંગીભાવને પામેલી છે, આમાં=હિંસાના અંગાગીભાવમાં, સંદેહ કરવો જોઈએ નહીં. મારા વડે કહેવાયું – હજી પણ સંદેહ છે?
___ यवनराजस्य पराजयो मृतिश्च ततो यावदेतावानावयोर्जल्पः संपद्यते स्म तावदर्शनवीथिमवतीर्णं परबलं, दृष्टमनेनाऽस्मदनीकं, ततस्तत्संनद्धमागतमभिमुखं, ततः संलग्नमायोधनम् । तच्च कीदृशम्?
યવનરાજાનો પરાજય અને મરણ તેથી જ્યાં સુધી આટલો આપણા બેનો જલ્પ પ્રવર્યો, ત્યાં સુધી દર્શતપથમાં પરબલ અવતીર્ણ થયું જયસ્થલ વગરની આજુબાજુ ઘેરીને રહેલું યવનરાજાનું સૈન્ય જોવાયું. આના દ્વારા અમારું સેચ જોવાયું યવન દ્વારા અમારું સૈન્ય જોવાયું. ત્યારપછી તેનું સૈન્ય અભિમુખ આવ્યું. ત્યારપછી યુદ્ધ શરૂ થયું. તે કેવું છે ? શ્લોક :
रथौघघघरारवं, गजेन्द्रगर्जदारुणम् । महाश्वहेषितोडुरं, पदातिशब्दभीषणम् ।।१।।
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :રથના સમૂહના ઘર્ઘર અવાજવાળું, ગજેન્દ્રના ગર્જિતથી દારુણ, મહાઅશ્વના છેષારવથી ઉદ્ધર, સેનિકોના શબ્દથી ભીષણ. III શ્લોક :
क्षणेन च तत्किंभूतं संपन्नम्?विदीर्णचक्रकूबरं, विभिन्नमत्तकुञ्जरम् । विनाथवाजिराजितं, पतत्पदातिमस्तकम् ।।२।। प्रजातसैन्यतानवं, प्रनष्टदेवदानवम् ।
असिग्रहप्रवर्धकं, प्रनृत्तसत्कबन्धकम् ।।३।। युग्मम् ।। શ્લોકાર્ચ -
અને ક્ષણથી તે કેવા પ્રકારનું થયું ? તે કહે છે – તોડી નંખાયેલા ચક્રના ફૂબરવાળું, ભેદાયેલા મહોમ્મત્ત હાથીઓવાળું, સ્વામી વગરના ઘોડાથી શોભતું, પડતાં સૈનિકોનાં મસ્તકવાળું, પ્રજાત સૈન્યના તાળવવાનું યુદ્ધને કારણે ઘણા સૈનિકો મરવાથી અલ્પસૈન્યવાળું, નાશ થયેલા દેવદાનવવાળું, તલવારોના ગ્રહણથી પ્રવર્ધક, નૃત્ય કરતાં વિધમાન ઘડવાળું મસ્તક રહિત ઘડવાળું, યુદ્ધ થયું એમ અન્વય છે. ll-all
ततोऽभिभूता यवनराजसेनयाऽस्मत्पताकिनी, समुल्लसितस्तबले कलकलः, ततो वलितोऽहमेककस्तदभिमुखं, समापतितो मया सह योद्धं स्वयमेव यवनराजः, रणरभसेन चातीव मिलितौ स्यन्दनौ, ततः स्थित्वाऽहं कूबराग्रे चरणं दत्त्वा पतितस्तत्स्यन्दने, बोटितं स्वहस्तेन यवनराजस्य मस्तकम् ।
ત્યારપછી યવનરાજાની સેવાથી અમારા સૈનિકો અભિભૂત થયા. તેના બલમાં યવનરાજાના બલમાં, કલકલ ઉલ્લસિત થયો હષરવ ઉલ્લસિત થયો. તેથી હું એકલો તેને અભિમુખ વળ્યો યવનરાજાની સન્મુખ થયો. મારી સાથે સ્વયં જ યવનરાજ યુદ્ધ કરવા લાગ્યો. રણના રભસથી યુદ્ધની તીવ્રતાથી અત્યંત બંનેના રથો મળ્યા. તેથી હું ફૂબરના અગ્ર ભાગમાં રહીને ચરણને આપીને તેના રથમાં કૂદકો માર્યો. અને સ્વહસ્તથી યવનરાજાનું મસ્તક કાપી નાંખ્યું. શ્લોક :
ततः प्रादुर्भवत्तोषलसज्जयजयारवम् ।
अस्मबलं परावृत्य, समायातं मदन्तिकम् ।।१।। શ્લોકાર્ચ -
તેથી આનંદના વિલાસથી જય જય અવાજને પ્રગટ કરતું એવું અમારું સૈન્ય પાછું ફરીને મારી પાસે આવ્યું. IIll.
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૨
श्लोक :
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
अन्यच्च तदा
देवदानवगन्धर्वा, वर्णयन्तः पराक्रमम् ।
मम गन्धोदकं पुष्पैर्मिश्रं मुञ्चन्ति मस्तके ॥ २ ॥
श्लोकार्थ :
અને બીજું ત્યારે દેવ, દાનવ, ગન્ધર્વોએ પરાક્રમને વર્ણન કરતાં મારા મસ્તક ઉપર પુષ્પોથી મિશ્ર સુંગધીપાણી નાંખ્યું. II૨II
श्लोक :
ततश्च तत्परानीकं, क्षणेन हतनायकम् ।
जातं मे किङ्करं सर्वमाज्ञानिर्देशकारकम् ।।३।
श्लोकार्थ :
અને ત્યારપછી તેનું પરસૈન્ય-યવનરાજાનું સૈન્ય, ક્ષણથી હતનાયક્વાળું, સર્વ આજ્ઞાનિર્દેશકારક भारं डिंडर थयुं ॥3॥
श्लोक :
निर्गत्य नगरात्तातो, हर्षेण सह बन्धुभिः ।
समागतः समीपं मे, नगरं च सबालकम् ॥४॥
श्लोकार्थ :
નગરથી નીકળીને પિતા બંધુઓની સાથે હર્ષથી મારી સમીપે આવ્યા. અને બાલક સહિત नगर खायुं ॥४॥
मातापित्रोर्मिलनं पौरजनकृतहर्षोत्सवश्च
ततो रथादवतीर्य पतितोऽहं तातपादयोः, गृहीत्वांऽसदेशयोरूर्ध्वकृत्याऽऽनन्दोदकवर्षेण स्नपयता समालिङ्गितोऽहं तातेन चुम्बितो मुहुर्मुहुर्मूर्धदेशे, ततो दृष्टा मयाऽम्बा, कृतं तस्याः पादपतनं, समालिङ्गितोऽहमम्बया, चुम्बितो मस्तके, अभिहितश्चानन्दाश्रुपरिपूर्णलोचनया गद्गदया गिरा यथा-पुत्र ! वज्रशिलासम्पुटघटितमेतत्ते जनन्याः सम्बन्धि हतहृदयं यत्तवापि विरहे न शतधा विदीर्ण, निः सारितानि च वयममुष्माद् गर्भवासादिव नगररोधकाद् भवता, अतो ममापि जीवितेन चिरं जीवेति । ततो लज्जितोऽहं स्थितो मनागधोमुखं, समारूढानि सर्वाण्यपि रथवरे ।
Page #434
--------------------------------------------------------------------------
________________
૪૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
માતાપિતાનું મિલન અને પૌરજન વડે કરાયેલ હર્ષોત્સવ ત્યારપછી રથથી ઊતરીને હું પિતાના પગમાં પડ્યો. બે ખભાના દેશથી ગ્રહણ કરીને ઊભો કરીને આનંદના ઉદકની વર્ષોથી સ્નાન કરાવતા પિતા વડે હું સમાલિંગિત કરાયો. વારંવાર મસ્તકતા દેશમાં ચુંબન કરાયો. ત્યારપછી મારા વડે માતા જોવાઈ. તેણીનું પાદપતન કરાયું. હું માતા વડે સમાલિંગિત કરાયો. મસ્તકમાં ચુંબન કરાયો. આનંદના અશ્રુથી પરિપૂર્ણ લોચતવાળા ગદ્ગદ્ વાણીથી હું કહેવાયો. જે આ પ્રમાણે – હે પુત્ર ! વજની શિલાના સમ્પટથી ઘટિત તારી માતાના સંબંધી હણાયેલું આ હૃદય છે જે કારણથી તારા પણ વિરહમાં હજાર ટુકડા વડે નાશ પામ્યું નહીં. અને અમે આ ગર્ભવાસના જેવા નગરના રોધકથી તારા વડે મુક્ત કરાયા. આથી મારા પણ જીવિતથી તું ચિરકાળ જીવ. તેથી લજ્જિત થયેલો હું થોડો અધોમુખવાળો રહ્યો. સર્વ પણ રથવરમાં આરૂઢ થયા.
બ્લોક :
તતશ્યहृष्टा वैरिविमर्दैन, तुष्टा मत्सङ्गमेन च ।
ते राजलोकाः सर्वेऽपि, तदा किं किं न कुर्वते? ।।१।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી વૈરીના વિમર્દનથી હર્ષિત થયેલા, મારા સંબંધથી તોષ પામેલા તે સર્વ પણ રાજલોકો ત્યારે શું શું ન કરે? I૧ શ્લોક :
તથાદિकेचिद्ददति दानानि, केचिद् गायन्ति भाविताः ।
उद्दामतूर्यनिर्घोषैः, केचिनृत्यन्ति निर्भरम् ।।२।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – કેટલાક દાન આપે છે, ભાવિત એવા કેટલાક ગીતો ગાય છે. ઉદ્દામ વાંજિત્રોના નિર્દોષ વડે કેટલાક અત્યંત નૃત્ય કરે છે. llll શ્લોક :
केचित्कलकलायन्ते, केचिदुत्कृष्टनादिनः । काश्मीरचन्दनक्षोदैः, केचित्केलिपरायणाः ।।३।।
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
કેટલાક કલકલાટ કરે છે. કેટલાક ઉત્કૃષ્ટનાદ કરે છે કેટલાક કેશરચંદનના ધોળથી કેલિપરાયણ થાય છે. Il3II. શ્લોક :
केचिद्रत्नानि वर्षन्ति, तथाऽन्ये हासपूर्वकम् ।
हरन्ति पूर्णपात्राणि, वल्गमानाः परस्परम् ।।४।। શ્લોકાર્ય :
કેટલાક રત્નો વર્ષાવે છે. અને અન્ય પરસ્પર કૂદતા હાસ્યપૂર્વક પૂર્ણ પાત્રોનું હરણ કરે છે. III શ્લોક :
तुष्टो नागरको लोको, वल्गन्ते कुब्जवामनाः ।
कृतोर्ध्वबाहवो नृत्ताः, सर्वेऽन्तःपुरपालकाः ।।५।। શ્લોકાર્ચ -
ખુશ થયેલો નાગરલોક ! કુન્જવામનો કૂદકા મારે છે. કરાયેલા ઊંચા બાહુવાળા સર્વ અંતઃપુરના પાલકો નાચવા લાગ્યા. આપા શ્લોક :
एवं महाप्रमोदेन, प्रविश्य नगरं ततः ।
स्थित्वा राजकुले किञ्चिद् गतोऽहं निजमन्दिरे ।।६।। શ્લોકાર્ય :
આ રીતે મહપ્રમોદથી નગરમાં પ્રવેશીને ત્યારપછી કેટલોક કાળ રાજકુલમાં રહીને હું પોતાના મંદિરમાં ગયો. llll
શ્લોક :
दिवसोचितकर्तव्यं, तत्र संपाद्य सर्वथा । अनेकाद्भुतविस्तारदर्शनप्रीतमानसः ।।७।। समं कनकमञ्जर्या, रजन्यां शयने स्थितः । अथैवं चिन्तयामि स्म, महामोहवशंगतः ।।८।।
Page #436
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
દિવસને ઉચિત કર્તવ્ય ત્યાં સંપાદિત કરીને સર્વથા અનેક અદ્ભુત વિસ્તારના દર્શનથી પ્રીતમાનસવાળો કનકમંજરીની સાથે રાત્રે શયનમાં રહ્યો. હવે આ પ્રમાણે મહામોહના વશમાં ગયેલો એવો હું ચિંતન કરતો હતો. II૭-૮]
कुमारस्य मृगयाव्यसनेनोद्विग्नः पितृवर्गः
શ્લોક :
अहो वैश्वानरस्योच्चैः, प्रभावोऽयं महात्मनः । ममेयमीदृशी जाता, यतः कल्याणमालिका ।।९।।
કુમારના શિકારરૂપ વ્યસનથી ઉદ્વિગ્ન થયેલ પિતૃવર્ગ
શ્લોકાર્થ ઃ
શું ચિંતવન કરતો હતો ? તે બતાવે છે અહો વૈશ્વાનર મહાત્માનો આ અત્યંત પ્રભાવ છે જેનાથી મારી આ આવા પ્રકારની કલ્યાણની હારમાળા થઈ. IIII
શ્લોક ઃ
—
आगतोऽहं तदुत्साहाज्जाता तेजस्विता परा ।
तोषितौ जनकौ लोके, लब्धा जयपताकिका ।। १० ।।
૪૧૫
શ્લોકાર્થ ઃ
આવેલો હું=કુશાર્તપુર નગરથી જયસ્થલ નગરમાં આવેલો હું, તેના ઉત્સાહથી=વૈશ્વાનરના ઉત્સાહથી, શ્રેષ્ઠ તેજસ્વિતા થઈ. માતા-પિતા તોષ કરાયાં. લોકમાં જયપતાકા પ્રાપ્ત કરાઈ. ।।૧૦।।
શ્લોક ઃ
अहो प्रभावो हिंसाया, या विलोकनलीलया ।
करोत्येषा विशालाक्षी, मङ्क्षु वैरिविमर्दनम् ।। ११ । ।
શ્લોકાર્થ ઃ
અહો હિંસાનો પ્રભાવ, જોવા માત્રથી વિશાલ આંખવાળી એવી હિંસા વૈરીના નાશને શીઘ્ર કરે 9.119911
શ્લોક ઃ
नातः परतरं मन्ये, प्रभावे वृद्धिकारकम् ।
થયું મમ હિંસેતિ, પ્રત્યક્ષ તાવિની ।।૨।।
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
આનાથી–હિંસા વૈરીનો નાશ કરે છે તેનાથી, પ્રભાવમાં વૃદ્ધિને કરનાર અન્ય કોઈ શ્રેષ્ઠ નથી. એમ હું માનું છું. જે પ્રમાણે મારી આ હિંસા પ્રત્યક્ષ ફલદાયિની થાય છે. વિરા શ્લોક :
ततो गाढतरं रक्तोऽहं वैश्वानरहिंसयोः ।
सिद्धान्तं हृदयेनैवं, स्थापयामि विशेषतः ।।१३।। શ્લોકાર્ચ -
તેથી વૈશ્વાનર અને હિંસામાં ગાઢતર રક્ત થયેલો એવો હું હૃદય વડે વિશેષથી આ પ્રકારે સિદ્ધાંત સ્થાપન કરું છું. II૧૩ શ્લોક :
एते मे परमौ बन्धू, एते परमदेवते ।
एते एव हिते मन्ये, सर्वमत्र प्रतिष्ठितम् ।।१४।। શ્લોકાર્ચ -
આ બે હિંસા અને વૈશ્વાનર, મારા પરમબંધુ છે, આ બે પરમદેવતા છે, આ બે જ અહીંસંસારમાં, સર્વ પ્રતિષ્ઠિત હિત છે એમ હું માનું છું. ll૧૪ll શ્લોક :
एते यः श्लाघयेद्धन्यः, स मे बन्धुः स मे सुहृत् ।
एते यो द्वेष्टि मूढात्मा, स मे शत्रुर्न संशयः ।।१५।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે નંદિવર્ધન વિચારે છે. જે આ બેની શ્લાઘા કરે છે તે ધન્ય છે, તે મારો બંધુ છે, તે મારો મિત્ર છે. આ બંનેનો જે મૂઢાત્મા દ્વેષ કરે છે તે મારો શત્રુ છે એમાં સંશય નથી. II૧પી. શ્લોક :
न पुनस्तद्विजानामि, महामोहपरायणः ।
यथा पुण्योदयाज्जातं, ममेदं सर्वमञ्जसा ।।१६।। શ્લોકાર્ચ -
વળી, મહામોહપરાયણ એવો હું નંદિવર્ધન તેને જાણતો નથી. જે પ્રમાણે પુણ્યના ઉદયથી મારું આ સર્વ શીધ્ર થયું. ll૧૬ો.
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૧૭
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
हिंसावैश्वानराऽऽसक्तः, पुण्योदयपराङ्मुखः ।
ततोऽहं धर्ममार्गस्य, दूराद् दूरतरं गतः ।।१७।। શ્લોકાર્થ :હિંસા, વૈશ્વાનરમાં આસક્ત, પુણ્યોદયથી પરાક્ષુખ એવો હું ત્યારપછી ધર્મમાર્ગના દૂરથી દૂરતર ગયો. અર્થાત્ ધર્મથી અત્યંત દૂર થયો. ll૧૭ી શ્લોક :
ततश्च
रात्रिशेषे समुत्थाय, पाप. बद्धमानसः ।
ताताम्बादीनदृष्ट्वैव, गतोऽटव्यामहं ततः ।।१८।। શ્લોકાર્ય :
અને ત્યારપછી રાત્રિશેષમાં ઊઠીને શિકારમાં બદ્ધમાનસવાળો માતા-પિતા આદિને જોયા વગર જ ત્યારપછી અટવીમાં હું ગયો-નંદિવર્ધન ગયો. ૧૮ શ્લોક -
अनेकसत्त्वसम्भारं, मारयित्वा गते दिने ।
सन्ध्यायां पुनरायातः, प्रविष्टो भवने निजे ।।१९।। શ્લોકાર્થ :
અનેક જીવોના સમૂહને મારીને દિવસ પૂરો થયે છતે સંધ્યામાં ફરી આવેલો નિજભવનમાં પ્રવેશ કર્યો. II૧૯ll શ્લોક :
अथाऽसौ विदुरः प्रोक्तस्तातेनाऽऽकुलचेतसा ।
मत्समीपे कुमारोऽद्य, किं नायातः? निरूपय ।।२०।। શ્લોકાર્ય :
હવે આકુલ ચિતવાળા પિતા વડે-નંદિવર્ધનના પિતા વડે, આ વિદુર કહેવાયો. મારી સમીપે આજે કુમાર કેમ આવ્યો નથી ? તું નિરૂપણ કરતું તપાસ કર. /૨૦||
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ Rets :
विदुरेणोक्तं प्रभातेऽहं, स्मृत्वा मैत्री चिरन्तनीम् ।
दर्शनार्थं कुमारस्य, गतस्तस्यैव मन्दिरे ।।२१।। श्लोार्थ :
વિદુર વડે કહેવાયું - પ્રભાતમાં ચિરંતર મૈત્રીનું સ્મરણ કરીને હું કુમારના દર્શન માટે તેના જ महिरभो गयेलो. ॥२१॥ टोs:
ततः परिजनेनोक्तं, यथाऽऽखेटककाम्यया ।
रात्रावेव गतोऽटव्यां, कुमारो नास्ति भो! गृहे ।।२२।। लोकार्थ:
ત્યારપછી પરિજન વડે કહેવાયું – જે પ્રમાણે શિકારની કામનાથી રાત્રિમાં કુમાર અટવીમાં गयो छे, लो ! वि६२ ! घरमा कुमार नथी. ।।२२।।
ततो मयाऽभिहितं-किमद्यैव कुमारो गतः पापर्द्धिबुद्ध्या? किं वा प्रतिदिनं गच्छति ? इति । परिजनः प्राह-भद्र! यतः प्रभृतीयं हिंसा परिणीता कुमारेण, तत आरभ्य प्रतिदिनं गच्छति, नान्यथा धृतिं लभते, किम्बहुना? जीवितादपि वल्लभोऽयमधुना आखेटकः कुमारस्येति । मया चिन्तितं अहो हता देवेन वयं मन्दभाग्याः । तदिदमाभाणकमायातं यदुत-'यत्करभस्य पृष्ठे न माति तत्कण्ठे निबध्यते' इति । तथाहि वैश्वानरपापमित्रयोगेनैव कुमारस्य गाढमुद्वेजिता वयं यावतेयमपरा कृत्येवास्य भार्या संपन्नेति, तत्किं पुनरत्र विधेयमिति चिन्तयतो मे गतं दिनं, तदिदं कुमारस्य युष्मतसमीपेऽनागमनकारणमिति, तातेनाभिहितं-विदुर! महापापहेतुरिदं मृगयाव्यसनं, न च सेवितमस्मद्वंशजैर्नरपतिभिः, अतो यद्यस्य निमित्तभूतेयं भार्या कुमारस्याऽपसार्यते ततः सुन्दरं भवति, विदुरः प्राह-देव! वैश्वानरवन्निरुपक्रमेयं लक्ष्यते, अथवा श्रूयते पुनरप्यायातोऽत्र नगरे स जिनमतज्ञो नैमित्तिकः, ततः स एवाहूय प्रष्टुं युक्तो यदत्र कर्तव्यमिति, तातेनाभिहितं-आकारय तर्हि तं नैमित्तिकम्, विदुरेणोक्तं-यदाज्ञापयति देवः ।
તેથી મારા વડે વિદુર વડે, કહેવાયું, નંદિવર્ધનના પરિજનને કહેવાયું – શું આજે જ કુમાર ! શિકારની બુદ્ધિથી ગયેલો છે અથવા પ્રતિદિવસ જાય છે ? પરિજન કહે છે – હે ભદ્ર ! જ્યારથી માંડીને આ હિંસા કુમારની સાથે પરણેલી છે ત્યારથી માંડીને પ્રતિદિવસ જાય છે. અન્યથા શિકાર કર્યા વગર, ધૃતિને પામતો નથી. વધારે શું કહેવું? જીવિતથી પણ વલ્લભ આ શિકાર હમણાં કુમારને
Page #440
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૧૯
છે. મારા વડે વિચારાયું=વિદુર વડે વિચારાયું – અહો ભાગ્યથી મંદભાગ્યવાળા અમે હણાયા છીએ. તે આ આભાણક આવ્યું=વધારાનો ઉપદ્રવ આવ્યો, તે આભાણક જ ‘યદ્યુત’થી સ્પષ્ટ કરે છે – જે ઊંટની પૂંઠમાં સમાતું નથી તે કંઠમાં બંધાય છે. તે આ પ્રમાણે=કુમારના વૈશ્વાનર પાપમિત્રના યોગથી જ અમે ગાઢ ઉદ્વિગ્ન હતા એટલામાં આ=હિંસા, બીજું કૃત્ય જ ન હોય તેમ આની=નંદિવર્ધનની, ભાર્યા થઈ. તે કારણથી અહીં=નંદિવર્ધનના વિષયમાં ફરી શું કર્તવ્ય છે એ પ્રમાણે ચિંતવન કરતાં મારો દિવસ ગયો=વિદુરનો દિવસ ગયો. તે આ કુમારનું તમારી સમીપે અનાગમનનું કારણ છે. પિતા વડે કહેવાયું – હે વિદુર ! મહાપાપનો હેતુ આ શિકારનું વ્યસન છે. અમારા વંશમાં થયેલા રાજાઓ વડે સેવાયું નથી. આથી જો આના=શિકારના વ્યસનના, નિમિત્તભૂત આ કુમારની ભાર્યા=હિંસા નામની કુમારની ભાર્યા, દૂર કરાય, તો સુંદર થાય. વિદુર કહે છે. હે દેવ ! વૈશ્વાનરની જેમ નિરુપક્રમવાળી આ=હિંસા, જણાય છે. અથવા ફરી પણ આ નગરમાં તે જિનમતજ્ઞ નૈમિત્તિક આવેલ સંભળાય છે, તેથી તેને જ બોલાવીને પૂછવા માટે યુક્ત છે. જે અહીં=કુમારના વિષયમાં, કર્તવ્ય છે. પિતા વડે=નંદિવર્ધનના પિતા વડે, કહેવાયું – તે નૈમિત્તિકને બોલાવો. વિદુર વડે કહેવાયું – દેવ, જે આજ્ઞા કરે છે.
जिनमतज्ञदर्शितोपायः चारुतादेवीवर्णनम्
ततो निर्गतो विदुरः, समागतः स्तोकवेलायां गृहीत्वा जिनमतज्ञं, ततो विधाय तस्य प्रतिपत्तिमाख्यातं तातेन प्रयोजनं, ततो निरूपितं बुद्धिनाडीसञ्चारतो नैमित्तिकेन । अभिहितं च यथा - महाराज ! एक एवाऽत्र परमुपायो विद्यते, स यदि संपद्येत ततः स्वयमेव प्रलीयेत कुमारस्येयमनर्थकारिणी हिंसाभिधाना માર્યા । તાતેનામિહિત-જીવૃશઃ સ:? કૃતિ થયત્વાર્થ:।
જિનમતજ્ઞ વડે દર્શાવાયેલ ઉપાય તથા ચારુતાદેવીનું વર્ણન
ત્યારપછી વિદુર નીકળ્યો=નૈમિત્તિકને બોલાવવા માટે ગયો. થોડીવારમાં જિનમતજ્ઞને લઈને આવ્યો. ત્યારપછી તેની=જિનમતજ્ઞની પ્રતિપત્તિ કરીને=સ્વાગત કરીને, પિતા વડે પ્રયોજન કહેવાયું. ત્યારપછી બુદ્ધિનાડીના સંચારથી=જિનમતના રહસ્યને કહેનાર નિપુણ બુદ્ધિનાડીના સંચારથી, નૈમિત્તિક વડે વિચારાયું અને કહેવાયું. જે પ્રમાણે – હે મહારાજા ! અહીં=કુમારની હિંસાની નિવૃત્તિમાં, એક પરમ ઉપાય વિદ્યમાન છે. તે જો પ્રાપ્ત થાય તો સ્વયં જ કુમારની આ અનર્થકારી હિંસા નામની ભાર્યા વિલય પામે. પિતા વડે કહેવાયું તે ઉપાય કેવા પ્રકારનો છે ? એ પ્રમાણે આર્ય કહો.
जिनमतज्ञेनाऽभिहितं यत्तदा वर्णितं समक्षमेव भवतां यथा-अस्ति रहितं सर्वोपद्रवैर्निवासस्थानं समस्तगुणानां कारणं कल्याणपरम्परायाः, दुर्लभं मन्दभागधेयैश्चित्तसौन्दर्यं नगरं, तत्र च यो वर्णितः यथा - अस्ति हितकारी लोकानां कृतोद्योगो दुष्टनिग्रहे, दत्ताऽवधानः शिष्टपरिपालने, परिपूर्णः कोशदण्डसमुदयेन शुभपरिणामो नाम राजा । तस्य राज्ञो यथासौ क्षान्तेर्जनयित्री निष्प्रकम्पता
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ नाम महादेवी, तदा वर्णिता तथैव तस्याऽन्याऽपि द्वितीयाऽस्ति हितकारिणी लोकानां, निकषभूमिः सर्वशास्त्रार्थानां, प्रवर्तिका सदनुष्ठानानां, दूरवर्त्तिनी पापानां चारुता नाम राज्ञी ।
જિનમતજ્ઞ વડે કહેવાયું – જે ત્યારે તમારી સમક્ષ જ વર્ણન કરાયું; જે પ્રમાણે – સર્વ ઉપદ્રવોથી રહિત સમસ્ત ગુણોનું નિવાસસ્થાન, કલ્યાણની પરંપરાનું કારણ, મંદભાગ્યવાળા જીવો વડે દુર્લભ, ચિત્તસૌદર્યું નગર છે.
જે જીવોના ચિત્તમાં તત્ત્વને સ્પર્શનારા સુંદર ભાવો વર્તે છે તે જીવોનું જે સુંદર ચિત્ત છે તેમાં કષાયનોકષાયોના સર્વ ઉપદ્રવો પ્રાયઃ થતા નથી. તેથી સર્વ ઉપદ્રવોથી રહિત છે. વળી આત્માની ગુણવૃદ્ધિને અનુકૂળ જે પરિણતિઓ છે તે સર્વનું નિવાસસ્થાન તે નગર છે. અને જેઓ તે નગરમાં વસે છે તેઓને સદ્ગતિઓની કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે; કેમ કે સુંદર ચિત્ત પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરા દ્વારા સર્વ કલ્યાણનું એક કારણ છે. મંદભાગ્યવાળા જીવો વડે દુર્લભ છે. અર્થાત્ ક્લિષ્ટકર્મવાળા જીવો તત્ત્વને અભિમુખ નથી તેવા જીવોને સુંદર ચિત્ત દુર્લભ છે.
અને ત્યાં=પૂર્વમાં મેં જે કહેલું ત્યાં જે વર્ણન કરાયું, તે ‘થા’થી બતાવે છે સર્વ લોકોને હિતકારી, દુષ્ટ નિગ્રહમાં ધૃતઉદ્યોગવાળો, શિષ્ટ પાલતમાં દત્ત અવધાનવાળો, કોશદંડના સમુદાયથી પરિપૂર્ણ શુભપરિણામ નામનો રાજા છે.
-
જેઓનું ચિત્ત તત્ત્વને અભિમુખ બને છે ત્યારપછી તેઓને આત્મકલ્યાણનો જે શુભપરિણામ થાય છે તે શુભપરિણામ અંતરંગ જે લોકો છે તેનો હિતકારી છે; કેમ કે ધર્મરાજાના સૈન્યને શુભપરિણામ રાજા પુષ્ટ કરે છે. અનાદિ કાળથી જે દુષ્ટ ક્લિષ્ટભાવો છે તેના નિગ્રહમાં શુભપરિણામ સદા ઉદ્યમ કરે છે. વળી, શિષ્ટ પાલનમાં દત્ત અવધાનવાળો છે અર્થાત્ આત્મામાં સુંદર ભાવો છે તે રૂપ શિષ્ટ લોકો તેને પાલન કરીને સમૃદ્ધ કરે છે. વળી, કોશદંડના સમુદાયથી પરિપૂર્ણ છે અર્થાત્ તે શુભપરિણામ રાજાની અંતરંગ ધનસમૃદ્ધિ અને શત્રુને નાશ કરવાને અનુકૂળ સૈન્યશક્તિ પરિપૂર્ણ માત્રામાં છે. આથી જેઓના ચિત્તમાં સદા શુભપરિણામ વર્તે છે તેઓ અંતરંગ સમૃદ્ધિથી ધનાઢ્ય રહે છે અને અંતરંગ શત્રુની સામે લડવાને અનુકૂળ સૈના તેઓ પાસે વિદ્યમાન છે તેથી શત્રુથી સુરક્ષિત છે.
તે રાજાની જે પ્રમાણે ક્ષાન્તિની માતા આ નિષ્પકમ્પતા મહાદેવી ત્યારે વર્ણન કરાઈ=મારા વડે પૂર્વમાં વર્ણન કરાઈ, એ પ્રમાણે જ તેની-શુભપરિણામની અન્ય પણ બીજી મહાદેવી છે. તે કેવી છે તે બતાવે છે. લોકોના હિતને કરનારી, સર્વ શાસ્ત્રાર્થની નિકષભૂમિ=ઉત્પત્તિની ભૂમિ, સદનુષ્ઠાનની પ્રવર્તિકા, પાપોની દૂરવર્તિની ચારુતા નામની રાણી છે.
જે જીવોના ચિત્તના આત્મકલ્યાણનો શુભપરિણામ સદા વર્તે છે તે શુભપરિણામ સાથે ચારુતા દેવીનો સંબંધ થાય છે. તે ચારુતા જીવની સુંદર પરિણતિ છે અને તે કેવી છે તે સ્પષ્ટ કરે છે. લોકોને હિત કરનારી છે. અર્થાત્ જે જીવોમાં સુંદર પરિણતિ છે તે જીવો સમભાવના પરિણામને કારણે બધા જીવોના હિતને કરનારા થાય છે અને સમભાવનો પરિણામ જ ચારુતા છે. વળી, સર્વ શાસ્ત્રોના અર્થોની ઉત્પત્તિ ભૂમિ
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૨૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સમભાવના પરિણામરૂપ ચારુતા છે અને તે ચારુતા જીવને સદા સદનુષ્ઠાનમાં પ્રવર્તન કરાવે છે અને પાપથી દૂર રહેનારી છે તેથી સમભાવના પરિણામવાળા જીવો ક્યારેય પાપ કરતા નથી. શ્લોક :
તથાદિतावदःखानि संसारे, लभन्ते सर्वजन्तवः ।
स्वर्गापवर्गमार्ग च, न लभन्ते कदाचन ।।१।। શ્લોકાર્થ :
તે ચારુતા દેવી કેવી છે? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – સંસારમાં સર્વ જીવો ત્યાં સુધી દુઃખોને પ્રાપ્ત કરે છે, ક્યારેય સ્વર્ગ અને મોક્ષના માર્ગને પ્રાપ્ત કરતાં નથી. IIII શ્લોક :
यावत्सा चारुता देवी, तैर्न सम्यग् निषेव्यते । यदा पुनर्निषेवन्ते, तां देवीं ते विधानतः ।।२।। लब्ध्वा कल्याणसन्दोहं, तदा यान्ति शिवं नराः ।
अतः सा चारुता देवी, लोकानां हितकारिणी ।।३।। युग्मम् શ્લોકાર્થ :
જ્યાં સુધી તે ચારુતા દેવી તેઓ વડે સમ્યમ્ સેવન કરાતી નથી. વળી, જ્યારે તે દેવીને તેઓ=સંસારી જીવો, વિધિથી સેવે છેપરંતુ માત્ર વિચારવાથી નહીં પણ પ્રકૃતિમાં ચારુતાનો પરિણામ સ્થિર થાય તે રીતે સેવે છે, ત્યારે મનુષ્યો કલ્યાણના સંદોહને સમૂહને, પામીને સુગતિઓની પરંપરાને પ્રાપ્ત કરીને, મોક્ષમાં જાય છે. આથી તે ચારુતા દેવી લોકોના હિતને કરનારી છે.
જેઓ સમભાવની પરિણતિને અભિમુખ ચારુતા પ્રગટે એ પ્રકારે સદા યત્ન કરે છે તેઓ ચારુતાની ઉપાસના કરીને સંસારમાં સર્વ પ્રકારનાં દુઃખો પ્રાપ્ત કરતા નથી. અને તે પ્રકારે ચારુતાને અભિમુખ પરિણામમાં યત્ન કરીને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ્વર્ગનાં સુખો પ્રાપ્ત કરે છે અને ક્રમે કરીને મોક્ષનાં સુખો પ્રાપ્ત કરે છે અને જે તેવા નથી. તેઓ સંસારમાં સર્વ પ્રકારનાં દુ:ખો પ્રાપ્ત કરે છે અને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિના માર્ગને ક્યારેય સેવી શકતા નથી. ૨-૩
શ્લોક :
संसारसागरोत्तारकारणानि महात्मनाम् । लोके लोकोत्तरे वाऽपि, यानि शास्त्राणि कानिचित् ।।४।।
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ तेषु सर्वेषु शास्त्रेषु, वर्णिता परमार्थतः ।
उपादेयतया देवी, सा प्राज्ञैस्तत्त्वचिन्तकैः ।।५।। युग्मम् શ્લોકાર્ચ -
લોકમાં અથવા લોકોતરમાં પણ મહાત્માઓને સંસારસાગરમાંથી ઉતારનાં કારણો એવાં જે કોઈ શાસ્ત્રો છે તે સર્વ શાસ્ત્રમાં પરમાર્થથી તે દેવી ઉપાદેયપણાથી પ્રાજ્ઞ એવા તત્વચિંતકો વડે વર્ણન કરાઈ છે. ll૪-પી.
સર્વ દર્શનકાર જે કોઈ આત્મહિતનાં શાસ્ત્રો કહે છે તે સર્વ શાસ્ત્રોના જીવનો સમભાવનો પરિણામ જ ઉપાદેયરૂપે સ્વીકારે છે અને તે સમભાવ જ જીવની ચારુતા નામની પરિણતિ છે. શ્લોક :
तेन सा निकषस्थानं, शास्त्राणामिह गीयते ।
तां विना सर्वशास्त्रार्थोऽसद्बुद्धिप्रकरायते ।।६।। શ્લોકાર્ચ -
તે કારણથી તે ચારુતા, શાસ્ત્રોનું નિકષસ્થાન અહીં કહેવાય છેઃઉત્પત્તિસ્થાન કહેવાય છે, તેના વગર સર્વ શાસ્ત્રોનો અર્થ અસબુદ્ધિ જેવો બને છે ચારુતાની પરિણતિ વગર જેઓ શાસ્ત્ર ભણે છે તે સર્વ તેઓની અસબુદ્ધિની વૃદ્ધિ કરે છે. III શ્લોક :
दानं शीलं तपो ध्यानं, गुरुपूजा शमो दमः । एवमादीनि लोकेऽत्र, चारुकर्माणि भावतः ।।७।। प्रवर्तयति सा देवी, स्वबलेन महात्मनाम् । तेन सा सदनुष्ठानजनकेति निरुच्यते ।।८।। युग्मम्
શ્લોકાર્ધ :
મહાત્માઓનાં દાન, શીલ, તપ, ધ્યાન, ગુરુપૂજા, શમ, દમ વગેરે અહીં લોકમાં ભાવથી સુંદર કમ તે દેવી સ્વબલથી પ્રવર્તાવે છે. તે કારણથી તે ચારુતા, સદનુષ્ઠાનની જનક છે એ પ્રમાણે કહેવાય છે. II૭-૮ll.
શ્લોક :
कामक्रोधभयद्रोहमोहमात्सर्यविभ्रमाः । शाठ्यपैशुन्यरागाद्या, ये लोके पापहेतवः ।।९।।
Page #444
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૨૩
શ્લોકાર્ચ -
કામ, ક્રોધ, ભય, દ્રોહ, મોહ, માત્સર્ય, વિભ્રમ, શાક્ય, પૈશુન્ય, રાગાદિ જે લોકમાં પાપના હેતુઓ છે. I૯ll શ્લોક -
तेषां तया सहाऽवस्था, नास्त्येव भुवनत्रये ।
અતઃ સા વાતા વેવી, પાપાનાં તૂરવર્તિની સારા શ્લોકાર્ચ - તેઓનું તેણીની સાથે-ચારુતાની સાથે, ભુવનત્રયમાં અવસ્થાન નથી જ. આથી તે ચારુતા દેવી પાપોની દૂરવર્તિની છે. ||૧૦||
दयाप्रभावकथनम् तस्याश्च शुभपरिणामसम्बन्धिन्याश्चारुताया महादेव्या आह्लादहेतुर्जगतः, सुन्दरा रूपेण, वल्लभा बन्धूनां, कारणमानन्दपरम्परायाः, सततं मुनीनामपि हृदयवासिनी विद्यते दया नाम दुहिता ।
દયાના પ્રભાવનું કથન અને શુભ પરિણામ સંબંધીવાળી તે ચારુતા મહાદેવીની દયા નામની પુત્રી છે, તે કેવી છે ? તે બતાવે છે. જગતના આલાદનો હેતુ, સ્વરૂપથી સુંદર, બંધુઓને વલ્લભ, આનંદપરંપરાનું સતત કારણ, મુનિઓના પણ હૃદયમાં વસનારી દયા નામની પુત્રી વિદ્યમાન છે. શ્લોક :
તથાદિसर्वे चराचरा जीवा, भुवनोदरचारिणः । दुःखं वा मरणं वाऽपि, नाभिकाङ्क्षन्ति सर्वदा ।।१।।
શ્લોકાર્ય :
તે આ પ્રમાણે દયા પૂર્વમાં વર્ણન કર્યું એવા સ્વભાવવાળી છે તે તથાદિથી બતાવે છે – ભુવનના ઉદરમાં ફરનારા સર્વ ચરાચર જીવો, દુઃખને અથવા મરણને પણ સર્વદા ઈચ્છતા નથી. III
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ततश्च
सा दया द्वयमप्येतद्वारयत्येव देहिनाम् ।
तेन सा भुवनाह्लादकारणं परिकीर्तिता ।।२।।
શ્લોકાર્થ :
અને તેથી તે દયા જીવોને આ બેને=દુઃખ અને મરણને અટકાવે છે અર્થાત્ કોઈ જીવને દુઃખ આપવું જોઈએ નહીં અને કોઈ જીવને મારવા જોઈએ નહીં. એ પ્રકારે જીવમાં વર્તતો દયાનો પરિણામ વારણ કરે છે તે કારણથી તે=દયા, ભુવનના આહ્લાદનું કારણ કહેવાય છે. II૨।।
શ્લોક ઃ
मुखं शशधराकारं, माभीर्दानाख्यमुत्तमम् ।
सद्दानदुःखत्राणाख्यौ, दयायाः पीवरौ स्तनौ ||३||
શ્લોકાર્થ ઃ
ભય ન પામો એ પ્રકારનું દાન નામનું ઉત્તમ ચંદ્રના આકાર જેવું મુખ છે. સદ્દાન અને દુઃખત્રાણ નામના દયાના પુષ્ટ બે સ્તનો છે. II3II
શ્લોક ઃ
-
विस्तीर्णं जगदानन्दं, शमाख्यं जघनस्थलम् । यद्वा नास्त्येव तद्देहे, किञ्चिदङ्गमसुन्दरम् ।।४॥
શ્લોકાર્થ :
વિસ્તીર્ણ જગતના આનંદને કરનારું શમ નામનું જઘનસ્થલ છે અથવા તેના દેહમાં કોઈ અંગ અસુંદર નથી. II૪ા
શ્લોક ઃ
रूपेण सुन्दरा प्रोक्ता, तेन सा मुनिपुङ्गवैः ।
यथेष्टा बन्धुवर्गस्य तथेदानीं निगद्यते । । ५ ।
શ્લોકાર્થ
તે કારણથી=દયાનાં કોઈ અંગો અસુંદર નથી તે કારણથી, તે=દયા, મુનિપુંગવો વડે રૂપથી સુંદર કહેવાય છે. જે પ્રમાણે બંધુવર્ગને ઇષ્ટ છે=દયા ઇષ્ટ છે, તે પ્રમાણે હવે કહેવાય છે. IINI
Page #446
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક ઃ
क्षान्तिः शुभपरिणामश्च, चारुता निष्प्रकम्पता । शौचसन्तोषधैर्याद्या, दयाया बान्धवा मताः ।।६।।
શ્લોકાર્થ ઃ
ક્ષાન્તિ, શુભપરિણામ, ચારુતા, નિષ્પકમ્પતા, શૌય, સંતોષ, ધૈર્ય આદિ દયાના બાંધવો મનાયા છે. II૬ા
૪૨૫
જેઓના ચિત્તમાં પોતાના આત્માની દયા વર્તે છે તેથી બધા જીવો પ્રત્યે સમભાવનો પરિણામ વર્તે છે અને પોતાના આત્માને કષાયોથી અને ઇન્દ્રિયોની ઉત્સુકતાથી સતત રક્ષણ કરે છે તેવા મહાત્મામાં જેમ દયાનો પરિણામ વર્તે છે તેમ ક્ષમાનો પરિણામ વર્તે છે. વળી, આત્મહિત સાધવું છે એ પ્રકારનો શુભપરિણામ વર્તે છે. વળી, ચારુતા=આત્મકલ્યાણને અનુકૂળ સુંદરતા, અને પોતાના ભાવપ્રાણોના રક્ષણ માટે નિષ્પકમ્પતા વર્તે છે. વળી, શૌચ, સંતોષ, ધૈર્ય આદિ ભાવો વર્તે છે તે દયાના સહવર્તી બંધુઓ છે. ફક્ત શુભપરિણામ રાજા, નિષ્પકમ્પતા દેવી અને ચારુતા દેવી બતાવેલ તેમાંથી ચારુતા દયાની માતા છે, તે પરિણામ કરતાં અને ક્ષમાની માતા નિષ્પકમ્પતા તે પરિણામ કરતાં કંઈક ભિન્ન પરિણામવાળા દયાના બંધુઓ છે; કેમ કે દયાની ઉત્પત્તિના બીજભૂત શુભપરિણામ અને ચારુતા આદ્ય ભૂમિકાની છે અને દયા સહવર્તી વર્તતો શુભપરિણામ, ચારુતા અને નિષ્પકમ્પતા વિશેષ પ્રકારની છે.
શ્લોક ઃ
तेषां तु सतताह्लादकारिणी हृदि संस्थिता हृदयस्थिता । तेनातिवल्लभा प्रोक्ता, बन्धुवर्गस्य सा दया ।।७।।
શ્લોકાર્થ :
તેઓના=ક્ષાન્તિ આદિ બંધુઓના હૃદયમાં રહેલી, સતત આહ્લાદને કરનારી દયા છે. તેથી બંધુવર્ગને તે દયા અતિવલ્લભ કહેવાય છે. III
શ્લોક ઃ
सुरेषु मर्त्यलोके च, मोक्षे च सुखपद्धतिः । વાપરીતચિત્તાનાં, વર્તતે રવર્તિની ।।૮।ા
શ્લોકાર્થ :
દેવલોકમાં, મર્ત્યલોકમાં=મનુષ્યલોકમાં, અને મોક્ષમાં સુખપદ્ધતિ દયા પરિતચિત્તવાળા જીવોને હાથમાં વર્તે છે. II
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
જેઓ શક્તિના પ્રકર્ષથી આત્માના ભાવપ્રાણ રક્ષણ કરવા અને અન્ય જીવો પ્રત્યે દયાના સ્વભાવવાળા છે તે જીવોને મોક્ષ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સુંદર દેવલોક અને સુંદર મનુષ્યભવ મળે છે અને અંતે મોક્ષસુખ મળે છે તેથી સર્વ સુખની પ્રાપ્તિનું પ્રબલ કારણ દયાળુ ચિત્ત છે. શ્લોક :
आनन्दपद्धतेर्हेतुस्तेन सा कन्यका मता ।
अत एव सुसाधूनां, हृदये सा प्रतिष्ठिता ।।९।। શ્લોકાર્ચ -
તે કારણથી તે કન્યા આનંદપદ્ધતિનો હેતુ મનાય છે બધાં સુખો કરતલવત દયાળુ જીવને છે તે કારણથી દયા આનંદની પરંપરાનો હેતુ મનાય છે. આથી જEદયા આનંદપદ્ધતિનો હેતુ છે. આથી જ, સુસાધુના હૃદયમાં પ્રતિષ્ઠિત છે. ll ll શ્લોક :
અથવાदया हितकरी लोके, दया सर्वगुणावहा ।
કયા દિ થર્મસર્વસ્વં, તથા કોષનિકૂદની સારવા શ્લોકાર્ચ -
અથવા લોકમાં દયા હિતકરી છે, દયા સર્વ ગુણોને લાવનારી છે, દયા ધર્મનું સર્વસ્વ છે, દયા દોષને નાશ કરનારી છે; II૧૦ શ્લોક -
दयैव चित्तसन्तापविध्यापनपरायणा । दयावतां न जायन्ते, नूनं वैरपरम्पराः ।।११।।
શ્લોકાર્ધ :
દયા જ ચિત્તના સંતાપના વિધ્યાપનમાં પરાયણ છે. દયાવાળા જીવોને ખરેખર વૈરની પરંપરા થતી નથી. II૧૧/l.
દયા અન્ય જીવોને હિત કરનારી છે. જેના ચિત્તમાં દયા વર્તે છે તેમાં અન્ય સર્વ ગુણો સ્વાભાવિક આવે છે; કેમ કે દયાળુ જીવ પોતાના આત્માને શક્તિ અનુસાર કષાયોથી રક્ષણ કરે છે. દયા ધર્મનું રહસ્ય છે; કેમ કે જેને આત્માની દયા નથી તેનું સર્વ ધર્માનુષ્ઠાન નિષ્ફળ છે. અને જેમ જેમ દયા જીવમાં વૃદ્ધિ પામે છે તેમ તેમ અનાદિના દોષો ક્ષય પામે છે. વળી, જેના ચિત્તમાં દયા વર્તે છે તેના ચિત્તમાં કષાયોનો સંતાપ સતત અલ્પ અલ્પતર થતો જાય છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૨૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
किं चात्र बहुनोक्तेन? गुणसम्भारगौरवम् । वहन्ती पद्मपत्राक्षी, सा दया केन वर्ण्यताम्? ।।१२।।
શ્લોકાર્ય :
અહીં વધારે શું કહેવું ? ગુણના સંભારના ગૌરવને વહન કરતી કમળના પત્રના જેવી આંખોવાળી તે દયા કોના વડે વર્ણન કરાય? I૧૨ા
શ્લોક :
तदत्र परमार्थोऽयं, महाराजाय कथ्यते । हिंसायाः प्रलयोपायो, नापरोऽत्र निरीक्ष्यते ।।१३।।
શ્લોકાર્ય :
તે કારણથી અહીં દયાના વિષયમાં, આ પરમાર્થ મહારાજાને કહેવાય છે. હિંસાના પ્રલયનો ઉપાય નંદિવર્ધનને જે હિંસા સાથે સંબંધ થયો છે એના પ્રલયનો ઉપાય, અહીં=નંદિવર્ધનના વિષયમાં, અન્ય કોઈ જણાતો નથી. II૧૩ શ્લોક :
यदैष तां दयां धीरः, कुमारः परिणेष्यति ।
तदाऽस्य स्वयमेवैषा, दुष्टा भार्या विनश्यति ।।१४।। શ્લોકાર્ચ -
જ્યારે આ ઘર એવો કુમાર તે દયાને પરણશે ત્યારે આને સ્વયં જ આ દુષ્ટ ભાર્યા ત્યાગ કરશે. II૧૪ll. શ્લોક :
યત:इयं दाहात्मिका पापा, सा पुनर्हिमशीतला ।
ततोऽनयोर्विरोधोऽस्ति, यथाऽग्निजलयोः सदा ।।१५।। શ્લોકાર્થ :
જે કારણથી આ હિંસા દાતાત્મિકા, પાપી છે. વળી, તે-દયા, હિમ જેવી શીતલ છે, તેથી આ બેનો દયા અને હિંસાનો, સદા વિરોધ છે જે પ્રમાણે અગ્નિ અને જલનો સદા વિરોધ છે. ll૧૫II
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ
दयालाभोपायः ततस्तातेनाऽभिहितं-आर्य! कदा पुनरेष नन्दिवर्धनकुमारस्तां दयाकन्यकां परिणेष्यति? जिनमतज्ञेनाऽभिहितं-यदा शुभपरिणामो दास्यति । तातः प्राह-स एव तर्हि कदा दास्यति? जिनमतज्ञेनाऽभिहितंयदा कुमारं प्रति प्रगुणो भविष्यति । तातेनाभिहितं-कस्तर्हि तस्य प्रगुणीभवनोपायः? जिनमतज्ञः प्राह-कथितं पूर्वमेवेदं मया भवतां यथा तं शुभपरिणामनरेश्वरं यदि परं कर्मपरिणाममहाराजः प्रगुणयितुं समर्थो, नापरः, यतस्तदायत्तोऽसौ वर्तते, तस्मात्किमत्र बहुना? यदा स कर्मपरिणाममहानरेन्द्रः कुमारं प्रति सप्रसादो भविष्यति तदा स्वयमेव शुभपरिणामेनास्मै कुमाराय दयादारिकां दापयिष्यति, किं चिन्तया? अन्यच्च-लक्षयाम्येवाऽहं निमित्तबलेन कुमारस्य भव्यतामपेक्ष्य युक्तिबलेन च यदुतनियमेन क्वचित्काले सप्रसादो भविष्यत्येनं कुमारं प्रति कर्मपरिणामो, नात्र सन्देहः, ततश्च तस्मिन् काले आपृच्छ्य महत्तमभागिनीं लोकस्थिति, पर्यालोच्य सह कालपरिणत्या निजभार्यया, कथयित्वाऽऽत्मीयमहत्तमाय स्वभावाय, संभाल्य च खर मधुरवचनैरस्यैव नन्दिवर्धनकुमारस्य सम्बन्धिनीं समस्तभवान्तरानुयायिनीं प्रच्छन्नरूपामन्तरङ्गभार्यां भवितव्यतां, दीपयित्वा नियतियदृच्छादीनां कुमारवीर्य, स्थापयित्वा दयादारिकादानस्य योग्योऽयमिति सर्वसमक्षं सिद्धान्तपक्षं ततो दापयिष्यत्येव स कर्मपरिणाममहाराजो दयादारिकां कुमाराय, निःसन्दिग्धमेतद्, अतो मुञ्चत यूयमाकुलताम् । तातः प्राहतत्किमधुनाऽस्माकं प्राप्तकालम् ? जिनमतज्ञेनोक्तं-मौनमवधीरणा च । तातेनाऽभिहितं-आर्य! किमात्मपुत्रोऽस्माभिरवधीरयितुं शक्यते? जिनमतज्ञः प्राह-तत्किमत्र क्रियताम् ? यदि हि बहिरङ्गोऽयमुपद्रवः कुमारस्य स्यात्, ततो न युज्येत कर्तुं तत्र भवतामवधीरणां, अयं पुनरन्तरङ्ग उपद्रवो वर्तते, ततस्तमवधीरयन्तोऽपि भवन्तो नोपालम्भमर्हन्ति । ततो यदादिशत्यार्य इति वदता तातेन परिपूज्य प्रहितो नैमित्तिकः ।
દયા પ્રાપ્તિનો ઉપાય ત્યારપછી પિતા વડે કહેવાયું – હે આર્ય ! વળી આ નંદિવર્ધતકુમાર તે દયા નામની કન્યાને ક્યારે પરણશે ? જિનમતજ્ઞ વડે કહેવાયું – જ્યારે શુભ પરિણામ આપશે જ્યારે નંદિવર્ધનમાં તેવો શુભ પરિણામ પ્રગટ થશે જેના કારણે તેની દેવી ચારુતાથી દયા પુત્રી પ્રગટ થશે, ત્યારપછી તે પ્રવર્ધમાન શુભપરિણામ જ નંદિવર્ધનને દયાની પ્રાપ્તિ કરાવશે. પિતા કહે છે. તો તે જ શુભ પરિણામ જ, ક્યારે આપશે ? જિનમતજ્ઞ વડે કહેવાયું – જ્યારે કુમાર પ્રત્યે પ્રગુણ થશેઃકુમારમાં વિશેષ પ્રકારના શુભ પરિણામને પ્રગટ થાય તેવા કર્મો વિપાકમાં આવશે ત્યારે તે શુભ પરિણામ તેને દયા આપવા માટે અભિમુખ થશે. પિતા વડે કહેવાયું – તો તેના પ્રગુણી થવાનો ઉપાય કયો છે? શુભ પરિણામ રાજા નંદિવર્ધનને કન્યા આપવા સમુખ પરિણામવાળો થાય તેનો ઉપાય શું છે ?
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૨૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જિનમતજ્ઞ કહે છે – પૂર્વમાં જEવૈશ્વાનરના પ્રતિપક્ષ ક્ષાતિ કલ્યાની પ્રાપ્તિના કથનના પ્રસંગમાં જ, આ મારા વડે તમને કહેવાયું. જે પ્રમાણે તે શુભ પરિણામ રાજાને જો વળી કર્મપરિણામ રાજા પ્રગુણી કરવા માટે સમર્થ છે અપર નથી=જો કોઈ શુભ પરિણામ રાજાને કન્યા આપવા માટે સન્મુખ કરવા માટે સમર્થ હોય તો તે કર્મપરિણામ રાજાને છોડીને અન્ય કોઈ નથી.
નંદિવર્ધનના તેવા કર્મના પરિણામો ક્ષયોપશમભાવવાળા થાય તો જ નંદિવર્ધનના ચિત્તમાં પ્રગટ થયેલો શુભ પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને દયાના પરિણામને પ્રગટ કરવા સમર્થ છે, અન્ય કોઈ નહીં.
જે કારણથી તેને આધીન કર્મપરિણામને આધીન, આ શુભપરિણામ, વર્તે છે=જે જીવોના શુભ પરિણામ આપાદક કર્મો વિપાકમાં હોય છે તેને જ તેવો શુભ પરિણામ પ્રગટે છે જે દયાની પરિણતિ પ્રાપ્ત કરાવે છે. તે કારણથી અહીં=શુભ પરિણામ દ્વારા દયાની પ્રાપ્તિના વિષયમાં, વધારે શું કહેવું? જ્યારે તે કર્મપરિણામ મહારાજા કુમાર પ્રત્યે પ્રસાદવાળો થશે ત્યારે સ્વયં જ કર્મપરિણામ રાજા શુભ પરિણામ દ્વારા આ કુમારને દયા પુત્રી આપશે. ચિંતા વડે શું?-કુમારને ક્યારે દયા કન્યા પ્રાપ્ત થશે તેની ચિંતા વડે શું ? કેમ કે તેનાં કર્મો જ શુભપરિણામ દ્વારા દયા કન્યાને અપાવશે. અને બીજું નિમિત્તના બલથી કુમારની ભવ્યતાની અપેક્ષા રાખીને અને યુક્તિના બળથી હું જાણું છું. શું જાણું છું તે “યત'થી બતાવે છે – નિયમથી કોઈક કાલમાં સપ્રસાદવાળો કર્મપરિણામ રાજા આ કુમાર પ્રત્યે થશે એમાં સંદેહ નથી. અને તેથી જ્યારે કર્મપરિણામ રાજા કુમાર પ્રત્યે પ્રસાદવાળો થશે તેથી, તે કાલમાં પોતાની મોટી બહેન લોકસ્થિતિને પૂછીને, પોતાની પત્ની કાલસ્થિતિ સાથે પર્યાલોચન કરીને પોતાના મહત્તમ સ્વભાવને કહીને અને સ્વમધુર વચનોથી આ નંદિવર્ધનકુમારની જ સંબંધવાળી, સમસ્ત ભવાંતરમાં અનુસરનારી, પ્રચ્છન્નરૂપવાળી અંતરંગ ભાર્યા ભવિતવ્યતાને સંભાળીને, નિયતિ-યદચ્છાદિને કુમારના વીર્યને બતાવીને, દયાદારિકાને યોગ્ય આ છે એ પ્રમાણે સર્વ સમક્ષ સિદ્ધાંત પક્ષને સ્થાપન કરીને ત્યારપછી તે કર્મપરિણામ મહારાજા કુમારને દયાદારિકા અપાવશે જ. આ કુમારને દયા પુત્રી કર્મપરિણામ રાજા અપાવશે એ, નિ:સંદિગ્ધ છે. આથી તમે આકુલતાને મૂકો. તાત કહે છે – તો હમણાં પ્રાપ્તકાલ શું છે? જિનમતજ્ઞ વડે કહેવાયું – મૌન અને અવધીરણા સુધરે નહીં એવા નંદિવર્ધનને ઉપદેશ આપવાના વિષયમાં મૌન ધારણ કરવું જોઈએ અને તેની પ્રવૃત્તિ પ્રત્યે હૈયાથી અવગણના કરવી જોઈએ. પિતા વડે કહેવાયું – હે આર્ય ! શું પોતાનો પુત્ર અમારા વડે અવધરણા કરવા માટે શક્ય છે?=ઉપેક્ષા કરવા માટે શક્ય છે? જિસમતજ્ઞ કહે છે – તો અહીં શું કરાય ? જો બહિરંગ કુમારનો આ ઉપદ્રવ થાય તો ત્યાં તમને ઉપેક્ષા કરવી ઘટે નહીં. વળી આ અંતરંગ ઉપદ્રવ વર્તે છે. તેથી તેને=અંતરંગ ઉપદ્રવને, અવધીરણા કરતાં પણ તમે ઉપાલંભને યોગ્ય નથી. તેથી આર્ય જે આદેશ કરે છે એ પ્રમાણે બોલતા પિતા વડે પૂજા કરીને નૈમિત્તિક મોકલાવાયો.
नन्दिवर्धनस्य यौवराज्ये स्थापनं स्फुटवचनदूतागमनं च गतानि कतिचिद्दिनानि । समुत्पन्नेयं तातस्य बुद्धिः यथा-स्थापयामि यौवराज्ये नन्दिवर्धनकुमारं,
Page #451
--------------------------------------------------------------------------
________________
830
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ज्ञापितं महत्तमानां, प्रतिपन्नमेतैः, गणितं प्रशस्तदिनं कृताऽभिषेकसामग्री, समाहूतोऽहं, विरचितं भद्रासनं, मीलिताः सामन्ताः समागता नागरकाः, संविधापितानि संनिधापितानि माङ्गलिकानि, प्रकटितानि रत्नानि, प्रत्यासन्नीभूतान्यन्तः पुराणि । अत्रान्तरे प्रविष्टा प्रतीहारी, कृतं तया पादपतनं, विरचितं करपुटकुड्मलं, निवेशितं ललाटपट्टे, गदितमनया-देव ! अरिदमननृपतेः सम्बन्धी स्फुटवचनो नाम महत्तमः प्रतीहारभूमौ तिष्ठति, एतदाकर्ण्य देवः प्रमाणम् । तातेनाभिहितं शीघ्रं प्रवेशय, प्रवेशितः प्रतीहार्या, विहिता प्रतिपत्तिः, अभिहितं स्फुटवचनेन - 'महाराज ! श्रुतो मया बहिरेव कुमारस्य यौवराज्याभिषेकव्यतिकरः, तेनाहं शुभमुहूर्तोऽयमितिकृत्वा स्वप्रयोजनसिद्धये त्वरिततरः प्रविष्टः' । तातेनाभिहितं- सुन्दरमनुष्ठितं निवेदयतु स्वप्रयोजनमार्यः । स्फुटवचनः प्राह - 'अस्ति तावद्विदित एव भवादृशां शार्दूलपुराधिपतिः सुगृहीतनामधेयो देवोऽरिदमनः । तस्याऽस्ति विनिर्जितरतिरूपा रतिचूला नाम महादेवी । तस्याश्चाऽचिन्त्यगुणरत्नमञ्जूषा मदनमञ्जूषा नाम दुहिता, तया च लोकप्रवादेनाकर्णितं नन्दिवर्धनकुमारचरितं ततो जातस्तस्याः कुमारेऽनुरागाऽतिरेकः, निवेदितः स्वाभिप्रायो रतिचूलायै, तयाऽपि कथितो देवाय, ततस्तां मदनमञ्जूषां कुमाराय प्रदातुं युष्मत्समीपे प्रहितोऽहं देवेन, अधुना महाराजः प्रमाणम् ।' ततो निरीक्षितं तातेन मतिधनवदनम्, मतिधनः प्राह-देव! महापुरुषोऽरिदमनः, युक्त एव देवस्य तेन सार्धं सम्बन्धः, ततोऽनुमन्यतामिदं तस्य वचनं, कोऽत्र विरोधः ? तातेनाभिहितं एवं भवतु ।
નંદિવર્ધનનું યુવરાજ તરીકે સ્થાપન અને સ્ફુટવચન નામના દૂતનું આગમન
કેટલાક દિવસો પસાર થયા. પિતાને આ પ્રકારે બુદ્ધિ થઈ. જે આ પ્રમાણે – યુવરાજ પદમાં હું નંદિવર્ધનકુમારને સ્થાપન કરું. મંત્રીઓ વગેરેને વિજ્ઞાપન કર્યું. તેઓ વડે સ્વીકારાયું. પ્રશસ્ત દિવસ જોવાયો. અભિષેક સામગ્રી એકઠી કરાઈ. હું બોલાવાયો. ભદ્રાસન વિરચાયું. સામંતો ભેગા થયા. નાગરિકો આવ્યા. માંગલિકો કરાયાં. રત્નો પ્રકટ કરાયાં. અંતઃપુર પ્રત્યાસન્ન થયું, એટલામાં પ્રતિહારીએ પ્રવેશ કર્યો. તેણી વડે પાદપતન કરાયું. લલાટપટ્ટમાં હાથ જોડીને નિવેશ કરાયો. એના વડે કહેવાયું – હે દેવ ! અરિદમન રાજાના સંબંધી ફ્રૂટવચનવાળો મહત્તમ=પ્રધાન પુરુષ, પ્રતિહારની ભૂમિમાં રહેલો છે–રાજસભામાં પ્રવેશ માટે અનુજ્ઞા માંગતો ભૂમિમાં રહેલ છે. એ સાંભળીને દેવ પ્રમાણ છે=રાજા શું કરવું તે વિચારે, પિતા વડે કહેવાયું – શીઘ્ર પ્રવેશ કરાવ. પ્રતિહારી વડે મહત્તમ પ્રવેશ કરાયો. પ્રતિપત્તિ કરાઈ=મહત્તમનો સત્કાર કરાયો. ફ્રૂટવચન વડે કહેવાયું. હે મહારાજ ! મારા વડે બહાર જ કુમારના અભિષેકનો પ્રસંગ સંભળાયો. તેથી આ શુભમુહૂર્ત છે, એથી કરીને સ્વપ્રયોજનની સિદ્ધિ માટે હું ત્વરિતતર પ્રવેશ કરાવાયો. પિતા વડે કહેવાયું. સુંદર અનુષ્ઠાન કરાયું. આર્ય ! સ્વપ્રયોજન નિવેદન કરો. સ્ફુટવચન કહે છે તમને જણાયેલો જ શાર્દૂલપુરનો અધિપતિ સુગૃહીત નામવાળો
-
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ દેવ અરિદમન છે તેને અરિદમન રાજાને, જીત્યું છે રતિનું રૂપ જેણે એવી રતિચૂલા નામની મહાદેવી છે. તેણીને અચિંત્યગુણરત્નની મંજૂષા જેવી મદનમંજૂષા નામની પુત્રી છે. તેણીએ લોકપ્રવાદથી નંદિવર્ધતકુમારનું ચરિત્ર સાંભળ્યું. તેથી તેણીને કુમારના વિષયમાં=નંદિવર્ધનના વિષયમાં, અનુરાગનો અતિરેક થયો. પોતાનો અભિપ્રાય રતિચૂલા નામની માતાને નિવેદિત કરાયો. તેણી વડે પણ=રતિચૂલા માતા વડે પણ, દેવને કહેવાયો અરિદમન રાજાને કહેવાયો. તેથી મદનમંજૂષા કુમારને આપવા માટે તમારા સમીપે હું દેવ વડે મોકલાયો છું. હવે મહારાજ પ્રમાણ છે. તેથી પિતા વડે મતિધનનું મુખ જોવાયું. મતિધન કહે છે – હે દેવ ! અરિદમત મહાપુરુષ છે. દેવતો તેની સાથે સંબંધ યુક્ત જ છે. તેથી તેનું આ વચન તમે સ્વીકારો. આમાં અરિદમનના વચન સ્વીકારવામાં, શું વિરોધ છે ? પિતા 43 वायुं - मा प्रमाणे थामी,
स्फुटवचनकुमारयोर्विवादः कुटुम्बसंहारश्च अत्रान्तरे मयाऽभिहितं-अहो कियद् दूरे तत्तावकीनं शार्दूलपुरमितः स्थानात् । स्फुटवचनः प्राहसाईयोजनशते । मयाऽभिहितं-मैवं वोचः । स्फुटवचनः प्राह-तर्हि यावद् दूरे तत्कथयतु स्वयमेव कुमारः । मयाऽभिहितं-गव्यूतेनोने सार्धयोजनशते । स्फुटवचनः प्राह-किमेतत् ? मयाऽभिहितंश्रुतमस्माभिर्बालकाले । स्फुटवचनः प्राह-न सम्यगवधारितं कुमारेण, मयोक्तं-त्वया कथमवधारितम् ? स्फुटवचनः प्राह-गणितं मया पदं पदेन । मयाऽभिहितं सुनिर्णीतमिदमस्मा-भिरप्याप्तप्रवादात् । स्फुटवचनेनोक्तं-कुमार! विप्रतारितः केनाऽपि, न चलतीदं मदीयं प्रमाणं तिलतुषत्रिभागमात्रेणापि । ततो मामेष दुरात्मा लोकमध्येऽलीकं करोतीति चिन्तयतो मे जृम्भितं वैश्वानरेण, प्रहसितं हिंसया, प्रयुक्ता योगशक्तिः, कृतो द्वाभ्यामपि मदीयशरीरेऽनुप्रवेशः । ततः संजातोऽहं साक्षादिव प्रलयज्वलनः समाकृष्टं दिनकरकरनिकरकरालं करवालम् । अत्रान्तरे चिन्तितं पुण्योदयेन यदुत-पूर्णो ममाऽधुनाऽवधिः, पालितो भवितव्यतानिर्देशः, न योग्योऽयमिदानीं नन्दिवर्धनकुमारो मत्सम्बन्धस्य, तस्मादपक्रमणमेव मेऽधुना श्रेय इत्यालोच्य नष्टः पुण्योदयः । मया कुर्वतो हाहारवं तावतो जनसमुदायस्याऽग्रत एव अविचार्य कार्याकार्यमेकप्रहारेण कृतो द्विदलः स्फुटवचनः । ततो हा पुत्र! हा पुत्र! किमिदमकार्यमनुष्ठितमितिब्रुवाणः समुत्थितः सिंहासनात्तातः, चलितो मदभिमुखं वेगेन, मया चिन्तितं-अयमप्येतद्रूप एव, यो दुरात्मा मयाऽपि कृतमिदमकार्यमित्यारटति, ततः समुदीर्णखड्गो चलितोऽहं ताताऽभिमुखं, कृतो लोकेन कोलाहलः, ततो मया न स्मृतं जनकत्वं, न लक्षिता स्नेहनिर्भरता, न गणितं परमोपकारित्वं, नालोचितो महापापागमः । सर्वथा वैश्वानरहिंसावशीभूतचित्तेनाऽवलम्ब्य कर्मचाण्डालतां तथैव रटतस्तातस्य त्रोटितमुत्तमाग, ततो हा जात! हा जात! मा साहसं, मा साहसं, त्रायध्वं लोकास्त्रायध्वमिति विमुक्तकरुणाऽऽक्रन्दरवा आगत्य लग्ना ममाऽम्बा करे करवालोद्दालनार्थम्, मया चिन्तितं
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩/ તૃતીય પ્રસ્તાવ इयमपि पापा मम वैरिणीव वर्तते, यैवं शत्रूच्छेदपरेऽपि मयि लकशकायते, ततः कृता साऽपि द्वेधा करवालेन, ततो हा भ्रातः! हा कुमार! हा आर्यपुत्र! किमिदमारब्धमिति पूत्कुर्वाणानि शीलवर्धनो, मणिमञ्जरी, रत्नवती च लग्नानि त्रीण्यपि मम भुजयोरेककालमेव निवारणार्थम् । मया चिन्तितएतत् कालोचितं नूनममीषां सर्वेषामपि दुरात्मनां, ततो गाढतरं परिज्वलितोऽहं, नीतानि त्रीण्यप्येकैकप्रहारेणाऽन्तकसदनम् । अत्रान्तरेऽमुं व्यतिकरमाकर्ण्य हा आर्यपुत्र! किमिदं किमिदमिति प्रलपन्ती प्राप्ता कनकमञ्जरी । मया चिन्तितं-अये एषाऽपि पापा मद्वैरिणामेव मिलिता यैवं विक्रोशति, अहो हृदयमपि मे वैरिभूतं वर्तते, तत्किमनेन? अपनयाम्यस्या अपि बन्धुवत्सलत्वं, ततो विगलिते प्रेमाबन्धे, विस्मृता तद्विरहकातरता, न स्फुरितानि हृदये विश्रम्भजल्पितानि, अपहस्तिता रतिसुखसन्दोहाः, न पर्यालोचितस्तस्याः सम्बन्धी निरुपमः स्नेहाऽनुबन्धः, सर्वथा वैश्वानरान्धबुद्धिना हिंसाक्रोडीकृतहृदयेन मया विदलिता करवालेन वराकी कनकमञ्जरी । अत्रान्तरे संरभेण गलितं मे कटीतटात्परिधानं, विलुलितं भूमौ, निपतितमुत्तरीयं क्षितितले, जातोऽहं यथाजातः, मुत्कलीभूताः केशाः, संपन्नः साक्षादिव वेतालः, ततस्तथाभूतं मामवलोक्य दूरवर्तिभिः प्रेक्षकडिम्भरूपैर्हसद्भिरट्टहासेन कृता किलिकिलिका, ततः सुतरां प्रज्वलितोऽहं, चलितस्तन्मारणार्थं वेगेन, ततो मे भ्रातरो, भगिन्यः, स्वजना, सामन्ताश्च लग्नाः सर्वेऽप्येककालं निवारणार्थं, ततः कृतान्त इव समदर्शितया समस्तानपि निर्दलयनहं गतः कियन्तमपि भूभागं, ततो भूरितया लोकस्य वनकरीव श्रमे पातयित्वा गृहीतः कथञ्चिदहंउद्दालितं मण्डलाग्रं, बद्धः पश्चाबाहुबन्धेन, ततो रटन्नसभ्यवचनानि प्रक्षिप्तोऽपवरके, दत्ते कपाटे । तत्र च प्रज्वलन्ननुनयवचनैः, प्रलपनश्राव्यभाषया, ददानः कपाटयोर्मस्तकास्फोटान्, क्षामो बुभुक्षया, पीडितः पिपासया, दन्दह्यमानश्चित्तसन्तापेनाऽलभमानो निद्रां, महाघोरनारक इव तथाबद्ध एव स्थितो मासमानं कालं, अवधीरितः परिजनेन ।
ફટવચન દૂત અને નંદિવર્ધનનો વિવાદ તથા કુટુંબનો સંહાર અત્રાંતમાં મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું. અહો, તારું શાર્દૂલપુર આ સ્થાનથી કેટલું દૂર છે. સ્ફટવચન કહે છે – દોઢસો યોજન છે. મારા વડે કહેવાયું – આ પ્રમાણે ન બોલ=દોઢસો યોજન છે એ પ્રમાણે ન બોલ. સ્કૂટવચન કહે છે – તો કેટલું દૂર છે તે સ્વયં કુમાર કહે. મારા વડે નંદિવર્ધતકુમાર વડે, કહેવાયું. એક ગાઉ ચૂત દોઢસો યોજન છે. સ્ફટવચન કહે છે – આ કેમ ? મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું – અમારા વડે બાલ્યકાલમાં સંભળાયેલું છે. સ્કૂટવચન મંત્રી કહે છે – કુમાર વડે સમ્યમ્ અવધારણ કરાયું નથી. મારા વડે કહેવાયું – તારા વડેકફુટવચન વડે, કેવી રીતે નિર્ણય કરાયો કે દોઢસો યોજન જ છે ? સ્કૂટવચન કહે છે – મારા વડે પદે પદે ગણિત કરાયું છે. મારા વડે=નંદિવર્ધત વડે, કહેવાયું – આપ્ત પ્રવાદથી અમારા વડે પણ સુનિÍત કરાયું છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૩૩
સ્ફુટવચન નામના મંત્રી વડે કહેવાયું – હે કુમાર ! કોઈકના વડે તમે ઠગાયા છો. આ મારું પ્રમાણ તલના ફોતરાના ત્રીજા ભાગ માત્રથી પણ ચલાયમાન થતું નથી. તેથી=સ્ફુટવચનના શ્રવણથી, આ દુરાત્મા લોકમાં મતે અલીક=જુઠ્ઠો કરે છે. એ પ્રમાણે ચિંતવન કરતાં મને વિચાર આવ્યો. વૈશ્વાનર વડે હસાયું=ક્રોધ પ્રજ્વલિત થયો. હિંસાથી યોગશક્તિ પ્રયુક્ત થઈ. બંને વડે પણ=વૈશ્વાનર અને હિંસા વડે પણ, મારા શરીરમાં અનુપ્રવેશ કરાયો. તેથી સાક્ષાદ્ પ્રલયકાલના અગ્નિ જેવો હું થયો. સૂર્યના કિરણ જેવી વિકરાલ કરવાલ ખેંચાઈ. એટલામાં પુણ્યોદય વડે વિચારાયું. શું વિચારાયું તે ‘વદ્યુત'થી બતાવે છે મારો અવધિ હવે પૂર્ણ થયો. ભવિતવ્યતાનો નિર્દેશ પાલન કરાયો. આ નંદિવર્ધન મારા સંબંધને યોગ્ય નથી તે કારણથી મને અપક્રમણ જ શ્રેય છે=નંદિવર્ધનને છોડીને ચાલ્યા જવું શ્રેય છે, એ પ્રમાણે આલોચન કરીને પુણ્યોદય ચાલ્યો ગયો. હાહારવ કરતાં જનસમુદાયની આગળ જ મારા વડે કાર્યાકાર્યનો વિચાર કર્યા વગર એક પ્રહારથી સ્ફટવચન નામનો મહત્તમ બે ટુકડા કરાયો. તેથી હે પુત્ર ! હે પુત્ર ! શું આ અકાર્ય કરાયું. એ પ્રમાણે બોલતા સિંહાસનથી પિતા ઊઠ્યા. વેગથી મારા અભિમુખ આવ્યા. મારા વડે વિચારાયું. આ પણ=પિતા પણ, આવા રૂપવાળા જ છે=સ્ફુટવચન જેવા દુર્જન છે. જે દુરાત્મા મારા વડે કરાયેલું આ અકાર્ય છે એમ બૂમો પાડે છે. તેથી ઉઠાવેલી ખડ્ગવાળો હું પિતા સન્મુખ ચાલ્યો. લોક વડે કોલાહલ કરાયો. ત્યારપછી મારા વડે જનકપણું સ્મરણ ન કરાયું. સ્નેહનિર્ભરતા લક્ષ ન કરાઈ=પિતાનું પોતાના પ્રત્યે સ્નેહપણું લક્ષમાં લેવાયું નહીં. પરમ ઉપકારીપણું વિચારાયું નહીં. મહા પાપનો આગમ વિચારાયો નહીં. સર્વથા વૈશ્વાનર અને હિંસાના વશીભૂત ચિત્ત વડે કર્મની ચાંડાલતાનું અવલંબન લઈને તે પ્રમાણે જ બોલતા=આ પિતા અકાર્ય કરે છે એ પ્રમાણે બોલતા, પિતાનું મસ્તક કાપી નંખાયું. તેથી પિતાનું મસ્તક નંદિવર્ધને કાપ્યું તેથી, હે પુત્ર ! હે પુત્ર ! સાહસ કર નહીં, સાહસ કર નહીં. લોકો રક્ષણ કરો. રક્ષણ કરો. એ પ્રમાણે મુકાયેલી કરુણાઆક્રંદ અવાજવાળી મારી માતા આવીને હાથમાં તલવારને ઉદ્દાલન=છોડાવવા માટે લાગી. મારા વડે=નંદિવર્ધન વડે, વિચારાયું. આ પણ પાપી વૈરી જેવી જ મને વર્તે છે. જે આ પ્રમાણે શત્રુના ઉચ્છેદમાં તત્પર પણ મારામાં વિરોધ કરે છે. તેથી તે પણ=મારી માતા પણ, તલવારથી બે પ્રકારે કરાઈ. તેથી હે ભાઈ ! હે કુમાર ! હે આર્યપુત્ર ! આ શું આરંભ કરાયું છે, એ પ્રકારે બૂમો પાડતી શીલવર્ધતા, મણિમંજરી, રત્નવતી ત્રણે પણ મારી ભુજામાં એકકાલ જ નિવારણ માટે લાગ્યા. મારા વડે વિચારાયું આ બધા જ પણ દુરાત્માનું ખરેખર કાલોચિત આ છે=બધાને મારી નાખું એ ઉચિત છે. તેથી હું ગાઢતર પરિજ્વલિત થયો, ત્રણે પણ એક પ્રહારથી મૃત્યુના સદનમાં મોકલાવાયા. અત્રાન્તરમાં આ વ્યતિકરને સાંભળીને હે આર્યપુત્ર ! આ શું, આ શું એ પ્રમાણે બોલતી કનકમંજરી આવી. મારા વડે=નંદિવર્ધન વડે, વિચારાયું. અરે ! આ પણ પાપી મારા વૈરીઓમાં જ મિલિત છે, જે આ પ્રમાણે વિક્રોશ કરે છે. અહો હૃદય પણ મારું વૈરીભૂત વર્તે છે, તે કારણથી આવા વડે શું ? આનું પણ બંધુવત્સલપણું દૂર કરું=કનકમંજરીનું પણ મણિમંજરી પ્રત્યે જે બંધુવત્સલપણું છે તેને દૂર કરું. તેથી વિગલિત પ્રેમબંધ થયે છતે=કનકમંજરી સાથે નંદિવર્ધનને
-
Page #455
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રેમબંધનો વિલય થયે છતે, તેની વિરહની કાયરતા વિસ્મરણ કરાઈ. હૃદયમાં વિશ્વાસજલ્પો સ્ફુરાયમાન થયા નહીં. રતિસુખનો સમૂહ દૂર કરાયો. તેના સંબંધી=કનકમંજરીના સંબંધી, નિરુપમ સ્નેહનો અનુબંધ પર્યાલોચન કરાયો નહીં. સર્વથા વૈશ્વાનરથી અંધબુદ્ધિવાળા, હિંસાથી ક્રોડીકૃત હૃદયવાળા મારા વડે=નંદિવર્ધન વડે, તલવારથી વરાકી કનકમંજરી બે ટુકડા કરાઈ. એટલામાં સંરભથી કટીતટથી વસ્ત્ર પડી ગયું. ભૂમિમાં પડેલું ઉત્તરીય વસ્ત્ર વિલુલિત થયું. ક્ષિતિતલમાં હું યથાજાત થયો=નગ્ન થયો. કેશો છૂટા પડી ગયા. સાક્ષાત્ વેતાલ જેવો હું થયો. તેથી તેવા પ્રકારના મને જોઈને અટ્ટહાસથી હસતા દૂરવર્તી પ્રેક્ષક એવા બાળકો વડે કિલકિલ કરાયો, તેથી હું અત્યંત પ્રજ્વલિત થયો. તેમના મારણ માટે વેગથી દોડ્યો. તેથી મારા ભાઈઓ, ભગિનીઓ, સ્વજનો, સામંતો સર્વ પણ એકકાલ નિવારણ માટે લાગ્યા. તેથી કૃતાંત જેવા સમદર્શીપણાથી સમસ્તને પણ નિર્દલન કરતો હું કેટલોક ભૂમિભાગ ગયો. તેથી લોકનું ભરિપણું હોવાને કારણે વનના હાથીની જેમ શ્રમમાં નાંખીને કોઈક રીતે હું ગ્રહણ કરાયો. તલવાર ઉદ્દાલિત કરાઈ. પશ્ચાદ્ બાહુબંધથી બંધાયો. ત્યારપછી અસભ્ય વચનોને બોલતો ઓરડામાં ફેંકાયો. દરવાજા બંધ કર્યાં અને ત્યાં અસભ્યવચનો વડે સળગતો, અશ્રાવ્યભાષા વડે પ્રલાપ કરતો, બે કપાટમાં મસ્તકના આસ્ફોટને આપતો, ભૂખથી ક્ષીણ થયેલો, પિપાસાથી પીડિત થયેલો, ચિત્તના સંતાપથી બળતો, નિદ્રાને નહીં પામતો મહાઘોર નારકની જેમ તે પ્રમાણે બંધાયેલો એક મહિના સુધી રહ્યો. પરિજનથી અવગણના કરાયો.
૪૩૪
नगरज्वालनम्
अन्यदाऽत्यन्तक्षीणतया समागता ममार्धरात्रे क्षणमात्रं निद्रा, ततः प्रसुप्तस्य छिन्नं मे मूषकैर्बन्धनं, जातोऽहं मुत्कलः उद्घाटिते कपाटे, निर्गतो बहिर्देशे, निरूपितं राजकुलं यावन्न कश्चिच्चेतयते । ततो मया चिन्तितं सर्वमेवेदं राजकुलं नगरं च मम वैरिभूतं वर्तते, येनाऽहमेवं परिक्लेशितः पापेन । ततो विजृम्भितो ममान्तर्वर्त्ती वैश्वानरः, सहर्षया हुङ्कारितं हिंसया, दृष्टं मया प्रज्वलिताग्निकुण्डं, चिन्तितं हृदये-अयमत्र वैरिनिर्यातनोपायः यदुत गृहीत्वा शरावं, भृत्वाऽङ्गाराणां ततो राजकुलस्य, नगरस्य च अपरापरेषु इन्धनबहुलेषु स्थानेषु स्तोकस्तोकांस्तान्प्रक्षिपामि, ततः स्वयमेव भस्मीभविष्यतीदं द्वयमपि दुरात्मकमिति । ततः कृतं सर्वं तथैव तन्मया, लग्नं समन्तात्प्रदीपनकं, निर्गतोऽहमपि दंदह्यमानः कथंचिद् भवितव्यताविशेषेण, प्रवृत्तो जनाऽऽक्रन्दरवः, धावन्ति स्म लात लातेति ब्रुवाणाः परबलशङ्कया सुभटाः । ततः क्षीणतया शरीरस्य, परस्परानुविद्धतया शरीरमनसोर्विगलितं धैर्य, समुत्पन्नं मे भयं, पलायितोऽटवीसंमुखं, पतितो महारण्ये, विद्धः कण्टकैः, स्फोटितः कीलकैः, परिभ्रष्टो मार्गात्, प्रस्खलितो विषमोट्टङ्कात्, निपतितोऽधोमुखो निम्नदेशे, चूर्णितान्यङ्गोपाङ्गानि न शक्नोम्युत्थातुम् ।
Page #456
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૩૫
નગરનો દાહ અચદા અત્યંત ક્ષીણપણાને કારણે મને અર્ધરાત્રે ક્ષણ માત્ર નિદ્રા આવી. ત્યારપછી સૂતેલા મારું બંધન ઉંદરડાઓ વડે છેદાયું. મુત્કલ થયો=બંધનથી રહિત થયો. બે દરવાજા ખુલ્લા કરાયા. રાજકુલના હું બહિર્દેશમાં નીકળ્યો, રાજકુલ જોવાયું, જ્યાં સુધી કોઈ જાણતું નથી. તેથી મારા વડે= નંદિવર્ધત વડે, વિચારાયું. સર્વ જ આ રાજકુલ અને નગર મારું વેરીભૂત વર્તે છે. જે કારણથી આ રીતે પાપી એવા રાજકુલ વડે હું પરિકલેશિત કરાયો. તેથી મારા અંદરવર્તી વૈશ્વાનર=ઉત્કટ દ્વેષ, ઉલ્લસિત થયો. સહર્ષપણાથી હિંસા વડે હુંકારો કરાયો. મારા વડે પ્રજવલિત અગ્નિકુંડ જોવાયો. હદયમાં વિચારાયું. અહીં મારા શત્રુમાં, વૈરીની પીડાનો ઉપાય આ છે=આ અગ્નિકુંડ છે. તે આ પ્રમાણે – શરાવતે ગ્રહણ કરીને અંગારાને ભરીને ત્યારપછી રાજકુલમાં અને નગરનાં ઈન્ધનબહુલ અપરઅપર સ્થાનોમાં થોડા થોડા તેઓને=અંગારાઓને, પ્રક્ષેપ કરું. ત્યારપછી સ્વયં જ આ બંને પણ દુરાત્મક-રાજકુલ અને નગર, ભસ્મ થશે. તેથી સર્વ તે પ્રકારે જ તે=જે પ્રકારે વિચારેલું તે પ્રમાણે જ તે, મારા વડે કરાયું. ચારે બાજુ અગ્નિ લાગ્યો. બળતો એવો હું પણ કોઈક રીતે ભવિતવ્યતાવિશેષથી નીકળી ગયો. લોકોનો આક્રંદ અવાજ શરૂ થયો. દોડો દોડો એ પ્રમાણે બોલતા પરબલની શંકાથી સુભટો દોડવા લાગ્યા. ત્યારપછી શરીરનું ક્ષીણપણું હોવાથી શરીરનું અને મનનું પરસ્પર અનુવિદ્ધપણું હોવાથી મારું ઘેર્ય ગળી ગયું. મને ભય ઉત્પન્ન થયો. અટવી સન્મુખ પલાયન થયો. મહાઅરણ્યમાં પડ્યો. કાંટાઓ વડે વીંધાયો. કલિકાઓ વડે સ્ફોટિત થયો. માર્ગથી પરિભ્રષ્ટ થયો. વિષમ ઉર્દકથી પ્રખ્ખલિત થયો. નિમ્નદેશમાં અધોમુખ પડ્યો. અંગોપાંગ પૂર્ણ થયાં. હું ઉઠવા માટે સમર્થ ન થયો.
अटव्यां चौराधीनः अत्रान्तरे समागताश्चौराः, दृष्टस्तैस्तथावस्थितोऽहं, अभिहितममीभिः परस्परं-अरे! महाकायोऽयं पुरुषो, लप्स्यते परकूले बहुमूल्यं, तद् गृहीत्वा नयामः स्वस्वामिमूलमेनम् । तदाकर्ण्य समुल्लसितो ममान्तर्निमग्नो वैश्वानरः, स्थितोऽहमुपविष्टः । ततस्तेषामेकेनाऽभिहितं-अरे! विरूपकोऽस्याभिप्रायः, ततः शीघ्रं बध्नीत यूयमेनं, अन्यथा दुर्ग्रहो भविष्यति, ततो गाढतरं हत्वा धनुःशाखाभिर्नियन्त्रितोऽहं पश्चान्मुखीकृत्य बाहू, ददतो गालीबद्धं मे वक्त्रकुहरं, ततः समुत्थापितोऽहं परिहितं जरच्चीवरखण्डं,
खेटितो ददद्भिर्गाढप्रहारान्, नीतः कनकपुरप्रत्यासत्रां भीमनिकेतनाभिधानां भिल्लपल्लीं, दर्शितो रणवीरस्य पल्लीपतेः, अभिहितमनेन-अरे! पोषयत तावदेनं, येन पुष्टो विक्रेतुं नीयते, ततो यदाज्ञापयति देव इति वदता नीतोऽहमेकेन चौरेण स्वभवने, छोटितं वदनं, त्रोटितं बन्धनं, कृतो मुत्कलो, लग्नोऽहं चकारादिभिः, कुपितश्चौरो, हतोऽहं दण्डादिभिर्नवरं समर्पितोऽयं मम स्वामिनेति मत्वा न मारितोऽहमनेन, केवलं दापितं कदशनं, ततो बुभुक्षाक्षामकुक्षितया संजातं मे दैन्यं, तदेव
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ कदन्नं भक्षयितुमारब्धः, न पूरितमुदरं, संजातश्चित्तोद्वेगः, गतानि कतिचिदिनानि, पृष्टोऽसौ रणवीरेण चौरः, कीदृशोऽसौ पुरुषो वर्तत इति । स प्राह-देव! न कथञ्चित्तस्य बलमारोहतीति, ततः क्षपितोऽहमेवं तेन भूयांसं कालम् ।।
નંદિવર્ધન અટવીને વિશે ચોરને આધીન એટલામાં ચોરો આવ્યા. તેઓ વડે તેવી સ્થિતિમાં રહેલો હું જોવાયો=ભૂમિમાં પડેલ સ્થિતિવાળો હું જોવાયો. આમના વડેકચોરો વડે, પરસ્પર કહેવાયું – અરે ! મહાકાયવાળો આ પુરુષ છે. પરફૂલમાં બહુમૂલ્ય પ્રાપ્ત થશે=અન્ય રાજ્યમાં તેને વેચવાથી ઘણું ધન મળશે. તે કારણથી ગ્રહણ કરીને સ્વસ્વામિની પાસે આને લઈ જઈએ. તે સાંભળીને મારા અંદરમાં નિમગ્ન થયેલો વૈશ્વાનર ઉલ્લસિત થયો. સ્થિત થયેલો એવો હું બેઠો. તેથી તેઓમાંથી એક વડે કહેવાયું – અરે ! આનો વિપરીત અભિપ્રાય છે અર્થાત્ આનો મારવાનો અભિપ્રાય છે. તેથી તમે શીધ્ર આને બાંધો. અન્યથા દુર્ગહ થશે અર્થાત્ ગ્રહણ કરી શકાશે નહીં. તેથી અત્યંત ગાઢ હણીને ધનુષની શાખા વડે હું નિયંત્રિત કરાયો, બે બાહુને પાછળ કરીને, ગાળો આપતા એવા મારું વન્નકુહર=મોંઢું, બાંધ્યું. ત્યારપછી હું ઊભો કરાયો. જીર્ણ વસ્ત્રો ખંડ પહેરાવ્યો. અને ગાઢ પ્રહારો આપતા ખેટિત કરાયો=દોડાવાયો. કતકપુર પ્રત્યાસન્ન ભીમનિકેતન નામની ભિલ્લાલ્લીમાં લઈ જવાયો. રણવીર પલ્લીપતિને બતાવાયો. આના વડેકરણવીર વડે, કહેવાયું – અરે ત્યાં સુધી આને પોષણ કરો જેનાથી પુષ્ટ થયેલો વેચવા માટે લઈ જવાય. ત્યારપછી જે દેવ આજ્ઞા કરે છે એ પ્રમાણે બોલતા એક ચોર વડે હું સ્વભવનમાં લઈ જવાયો. વદન છોડાયું. મુક્ત કરાયો=બંધનથી છોડાયો. હું ચકારાદિ વડે લગ્ન થયો. ચોર કુપિત થયો. દંડાદિ વડે હું હણાયો. ફક્ત મને સ્વામી વડે આ સમર્પિત કરાયો છે એ પ્રમાણે આના વડે હું મારી ત નંખાયો. કેવલ કુત્સિત ભોજન અપાયું. તેથી ભૂખથી ક્ષધિતપણું હોવાને કારણે મને દીનતા થઈ. તે જ કદg ખાવા માટે આરંભ કરાયો. પેટ ભરાયું નહીં. ચિત્તનો ઉદ્વેગ થયો. કેટલાક દિવસો ગયા. રણવીર વડે આ ચોર પુછાયો. કેવો આ પુરુષ વર્તે છે, એથી તે કહે છેઃચોર કહે છે – હે દેવ ! કોઈ રીતે તેનું બલ આરોહણ થતું નથી. ત્યારપછી આ રીતે તેના વડે ચોર વડે, ઘણો કાલ હું પસાર કરાયો.
कनकपुरे बन्दीतया गमनम् अन्यदा समायातः कनकपुराच्चौराणामुपरि दण्डः, नष्टास्तस्कराः, लूषिता सा पल्ली, गृहीता बन्यो, नीताः कनकपुरं, गतोऽहमपि तन्मध्ये, दर्शिता बन्यो विभाकरनृपतेः । ततो मामवलोक्य चिन्तितमनेन-अये! किमिदमाश्चर्यम् ? यदेष पुरुषोऽस्थिचर्मशेषतया दवदग्धस्थाणुकल्पोऽपि नन्दिवर्धनकुमाराकारं धारयति, ततो निरूपितोऽहं नखाग्रेभ्यो वालाग्राणि यावत् । ततः स्थितं तस्य
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ हृदये-नन्दिवर्धनकुमार एवायं, केवलं कथं तस्येह संभवः? अथवा विचित्राणि विधेविलसितानि, तद्वशगानां हि प्राणिनां किं वा न संभवति?
કનકપુરમાં બંદી તરીકે ગમન અચદા કતકપુરથી ચોરોના ઉપર દંડ આવ્યો=હુમલો આવ્યો. ચોરો નાસ્યા. તે પલ્લી લૂંટાઈ. બંદીજનો ગ્રહણ કરાયા. કનકપુરમાં લઈ જવાયા. હું પણ તેના મધ્યે ગયો. બંદી એવો હું વિભાકર નૃપતિને બતાવાયો. તેથી મને જોઈને આના વડે વિભાકર વડે, વિચારાયું – અરે ! શું આ આશ્ચર્ય છે. જે કારણથી આ પુરુષ હાડકા અને ચામડીના શેષપણાના કારણે દાવાનળથી બળેલા વૃક્ષ જેવો પણ નંદિવર્ધનકુમારની આકારતાને ધારણ કરે છે. તેથી હું નખના અગ્રથી યાવત્ વાળના અગ્ર સુધી જોવાયો વિભાકર રાજા વડે જોવાયો. ત્યારપછી તેના હદયમાં સ્થિર થયું. આ નંદિવર્ધનકુમાર જ છે. ફક્ત તેનું અહીં કઈ રીતે સંભવે ? અથવા વિધિના વિલાસો વિચિત્ર છે=ભાગ્યના વિલાસો વિચિત્ર છે. તેના વશ થયેલા પ્રાણીઓને શું ન સંભવે ? શ્લોક :
તથાદિय एकदा नताशेषभूपमौल्यर्चितक्रमः ।
वचने वचने लोकैर्जय देवेति भण्यते ।।१।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – જે એક વખત નમેલા બધા રાજાઓના મુગટોથી અર્ચિત ચરણવાળો દરેક વચનમાં લોકો વડે “દેવ જય પામો' એ પ્રમાણે કહેવાય છે. III. શ્લોક :
स एव विधिना राजा, तस्मिन्नेव भवेऽन्यदा ।
रोराकारं विधायोच्चै नाकारं विडम्ब्यते ।।२।। શ્લોકાર્ચ -
તે જ રાજા વિધિ વડે તે જ ભવમાં અન્યદા ભિખારી આકારને કરાવીને અત્યંત અનેક આકારે વિલંબિત કરાય છે. ll
विभाकरदर्शितस्नेहस्तन्मारणं च तस्मात्स एवायं, नास्त्यत्र सन्देहः । ततः स्मृतमित्रभावेन गलदानन्दोदकप्रवाहक्षालितकपोलेन सिंहासनादुत्थाय समालिङ्गितोऽहं विभाकरेण । ततः किमेतदिति विस्मितं राजमण्डलं, ततो
Page #459
--------------------------------------------------------------------------
________________
४३८
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ निवेश्यात्मीयार्धासनेऽभिहितोऽहमनेन-वयस्य! कोऽयं वृत्तान्तः? ततः कथितं विभाकराय मयाऽऽत्मचरितम् । विभाकरः प्राह-हा कष्टं, न सुन्दरमनुष्ठितं भवता, यदिदमतिनिघृणं जननीजनकादिमारणमाचरितम् । ततः अयमपीह जन्मन्येव क्लेशो भवतस्तस्यैव फलविपाकः, तच्छ्रुत्वा विस्फुरितौ ममान्तर्गतौ हिंसा-वैश्वानरौ, चिन्तितं मया यथा-अयमपि मे वैरिरूप एव यो मत्कर्तव्यमप्यसुन्दरं मन्यते, ततो जातो मे तन्मारणाभिप्रायः, तथापि दुर्बलतया देहस्य, महाप्रतापतया विभाकरस्य, संनिहिततया बहुराजवृन्दस्य, अतिनिकटवर्तितया प्रहरणस्य न दत्तो मया प्रहारः, केवलं कृतं कालं मुखं, लक्षितो विभाकरेण मदीयाऽभिप्रायः यथा-न सुखायतेऽस्य मदीयोऽयं जल्पः, तत् किमनेन संतापितेन? ततो विहितः प्रस्तुतकथाविक्षेपः, ज्ञापितं सामन्तमहत्तमादीनां यथा-एष नन्दिवर्धनकुमारो मम शरीरं जीवितं सर्वस्वं बन्धुर्धाता, पुण्योऽद्य जातोऽहमस्य दर्शनेन, अतः कुरुत प्रियसमागममहोत्सवमिति । तैरभिहितं-यदाज्ञापयति देवः, ततः प्रवर्तितो महानन्दः, स्नापितोऽहं विधिना, परिधापितो दिव्यवस्त्राणि, भोजितः परमानैः, विलेपितः सुरभिविलेपनेन, भूषितो महालङ्कारैः, दत्तं स्वयमेव विभाकरेण मनोहारि ताम्बूलं, मया त्वहमनेनेदमभिहितो यथान सुन्दरमनुष्ठितं भवतेति, ततो मारयिष्याम्येनं वैरिणमिति रौद्रवितर्कपरम्परादोदूयमानचेतसा न किञ्चिच्चेतितं । उत्थाय भोजनमण्डपादुपविष्टा वयमास्थानशालायां, मतिशेखरेण मन्त्रिणाऽभिहितंकिं विदितं कुमारेण? यथा देवभूयं गतः सुगृहीतनामधेयो देवः प्रभाकरः, ततो धूनिता मया कन्धरा, कृतं विभाकरेण साश्रुलोचनयुगलं, अभिहितं च-वयस्य! ताते परोक्षेऽधुना युष्माभिस्तातकार्यमनुष्ठेयं, तदिदं राज्यमेते वयमेताश्च तातपादप्रसादलालिताः प्रकृतयः प्रतिपन्नाः किङ्करभावं वयस्यस्य यथेष्टं नियोज्यन्ताम् । ततो वैश्वानरवैगुण्यादवस्थितोऽहं मौनेन, लङ्घितो दिवसो, प्रदत्तं प्रादोषिकमास्थानं, तदन्ते विसर्जितराज-मण्डलो निवार्य प्रियतमाप्रवेशं मया सहाऽतिस्नेहनिर्भरतया महार्हायामेकस्यामेव शय्यायां प्रसुप्तो वासभवने विभाकरनरेन्द्रः, ततो भद्रेऽगृहीतसङ्केते! तदा मया वैश्वानरहिंसाभ्यां विधुरितहृदयेन स तथाविधोऽतिस्निग्धमुग्धविश्रब्धो विभाकरः समुत्थाय विनिपातितः पापेन, निर्गतश्चाऽहं परिधानद्वितीयः स्वकर्मत्रासेन, पलायितो वेगेन, निपतितोऽटव्यां, सोढानि नानाविधदुःखानि ।
વિભાકર વડે દર્શાવાયેલ સ્નેહ તથા નંદિવર્ધન વડે તેનો વધ તે કારણથી તે જ આ=નંદિવર્ધન જ આવે છે એમાં સંદેહ નથી. તેથી સ્મરણ થયેલા મિત્રભાવ વડે ગળતા આનંદના ઉદકતા પ્રવાહથી ક્ષાલિત કપોલવાળા વિભાકર વડે સિંહાસનથી ઊઠીને હું આલિંગિત કરાયો. તેથી આ શું છે એ પ્રમાણે રાજમંડલ વિસ્મિત થયું. ત્યારપછી પોતાના અર્ધાસનમાં બેસાડીને
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૩૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હું આના વડે કહેવાયો વિભાકર વડે કહેવાયો – હે મિત્ર ! આ શું વૃતાંત છે? ત્યારપછી વિભાકરને મારા વડે પોતાનું ચરિત્ર કહેવાયું. વિભાકર કહે છે – હા કષ્ટ છે, તારા વડે સુંદર કરાયું નથી. જે કારણથી આ માતા-પિતાદિનું મારણ અતિ નિર્દય રીતે આચરણ કરાયું છે, તેથી આ જન્મમાં પણ જ તને ક્લેશ થયો. તેના જ ફળનો વિપાક છે–તે બધાને માર્યા તેના ફળનો જ વિપાક છે. તે સાંભળીને મારા અંતર્ગત હિંસા અને વૈશ્વાનર સ્કુરાયમાન થયાં. મારા વડે=નંદિવર્ધન વડે, વિચારાયું. જે આ પ્રમાણે આ પણ=વિભાકર પણ, મારો વૈરીરૂપ જ છે, જે મારા કર્તવ્યને પણ અસુંદર માને છે, તેથી તેના મારણનો અભિપ્રાય મને થયો વિભાકરને મારવાનો અભિપ્રાય મને થયો. તોપણ દેહનું દુર્બલપણું હોવાથી, વિભાકરનું મહાપ્રતાપપણું હોવાથી, ઘણા રાજાઓના સમૂહનું સંનિહિતપણું હોવાથી, રક્ષકનું અતિનિકટવર્તીપણું હોવાથી, મારા વડે પ્રહાર કરાયો નહીં. કેવલ કાલ=વિકરાળ, મુખ કરાયું. વિભાકર વડે મારો અભિપ્રાય જણાયો. જે આ પ્રમાણે – આને નંદિવર્ધનને, મારું આ વચન સુખ કરતું નથી, તેથી આને સંતાપન કરવા દ્વારા શું ? ત્યારપછી પ્રસ્તુત કથાનો વિક્ષેપ કરાયો. સામંત-મહત્તમોને જણાવાયું. નંદિવર્ધનકુમાર મારું શરીર છે, જીવિત છે, સર્વસ્વ છે, બંધુ છે, ભ્રાતા છે. આના દર્શનથી નંદિવર્ધનના દર્શનથી, આજે હું પુણ્યશાળી થયો. આથી પ્રિયના સમાગમનો મહોત્સવ કરો. તેઓ વડે કહેવાયું – જે દેવ આજ્ઞાપત કરે. ત્યારપછી મહાઆનંદ પ્રવર્તિત કરાયો. હું=નંદિવર્ધન, વિધિથી સ્નાન કરાવાયો. દિવ્ય વસ્ત્રો પહેરાવાયો. પરમાતથી ભોજન કરાવાયો. સુંદર વિલેપનોથી વિલેપન કરાવાયો. મહાઅલંકારોથી ભૂષિત કરાયો. સ્વયં જ વિભાકર વડે મનોહર તાંબૂલ અપાયાં. વળી, આના વડે વિભાકર વડે, આ કહેવાયું, જે પ્રમાણે – તારા વડે=નંદિવર્ધન વડે, સુંદર આચરણ કરાયું નથી. તેથી હું આ વૈરીને મારીશ એ પ્રમાણે રૌદ્ર વિતર્કની પરંપરાથી દુભાતા ચિત્તવાળા મારા વડે કંઈ જણાયું નહીં. ભોજન મંડપથી ઊઠીને અમે સભાની શાળામાં બેઠા. મતિશેખર મંત્રી વડે કહેવાયું – કુમાર વડે શું જણાયું? અર્થાત્ નંદિવર્ધનકુમાર વડે શું સમાચાર પ્રાપ્ત કરાયા ? કયા સમાચાર તે “યથા'થી કહે છે. સુગૃહીત નામધેય દેવ પ્રભાકર દેવભૂમિમાં ગયા છે. અર્થાત્ કાળ કરી ગયા છે વિભાકરના પિતા કાળ કરી ગયા છે તે સમાચાર કુમારને મળ્યા છે. તેથી મારા વડે=નંદિવર્ધન વડે, માથે ધૂનન કરાયું. વિભાકર વડે લોચનયુગલ અશ્રુવાળું કરાયું. અને કહેવાયું. હે મિત્ર ! તાત પરોક્ષ હોતે છતે=મારા પિતા પરોક્ષ રીતે છતે, હમણાં તારા વડે પિતાનું કાર્ય અનુષ્ઠય છે, તેથી આ રાજ્ય, આ અમે આ પિતાના પ્રસાદથી લાલન કરાયેલી પ્રજા મિત્રના=નંદિવર્ધનતા, કિંકરભાવને સ્વીકારે છે. તારી ઈચ્છા પ્રમાણે નિયોજન કરજે. ત્યારપછી વૈશ્વાનરના વૈપુણ્યથી હું મૌન રહ્યો. દિવસ પસાર કરાયો. પ્રાદોષિક આસ્થાન=સાંજની સભા, અપાઈ. તેના અંતમાં રાજમંડલ વિસર્જિત કરાયું. પ્રિયતમાના પ્રવેશનું નિવારણ કરીને અતિસ્નેહનિર્ભરપણાથી મોટા મૂલ્યવાળી એક જ શય્યામાં વાસભવનમાં વિભાકર મારી સાથે સૂતો. ત્યારપછી તે ભદ્રે ! અગૃહીતસંકેતા ! ત્યારે મારા વડે નંદિવર્ધન વડે, વૈશ્વાનર અને હિંસા દ્વારા વિધુરિત હદયથી તે તેવા પ્રકારનો અતિસ્નિગ્ધ,
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૪૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-3| તૃતીય પ્રસ્તાવ મુગ્ધ, વિશ્વાસવાળો એવો વિભાકર પાપી એવા મારા વડે=નંદિવર્ધન વડે, ઊઠીને વિનિપાત કરાયો. વસ્ત્ર છે બીજું એવો હું સ્વકર્મના ત્રાસથી નીકળી ગયો. વેગથી પલાયન થયો. અટવીમાં પડ્યો. અનેક પ્રકારનાં દુઃખો સહન કરાયાં.
कनकशेखरमारणचेष्टा प्राप्तो महता क्लेशेन कुशावर्ते, विश्रान्तो बहिः कानने, दृष्टः कनकशेखरपरिकरण, निवेदितं कनकचूडकनकशेखरयोः, चिन्तितमाभ्यां-भवितव्यमत्र कारणेन यदेकाकी नन्दिवर्धन इति । ततः समागतौ कतिचिदाप्तपुरुषपरिवारौ मत्समीपं, विहितमुचितं, स्थितो मया सहोत्तारके कनकशेखरः, पृष्टमेकाकिताकारणम् । मया चिन्तितं-अस्याऽपि न प्रतिभासिष्यते मदीयचरितं, तत्किं कथितेन? ततो मयाऽभिहितं-अलमनया कथया । कनकशेखरः प्राह-किं मह्यमपि न कथ्यते? मयोक्तं-नेति । कनकशेखरेणोक्तं-कुमार! अवश्यंतया कथनीयमितरथा न भवति मे चित्ते निर्वाणं, ततो मयाऽऽदिष्टमयमुल्लङ्घयतीति चिन्तयतो मेऽन्तर्गतौ प्रज्वलितौ हिंसावैश्वानरौ, समाकृष्टा कनकशेखरकटीतटात्कृतान्तजिह्वाभासुराऽसिपुत्रिका, समुद्गीर्णः कनकशेखरमारणाय प्रहारः । ततः किमेतदिति प्राप्ता वेगेन कनकचूडादयः, प्रादुर्भूतः कोलाहलः, स्तम्भितोऽहं कनकशेखरगुणाऽऽवर्जितया यथासंनिहितया देवतया, समुत्क्षिप्तः पश्यतामेव तेषां गगनमार्गेण, नीतस्तद्विषयसन्धिदेशे ।
નંદિવર્ધન દ્વારા કનકશેખરને મારવાની ચેષ્ટા મોટા ફ્લેશથી કુશાવર્તમાં પ્રાપ્ત થયો. બહાર જંગલમાં વિશ્રાંત થયો. કલકશેખરના પરિકર વડે જોવાયો. કનકચૂડ અને કતકશેખરને નિવેદન કરાયું. આમના દ્વારા વિચારાયું – અહીં કારણ વડે નંદિવર્ધન એકાકી હોવો જોઈએ. તેથી કેટલાક આપ્ત પુરુષના પરિવારવાળા મારા સમીપે આવ્યા. ઉચિત કરાયું. મારી સાથે ઉત્તારકમાં રથમાં કતકશેખર રહ્યો. એકાકીપણાનું કારણ પુછાયું. મારા વડે વિચારાયું – આને પણ મારું ચરિત્ર ગમશે નહીં. તેથી કહેવા વડે શું? તેથી મારા વડે કહેવાયું – આ કથા વડે સર્યું. કતકશેખર કહે છે – શું મને પણ કહેવાતું નથી ? મારા વડે કહેવાયું – નહીં. કતકશેખર વડે કહેવાયું – કુમાર ! અવશ્યપણાથી કહેવું જોઈએ. ઈતરથા મારા ચિત્તમાં શાંતિ થશે નહીં. તેથી મારા આદિષ્ટને=મારા વચનને, આ ઉલ્લંઘન કરે છે =કાકશેખર ઉલ્લંઘન કરે છે, એ પ્રમાણે ચિંતન કરતાં મારા અંતર્ગત હિંસા, વૈશ્વાનર પ્રગટ થયાં. કનકશેખરવા કટીતટથી યમરાજના જિહ્વાના જેવી ભાસુર તલવાર ખેંચાઈ. કનકશેખરના મારણ માટે પ્રહાર કરાયો. તેથી આ શું છે એ પ્રમાણે કનકચૂડ આદિ વેગથી આવ્યા. કોલાહલ પ્રગટ થયો. કતકશેખરના ગુણથી આવજિતપણાને કારણે યથા સંનિહિત એવા દેવતા વડે ખંભિત કરાયો. તેઓના જોતાં જ ગગનમાર્ગથી હું બહાર ફેંકાયો–દેવતા વડે બહાર ફેંકાયો. તેમના વિષયના સંધિદેશમાંગુકતકશેખરના રાજ્યના સંધિદેશમાં, લઈ જવાયો.
Page #462
--------------------------------------------------------------------------
________________
४४१
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ
देवताप्रभावोऽम्बरीषाणां मध्ये पतनं च क्षिप्तस्तेषामम्बरीषाभिधानानां वीरसेनादीनां चरटानां मध्ये, दृष्टस्तैस्तथैवोद्गीर्णप्रहारो गृहीतक्षुरिकः, प्रत्यभिज्ञातोऽमीभिः, पतिताः पादयोरभिहितं च तैः-देव! कोऽयं वृत्तान्तः? न शकितं मया जल्पितुं, विस्मिताश्चरटाः, आनीतमासनं, न शकितं मयोपवेष्टुं, ततो गता दैन्यमेते, तत्करुणयोत्तम्भितोऽहं देवतया, चलितान्यगानि, हृष्टास्ते वराकाः, निवेशितोऽहमासने, पुनरपि पृष्टः प्रस्तुतव्यतिकरः । मया चिन्तितं-अहो यत्र यत्र व्रजामस्तत्र तत्र वयमेतैः परतप्तिपरायणैरलीकवत्सलैलॊकैरासितुं न लभामहे, ते त्वलब्धप्रतिवचनाः पुनः पुनर्मां पृच्छन्ति स्म, ततो विस्फुरितौ मे हिंसावैश्वानरौ, निपातिताः कतिचिच्चरटाः, जातः कलकलः, ततो बहुत्वात्तेषां गृहीता मम हस्तादसिपुत्रिका, बद्धोऽहमात्मभयेन । अत्रान्तरे गतोऽस्तं दिनकरः, विजृम्भितं तिमिरं, समालोचितं चरटैः यथापूर्ववैरिक एवायमस्माकं नन्दिवर्धनो येन हतः प्रवरसेनोऽधुनापि घातिता एतेनैते प्रधानपुरुषाः, तथापि प्रतिपन्नोऽस्माभिरेष स्वामिभावेन, प्रख्यापितो लोके, विज्ञातमेतद्देशान्तरेषु ततोऽस्य मारणे महानयशस्कारः संपद्यते, नैष वह्निवत्पुट्टलके कथञ्चिद्धारयितुं शक्यः, तस्माद् दूरदेशं नीत्वा त्याग एवाऽस्य श्रेयानिति स्थापितः सिद्धान्तः । ततो नियन्त्रितोऽहं गन्त्र्यामारटंश्च निबद्धो वस्त्रेण वदनदेशे, युक्तौ मनःपवनगमनौ वृषभौ, प्रस्थापिताः कतिचित्पुरुषाः, खेटिता गन्त्री, गता रजन्यैव द्वादश योजनानि, ततः प्रापितोऽहमनवरतप्रयाणकैः शार्दूलपुरं त्यक्तो मलविलयाभिधाने बहिष्कानने, गताः स्वस्थानं सगन्त्रीकास्ते मनुष्याः ।
દેવતાના પ્રભાવથી અંબરીષ અર્થાત્ ચોરની વચ્ચે પ્રક્ષેપ તે અમ્બરીષ નામના વીરસેનાદિના ચરટો મળે ફેંકાયો–દેવતા વડે ફેંકાયો. તેઓ વડે=વીરસેન નામના ચોરટાઓ વડે, તે પ્રકારે જ ખેંચેલા પ્રહારવાળો, ગ્રહણ કરાયેલી તલવારવાળો હું જોવાયો. એમના વડે વીરસેન આદિ ચોરટાઓ વડે, હું ઓળખાયો-પૂર્વમાં યુદ્ધ કરીને તે ચોરટાઓને મેં જીતેલા એ સ્વરૂપે હું ઓળખાયો. પગમાં પડ્યા. અને તેઓ વડે કહેવાયું – હે દેવ ! આ શું વૃત્તાંત છે? મારા વડે કહેવા માટે સમર્થ થવાયું નહીં=નંદિવર્ધન એવો હું કંઈ કહી શક્યો નહીં. ચોરટાઓ વિસ્મિત થયા. મારા વડે બેસી શકાયું નહીં. તેથી આ ચોરટાઓ, દેવ્યને પામ્યા. તેમની કરુણાથી ચોરટાઓની કરુણાથી, હું દેવતા વડે ઉત્તસ્મિત કરાયોકતંભિત કરાયો હતો તેનાથી મુક્ત કરાયો. અંગો હાલવા માંડ્યાં. તે વરાકો હર્ષિત થયા. હું આસન ઉપર બેસાડાયો. ફરી પણ પ્રસ્તુત વ્યતિકર પુછાયો ચોરો વડે આ શું બન્યું છે એ પ્રસંગ પુછાયો. મારા વડે વિચારાયું – અહો જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં પરતપ્તિમાં પરાયણ જુઠા વત્સલવાળા આ લોકો વડે અમે બેસવા માટે સમર્થ થતા નથી. વળી, અલબ્ધ પ્રતિવચનવાળા તેઓએ મને ફરી ફરી પૂછ્યું. તેથી મારા ચિત્તમાં હિંસા વૈશ્વાનર
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સ્ફરિત થયાં. કેટલાક ચોરટાઓ મારી નંખાયા. કલકલ થયો. તેથી તેઓનું બહુપણું હોવાથી=ચોરટાઓ ઘણા હોવાથી, મારા હાથથી તલવાર ગ્રહણ કરાઈ. આત્મભયથી હું તેઓ વડે બંધાયો. એટલામાં દિવસ અસ્ત થયો. અંધકાર ફેલાયો. ચોરટાઓ વડે વિચારાયું. જે આ પ્રમાણે અમારો પૂર્વવૈરિક જ આ નંદિવર્ધન છે. જેના વડે પ્રવરસેન હણાયો હતો. હમણાં પણ આવા વડે જ આ પ્રધાન પુરુષો મારી નંખાયા. તોપણ અમારા વડે સ્વામીભાવથી આ નંદિવર્ધન, સ્વીકારાયો છે. લોકમાં પ્રખ્યાપિત કરાયો છે. આગનંદિવર્ધન, અમારો સ્વામી છે. એ દેશાંતરમાં વિજ્ઞાન છે. તેથી આના મારણમાં મોટો અપયશ પ્રાપ્ત થશે. આ=નંદિવર્ધન, અગ્નિની જેમ પુટ્ટલકમાં–છૂટો મૂકવામાં, કોઈ રીતે વારવો શક્ય તથી અમને મારતા તેને વારવો શક્ય નથી. તે કારણથી દૂર દેશમાં લઈ જઈને આનો ત્યાગ જ શ્રેયસ્કર છે. એ પ્રમાણે સિદ્ધાંત સ્થાપિત કરાયો. ત્યારપછી ગાડામાં બૂમો પાડતો હું નિયંત્રિત કરાયો. વસ્ત્રથી મુખનો દેશ બંધાયો. મનરૂપી પવનની ગતિવાળા વૃષભો=તીવ્ર વેગવાળા બે બળદીઆઓ, યોજન કરાયા. કેટલાક પુરુષો પ્રસ્થાપિત કરાયા. ગાડું રવાના કરાયું. રાતના જ બાર યોજનો પસાર કરાયા. ત્યારપછી અનવરત પ્રયાણકો વડે શાર્દૂલપુર હું પ્રાપ્ત કરાયો. મલવિલય નામના બહિજંગલમાં હું ત્યાગ કરાયો. ગાડા સહિત તે મનુષ્યો સ્વસ્થાનમાં ગયા.
शार्दूलपुरस्य बहिरुद्याने केवल्यागमनम् स्तोकवेलायां-अकाण्ड एव विजृम्भितः सुरभिपवनः, विमुक्तः सहजोऽपि वैरानुबन्धः पशुगणैः, भुवनश्रियेव तत्समाध्यासितं काननं, समवतीर्णाः समकमेव सर्व ऋतवः, प्रमुदिता विहङ्गमगणाः, मनोहरमनुत्तालतालं रुण्टितं मधुकरावलीभिः, विगततापं विशेषतस्तमुद्देशमुद्योतयितुमारब्धो दिनकरः, तथा ममापि मनाग्गलित इव चित्तसन्तापः । तदनन्तरं च देहभूषणप्रभाप्रवाहेण द्योतयन्तो दिक्चक्रवालं समागतास्तत्र देवाः, शोधितं तैर्भूतलं, वृष्टमतिसुरभिगन्धोदकं, विमुक्तः पञ्चवर्णमनोहारिकुसुमप्रकरः, विरचितं विशालमतिरमणीयं मणिकुट्टिम, विहितं तस्योपरि कनककमलं, विस्तारितमुपरिष्टादेव दूष्यवितानं, अवलम्बितास्तत्र मौक्तिकाऽवचूलाः । ततः समुत्सुकैस्तैर्देवैरवलोकितमार्गः कल्पद्रुम इव यथेष्टफलदायितया, कनकगिरिरिव स्थिरतया, क्षीरनीरधिरिव गुणरत्नाकरतया, शशधर इव शीतलेश्यतया, दिनकर इव सप्रतापतया, चिन्तामणिरिव दुर्लभतया, स्फटिक इव निर्मलतया, भूभाग इव सर्वसहिष्णुतया, गगनतलमिव निरालम्बनतया, गन्धकरटीव वरकरिभिः परिकरितः स्वप्रतिबिम्बकैरिव बहुविधविनेयैः समागतः केवलज्ञानदिवाकरो विवेको नामाचार्यः । समुपविष्टः कनककमले ।
શાર્દૂલપુરની બહારના ઉધાનમાં કેવલીનું આગમન થોડી વેળામાં અકાંડે જ સુરભિપવન વિભૂભિત થયો. પશુગણ વડે સહજ પણ વૈરાનુબંધ ત્યાગ
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૪૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કરાયો. ભુવનની લક્ષ્મી જેવું તે જંગલ અધ્યાસિત કરાયું તે જંગલ જાણે ભુવનની લક્ષ્મી ન હોય એવું સુંદર દેવતાઓ વડે કરાયું. એક સાથે જ સર્વ ઋતુઓ ખીલી ઊઠી. પક્ષીઓના સમૂહો પ્રમુદિત થયા. ભમરાઓના સમૂહ વડે મનોહર ઉતાલતાલ ગુંજન કરાયું. વિશેષથી વિગતતાપવાળા તે દેશને ઉદ્યોત કરવા માટે સૂર્યોદય થયો. અને મારા પણ ચિત્તમાં સંતાપ કંઈક ગલિત થયો. અને ત્યારપછી દેહભૂષણ પ્રભાના પ્રવાહથી દિફચક્રવાલને ઉદ્યોત કરતાં=બધી દિશાઓને પ્રકાશિત કરતાં, ત્યાં તે જંગલમાં, દેવતાઓ આવ્યા. દેવો વડે ભૂતલ શોધિત કરાયું. અતિ સુરભિગંધવાળું પાણી વરસાવાયું. પાંચ વર્ણવાળા મનોહર કુસુમનો સમૂહ મુકાવાયો. વિશાલ અતિ રમણીય મણિની ભૂમિકા રચાઈ. તેના ઉપર સુવર્ણકમલ કરાયું. ઉપરથી દેવદૂષ્યનો સમૂહ વિસ્તારિત કરાયો. ત્યાં મોતીની અવચૂલા અવલંબિત કરાઈ. ત્યારપછી સમુત્સુક એવા તે દેવતાઓ વડે અવલોકિત માર્ગવાળા, યથા ઈષ્ટ કુલદાયિપણું હોવાને કારણે કલ્પદ્રમ જેવા, સ્થિરપણું હોવાને કારણે મેરુપર્વત જેવા, ગુણરત્નાકરપણું હોવાથી ક્ષીરસમુદ્ર જેવા, શીતલેશ્યા હોવાથી ચંદ્ર જેવા, સપ્રતાપપણું હોવાથી સૂર્ય જેવા, દુર્લભ હોવાથી ચિંતામણિ જેવા, નિર્મલપણું હોવાથી સ્ફટિક જેવા, સર્વસહિષ્ણુપણું હોવાથી ભૂમિ જેવા, નિરાલંબનપણું હોવાથી ગગડતલ જેવા સર્વત્ર ચિત્ત સંશ્લેષ વગરનું હોવાને કારણે ગગનતલ જેવા, ગંધ હસ્તીની જેમ શ્રેષ્ઠ હાથીઓથી પરિકરિત, સ્વપ્રતિબિંબ વડે જાણે બહુવિધવિનય વડે પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાનરૂપી દિવાકર એવા વિવેક નામના આચાર્ય સુવર્ણના કમલ ઉપર બેઠા. ભાવાર્થ :
નંદિવર્ધનને પુણ્યના ઉદયથી આ પ્રકારની સર્વત્ર સફળતા મળી, તેમાં તેના શરીરનું બળ, કુશળતા આદિ અંગો પણ કારણ હતાં અને તેનો ક્રોધ અને હિંસક સ્વભાવ પણ બાહ્ય રીતે કારણ હતા. તોપણ પુણ્યના સહકારથી જ તે સર્વ પ્રકારની સફળતા તેને પ્રાપ્ત થયેલી. આમ છતાં મોહને વશ નંદિવર્ધનને ચિત્તમાં એ જ જણાય છે કે હિંસા અને વૈશ્વાનરનો જ આ અતિશય પ્રભાવ છે જેથી આ સર્વ સંપત્તિ મને મળી. વસ્તુતઃ તેની યુદ્ધમાં કરાયેલી હિંસા અને ગુસ્સો શત્રુને મારવાનાં કારણ હોવા છતાં અને તેના કારણે જ બાહ્યથી તેને આ પ્રકારનો યશ સર્વત્ર મળ્યો, તોપણ પ્રધાન કારણ તેનું પુણ્ય જ હતું, છતાં મૂઢતાદિને કારણે હિંસા અને વૈશ્વાનર જ આ સર્વ યશની પ્રાપ્તિનું કારણ છે એવો સ્થિર વિશ્વાસ નંદિવર્ધનને વર્તે છે, તેથી તેની પ્રકૃતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામ્યા કરે છે. આથી જ કનકશેખર અને કનકચૂડે તેને હિતશિક્ષા આપી તોપણ તે હિતશિક્ષાને ગ્રહણ કરવાને બદલે તેમને મારવા માટે તત્પર થયો. આમ છતાં તે બંનેનું ત વિદ્યમાન હતું અને કનકશખર અને કનકચૂડ મહાપ્રતાપવાળા હોવાથી અને તેઓની તેવી જ ભવિતવ્યતા હતી કે નંદિવર્ધનથી તેઓનો નાશ થાય નહીં, તેથી નંદિવર્ધન પ્રહાર કર્યા વગર ચાલ્યો જાય છે. તેથી ફલિત થાય કે જેની હિંસા થાય છે તેઓનો તથા પ્રકારનો પાપનો ઉદય હોય છે ત્યારે જ ક્રોધી જીવ પણ હિંસા કરી શકે છે અને કનકશખર અને કનકચૂડનું તેવું પુણ્ય હોવાને કારણે ગુસ્સો કરવા છતાં અને મારવા માટે તત્પર થવા છતાં માર્યા વગર જવાનો પરિણામ નંદિવર્ધનને થયો. વળી, જયસ્થલ નગરથી મંત્રીએ મોકલેલ દારુક નામનો દૂત જયસ્થલના સમાચાર આપે છે અને પવનરાજથી પોતાનું નગર ઘેરાયેલું
ને પ્રય
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના છે તે સાંભળીને નંદિવર્ધન ત્યાં પ્રસ્થાન કરે છે, ત્યારે પણ તેનું પુણ્ય તપતું હોવાથી પવનરાજની સાથે યુદ્ધમાં તે જય પામે છે. તેથી હિંસા અને વૈશ્વાનરનું આ કૃત્ય છે તેવી સ્થિર શ્રદ્ધા દઢ થાય છે અને પુણ્યોદયથી આ સર્વ થાય છે તેવી બુદ્ધિ અત્યંત નષ્ટ થાય છે, તેથી નંદિવર્ધન લેશ પણ ધર્મને અભિમુખ થતો નથી. અને રાત-દિવસ શિકાર કરીને પાપની વૃદ્ધિ કરે છે જેથી પિતાને ચિંતા થાય છે તેથી ફરી જિનમતજ્ઞને આ હિંસાના નિવારણનો ઉપાય પૂછે છે, ત્યારે જિનમતજ્ઞ કહે છે કે, ચિત્તસૌદર્ય નગર છે, શુભ પરિણામ રાજા છે અને ચારુતા નામની તેની પત્ની છે તેનાથી ઉત્પન્ન થયેલી દયા નામની પુત્રીને જ્યારે કુમાર પરણશે ત્યારે હિંસાનો સંબંધ દૂર થશે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે કુમારનું ચિત્ત કંઈક નિર્મળ થવાથી ધર્મને અભિમુખ થાય ત્યારે ચિત્તસૌદર્ય નગર તેના આત્મામાં પ્રગટે છે જે મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે. અને ત્યાં શુભપરિણામ રાજા છે તે આત્મામાં સુંદર ચિત્ત થયા પછી ઉચિત પ્રવૃત્તિ કરવાને શુભપરિણામ સ્વરૂપ છે. અને તે શુભ પરિણામ સાથે જીવમાં નિષ્પકમ્પતા પ્રગટે છે ત્યારે ક્ષમાનો પરિણામ પ્રગટે છે. અને તે શુભ પરિણામ સાથે ચારુતા પ્રગટે છે અર્થાત્ બધા જીવોનું હું કેમ હિત કરું એવી ચારુતા પ્રગટે છે તેથી તે શુભ પરિણામ અને ચારુતાના યોગથી દયાળુ ચિત્ત પ્રગટે છે. તેથી જીવમાં પ્રથમ ચિત્તસૌદર્ય આવે છે ત્યારપછી હું શુભકૃત્યો કરું એવો શુભપરિણામ પ્રગટે છે અને શુભકૃત્યોમાં નિષ્પકમ્પતા આવે છે ત્યારે ક્રોધના વિરુદ્ધ ક્ષમાનો પરિણામ પ્રગટે છે અને તે શુભ પરિણામ પ્રગટ્યા પછી બધા જીવોનું હિત કરું એવી ચારુતા આવે છે. ત્યારપછી તે ચારુતાને કારણે પકાયના પાલનના પરિણામરૂપ દયાની પરિણતિ પ્રગટે છે. તેથી જે જીવોને જેટલી જેટલી દયા અતિશય પામે છે તેમ તેમ તેઓનાં સર્વકૃત્યો શ્રેષ્ઠ શ્રેષ્ઠતર થાય છે. વળી દયાના પરિણામકાળમાં પણ શુભ પરિણામ જીવમાં વર્તે છે તે પૂર્વ કરતાં વિશેષ પ્રકારનો શુભપરિણામ છે. આથી જ ક્ષમા, શુભપરિણામ, ચારુતા, નિષ્પકમ્પતા વગેરે દયાના બંધુઓ કહેલા છે. તેથી દયાના જનક શુભપરિણામ અને ચારુતા કરતાં પણ તેનો બંધુભૂત શુભપરિણામ વિશિષ્ટ કોટિનો છે જેથી દયાળુ જીવમાં સતત આત્મહિત સાધવાને અનુકૂળ શુભપરિણામ વર્તે છે. વળી પ્રકૃતિથી પણ દયાળુ સ્વભાવને કારણે સુંદર બને છે અને ધર્મસેવનમાં દયાને કારણે નિષ્પકમ્પતા આવે છે તે સર્વ દયાના જ સહવર્તી ભાવો છે. તેથી એ ફલિત થાય કે જીવનો શુભપરિણામ તરતમતાથી અનેક ભૂમિકાવાળો છે અને તે શુભ પરિણામ અનુસાર જ જીવમાં નિષ્પકમ્પતા પણ તરતમતાવાળી પ્રગટે છે. અને શુભ પરિણામના પ્રકર્ષ-અપ્રકર્ષને અનુરૂપ જીવમાં ચારુતા પણ પ્રકર્ષ-અપકર્ષ રૂપે પ્રગટ થાય છે. શુભ પરિણામ અને ચારુતા અનુરૂપ જ દયાનો પરિણામ પણ પ્રકર્ષ-અપકર્ષવાળો થાય છે. તેથી જે જીવમાં તત્ત્વના સમ્યફ પર્યાલોચનને અનુરૂપ શુભ પરિણામ પ્રગટ થાય છે તે શુભ પરિણામ જ તેના યત્ન અનુસાર જીવમાં આત્મહિતને અનુરૂપ નિષ્પકમ્પતા પ્રગટ કરે છે, અને જેમ જેમ જીવમાં તત્ત્વને અનુકૂળ નિષ્પકમ્પતા પ્રગટે છે તેમ તેમ ક્ષમા, શૌચ, સંતોષ, વૈર્ય આદિ ગુણો પણ પ્રગટે છે, તેથી અંતરંગ સર્વગુણો પરસ્પર શુભપરિણામની સાથે એકવાક્યતાથી સંકળાયેલા છે. માટે ગુણવૃદ્ધિના અર્થી જીવે નિપુણ ઉપયોગપૂર્વક આત્માનું પારમાર્થિક હિત શું છે અને પારમાર્થિક અહિત શું છે તેનું સૂક્ષ્મ આલોચન કરવું જોઈએ, જેનાથી શુભ પરિણામ પ્રકર્ષવાળો બને છે જેના કારણે નિષ્પકમ્પતા આદિ સર્વગુણો સહજ રીતે આત્મામાં પ્રગટે છે અને જેમ જેમ અંતરંગ
Page #466
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૪૫
ગુણો આત્મામાં પ્રગટે છે તેમ તેમ ચિત્તમાં સંતાપ, ખેદ, ઉદ્વેગ આદિ સર્વ દોષો નાશ પામે છે અને જેઓના શુભપરિણામ, નિષ્પકમ્પતા આદિ ગુણો અત્યંત સ્થિભાવને પામે છે તેવા મહાત્માઓને દેહના રોગો પણ બાધા કરી શકતા નથી. ઉપસર્ગ-પરિષહો પણ બાધા કરી શકતા નથી. પરંતુ મહાધીરતાપૂર્વક તે મહાત્મા ક્ષમા આદિ ગુણોની વૃદ્ધિમાં યત્ન કરીને તે જ ભવમાં સંસારનો અંત કરે છે અને શક્તિનો પ્રકર્ષ ન થાય તો કેટલાક પરિમિત ભવોમાં અવશ્ય ક્ષમાદિ ગુણોના પ્રકર્ષને પ્રાપ્ત કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. વળી, નૈમિત્તિકે કહ્યું કે જ્યારે આ કુમાર દયાને પરણશે ત્યારે હિંસા નામની તેની ભાર્યા સ્વયં નાશ પામશે. તેથી એ ફલિત થાય કે કોઈક નિમિત્તથી જીવ શુભપરિણામવાળો થઈને ક્રમસર દયાના પરિણામવાળો થાય છે અને જેમ જેમ તેનો દયાનો પરિણામ વૃદ્ધિ પામે તેમ તેમ તેમાં કઠોરતા, ક્રૂરતા આદિ ભાવો નાશ પામે છે અને અંતે સંપૂર્ણ હિંસાનો ત્યાગ કરીને મહામુનિ જેવા ષટ્કાયના પાલનના દયાના પરિણામવાળા થાય છે. તેથી તેમનું ચિત્ત જગતના કોઈ જીવને પીડા ન કરે, કોઈના પ્રાણ નાશ ન કરે અને કોઈને કષાયનો ઉદ્વેગ ન કરે તેવું બને છે. તેથી પોતાના આત્મામાં પણ કષાયના ઉદ્વેગને શમન કરવા માટે જ સદા તે મહાત્મા યત્ન કરે છે. વળી, તે જિનમતજ્ઞએ કહ્યું કે કર્મપરિણામ રાજા જ્યારે કુમાર પ્રત્યે પ્રસાદવાળો થશે ત્યારે લોકસ્થિતિને પૂછીને કાલપરિણતિ સાથે પર્યાલોચન કરીને, પોતાના મહત્તમ નામના સ્વભાવને કહીને નંદિવર્ધનકુમારની ભવિતવ્યતા નામની ભાર્યાને કહીને અને નિયતિયદચ્છાદિના કુમારના વીર્યને સ્થાપન કરીને દયા નામની પુત્રીને આ યોગ્ય છે એવો જ્યારે કર્મપરિણામ રાજાને વિચાર આવશે ત્યારે દયા પુત્રીને પરણાવશે. તેથી એ ફલિત થાય કે જ્યારે જીવનાં ક્રૂરતા આપાદક કર્મો ક્ષીણક્ષીણતર થવા માંડે છે ત્યારે તેની કાલપરિણતિ, તે જીવની લોકસ્થિતિ, તે જીવનો સ્વભાવ વગેરે દયાને અનુકૂળ બને છે અને ત્યારે તે જીવની તેવી ભવિતવ્યતા હોય છે કે જેથી ત્યારે તેનામાં દયાનો પરિણામ પ્રગટે છે. આથી જ આ નંદિવર્ધનનો જીવ જ્યારે અનુસુંદર ચક્રવર્તી થશે ત્યારે સદાગમથી બોધ પામીને તેવા દયાળુ સ્વભાવવાળા બનશે. માટે જે જીવનાં કંઈક કર્મો અલ્પ છે તેથી કંઈક કઠોરતા અલ્પ થઈ છે અને તેના કારણે ધર્મને સન્મુખ થયા છે, તે જીવો સદાગમનો પરિચય કરીને ધીરે ધીરે પોતાના શુભપરિણામ આદિ ભાવોની વૃદ્ધિ કરે તો ક્રમસર તેનો કઠોર ભાવ ક્ષીણક્ષીણતર થાય છે તેના સ્વરૂપે તેનામાં વિશિષ્ટ દયા પ્રગટે છે. વળી, જિનમતજ્ઞએ કહ્યું કે હે મહારાજ ! અત્યારે નંદિવર્ધન હિંસા કરે છે તોપણ તમારે મૌન ધારણ કરવું જોઈએ, અને તેની અવધીરણા કરવી જોઈએ. અર્થાત્ તે જે કૃત્ય કરે છે તે વિષયમાં કહેવાનું છોડી દઈને માત્ર તે કૃત્ય સુંદર નથી છતાં અત્યારે તેના નિવારણ માટે કોઈ યત્ન કરવો ઉચિત નથી તેમ માનીને ઉપેક્ષા કરવી જોઈએ. તેથી એ ફલિત થાય કે જે જીવો પ્રયત્નથી સમજાવીને માર્ગમાં લાવી શકાય તેવા નથી તેઓની અનુચિત પ્રવૃત્તિ જોઈને પણ પિતા આદિએ પણ તેની ઉપેક્ષા કરવી જ ઉચિત છે. કહેવાથી સુધરે તેવી સંભાવના દેખાય ત્યારે જ કહેવું જોઈએ; કેમ કે વિવેકી પુરુષો ફલપ્રધાન આરંભવાળા હોય છે તેથી જેના કહેવાથી ફલ પ્રાપ્ત થાય એમ હોય તો જ કહેવું જોઈએ અન્યથા ઉપેક્ષા જ કરવી જોઈએ. વળી, નંદિવર્ધનકુમા૨નું પૂર્વભવમાં બંધાયેલું શ્રેષ્ઠ પુણ્ય અત્યાર સુધી જે સફળતા આપતું હતું તે હવે ક્ષીણ થવા આવ્યું તેથી તેના ક્રોધ અને હિંસાના પરિણામથી જ તે સ્વકુટુંબનો જ સંહાર કરે છે અને અનેકને સંત્રાસ
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આપીને પાપો બાંધે છે. આ ભવમાં પણ પુણ્ય ક્ષીણ થયેલું હોવાથી અનેક પ્રકારના ઉપદ્રવોની પરંપરાને પામે છે અને સર્વત્ર હિંસા અને ક્રોધ કરીને અનેક અનર્થોની પરંપરાને સ્વયં પ્રાપ્ત કરે છે. છતાં વચવચમાં કંઈક પુણ્ય સહકાર આપે છે તેથી પ્રભાકરે પૂર્વના પ્રસંગને યાદ કરીને તેનો આદર સત્કાર કર્યો, ત્યાં પણ પાપ કરીને ફરી જંગલમાં ગયો. અનેક ઉપદ્રવોને પામ્યો. વળી ત્યાં કનકશેખર અને કનકચૂડ તેને જોઈને સત્કા૨પૂર્વક પોતાની સાથે લઈ આવે છે ત્યારે કંઈક પુણ્ય જાગૃત થયું છતાં હિંસા અને વૈશ્વાનરને કારણે ત્યાં પણ કનકશેખરને મારવાનો યત્ન કરવા જતાં વ્યંતરદેવ દ્વારા જંગલમાં ફેંકાયો અને અનર્થોને પામ્યો. ત્યાં પણ કંઈક પુણ્યના સહકારથી વીરસેનાદિના ચોરટાઓ તેને નંદિવર્ધનરૂપે જાણીને સત્કાર આદિ કરે છે છતાં ક્રૂરતા અને ક્રોધી સ્વભાવને કારણે અનેક અનર્થોને પામીને તેઓ દ્વારા દૂર જંગલમાં બાંધીને મુકાય છે.
प्रणिपत्य विहितकरकुड्मला निषण्णा परिषत्, प्रारब्धं व्याख्यानम् । अत्रान्तरे भगवतः प्रतापं सोढुमशक्नुवन्तौ मदीयशरीरान्निर्गतौ हिंसावैश्वानरौ, दूरदेशे स्थितौ मां प्रतीक्षमाणौ ।
પ્રણામ કરીને જોડ્યા હાથ જેણે એવી પર્ષદા બેઠી. વ્યાખ્યાન પ્રારંભ કરાયું. એટલામાં ભગવાનના પ્રતાપને સહન કરવા માટે અસમર્થ એવાં હિંસા અને વૈશ્વાનર મારા શરીરથી નીકળ્યાં. મારી પ્રતિક્ષા કરતા હિંસા અને વૈશ્વાનર દૂર દેશમાં રહ્યા.
अरिदमननृपकृतवन्दनादिविधिः
શ્લોક ઃ
अथारिदमनो राजा, मुनिं विज्ञाय लोकतः । सपुरो निर्गतस्तस्य, मुनेर्वन्दनकाम्यया ।।१।।
અરિદમન રાજા વડે કરાયેલ વંદન આદિ વિધિ
શ્લોકાર્થ :
હવે અરિદમન નામનો રાજા લોકોથી મુનિને જાણીને નગર સહિત તે મુનિના વંદનની કામનાથી નીકળ્યો. ।।૧।।
શ્લોક ઃ
तथा मदनमञ्जूषा, या दत्ता मम कन्यका ।
साऽपि तत्र समायाता, सहिता रतिचूलया ।।२।।
શ્લોકાર્થ :
અને મદનમંજૂષા કન્યા જે મને અપાયેલી તે પણ ત્યાં=તે દેશનામાં, રતિચૂલા સાથે આવી. IIII
Page #468
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૪૭
શ્લોક :
विहाय पञ्च चिह्नानि, भक्तिनिर्भरमानसः । राजा कृतोत्तरासङ्गः, प्रविष्टः सूर्यवग्रहे ।।३।।
શ્લોકાર્ય :
પાંચ ચિહ્નોને છોડીને ભક્તિનિર્ભર માનસવાળા, કરાયેલા ઉત્તરાસંગવાળા રાજાએ સૂરિના અવગ્રહમાં પ્રવેશ કર્યો. Il3II
શ્લોક :
पञ्चाङ्गप्रणिपातेन, पादयोय॑स्तमस्तकः । प्रणम्य सूरिं नौति स्म, ललाटे कृतकुड्मलः ।।४।।
શ્લોકાર્થ :
પંચાંગ પ્રણિપાતથી પગમાં પડેલા મસ્તકવાળા, પ્રણામ કરીને, લલાટમાં જોડાયેલા હાથવાળા રાજાએ સૂરિની સ્તુતિ કરી. ll૪ll શ્લોક :
कथम्?अज्ञानतिमिरोच्छेदकर! नाथ! दिवाकर! ।
नमस्ते रागसन्तापनाशकारिनिशाकर! ।।५।। શ્લોકાર્ય :
કેવી સ્તુતિ કરી ? તે બતાવે છે – હે નાથ ! અજ્ઞાનરૂપી અંધકારના ઉચ્છેદન કરનાર દિવાકર અર્થાત્ સૂર્ય!, રાગસંતાપના નાશને કરનાર એવા ચંદ્ર ! તમને નમસ્કાર કરું છું. પII શ્લોક :
स्वपाददर्शनेनाऽद्य, नाथ! कारुण्यसागर! ।
भवता भवनिर्णाश! पूतपापाः कृता वयम् ।।६।। શ્લોકાર્થ :
સ્વપારદર્શનથી આજે હે કરુણાસાગર ! નાથ ! ભવના નાશને કરનાર, તમારા વડે, પૂતહાપવાળા= ધોયેલા પાપવાળા અમે કરાયા છીએ. III
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવા શ્લોક :
अद्यैव ननु जातोऽस्मि, राज्येऽद्यैव प्रतिष्ठितः ।
अद्यैव पटुकर्णोऽस्मि, पश्याम्यद्यैव चक्षुषा ।।७।। શ્લોકાર્ચ -
ખરેખર આજે જ હું જન્મ્યો છું. રાજ્યમાં આજે જ પ્રતિષ્ઠિત થયો છું. આજે જ તમારા દર્શનથી પટુકર્ણવાળો થયો છું. ચક્ષુથી આજે જ જોઉં છું. અર્થાત્ તમારા દર્શનથી પ્રગટ થયેલી ચક્ષુથી આજે જ જોઉં છું. Ill શ્લોક :
यदद्याऽखिलसन्तापपापाऽजीर्णविरेचनम् ।
भाग्यसंसूचकं मन्ये, संपन्नं तव दर्शनम् ।।८।। શ્લોકાર્ચ -
જે કારણથી આજે અખિલ સંતાપરૂપી પાપના અજીર્ણનું વિરેચન, ભાગ્યનું સંસૂચક તમારું દર્શન પ્રાપ્ત થયું છે એમ હું માનું છું. IIcn શ્લોક :
एवं संस्तुत्य राजेन्द्रः, सूरिं सूदितकल्मषम् ।
प्रणम्य शेषसाधूश्च, निषण्णः शुद्धभूतले ।।९।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે સ્તુતિ કરીને રાજેન્દ્ર, નાશ કર્યા છે પાપ જેમણે એવા સૂરિને નમસ્કાર કરીને અને શેષ સાધુઓને નમસ્કાર કરીને શુદ્ધ ભૂતલમાં બેઠા. ll૯ll શ્લોક :
स्वर्गाऽपवर्गपण्यस्य सत्यंकार इवाखिलैः ।
गुरुभिर्मुनिभिश्चोच्चैर्धर्मलाभः कृतो नृपे ।।१०।। શ્લોકાર્ચ -
સર્વ ગુરુઓ વડે અને મુનિઓ વડે સ્વર્ગ અને અપવર્ગ રૂપ વસ્તુને પ્રત્યક્ષ કરાવનાર ન હોય એવો ધર્મલાભ રાજાને આપ્યો. TI૧૦II
Page #470
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૪૯
શ્લોક :
ततः कृतप्रणामेषु, शेषलोकेषु भावतः ।
प्रयुक्तलोकयात्रेण, गुरुणाऽऽरम्भि देशना ।।११।। શ્લોકાર્ચ -
ત્યારપછી ભાવથી કૃત પ્રણામવાળા શેષ લોકો હોતે છતે પ્રયુક્ત લોકમાત્રાવાળા એવા ગુરુ વડે દેશના આરંભ કરાઈ. ll૧૧TI.
धर्मदुर्लभतायां देशना શ્લોક :
થ?भो भव्याः! भवकान्तारे, पर्यटद्भिरनाहतम् । અત્યન્તકુમો રોષ, થર્મ: સર્વજ્ઞમાવત: મારા
ધર્મની દુર્લભતાની દેશના શ્લોકાર્ચ -
કેવી રીતે ? એથી કહે છે – હે ભવ્ય જીવો ! ભવરૂપી અટવીમાં સતત ભટકતા જીવો વડે સર્વજ્ઞાભાષિત આ ધર્મ અત્યંત દુર્લભ છે. II૧ચા.
શ્લોક :
યત:
अनादिरेष संसारः, कालोऽनादिः प्रवाहतः ।
जीवाश्चानादिकाः सर्वे, दृश्यन्ते ज्ञानचक्षुषा ।।१३।। શ્લોકાર્ચ -
જે કારણથી અનાદિ આ સંસાર છે. કાલ અનાદિ છે. પ્રવાહથી સર્વ જીવો અનાદિના જ્ઞાનચક્ષુથી દેખાય છે. ll૧૩.
શ્લોક :
न चैते प्राप्नुवन्तोऽमुं, धर्मं सर्वज्ञभाषितम् । कदाचिदपि पूर्वं तु, तेनैते भवभाजनम् ।।१४।।
Page #471
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૫૦
श्लोकार्थ :
આ=આ જીવો, સર્વજ્ઞભાષિત એવા આ ધર્મને ક્યારેય પણ પૂર્વે પામ્યા નથી, તેથી આ=જીવો, भवनं भान छे. ॥१४॥
श्लोड :
अथाऽवाप्तो भवेज्जैनो, धर्मोऽमीभिः कदाचन ।
ततः कुतो भवोऽमीषाम् ? क्व तार्णं वह्निमीलके ? ।। १५ ।।
श्लोकार्थ :
હવે જૈનધર્મ આમના વડે=આ જીવો વડે, ક્યારેય પણ પ્રાપ્ત કરાયો હોત તો આમનો ભવ ज्यांथी होय ? वनिना भील मां = अग्निना भेणापमां, तृरानो समूह ज्यांथी होय ? ||१५||
श्लोड :
तस्मात्सुनिश्चितं राजन्नेतन्नास्त्यत्र संशयः ।
नैवाऽवाप्तः पुरा धर्मो, जन्तुभिर्जिनदेशितः । ।१६।।
श्लोकार्थ :
તે કારણથી હે રાજન ! આ સુનિશ્ચિત છે એમાં સંશય નથી. પૂર્વમાં જિનદેશિત ધર્મ જીવો વડે प्राप्त डरायो नथी ४ ||१५||
श्लोक :
एवं च स्थिते
यदाऽनादौ भवेऽमीषां, मत्स्यानामिव सागरे । सदा दोलायमानानां जीवानां दुःखसङ्कुले ।।१७।। स्वकर्मपरिणामेन, भव्यत्वपरिपाकतः । मनुष्यत्वादिसामग्र्या, तथा कालादियोगतः । ।१८।। धन्यः सकलकल्याणजनकोऽचिन्त्यशक्तिकः ।
यत्र क्वचिद् भवेज्जीवेऽनुग्रहः पारमेश्वरः । । १९ ।। स तदा लभते जीवो, दुर्भेदग्रन्थिभेदतः ।
अशेषक्लेशनिर्णाशि, जैनेन्द्रं तत्त्वदर्शनम् ।। २० ।। चतुर्भिः कलापकम्
श्लोकार्थ :
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે જ્યારે દુઃખથી ભરેલા એવા અનાદિ સંસારમાં સાગરમાં
Page #472
--------------------------------------------------------------------------
________________
૪પ૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ માછલાઓની જેમ સદા ડોલાયમાન થતા એવા સ્વકર્મના પરિણામથી, ભવ્યત્વના પરિપાકને કારણે મનુષ્યત્વ આદિ સામગ્રી વડે અને કાલાદિના યોગથી ધન્ય, સકલકલ્યાણનું જનક, અચિંત્યશક્તિવાળું જે કોઈ જીવમાં પરમેશ્વર સંબંધી અનુગ્રહ થાય ત્યારે તે જીવ દુર્ભેદ એવી ગ્રંથિના ભેદથી સંપૂર્ણ ક્લેશના નાશને કરનાર જિનેન્દ્ર સંબંધી તત્વદર્શનને પામે છે. ll૧૭થી ૨૦II. શ્લોક :
ततोऽसौ गृहिधर्मं वा, प्राप्नुयाज्जिनभाषितम् ।
लभते साधुसद्धर्म, सर्वदुःखविमोचकम् ।।२१।। શ્લોકાર્ય :
ત્યારપછી આ=જીવ, જિનભાષિત ગૃહસ્થધર્મ પ્રાપ્ત કરે છે અથવા સર્વ દુઃખોથી છોડાવનાર એવો સાધુધર્મ પ્રાપ્ત કરે છે. lll શ્લોક :
सा चेयती भवेत्कस्य, सामग्रीयं सुदुर्लभा । राधावेधोपमानेन, धर्मप्राप्तिः प्रकीर्तिता ।।२२।।
શ્લોકાર્ય :
અને તે આટલી સામગ્રી કોઈક જીવને થાય, આ ધર્મની પ્રાપ્તિ રાધાવેધની ઉપમાથી દુર્લભ છે. III
શ્લોક :
तदत्र लब्धे सद्धर्मे, कुरुध्वं यत्नमुत्तमम् ।
સનવ્વસ્થ તુ તામાર્થ, પદધ્વમિદ દેનના! સારરૂા. શ્લોકાર્ચ -
તે કારણથી આ સદ્ધર્મ પ્રાપ્ત થયે છતે ઉત્તમ યત્ન કરો. તે લોકો ! અહીંસંસારમાં, અલભ્યના લાભ માટે યત્ન કરો. |રકILL
जयस्थलीयप्रश्नः अत्रान्तरे चिन्तितं नरेन्द्रेण-केवलज्ञानदिवाकरो भगवानयं, नास्त्यस्य किञ्चिदज्ञेयं, अतः पृच्छामि भगवन्तमात्मीयं संशयं, अथवा पश्यत्येव भगवान्मदीयं सन्देहं जिज्ञासां वा, अतः कथयतु ममानुग्रहेण । ततो भगवता सूरिणा भव्यजनबोधनार्थमभिहितो नरेन्द्रः-महाराज! वाचा पृच्छ, नृपतिनाऽभिहितंभदन्त! येयं मदीयदुहिता मदनमञ्जूषा, अस्याः पद्मनृपतिसुतनन्दिवर्धनकुमाराय दानार्थं प्रहितो
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૫ર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ मया जयस्थले स्फुटवचनो नाम महत्तमः, गतः कियानपि कालो, न निवृत्तोऽसौ, ततः प्रहिता मया तद्वार्तोपलम्भार्थं पुरुषाः, तैश्चागत्य निवेदितं यथा-देव! तज्जयस्थलं सर्वं भस्मीभूतं दवदग्धस्थलमात्रमधुना वर्तते, छिन्नमण्डलं च तत्, तेन न विद्यन्ते प्रत्यासनाऽन्यान्यग्रामनगराणि, अरण्यप्रायः सोऽधुना देशो वर्तते, तथा वार्तामात्रमपि नास्माभिरुपलब्ध, कथं तत्तथाभूतं संजातमिति । ततो मया चिन्तितं-हा कष्टमहो कष्टं, किं पुनरत्र कारणम्? किमकाण्ड एव तत्रोत्पातागारवृष्टिर्निपतिता? किं वा पूर्वविरुद्धदेवेन भस्मीकृतं नगरम्? उत मुनिना केनचित्कोपाग्निना दग्धम् ? आहोस्वित् क्षेम(त्र)वह्निना चौरादिभिर्वा? ततश्चाऽविज्ञातपरमार्थः ससन्देहः शोकापनश्च स्थितोऽहमेतावन्तं कालं, अधुना भगवति दृष्टे संजातः शोकापनोदः, स सन्देहः पुनरद्यापि मे नापगच्छति, तमपनयतु भगवानिति ।
રાજા દ્વારા જયસ્થલ સંબંધી પ્રશ્ન એટલામાં રાજા વડે વિચારાયું – કેવલજ્ઞાનદિવાકર એવા આ ભગવાન છે. આમને કંઈ અશેય નથી. આથી આત્મીય સંદેહને ભગવાનને હું પૂછું. અથવા ભગવાન મારા સંદેહને અને જિજ્ઞાસાને જુએ જ છે. આથી મારા અનુગ્રહથી કહો. તેથી ભગવાન સૂરિ વડે ભવ્ય જીવોના બોધ માટે રાજા કહેવાયો – હે મહારાજ ! વાણીથી પૂછ. રાજા વડે કહેવાયું – હે ભગવંત ! જે આ મારી પુત્રી મદનમંજૂષા છે, આના પઘરાજાના પુત્ર નંદિવર્ધનકુમારના દાન માટે મારા વડે જયસ્થલમાં સ્કૂટવચન નામનો મહત્તમ મોકલાયો હતો. કેટલોક કાળ ગયો. આ પાછો આવ્યો નથી. ત્યારપછી મારા વડે તેની વાર્તાના ઉપલંભ માટે પુરુષો મોકલાયા. અને તેઓએ આવીને નિવેદન કર્યું. જે આ પ્રમાણે – હે દેવ ! જયસ્થલ સર્વ ભસ્મીભૂત અગ્નિથી બળેલ સ્થલ માત્ર હમણાં વર્તે છે. અને છિન્નમંડલવાળું તે છે. તેથી પ્રત્યાસન્ન અન્ય અન્ય ગ્રામનગરો નથી. અરણ્યપ્રાયઃ હમણાં તે દેશ વર્તે છે. તે કેવી રીતે તેવા પ્રકારનું થયું ? એ પ્રકારની વાત માત્ર પણ અમારા વડે ઉપલબ્ધ નથી. તેથી મારા વડે વિચારાયુ=અરિદમન રાજા વડે, વિચારાયું – હા કષ્ટ છે, અહો કષ્ટ છે. અહીં-આ રીતે તે નગરના લાશમાં, કારણ વળી શું છે ? અકાંડ જ ત્યાં=જયસ્થલ નગરમાં, ઉત્પાતઅંગારની વૃષ્ટિ પડી ? અથવા પૂર્વવિરુદ્ધ દેવ વડે નગર ભસ્મીભૂત કરાયું? અથવા કોઈ મુનિ વડે કોપાગ્નિથી બાળી નંખાયું? અથવા ક્ષેત્રઅગ્નિથી અથવા ચોરાદિ વડે બાળી નંખાયું? તેથી અવિજ્ઞાત પરમાર્થવાળો=તે નગરના લાશના વિષયમાં નહીં જાણનાર પરમાર્થવાળો, સંદેહવાળો, શોકથી હું આટલો કાળ રહેલો છું. હવે ભગવાન જોવાયે છતે શોક દૂર થયો, મારો તે સંદેહ હજી પણ જતો નથી. ભગવાન તેને દૂર કરો.
आचार्यकृतसमाधानम् भगवताऽभिहितं-महाराज! पश्यसि त्वमेनं पर्षदः प्रत्यासत्रं नियन्त्रितं पश्चाद् बाहुबन्धेन निबद्ध
Page #474
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૫૩
वक्त्रविवरं तिरश्चीनं पुरुषम् ? नृपतिनाऽभिहितं- सुष्ठु पश्यामि । भगवानाह - महाराज ! एतेन भस्मीकृतं नगरम् । नृपतिराह - भदन्त कोऽयं पुरुषः ? भगवानाह - महाराज ! स एवाऽयं तव जामाता नन्दिवर्धनकुमारः । नृपतिराह-कथं पुनरनेनेदमीदृशं व्यवसितम् ? किमिति वाऽयमेवं विधाऽवस्थोऽधुना वर्तते ? ततः कथितो भगवता स्फुटवचनविरोधादिकश्चरटमनुष्यपरित्यागपर्यवसानः सर्वोऽपि नरपतये मदीयवृत्तान्तः । तमाकर्ण्य विस्मितो राजा परिषच्च । नृपतिना चिन्तितं किं छोटयाम्यस्य वदनम् ? करोमि मुत्कलं बाहुयुगलं, अथवा नहि नहि, निवेदितमेवास्य चरितं भगवता, तदेष मुत्कलोऽस्माकमपि केनचिदकाण्डविड्वरसम्पादनेन धर्मकथाश्रवणविघ्नहेतुः स्यात्, तस्मात्तावदयं यथान्यासमेवास्तां, पश्चादुचितं करिष्यामः, अस्थानं चैष करुणायाः यस्येदृशं चरितं, तदधुना तावदपरं भगवन्तं सन्देहं प्रश्नयामः । ततोऽभिहितं नृपतिना - भदन्त ! नन्दिवर्धनकुमारोऽस्माभिरेवंगुणः समाकर्णितः
કેવલી એવા આચાર્ય દ્વારા રાજાના પ્રશ્નનું સમાધાન
-
1
ભગવાન વડે કહેવાયું —– હે મહારાજ ! આ પર્ષદાતી નજીક બેઠેલા, હાથ-પગ પાછળથી બાંધેલા, નિબદ્ધ મુખના વિવરવાળા, વાંકાવળી ગયેલા એવા પુરુષને તું જુએ છે ? રાજા વડે કહેવાયું બરાબર જોઉં છું. ભગવાન કહે છે • હે મહારાજ ! આવા વડે નગર ભસ્મીભૂત કરાયું છે. રાજા કહે છે – હે ભગવંત ! કોણ આ પુરુષ છે ? ભગવાન કહે છે હે મહારાજ ! તારો જ આ જમાઈ નંદિવર્ધનકુમાર છે. રાજા કહે છે કેવી રીતે આવા વડે આવું કરાયું ? અથવા કયા કારણથી આવી અવસ્થાવાળો આ વર્તે છે ? તેથી ભગવાન વડે સ્ફુટવચનના વિરોધાદિથી માંડીને ચોરટા એવા મનુષ્યના પરિત્યાગ સુધીનો સર્વ મારો વૃત્તાંત પણ રાજાને કહેવાયો. તેને સાંભળીને રાજા અને પરિષદ વિસ્મય પામ્યા. રાજા વડે વિચારાયું. શું આનું મુખ હું છૂટું કરું ? બાહુયુગલ છૂટા કરું ? અથવા નહીં નહીં, આનું ચરિત્ર ભગવાન વડે નિવેદિત કરાયું છે તે કારણથી મુત્કલ એવો આ અમોને પણ કોઈ અકાંડ પ્રસંગના સંપાદનથી ધર્મકથાના શ્રવણમાં વિઘ્નનો હેતુ થાય. તે કારણથી આ યથાન્યાસ જ રહો પછી ઉચિત કરશું. જેનું આવું ચરિત્ર છે એ કરુણાને અસ્થાન છે. તેથી હવે ભગવાનને બીજો પ્રશ્ન કરું. ત્યારપછી રાજા વડે કહેવાયું. હે ભદન્ત ! નંદિવર્ધનકુમાર અમારા વડે આવા ગુણવાળો સંભળાયો છે.
શ્લોક ઃ
યદુત
वीरो दक्षः स्थिरः प्राज्ञो, महासत्त्वो दृढव्रतः । रूपवान्नयमार्गज्ञः, सर्वशास्त्रविशारदः । ।१ ।।
=
-
Page #475
--------------------------------------------------------------------------
________________
४५४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
गुणानां निकषस्थानं, प्रख्यातपरपौरुषः । अतोऽनेन महापापं, कथं चेष्टितमीदृशम् ? ।।२।।
श्लोकार्थ :
'यदुत थी जतावे छे - वीर, ध्क्ष, स्थिर, प्राज्ञ, महासत्त्ववानो, दृढव्रतवानो, उपवान, નીતિમાર્ગને જાણનારો, સર્વ શાસ્ત્રવિશારદ, ગુણોનું ઉત્પત્તિસ્થાન, પ્રખ્યાત પ્રકૃષ્ટ પૌરુષવાળો. माथी खाना वडे =नंहिवर्धन वडे, खावा प्रकारनं महापाप डेवी रीते ऽरायुं ? ||१-२॥
श्लोक :
:
सूरिणाऽभिहितं राजन्नास्य दोषस्तपस्विनः । तादृग्गुणगणोपेतः, स्वरूपेणैष वर्तते ।।३।।
श्लोकार्थ :
सूरि वडे हेवायुं - हे राभ्न ! मा तपस्वीनो = नंहिवर्धननो, घोष नथी. तेवा गुराना समुहायथी युक्त स्व३पथी खा नंहिवर्धन, वर्ते छे. ॥3॥
श्लोड :
राजाऽऽह ननु कस्याऽयं, दोषो ? नाथ ! निवेद्याम् । यद्येवमात्मरूपेण, निर्दोषो नन्दिवर्धनः ।।४ ॥
શ્લોકાર્થ રાજા કહે છે
छो मे रीते, खात्मस्व३पथी नंहिवर्धन निहोर्ष छे. ॥४॥
—
ખરેખર કોનો આ દોષ છે ? હે નાથ ! નિવેદન કરો. જો આ રીતે-તમે કહો
हिंसावैश्वानरकदर्थितकुमारचेष्टाकथनम्
ततो गुरुणाऽभिहितं यदेतद्दृश्यते दूरवर्त्ति कृष्णरूपं मानुषद्वयं, अस्यैव समस्तोऽपि दोष:, ततो नरपतिना विस्ता ( फा )रितं मदभिमुखमीक्षणयुगलं, निरूपितं बृहतीं वेलां तन्मानुषद्वयं, गदितं चानेनभगवन्! एकोऽत्र मनुष्यो द्वितीया नारीति लक्ष्यते । भगवता ऽभिहितं सम्यगवधारितं महाराजेन । नृपतिराह-भदन्त! कोऽयं मनुष्यः ? भगवताऽभिहितं - एष महामोहस्य पौत्रको द्वेषगजेन्द्रस्य सूनुरविवेकितानन्दनो वैश्वानरोऽभिधीयते, अस्य हि जननीजनकाभ्यां प्रथमं क्रोध इति नाम प्रतिष्ठितं, पश्चात्स्वगुणैरस्य परिजनसकाशादिदं द्वितीयं वैश्वानर इति प्रियनामकं संपन्नम् । नृपतिराहनारी केयम् ? भगवताऽभिहितं - एषा द्वेषगजेन्द्रप्रतिबद्धस्य दुष्टाभिसन्धिनरेन्द्रस्य निष्करुणताया महादेव्या दुहिता हिंसोच्यते । नृपतिनाऽभिहितं - अनेन नन्दिवर्धनकुमारेण सहाऽनयोः कः सम्बन्धः ?
Page #476
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪પપ भगवानाह-अस्यान्तरङ्गे एते मित्रभार्ये भवतः, अनयोश्च समर्पितहृदयोऽयं न गणयति स्वकमर्थाऽनर्थं, नापेक्षते धर्माधर्म, न लक्षयति भक्ष्याभक्ष्यं, नाकलयति पेयापेयं, न जानीते वाच्यावाच्यं, नावगच्छति गम्यागम्यं, न बुध्यते हिताहितविभागम् । ततो विस्मरन्ति स्वभ्यस्ता अपि समस्ता गुणाः, क्षणमात्रेण परावर्तते निःशेषदोषपुञ्जतयाऽस्याऽऽत्मा । ततो महाराज! नन्दिवर्धनेनाऽनेन बालकाले कदर्थिता निरपराधा दारकाः, खलीकृतः कलोपाध्यायस्ताडितो हितोपदेशदायकोऽपि विदुरः । तथा तरुणेन सता घातिताः प्राणिसंघाताः, विहिता महासङ्ग्रामा, जनितो जगत्सन्तापः, परमोपकारिणौ बान्धवावपि मारयितुमारब्धौ, तिरस्कृतौ कनकचूडकनकशेखरौ, तदारात्पुनर्यदनेनाऽऽचरितं स्फुटवचनेन सहाकाण्डभण्डनं तन्मारणंच, तथा जननीजनकसहोदरभगिनीप्रियभार्यादिव्यापादानं नगरदहनं स्नेहनिर्भरमित्रभृत्यनिपातनं च तनिवेदितमेव युष्माकम् । स एष महाराज! समस्तोऽप्यनयोरेव पापयोहिँसावैश्वानरयोरस्य भार्यावयस्ययोर्दोषसंघातो, न पुनः स्वयमस्य तपस्विनो नन्दिवर्धनकुमारस्य दोषगन्धोऽप्यस्ति, तथाहिअयं स्वरूपेण स्थानमनन्तज्ञानस्य, भाजनमनन्तदर्शनस्य, पात्रमनन्तवीर्यस्य, निलयनमनन्तसुखस्य, कुलभवनमपरिमितगुणानां, न चेदृशमात्मस्वरूपमद्याप्येष वराको लक्षयति । तेनाऽनयोः पापभार्यावय स्ययोः स्वरूपविपर्यासकारिणोर्वशे वर्तते । तथा च वर्तमानोऽयमेवंविधामनन्तदुःखहेतुभूतामनर्थपरम्परामासादयति ।
હિંસા અને વૈશ્વાનર વડે કદર્થિત થયેલ નંદિવર્ધનની ચેષ્ટાનું કથન તેથી ગુરુ વડે કહેવાયું – જે આ દૂરવર્તી કૃષ્ણ રૂપવાળા માનુષદ્વય દેખાય છે એનો સમસ્ત પણ દોષ છે=અત્યાર સુધી નંદિવર્ધને જે અકાર્ય કર્યા તે સમસ્ત દોષ આ માનુષદ્વયનો છે. તેથી રાજા વડે=અરિદમત વડે, મારી અભિમુખ ચક્ષયુગલ=નંદિવર્ધનને અભિમુખ ચક્ષયુગલને, વિસ્તારિત કરાયું. ઘણી વેળા સુધી તે માનુષઢયને જોવાયું. અને આવા વડે=અરિદમન રાજા વડે, કહેવાયું – હે ભગવંત ! અહીંeતમે કહો છે એ માનુષઢયમાં, એક મનુષ્ય છે, બીજી તારી છે એ પ્રમાણે જણાય છે. ભગવાન વડે કહેવાયું – મહારાજા વડે=અરિદમન રાજા વડે, સમ્યફ અવધારણ કરાયું. રાજા કહે છે – હે ભગવંત ! આ મનુષ્ય કોણ છે ? ભગવાન વડે કહેવાયું – મહામોહતો આ પૌત્રક, દ્વેષગજેનો પુત્ર, અવિવેકિતાનો વંદન વૈશ્વાનર કહેવાય છે. અને આવું માતા અને પિતા દ્વારા ઠેષગજેન્દ્ર અને અવિવેકિતા દ્વારા પ્રથમ ક્રોધ એમ રામ પ્રતિષ્ઠિત કરાયું. પાછળથી સ્વગુણો વડે આનું અવિવેકિતાના પુત્રનું, પરિજન પાસેથી આ બીજું વૈશ્વાનર એ પ્રકારનું પ્રિય નામ સંપન્ન થયું. રાજા કહે છે – તો આ તારી કોણ છે ? ભગવાન વડે કહેવાયું – આ ગજેન્દ્ર સાથે પ્રતિબદ્ધ દુષ્ટ અભિસંધિ નામના રાજાની નિષ્કણતા મહાદેવીની પુત્રી હિંસા કહેવાય છે. રાજા વડે કહેવાયું – આ નંદિવર્ધનકુમારની સાથે આનો શું સંબંધ છે? ભગવાન કહે છે – આલોકનંદિવર્ધનતો, અંતરંગ આ મિત્ર અને ભાર્યા થાય છે=વેક્ષાતર મિત્ર છે અને હિંસા પત્ની છે. અને આ બંને હિંસા અને વૈશ્વાનરને, સમર્પિત
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હૃદયવાળો આત્રનંદિવર્ધન, પોતાના અર્થ-અતર્થને ગણતો નથી=આ બેના સંબંધથી પોતાને લાભ થશે કે નુકસાન થશે તેનો વિચાર કરતો નથી. ધમધર્મની અપેક્ષા રાખતો નથી. અર્થાત્ આ બેના સહવાસથી હું જે કૃત્ય કરું છું તેનાથી મને ધર્મની પ્રાપ્તિ થશે કે અધર્મતી તેની વિચારણા કરતો નથી. ભક્ષાભક્ષ્યને જાણતો નથી. અર્થાત્ માંસ અભક્ષ્ય છે અને અન્ય ભક્ષ્ય છે એ પ્રકારનો વિભાગ કરતો નથી. પેયાપેયને જાણતો નથી. વાચ્યવાથ્યને જાણતો નથી. ગમ્યાગમ્યને જાણતો નથી. હિતાહિત વિભાગને જાણતો નથી. તેથી સુઅભ્યસ્ત પણ સમસ્ત ગુણો ક્ષણમાત્રથી વિસ્મરણ કરે છે. વિશેષ દોષના પુંજપણાથી આનો આત્મા નંદિવર્ધનનો આત્મા, પરાવર્તન પામે છે. તેથી હે મહારાજ ! આ નંદિવર્ધનકુમારે બાલ્યકાલમાં નિરપરાધ એવા છોકરાઓને કદર્થના કરેલી. કલાના ઉપાધ્યાયને ઠગેલો. હિતોપદેશદાયક પણ વિદુર તાડન કરાયો. અને તરુણ છતાં નંદિવર્ધન વડે પ્રાણિસંઘાતા ઘાત કરાયા. મહાસંગ્રામો કરાયા. જગતમાં સંતાપને ઉત્પન્ન કરાયો. પરમ ઉપકારી બાંધવો પણ મારવા માટે આરબ્ધ કરાયા. કનકચૂડ અને કતકશેખર તિરસ્કૃત કરાયા. ત્યારથી માંડીને વળી જે આના વડે સ્ફટવચન સાથે અકાંડ લંડન અને તેનું મારણ કરાયું અને જનની, જનક, સહોદર, ભગિની, પ્રિયભાર્યાદિનું વ્યાપાદાન કરાયું. તગરદહન કરાયું. સ્નેહનિર્ભર મિત્ર, નોકર વર્ગનું નિપાતન કરાયું. તે તમને નિવેદન કરાયું છે. હે મહારાજ ! તે આ સમસ્ત પણ આ જ પાપી એવા હિંસા અને વૈશ્વાનર રૂપ ભાર્યા અને મિત્રનો દોષ સંઘાત છે. પરંતુ સ્વયં તપસ્વી=બિચારા, નંદિવર્ધતકુમારના દોષનો ગંધ નથી. તે આ પ્રમાણે – આ=નંદિવર્ધન, સ્વરૂપથી અનંત જ્ઞાનનું સ્થાન છે. અનંતદર્શનનું ભાજત છે. અનંતવીર્યનું પાત્ર છે, અનંત સુખનું નિવાસસ્થાન છે. અપરિમિત ગુણોનું કુલભવન છે. અને આવું આત્મસ્વરૂપ હજી પણ આ વરાક જાણતો નથી. તેથી સ્વરૂપના વિપર્યાસ કરનાર આ પાપભાર્યા અને મિત્રતા વશમાં વર્તે છે. અને તે રીતે હિંસા અને વૈશ્વાનરના વશમાં વર્તે છે તે રીતે, વર્તતો આ= નંદિવર્ધન, આવા પ્રકારની અનંત દુઃખના હેતુભૂત અનર્થપરંપરાને પ્રાપ્ત કરે છે.
પુષ્યોદયાવાડમાવતરિત્રમ્ नृपतिनाऽभिहितं-भदन्त! स्फुटवचनव्यतिकरात् पूर्वमस्माभिः श्रुतमासील्लोकवार्त्तया यदुत-'अनेन नन्दिवर्धनकुमारेणोत्पद्यमानेनाऽऽनन्दितं पद्मराजकुलं, वर्धितं कोशदण्डसमृद्ध्या, तोषितं नगरं, वर्धमानेन पुनराह्लादिताः प्रकृतयो, विस्तारितो गुणप्राग्भारः, प्रतापेन वशीकृतं भूमण्डलं, निर्जिताः शत्रवः, गृहीता जयपताका, समुल्लसितो यशःपटहः, सिंहायितं भूतले, अवगाहितः सुखाऽमृतसागरः, तत् किं तदाऽस्य नास्तामेतौ पापभार्यावयस्यौ? यदिमौ दुःखपरम्पराकारणभूतौ? इति । भगवताऽभिहितं-महाराज! तदाप्यास्तामेती, किंतु तदाऽन्यदेव कल्याणपरम्पराकारणमासीत् । नृपतिराहकिं तत्? भगवतोक्तं-पुण्योदयो नाम सहचरः, स हि विद्यमानः स्वकीयप्रभावेण सर्वेषामेषामनन्तरोक्तानां पद्मराजकुलानन्दजननादीनां प्रयोजनविशेषाणां संपन्नः कारणं, केवलं महामोहवशान लक्षितोऽनेन
Page #478
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૫૭ नन्दिवर्धनेन तदीयः प्रभावः, पुण्योदयमाहात्म्यजातमपि कल्याणकदम्बकं हिंसावैश्वानरप्रतापजनितं ममैतदित्येवमेष मन्यते स्म, ततोऽयमविशेषज्ञ इति मत्वा विरक्तोऽसौ पुण्योदयः, नष्टो गृहीत्वैकां दिशं स्फुटवचनव्यतिकराऽवसरे, ततस्तद्विकलस्यास्य नन्दिवर्धनकुमार-स्येदमनर्थकदम्बकमाभ्यां हिंसावैश्वानराभ्यां संपादितमिति । नृपतिराह भदन्त! कियान्पुनः कालोऽस्य हिंसावैश्वानराभ्यां सह सम्बन्धस्य? भगवताऽभिहितं-अनादिपरिचितावस्येमौ हिंसावैश्वानरौ, केवलमत्र पद्मराजगृहे निवसतोऽस्याविर्भूताविमौ, पूर्वं तिरोहितौ स्थितौ । नृपतिराह-किमनादिरूपोऽयं नन्दिवर्धन-कुमारः? भगवानाह बाढम् । नृपतिराह-तत्किमित्ययं पद्मराजपुत्रतया प्रसिद्धः? भगवानाह-मिथ्याभिमानोऽयमस्य, यदुत-पद्मराजपुत्रोऽहं, अतो नात्राऽऽस्था विधेया । नृपतिनोक्तं-भदन्त! तत्परमार्थतः कुतस्त्योऽयमवधार्यताम् ? भगवताऽभिहितं-असंव्यवहारनगरवास्तव्यः कुटुम्बिकोऽयं संसारिजीवनामा कर्मपरिणाममहाराजादेशेन लोकस्थितिनियोगमुररीकृत्य स्वभार्यया भवितव्यतया ततो नगरानिःसारितोऽपरापरस्थानेषु पर्यटन् धार्यत इत्यवधारणीयम् ।
પુણ્યોદય ભાવ અને અભાવ કૃત વેચિય રાજા વડે કહેવાયું – હે ભગવંત ! સ્ફટવચનના વ્યતિકરથી પૂર્વે અમારા વડે લોકવાર્તાથી સંભળાયેલું હતું. શું સંભળાયુ હતું તે “યદુત'થી કહે છે – ઉત્પધમાન એવા આ નંદિવર્ધનકુમાર વડે પધરાજનું કુલ આનંદિત કરાયું=નંદિવર્ધન જન્મ્યો ત્યારે પદ્મરાજનું કુલ હર્ષિત કરાયું. કોશદંડની સમૃદ્ધિથી વર્ધિત કરાયું. નગર તોષિત કરાયું. અને વધતા એવા નંદિવર્ધનકુમાર વડે પ્રજા આલાદિત કરાઈ. ગુણનો સમૂહ વિસ્તારિત કરાયો. પ્રતાપથી ભૂમંડલ વશ કરાયું. શત્રુઓ જિતાયા. જયપતાકા ગ્રહણ કરાઈ. યશપટહ સમુલ્લસિત કરાયો. ભૂતલમાં સિંહના જેવું આચરણ કરાયું. સુખરૂપ અમૃતનો સાગર અવગાહન કરાયો, ત્યારે સુખસાગરના અવગાહનમાં દુઃખતી પરંપરાના કારણભૂત એવા આ બે પાપમિત્ર અને પાપભાર્યા અને નંદિવર્ધનને, શું ન હતા? ભગવાન વડે કહેવાયું - હે મહારાજ ! ત્યારે પણ આ બંને હતા. પરંતુ ત્યારે કલ્યાણની પરંપરાનું કારણ અવ્ય જ હતું. તૃપતિ કહે છે તે શું છે? ભગવાન વડે કહેવાયું – પુણ્યોદય નામનો સહચર હતો. વિદ્યમાન એવો તે પુણ્યોદય, પોતાના પ્રભાવથી અનંતરમાં કહેવાયેલા સર્વ જ પધરાજાના કુલના આનંદના જનનાદિ પ્રયોજતવિશેષનું કારણ થયું. કેવલ મહામોહતા વશથી આ નંદિવર્ધન વડે તેનો પ્રભાવ જોવાયો નહીં. પુગ્યોદયના માહાભ્યથી થયેલું પણ કલ્યાણનો સમૂહ હિંસા, વૈશ્વાનરના પ્રતાપથી જનિત મારું આ છે=મારી જાહોજલાલી છે, એ પ્રમાણે આ=નંદિવર્ધન, માનતો હતો. તેથી=નંદિવર્ધન વિપર્યાસને કારણે હિંસા-વૈશ્વાનરના પ્રતાપથી આ મારી જાહોજલાલી છે તેમ નંદિવર્ધન માનતો હતો તેથી, આ=નંદિવર્ધન અવિશેષજ્ઞ છે એમ માનીને આ પુણ્યોદય વિરક્ત થયો. સ્ફટવચનના પ્રસંગના અવસરમાં એક દિશાને ગ્રહણ કરીને નાશી ગયો. તેથી તેના વિકલ-પુણ્યોદય રહિત એવા આ નંદિવર્ધનકુમારને આ
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અનર્થનો સમૂહ આ હિંસા-વૈશ્વાનર દ્વારા સંપાદન કરાયો. રાજા કહે છે – હે ભગવંત ! હિંસાવૈશ્વાનરની સાથે સંબંધવાળા આલોકનંદિવર્ધનનો, કેટલો કાળ છે ? ભગવાન વડે કહેવાયું – અનાદિ પરિચિત આ હિંસા-વૈશ્વાનર છે અનાદિ કાળથી દરેક ભવોમાં નંદિવર્ધનને હિંસા અને વૈશ્વાનર સાથે સંબંધ વર્તે છે. કેવલ આ પધરાજના ઘરમાં વસતા એવા આનેકનંદિવર્ધનને, આ=હિંસા અને વૈશ્વાનર, આવિર્ભત થયા. પૂર્વમાં તિરોહિત રહેલાં-હિંસા અને વૈશ્વાનર નંદિવર્ધનમાં શક્તિ રૂપે તિરોહિત રહેલાં. રાજા કહે છે – શું અનાદિ રૂપ આ નંદિવર્ધનકુમાર છે? ભગવાન કહે છે – અત્યંત છે. રાજા કહે છે – તો કયા કારણથી આ પધરાજના પુત્રપણાથી પ્રસિદ્ધ થયો ? ભગવાન કહે છે – આનેત્રનંદિવર્ધનને, આ મિથ્યા અભિમાન છે. તે મિથ્યા અભિમાન “દુત'થી બતાવે છે – હું પદ્મરાજાનો પુત્ર છું તે મિથ્યા અભિમાન છે. આથી આમાં આ પઘરાજાનો પુત્ર છે, આ અમુકનો પુત્ર છે એમાં, આસ્થા કરવી જોઈએ નહીં. રાજા વડે કહેવાયું – હે ભગવંત ! તે કારણથી પરમાર્થથી ક્યાનો આ અવધારણ કરાય ?-ક્યાંતો વસતારો આ છે એ પ્રમાણે અવધારણ કરાય ? ભગવાન વડે કહેવાયું – અસંવ્યવહાર તગરનો વાસ્તવ્ય કુટુંબિક આગનંદિવર્ધન, સંસારી જીવ તામવાળો કર્મપરિણામ રાજાના આદેશથી લોકસ્થિતિના વિયોગને આશ્રયીને પોતાની પત્ની ભવિતવ્યતા વડે તે નગરથી અસંવ્યવહાર તગરથી, નિસરણ કરાયેલો અપર અપર સ્થાનોમાં ભટકતો તે તે ભવોમાં ભટકતો, ધારણ કરાય છે એ પ્રકારે અવધારણ કરવું જોઈએ.
सर्वसंसारिजीवानां प्रायः समानव्यतिकरः नृपतिराह-भदन्त! कथमेतदिति सप्रपञ्चामस्य वक्तव्यतां श्रोतुमिच्छामि । भगवानाह-महाराज! आकर्णय । ततः कथितो भगवता समस्तोऽपि विस्तारेण मदीयव्यतिकरः, ततः क्षुण्णतया भगवद्दर्शनेऽरिदमनस्य, विमलतया बोधस्य, प्रत्यायकतया भगवद्वचनस्य, लघुकर्मतया जीवस्य, प्रत्यासन्नतया महाकल्याणस्य परिस्फुरितमस्य हृदये-अये! भगवता विमलकेवलालोकेनोपलभ्याऽस्य नन्दिवर्धनकुमारस्य सम्बन्धी भवप्रपञ्चोऽयमनेन व्याजेन प्रतिपादितः । ततोऽभिहितमनेन-भदन्त! यथैव मयाऽवधारितं तथैवेदमुतान्यथेति । भगवानाह-महाराज! तथैव, मार्गानुसारिणी हि भवतो बुद्धिः, तत्कुतस्तत्राऽन्यथाभावः? नृपतिनाऽभिहितं-भदन्त! तत्किमस्यैव नन्दिवर्धनकुमारस्यायं वृत्तान्तः? किं वाऽन्येषामपि प्राणिनाम्? इति, भगवानाह-महाराज! सर्वेषां संसारोदर-विवरवर्तिनामसुमतामेष व्यतिकरः प्रायेण समानो वर्तते, तथाहि-स्थिताः सर्वेऽप्येतेऽनादिकं कालं प्रायोऽसांव्यवहारिकजीवराशिमध्ये, तत्र च निवसतामेतेषामेत एव क्रोधमानमायालोभास्रवद्वारादयोऽन्तरङ्गः परिजनः, यावन्तश्चागमप्रतिपादितानुष्ठानबलेन जीवाः सिध्यन्ति तावन्त एवासांव्यवहारिक-जीवराशिमध्यादागच्छन्तीति केवलिवचनं, ततो निर्गताश्चैतेऽपि सर्वे जीवाः, विडम्बिता भूयांसं कालमेकेन्द्रियेषु, विनाटिता विकलेन्द्रियेषु, विगोपिताः पञ्चेन्द्रियतिर्यग्योनिजेषु, कदर्थिता नानाविधाऽनन्तदुःखैः, कारिता बहुविधरूपाणि
Page #480
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
सततमपरापरभवप्रायोग्यकर्मजालविपाकोदयद्वारेण भवितव्यतया, भ्रमिताश्चाऽरघट्टघटीयन्त्रन्यायेन सूक्ष्मबादरपर्याप्तकापर्याप्तकपृथिव्यप्तेजोवायुवनस्पतिद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियसंज्ञ्यसंज्ञिपञ्चेन्द्रियतिर्यग्योनिजखचरजलचरस्थलचरादिभेदविवर्त्तेन सर्वस्थानेषु प्रत्येकमनन्तवाराः । ततः कैश्चिज्जीवैः कथञ्चिन्महासागरपतितैरिव रत्नद्वीपं महारोगभराक्रान्तैरिव महाभेषजं, विषमूर्च्छितैरिव महामन्त्रो, दारिद्र्याभिभूतैरिव चिन्तामणिः प्राप्यतेऽतिदुर्लभोऽयं मनुष्यभवः, तत्रापि महानिधिग्रहण इव वेताला भृशमाविर्भवन्त्येते हिंसाक्रोधादयो दोषाः, यैरभिभूतास्तिष्ठन्तु तावदेते प्रबलमहामोहनिद्राघूर्णितमानसा नन्दिवर्धनमङ्गुला (प्रमुखा ) वराकसत्त्वाः, किन्तर्हि ? येऽपि जिनवचनप्रदीपेन जानन्त्यनन्तमपि भवप्रपञ्चं, लक्षयन्ति मनुष्यभवदुर्लभतां, बुध्यन्ते संसारसागरतारकं धर्मं, वेदयन्ते स्वसंवेदनेन भगवद्वचनाऽर्थं, निश्चिन्वन्ति निरुपमानन्दरूपं परमपदं तेऽपि बालिशा इव प्रवर्तन्ते परोपतापेषु, भवन्ति गर्वाऽऽध्माताः कुर्वन्ति परवञ्चनानि, रज्यन्ते द्रविणोपार्जनेषु, व्यापादयन्ति सत्त्वसंघातं, भाषन्तेऽलीकवचनानि, आददते परधनं गृध्यन्ति विषयोपभोगेषु, आचरन्ति महापरिग्रहं भजन्ते रजनीभोजनानि, तथा मुह्यन्ति शब्देषु, मूर्छन्ति रूपेषु, लुभ्यन्ति रसेषु तृष्यन्ति गन्धेषु, आश्लिष्यन्ति स्पर्शेषु, द्विषन्ति चाऽनिष्टशब्दादीन् भ्रमयन्ति पापस्थानेषु, सततमन्तःकरणं न नियन्त्रयन्ति भारतीं, उच्छृङ्ङ्खलयन्ति कायं, भज्यन्ते दूरेण तपश्चरणात्, ततोऽयं मनुष्यभवो मोक्षाऽक्षेपकारणभूतोऽपि तेषामधन्यतया न केवलं न किञ्चिद् गुणलवलेशमात्रमपि साधयति, किं तर्हि ? यथाऽस्य नन्दिवर्धनस्य तथैव प्रत्युताऽनन्तदुःखपरम्पराऽऽकुलसंसारकारणतां प्रतिपद्यते, तथाहि प्राप्तोऽयं मनुष्यभवोऽनादौ संसारे पूर्वमनन्तवाराः न च सद्धर्माऽनुष्ठानविकलेनाऽनेन किञ्चित्साधितं, अत एवाऽस्माभिः पूर्वं भगवद्धर्मस्याऽत्यन्तदुर्लभता प्रतिपादिता ।
४५०
સર્વસંસારી જીવોનો પ્રાયઃ સમાન વ્યતિકર
—
રાજા કહે છે હે ભગવંત ! આ કેવી રીતે છે=આ નંદિવર્ધન અસંવ્યવહાર નગરનો વસનારો તે તે ભવોમાં ભટકે છે એ કેવી રીતે છે ? એ પ્રમાણે આની=નંદિવર્ધનની, વિસ્તારવાળી વક્તવ્યતાને સાંભળવા ઇચ્છું છું. ભગવાન કહે છે હે મહારાજ ! સાંભળ. ત્યારપછી ભગવાન વડે વિસ્તારથી સમસ્ત પણ મારો પ્રસંગ કહેવાયો. અર્થાત્ અનાદિ નિગોદમાંથી નીકળીને હું નંદિવર્ધન થયો ત્યાર સુધીનો સમસ્ત પણ પ્રસંગ ભગવાન વડે કહેવાયો. તેથી અરિદમન રાજાને ભગવાનના દર્શનમાં ક્ષુણ્ણપણું હોવાથી=ભગવાનના દર્શનનો પરિચય હોવાને કારણે, બોધનું વિમલપણું હોવાને કારણે, ભગવાનના વચનનું પ્રત્યાયકપણું હોવાથી=કેવલીના વચનનું વિશ્વસ્તપણું હોવાથી, જીવનું લઘુકર્મપણું હોવાથી=અરિદમન રાજાનું લઘુકર્મપણું હોવાથી, મહાકલ્યાણનું પ્રત્યાસન્નપણું હોવાથી=અરિદમન રાજાના મહાકલ્યાણનું નજીકપણું હોવાથી, આના હૃદયમાં=અરિદમન રાજાના હૃદયમાં, પરિસ્ફુરિત
-
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ થયું. અરે ! ભગવાન વડે વિમલ એવા કેવલજ્ઞાનથી જાણીને આ નંદિવર્ધનકુમારના સંબંધી આ ભવપ્રપંચ આ બહાનાથી નંદિવર્ધન જેવો જ સામાન્યથી મારો પણ ભવપ્રપંચ છે તેવો બોધ કરાવવાના બહાનાથી, પ્રતિપાદન કરાયો. તેથી=અરિદમન રાજાના હૃદયમાં આ પ્રમાણે પરિસ્ફરિત થયું તેથી, આના વડે=રાજા વડે, કહેવાયું – હે ભગવંત ! જે પ્રમાણે જ મારા વડે અવધારણ કરાયું તે પ્રમાણે જ આ છે, અન્યથા નથી=નંદિવર્ધનના ભવપ્રપંચ દ્વારા મારો પણ ભવપ્રપંચ સામાન્યથી આવો જ છે એ પ્રમાણે મારા હૈયામાં સ્કુરાયમાન થયું એ પ્રમાણે જ છે, અન્યથા નથી. ભગવાન કહે છે – હે મહારાજ ! તે પ્રમાણે જ છે તને જે પ્રતિભાસ થાય છે તે પ્રમાણે જ છે. દિકજે કારણથી, તારી બુદ્ધિ માર્ગાનુસારી છે. તે કારણથી ત્યાં અન્યથા ભાવ કયાંથી થાય ?=માર્ગાનુસારી બુદ્ધિમાં વિપરીત બોધ થાય નહીં. રાજા વડે કહેવાયું – હે ભગવંત ! તો શું ? આ નંદિવર્ધનકુમારનો આ વૃત્તાંત છે અથવા અન્ય પણ પ્રાણીઓનો છે ? ભગવાન કહે છે – હે મહારાજ ! સંસાર ઉદરવર્તી સર્વ જીવોનો આ વ્યતિકર=અસંવ્યવહાર તગરમાંથી ક્રમસર નીકળીને સંસારમાં પરિભ્રમણ કરવાનો વ્યતિકર, પ્રાયઃ સમાત વર્તે છે. તે આ પ્રમાણે – સર્વ પણ આસંસારી જીવો, અનાદિ અનંત કાલ પ્રાયઃ અસંવ્યવહાર જીવરાશિમાં રહેલા છે. ત્યાં વસતા આમને આ જ ક્રોધ, માન, માયા, લોભ આશ્રવઠારાદિ અંતરંગ પરિજન છે. આગમપ્રતિપાદિત અનુષ્ઠાનના બલથી જેટલા જીવો સિદ્ધ થાય છે તેટલા જ અસાંવ્યવહારિક જીવરાશિમાંથી આવે છે વ્યવહારરાશિમાં આવે છે, એ પ્રમાણે કેવલીનું વચન છે. તેથી અવ્યવહારરાશિમાંથી નીકળેલા આ પણ સર્વ જીવો ઘણો કાળ એકેન્દ્રિયમાં વિડમ્બિત કરાયા. વિકલેન્દ્રિયમાં નચાવાયા. પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાં વિગોપન કરાયા. અનેક પ્રકારનાં અનંત દુઃખો વડે કદર્થના કરાયા. અપર અપર ભવપ્રાયોગ્ય કર્મજાલના વિપાકના ઉદય દ્વારા ભવિતવ્યતા વડે સતત બહુવિધ રૂપો કરાવાયાં. અરઘટ્ટઘટ્ટીયંત્રવ્યાયથી સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તક, અપર્યાપ્તક, પૃથ્વી, અ, તેજ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રય, સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ યોનિમાં થનારા ખેચર, જલચર, સ્થલચર આદિ ભેદના વિવર્તનથી સર્વ સ્થાનોમાં પ્રત્યેક અનંતવાર ભ્રમણ કરાવાયા. તેથી કોઈક રીતે મહાસાગરમાં પડેલા કેટલાક જીવો વડે રત્નદ્વીપ જેવું, મહારોગના ભરાવાથી આક્રાંત થયેલા જીવો વડે મહા ઔષધની જેમ, વિષમૂચ્છિત જીવો વડે મહામંત્રની જેમ, દારિત્ર્યથી અભિભૂત જીવો વડે ચિંતામણિની જેમ, અતિદુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરાય છે. ત્યાં પણ= મનુષ્યભવની પ્રાપ્તિમાં પણ, મહાનિધિના ગ્રહણમાં વેતાલોની જેમ આ હિંસા, ક્રોધાદિ દોષો અત્યંત આવિર્ભાવ પામે છે. જેઓ વડે અભિભૂત થયેલા આ પ્રબલ મહામોહની નિદ્રાથી ઊંઘતા માલસવાળા નંદિવર્ધન પ્રમુખ રાંકડા જીવો દૂર રહો. તો શું? તેથી કહે છે. જે પણ જિનવચનના પ્રદીપથી અનંત પણ ભવપ્રપંચને જાણે છે, મનુષ્યભવની દુર્લભતાને લક્ષમાં લે છે, સંસારસાગર તારક એવા ધર્મને જાણે છે, સ્વસંવેદનથી ભગવાનના વચનના અર્થને વેદન કરે છે, નિરુપમ આનંદરૂપ પરમપદનો=મોક્ષનો, નિશ્ચય કરે છે તે પણ બાલિશની જેમ પરોપતાપમાં પ્રવર્તે છે, ગર્વથી આબાત થાય છે. પરવંચનાને કરે છે, ધનના ઉપાર્જનોમાં રંજિત થાય છે, જીવોના સમૂહનો નાશ કરે છે, મૃષાવચનો બોલે છે,
Page #482
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૬૧ પરધનને ગ્રહણ કરે છે, વિષયોના ઉપભોગમાં વૃદ્ધિ કરે છે, મહાપરિગ્રહને આચરે છે, રાત્રિ ભોજન કરે છે અને શબ્દોમાં મોહ પામે છે, રૂપોમાં મૂચ્છિત થાય છે, રસોમાં લોલુપતા કરે છે, ગંધોમાં સુંગધી પદાર્થોમાં, તોષ પામે છે, સ્પર્શોમાં=સુંદર સ્પર્શીમાં, આશ્લેષ કરે છે, અનિષ્ટ શબ્દાદિનો દ્વેષ કરે છે, પાપસ્થાનકોમાં સતત અંતકરણને ભમાવે છે, વાણીનું નિયંત્રણ કરતા નથી, કાયાને ઉશ્રુંખલ કરે છે, દૂરથી તપચારિત્રથી ભાગે છે, તેથી તત્વને જાણ્યા પછી પણ આ રીતે વિપરીત આચરણાઓ કરે છે તેથી, મોક્ષને આક્ષેપતાઃખેંચવાના, કારણભૂત પણ આ મનુષ્યભવ તેઓના અઘત્યપણાને કારણે કેવલ કંઈક ગુણલવલેશમાત્ર પણ સાધતો નથી. તો શું? જે પ્રમાણે આ નંદિવર્ધનનો મનુષ્યભવ નિષ્ફળ છે તે પ્રમાણે જ ઊલટો અનંત દુઃખપરંપરાથી આકુલ સંસારની કારણતાને પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે – અનાદિ સંસારમાં પૂર્વે અનંતીવાર આ મનુષ્યભવ પ્રાપ્ત થયો અને સદ્ધર્માનુષ્ઠાનથી વિકલ એવા આ જીવ વડે કંઈ સિદ્ધ કરાયું નહીં. આથી અમારા વડે પૂર્વે ભગવાનના ધર્મની અત્યંત દુર્લભતા પ્રતિપાદિત કરાઈ વ્યાખ્યાનના પ્રારંભમાં ભગવાનના ધર્મની અત્યંત દુર્લભતા બતાવાઈ.
जैनधर्मदौर्लभ्यं विराधकस्य मौर्यम् च
શ્લોક :
તથાદિपद्मरागेन्द्रनीलादिरत्नसङ्घातपूरितम् । लभ्यते भवनं राजन्! न तु जैनेन्द्रशासनम् ।।१।।
જૈનધર્મની દુર્લભતા અને વિરાધના કરનારની મૂર્ખતા શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – હે રાજન્ ! પદ્મરાગ ઈન્દ્રનીલ આદિ રત્નના સમૂહથી પૂરિત ભવન પ્રાપ્ત કરાય છે, જેનશાસન નહીં. ll૧TI. બ્લોક :
समृद्धं कोषदण्डाभ्यामेकच्छत्रमकण्टकम् ।
सुप्रापमीदृशं राज्यं, न तु धर्मो जिनोदितः ।।२।। શ્લોકાર્ચ -
કોષદંડ દ્વારા સમૃદ્ધ એકછત્રવાળું અકંટક એવું રાજ્ય સુપ્રાપ-સહેલાઈથી પ્રાપ્ત થાય છે, પરંતુ જિનોદિત ધર્મ નહીં બાહ્ય સમૃદ્ધિથી પૂર્ણ, પોતાના માથે કોઈ સ્વામી ન હોય એવું એક
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છત્રવાળું, શત્રુઓનો ઉપદ્રવ ન હોય એવું અકંટક રાજ્ય જીવને ઘણી વખત પ્રાપ્ત થયું છે પરંતુ ભગવાને કહેલો ધર્મ પ્રાપ્ત થયો નથી. ।।૨।।
શ્લોક ઃ
संपूर्ण भोगसम्प्राप्तिप्रीणितेन्द्रियमानसम् । સુતમ રૃપ! તેવત્વ, ન માં પરમેશ્વરમ્ ।।રૂ।
શ્લોકાર્થ :
હે રાજન ! સંપૂર્ણ ભોગની સંપ્રાપ્તિથી પ્રીણિત ઇન્દ્રિય અને માનસવાળું દેવત્વ સુલભ છે. પારમેશ્વરનું મત સુલભ નથી. II3II
શ્લોક ઃ
संसारे परमैश्वर्यकारणं भूप ! लभ्यते ।
इन्द्रत्वमपि जीवेन, न धर्मो जिनदेशितः ।।४॥
શ્લોકાર્થ ઃ
હે રાજા ! સંસારમાં પરમઐશ્વર્યનું કારણ ઈન્દ્રપણું પણ જીવ વડે પ્રાપ્ત કરાય છે, જિનદેશિત ધર્મ પ્રાપ્ત કરાતો નથી. II૪।।
શ્લોક ઃ
एते हि भावा राजेन्द्र ! संसारसुखकारणम् ।
सद्धर्मस्तु मुनीन्द्रोक्तो, निर्वाणसुखकारणम् ।।५।।
શ્લોકાર્થ ઃ
આ ભાવો=સુંદર રાજ્ય, સુંદર ભોગો, દેવત્વ આદિ ભાવો, હે રાજેન્દ્ર ! સંસારસુખનું કારણ છે. વળી ભગવાન વડે કહેવાયેલો સદ્ધર્મ નિર્વાણસુખનું કારણ છે. ।।૫।।
શ્લોક ઃ
निर्वाणसुखसंसारसुखयोश्च परस्परम् ।
चिन्तारत्नस्य काचेन, यावत्तावद् गुणान्तरम् ।।६।।
શ્લોકાર્થ :
અને નિર્વાણસુખનો અને સંસારસુખનો પરસ્પર ચિંતામણિરત્નનો કાચની સાથે જેટલો ભેદ છે તેટલો ગુણાંતર છે=ભેદ છે=ચિંતામણિરત્ન અને કાચ એ બે વચ્ચે મહાનભેદ છે તેમ સંસારનું સુખ અને મોક્ષનું સુખ એ બે વચ્ચે મહાનભેદ છે. II9II
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૬૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
एवं च ज्ञातमाहात्म्यैः, संसारे ब्रूहि तत्त्वतः ।
ईदृक्षधर्मसम्प्राप्तिर्भूप! केनोपमीयताम्? ।।७।। શ્લોકાર્ય :
અને આ પ્રમાણે જ્ઞાતમાહામ્યવાળા જીવો વડે સંસારમાં તત્ત્વથી આવા ધર્મની પ્રાપ્તિ હે રાજા! કોના વડે ઉપમા આપી શકાય ? તું કહે, અર્થાત્ કોઈની સાથે ઉપમા આપી શકાય નહીં. llી શ્લોક :
एवं स्थितेएनं संसारविस्तारं, विलय कथमप्यदः ।
मानुष्यं प्राप्य दुष्प्रापं, राधावेधोपमं जनः ।।८।। શ્લોકાર્ધ :
આ પ્રમાણે સ્થિત હોતે છતે સંસારમાં ભગવાને કહેલા ધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે અને પરમસુખનું કારણ છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, આ સંસારવિસ્તારને ઉલ્લંઘન કરીને એકેન્દ્રિય આદિ ભવો રૂપ સંસારવિસ્તારનું ઉલ્લંઘન કરીને કોઈ પણ રીતે દુષ્પાપ એવા રાધાવેધના ઉપમાવાળા મનુષ્યભવને પામીને. llll શ્લોક :
यो जैनमपि संप्राप्य, शासनं कर्मनाशनम् । हिंसाक्रोधादिपापेषु, रज्यते मूढमानसः ।।९।। स हारयति काचेन, चिन्तामणिमनुत्तमम् ।
करोत्यङ्गारवाणिज्यं, दग्ध्वा गोशीर्षचन्दनम् ।।१०।। युग्मम् શ્લોકાર્ચ -
આ જીવ જે કર્મનાશને કરનાર એવા જૈનશાસનને પણ પ્રાપ્ત કરીને હિંસા, ક્રોધાદિ પાપોમાં મૂઢમાનસવાળો રંજિત થાય છે રક્ત રહે છે, તે તે પુરુષ, કાચથી અનુત્તમ એવા ચિંતામણિરત્નને હારે છે. અર્થાત્ ચિંતામણિરત્ન આપીને કાચનો ટુકડો ગ્રહણ કરે છે. ગોશીષ ચંદનને બાળીને કોલસાથી વાણિજ્યને ગ્રહણ કરે છે. II૯-૧૦II શ્લોક :
भिनत्ति नावं मूढात्मा, लोहार्थं स महोदधौ । सूत्रार्थं दारयत्युच्चैर्वैडूर्यं रत्नमुत्तमम् ।।११।।
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ય :
મૂઢાભા એવો તે સમુદ્રમાં લોહ માટે નાવને ભેટે છે. ઉત્તમ એવા વૈર્ય રત્નને સૂત્ર માટે ટુકડા કરે છે. ||૧૧|| શ્લોક -
प्रदीपयति कीलार्थं, देव! द्रोणी महत्तमाम् ।
रत्नस्थाल्यां पचत्याम्लखलकं मोहदोषतः ।।१२।। શ્લોકાર્ધ :
હે દેવ !ખીલી માટે મોટી નાવને સળગાવે છે. મોહના દોષથી રત્નની થાળીમાં ખાટા પદાર્થને પકાવે છે. II૧૨ા. શ્લોક :
सौवर्णलाङ्गलाऽग्रेण, लिखित्वा वसुधां तथा ।
अर्कबीजं वपत्येष, चूतार्थं मूढमानसः ।।१३।। શ્લોકાર્ચ -
સુવર્ણના લાંગલના અગ્રણી સુવર્ણના હળના અગ્રભાગથી, વસુધાને લેખીને ખોદીને, આ મૂઢાત્મા આંબા માટે અર્કબીજને વપન કરે છે. II૧all શ્લોક :
छित्त्वा कर्पूरखण्डानि, कोद्रवाणां समन्ततः ।
वृतिं विधत्ते मूढोऽयमहंसश्रुतिकः किल ।।१४।। શ્લોકાર્થ:
આત્મકૃતિ જેને નથી એવો મૂઢ આ જીવ કપૂરના ખંડોને છેદીને કોદ્રવાની ચારે બાજુ વાડને કરે છે. II૧૪
શ્લોક :
યતઃहिंसाक्रोधादिपापेषु, जन्तोरासक्तचेतसः । सद्धर्मोऽयं जिनेन्द्रोक्तो, दूराद्दरेण गच्छति ।।१५।।
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૬૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ श्लोजार्थ :
જે કારણથી હિંસા, ક્રોધાદિ પાપોમાં આસક્ત ચિત્તવાળા જીવોને જિનેન્દ્ર વડે કહેવાયેલો આ સદ્ધર્મ દૂરદૂરથી જાય છે અત્યંત દૂર જાય છે. ll૧૫ll स्टोs :
सद्धर्मरहितश्चासौ, पापपूरितमानसः ।
न मोक्षमार्गलेशेन, कथञ्चिदपि युज्यते ।।१६।। Reोडार्थ :
અને સદ્ધર્મથી રહિત, પાપપૂરિત માનસવાળો આ જીવ, મોક્ષમાર્ગના લેશ વડે કોઈપણ રીતે જોડાતો નથી અર્થાત્ લેશથી મોક્ષમાર્ગ સાથે જોડાતો નથી. II૧૬ો. दो :
ततो जाननपि बलात्, पुनीमे भवोदधौ ।
निर्बोलं याति मोहान्धो, यथाऽयं नन्दिवर्धनः ।।१७।। लोकार्थ :
તેથી જાણતો પણ એવો મોહાંધ ભીમ એવા ભવસાગરમાં બલાત્કારે નિર્વિવાદ જાય છે, જે પ્રમાણે આ નંદિવર્ધન. ll૧૭ll
नन्दिवर्धनस्य बोधाऽभावः नृपतिनाऽभिहितं-भगवन्! तस्य नन्दिवर्धनस्य किमियताऽपि प्रपञ्चेन कथ्यमाने स्वसंवेदनसंसिद्धेऽपि निजचरिते संजातः प्रबोधः? भगवताऽभिहितं-महाराज! न केवलमस्य प्रतिबोधाऽभावः, किं तर्हि ? मयि कथयति प्रत्युताऽस्य महानुद्वेगो वर्तते । नृपतिराह-किमभव्योऽयम् ? भगवतोक्तं-नाभव्यः, किं तर्हि ? भव्य एव, केवलमधमस्यैव वैश्वानरस्य दोषो यन्मदीयवचनं न प्रतिपद्यते, यतोऽयमनन्तोऽनुबन्धोऽस्येतिकृत्वा, अनन्तानुबन्धीतितृतीयनाम्ना मुनिभिर्गीयते, ततोऽत्र विद्यमाने न सुखायते मदीयवचनं, उत्पादयत्यरतिं, जनयति कलमलकं, ततः कुतोऽस्य तपस्विनः प्रबोधः? पर्यटितव्यमद्याप्यनेन नन्दिवर्धनेनाऽस्य वैश्वानरस्य प्रसादादपरापरस्थानेषु दुःखमनुभवताऽनन्तं कालं, प्राप्तव्या च वैरपरम्परा । नृपतिराह-भदन्त! महारिपुरेषोऽस्य वैश्वानरः । भगवतोक्तं-पर्याप्तमियत्या महारिपुतया ।
કેવલીની દેશનાનું શ્રવણ છતાં નંદિવર્ધનને બોધનો અભાવ રાજા વડે કહેવાયું – હે ભગવંત ! આટલા પણ પ્રપંચથી કહેવાતા સ્વસંવેદનસિદ્ધ પોતાનું ચરિત્ર
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૬૬
-
=
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હોતે છતે નંદિવર્ધનને પ્રબોધ થયો ? અર્થાત્ પોતે આ ભગવાન કહે છે એમ આ સંસારમાં અનાદિ કાલથી આ રીતે કદર્થના પામ્યો તેનો બોધ નંદિવર્ધનને થયો ? ભગવાન વડે કહેવાયું હૈ મહારાજ ! આને=નંદિવર્ધનને, કેવલ પ્રતિબોધનો અભાવ નથી તો શું છે ? મારું કહેવાયે છતે ઊલટું આને=નંદિવર્ધનને, મહાન ઉદ્વેગ વર્તે છે. રાજા કહે છે – શું આ અભવ્ય છે ? ભગવાત વડે કહેવાયું – અભવ્ય નથી તો શું છે ? ભવ્ય જ છે. કેવલ અધમ જ એવા વૈશ્વાનરનો દોષ છે જે કારણથી મારું વચન સ્વીકારતો નથી. જે કારણથી આને=નંદિવર્ધનને આ=વૈશ્વાનરરૂપ કષાય, અનંત અનુબંધવાળો છે એથી કરીને અનંતાનુબંધી એ પ્રમાણે ત્રીજા નામ વડે મુનિઓ વડે કહેવાય છે=નંદિવર્ધનમાં વર્તતો ગુસ્સાનો સ્વભાવ પ્રથમ ક્રોધ એ નામથી કહેવાયો, બીજો વૈશ્વાનર એ નામથી કહેવાયો, હવે અનંતાનુબંધી એ પ્રકારના ત્રીજા નામથી તેને મુનિઓ કહે છે. તેથી=નંદિવર્ધનમાં અનંતાનુબંધી ક્રોધ છે તેથી, આ વિદ્યમાન હોતે છતે=અનંતાનુબંધી ક્રોધ વિદ્યમાન હોતે છતે, મારું વચન સુખ માટે થતું નથી. અરતિને ઉત્પન્ન કરે છે, કલમલને ઉત્પન્ન કરે છે=પાપરૂપી કાદવને ઉત્પન્ન કરે છે. તેથી કોનાથી આ તપસ્વીને પ્રબોધ થાય અર્થાત્ થઈ શકે નહીં; કેમ કે સાક્ષાત્ સર્વજ્ઞતા વચનથી પણ બોધ થતો નથી, તો કોનાથી આ દુ:ખી જીવને બોધ થાય ? હજી પણ આ નંદિવર્ધનકુમાર વડે આ વૈશ્વાનરના પ્રસાદથી અપર અપર સ્થાનમાં દુઃખ અનુભવતા અનંતકાલ ભટકવું પડશે. અને વૈરની પરંપરા પ્રાપ્તવ્ય છે. રાજા કહે છે હે ભગવંત ! આને=નંદિવર્ધનને, આ વૈશ્વાનર મહાશત્રુ છે. ભગવાન વડે કહેવાયું – આટલા મહાશત્રુથી પર્યાપ્ત છે=નંદિવર્ધન પૂર્ણ છે,
सर्वजीवानां कुटुम्बत्रयम्
नृपतिराह-किमस्यैवायं वयस्यः ? किं वाऽन्येषामपि जन्तूनाम् ? भगवानाह - यदि महाराज ! स्फुटं प्रश्नयसि ततस्तथा ते कथयामि यथा पुनः प्रष्टव्यमिदं न भवति । नृपतिराह - अनुग्रहो मे, भगवताऽभिहितं-इह सर्वेषां जीवानां प्रत्येकं त्रीणि त्रीणि कुटुम्बकानि, तद्यथा - क्षान्तिमार्दवाऽऽर्जवमुक्तिज्ञानदर्शनवीर्यसुखसत्यशौचतपः सन्तोषादीनि यत्र गृहमानुषाणि तदिदमेकं कुटुम्बकम् । तथा क्रोधमानमायालोभरागद्वेषमोहाऽज्ञानशोकभयाऽविरतिप्रभृतयो यत्र बान्धवाः तदिदं द्वितीयं कुटुम्बकम् । तथा शरीरं तदुत्पादक स्त्रीपुरुषावन्ये च तथाविधा लोका यत्र सम्बन्धिनः तदिदं तृतीयं कुटुम्बकं, कुटुम्बत्रितयद्वारेण चाऽसंख्याताः स्वजनवर्गा भवन्ति, तत्र यदिदमाद्यं कुटुम्बकमेतज्जीवानां स्वाभाविकमनाद्यपर्यवसितं, हितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते, मोक्षप्रापकं च, यतः प्रकृत्यैवेदं जीवमुपरिष्टान्नयति । यत्पुनरिदं द्वितीयं कुटुम्बकमेतज्जीवानामस्वाभाविकं, तथाऽप्यविज्ञातपरमार्थेर्जन्तुभिर्गुहीतं तद्गाढतरं स्वाभाविकमिति । तदनाद्यपर्यवसितमभव्यानां, अनादि सपर्यवसितं केषाञ्चिद् भव्यानां, एकान्तेनाऽहितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते संसारकारणं च, यतः प्रकृत्यैवेदं जीवमधस्तात्पातयति । यत्पुनरिदं तृतीयं कुटुम्बकमेतज्जीवानामस्वाभाविकमेव,
Page #488
--------------------------------------------------------------------------
________________
४५७
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ तथा सादि सपर्यवसितमनियतसद्भावं च, यथा भव्यतया हिताहितकरणशीलमुत्पत्तिविनाशधर्मकं बहिरङ्गं च वर्तते, तथाभव्यतया, संसारकारणं मोक्षकारणं वा भवति, यतो बाहुल्येन द्वितीयकुटुम्बकस्याऽवष्टम्भकारकमिदं अतः संसारकारणं, यदि पुनः कथञ्चिदाद्यं कुटुम्बकमनुवर्तते ततो जीवस्येदमप्याद्यकुटुम्बकपोषणे सहायं स्यात्, ततश्च मोक्षकारणतां प्रतिपद्यते । तदेवं स्थिते महाराज! यदिदं द्वितीयं कुटुम्बकमस्य मध्ये सर्वेषां संसारिजीवानामेष वैश्वानरो वयस्यस्तथेयमपि हिंसा भार्या विद्यत एव, नाऽत्र सन्देहो विधेयः नृपतिराह-भदन्त! यदीदमाद्यं कुटुम्बकं स्वाभाविकं हितकरणशीलं मोक्षकारणं च तत्किमितीमे जीवा गाढं नेदमाद्रियन्ते? यदि चेदं द्वितीयकुटुम्बकमस्वाभाविकमेकान्तेनाहितकरणशीलं संसारकारणं च तत्किमितीमे जीवा गाढतरमिदं पोषयन्ति? भगवानाह-महाराज! आकर्णयात्र कारणं-एतदाद्यं कुटुम्बकमनेन द्वितीयकुटुम्बकेनाऽनादौ संसारे सकलकालमभिभूतमास्ते, ततो भयात्तिरोभावं गतस्य तस्य न संपन्नं कदाचिदभिव्यक्तं दर्शनं, ततो न लक्षयन्त्येते वराका जीवास्तत्सम्बन्धिनं गुणकलापं, तेन न तस्योपरि गाढमादरं कुर्वन्ति, विद्यमानमपि तदविद्यमानं मन्यन्ते, तस्य गुणानपि वर्णयन्तमस्मदादिकं न गणयन्ति, एतत्पुनर्द्वितीयं कुटुम्बकमनादौ संसारे शत्रूभूतस्याऽऽद्यकुटुम्बकस्य निराकरणादवाप्तजयपताकं लब्धप्रसरतया वल्गमानं प्रायेण सकलकालमाविर्भूतमेवाऽऽस्ते । ततः संपद्यते तेन सहामीषां जीवानामहर्निशं दर्शनं, ततो वर्धते प्रेमाऽऽबन्धः, समुत्पद्यते चित्तरतिः, संजायते विश्रम्भः, प्रादुर्भवत्यनेन सह प्रणयः, ततोऽस्य द्वितीयकुटुम्बकस्य सततमनुरक्तमानसाः खल्वेते जीवा न पश्यन्ति दोषसंघातं, समारोपयन्त्यस्याऽसन्तमपि गुणसन्दोहं, तेनेदं गाढतरमेते पोषयन्ति, इदमेवैकं परमबन्धूभूतमस्माकमिति मन्यन्ते, अस्य च दोषप्रकाशकमस्मदादिकं शत्रुबुद्ध्या गृह्णन्ति । नृपतिराह-भदन्त! सुन्दरं भवति, यद्येते तपस्विनो जीवा अनयोः कुटुम्बकयोर्गुणदोषविशेषमवगच्छेयुः । भगवानाह-किमतःपरं सुन्दरतरम् ? एतावन्मात्रमेव हि निःशेषकल्याणानि वाञ्छता परमार्थतः पुरुषेण कर्त्तव्यं यदुत-अनयोः प्रथमद्वितीययोः कुटुम्बकयोर्गुणदोषविशेषपरिज्ञानमिति । तथाऽस्माभिरपि जीवानां धर्मकथाभिरेतावन्मात्रमेव संपादनीयं, केवलमेते जीवाः स्वयोग्यतामन्तरेण नानयोर्विशेषं कथञ्चिदपि ज्ञापयितुं शक्यन्ते, तेनाऽयोग्येषु वयमपि गजनिमीलिकां कुर्मः । यदि पुनः सर्वेऽपि जीवा अनयोः कुटुम्बकयोर्गुणदोषविशेषमवगच्छेयुस्तदाऽऽदित एव संसारोच्छेदः स्यात्, ततो निराकृत्येदं द्वितीयं कुटुम्बकं सर्वेऽपि जीवा मोक्षं गच्छेयुरिति । नृपतिराह-यद्येवमशक्यानुष्ठानं सर्वेषां जीवानामनयोर्गुणदोषविशेषज्ञापनं तत्किमनया चिन्तया? अस्माभि-विज्ञातस्तावद् भगवत्पादप्रसादेनाऽनयोः कुटुम्बकयोर्गुणदोषविशेषः, ततः सिद्धं नः समीहितम् ।
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
સર્વજીવોના ત્રણ પ્રકારના કુટુંબ રાજા કહે છે – શું આનો જ નંદિવર્ધનનો જ, આ મિત્ર છે ? અથવા અન્ય પણ જીવોનો મિત્ર છે? ભગવાન કહે છે – હે મહારાજ ! જો સ્પષ્ટ તું પ્રશ્ન કરે છે તો તને તે પ્રમાણે કહું છું. જે પ્રમાણે ફરી આ પ્રષ્ટવ્ય ન થાય ફરી આ પ્રશ્ન ન થાય. રાજા કહે છે – મારા ઉપર અનુગ્રહ છે. ભગવાન વડે કહેવાયું – અહીં સંસારમાં, સર્વ જીવોના પ્રત્યેક=દરેક જીવને આશ્રયીને, ત્રણ ત્રણ કુટુંબો છે. તે આ પ્રમાણે – ક્ષત્તિ, માર્દવ, આર્જવ, મુક્તિ નિલભતા, જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ, સત્ય, શૌચ, તપ, સંતોષ આદિ જે ગૃહમનુષ્યો છે તે આ એક કુટુંબ છે. અને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, શોક, ભય, અવિરતિ વગેરે જે બંધુઓ છે તે આ બીજું કુટુંબ છે. અને શરીર, તદ્દ ઉત્પાદક સ્ત્રી-પુરુષ માતા-પિતા અને અન્ય એવા પ્રકારના લોકો જેમાં સંબંધીઓ છે તે આ ત્રીજું કુટુંબ છે. અને કુટુંબત્રય દ્વારા અસંખ્યાત સ્વજનવર્ગો થાય છે. ત્યાં જે આ આદ્ય કુટુંબ છે=જે આ ક્ષમાદિ આધરૂપ કુટુંબ છે, એ, જીવોનું સ્વાભાવિક, અનાદિ અપર્યવસિત-અનાદિ અનંત, હિતકરણના સ્વભાવવાળું, આવિર્ભાવ તિરોભાવ ધર્મવાળું અંતરંગ વર્તે છે અને મોક્ષ પ્રાપક છે. જે કારણથી પ્રકૃતિથી જ આ=પ્રથમ કુટુંબ, જીવને ઉપરમાં લઈ જાય છે સદ્ગતિઓની પ્રાપ્તિ દ્વારા મોક્ષમાં લઈ જાય છે. વળી જે આ બીજું કુટુંબ છે તે જીવોનું અસ્વાભાવિક છે. તોપણ અવિજ્ઞાત પરમાર્થવાળા જીવો વડે તેને ગાઢતર સ્વાભાવિક રૂપે ગ્રહણ કરાયું છે=આ આપણો જ પારમાર્થિક સ્વભાવ છે તેમ ગ્રહણ કરાયું છે. એથી તે=બીજુ કુટુંબ, અનાદિ અપર્યવસિત અભવ્યો છે. અનાદિ સપર્યવસિત અનાદિ સાંત, કેટલાક ભવ્યજીવોને છે. એકાંત અહિત કરવાના સ્વભાવવાળું, આવિર્ભાવ-તિરોભાવધર્મવાળું અંતરંગ અને સંસારનું કારણ વર્તે છે. જે કારણથી પ્રકૃતિથી જ આરબીજું કુટુંબ, જીવને નીચે પાડે છે=દુર્ગતિઓમાં લઈ જાય છે. જે વળી, આ ત્રીજું કુટુંબ એ જીવોનું અસ્વાભાવિક છે. અને સાદિ સપર્યવસિત=સાદિ સાંત, અનિયત સ્વભાવવાળું છે=દરેક જન્મોમાં અન્ય અન્ય કુટુંબ થાય છે અને યથાભવ્યપણાથી હિત-અહિત કરવાના સ્વભાવવાળું, ઉત્પત્તિવિનાશ ધર્મવાળું અને બહિરંગ વર્તે છે. તથાભવ્યપણાને કારણે=બહિરંગ કુટુંબમાં તે પ્રકારની યોગ્યતા હોવાને કારણે, સંસારનું કારણ અથવા મોક્ષનું કારણ થાય છે. જે કારણથી બાહુલ્યથી=બહુલતાએ, બીજા કુટુંબનું અવષ્ટમ્ભકારક=બીજા કુટુંબને પુષ્ટ કરનાર, આeત્રીજું કુટુંબ છે. આથી સંસારનું કારણ છે. વળી જો કોઈક રીતે આઘ કુટુંબને અનુવર્તન કરે તો જીવનું આ પણ-ત્રીજું કુટુંબ પણ, આદ્ય કુટુંબના પોષણમાં સહાય થાય છે. અને તેથી ત્રીજું કુટુંબ આદ્ય કુટુંબના પોષણમાં સહાય થાય છે તેથી, મોક્ષકારણતાને પ્રાપ્ત કરે છે. તે કારણથી આ પ્રમાણે સ્થિત હોતે છતે હે મહારાજ ! જે આ બીજું કુટુંબ એના મધ્યમાં રહેલો આ વૈશ્વાનર સર્વ સંસારી જીવોનો મિત્ર છે, તે પ્રમાણે આ પણ હિંસા ભાર્યા વિદ્યમાન છે જ. એમાં સંદેહ કરવો જોઈએ નહીં. રાજા કહે છે – હે ભગવંત ! જે આ આદ્ય કુટુંબ સ્વાભાવિક, હિતકરણશીલ અને મોક્ષનું કારણ છે તેથી આ જીવો કયા કારણથી ગાઢતર આને સ્વીકારતા નથી ? અને જે આ બીજું કુટુંબ અસ્વાભાવિક, એકાંત અહિત કરવાના સ્વભાવવાળું અને સંસારનું કારણ છે તેથી આ
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૬૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જીવો કયા કારણથી ગાઢતર એને પોષણ કરે છે? ભગવાન કહે છે – હે મહારાજ ! આમાં કારણ સાંભળ. આ આદ્ય કુટુંબ આ દ્વિતીય કુટુંબ વડે અનાદિ સંસારમાં સકલકાલ અભિભૂત રહે છે. તેથી ભયથી તિરોભાવને પામેલા એવા તેનું રાગાદિ રૂપ બીજા કુટુંબથી ભય હોવાને કારણે તિરોભાવને પામેલ એવા આદ્ય કુટુંબનું, ક્યારેય પણ અભિવ્યક્ત દર્શન થયું નહીં. તેથી આ વરાક જીવો તેના સંબંધીઆદ્ય કુટુંબના સંબંધી, ગુણના સમૂહને જાણતા નથી. તેથી તેના ઉપર આદ્ય કુટુંબ ઉપર, ગાઢ આદર કરતા નથી. વિદ્યમાન પણ તેને=શક્તિ રૂપે આત્મામાં વિદ્યમાન પણ આદ્ય કુટુંબને, અવિદ્યમાન માને છે. તેના ગુણોને પણ વર્ણન કરતાં=જીવોને આદ્ય કુટુંબના કયા પ્રકારના લાભોની પ્રાપ્તિ છે તેનું વર્ણન કરતાં, અમારા જેવાને સંસારી જીવો ગણકારતા નથી. વળી અનાદિ સંસારમાં શત્રુભૂત એવા આદ્ય કુટુંબના નિરાકરણથી=બીજા કુટુંબના શત્રુભૂત એવા આ કુટુંબના નિરાકરણથી, આ બીજું કુટુંબ, પ્રાપ્ત થયેલા જયપતાકાવાળું લબ્ધપ્રસરપણાને કારણે સતત કૂદકા મારતું=સંસારી જીવોના હૈયામાં પ્રાપ્ત થયેલા પ્રસરપણાને કારણે હર્ષ પામતું, એવું બીજું કુટુંબ પ્રાયઃ સકલકાલ આવિર્ભત જ રહે છે=સંસારી જીવોમાં આવિર્ભત જ રહે છે. તેથી તેની સાથે બીજા કુટુંબની સાથે, આ જીવોનું સતત દર્શન વર્તે છે બીજું કુટુંબ પોતાના ચિત્તમાં સંસારી જીવોને સતત દેખાય છે. તેથી પ્રેમનો આબંધ વધે છે=કષાય આદિ બીજા કુટુંબ સાથે પ્રેમનો બંધ વધે છે. ચિત્તમાં રતિ ઉત્પન્ન થાય છે કષાયોને જોઈને ચિત્તમાં રતિ ઉત્પન્ન થાય છે. વિશ્વાસ પેદા થાય છે=આ કષાયો જ મારા હિતકારી છે એવો વિશ્વાસ પેદા થાય છે. આની સાથે બીજા કુટુંબરૂપ કષાયોની સાથે, પ્રીતિ પ્રાદુર્ભાવ થાય છે, તેથી આ બીજા કુટુંબના સતત અનુરક્ત માનસવાળા ખરેખર આ જીવો દોષતા સમૂહને જોતા નથી. આવા અવિદ્યમાન પણ ગુણસમૂહને આરોપણ કરે છે=બીજા કુટુંબના ગુણો તથી તોપણ પુણ્યના સહકારથી કષાયોને કારણે સફળતા મળે છે તે બીજા કુટુંબનો ગુણ છે તેમ સંસારી જીવો માને છે. તે કારણથી=દોષતા સમૂહરૂપ પણ બીજા કુટુંબને ગુણરૂપે જુએ છે તે કારણથી, આને બીજા કુટુંબને, આ=સંસારી જીવો, ગાઢતર પોષે છે. આ જ એક-બીજું કુટુંબ એ જ એક, અમારો પરમબંધુ છે એમ માને છે અને આના દોષ-પ્રકાશક એવા અમારા જેવા વ્રતધારી આદિ=બીજા કુટુંબના દોષને પ્રકાશિત કરનારા મહાત્મા આદિવે, શત્રુબુદ્ધિથી ગણે છે. રાજા કહે છે – હે ભગવંત ! આ તપસ્વી જીવો આ બે કુટુંબના ગુણ-દોષને જાણે તો સુંદર થાય. ભગવાન કહે છે – આનાથી બીજું=પ્રથમ કુટુંબના ગુણો અને બીજા કુટુંબના દોષોનો બોધ થાય એનાથી બીજું, સુંદરતા શું છે? આટલું માત્ર જ=પ્રથમ કુટુંબના ગુણો અને બીજા કુટુંબના દોષો આટલું માત્ર જ, નિઃશેષ કલ્યાણને પરમાર્થથી ઇચ્છા કરતાં પુરુષ વડે કરવું જોઈએ. શું કરવું જોઈએ ? તે “વહુ'થી કહે છે – પ્રથમ અને બીજા આ બે કુટુંબના ગુણદોષવિશેષ પરિજ્ઞાન કરવું જોઈએ=પારમાર્થિક કલ્યાણને ઈચ્છતા પુરુષે સમાદિ રૂપ પ્રથમ કુટુંબના વર્તમાનમાં અને આગામીમાં શું ગુણો છે અને કષાયરૂપ બીજા કુટુંબના વર્તમાનમાં અને આગામીમાં શું દોષો છે તેના વિશેષનું સૂક્ષ્મબુદ્ધિથી જ્ઞાન કરવું જોઈએ. અને અમારા વડે પણ ધર્મકથા આદિ દ્વારા જીવોને આટલું માત્ર જ સંપાદનીય છે=
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૭૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ યોગ્ય જીવોને પ્રથમ કુટુંબના અને બીજા કુટુંબના વાસ્તવિક સ્વરૂપનો બોધ માત્ર જ સંપાદનીય છે. કેવલ આ જીવો સ્વયોગ્યતા વગરઃકર્મમલની અલ્પતા થવાને કારણે નિર્મળ બોધને અનુકૂળ નિર્મળ મતિ રૂપ સ્વયોગ્યતા વગર, આ બેના=પ્રથમ અને બીજા કુટુંબના વિશેષને કોઈ રીતે પણ જણાવવા માટે=બોધ કરાવવા માટે, શક્ય નથી. તેથી=અયોગ્ય જીવોને બોધ કરાવવો શક્ય નથી તેથી, અયોગ્ય જીવોમાં અમે પણ ગજનિમીલિકાને=આંખમીંચામણાને, કરીએ છીએ=ઉપેક્ષા કરીએ છીએ. જો વળી, સર્વ પણ જીવો આ બે કુટુંબના ગુણદોષવિશેષને જાણે તો આદિથી જ સંસારનો ઉચ્છેદ થાય. તેથી=પ્રથમ બે કુટુંબના યથાર્થ પરિજ્ઞાનથી, આ બીજા કુટુંબને નિરાકરણ કરીને સર્વ પણ જીવો મોક્ષમાં જાય. રાજા કહે છે – જો આ રીતે=મહાત્માએ કહ્યું એ રીતે, સર્વ જીવોને આ બેતાપ્રથમ અને બીજા કુટુંબના ગુણ-દોષવિશેષનું જ્ઞાપન અશક્ય અનુષ્ઠાન છે તો આ ચિંતા વડે શું?= તે અયોગ્ય જીવોની ચિંતા વડે શું? અમારા વડે ભગવત્પાદપ્રસાદથી આ બે કુટુંબના ગુણ-દોષનો વિશેષ વિજ્ઞાત છે, તેથી અમારું સમિહિત સિદ્ધ છે અમારે કઈ રીતે હિત સાધવું જોઈએ તેનો બોધ પ્રાપ્ત થયો છે. શ્લોક :
યત:परोपकारः कर्तव्यः, सत्यां शक्तौ मनीषिणा ।
परोपकाराऽसामर्थ्य, कुर्यात्स्वार्थे महादरम् ।।१।। શ્લોકાર્ચ -
જે કારણથી મનીષી વડે શક્તિ હોતે છતે પરોપકાર કરવો જોઈએ. પરોપકારના અસામર્થ્યમાં, સ્વાર્થમાં સ્વકલ્યાણમાં, મહાન આદર કરવો જોઈએ. ll૧il
साधूनामतिनिघृणकर्म भगवानाह-न परिज्ञानमात्रं त्राणम् । नृपतिराह-यदन्यदपि विधेयं तदादिशन्तु भगवन्तः । भगवतोक्तं-अन्यदत्र विधेयं-श्रद्धानमनुष्ठानं च, तच्चात्रास्त्येव भवतः श्रद्धानं, अनुष्ठानं च पुनर्यदि शक्नोषि, ततः सिध्यत्येव समीहितं, नाऽत्र सन्देहः, केवलं तत्रातिनिघृणं कर्म समाचरणीयम् । नृपतिराह-भदन्त! कीदृशं तत्कर्म? भगवानाह-यदेते साधवः सततमनुशीलयन्ति । नृपतिराहयदनुशीलयन्त्येते तच्छ्रोतुमिच्छामि । भगवतोक्तं-आकर्णय
સાધુઓનું અતિનિર્ગુણ કર્મ ભગવાન કહે છે – પરિજ્ઞાન માત્ર=બે કુટુંબનું યથાર્થ પરિજ્ઞાન માત્ર, રક્ષણ નથી=બીજા કુટુંબથી આત્માના રક્ષણનું જ્ઞાન કારણ નથી. રાજા કહે છે – જે બીજું પણ કર્તવ્ય છે તેનો ભગવાન આદેશ
Page #492
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૭૧
કરો. ભગવાન વડે કહેવાયું – અચ=અન્ય કર્તવ્ય, અહીં કલ્યાણના પ્રયોજનમાં, વિધેય છે. શું વિધેય છે તે સ્પષ્ટ કરે છે. શ્રદ્ધા અને અનુષ્ઠાન. અને તે શ્રદ્ધાન તમને છે=રાજાને છે. અને જો અનુષ્ઠાન કરવા સમર્થ છો તો સમીહિત સિદ્ધ થાય જ છે. આમાં સંદેહ નથી કલ્યાણની પરંપરાની સિદ્ધિમાં સંદેહ નથી. કેવલ ત્યાં અતિનિઘ્રણ કર્મ=અતિ કઠોર, કર્મ આચરવું જોઈએ. રાજા કહે છે – હે ભગવંત ! કેવું તે કર્મ છે?=અતિ કઠોર કર્મ આચરવું જોઈએ એ કર્મ કેવું છે? ભગવાન કહે છે – જે આ સાધુઓ સતત આચરે છે, તેવું કઠોર કર્મ આચરવું જોઈએ. રાજા કહે છે – જે અનુષ્ઠાન આEસાધુઓ, આચરે છે તે સાંભળવા ઇચ્છું . ભગવાન વડે કહેવાયું – સાંભળ. શ્લોક :
अनादिस्नेहसंबद्धं, द्वितीयं यत्कुटुम्बकम् । योधयन्ति तदाद्येन, घोरचित्ता दिवानिशम् ।।१।। તથાદિनिघृणा यत एवेदमाविर्भूतं कुटुम्बकम् ।
तं घातयन्ति ज्ञानेन, महामोहपितामहम् ।।२।। શ્લોકાર્ચ -
જે કારણથી ઘોર ચિત્તવાળા સાધુઓ અનાદિ સ્નેહના સંબંધવાળા બીજા કુટુંબને આઘકુટુંબ સાથે દિવસ-રાત યુદ્ધ કરાવે છે. તે આ પ્રમાણે - નિર્ગુણ એવા સાધુઓ જેનાથી જજે મહામોહથી જ, આ આવિર્ભત કુટુંબ છેઃબીજું આવિર્ભત કુટુંબ છે તે મહામોહ પિતામહને જ્ઞાનથી ઘાત કરે છે. I૧-ચા શ્લોક :
यस्तन्त्रकः समस्तस्य, कुटुम्बस्य महाबलः ।
रागं वैराग्ययन्त्रेण, तमेते चूर्णयन्त्यलम् ।।३।। શ્લોકાર્ધ :
સમસ્ત કુટુંબનો-સમસ્ત બીજા કુટુંબનો જે તંબક એવો મહાબલ છે, તે રાગને વૈરાગ્યમંત્રથી આ સાધુઓ, અત્યંત સૂર્ણ કરે છે. ll3I. શ્લોક :
अन्यच्च निरनुक्रोशा, रागस्यैव सहोदरम् । द्वेषं मैत्रीशरेणोच्चैरेते निघ्नन्ति साधवः ।।४।।
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૭૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
અને બીજું નિરનુક્રોશવાળા આ સાધુઓ રાગના જ સહોદર એવા દ્વેષને મૈત્રીરૂપી બાણથી અત્યંત હણે છે. II૪ll શ્લોક :
क्षमाक्रकचपाटेन, पाटयन्ति सुदारुणाः ।
एते भोः! साधवः क्रोधं, रटन्तं स्निग्धबान्धवम् ।।५।। શ્લોકાર્ચ -
હે રાજા!ક્ષમારૂપી કરવત વડે સુદારુણ એવા આ સાધુઓ સ્નિગ્ધ બાંધવ એવા રડતા ક્રોધને બે ટુકડા કરે છે. પી.
હે રાજા ! સાધુઓ પોતાના અંતરંગ શત્રુરૂપ બીજા કુટુંબ પ્રત્યે અત્યંત કઠોર હોય છે અને અત્યાર સુધી નિમિત્ત પામીને સ્નિગ્ધ બંધુની જેમ ક્રોધ, અરતિ, ઈર્ષ્યા આદિ ભાવોને આશ્લેષ કરતા હતા. હવે સાધુ ક્ષમારૂપી કરવત દ્વારા જ્યારે તેનો વિનાશ કરવા તત્પર થાય છે ત્યારે ક્રોધનો પરિણામ જાણે આત્માને પોતાનું રક્ષણ કરવા માટે કાલાવાલા કરતો ન હોય અર્થાત્ સાધુને ક્રોધ કરવાને અભિમુખ કરતો ન હોય તોપણ દઢ ઉપયોગવાળા સુસાધુ તેના પ્રત્યે દયાળુ થતા નથી. પરંતુ અનાદિની સ્થિર થયેલી ક્રોધશક્તિનો વિનાશ જ કરે છે. શ્લોક :
क्रोधस्य भ्रातरं मानं, तथैते द्वेषनन्दनम् ।
हत्वा मार्दवखड्गेन, क्षालयन्त्यपि नो करौ ।।६।। શ્લોકાર્ય :
ક્રોધના ભાઈ દ્વેષના પુત્ર એવા માનને તે પ્રકારે જે પ્રકારે, ક્રોધને માર્યો તે પ્રકારે માર્દવરૂપ ખગથી હણીને પોતાના બે હાથોને ધોતા પણ નથી. III
માદેવ નમ્રતાનો પરિણામ છે અને ગુણવાન પુરુષ માન-અપમાન પ્રત્યે સમાન વૃત્તિવાળા હોય છે તેવા પરિણામ પ્રત્યે વળેલા સુસાધુઓ દ્વેષના પુત્ર અને ક્રોધના ભાઈ એવા માનનો નાશ કરે છે. અને નાશ કર્યા પછી તેની હિંસાથી પોતે ખરડાયા છે એમ માનીને હાથ પણ ધોતા નથી પરંતુ પોતે ઉચિત કૃત્ય કર્યું છે એમ જ માને છે. શ્લોક :
मायामार्जवदण्डेन, दलयन्ति तपस्विनीम् । लोभं मुक्तिकुठारेण, रौद्राश्छिन्दन्ति खण्डशः ।।७।।
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૭૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
આર્જવના દંડથી તપસ્વી એવા સુસાધુ માયાને દળે છે ફૂટે છે. લોભને મુક્તિના કુઠારથી રોદ્ર એવા સાધુઓ ખંડખંડ છેદી નાંખે છે. અથવા સૂક્ષ્મ પણ લોભ હૈયામાં જીવી ન શકે તે રીતે અસંગભાવમાં યત્ન કરવા રૂપ મુક્તિના કુઠારથી લોભનો નાશ કરે છે. IIછા શ્લોક :
तथैते मुनयो भूप! स्नेहाबन्धपरायणम् ।
कामं निष्पीड्य हस्तेन, मर्दयन्तीव मत्कुणम् ।।८।। શ્લોકાર્ચ -
અને આ મુનિઓ હે રાજા ! સ્નેહના બંધનમાં પરાયણ એવા કામને નિપીડન કરી માંકડની જેમ હાથથી મર્દન કરે છે જેમ માંકડ પ્રત્યે દ્વેષવાળા જીવો હાથથી મર્દન કરી નાંખે તેમ સ્નેહબંધનમાં તત્પર એવા કામવાસનાને મુનિઓ અવેદી મારો સ્વભાવ છે, વેદ મારો સ્વભાવ નથી એ પ્રકારે ભાવન કરીને કામની પરિણતિનું મર્દન કરે છે. IIII શ્લોક :
दहन्ति शोकसम्बन्धं, तीव्रेण ध्यानवह्निना ।
भयं भिन्दन्ति निर्भीका, धैर्यबाणेन वत्सलम् ।।९।। શ્લોકાર્ધ :શોકના સંબંધને તીવ્ર ધ્યાનરૂપી અગ્નિથી દહન કરે છે મુનિઓ શુદ્ધ આત્માનું પારમાર્થિક સ્વરૂપ સદા ભાવન કરે છે જેથી હંમેશાં ચિત્ત નિરાકુળ સ્વભાવમાં પ્રવર્તતું હોવાથી શોકનો પરિણામ ઉદ્ભવ જ પામી શકતો નથી. વળી, વત્સલ ભાવવાળા ભયને ઘેર્યબાણથી નિભક મુનિઓ ભેદી નાંખે છે.
કોઈક પ્રતિકૂળ સંયોગો આવે ત્યારે જીવને ભય થવો એ પ્રકૃતિગત સ્વભાવ છે તેથી વત્સલ સ્વભાવવાળો ભય જીવમાં સદા વર્તે છે પરંતુ મુનિઓ આત્મભાવમાં સ્થિર થવા માટે વૈર્યપૂર્વક યત્ન કરીને બાહ્ય ભયના નિમિત્તોમાં પણ નિર્ભીક રહે છે તેથી ભયનું નિમિત્ત પણ ભય ઉત્પન્ન કરવા સમર્થ બનતું નથી. III શ્લોક :
हास्यं रतिर्जुगुप्सा च, तथाऽरतिः पितृष्वसा ।
विवेकशक्त्या राजेन्द्र! साधुभिर्दारिताः पुरा ।।१०।। શ્લોકાર્ચ - હાસ્ય, રતિ, જુગુપ્સા તથા પિતાની બહેન એવી અરતિ વિવેકશક્તિથી હે રાજેન્દ્ર ! સાધુઓ
Page #495
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
વડે સન્મુખ નાશ કરાય છે=સાધુ સંયમ ગ્રહણ કરે છે ત્યારે ભગવાનના વચન અનુસાર વિવેકશક્તિવાળા બને છે તેનાથી હાસ્ય, રતિ, જુગુપ્સા, અરતિ વગેરેનો સન્મુખ જ નાશ કરે છે. II૧૦II
શ્લોક ઃ
૪૭૪
अन्यच्च भ्रातृभाण्डानि, पञ्चाक्षाणि सुनिर्घृणाः । सन्तोषमुद्गरेणोच्चैर्दलयन्ति सुसाधवः ।। ११ ।।
શ્લોકાર્થ :
અને અન્ય ભાઈના ભાંડ જેવી પાંચ ઇન્દ્રિયોને અત્યંત નિર્દય એવા સુસાધુઓ સંતોષરૂપી મુદ્દગરથી અત્યંત દલન કરે છે. II૧૧||
શ્લોક ઃ
एवं ये ये भवन्त्यत्र, कुटुम्बे स्निग्धबान्धवाः ।
तांस्तान्निपातयन्त्येते, जाताञ्जातान् सुनिर्दयाः ।। १२ ।।
શ્લોકાર્થ :
આ રીતે આ કુટુંબમાં જે જે સ્નિગ્ધ બંધુઓ છે=બીજા કુટુંબના સ્નિગ્ધ બંધુઓ છે, સુનિય હૃદયવાળા આ=સાધુઓ, ઉત્પન્ન થયેલ એવા તેઓને નિપાતન કરે છે.
પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે બીજા કુટુંબના અનાદિના સ્નિગ્ધ બંધુઓને નિર્દય હૃદયવાળા સાધુઓ જેવા જેવા ઉત્પન્ન થાય છે તેવા તત્કાલ જ તે સર્વને હણે છે જેથી બીજું કુટુંબ જીવવા જ સમર્થ રહેતું નથી. ||૧||
શ્લોક ઃ
वर्धयन्ति बलं नित्यं, प्रथमे च कुटुम्बके ।
सर्वेषां स्निग्धबन्धूनामेते राजेन्द्र ! साधवः ।। १३ ।
શ્લોકાર્થ :
અને હે રાજેન્દ્ર ! સાધુઓ પ્રથમ કુટુંબમાં સર્વ સ્નિગ્ધ બંધુઓના બલને સદા વૃદ્ધિ કરે છે.
ક્ષમા આદિ ભાવો આત્માના હિતકારી કુટુંબ છે તેઓની સુસાધુ સદા વૃદ્ધિ કરે છે. આથી જ સંસારથી ભય પામેલા સાધુ સદા પ્રથમ કુટુંબના ક્ષમાદિ ભાવોનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવા માટે, જાણ્યા પછી સ્થિર કરવા માટે અને સ્થિર કર્યા પછી તે ભાવોથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે જેથી ક્ષમાદિ ભાવો પુષ્ટ પુષ્ટતર થાય છે જેના બળથી બીજા કુટુંબના ક્રોધાદિ ભાવો નષ્ટ નષ્ટતર થાય છે. II૧૩II
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૭૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
पुष्टिं गतेन तेनोच्चैनिहतं भग्नपौरुषम् ।
अमीषां बाधकं नैव, तद्वितीयं कुटुम्बकम् ।।१४।। શ્લોકાર્ચ -
પુષ્ટિને પામેલ તેના વડે=પ્રથમ કુટુંબ વડે, અત્યંત હણાયેલ ભગ્ન પુરુષવાળું તે બીજું કુટુંબ આમને સુસાધુને, બાધક નથી જ=આત્માને ક્લેશ કરાવવા સમર્થ નથી જ. ll૧૪ll શ્લોક :
अन्यच्च पोषकं ज्ञात्वा, द्वितीयस्य तृतीयकम् ।
રાતઃ પરિત્ય, સર્વથેવ કુટુમ્બ ITI શ્લોકાર્ચ -
અને બીજા કુટુંબનું પોષક જાણીને હે રાજેન્દ્ર ! આમના વડે સાધુઓ વડે, સર્વથા જ ત્રીજું કુટુંબ પરિત્યાગ કરાયું છે. ll૧૫ll શ્લોક :
यावत्तृतीयं न त्यक्तं, तावज्जेतुं न शक्यते ।
द्वितीयमपि कास्न्येन, पुरुषेण कुटुम्बकम् ।।१६।। શ્લોકાર્થ :
જ્યાં સુધી ત્રીજું કુટુંબ ત્યાગ કરાયું નથી ત્યાં સુધી બીજું પણ કુટુંબ પુરુષ વડે સંપૂર્ણથી જીતવું શક્ય નથી.
વિવેકી શ્રાવકો સર્વવિરતિની શક્તિ સંચય કરવા અર્થે જ્યારે જ્યારે સાધુધર્મનું પરિભાવન કરે છે ત્યારે ત્યારે બીજા કુટુંબના સ્નેહનાં બંધનો કંઈક શિથિલ થાય છે તેથી દેશથી બીજું કુટુંબ જિતાય છે તો પણ જ્યાં સુધી સર્વથા નિર્મમ થવાને અનુકૂળ બળસંચય થયો નથી ત્યાં સુધી ત્રીજા કુટુંબ સાથે કંઈક સ્નેહના પ્રતિબંધો છે તેથી બીજું કુટુંબ સર્વથા જિતાતું નથી. આવા શ્લોક :
अतो यद्यस्ति ते वाञ्छा, भूप! संसारमोचने ।
ततोऽतिनिघृणं कर्म, मयोक्तमिदमाचर ।।१७।। શ્લોકાર્ચ - આથી હે રાજા ! જો તને સંસારમાંથી છૂટવાની ઈચ્છા છે તો મારા વડે કહેવાયેલું આ અતિ
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કઠોર કર્મ આચરણ કર=બીજા કુટુંબના સંહાર અર્થે ત્રીજા કુટુંબનો ત્યાગ કરીને પ્રથમ કુટુંબને પોષણ કર. II૧૭ll શ્લોક :
केवलं सम्यगालोच्यं, मध्यस्थेनाऽन्तरात्मना ।
किं शक्येत मया कर्तुम्? किं वा नेदमिति त्वया ।।१८।। શ્લોકાર્ય :
કેવલ મધ્યસ્થ એવા અંતર આત્માથી મારા વડે આ કરવું શક્ય છે? કે નથી ? એ તારા વડે સખ્ય આલોચન કરવું જોઈએ. ll૧૮II શ્લોક :
एतेऽतिनिघृणाः कर्म, कथञ्चिदिदमीदृशम् ।
कुर्वन्त्यभ्यासयोगेन, नृशंसा भूप! साधवः ।।१९।। શ્લોકાર્ચ -
હે રાજા ! આ અતિ નિર્ગુણ નૃશંસ એવા સુસાધુઓ અભ્યાસના યોગથી કોઈક રીતે આ આવા પ્રકારનું કર્મ બીજા કુટુંબનો સંહાર કરવાનું કર્મ, કરે છે સુસાધુઓ બીજા કુટુંબના સંહાર કરવાની બળવાન ઈચ્છાવાળા હોય છે અને જ્યાં સુધી બળસંચય ન થયો હોય ત્યાં સુધી સતત બીજા કુટુંબના સંહારનો અભ્યાસ કરે છે અને બીજા કુટુંબ પ્રત્યે હંમેશાં કઠોર ઘાતકી રહે છે. તેથી જ તેઓના નાશ કરવા માટે સતત પ્રયત્ન કરે છે. I૧૯ll. શ્લોક :
अन्येन पुनरीदृक्षं, कर्म बन्धुदयालुना ।
चिन्तयितुमपि नो शक्यं, करणं दूरतः स्थितम् ।।२०।। શ્લોકાર્ચ -
વળી, બંધુ પ્રત્યે દયાળુ એવા બીજા વડે અનાદિ કાલના પરમબંધુ જેવા બીજા કુટુંબ પ્રત્યે દયાળુ એવા અન્ય જીવો વડે, આવું કર્મ=બીજા કુટુંબના સંહારનું કર્મ, વિચારવા માટે પણ શક્ય નથી.
તેઓના સંહારનો વિચાર માત્ર પણ તેઓને આવતો નથી. કરવું તો દૂરથી રહેલું છે=બીજા કુટુંબનો સંહાર કરવો તો અત્યંત દૂર રહેલો છે. ll૨૦માં
Page #498
--------------------------------------------------------------------------
________________
४७७
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
द्वितीयत्यागे तृतीयत्यागस्य सफलता Cोs:
किं तुयोऽयं त्यागस्तृतीयस्य, द्वितीयस्य च घातनम् । कुटुम्बकस्य राजेन्द्र! प्रथमस्य च पोषणम् ।।२१।। एतत्त्रयं परिज्ञाय, कृत्वा श्रद्धानमञ्जसा । अनुष्ठाय च वीर्येण, भूयांसो मुनिपुङ्गवाः ।।२२।। भवप्रपञ्चान्निर्मुक्ताः, सर्वद्वन्द्वविवर्जिताः । स्थित्वा स्वाभाविके रूपे, मोदन्ते मोक्षवर्तिनः ।।२३।। त्रिभिर्विशेषकम्
બીજા કુટુંબના ત્યાગમાં ત્રીજા કુટુંબના ત્યાગની સફળતા सोडार्थ :
પરંતુ હે રાજેન્દ્ર! જે આ ત્રીજાનો ત્યાગ, બીજા કુટુંબનું ઘાતન અને પ્રથમ કુટુંબનું પોષણ આ ત્રણને જાણીને શ્રદ્ધાન કરીને, શીઘ વીર્યથી સેવીને ઘણા મુનિપુંગવો ભવપ્રપંચથી મુકાયેલા સર્વ વંદ્વથી રહિત સ્વાભાવિક રૂપમાં રહીને=આત્માના સ્વાભાવિક સ્વરૂપમાં રહીને, મોક્ષમાં વર્તતા मानं पाभे छे. ॥२१थी २३॥
श्लोक :
तदिदं दुष्करं कर्म, किं तु पर्यन्तसुन्दरम् । एवं व्यवस्थिते भूप! कुरुष्व यदि रोचते ।।२४।।
टोडार्थ:
તે આ=અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, દુષ્કર કર્મ છે, પરંતુ પર્યત સુંદર છે ફળથી સુંદર छे. मा प्रभाएो व्यवस्थित eld छते है रात ! ये छ तो 5२. ॥२४।। cोs :
नृपतिराहशिष्टं भगवता पूर्वं, कुटुम्बद्वयमादिमम् । अविच्छिन्नं प्रवाहेण, सदाऽनादिभवोदधौ ।।२५।।
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
રાજા કહે છે – ભગવાન વડે પૂર્વમાં સદા અનાદિ ભવોદધિમાં પ્રવાહથી અવિચ્છિન્ન પ્રથમ અને બીજું કુટુંબ કહેવાયું. રિપII શ્લોક :
तृतीयं पुनरुद्दिष्टं, विनाशोत्पत्तिधर्मकम् ।
तत्किं भवे भवे नाथ! संभवत्यपरापरम्? ।।२६।। શ્લોકાર્થ :
ત્રીજું વળી, વિનાશ-ઉત્પત્તિધર્મવાળું કહેવાયું, તે કારણથી હે નાથ ! દરેક ભવોમાં તે અપર અપર સંભવે છે? અન્ય અન્ય સંભવે છે? પારકી શ્લોક :
सूरिराह महाराज! संभवत्यपरापरम् ।
भवे भवेऽत्र जन्तूनां, तत्तृतीयं कुटुम्बकम् ।।२७।। શ્લોકાર્થ :
સૂરિ કહે છે – હે મહારાજ ! દરેક ભવમાં અહીં=સંસારમાં, તે ત્રીજું કુટુંબ અપર અપર સંભવે છે. પર૭ી. શ્લોક :
राजाऽऽह नाथ! यद्येवं, ततोऽनादिभवार्णवे ।
अनन्तानि कुटुम्बानि, त्यक्तपूर्वाणि देहिभिः ।।२८।। શ્લોકાર્ચ -
રાજા કહે છે – હે નાથ ! જો આ પ્રમાણે છે દરેક ભવોમાં બીજું બીજું કુટુંબ થાય છે એ પ્રમાણે છે, તો અનાદિ ભવરૂપી સમુદ્રમાં જીવો વડે ભક્ત પૂર્વ અનંતાં કુટુંબો છે. ll૨૮l. શ્લોક :
सूरिराह महाराज! सत्यमेतन संशयः ।
एते हि पथिकप्रायाः, सर्वे जीवास्तपस्विनः ।।२९।। શ્લોકાઃ
સૂરિ કહે છે – હે મહારાજ ! સત્ય આ છે. સંશય નથી ત્રીજું કુટુંબ અનાદિ ભવમાં અનંતા ત્યક્તપૂર્વક છે એ સત્ય છે, સંશય નથી. દિ જે કારણથી, સર્વ તપસ્વી જીવો પથિક પ્રાયઃ છે
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૭૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મુસાફરી કરનારા જીવો રસ્તામાં કોઈક રીતે ભેગા થાય છે તેમ સર્વ સંસારી જીવો બાહ્ય કુટુંબરૂપે કોઈક ભવમાં ભેગા થાય છે. અને તે પથિક ભેગા થયા પછી આગળ છૂટા પડે છે, તેમ દરેક ભવનું ત્રીજું કુટુંબ આગળ જતાં છૂટું પડે છે. ll૨૯ll શ્લોક :
ततश्चअन्यान्यानि कुटुम्बानि, मुञ्चन्तो वासकेष्विव ।
સારા રહે, સંપત્તિ પુનઃ પુનઃ Tરૂ૦ના શ્લોકાર્થ :
અને તેથી=સર્વ જીવો પથિક પ્રાયઃ છે તેથી, અન્ય અન્ય કુટુંબોને છોડતા વાસની જેમ મુસાફરી કરનારા મુસાફરો કોઈક સ્થાનમાં કેટલોક સમય સાથે વાત કરે તેઓની જેમ, અપર અપર દેહમાં ફરી ફરી સંચરે છે=સર્વ જીવો સંચરે છે. lla || શ્લોક :
राजाऽऽह नाथ! यद्येवं, ततोऽत्रापि भवे नृणाम् ।
कुटुम्बे स्नेहसम्बन्धो, महामोहविजृम्भितम् ।।३१।। શ્લોકાર્ધ :
રાજા કહે છે – હે નાથ ! જો આ પ્રમાણે છે કીજું કુટુંબ દરેક ભવમાં જુદું જુદું થાય છે એ પ્રમાણે છે, તેથી આ પણ ભવમાં મનુષ્યોને કુટુંબમાં સ્નેહનો સંબંધ મહામોહથી વિભિત છે. Il3II શ્લોક :
सूरिराह महाराज! सम्यग्ज्ञातमिदं त्वया ।
महामोहं विना को वा, कुर्यादेवं सकर्णकः? ।।३२।। શ્લોકાર્ચ -
સૂરિ કહે છે – હે મહારાજ ! આ ત્રીજા કુટુંબનો સ્નેહ મહામોહનો વિલાસ છે એ, તારા વડે સમ્યફ જણાયું. કોણ બુદ્ધિમાન મહામોહ વગર આવું કરે ?=અસ્થિર એવા કુટુંબ પ્રત્યે સ્નેહનો સંબંધ કરે ? Il3 શ્લોક :
राजाऽऽह यो न शक्नोति, कर्तुं नाथ! निबर्हणम् । द्वितीयस्य कुटुम्बस्य, कथञ्चिच्छक्तिविभ्रमात् ।।३३।।
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ तृतीयस्य परित्यागात्तस्य किं जायते फलम् ।
यथोक्तम् ? यदि वा नेति, तथेदं प्रविवेचय ।।३४।। શ્લોકાર્ચ -
રાજા કહે છે – હે નાથ ! જે બીજા કુટુંબનો નાશ કરવા સમર્થ નથી પણ કોઈક રીતે શક્તિના ભ્રમથી અર્થાત્ હું બીજા કુટુંબનો નાશ કરવા સમર્થ છું એ પ્રકારની શક્તિના ભ્રમથી ત્રીજા કુટુંબના પરિત્યાગને કારણે બાહ્ય કુટુંબનો ત્યાગ કરીને સંયમના ગ્રહણ કરવાને કારણે, તેને બીજા કુટુંબના નાશ કરવા માટે અસમર્થ અને ત્રીજા કુટુંબના ત્યાગને કરનાર એવા તેને, ચોક્ત ફળ શું થાય છે? અથવા શું નથી થતું? એ પ્રમાણે આ સ્પષ્ટ કરો. ll૩૩-૩૪ શ્લોક :
सूरिराह महाराज! यो न हन्ति द्वितीयकम् ।
तृतीयत्यजनं तस्य, नूनमात्मविडम्बनम् ।।३५ ।। શ્લોકાર્ચ -
સૂરિ કહે છે – હે મહારાજ ! જે બીજા કુટુંબને હણતો નથી=સંયમ ગ્રહણ કર્યા પછી બીજા કુટુંબનો નાશ કરવા માટે યત્ન કરતો નથી, તેનું ત્રીજા કુટુંબનું વૈજન ખરેખર આત્મવિડંબન છે–પોતાનું મૂર્ખચેષ્ટિત છે. ll૧૫ll શ્લોક -
तृतीयं हि परित्यज्य, यदि हन्यान्निराकुलः ।
द्वितीयमेवं तत्त्यागः, सफलो विफलोऽन्यथा ।।३६।। શ્લોકાર્ય :દિ જે કારણથી, ત્રીજા કુટુંબને છોડીને જો નિરાકુલ એવા તે મહાત્મા ત્રીજા કુટુંબના ત્યાગને કારણે સ્નેહ આદિના ભાવોથી નિરાકુલ એવા તે મહાત્મા, બીજા કુટુંબને જો હણે એ રીતે તેનો ત્યાગ ત્રીજા કુટુંબનો ત્યાગ, સફલ છે. અન્યથા વિફલ છે ત્રીજા કુટુંબનો ત્યાગ, નિષ્ફળ છે. ll૧૬ll
राज्ञोऽतिनिघृणकर्मकरणेच्छा
શ્લોક :
नृपतिनाऽभिहितम्-भदन्त! यद्येवं ततःभवप्रपञ्चं विज्ञाय, महाघोरं सुदुस्तरम् । अवाप्य मानुषं जन्म, संसारेऽत्यन्तदुर्लभम् ।।३७।।
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૮૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
રાજાની સાધુઓની જેમ અતિનિર્ગુણ કર્મ કરવાની ઈચ્છા શ્લોકાર્ધ :
રાજા વડે કહેવાયું - હે ભગવંત ! જો આમ છે=બીજા કુટુંબના નાશની શક્તિ ન હોય અને ત્રીજા કુટુંબનો ત્યાગ કરવામાં આવે તો તેનો સંયમ વિફલ છે, એ પ્રમાણે છે, તેથી મહાઘોર, દુસર એવા ભવપ્રપંચને જાણીને, સંસારમાં અત્યંત દુર્લભ મનુષ્યભવને પામીને. ll૩૭ી શ્લોક :
अनन्ताऽऽनन्दसंपूर्ण मोक्षं विज्ञाय तत्त्वतः ।
तस्य कारणभूतं च, बुद्ध्वा जैनेन्द्रशासनम् ।।३८।। શ્લોકાર્ચ -
અનંત આનંદથી સંપૂર્ણ મોક્ષને જાણીને અને તત્ત્વથી તેનામોક્ષના, કારણભૂત જેનેન્દ્ર શાસનને જાણીને. Il૩૮II શ્લોક :
युष्मादृशेषु नाथेषु, प्राप्तेषु हितकारिषु ।
कुटुम्बत्रयरूपे च, विज्ञाते परमार्थतः ।।३९।। શ્લોકાર્ય :તમારા જેવા હિતકારી મહાત્મા પ્રાપ્ત થયે છતે અને પરમાર્થથી કુટુંબત્રયને જાણ્યું છn, li3ell. શ્લોક -
को नामाऽऽद्यकुटुम्बस्य, पुरुषो हितकामुकः ।
कुर्यान्न पोषणं नाथ! बन्धुभूतस्य तत्त्वतः? ।।४।। શ્લોકાર્ચ -
હે નાથ ! હિતની કામનાવાળો કયો પુરુષ તત્ત્વથી બંધુભૂત આધ કુટુંબનું પોષણ ન કરે ? અર્થાત્ બુદ્ધિમાન પુરુષ અવશ્ય આઘ કુટુંબનું પોષણ કરે. Toll શ્લોક :
विघ्नं सर्वसमृद्धीनां, सर्वव्यसनकारणम् । द्वितीयं वा न को हन्ति, शत्रूभूतं कुटुम्बकम्? ।।४१।।
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - | સર્વ સમૃદ્ધિઓને વિધ્વરૂપ, સર્વ આપતિઓનું કારણ એવા શત્રુભૂત બીજા કુટુંબને કોણ ન હણે? અર્થાત્ બુદ્ધિમાન અવશ્ય હe. II૪૧|| શ્લોક :
येनाऽत्यक्तेन दुःखौघस्त्यक्तेन परमं सुखम् ।
को न त्यजति तनाथ! तृतीयं वा कुटुम्बकम्? ।।४२।। શ્લોકાર્ચ -
જેના અત્યાગથી ત્રીજા કુટુંબના અત્યાગથી દુઃખનો સમૂહ છે અને તેના ત્યાગથી ત્રીજા કુટુંબના ત્યાગથી, પરમ સુખ છે, તેથી હે નાથ ! ત્રીજા કુટુંબનો કોણ ત્યાગ ન કરે? II૪રા શ્લોક :
सूरिराह महाराज! ज्ञाततत्त्वेन जन्तुना ।
इदमेवाऽत्र कर्तव्यं, त्रयं संसारभीरुणा ।।४३।। શ્લોકાર્ય :
સૂરિ કહે છે – હે મહારાજ ! જ્ઞાત તત્ત્વવાળા સંસારભીરુ એવા જંતુ વડે અહીં=સંસારમાં, આ જ ત્રણ કર્તવ્યો છે=પ્રથમ કુટુંબનું પોષણ કરવું, બીજા કુટુંબનો સંહાર કરવો અને ત્રીજા કુટુંબનો ત્યાગ કરવો, એ ત્રણ કર્તવ્યો છે. ll૪all શ્લોક :
राजाऽऽहाऽज्ञाततत्त्वानां, नाथ! मौनीन्द्रशासने ।
किं विद्यतेऽधिकारोऽत्र? नेति नेति गुरोर्वचः ।।४४।। શ્લોકાર્ય :
રાજા કહે છે – અજ્ઞાત તત્ત્વવાળા જીવોને હે નાથ ! આ મોનીન્દ્ર શાસનમાં શું અધિકાર વિદ્યમાન છે ? સંયમ ગ્રહણ કરવાનો અધિકાર વિધમાન છે ? નહીં નહીં, એ પ્રમાણે ગુરુનું વચન છે=અધિકાર નથી, અધિકાર નથી એમ ગુરુ કહે છે. ll૪૪ll
બ્લોક :
राज्ञा चिन्तितम्अये! विज्ञाततत्त्वोऽहं, श्रद्धाक्षालितमानसः । ततोऽस्ति मेऽधिकारोऽत्र, गुरूक्ते कर्मणि ध्रुवम् ।।४५।।
Page #504
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
–
રાજા વડે વિચારાયું – ખરેખર, વિજ્ઞાત તત્ત્વવાળો, શ્રદ્ધાથી ક્ષાલિત માનસવાળો હું છું. તેથી
મને અહીં=ગુરુએ કહેલા કર્મમાં નક્કી અધિકાર છે. ૪૫।।
શ્લોક ઃ
ततो राजा समुद्भूतवीर्योल्लासो यतीश्वरम् ।
પ્રામ્ય પાયોરેવું, મૈં પ્રાદ વિહિતાચ્નતિઃ ।।૪૬।।
શ્લોકાર્થ :
તેથી=રાજાએ આ પ્રમાણે ચિંતવન કર્યું તેથી, વીર્યના સમુદ્ભૂત ઉલ્લાસવાળો રાજા યતીશ્વરને પાદમાં પ્રણામ કરીને આ પ્રમાણે કરાયેલી અંજલિવાળો તે કહે છે=આગળમાં કહે છે એ પ્રમાણે કહે છે. II૪૬]
શ્લોક ઃ
यदादिष्टं भदन्तेन, किल कर्मातिनिर्घृणम् ।
તવદં સ્તુમિચ્છામિ, નાથ! યુઘ્નનનુાયા ।।૪।।
૪.૩
શ્લોકાર્થ ઃ
જે અતિ નિઘૃણકર્મ ભદંત એવા તમારા વડે આદેશ કરાયું, તે હે નાથ ! તમારી આજ્ઞાથી હું કરવા ઈચ્છું છું=પ્રથમ કુટુંબને પોષવા માટે, બીજા કુટુંબના સંહાર માટે, ત્રીજા કુટુંબના ત્યાગ કરવા અર્થે હું તમારી અનુજ્ઞાથી ઇચ્છું છું. [૪૭]
શ્લોક ઃ
सूरिणोक्तं महावीर्य ! युक्तमेतद् भवादृशाम् ।
अनुज्ञातं मयाऽपीदं, ज्ञातं तत्त्वं त्वयाऽधुना ।।४८ ।।
શ્લોકાર્થ :
સૂરિ વડે કહેવાયું – હે મહાવીર્ય ! આ=નિઘૃણકર્મ કરવું એ, તમારા જેવાને યુક્ત છે. મારા વડે પણ આ અનુજ્ઞા જ છે=કરવા માટે અનુજ્ઞા જ છે. તમારા વડે હમણાં તત્ત્વ જ્ઞાત થયું. I૪૮|| विमलाभिप्रायः श्रीधरस्य राज्ये स्थापना च
ततः सरभसेन नरपतिना विलोकितं पार्श्ववर्तिनो विमलमतेर्मन्त्रिणो वदनं, आदिशतु देव इति ब्रुवाणोऽसौ स्थितः प्रह्वतया । नृपतिनाऽभिहितं- 'आर्य! त्यजनीयो मया राज्यस्वजनदेहादिसङ्गः निहन्तव्या भगवदादेशेन रागादयः, पोषणीयान्यहर्निशं ज्ञानादीनि, गृहीतव्या भागवती दीक्षा, तो
Page #505
--------------------------------------------------------------------------
________________
४८४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ यदस्य कालोचितं तत्तूर्णं कुरुष्व' इति । विमलमतिराह - यदाज्ञापयति देवः, किंतु न मयैव केवलेनाऽस्य कालोचितं विधेयं, किं तर्हि ? यान्येतान्यन्तः पुराणि, ये चैते सामन्ता, यश्चान्योऽपि राजलोको, या चेयं समस्तापि परिषत्तैः सर्वैरेवाऽस्य कालस्योचितं कर्तव्यम् । राज्ञा चिन्तितं- 'अये! मयाऽयमादिष्टः किल मम दीक्षाग्रहणकाले यदुचितं जिनस्नपनपूजादानमहोत्सवादिकं तत् कुरुष्व' इति, तदयं किमेवमुल्लपति ? अहो गम्भीरः कश्चिदभिप्रायः, ततोऽभिहितमनेन - आर्य ! त्वमेवाऽत्र सर्वाधिकारी, क्षमः सर्वेषामुचितकर्तव्यानां, तत्किमेतैरपरमुचितं कर्तव्यम् ? विमलमतिराह - देव! यद्देवपादैः कर्तुमारब्धं तदस्माकमेतेषां च सर्वेषामस्य कालस्योचितं कर्त्तव्यं, नापरं यतः समान एवायं न्याय: सर्वेषां वर्तते, निवेदतान्येव हि भगवता सर्वेषामेव जीवानामेकैकस्य त्रीणि कुटुम्बकानि, तस्मादेषामप्यस्य कालस्येदमेवोचितं, यदुत प्रथमकुटुम्बकं पोष्यते, द्वितीयं हन्यते, तृतीयं परित्यज्यत इति । नृपतिनाऽभिहितं- आर्य! अतिसुन्दरमिदं यद्येते ऽपि प्रतिपद्यन्ते । विमलमतिराह - देव! पथ्यमिदमत्यन्तमेतेषां, किमत्र प्रतिपत्तव्यम्? ततस्तदाकर्ण्य तत्र परिषदि जीवा बलादेषोऽस्मान् प्रव्राजयतीतिभावनया भयोत्कर्षेण कम्पिताः कातराः, प्रद्विष्टा गुरुकर्मकाः, प्रपलायिता नीचा, विह्वलीभूता विषयगृध्नवः, प्रस्विन्नाः कुटुम्बादिप्रतिबद्धबुद्धयः, प्रह्लादिता लघुकर्मका अभ्युपगतवन्तस्तद्वचनं धीरचित्ता इति, ततस्तैर्लघुकर्मधीरचित्तैरभिहितं यदाज्ञापयति देवस्तदेव क्रियते, कः सकर्णकः सत्यां समग्रसामग्र्यामेवंविधसार्थाद् भ्रश्यतीति ? तदाकर्ण्य दृष्टो राजा, गताः सर्वेऽपि अभ्यर्णवर्तिनि प्रमोदवर्धने चैत्यभवने, स्नापितानि भुवननाथस्य भगवतो बिम्बानि, विरचिता मनोहारिणी पूजा, प्रवर्तितानि महादानानि, कारितं बन्धनमोचनादिकं समस्तमुचितकरणीयं समाहूतः श्रीधराभिधानो नगरान्निजतनयः, दत्तं तस्मै राज्यं नरपतिना, प्रव्राजिताः प्रवचनोक्तेन विधिना सर्वेऽप्युपरिस्थितलोका भगवता, विहिता भवप्रपञ्चनिर्वेदजननी परमपदाभिलाषातिरेकसंवर्धनी धर्मदेशना, गता यथास्थानं देवादयः ।
વિમલનો અભિપ્રાય અને શ્રીધરની રાજ્યમાં સ્થાપના
તેથી=સૂરિએ આ પ્રમાણે કહ્યું તેથી, સરભસથી=સહસા, રાજા વડે પાર્શ્વવર્તી વિમલમતિ મંત્રીનું મુખ જોવાયું. હે દેવ ! આદેશ કરો, એ પ્રમાણે બોલતો આ નમ્રપણાથી રહ્યો=વિમલમતિ મંત્રી નમ્રપણાથી રહ્યો. રાજા વડે કહેવાયું – હે આર્ય ! મારા વડે રાજ્ય, સ્વજન, દેહાદિનો સંગ ત્યાગ કરવા યોગ્ય છે. ભગવાનના આદેશથી રાગાદિને હણવા જોઈએ. રાત-દિવસ જ્ઞાનાદિને પોષવા જોઈએ. ભાગવતી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. તેથી આના=આ કૃત્યતા, કાલને ઉચિત જે છે, તે તમે શીઘ્ર કરો. વિમલમતિ કહે છે - દેવ જે આજ્ઞા કરે છે. પરંતુ કેવલ મારા વડે આને કાલઉચિત વિધેય નથી, તો શું છે ? એથી કહે છે, જે અંતઃપુરો, જે આ સામન્તો, જે અન્ય પણ રાજલોક છે અને જે આ સમસ્ત પણ પર્ષદા છે તે સર્વ વડે જ આ કાલને ઉચિત કર્તવ્ય છે. રાજા વડે વિચારાયું – અરે ! મારા
-
Page #506
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૮૫ વડે આ આદેશ કરાયો. ખરેખર મારા દીક્ષા ગ્રહણકાળમાં જે જિતસ્તાત્ર, પૂજા, દાન, મહોત્સવ આદિ ઉચિત છે તે તું કર. તે કારણથી આ=મંત્રી, કેમ આ પ્રમાણે બોલે છે ? ખરેખર કોઈક ગંભીર અભિપ્રાય છે. તેથી આવા વડે=રાજા વડે, કહેવાયું – હે આર્ય ! તું જ અહીં સર્વાધિકારી છે. સર્વ ઉચિત કર્તવ્યોમાં સમર્થ છે. તે કારણથી આનાથી અપર ઉચિત કર્તવ્ય શું? વિમલમતિ કહે છે – હે દેવ ! જે દેવપાદ વડે કરવા માટે આરબ્ધ કરાયું તે અમને અને આ બધાને આ કાઉચિત કર્તવ્ય છે. અપર નથી. જે કારણથી સમાન જ આ ચાય બધાને વર્તે છે. દિકજે કારણથી ભગવાન વડે બધા જ જીવોના એકેકને આ ત્રણ કુટુંબો નિવેદિત કરાયા છે. તે કારણથી આમને પણ અંતઃપુર, સામગ્નાદિ બધાને પણ, આ જ કાલને ઉચિત છે. જે “ત'થી બતાવે છે – પ્રથમ કુટુંબને પોષવું જોઈએ. બીજા કુટુંબને હણવું જોઈએ, ત્રીજા કુટુંબનો ત્યાગ કરવો જોઈએ. રાજા વડે કહેવાયું – હે આર્ય ! આ અતિ સુંદર છે, જો આ પણ આ બધા જીવો પણ, સ્વીકાર કરે. વિમલમતિ કહે છે – હે દેવ ! અહીં આ આમને અત્યંત પથ્ય છે હિતકારી છે. એમાં શું વિચારવું જોઈએ ? તેથી તે સાંભળીને તે પર્ષદામાં રહેલા જીવો બળાત્કારે આ અમને પ્રવ્રયા આપશે એ પ્રકારની ભાવનાથી, ભયના ઉત્કર્ષથી કાતર જીવો કાંપવા લાગ્યા. ગુરુકર્મવાળા પ્રષવાળા થયા. નીચ જીવો ઊભા થઈને ચાલવા લાગ્યા. વિષયની ગૃદ્ધિવાળા જીવો વિહ્વળ થયા. કુટુંબાદિ પ્રતિબદ્ધ બુદ્ધિવાળા જીવો પ્રસ્વેદવાળા થયા. લઘુકર્મવાળા જીવો આનંદિત થયા. તેમનું વચન=મંત્રીનું વચન, ધીરચિતવાળા વડે
સ્વીકારાયું. તેથી તે લઘુકર્મી ધીરચિત્તવાળા વડે કહેવાયું – જે દેવ આજ્ઞા કરે છે, તે જ કરાય છે. કોણ બુદ્ધિમાન પુરુષ સમગ્ર સામગ્રી હોતે છતે આવા પ્રકારના સ્વઅર્થથી ભ્રશ થાય ? અર્થાત્ કોઈ બુદ્ધિમાન પુરુષ સ્વાર્થને સાધનારી પૂર્ણસામગ્રી મળેલી હોય તો અવશ્ય સ્વાર્થ સાધે છે. તે સાંભળીને=લઘુકર્મી જીવોવાળાએ કહ્યું કે જે દેવ આજ્ઞા કરે છે તે જ કરાય છે એમ કહીને સંયમ લેવા તત્પર થયા છે એમ સાંભળીને, રાજા હર્ષિત થયો. સર્વ પણ નજીકના વર્તી પ્રમોદવર્ધન ચૈત્યભવનમાં ગયા. ભુવનનાથને પ્રક્ષાલ કરાયો. ભગવાનના બિમ્બોલી મનોહર પૂજા કરાઈ. મહાદાન પ્રવર્તાવાયાં. બંધનું મોચન આદિ સમસ્ત ઉચિત કરણ કરાવાયું. નગરથી શ્રીધર નામનો પુત્ર બોલાવાયો. તેને રાજા વડે રાજ્ય અપાયું. પ્રવચનઉક્ત વિધિથી સર્વ પણ ઉપસ્થિત લોકો ભગવાન વડે પ્રવ્રજિત કરાયા. ભવપ્રપંચના નિર્વેદને કરનારી, પરમપદના અભિલાષના અતિરેકના સંવર્ધનવાળી ધર્મદેશના કરાઈ. યથાસ્થાન દેવતાદિ ગયા. ભાવાર્થ :| વિવેક નામના કેવલી ત્યાં સમવસરણમાં બેઠા. ત્યારે નંદિવર્ધનના શરીરમાં રહેલાં હિંસા અને વૈશ્વાનરનો પરિણામ કેવલીના સાંનિધ્યથી ઉલ્લસિત ન થઈ શકે એવો દૂર જઈને બેઠો. જેમ સિદ્ધયોગીના સાંનિધ્યમાં હિંસક પ્રાણીઓના હિંસક ભાવ કેટલોક કાળ દૂર થાય છે, તેમ કેવલીના સાંનિધ્યને કારણે નિમિત્ત પામીને નંદિવર્ધનને જે ગુસ્સાનો પરિણામ પ્રગટ થતો હતો તે કેવલીના સાંનિધ્યમાં થયો નહીં. વળી, અરિદમન રાજા કેવલીની દેશના સાંભળવા આવે છે અને અરિદમન રાજાની પુત્રી તેની માતા સાથે ત્યાં આવે છે જે
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અરિદમન રાજાએ નંદિવર્ધનને આપેલ હતી. વળી, રાજાની યોગ્યતા જોઈને કેવલીએ દેશના આપી જેનો સંક્ષેપસાર એ છે કે સંસાર અનાદિનો છે, પ્રવાહથી કાળ અનાદિનો છે, દેખાતા સર્વ જીવો અનાદિના છે અને છતાં ભગવાનના શાસનના પરમાર્થને ક્યારેય પૂર્વમાં પામ્યા નહીં તેથી સંસારની સર્વ વિડંબના અત્યાર સુધી પામી રહ્યા છે. જો કે કેવલીઓ, તીર્થકરો, ઋષિઓ આ સંસારમાં સદા વર્તતા હોય છે, તેઓની સાથે જીવને અનંતીવાર સંબંધ થયો તોપણ ભોગનો ઉત્કટરાગ હોવાથી ભોગના ત્યાગરૂપ અને
જીવના વીતરાગ ભાવને સાધક એવો ધર્મ જીવને ક્યારેય રુચિનો વિષય થયો નહીં. તેથી તે જીવો કલ્યાણના ભાજન થતા નથી અને જ્યારે જે જીવોનાં કર્મોની લઘુતા થાય છે ત્યારે તેઓમાં મોક્ષમાં જવાની યોગ્યતા છે તે કંઈક તત્ત્વને સન્મુખ બને છે, જે ભવ્યત્વના પરિપાક સ્વરૂપ છે. અને મનુષ્ય આદિ સામગ્રીને પામીને ધન્ય એવા તે જીવો ભગવાનના શાસનના તત્ત્વને જાણવા માટે તત્પર થાય છે ત્યારે ઉપદેશકનાં વચન આદિને પ્રાપ્ત કરીને મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ કરે છે, જેને કારણે તેઓને ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસાર અત્યંત નિગુર્ણ જણાય છે અને તેની પ્રાપ્તિના કારણભૂત કષાયોની પરિણતિ છે તેવો બોધ થાય છે, તેથી સ્વશક્તિનુસાર સર્વજ્ઞનાં વચનોને જાણીને કષાયોના ઉન્મેલનના ઉપાયોરૂપે કેટલાક જીવો સમ્યક્તના પરિણામથી યુક્ત ગૃહસ્થધર્મ સેવે છે, જેના બળથી સાધુધર્મની શક્તિનો સંચય કરે છે અને જેઓના સાધુધર્મની શક્તિનો સંચય થયો છે તેઓ સર્વ દુઃખનો નાશ કરનાર સાધુધર્મ સ્વીકારે છે. આવો ધર્મ જેઓને પ્રાપ્ત થયો છે તેઓએ તેને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ અને જે પ્રાપ્ત થયું નથી, તેને પ્રાપ્ત કરવા યત્ન કરવો જોઈએ. આ પ્રકારે સંક્ષેપથી દેશના આપી, જેનાથી ઘણા યોગ્ય જીવોને સંસારની અસારતાનો બોધ થયો અને રાજાને પણ તે દેશના સાંભળીને સંવેગ ઉત્પન્ન થયો, છતાં પોતાની પત્રીને નંદિવર્ધનને આપવા માટે સ્ફટવચનને જયસ્થલમાં મોકલી, તેના વિષયક કંઈ સમાચાર નહીં મળવાથી રાજા કેવલીને તેના વિષયક પૃચ્છા કરે છે, ત્યારે કેવલીએ યોગ્ય જીવોને બોધનું કારણ છે તેમ જાણીને નંદિવર્ધનનો સર્વ પ્રસંગ વિસ્તારથી અરિદમન રાજા પાસે કહે છે અને નંદિવર્ધન ત્યાં બંધાયેલી સ્થિતિમાં પડ્યો છે તેથી દયાળુ એવા રાજાને તેને મુક્ત કરવાનો શુભ પરિણામ થાય છે, તોપણ તેનું ચરિત્ર સાંભળીને બુદ્ધિમાન રાજાને વિચાર આવે છે કે મુક્ત થયેલો આ નંદિવર્ધન ધર્મકથાના શ્રવણમાં વિઘ્ન થશે માટે અત્યારે તેને મુક્ત કરવાનો વિચાર છોડીને અન્ય શંકાઓ રાજા પૂછે છે, જેનાથી કેવલી કહે છે કે નંદિવર્ધનનો આ સર્વ દોષ નથી પરંતુ તેના શરીરમાંથી નીકળીને દૂર બેઠેલા વૈશ્વાનર અને હિંસા નામની પત્નીનો આ દોષ છે, જે વિવેકચક્ષુથી અને મહાત્માઓના વચનથી યોગ્ય જીવો જોઈ શકે છે; કેમ કે મનુષ્યના આકાર જેવા તે વૈશ્વાનર અને હિંસા નથી, પરંતુ નંદિવર્ધનની અંતરંગ પરિણતિ છે. છતાં મહાત્માના સાંનિધ્યથી અંતરંગ પરિણતિ વ્યક્ત થતી નથી તે બતાવવા માટે જ દૂર જઈને બેઠેલ છે એમ કહેલ છે. ત્યારપછી નંદિવર્ધન સાથે હિંસા અને વૈશ્વાનરનો સંબંધ કઈ રીતે થયો તે બતાવતાં કેવલી કહે છે કે અનાદિનો આ વૈશ્વાનરનો અને હિંસાનો સંબંધ છે. આદ્ય ભૂમિકામાં તે વૈશ્વાનર ક્રોધરૂપ હોય છે અને જ્યારે વૃદ્ધિવાળો થાય છે ત્યારે અગ્નિ જેવો અર્થાત્ વૈશ્વાનર થાય છે. અને હિંસા પણ આત્મામાં દુષ્ટ અભિસંધિ અને નિષ્કરુણાથી ઉત્પન્ન થયેલી છે. તેથી અનાદિ કાળથી જીવમાં બીજાને પીડા કરવાની દુષ્ટ
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૮૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અભિસંધિ અને નિષ્કરુણતાનો પરિણામ વર્તે છે. તે ક્યારેક અલ્પ માત્રામાં થાય છે, તો ક્યારેક અતિશય માત્રામાં થાય છે. ત્યારે ક્રૂરતાને કારણે હિંસાની પ્રવૃત્તિઓ વધે છે. અને જ્યારે જીવમાં દુષ્ટ અભિસંધિ અને હિંસાનો પરિણામ થાય છે ત્યારે જીવ હિતાહિતનો વિચાર કરતો નથી. પોતાના અભ્યાસ કરેલા બધા ગુણો પણ ભૂલી જાય છે. માત્ર હિંસા અને વૈશ્વાનરના બળથી સર્વ અકાર્ય કરે છે. વળી, સર્વ અકાર્ય કરનાર નંદિવર્ધનને પૂર્વમાં સર્વત્ર સફળતા પ્રાપ્ત થતી હતી તે હિંસા અને વૈશ્વાનરથી થાય છે તેવો તેનો ભ્રમ હતો. વસ્તુતઃ હાથીના ભવમાં શુભઅધ્યવસાયથી જે પુણ્ય બાંધેલું તે પુણ્ય વર્તમાનના ભવમાં સહચર હતું તેથી સર્વત્ર હિંસા અને ક્રૂરતા કરીને તે માન-ખ્યાતિ પ્રાપ્ત કરતો હતો, વિપર્યાસને કારણે નંદિવર્ધનને તે વૈશ્વાનર અને હિંસાનું જ કાર્ય છે તેવો ભ્રમ થતો હતો. હિંસા અને વૈશ્વાનરને કારણે પાપની વૃદ્ધિ થવાને કારણે તે પુણ્ય નાશ પામે છે ત્યારે તે હિંસા અને વૈશ્વાનરથી તેને સર્વ અનર્થો પ્રાપ્ત થાય છે, છતાં વિપર્યાસને કારણે તે અનર્થો પોતાના ક્રોધથી કે હિંસાથી થયા છે તે નંદિવર્ધનને જણાતું નથી, પરંતુ આ લોકો જ દુષ્ટ છે એમ વિપર્યાસ થાય છે. તેથી મિથ્યાત્વની પ્રચુરતામાં સંસારી જીવની વિપરીત બુદ્ધિ હોય છે. વળી, કેવલી નંદિવર્ધન અસંવ્યવહાર નગરથી નીકળી કર્મપરિણામરાજા, લોકસ્થિતિ અને ભવિતવ્યતાના વશથી ભિન્ન ભિન્ન નગરમાં પ્રવર્તે છે તેમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવો પોતાના બંધાયેલા કર્મના પરિણામને અનુસાર, જે કાર્યકારણ ભાવની વ્યવસ્થા વર્તે છે તે રૂપ લોકસ્થિતિને અનુસાર અને પોતાની ભવિતવ્યતાના પરિણામને અનુસાર, તે તે પ્રકારના પરિણામોને કરીને ચાર ગતિઓમાં ભટકે છે. ત્યારે તેઓનું હિતાનુકૂળ કોઈ વીર્ય પ્રવર્તતું નથી, પરંતુ જે પ્રકારનાં તેનાં કર્મો અને જે પ્રકારની તેની ભવિતવ્યતા હોય છે તે પ્રકારે જ ભાવો કરીને ચાર ગતિમાં ભમે છે. જ્યારે કંઈક કર્મની લઘુતા થાય છે ત્યારપછી જ વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરીને સ્વપરાક્રમથી અને અપ્રમાદથી સ્વહિતને પ્રાપ્ત કરે છે. વળી, જે પ્રકારે કેવલીએ નંદિવર્ધનનો વિસ્તારથી અત્યાર સુધીનો ભવપ્રપંચ કહ્યો તે પ્રકારનો જ પ્રાયઃ સર્વ જીવોનો સમાન વ્યતિકર હોય છે અર્થાત્ પ્રાયઃ સર્વ જીવો આ નંદિવર્ધનની જેમ જ અનંતકાળથી આ ચાર ગતિઓમાં પરિભ્રમણ કરે છે. વળી, જેઓ ભગવાનના વચનરૂપી દીપકથી આ ભવપ્રપંચને યથાર્થ જાણે છે, મનુષ્યભવની દુર્લભતાને જાણે છે, સંસારસાગર તારનાર ભગવાનનો ધર્મ છે અને સમ્યક સેવાયેલો ધર્મ સ્વસંવેદનથી વર્તમાનમાં અક્લેશરૂપ છે અને અસંક્લેશની પરંપરાનું કારણ છે એમ જાણે છે, તેઓ નિરુપમ, આનંદરૂપ પરમપદને દેનારા ધર્મને જાણે છે. છતાં પ્રમાદને વશ બાલિશ જીવોની જેમ આરંભ-સમારંભ આદિમાં પ્રવર્તે છે, તેઓ આ મોક્ષના કારણભૂત એવો આ મનુષ્યભવ નિષ્ફળ પ્રાયઃ કરે છે. જેમ નંદિવર્ધનનો મનુષ્યભવ અનંત દુઃખની પરંપરાનું કારણ બને છે તેમ ધર્મને જાણ્યા પછી પણ પ્રમાદવશ જીવો સંસારની વૃદ્ધિ કરે છે. માટે ભગવાને મનુષ્યભવની અત્યંત દુર્લભતા બતાવી છે; કેમ કે સંસારમાં જીવો રત્નોથી પૂર્ણ રાજમહેલોને અનંત વખત પ્રાપ્ત કરે છે પરંતુ ભગવાનના શાસનના રહસ્યને પ્રાપ્ત કરતા નથી. માટે સંસારની સર્વ ભૌતિક સામગ્રી અનંતી વખત જીવને પ્રાપ્ત થઈ, પરંતુ નિર્વાણ સુખનું કારણ એવો ધર્મ સંસારી જીવોને પ્રાયઃ પ્રાપ્ત થતો નથી. વળી, સંસારનું બધુ ભૌતિક સુખ કાચના ટુકડા જેવું છે અને ભગવાનનો ધર્મ ચિંતામણિરત્ન જેવો છે; કેમ કે સંસારમાં પ્રાપ્ત થયેલ સામગ્રી કાચના ટુકડાની જેમ પરલોકના હિત માટે કોઈ
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઉપયોગી થતી નથી. જ્યારે ચિંતામણિરત્ન જેવો ભગવાનનો ધર્મ વર્તમાનમાં અક્લેશરૂપ સુખપરંપરા પ્રાપ્ત કરાવે છે, પરલોકમાં સંગતિઓ અને અંતે મોક્ષસુખનું કારણ બને છે. માટે સર્વ કલ્યાણના કારણભૂત પારમાર્થિક ધર્મની પ્રાપ્તિ કોઈ ઉપમાથી કહી શકાય તેવી નથી. છતાં મૂઢ જીવો મનુષ્યભવને પામીને કર્મના નાશનું કારણ એવું ભગવાનનું શાસન પામીને પણ કષાયોને વશ ચિંતામણિ જેવા ધર્મનો નાશ કરે છે. વળી, રાજા કેવલીને પૂછે છે કે આ સર્વ વર્ણનથી નંદિવર્ધનને કંઈક પ્રબોધ થયો કે નહીં ? તેથી કેવલી કહે છે તેને કંઈ પ્રબોધ થયો નથી, પરંતુ મહાન ઉદ્વેગ થયો છે; કેમ કે પ્રચુર કર્મકાળમાં પોતાનું આખું ચરિત્ર યથાવતું કેવલીએ કહ્યું છે તે સાંભળીને પણ નંદિવર્ધનને લેશ પણ તત્ત્વને સન્મુખ ભાવ થતો નથી, પરંતુ ઉદ્વેગનું જ કારણ બને છે. પરંતુ યોગ્ય જીવને નિર્ણય થાય છે કે આ મહાત્મા અતિશય જ્ઞાની છે; કેમ કે વર્તમાનમાં મારા ભવનો અત્યાર સુધીનો સર્વ પ્રસંગ સાક્ષાત્ જોયો નથી તોપણ મારા અનુભવ અનુસાર જે કંઈ થયું છે તે સર્વ કહી શકે છે. તે પ્રકારનો બોધ થાય તો પણ કંઈક તત્ત્વને અભિમુખ પરિણામ થાય. પરંતુ રાજપુત્ર હોવાથી નંદિવર્ધન મૂર્ખ પણ નથી, બુદ્ધિમાન પણ છે છતાં વિપર્યાસને કરનાર પ્રચુરકર્મ વિદ્યમાન હોવાથી કેવલીનાં યથાર્થ વચનો પણ તેના માટે ઉદ્ધગનું જ કારણ બને છે. વળી, અરિદમન રાજાના ઉત્તરમાં કેવલી ભગવંત કહે છે કે આ જીવના બે અંતરંગ કુટુંબો છે, એક બહિરંગ કુટુંબ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્મામાં ક્ષમાદિ ભાવો રૂપ જીવનો મૂળ સ્વભાવ અનાદિનો રહેલો છે. ફક્ત કષાયો આપાદક કર્મોને કારણે તે અંતરંગ કુટુંબ વ્યક્ત થતું નથી. બીજું અંતરંગ કુટુંબ ક્રોધાદિ કષાયો, અજ્ઞાન, નોકષાય આદિ રૂપ છે અને તે જીવને મૂળ પ્રકૃતિરૂપ નથી, પરંતુ તથા પ્રકારના કર્મના ઉદયથી થયેલા જીવના કાષાયિક ભાવો સ્વરૂપ છે. વળી આ બીજું કુટુંબ જીવનું એકાંત અનર્થકારી છે છતાં અજ્ઞાનને વશ જીવને તે કુટુંબ અનર્થકારી જણાતું નથી અને બીજું કુટુંબ વિદ્યમાન હોવા છતાં સામગ્રીને પામીને તે તે ભવના તે તે નિમિત્તોને પામીને સંયોગાનુસાર અભિવ્યક્ત થાય છે અને વૃદ્ધિને પામે છે. અનાદિ કાળથી એકેન્દ્રિય આદિ સર્વ ભવોમાં નિમિત્ત અનુસાર બીજા કુટુંબના તે તે ભાવો વ્યક્ત વર્તે છે અને કેટલાક ભાવો સામગ્રીના અભાવથી વ્યક્ત થતા નથી તોપણ તેનો નાશ થાય તે પ્રકારે જીવ યત્ન ન કરે ત્યાં સુધી તે બીજા કુટુંબમાંથી કોઈક ને કોઈક ભાવો જીવમાં વર્તે છે તેથી જીવ સંસારમાં સર્વ કદર્થના પ્રાપ્ત કરે છે. આથી જ એકેન્દ્રિયમાં વ્યક્ત ક્રોધાદિ કષાય નહીં હોવા છતાં ગાઢ અજ્ઞાન અને તીવ્ર મોહ વ્યક્ત વર્તે છે. તે રીતે નંદિવર્ધનના ભવમાં ક્રોધ અત્યંત વ્યક્ત વર્તતો હતો. પ્રસંગે પ્રસંગે માન, માયા, લોભાદિ કષાયો પણ વ્યક્ત થતા હતા. તેમ સર્વ સંસારી જીવોને બીજું કુટુંબ સંસારના પરિભ્રમણકાળમાં સ્પષ્ટ રીતે પ્રવર્તક હોય છે. અને પ્રથમ કુટુંબ પ્રાયઃ નષ્ટપ્રાયઃ હોય છે, ક્વચિત્ કંઈક નિમિત્તને પામીને પ્રથમ કુટુંબ અલ્પ માત્રામાં વ્યક્ત થાય છે તોપણ જ્યાં સુધી ભગવાનના વચનને અભિમુખ પરિણામ થતો નથી ત્યાં સુધી ક્ષમાદિ ભાવો રૂપ પ્રથમ કુટુંબ બીજા કુટુંબનો ક્ષય કરવા માટે પ્રવર્તે તેવું વ્યક્ત પ્રગટ થતું નથી. આથી જ નંદિવર્ધનને હાથીના ભાવમાં પોતાની અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે જે પશ્ચાત્તાપ થયો તે આર્જવનો પરિણામ હોવા છતાં ગાઢ વિપર્યા હોવાથી નંદિવર્ધનના ભવમાં ભગવાનના વચનને પ્રાપ્ત કરી શકે તેવો પ્રથમ કુટુંબનો ગુણ નંદિવર્ધનને પ્રાપ્ત થયો નહીં. તેથી હાથીના ભવમાં કરાયેલા કંઈક આર્જવના પરિણામથી પુણ્ય
Page #510
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૮૯ બાંધીને પણ રાજકુળમાં જન્મીને મનુષ્યભવને નિષ્ફળ કરે છે અને બીજા કુટુંબને પોષે છે, જેનાથી દુર્ગતિઓની પરંપરા થાય છે. વળી, જેઓનું બીજું કુટુંબ કંઈક પ્લાન થયું છે, કંઈક અજ્ઞાન અલ્પ થયું છે તેઓ ઉપદેશ આદિની સામગ્રીને પામીને બીજા કુટુંબના ક્ષય માટે સ્વભૂમિકાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. જેમ કનકશેખર રાજપુત્ર છે નંદિવર્ધનની જેમ જ ઉત્તમ મનુષ્યભવને પામેલ છે છતાં બીજા કુટુંબનાં નિષ્પાદક કર્મો કંઈક મંદ થયાં છે તેથી મહાત્માને પ્રાપ્ત કરીને શ્રાવક થાય છે અને સ્વભૂમિકાનુસાર શ્રાવકધર્મને સેવીને બીજા કુટુંબના નાશને અનુકૂળ શક્તિ સંચિત કરે છે, કંઈક કંઈક અંશથી પ્રથમ કુટુંબને પોષે છે. આ રીતે અન્ય પણ જીવો ભગવાનના વચનને પામીને શક્તિ અનુસાર બીજા કુટુંબને યથાર્થ જાણીને તેને નાશ કરવા યત્ન કરે છે. પ્રથમ કુટુંબના યથાર્થ ગુણો જાણીને તેની વૃદ્ધિ કરવા યત્ન કરે છે. તેઓ મનીષીની જેમ સર્વવિરતિની શક્તિનો સંચય થાય ત્યારે ત્રીજા બાહ્ય કુટુંબનો ત્યાગ કરીને, જિનવચનનું દઢ અવલંબન લઈને તે રીતે બીજા કુટુંબના નાશ માટે યત્ન કરે છે, અને પ્રથમ કુટુંબને પ્રગટ કરવા અને અતિશય કરવા યત્ન કરે છે, જેથી વીર્યનો પ્રકર્ષ થાય તો મનીષીની જેમ બીજા કુટુંબનો નાશ કરીને ક્ષાયિકભાવવાળા ક્ષમાદિ ભાવોને પ્રાપ્ત કરીને પૂર્ણ સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. જેઓ તેવી શક્તિના સંચયવાળા નથી છતાં જિનવચનના બળથી પ્રથમ કુટુંબના ગુણોને જાણે છે તેઓ વિચારે છે કે ક્ષમાદિ ભાવોથી પુષ્ટ થયેલું આ પ્રથમ કુટુંબ મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પણ કષાયોના સંતાપને અલ્પ અલ્પતર કરીને વર્તમાનમાં સુખ ઉત્પન્ન કરે છે, પુણ્યાનુબંધી પુણ્યના સંચય દ્વારા ઉત્તમ જન્મોની પ્રાપ્તિ કરાવે છે, સર્વ પ્રકારનાં શ્રેષ્ઠ સાંસારિક સુખોની પ્રાપ્તિ કરાવીને પણ વિવેકની જ વૃદ્ધિ કરાવે છે. આથી જ તેવા જીવો ચક્રવર્તી આદિ થઈને પણ શક્તિ સંચિત થાય ત્યારે સર્વવિરતિને ગ્રહણ કરીને સર્વથા બીજા કુટુંબના નાશ માટે યત્ન કરી શકે છે. તેથી તેવા જીવો મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પણ જિનવચનાનુસાર પ્રથમ કુટુંબને પોષીને અને બીજા કુટુંબને હીન હીનતર શક્તિવાળા કરીને સદ્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે અને અંતે મહાબલવાળા બને છે ત્યારે મનીષીની જેમ ક્ષાયિક ભાવના ક્ષમાદિ ભાવને પ્રાપ્ત કરીને મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. વળી, સંસારી જીવોમાં પ્રથમનાં બે કુટુંબો અંતરંગ રીતે સદા વર્તે છે, ત્રીજું બાહ્ય કુટુંબ દરેક ભવમાં ભિન્ન ભિન્ન મળે છે અને ભવના અંતે તે કુટુંબનો સંબંધ પૂર્ણ થાય છે. નવા ભવમાં નવા બાહ્ય કુટુંબનો સંબંધ થાય છે અને સંસારપરિભ્રમણકાળમાં જિનવચનની પ્રાપ્તિ પૂર્વે પ્રથમ કુટુંબ પ્રાયઃ અવ્યક્ત દશામાં હોય છે, ક્યારેક અલ્પ માત્રામાં વ્યક્ત થાય છે તેનાથી જ જીવો નિગોદ આદિમાંથી નીકળીને મનુષ્ય આદિ ભવોને પ્રાપ્ત કરે છે, તોપણ બળવાન એવું બીજું કુટુંબ પ્રથમ કુટુંબને વ્યક્ત થવા દેતું નથી. જ્યારે વિવેક પ્રગટે છે ત્યારે પ્રથમ કુટુંબ વ્યક્ત વ્યક્તર થાય છે, અને બીજું કુટુંબ ક્ષીણ ક્ષીણતર થાય છે. આથી જ વિવેકી સાધુઓ બીજા કુટુંબનો અત્યંત નાશ કરવા અર્થે ત્રીજા બાહ્ય કુટુંબનો ત્યાગ કરે છે અને અપ્રમાદથી પ્રથમ કુટુંબની વૃદ્ધિ કરે છે, જેનાથી બીજું કુટુંબ અત્યંત ક્ષીણ ક્ષીણતર થઈને નાશ પામે છે. વળી, બીજા કુટુંબનો નાશ કરવા અર્થે સુસાધુઓ કેવું કઠોર કર્મ આચરે છે તે બતાવતાં કહે છે, મહામોહરૂપ પિતામહનો સાધુઓ સતત ઘાત કરે છે. તેથી તે ફલિત થાય કે ભગવાનનાં વચનોના પરમાર્થને યથાર્થ સ્પર્શે તે રીતે સક્શાસ્ત્રોનું અધ્યયન કરીને અને ગુરુ આદિ પાસેથી તેના પરમાર્થને પ્રાપ્ત
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૯૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કરીને આત્મામાં જે અજ્ઞાન વર્તે છે તેનો સુસાધુ નાશ કરે છે. આ અજ્ઞાન જ અન્ય સર્વ કષાયોનું મૂળ બીજ છે; કેમ કે જીવ માત્ર સુખના અર્થી હોવા છતાં અજ્ઞાનને વશ જ આત્માના પારમાર્થિક સુખને જોઈ શકતા નથી, જાણી શકતા નથી અને તુચ્છ વિકારી સુખને સુખ માનીને સર્વ યત્ન કરે છે, જેનાથી રાગ-દ્વેષ આદિ સર્વ ભાવોનો પ્રવાહ ચાલે છે. તેથી વિવેકી સાધુઓ સતત શાસ્ત્રોનું શ્રવણ, મનન અને ભાવન કરીને અજ્ઞાનનો અત્યંત નાશ કરે છે. વળી, અજ્ઞાન નાશ પામે તોપણ રાગ-દ્વેષ એ અનાદિકાળથી સ્થિર થયેલા છે તેથી સાધુ સંસારના વાસ્તવિક સ્વરૂપને પુનઃ પુનઃ ભાવન કરીને વૈરાગ્ય દ્વારા દેહાદિ પ્રત્યેના રાગને ક્ષણ કરે છે, મૈત્રીભાવના દ્વારા વેષને ક્ષીણ કરે છે જેથી સમભાવનો પરિણામ સ્થિર સ્થિરતર થાય છે. વળી, સુસાધુઓ ક્ષમા, માર્દવ, આર્જવ અને અસંગતા આદિ ભાવોમાં તે રીતે યત્ન કરે છે કે જેથી તેઓનો મનોવ્યાપાર ક્ષમાદિ ભાવોને છોડીને નિમિત્તોને પામીને અશુભ ભાવોને કરવાની અનાદિની સ્થિર પ્રવૃત્તિ છે તે ક્ષીણ ક્ષીણતર થાય છે.
આ રીતે ત્રણ કુટુંબોનું સ્વરૂપ કેવલીએ અરિદમન રાજાને બતાવ્યું અને કહ્યું કે શક્તિનું સમાલોચન કરીને બીજા કુટુંબનો સંહાર કરવા માટે શક્તિ હોય તો ત્રીજા કુટુંબનો ત્યાગ કરવો જોઈએ. સાધુની જેમ સંયમ ગ્રહણ કરવું જોઈએ અને જેઓની બીજા કુટુંબના સંહારની શક્તિ નથી અને કોઈક રીતે ત્રીજા કુટુંબનો ત્યાગ કરે છે અને સંયમ ગ્રહણ કર્યા પછી પણ પ્રથમ કુટુંબનું પોષણ કરતાં નથી. તેઓનું સંયમજીવન વિડંબના માત્ર છે, જેઓને બીજા કુટુંબના નાશની શક્તિનો સંચય થયો છે તેઓએ વિલંબન વગર સંયમ ગ્રહણ કરીને સાધુની જેમ નિર્ગુણ કર્મ સેવવું જોઈએ જેથી મહામોહ આદિ સર્વનો ક્રમસર ક્ષય થાય. આ સર્વ સાંભળીને અરિદમન રાજા સંયમ ગ્રહણ કરવા તત્પર થાય છે. મંત્રીને કહે છે કે સંયમને ગ્રહણ કરવા માટે ઉચિત પ્રવૃત્તિઓ કરો કે જેથી હું સંયમ ગ્રહણ કરું અને મનુષ્યભવ સફળ કરું, ત્યારે વિમલમતિ મંત્રી કંઈક અન્ય કહે છે કે આ અંતઃપુર, આ સામંતો, આ અન્ય રાજલોકો એ બધાને પણ આ કાલને ઉચિત એવું સંયમ ગ્રહણ કરવું તમારી જેમ જ કર્તવ્ય છે. તે સાંભળીને ત્યાં બેઠેલા કેટલાક જીવોને વિચાર આવે છે કે આ રાજા અને મંત્રી બળાત્કારે દીક્ષા આપશે તેથી ભયથી કાંપવા લાગ્યા. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુના જીવનને સાંભળીને તેવું સંયમ પાળવું પોતાના માટે શક્ય નથી તેથી સંયમના ગ્રહણથી તેઓ ભયભીત થાય છે, કેમ કે તે પ્રકારનાં પ્રચુર કર્મોને કારણે કેવલીના ઉપદેશથી પણ તેઓને સંયમને અનુકૂળ બળસંચય થયો નહીં. વળી, કેટલાક કાયર પુરુષો પ્રષવાળા થયા અર્થાત્ આ અમને સંયમ અપાવીને દુઃખી કરશે એ પ્રકારે મંત્રી પ્રત્યે પ્રષવાળા થયા. વળી, કેટલાક ભારે કર્મોવાળા જીવો આ અમને સંયમ અપાવશે તે સાંભળીને ઊભા થઈને ચાલતા થયા; કેમ કે સંયમ પ્રત્યે અને તે સર્વ કેવલીના ઉપદેશ પ્રત્યે તેઓને લેશ પણ રુચિ થઈ નહીં. તેથી સંયમના ગ્રહણથી મુક્ત થવા અર્થે ઊભા થઈને ચાલતા થયા. વિષયોની ગૃદ્ધિવાળા જીવો સંયમજીવનમાં અમને ત્યાગ કરવો પડશે તેથી નીચ જીવો વિહ્વળ થયા. વળી, કુટુંબ આદિ સાથે અતિરાગવાળા જીવો સંયમજીવનમાં કુટુંબનો ત્યાગ કરવો પડશે તેથી પ્રસ્વેદવાળા થયા. વળી, લઘુકર્મવાળા અને ધીર ચિત્તવાળા જીવોને તે મંત્રીનું વચન અતિ પ્રિય જણાયું તેથી વિચારે છે કે આપણે પણ સંયમ ગ્રહણ કરવું જોઈએ, તેથી જેઓ બુદ્ધિમાન છે, કર્મ લઘુ થયાં છે તેના કારણે સાધુની ચેષ્ટાના
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૧
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પરમાર્થને જાણ્યા પછી દુષ્કર પણ આ કાર્ય અવશ્ય અમે કરશું તેવા વૈર્યવાળા છે તેઓ સંયમ ગ્રહણ કરવા તત્પર થયા. ત્યારપછી તે સર્વ સંયમમાં તત્પર થયેલા જીવોને આશ્રયીને દીક્ષા મહોત્સવ રાજા કરાવે છે અને યોગ્ય જીવોની યોગ્યતાને જાણીને કેવલી પ્રવચનયુક્ત વિધિથી તેઓને પ્રવજ્યા આપે છે. ત્યારપછી ભવ પ્રત્યે નિર્વેદ થાય અને મોક્ષનો અભિલાષ અત્યંત વૃદ્ધિ પામે તેવી ધર્મદેશના સર્વ સાધુઓને આપે છે. જેથી મહાધીરતા પૂર્વક સંયમ પાળીને પોતાની યોગ્યતા અનુસાર મનુષ્યજન્મને તેઓ સફળ કરી શકે.
नन्दिवर्धनधराधरयोयुद्धं मृतिश्च मम पुनरगृहीतसङ्केते! तदमृतकल्पमपि न परिणतं तदा भागवतं वचनं, निकटीभूतौ हिंसावैश्वानरौ, कृतः पुनस्ताभ्यां मम शरीरेऽनुप्रवेशः, मोचितश्चाहं बन्धनात्सर्वजन्तूनां बन्धनमोचनार्थं नियुक्त राजपुरुषैः, चिन्तितं च मया-विगोपितोऽहमनेन लोकमध्ये श्रमणेन, ततो धमधमायमानश्चेतसा किमत्र स्थितेनेति मन्यमानः प्रवृत्तो विजयपुराभिमुखं गन्तुं, लयितः कियानपि मार्गः ।
નંદિવર્ધન અને ધરાધરનું યુદ્ધ તથા (ધરાધરનું) મરણ વળી, તે અગૃહીતસંકેતા ! મને=નંદિવર્ધનને, તે અમૃતકલ્પ પણ ભાગવતવચન=કેવલીનું વચન, ત્યારે દેશના સાંભળી ત્યારે, પરિણત ન થયું. હિંસા-વૈશ્વાનર નિકટ થયાં. વળી, તેઓ દ્વારા હિંસા અને વૈશ્વાનર દ્વારા, મારા શરીરમાં પ્રવેશ કરાયો. અને સર્વ જંતુઓના બંધનના મોચતાર્થને નિયુક્ત રાજપુરુષો વડે હું બંધનથી મુક્ત કરાયો. અને મારા વડે વિચારાયું – આ સાધુ દ્વારા-કેવલી દ્વારા, લોકમાં હું વિગોપિત કરાયો. તેથી=વશ્વાનરના બળથી તે પ્રમાણે ચિંતવન કરાયું તેથી, ધમધમાયમાન ચિત્ત વડે અહીં રહેવાથી શું ? એ પ્રમાણે માનતો વિજયપુર અભિમુખ જવા માટે પ્રવૃત્ત થયો. કેટલોક પણ માર્ગ પસાર કરાયો વિજયપુર અભિમુખ કેટલોક પણ માર્ગ પસાર કરાયો.
इतश्च तत एव विजयपुरात् शिखरिनृपतेः सूनुर्मत्कल्प एव हिंसावैश्वानरदोषेण निर्वासितः स्वविषयाज्जनकेन दृष्टो मयाऽरण्ये प्रतिपथिको धराधरो नाम तरुणः, पृष्टो मया विजयपुरमार्ग, ततः पर्याकुलतया चित्तस्य न श्रुतं तेन मद्वचनम् । मया चिन्तितं-परिभवबुद्ध्या मामेष न गणयति, ततः समुल्लसितौ मे हिंसावैश्वानरौ, गृहीता तत्कटीतटादसिपुत्रिका, ततस्तेनापि विस्फुरितहिंसावैश्वानरेणैव समाकृष्टं मण्डलाऽग्रं, दत्तौ समकमेव द्वाभ्यामपि प्रहारी, दारिते शरीरे । अत्राऽन्तरे मम तस्य च जीर्णा सा एकभववेद्या गुटिका, ततो वितीर्णे अपरे गुटिके द्वयोरपि भवितव्यतया ।
અને આ બાજુ તે જ વિજયપુરથી શિખરી નામના રાજાનો પુત્ર મારા જેવો જ હિંસા અને વિશ્વાનરના દોષથી સ્વવિષયથી=પોતાના નગરથી પિતા વડે દૂર કરાયો તે રાજાએ પોતાના પુત્રને પોતાના નગરથી દેશનિકાલ કર્યો. મારા વડે અરણ્યમાં ધરાધર નામનો તરુણ મુસાફર જોવાયો. મારા વડે વિજયપુર માર્ગ પુછાયો. તેથી ચિત્તના પર્યાકુલપણાને કારણે તેના વડે મારું વચન સંભળાયું
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
નહીં. મારા વડે વિચારાયું – પરાભવની બુદ્ધિથી મને આ=ધરાધર નામનો તરુણ, ગણકારતો નથી. તેથી મારાં=નંદિવર્ધનનાં, હિંસા-વૈશ્વાનર ઉલ્લસિત થયાં. તેના કટીતટથી=ધરાધર નામના રાજપુત્રના કટીતટથી, તલવાર મારા વડે ગ્રહણ કરાઈ. તેથી=મારા વડે તેના કેડ ઉપરથી તલવાર ગ્રહણ કરાઈ તેથી, વિસ્ફુરિત હિંસા-વૈશ્વાનરવાળા તેના વડે પણ મંડલાગ્ર ખેંચાયો. સાથે જ બંને દ્વારા પ્રહારો અપાયા. બંનેનાં શરીરો કપાયાં. એટલામાં મારી અને તેની=ધરાધર નામના રાજપુત્રની, તે એકભવવેદ્ય ગુટિકા જીર્ણ થઈ. તેથી=એકભવવેદ્ય ગુટિકા નાશ થઈ તેથી, ભવિતવ્યતા વડે બંનેને પણ=ધરાધર રાજપુત્રને અને નંદિવર્ધનને પણ, બીજી ગુટિકા અપાઈ=બીજા ભવ યોગ્ય આયુષ્ય બંધાયું. षष्ठनरके गमनं पीडावर्णनं च
इतश्चास्ति पापिष्ठनिवासा नाम नगरी । तस्यामुपर्युपरि सप्त पाटका भवन्ति । तेषु च पापिष्ठाभिधाना एव कुलपुत्रका वसन्ति । ततः षष्ठे तमः प्रभाभिधाने पाटके नीतौ द्वावपि गुटिकाप्रभावेण भवितव्यतया, स्थापितौ तादृशकुलपुत्रकरूपतया प्रवृद्धः सोऽधिकतरमावयोर्वैराऽ ISनुबन्धः स्थितौ परस्परघातमनेकयातनाभिर्विदधानो द्वाविंशतिं सागरोपमाणि, अवगाहितोऽनन्तमहादुःखसागरः । ततस्तस्याः पर्यन्ते गुटिकादानद्वारेणैवाऽऽनीतौ पञ्चाक्षनिवासनगरे द्वावपि भवितव्यतया, विहितौ गर्भजसर्परूपौ, प्रादुर्भूतः पूर्वाऽऽवेधेन परस्परं पुनः क्रोधाऽऽबन्धः, युध्यमानयोः संपन्नं गुटिकाजर, पुनः प्रापितो तेनैव प्रयोगेण तस्यामेव पापिष्ठनिवासायां नगर्यां धूमप्रभाभिधाने पञ्चमे पाट भवितव्यतया । तत्रापि परस्परं निर्दलयतोर्गतानि सप्तदश सागरोपमाणि, अनुभूतान्यतितीव्रदुःखानि । ततः पुनरानीय पञ्चाक्षनिवासनगरे विहितौ द्वावपि सिंहरूपौ तत्राऽपि तदवस्थितो वैराऽनुबन्धः । ततश्चाऽन्योऽन्यं प्रहरतोरपनीय तद्रूपं विहितं तस्यामेव पुर्यां पङ्कप्रभाख्ये चतुर्थपाटके पापिष्ठरूपं भवितव्यतया, तद्गतयोः पुनरप्यावयोरनुवर्तते स्माऽसौ रोषोत्कर्षः, लङ्घितानि तत्रापीतरेतरं निघ्नतोर्दश सागरोपमाणि, सोढानि वाग्गोचराऽतीतानि दुःखानि । ततः पुनरानीय जनितौ द्वावपि श्येनरूपी, संलग्नं समुल्लसितवैश्वानरयोरायोधनं, ततश्च्यावयित्वा तद्रूपं पुनर्नीतौ तस्यामेव पुरि वालुकाप्रभानानि तृतीयपाटके गुटिकाप्रयुक्तिवशेनैव भवितव्यतया, तत्रापि परस्परं शरीरचूर्णनं कुर्वतोः क्षेत्राऽनुभावजनितानि परमाधार्मिकाऽसुरोदीरितानि चाऽनन्तदुःखानि सततमनुभवतोरतिक्रान्तानि सप्त सागरोपमाणि, तदन्ते पुनरानीतौ पञ्चाक्षनिवासनगरे दर्शितौ च नकुलरूपौ भवितव्यतया, न त्रुटितस्तत्रापि परस्परं मत्सरप्रकर्षः, प्रहरतोश्चान्योऽन्यं विदीर्णे द्वयोरपि शरीरे, जीर्णे प्राचीनगुटिके, वितीर्णे पुनरपरे, नीतौ पुनस्तस्यामेव नगर्यां शर्कराप्रभाभिधाने द्वितीयपाटके । ततो विहितबीभत्सरूपयोरन्योऽन्यं पिंषतोः परमाधार्मिककदर्थनां क्षेत्रजनितसन्तापं च वेदयतोरतीतानि तत्रापि त्रीणि सागरोपमाणि, एवं च पापिष्ठनिवासनगर्याः पञ्चाक्षनिवासनगरे, ततोऽपि पुनस्तस्य गत्यागमनं कुर्वता तेन धराधरेण
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૯૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ सार्धं वैरं खेटयता भद्रे! अगृहीतसङ्केते! विडम्बितानि मया भवितव्यताप्रेरितेन भूयांसि रूपाणि । ततः पुनः कुतूहलवशेनैव तया निजभार्यया जीर्णायां जीर्णायां तस्यामेकभववेद्याऽभिधानायां कर्मपरिणाममहाराजसमर्पितायां गुटिकायां भूयो भूयोऽपरापरां गुटिकां योजयन्त्या तदसंव्यवहारनगरं विहायाऽपरेषु प्रायेण सर्वस्थानेषु तिलपीडकन्यायेन भ्रमितोऽहमनन्तकालमिति ।
નંદિવર્ધનનું છઠી નરકમાં ગમન અને પીડાનું વર્ણન અને આ બાજુ પાપિચ્છનિવાસ નામની નગરી છે તેના ઉપર સાત પાડાઓ છે. અને તેઓમાં પાપિષ્ઠ નામવાળા જ કુલપુત્રો વસે છે. તેથીeભવ્યતવ્યતાએ અમને બંનેને અન્ય ભવ વેદ્ય ગુટિકા આપી તેથી તમઃ પ્રભા નામના છઠા પાડામાં=છઠી તરકમાં, ગુટિકાના પ્રભાવથી ભવિતવ્યતા વડે અમને બંનેને લઈ જવાયા. તેવા કુલપુત્રકરૂપપણાથી અમે બંને સ્થાપિત કરાયા. તે વૈરાનુબંધ અમારા બેનો અધિકતર પ્રવર્ધમાન થયો. અનેક યાતનાઓ વડે પરસ્પર વાત કરતા અમે બંને=નંદિવર્ધન અને ધરાધર નામનો રાજપુત્ર અમે બંને, બાવીશ સાગરોપમ રહ્યા. અનંતો મહા દુઃખનો સાગર અવગાહત કરાયો છઠ્ઠી તારકમાં અનંતાં દુઃખોનો સમૂહ અનુભવ કરાયો. ત્યારપછી તેના પર્વતમાંaછઠ્ઠી તારકના આયુષ્યના પર્વતમાં, ગુટિકાદાન દ્વારા અમે બંને પણ ભવિતવ્યતા વડે પંચેન્દ્રિય નામના નગરમાં લવાયા અને ગર્ભજસર્પ રૂપે કરાયા=ભવિતવ્યતા વડે કરાયા. પૂર્વના આવેગથી પરસ્પર ફરી ક્રોધનો બંધ પ્રાદુર્ભત થયો. યુદ્ધ કરતાં અમારા બંનેનું ગુટિકારૂપ આયુષ્ય નાશ થયું. ફરી તે જ પ્રયોગથી તે જ પાધિષ્ઠનિવાસ નામની નગરીમાં ધૂમપ્રભા નામના પાંચમા પાડામાં પાંચમી નરકમાં, ભવિતવ્યતા વડે પ્રાપ્ત કરાયા. ત્યાં પણ પરસ્પર નિર્ધલન કરતા એવા અમારા બેના સત્તર સાગરોપમ પસાર થયા. અતિ તીવ્ર દુખો અનુભવ કરાયાં. ત્યારપછી ફરી પંચાક્ષનિવાસ નગરમાં અમે બંને સિંહરૂપે કરાયા. ત્યાં પણ=સિંહના ભાવમાં પણ, વૈરનો અનુબંધ અવસ્થિત રહ્યો=અમારા બેની વરની પરંપરા અવસ્થિત રહી. તેથી=વૈરનો અનુબંધ હોવાથી, અન્યોન્ય પ્રહાર કરતાં તે રૂપનેત્રસિંહરૂપને, નાશ કરીને, તે જ નગરીમાં પંકપ્રભા નામના ચતુર્થ પાડામાં ભવિતવ્યતા વડે પાપિષ્ઠ રૂપ કરાયું. તેમાં રહેલા ચોથી નરકમાં રહેલા એવા અમારા બંનેનો ફરી પણ આ રોષનો ઉત્કર્ષ અનુવર્તતો હતો. ત્યાં પણ પરસ્પર હણતા એવા અમારા બંનેના દશ સાગરોપમ પસાર કરાયા. વાણીના વિષયથી અતીત દુઃખો સહન કરાયાં. ફરી બંને પણ શ્વેત પક્ષી રૂપે ઉત્પન્ન કરાયા. ઉલ્લસિત વૈશ્વાનરવાળા અમારા બંનેનું યુદ્ધ થયું. ત્યાંથી ચ્યવીને ફરી તે જ નગરીમાંતરકાવાસમાં, જ વાલુકાપ્રભા નામના ત્રીજા પાટકમાં ગુટિકાના પ્રયોગના વશથી ભવિતવ્યતા વડે અમે બંને લઈ જવાયા. ત્યાં પણ પરસ્પર શરીરના ચૂર્ણને કરતાં-એકબીજાના શરીરના ચૂર્ણને કરતાં, ક્ષેત્રના અનુભાવથી જનિત પરમાધામી દેવોથી કરાયેલાં અનંત દુઃખોને સતત અનુભવતા અમારા બંને વડે સાત સાગરોપમ અતિક્રાંત કરાયા. તેના અંતમાં તરકના આયુષ્યના અંતમાં, ફરી પંચાક્ષનિવાસ નામના નગરમાં લવાયેલા અમને બંનેને ભવિતવ્યતા વડે નોળિયાનાં રૂપો બતાવાયાં. ત્યાં પણ પરસ્પર દ્વેષનો પ્રકર્ષ નષ્ટ થયો નહીં.
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અન્ય અન્ય પ્રહાર કરતા એવા અમારા બંનેના પણ શરીરો વિદીર્ણ થયાં=નાશ પામ્યાં. પ્રાચીન ગુટિકા જીર્ણ થયે છતે=પૂર્વભવનું આયુષ્ય નાશ થયે છતે, ફરી બીજી ગુટિકા વિસ્તીર્ણ કરાઈ=ભવિતવ્યતા વડે બીજા ભવનું આયુષ્ય બંધાવ્યું. વળી, તે જ નગરીમાં=પાપિષ્ઠ નગરીમાં શર્કરાપ્રભા નામના બીજા પાડામાં અમે બંને લઈ જવાયા. ત્યારપછી કરાયેલા બીભત્સ સ્વરૂપવાળા અમે બંનેને અન્યોન્ય પીસતા ૫૨માધાર્મિકની કદર્થનાને, ક્ષેત્રજનિત સંતાપને વેદન કરતાં ત્યાં ત્રણ સાગરોપમ પસાર કરાયા. આ રીતે પાપિષ્ઠનિવાસ નગરથી પંચાક્ષનિવાસ નગરમાં, ત્યાંથી પણ વળી તે ગતિમાં=નરકગતિમાં, આગમન કરતાં તેના વડે=નંદિવર્ધન વડે, ધરાધરની સાથે વૈરને ખેડતા=વધારતા, હે ભદ્ર ! અગૃહીતસંકેતા મારા વડે ભવિતવ્યતાથી પ્રેરિત ઘણાં રૂપો વિડંબિત કરાયાં. તેથી વળી કુતૂહલવશથી તે પોતાની ભાર્યા વડે એકભવવેદ્ય નામવાળી કર્મપરિણામ મહારાજાથી સમર્પિત કરાયેલી ગુટિકા જીર્ણ થયે છતે ફરી પણ બીજી બીજી ગુટિકાને યોજન કરતી તે અસંવ્યવહાર નગરને છોડીને અપર અપર પ્રાયઃ સર્વસ્થાનોમાં તિલપીડક ન્યાયથી-તલને પીલનાર બળદના ન્યાયથી, હું અનંતકાળ ભમ્યો.
एवं वदति संसारिजीवे प्रज्ञाविशालया चिन्तितं - अहो रौद्ररूपोऽसौ क्रोधः, दारुणतरा हिंसा, तथाहि तद्वशवर्तिनाऽनेन संसारिजीवेन घोरं संसारसागरं कथञ्चिदतिलङ्घ्य प्राप्तेऽपि मनुष्यभवे विहितं तत्तादृशमतिरौद्रं कर्म, न प्रतिपन्नं भागवतं वचनं, हारिता मनुष्यरूपता, निर्वर्तिता वैरपरम्परा, उपार्जिता संसारसागरेऽनन्तरूपा विडम्बना, स्वीकृतो महादुःखसन्तानः । तदिदमनुभवाऽऽगमसिद्धमनुभवन्तोऽप्येते मनुष्यभावाऽऽपन्नाः प्राणिनो न लक्षयन्तीवानयोः स्वरूपं, आत्मवैरिण इव समाचरन्ति तमेव क्रोधं, तामेव हिंसां सततमनुवर्तन्ते, तदेतेऽपि वराका लप्स्यन्ते नूनमेवंविधामनर्थपरम्परामित्येषा चिन्ता ममाऽन्तःकरणमाकुलयति ।
તે
આ રીતે સંસારી જીવે કહ્યુ છતે પ્રજ્ઞાવિશાલા વડે વિચારાયું અહો રૌદ્રરૂપ આ ક્રોધ છે, દારુણતર હિંસા છે. તે આ પ્રમાણે – તેના વશવર્તી એવા આ સંસારી જીવ વડે ઘોર સંસારસાગર કોઈક રીતે અતિલંઘન કરીને પ્રાપ્ત પણ મનુષ્યભવ હોતે છતે=નંદિવર્ધનનો ભવ પ્રાપ્ત હોતે છતે, પણ તે તેવું અતિ રૌદ્ર કર્મ કરાયું. ભગવાનનું વચન સ્વીકારાયું નહીં. મનુષ્યરૂપતા નિષ્ફળ કરાઈ, વૈરની પરંપરા નિષ્પાદન કરાઈ, સંસારસાગરમાં અનંતરૂપ વિડંબના ઉપાર્જન કરતાં મહાદુ:ખનો સંતાન સ્વીકાર કરાયો. તે આ અનુભવ આગમસિદ્ધ અનુભવતા પણ મનુષ્યભવને પામેલા પ્રાણીઓ આ બેનું સ્વરૂપ જાણતા નથી=હિંસા અને ક્રોધનું સ્વરૂપ જાણતા નથી. આત્મવેરીની જેમ તે જ ક્રોધને આચરે છે. તે જ હિંસાને સતત અનુસરે છે. તે આ પણ રાંકડાઓ ખરેખર આવા પ્રકારની
અનર્થપરંપરાને=નંદિવર્ધને જે પ્રકારે અનર્થપરંપરાને પ્રાપ્ત કરી એવા પ્રકારની અનર્થપરંપરાને પામશે. આ પ્રકારની ચિંતા મારા અંતઃકરણને આકુલ કરે છે.
-
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૫
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
पुण्योदयेन सिद्धार्थपुरे मानवजन्मप्राप्तिः संसारिजीवः प्राह-ततः पुनरन्यदाऽहमगृहीतसङ्केते! नीतः श्वेतपुरे भवितव्यतया विहितश्चाभीररूपः, तद्रूपतया वर्तमानस्य मे तिरोभूतोऽसौ वैश्वानरः, जातो मनागहं शान्तरूपः, प्रवृत्ता मे यदृच्छया दानबुद्धिः, न चाऽभ्यस्तं किञ्चिद्विशिष्टं शीलं, न चाऽनुष्ठितः कश्चित्संयमविशेषः, केवलं कथञ्चिद् घर्षणघूर्णनन्यायेन संपन्नोऽहं तदा मध्यमगुणः । ततस्तथाभूतं मामुपलभ्य जाता मयि प्रसन्नहृदया भवितव्यता, ततश्चाऽऽविर्भावितोऽनया पुनरपि सहचरो मे पुण्योदयः । ततोऽभिहितमनया-आर्यपुत्र! गन्तव्यं भवता सिद्धार्थपुरे, स्थातव्यं तत्र यथासुखासिकया, अयं च तवाऽनुचरः पुण्योदयो भविष्यति । मयाऽभिहितं-यदाज्ञापयति देवी । ततो जीर्णायां प्राचीनगुटिकायां दत्ता पुनरेकभववेद्या सा ममाऽपरा गुटिका भवितव्यतयेति ।
નંદિવર્ધનને પુણ્યોદયથી સિદ્ધાર્થપુરમાં માનવ જન્મની પ્રાપ્તિ સંસારી જીવ કહે છે – ત્યારપછી=તિલપીડક ન્યાયથી હું અનંતકાળ સર્વસ્થાનોમાં ભમાવાયો ત્યારપછી, તે અગૃહીતસંકેતા ! ફરી હું અત્યદા શ્વેતપુર નગરમાં ભવિતવ્યતા વડે લઈ જવાયો. આભીરરૂપ કરાયું. તે રૂ૫૫ણાથી-આભીરરૂપપણાથી, વર્તતા એવા મારો આ વૈશ્વાનર તિરોભૂત થયો=નંદિવર્ધનનો જીવ આભીરરૂપ હોવાને કારણે તેનો અંતરંગ મિત્ર એવો વૈશ્વાનર તે ભવના સંયોગને કારણે વ્યક્ત પ્રગટ થયો નહીં. થોડોક હું શાંતરૂપવાળો થયો. મારી યદચ્છાથી દાનબુદ્ધિ પ્રવૃત્ત થઈ. અને કંઈક વિશિષ્ટ શીલ અભ્યસ્ત કરાયું નહીં. અને કોઈ સંયમવિશેષ પાલન કરાયું નહીં. કેવલ કોઈક રીતે ઘર્ષણધૂર્ણત વ્યાયથી=દરિયામાં પડેલો પથ્થર અથડાઈ અથડાઈને ગોળ થાય એ વ્યાયથી, હું ત્યારે આભીરરૂપ ભરવાડના રૂપમાં હતો ત્યારે, મધ્યમ ગુણવાળો થયો. તેથી=મધ્યમ ગુણને કારણે મારામાં દાનબુદ્ધિ થઈ તેથી, એવા પ્રકારના મને જોઈને ભવિતવ્યતા મારા ઉપર પ્રસન્ન હૃદયવાળી થઈ. તેથી ભવિતવ્યતા પ્રસન્ન હૃદયવાળી તેથી, આના વડે=ભવિતવ્યતા વડે, ફરી મારો પુણ્યોદય નામનો સહચર આવિર્ભત કરાયો. તેથી પુણ્યનો સહચર આવિર્ભત થયો તેથી, ભવિતવ્યતા વડે હું કહેવાયો. હે આર્યપુત્ર!સિદ્ધાર્થપુરમાં તારા વડે જવા યોગ્ય છે. ત્યાં સિદ્ધાર્થપુરમાં, યથાસુખાસિકાથી રહેવાનું છે અને આ તારો અનુચર પુણ્યોદય થશે. મારા વડે કહેવાયું – દેવી જે આજ્ઞા કરે. ત્યારપછી જીર્ણ પ્રાચીન ગુટિકા હોતે છતે આભીરના ભવનું આયુષ્ય ક્ષીણ થયે છતે, એકભવવેદ્ય તે ગુટિકા એકભવધ ગુટિકા, ભવિતવ્યતા વડે મને બીજી અપાઈ.
શ્લોક :
भो भव्याः प्रविहाय मोहललितं युष्माभिराकर्ण्यताम्, एकान्तेन हितं मदीयवचनं कृत्वा विशुद्धं मनः ।
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
राधावेधसमं कथञ्चिदतुलं लब्ध्वाऽपि मानुष्यकम् । हिंसाक्रोधवशानुगैरिदमहो जीवैः पुरा हारितम् ।।१।।
શ્લોકાર્થ ઃ
હે ભવ્ય પ્રાણીઓ મોહનું વિલસિત જાણીને તમારા વડે એકાંતથી હિત એવું મારું વચન વિશુદ્ધ મન કરીને સાંભળો. રાધાવેધ જેવો કોઈક રીતે અતુલ મનુષ્યભવને પામીને-રાધાવેધ સાધીને ઇષ્ટ ફલ પ્રાપ્ત કરી શકાય તેવો કોઈક રીતે અતુલ મનુષ્યભવ પામીને, પણ હિંસા અને ક્રોધના વશથી અનુસરનારા જીવો વડે અહો ખેદની વાત છે કે આ=મનુષ્યભવ, પૂર્વમાં હરાયો=ખોવાયો. ।।૧।।
શ્લોક ઃ
अनादिसंसारमहाप्रपञ्चे, क्वचित्पुनः स्पर्शवशेन मूढैः । अनन्तवाराः परमार्थशून्यैर्विनाशितं मानुषजन्म जीवैः ।।२।।
શ્લોકાર્થ ઃ
અનાદિ સંસારના મહાપ્રપંચમાં ક્યારેક વળી સ્પર્શનના વશથી મૂઢ, પરમાર્થથી શૂન્ય એવા જીવો વડે અનંતીવાર મનુષ્યજન્મ વિનષ્ટ કરાયો. ॥૨॥
શ્લોક ઃ
एतन्निवेदितमिह प्रकटं ततो भोः ! तां स्पर्शकोपपरताऽपमतिं विहाय । शान्ताः कुरुध्वमधुना कुशलाऽनुबन्धमह्नाय लङ्घयथ येन भवप्रपञ्चम् ।।३।।
શ્લોકાર્થ :
આ અહીં=પ્રસ્તુત પ્રકરણમાં, પ્રગટ નિવેદન કરાયું છે. તેથી ભો ભવ્ય જીવો ! તે સ્પર્શ અને કોપપરતા અપમતિને=સ્પર્શનેન્દ્રિય અને ક્રોધને આધીન દુર્મતિને, ત્યજીને શાંત થયેલા એવા તમે હવે કુશલાનુબંધને સતત કરો, જેનાથી ભવપ્રપંચનું ઉલ્લંઘન તમે કરો. II3II
इत्युपमितिभवप्रपञ्चायां कथायां क्रोधहिंसास्पर्शनेन्द्रियविपाकवर्णनस्तृतीयः प्रस्तावः ।
આ પ્રકારે ઉપમિતિભવપ્રપંચકથામાં ક્રોધ, હિંસા, સ્પર્શનેન્દ્રિયના વિપાકના વર્ણનરૂપ ત્રીજો પ્રસ્તાવ પૂરો થયો.
ભાવાર્થ :
અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે, નંદિવર્ધનના ભવમાં અમૃતકલ્પ પણ કેવલીનું વચન મને પરિણમન પામ્યું નહીં. પરંતુ તે વચનથી વિહ્વળ થયેલો એવો હું તે કેવલીને મારવા માટે તત્પર થયો. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે ઉત્કટ વિપર્યાસ હોય છે ત્યારે જીવને સર્વત્ર વિપરીત બુદ્ધિ જ પ્રાપ્ત થાય છે. આથી
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૯૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
જ અનુસુંદર ચક્રવર્તીના ભવમાં એ જ નંદિવર્ધનનો જીવ અત્યંત વિવેકયુક્ત બન્યો છે. અને તે જ જીવ નંદિવર્ધનના ભવમાં વિપર્યાસ કરાવનારાં કર્મો પ્રચુર હોવાથી લોકો આગળ પોતાનું ચરિત્ર કહીને કેવલીએ મારી વિડંબના કરી છે એ પ્રકારનો વિપર્યાસ જ કરે છે. તેથી બંધનથી મુકાયેલો એવો તે કેવલીને મારવાના અધ્યવસાયથી વિજયપુર નગરની સન્મુખ જાય છે. ત્યાં તેના જેવો જ વૈશ્વાનર અને હિંસક પરિણામવાળો ધરાધર નામનો યુવાન રાજકુમાર પ્રાપ્ત થાય છે. તેને માર્ગ પૂછવાથી તેણે જવાબ નહીં આપ્યો, તેથી અકળાયેલા નંદિવર્ધને તેની જ તલવાર ખેંચીને તેને મા૨વાનો યત્ન કર્યો. બંને એકબીજાને મારીને નરકના ચકરાવામાં અનેક ભવો ભટકે છે. આ રીતે પરસ્પર નિમિત્તથી પોતાની ક્રોધની અને હિંસાની પ્રકૃતિ પુષ્ટ પુષ્ટતર કરીને નંદિવર્ધન અને ધરાધરનો જીવ અનેક કદર્થનાઓ પામે છે અને જ્યારે કોઈક રીતે તે પ્રકારનાં કર્મો બાંધે છે કે જેનાથી નંદિવર્ધન તેનાથી વિખૂટો થઈને એકેન્દ્રિય આદિમાં સર્વસ્થાનોમાં ભમે છે, જ્યાં સાક્ષાત્ ક્રોધ અને હિંસા વ્યક્ત ન હતાં તોપણ મૂઢતાને વશ ક્લિષ્ટભાવોથી એકેન્દ્રિય આદિમાં પરિભ્રમણ કરે છે. વળી, ધરાધરની સાથે વૈરની પરંપરા ઊભી કરી તો ઘણા ભવો સુધી તે વૈરની પરંપરા ચાલી. આ સર્વ સાંભળીને પ્રજ્ઞાવિશાલા વિચારે છે કે સંસારમાં ક્રોધની રૌદ્રતા, હિંસાની દારુણતા કેવી અત્યંત વિષમ છે, જેના કારણે તેને વશ થયેલા સંસારી જીવો મનુષ્યભવને પામીને પણ અતિ રૌદ્ર કર્મ કરીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે અને અનેક કદર્થના પ્રાપ્ત કરે છે તે સર્વનું કારણ ક્રોધ અને હિંસા છે. તેથી વિવેકી પુરુષોએ ક્રોધનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારવું જોઈએ કે અલ્પ પણ ક્રોધ, અરતિ, ઈર્ષ્યા, દ્વેષ, અરુચિ આ સર્વભાવો ક્રોધનાં જ બીજો છે જે સામગ્રી મળે તો પુષ્ટ થાય તો વૈશ્વાનર રૂપે જ બને છે અને સર્વ અનર્થની પરંપરાને પ્રાપ્ત કરાવે છે. માટે વિવેકી પુરુષે ક્રોધના સૂક્ષ્મ સર્વ ભાવોનું આલોચન કરીને તેને દૂર ક૨વા જ યત્ન કરવો જોઈએ, કે જેથી વૃદ્ધિ પામીને દુર્ગતિઓની પરંપરાનું કારણ ક્રોધના સૂક્ષ્મ ભાવો પણ બને નહીં. પરંતુ સમ્યગ્ આલોચનના બળથી ક્રમે કરીને તે ક્રોધશક્તિ ક્ષીણ ક્ષીણતર થાય. વળી, સંસારી જીવો સ્વાર્થ ખાતર જે આરંભ-સમારંભ કરે છે તે હિંસા ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને નંદિવર્ધનની હિંસા જેવી ઘાતકી હિંસા બને છે તેથી વિવેકી જીવે મનુષ્યભવને પામીને શ્રાવક અવસ્થામાં પણ અત્યંત દયાળુ ચિત્ત વૃદ્ધિ પામે તે રીતે યતનાપૂર્વક જીવવું જોઈએ, જેથી સ્વાર્થ ખાતર મંદ મંદ પણ હિંસાની પરિણતિ છે તે ઉત્તરોત્તર ક્ષીણ થાય, પરંતુ નિમિત્તને પામીને વૃદ્ધિ પામે નહીં. વળી, સુસાધુઓ પણ તે હિંસાની પરિણતિના નાશ અર્થે ષટ્કાયનું પાલન સમ્યગ્ થાય તે અર્થે અત્યંત યતનાપૂર્વક સર્વ ચેષ્ટાઓ કરવી જોઈએ, જેથી પ્રવર્ધમાન દયાળુ ચિત્ત હિંસાની શક્તિને ક્ષીણ કરે. જેઓ સાધુધર્મ કે શ્રાવકધર્મ પાળે છે તોપણ યતનાવાળા નથી તેઓની અયતનાપરિણામને કા૨ણે વર્તતી કઠોર પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને નંદિવર્ધન જેવી જ હિંસાનું કારણ બની શકે છે. માટે વિવેકપૂર્વક ક્રૂરતાનો પરિણામ ક્ષીણ થાય, દયાળુ ચિત્ત વૃદ્ધિ પામે તે રીતે યતનાપરાયણ સાધુ અને શ્રાવકે થવું જોઈએ. વળી, નંદિવર્ધનનો જીવ ઘણા ભવો એકેન્દ્રિય આદિની કદર્થના પામીને કાંઈક શુભભાવ થવાથી ભરવાડ રૂપે થાય છે ત્યારે ગુસ્સાનો સ્વભાવ કંઈક મંદ પડ્યો, કંઈક શાંત પ્રકૃતિ થઈ અને કંઈક દાનબુદ્ધિ થઈ, જેનાથી કંઈક પુણ્યની પ્રાપ્તિ થઈ, તોપણ તત્ત્વનું પર્યાલોચન કરે તેવી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થયેલી નહીં હોવાથી તે ભવમાં પુણ્ય બાંધીને સિદ્ધાર્થપુરમાં
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ તે મનુષ્યભવને પ્રાપ્ત કરે છે. એ ભવનું સ્વરૂપ ગ્રંથકારશ્રી આગળ બતાવશે. પ્રસ્તુત પ્રસ્તાવમાં સાર બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે. પ્રસ્તુત કથાનકમાં મોહને વશ જીવો કઈ રીતે એકાંતે અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે તે સાંભળીને વિચારવું જોઈએ કે રાધાવેધને સાધવા જેવો મનુષ્યભવ તમને પ્રાપ્ત થયો છે, આવો જ મનુષ્યભવ હિંસા અને ક્રોધને વશ પૂર્વમાં અનંતી વખત નંદિવર્ધનની જેમ આપણે નિષ્ફળ કર્યો છે અને સ્પર્શનને વશ અનંતી વખત મનુષ્યજન્મ નિષ્ફળ કર્યો છે, માટે સ્પર્શન અને ક્રોધને પરવશ જે અપમતિ દુર્મતિ, છે તેને દૂર કરીને ચિત્તને શાંત કરો અને ભવના પ્રપંચનું સમ્યગુ અવલોકન કરો, જેથી ભવથી ચિત્ત વિરક્ત થાય અને આત્મહિતની પારમાર્થિક ચિંતા પ્રગટે તેવું કુશલાનુબંધ કર્મ કરો કે જેથી શીધ્ર ભવપ્રપંચનો નાશ થાય. આ પ્રકારે સારરૂપ ગ્રંથકારશ્રીનો ઉપદેશ છે.
ત્રીજો પ્રસ્તાવ સંપૂર્ણ
અનુસંધાનઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ (ચતુર્થ પ્રસ્તાવ ખંડ-૧)
Page #520
--------------------------------------------------------------------------
________________ याः काश्चिदेव मत्र्येषु, निर्वाणे च विभूतयः / અજ્ઞાનેનૈવ તા: સર્વા, હતા: સન્માધિના | મર્યલોકમાં અને નિર્વાણમાં જે કોઈ વિભૂતિઓ છે તે સર્વ વિભૂતિઓ સન્માર્ગરોધી એવા અજ્ઞાન વડે જ હરણ કરાઈ છે. I : પ્રકાશક : માતાથ ગણ શ્રુતદેવતા ભવન', 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્રેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com