SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૨૬૧ લાંબા કાળે સંસારરૂપી વૃક્ષના કંદના છેદકપણા વડે કરીને=લાંબા કાળે સંસારરૂપી વૃક્ષના કંદનો નાશ કરનાર હોવાથી સ્વર્ગ અપવર્ગના માર્ગના સંબંધને કરનારાં અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાપદો પ્રતિપાદિત કરાયાં=સૂરિ વડે પ્રતિપાદિત કરાયાં. તેથી=ભગવાન વડે સમ્યગદર્શન અને બારવ્રતોનું સ્વરૂપ રાજાની ભૂમિકાનુસાર બતાવાયું તેથી, થયેલા તઆવરણીય કર્મના ક્ષયોપશમપણાને કારણે= ભાવથી પ્રાદુર્ભત થયેલા સભ્યદર્શન અને દેશવિરતિના પરિણામને કારણે, આ ગૃહસ્થ ધર્મ અમારા જેવાને પણ કરવા માટે શક્ય છે. એ પ્રમાણે વિચારીને રાજા વડે કહેવાયું – હે ભગવંત ! આના દાનથી=પ્રસ્તુતમાં સૂરિએ વર્ણન કર્યું એ પ્રકારના સમ્યગદર્શનપૂર્વકના બારવ્રતોના દાનથી, અમારા ઉપર પણ અનુગ્રહ કરાય. ભગવાન આચાર્ય કહે છે. સુપ્ક કરાય છે=અત્યંત કરાય છે. ત્યારપછી તે બંનેને પણ=મધ્યમબુદ્ધિ અને રાજા બંનેને પણ, વિધિથી=શાસ્ત્રવિધિ અનુસાર, ભગવાન વડે ગૃહસ્થ ધર્મ અપાયો. द्रव्यस्तवविषये मुनिमर्यादा मनीषिदीक्षादानार्थं पुनरभ्युद्यते भगवति भगवच्चरणयोर्निपत्य नरपतिरुवाच-भदन्त! गृहीतैवानेन महात्मना भगवतो (भावतो) भागवती दीक्षेति कृतकृत्य एवायमधुना वर्तते तथापि वयमेनं मनीषिणमुद्दिश्य किञ्चित्सन्तोषानुरूपमाचरितुमिच्छामः तदनुजानातु भगवानिति । तदाकर्ण्य स्थिता भगवन्तस्तूष्णींभावेन । सुबुद्धिनाऽभिहितं-देव! न पृच्छ्यन्ते द्रव्यस्तवप्रवृत्तिकाले भगवन्तः, अनाधिकारो शत्र भगवतां, युक्त एव यथोचितः स्वयमेव द्रव्यस्तवः कर्तुं युष्मादृशां, केवलमेतेऽपि विहितं तमनुमोदन्ते एव द्रव्यस्तवं, ददति च तद्गोचरं शेषकालमुपदेशं, यथा कर्तव्योदारपूजा भगवतां, न खलु वित्तस्यान्यच्छुभतरं स्थानमित्यादिवचनसन्दर्भेण, तस्मात्स्वत एव कुरुत यथोचितं यूयं, केवलमभ्यर्थयामः कालप्रतीक्षणं प्रति मनीषिणम्, नृपतिरवोचत्-एवं कुर्मः, ततोऽभ्यर्थितः सबहुमानं राजमन्त्रिभ्यां मनीषी, चिन्तितमनेन न युक्तः कालविलम्बो धर्मप्रयोजने, तथापि महापुरुषप्रणयभङ्गोऽपि सुदुष्कर इति मन्यमानेन प्रतिपन्नं तत्समीहितम् । દ્રવ્યસ્તવના વિષયમાં મુનિની મર્યાદા મનીષીના દીક્ષાદાન માટે ભગવાન તત્પર થયે છતે ભગવાનના ચરણમાં પડીને રાજા કહે છે. તે ભગવંત ! આ મહાત્મા વડે ભગવાનની ભાગવતી દીક્ષા ગ્રહણ કરાયેલી જ છે તેથી આ હમણાં કૃતકૃત્ય જ વર્તે છે, તોપણ આ મનીષીને ઉદ્દેશીને અમે સંતોષને અનુરૂપ કંઈક આચરવા ઈચ્છીએ છીએ તેથી ભગવાન અનુજ્ઞા આપો, તે સાંભળીને, ભગવાન મીતભાવથી રહ્યા. સુબુદ્ધિ વડે કહેવાયું – હે દેવ ! દ્રવ્યસ્તવતી પ્રવૃતિકાલમાં ભગવાનને પુછાતું નથી. અહીં દ્રવ્યસ્તવના વિષયમાં, ભગવાનને અનધિકાર છે. તમારા જેવાને સ્વયં જ યથા ઉચિત દ્રવ્યસ્તવ કરવું યુક્ત જ છે, કેવલ કરાયેલા એવા
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy