SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ તે દ્રવ્યસ્તવને આ પણ=ભગવાન પણ, અનુમોદન કરે છે અને તદ્વિષયક=દ્રવ્યસ્તવ વિષયક, ઉપદેશને શેષકાલ આપે છે. કોઈ પૃચ્છા કરે ત્યારે તું કર તેમ અનુજ્ઞા આપતા નથી પરંતુ યોગ્ય શ્રોતા ધર્મ સાંભળવા આવે તે જીવોની ભૂમિકાનુસાર ઉપદેશ આપે છે. તે ‘વા’થી બતાવે છે ભગવાનની ઉદારપૂજા કરવી જોઈએ=પરમગુરુ પ્રત્યે ભક્તિનો અતિશય થાય એ પ્રકારે ઉત્તમદ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી જોઈએ. ખરેખર, ધનનું અન્ય શુભતર સ્થાન નથી=ભગવાનની પૂજામાં વપરાયેલ ધન જે પ્રકારનું શુભતર છે તેવું ધનવ્યયનું અન્ય કોઈ શુભસ્થાન નથી; કેમ કે ઉત્તમ સામગ્રીથી ભગવાનના ગુણો પ્રત્યે બહુમાન વૃદ્ધિ પામે છે, તેનાથી જીવને જન્મજન્માતરમાં ઉત્તમ ભોગસામગ્રીથી યુક્ત જિનધર્મની પ્રાપ્તિ થશે. માટે ધનવ્યયનું અન્ય શુભતર સ્થાન નથી. ઇત્યાદિ વચનના સંદર્ભથી શેષકાલ ઉપદેશ આપે છે એમ અન્વય છે. તે કારણથી=દ્રવ્યસ્તવમાં ભગવાનનો અધિકાર નથી એમ સુબુદ્ધિ મંત્રીએ કહ્યું તે કારણથી, સ્વતઃ યથા ઉચિત તમે કરો. કેવલ કાલપ્રતિક્ષણ પ્રત્યે=દીક્ષાના ગ્રહણના કાલવિલંબન પ્રત્યે, મનીષીને આપણે અભ્યર્થના કરીએ. આપણે મનીષીનો દીક્ષામહોત્સવ કરીએ ત્યાં સુધી મનીષી દીક્ષા ગ્રહણમાં કાલવિલંબન કરે એમ આપણે પ્રાર્થના કરીએ. એમ સુબુદ્ધિ મંત્રીએ રાજાને કહ્યું. રાજાએ કહ્યું એ પ્રમાણે કરીએ, ત્યારપછી બહુમાનપૂર્વક રાજા અને મંત્રી દ્વારા મનીષી પ્રાર્થના કરાયો. આના વડે=મનીષી વડે વિચારાયું, ધર્મપ્રયોજનમાં= સંયમગ્રહણ કરીને સંસારના ક્ષયના કારણભૂત ધર્મનિષ્પત્તિના પ્રયોજનમાં, કાળવિલંબન યુક્ત નથી. તોપણ મહાપુરુષોની પ્રાર્થનાનો ભંગ પણ સુદુષ્કર છે. એ પ્રમાણે માનતા મનીષી વડે તેમનું સમીહિત સ્વીકારાયું=રાજા અને મંત્રી વડે ઇચ્છાયેલું વચન સ્વીકારાયું. मनीषिदीक्षामहोत्सवः શ્લોક ઃ - ततस्त्वरयता तेन, नरनाथेन तोषतः । व्यापारिता महायोच्चैः, सर्वे मन्त्रिमहत्तमाः ।।१।। મનીષીની દીક્ષાનો મહોત્સવ શ્લોકાર્થ : ત્યારપછી ત્વરા કરતા તોષ પામેલા તે રાજા વડે મોટા મહોત્સવ માટે સર્વ મંત્રીમહત્તમો વ્યાપારિત કરાયા. ॥૧॥
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy