SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૩૦૧ તમારા વચનથી સંયમગ્રહણ કરવા માટે હું પણ સુંદર પ્રોત્સાહિત કરાયો. અરે ! ક્ષણમાત્રથી ભવરૂપી પાંજરાનું કોટન કરાયું. ||૧૦|| શ્લોક : एवं सामान्यतस्तावत्, सर्वेषामभिनन्दनम् । कृत्वा प्रत्येकमप्याह, स राजा हर्षनिर्भरः ।।११।। શ્લોકાર્થ : આ રીતે સામાન્યથી સર્વને અભિનંદન કરીને દીક્ષામાં તત્પર થયેલા બધા જીવોને પ્રોત્સાહિત કરીને, પ્રત્યેકને પણ હર્ષથી નિર્ભર એવો તે રાજા કહે છે. ll૧૧II. શ્લોક : तत्र सुबुद्धिं तावदुवाचसखे! विदितसंसारस्वभावेन त्वया गृहे । इयन्तं तिष्ठता कालं, वयमेव प्रतीक्षिताः ।।१२।। શ્લોકાર્ચ - ત્યાં પ્રત્યેકને કહેવા માટે રાજા તત્પર થાય છે તેમાં, પ્રથમ સુબુદ્ધિને કહે છે. હે મિત્ર ! વિદિતસંસારસ્વભાવવાળા એવા તારા વડે સંસારને નિઃસાર જાણ્યું છે એવા તારા વડે, ઘરમાં કેટલોક કાળ રહેતા અમે જ પ્રતીક્ષા કરાયા છીએ. રાજાને સંયમમાર્ગે તૈયાર કરવા છે તે આશયથી જ સુબુદ્ધિમંત્રી કેટલોક કાળ સુધી સંસારમાં રહેલ છે એ પ્રકારે રાજા કહે છે. ll૧૨ાા શ્લોક : अन्यथा ते गृहे किं वा, स्यादवस्थानकारणम्? । को नाम राज्यलाभेऽपि, भजेच्चाण्डालरूपताम्? ।।१३।। શ્લોકાર્થ : અન્યથા=જો મને સંયમ માટે તૈયાર કરવાનું પ્રયોજન ન હોય તો તારે ઘરમાં રહેવાનું કારણ શું થાય ? અર્થાત્ કોઈ કારણ નથી. રાજ્યના લાભમાં પણ કોણ ચંડાલરૂપતાને ભજે ? સંયમરૂપી રાજ્યના લાભમાં પણ ચંડાલની ચેષ્ટા જેવી સંસારની ચેષ્ટા કયો બુદ્ધિમાન કરે ? અર્થાત્ કરે નહીં. ફક્ત રાજાના પ્રયોજનથી મંત્રીએ સંયમમાં કાળક્ષેપ કર્યો છે. ૧૩.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy