SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શુભસુંદરીને કહે છે – હે પ્રિય ! તું આ જાણે જ છે, જે પ્રમાણે અનાદિરઢ આ મારી પ્રકૃતિ વર્તે છે, કઈ પ્રકૃતિ વર્તે છે ? તે “યતથી બતાવે છે – આ સ્પર્શતને જે અનુકૂળ છે તેને પ્રતિકૂલ મારા વડે થવું જોઈએ. વળી, પ્રતિકૂલન=સ્પર્શત પ્રત્યે પ્રતિકૂલ, અનુકૂળપણાથી મારે વર્તવું જોઈએ અને પ્રતિકૂલ આચરતા મને સર્વત્ર અકુશલમાલાનું ઉપકરણ છે=સ્પર્શને વશ થયેલા જીવને પ્રતિકૂલ કરવામાં સર્વત્ર મારાં અશુભકર્મોની હારમાળા કારણ છે. વળી, અનુકૂલને કરતા એવા=સ્પર્શનને પ્રતિકૂલ કરતા એવા જીવનું અનુકૂળ કરતા એવા, મારું ઉપકરણ તું વર્તે છે=શુભકરૂપ શુભસુંદરી તેવા જીવોને અનુકૂળ કરવામાં કારણ બને છે. તે કારણથી આ પ્રમાણે સ્થિત હોતે છતે=આ પ્રમાણે મારો સ્વભાવ હોતે છતે, સ્પર્શનને અનુકૂલ કરનારા બાલને અકુશલમાલાના વ્યાપાર દ્વારા મારા વડે પોતાનો કોઈ પ્રતિકૂળતા રૂપ ફળવિશેષ બતાવાયો. વળી, સ્પર્શતને પ્રતિકૂલવર્તી એવા આ મનીષીને મારા વડે પોતાની અનુકૂળતાનો ફળવિશેષ હજી પણ બતાવાયો નથી. જો કે સ્પર્શનમાં નિરભિળંગપણું હોવાને કારણે મૃદુશયન સ્ત્રીઆદિને અનુભવતા એવા આનેકમનીષીને, જે આ સુખ પ્રાપ્ત થાય છે અને લોકમાં જે આ યશપટહ ઉલ્લસિત થયો=મનીષીનો યશપટ ઉલ્લસિત થયો, અને વિચારતા એવા તેને મનીષીને કોઈપણ અપાયનો ગબ્ધ પણ ન થયો કોઈ અનર્થોની પ્રાપ્તિ થઈ નહીં, એ સમસ્ત વ્યતિકરતો હું જ=કર્મવિલાસ જ, ઉપકરણભૂત એવી તારા વડે જ કારણ છું=શુભસુંદરી દ્વારા જ મનીષીના સર્વ હિતની પરંપરાનું કારણ છું, તોપણ સપ્રસાદવાળો હું પોતે છત=સપ્રસાદવાળો એવો કર્મવિલાસ હોતે છતે, આને મનીષીને, આટલું માત્ર જ ફળ ઉચિત નથી. એથી હે પ્રિય ! શુભસુંદરી આ મનીષીના વિશિષ્ટતર ફળસંપાદન માટે તું યત્ન કર. ગુમસુન્દર્યા યોજાશ: शुभसुन्दर्युवाच-साधु, आर्यपुत्र! साधु, सुन्दरमभिहितं देवेन, स्थितं ममापीदं हृदये, योग्य एव मनीषी देवप्रसादानां, तदेषाऽनुतिष्ठामि यदाज्ञापितं देवेनेत्यभिधाय व्यापारिता शुभसुन्दर्या योगशक्तिः, विहितमन्तर्धानं, प्रविष्टा मनीषिशरीरे, प्रादुर्भूतोऽस्य प्रमोदः, सिक्तममृतसेकेनात्मशरीरं, प्रवृत्ता निजविलसितोद्यानगमनेच्छा, प्रस्थितस्तदभिमुखं, चिन्तितमनेन कथमेकाकी गच्छामि, बहुश्च कालो गृहप्रविष्टस्य तिष्ठतो मध्यमबुद्धेरतीतो, विस्मृतोऽधुना लोकस्य बालवृत्तान्तो, व्यपगतं तस्य लज्जाकारणं, अतस्तमपि निजविलसितोद्याने नयामीति विचिन्त्य गतो मनीषी मध्यमबुद्धिसमीपं, निवेदितं तस्मै निजाकूतम् । इतश्च कर्मविलासेन तस्यापि जननी सामान्यरूपा तत्फलविपाकसंपत्तये तथैव प्रोत्साहिता, सा ह्यकुशलमालाशुभसुन्दर्योः साधारणवीर्या विचित्रफलदायिनी स्वरूपतो वर्त्तते, ततस्तयाऽधिष्ठितमूर्तेर्मध्यमबुद्धेरपि प्रवृत्ता तत्र गमनेच्छा, बालस्तु भवताप्यवश्यं गन्तव्यमिति वदता बलामोटिकया प्रवर्तितो मध्यमबुद्धिना, गतास्त्रयोऽपि निजविलसितोद्याने ।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy